Meta tags:
description= 2 posts published by Dipak Dholakia during June 2023;
Headings (most frequently used words):
dipak, martyrs, of, indian, freedom, struggle, dholakia, spam, blocked, મહિનો, જૂન, 2023, 26, meerut, 10th, may, 1857, મેરઠમાં, ૧૦મી, મે, ૧૮૫૭, 25, mangal, pandey, મંગલ, પાંડે, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (58), જાન્યુઆરી (29), 2023 (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જૂન (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), 2024 (26), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), હતી (19), 2013 (18), 2022 (18), હતો (18), 2011 (16), માટે (16), martyrs (16), indian (16), freedom (16), struggle (16), હતા (15), એને (15), 2014 (14), સિપાઈઓએ (14), 2025 (13), એમને (13), વાત (12), પછી (12), કરી (11), ગયો (11), અંગ્રેજ (10), હોય (9), નથી (9), બધા (9), સિપાઈઓ (9), ગયા (9), મારી (8), બળવો (8), નહીં (8), એમાં (8), એમણે (8), કર્યો (8), ૩૪મી (8), મંગલ (8), આપી (8), dipak (7), ત્યાં (7), હવે (7), મેરઠમાં (7), એટલે (6), ત્યારે (6), મેરઠ (6), કામ (6), અંગ્રેજી (6), કહ્યું (6), કારતૂસો (6), આવ્યા (6), તરફ (6), એના (6), આવ્યો (6), સિપાઈ (6), કર્નલ (6), હુકમ (6), તરત (6), ૧૯મી (6), એમના (6), ૧૧મી (6), બારી (5), dholakia (5), શોધો (5), 1857 (5), ઘટના (5), વિદ્રોહ (5), આખી (5), બ્રાહ્મણ (5), પાડી (5), દીધી (5), આવી (5), બીજા (5), સિપાઈઓને (5), ગોળી (5), સાથે (5), એમની (5), એણે (5), દિવસે (5), વિલિયમ (5), ૧૦મી (5), બ્રેંડિશ (5), રહ્યો (5), કરો (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), અહીં (4), પ્રકાશિત (4), આઝાદી (4), માટેનો (4), સંઘર્ષ (4), the (4), સિપાઈઓનો (4), એટલું (4), થયો (4), હજી (4), પોતાના (4), કોઈ (4), આખા (4), ઇન્ફન્ટ્રી (4), પહોંચી (4), કર્યું (4), પોતાની (4), ફાંસી (4), દેવાઈ (4), ગયું (4), બહાર (4), યુરોપિયન (4), સમાચાર (4), સજા (4), કંઈ (4), લાગ્યું (4), કોર્ટ (4), આગેવાની (4), સવારે (4), શું (4), હતાં (4), meerut (4), ૨૦મી (4), મેરઠના (4), ગામ (4), તાર (4), રિપોર્ટ (4), like (3), this (3), wordpress (3), com (3), ટિપ્પણીઓ (3), other (3), મહિનો (3), history (3), સંદેશ (3), mangal (3), pandey (3), ૧૮૫૭ (3), ભાગ (3), સાવરકર (3), મજૂમદાર (3), એમાંથી (3), સિપાઈઓના (3), મોટા (3), નહોતા (3), વિદ્રોહનું (3), રાષ્ટ્રીય (3), પરંતુ (3), છતાં (3), પડે (3), માને (3), બીજી (3), બાજુ (3), માત્ર (3), સામે (3), ઇન્ફન્ટ્રીને (3), વીખેરી (3), તેમાં (3), એની (3), થયું (3), અફસરોનાં (3), નક્કી (3), ચીફ (3), દીધા (3), પાંડે (3), ઍપ્રિલે (3), ઈશ્વરી (3), દેવાયા (3), ઇન્ફન્ટ્રીના (3), પાંડેએ (3), બચાવવા (3), કરતા (3), દીધો (3), લીધા (3), રહ્યા (3), આપ્યો (3), છોડી (3), લગાડી (3), થયા (3), ખોલવાની (3), સમજી (3), ડુક્કરની (3), કહે (3), પરેડમાં (3), ફરી (3), લીધો (3), છાવણીમાં (3), લોટો (3), દાંતેથી (3), કરતો (3), સિપાઈએ (3), may (3), દિલ્હી (3), જેલ (3), ફિનિસ (3), માર્યો (3), જણને (3), એકઠા (3), શહેરમાં (3), સ્મિથે (3), ખબર (3), મેના (3), દિલ્લી (3), દરબાર (3), નાખ્યા (3), શરૂ (2), site (2), નામ (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 329 (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), and (2), email (2), address (2), દ્વારા (2), web (2), gurjari (2), કોઈનો (2), લાડકવાયો (2), tags (2), categories (2), posted (2), author (2), loading (2), પહેલાં (2), લેખમાળા (2), લેખકની (2), ભારતઃ (2), પ્રકરણ (2), ગુલામી (2), sepoy (2), mutiny (2), સંદર્ભઃ (2), કદાચ (2), પ્રગટ (2), એનું (2), સંતાન (2), અથવા (2), બહુ (2), ૧૮૫૭નો (2), પાયે (2), બળવા (2), કારતૂસોને (2), કારણે (2), રૂપ (2), નહોતું (2), લખનઉમાં (2), દબાવી (2), લીધું (2), અંકમાં (2), ખાસ (2), જોઈએ (2), આપે (2), કોઈને (2), અમુક (2), નજરે (2), અલગ (2), હતું (2), યોજના (2), ખલાસીએ (2), સિપાઈને (2), ત્રણ (2), ફેલાઈ (2), મેરઠની (2), નાખવામાં (2), છોડીને (2), અવધના (2), હોવાના (2), લીધી (2), રોષ (2), કરતાં (2), વધ્યો (2), અસર (2), બેંગાલ (2), પડી (2), ટુકડીઓ (2), ગોઠવાયેલી (2), ઘરોને (2), બાળી (2), હાથ (2), ત્રીજી (2), તારીખે (2), અફસરો (2), સુધી (2), મોતને (2), ઘાટે (2), ઉતારી (2), કમિશનર (2), શસ્ત્રો (2), દીધાં (2), પ્રસાદને (2), શેખ (2), બરાકપુરમાં (2), જગ્યાએ (2), નૅટિવ (2), એકલા (2), ખુલ્લો (2), ધર્મ (2), આવવા (2), કરીને (2), બૉગને (2), બૉગ (2), ઘોડા (2), નીચે (2), હુમલો (2), પડ્યા (2), દોડ્યો (2), મંગલે (2), વખતે (2), પાંડેને (2), પકડી (2), માનતા (2), દાંતથી (2), મળી (2), ગાય (2), ચરબીવાળાં (2), શકે (2), ખાતરી (2), કરવું (2), જેવું (2), રીતે (2), ગણી (2), ઇન્ફન્ટ્રીની (2), દિવસની (2), માન્યા (2), રાતે (2), સિપાઈઓની (2), રાખી (2), ખલાસી (2), મળ્યો (2), પાસે (2), પાણી (2), કારતૂસ (2), ખરેખર (2), ચરબી (2), 10th (2), ધનસિંહ (2), ગુર્જર (2), napanee (2), સિપાઈઓનાં (2), ઇતિહાસમાં (2), બજારોમાં (2), ગામેગામ (2), અંગ્રેજો (2), લાગ્યો (2), બની (2), કેદીઓને (2), કૅય (2), લખે (2), અંતે (2), ખ્રિસ્તી (2), નીકળી (2), સ્ત્રી (2), પરેડ (2), ઠપકો (2), કમાંડર (2), ૧૮૫૭ની (2), ઐતિહાસિક (2), અંગ્રેજોના (2), મુખ્ય (2), અંગ્રેજોની (2), બન્યું (2), ઉડાવી (2), આજે (2), પંજાબ (2), ધસ્યા (2), છોડાવ્યા (2), સિપોય (2), વિશે (2), કરવા (2), ચર્ચમાં (2), જવા (2), નીકળ્યા (2), માર્શલ (2), જેલમાં (2), તેની (2), કેમ (2), કરવાનો (2), રોજ (2), ક્લાર્ક (2), બ્રેંડિશના (2), અધિકારીઓને (2), દેશી (2), ઑફિસમાં (2), ઘણા (2), એનો (2), લાહોરમાં (2), કમિશનરને (2), કાપી (2), નાખ્યો (2), ટૉડ (2), નદી (2), બ્રિટિશ (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, slavery, for, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, થયેલી, શ્રેણી, બળવાની, શરૂઆત, વિકીપીડિયા, war, independence, http, savarkar, org_the_indian_war_of_independence_1857, revolt, ૧૯૫૭, જુદી, દિશા, ભાવનાત્મક, સ્તરે, થતી, ભાવના, બળવાનું, આપણા, અંતર, નોંધીએ, સ્થિતિ, વિસ્ફોટક, ફાટી, નીકળશે, એવા, સંકેત, સલ્તનત, સામેના, મળ્યું, બળવાને, દેવાયો, પછીના, અઠવાડિયે, બળવાએ, ધારણ, આના, આપણે, આવતા, જઈશું, યાદ, રાખવી, ઇતિહાસકારો, હકીકતોને, સંપૂર્ણ, માન, હકીકત, દલીલનો, વિષય, બનતી, દરેક, ઇતિહાસકારનું, હકીકતોનું, અર્થઘટન, જૂદું, ઘટનાઓમાં, કડી, દેખાય, બીજાની, ઘટનાઓ, સ્વતંત્ર, કોઈએ, ભડકાવ્યા, ધર્મને, બચાવવાથી, વધારે, ધ્યેય, નહોતો, પાછળ, રાજકીય, સંગઠન, કરતું, જેની, હકુમતને, પડકારવાની, નાના, સાહેબના, સલાહકાર, અઝીમુલ્લાહને, યોજનાનો, ઇતિહાસકાર, મેલસનને, ટાંકે, મહિનામાં, દેશમાં, અફવા, ઑફિસરો, લોટમાં, ગાયના, હાડકાનો, ભૂકો, મેળવે, કૂવામાં, નાખે, કાનપુરમાં, અફવાએ, જોર, પકડ્યું, સસ્તા, ભાવે, છાવણીમાંથી, આવતો, લોટ, વાપરવાની, અરસામાં, રોટી, કમળ, ફરતાં, થયાં, ક્યાંથી, આવ્યાં, જાણતું, ભાગના, અવધમાંથી, બંગાળ, પાછા, અવધ, ૧૮૫૬માં, નવાબ, વાજિદ, અલી, શાહની, ગાદી, ડલહૌઝીએ, રાજ્યમાં, અંધાધૂંધી, નામે, ઝુંટવી, આથી, લોકોમાં, કંપની, રાજ, નફરત, કારતૂસોની, અજંપો, નાખવાના, નિર્ણયની, આર્મી, જ્યાં, છાંટા, ઊડ્યા, અંબાલામાં, ઘટનાઓનું, પુનરાવર્તન, નાખવાની, બનાવી, રેજિમેન્ટે, લગાડવાની, મહિનાની, બળવાખોરોએ, અંગ્રેજોને, દેવાનું, હેનરી, લૉરેન્સે, તાબડતોબ, ટુકડી, ઊભી, બળવાખોરોને, ઘણાખરાએ, પોતાનાં, હેઠાં, મૂકી, ચાલ્યું, આઠમી, ૨૧મી, ફાંસીએ, લટકાવી, પલટુને, પ્રમોશન, આપીને, હવાલદાર, બનાવાયો, થોડા, વખત, નિર્જન, ખૂન, વ્હીલરને, મિચેલની, જેમ, ગેરલાયક, ઠરાવીને, હટાવવામાં, ૨૯મી, માર્ચે, ક્વાર્ટર, ગાર્ડની, ફરતા, પોતાનો, આહ્વાન, ખુલ્લી, જાહેરાત, અફસર, ચડે, નાખવાનું, કહેતા, ઍડજ્યુટન્ટ, મળતાં, ધસી, ફાયરિંગ, ઘોડાને, વાગી, પટકાયો, તલવાર, કાઢી, તલવારના, બૉગની, ગરદન, ડાબા, સાર્જન્ટ, મેજર, બીજો, પલટુ, યુરોપિયનોને, વીસેક, બધું, જોતા, વ્હીલરે, નાયક, જમાદાર, પ્રસાદે, પરવા, સૌનો, ઉપરી, બ્રિગેડિયર, ગ્રાન્ટ, અફસરોએ, ગ્રાન્ટે, પિસ્તોલ, તાકીને, પકડવાનો, ચેતવણી, તેના, દેશે, મંગલને, બંદૂકની, નળી, લમણે, ઘાયલ, મર્યા, ઉલટું, ઇન્ફન્ટ્રીમાંથી, ઇન્ફ્રન્ટ્રી, ખોલવાને, બદલે, હાથના, નખથી, છૂટ, રહેશે, ટેવ, ફેરફાર, હીઅરસેએ, કરે, થાય, સજાને, લાયક, નામોશી, લાગણી, આડકતરી, કરવામાં, સાર, માની, લેવું, ભીરુતા, ગણાય, થવાથી, ઊકળાટ, સરકારે, ઇંક્વાયરી, ઘટનાની, તપાસ, કરાવી, આને, સ્થાનિકની, લેવી, મિચેલ, આવ્યું, શાણપણથી, વણસી, મિચેલને, લશ્કરી, ટુકડીની, સંભાળવા, અયોગ્ય, ઠરાવવામાં, પરદો, દેવામાં, ૧૮મી, ૨૬મી, ફેબ્રુઆરીએ, બરહામપુર, સૈનિકોએ, સાંજે, કૅપ, પહેરવાનું, મિચેલે, ધમકાવ્યા, કોઈકે, સમજાવ્યું, સમજવી, ધાકધમકીઓ, સવાર, સુધીમાં, શાંતિ, પરેડડમાં, હુકમોનું, પાલન, ૧૮૫૭ના, જાન્યુઆરીમાં, બંગાળના, ડમડમની, હાથમાં, પાણીનો, ભરેલો, લઈને, રસોડા, જતો, રસ્તામાં, શસ્ત્રાગારનો, સેવક, નીચી, જાતનો, માગ્યું, બ્રાહ્મણે, મેં, માંજીને, તાજું, ભર્યું, તું, અભડાવી, દઈશ, રોકડું, પરખાવ્યું, ઊંચી, જાતની, બડાઈ, હાંકો, મારા, અડવાથી, અભડાઈ, જાય, સાહેબલોક, તોડાવશે, કરશો, ડઘાઈ, ઍન્ફિલ્ડ, રાઇફલનાં, ડમડમનાં, શસ્ત્રોનાં, કારખાનામાં, બનતાં, વાતમાં, વજૂદ, હોઈ, સાથીઓમાં, ફેલાવી, ચારે, હાહાકાર, ચડાવેલી, ધર્મભ્રષ્ટ, થવાનો, નાતબહાર, મુકાવાનો, ડમડમથી, બરાકપુરની, યૂનિટ, રાનીગંજમાં, આક્રોશ, વ્યાપી, મોટે, તોડફોડ, હિંદી, વિકી, પીડિયા, https, delhitourism, gov, delhi, ટાઇપ, ડાઉનલોડ, શકાશે, archive, org, express, jan, 