Meta tags:
description= 10 posts published by Dipak Dholakia during April 2016;
Headings (most frequently used words):
creating, new, medina, state, power, islam, and, the, quest, for, pakistan, in, late, colonial, north, india, venkat, dhulipala, dipak, dholakia, spam, blocked, મહિનો, એપ્રિલ, 2016, kashmir, mountbatten, jinnah, 14, 13, 12, 11, shirin, ebadi, nobel, laureate, from, iran, 10, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, મદીના, પછી,
Text of the page (most frequently used words):
અને (414), એમણે (164), પાકિસ્તાન (156), કહ્યું (143), મુસ્લિમ (137), માટે (135), કરી (102), હતા (101), હતો (98), નહીં (94), પછી (89), નથી (88), હોય (84), એટલે (83), હતી (76), એમને (74), પરંતુ (67), મુસલમાનો (67), હતું (67), સાથે (61), કોઈ (60), શકે (60), એમની (58), જિન્ના (55), હિન્દુ (55), બહુ (54), જોઈએ (54), કર્યો (51), કરતાં (50), 2016 (48), એમના (46), રીતે (42), પાકિસ્તાનની (42), રાજ્ય (42), વિશે (41), india (39), માત્ર (39), તેમ (38), કારણ (37), કરે (37), મેં (37), આવી (36), જિન્નાએ (36), ભાગલા (35), લીગ (34), વાત (33), હિન્દુઓ (32), પ્રમાણે (32), ગયા (32), લાહોર (32), કર્યું (31), ત્યારે (31), લીગના (31), ભારત (30), વધારે (30), and (29), એના (29), હવે (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), the (28), pakistan (28), બહુમતી (28), આપી (28), એની (28), શું (28), હું (28), યુક્ત (28), એપ્રિલ (27), કંઈ (27), હશે (27), સામે (27), આપ્યો (27), તેઓ (27), અલગ (27), એને (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), તરીકે (26), પહેલાં (26), એનો (26), ઇસ્લામી (26), માર્ચ (25), for (25), creating (25), new (25), medina (25), power (25), islam (25), જિન્નાને (25), જૂન (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), dipak (24), state (24), quest (24), late (24), colonial (24), north (24), venkat (24), dhulipala (24), દેશના (24), પુસ્તકોનો (24), પરિચય (24), આપણે (24), સુધી (24), જાય (24), કરીને (24), સરકાર (24), મુસલમાન (24), ઇસ્લામ (24), વચ્ચે (24), એમાં (24), બીજા (24), 2014 (23), ત્રણ (23), ભારતના (23), બની (23), લીગની (23), ત્યાં (23), વિરોધ (23), થાય (23), પાકિસ્તાનના (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), dholakia (22), રજૂ (22), રહેશે (22), લઘુમતી (22), કરવા (22), પોતાના (22), પાકિસ્તાનનો (22), કહે (22), મારી (21), આપ્યું (21), એવી (21), માગણી (21), બ્રિટિશ (21), એણે (21), લખ્યું (21), ઠરાવ (21), લીગે (20), જેમ (20), થશે (20), બન્ને (20), પાકિસ્તાનમાં (20), મુસલમાનોને (20), પ્રાંતના (20), અલી (20), જાવેદ (20), મુસલમાનોની (19), પોતે (19), ખાસ (19), શરૂ (18), 2013 (18), 2022 (18), આવ્યો (18), જશે (18), હિન્દુસ્તાન (18), સવાલ (18), જવાબ (18), લીધો (18), રહી (18), કોંગ્રેસ (18), કરવાનો (17), ટકા (17), માં (17), છતાં (17), પ્રાંતોના (17), આંબેડકરે (17), અધિકાર (17), તૈયાર (17), રાષ્ટ્ર (17), કરોડ (17), તમે (17), છું (17), 2011 (16), ભાગલાની (16), સમીક્ષા (16), રાજકીય (16), પંજાબ (16), મોટા (16), સ્પષ્ટ (16), બીજી (16), નહોતા (16), સરહદ (16), કરશે (16), રહ્યા (16), ધર્મ (16), કરતા (16), આખા (16), ભાગ (16), મળે (16), લિયાકત (16), નહોતી (16), મૌલાના (16), નામ (15), આજે (15), સૌથી (15), કરવામાં (15), રહે (15), આના (15), પાસે (15), મને (15), ગયો (15), ઇસ્લામિક (15), શકાય (15), હિન્દુઓની (14), સ્થિતિ (14), નહોતો (14), સામાન્ય (14), માને (14), આપે (14), થયો (14), થયું (14), વસ્તી (14), 2025 (13), ઉદ્દેશ (13), આમાં (13), મોટી (13), તરફ (13), જેવા (13), પાકિસ્તાનને (13), ચર્ચા (13), વિરુદ્ધ (13), એટલું (13), પુસ્તક (13), આપવા (13), બધા (13), એમનું (13), મુખ્ય (13), કામ (13), નેતા (13), રિઝવી (13), મદદ (13), શિરીન (13), દીપક (12), ધોળકિયા (12), વગેરે (12), કરવાની (12), સમક્ષ (12), બીજું (12), મળી (12), હિન્દુઓને (12), કેમ (12), ભારતીય (12), મળશે (12), માની (12), પડશે (12), અર્થ (12), પડે (12), મારા (12), ઇસ્લામના (12), જાહેર (12), ધાર્મિક (12), નેતાઓ (12), હોત (12), કાશ્મીર (12), ઉલેમા (12), like (11), uncategorized (11), પ્રયાસ (11), વાર (11), આગળ (11), આવે (11), એવો (11), કારણે (11), જુદી (11), હતાં (11), ટેકો (11), ધ્યાન (11), કોમ (11), દેશ (11), લોકો (11), આધાર (11), દલીલો (11), પડી (11), અમે (11), માગતા (11), યોજના (11), મુસાવિર (11), લીધી (11), પસંદ (10), દ્વારા (10), webgurjari (10), tags (10), categories (10), posted (10), author (10), loading (10), વિશેનાં (10), ગાંધીજીએ (10), તેના (10), લેવા (10), તેમાં (10), કૉન્ફરન્સમાં (10), તેનો (10), કોમી (10), રક્ષણ (10), બને (10), સ્વતંત્ર (10), ટીકા (10), દીધી (10), સિદ્ધાંત (10), શીખો (10), વખતે (10), ઉત્તર (10), વળી (10), ગયું (10), પોતાની (10), પૂછ્યું (10), વૈશ્વિક (10), ખ્યાલ (10), મોટો (10), થયા (10), મહેમૂદાબાદના (10), કાયદા (10), અહમદ (10), મદીના (10), જાવેદને (10), ધીમે (10), બઝ્મીએ (10), ઉસ્માનીએ (10), કરો (9), ટિપ્પણી (9), બારી (9), આપવાનો (9), વિચારોને (9), રજૂઆત (9), આમંત્રણ (9), મુસલમાનોના (9), વસ્તીની (9), રસ્તો (9), વિચારને (9), અથવા (9), પ્રાંતો (9), દીધો (9), બાજુ (9), રાજ (9), ઉપરાંત (9), મુસલમાનોનું (9), પોતાનો (9), બીજો (9), આવતા (9), કહી (9), દીધું (9), બનશે (9), ગાંધીજી (9), પત્ર (9), નિર્ણય (9), જોવા (9), કદી (9), ભારતમાં (9), ટુસીએ (9), જરૂરી (9), ફરી (9), હેઠળ (9), પરથી (9), લાગ્યું (9), કર્યા (9), પ્રાંતમાં (9), રાજા (9), ઘરે (9), એમનો (9), લાગુ (9), રાજાએ (9), ખાને (9), પ્રાંતોમાં (9), પ્રાંત (9), કોંગ્રેસે (9), નહેરુ (9), જેમાં (9), આવ્યા (9), મૌલવી (9), જમિયતુલ (9), martyrs (8), freedom (8), struggle (8), partition (8), વેબગુર્જરી (8), નોંધઃ (8), શ્રેણીનો (8), સમીક્ષાનો (8), લેખકના (8), પ્રામાણિક (8), ત્રુટિ (8), જણાય (8), કરનારની (8), સરકારી (8), વ્યવસ્થા (8), બંગાળના (8), જેવું (8), મળ્યો (8), મુસ્લિમોની (8), વિરોધી (8), તેની (8), આવ્યું (8), કરવાનું (8), આપીને (8), બદલે (8), એવું (8), મજબૂત (8), માનતા (8), ખિલાફત (8), દેશો (8), મહત્ત્વનો (8), મુદ્દો (8), પંજાબના (8), વિચાર (8), cambridge (8), university (8), press (8), isbn (8), 9781107052123 (8), publisher (8), 1st (8), edition (8), october (8), list (8), price (8), 995 (8), english (8), મુદ્દા (8), પાંચ (8), બલિદાન (8), છીએ (8), નહોતું (8), આત્મનિર્ણયનો (8), શાસન (8), અમુક (8), મહંમદ (8), બહાર (8), ખાન (8), ઇસ્માઇલ (8), સાર્વભૌમ (8), સંદેલવીએ (8), ખરેખર (8), બનાવવાનો (8), ઉદાહરણ (8), જુદા (8), પયગંબર (8), સજા (8), જોડાણ (8), com (7), રહ્યું (7), indian (7), leave (7), comment (7), અહીં (7), વાતચીત (7), અછૂતો (7), દેશમાં (7), સમસ્યા (7), મુસ્લિમોને (7), બહુમતીવાળા (7), હિન્દુસ્તાનમાં (7), મુસ્લિમો (7), ઉકેલ (7), આવશે (7), ભારતની (7), નીતિ (7), પોતાનું (7), પહેલા (7), આંદોલન (7), લડાયક (7), વાયવ્ય (7), બદલો (7), વર્ષ (7), હિન્દુઓના (7), બધી (7), સલાહ (7), દલીલ (7), આથી (7), દેખાડ્યું (7), રચના (7), જરૂર (7), પાછા (7), આનો (7), તરત (7), ભલે (7), લાગ્યા (7), આપતાં (7), ભોગ (7), વેંકટ (7), કોશિશ (7), સાંસ્કૃતિક (7), આર્થિક (7), રહ્યો (7), લીગને (7), વિચારો (7), રહેતા (7), શિયાઓ (7), સખત (7), શબ્દોમાં (7), રિપોર્ટ (7), શબ્દ (7), ભારે (7), લીધું (7), કોંગ્રેસની (7), અંતિમ (7), ઇચ્છા (7), જમીન (7), મળવા (7), વતન (7), પહેલી (7), જાવેદે (7), ફોન (7), દિવસે (7), એબાદી (7), એવા (7), પરિણામે (7), નવી (6), ઉલ્લેખ (6), ઘણી (6), માગે (6), અંગત (6), ચર્ચાઓ (6), આવું (6), સિવાય (6), દાવો (6), તેવા (6), જેવો (6), કોંગ્રેસના (6), જાણે (6), સ્થાન (6), પહેલું (6), અંગ્રેજી (6), માંગ (6), હિન્દુસ્તાનની (6), યાદ (6), હોવા (6), હાથ (6), લખે (6), ઇસ્લામની (6), ભાર (6), આપવામાં (6), છેઃ (6), શકશે (6), થવા (6), લગભગ (6), કલ્પના (6), ભાષા (6), પ્રચાર (6), માટેના (6), મહત્ત્વની (6), ન્યાય (6), વ્યક્ત (6), માટેની (6), પ્રાંતોને (6), જીવન (6), રાજ્યમાં (6), શક્ય (6), શાંતિ (6), જ્યાં (6), હોવો (6), તેને (6), સંબંધો (6), સૈયદ (6), બન્યું (6), લાભ (6), shirin (6), ebadi (6), નૉબેલ (6), પાડી (6), એટલી (6), વાંધો (6), હજાર (6), પ્રધાન (6), લખતા (6), કાયદે (6), સજ્જાદે (6), બીમાર (6), વડા (6), http (6), માઉંટબૅટન (6), નોટ (6), શોધો (5), લેખ (5), આવો (5), પ્રત્યાઘાત (5), જિન્નાના (5), વલણ (5), થિયરી (5), આખી (5), વસ્તીને (5), અંકુશ (5), છૂટ (5), માગણીને (5), સંકેત (5), સીટો (5), સ્વીકાર (5), એનું (5), આક્ષેપ (5), વિશ્વયુદ્ધ (5), કારણો (5), મુખ્યત્વે (5), વચ્ચેની (5), બ્રિટન (5), તરફથી (5), કચડી (5), ઐતિહાસિક (5), મહત્ત્વ (5), લેશે (5), કબજો (5), સારો (5), મુસલમાનોનો (5), જેવી (5), સંયુક્ત (5), હાથમાં (5), બાબતમાં (5), પંજાબમાં (5), ખાતરી (5), આપ્યા (5), હિન્દુસ્તાનના (5), સરકારને (5), ચિંતા (5), દૂર (5), આપણા (5), વિગતો (5), લખીને (5), મળ્યું (5), કદાચ (5), કલાક (5), સમય (5), પાર્ટી (5), સૂચવ્યું (5), મુક્તિ (5), લઘુમતીમાં (5), હંમેશાં (5), સ્વીકારી (5), બનાવવાની (5), ઇનકાર (5), દરેક (5), પશ્ચિમમાં (5), પડકાર (5), આપવો (5), લેખો (5), પ્રકાશિત (5), લાગે (5), વિના (5), ભૂમિકા (5), વાચક (5), ભાષણો (5), પાકિસ્તાનનું (5), ઉર્દુમાં (5), લેખક (5), નવા (5), જઈએ (5), પસાર (5), ખાનને (5), શિયાઓના (5), શિયા (5), લેવાની (5), બધું (5), કરશું (5), બનાવી (5), જવાબદારી (5), જમ્મુ (5), મધ્ય (5), હકુમત (5), ખરી (5), સોમવારે (5), બરાબર (5), દસ્તાવેજ (5), પયગંબરના (5), ગયાં (5), અભિપ્રાયો (5), પશ્ચિમી (5), મૌલવીઓ (5), મીટિંગ (5), ઇંડિયા (5), મૌલાનાઓ (5), આંતરરાષ્ટ્રીય (5), પરિણામ (5), ગણાવી (5), ઘણા (5), પાસેથી (5), જોઈ (5), ઘટના (5), તું (5), મેહરી (5), દિવસ (5), માણસ (5), રાખવા (5), માગી (5), નેતાઓને (5), દિન (5), જવું (5), આકરી (5), ભાષણ (5), મામદોતે (5), અધિકારો (5), પાકિસ્તાને (5), આઝમ (5), નહેરુએ (5), ઉર્દુ (5), પ્રોફેસર (5), ઉસ્માની (5), ઉનકી (5), શેખ (5), www (5), લૉર્ડ (5), બેડરૂમમાં (5), લોકમત (5), મહારાજા (5), કાશ્મીરમાં (5), wordpress (4), blocked (4), spam (4), સંગ્રહ (4), adventurous (4), subhashbabu (4), સંદેશ (4), ફ્રેંક (4), જિન્નાની (4), ગુજરાતીમાં (4), જિન્નાનો (4), પત્રકાર (4), નોકરીઓમાં (4), જવા (4), સંખ્યા (4), બુધવારે (4), નજરે (4), સાથી (4), ૧૯૪૧માં (4), મળેલી (4), સરહદો (4), સમસ્યાનો (4), ભાગે (4), ચાલ્યા (4), ઉપાય (4), લઘુમતીને (4), એટલા (4), ઊભી (4), કેન્દ્ર (4), જવાબદાર (4), હાલત (4), મતદાર (4), લઘુમતીઓને (4), દૈવી (4), વિષય (4), લશ્કરમાં (4), નકારી (4), હિન્દુસ્તાની (4), સાથ (4), બદલામાં (4), આપ્યાં (4), મનમાં (4), પ્રાંતની (4), સત્તા (4), કોમો (4), હિન્દુઓએ (4), સૈનિકો (4), જગ્યાએ (4), બંધ (4), જોરદાર (4), અફઘાનિસ્તાન (4), પોતાનાં (4), જોડાય (4), આવક (4), આધારે (4), ખોટી (4), ઠરાવી (4), જુદાં (4), યોગ્ય (4), વર્ગ (4), કાઢી (4), ભાગના (4), એનાં (4), દૃષ્ટિએ (4), કહેતા (4), આંબેડકરનું (4), નિબંધ (4), લખ્યો (4), પુસ્તકની (4), મળ્યા (4), મોરાએસે (4), ઊભા (4), પડ્યા (4), હિંમત (4), આઝાદ (4), જાણવા (4), રહેવાનું (4), અંતે (4), નવો (4), મુસલમાનોએ (4), સ્થાપિત (4), બનવાની (4), વિસ્તાર (4), સંપૂર્ણ (4), વચ્ચેના (4), નબળું (4), માનનારા (4), દાખલા (4), ધૂલિપાલા (4), કરતું (4), રૂપે (4), બનાવ્યું (4), સંગઠન (4), કહેવું (4), આશ્ચર્ય (4), વ્યક્તિગત (4), હાજર (4), નહેરુને (4), પ્રેમ (4), તમને (4), સત્તાઓ (4), ત્રીજા (4), કુરાન (4), અસર (4), કરતી (4), નિયમ (4), નાના (4), યુદ્ધ (4), ચૂંટણીમાં (4), અનીસુદ્દીન (4), ઠરાવમાં (4), રાજ્યો (4), અદલાબદલી (4), પ્રદેશ (4), વર્ષથી (4), સિંધ (4), વાજબી (4), આવવા (4), હેતુ (4), ઇસ્લામને (4), સ્વતંત્રતા (4), જીવનને (4), ઇલાહી (4), મેળવી (4), ઉપખંડ (4), વિવરણ (4), કેવું (4), હોવું (4), માહિતી (4), ઇસ્લામમાં (4), ગુલામ (4), ફરજ (4), સ્ત્રીઓ (4), ચૂંટણી (4), લોકોને (4), બન્યા (4), હેઠળની (4), પ્રાદેશિક (4), આની (4), આખો (4), બ્રિટને (4), હૉસ્ટેજ (4), બનાવવા (4), છોડીને (4), રૂપ (4), તુર્કી (4), તદ્દન (4), nobel (4), લઈને (4), હજી (4), પત્નીને (4), નામે (4), પાછળ (4), જેથી (4), ખબર (4), દરવાજો (4), વર્ષોથી (4), આખું (4), જાવેદના (4), લાગતું (4), એનાથી (4), થતી (4), છેક (4), કૉન્ફરન્સ (4), અપીલ (4), ૦૦૦ (4), બેઠક (4), અલ્હાબાદમાં (4), પ્રમુખ (4), બનતાં (4), જાહેરમાં (4), યમુના (4), હિમાયત (4), મુસાવિરે (4), જોડાવું (4), જોડાઈ (4), અખબારો (4), સજ્જાદ (4), સ્યોહારવીએ (4), પ્રેરણા (4), બચાવવા (4), ઝોનમાં (4), છેતરપીંડી (4), નું (4), તેથી (4), નક્કી (4), બઝ્મીના (4), લડાઈ (4), સરદાર (4), રહેવા (4), jui (4), પરિષદે (4), શબ્બીર (4), kashmir (4), pdf (4), પંડિત (4), કબાઇલીઓ (4), દેશી (4), this (3), other (3), blog (3), પેજ (3), સાથેની (3), ગાંધી (3), મંત્રણાઓ (3), વાતો (3), આંબેડકરના (3), પૂરી (3), અખબારે (3), thoughts (3), પ્રત્યે (3), ચાલી (3), અલીએ (3), તરફી (3), સ્વીકારે (3), હંમેશ (3), વસ્તીનું (3), બાન (3), ગણાવ્યો (3), સંકુચિત (3), લઘુમતીઓ (3), કેન્દ્રીય (3), માનવા (3), પ્રાંતીય (3), પ્રતિનિધિત્વ (3), દેશની (3), આંબેડકર (3), વિદ્રોહ (3), છોડી (3), આપવાનું (3), આનાં (3), સૈનિક (3), ભરતી (3), હુમલો (3), સૈનિકોએ (3), લડાઈમાં (3), ચલાવી (3), શાસક (3), પંજાબીઓ (3), મૂર્ખતાપૂર્ણ (3), કાયમ (3), વિનાની (3), સ્વાભાવિક (3), કોમોને (3), આંબેડકરની (3), લેવી (3), સારામાં (3), હિતમાં (3), કયા (3), સૈન્યમાં (3), સ્વાધીનતા (3), સેનાની (3), તેવી (3), બૃહદ (3), pan (3), islamism (3), કરવો (3), હોઈ (3), વતી (3), કરેલા (3), બનવાનો (3), સીધો (3), પ્રદેશો (3), જિલ્લા (3), આંકડા (3), પૂર્વ (3), બાંગ્લાદેશ (3), જ્યારે (3), મહત્ત્વનું (3), સાધનો (3), વૈજ્ઞાનિક (3), દલીલને (3), નદી (3), ઠેકડી (3), ભૌગોલિક (3), કુદરતી (3), વધે (3), ઠરાવને (3), વાંચવા (3), જાતે (3), કરું (3), પુસ્તકો (3), દાખલો (3), આઝાદી (3), વિદાય (3), કાર (3), અનુભવ (3), બોલે (3), અવાજ (3), દેખાઈ (3), આવીને (3), આપણી (3), ગણાવ્યા (3), પ્રથમ (3), એમનાં (3), હોવાનું (3), પ્રગટ (3), માંડી (3), સમર્થન (3), રાષ્ટ્રનો (3), સમાચાર (3), સમજૂતી (3), પાડવાનું (3), ખલિફાના (3), ખલિફા (3), મુસલમાનોમાં (3), મહેચ્છા (3), નવું (3), બનાવવું (3), રહેવું (3), ટુસીના (3), સૂર (3), રાષ્ટ્રો (3), બનાવવામાં (3), સોદાબાજી (3), ઉપયોગ (3), વિગતવાર (3), વધી (3), તેમને (3), મેળવવા (3), એકમાત્ર (3), લીગનું (3), ચાલે (3), પહોંચ્યા (3), મળતું (3), પરિષદ (3), બનાવ્યા (3), વારસ (3), માટેનો (3), રાષ્ટ્રમાં (3), ગવર્નમેન્ટ (3), ઝડપથી (3), લીગમાં (3), કરાવી (3), નિયમો (3), હોવી (3), ગવર્નર (3), મળવી (3), ધ્યાનમાં (3), રાજાના (3), ઉમેદવારોને (3), રિઝવીને (3), શિયાઓમાં (3), શંકાઓ (3), લિયાકતને (3), નામનું (3), ખુરશીદ (3), અમને (3), થતું (3), સવાલો (3), બધાં (3), બનવાનું (3), રાજ્યોના (3), ઝોન (3), કશું (3), બંગાળમાં (3), કરવું (3), હૈદરાબાદ (3), પ્રજા (3), સૂચન (3), રિઝવીનો (3), કરવી (3), મેરઠ (3), તેનું (3), સાબિત (3), મંડળો (3), ખંડ (3), હાંકી (3), બર્ર (3), ક્યાંક (3), ઉપખંડમાં (3), રિઝવીએ (3), સ્વાધીન (3), જન્મ (3), સતત (3), નેતાઓમાં (3), સુન્નીઓ (3), જૂના (3), maari (3), baari (3), થતો (3), પોતાને (3), અનુકૂળ (3), આદર્શ (3), સંબંધ (3), પ્રકારના (3), વેરો (3), જઝિયા (3), લશ્કર (3), માફ (3), કરાશે (3), ખલિફાનું (3), કાબૂ (3), અલ્લાહની (3), સંદર્ભમાં (3), મુસદ્દો (3), જેના (3), નૅશનલ (3), દેખાડે (3), રાજ્યની (3), આધુનિક (3), નેતાગીરી (3), બંગાળ (3), ખલિક (3), ફેડરેશન (3), ચાર (3), નાની (3), રાખે (3), ભરોસો (3), સફળ (3), લખનઉમાં (3), બનીને (3), લક્ષ્ય (3), ઇસ્લામનું (3), પાયે (3), જાઉં (3), જેનો (3), હિટલર (3), ઈશ્વરી (3), ટીકાનો (3), સમાજમાં (3), તફાવત (3), મદીનામાં (3), ઇતિહાસમાં (3), શબ્દો (3), iran (3), મુક્ત (3), પત્ની (3), એબાદીને (3), એકલો (3), મહિલા (3), નિવેદન (3), સમર્થક (3), કરતો (3), તારા (3), નાખવાની (3), એમાંથી (3), ભરાઈ (3), નીચે (3), બન્નેને (3), જોઈને (3), કહેતી (3), બહાનું (3), ખરો (3), સારી (3), થોડા (3), માન્યતા (3), મંજૂરી (3), પુરસ્કાર (3), કથા (3), જાતિ (3), ધૂલિપાલાના (3), લાંબા (3), ૧૯૪૦ના (3), જમિયતના (3), ખૂણે (3), જમિયતે (3), દિલ્હીમાં (3), લોકોએ (3), જેની (3), મીટિંગો (3), બેઠા (3), ખરું (3), માણસો (3), ઝિંદાબાદ (3), શક્યા (3), ચાલુ (3), અંબાલા (3), આપવું (3), આવા (3), શકાશે (3), કલકત્તા (3), ઇચ્છતા (3), આપતા (3), રાષ્ટ્રીયતા (3), દીને (3), નહીંતર (3), ઉમેર્યું (3), થતાં (3), મૂડી (3), બ્રિટનની (3), રાજીનામાં (3), આપવાની (3), ઊભો (3), રાષ્ટ્રવાદી (3), સામેલ (3), હિંદના (3), બ્રિટનના (3), પ્રતિનિધિ (3), કોમના (3), પડતા (3), પૂર્વમાં (3), અત્યાચાર (3), ખોટું (3), બિહારમાં (3), રાષ્ટ્રોનો (3), સભ્ય (3), નાખવાનું (3), પાકિસ્તાની (3), મુત્તહિદા (3), કૌમિયત (3), અત્યારે (3), હજારો (3), લતીફને (3), અખબાર (3), ખારિજીઓ (3), આશરો (3), રાત (3), કરીએ (3), મારો (3), યહુદીઓ (3), પયગંબરે (3), 1947 (3), ઇસ્મે (3), પટેલ (3), કાશ્મીરનો (3), શ્રીનગર (3), મહારાજાને (3), મહારાજાએ (3), હિંસા (3), જાણ (3), હરિ (3), ડોમિનિયનમાં (3), કચ્છ (3), site (2), required (2), ટિપ્પણીઓ (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), 110 (2), 347 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), history (2), email (2), address (2), મોરાએસનો (2), મંત્રણા (2), આંબેડકરનો (2), અભિપ્રાય (2), બાકી (2), રસપ્રદ (2), મોરાએસને (2), વીસ (2), જેટલી (2), વિચારોની (2), બરકત (2), સેવા (2), માન્યું (2), લઘુમતીઓની (2), બંગાળની (2), સૂચવ્યો (2), સ્થળાંતર (2), માગણીમાં (2), રાખીને (2), વ્યૂહ (2), પકિસ્તાન (2), હાલ (2), કાયમી (2), અન્યાય (2), સ્વરૂપે (2), ધારાસભાઓમાં (2), પાસાં (2), ત્રણેય (2), ઊઠ્યો (2), વિશ્લેષણ (2), પાડો (2), ઘોર (2), આપવી (2), ઝાટકે (2), સારા (2), જરા (2), પ્રશ્ન (2), ૧૮૫૭ના (2), સેનામાં (2), ઓછી (2), પંજાબે (2), અંગ્રેજોને (2), તખ્તા (2), અંગ્રેજો (2), નાખ્યા (2), હકુમતે (2), ખિલાફતના (2), વખતથી (2), શંકા (2), સંરક્ષણ (2), પરનો (2), પ્રાંતોની (2), પ્રમાણ (2), ઘટશે (2), ભારપૂર્વક (2), જતો (2), માનીને (2), સંરચના (2), મૂકી (2), સરકારમાં (2), સામનો (2), ચડિયાતો (2), હુકમ (2), ધારો (2), આક્રમણ (2), ખરા (2), ચિંતાનો (2), પ્રાંતોમાંથી (2), હિન્દુઓનું (2), ભાગલાને (2), ભાગમાં (2), પશ્ચિમ (2), કુલ (2), રૂપિયા (2), ભાગલાથી (2), મંતવ્ય (2), સુરક્ષા (2), અંગે (2), વાઇસરૉય (2), આગ્રહી (2), પહેલો (2), જવાનો (2), હિમાયતી (2), ઉડાડી (2), માનવાનો (2), દેશોની (2), આપેલી (2), ગાંધીજીને (2), લાગ્યો (2), ટુસીનું (2), ઉપલબ્ધ (2), ભલામણ (2), બીજાં (2), ઘણાં (2), nationalism (2), conflict (2), તારીખે (2), સંખ્યાએ (2), નિષ્ફળ (2), અનુમાન (2), ટેબલ (2), જતાં (2), રાહ (2), મૂક્યો (2), મોરાએસ (2), વ્યવહારુ (2), વકીલ (2), ઊતર્યા (2), મહાન (2), શાયર (2), ઇક્બાલની (2), સ્થિર (2), બોલ્યા (2), શ્વાસ (2), ઇકબાલનો (2), જગતને (2), કરાવવાની (2), રચનાને (2), ૧૯૪૨માં (2), સુલેરી (2), લાહોરમાં (2), મુલાકાત (2), આપનારા (2), શકીએ (2), આપણો (2), બહુમતીના (2), જાણતા (2), જોડવાનો (2), પ્રયત્ન (2), મોટું (2), રાખ્યું (2), એમનાથી (2), ઉલટી (2), ખરાબ (2), તર્ક (2), સોવિયેત (2), પ્રદેશોમાં (2), માગશે (2), ચીન (2), રાજ્યોને (2), ખતરો (2), દેખાડ્યો (2), અંત (2), દુનિયાના (2), શક્યું (2), જાતિને (2), લાખ (2), વિકલ્પ (2), પુસ્તકમાં (2), સામાજિક (2), વિગતે (2), ટુસી (2), હકીકત (2), દર્શાવી (2), કોંગ્રેસનાં (2), દ્વિરાષ્ટ્રનો (2), પુસ્તકનું (2), ખુલ્લા (2), મનથી (2), નાં (2), બંધારણ (2), દળદાર (2), લેખોનો (2), ડૉન (2), દૈનિક (2), અનેક (2), ભજવ્યો (2), જોશભેર (2), બનવું (2), dawn (2), અશક્ય (2), વાતનું (2), આકાર (2), રહીને (2), વિગતોમાં (2), મળીએ (2), મહેમાનોને (2), મુંબઈમાં (2), ક્યારે (2), ખાવાનું (2), છેલ્લી (2), ઘડીએ (2), મુંબઈ (2), માનમાં (2), ચેરમૅન (2), જવાહરલાલ (2), ભત્રીજા (2), સિદ્ધાંતોને (2), સમજાતું (2), લાગી (2), સૂચનનો (2), અબૂ (2), સુન્ની (2), શિયાઓને (2), રચાતી (2), મળવું (2), બાબતોમાં (2), શિયાઓની (2), સંસ્થાઓ (2), કોમની (2), લાહોરની (2), ભાઈએ (2), મૂળભૂત (2), તેવું (2), પડ્યો (2), બેગમ (2), કાઝી (2), મળીને (2), ફિલ્મ (2), અકસ્માત (2), કમિટીના (2), લેતા (2), માન્યા (2), સમાધાન (2), રિપોર્ટને (2), કિસ્સો (2), ૧૯૪૭ (2), નવાબ (2), ધ્યાનથી (2), એકસાથે (2), જોડવાની (2), સ્પષ્ટતા (2), મહાસંઘ (2), પરસ્પર (2), સમજણ (2), સોંપવામાં (2), સિકંદર (2), હયાત (2), પ્રાંતિક (2), કાશ્મીરની (2), હોવાથી (2), સેન્ટ્રલ (2), કાઢે (2), હૈદરાબાદને (2), બનાવવાનું (2), ભારતનું (2), રાજ્યોમાં (2), આટલી (2), સમાવવાની (2), આગરા (2), ઇસ્લામનો (2), નમાઝ (2), ઝિંદગી (2), દુનિયામાં (2), પદ્ધતિ (2), નિયત (2), ભર્યો (2), રહેતી (2), ૧૮૫૭ (2), ઇતિહાસ (2), રમખાણો (2), સવિનય (2), કાનૂન (2), ભંગના (2), થયેલા (2), અઝમ (2), વાપરે (2), મુલ્ક (2), ભારતને (2), પ્રભાવિત (2), સાચું (2), મળતી (2), આગળપડતું (2), વેર (2), લીગનો (2), લોકશાહીની (2), દેખાય (2), નબળા (2), લોકોના (2), એકત્ર (2), બિનમુસ્લિમ (2), દુશ્મન (2), જેહાદ (2), ખુલાસો (2), નાણાકીય (2), નાગરિક (2), નોકરીઓ (2), જોડાવાની (2), સ્વેચ્છાએ (2), કુરાનની (2), મુસલમાનની (2), ઉલેમાઓ (2), માર્ગદર્શન (2), દુનિયાને (2), સમાજ (2), સભ્યો (2), બંધારણીય (2), અબૂલ (2), નેતૃત્વ (2), ખલિફાની (2), બાંધછોડની (2), શાસકોએ (2), ઊતરીએ (2), લેવો (2), ફેડરેશનોની (2), ઉપર (2), સભામાં (2), રાષ્ટ્રવાદ (2), પૂજા (2), દાસ (2), મઝહબ (2), શરીઅત (2), સાહેબે (2), ભાષણમાંથી (2), જોયું (2), દુનિયા (2), મારું (2), માદરે (2), દઉં (2), મહાત્મા (2), પ્રભાવ (2), દેખાતા (2), વિચારધારાનું (2), ટૉલ્સ્ટોયની (2), આવૃત્તિ (2), એમનામાં (2), નિર્માણ (2), અનીશ્વરી (2), ઈશ્વર (2), વ્યવસ્થાની (2), રાજ્યવ્યવસ્થા (2), શાસકો (2), ભ્રષ્ટ (2), ઈરાન (2), રાજસત્તાઓ (2), સરકારની (2), કહેવાનું (2), કેટલાક (2), ન્યાયમાં (2), અજોડ (2), સ્વરાજ (2), ડોમિનિયન (2), શાંતિથી (2), તેવો (2), આપજો (2), laureate (2), from (2), વેબ (2), ગુર્જરી (2), પ્રસાર (2), web (2), org (2), સર્ટીફિકેટ (2), એવિન (2), જેલ (2), પહોંચ્યો (2), દગો (2), શિરીનને (2), લગ્ન (2), જૂની (2), બન્નેએ (2), કર્યાં (2), બોલી (2), નાખ્યું (2), લાયક (2), ઉથલાવી (2), વિદેશી (2), તારી (2), બચાવ (2), આપતો (2), એજન્ટ (2), એજન્ટે (2), મોઢામાંથી (2), જાવેદની (2), સેલમાં (2), જાસૂસી (2), આંખે (2), પાટા (2), બાંધ્યા (2), પથ્થરોથી (2), જજે (2), કેસ (2), પૂરો (2), કોરડા (2), થોડી (2), સ્થળે (2), મિસ (2), મેહરીને (2), જામ (2), જાફરી (2), ઘરમાં (2), નીકળી (2), વર્ષના (2), ખાલી (2), ચાલતો (2), મળતાં (2), છેલ્લો (2), લાંબો (2), તબીયત (2), સૂવા (2), લાંબી (2), તકલીફ (2), જઈને (2), પતિ (2), દીકરી (2), ખાનગી (2), કાર્ડ (2), ઇરાનના (2), વિભાગમાં (2), પદો (2), રહ્યાં (2), સોંપી (2), સ્તરે (2), નાખે (2), તેનાં (2), મામદોત (2), હિન્દુસ્તાનનો (2), ૧૯૪૦ની (2), ઑગસ્ટે (2), અછૂતિસ્તાન (2), પાર્ટીએ (2), રાષ્ટ્રીય (2), આત્મનિર્ણયના (2), નેતાઓએ (2), તરફેણમાં (2), પક્ષે (2), સ્વબચાવ (2), કસાઈઓને (2), રાખવાની (2), ટુકડા (2), ગાંધીજીની (2), વગરની (2), શીખોનું (2), પરિષદમાં (2), એકઠા (2), કાનપુરમાં (2), શીખોએ (2), મુફ્તી (2), જવાબમાં (2), ભેદભાવ (2), અવિભાજ્ય (2), જમિયત (2), હિન્દ (2), અલ્લાહ (2), બલૂચિસ્તાનને (2), વખત (2), ક્રિપ્સ (2), મિશને (2), ઍપ્રિલ (2), સરઘસ (2), કમાનને (2), અપાયું (2), મોમીનો (2), ઘણું (2), મહત્ત્વના (2), હાકલ (2), તેનાથી (2), સમર્થકો (2), ૧૯મી (2), લોકોમાં (2), ઠેર (2), ઇસ્લામે (2), બહાદુર (2), યોજનાને (2), જણાવ્યા (2), નાનાં (2), વાદવિવાદ (2), પાકિસ્તાનઃ (2), ઍક્ટ (2), બન્યો (2), અંગ્રેજોની (2), આને (2), બચાવી (2), ગોળમેજી (2), ઇંડિયન (2), ટકાવારી (2), વધતી (2), વસ્તીમાં (2), વિશેની (2), નવેમ્બરે (2), શાહનવાઝ (2), પ્રદેશોની (2), સ્થાનિક (2), લીગી (2), ખાનના (2), પ્રાંતને (2), આવતું (2), આવેલા (2), શબ્દાવલી (2), સાર્વભૌમત્વ (2), ભેળવી (2), આપશે (2), ખોટો (2), ઇરાન (2), કૉમનવેલ્થ (2), દેખાડી (2), બનાવવાથી (2), એકસમાન (2), અકબરે (2), નામનો (2), અલોપ (2), મહાસભામાં (2), કંઇ (2), ફેર (2), કોંગ્રેસી (2), મુંજે (2), રાષ્ટ્રીયતાના (2), પાડવાની (2), લાવીને (2), મહેફિલ (2), ગાંધીજીના (2), બદાયુંમાં (2), નોંધ (2), લેવાનું (2), બરેલીના (2), રિઝવીના (2), અલીના (2), ભાષણમાં (2), વિસ્તારોમાં (2), એલાન (2), નજર (2), વાચકોની (2), સ્યોહારવી (2), ખરીદી (2), મૂડીને (2), સમજ (2), ૧૯૩૭માં (2), લડવા (2), જોતરી (2), ૧૯૩૦માં (2), ઇકબાલે (2), ત્યાંથી (2), ઇલ્હામ (2), બકિંગહામની (2), બ્રિટનને (2), બનાવવી (2), સામ્રાજ્યવાદ (2), હિફ્ઝુર (2), રહેમાન (2), યોજનાની (2), ૧૯૪૫ (2), મૂળ (2), ફરીથી (2), ત્રીસ (2), રાજકારણમાં (2), દિશામાં (2), મુસલમાનને (2), શકતો (2), અત્યારનું (2), પાતળી (2), પકડ્યો (2), મેંગ્લોરી (2), પાડવામાં (2), લોકપ્રિય (2), ૧૯૩૭ (2), પૂછતા (2), ઉઠાવ્યા (2), નારા (2), કૉલેજના (2), વિદ્યાર્થી (2), જૉઇંટ (2), થઈને (2), સારું (2), કરોડનો (2), તુર્કીના (2), તુર્કીએ (2), દેશે (2), રાખવામાં (2), થતા (2), બિનમુસ્લિમોને (2), બિહારના (2), આગળપડતા (2), લાઇન (2), યોજનાનો (2), જમિયતનો (2), આનંદ (2), ચોખ્ખા (2), લીગરો (2), સરનામું (2), કેવા (2), ચોક્કસ (2), હાથમાંથી (2), તેમાંથી (2), ધનવાન (2), સમજદાર (2), શકો (2), અસભ્ય (2), જશો (2), સહેલું (2), લખું (2), તમારો (2), લાગશે (2), પત્રો (2), વાચકો (2), વાચકોએ (2), શાહ (2), મતલબી (2), સમસ્યાઓ (2), હિન્દી (2), ઉર્દુની (2), પવિત્ર (2), ભૂમિ (2), બનાવ (2), હિજરત (2), લોકોની (2), કોલસા (2), આજની (2), ચલાવવા (2), પહેલવાની (2), નુકસાનકારક (2), દ્રોહી (2), હૈદરાબાદના (2), નોકરી (2), અબ્દુલ (2), અભ્યાસ (2), દરખાસ્ત (2), ઉલ્ટું (2), કહો (2), વાચકોને (2), વાંચી (2), વર્ષોમાં (2), અખબારોની (2), તેટલું (2), સુધીમાં (2), રેફરેન્ડમ (2), juh (2), ઉસ્માનીના (2), પહેલવાન (2), નુકસાન (2), કાફિરો (2), ખારિજી (2), સંસ્કૃતિના (2), ઇતિહાસનો (2), જૂથ (2), કોમનું (2), નેકી (2), ઉસે (2), ઇસકો (2), હૂં (2), વાહિદ (2), વિવાદ (2), અશરફ (2), થાનવી (2), નેતાઓની (2), ગાંધીવાદ (2), સામ્યવાદ (2), કમાલવાદ (2), ગ્રુપમાં (2), ઉસ્માનીની (2), દારુલ (2), ઉલૂમ (2), સત્ય (2), mountbatten (2), jinnah (2), https (2), books (2), વગર (2), જનરલ (2), ફરિયાદ (2), સ્વીકાર્યું (2), સેના (2), અબ્દુલ્લાહ (2), હટી (2), દેતા (2), મોકલીને (2), સમાપ્ત (2), હિંસાથી (2), ડૉમિનિયનમાં (2), ભારતે (2), સૈન્ય (2), મોકલ્યું (2), મીરપુર (2), જોડાવાનું (2), તાર (2), સરકારે (2), ૨૪મીએ (2), પાછી (2), સહી (2), મોકલી (2), ફૉર્મ્યૂલા (2), રહેવાની (2), જૂનાગઢ (2), કહીશ (2), જણાયા (2), ત્યાંના (2), અફરીદીઓ (2), ડિફેન્સ (2), કાઉંસિલની (2), માગું (2), સંકટની (2), કરાર (2), ઑક્ટોબરે (2), ડોમિનિયનો (2), સિંહ (2), રજવાડાં (2), સર્વોપરિતા (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના
Text of the page (random words):
ોંચ્યો એક રિપોર્ટ પ્રમાણે ૧૯મી ઍપ્રિલ ૧૯૪૦ના ઉજવાયેલા પાકિસ્તાન દિન ને કારણે લોકોમાં ભારે ગરમી આવી ઠેર ઠેર લીગે મીટીંગો યોજી ૧૯૪૧માં અલ્હાબાદમાં પાકિસ્તાન દિન મનાવાયો તેમાં શહેરની લીગના પ્રમુખ મુફ્તી ફખરુલ ઇસ્લામે કહ્યું કે પાકિસ્તાન બનતાં હિન્દુઓએ ગુજારેલા જુલમોનો હવે મુસલમાનો પોતાના અંકુશ હેઠળની હિન્દુ લઘુમતીઓ પર બદલો લઈ શકશે દહેરાદૂનમાં રાજ્યની મુસ્લિમ લીગના પ્રમુખ બહાદુર યાર જંગ હૈદરાબાદીએ હિન્દુસ્તાનમાં મુસ્લિમ વસ્તીને જર્મનીના યહૂદીઓ સાથે સરખાવી અને કહ્યું કે પાકિસ્તાનની યોજનાને મંજૂરી આપવી એ જ આવી હાલતને ટાળવાનો એકમાત્ર રસ્તો છે બીજા એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે બનારસમાં પાકિસ્તાનનો પ્રદેશ અંકિત કરેલો હોય તેવો ભારતનો નક્શો અને પાકિસ્તાન ઝિંદાબાદ મુસ્લિમ લીગ ઝિંદાબાદ છાપેલાં હોય એવાં નાનાં કાર્ડ લેબલો જોવા મળે છે અલ્હાબાદમાં લીગની કૉન્ફરન્સ આવી નાનીમોટી મીટિંગો ઉપરાંત ૧૯૪૨માં અલ્હાબાદમાં લીગની વાર્ષિક બેઠક મળી જિન્ના આ કૉન્ફરન્સમાં આકર્ષણનું કેન્દ્ર હતા ઑફિસ ઑફ સ્ટ્રૅટેજિક સર્વિસીઝ નો રિપોર્ટ આ માહિતી આપે છેઃ ઍપ્રિલ ૩ ૧૯૪૨ના રોજ જિન્ના અલ્હાબાદમાં પ્રવેશ્યા ખાસ શણગારેલી ટ્રકમાં એમની સાથે જમીનદારો બેઠા હતા અને શહેરના જાહેર માર્ગો પરથી એમનું સરઘસ પસાર થયું ત્યારે લોકોએ એમનું ભવ્ય સ્વાગત કર્યું ૧૧૦ કમાનો નીચેથી સરઘસ પસાર થયું દરેક કમાનને હિન્દુસ્તાનના મુસ્લિમ ઇતિહાસની કોઈ મહત્ત્વની વ્યક્તિનું નામ અપાયું હતું પહેલી કમાનને ભારતના પહેલા મુસ્લિમ સુલતાનનું નામ અપાયું હતું અને છેલ્લી કમાનનું નામ હતું મહંમદ અલી જિન્ના એમણે ટ્રકમાંથી ઊતરીને મુસલમાનોમાં સૌથી ગરીબ એવા મોમીનો સમક્ષ ભાષણ કર્યું અને મોમીનો અને લીગ વચ્ચે પરસ્પર વફાદારીની વાત કરી એમના માનમાં ભાષણો થયાં એક વક્તાએ એમને પયગંબર અને આસાર સંતો સાથે સરખાવ્યા લીગની મીટિંગોમાં ઝાકઝમાળ બહુ હોય છે મિ જિન્ના થોડું કાચીપાકી ઉર્દુમાં અને ઘણું ખરું અંગ્રેજીમાં બોલ્યા પણ એટલામાં જ માણસો આવેશમાં આઅવી જાઅય છે જિન્ના પોતાને બહુ મહત્ત્વના માને છે અને લોકો સાથે એમનું વર્તન છે તે જોઈને એમના અનુયાયી ન હોય તેવા લોકોએમને સાયકોપૅથિક માની શકે છે અનુયાયીઓ તરફનું એમનું વલણ હિટલર કરતાં જુદું નથી અને તેઓ પાકિસ્તાનનો ઉપદેશ આપે છે તેની ઢબ પણ હિટલર નૅશનલ સોશ્યલિઝમ માટે હાકલ કરતો હોય તેનાથી જુદી નથી જિન્ના માટે ગર્વથી બોલવાનો આ વખત હતો ક્રિપ્સ મિશને આડકતરી રીતે પાકિસ્તાનનો સ્વીકાર કર્યો હતો એ વખતે પોતે શું કર્યું તે એમણે કહી સંભળાવ્યું લાહોર ઠરાવ પછી આ પહેલી વાર યુક્ત પ્રાંતની મુસ્લિમ લીગે એમને અનર્ગળ ટેકો આપ્યો હતો તે એટલી હદ સુધી કે સ્થાનિકે કોઈ અસંમતિ હોય તે દબાઈ જાય પાકિસ્તાનનો વિરોધ યૂ પી માં જમિયત ઉલ ઉલેમા એ હિન્દ મુસ્લિમ લીગ માટે મોટા પડકાર રૂપ હતી જમિયતે કોંગ્રેસના સમર્થક મુસલમાનોનું સંગઠન આઝાદ મુસ્લિમ કૉન્ફરન્સ બનાવ્યું હતું લાહોર ઠરાવ પછી એની પહેલી બેઠક દિલ્હીમાં મળી જેમાં પચાસ હજાર લોકોએ ભગ લીધો આમ લાહોરની લીગની કૉન્ફરન્સા જેટલી જ હાજરી હતી એના એક નેતા અને સિંધના મુખ્ય પ્રધાન અલ્લાહ બખ્શે પાકિસ્તાન સ્કીમની આકરી ટીકા કરી એમણે કહ્યું કે એમના સિંધ પ્રાંત વાયવ્ય સરહદ પ્રાંત જ્યાં લીગનું નામ પણ નહોતું અને બલૂચિસ્તાનને કાઢી નાખો તો માત્ર કૅમ્પબેલપુર અને લાહોર વચ્ચેનું ટચૂકડું પાકિસ્તાન બચે છે જેની પાસે નાણાકીય સાધનો નહીં હોય અને એ ભારતનું એક મોટું રાજ્ય બનીને રહી જશે અલ્લહ બખ્શના મતે એક બહુ જ ગંભીર સમસ્યાનો સમજણપૂર્વક ઉકેલ લાવવાની શક્યતાને પાકિસ્તાનની અધકચરી છીછરી યોજનાએ મારી નાખી છે જમિયતના મુફ્તી કિફાયતુલ્લાહે લાહોર ઠરાવના જવાબમાં એક ઠરાવ રજૂ કર્યો જેમાં કહ્યું હતું કે ભારત એની ભૌગોલિક અને રાજકીય સરહદોને કારણે અવિભાજ્ય છે અને જાત કે ધર્મના ભેદભાવ વિના સૌનું માદરે વતન છે દેશના ખૂણે ખૂણે મુસલમાનો વસે છે અને એમનાં ધાર્મિક અને સાંસ્કૃતિક સ્મારકો છે જેમને મુસલમાનો પ્રાણથી પણ અધિક વહાલાં માને છે રાષ્ટ્ર તરીકે દરેક મુસલમાન ભારતીય છે યૂ પી માં હિન્દુ સભા આર્ય સમાજ અને આર એસ એસ પણ પાકિસ્તાનનો વિરોધ કરનારાં ગ્રુપ હતાં તે ઉપરાંત શીખો પણ વિરોધ કરતા હતા હિન્દુ સભાએ ૧૯૪૦ના ઍપ્રિલના અંતભાગમાં પાકિસ્તાન વિરોધી દિન મનાવ્યો એમાં કાનપુરમાં યોજાયેલી કૉન્ફરન્સમાં શીખોએ મોટે પાયે ભાગ લીધો લખનઉની કૉન્ફરન્સમાં માસ્ટર તારાસિંહે ગર્જના કરી કે મુસ્લિમ લીગ પાકિસ્તાન લેવા માગતી હોય તો એણે શીખોના લોહીના સમુદ્રને ઓળંગીને જવું પડશે ૧૯૪૦ના જૂનમાં લીગના ગઢ અલીગઢમાં યુક્ત પ્રાંતના શીખોનું સંમેલન મળ્યું હિન્દુ સભાના પૅટ્રન લાલા પદમપત સિંઘાનિયાએ એના માટે અઢી હજાર રૂપિયા આપ્યા હતા તારા સિંઘના પ્રમુખપદે મળેલી આ પરિષદમાં શીખો હકડેઠઠ એકઠા થયા એક રિપોર્ટ પ્રમાણે રાજપૂતો આહિરો જાટો કાયસ્થો અને અછૂતોમાંથી બનેલા નવા શીખો લગભગ ૨૩ ૦૦૦ હતા તારા સિંઘે ચેતવણી આપી કે મુસલમાનો ભારતના ટુકડા કરવાની કોશિશ કરશે તો હિન્દુઓ અને શીખો મુસ્લિમ શાસનમાં સલામત નહીં રહી શકે એમણે ગાંધીજીની અહિંસાની વાતોને દમ વગરની ગણાવી અને કહ્યું કે શીખો હથિયાર વાપરતાં અચકાશે નહીં સામે પક્ષે મુસ્લિમ લીગે મુસલમાનોનાં સ્વબચાવ જૂથો બનાવવાનું શરૂ કર્યું એક રિપોર્ટ પ્રમાણે બનારસના મુસલમાનો કસાઈઓને મોટા પાયે સ્વબચાવ જૂથોમાં લેવા માગતા હતા કારાણ કે કસાઈઓને લાયસન્સ વિના જ લાંબા છરા રાખવાની છૂટ હતી આના પગલે મુસ્લિમ લીગ નૅશનલ ગાર્ડની પણ રચના કરવામાં આવી લીગે યૂ પી માં કોંગ્રેસ વિરોધી અછૂતોને પણ પોતાના પક્ષમાં લેવાની કોશિશ કરી સ્વામી કલજુગાનંદે અછૂતિસ્તાન બનાવવાની માગણીને ટેકો આપવા મુસ્લિમ લીગને અપીલ કરી બીજી બાજુ કમ્યુનિસ્ટ પાર્ટીએ સ્તાલિનના રાષ્ટ્રીય કોમોના આત્મનિર્ણયના અધિકારના સિદ્ધાંતનો આધાર લઈને પાકિસ્તાનની માગણીને ટેકો આપ્યો પક્ષના કેન્દ્રીય નેતાઓએ જિલ્લા સ્તરના નેતાઓને પાકિસ્તાન દિનની ઊજવણીમાં ભાગ લેવાનો આદેશ આપ્યો પરિણામે કમ્યુનિસ્ટો લીગના પ્લેટફૉર્મ પરથી મુસલમાનોના આત્મનિર્ણયના અધિકારની તરફેણમાં ભાષણો કરવા લાગ્યા આ સ્થિતિમાં આઝાદ મુસ્લિમ કૉન્ફરન્સ બન્ને બાજુથી ભીંસમાં આવી ગઈ ઈટાવામાં ૧૯૪૦ની ૯ ૧૦ ઑગસ્ટે એનું સંએલન મળ્યું પોલીસના રિપોર્ટ પ્રમાણે એમાં હાજર રહેનારાઓમાં મોટા ભાગના હિન્દુઓ હતા પાકિસ્તાન કંઈ નહીં તો યૂ પી માં ઘરઘરનો વિષય બની ગયું હતું મામદોત અને લિયાકત જેવા નેતાઓ સ્પષ્ટપણે યૂ પી ને હિન્દુસ્તાનનો ભાગ માનતા હતા પણ પાકિસ્તાનનો આકાર યૂ પી જ ઘડતું હતું પરંતુ યૂ પી ની પાકિસ્તાન માટેની સક્રિયતાની કથા લાંબી છે તો બુધવારે મળીએ વેંકટ ધૂલિપાલાના