Meta tags:
description= Dipak Dholakia દ્વારા લખાયેલ Tom વિશેની પોસ્ટ;
Headings (most frequently used words):
છે, પણ, કે, અને, હતું, તો, હતી, એમની, એમને, હતા, સાથે, બંધ, જે, કામ, લોકો, એમણે, પડ્યું, ઉત્પલ, ટૉમ, બાંધકામ, એમનું, હતો, ખાન, રાજકોટ, વિમાન, the, morbi, disaster, no, one, had, tongue, to, speak, પુસ્તકનો, પરિચય, લેખકો, સાંડેસરા, વૂટન, dipak, મચ્છુ, થાય, પાસે, હશે, શરૂ, વર્ષ, પાણી, કરીને, માટે, વાત, બાપુ, ત્યારે, પછી, હોય, આજે, સંદેશ, dholakia, spam, blocked, કરે, બંધના, એન્જીનિયરિંગ, કૉલેજના, બંધનું, પરંતુ, જોવા, વસોયા, બંધની, ઝીણી, લોકોને, વિશે, વિશ્વાસ, નથી, આવા, કોઈ, વસોયાએ, સરકાર, ઊંચે, કરવા, છતાં, એમાં, રીતે, રહી, તેનો, ડૂબી, હતાં, પોતાની, નહીં, સુધી, પહોંચ્યો, નહોતો, ગયા, ટીંબાવાળા, જોગ, જશે, પર, આવી, તરત, એક, બનાવી, મૂકી, દેસાઈ, પહેલા, પ્રધાન, બાબુભાઈ, મેયર, શું, ગઈ, આપી, એવી, તે, ગુજરાતના, મધ્યમ, રાહ, વાદળાં, જોયા, સિલ્વર, ખાનને, ટૅગ, tom, મેઇલ, દ્વારા, પોસ્ટનો, મેળવો, તાજેતરના, લેખ, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, અહીં, ફરી, કથાના, રૂપમાં, શરૂઆત, આપણે, સીધા, ઇજનેર, બી, વસોયાને, લખધીરજી, વિદ્યાર્થીઓના, જૂથ, મળીએ, છીએ, દેખરેખ, હેઠળ, સંપર્ક, રાખવાનું, લોકોનાં, જૂથો, આવે, ગર્વભેર, વિગતો, સમજાવે, માત્ર, આવતા, અપાવવાનું, જાતે, જવાનું, લોકસંપર્કો, કર્યા, વિદ્યાર્થીઓ, જરૂર, પ્રભાવિત, થયા, કારણ, આંખોનાં, સપનાંમાં, મહાકાય, તરતા, કોઈને, આવવાનું, ખુલ્લું, આમંત્રણ, આપેલું, આના, પારિણામે, લોકોમાં, બંધાવા, લાગ્યો, ગુજરાત, કઈં, તેમાં, લોકોની, સલામતીનો, પૂરો, ખ્યાલ, રાખ્યો, ૧૯૬૭થી, થઇ, ગયું, ટ્રૅક્ટરો, બુલડોઝરોની, ગરગરાટીઓથી, આખો, વિસ્તાર, ધ્રૂજે, અઢી, માઇલના, પટ્ટાને, સમતળ, બનાવવાનું, પૂરજોશમાં, ચાલે, ૧૯૬૮ની, શરૂઆતમાં, માટીની, દીવાલોએ, માથું, માંડ્યું, જાણે, થયે, બે, થયાં, હોવા, વધારેમાં, વધારે, કેટલું, સલામત, શકે, ખરો, અંદાજ, આમ, ગામોની, જમીન, જવાની, ત્યાં, જઈને, વાટાઘાટ, જગ્યા, છોડવા, સમજાવ્યા, બદલામાં, વળતરનાં, વચનો, આપ્યાં, સ્થિતિમાં, જવાબદારી, સોંપાઈ, સ્વીકાર, ફરજ, બજાવવાની, સમજાવ્યું, સિંચાઈ, બરાબર, મળશે, પીવાના, પાણીની, ખેંચ, રહે, લોકોના, કાન, હૈયા, કદાચ, જો, લોકોએ, પાનું, નિભાવી, લેવાનું, નક્કી, કરી, લીધું, એટલે, કચવાતા, મને, એક્ઝીક્યૂટિવ, એન્જીનિયરની, માની, લીધી, બસ, બાકી, માનતા, નહોતા, ઘણા, કહેતા, ટીંબો, જાણીને, બહુ, ખિજાયા, ટીંબા, પરની, નાની, ઝૂંપડી, વરસોનું, નિવાસસ્થાન, એના, ધજા, ફરકતી, એને, પવિત્ર, સ્થાનક, માનીને, આદર, આપતા, ધજાવાળી, કુટિર, ડૂબમાં, કેટલાયે, મહિનાઓથી, સાંભળતાં, ભૃકુટિ, ખેંચાઈને, સીધી, રેખા, દેતી, સફેદ, દાઢીમાંથી, ઘુંટાયેલો, ક્રોધ, બહાર, ધસતો, અંતે, પરાણે, જવું, એમના, ક્રોધે, માઝા, દીધી, તૂટી, પડશે, મોરબીનું, નખ્ખોદ, વળશે, ૦૦, દસ, બાર, વર્ષનાં, વહાણાં, વાઈ, ગયાં, કટોકટી, ઇન્દિરા, ગાંધીને, કારમા, પરાજયનું, મોં, જોવું, મોરારજી, જનતા, પાર્ટીના, નેતા, તરીકે, દેશના, બિનકોંગ્રેસી, વડા, બન્યા, ચરણ, સિંહે, ખુરશી, ઉથલાવી, પાડી, ગુજરાતમાં, પટેલે, નવી, મોરબીના, મેઇન, બજારમાં, ઘરમાં, બેઠા, છાપાનાં, પાનાં, ઉથલાવતા, વિચારતા, ૧૯૭૮નું, દુકાળનું, બંધનાં, નાકાં, ખોલવાં, પડે, એટલું, નહોતું, વખતે, વરસાદ, ૧૯૭૭માં, વાવાઝોડું, આવ્યું, દીવાલમા, તિરાડો, પડી, સરકારે, રિપેર, કરાવીને, ખાતરી, ડેમ, સંપૂર્ણ, સુરક્ષિત, દેસાઇને, લાગતુ, બને, ધારાસભ્ય, ગોકળદાસ, પરમારે, મોટો, ભાગ, ભજવ્યો, મુખ્ય, પ્રામાણિક, દેસાઈના, કાને, વાતો, ડેમનું, જેને, સોંપાયું, મણીભાઈ, ઍન્ડ, બ્રધર્સ, કૌટુંબિક, નાતો, મેયરે, છાપું, બાજુએ, દીધું, જુલાઈ, કોરોધાકોર, વીત્યો, ઑગસ્ટ, થયો, દુકાળની, ભાળ, મેળવવા, દિલ્હી, સરકારને, ચિંતા, થઈ, અમદાવાદના, વિમાનઘરે, જાડા, કાળા, કાચનાં, ચશ્માં, પહેરીને, કદના, અધિકારી, પહોંચ્યા, એચ, ખેતીવાડી, સચિવ, કદકાઠી, આઈ, એસ, અધિકારીની, ધાક, જબ્બર, પૂછો, જવાના, જૂનું, ડાકોટા, જોતું, જાણતા, ખેડૂતો, સામાન્ય, જન, નેજવાં, આભ, સામે, મીટ, માંડે, ક્યારે, મેઘરાજાની, મહેરબાની, ઉમટે, નીચે, વગર, ચાલ્યાં, જાય, આયોડાઇડ, ફ્લેર, લઈને, પહોંચવાના, વાદળાંને, દોહી, લેવાં, ઉતારીને, એકાદ, કલાકમાં, આયોડાઇડનો, છંટકાવ, નીકલી, આખા, દિવસના, છંટાકાવ, વાદળાંએ, મચક, નહોતી, પાછું, ફરે, લે, અમદાવાદ, તરફ, રવાના, થાકેલા, માણસોએ, ચડતું, જોયું, મહેનતની, અસર, દેખાય, વિમાનની, બારીએ, મોસમના, વરસાદનાં, ટીપાં, અથડાય, બીજી, ક્ષણે, એમ, લાગ્યું, ફાટ્યું, વર્ષો, ખાને, પોતાનો, અનુભવ, વર્ણવતાં, કહ્યું, અમે, ઓચિંતા, તોફાનમાં, સપડાઈ, ૧૯૭૯નું, ચોમાસું, ઘડીનીયે, વિના, આવતાંની, ઝમાઝમ, મચી, ક્રમશઃ,
Text of the page (most frequently used words):
અને (89), હતા (61), હતું (50), હતી (47), પાણી (43), ગયા (35), હતો (31), માટે (30), એમને (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), એમણે (28), ઓગસ્ટ (27), પછી (27), જુલાઇ (26), સપ્ટેમ્બર (26), માર્ચ (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), સાથે (24), એમની (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), 2013 (21), બંધ (21), હતાં (19), કામ (19), 2022 (18), 2011 (16), લોકો (16), સુધી (16), ત્યાં (16), ગયું (16), સામે (15), મચ્છુ (15), મુખ્ય (15), આવી (15), કરી (15), 2014 (14), તરફ (14), 2025 (13), ત્યારે (13), મોરબી (13), જાય (12), કહ્યું (12), નહોતું (12), લોકોને (12), એટલે (12), નથી (12), બીજા (12), disaster (11), નહીં (11), હોય (11), નાકાં (11), નહોતો (11), કોઈ (11), પરંતુ (11), ઇજનેર (11), બધા (11), થાય (10), વરસાદ (10), બંધની (10), બહુ (10), પાસે (10), આવ્યા (10), morbi (9), કરીને (9), કરવા (9), નહોતી (9), ડેમ (9), એમનું (9), બહાર (9), માત્ર (9), કઈં (9), ડૅમ (9), નજર (9), ગયો (9), કરતાં (9), શરૂ (8), dipak (8), martyrs (8), freedom (8), struggle (8), સંદેશ (8), પડ્યું (8), પહોંચ્યા (8), તરત (8), એના (8), એમના (8), કરે (8), વાગ્યે (8), ફુટ (8), મોરબીની (8), indian (7), tom (7), નીચે (7), પોતાની (7), આજે (7), લાગ્યું (7), શું (7), પ્રધાન (7), મોરબીના (7), આવ્યું (7), પાણીની (7), વધારે (7), શકે (7), ઉત્પલ (7), ફરી (7), નીકળી (7), હજી (7), કેશુભાઈ (7), પહેલાં (7), કંટ્રોલ (7), બની (7), dholakia (6), the (6), ખાન (6), આખા (6), આપી (6), જોયું (6), બીજી (6), અમે (6), એવી (6), વાત (6), ગયાં (6), ઘરમાં (6), હશે (6), એમાં (6), રહી (6), નહોતા (6), જવાબદારી (6), ટૉમ (6), આવે (6), મહેતા (6), ટ્રક (6), દીવાલ (6), તેના (6), નાયબ (6), રહ્યા (6), પહોંચી (6), જવા (6), ત્રણ (6), કલેક્ટર (6), દિવસ (6), સવારે (6), લક્ષ્મણ (6), દરવાજા (6), કરો (5), મારી (5), બારી (5), શોધો (5), email (5), utpal (5), રાજકોટ (5), પહેલા (5), ગુજરાતના (5), બાંધકામ (5), એને (5), બરાબર (5), પહોંચ્યો (5), અહીં (5), જોવા (5), થયા (5), તેમાં (5), સાંજે (5), કર્યો (5), તેઓ (5), રિપોર્ટ (5), સ્થિતિ (5), તેની (5), કરતા (5), રૂમમાં (5), હાલત (5), બેનરજીએ (5), ધ્યાન (5), ભારે (5), કેમ (5), રહેતા (5), થોડી (5), ખોલી (5), સરકારી (5), ઘરે (5), અંદર (5), પડ્યાં (5), તારીખે (5), રાહત (5), જાણ (5), બેનરજી (5), like (4), this (4), other (4), blocked (4), નવી (4), spam (4), uncategorized (4), address (4), adventurous (4), subhashbabu (4), જોયા (4), વિમાન (4), વર્ષો (4), ખાને (4), થયો (4), ખેતીવાડી (4), સચિવ (4), બાબુભાઈ (4), બનાવી (4), એટલું (4), પડી (4), વિશે (4), ગોકળદાસ (4), દીધું (4), ઘણા (4), ડૂબી (4), જશે (4), દીધી (4), તૂટી (4), પડશે (4), નક્કી (4), સલામત (4), જઈને (4), આખો (4), કૉલેજના (4), કર્યા (4), જરૂર (4), કારણ (4), લેખકો (4), સાંડેસરા (4), વૂટન (4), આગળ (4), મહેતાએ (4), હવે (4), પાણીને (4), માહિતી (4), એવો (4), મળી (4), મહેનત (4), રાજકોટમાં (4), શક્યા (4), કલાક (4), શકાય (4), ભરાઈ (4), રસ્તા (4), ચડી (4), પાછા (4), છોડીને (4), રસ્તો (4), જતી (4), હાથ (4), સમાચાર (4), સૌરાષ્ટ્રમાં (4), વગેરે (4), કનુભાઈ (4), બાજુ (4), જોધપર (4), ખોલવાના (4), પોતાના (4), નહોતાં (4), જતું (4), લાગી (4), જનરેટર (4), લાગ્યાં (4), હાથમાં (4), સૌથી (4), હોત (4), એમનાં (4), ચોવીસ (4), વિરોધ (4), પ્રધાને (4), બપોરે (4), ધીમે (4), મોજું (4), wordpress (3), com (3), join (3), 180 (3), subscribers (3), blog (3), ટિપ્પણીઓ (3), morvi (3), tags (3), categories (3), posted (3), author (3), loading (3), રાહ (3), વાદળાં (3), ખાનને (3), ઊંચે (3), ઓચિંતા (3), મધ્યમ (3), દેસાઈ (3), તરીકે (3), બેઠા (3), વર્ષ (3), વખતે (3), બંધના (3), ધારાસભ્ય (3), પરમારે (3), મૂકી (3), બાપુ (3), રીતે (3), રહે (3), કાન (3), મને (3), બંધનું (3), થયાં (3), છતાં (3), ફરજ (3), એન્જીનિયરિંગ (3), વિશ્વાસ (3), આવા (3), ગુજરાત (3), પુસ્તકનો (3), પરિચય (3), one (3), had (3), tongue (3), speak (3), આરામ (3), માંડ (3), રાતના (3), બન્ને (3), ઉત્તર (3), બાજુની (3), જેટલો (3), નાખી (3), જોતા (3), જ્યાં (3), થઈને (3), પડ્યા (3), પુલ (3), હિંમત (3), ફોન (3), ખાલી (3), મોકલી (3), અધીક્ષક (3), કાર્યપાલક (3), આટલું (3), પટેલ (3), જવાનો (3), ખરાબ (3), કર્મચારીઓને (3), થોડા (3), કારણે (3), વિસ્તારો (3), નીચાણવાળા (3), ઑગસ્ટની (3), લક્ષ્મણે (3), ખોલવા (3), કરવામાં (3), દીધો (3), આખી (3), આવ્યો (3), ફ્યૂઝ (3), ચાલુ (3), સતત (3), જેટલું (3), લગભગ (3), ક્ષમતા (3), દિવસની (3), વીજળી (3), મળતાં (3), જલદી (3), વાયરલેસ (3), નાખવાં (3), મૅકેનિક (3), પાણીનો (3), પાર (3), સૌરાષ્ટ્રના (3), ઘરની (3), મળ્યું (3), જતા (3), તેમ (3), ચાલતા (3), મોરબીમાં (3), દસમી (3), વરસાદે (3), વળી (3), એની (3), સમય (3), એવાં (3), હજાર (3), છું (3), ભુલાવી (3), આપણી (3), દુર્ઘટના (3), કોણ (3), હોનારત (3), માગણી (3), માટી (3), નજરે (3), આપ્યો (3), હું (3), ૧૨મી (3), બનીને (3), માંકડે (3), એવા (3), વજેપર (3), મંદિરમાં (3), ફુટનું (3), વચ્ચે (3), જમણી (3), કોંક્રીટના (3), site (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), 110 (2), 475 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), સંગ્રહ (2), india (2), and (2), enter (2), your (2), ક્રમશઃ (2), સામાન્ય (2), સિલ્વર (2), એકાદ (2), મચક (2), પાછું (2), માણસોએ (2), ચડતું (2), દેખાય (2), વરસાદનાં (2), ટીપાં (2), પોતાનો (2), અનુભવ (2), વર્ણવતાં (2), તોફાનમાં (2), મેળવવા (2), સરકારને (2), અધિકારીની (2), જબ્બર (2), જનતા (2), નેતા (2), દેશના (2), સરકાર (2), મેયર (2), મેઇન (2), બંધનાં (2), પડે (2), સરકારે (2), રિપેર (2), સંપૂર્ણ (2), બને (2), બાકી (2), ટીંબાવાળા (2), જોગ (2), નાની (2), આપતા (2), કેટલાયે (2), જવું (2), વસોયાએ (2), સિંચાઈ (2), લોકોના (2), કદાચ (2), પાનું (2), માની (2), લીધી (2), વસોયા (2), કેટલું (2), તેનો (2), ખરો (2), અંદાજ (2), જવાની (2), અઢી (2), ચાલે (2), માટીની (2), માથું (2), આપણે (2), લખધીરજી (2), સંપર્ક (2), રાખવાનું (2), લોકોનાં (2), ઝીણી (2), આવતા (2), જવાનું (2), આના (2), લાગ્યો (2), લોકોની (2), ખ્યાલ (2), dam (2), થોડો (2), ડ્રાઇવર (2), સાડાનવે (2), અડધા (2), દૂર (2), ગાબડું (2), ઉપાય (2), દાયકાઓ (2), સંતોષ (2), ટેલીફોન (2), ઉચ્ચ (2), પરના (2), કર્મચારીઓ (2), પરથી (2), આંખો (2), ફાટી (2), વળ્યું (2), થયું (2), પાણીમાં (2), જોતજોતામાં (2), સનાળા (2), કલ્પના (2), સાતેક (2), ઇજનેરને (2), કેશુભાઈએ (2), છોડ્યા (2), રહ્યો (2), સપડાયેલા (2), નીકળ્યા (2), કલાકથી (2), ફસાઈ (2), ડેમની (2), પોતે (2), વખત (2), મળ્યો (2), પાણીએ (2), હાહાકાર (2), મચાવ્યો (2), ખસેડવાનું (2), ચહેરા (2), સમયે (2), બોલાવી (2), લીધા (2), સ્થળે (2), વચ્ચેથી (2), નવાગંતુક (2), વરસાદને (2), સંકટ (2), તૈયારીમાં (2), યાદ (2), જળબંબાકાર (2), જગ્યાએ (2), દક્ષિણ (2), જાન (2), લીલાપર (2), તૈયાર (2), ૧૧મી (2), ગામમાં (2), ખુલતાં (2), શાફ્ટ (2), ખોલવાની (2), કોશિશ (2), ઘણું (2), મૅયર (2), રતિલાલ (2), રાત (2), સલાહ (2), ઉલ્ટું (2), તેને (2), રાતે (2), આપતાં (2), ઇલેક્ટ્રીશિયન (2), હાથે (2), પંદર (2), ઊડી (2), જેવી (2), દરમિયાન (2), સપાટી (2), ઊછળતા (2), ઓછું (2), એકીસાથે (2), સાથીઓ (2), ખોરવાઈ (2), સફાળા (2), ગેટ (2), છેવટે (2), પૂરા (2), ખૂલી (2), હતોઃ (2), વારમાં (2), કાપીને (2), અમુક (2), બદલે (2), લક્ષ્મણભાઈ (2), અંધારામાં (2), જળાશય (2), કયાસ (2), ઊંચી (2), પસાર (2), કૉલોની (2), વટાવીને (2), દીવાલો (2), છાંટા (2), ભરાયાં (2), પત્ની (2), જોતાં (2), આવેલા (2), સુમારે (2), વહેલા (2), ચાર (2), ખતીજાબેન (2), ઘરબાર (2), ટાઇગર (2), દિવસથી (2), આનંદ (2), મંદિર (2), પ્રતાપભાઈ (2), પડ્યો (2), અડરોજા (2), વીસ (2), દિવસમાં (2), સાથીઓને (2), છેલ્લા (2), ખાતા (2), કલાકનો (2), રાખી (2), જોખમ (2), ખાસ (2), ઘરો (2), ધસી (2), ઘરોની (2), વહેવા (2), મોટા (2), વહી (2), ખેતરો (2), દિવસે (2), નામ (2), સાત (2), સમજી (2), ભાઈ (2), કરૂં (2), હોનારતની (2), સમાપ્ત (2), ઇતિહાસની (2), ઘટનાને (2), એમનો (2), આપણા (2), વાર (2), ભૂલી (2), ભવિષ્યમાં (2), રજુ (2), પરિકલ્પના (2), મેન્ટેનન્સમાં (2), ખામી (2), પૂર (2), અધિકારીઓએ (2), કરેલી (2), કાર્યવાહી (2), જવાબદાર (2), જવાબ (2), એવું (2), આપવો (2), તપાસ (2), ન્યાયિક (2), આંક (2), ઓગસ્ટે (2), દુકાન (2), સિવાય (2), કરવાનો (2), વિચાર (2), લીધો (2), બંધાવી (2), અંધારપટ (2), સોંપી (2), બાબુભાઈએ (2), જાઓ (2), ઓફિસમાં (2), મોરબીને (2), પડતાં (2), પોલીસ (2), મળ્યા (2), કમાન્ડન્ટ (2), હોમગાર્ડ (2), મોતના (2), ચારે (2), બચી (2), બચ્યું (2), સીડી (2), બધું (2), મકાનોના (2), મહાસાગરની (2), ભરખી (2), બાજુથી (2), સમજાઈ (2), design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, મહિનો, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, 2026, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, જોડાઈ, જાવ, subscribe, receive, notifications, new, posts, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, મેળવો, ૧૯૭૯નું, ચોમાસું, ઘડીનીયે, વિના, આવતાંની, ઝમાઝમ, મચી, જાણતા, ખેડૂતો, નેજવાં, મીટ, માંડે, ક્યારે, મેઘરાજાની, મહેરબાની, ઉમટે, વગર, ચાલ્યાં, આયોડાઇડ, ફ્લેર, લઈને, પહોંચવાના, વાદળાંને, દોહી, લેવાં, ઉતારીને, કલાકમાં, આયોડાઇડનો, છંટકાવ, નીકલી, દિવસના, છંટાકાવ, વાદળાંએ, ફરે, અમદાવાદ, રવાના, થાકેલા, મહેનતની, અસર, વિમાનની, બારીએ, મોસમના, અથડાય, ક્ષણે, ફાટ્યું, સપડાઈ, જુલાઈ, કોરોધાકોર, વીત્યો, ઑગસ્ટ, દુકાળની, ભાળ, દિલ્હી, ચિંતા, અમદાવાદના, વિમાનઘરે, જાડા, કાળા, કાચનાં, ચશ્માં, પહેરીને, કદના, અધિકારી, કદકાઠી, ધાક, પૂછો, જવાના, જૂનું, ડાકોટા, જોતું, બાર, વર્ષનાં, વહાણાં, વાઈ, કટોકટી, ઇન્દિરા, ગાંધીને, કારમા, પરાજયનું, મોં, જોવું, મોરારજી, પાર્ટીના, બિનકોંગ્રેસી, વડા, બન્યા, ચરણ, સિંહે, ખુરશી, ઉથલાવી, પાડી, ગુજરાતમાં, પટેલે, બજારમાં, છાપાનાં, પાનાં, ઉથલાવતા, વિચારતા, ૧૯૭૮નું, દુકાળનું, ખોલવાં, ૧૯૭૭માં, વાવાઝોડું, દીવાલમા, તિરાડો, કરાવીને, ખાતરી, સુરક્ષિત, દેસાઇને, લાગતુ, મોટો, ભાગ, ભજવ્યો, પ્રામાણિક, દેસાઈના, કાને, વાતો, ડેમનું, જેને, સોંપાયું, મણીભાઈ, ઍન્ડ, બ્રધર્સ, કૌટુંબિક, નાતો, મેયરે, છાપું, બાજુએ, માનતા, કહેતા, ટીંબો, જાણીને, ખિજાયા, ટીંબા, પરની, ઝૂંપડી, વરસોનું, નિવાસસ્થાન, ધજા, ફરકતી, પવિત્ર, સ્થાનક, માનીને, આદર, ધજાવાળી, કુટિર, ડૂબમાં, મહિનાઓથી, સાંભળતાં, ભૃકુટિ, ખેંચાઈને, સીધી, રેખા, દેતી, સફેદ, દાઢીમાંથી, ઘુંટાયેલો, ક્રોધ, ધસતો, અંતે, પરાણે, ક્રોધે, માઝા, મોરબીનું, નખ્ખોદ, વળશે, સમજાવ્યું, મળશે, પીવાના, ખેંચ, હૈયા, લોકોએ, નિભાવી, લેવાનું, લીધું, કચવાતા, એક્ઝીક્યૂટિવ, એન્જીનિયરની, જાણે, થયે, હોવા, વધારેમાં, ગામોની, જમીન, વાટાઘાટ, જગ્યા, છોડવા, સમજાવ્યા, બદલામાં, વળતરનાં, વચનો, આપ્યાં, સ્થિતિમાં, સોંપાઈ, સ્વીકાર, બજાવવાની, ૧૯૬૭થી, ટ્રૅક્ટરો, બુલડોઝરોની, ગરગરાટીઓથી, વિસ્તાર, ધ્રૂજે, માઇલના, પટ્ટાને, સમતળ, બનાવવાનું, પૂરજોશમાં, ૧૯૬૮ની, શરૂઆતમાં, દીવાલોએ, માંડ્યું, કથાના, રૂપમાં, શરૂઆત, સીધા, વસોયાને, વિદ્યાર્થીઓના, જૂથ, મળીએ, છીએ, દેખરેખ, હેઠળ, જૂથો, ગર્વભેર, વિગતો, સમજાવે, અપાવવાનું, જાતે, લોકસંપર્કો, વિદ્યાર્થીઓ, પ્રભાવિત, આંખોનાં, સપનાંમાં, મહાકાય, તરતા, કોઈને, આવવાનું, ખુલ્લું, આમંત્રણ, આપેલું, પારિણામે, લોકોમાં, બંધાવા, સલામતીનો, પૂરો, રાખ્યો, વધ્યા, ટનબંધ, માટીમાંથી, માઇલ, દીવાલના, છેડેથી, પશ્ચિમ, લંબાઈ, માટીથી, લથપથ, મેદાન, પશ્ચિમી, હોવી, જોઈતી, વિશાળ, નદીએ, લક્ષ્મણરેખાને, તોડી, ચૂક્યો, રોકવાનો, જોધપરના, અવાજમાં, તિરસ્કાર, કહે, તૂટ્યા, જોઈને, બેભાન, ઢળી, બંધમાંથી, સાડાચારે, ડ્રાઇવરે, હંકારવાની, વાંકાનેર, પહોંચીને, કલાકો, જૂની, ગાંડીતૂર, મહેતાને, બેસવા, ચાલી, લાઇનો, ખોરવાયેલી, અધિકારીઓનો, સાધી, છોડ્યાને, શકતી, જાણી, હતાશાથી, ઊતરે, વરસતા, વરસાદમાં, ઇજનેરે, ઓચિંતું, કુતૂહલ, જોઈ, પગની, ઘૂંટી, ઘૂંટણ, કમરે, ધુણાવતા, પાણીમાંથી, ઊંચાણમાં, કદી, થવા, બેઠું, ફર્યા, પ્રશ્ન, અઠવાડિયાંઓ, મહિનાઓ, પુછાતો, સાડાપાંચ, વાહનમાં, સનાળામાં, જવાય, પાટે, ચડ્યું, તજવીજમાં, એવામાં, ગેસ્ટ, હાઉસમાં, ત્યાંથી, કલેક્ટરને, સલામતીની, કલેક્ટરની, રસ્તાઓ, વળ્યાં, સલામતીભર્યું, માન્યા, વાહન, મોટું, વાંધો, કામમાં, પરોવ્યું, ડિસ્ટ્રિક્ટ, મૅજિસ્ટ્રેટનો, પૂરનાં, બેનરજીના, સંતોષની, આભા, પ્રગટી, વણસતી, રજાઓ, કામની, મેળવ્યા, ખેતીવાડીપ્રધાન, ઊભા, થયેલા, વહીવટીતંત્ર, તેનું, નિરીક્ષણ, ગાંધીનગરથી, ખસેડવાના, અમદાવાદથી, હેલીકૉપ્ટર, મેળવી, લીધાં, ગામો, ઊભું, થવાના, કલેક્ટરે, લશ્કરનાં, મથકોને, નૌકાઓ, આપવા, વિનંતિઓ, લીલાપરના, લખધીરનગર, ખસી, ખતીજાબેને, સવારના, કામમાંથી, પરવારીને, ઊંચાણવાળા, બજાર, પેટનું, હલ્યું, શહેરના, ભાગમાં, હરિજનવાસથી, માંડીને, કબીર, ટીંબાના, જોખમમાં, વજેપરમાં, નાસભાગ, રોડ, ઉતાવળા, ભીડ, વિસ્તારોમાં, કુબાવતનું, કુટુંબ, ખતીજાબેનના, કુટુંબની, સ્ત્રીઓ, સુદ્ધાંએ, દેવાનું, કર્યું, ભયની, શંકા, વાગ્યાની, આસપાસ, ડેમનો, લાવી, ડેમનાં, મદદ, જોઇએ, જુવાનિયાઓ, ટ્રકમાં, ફેરવવાની, મથામણ, ગરજતો, ક્રોધિત, મહેરામણ, પગોને, પલાળતો, કલાકેકની, પીઠ, અફળાવા, પડતું, મૂક્યું, નિવેદનમાં, કેબલ, સાંકળ, બીક, પડતી, દોષ, તૂટવાની, શક્યતાની, ચેતવણી, ડિસ્ટ્ર્રિક્ટ, મૅજિસ્ટ્રેટ, મધરાતે, છોડવું, ત્યાંના, ખસેડવા, સબડિસ્ટ્રિક્ટ, મૅજિસ્ટ્રેટની, કામદારો, નિષ્ફળ, પ્રયાસો, સાક્ષી, બન્નેએ, છોડવાનું, પ્રમાણ, ઘટાડવા, શક્ય, પાણીનું, દબાણ, મથે, દીવાલથી, કહેવું, જોઈતું, અત્યારે, પ્રવાહ, બંધને, નુકસાન, ૧ની, કેદમાંથી, છૂટેલા, મહાસાગરના, ફુત્કાર, કામદારોના, સાથ, જનરેટરનો, પાવર, પહોંચતો, ગરનાળાના, લપસણા, માથા, ચડ્યો, રેલિંગ, પકડીને, એણે, ઇલેક્ટ્રિક, મોટરોની, હાર, સત્તર, નંબરનાં, નાકાંની, મોટરોનાં, ઢાંકણ, ખોલીને, તપાસ્યા, સર્કિટ, ઉપરાંત, સત્તરમા, નાકાની, વીજચુંબકીય, બ્રેક, કલાકની, નાકાંને, ઊતરી, માપતા, પાકો, શક્તો, વધતી, ૦૦૦, ક્યૂસેક, સ્થાપિત, થોડું, માનો, થતો, વધતું, સુસ્તી, માથે, ચોંક્યા, કામે, દોડ્યા, આવતાં, રૂમના, કન્સોલ, બટનો, દબાવવા, માંડ્યાં, ખૂલવા, મૅકેનિકે, ધસે, બબ્બે, ખોલ્યાં, અઢારમાંથી, સોળ, પંદરમું, સત્તરમું, થીઓ, સર્વંસર્વા, ટેલીગ્રાફ, ઑપરેટર, ગરનાળા, હાંફળોફાંફળો, મહેતાનો, ૧માંથી, છોડાવાનું, ધસમસતાં, ત્રીસ, માઇલનું, અંતર, આવવાનાં, સાહેબનો, હુકમ, ફ્લડ, ઈંચ, ખોલેલાં, મોહને, ચૂંચી, કાઢવાનો, પ્રયાસ, સપાટીથી, સુપરવાઇઝાર, સૂનો, વારે, કાર, પરમાર, ગાંધીનગરમાં, તંત્ર, લડીને, ફરતા, વર્ગની, શક્તિ, પ્લૉટમાં, પાણીથી, ઊભરાતા, રસ્તાઓને, ટાળીને, કેમે, પરમારની, કારને, કૉલેજ, કઈંક, ચોખ્ખો, બફેલો, બ્રિજ, શહેરમાં, નદી, બથ્થંબથ્થા, કરતી, કાંસાના, આખલાઓ, પહોંચતા, મણીમંદિરના, ચોગાનમાં, તાજ, મહેલની, લાલ, કાંપ, એકઠો, મોડું, ઊચક, વાટ, પાસેની, ગલીઓમાં, જોવામાં, ગાળ્યો, ભગવાનની, પૂજા, જમ્યા, સૂવા, વણથંભ, વરસતો, પ્રિય, પહોંચતાં, એનું, જુદું, રૂપ, કામવાળી, ચણિયા, પોલકામાં, ધ્રૂજતી, જોતી, તરવરતો, બોલી, નાગ, ઘુસી, કામવાળીને, શુક્લસાહેબ, નદીની, પેલે, રાજમહેલની, કાચની, બારીઓ, જોરથી, અફળાયાં, દરવાજાની, વર્ષોથી, શાંત, રહેલા, બાગમાં, ઝરમર, એકલો, શાંતિનો, ભંગ, કરતો, આર્ટ્સ, પ્રિન્સિપાલ, શુક્લ, સાડાઆઠના, રાજમહેલ, પાસેથી, ઉંમર, પચાસેકની, કદકાઠીને, શોભે, ટટ્ટાર, પ્રોફેસરે, જમવા, નોતર્યા, પાર્ટી, પુખ્ત, વયનાં, સંતાનો, સાતમ, આઠમના, તહેવારો, એકઠાં, માળિયામાં, સૂરજ, ઢળતાં, મિયાણાઓએ, રમઝાનના, રોઝા, વાલેરાના, ઇફતાર, નિરાંતે, રાજાનો, જમાનો, વાલેરા, પરિવારના, ગવૈયાઓ, દરબારમાં, મલ્હાર, ગાતા, તારીખની, જરા, પોરો, ખાધો, ઝીણા, મચ્છરિયા, મૂશળધાર, ઉધમ, માળિયાના, જીવનમાં, શાંતિ, બીજે, ભાગવું, રહેવું, લીલાપરવાળા, ભગવાનજી, પટેલનો, ક્વાર્ટરમાં, કુબાવતનો, શ્રાવણ, બોળચોથના, આગલા, વણસ્યો, બૈરાં, છોકરાં, થવાનો, માણતાં, શણગારીને, ટોળાં, વધતાં, પહોંચવાની, મોટેરાંઓ, કપડાં, સાચવીને, બાળકોને, વહેતું, મોજનો, પૂર્વે, અડરોજાનો, ભૂત, પાનભંડાર, દુકાનોનાં, શટરો, મેઘાડંબર, જામ્યો, દુકાનદારો, ઘરભેગા, જળાશયમાં, સમાઈ, રહેતું, દરરોજ, ઈંચથી, રૂમમાંથી, વીજળીક, સાધનોથી, હાથથી, ફેરવીને, મહિનાથી, સાદું, જરૂરી, નાકાંના, આપે, કાળજી, લેવાની, નાખવાના, મુશ્કેલી, તરફથી, મળતી, મર્યાદિત, નદીના, પટમાં, માપવાના, ગેજ, મળવામાં, જતો, સૂઝથી, જળાશયના, કાઢીને, નાખવા, જળાશયની, જેથી, ઓચિંતાં, ખર્ચની, લાભની, ગણતરી, જળાશયને, પૂરી, ભરેલું, એંધાણ, મોહનનો, રાબેતા, મુજબ, કરવાપણું, ઘણાં, કાચાં, અરબી, સમુદ્રમાં, મોજાં, ઊછળ્યાં, કેટલાંયે, બંદરો, કરવાં, વીજળીના, થાંભલા, લાઈનો, શહેરોના, સંડાસોમાં, રસ્તાની, ગટરોનાં, પહોંચવા, કામધંધા, સંકટના, સામના, હોમગાર્ડને, રાહતકામે, લગાડી, દીધા, કેટલીયે, નદીઓ, કાંઠો, જળાશયો, બંધો, છલકાવા, ભાદર, ડૅમનું, ઊભરાવા, એનાં, વધારાના, દેવા, ઑગસ્ટના, ગઈગુજરી, ચોથી, બારે, મેઘ, ખાંગા, આસપાસનાં, સરોવર, શ્રાવણના, આઠમા, મેઘરાજા, ખમૈયાં, કરવાનું, લેતા, ભણી, જવાને, સૌરાષ્ટ્ર, ગોળ, ચકરડી, ઘૂમતાં, રહ્યાં, ૧૯૭૯નો, દુકાળ, ૪૦૦, પાનાના, પુસ્તકને, શબ્દોમાં, મૂકવાનો, પ્રયત્ન, કરવો, સાહસ, સાહસમાં, મારે, કઠોર, પસંદગી, કરવાની, મેં, આપ્યું, છોડ્યું, શકશે, ટૉમની, ક્ષમા, યાચના, પુસ્તક, મૂળમાં, વાંચવાની, સૌને, ભલામણ, વ્યથાકથા, કહેવા, કથા, ખબર, જાતનો, દેવાના, પ્રયત્નો, નામના, જુવાનિયાઓએ, અવાજ, ઉઠાવ્યો, મારો, નબળો, વિલંબે, પ્રગટેલો, સ્વર, ભળે, નોકરશાહીના, માર્ગે, દેવાઈ, સામુહિક, માનસમાંથી, લોકશાહી, નાગરિક, મહત્વના, પ્રશ્નો, પૂછતા, રહેવાની, ચૂક્યા, ભૂલ, કરવી, ટેવ, અથવા, જેઓ, ઇતિહાસને, ભૂલો, કરવાના, યાતનાની, ગાથા, મહત્વનો, સવાલ, ઇતિહાસનું, અગત્યનું, ગણાય, ૧૯૮૦ની, ૩૧મી, માર્ચે, એડવોકેટ, જનરલે, ૧૮૧, પાનાનો, ડિઝાઇન, કુદરતી, કારણોસર, સર્જાઈ, જેટલા, પૂરની, બમણું, ત્રણગણું, જાવક, માટેનું, ગરનાળું, વર્ષમાં, ચેતવવા, પૂરતી, દુર્ઘટનાને, રાજકારણીઓ, નોકરશાહો, મળીને, ગળી, મળવાના, રિપોર્ટો, સરકારના, ભેદી, ભંડકિયામાં, કેદ, નોકરશાહીને, આમાં, સાથી, ફસાશે, પંચે, આપેલી, સમયમર્યાદામાં, અધૂરી, આપવી, અનેક, નોકરશાહીએ, અખત્યાર, આશા, આનાં, પરિણામ, આવશે, ન્યાયમૂર્તિ, મહેતાના, પંચને, બાબત, સોંપાઇ, નિર્માણ, ડિઝાઇનઅને, કોઇ, અટકાવવા, યોગ્ય, રાજ્યના, પક્ષ, કોંગ્રેસના, માધવસિંહ, સોલંકીએ, ઘટનાની, તપાસની, પક્ષના, સભ્યોએ, આનો, સ્વીકારી, પત્રકારોને, હાઈ, કોર્ટના, ન્યાયાધીશને, પંચના, અધ્યક્ષ, જજનું, સૂચવવા, વિનંતિ, મરણનો, આંકડો, વિવાદનો, વિષય, રાહે, જાહેર, હજારનાં, મોત, આંકડા, મ્યુનિસપાલિટીના, રેકોર્ડમાં, ૧૮૨૯નો, નોંધાયો, અહેવાલ, નોંધાયા, વિધાનસભામાં, ઓછામાં, ઓછા, વિનાશને, ભૂલીને, જીવન, આવવા, માગતું, ૧૫મી, પાનની, પાનનો, ધંધો, બીજાઓએ, દુકાનદારે, બધો, સામાન, પ્રતાપભાઈને, ૧૬મી, પાનના, શોખીનોની, લાઈન, કાર્યકરો, લશ્કરી, શહેરીઓ, લાઈનમાં, ગ્રાહક, સૌનું, ભોજન, સીનિયર, કાર્યવાહીનો, માગ્યો, જિલ્લાને, લખવું, કહ્યુ, બેસી, જૂઓ, જિલ્લાઓમાં, આદેશ, જેટલી, લાઇટો, તેમાંથી, મોકલાવે, આખું, ભલે, આવતી, કાલે, પાંચ, ટકા, પ્રકાશ, હોવો, જોઈએ, ઝગમગી, ઉઠ્યું, છાવણીમાં, બનાવેલી, મીટિંગ, ખૂણામાં, રાખેલા, નાના, ટેબલ, ગોઠવાઈ, માગે, આંગળી, ચીંધીને, કહી, અહીંનો, ઇન્ચાર્જ, વોલંટીઅર, પોતાનું, ઓફિસ, કૅમ્પમાં, શરણાર્થીઓ, સ્વયંસેવકો, સ્થિતિનો, કાઢવા, રોજ, મીણબત્તી, ફાનસોના, પ્રકાશમાં, ભેગા, ચર્ચા, દિવસનો, કાર્યક્રમ, સૂઈ, ફાઈલોના, અંબારમાં, નાખે, સૂવામાં, ઊઠવામાં, રાજ્યમાં, હોનારતના, વાયુવેગે, ફેલાઈ, ધર્માદા, સંસ્થાઓએ, સમજીને, સામગ્રી, ખાદ્ય, પૅકેટો, મોકલવાનું, પ્રધાનની, ઓફિસથી, થોડે, વિભાગના, પૂરરાહત, કામગીરીમાંથી, નવરાશ, ઓગસ્ટની, જમીને, સોફા, આડે, પડખે, દરવાજે, સચિવે, જણાવ્યું, કેશુભાઇ, મસલત, બનાવ્યા, મદદથી, ઈજનેરો, નિષ્ણાતોની, ટીમ, પ્રધાનને, રાજ્યની, સત્તાની, નાણાકીય, સહિતની, બધી, સત્તા, ગાંધીનગરને, કેશુભાઈને, જસભાઈ, પટેલને, વર્ષના, મુદતની, અધવચાળે, મોટી, માનવીય, પડકાર, ઊભી, સચિવને, અમદાવાદમાં, આકાશવાણી, કેન્દ્ર, રાજ્યને, રેડિયો, કારગત, સાધન, જેવો, મોડી, રાહતકામોની, વ્યવસ્થામાં, ૧૩મી, ઠેરઠેર, લાશો, રઝળતી, રોગચાળો, ફેલાય, શબોનો, નિકાલ, હોમગાર્ડ્ઝ, સંભાળ્યું, લાશોની, પગથી, ખેંચે, ચામડી, સેર, છૂટતી, લાશનો, સીધો, છૂટો, પડીને, ભાગનાં, શબોને, કેરોસીન, છાંટીને, જ્યાંથી, મળ્યાં, બાળી, પહોંચનારી, ટુકડીને, તાંડવનાં, કમકમાટી, છૂટી, પરિણામો, માંડવાની, ફુરસદ, રાજકોટથી, અધિકારીઓનું, હાલતમાં, લૂંટફાટ, ઝઘડાઓ, ગમે, ચોરો, બદમાશોને, ફાવવા, દેવાય, તમે, બોલતા, સજા, આપવાનું, કરીશ, જિલ્લા, હોમગાર્ડ્ઝના, ઊષાકાન્ત, દેસાઈને, ધરપત, દુકાનો, લૂંટતા, દુકાનોમાં, આવતું, કેટલાક, લાશોના, નાક, સોનાના, દાગીના, ઠોક્યા, નરક, આવીને, શરીરને, ખુરશીમાં, ફંગોળે, પટાવાળો, લાવે, કંટાળા, થાકથી, ભરેલી, જૂએ, ઉપાડીને, પહેલી, ચુસ્કી, કર્મચારી, કાગળ, સાહેબના, મૂકે, ચમકી, ઉઠે, થાકેલું, ધમધમ, લાગે, વહેલી, પરોડે, સાડાત્રણે, ગમબૂટ, રેઈનકોટમાં, સજ્જ, મગજમાં, મોરબીનો
Text of the page (random words):
જમવા નોતર્યા હતા પણ ઘરે જવા માટે પાર્ટી છોડીને વહેલા જ નીકળી આવ્યા હતા કારણ કે એમનાં ચાર પુખ્ત વયનાં સંતાનો સાતમ આઠમના તહેવારો માટે એકઠાં થયાં હતાં વરસાદ એમને પ્રિય હતો પણ ઘરે પહોંચતાં જ એનું જુદું રૂપ જોવા મળ્યું ઘરની કામવાળી ચણિયા પોલકામાં ધ્રૂજતી એમની રાહ જોતી હતી ચહેરા પર ભય તરવરતો હતો બોલી ઘરમાં નાગ ઘુસી આવ્યો છે કામવાળીને શુક્લસાહેબ ઘરમાં લઈ આવ્યા ૦ ૦ ૦ બહાર વરસાદને કારણે રસ્તો સૂનો હતો થોડી વારે એક કાર પસાર થઈ ધારાસભ્ય ગોકળદાસ પરમાર ગાંધીનગરમાં સરકારી તંત્ર સાથે લડીને ઘરે પાછા ફરતા હતા મધ્યમ વર્ગની કૉલોની શક્તિ પ્લૉટમાં એમનું ઘર હતું ડ્રાઇવર પાણીથી ઊભરાતા રસ્તાઓને ટાળીને કેમે કરીને મોરબી પહોંચ્યો હતો ગોકળદાસ પરમારની કારને એલ ઈ કૉલેજ પાસે કઈંક ચોખ્ખો રસ્તો મળતાં બફેલો બ્રિજ વટાવીને શહેરમાં આવ્યા એ વખતે નદી બંધની દીવાલો સાથે બથ્થંબથ્થા કરતી હતી એના છાંટા કાંસાના આખલાઓ સુધી પહોંચતા હતા પુલ પાર કરતાં મણીમંદિરના ચોગાનમાં પાણી ભરાયાં હતાં અને સૌરાષ્ટ્રના તાજ મહેલની લાલ દીવાલો પાસે કાંપ એકઠો થઈ ગયો હતો મોડું બહુ થઈ ગયું હતું અને ઘરે પત્ની ઊચક મને વાટ જોતાં હતાં તો પણ પરમારે ઘરની પાસેની ગલીઓમાં પાણીની સ્થિતિ જોવામાં થોડો વખત ગાળ્યો પછી ઘરે ગયા ભગવાનની પૂજા કરીને જમ્યા અને સૂવા ગયા બહાર વરસાદ વણથંભ વરસતો રહ્યો ૦ ૦ ૦ બંધ પર મૅકેનિક લક્ષ્મણભાઈ મોહને અંધારામાં જ જળાશય પર આંખો ચૂંચી કરીને પાણીનો કયાસ કાઢવાનો પ્રયાસ કર્યો હજી પાણી સૌથી ઊંચી સપાટીથી બે ફુટ નીચે હતું સામાન્ય દિવસ હોત તો સુપરવાઇઝાર પણ હોત પણ આજે લક્ષ્મણ અને એના સા થીઓ જ સર્વંસર્વા હતા રાતના આઠ થયા હશે ત્યારે વાયરલેસ ટેલીગ્રાફ ઑપરેટર ગરનાળા પર લક્ષ્મણ પાસે હાંફળોફાંફળો પહોંચ્યો એના હાથમાં નાયબ ઇજનેર એ સી મહેતાનો સંદેશ હતોઃ મચ્છુ ડૅમ ૧માંથી તરત જ પાણી છોડાવાનું હતું ધસમસતાં પાણી થોડી જ વારમાં ત્રીસ માઇલનું અંતર કાપીને મચ્છુ ડેમ ૨ સુધી પહોંચી આવવાનાં હતાં મહેતા સાહેબનો હુકમ હતો કે ફ્લડ ગેટ માત્ર અમુક ઈંચ ખોલેલાં હતાં તેને બદલે છ ફુટ સુધી ખોલી નાખવાં આખા દિવસની સુસ્તી પછી લક્ષ્મણ અને એના સાથીઓ માટે ભારે કામ આવી પડ્યું તોફાનમાં બંધ પર વીજળી ખોરવાઈ ગઈ હતી અને માથે વરસાદ સંદેશ મળતાં બધા સફાળા ચોંક્યા અને કામે લાગી ગયા બે જણ જલદી જલદી જનરેટર ચાલુ કરવા દોડ્યા વીજળી આવતાં લક્ષ્મણે કંટ્રોલ રૂમના કન્સોલ પર બટનો દબાવવા માંડ્યાં એક પછી એક ગેટ ખૂલવા લાગ્યાં મૅકેનિકે પાણી એકીસાથે બહાર ન ધસે તે માટે પહેલાં તો ત્રણ ત્રણ નાકાં માત્ર બબ્બે ફુટ સુધી જ ખોલ્યાં છેવટે અઢારમાંથી સોળ નાકાં તો પૂરા છ ફુટ ખૂલી ગયાં પણ પંદરમું અને સત્તરમું એમ બે નાકાં મચક આપતાં નહોતાં રાતે સાડાનવે મચ્છુ બંધ ૧ની કેદમાંથી છૂટેલા મહાસાગરના ફુત્કાર અહીં કામ કરતા કામદારોના કાન સુધી પહોંચ્યા અને હજી બે નાકાં સાથ આપતાં નહોતાં એમના સુધી જનરેટરનો પાવર કેમ નથી પહોંચતો તે જોવા માટે ઇલેક્ટ્રીશિયન ગરનાળાના લપસણા માથા પર ચડ્યો એક હાથે રેલિંગ પકડીને એણે બીજા હાથે નીચે ઇલેક્ટ્રિક મોટરોની હાર વચ્ચેથી પંદર અને સત્તર નંબરનાં નાકાંની મોટરોનાં ઢાંકણ ખોલીને ફ્યૂઝ તપાસ્યા બન્ને ફ્યૂઝ ઊડી ગયા હતા એને રિપેર તો કર્યા પણ જેવી સર્કિટ ચાલુ કરે તે સાથે જ ફ્યૂઝ ઊડી જાય તે ઉપરાંત સત્તરમા નાકાની તો વીજચુંબકીય બ્રેક પણ ખરાબ થઈ ગઈ હતી એકાદ કલાકની મહેનત પછી પણ કઈં ન વળ્યું એટલે બે નાકાંને છોડીને ઇલેક્ટ્રીશિયન ઊતરી આવ્યો આ દરમિયાન બીજા બે જણ પાણીની સપાટી માપતા હતા ઊછળતા પાણીને કારણે પાકો અંદાજ તો મળી નહોતો શક્તો પણ એમણે જોયું કે પાણીની સપાટી સતત વધતી જતી હતી હવે જેટલું પાણી જતું હતું તે લગભગ ૧ ૯૬ ૦૦૦ ક્યૂસેક કરતાં એટલે કે બંધની સ્થાપિત ક્ષમતા કરતાં થોડું ઓછું હતું એમ માનો કે આખો ડૅમ એકીસાથે ખાલી થતો હતો તો પણ પાણી વધતું જ જતું હતું ૦ ૦ ૦ સવારે આઠ વાગ્યે મોરબીના સબ ડિસ્ટ્ર્રિક્ટ મૅજિસ્ટ્રેટ ડેમ પર આવ્યા એમને નાયબ ઇજનેર મહેતાએ મધરાતે જ સંદેશ મોકલી દીધો હતો કે બહુ જ ઘણું પાણી છોડવું પડશે અને નીચાણવાળા વિસ્તારો ડૂબી જશે એટલે ત્યાંના લોકોને સલામત સ્થળે ખસેડવા પડશે સબડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની સાથે મૅયર રતિલાલ દેસાઈ પણ હતા નાયબ ઇજનેર મહેતા ડેમ પર જ હતા અને આખી રાત કામદારો નાકાં ખોલવાના નિષ્ફળ પ્રયાસો કરતા રહ્યા તેના સાક્ષી હતા બન્નેએ પાણી છોડવાનું પ્રમાણ ઘટાડવા એમને સલાહ આપી પણ મહેતાએ કહ્યું કે એ તો શક્ય જ નથી કારણ કે પાણીનું દબાણ એટલું છે કે બંધ તો થઈ જ નહીં શકે ઉલ્ટું તેઓ તો જે નાકાં ખુલતાં નથી તેને પણ ખોલવા મથે છે બંધનું પાણી દીવાલથી માત્ર છ ફુટ નીચે રહી ગયું હતું જો કે મહેતાએ એ પણ કહેવું જોઈતું હતું કે અત્યારે જેટલો પ્રવાહ છે તે પણ બંધને નુકસાન કરે એમ છે કદાચ એમને એવો ખ્યાલ પણ નહોતો આવ્યો ૧૧મી ઑગસ્ટની સવારે તો જોધપર ગામમાં ભયની કોઈ શંકા નહોતી નવ વાગ્યાની આસપાસ એક ટ્રક આવી અને ડેમનો સંદેશ લાવી ડેમનાં નાકાં ખુલતાં નથી અને કર્મચારીઓને ઘણા લોકોની મદદ જોઇએ છે જુવાનિયાઓ તરત તૈયાર થઈ ગયા અને ટ્રકમાં ચડી ગયા એમણે નાકાં ખોલવાના શાફ્ટ ફેરવવાની ભારે મથામણ કરી નીચે ગરજતો ક્રોધિત મહેરામણ એમના પગોને પલાળતો હતો કલાકેકની મહેનત પછી તો પાણી એમની પીઠ સાથે અફળાવા લાગ્યું ત્યારે એમણે કામ પડતું મૂક્યું વર્ષો પછી લક્ષ્મણે પોતાના નિવેદનમાં કહ્યું કે ખોલવા માટે વધારે મહેનત કરવામાં કેબલ કે સાંકળ જ તૂટી જાય એવી બીક હતી એટલે એમણે ખોલવાની કોશિશ પડતી મૂકી અને વર્ષો પછી પણ લોકો નાયબ ઇજનેર અને કર્મચારીઓને દોષ આપતા રહ્યા કે એમણે બંધ તૂટવાની શક્યતાની ચેતવણી ન આપી ૦ ૦ ૦ ૦ લીલાપરના લોકો લખધીરનગર તરફ ખસી જવાની તૈયારીમાં હતા વર્ષો પછી ખતીજાબેને આ દિવસ યાદ કરતાં કહ્યું કે અમે સવારના કામમાંથી પરવારીને જોયું તો બહાર જળબંબાકાર થઈ ગયું હતું જો કે આટલું પાણી જોયા પછી પણ ઊંચાણવાળા વિસ્તારો મેઇન બજાર વગેરે જગ્યાએ રહેતા લોકોનાં પેટનું પાણી હલ્યું નહોતું શહેરના દક્ષિણ ભાગમાં હરિજનવાસથી માંડીને કબીર ટીંબાના લોકોના જાન જોખમમાં હતા વજેપરમાં નાસભાગ શરૂ થઈ ગઈ બધા લીલાપર રોડ તરફ જવા ઉતાવળા હતા જે કોઈ ટ્રક આવી