Meta tags:
description= Gujarati Stories;
Headings (most frequently used words):
જિપ્સીની, ડાયરી, 2021, અનેરી, શૌર્યકથાઓ, october, કાળ, thursday, september, january, 2022, જરા, યાદ, કરો, battle, of, fatehpur, sikh, light, infantry, tuesday, પૂર્વસૂચન, નો, મૅન્સ, લૅંડ, sunday, વિજય, કે, નામોશી, રાત્રીના, સંસ્મરણો, રાત્રી, પ્રવીણ, શાસ્ત્રી, અને, મિત્રોની, વિવિધ, વાતો, friday, saturday, 16, 12, વૃદ્ધત્વઃ, મારું, મનોમંથન, 30, 28, 26, શ્વેતા, recent, posts, categories,
Text of the page (most frequently used words):
અને (257), હતી (116), હતા (102), કરી (95), હતો (78), તેમની (75), તેમના (73), સાથે (62), અમે (59), હતું (56), અમારા (48), હોય (47), માટે (46), તેમણે (45), વાત (43), ત્યાં (43), કોઇ (42), તેના (41), અમારી (39), મેજર (38), પાસે (37), તેની (36), નથી (35), ગયા (34), હું (34), #જિપ્સીની (32), થયા (32), તેમને (32), મારી (32), બાદ (31), આગળ (30), તથા (29), મારા (29), કર્યો (29), ટૅંક્સ (29), અમને (28), મેં (28), ગયો (28), ડાયરી (27), જવાન (26), તેઓ (26), આપણી (26), આવી (26), જાય (26), તરફ (25), સૈનિકો (25), ત્યાંથી (24), હુમલો (24), મને (24), 2021 (23), સામે (23), કર્નલ (23), ધુસ્સી (23), તેને (23), શકે (23), કરે (22), ત્રણ (22), કેવળ (22), તેમાં (21), લેફ્ટેનન્ટ (21), કરવા (21), કર્યું (21), પહેલાં (20), નહોતી (20), હુકમ (20), તૈયાર (20), થાય (20), કહ્યું (20), બન્ને (20), રીતે (19), કામ (19), જવાનો (19), થયું (18), દુશ્મન (18), એવી (18), રહ્યા (18), વીર (18), દુશ્મનની (18), કબજો (18), the (18), posted (17), જેવા (17), કોઈ (17), તેનો (17), ટૅંક (17), શરૂ (17), કરીને (17), બટાલિયન (17), છું (17), ત્યારે (17), લાઇટ (16), infantry (15), સમયે (15), નહોતો (15), પરથી (15), નહીં (15), બંધ (15), યુદ્ધ (15), કહી (15), યુદ્ધમાં (15), સુધી (15), october (14), વિસ્તારમાં (14), અહીં (14), થયો (14), તેમનો (14), કંપની (14), ચોકી (14), વિસ્તાર (14), જીપ (14), પડે (14), હવે (14), પુના (14), રાતના (13), રહી (13), જ્યાં (13), ઇન્ફન્ટ્રી (13), તેનું (12), સમય (12), અવાજ (12), જેમ (12), સામાન્ય (12), કમાંડર (12), કરવાનો (12), ઘાયલ (12), લગભગ (12), તેથી (12), નહોતું (12), સામનો (12), વાતો (11), uncategorized (11), કર્યા (11), ચાર (11), એટલું (11), પાર (11), પોસ્ટ (11), પ્લૅટૂન (11), આપણા (11), બહાર (11), જવા (11), પહોંચ્યા (11), નીચે (11), and (11), કરવાની (11), આવે (11), યુવાન (11), ફતેહપુર (11), રેડ (11), યાદ (10), પડ્યા (10), પ્રમાણે (10), ગોળીઓ (10), અસામાન્ય (10), pravinshastri (10), leave (10), comment (10), મોરચા (10), મરાઠા (10), ધસી (10), બંકર (10), હજી (10), ગોળા (10), શીખ (10), સૈનિકોના (10), આવ્યા (10), રક્ષાપંક્તિ (10), ગંભીર (10), એવું (10), એટલે (10), પહોંચી (10), સુબેદાર (10), પાછળ (10), તેમ (10), એવા (10), માહિતી (10), પંજાબ (10), ભાગ (10), ખેતરપાલ (10), વિજય (9), september (9), light (9), તેણે (9), સાહેબ (9), કમાંડ (9), હાથ (9), તરત (9), ખ્યાલ (9), આવ્યો (9), જોઇ (9), પ્રવાસી (9), અનુભવો (9), પૂર્વ (9), યોજના (9), ભારતીય (9), ગોળો (9), દુશ્મનના (9), ટૅંકના (9), લીધો (9), ઇન્ફન્ટ્રીની (9), મનમાં (9), સૈનિકોને (9), બુર્જ (9), શું (9), વાયરલેસ (9), જાણે (9), નીકળી (9), આવતા (9), not (9), આપી (9), મિનિટ (9), અરૂણ (9), sikh (8), કરો (8), સામેના (8), સૈનિક (8), સ્થિતિ (8), કેપ્ટન (8), bsfના (8), પ્રથમ (8), ચક્ર (8), અજીતસિંહ (8), આવું (8), શક્યા (8), થયેલા (8), બીજી (8), ઇન્ફન્ટ્રીના (8), સિંહ (8), સ્થાન (8), ગોળી (8), કરવામાં (8), હાલતમાં (8), bsfની (8), બીજા (8), રાખી (8), સૈનિકોએ (8), કેમ (8), ભોજન (8), પાકિસ્તાની (8), વિચાર (8), બેઠા (8), વિશે (8), ગયું (8), ત્યાર (8), મળી (8), શકાય (8), મળે (8), રહે (8), વખતે (8), જર્સી (8), અમૃતસર (8), લક્ષ્ય (8), પશ્ચિમ (8), બડા (8), આગેકૂચ (8), બસંતર (8), મદ્રાસ (8), કાળ (7), અનેરી (7), capt (7), narendra (7), જતાં (7), બંકરમાં (7), lmg (7), અચાનક (7), fire (7), જિપ્સી (7), ફિટ (7), મૃત્યુ (7), સૌજન્યઃ (7), ફણસે (7), જનરલ (7), પ્રકાશ (7), કબજે (7), સૌથી (7), બ્રિગેડ (7), નિર્ણય (7), પોતાની (7), રાતે (7), સેનાએ (7), પાકિસ્તાનની (7), વાર (7), સેનાને (7), શક્તિ (7), અફસર (7), હેડક્વાર્ટર્સમાં (7), you (7), હોત (7), આવ્યું (7), સાંભળી (7), પછી (7), અનેક (7), વધુ (7), રાઇફલ (7), સમાન (7), વર્ષ (7), જેને (7), પોતાના (7), ભારે (7), નષ્ટ (7), નદી (7), પાંચ (7), હૉર્સની (7), ખેતરપાલની (7), કિનારા (7), for (6), january (6), 2022 (6), શૌર્યકથાઓ (6), બની (6), છોડી (6), દિવસ (6), માર્ગ (6), અન્ય (6), આવેલી (6), વગર (6), વર્ણન (6), જોવા (6), સેકન્ડ (6), સામેની (6), ક્યાં (6), કોણ (6), નજીક (6), હુમલામાં (6), સેના (6), નિશાન (6), હાથમાં (6), સીધા (6), શ્રી (6), થતો (6), અત્યંત (6), ખાસ (6), સમગ્ર (6), કરવાનું (6), માત્ર (6), મળ્યું (6), કશું (6), આખી (6), શ્વાસ (6), કરતી (6), વચ્ચે (6), તેમાંથી (6), ટ્રેન્ચ (6), ડિસેમ્બરની (6), નરેંદ્ર (6), સિવાય (6), લડાઇમાં (6), પામ્યા (6), આવેલા (6), ખાલી (6), man (6), જેવી (6), દુશ્મને (6), માઇન (6), જ્યારે (6), મહત્વનું (6), જર્નૈલ (6), છતાં (6), શૌર્ય (6), વર્ષની (6), આનંદ (6), પડી (6), નક્કી (6), રહ્યો (6), brigade (6), ધડાકા (6), clear (6), પાકિસ્તાનના (6), share (6), poona (6), પિંડ (6), સ્વાર (6), ટૅંક્સની (6), નદીના (6), ગ્રેનેડિયર્સ (6), this (5), મૅન્સ (5), battle (5), જરા (5), અભિયાનમાં (5), કરનાર (5), બટાલિયનની (5), ઘોડો (5), જગ્યાએ (5), કહે (5), ટ્રેનિંગ (5), કરતાં (5), વિનંતી (5), કાર્યવાહી (5), અંધારામાં (5), પોતે (5), જમીન (5), કારણે (5), ઇન્સ્પેક્ટર (5), એવો (5), જેના (5), દૂર (5), જિપ્સીને (5), બાજુએ (5), રણવીરસિંહ (5), પૂરી (5), attack (5), જોયું (5), જેથી (5), મારો (5), નહી (5), અજીતસિંહની (5), દિવસે (5), ચાર્જ (5), સેનાના (5), કંપનીને (5), સપોર્ટ (5), bsf (5), કરીએ (5), ભાવના (5), કેટલીક (5), દેશ (5), અભૂતપૂર્વ (5), ધ્યાનમાં (5), તરફથી (5), જાણવા (5), that (5), ટૅંકનો (5), સેટ (5), જાણ (5), મળ્યો (5), પાછા (5), ફાયરિંગ (5), તેવો (5), દરેક (5), જતા (5), આપવામાં (5), પાછો (5), બંધમાં (5), નજરે (5), માનવ (5), આસપાસ (5), આખરી (5), મૃત (5), કાલે (5), સ્પષ્ટ (5), મારે (5), coને (5), કદી (5), તેવા (5), will (5), છેલ્લા (5), તેજા (5), તપાસ (5), જવાબદારી (5), દુશ્મનને (5), મોરચાબંધી (5), કંપનીના (5), મુખ્ય (5), ખબર (5), તમે (5), પરિસ્થિતિ (5), બધા (5), દિશામાં (5), લાગી (5), નકશા (5), જીપમાં (5), પહોંચે (5), એટલી (5), આર્મર્ડ (5), ક્ષતિ (5), હવામાં (5), બહાદુર (5), આપ્યું (5), અફસરો (5), ખેતરપાલે (5), ટૅંકની (5), ટૅંક્સનો (5), બ્રિજહેડ (5), પ્રવીણ (4), શાસ્ત્રી (4), મિત્રોની (4), વિવિધ (4), have (4), gujarati (4), નામોશી (4), મારું (4), fatehpur (4), ઉપર (4), ભારત (4), બેઠો (4), ઠાકુર (4), એનાયત (4), જાતે (4), સવારે (4), પડ્યો (4), જવાબ (4), નામ (4), આપ્યો (4), એટલા (4), રહેલા (4), હવાલદાર (4), બટાલિયનના (4), અમારે (4), rcl (4), ચીમાની (4), બચી (4), જતી (4), મશિનગન (4), ગોળીઓનો (4), અકાલ (4), જુદા (4), લાગ્યા (4), યુદ્ધની (4), બપોરના (4), સ્ક્વૉડ્રન (4), સેનાની (4), જોઇએ (4), તમારી (4), હથિયાર (4), અર્થ (4), તેવી (4), દિવસની (4), relieve (4), આર્ટિલરીના (4), ઑફિસર (4), અડીને (4), પરના (4), પૂછ્યું (4), વર્ષો (4), કદાચ (4), શક્ય (4), પૂરૂં (4), મોકલી (4), tank (4), કૂમક (4), નીકળ્યા (4), જોઈ (4), પાકિસ્તાન (4), બૉમ્બ (4), બંધની (4), કરવી (4), જઇને (4), હિંમત (4), કામગિરી (4), વિગતો (4), આવેલ (4), નજર (4), જોયા (4), બીજું (4), બલુચ (4), વીરગતિ (4), મેળવ્યા (4), કહેવાય (4), આખો (4), અનુભવ (4), ગયેલી (4), ભયંકર (4), ચારે (4), રોકી (4), મદદ (4), ખભા (4), મળ્યા (4), હેડક્વાર્ટરમાં (4), ઑપરેશનલ (4), પાસેથી (4), નામના (4), કરણસિંહ (4), મિલિટરી (4), સંયુક્ત (4), જેમાં (4), તમને (4), આની (4), આજે (4), કરવું (4), રહ્યું (4), નહિ (4), ઘરડા (4), વૃદ્ધો (4), એમની (4), સંતાન (4), ખુબ (4), સમાજ (4), ક્ષમતા (4), શરીર (4), વૃદ્ધ (4), દ્વારા (4), વિકાસ (4), મોટા (4), was (4), હેડક્વાર્ટર્સ (4), જર્નૈલે (4), બેસેલા (4), જવાનોને (4), જાણી (4), ધીરે (4), માણસ (4), આપની (4), આપને (4), રાવી (4), સોંપ્યું (4), થતી (4), પ્રવેશ (4), જરૂર (4), ક્ષેત્રમાં (4), મરણોપરાંત (4), પાઠક (4), ગોળીબાર (4), મળેલી (4), આવતી (4), દૂરથી (4), વાગે (4), શત્રુની (4), સાથી (4), ભારતની (4), લેવા (4), ઑફિસર્સ (4), પરંપરા (4), june (4), 2009 (4), army (4), બલિદાન (4), સંતોખ (4), સૂર (4), તોપ (4), જરપાલ (4), હનુત (4), હૉર્સને (4), કાંઠા (4), from (3), stories (3), શ્વેતા (3), આપણે (3), રાત્રી (3), રાત્રીના (3), સંસ્મરણો (3), મનોમંથન (3), લૅંડ (3), પૂર્વસૂચન (3), અમારૂં (3), કંપનીની (3), જોતાં (3), ચૅલેન્જ (3), ક્ષણે (3), president (3), police (3), services (3), medal (3), ભેટી (3), શાંત (3), જીવી (3), કારણ (3), ટુકડી (3), સાંભળ્યો (3), ચંદ (3), દોસ્ત (3), શકતો (3), સેકંડ (3), પરમાત્માના (3), સમા (3), શબ્દ (3), ભેદીને (3), સ્થળે (3), ઉંચા (3), કશી (3), ઘોડા (3), પરનું (3), જેટલું (3), પામે (3), જમણી (3), પ્રકાશચંદ (3), ચંદ્રક (3), પાંડુરંગ (3), મહાવીર (3), કંઇ (3), બને (3), baluchના (3), સાધી (3), ચીમા (3), ફરી (3), ડાબા (3), કરતા (3), બાકીના (3), વરસાદ (3), ઘાતક (3), ચઢી (3), પકડીને (3), ગર્જના (3), બોલે (3), નિહાલ (3), સત્ (3), પાડી (3), ટૅંક્સના (3), લાગ્યું (3), પરની (3), મિટર (3), સઘળા (3), ૪૦૦ (3), ગજના (3), રજા (3), સૌને (3), ટ્રૂપ (3), જઇએ (3), કહો (3), સાચી (3), બહાદુરીના (3), બેઠેલા (3), baluch (3), નાનકડી (3), શકતા (3), સૈનિકોની (3), બોલી (3), ફર્મ (3), બેઝ (3), જેટલા (3), પ્રસંગ (3), બનાવ્યું (3), અનુસાર (3), અથવા (3), શહીદ (3), આગળની (3), બોલાવી (3), બાંધીને (3), સુરક્ષિત (3), આગલા (3), અભિયાનની (3), તૈયારી (3), ૧૯૭૧ (3), ચિંતા (3), લાગણી (3), શકી (3), હશે (3), લાગે (3), લીધું (3), થતાં (3), પહોંચ્યો (3), સમાચાર (3), નહોતા (3), હકીકત (3), ફક્ત (3), back (3), શબ્દો (3), વડે (3), જવાનને (3), અંકમાં (3), માં (3), પસંદ (3), કરાય (3), કરશો (3), નાખી (3), ટ્રેન્ચમાં (3), પાર્થિવ (3), શરણે (3), ભયાનક (3), શિયાળો (3), ભાગમાં (3), ભરેલી (3), દોઢસો (3), કરાયેલી (3), land (3), જર્નૈલસિંહને (3), સમજી (3), વિજયી (3), પૂરો (3), પહોંચીને (3), તેજાને (3), જઉં (3), સીધી (3), જવાનું (3), રવાના (3), ઘેર (3), નાયબ (3), સામેથી (3), યોગ્ય (3), નીકળીને (3), ૧૯૭૧માં (3), મિલિટરીના (3), જવું (3), પડ્યું (3), સંચાર (3), વ્યવસ્થા (3), સંયોજન (3), યુનિટ (3), મોકલવામાં (3), સારવાર (3), નિવૃત્ત (3), લડાઇ (3), ગામની (3), રિપોર્ટ (3), ઉપરના (3), ડ્રાઇવર (3), કોઇને (3), ચહેરો (3), thursday (3), વધતી (3), ઘડપણ (3), આયોજન (3), જરૂરી (3), જોઈએ (3), સ્વજનો (3), જીવન (3), ઉમ્મરમાં (3), જવાય (3), ચાવી (3), જાતની (3), તંદુરસ્ત (3), સાઈકલ (3), શરીરની (3), શારીરિક (3), are (3), your (3), નાખે (3), મશિન (3), દિશામાંથી (3), રામ (3), લાગશે (3), જવાનોની (3), સાચે (3), નોંધ (3), યુનિફૉર્મ (3), કેવી (3), વધી (3), ખતમ (3), જોઇને (3), અભિવાદન (3), ખાખી (3), પ્રયત્ન (3), કરશે (3), વરસાવવાનું (3), વધ્યા (3), સેફ્ટી (3), કૅચ (3), રાખ્યો (3), ચાલુ (3), ૩૦૦ (3), જેવો (3), માફ (3), શોક (3), રાહ (3), આપીશું (3), પાછી (3), brigadeને (3), infantryને (3), વાળા (3), ફતેહગઢ (3), બપોરે (3), ધોરી (3), જવાની (3), રેજીમેન્ટની (3), શકશે (3), પુષ્ટી (3), બ્રિગેડની (3), ટુકડીઓને (3), તોપના (3), કાશ્મિર (3), સીમા (3), ગામ (3), મિત્ર (3), અવસાન (3), honour (3), અપાય (3), રેજિમેન્ટલ (3), નિષ્ફળ (3), ટોચ (3), વાગ્યો (3), મિડિયમ (3), કૅપ્ટન (3), બરાબર (3), પંક્તિ (3), વાહન (3), આંતરરાષ્ટ્રીય (3), નામની (3), પામેલા (3), પંજાબની (3), ક્ષેત્ર (3), આવતું (3), બહુમાન (3), reply (3), they (3), 1971 (3), them (3), good (3), government (3), પ્રાણની (3), પરિવારોને (3), સૈનિકની (3), પરવા (3), સિપાહીઓ (3), સોંપવામાં (3), પરિવારને (3), સિંહે (3), લઈને (3), પરમ (3), horseને (3), રહેલી (3), cupola (3), હનુતસિંહ (3), રચના (3), દોડાવી (3), થનારા (3), હુમલા (3), અભિયાન (3), બસંતરના (3), માઈનફિલ્ડની (3), માઈનફિલ્ડ (3), બટાલિયનો (3), report (2), log (2), sign (2), subscribed (2), subscribe (2), other (2), search (2), facebook (2), રિવર્સલ (2), અમેરિકા (2), અજાણ્યા (2), categories (2), વૃદ્ધત્વઃ (2), posts (2), રમુજી (2), જણાવેલા (2), પેટ્રોલ (2), વાળો (2), ટુકડીને (2), રેજીમેન્ટના (2), ઢળી (2), મિલિટરીમાં (2), બહેણીયાઁ (2), ચોકીમાં (2), નાયક (2), સાબ (2), આવશો (2), આવશે (2), અનુભવી (2), કહીશ (2), કરમચંદ (2), gallantry (2), રાતનો (2), lmgની (2), પહેચાન (2), બઢો (2), drill (2), વાક્ય (2), કડાકા (2), મશિનગનનો (2), ખટાક (2), પંદર (2), વીસ (2), સરકંડાના (2), જંગલમાં (2), પડતી (2), પહેલા (2), ચાલી (2), તત્કાળ (2), sunday (2), સાથીઓને (2), મળેલા (2), ડાયરેક્ટર (2), સ્વ (2), ચીમાને (2), લાન્સનાયક (2), સફળ (2), લડ્યા (2), ટકી (2), છોડીને (2), પીછેહઠ (2), છેક (2), ટોપ (2), નકશો (2), લાગ્યો (2), રિકૉઇલલેસ (2), વૃક્ષ (2), વળી (2), રણવીર (2), લીધા (2), પોતાનું (2), પ્રકાશચંદના (2), કંપનીઓ (2), કેટલાક (2), ખેંચી (2), કાઢી (2), ઇન્ફન્ટ્રીનો (2), ટુકડીએ (2), સૈનિકોમાં (2), નિનાદ (2), હેબતાઇ (2), મશગુલ (2), પરોઢિયે (2), બદલે (2), સામી (2), છાતીએ (2), અંતરેથી (2), મેળવી (2), થવાનો (2), બોલાવ્યા (2), આપે (2), છીએ (2), પંજાબમાં (2), ગણાતી (2), સરદાર (2), અંગ્રેજીમાં (2), સૈનિકોથી (2), ૨૦૦ (2), ભાંગડા (2), અગાઉ (2), decemberની (2), વહેલી (2), તાજા (2), સિંહના (2), પ્લૅટૂન્સ (2), armoured (2), કૂલ (2), 200 (2), આવો (2), ભૂમિ (2), રણનીતિ (2), જેટલો (2), પરિણામ (2), આધિન (2), સેનામાં (2), મહેરસિંહ (2), યોજનાનો (2), રિઝર્વમાં (2), રાખેલી (2), મિટરના (2), સૈન્યના (2), એકઠા (2), ડિસેમ્બર (2), સ્પર્શ (2), શ્રદ્ધા (2), સુરક્ષા (2), પંક્તિમાં (2), બટાલિયનમાં (2), નીકળ્યો (2), તને (2), કહેવા (2), થવા (2), સંભળાયો (2), કમાંડરને (2), anti (2), ફેલાઇ (2), બંકરમાંથી (2), કાનમાં (2), સાહેબનો (2), પોઝિશન (2), પચાસે (2), ફિટની (2), ઉંચાઇ (2), ધડાકો (2), સનનન (2), કપાઇ (2), ઊંડો (2), બૉમ્બાર્ડમેન્ટ (2), પહેલી (2), આજના (2), tuesday (2), શકું (2), ઉભો (2), એકલો (2), પિસ્તોલ (2), જેની (2), રક્ષાપંક્તિમાં (2), અપલક (2), જીવ (2), બરફ (2), ઠંડા (2), પાછળના (2), landમાં (2), ટૅંકે (2), શેલ (2), ગોળાઓ (2), દુશ્મનોની (2), ઠેર (2), મૃત્યુના (2), આત્માના (2), ભેંકાર (2), છેલ્લી (2), કાલના (2), તેજાની (2), નિરિક્ષણ (2), ખુદ (2), મેળવીને (2), જીવનમાં (2), ભુલી (2), સાંભળવા (2), give (2), covering (2), out (2), defence (2), ગંભિર (2), બાઇ (2), તમારા (2), પ્લૅટૂનો (2), રણવીરસિંહની (2), જણાવ્યું (2), જાધવ (2), ગોઠવી (2), બેઠી (2), પ્લૅટૂનોએ (2), રણમેદાનમાં (2), પ્રત્યક્ષ (2), કન્ટ્રોલ (2), અતિ (2), નીચેના (2), નકામા (2), જવામાં (2), ભિંડી (2), ઔલખ (2), જેઓ (2), ઐતિહાસિક (2), પ્રકાશચંદની (2), બેઉ (2), શિરામણ (2), સીમમાં (2), કલાકના (2), સાહેબની (2), પ્રાપ્ત (2), દર્શાવેલ (2), અડગ (2), પરાક્રમ (2), સૅલ્યૂટ (2), વાતની (2), સોંપું (2), ક્યાંય (2), સિપાહી (2), રિઝર્વ (2), કમાંડરે (2), પત્તો (2), કરેલા (2), કાઉન્ટર (2), ઍટેકમાં (2), આવવાનું (2), જીવો (2), મિત્રો (2), પ્રાર્થના (2), ઘરમાં (2), સોસિયલ (2), મિડિયા (2), મળશે (2), ગામને (2), આધેડ (2), સરસ (2), સાંભળનાર (2), એમને (2), એમના (2), કુટુંબ (2), ભારતના (2), અપેક્ષાઓ (2), હતાશા (2), સતત (2), રાખીને (2), પડેલા (2), વળે (2), જીવવા (2), આપીને (2), ઉમ્મર (2), રમે (2), પુલ (2), પૂલ (2), જીવ્યે (2), હજુ (2), ફેસબુક (2), મનથી (2), ધનથી (2), પૂર્વક (2), બદલાયો (2), ચલાવી (2), કાળા (2), સફેદ (2), આંખ (2), શરૂઆત (2), પામેલ (2), અડધે (2), ગુમાવે (2), જીવનના (2), ઘડી (2), કહેતા (2), કોષી (2), બહુ (2), દેહ (2), સત્ય (2), હૃદય (2), પહેલો (2), તેમનું (2), જીપની (2), મશિનગનમાંથી (2), સિદ્ધ (2), કાતિલ (2), સાથેના (2), સમ્પર્ક (2), ભોજનની (2), કરાવી (2), ડેરા (2), બેઠેલી (2), eyeball (2), બાંધી (2), સિનિયર (2), અફસરનો (2), પહોંચતાં (2), સામાન (2), ઉતારી (2), નવી (2), યુનિટમાં (2), પાણી (2), પામી (2), પહેરેલા (2), રાત (2), સંદેશો (2), રસપ્રદ (2), ઍટેક (2), કરવાના (2), આગળનો (2), બસો (2), ખોદી (2), રહેવું (2), જોયો (2), સેનાનો (2), જોયેલા (2), આવવા (2), કરીશું (2), સંજોગોમાં (2), લડી (2), લેવાની (2), ચલાવવાનું (2), ઉદ્દેશ (2), અંતરે (2), ચડાવી (2), દેખાઇ (2), સ્ટાર્ટ (2), ખિત (2), મોતના (2), જતો (2), યોદ્ધા (2), સાહેબને (2), અત્યાર (2), તેવું (2), જીતી (2), હરીશ (2), ચંદ્ર (2), ખૂણામાં (2), રેજીમેન્ટે (2), ચોગાવાં (2), આક્રમણ (2), બાજુના (2), ત્રિકોણ (2), સાવ (2), સડક (2), નકશામાં (2), ડાબી (2), રેજીમેન્ટ (2), યોજનાને (2), આપણો (2), ૨૩મી (2), જઈએ (2), બ્રિગેડિયર (2), મિલિટરીની (2), એન્જિનિયર્સના (2), ટુકડીઓ (2), વિસ્તારની (2), કિલોમિટર (2), પહોળા (2), વિસ્તારમાંથી (2), ડિવિઝન (2), પરનો (2), પહોંચ્યું (2), હોવો (2), વચ્ચેના (2), achilles (2), જીવિત (2), એન્જિન (2), સિંઘની (2), મળીને (2), હેડક્વાર્ટર (2), રમદાસ (2), ૧૯૭૧ના (2), પાઠકને (2), સંવેદના (2), વ્યક્ત (2), ગરજી (2), સંભળાય (2), વાહે (2), ગુરુજી (2), theatre (2), જનરલના (2), ગતિ (2), વેળાએ (2), ઍમ્બ્યુલન્સ (2), પૅરામેડિક (2), ઍન્ટી (2), વર્ણવી (2), ગૌરવની (2), લઇને (2), તિરથસિંહ (2), તિરથસિંહનો (2), ઓવર (2), આલ્ફા (2), આકાશમાં (2), ભાગે (2), મરતાં (2), ફિકર (2), ગોળાનો (2), ઇંચ (2), જાડી (2), ટૅંકમાં (2), કરમસિંહ (2), નૈયર (2), મશિનગનના (2), આરપાર (2), થયેલ (2), જવાનોના (2), કહીએ (2), ચઢાવી (2), અગિયાર (2), છોડ્યા (2), લાલ (2), અર્ધી (2), જવાનનો (2), છબિ (2), વૃત્તાંત (2), ઓછું (2), વિરોધી (2), માઈન્સ (2), આકારમાં (2), recce (2), counterattack (2), દાવ (2), કમિશન્ડ (2), યંગ (2), લખી (2), સાફ (2), નીકળતી (2), પંજાબનો (2), વાતાવરણમાં (2), મોરચે (2), પાકિસ્તાને (2), મોરચો (2), વ્યવસાય (2), ઓતપ્રોત (2), મહાન (2), કાંઇ (2), દિનચર્યાનો (2), માણે (2), those (2), prisoners (2), indian (2), pakistan (2), can (2), both (2), deserve (2), many (2), soldiers (2), officers (2), send (2), their (2), paki (2), would (2), tushar (2), bhatt (2), પ્રકાશિત (2), મોકલાવેલ (2), twitter (2), blogthis (2), email (2), આહૂતિ (2), આપનાર (2), મસ્તક (2), ઉન્નત (2), જેમની (2), ઉતરી (2), જીપ્સી (2), સોંપી (2), કાગળ (2), દર્શન (2), હંમેશા (2), રહેશે (2), વિધવાઓને (2), પરેડમાં (2), સલામી (2), મારૂં (2), અજાયબ (2), સિંહની (2), ગવર્નરશ્રીના (2), સિંહને (2), જાલંધર (2), સૈનિકને (2), સાર્થક (2), સૈનિકના (2), સાથ (2), હાથે (2), સંતોખસિંહ (2), બ્યુગલ (2), બ્યુગલના (2), મળેલું (2), તરીકે (2), લાસ્ટ (2), છોડે (2), બટાલિયનને (2), horse (2), mvc (2), lancers (2), ખ્વાજા (2), મોહમ્મદ (2), lancersનો (2), આપના (2), અફસરને (2), યોદ્ધાને (2), ગૌરવ (2), મહિના (2), મહા (2), ખેતરપાલના (2), નાથુસિંહ (2), અંતર (2), gun (2), abandon (2), ખેતરપાલનું (2), સહેજ (2), પૅટન (2), નાથુ (2), હાલત (2), ખેતરપાલને (2), અમિને (2), ટૅંક્સને (2), મુકાબલો (2), હોતો (2), પાટા (2), પિંડની (2), અદ્વિતિય (2), વ્યૂહ (2), સંરક્ષણ (2), રિકૉઈલલેસ (2), રેજિમેન્ટના (2), હનુતસિંહજીએ (2), સ્ક્વૉડ્રનને (2), આપવા (2), બાલ (2), ગણાય (2), ધરાવતી (2), બ્રેવો (2), મહત્વના (2), અનિશ્ચિત (2), નસીબ (2), હનુતસિંહે (2), પાકિસ્તાનમાં (2), સુરંગ (2), એટલો (2), નુકસાન (2), શક્કરગઢમાં (2), સોંપાયું (2), કાર્ય (2), ઘનીષ્ટ (2), દેગ (2), રેજિમેન્ટ (2), માઈનફિલ્ડમાં (2), grenadiers (2), madras (2), શત્રુના (2), સમુદ્ર (2), રાજ્યોની (2), minefields (2), કડક (2), પિન્ટોએ (2), જેટલી (2), હુમલાનો (2), આગેકૂચમાં (2), પસાર (2), શરતચૂક (2), આક્રમણના (2), શક્કરગઢ (2), માનચિત્ર (2), વર્ણનોમાં (2), ઘડિયાળની (2), નાની (2), અણધારી (2), અંગેની (2), જોડતો (2), અખનૂરના (2), home (2), collapse, bar, manage, subscriptions, view, site, reader, content, privacy, already, wordpress, com, account, now, join, 186, subscribers, top, selected, music, video, novel, હરનિશ, જાનીની, હાસ્ય, પ્રસાદી, નવલકથા, ભરત, મહેતા, ફિલોસોફી, પટેલ, બાપાનું, ચન્દુ, ચાવાલા, કાવ્યગુંજન, આપણું, शास्त्रीय, संगीत, मनभावन, फिल्मी, गीत, ઠક્કર, ગુર્જરિકા, નવીન, બેન્કરની, ગાંધીની, આત્મકથા, select, category, recent, rss, feed, older, સામૈયું, હુક્કો, કર્નલની, ભુલીને, રક્ષાપંક્તિના, નવો, રિક્રૂટ, દબાવ્યો, આને, friendly, ફેર, સખત, પાલનમાં, સરકારના, ગૅઝેટ, નોટિફિકેશન, અભિયાનના, તુલસીરામને, આશા, શોધવા, ઉમેદ, ધારકની, લેટીને, ટ્રેનિંગના, પાકા, ઓછાબોલા, સ્વાભાવના, વિજેતા, પાસવર્ડ, જવાને, સવાલ, પૂછ્યો, આપતાં, lmgનો, ઉતારવાનો, નારાયણની, અવતરિત, કરમ, ડોગરા, રાજપુત, old, soldierને, ઠાકુરસા, કહીને, બોલાવતો, વધ્યો, નળીથી, હળવેથી, બોલાયેલો, રૅંક, રેજિમેન્ટકી, લિયે, આગે, અકેલે, સેનાનું, પાછળનો, આશિર્વાદ, સંભળાયા, કૌન, આતા, તમરાંઓના, ચિત્કાર, સમૂહગાનને, આવતો, આછા, સમો, ચઢાવવાનો, ખડો, નજીકથી, ઘનઘોર, કેડીની, આજુબાજુમાં, ઘાસમાં, છુપાયેલી, ચઢાવનાર, ધુશ્મન, ભાળ, એકદમ, થંભી, ધારક, જવાનની, આંગળીનું, દબાણ, વાળના, તાંતણા, વધે, સેકંડમાં, વછૂટે, પ્રહારમાં, પગદંડીમાં, લાઇનમાં, પંક્તિમાંના, સમેત, નરેન્દ્ર, ચંદ્રકના, અર્પણનો, વિધિ, છબિની, કતારમાં, ચંદ્રપ્રકાશ, પહેરાવે, પદ્મવિભુષણ, rustamji, લાન્સ, સાળુંકેને, ચંદ્રપ્રકાશને, સાળુંકે, હુમલાની, નિર્ધારિત, સચદેવ, થશે, કલ્પના, unplanned, રાવિ, શેખનો, સાળુંકેએ, rclના, નાળચાને, પકડી, ઉપરની, ધકેલ્યું, અદ્ધર, rclની, પાંડુરંગની, છાતી, પડયા, flank, કાર્યવાહીમાં, બુરી, જખમી, છોડ્યું, વાગી, અજિતસિંહ, તેમાંની, આરામ, સર્વે, રાઇફલની, વરસાવ્યો, મોખરે, ફાયર, હાથેથી, ગનનું, લાલચોળ, નાળચું, ખેંચ્યું, ગ્રેનેડ, પિન, દાંતમાં, ફેંકી, બંકરમાંના, માર્યા, અજીતસિંહનો, બળી, આશ્ચર્યજનક, યુદ્ધનાદ, છત્રપતિ, શિવાજી, મહારાજકી, મહાદેવ, ટુકડીઓમાં, હરિયાણા, કેરળના, ત્રાડ, માતાકી, ધસારાથી, નાચમાં, પડવા, coaxially, mounted, મશિનગનોએ, રક્ષાપંક્તિથી, impromptu, રણનીતિના, નિયમો, મૂકી, ચીમાએ, રણવીરે, સાબદી, લાઇનબંધ, પ્રદર્શનથી, ગુસ્સે, surprise, તારી, ટૅંક્સનું, જુથ, ઠીક, અજીત, પરદેશી, ટિખળ, સહન, મસલત, લોકોને, ઠેકાણે, લાવવા, વિશ્વવિખ્યાત, સરની, ગાફેલ, ભાંગડામાં, cocky, ખોટી, ઘમંડમાં, ચકચૂર, વ્યક્તિનો, દંભ, મદાંધ, રક્ષિત, ધાડ, અભિમાનમાં, નૃત્ય, ખિલ્લી, ઉડાવવા, ગીત, ગાતા, જણાવ્યા, ઘણા, દમના, બનાવવાને, બનાવ્યો, 300, 400, લાઈટ, 15મી, ચંદના, હેઠળ, delta, ડીફેન્સમાં, regimentની, foo, ફૉર્વર્ડ, ઑબ્ઝર્વેશન, ચેરિયન, 150, december, 1971ના, અંદેશો, આયોજનમાં, ક્ષતિઓ, રાષ્ટ્ર, નીવડી, વ્યક્તિનું, નેતૃત્વ, શુરાતન, પ્રેરે, શૌર્યને, કાં, દેશનો, ઇતિહાસ, બદલાઇ, સંકટ, ટળી, અગાઉની, પોસ્ટમાં, પોસ્ટની, ઇન્સપેક્ટર, પાકિસ્તાનનો, અંદાજ, દમની, regimentને, રિઝર્વમાંથી, પોસ્ટને, firm, base, અંગ, આર્ટિલરી, જ્યાંથી, બનાવ, ઇતિહાસમાં, ભાગ્યેજ, બન્યું, કોઇએ, તારા, પ્રીતિ, સાંઇ, મકરંદનાં, પુસ્તક, ચિદાનંદા, ચિરંતના, વાંચ્યા, સમજાયું, ગુરૂ, ગોરક્ષનાથે, સમજાવેલ, અમનસ્ક, યોગ, ફરજની, ભાવનામાં, એકાગ્ર, ઉદ્ભવતા, સૌના, અમનસ્કભાવ, કોઇના, ડરની, પ્રાણીમાત્રમાં, ભુખ, નિદ્રા, મૈથુનની, primitive, માનવમાં, ભક્તિ, વિશેષ, ભાવ, પરમાત્મા, અપૂર્વ, ભક્તિએ, કાર્યમાં, લગાવીને, કરનારા, લાખો, કેળવી, રૅશનાલિસ્ટો, સંમત, સંતોષની, નિમિત્ત, સૂર્યના, કિરણો, સ્થાનની, ગોઠવાઇ, ઠાકુરસાહેબને, યાદવ, ચિંતામગ્ન, સવારથી, ત્યારથી, અંતે, મોકલાયેલા, sitrep, માઝી, મેવાઁના, thank, god, came, alive, suicide, mission, મિસેસ, નરેન્દ્રને, ક્ષમા, માગવાની, પરોઢિયું, સામેવાળાની, સનસનાટી, કમાંડર્સ, બહેરાશ, કપડાં, ખંખેરતાં, ઉભા, સહીસલામત, રાહતનો, બંકરોમાં, આજ્ઞા, માની, down, ચત્તાપાટ, પડીને, લઈએ, જગ્યાથી, ઍરફોર્સનું, વિમાન, ઉડતું, ૧૦૦૦, રતલનો, છોડતું, ભોંય, ભેગા, વીસે, માટીની, દિવાલ, ૫૦૦, વૉૉટ્સનો, દિવો, ઝબકીને, બુઝાઇ, ચમકારો, ભિષણ, શરીરથી, બૉમ્બની, કરચો, વિંઝાતી, ચોકીની, પૉપ્લરનાં, તેમાના, વૃક્ષોની, ડાળીઓ, ખાડો, ઉડેલી, ધૂળમાં, ઢંકાઇ, અદૃષ્ટ, જોર, શોરથી, ચત્તો, તહેનાત, ચક્કરમાં, ઠાકુરસાહેબ, જવાબદારીનો, પ્રવેશે, સમજાવ્યું, સ્થાપી, સામેવાળા, જણા, તોપમારામાં, જવાનના, આપવાા, અંગેના, citation, સંક્ષિપ્ત, વાંચી, આવૃત્તિમાં, પૂર્ણ, વિવરણ, યુગમાં, fast, foodની, સઘળું, ટૂંકમાં, અવિસ્મરણીય, ફર્યો, ખડા, પરિસ્થિતિમાં, પ્રશ્ન, પૂછી, લૅન્ડમાં, મૅગેઝીનમાં, પાર્ટી, કવરિંગ, ફાયરનો, આધાર, વેરાન, રણમેદાન, ભૂતાવળ, સટોસટની, પક્ષના, અકાળે, બલૂચના, આત્માઓ, દેહની, ભટકતા, વર્તાતું, eerie, અપાર્થિવ, અનૈસર્ગિક, હિમ, શીત, ભીષણ, ઉગ્ર, ઉષ્ણ, વિચિત્ર, વાતાવરણથી, ભરેલો, જણાતો, અદૃશ્ય, આત્માઓના, વાયુનું, ઝાપટું, તેનાથી, મરાઠાઓની, ઉપરથી, પાટાઓનાં, કારતુસના, ઢગલા, છોડેલા, નાં, ગનનાં, પિત્તળનાં, અક્ષરશ, જગ્યા, જબરું, ખેલાયું, સ્મશાન, શાંતિ, ફેલાયેલી, ઓળા, વેરાયા, યુકેલિપ્ટસના, વૃક્ષોમાંથી, વિંઝાતા
Text of the page (random words):
ંજાબ છે પંજાબની પરંપરા છે સૈનિકોના પડખે રહેવાની અજાયબ સિંહને ઘેર ગયો ત્યાં પણ એવો જ અનુભવ થયો બન્ને સિપાહીઓ યુવાન હતા તેમની યુવાન વિધવાઓનું દુ ખ જોયું જતું ન હતું આવા શોક ભર્યા વાતાવરણમાં પણ આ ખેડૂત પરિવારોની ખાનદાની શિષ્ટતા છતી થઇ અમારા ડ્રાઇવર સાથી જવાન અને મને કાંસાના થાળમાં મકાઇના ગરમ રોટલા અને શાકનું ભોજન પીરસવામાં આવ્યું હતું એક ફૂટ ઊંચો પિત્તળનો પ્યાલો ભરેલ લસ્સી અમારી સામે ધરવામાં આવ્યો મોડી સાંજે અમે જાલંધર પહોંચ્યા બહેનો તથા તેમની સાથે આવેલ વડીલોને તેમના ઉતારે પહોંચાડ્યા બીજા દિવસે યોજાયેલી ભવ્ય પરેડમાં પાંચસો સિપાહીઓ અને છ અફસરોના માર્ચ પાસ્ટમાં સલામી અને વિરગતિ પામેલા સૈનિકો તથા તેમના પરિવારોને અંજલી અપાઇ મારૂં સદ્ભાગ્ય હતું કે શહીદ સંતોખ સિંહ અને અજાયબ સિંહની વિરાંગનાઓને ગવર્નરશ્રીના મંચ સુધી લઇ જવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી જે શહિદોને શિફારસ કરવા છતાં બહાદુરીના ચંદ્રક ન મળ્યા તેમની વિધવાઓને યુનિટ તરફથી સિલાઇ મશીન આપવાનું નક્કી થયું મોટા ભાગની બહેનોએ તે લેવાની ના પાડી એક વીર સૈનિકની પત્નીને આવું દાન લેવું શોભે નહિ કહી તેમણે યુનિટમાં આવવાનો સુદ્ધાં ઇન્કાર કર્યો લડાઇમાં કેવળ સિપાહીઓ જ ભાગ નથી લેતા અમારા હેડક્વાર્ટરના વહીવટી ખાતાના સુબેદાર નાયબસુબેદાર અને હવાલદાર ક્લાર્ક પણ પોતાના કર્તવ્યમાં રત હતા લડાઇમાં બલિદાન આપનાર સૈનિકોના પરિવારોને વિના વિલંબે પેન્શન મળે તે માટે