પુસ્તકની આ શ્રેણીના ૧૨મા અંક સાથે નોંધઃ આ શ્રેણીનો ઉદ્દેશ ભારતના ભાગલા વિશેનાં પુસ્તકોનો પરિચય આપવાનો છે એમની સમીક્ષાનો નહીં એટલે લેખકના વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ કર્યો છે આમાં કંઈ ત્રુટિ જણાય તો એ રજૂઆત કરનારની છે ૦ ૦ ૦ દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય ૨ _ ૨ ૩ like loading author dipak dholakia posted on 18 04 2016 13 04 2016 categories uncategorized tags દીપક ધોળકિયા દેશના ભાગલાની સમીક્ષા કરતાં ત્રણ પુસ્તકોનો પરિચય વેબગુર્જરી dipak dholakia partition of india venkat dhulipala webgurjari 1 ટિપ્પણી creating a new medina state power islam and the quest for pakistan in late colonial north india venkat dhulipala 11 માટે shirin ebadi nobel laureate from iran ઇરાનનાં નૉબેલ શાંતિ પુરસ્કાર વિજેતા શિરીન એબાદી 1 i ના જીવનની આ હૃદયદ્રાવક કથા છે ધર્માંધ રાજસત્તાઓ વ્યક્તિના જીવનને શી રીતે છિન્નભિન્ન કરી નાખે છે તેનું આ ઉદાહરણ છે આ ઘટના શિરીન એબાદીના એમના બાળપણ કે યુવાનીની છે આ ૨૦૦૯ની ઘટના છે એમને શાંતિ માટેનો નૉબેલ પુરસ્કાર મળ્યો તેનાં છ વર્ષ પછી એમની ઉંમરના ૬૨મા પગથિયે આ ઘટના બની છે તે એટલું જ દેખાડે છે કે નિરંકુશ સર્વસત્તાવાદી શક્તિઓ ધર્મ રાષ્ટ્ર જાતિ કે એવા કોઈ પણ મખમલી નામે વ્યક્તિગત જીવનને બરબાદ કરી નાખતાં અચકાતી નથી શિરીન એબાદી ૧૯૭૫થી ઇરાનના ન્યાય વિભાગમાં જુદાં જુદાં પદો પર રહ્યાં ઇરાનના ઇતિહાસમાં જજ બનનારાં તેઓ પ્રથમ મહિલા છે ફેબ્રુઆરી ૧૯૭૯માં ઇસ્લામિક ક્રાન્તિનો વિજય થયો ઇસ્લામમાં સ્ત્રીઓ ન્યાય આપવાનું કામ ન કરી શકે એવી માન્યતા છે એટલે એમને બરતરફ કરવામાં આવ્યાં અને એ જ કોર્ટમાં ક્લાર્કનું કામ સોંપવામાં આવ્યું એબાદી અને બીજી મહિલા જજોએ એની સામે વાંધો લેતાં સત્તાવાળાઓએ બધી મહિલાઓને પ્રમોશન આપીને ન્યાય વિભાગમાં એક્સપર્ટ તરીકે જવાબદારી સોંપી આ માત્ર નામનું પદ હતું એમણે વકીલાત કરવા માટે મંજૂરી માગી પણ એમની અરજી રદ કરવામાં આવી છેક ૧૯૯૨માં એમને મંજૂરી આપવામાં આવી તે પછી એમણે બાળકો અને સ્ત્રીઓના શારીરિક અને અન્ય બધા પ્રકારના શોષણના કેસો લઈને નામના મેળવી ૨૦૦૩માં એમને નૉબેલ પુરસ્કાર મળતાં આંતરરાષ્ટ્રીય સ્તરે એમના કામને માન્યતા મળી સત્તાવાળાઓને આ ખૂંચ્યું અને એમણે ભયંકર બદલો લીધો આ કથા રાજ્ય વ્યક્તિ સામે બદલો લે ત્યારે શું થાય છે તેનું ઘોર નિષ્ઠુર ઉદાહરણ છે આગળ વાંચીએઃ એબાદી કહે છે કે ઑગસ્ટ ૨૦૦૯માં મને મારા પતિ અને દેશ બન્નેએ દગો દીધો એનાથી થોડા જ મહિના પહેલાં તેઓ રજામાં નાની દીકરી નરગિસ સાથે પોતાની મોટી દીકરી નિગારને મળવા માટે ઍટલાન્ટા ગયાં સામાન્ય રીતે પતિ જાવેદ સાથે અઠવડિયામાં બે ત્રણ વાર વાત થતી સત્તાવાળાઓથી ખાનગી રાખવા માટે જાવેદે કોઈ બીજાના નામે સિમ કાર્ડ મેળવી લીધું હતું શિરીન એબાદી પતિને સોમવારે નિયત સમયે ફોન કરતાં પણ તે દિવસે જાવેદનો ફોન લાગ્યો જ નહીં એમને ખાસ કંઈ ન લાગ્યું કદાચ લાંબી રજા હોય અને જાવેદ ગામના ઘરે ગયો હોય ગામમાં આમ પણ નેટવર્કની તકલીફ રહેતી પણ તેનેય ઘણા દિવસ થઈ ગયા એટલે ચિંતા થઈ એમણે પોતાની બહેન નૌશીનને ફોન કર્યો અને એને ઘરે જઈને જાવેદના સમાચાર મેળવવા કહ્યું નૌશીન શિરીનને ઘરે ગઈ અને દરવાજો ખખડાવ્યો પણ જવાબ ન મળતાં એને લાગ્યું કે ઘરમાં કોઈ નથી આમ છતાં એણે છેલ્લો પ્રયાસ કરી જોવા ફરી દરવાજો ખખડવ્યો ત્યારે જાવેદ બહાર આવ્યો એણે કહ્યું કે એ લાંબો પ્રવાસ કરીને આવ્યો છે અને તબીયત સારી નથી એટલે સૂવા જાય છે બીજા દિવસે જાવેદે પત્નીને ફોન કર્યો ત્યારે એનો અવાજ કાંપતો હતો એણે કહ્યું શિરીન તું મને માફ કરી શકીશ એનો શ્વાસ ઝડપથી ચાલતો હતો જાવેદ શું થયું તું રડે છે પહેલાં કહે કે મને માફ કરી દઈશ જાવેદના અવાજમાં અધીરાઈ હતી પહેલાં કહે તો ખરો શું થયું જાવેદના મોઢામાંથી જાણે શબ્દો નીકળતા નહોતા ચોંત્રીસ વર્ષના ઘરસંસારમાં શિરીન માટે પહેલી વાર આઘાતની ઘડીઓ આવી હતી જાવેદના શબ્દોમાં એને બહુ એકલું અને ખાલી ખાલી લાગતું હતું એક વાર સાંજે મિસ જાફરી એની એક જૂની મિત્રે એને પોતાને ઘરે નોતર્યો જાવેદ ત્યાં હતો ત્યારે બન્નેની એક મિત્ર મેહરી પણ ટપકી પડી જાવેદ અને મેહરી વચ્ચે પહેલાં પણ પ્રેમસંબંધો હતા પરંતુ વર્ષોથી એમના વચ્ચે કંઈ સંબંધ નહોતા રહ્યા બન્નેને સાથે જોઈને મિસ જાફરીને લાગ્યું કે બન્ને વચ્ચે ફરી જૂના સંબંધો તાજા થવા જોઈએ એ જાવેદ અને મેહરીને જામ પર જામ પિવડાવતી રહી અને કહેતી રહી કે એની પત્ની હવે નથી અને એ એક્લો છે કોઈ સાથી જોઈએ જે એને લાગણીની હૂંફ આપે જાફરી તે પછી જાવેદ અને મેહરીને પોતાના ઘરમાં છોડીને કામનું બહાનું આપીને બહાર નીકળી ગઈ તે પછી મેહરીએ જાવેદને પોતાની કામૂકતાથી તરબોળ કરી દીધો જાવેદ પોતાનો કાબૂ ખોઈ ચૂક્યો હતો બન્ને બેડમાં પહોંચ્યાં અને થોડી વારે બીજા બેડરૂમનો દરવાજો ખૂલ્યો એમાંથી ગુપ્તચર વિભાગનો એક માણસ નીકળ્યો જાવેદ એને વર્ષોથી ઓળખતો હતો એણે જાવેદ અને મેહરી વચ્ચેની વાતચીતનું રેકૉર્ડિંગ કરી લીધું હતું એણે જાવેદને કપડાં પહેરી લેવા કહ્યું થોડી જ વારમાં આખું ઘર જાસૂસી એજન્ટોથી ભરાઈ ગયું એમણે જાવેદને બેડીઓ પહેરાવી દીધી આંખે પાટા બાંધ્યા અને ધક્કા મારતાં દાદરેથી નીચે ઉતાર્યો નીચે એક કાર તૈયાર હતી એમાં નાખીને કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયા શિરીને ગુસ્સો દબાવીને પૂછ્યું કે પેલી સ્ત્રીનું શું થયું એમને મેહરીનું નામ લેવાની ઇચ્છા ન થઈ જાવેદને એટલી જ ખબર હતી કે એજન્ટોએ મેહરીની ધરપકડ નહોતી કરી જાવેદને સમજાવા લાગ્યું હતું કે જાફરીએ એને ફસાવ્યો હતો અને મેહરી પણ ઓચીંતી જ નહોતી આવી એ્ય સરકારી એજન્ટોની સાગરિત હતી જાવેદને એવિન જેલમાં લઈ ગયા શિરીન એબાદી પોતે પણ નવ વર્ષ પહેલાં પોતાના અસીલોને મળવા આવતાં અને જનતાના અભિપ્રાયને ડહોળાવવા ના આરોપસર એમણે પોતે પણ અહીં જ પચીસ દિવસની સજા ભોગવી હતી જાવેદ દારુ પીતાં પકડાયો