Meta tags:
description= 4 posts published by Dipak Dholakia during March 2020;
Headings (most frequently used words):
ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, સંઘર્ષનો, નવો, માર્ગ, ૧૯૧૬થી, ૧૯૩૫, પ્રકરણ, dipak, કાવતરા, કેસ, dholakia, spam, blocked, લાહોર, કામદાર, મહિનો, માર્ચ, 2020, 41, 40, 39, 38, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૪૧, ૪૦, ૩૯, આંદોલનો, મેરઠ, ૩૮, વર્ગનાં, આંદોલનોનો, ઉદય,
Text of the page (most frequently used words):
અને (138), ભગત (46), હતા (42), હતી (41), માટે (39), સિંઘ (38), હતો (36), 2020 (34), એમણે (31), કરી (29), માર્ચ (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), સપ્ટેમ્બર (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), એપ્રિલ (25), 2024 (25), જૂન (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2021 (24), 2023 (24), ફેબ્રુવારી (23), નથી (23), 2012 (22), 2015 (22), પછી (22), કેસ (22), struggle (21), હડતાળ (21), freedom (20), હતું (19), 2013 (18), 2022 (18), પરંતુ (18), હોય (17), 2011 (16), india (16), સાથે (16), એમને (16), કહ્યું (16), સામે (15), 2014 (14), કામદાર (14), એમની (14), સજા (14), 2025 (13), dipak (13), slavery (13), and (13), for (13), એમાં (13), કર્યો (13), એટલે (13), એમના (13), કરવા (13), ભાગ (12), ગાંધીજીએ (12), કામદારો (12), dholakia (11), દેશમાં (11), પત્ર (11), અમે (11), જતીન (11), શરૂ (10), ગાંધીજી (10), કર્યું (10), પોતાના (10), આપી (10), ઉપવાસ (10), આવી (10), વિશે (10), સરકાર (10), કરો (9), ભારત (9), આઝાદી (9), કાવતરા (9), વાત (9), રજૂ (9), સુધી (9), કોઈ (9), તેમાં (9), કરવાની (9), ટ્રેડ (9), તેનો (9), માત્ર (9), કારણે (9), એને (9), ત્યારે (9), બટુકેશ્વર (9), martyrs (8), indian (8), part (8), chapter (8), ગુલામી (8), માટેનો (8), સંઘર્ષ (8), ૦૦૦ (8), ગયા (8), વચ્ચે (8), નહીં (8), એના (8), બહુ (8), વગેરે (8), આવ્યા (8), વધારે (8), જેલમાં (8), હોત (8), સિંઘને (8), રાજગુરુ (8), નામ (7), નવી (7), પ્રકરણ (7), હવે (7), આપણે (7), મજૂરો (7), જાય (7), કરતા (7), નહોતા (7), કામ (7), રહી (7), દાસ (7), રાજકીય (7), ત્રણ (7), મળે (7), જાહેર (7), એવી (7), સરકારે (7), બીજા (7), સિંઘે (7), મારી (6), લાહોર (6), મજૂર (6), તૈયાર (6), થયું (6), જોઈએ (6), ચાલુ (6), માગણી (6), ત્યાં (6), હતાં (6), મુંબઈમાં (6), પડી (6), છીએ (6), બની (6), બધા (6), સુભાષ (6), અમને (6), like (5), બારી (5), other (5), પસંદ (5), શોધો (5), અંગ્રેજી (5), રીતે (5), માગતા (5), બન્ને (5), લીધો (5), બદલે (5), સ્થિતિ (5), લખીને (5), થાય (5), કામદારોની (5), પહેલાં (5), કર્યા (5), બહાર (5), એવું (5), લડાઈ (5), કરીને (5), નવો (5), માર્ગ (5), સમયે (5), ચાલતો (5), જશે (5), કોર્ટમાં (5), ચુકાદો (5), અર્થ (5), શકે (5), દેશના (5), વર્ષની (5), દત્તને (5), ફાંસી (5), પ્રીવી (5), blocked (4), spam (4), uncategorized (4), adventurous (4), subhashbabu (4), દ્વારા (4), leave (4), comment (4), webgurjari (4), વેબગુર્જરી (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), ઉપલબ્ધ (4), મુખ્ય (4), પેજ (4), સંદર્ભઃ (4), મેરઠ (4), છતાં (4), પોતાની (4), આખા (4), અંતે (4), ઉપયોગ (4), સ્થાપના (4), આપવા (4), સમાધાન (4), તેવું (4), વખતે (4), તેને (4), દરમિયાન (4), સભ્ય (4), ભારતમાં (4), સંગઠિત (4), હડતાળો (4), જેમાં (4), મોટી (4), પોતાને (4), કેમ (4), શાસન (4), નહોતી (4), આર્થિક (4), તરફ (4), સંઘર્ષનો (4), ૧૯૧૬થી (4), ૧૯૩૫ (4), આવતા (4), નેતાઓ (4), પગલાં (4), ૧૯૨૯ના (4), જુદાં (4), આરોપ (4), વર્ષ (4), સજાઓ (4), હેતુ (4), નહોતો (4), ઍક્ટ (4), કરવામાં (4), એની (4), સ્વતંત્ર (4), હજી (4), આપ્યો (4), એનો (4), હું (4), છું (4), મને (4), મારા (4), લખ્યો (4), વર્તમાન (4), ક્રાન્તિકારી (4), ગયો (4), ક્રાન્તિ (4), બોંબ (4), જરૂરી (4), સમક્ષ (4), હિન્દુસ્તાની (4), દીધો (4), પોતાનો (4), ટ્રાઇબ્યુનલે (4), સુખદેવને (4), ટ્રાઇબ્યુનલ (4), અપીલ (4), કોઈને (4), હુકમ (4), this (3), wordpress (3), com (3), રહ્યું (3), આવો (3), પ્રમાણે (3), org (3), aituc (3), કરે (3), રાજકારણમાં (3), વર્ગ (3), રાખવા (3), મજૂરોને (3), સંબંધ (3), એમનો (3), શેઠ (3), અંબાલાલ (3), તેની (3), પચાસ (3), ટકા (3), નક્કી (3), પ્રમુખ (3), કંઈ (3), મજૂરોની (3), માલિકો (3), કરવો (3), જતો (3), માની (3), રહ્યા (3), જેવા (3), વળી (3), શું (3), દીધી (3), રહેશે (3), લાખ (3), આંદોલનો (3), મળ્યું (3), ઇંડિયા (3), યુનિયન (3), કોંગ્રેસ (3), કામદારોએ (3), પાડી (3), જુદા (3), સક્રિય (3), સરકારી (3), કામદારોને (3), યુનિયનોની (3), શકાય (3), સૌથી (3), ચાલતી (3), ૧૯૨૦ના (3), મૂડીવાદી (3), કરતાં (3), રહેવા (3), મળતો (3), સતત (3), ઇતિહાસ (3), થતાં (3), રૂપ (3), ઔદ્યોગિક (3), જોઈ (3), પોતાનાં (3), ઑક્ટોબર (3), પ્રભાવ (3), પડ્યો (3), નવા (3), લાગ્યો (3), જવાહરલાલ (3), આગળ (3), લાહોરમાં (3), મુદ્દો (3), ગિરણી (3), તેમ (3), ગયું (3), નેતાઓને (3), લીધા (3), કરવાનું (3), દેખાય (3), થયો (3), કેદની (3), યુદ્ધ (3), મળી (3), વ્યક્તિગત (3), હિંસાને (3), કાયદો (3), લીધી (3), દીધા (3), કામદારોના (3), તેના (3), ડિસ્પ્યૂટ (3), પસાર (3), સ્પષ્ટ (3), સરકારને (3), લખ્યું (3), દરેક (3), દાસને (3), અંજલિ (3), ચંદ્ર (3), પંજાબમાં (3), દીધાં (3), લખે (3), એવો (3), સાથી (3), બચાવ (3), કહેવાનું (3), આજીવન (3), હાઇકોર્ટમાં (3), તમે (3), હિંસા (3), નિવેદનમાં (3), દત્ત (3), કદાચ (3), પ્રતીક (3), કરવાનો (3), ફેંક્યો (3), વાઇસરૉયે (3), ફાંસીની (3), ચાલે (3), પુસ્તક (3), મનમાં (3), જીવતો (3), ઊંચે (3), માર્ચે (3), સાથીઓને (3), આદેશ (3), ૧૯૩૦ના (3), જનતા (3), અર્વિન (3), બાબુ (3), આપવાની (3), કાઉંસિલમાં (3), તારીખે (3), આગા (3), site (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 355 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), history (2), email (2), address (2), ઑનલાઇન (2), વાંચવા (2), છેક (2), ઉપરના (2), બારમાં (2), books (2), ક્લિક (2), ખુલતાં (2), આલ્ફાબેટ (2), લેખકના (2), pyarelal (2), ટાઇપ (2), gandhiheritageportal (2), mahatma (2), gandhi (2), vol (2), salt (2), satyagraha (2), watershed (2), sushila (2), nayar (2), available (2), working (2), class (2), sukomal (2), sen (2), bagchi (2), kolkata (2), first (2), edition (2), 1977 (2), મજુર (2), મહાજન (2), બનાવીને (2), નેતા (2), ડાંગે (2), બાજુથી (2), કહેતા (2), જતાં (2), મજુરોને (2), માનતા (2), માલિકોને (2), આમાંથી (2), સિદ્ધાંત (2), બાજુ (2), જરાયે (2), પડ્યા (2), વાંધો (2), બન્યા (2), પ્રતિનિધિ (2), તરીકે (2), પ્રતિજ્ઞા (2), ભીખ (2), પડે (2), કામે (2), સવાલ (2), અમદાવાદમાં (2), ઊભી (2), ચૂકવીને (2), વધારાની (2), બંધ (2), ગાંધીજીને (2), લાગ્યું (2), ત્રીજા (2), નકારી (2), કાઢ્યું (2), રહેવું (2), દિવસ (2), ચાલી (2), સમજાવતા (2), અમારા (2), મજૂરોના (2), લાગ્યા (2), જાહેરાત (2), એમનું (2), કુલ (2), સંખ્યા (2), આંદોલનોનો (2), વર્ષમાં (2), ભૂમિકા (2), એનું (2), વાર્ષિક (2), અધિવેશન (2), પ્રમુખપદે (2), મુંબઈના (2), ઉદ્દેશ (2), પહેલી (2), વખતના (2), લોકમાન્ય (2), હડતાળમાં (2), થયા (2), પ્રેસમાં (2), મુજબ (2), કર્મચારીઓ (2), ઈસ્ટ (2), ખાસ (2), ઉલ્લેખ (2), માગી (2), ૧૯૦૭માં (2), રેલવેના (2), હડતાળને (2), સુધારવાની (2), દાયકાથી (2), સ્વયં (2), રૂપે (2), મૂડી (2), શ્રમના (2), મૂડીપતિ (2), શક્ય (2), ઓછી (2), કિંમત (2), શ્રમ (2), ઉત્પાદન (2), એટલું (2), થતું (2), શ્રમિક (2), જાગૃતિ (2), ઇતિહાસમાં (2), બનતી (2), વર્ગમાં (2), સભાન (2), ખેડૂતો (2), મોટાં (2), રેલવે (2), પરિણામે (2), મોટો (2), થવા (2), લીધું (2), બચાવવા (2), મોટા (2), પાયે (2), માર્ક્સવાદી (2), લાગી (2), કોંગ્રેસમાં (2), વિચારો (2), બારડોલી (2), સત્યાગ્રહ (2), કાનૂન (2), મહત્ત્વની (2), ઘટનાઓ (2), પાછળ (2), જવું (2), આમાં (2), વર્ગનાં (2), બીજો (2), મતભેદનો (2), આગ્રહ (2), યુનિયનને (2), સામેલ (2), કામગાર (2), રસ્તો (2), પ્રત્યે (2), સંમત (2), ભલામણો (2), આવે (2), aitucના (2), જરૂર (2), રૉયલ (2), આવ્યું (2), દેશની (2), તેવાં (2), તરીપાર (2), સખત (2), આરોપીઓએ (2), નિર્દોષ (2), પુરાવા (2), ઉલ્ટું (2), કેસને (2), દૃષ્ટિએ (2), સામાજિક (2), ચાલ્યો (2), પ્રવૃત્તિ (2), બને (2), એટલા (2), ૨૦મી (2), રોજ (2), જોશ (2), અહીં (2), બ્રિટિશ (2), ખરેખર (2), માણસ (2), કરનારા (2), સામ્યવાદીઓ (2), નજર (2), યુનિયનોને (2), ઍસેમ્બ્લીમાં (2), મંજૂર (2), આવ્યો (2), બ્રિટનમાં (2), ૧૯૨૬માં (2), સાર્વત્રિક (2), દબાવી (2), રચના (2), ગેરકાનૂની (2), મહિનાની (2), આનો (2), આને (2), અધિકારો (2), જનરલ (2), બીજી (2), આગેવાની (2), સામ્યવાદીઓની (2), વિશેની (2), લગભગ (2), પાર (2), અસંતોષ (2), વધતો (2), લાંબી (2), અસર (2), ક્રાન્તિની (2), ઉનકે (2), સાથિયોં (2), સંપૂર્ણ (2), દસ્તાવેઝ (2), પ્રકાશક (2), રાહુલ (2), ફાઉંડેશન (2), લખનઉ (2), ટૂંકમાં (2), કેદીઓએ (2), માનવું (2), પ્રાણ (2), અભિપ્રાય (2), અનુકૂળ (2), મૌન (2), સગવડો (2), મૃત્યુ (2), મારું (2), બન્યો (2), જવાબ (2), બોઝ (2), નહેરુએ (2), સેંટ્રલ (2), દાસે (2), અધૂરી (2), વિજય (2), જાણ (2), યતીન્દ્રનાથ (2), નાખ્યો (2), જગ્યાએ (2), જવાયા (2), પાંચ (2), ઊભા (2), ૧૨મી (2), જૂને (2), ટ્રેનમાં (2), કેદીઓની (2), ખરાબ (2), સિંઘનો (2), વ્યક્તિની (2), ઇચ્છાને (2), માગે (2), તેઓ (2), લઈને (2), સમાજ (2), સાચા (2), સંકોચ (2), ખોટું (2), લોકો (2), ખરા (2), કોર્ટે (2), ફરી (2), નિવેદન (2), ફૉર્ડે (2), ધ્યાન (2), સ્થાન (2), લોહિયાળ (2), જજે (2), નૈતિક (2), દત્તે (2), હિન્દુસ્તાન (2), સોશ્યલિસ્ટ (2), રીપબ્લિકન (2), નિર્ણય (2), સ્વીકાર (2), કોર્ટ (2), પ્રસાદ (2), મજૂરોનાં (2), હશે (2), હાલત (2), મજૂરી (2), ઝુંટવી (2), માનીએ (2), ધરપકડ (2), ઇંડસ્ટ્રિયલ (2), વિરોધ (2), અમારો (2), મેરઠમાં (2), સેશન્સ (2), ઍસેમ્બ્લી (2), બોંબકાંડમાં (2), અપરાધ (2), ઇનકાર (2), જ્યારે (2), બિલને (2), વિરુદ્ધ (2), પાડવાની (2), સાથીઓ (2), ગદર (2), પાર્ટીના (2), સુરૈણ (2), સૌંડર્સની (2), ભગતસિંઘ (2), માં (2), અંતિમ (2), નજીક (2), પહોંચી (2), હિન્દુસ્તાનની (2), ફાંસીથી (2), હમણાં (2), દેશ (2), શક્યો (2), પૂરાં (2), ક્રાન્તિનું (2), હસતાં (2), પહોંચાડી (2), એટલો (2), શકું (2), માગતો (2), ઘણા (2), અરજી (2), ફાંસીએ (2), ગોળીથી (2), ઉડાડી (2), સાતમી (2), રાજા (2), માન (2), પ્રયાસો (2), મળ્યા (2), વાઇસરૉય (2), the (2), પોતે (2), દિલ્હી (2), તારીખ (2), લૉર્ડ (2), છાપ (2), તૈયારી (2), દલીલો (2), અધિકાર (2), સંકટ (2), કાઢી (2), નાખી (2), હિન્દુસ્તાનમાં (2), કિશન (2), ઑક્ટોબરે (2), કેદ (2), મહાવીર (2), કિશોરી (2), લાલ (2), શિવ (2), વર્મા (2), કમલનાથ (2), ઘોષ (2), સાન્યાલ (2), પિતાને (2), પિતાના (2), હાથકડી (2), ટ્રાઇબ્યુનલના (2), પોલીસે (2), દિવસે (2), હિલ્ટન (2), સુખદેવ (2), શિવરામ (2), અમારી (2), લોકોમાં (2), કૃત્યની (2), ઈજા (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, સત્યના, પ્રયોગો, ગાંધી, નવજીવન, પ્રકાશન, કેસની, કરશું, હોવા, આંદોલનને, ચલાવવા, કમ્યુનિસ્ટ, ટીકા, સંઘર્ષમાં, જોતરાય, મહાજનને, દૂર, પાડવાનું, રોકતા, હડતાળના, શસ્ત્રનો, મહાજનની, ઉદ્યોગનો, ટ્રસ્ટ, બાપ, દીકરા, વિશ્વાસ, ટ્રસ્ટીશિપનો, વિકસ્યો, મધ્યસ્થીની, પદ્ધતિ, વિકસાવી, મચક, આનંદશંકર, બાપુભાઈ, ધ્રુવ, પંચ, કરાવ્યું, ગાંધીજે, મજુરોના, તકાને, પક્ષો, તમને, તોડીનેને, માગવી, થવું, શોધવાનું, વલ્લભભાઈઅમદાવાદ, મ્યુનિસિપાલિટીના, આશ્રમમાં, વણાટાશાળા, બંધાતી, લગાડ્યા, રોજી, અપાવી, ભરણ, પોષણનો, ઉકેલાઈ, પ્લેગ, ફેલાવાથી, ખેંચ, માલિકોએ, ૧૯૧૭, ૭૦થી, કેટલું, બોનસ, રોકી, રાખ્યા, સુધરતાં, રક્મ, બાબતમાં, અનસૂયાબેને, સારાભાઈનાં, બહેન, સમજાવી, પગારો, ટૂંકા, જીવન, કપરું, અમદાવાદ, પહોંચીને, જાતતપાસ, સાચી, સારાભાઈ, મિલમાલિકોના, કરાવવા, પક્ષને, નાખવાનું, સૂચન, અંબાલાલે, જવાની, સલાહ, ચાર, પ્રતિજ્ઞાઓ, લેવડાવી, શાંતિનો, ભંગ, રોકવો, માગીને, ખાવું, અડગ, બાપદીકરા, પંચનું, અઠવાડિયાં, મજૂરોનું, મનોબળ, ટકી, તૂટવા, તોડશે, લાગતાં, સાંભળીને, વીનવવા, કરીશું, ૧૯૨૦માં, aitucની, યુનિયનો, જોડાયાં, સંખ્યાબળ, હજારનું, ઉપરાંત, બીજાં, ફેડરેશનો, જેમની, હજાર, પાયો, નંખાયો, સતેજ, બન્યાં, કાનપુર, મુંબઈ, કલકત્તાની, આગળપડતી, પહેલું, લાલા, લાજપત, રાયના, અધિવેશનના, અધ્યક્ષ, ચિત્તરંજન, ૧૯૦૮માં, વ્યવસાયોના, જાતની, મુખ્યત્વે, રાષ્ટ્રીય, તિલકની, ભાગીદારી, કામદારોનાં, વેતન, મુદ્દા, સંસ્થાનવાદી, નીતિઓના, વિરોધમાં, ઉદ્યોગો, વખતથી, ૧૯૦૬માં, પ્રિંટિંગ, ખાનગી, સંબોધતાં, તિલકે, પ્રિંટર, ગણાવ્યા, જરૂરિયાત, જૂની, જાતિ, પ્રથા, ધર્મના, રીતરિવાજોનો, સમજાવ્યું, વર્ષે, પોસ્ટલ, રેલવેની, હડતાલ, એંજિન, ડ્રાઇવરો, ગાર્ડોની, ગોરા, ટ્રેનો, બેંગાલ, રેલવેમાં, પગારધોરણ, કામની, જાતિગત, ભેદભાવ, નાબૂદ, સમજ, પૂરતી, મર્યાદિત, રાજ્યને, એનાથી, વિશ્વવ્યાપી, વ્યવસ્થાના, જોતા, શ્રમિકની, શરીરમાં, રહેલી, પદ્ધતિમાં, તેટલી, ઓછામાં, ખરીદે, મૂડીને, જોડે, બજારમાં, માલ, મૂકીને, કમાય, મૂલ્ય, અનેકગણું, પરનું, વ્યાજ, મૂડીદારની, મહેનતની, બાદ, વધે, શ્રમિકનો, હોવો, જીવતા, મહેનત, યોગ્ય, જેટલું, મહેનતાણું, શ્રમિકને, હકનો, ખિસ્સામાં, મૂકે, સ્થાને, એકઠું, કુટુંબના, જીવનનિર્વાહ, લાચાર, ચક્રમાંથી, શકતો, શોષણ, રહે, કાળખંડો, આપણી, સગવડ, સમજણ, પાડતા, હોઈએ, જતી, ઘટનાઓનું, સર્વાંગી, ચિત્ર, ચેતના, બંગભંગના, સમયથી, આંદોલનોનું, મળવા, બારડોલીમાં, મહેસૂલ, બનાવતા, શહેરોમાં, કમર, કસતા, ૧૮૫૩માં, ઠેકઠેકાણે, નાખવામાં, સંખ્યામાં, વધારો, થતો, દેશનું, ઔદ્યોગીકરણ, માંડ્યું, જંગલોમાંથી, ઝાડો, કાપીને, લાવવાનો, ઉદ્યોગ, ૧૭૫૭થી, માંડીને, ૧૮૫૭, આદિવાસીઓ, જંગલો, અંગ્રેજો, મેદાને, ઉદ્યોગોને, પગલે, શહેરીકરણ, ૧૯૧૭ની, રશિયાની, ક્રાન્તિનો, જબરો, સમાનતા, માનવીય, અધિકારોના, વિચારોથી, આંદોલિત, ઊઠ્યા, ૧૯૨૫માં, કમ્યૂનિસ્ટ, પાર્ટીની, વિચારસરણી, ફેલાવા, શિક્ષિત, યુવાનો, આકર્ષાયા, સમાજવાદી, વિચારોનો, વધવા, નહેરુ, આઝાદીના, દાયકામાં, અસંતોષથી, ઊકળવા, સવિનય, ભંગના, આગમનની, છડી, પોકારતો, સીધા, દિશામાં, વધવું, જાણવા, વારંવાર, પડશે, ઘટના, આંદોલનોની, ઉદય, અપરાધી, આના, આઠવાડિયે, નવેમ્બરમાં, aitucનું, દસ્સ્મૂં, નાગપુરમાં, નહેરુના, મતભેદો, ખુલ્લી, જેટલા, ઉદ્દામ, કેસમાં, જમણેરીઓનો, ૦૦૦થી, તેવા, કરવું, યુનિયનના, સભ્યો, આવડા, રખાય, મુદ્દ્દો, નીકળે, નહોતાં, ભાગલા, અનિવાર્ય, નહેરુની, સહાનુભૂતિ, ડાબેરીઓ, કાર્યક્રમો, વચલો, કાઢવાના, પ્રયાસ, વળ્યું, વર્ગની, સજ્જડ, એકતા, થવાને, ટાંકણે, ભંગાણ, જમણેરી, આવાં, દમનનાં, સરકર, જીતી, ઢાંકપીછોડો, જુલાઈમાં, વ્હાઇટલેના, નેતૃત્વ, હેઠક, કમિશન, ભારતની, મુલાકાતે, સ્થિતિનો, અભ્યાસ, સોંપાયું, ૧૯૩૧માં, કમિશનનો, રિપોર્ટ, કમિશને, ચળવળમાં, ફાટફૂટ, સૂચવ્યાં, નજરે, સારાં, રિપોર્ટમાં, પંચો, કમિટીઓ, બનાવવાની, આંતરરાષ્ટ્રીય, મંચો, આમંત્રણ, આપવું, કમિશનઃ, ચાલ, ધાર્યા, સાબીત, ૨૭માંથી, કેટલાયને, આખી, જિંદગી, કેટલાકને, વીસ, અપીલમાં, સમ્રાટ, દેખાડવાના, સિદ્ધાંતો, કોર્ટનો, ડરીને, દબાઈ, સરકારની, ધારણા, તેનાથી, કરેલાં, નિવેદનોએ, વર્ગને, ક્રાંતિકારીઓ, દેશદાઝથી, હિંસક, કૃત્યો, તેમને, વિચારવાની, પ્રેરણા, પ્રવૃત્તિઓ, સામૂહિક, કાર્યક્રમ, મોટે, સાડાચાર, સામ્યવાદી, તહોમત, ફાઇલ, સાઇઝના, ગ્રંથ, ૬૭૬, પાનાનો, ભાગમાં, છાપવો, અનર્ગળ, સત્તા, હાથમાં, ઓચિંતા, વર્ગના, પકડી, બધાં, યુનિયનોના, જેલભેગા, શ્રીપાદ, અમૃત, જાબવાલા, મિરજકર, માજિદ, સોહન, બેંજમિન, ફ્રાંસિસ, બ્રૅડલી, ફિલિપ, સ્પ્રાટ, હ્યુજ, લેસ્ટર, અંગ્રેજ, નેતાઓનાં, પરથી, સમજી, શકાશે, કેસનો, હકુમત, પૂરતો, સીમિત, વ્યવસ્થાને, બચાવવાનો, કાયદાનો, લાભ, ઉદ્યોગપતિઓને, સામાન્ય, કાળી, મજુરી, કામદારને, ચાંપતી, રાખતી, ડામવા, ૧૯૨૮માં, દેવા, બનાવવામાં, જાતનો, દેવાયો, ઘટકો, મધ્યસ્થી, બોર્ડ, તપાસ, અદાલતોની, બીજું, દિવસની, નોટિસ, દંડ, ત્રીજું, બીજાની, સહાનુભૂતિમાં, પાડવા, પ્રતિબંધ, થરાઅવ્યા, જોડાયેલાને, જેલ, બસ્સો, રૂપિયાના, દંડની, મળીને, પગલું, ભરી, વ્યાપક, રાજકારણી, તખ્તા, અસરો, દેખાવા, માંડી, વેપારી, શિક્ષિતોનો, ૧૯૨૬, વર્ગીય, હિતો, આવવા, લાગ્યાં, તરફેણમાં, અવાજ, પ્રબળ, સેક્રેટરી, જોશી, સીધી, લેજિસ્લેટિવ, ઍસેમ્બ્લીના, સમસ્યાઓના, પ્રયત્નો, હિતની, હિમાયતી, પડ્યે, આંદોલનમાં, ખેંચી, લેતી, કોંગ્રેસથી, અલગ, પડીને, સમજને, કામદારોમાં, નવું, દેખાતું, એકલા, સાઠ, હજારની, ૧૯૨૯માં, લાખનો, આંકડો, ભારે, ત્રાસેલા, રોજની, જેવી, ક્ષેત્રને, જૂઓ, જોવા, ઠેરઠેર, પાડ્યા, કાપડ, મિલોની, એવાં, લોટ, દળવાની, મિલો, કામગારોની, હડતાળે, સરકારનું, માથું, પકવી, દીધું, ગાંધીજીનો, યુનિયનની, જબ્બર, સીધો, ખેડૂતોના, દૃઢ, સંકલ્પનો, સામનો, કસોટી, ચારે, ઘેરાઈ, આંદોલનોમાં, વધતી, ચિંતિત, રશિયન, ચોખ્ખી, દેખાતી, કથા, અઠવાડિયે, young, indiaમાં, વિગતે, પ્રમાણ, આઝાદીથી, નાના, કારણ, અપાય, જાહેરમાં, ઘટનાને, ઉતારી, પાડે, જીવનમાં, ક્યારેક, રાખવું, બોલવા, સારું, કેદીઓને, માટેની, માનું, કેદીને, સારી, મળવી, સાંભળવા, ખાળવામાં, સમર્થ, બલિદાન, મૂલ્યોની, પ્રશંસા, સ્વીકાર્ય, નહોતું, રાષ્ટ્રહિતમાં, ચર્ચાસ્પદ, કેટલાયે, વાચકો, પૂછતા, આપતા, લાહોરથી, પાર્થિવ, દેહને, કલકત્તા, જવાયો, ભગવતી, ચરણ, વોહરાનાં, પત્ની, દુર્ગાભાભીએ, શ્મશાન, યાત્રાની, કલકત્તામાં, હાવડા, સ્ટેશને, ઉપસ્થિત, કોંગ્રેસના, નેતાઓએ, મહંમદ, આલમ, ગોપીચંદ, ભાર્ગવે, ઍસેમ્બ્લીમાંથી, રાજીનામાં, મોતીલાલ, ઍસેમ્બ્લીનું, કામકાજ, સ્થગિત, રાખવાનો, ઠરાવ, મતે, બોઝે, દધીચિ, મુનિ, સરખાવ્યા, દધીચિએ, ઇન્દ્રનું, વજ્ર, બનાવવા, હાડકાં, પ્રાર્થના, મૂકેલી, લડાઈને, વધારવાની, લડતા, રહેવાની, શક્તિ, દેશવાસીઓને, મળો, લાંબા, ચાલ્યા, કેદીઓનો, દરજ્જો, ઉપવાસી, હોમ, સેક્રેટરીને, સંયુક્ત, દાસની, સ્થિતિની, દિવસના, ઉપવાસને, સપ્ટેમ્બરની, ૧૩મીએ, ત્યાગ, ઉંમર, કરનારામાં, ઓળખ, પરેડનું, નાટક, ભંડો, ફોડી, ગલીમાંથી, સફાઈ, ગલીમાં, મૅજિસ્ટ્રેટની, કાર, બેઠો, લોકોને, સમજાવતો, ઓળખવાનો, દાવો, કરનારાને, ચકાસવા, સવાલો, પૂછવા, મોકો, અપાયો, પંજાબીઓની, બંગાળી, જોતાંવેંત, ઓળખાઈ, બંગાળીઓને, જોઈતા, મિયાંવાલીની, રાખવામાં, બન્નેને, ડબ્બા, રખાયા, સિંઘની, વિનંતિથી, બેસવા, દેવાયા, બન્નેએ, લોકોની, ચર્ચાઓમાં, વ્યૂહ, જણે, પહોંચતાંવેંત, કેદીઓ, જોડાયા, હંમેશાં, માન્યતા, અરાજકતાવાદીઓની, કાયદાની, જગ્યા, સપનું, નિષ્ઠાથી, સમાજને, તોડ્યા, વિના, રચી, નિષ્ઠાવાન, કહેતાં, બયાન, દેખાડે, હૃદયથી, સમાજના, માળખાને, બદલવા, કારાવાસની, દર્શનની, છણાવટ, કરતું, હાઈકોર્ટના, આપતાં, અન્યાયપૂર્ણ, વ્યવસ્થામાં, ધરમૂળથી, ફેરફાર, બંદૂકનો, સંપ્રદાય, બદલાની, લડાઈઓ, નિચલી, પૂછ્યો, માન્ય, આદર્શ, આચરી, આધાર, ઉદ્દેશથી, થતી, વાજબી, ઠરાવી, હુમલાના, અહિંસા, અવધારણા, કરીઃ, ઍસોસિએશનના, સભ્યોનો, કૃત્યનો, બોલવાની, જેથી, બહોળી, પ્રસિદ્ધિ, રામ, બિસ્મિલ, અશ્ફાકુલ્લાહ, કાકોરી, કાંડના, શહીદોએ, રોજબરોજ, અપાતાં, બલિદાનો, જોઈને, જેનું, હૈયું, રડી, ઊઠતું, અંતરાત્માના, આર્તનાદની, ઉપેક્ષા, બલિવેદી, શોષક, બકરાની, જેમ, શોષકોની, બલિના, સ્થિર, રાખીને, બધું, મૂંગા, મહેનતકશોની, કમરતોડ, જેણે, પ્રતિનિધિઓના, માથા, ઠોકી, બેસાડ્યો, કરોડો, સંઘર્ષરત, ભૂખ્યા, પ્રાથમિક, અધિકારોથી, વંચિત, હાથમાંથી, મુક્તિનું, એકમાત્ર, હથિયાર, જંગલી, અમાનવીય, જેને, આંદોલનના, નેતાઓની, વિચારતા, અસ્તિત્વ, સમજાયું, નું, સંસ્થા, બેજવાબદાર, નિરંકુશ, શાસનનું, લોકોનું, બુરું, અપાર, ક્ષમતા, અયોગ્યતા, જેના, વ્યવસ્થાનો, સ્વાર્થ, દ્વેષભાવથી, કાયદા, હેઠળ, દત્તના, મેરઠના, બિરાદરોનો, ૧૯૨૯ની, છઠ્ઠી, દિલ્હીમાં, પ્રોસીક્યુશને, ઘડી, કાઢેલા, નકલી, આરોપોનો, પબ્લિક, સેફ્ટી, ચર્ચા, હાઉસ, નામંજૂર, મંત્રીએ, મંજૂરી, દેતાં, કાયદાનું, કમ્યુનિસ્ટો, કાર્યકર્તાઓ, ઉથલાવી, કોશિશના, આરોપસર, વિરુદ્ધનો, કહે, પહેલો, વિદ્રોહીઓ, વર્ષના, કરતાર, સરાભા, જગત, સુરસિંઘ, વિષ્ણુ, ગણેશ, પિંગલે, હરનામ, સ્યાલકોટિયા, ભાઈઓ, બખ્શીશ, લાહોરની, ૨૦૧૯, જુઓ, હત્યાની, વાંચી, ૩૩મા, પ્રકરણમાં, દત્તની, આઝાદ, જોયું, છોડી, ૩૧મા, ભાગના, https, www, indialawjournal, archives, volume1, issue_3, bhagat_singh, html, ફોટા, પુસ્તકમાંથી, શહીદોને, વિવાદ, આજે, અંકમાં, પરીક્ષા, ૨૪મીની, સવારને, ૨૩મીની, સાંજે, આપવાનો, લેવાયો, જેલના, અધિકારીઓ, લેનિનનું, વાંચતા, રાત, બાકી, પૂરું, અધૂરું, ત્રણેય, વીરો, ઇન્કલાબ, ઝિંદાબાદના, નારા, બરાકો, ફાંસીના, ફંદા, સદાને, ધરતી, અજવાળાં, પાથરી, આપનો, સિવાય, કદી, લાલચ, બચવા, મારાથી, ભાગ્યશાળી, કોણ, ગર્વ, પરીક્ષાની, આતુરતાપૂર્વક, પ્રતીક્ષા, કરું, ઇચ્છું, વિચાર, માનવતા, માતી, કંઈક, મારાઅ, અબળખા, હજારમો, પુરો, મારાં, અરમાનો, કરત, નબળાઈઓ, જનતાની, બચી, જઈશ, ચિહ્ન, ઝાંખું, ભુંસાઈ, દિલેરીથી, ચડી, જાઉં, સ્થિતિમાં, માતાઓ, બાળકો, પ્રાર્થનાઓ, કરશે, કુરબાની, આપનારાઓની, તાકાત, એટલી, વધી, ક્રાન્તિને, રોકવી, સામ્રાજ્યવાદ, અથવા, તમામ, શેતાની, તાકાતોના, ગજાની, બહારની, જૂથના, આદર્શો, બલિદાનોએ, રહું, ક્યારેય, સ્વાભાવિક, જીવવાની, ઇચ્છા, મારામાં, હોવી, છુપાવતો, શરતે, કેદમાં, બંધાઈને, જીવવા, દયાની, ૨૨મી, એમાંથી, મળનારા, કેટલા, છેલ્લો, જ્યાં, ગરીબ, લોહી, ચૂસીને, ઇજારો, સ્થાપ્યો, પાછો, લઈએ, ચાલવાની, શોષન, કરનાર, કેદી, ચડાવવાને, તમારી, ફોજને, આપો, સૈનિકોની, ટુકડી, મોકલે, સુખદેવે, પંજાબના, ગવર્નરને, લટકાવવાનો, ઇંગ્લૅંડના, આદર્યું, બ્રિટનના, આવું, કહીને, આપ્યું, સૈનિકો, યુદ્ધકેદી, બચાવવાના, દિવસોમાં, ગાંધીજીની, 1919, 1928, મુંબઈથી, આવતાં, સમાચાર, bomb, shell, ૨૪મી, વાતચીત, મુલતવી, સૌએ, કરવી, મોકૂફ, રાખવાની, દેખાડી, સુભાષબાબુ, કાઉંસિલ, રજુ, ટ્રાઇબ્યનલની, પુનર્રચના, અપીલનો, ગેરકાયદે, વાઇસરૉયને, અરાજકતા, જેવું, નીમવાનો, કાઉંસિલના, બોર્ડે, બધી, ૧૯૩૧ની, ૨૭મી, ફેબ્રુઆરીએ, ભગતસિંઘની, હાહાકાર, મચી, ખૂણેખૂણેથી, બચાવી, લેવાની, ઊઠવા, ડિફેન્સ, કમિટી, ફાયદો, bhagat, singh, king, emperor, બ્રિટનની, જનતાને, સંદેશો, અંગ્રેજોના, રોષ, ઍસોસિએશન, જાણતી, ૩૦મી, સપ્ટેમ્બરે, લખેલો, સરદાર, ચોથી, મળ્યો, સંભળાવી, બીજાઓને, સાથેની, ટ્રાઇબુનલે, ડેથ, વૉરંટ, સહીઓ, ૧૭મી, આરોપીઓમાંથી, કુંદન, લાલને, સાત, પ્રેમ, કુમાર, દેવ, તિવારીને, કાળા, પાણીની, અજય, જતીન્દ્ર, નાથ, દેસ, રાજ, ઠર્યા, દેશભક્તોનું, હઠની, સિંઘના
Text of the page (random words):
ા તો જે હતી તે જ રાખી પરંતુ એણે ભગત સિંઘ વિશે જે મંતવ્ય વ્યક્ત કર્યું તે ધ્યાન ખેંચે તેવું છે જજે કહ્યું એ કહેવાનું ખોટું નથી કે તેઓ સમાજની વર્તમાન વ્યવસ્થા બદલવાની પ્રામાણિક માન્યતાથી પ્રેરાયેલા છે અને સાચા ક્રાન્તિકારી છે એ કહેવામાં પણ સંકોચ નથી કે એના માટે એ ખરા દિલથી તત્પર છે કાનૂનની જગ્યાએ વ્યક્તિની સ્વતંત્ર ઇચ્છાને સ્થાપિત કરવાની એમની ભાવના છે જે દરેક અરાજકતાવાદીની હોય છે આમ છતાં એમના પર અને એમના સાથી પર જે આરોપ છે તેનો ખુલાસો આમાંથી નથી મળતો દરમિયાન સૌંડર્સની હત્યામાં પણ ભગત સિંઘનો હાથ હોવાનું પોલીસે શોધી કાઢ્યું હતું આમ કેસ હવે વધારે જટિલ બની ગયો હતો આ ગુનામાં ઘણી ધરપકડો થઈ જેમાં શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર પણ હતા ભગત સિંઘ તો જેલમાં જ હતા એમની નવા અપરાધ માટે ફરી ધરપકડ કરવામાં આવી લૉર્ડ અર્વિને ૧૯૩૦ના મે મહિનાની પહેલી તારીખે એક વટહુકમ બહાર પાડીને આ કેસ ટ્રાઇબ્યુનલ સમક્ષ ચલાવવાનો આદેશ આપી દીધો હવે ટ્રાઇબ્યુનલના હુકમ સામે માત્ર પ્રીવી કાઉંસિલમાં જ અપીલ થઈ શકે એવો આદેશ હતો જે કોલ્ડસ્ટ્રીમ આગા હૈદર અને જી સી હિલ્ટન ત્રણ ન્યાયાધીશ હતા પાંચમી તારીખે સુનાવણી શરૂ થઈ ક્રાન્તિકારીઓ દરરોજ જોશભર્યાં ક્રાન્તિગીતો ગાતા અદાલતમાં આવતા ભગત સિંઘે આ ટ્રાઇબ્યુનલ ગેરકાનૂની છે એવી દલીલ રજૂ કરવા માટે પંદર દિવસનો સમય માગ્યો પણ એ માગણી ટ્રાઇબ્યુનલે ન માની ટ્રાઇબ્યુનલની નીમણૂક જાણે ક્રાન્તિકારીઓની ભૂખહડતાલને કારણે લીધો હોય એવું વટહુકમમાં જણાવ્યું હતું આની સામે ભગત સિંઘે વાંધો લીધો બીજા જ દિવસે વાઇસરૉય શિમલામાં હતો તેને પત્ર લખીને કહ્યું કે ભૂખહડતાલ સમાપ્ત થઈ ગઈ હતી એટલે તમારો હેતુ જુદો જ છે તમારા વટહુકમો અમારી ભાવનાઓને દબાવી નહીં શકે તમે થોડા માણસોને કચડવામાં સફળ થઈ જશો પણ આ રાષ્ટ્રને કચડી નહીં શકો આ વટહુકમના સંદર્ભની વાત કરીએ તો અમે એને અમારી ભવ્ય સફળતા માનીએ છીએ ૨૪ ક્રાન્તિકારીઓનાં નામ લેવાયાં તેમાંથી ૧૬ પર કાર્યવાહી શરૂ થઈ પણ બટુકેશ્વર દત્ત સામેના આરોપ પણ પછી પડતા મુકાયા બાકીના ૧૫ હતાઃ સુખદેવ ભગત સિંઘ કિશોરી લાલ દેસરાજ પ્રેમદત્ત જયદેવ કપૂર શિવ વર્મા મહાવીર સિંહ યતીન્દ્રનાથ અજયકુમાર ઘોષ યતીન્દ્ર સાન્યાલ વિજયકુમાર સિન્હા શિવરામ રાજગુરુ કુંદનલાલ અને કમલનાથ તિવારી ૧૨મી તારીખે ભગત સિંઘ અને સાથીઓને હાથકડી પહેરાવીને કોર્ટમાં લાવવામાં આવ્યા પણ હાથકડી સાથે જ બસમાંથી ઊતરવાનો એમણે ઇનકાર કરી દીધો એમને બળજબરીથી ઉતારવાનો ટ્રાઇબ્યુનલે હુકમ કર્યો તો ક્રાન્તિકારીઓએ કોર્ટની કાર્યવાહીનો બહિષ્કાર જાહેર કર્યો બપોરે જમવાના સમયે એમની હાથકડીઓ ખોલી નાખી પણ વળી પાછી લગાડી દેવાનો હુકમ થતાં ભગત સિંઘ અને સાથીઓએ એનો વિરોધ કર્યો ટ્રાઇબ્યુનલના પ્રમુખ કોલ્ડસ્ટ્રીમે આથી ગુસ્સામાં હિન્દુસ્તાનીઓને ગાળો દઈને લાઠીઓથી ભગત સિંઘને