તેમણે રાત દિવસ મહેનત કરી કાગળ તૈયાર કર્યા બીજા દિવસે જવાબદાર ક્લાર્કને પરિવારોના ઘેર મોકલી કાગળમાં સહીઓ કરાવી ફોટોગ્રાફ વિગેરે પડાવી કોરીઅર દ્વારા કાગળ ઉપરના હેડક્વાર્ટરમાં મોકલાવ્યા અહીં કર્તવ્યપરાયણતાના ડગલે ને પગલે દર્શન થતા હતા અમારા હેડક્લાર્ક સુબેદાર મોહિંદરસિંહની સજ્જનતા હંમેશા યાદ રહેશે સમય વહેતો જાય છે રણ મોરચે પ્રાણની આહૂતિ આપનાર સિપાહીની શહાદતને કોઇ યાદ કરે છે કે નહિ ઝંડા દિવસ ના સમયે શાળાનાં બાળકો સિવાય દાનપેટીમાં કોઇ બે ચાર સિક્કા નાખે છે કે નહિ તે જોવા શહિદો આ જગતમાં નથી તેમના પરિવારોને ભુલાઇ જવાની ટેવ પડી ગઇ છે ભારતનું મસ્તક ઉન્નત રાખનાર સ્વ લાલ બહાદુર શાસ્ત્રીના બીજી ઑક્ટોબરના દિવસે આવતા જન્મ દિવસને કોઇ યાદ કરતું નથી ત્યાં એક અનામી સૈનિકની કોણ પરવા કરે પરંતુ અમે સૈનિકો અને અમારા પરિવારો એક વાત જરૂર શીખ્યા છીએ પાછળ ન જોતાં આગળ વધતા રહેવું move on આવું ન કરીએ તો દુ ખ અને શોકની ગર્તામાંથી કદી બહાર નીકળી જ ન શકાય આમ છતાં જેમની સાથે અમે ટ્રેનિંગ કરી રણભૂમિમાં સાથોસાથ દુશ્મનની ગોળીઓનો સામનો કર્યો રાવિના બરફ જેવા ઠંડા પાણીમાં રાતના અંધારામાં ઉતરી અજાણ્યા ભવિતવ્ય અને મૃત્યુની સંભાવનાથી સભર એવા ધુમસમાં જેમની સાથે પ્રવેશ કર્યો તેવા સાથીઓને અને તેમની સાથેના રોમાંચકારી વાતાવરણને કેવી રીતે ભુલી શકાય એકલતાની પળોમાં જીપ્સી કોઇક વાર ભુતકાળમાં લપસી પડે છે તે જઇ પહોંચે છે સરકંડાના જંગલમાં અને કઠુઆના પુલ પર રાતના અંધારામાં તેને રાઇફલ કે lmgના ઘોડા ચડાવી તેને પડકારતા હૉલ્ટ હુકમ દાર ના કડાકા યાદ આવે છે બાળકના હાથમાંથી મિઠાઇનું પડીકું ઝડપી લેવા તીરની જેમ ઉતરતી સમળીની જેમ આવતા સેબર જેટ અને સ્ટારફાઇટર તથા તેમની મશિનગનના મારના ભણકારા સંભળાય છે અર્ધી રાતે વગડામાં જાણે ડાકણ ચિચિયારી કરતી હોય તેવા અમારા બંકર પર આવતા દુશ્મનની તોપના ગોળાના તીણા અવાજ યાદ આવે છે ડર તો તે વખતે પણ નહોતો લાગ્યો અત્યારે તો નજર સામે દેખાતા યુવાન અફસરની છબિ જોઇ રમુજ ઉપજે છે કેવો ભોટ આદર્શવાદી પાગલ હતો એ જીપ્સી ન તો તેને પોતાની સુરક્ષાનું ભાન હતું કે નહોતી તેને પોતાના પરિવારની ચિંતા ફિકર હતી તે કેવળ તેના હુકમને આધિન એવા જવાનોની જેમણે પોતાના પ્રાણની જવાબદારી તેના ખભા પર સોંપી હતી જિપ્સીની નોંધ આ પોસ્ટ પહેલી વાર ૨૦૦૯માં પ્રકાશિત થઇ ત્યારે તેના સ્નેહી મિત્રોએ લખી મોકલાવેલ પ્રતિભાવ નીચે મૂક્યા છે email this blogthis share to twitter share to facebo share to pinteres tushar bhatt s gujarat june 12 2009 at 10 01 pm time and again it has been underlined in this as well as other writings the treatment meted out to our fighting men is really pathetic both within and outside the army they deserve better and we do not deserve them how many sons and daughters of ias or politicians have joined as foot soldiers or even officers very few there is an impression that jobless poor will send their children to the army and the middle class people in search of a good career for their offspring will send them to become officers the result is that both the civil service and the political wing of the government are indifferent to the plight of the armed personnel 2 as for the 1971 war india had captured thousands of paki soldiers if i remember correctly some 80 000 or so why did the government not bargain with islamabad that we would not release them until they vacate occupied kashmir many feel the paki government would have have given in tushar bhatt reply harnish5 june 13 2009 at 8 16 am once in nj i met a pakistani colonel who was incharge of taking those pak prisoners back according to him they were exactly 96500 his job was to detect indian spies in those incoming prisoners he was on the rajasthan boarder from pakistan in 1971 captain saheb you gave us lots of insight of the army and we learned a lot can not wait to get your bok so we can enjoy your story in one shot no pun intended reply bhumika june 16 2009 at 2 57 am amazing write up i am speechless reading shahid s families reply anonymous june 24 2009 at 6 30 pm માણસ એક વ્યવસાય સ્વીકારે અને તેમાં ઓતપ્રોત થઇ જાય છે ત્યારે તેના મનમાં કદી એવું નથી આવતું કે તે કોઇ મહાન કામ કરી રહ્યો છે તે જે કાંઇ કરે છે તે તેની દિનચર્યાનો ભાગ હોય છે તેમાં તે આનંદ માણે છે સાવ સાચી વાત આ પ્રકરણ બહુ સંવેદના જન્માવી ગયું ક્રીકેટરોને મળતા બહુમાન સાથે આ શહીદો તરફ આપણી બેદરકારીની સરખામણી પણ પંજાબની પરંપરા ગુજરાતમાં કદી પણ આવશે સુરેશ જાની uncategorized જિપ્સીની ડાયરી battle of fatehpur 8 sikh light infantry leave a comment posted by pravinshastri on october 12 2021 સૌજન્યઃ કેપ્ટન નરેંદ્ર ફણસે જિપ્સીની ડાયરી સામાન્ય પ્રવાસી અસામાન્ય અનુભવો tuesday october 12 2021 battle of fatehpur 8 sikh light infantry યુદ્ધ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું પૂર્વ પાકિસ્તાનના મોરચે શું થઇ રહ્યું હતું તે તરફ અમારૂં ધ્યાન નહોતું હકીકત એ હતી કે જેને મિલિટરીની શબ્દાવલીમાં pre emptive strike કહીએ તેમ જેને તેમણે અસાવધ સૈન્ય સમજી આપણી પશ્ચિમ સ્થિત સેનાને નષ્ટ કરવા પહેલાં ઍર ફોર્સ દ્વારા પાકિસ્તાને હુમલો કરીને પંજાબમાં મોરચો ખોલ્યો હતો પંજાબ ધિખતી ધરા થઇ હતી ખાસ કરીને અમૃતસર