એમાં ભીડ ચડી જતી હતી જો કે નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘણા લોકો જવા તૈયાર નહોતા કનુભાઈ કુબાવતનું કુટુંબ ન ગયું બીજી બાજુ ખતીજાબેનના કુટુંબની સ્ત્રીઓ સુદ્ધાંએ પણ ઘર ખાલી કરી દેવાનું નક્કી કર્યું ૦ ૦ ૦ ૦ આ જ સમયે રાજકોટમાં પણ હાલત વણસતી જતી હતી કલેક્ટર બેનરજીએ કર્મચારીઓને રજાઓ રદ કરીને બોલાવી લીધા હતા અને લોકોને સલામત સ્થળે ખસેડવાનું કામ શરૂ કરી દીધું હતું આ કામની વચ્ચેથી એક નવાગંતુક તરફ એમનું ધ્યાન ગયું એમણે જઈને નવાગંતુક સાથે હાથ મેળવ્યા એ હતા ગુજરાતના ખેતીવાડીપ્રધાન કેશુભાઈ પટેલ થોડા દિવસ પહેલાં જ તેઓ ભારે વરસાદને કારણે ઊભા થયેલા સંકટ સામે વહીવટીતંત્ર કેમ કામ કરે છે તેનું નિરીક્ષણ કરવા માટે ગાંધીનગરથી આવ્યા હતા બેનરજીએ લોકોને ખસેડવાના કામ માટે અમદાવાદથી બે હેલીકૉપ્ટર મેળવી લીધાં હતાં પણ વધારે ને વધારે ગામો સામે સંકટ ઊભું થવાના સમાચાર આવતા રહેતા હતા કલેક્ટરે આખા સૌરાષ્ટ્રમાં લશ્કરનાં મથકોને નૌકાઓ આપવા વિનંતિઓ મોકલી હજી કામ પાટે નહોતું ચડ્યું અને કલેક્ટર બીજી તજવીજમાં પડ્યા હતા એવામાં કેશુભાઈ ગેસ્ટ હાઉસમાં આરામ કરતા હતા ત્યાંથી ઓચિંતા જ કંટ્રોલ રૂમમાં આવી પહોંચ્યા એમણે કલેક્ટરને કહ્યું કે મચ્છુ ડેમની હાલત ખરાબ છે એટલે પોતે ત્યાં જાય છે એમની સલામતીની જવાબદારી કલેક્ટરની હતી આ નવી જવાબદારી માટે વખત નહોતો બેનરજીએ એમને કહ્યું કે ત્યાં જઈ શકાય એવી સ્થિતિ નથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે ત્યાં જવું સલામતીભર્યું નથી પરંતુ કેશુભાઈ માન્યા નહીં એમણે કહ્યું કે એમનું વાહન મોટું છે એટલે વાંધો નહીં આવે એમના ગયા પછી બેનરજીએ ફરી કામમાં મન પરોવ્યું એમને મોરબીના સબ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટનો સંદેશ મળ્યો હતો કે પૂરનાં પાણીએ હાહાકાર મચાવ્યો છે પણ લોકોને ખસેડવાનું કામ બરાબર ચાલે છે બેનરજીના ચહેરા પર સંતોષની આભા પ્રગટી ૦ ૦ ૦ ૦ સાંજે સાડાપાંચ થઈ ગયા હતા કેશુભાઈ પટેલ સનાળા પહોંચી ગયા હતા પણ આગળ જવાનો રસ્તો જ નહોતો એમની સાથે અધીક્ષક ઇજનેર પણ વાહનમાં જ સપડાયેલા હતા ત્યાં જ એમને મોરબીના કાર્યપાલક ઇજનેર મળી ગયા એ પણ મચ્છુ ડેમ તરફ જવા નીકળ્યા હતા પણ સનાળામાં જ ત્રણ કલાકથી ફસાઈ ગયા હતા આગળ જવાય એમ જ નહોતું વરસતા વરસાદમાં અધીક્ષક ઇજનેરે નજર નાખી તો એમની આંખો ફાટી ગઈ એમની નજર સામે જ રસ્તા પર ઓચિંતું પાણી ફરી વળ્યું એમને કુતૂહલ થયું કે કેટલું પાણી છે એ પાણીમાં ગયા કેશુભાઈ અને કાર્યપાલક ઇજનેર જોઈ રહ્યા પહેલાં પાણી એમના પગની ઘૂંટી સુધી હતું તે જોતજોતામાં ઘૂંટણ સુધી ચડી આવ્યું અને પછી કમરે પહોંચી ગયું એ માની ન શક્યા હોય એમ માથું ધુણાવતા પાણીમાંથી બહાર આવ્યા સનાળા ઊંચાણમાં છે આટલું પાણી તો ત્યાં કદી આવ્યું જ નહોતું શું થવા બેઠું છે તેની કલ્પના કરતા એ પાછા આવ્યા સાતેક વાગ્યે કેશુભાઈ અધીક્ષક ઇજનેર અને કાર્યપાલક ઇજનેરને ત્યાં જ છોડીને પાછા ફર્યા કેશુભાઈએ એમને ત્યાં કઈ જવાબદારી માટે છોડ્યા તે પ્રશ્ન અઠવાડિયાંઓ મહિનાઓ અને દાયકાઓ પછી પણ પુછાતો રહ્યો ૦ ૦ ૦ ૦ ગાંડીતૂર મચ્છુ પાસે નાયબ ઇજનેર મહેતાને બેસવા માટે એક ખાલી ટ્રક મળી હતી ટ્રક ચાલી શકે એમ જ નહોતી ટેલીફોન લાઇનો ખોરવાયેલી હતી મહેતા બહુ મહેનત પછી પણ રાજકોટમાં ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક સાધી નહોતા શક્યા મચ્છુ ડૅમ છોડ્યાને નવ કલાક થઈ ગયા હતા પણ હજી સુધી તેઓ રિપોર્ટ નહોતા મોકલી શક્યા ડેમ પરના કર્મચારીઓ સાથે પણ વાત નહોતી થઈ શકતી કે શું સ્થિતિ છે તે જાણી શકાય મન હતાશાથી ભરાઈ ગયું હતું પુલ પરથી પાણી ઊતરે તે પછી જ કઈં થઈ શકે એમ હતું બંધમાંથી પાણી એટલું નીકળી ગયું હતું કે હવે સાંજે સાડાચારે ટ્રક ડ્રાઇવરે પુલ પર હંકારવાની હિંમત કરી વાંકાનેર પહોંચીને રાજકોટ ફોન કર્યો અને કલાકો જૂની માહિતી આપી ફોન થઈ ગયો એવો એમને સંતોષ થયો થોડો આરામ કરીને મહેતા અને ડ્રાઇવર ફરી ડૅમ તરફ આગળ વધ્યા ટનબંધ માટીમાંથી ટ્રક નીકળી માંડ માંડ રાતના સાડાનવે બન્ને બંધની ઉત્તર બાજુની માટીની દીવાલ સુધી પહોંચ્યા મચ્છુ ડેમ તો હજી પણ અડધા માઇલ જેટલો દૂર હતો મહેતાએ દીવાલના છેડેથી પશ્ચિમ તરફ દીવાલ લંબાઈ હતી તેના તરફ નજર નાખી આ શું એ જોતા જ રહી ગયા ત્યાં દીવાલ તો હતી જ નહીં હતું માત્ર માટીથી લથપથ મેદાન જ્યાં પશ્ચિમી દીવાલ હોવી જોઈતી હતી ત્યાં વિશાળ ગાબડું હતું નદીએ બંધની લક્ષ્મણરેખાને જ તોડી નાખી હતી મચ્છુ બંધ ૨ તૂટી ચૂક્યો હતો અને હવે પાણીને રોકવાનો કોઈ ઉપાય જ નહોતો દાયકાઓ પછી પણ જોધપરના લોકો અવાજમાં તિરસ્કાર સાથે કહે છે મહેતા તો બંધ તૂટ્યા પછી આવ્યા જોઈને જડ થઈ ગયા અને બેભાન થઈને ઢળી પડ્યા ક્રમશઃ like loading author dipak dholakia posted on 03 04 2013 categories uncategorized tags dam disaster disaster utpal morbi morvi tom utpal tom 10 ટિપ્પણીઓ the morbi disaster 4 માટે the morbi disaster 3 no one had a tongue to speak પુસ્તકનો પરિચય ૩ લેખકો ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન અહીં ઉત્પલ અને ટૉમ ફરી કથાના રૂપમાં શરૂઆત કરે છે આપણે સીધા જ મચ્છુ બંધના ઇજનેર બી જે વસોયાને લખધીરજી એન્જીનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓના જૂથ સાથે મળીએ છીએ એમની દેખરેખ હેઠળ આ બંધનું બાંધકામ થાય છે પરંતુ એમનું કામ લોકો સાથે સંપર્ક રાખવાનું પણ છે લોકોનાં જૂથો બંધ જોવા આવે છે અને વસોયા એમને ગર્વભેર બંધની ઝીણી ઝીણી વિગતો સમજાવે છે માત્ર એમની