1912, પૃષ્ઠ, આઝાદ, આખો, દેશ, ગુલામ, ક્યાંય, મળ્યાં, ધસમસતા, ઘોડાઓના, ડાબલા, પડઘાય, સામેનો, દિવસમાં, આખું, અંગ્રેજવિરોધી, છાવણી, લોકો, ત્રાટક્યા, છોડાવી, પોલીસ, દળના, માણસો, જોડાયા, પ્રબળ, આસ્થાવાન, મહિલાઓને, ધર્મનો, વિજય, નિશ્ચિત, બિચારા, સિપાઈઓનું, નિકંદન, જવાનું, સૈનિકોની, તૈયારીઓ, નકામી, નીવડી, પત્નીઓની, માટેની, આસ્થા, ઠગારી, સાબીત, દરમિયાન, કેન્ટોનમેન્ટમાં, લૂંટફાટ, કરાનારાઓનાં, ધાડાં, ત્રાટક્યાં, બાળકો, બળતાં, ઘરો, ગ્રાઉંડમાં, એકઠાં, ગયાં, કારણ, ગોરી, ચામડી, દેખાઈ, છૂટી, છરો, ભોંકાયો, રાત, ગોરાઓ, બીકથી, ફફડતા, ઇન્ફન્ટ્રીએ, કમાંડન્ટ, આપવા, પહોંચ્યો, બોલતો, પરથી, માંથી, ધાણી, ફૂટે, ગોળીઓ, વરસી, સામાન્ય, સંજોગોમાં, આનો, બદલો, હોત, ખોટું, બન્ને, ઇન્ફન્ટ્રીઓના, પાસા, પલટ્યા, સિંહને, આરોપી, જાહેર, ચોકમાં, જુલાઈની, ચોથી, સિંહનું, પાંચલી, ખફગીનો, ભોગ, ફોજે, તોપોથી, ગામને, દીધું, અસંખ્ય, લોકોના, જાન, ગગોલ, હુમલાનું, નિશાન, ગામના, દશેરાના, જાહેરમાં, દશેરાનો, તહેવાર, ઊજવતું, શહેરના, કોટવાલ, ખાનગી, વિરુદ્ધ, સંદેશા, પહોંચાડી, હજારો, ગુજ્જરો, પશ્ચિમી, ઉત્તર, પ્રદેશ, દહેરાદૂન, મોરાદાબાદ, બિજનૌર, આગરા, ઝાંસી, રાજસ્થાન, માંડીને, મહારાષ્ટ્ર, સુધીના, ગુર્જરો, સ્વાતંત્ર્ય, સંગ્રામમાં, કૂદી, સદર, કોટવાલી, થાણા, વાગ્યે, સિંહની, ક્રાંતિકારીઓ, ૮૩૬, આંખો, જોઈ, શકી, મગજ, શક્યાં, દિવસ, શાંતિથી, પૂરો, સજાની, ગલીગલીમાં, શક્યા, સાંજ, પડતાં, મેસમાં, મોજમસ્તી, ડિનર, ઇલેવંથ, લાગેલાં, પોસ્ટરો, બન્નેએ, હસી, કાઢ્યું, રવિવારની, અફસરોના, ઘરે, શહેરમાંથી, જવાની, તૈયારી, એકસામટા, અફસરોને, કંઈક, ગરબડ, હોવાનું, સંકેતો, સ્પષ્ટ, સાંજની, પ્રાર્થના, વાતાવરણ, તંગ, ૯મી, શનિવારની, થયેલાઓને, લાઇનમાંથી, આવવાનો, અપાયો, બિલ્લા, યુનિફૉર્મ, વગેરે, લેવાયાં, બેડી, ડસકલાંમાં, ઝકડીને, મોકલી, આનાથી, સિપાઈઓમાં, ક્રોધનો, ચરુ, ઊકળવા, પાંચ, માઇલમાં, ફેલાયેલી, કેટલીયે, રેજિમેન્ટો, આમાંથી, થર્ડ, રેજિમેન્ટના, કારમાઇકલ, સ્મિથ, carmichael, smyth, વર્તણૂકને, ઉદ્દંડ, જવાબદાર, શકાય, કારતૂસોનો, વિરોધ, એટલો, ઊગ્ર, ફોજની, ટોચેથી, જરૂર, નહોતી, કારતૂસોમાં, વાંધાજનક, દેખાડવા, ૨૩મી, ખોલવા, મુસલમાન, જોવામાં, એવાં, જેવાં, લાગે, વપરાઈ, હિન્દુ, બોલાવ્યો, ઘરોમાં, ખુશામતખોર, શખ્સે, અફસરને, રાજી, ખોલી, દેખાડ્યું, દેખાડ્યા, તૈયાર, આગળપડતા, ૬ઠ્ઠી, માર્શલમાં, બધાને, વર્ષની, કેદની, એમનૅ, નાખી, ઑફિસના, યુવાન, રિપોર્ટની, ઘડીએ, ભારતના, નવો, વળાંક, લાવનારી, ઘડી, વિદ્રોહની, મેરઠે, કહેવામાં, જરાય, અતિશયોક્તિ, એનાથી, મોટું, લક્ષ્ય, પ્રાપ્ત, પ્રયાસ, અંગ્રેજોથી, નારાજ, જોડાઈ, સંગ્રામ, મહત્વ, ઘડીનો, સાક્ષી, ત્યાંથી, ભાગી, છૂટ્યો, ભટકતો, કોઈક, આશરો, ૧૮૫૮માં, રાણીએ, ભારતમાં, સ્થાપી, ગુમનામ, વર્ષ, જઈફ, વયે, માં, લાહોરના, સ્થિતિનો, અંદાજ, વાયવ્ય, સરહદ, પ્રાંતના, લીધાં, યુરોપિયનોની, કતલે, ચાલુ, રહી, બંગલાઓને, વિદ્રોહીઓએ, દારુગોળાનો, ભંડાર, રહીને, મોકલતો, છેલ્લો, લાહોરને, મોકલ્યો, અમારે, બંધ, પડશે, બળવાખોર, બંગલા, યુરોપિયનો, માર્યા, અમે, જઈએ, છીએ, સુપરિંટેન્ડંટ, ટોડ, ચૂક્યા, જાણ, બનાવોથી, અજાણ, છોકરો, મિત્ર, બ્રેંડિશનાં, વખાણ, શાંત, ઘટનાઓના, તારથી, આપ્યા, પ્રમાણે, લાઇટ, કૅવલરીના, દોઢસો, જેટલા, સાથેનો, સંપર્ક, પુલનો, કબજો, કેટલાયે, ઑફિસરોને, સોમવાર, મેની, ટેલીગ્રાફ, સુપરિંટેંડંટ, એમનો, ઑફિસે, જોયું, મોકલેલા, સંદેશોના, જવાબ, અંતરાય, જોવા, જમના, પરના, નાવવાળા, પુલ, પાર, જોયા, ટૉડને, જોઈને, વિદ્રોહીઓ, કેટલાંય, પુરુષોને, ઠાર, રેજિમેંટ, કેટલીક, બટાલિયનો, બટાલિયનના, હુકમોને, ઠોકરે, ચડાવ્યા, સાથીઓએ, મસ્કેટો, કાઢીને, ખોલાવી, સાથીઓને, ઑફિસરોએ, ઊપડી, જેથી, ૧૯૧૧ની, ૧૨મી, ડિસેમ્બરે, બ્રિટનના, રાજા, જ્યૉર્જ, પંચમના, રાજ્યારોહણનો, ઉત્સવ, ઉજવવા, યોજાયો, રાજની, સેવા, કરનારા, કર્મચારીઓ, અધિકારીઓ, હાજર, કચેરીમાં, કૅનેડાના, ઓંટારિયોમાંથી, થતા, અખબાર, expressના, ૧૯૧૨ની, પાંચમી, ૧૯૧૨ના, બ્રેંડિશે, મેરઠામાં, ઊપરી, પહોંચાડ્યા, તેનું, વર્ણન, અખબારની, કાપલી, આપણી, આજની, કથાનો, આધાર, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,
Text of the page (random words):
ો સ્વાતંત્ર્ય સંગ્રામમાં કૂદી પડ્યા બધા મેરઠમાં સદર કોટવાલી થાણા પાસે એકઠા થઈ ગયા રાતે બે વાગ્યે ધન સિંહની આગેવાની નીચે ક્રાંતિકારીઓ જેલ પર ધસ્યા અને ૮૩૬ કેદીઓને છોડાવ્યા અંગ્રેજોના પાસા પલટ્યા ત્યારે ધન સિંહને વિદ્રોહ માટે મુખ્ય આરોપી માન્યા અને મેરઠના એક જાહેર ચોકમાં એમને જુલાઈની ચોથી તારીખે ફાંસી આપી દીધી ધન સિંહનું ગામ પાંચલી પણ અંગ્રેજોની ખફગીનો ભોગ બન્યું ગામ પર અંગ્રેજી ફોજે દસ તોપોથી હુમલો કર્યો અને આખા ગામને ઉડાવી દીધું અસંખ્ય લોકોના જાન ગયા અને ૮૦ જણને ફાંસી આપી દેવાઈ ગામ ગગોલ પણ અંગ્રેજોના હુમલાનું નિશાન બન્યું ગામના નવ જણને દશેરાના દિવસે જાહેરમાં ફાંસી આપી દેવાઈ ગામ આજે પણ દશેરાનો તહેવાર ઊજવતું નથી તે સાથે જ ૧૧મી અને ૨૦મી ઇન્ફન્ટ્રીએ ખુલ્લો બળવો કરી દીધો ૧૧મી નો કમાંડન્ટ ફિનિસ તરત એમને ઠપકો આપવા પહોંચ્યો એ બોલતો હતો ત્યાં જ ૨૦મી ના એક સિપાઈએ એના પર ગોળી છોડી એ ઘોડા પરથી પડી ગયો તરત ૨૦મી માંથી ધાણી ફૂટે એમ ગોળીઓ વરસી અને ફિનિસ માર્યો ગયો ફિનિસ ૧૧મી નો કમાંડર હતો પણ ૨૦મી એ એને માર્યો સામાન્ય સંજોગોમાં ૧૧મી ના સિપાઈઓએ આનો બદલો લીધો હોત પણ આ ૧૮૫૭ની ઐતિહાસિક ૧૦મી મે હતી ૧૧મી ને એમાં કંઈ ખોટું ન લાગ્યું બન્ને ઇન્ફન્ટ્રીઓના સિપાઈઓ એક સાથે થઈ ગયા બજારોમાં અને ગામેગામ અંગ્રેજો સામેનો રોષ બહાર આવવા લાગ્યો એક જ દિવસમાં મેરઠ આખું અંગ્રેજવિરોધી છાવણી બની ગયું લોકો જેલ પર ત્રાટક્યા અને બધા કેદીઓને છોડાવી લીધા હવે પોલીસ દળના માણસો પણ એમની સાથે જોડાયા વિલિયમ કૅય લખે છે કે પ્રબળ આસ્થાવાન અંગ્રેજ મહિલાઓને ખાતરી હતી કે અંતે તો ખ્રિસ્તી ધર્મનો વિજય નિશ્ચિત છે અને બિચારા સિપાઈઓનું નિકંદન નીકળી જવાનું છે પરંતુ અંગ્રેજ સૈનિકોની તૈયારીઓ નકામી નીવડી અને એમની પત્નીઓની ખ્રિસ્તી ધર્મ માટેની આસ્થા પણ ઠગારી સાબીત થઈ દરમિયાન હવે કેન્ટોનમેન્ટમાં લૂંટફાટ કરાનારાઓનાં ધાડાં ત્રાટક્યાં હતાં અંગ્રેજ સ્ત્રી બાળકો બળતાં