ડેરા બાબા નાનક ક્ષેત્ર અને ગુરદાસપુર પઠાણકોટ સેક્ટરમાં ભયાનક યુદ્ધ ખેલાઇ રહ્યું હતું ૧૨ ડિસેમ્બરની સવારે મારા co એ કહ્યું આપણી ફતેહપુર ચોકી જેના પર પાકિસ્તાની સેનાનો કબજો હતો ત્યાં ગઇ કાલે રાતે ભયંકર લડાઇ થઇ આપણી 8 sikh light infantryએ તેના પર હુમલો કરીને આખો વિસ્તાર કબજે કર્યો છે આપણા અનેક સૈનિકો વીર થયા આપણે ત્યાં જઇ તેમના co કર્નલ પાઠકને મળીશું અમે ફતેહપુર જવા નીકળ્યા ત્યારે અમને જરા જેટલો ખ્યાલ નહોતો કે આ લડાઇનું સ્વરૂપ કેવું હશે આ વિસ્તારમાં પાકી સડક નહોતી ધુસ્સી બંધને અડીને જતા કાચા રસ્તે સવારના લગભગ નવ વાગે અમે ફતેહપુર પહોંચ્યા પંજાબનો શિયાળો હાડ ગાળી નાખે તેવો પણ આ યુદ્ધક્ષેત્રના વાતાવરણમાં મૃત્યુના તાંડવે વેરેલા વિનાશે ભયાનક ઉષ્ણતા ફેલાવી હતી અહીં જાણે યમરાજ ખુદ પધાર્યા હતા અને પોતાના ખભા પર ત્યાં પોઢેલા વીરોને લઈ એટલી ખેપ કરી હતી કે તેમના થાકેલા ફેફસાંમાંથી નીકળેલા શ્વાસ ઉચ્છ્વાસથી સમગ્ર ધરતી તપી ઉઠી હતી કર્નલ હરીશ પાઠક તેમની કૅમ્પ ચૅર પર બેઠા હતા આજુ બાજુ કારતુસોની મૅગેઝીનોના લાકડાની ખાલી પેટીઓ એક તરફ ગોઠવાયેલી હતી તેમના સૈનિકોએ રણક્ષેત્ર સાફ કર્યું હતું પણ જવાનોના રક્તના રેલાઓથી જમીન ઢંકાઈ હતી તેમાં પંજાબની ધરતીનાં અશ્રુ સમાન ઝાકળબિંદુ ભળ્યા હતા ચારે તરફ શૌર્ય અને ગૌરવની ગાથા સાથે શોકગીત ગાતી હવાની સુરખી અમારા કાનને સ્પર્શ કરતી હતી અમે પહોંચ્યા ત્યારે મિલિટરી હૉસ્પિટલની ત્રણ ઍમ્બ્યુલન્સ ત્યાંથી ધીરે ધીરે બહાર નીકળતી જોઈ કર્નલ પાઠક મીતભાષી હતા કે તેમના વીરગતિ પામેલા સૈનિકોના શોકમાં નિ શબ્દ કહી શકાતું નહોતું આ ઍમ્બ્યુલન્સમાં મારા સાથીઓનાં પાર્થિવ શરીર હતા એકા દ બે મિનિટ શાંત રહ્યા પછી તેમણે જે વાત કહી તથા તેમના અફસરોએ જે વિગતો લખી તેનું વૃત્તાંત આપીશું કર્નલ પાઠક મારી બટાલિયન રિઝર્વ એટલે યુદ્ધમાં જરૂર પડે તો જ તેને ઉપયોગમાં લેવાય એવી રીતે ગોઠવવામાં આવી હતી યુદ્ધમાં ભાગ લેવા નહીં મળે તે જાણીને મારા અફસરો અને જવાનો નાસીપાસ થયા હતા અમારી 8 sikh light infantry નવી જ ઊભી કરાયેલી બટાલિયન હતી જો કે તેના સિનિયર સરદાર સુબેદાર મેજર તથા અન્ય જુનિયર કમિશન્ડ ઑફિસર્સ અને અનુભવી નૉન કમિશન્ડ ઑફિસર્સ હવાલદાર અન્ય બટાલિયનોમાંથી લેવાયા હતા બાકીના બધા યુવાન અફસરો તથા જવાન રાઇફલમેન ટ્રેનિંગ સેન્ટર્સમાંથી આવ્યા હતા અમારા માટે added value એ હતી કે મારા સઘળા યંગ ઑફિસર્સ સેકન્ડ લેફ્ટેનન્ટ લેફ્ટેનન્ટ કૅપ્ટન કમાંડો ટ્રેનિંગ લઇને આવ્યા હતા અને વિશ્વની કોઇ પણ અગ્નિપરીક્ષા હોય તો તેનો સામનો કરવાની ક્ષમતા તેઓ ધરાવતા હતા મારી બટાલિયન 96 infantry brigadeમાં જોડાઇ ૩ ૪ ડિસેમ્બરની રાતે અમને સમાચાર મળ્યા કે પાકિસ્તાનની સેનાએ બુર્જ અને ફતેહપુરની ચોકીઓ પર કબજો કર્યો હતો ત્યાર બાદ ૬ ડિસેમ્બરે અમારી સાથી 15 maratha તથા ૨૩મી bsfએ બુર્જ પર હુમલો કરી જીતી લીધું હતું હવે ફતેહપુર પાછું મેળવવાનો નિર્ણય લેવાયો ત્યારે અમને આ task મળશે એવું જાણવા મળ્યું ત્યારે મારા અફસરો અને જવાનોમાં ખુશીની લાગણી ફેલાઇ અમે પ્રારંભિક recce કરી પરિસ્થિતિ એવી હતી કે ભારતની ફતેહપુર ચોકીથી ૧૫૦ ગજ પર આંતરરાષ્ટ્રીય સીમા હતી ત્યાંથી પાકિસ્તાનની આ જ નામની ચોકી લગભગ ૨૦૦ ગજ પર હતી અને તેની પાછળ રાવી નદી મારા આકલન પ્રમાણે તેમના હાથમાં ગયેલી આપણી ફતેહપુર ચોકી પાછી લેવાથી કામ પૂરૂં નહી થાય અમારે તેમની ફતેહપુર ચોકી પણ કબજે કરવી જોઇશે આમ ન કરાય તો તેઓ ત્યાંથી ભારે counterattack કરી શકે આ એવી યોજના હતી કે તેમાં વિજય પરાજય વચ્ચે પાતળી રેખા હતી તેમાં દૃઢતા હિંમત અને સર્વસ્વ દાવ પર લગાડવાની ક્ષમતા કોનામાં છે તે આ યુદ્ધનું પરિણામ નક્કી કરશે મને મારા શીખ જવાનો અને યુવાન અફસરો પર પૂરો વિશ્વાસ હતો અમારૂં લક્ષ્ય objective આપણી ફતેહપુર ચોકીને અડીને આવેલ ધુસ્સી બંધ હતો જે ચોકટના એક્કાના આકારમાં ફેલાયો હતો તેની પાછળ હતી આપણી ફતેહપુર ચોકી જેના પર તેમનો કબજો હતો ત્યાંથી આંતરરાષ્ટ્રીય સીમાને પાર હતી તેમની આ જ નામની ચોકી અને તેની પાછળ રાવી નદી આમ અમારા પ્રતિપક્ષની સુરક્ષા પંક્તિ ત્રણ દિવાલોની હારમાળા જેવી હતી વાચકોને ખ્યાલ આવે તે માટે તેનું રેખાચિત્ર નીચે આપ્યું છે અમારી recce પ્રમાણે જમીન પર સ્થિતિ નીચે પ્રમાણે દેખાતી હતી ધુસ્સી બંધની ટોચ પર તેમણે બંકર બાંધ્યા હતા તે દેખાતું હતું જો કે તેમાં ક્યા પ્રકારના શસ્ત્રો હતા તે આટલા ટૂંકા સમયમાં જાણી શકાયું નહીં સામાન્ય રીતે કોઇ પણ સ્થાન પર હુમલો કરવાનો હોય તો સામે ધસી જવામાં સૌથી વધુ હાનિ થતી હોય છે આથી કોઇ પણ હુમલો કરવાનો હોય તો પડખા તરફથી એટલે કે flanking attack કરવાનું પસંદ કરાય છે અહીં પરિસ્થિતિ વિષમ હતી સામે ઉંધો ત્રિકોણ હતો અને તેની બન્ને બાજુના ધુસ્સી બંધ પર સીધી રક્ષા પંક્તિ અહીંની રક્ષાપંક્તિમાં બેઠેલી પાકિસ્તાની સેનાને એવી અનુકૂળતા હતી કે તેમના પર કોઇ પણ દિશામાંથી હુમલો કરવાનો થાય તો તે frontal એટલે સામી છાતીએ ધસી જવા સિવાય કોઇ વિકલ્પ નહોતો આ જાણે ઓછું હોય દુશ્મને તેમની સામેના ભાગમાં માનવ અને વાહન વિરોધી માઈન્સ બીછાવી હતી માનવ વિરોધી માઇન પર કેવળ વીસ રતલ વજન પડે તો જેનો પગ તેના પર પડ્યો હોય તે ધડાકા સાથે ઉડી જાય અમે ચારે કંપનીઓનો સંયુક્ત હુમલો કરવાનો નિર્ણય લીધો મેં મધ્યમાં રહી હુમલામાં ભાગ લેવાનું નક્કી કર્યું સેકન્ડ લેફ્ટેનન્ટ i n raiનું વૃત્તાંત ફતેહપુર પોસ્ટ પર હુમલો કરતી વેળાએ સેકન્ડ લેફ્ટેનન્ટ રાયની તસ્વિર ડાબી બાજુએ જમણી બાજુએ વર્ષો બાદ મેજર થયા પછીની છબિ અમને રાતના ૧૧ વાગે હુમલો કરવાનો હુકમ મળ્યો હતો બધી તૈયારી થઇ ગઇ હતી ચારે કંપનીઓને જે લક્ષ્ય આપવામાં આવ્યું હતું તેનું