પાસે આવતા લોકોને બંધ વિશે વિશ્વાસ અપાવવાનું એમનું કામ નથી એમણે લોકો પાસે જાતે પણ જવાનું છે અને એમણે આવા લોકસંપર્કો પણ કર્યા છે એન્જીનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓ તો જરૂર પ્રભાવિત થયા હશે કારણ કે એમની આંખોનાં સપનાંમાં પણ આવા જ કોઈ મહાકાય બંધ તરતા હશે વસોયાએ તો કોઈને પણ બંધ જોવા આવવાનું ખુલ્લું આમંત્રણ આપેલું છે આના પારિણામે લોકોમાં વિશ્વાસ બંધાવા લાગ્યો છે કે ગુજરાત સરકાર જે કઈં કરે છે તેમાં લોકોની સલામતીનો પૂરો ખ્યાલ રાખ્યો છે ૧૯૬૭થી બાંધકામ શરૂ થઇ ગયું છે ટ્રૅક્ટરો અને બુલડોઝરોની ગરગરાટીઓથી આખો વિસ્તાર ધ્રૂજે છે અઢી માઇલના પટ્ટાને સમતળ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલે છે ૧૯૬૮ની શરૂઆતમાં માટીની દીવાલોએ માથું ઊંચે કરવા માંડ્યું હતું પરંતુ વસોયા જાણે છે કે બંધનું બાંધકામ શરૂ થયે બે વર્ષ થયાં હોવા છતાં એમાં વધારેમાં વધારે કેટલું પાણી સલામત રીતે રહી શકે તેનો ખરો અંદાજ એમની પાસે નથી આમ છતાં એમણે જે ગામોની જમીન ડૂબી જવાની હતી ત્યાં જઈને લોકો સાથે વાટાઘાટ કરીને એમને જગ્યા છોડવા માટે સમજાવ્યા હતા અને બદલામાં વળતરનાં વચનો પણ આપ્યાં હતાં એમનું તો એ કામ જ હતું જે સ્થિતિમાં એમને એ જવાબદારી સોંપાઈ હતી તેનો સ્વીકાર કરીને એમણે પોતાની ફરજ બજાવવાની હતી વસોયાએ એમને સમજાવ્યું હતું કે એમને સિંચાઈ માટે બરાબર પાણી મળશે અને પીવાના પાણીની પણ ખેંચ નહીં રહે લોકોના કાન સુધી તો આ સંદેશ પહોંચ્યો હતો પણ હૈયા સુધી કદાચ નહોતો પહોંચ્યો જો કે લોકોએ પડ્યું પાનું નિભાવી લેવાનું નક્કી કરી લીધું હતું એટલે કચવાતા મને પણ એમણે એક્ઝીક્યૂટિવ એન્જીનિયરની વાત માની લીધી હતી બસ બાકી રહી ગયા ટીંબાવાળા જોગ બાપુ એ કોઈ રીતે માનતા નહોતા ઘણા લોકો એમને જોગ ટીંબાવાળા બાપુ પણ કહેતા ટીંબો ડૂબી જશે એ જાણીને બાપુ બહુ ખિજાયા ટીંબા પરની નાની ઝૂંપડી એ જ એમનું વરસોનું નિવાસસ્થાન હતું એના પર ધજા ફરકતી લોકો પણ એને પવિત્ર સ્થાનક માનીને આદર આપતા આ ધજાવાળી કુટિર ડૂબમાં આવી જશે કેટલાયે મહિનાઓથી આ વાત સાંભળતાં તરત એમની ભૃકુટિ ખેંચાઈને એક સીધી રેખા બનાવી દેતી અને સફેદ દાઢીમાંથી ઘુંટાયેલો ક્રોધ બહાર ધસતો અંતે એમને પરાણે જવું પડ્યું ત્યારે તો એમના ક્રોધે માઝા મૂકી દીધી બંધ તૂટી પડશે મોરબીનું નખ્ખોદ વળશે ૦ ૦ ૦૦ ૦ ૦ દસ બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં હતાં કટોકટી પછી ઇન્દિરા ગાંધીને કારમા પરાજયનું મોં જોવું પડ્યું હતું મોરારજી દેસાઈ જનતા પાર્ટીના નેતા તરીકે દેશના પહેલા બિનકોંગ્રેસી વડા પ્રધાન બન્યા હતા પણ ચરણ સિંહે એમની ખુરશી ઉથલાવી પાડી હતી ગુજરાતમાં બાબુભાઈ પટેલે નવી સરકાર બનાવી હતી મેયર દેસાઈ મોરબીના મેઇન બજારમાં ઘરમાં બેઠા છાપાનાં પાનાં ઉથલાવતા હતા શું વિચારતા હશે ૧૯૭૮નું વર્ષ દુકાળનું વર્ષ હતું મચ્છુ બંધનાં નાકાં ખોલવાં પડે એટલું પાણી જ નહોતું આ વખતે તો વરસાદ નહોતો પણ ૧૯૭૭માં વાવાઝોડું આવ્યું ત્યારે બંધની દીવાલમા તિરાડો પડી ગઈ હતી સરકારે તરત રિપેર કરાવીને લોકોને ખાતરી આપી હતી કે ડેમ સંપૂર્ણ સુરક્ષિત છે બંધના બાંધકામ વિશે દેસાઇને લાગતુ હતું કે મચ્છુ બંધ બને એમાં ધારાસભ્ય ગોકળદાસ પરમારે મોટો ભાગ ભજવ્યો છે મુખ્ય પ્રધાન બાબુભાઈ પ્રામાણિક તો હતા જ પણ મેયર દેસાઈના કાને એવી વાતો આવી હતી કે ડેમનું કામ જેને સોંપાયું તે મણીભાઈ ઍન્ડ બ્રધર્સ સાથે એમને કૌટુંબિક નાતો હતો જે હોય તે મેયરે છાપું બાજુએ મૂકી દીધું જુલાઈ કોરોધાકોર વીત્યો હતો આજે ઑગસ્ટ શરૂ થયો હતો ગુજરાતના દુકાળની ભાળ મેળવવા માટે દિલ્હી સરકારને પણ ચિંતા થઈ ગઈ હતી અમદાવાદના વિમાનઘરે જાડા કાળા કાચનાં ચશ્માં પહેરીને મધ્યમ કદના એક અધિકારી પહોંચ્યા એ હતા એચ કે ખાન ગુજરાતના ખેતીવાડી સચિવ કદકાઠી તો મધ્યમ પણ આઈ એ એસ અધિકારીની ધાક જ એવી જબ્બર હોય કે ન પૂછો વાત આજે ખાન રાજકોટ જવાના હતા જૂનું ડાકોટા એમની રાહ જોતું હતું ખાન જાણતા હતા કે ખેડૂતો અને સામાન્ય જન નેજવાં કરીને આભ સામે મીટ માંડે છે ક્યારે મેઘરાજાની મહેરબાની થાય વાદળાં ઉમટે છે નીચે જોયા વગર ચાલ્યાં જાય છે ખાન પોતાની સાથે સિલ્વર આયોડાઇડ ફ્લેર લઈને રાજકોટ પહોંચવાના છે આજે તો વાદળાંને દોહી જ લેવાં છે ખાનને રાજકોટ ઉતારીને એકાદ કલાકમાં તો વિમાન વાદળાં પર સિલ્વર આયોડાઇડનો છંટકાવ કરવા નીકલી પડ્યું છે આખા દિવસના છંટાકાવ પછી પણ વાદળાંએ મચક નહોતી આપી વિમાન રાજકોટ પાછું ફરે છે ખાનને લે છે અને અમદાવાદ તરફ રવાના થાય છે થાકેલા માણસોએ વિમાન ઊંચે ચડતું હતું ત્યારે જોયું પણ નહીં હોય કે એમની મહેનતની અસર દેખાય છે વિમાનની બારીએ મોસમના પહેલા વરસાદનાં ટીપાં અથડાય છે અને બીજી જ ક્ષણે એમ લાગ્યું કે વિમાન ફાટ્યું કે શું વર્ષો પછી ખાને પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે અમે ઓચિંતા જ તોફાનમાં સપડાઈ ગયા હતા ૧૯૭૯નું ચોમાસું ઘડીનીયે રાહ જોયા વિના આવતાંની સાથે જ ઝમાઝમ મચી પડ્યું હતું ક્રમશઃ like loading author dipak dholakia posted on 29 03 2013 categories uncategorized tags disaster utpal morbi morvi tom 3 ટિપ્પણીઓ the morbi disaster 3 માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 ઈમેઈલ સબસ્ક્રાઈબ enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email email address જોડાઈ જાવ join 180 other subscribers વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 475 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ...
|