પીટવાનો હુકમ કર્યો જાહેર જનતા પત્રકારો અને સાથીઓની નજર સામે પોલીસે ભગત સિંઘને પર લાઠી અને જોડાથી માર માર્યો ભગત સિંઘે હિન્દી જજ આગા હૈદરનું નામ લઈને કહ્યું કે એ હિન્દુસ્તાની છે કે કેમ આવો જજ શું ન્યાય કરવાનો બીજા દિવસે આખા દેશે ભગત સિંઘ દિન મનાવ્યો પરિણામે કોલ્ડસ્ટ્રીમને લાંબી રજા પર જવું પડ્યું આગા હૈદરને હટાવી નાખ્યો અને નવી ટ્રાઇબ્યુનલ બની જેમાં હિલ્ટન પ્રમુખ બન્યો અને જેકે ટેપ અને અબ્દુલ કાદિર નવા જજ બન્યા આ દરમિયાન ઘણા દેશભક્તોનું માનવું હતું કે બચાવ ન કરવાની હઠની કારણે સજાઓ થઈ છે ભગત સિંઘના પિતા કિશન સિંઘ ગદર પાર્ટીના સક્રિય કાર્યકર્તા હતા પુત્રે પોતાનો બચાવ નથી કરવા માગતો જાણીને એમને દુઃખ થયું અને પ્રીવી કાઉંસિલમાં અપીલ કરવાની એમણે તૈયારી કરી ભગત સિંઘને આ પસંદ ન આવ્યું એમણે પિતાને પત્ર લખ્યો કે ની જાણ થતાં એમણે પિતાને પત્ર લખીને કહ્યું કે એમણે પોતાનો સૈદ્ધાંતિક પક્ષ સમજાવીને પિતાના વલણ સાથે અસંમતિ દર્શાવી કે પિતાના આ પ્રયાસથી ક્રાન્તિકારી સાથીઓમાં એમની છાપ ખરાબ થઈ હોય તે શક્ય છે ૩૦મી સપ્ટેમ્બરે લખેલો પત્ર સરદાર કિશન સિંઘને ચોથી ઑક્ટોબરે મળ્યો સાતમી ઑક્ટોબર ૧૯૩૦ના રોજ ટ્રાઇબ્યુનલે પોતાનો ચુકાદો સંભળાવી દીધો ભગતસિંઘ રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપી અને બીજાઓને પણ કોઈને આજીવન કેદ કોઈને દસ વર્ષની મજૂરી સાથેની કેદ વગેરે સજાઓ કરી ટ્રાઇબુનલે ડેથ વૉરંટ પર સહીઓ કરીને ૧૭મી ઑક્ટોબરે ફાંસી આપવાની તારીખ નક્કી કરી બીજા આરોપીઓમાંથી કુંદન લાલને સાત વર્ષની અને પ્રેમ દત્તને પાંચ વર્ષની વર્ષની સખત કેદની સજા થઈ મહાવીર સિંઘ કિશોરી લાલ વિજય કુમાર સિંઘ શિવ વર્મા ગયા પ્રસાદ જય દેવ અને કમલનાથ તિવારીને કાળા પાણીની સજા થઈ અજય ઘોષ જતીન્દ્ર નાથ સાન્યાલ અને દેસ રાજ નિર્દોષ ઠર્યા આખા દેશમાં હાહાકાર મચી ગયો દેશના ખૂણેખૂણેથી ભગત સિંઘ રાજગુરુ અને સુખદેવને બચાવી લેવાની માગણી ઊઠવા લાગી એમની સજા સામે પ્રીવી કાઉંસિલમાં અપીલ કરવા માટે પંજાબમાં ડિફેન્સ કમિટી ની રચના કરવામાં આવી ભગત સિંઘને આ પ્રયાસો પસંદ ન આવ્યા પણ એક ફાયદો હતો કે bhagat singh v the king emperor કેસ ચાલે તો બ્રિટનની જનતાને સંદેશો મળે કે હિન્દુસ્તાનમાં અંગ્રેજોના શાસન સામે રોષ હતો અને હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન વિશે જનતા જાણતી થાય પ્રીવી કાઉંસિલ સમક્ષ એવી દલીલો રજુ કરવામાં આવી કે વાઇસરૉયે ટ્રાઇબ્યનલની પુનર્રચના કરીને અપીલનો અધિકાર ઝુંટવી લીધો તે ગેરકાયદે હતું વાઇસરૉયને દેશમાં અરાજકતા જેવું સંકટ હોય ત્યારે જ ટ્રાઇબ્યુનલ નીમવાનો અધિકાર મળે છે પણ દેશમાં એવું કોઈ સંકટ નથી પરંતુ પ્રીવી કાઉંસિલના બોર્ડે આ બધી દલીલો નકારી કાઢી અને ૧૯૩૧ની ૨૭મી ફેબ્રુઆરીએ ભગતસિંઘની અરજી કાઢી નાખી ગાંધીજી અને સુભાષબાબુ આમ છતાં ભગત સિંઘ રાજગુરુ અને સુખદેવને બચાવવાના પ્રયાસો ચાલુ રહ્યા સુભાષ ચંદ્ર બોઝ એ દિવસોમાં મુંબઈમાં ગાંધીજીની મળ્યા અને એમણે પણ વાઇસરૉય અર્વિન સમક્ષ આ મુદ્દો રજૂ કરવા ગાંધીજીને આગ્રહ કર્યો સુભાષ બાબુ એમના પુસ્તક the indian struggle 1919 1928 માં લખે છે કે તે પછી ગાંધીજી અને સુભાષ બાબુ પોતે બન્ને એ જ ટ્રેનમાં મુંબઈથી દિલ્હી સાથે આવ્યા દિલ્હી આવતાં એમને જે સમાચાર મળ્યા તે bomb shell જેવા હતા સરકારે ફાંસી આપવાની નવી તારીખ ૨૪મી માર્ચ જાહેર કરી દીધી હતી સુભાષ બાબુ લખે છે કે લૉર્ડ અર્વિન સાથે ગાંધીજીએ પહેલાં વાતચીત કરી હતી ત્યારે એમના પર અને બીજા બધા નેતાઓ પર એવી છાપ પડી હતી કે અર્વિન સજા મુલતવી રાખવા તૈયાર હતો સૌએ એનો અર્થ એવો જ કર્યો હતો કે સજા રદ કરવી હોય તો જ મોકૂફ રાખવાની તૈયારી વાઇસરૉયે દેખાડી છે અમને ગોળીથી ઉડાડી દો ૨૦મી માર્ચે ભગત સિંઘ રાજગુરુ અને સુખદેવે પંજાબના ગવર્નરને પત્ર લખ્યો અને કહ્યું કે સાતમી ઑક્ટોબર ૧૯૩૦ના ટ્રાઇબ્યુનલે અમને ફાંસીએ લટકાવવાનો ચુકાદો આપ્યો તેમાં કહ્યું છે કે અમે ઇંગ્લૅંડના રાજા સામે યુદ્ધ આદર્યું હતું આનો અર્થ એ થાય કે બ્રિટનના રાજા અને હિન્દુસ્તાનની જનતા વચ્ચે લડાઈ ચાલે છે આવું કહીને સરકારે અમને માન આપ્યું છે અને અમે એના સૈનિકો છીએ આ લડાઈ હજી ચાલુ જ છે એટલે અને યુદ્ધકેદી માની લો જ્યાં સુધી અમારા દેશના ગરીબ ખેડૂતો અને મજૂરોનાં લોહી ચૂસીને તમે પોતાનો ઇજારો સ્થાપ્યો છે તે અમે પાછો ન લઈએ ત્યાં સુધી લડાઈ ચાલવાની છે અને આ શોષન કરનાર હિન્દુસ્તાની હોય તો પણ લડાઈ ચાલુ રહેશે એટલે અમને યુદ્ધ કેદી તરીકે ફાંસીએ ચડાવવાને બદલે તમારી ફોજને આદેશ આપો લે સૈનિકોની એક ટુકડી મોકલે અને અમને ગોળીથી ઉડાડી દે સાથીઓને છેલ્લો પત્ર ભગત સિંઘને હજી સુધી ઘણા લોકો દયાની અરજી કરવા સમજાવતા હતા ૨૨મી માર્ચે એમણે સાથીઓને પત્ર લખ્યો એમાંથી દેખાય છે કે એ પોતાની ભૂમિકા અને ઇતિહાસમાં એમને મળનારા સ્થાન વિશે કેટલા સભાન હતા એમણે લખ્યું સાથીઓ સ્વાભાવિક છે કે જીવવાની ઇચ્છા મારામાં પણ હોવી જોઈએ હું એને છુપાવતો નથી પણ એક શરતે જીવતો રહી શકું છું કે હું કેદમાં કે બંધાઈને જીવવા નથી માગતો મારું નામ હિન્દુસ્તાની ક્રાન્તિનું પ્રતીક બની ગયું છે અને ક્રાન્તિકારી જૂથના આદર્શો અને બલિદાનોએ મને બહુ ઊંચે પહોંચાડી દીધો છે એટલો ઊંચે કે જીવતો રહું તો એટલો