અમે નિરિક્ષણ કરી લીધું હતું રાતના દસ વાગે શત્રુની રક્ષાપંક્તિ પર આપણી આર્ટિલરીએ બૉમ્બાર્ડમેન્ટ શરૂ કરયું અમારી પાસે એક કલાકનો સમય હતો જવાનોના લંગરમાંથી આવેલી ગરમાગરમ દાળ અને જાડી રોટલીઓનું ભોજન મારા સાથીઓ કૅપ્ટન કરમસિંહ અને લેફ્ટેનન્ટ નૈયર અને મેં સાથે કર્યું ભોજન પૂરું થયું અને અમે અમારી કંપનીઓમાં ગયા અમારી ખાસ ટુકડીએ રાતના અંધારામાં આગળ જઇ દોરેલી લાઇન જેને અમે fup forming up place કહીએ ત્યાં જઇ રાઇફલ પર સંગિન ચઢાવી તૈયાર હાલતમાં બેઠા રાતના બરાબર અગિયાર વાગે co સાહેબની ગર્જના સંભળાઇ બોલે સો નિહાલ અને આખી બટાલિયન ગરજી સત શ્રી અકાલ અને અમે દોડીને દસ ફીટ ઉંચા ધુસ્સી બંધ તરફ ધસી ગયા દુશ્મન તૈયાર બેઠો હતો તેમણે પહેલાં મૅગ્નેશિયમની flare ઉજાસ વાળા ગોળા હવામાં છોડ્યા જેથી આખો વિસ્તાર પ્રકાશમય થઇ ગયો તેઓ અમને ઉંચાઇએથી જોઇ શકતા હતા જેથી અમારા પર ફાયરિંગ શરૂ કર્યું અમે તેમના હથિયારોની નળીમાંથી નીકળતા આગના તણખા સમાન ટ્રેસર રાઉંડ આ એવી ગોળી હોય છે જેમાંથી લાલ પ્રકાશ નીકળે અને તે લગભગ અર્ધી મિનિટ સુધી ઝગમગગતો રહે છે જે જોઇને ગોળી ચલાવનાર સૈનિક જોઇ શકે છે તેની ગોળી ક્યાં અથડાય છે તેમની પાસે હતા એટલા બધાં હથિયારો વડે અમારા પર ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું ત્રણ દિશાએથી તેમની ભારે મશિન ગનના વણથંભ્યે ચાલતી ગર્જના સમા ધડાકા તેમની લાઇટ મશિન ગનનો અવાજ અને રાઇફલમેનની રાઇફલોમાંથી રોકાઇ રોકાઇને આવતા ધડાકા શરૂ થયા વચ્ચેજ અમારા માર્ગમાં આવતી માઇન પર અમારા જવાનનો પગ પડતાં ધડાકા સાથે તે ફાટતી અને જવાનનો પગ કપાઇને હવામાં ઉડતો અને જવાન જ્યારે હુમલો કરવા શીખ લાઇટ ઇન્ફન્ટ્રીના જવાન ધુસ્સી પરનો ઢાળ ચઢવા દોડી ગયા ત્યારે તેમના પર થયેલ ગોળીબાર આ પ્રકારનો હતો મશિનગનોનું સંધાન એવું હતું કે તેના cross fireમા મોટા ભાગના સૈનિકો સપડાય મિડિયમ મશિનગન ૮૦૦ ગજ દૂરથી અને lmg ૩૦૦ ગજ દૂરથી માણસ કે પ્રાણીને ઢાળી શકે અમે જેવા તેમના બંકર સુધી પહોંચ્યા તેમના ફાયરિંગની ઉત્કટતા વધી ગઇ હવે તેમણે અમારા ધસી જતા સૈનિકો પર anti tank ગોળા ચલાવતી rcl રિકૉઇલલેસ ગન ના ગોળા છોડવાની શરૂઆત કરી પહેલો ગોળો મારા ભાઇબંધ કૅપ્ટન કરમસિંહના શરીરની આરપાર નીકળી ગયો તેના શરીરના બે ટુકડા થયા કોઇ પૂછશે આ શક્ય છે હા આ સત્ય છે વિચાર કરો rcl ના નક્કર ધાતુના ગોળાનો વ્યાસ ૧૦૬ મિલિમિટર હોય છે તેની ગતિ અને ઘાતક શક્તિ એટલી ભયંકર હોય છે કે છ ઇંચ જાડી પોલાદની ભીંત સમી ટૅંકને ૩૦૦ ગજ દૂરથી ભેદીને ટૅંકમાં બેસેલા સૈનિકોને ધ્વસ્ત કરી શકે છે કરમસિંહ પર આ ગોળો કેવળ ચાર ફીટના અંતરેથી વાગ્યો હતો બીજી તરફ લેફ્ટેનન્ટ નૈયર તેના સૈનિકો સાથે મિડિયમ મશિનગનના મોરચા પર ચઢી ગયો મશિનગનનો બર્સ્ટ તેના ચહેરા પર વાગ્યો અને તે પણ એ જ ક્ષણે વીર થયો બહાદુર શીખ જવાનો ધુસ્સી પર ચઢ્યા અને હાથોહાથની લડાઇ શરૂ થઇ તેઓ તેમની રાઇફલ અને બૅયોનેટ સાથે અને અમે અમારી રાઇફલ બેયોનેટ સાથે લડ્યા અમે ખુલ્લામાં હતા જ્યારે તેઓ સુરક્ષિત બંકરમાં જ્યાં તેમના પર અમારી તોપના ગોળાઓથી મોટા ભાગે બચી ગયા હતા અમારા સૈનિકો ટપોટપ પડતા હતા પણ મરતાં મરતાં પણ તેઓ કહેતા હતા સાબજી સાઢી ફિકર મત કરના તુંસી બઢો ખતમ કરો ઉન્હાંનૂ એક ક્ષણ તો એવું લાગ્યું કે હુમલો કદાચ નિષ્ફળ જશે તેમની રક્ષાપંક્તિ એટલી મજબૂત હતી કે ન પૂછો વાત ત્રિકોણની બે પાંખ પર કબજો થયો પણ ટોચ પરથી હજી success signal આકાશમાં વેરી લાઇટ પિસ્તોલમાંથી છોડાતી લીલા પ્રકાશ વાળી ગોળી હજી આવતી દેખાઇ નહી હવે વાત સાંભળીએ કર્નલ પાઠકની ત્રિકોણના ટોચ પર કબજો કરવાનું કામ મેં મેજર તિરથસિંહ અને તેની આલ્ફા કંપનીને સોંપ્યું હતું એક કંપનીમાં લગભગ સો જવાન હોય છે તેના વાયરલેસ મૅસેજ આવતા હતા સર લક્ષ્ય પર પહોંચી ગયો છું પણ મારા પર તેઓ કાઉન્ટર ઍટેક કરી રહ્યા છે મારી પાસે કેવળ પંદર જવાન રહ્યા છે બાકીના વીરગતિ પામ્યા કે ઘાયલ થયા છે હું સામનો કરી રહ્યો છું કેટલીક મિનિટ બાદ ફરી મેજર તિરથસિંહનો વાયરલેસ રણક્યો સર ઍટેકને નિષ્ફળ કર્યો છે હવે મારી પાસે ચાર જવાન રહ્યા છે દુશ્મન regroup કરીને આવી રહ્યો છે મારા આગલા વાયરલેસની રાહ જુઓ બે મિનિટ બાદ મેજર તિરથસિંહનો સંદેશો અવ્યો રેડ ઓવર રેડ ઓવર રેડ આઇ રિપિટ રેડ રેડ રેડ હું ચોંકી ગયો રેડ રેડ રેડનો અર્થ થાય છે મારા પર જ આર્ટિલરીના ગોળા વરસાવો કેમ કે દુશ્મન મારા મોરચા પર પહોંચી ગયા છે મારી પાસે તેમનો સામનો કરવા કોઇ સૈનિક બચ્યો નથી દુશ્મનને ખતમ કરવાનો આ જ એક મોકો છે મેં તેને પૂછ્યું are you sure તિરથસિંહે ફરી કહ્યું રેડ રેડ રેડ અને તેનો વાયરલેસ સેટ બંધ પડી ગયો અમે તરત તેની position પર આર્ટિલરીના ગોળાઓ વરસાવ્યા તે બંધ થતાં હું કૂમક લઇને તેની પોઝિશન પર પહોંચ્યો તિરથસિંહ અને તેના જવાન જીવિત નહોતા તેમની સામે અને આસપાસ લગભગ પચાસે ક જેટલા દુશ્મન સૈનિકો મરેલી કે ઘાયલ અવસ્થામાં પડ્યા હતા અમે ભારે કિંમત આપીને પણ લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું અમે બાકી બચેલા જવાનો સાથે આગળનો વિસ્તાર clear કર્યો અને દુશ્મનને કેવળ સરહદ પાર જ નહી રાવી નદીને પાર તગેડી મૂક્યો હતો મને મારા સૈનિકોના શૌર્ય પર ગૌરવની ભાવના છે તેમણે અમને મળેલી કામગિરીને સફળતા કરી બતાવી આ હુમલામાં શીખ લાઇટ ઇન્ફન્ટ્રીના ત્રણ યુવાન અફસર અને ૩૮ જવાન વીર ગતિ પામ્યા ૧૦૧ ઘાયલ થયા દુશ્મન પર ચાર્જ કરતી વેળાએ તેમના ગોળીબાર અને માઇન્સના સ્ફોટમાં અમારા ઘાયલ થયેલા જવાનોને સારવાર માટે લઇ જવા ઍમ્બ્યુલન્સ બોલાવી અમારા રેજિમેન્ટલ મેડિકલ ઑફિસર તેમના પૅરામેડિક સાથે રણમેદાનમાં આવ્યા અને તેમની ગાડી ઍન્ટી ટૅંક માઇન પર એવા ધડાકા સાથે હવામાં ઉછળી...
|