ઘરો છોડીને પરેડ ગ્રાઉંડમાં એકઠાં થઈ ગયાં હતાં કારણ કે ગોરી ચામડી દેખાઈ કે ગોળી છૂટી કે છરો ભોંકાયો આખી રાત ગોરાઓ બીકથી ફફડતા રહ્યા મેરઠ આઝાદ થઈ ગયું હતું પણ આખો દેશ હજી ગુલામ હતો સિપાઈઓનાં નામ ક્યાંય મળ્યાં નથી પણ દિલ્હી તરફ ધસમસતા એમના ઘોડાઓના ડાબલા હજી પણ ઇતિહાસમાં પડઘાય છે સંદર્ભઃ ૧ the napanee express 5 jan 1912 પૃષ્ઠ ૨૬ ૨૭ archive org પર sepoy mutiny in delhi ટાઇપ કરીને ડાઉનલોડ કરી શકાશે ૨ https delhitourism gov in ૩ ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૨૩ ૧૮૫૭ મેરઠ આગેવાની લે છે ૩ લેખકની અહીં પ્રકાશિત લેખમાળા ૪ હિંદી વિકી પીડિયા ધનસિંહ ગુર્જર like loading author dipak dholakia posted on 22 06 2023 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો martyrs of indian freedom struggle meerut 10 may 1857 web gurjari 2 ટિપ્પણીઓ martyrs of indian freedom struggle 26 meerut 10th may 1857 માટે martyrs of indian freedom struggle 25 mangal pandey મંગલ પાંડે ૧૮૫૭ના જાન્યુઆરીમાં બંગાળના ડમડમની સિપાઈ છાવણીમાં એક બ્રાહ્મણ સિપાઈ હાથમાં પાણીનો ભરેલો લોટો લઈને પોતાના અલગ રસોડા તરફ જતો હતો ત્યારે રસ્તામાં એને શસ્ત્રાગારનો સેવક ખલાસી મળ્યો એ નીચી જાતનો હતો એણે બ્રાહ્મણ પાસે પાણી માગ્યું પણ બ્રાહ્મણે ના પાડી કે મેં લોટો માંજીને તાજું પાણી ભર્યું છે તું એને અભડાવી દઈશ ખલાસીએ રોકડું પરખાવ્યું ઊંચી જાતની બડાઈ ન હાંકો મારા અડવાથી લોટો અભડાઈ જાય પણ સાહેબલોક ગાય અને ડુક્કરની ચરબીવાળાં કારતૂસ દાંતેથી તોડાવશે ત્યારે શું કરશો બ્રાહ્મણ ડઘાઈ ગયો ઍન્ફિલ્ડ રાઇફલનાં કારતૂસો ડમડમનાં શસ્ત્રોનાં કારખાનામાં જ બનતાં હતાં અને ખલાસી ત્યાં જ કામ કરતો હતો એટલે એની વાતમાં વજૂદ હોઈ જ શકે બ્રાહ્મણ સિપાઈએ આ વાત પોતાના સાથીઓમાં ફેલાવી ચારે બાજુ હાહાકાર થઈ ગયો ખરેખર જ કારતૂસો પર ચરબી ચડાવેલી હતી એમને માત્ર ધર્મભ્રષ્ટ થવાનો જ નહીં નાતબહાર મુકાવાનો પણ ભય હતો ડમડમથી આ વાત બરાકપુરની ૩૪મી નૅટિવ ઇન્ફન્ટ્રીની છાવણીમાં અને એના એક યૂનિટ રાનીગંજમાં પણ પહોંચી ગઈ બરાકપુરમાં તો આક્રોશ વ્યાપી ગયો સિપાઈઓએ મોટે પાયે તોડફોડ કરી અને અંગ્રેજ અફસરોનાં ઘરોને આગ લગાડી દીધી ૧૮મી અને ૨૬મી ફેબ્રુઆરીએ ૩૪મી ઇન્ફન્ટ્રીની બે ટુકડીઓ બરહામપુર ગઈ ત્યાં ૧૯મી ઇન્ફન્ટ્રી ગોઠવાયેલી હતી એટલે વાત ત્યાં પણ પહોંચી ૧૯મી ઇન્ફન્ટ્રીના સૈનિકોએ તે જ દિવસે સાંજે બીજા દિવસની સવારે પરેડમાં કૅપ ન પહેરવાનું નક્કી કરી લીધું કર્નલ મિચેલે એમને ધમકાવ્યા પણ એ માન્યા નહીં એ ફરી રાતે ગયો એને કોઈકે સમજાવ્યું કે સિપાઈઓની વાત સમજવી જોઈએ પણ એણે ફરી ધાકધમકીઓ આપી જો કે બીજા દિવસની સવાર સુધીમાં સિપાઈઓએ શાંતિ રાખી અને પરેડડમાં ભાગ લીધો અને બધા હુકમોનું પાલન કર્યું સરકારે કોર્ટ ઑફ ઇંક્વાયરી દ્વારા આખી ઘટનાની તપાસ કરાવી અને નક્કી કર્યું કે આને સ્થાનિકની ઘટના ગણી લેવી કર્નલ મિચેલ પર આળ આવ્યું કે એણે સિપાઈઓ સાથે શાણપણથી વાત ન કરી એટલે વાત વણસી કર્નલ મિચેલને કોઈ લશ્કરી ટુકડીની આગેવાની સંભાળવા માટે અયોગ્ય ઠરાવવામાં આવ્યો આખી ઘટના પર પરદો પાડી દેવામાં આવ્યો પણ પછી ૧૯મી ઇન્ફન્ટ્રીને વીખેરી નાખવામાં આવી