ઊંચે તો ક્યારેય ન પહોંચી શકું આજ મારી નબળાઈઓ જનતાની સામે નથી ફાંસીથી બચી જઈશ તો એ જાહેર થઈ જશે અને ક્રાન્તિનું પ્રતીક ચિહ્ન ઝાંખું પડી જશે અને કદાચ ભુંસાઈ પણ જાય પણ દિલેરીથી હસતાં હસતાં ફાંસી ચડી જાઉં એવી સ્થિતિમાં હિન્દુસ્તાની માતાઓ પોતાનાં બાળકો ભગત સિંઘ બને એવી પ્રાર્થનાઓ કરશે અને દેશ માટે કુરબાની આપનારાઓની તાકાત એટલી વધી જશે કે ક્રાન્તિને રોકવી એ સામ્રાજ્યવાદ અથવા તમામ શેતાની તાકાતોના ગજાની બહારની વાત બની જશે હા એક વિચાર આજ પણ મારા મનમાં આવે છે કે દેશ અને માનવતા માતી કંઈક કરવાની મારાઅ મનમાં અબળખા હતી તેનો હજારમો ભાગ પણ પુરો નથી કરી શક્યો જો સ્વતંત્ર જીવતો રહી શક્યો હોત તો કદાચ એ પાર પાડવાની તક મળી હોત અને હું મારાં અરમાનો પૂરાં કરત તે સિવાય મારા મનમાં કદી પણ કોઈ લાલચ ફાંસીથી બચવા માટે નથી આવી મારાથી વધારે ભાગ્યશાળી કોણ હશે હમણાં હમણાં તો મને સ્વયં મારા પર જ બહુ ગર્વ થાય છે હવે તો અંતિમ પરીક્ષાની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરું છું ઇચ્છું છું કે એ હજી પણ નજીક આવી જાય આપનો સાથી ભગત સિંઘ ખરેખર જ અંતિમ પરીક્ષા નજીક આવી ગઈ ૨૪મીની સવારને બદલે ૨૩મીની સાંજે જ ફાંસી આપવાનો નિર્ણય લેવાયો જેલના અધિકારીઓ આવ્યા ત્યારે ભગત સિંઘ લેનિનનું એક પુસ્તક વાંચતા હતા એક રાત બાકી હતી તેમાં એ પુસ્તક પૂરું કરવા માગતા હતા પણ એ અધૂરું રહ્યું અને ત્રણેય વીરો ઇન્કલાબ ઝિંદાબાદના નારા સાથે બીજા કેદીઓની બરાકો પસાર કરતા ફાંસીના ફંદા સુધી પહોંચી ગયા અને સદાને માટે હિન્દુસ્તાનની ધરતી પર અજવાળાં પાથરી દીધાં આ શહીદોને બચાવવા માટે ગાંધીજીએ શું કર્યું આ વિવાદ આજે પણ ચાલે છે એના વિશે આવતા અંકમાં ૦૦૦ સંદર્ભઃ ભગત સિંઘ ઔર ઉનકે સાથિયોં કે સંપૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેઝ પ્રકાશક રાહુલ ફાઉંડેશન લખનઉ બધા ફોટા પણ આ જ પુસ્તકમાંથી જ લીધા છે https www indialawjournal org archives volume1 issue_3 bhagat_singh html ૦૦૦ like loading author dipak dholakia posted on 26 03 2020 01 04 2020 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 41 india slavery and struggle for freedom part 3 chapter 40 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ ૧૯૧૬થી ૧૯૩૫ પ્રકરણ ૪૦ લાહોર કાવતરા કેસ ૧ આપણે આ ભાગના ૩૧મા પ્રકરણ માં સૌંડર્સની હત્યાની વાત વાંચી અને તે પછી ૩૩મા પ્રકરણમાં ઍસેમ્બ્લીમાં ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તે બોંબ ફેંક્યો તેના વિશે વાત કરી ભગતસિંઘ અને બટુકેશ્વર દત્તને સજાઓ થઈ અને દત્તની આઝાદ ભારતમાં શી હાલત થઈ તે પણ આપણે જોયું પરંતુ આપણે એ વાત ત્યાં જ અધૂરી છોડી દીધી હતી મેરઠમાં કમ્યુનિસ્ટો અને ટ્રેડ યુનિયન કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ ચાલતો હતો ત્યારે લાહોરમાં પણ સરકારને ઉથલાવી પાડવાની કોશિશના આરોપસર એક કેસ ચાલતો હતો આ લાહોર કાવતરા કેસ એટલે ભગત સિંઘ અને એમના ૨૭ સાથીઓ વિરુદ્ધનો કેસ ઇતિહાસ આ કેસને બીજો લાહોર કાવતરા કેસ કહે છે પહેલો કેસ ગદર પાર્ટીના વિદ્રોહીઓ વિરુદ્ધ ચાલ્યો એમાં ૧૯ વર્ષના કરતાર સિંઘ સરાભા જગત સિંઘ સુરસિંઘ વિષ્ણુ ગણેશ પિંગલે હરનામ સિંઘ સ્યાલકોટિયા અને ત્રણ ભાઈઓ બખ્શીશ સિંઘ સુરૈણ સિંઘ અને સુરૈણ સિંઘ બીજા ને લાહોરની જેલમાં ફાંસીની સજા થઈ હતી જુઓ પ્રકરણ ૧૪ ૨૦ ૯ ૨૦૧૯ ૧૯૨૯ની છઠ્ઠી જૂને દિલ્હીમાં સેશન્સ કોર્ટ સમક્ષ ભગત સિંઘ અને બટુકેશ્વર દત્ત સામે ઍસેમ્બ્લી બોંબકાંડમાં કેસ શરૂ થયો એમણે અપરાધ નો સ્વીકાર કર્યો પરંતુ પ્રોસીક્યુશને ઘડી કાઢેલા નકલી આરોપોનો ઇનકાર કર્યો એમણે જ્યારે બોંબ ફેંક્યો ત્યારે પબ્લિક સેફ્ટી ઍક્ટ અને ઇંડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ ઍક્ટ પર ચર્ચા ચાલતી હતી અને એ બિલને હાઉસ નામંજૂર કરે તેવું હતું ત્યારે જ સરકારી મંત્રીએ જાહેરાત કરી કે વાઇસરૉયે એ બિલને પહેલાં જ મંજૂરી આપી દેતાં એને હવે કાયદાનું રૂપ મળી ગયું છે મેરઠમાં સામ્યવાદીઓ અને ટ્રેડ યુનિયન નેતાઓ સામે પણ આ જ કાયદા હેઠળ કેસ ચાલતો હતો ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તના નિવેદનમાં મેરઠના બિરાદરોનો ઉલ્લેખ છે એમણે કહ્યું કે અમે આ કામ કોઈ વ્યક્તિગત સ્વાર્થ કે દ્વેષભાવથી નથી કર્યું અમારો હેતુ માત્ર એ શાસન વ્યવસ્થાનો વિરોધ કરવાનો હતો જેના દરેક કામ દ્વારા માત્ર એની અયોગ્યતા નહીં પરંતુ લોકોનું બુરું કરવાની એની અપાર ક્ષમતા પણ દેખાય છે અને એ એક બેજવાબદાર અને નિરંકુશ શાસનનું પ્રતીક છે ટૂંકમાં અમને આ સંસ્થા બ્રિટિશ સરકાર નું અસ્તિત્વ સમજાયું નથી મજૂર આંદોલનના નેતાઓની ધરપકડ વિશે અમે વિચારતા હતા તે જ વખતે સરકાર ઇંડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ ઍક્ટ લઈ આવી એ કાનૂન જેને અમે જંગલી અને અમાનવીય માનીએ છીએ તે દેશના પ્રતિનિધિઓના માથા પર ઠોકી બેસાડ્યો અને એ રીતે કરોડો સંઘર્ષરત ભૂખ્યા મજૂરોને પ્રાથમિક અધિકારોથી પણ વંચિત કરી દીધા અને એમના હાથમાંથી એમની આર્થિક મુક્તિનું એકમાત્ર હથિયાર પણ ઝુંટવી લીધું જેણે પણ કમરતોડ મજૂરી કરનારા મૂંગા મહેનતકશોની હાલત જોઈ છે તે કદાચ મન સ્થિર રાખીને આ બધું જોઈ ન શકે બલિના બકરાની જેમ શોષકોની અને સૌથી મોટી શોષક તો સરકાર જ છે બલિવેદી પર રોજબરોજ અપાતાં મજૂરોનાં બલિદાનો જોઈને જેનું હૈયું રડી ઊઠતું હશે તે પોતાના અંતરાત્માના આર્તનાદની ઉપેક્ષા ન કરી શકે માત્ર ભગત સિંઘ કે બટુકેશ્વર દત્ત જ નહીં હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશનના બધા સભ્યોનો નિર્ણય હતો કે એમણે પોતાના કૃત્યનો કોર્ટમાં સ્વીકાર કરવો પરંતુ કોર્ટ દ્વારા બોલવાની તક મળે તેનો ઉપયોગ પોતાના વિચારો રજૂ કરવા માટે કરવો જેથી એને બહોળી પ્રસિદ્ધિ મળે રામ પ્રસાદ બિસ્મિલ અશ્ફાકુલ્લાહ વગેરે કાકોરી કાંડના શહીદોએ પણ એ જ રસ્તો લીધો હતો ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તે પોતાના નિવેદનમાં હિંસા અહિંસા વિશેની પોતાની અવધારણા પણ સ્પષ્ટ કરીઃ હુમલાના ઉદ્દેશથી હિંસા થતી હોય તો તેને નૈતિક દૃષ્ટિએ વાજબી ન ઠરાવી શકાય પરંતુ હિંસા કોઈ માન્ય આદર્શ માટે આચરી હોય તો તેનો નૈતિક આધાર છે ભગત સિંઘને નિચલી કોર્ટમાં જજે સવાલ પૂછ્યો હતો કે તમે ક્રાન્તિની વાત કરો છો તેનો અર્થ શો છે ભગત સિંઘે જવાબ આપ્યો કે ક્રાન્તિ માટે લોહિયાળ લડાઈઓ જરૂરી નથી વ્યક્તિગત બદલાની હિંસાને એમાં સ્થાન નથી ક્રાન્તિ બોંબ અને બંદૂકનો સંપ્રદાય નથી ક્રાન્તિ એટલે વર્તમાન અન્યાયપૂર્ણ સમાજ વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તને કોર્ટે આજીવન કારાવાસની સજા કરી કેસ હાઇકોર્ટમાં ગયો ત્યારે પણ ભગત સિંઘે ફરી એમના દર્શનની છણાવટ કરતું નિવેદન કર્યું પણ એમની સજા મંજૂર રહી જો કે હાઈકોર્ટના જજ એસ ફૉર્ડે ચુકાદો આપતાં જે લખ્યું તે ધ્યાન માગી લે તેવું છે એ કહેવાનું જરાયે ખોટું નથી કે આ બયાન દેખાડે છે તેમ આ લોકો ખરા હૃદયથી વર્તમાન સમાજના માળખાને બદલવા માગે છે ભગત સિંઘ એક સાચા અને નિષ્ઠાવાન ક્રાન્તિકારી છે અને મને એ કહેતાં સંકોચ નથી કે આ સપનું લઈને એ નિષ્ઠાથી ઊભા છે કે વર્તમાન સમાજને તોડ્યા વિના નવો સમાજ રચી ન શકાય તેઓ કાયદાની જગ્યા વ્યક્તિની સ્વતંત્ર ઇચ્છાને આપવા માગે છે અરાજકતાવાદીઓની હંમેશાં એ માન્યતા રહી છે આમ છતાં ભગત સિંઘ અને એમના સાથી પર જે આરોપ છે તેનો આ બચાવ નથી ૧૨મી જૂને આ ભગત સિંઘને પંજાબમાં મિયાંવાલીની જેલમાં લઈ ગયા અને બટુકેશ્વર દત્તને લાહોર સેંટ્રલ જેલમાં રાખવામાં આવ્યા બન્નેને એક સાથે એ જ ટ્રેનમાં લઈ જવાયા પણ ડબ્બા જુદા રખાયા પરંતુ ભગત સિંઘની વિનંતિથી એમને સાથે બેસવા દેવાયા એ જ વખતે બન્નેએ નક્કી કર્યું કે જેલમાં રાજકીય કેદીઓની સ્થિતિ ખરાબ હોય છે એટલા માટે ઉપવાસ શરૂ કરવા ઉપવાસ દ્વારા સતત લોકોની ચર્ચાઓમાં રહેવું એવો ભગત સિંઘનો વ્યૂહ હતો બન્ને જણે જેલમાં પહોંચતાંવેંત ઉપવાસ શરૂ કરી દીધા અને એમની સાથે બીજા બધા રાજકીય કેદીઓ પણ જોડાયા જતીન દાસ યતીન્દ્રનાથ દાસ પણ ઉપવાસ કરનારામાં હતા એમણે સરકારને પત્ર લખ્યો તેમાં એમની ઓળખ પરેડનું નાટક થયું તેનો ભંડો ફોડી નાખ્યો છે એમને એક જગ્યાએ લઈ જવાયા ત્યાં ગલીમાંથી પાંચ છ સફાઈ કર્મચારીઓ આવ્યા જતીન દાસ લખે છે કે ગલીમાં મૅજિસ્ટ્રેટની કાર ઊભી હતી તેમાં એક માણસ બેઠો હતો તે એ લોકોને સમજાવતો હતો જતીન દાસ એમને ઓળખવાનો દાવો કરનારાને ચકાસવા માટે સવાલો પૂછવા માગતા હતા પણ એમને મોકો ન અપાયો એમણે કહ્યું કે પંજાબીઓની વચ્ચે બંગાળી જોતાંવેંત ઓળખાઈ જાય એટલે એમની સાથે એમના જેવા જ બંગાળીઓને ઊભા રાખવા જોઈતા હતા ઉપવાસ લાંબા ચાલ્યા અને સરકાર એમને રાજકીય કેદીઓનો દરજ્જો આપવા તૈયાર નહોતી ઉપવાસી કેદીઓએ હોમ સેક્રેટરીને એક સંયુક્ત પત્ર લખીને જતીન દાસની સ્થિતિની જાણ કરી પણ સરકારે કંઈ ન કર્યું ૬૩ દિવસના ઉપવાસને અંતે ૧૯૨૯ના સપ્ટેમ્બરની ૧૩મીએ જતીન દાસે પ્રાણ ત્યાગ કર્યો મૃત્યુ સમયે એમની ઉંમર ૨૪ વર્ષની હતી લાહોરથી એમના પાર્થિવ દેહને કલકત્તા લઈ જવાયો ભગવતી ચરણ વોહરાનાં પત્ની દુર્ગાભાભીએ લાહોરમાં શ્મશાન યાત્રાની આગેવાની લીધી કલકત્તામાં હાવડા સ્ટેશને સુભાષ ચંદ્ર બોઝ ઉપસ્થિત રહ્યા કોંગ્રેસના બધા નેતાઓએ જતીન દાસને અંજલિ આપી પંજાબમાં મહંમદ આલમ અને ડૉ ગોપીચંદ ભાર્ગવે ઍસેમ્બ્લીમાંથી રાજીનામાં આપી દીધાં મોતીલાલ નહેરુએ સેંટ્રલ ઍસેમ્બ્લીનું કામકાજ સ્થગિત રાખવાનો ઠરાવ રજૂ કર્યો જે ૫૫ વિ ૪૭ મતે પસાર થયો સુભાષ ચંદ્ર બોઝે જતીન દાસને દધીચિ મુનિ સાથે સરખાવ્યા દધીચિએ ઇન્દ્રનું વજ્ર બનાવવા માટે પોતાનાં હાડકાં આપી દીધાં હતાં જવાહરલાલ નહેરુએ પ્રાર્થના કરી કે આઝાદી માટે જતીન દાસે અધૂરી મૂકેલી લડાઈને આગળ વધારવાની અને વિજય સુધી લડતા રહેવાની શક્તિ દેશવાસીઓને મળો ગાંધીજીએ અંજલિ કેમ ન આપી જતીન દાસને ગાંધીજીએ અંજલિ ન આપી આ મુદ્દો ચર્ચાસ્પદ પણ બન્યો એમને કેટલાયે વાચકો પત્ર લખીને પૂછતા અને ગાંધીજી એનો એક જ જવાબ આપતા કે મારું મૌન રાષ્ટ્રહિતમાં હતું એમણે ૧૭ ૧૦ ૧૯૨૯ના young indiaમાં વિગતે લખ્યું જે ટૂંકમાં આ પ્રમાણ હતું ગાંધીજી જે કારણે જેલમાં જતીન દાસ ભગત સિંઘ વગેરે કેદીઓએ ઉપવાસ શરૂ કર્યા હતા તેની સાથે સંમત નહોતા એમનું માનવું હતું કે દેશની આઝાદીથી નાના કોઈ પણ કારણ માટે ઉપવાસ કરીને પ્રાણ ન અપાય ગાંધીજી જાહેરમાં આ અભિપ્રાય આપવા નહોતા માગતા એમણે કહ્યું કે જો એમણે અભિપ્રાય આપ્યો હોત તો સરકાર એનો પોતાને અનુકૂળ અર્થ કરીને આ ઘટનાને ઉતારી પાડે ગાંધીજીએ કહ્યું કે જાહેર જીવન...
|