હતો એટલે એની ખુલ્લી પીઠ પર કોરડા મારવામાં આવ્યા નિયમ પ્રમાણે કોરડા મારનારે બગલમાં કુરાન રાખવું જોઈએ કે જેથી હાથ બહુ ખૂલે નહીં અને માર હળવો પડી જાય આ નિયમનું પાલન થયું હતું તે પછી એને બે દિવસ એકલો એક સેલમાં ફેંકી દેવાયો ત્રીજા દિવસે બે જેલ ગાર્ડ આવ્યા જાવેદની આંખે પાટા બાંધ્યા અને એને કોઈ કોર્ટરૂમ જેવી જગ્યાએ લઈ ગયા ત્યાં એક લાકડાનું ડેસ્ક હતું એની પાછળ એક દાઢીવાળો મૌલવી બેઠો હતો એ જજ હતો એણે જાવેદને કહ્યું કે એણે આખી ફિલ્મ જોઈ હતી અને જાવેદ એને ખોટી ગણાવી શકે તેમ નહોતું એટલે ઇસ્લામિક પીનલ કોડની કલમ ૨૨૫ પ્રમાણે પથ્થરોથી મારી નાખવાની સજા કરવામાં આવી જાવેદે વકીલની માગણી કરી તો જજે કહી દીધું કે કેસ આખો સ્પષ્ટ છે એટલે વકીલ શું કરવાનો હતો બે દિવસ પછી એને મૃત્યુદંડ આપી દેવાના હતા જજે એને જીવનના બાકી રહેલા બે દિવસ અલ્લાહને યાદ કરવામાં ગાળવાની પણ સલાહ આપી આખો કેસ વીસ મિનિટમાં પૂરો થઈ ગયો ઇરાની જજો ભાગ્યે જ પથ્થરોથી મારી નાખવાની સજા કરતા હોય છે એટલે એમની નજરે બહુ મોટો અપરાધ થઈ ગયો હતો જાવેદને એના સેલમાં લઈ ગયા તે પછી એક જાસૂસ એને મળવા આવ્યો ત્યારે સજાનો આખો હેતુ સ્પષ્ટ થઈ ગયો હવે એબાદીને પોતાનાં કરતૂતોની સજા મળશે આમ શિરીન એબાદીને સજા કરવા માટે એમના પતિની કાનૂનના નામે હત્યા કરવાનો માર્ગ લેવાયો હતો જાસૂસી એજન્ટે કહ્યું મેં એને કેટલીયે વાર કહ્યું કે મોઢું બંધ રાખ પણ એ ન જ માની જાવેદને કદી પત્નીની પ્રવૃત્તિઓમાં રસ નહોતો એણે સવાલ કર્યોઃ મારી પત્નીને કારણે મને શા માટે સજા કરો છો મારી પત્નીને કારણે તમે મને ઇસ્લામને નામે રંઝાડો છો ઇસ્લામ શબ્દ સાંભળતાં જ એજન્ટ ભડક્યો જાવેદ પર મુક્કા અને લાતોનો વરસાદ વરસ્યો એજન્ટે કહ્યું તારા મોઢામાંથી ઇસ્લામ શબ્દ ફરી કાઢજે નહીં જાવેદની લાગ્યું કે કાકલૂદીઓ કે વાંધાઓની એજન્ટ પર અસર નહીં થાય ત્યારે એણે પૂછ્યું તમને લોકોને શું જોઇએ છે એજન્ટનો ઊપરી પહેલી વાર જ બોલ્યો હજી પણ તું તારી પત્નીનો બચાવ કરતો હોય તો એનો અર્થ એ કે તું એનો સાથી છે તો તને એની સજા મળવી જ જોઈએ તારી પત્નીને ટેકો ન આપતો હો તો અમને સાબિતી આપ બસ જાવેદે કૅમેરા સામે એક સ્ટેટમેન્ટ વાંચવાનું હતું શિરીન એબાદી નૉબેલ પુરસ્કારને લાયક નહોતી એ ઇસ્લામિક પ્રજાસત્તાકને ઉથલાવી પાડી શકે એટલા માટે એને નૉબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું એ પશ્ચિમની અને ખાસ કરીને અમેરિકાની સમર્થક છે એ ઇરાનીઓને નહીં પણ ઇરાનને નબળું પાડવા માગતા વિદેશી સામ્રાજ્યવાદીઓને મદદ કરે છે જાવેદ તરત તૈયાર થઈ ગયો બીજા દિવસે એણે શેવ કરી નહાયો અને રૂમ જેવા દેખાતા સેટમાં એક આરામખુરશીમાં ગોઠવાયો પાસે નાનું ટેબલ હતું એમાં પ્લાસ્ટિકનાં ફૂલો સજાવેલાં હતાં અને એણે પત્ની વિરુદ્ધનું નિવેદન બોલી નાખ્યું આના પછી જાવેદે પોતે જ ફોન કરીને શિરીનને આ સમાચાર આપ્યા શિરીન માની ન શક્યાં કે જાવેદ આમ કરી શકે પરંતુ જાવેદે તે પછી જે કહ્યું તે એમના માટે વધારે આઘાતજનક હતું પરસ્ત્રીગમન માટે પથ્થરમારાની સજામાંથી બચવા માટે એણે મેહરી સાથે લગ્ન કરવાં પડ્યાં મૌલવી પાંચ વર્ષ જૂની તારીખે બન્નેએ હંગામી લગ્ન સિગેહ અથવા મુતાહ કર્યાં છે એવું સર્ટીફિકેટ લઈ આવ્યો જાવેદ ફોન પર શિરીન એબાદીની પ્રતિક્રિયા જાણવા આતુર હતો પણ શિરીન શાંતિ માટેના નૉબેલ પારિતોષિકથી વિભૂષિત મહિલા શું બોલે એમના મનમાં ક્રોધ અને અપરાધબોધનો મિશ્ર લાવા ધધકતો હતો જાવેદે એમને શું દગો નહોતો આપ્યો બીજી બાજુ એમને થતું હતું કે પત્ની અને પુત્રીઓથી દૂર કદી ન મળવાની લાચારીમાં સપડાયેલો એકલોઅટૂલો જાવેદ પણ શું કરી શકે શિરીન એબાદીને વિચાર આવ્યો કે જાવેદને કહી દઉં તું એકલો નથી એક અઠવાડિયા પછી જાવેદ સિગેહનું સર્ટીફિકેટ લઈને ફરી એવિન જેલ પહોંચ્યો ત્યાં મામૂલી દંડ ભર્યો અને મુક્ત થઈ ગયો શું જાવેદ ખરેખર મુક્ત થઈ ગયો ૦ ૦ ૦ ૦ સંદર્ભઃ shirin ebadi biographical nobelprize org nobel media ab 2014 web 14 mar 2016 tricked into cheating and sentenced to death ૦ ૦ ૦ ૦ shirin ebadi iran awakening human rights women and islam યુનિવર્સિટી ઑફ શૅન ડીએગોની જૉન બી ક્રીક ઈન્સ્ટિટ્યૂટ ફૉર પીસ એન્ડ જસ્ટિસના ઉપક્રમે યોજાયેલ આ વક્તવ્યમાં શિરિન એબાદીનું ભારપૂર્વક કહેવું છે કે શિક્ષણનો પ્રસાર મધ્ય પૂર્વ એશિયામાં શાંતિ લાવવામાં તેમ જ નારી જાતિને સહન કરવો પડતો જાતિભેદ દૂર કરવામાં બહુ જ અસરકારક ભૂમિકા ભજવી શકે છે i nobel lecture by shirin ebadi like loading author dipak dholakia posted on 15 04 2016 17 03 2016 categories uncategorized tags મારી બારી વેબ ગુર્જરી dipak dholakia maari baari shirin ebadi webgurjari 3 ટિપ્પણીઓ shirin ebadi nobel laureate from iran માટે creating a new medina state power islam and the quest for pakistan in late colonial north india venkat dhulipala 10 creating a new medina state power islam and the quest for pakistan in late colonial north india english 1st edition ǁ october 2014 ǁ list price rs 995 publisher cambridge university press ǁ isbn 13 9781107052123 જિન્નાનો પત્ર મળ્યા પછી મહેમૂદાબાદના રાજાના વલણમાં જબ્બર પરિવર્તન આવી ગયું એમણે તે પછી પાકિસ્તાન વિશે અજોડ કહી શકાય તેવી ઝુંબેશ શરૂ કરી આપણે ગયા અંકમાં એ જોઈ લીધું કે પાકિસ્તાન માટેનો ઠરાવ પસાર થયો તે લાહોર કૉન્ફરન્સમાં તો એ હાજર નહોતા રહ્યા પણ મુંબઈમાં પ્રાંતિક લીગની કૉન્ફરન્સમાં એમણે લાહોર કૉન્ફરન્સને ઐતિહાસિક ગણાવી એમણે કહ્યું કે મુસલમાનોના ઇતિહાસમાં આવી ઘટના આ પહેલાં બની નથી રાજાએ કહ્યું કે મુસલમાનોનું લક્ષ્ય હવે સ્વરાજ કે ડોમિનિયન સ્ટેટસ નહીં પણ આત્મનિર્ણયનો અધિકાર છે પાકિસ્તાન એક લૅબોરેટરી બનશે જેમાં આપણે શાંતિથી પહેલાં કદી ન થયો હોય તેવો બહુ મોટો ઇસ્લામની સરકારની પુનઃસ્થાપનાનો આજ સુધીનો સૌથી મોટો પ્રયોગ કરશું એમણે આના પર ભાર મૂકવ...
|