ઉલટું થયું વાત ૩૪મી ઇન્ફન્ટ્રીમાંથી ૧૯મી ઇન્ફ્રન્ટ્રી સુધી પહોંચી હતી પણ સજા ૩૪મી ઇન્ફન્ટ્રીને ન થઈ એમને દાંતથી ખોલવાને બદલે હાથના નખથી ખોલવાની પણ છૂટ મળી પણ સિપાઈઓ સમજી ગયા કે ગાય અને ડુક્કરની ચરબીવાળાં કારતૂસો તો રહેશે જ એટલે એમણે કહ્યું કે એમને દાંતથી જ ખોલવાની ટેવ છે અને એમાં કંઈ ફેરફાર ન થઈ શકે કર્નલ હીઅરસેએ એમને ખાતરી આપી કે એમને જે કરવું હોય તે કરે સજા નહીં થાય સજાને લાયક તો ૧૯મી ઇન્ફન્ટ્રી હતી આ કારણે ૩૪મી ઇન્ફન્ટ્રીના સિપાઈઓને નામોશી જેવું લાગ્યું એમની લાગણી એ હતી કે એમને આડકતરી રીતે કહે છે કે ૧૯મી ઇન્ફન્ટ્રી જેવું કરવામાં સાર નથી આ માની લેવું એ એમની ભીરુતા જ ગણાય આમ કંઈ સજા ન થવાથી ઊકળાટ વધ્યો મંગલ પાંડે ૨૯મી માર્ચે ૩૪મી બેંગાલ નૅટિવ ઇન્ફન્ટ્રીના એક સિપાઈ મંગલ પાંડેએ એકલા જ ખુલ્લો બળવો કર્યો એ ક્વાર્ટર ગાર્ડની સામે એકલા ફરતા હતા અને બીજા સિપાઈઓને પોતાનો ધર્મ બચાવવા માટે બહાર આવવા આહ્વાન કરતા હતા એ ખુલ્લી જાહેરાત કરીને જે યુરોપિયન અફસર નજરે ચડે એને મારી નાખવાનું કહેતા હતા ઍડજ્યુટન્ટ બૉગને આ સમાચાર મળતાં એ ધસી આવ્યો મંગલ પાંડેએ એના પર ફાયરિંગ કર્યું પણ ગોળી એના ઘોડાને વાગી બૉગ પણ ઘોડા સાથે જ નીચે પટકાયો હવે મંગલ પાંડેએ તલવાર કાઢી અને બૉગ પર હુમલો કર્યો તલવારના ઘા બૉગની ગરદન અને ડાબા હાથ પર પડ્યા સાર્જન્ટ મેજર બૉગને બચાવવા દોડ્યો પણ મંગલે એને પણ પાડી દીધો એ વખતે બીજો એક સિપાઈ શેખ પલટુ યુરોપિયનોને બચાવવા દોડ્યો અને મંગલ પાંડેને પકડી લીધા બીજી બાજુ વીસેક સિપાઈઓ આ બધું જોતા રહ્યા કર્નલ વ્હીલરે નાયક જમાદાર ઈશ્વરી પ્રસાદને હુકમ કર્યો પણ ઈશ્વરી પ્રસાદે પરવા ન કરી તે પછી એ સૌનો ઉપરી બ્રિગેડિયર ગ્રાન્ટ આવ્યો ત્યારે અંગ્રેજ અફસરોએ કહ્યું કે સિપાઈઓ હુકમ નથી માનતા ગ્રાન્ટે પોતાની પિસ્તોલ તાકીને બીજા સિપાઈઓને મંગલ પાંડેને પકડવાનો હુકમ આપ્યો અને ચેતવણી આપી કે જે નહીં માને તેના પર એ તરત ગોળી છોડી દેશે તે પછી સિપાઈઓએ મંગલને પકડી લીધા મંગલે તરત પોતાની બંદૂકની નળી પોતાના લમણે લગાડી અને ગોળી છોડી એ ઘાયલ થયા પણ મર્યા નહીં મંગલ પાંડે સામે કામ ચાલ્યું અને આઠમી ઍપ્રિલે એને ફાંસી આપી દેવાઈ ઈશ્વરી પ્રસાદને પણ ૨૧મી ઍપ્રિલે ફાંસીએ લટકાવી દેવાયા શેખ પલટુને પ્રમોશન આપીને હવાલદાર બનાવાયો પણ થોડા વખત પછી બરાકપુરમાં જ એક નિર્જન જગ્યાએ એનું ખૂન થઈ ગયું વ્હીલરને પણ મિચેલની જેમ ગેરલાયક ઠરાવીને હટાવવામાં આવ્યો આ ઘટના પછી ૩૪મી ઇન્ફન્ટ્રીને પણ વીખેરી નાખવામાં આવી એમાં મોટા ભાગના સિપાઈઓ અવધમાંથી આવ્યા હતા બંગાળ છોડીને એ પાછા અવધ આવ્યા ૧૮૫૬માં અવધના નવાબ વાજિદ અલી શાહની ગાદી ડલહૌઝીએ રાજ્યમાં અંધાધૂંધી હોવાના નામે ઝુંટવી લીધી હતી આથી લોકોમાં રોષ અને કંપની રાજ તરફ નફરત તો હતી જ તેમાં આ સિપાઈઓએ કારતૂસોની વાત કરતાં અજંપો વધ્યો એટલું જ નહીં ૩૪મી ઇન્ફન્ટ્રી વીખેરી નાખવાના નિર્ણયની અસર આખા બેંગાલ આર્મી પર પડી એની ટુકડીઓ જ્યાં પણ ગોઠવાયેલી હતી ત્યાં એના છાંટા ઊડ્યા અંબાલામાં પણ આવી જ ઘટનાઓનું પુનરાવર્તન થયું ત્યાં પણ સિપાઈઓએ અંગ્રેજ અફસરોનાં ઘરોને બાળી નાખવાની યોજના બનાવી હતી લખનઉમાં તો આખી રેજિમેન્ટે કારતૂસોને હાથ લગાડવાની ના પાડી દીધી મે મહિનાની ત્રીજી તારીખે અંગ્રેજ અફસરો સુધી વાત પહોંચી કે બળવાખોરોએ અંગ્રેજોને મોતને ઘાટે ઉતારી દેવાનું નક્કી કર્યું છે અવધના ચીફ કમિશનર હેનરી લૉરેન્સે તાબડતોબ પોતાની ટુકડી ઊભી કરી અને બળવાખોરોને દબાવી દીધા ઘણાખરાએ પોતાનાં શસ્ત્રો હેઠાં મૂકી દીધાં આર સી મજૂમદાર ઇતિહાસકાર મેલસનને ટાંકે છે કે ખલાસીએ બ્રાહ્મણ સિપાઈને કહ્યું તે પછી માત્ર ત્રણ મહિનામાં કારતૂસો સામે સિપાઈઓનો બળવો આખા દેશમાં ફેલાઈ ગયો બીજી એક અફવા એ પણ ફેલાઈ ગઈ કે ઑફિસરો લોટમાં ગાયના હાડકાનો ભૂકો મેળવે છે અને કૂવામાં નાખે છે કાનપુરમાં આ અફવાએ એટલું જોર પકડ્યું કે સિપાઈઓએ સસ્તા ભાવે મેરઠની છાવણીમાંથી આવતો લોટ વાપરવાની ના પાડી દીધી એ જ અરસામાં રોટી અને કમળ ફરતાં થયાં એ ક્યાંથી આવ્યાં તે કોઈ જાણતું નહોતું એક વાત ખાસ યાદ રાખવી જોઈએ ઇતિહાસકારો હકીકતોને સંપૂર્ણ માન આપે છે હકીકત દલીલનો વિષય નથી બનતી પરંતુ આમ છતાં દરેક ઇતિહાસકારનું આ હકીકતોનું અર્થઘટન જૂદું પડે છે કોઈને અમુક ઘટનાઓમાં એક કડી દેખાય છે તો બીજાની નજરે બે ઘટનાઓ સ્વતંત્ર હોય છે મજૂમદાર માને છે કે સિપાઈઓનો બળવો અલગ ઘટના હતી એમને કોઈએ ભડકાવ્યા નહોતા એમણે પોતાના ધર્મને બચાવવાથી વધારે મોટા ધ્યેય માટે બળવો નહોતો કર્યો બીજી બાજુ સાવરકર માને છે કે સિપાઈઓના બળવા પાછળ કોઈ રાજકીય સંગઠન કામ કરતું હતું જેની યોજના અંગ્રેજી હકુમતને પડકારવાની હતી સાવરકર નાના સાહેબના સલાહકાર અઝીમુલ્લાહને આ યોજનાનો યશ આપે છે એ જે હોય તે કદાચ સિપાઈઓનો બળવો જુદી ઘટના હોય કે નહીં એમાંથી જ એક દિશા ભાવનાત્મક સ્તરે પ્રગટ થતી હતી કદાચ સિપાઈઓનો બળવો એનું સંતાન હોય અથવા એ ભાવના સિપાઈઓના બળવાનું સંતાન હોય આપણા માટે એમાં બહુ અંતર નથી એટલે એટલું જ નોંધીએ કે ૧૮૫૭નો મે મહિનો શરૂ થયો ત્યારે સ્થિતિ બહુ વિસ્ફોટક હતી પણ એમાંથી મોટા પાયે વિદ્રોહ ફાટી નીકળશે એવા સંકેત નહોતા આ બધા બળવા કારતૂસોને કારણે હતા એને આખી અંગ્રેજ સલ્તનત સામેના વિદ્રોહનું રૂપ હજી નહોતું મળ્યું પણ લખનઉમાં બળવાને દબાવી દેવાયો તે પછીના એક જ અઠવાડિયે સિપાઈઓના બળવાએ રાષ્ટ્રીય વિદ્રોહનું રૂપ ધારણ કરી લીધું આના માટે આપણે આવતા અંકમાં મેરઠ જઈશું સંદર્ભઃ ૧ the sepoy mutiny and the revolt of 1857 આર સી મજૂમદાર ૧૯૫૭ ૨ indian war of independence 1857 વિ દા સાવરકર http savarkar org_the_indian_war_of_independence_1857 ૩ વિકીપીડિયા ૪ અહીં પહેલાં પ્રકાશિત થયેલી શ્રેણી ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૨૨ ૧૮૫૭ બળવાની શરૂઆત ૨ આ લેખકની લેખમાળા like loading author dipak dholakia posted on 08 06 2023 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો mangal pandey martyrs of indian freedom struggle web gurjari 2 ટિપ્પણીઓ martyrs of indian freedom struggle 25 mangal pandey માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 329 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું જૂન 2023 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 મે જુલાઈ bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 329 hits મારી બારી blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader ...
|