Meta tags:
description= 5 posts published by Dipak Dholakia during April 2017;
Headings (most frequently used words):
dipak, science, samachar, episode, dholakia, spam, blocked, મહિનો, એપ્રિલ, 2017, 12, 11, shantabai, dhanaji, dani, the, ist, week, of, april, before, 100, years, mathematicians, niels, henrik, abel, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (103), માટે (43), હતી (38), 2017 (37), હોય (36), એટલે (35), કરી (31), પછી (30), પરંતુ (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), #એપ્રિલ (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), માર્ચ (25), જૂન (24), 2016 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), એમણે (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), હતું (22), હતો (19), સાથે (19), એમની (19), આપણે (19), 2013 (18), 2022 (18), નહીં (18), એમને (18), કરે (18), હતા (18), નથી (17), બહુ (17), 2011 (16), એમાં (16), કોઈ (16), કરતાં (16), એને (16), ત્યારે (15), અથવા (15), શરૂ (14), 2014 (14), dipak (14), કામ (14), રીતે (14), એનો (14), આવી (14), 2025 (13), મળી (13), એની (13), થયું (13), આબેલને (13), dholakia (12), અહીં (12), આબેલ (12), થયો (12), ગયો (12), સામે (12), હવે (11), કહે (11), તરીકે (11), કહ્યું (11), થાય (11), યુદ્ધ (11), મારી (10), એના (10), કરીને (10), જાય (10), સુધી (10), એવું (10), એમના (10), પડી (10), થયા (10), ગ્રુપ (9), પહેલાં (9), જેમ (9), કર્યું (9), તેમ (9), વાત (9), વર્ષ (9), ફૉર્મ્યૂલા (9), કંઈ (9), સંદર્ભઃ (9), જોવા (9), martyrs (8), freedom (8), struggle (8), આવે (8), વધારે (8), ગણિતશાસ્ત્રીઓ (8), આબેલના (8), પ્રકાશિત (8), કર્યો (8), ડિગ્રી (8), મદદ (8), આથી (8), દીકરી (8), વિટામિન (8), ચશ્માં (8), ડાએટ (8), બારી (7), indian (7), લેખ (7), કેમ (7), છતાં (7), મળે (7), શું (7), આબેલે (7), ગયા (7), એવી (7), લાગે (7), એણે (7), બની (7), વખતે (7), કારણે (7), પાસે (7), જીવન (7), એટલું (7), માત્ર (7), વાર (7), યુદ્ધમાં (7), અસર (7), પેદા (7), science (7), like (6), uncategorized (6), દીપક (6), ધોળકિયા (6), આવ્યો (6), બધા (6), જોઈએ (6), છીએ (6), મળ્યું (6), સરકારે (6), સમય (6), બીજી (6), ક્રેલે (6), રહ્યા (6), કર્યા (6), પડે (6), મળ્યા (6), એમનો (6), આજે (6), પોતાની (6), યુનિવર્સિટીના (6), જર્મની (6), વચ્ચે (6), લોકો (6), પાપ (6), samachar (6), કરો (5), નામ (5), શોધો (5), વેબગુર્જરી (5), tags (5), categories (5), posted (5), author (5), loading (5), થિયરી (5), તમે (5), સામાન્ય (5), તરફ (5), બહાર (5), વ્યવસ્થા (5), સમીકરણ (5), ખાસ (5), નૉર્વે (5), પ્રોફેસર (5), હાથમાં (5), આશા (5), જશે (5), મૃત્યુ (5), બીજા (5), વિશે (5), નહોતો (5), મૂળ (5), ગણિતમાં (5), એનું (5), અર્થ (5), ઘણા (5), બહુપદી (5), આપી (5), આગળ (5), અંતે (5), મનમાં (5), બ્રિટનની (5), ભારે (5), અમેરિકા (5), આપણી (5), દીકરીને (5), બાપે (5), પ્રમાણે (5), સંશોધકો (5), ટર્પિન (5), ઉપર (5), નંબર (5), સંકેતો (5), સોડા (5), blocked (4), નવી (4), spam (4), adventurous (4), subhashbabu (4), દ્વારા (4), abel (4), પરથી (4), બીજો (4), કહી (4), બાજુ (4), સ્થિતિ (4), બધી (4), ફેરફાર (4), તેને (4), ઉપરના (4), બન્ને (4), જતાં (4), ગણિત (4), પ્રયાસ (4), તેના (4), ગણિતના (4), જાણતા (4), હશે (4), ઓછું (4), પુરસ્કાર (4), યુનિવર્સિટીએ (4), દિવસ (4), સંશોધનો (4), હતાં (4), કરતા (4), શિક્ષક (4), આપવા (4), ખરાબ (4), બદલે (4), ત્યાં (4), પોતે (4), દીધો (4), શકે (4), નહોતી (4), ઘાત (4), આનો (4), શકાય (4), પહેલી (4), હાલત (4), ગયું (4), લીધી (4), બધું (4), માં (4), ઘરમાં (4), એવા (4), leave (4), comment (4), બ્રિટન (4), કરશે (4), લાગી (4), આંદોલન (4), ઊભી (4), કરવાની (4), કારણ (4), ઉપયોગ (4), સૈનિકોને (4), મોરચે (4), આવ્યા (4), સૈનિકો (4), જર્મનીએ (4), દરેક (4), કરવાનું (4), આપે (4), અમેરિકાના (4), ટેલીગ્રામ (4), જાહેર (4), હજી (4), વર્ષની (4), પોતાનું (4), આમાં (4), શાંતાબાઈ (4), ડિપ્રેસ્ડ (4), episode (4), આયર્ન (4), સૂક્ષ્મ (4), વૈજ્ઞાનિકો (4), ફૂગ (4), હોઈએ (4), દેખાય (4), લેન્સ (4), જાગ્રતાવસ્થાથી (4), મગજ (4), પીતા (4), કોશો (4), ગ્લુકોઝ (4), this (3), wordpress (3), com (3), રહ્યું (3), other (3), પસંદ (3), mathematicians (3), niels (3), henrik (3), webgurjari (3), ઘણી (3), તકતી (3), શકો (3), આને (3), સમમિતિ (3), એમાંથી (3), નિયમ (3), જરૂર (3), સાચો (3), રહે (3), સરવાળો (3), કરીએ (3), જગ્યા (3), દાખલા (3), વગેરે (3), પ્રક્રિયા (3), ભાષામાં (3), અમૂર્ત (3), ક્ષેત્રમાં (3), આબેલનું (3), પ્રમેય (3), શક્ય (3), ભારત (3), ગણિતશાસ્ત્રી (3), સરકાર (3), નિમિત્તે (3), અવસાન (3), બર્લિન (3), નીમણૂક (3), આબેલનો (3), પત્ર (3), મળ્યો (3), ખબર (3), યુનિવર્સિટીમાં (3), અંત (3), કોશિશ (3), યુનિવર્સિટી (3), દીધું (3), ઘરે (3), આવ્યું (3), પૅરિસ (3), નહોતા (3), ફરી (3), સંમત (3), પહેલા (3), ત્રણ (3), સવાલ (3), આબેલની (3), કદર (3), થતાં (3), ગાઉસ (3), મિત્રને (3), છેઃ (3), લાગ્યો (3), ગાઉસને (3), જુદા (3), લઈને (3), સારા (3), theorem (3), ઓળખાય (3), ઉકેલ (3), જવાબ (3), દરમિયાન (3), લીધા (3), પડ્યો (3), રહ્યો (3), ફ્રેન્ચ (3), અભ્યાસ (3), જવા (3), ઉંમર (3), લાગ્યું (3), દેશમાં (3), જીવ (3), નીલ્સ (3), લીધું (3), નવા (3), છોડી (3), week (3), april (3), સામાજિક (3), ભારતના (3), લાંબા (3), વખત (3), વિરુદ્ધ (3), અલગ (3), વધી (3), ગાંધીજીએ (3), લાભ (3), બ્રિટને (3), અમેરિકી (3), અર્થતંત્ર (3), કરવામાં (3), બંધ (3), ગયાં (3), સતત (3), તટસ્થ (3), જહાજો (3), પોતાના (3), પડતાં (3), shantabai (3), dhanaji (3), dani (3), કરવા (3), શિક્ષણ (3), ખરેખર (3), મિત્ર (3), દાદાસાહેબ (3), પૂના (3), ક્લાસિસ (3), એમનું (3), હિંદુ (3), જન્મ (3), માએ (3), છોકરી (3), થઈને (3), માને (3), ધનાજી (3), તેવી (3), રાસાયણિક (3), પ્રતિક્રિયા (3), સૌથી (3), કદાચ (3), જુદી (3), જાઓ (3), વર્તે (3), આવાં (3), અવસ્થામાં (3), માદક (3), દેખાડે (3), લોકોને (3), સંબંધ (3), યાદશક્તિ (3), મીઠાં (3), લિવર (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 246 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), ગુરુ (2), સંગ્રહ (2), india (2), email (2), address (2), સંદેશ (2), માહિતી (2), લઈએઃ (2), તકતીને (2), ફેરવો (2), ખૂણો (2), ડાબી (2), તમારા (2), હાથની (2), નજીક (2), બદલાઈ (2), થયેલા (2), ઘડિયાળના (2), બનાવી (2), વિશેષ (2), ઉદાહરણો (2), બને (2), જેવી (2), આબેલિયન (2), સેટ (2), પરિણામ (2), સંખ્યાઓનો (2), સંમેય (2), સંખ્યા (2), જીવનમાં (2), જવાની (2), ક્રિયા (2), હોવું (2), બધાં (2), સિદ્ધાંત (2), અભ્યાસીઓ (2), સહેલું (2), બહુમાન (2), ૨૦૦૨માં (2), વર્ષથી (2), શતાબ્દી (2), ટપાલ (2), ૧૯૨૯માં (2), છઠ્ઠી (2), ઍપ્રિલે (2), ક્રાન્તિકારી (2), મહિનાની (2), ઉંમરે (2), અરસામાં (2), નવાં (2), નોકરી (2), તેવા (2), પાછા (2), સ્કૂલમાં (2), ખાલી (2), હોલ્મ્બોને (2), હોલ્મ્બોએ (2), જગ્યાએ (2), મૂકવામાં (2), હોલ્મ્બો (2), તૈયાર (2), અવળે (2), તકલીફ (2), આપવામાં (2), તપાસ (2), એ્મના (2), ઊંચું (2), આંચકો (2), કર્યાં (2), વર્ષના (2), મૅગેઝિનના (2), અંકમાં (2), ગાઉસના (2), ગોતિન્જેન (2), મુલાકાત (2), જેણે (2), ઑગસ્ટ (2), વિચાર (2), મૅગેઝિન (2), કરવાનો (2), પહોંચ્યા (2), ગાઉસે (2), હોવાનું (2), વળી (2), બૈજિક (2), પડશે (2), બરાબર (2), આપ્યો (2), ક્વિન્ટિક (2), દેખાઈ (2), ક્વાર્ટિક (2), ચાર (2), ક્વાડ્રેટિક (2), કિંમત (2), પદની (2), ત્રીજી (2), નાં (2), ગણિતશાસ્ત્રીઓને (2), સમસ્યા (2), ઘાતાંક (2), તેવાં (2), વધવા (2), લાયક (2), સ્કૂલ (2), જઈને (2), સંપર્ક (2), આશામાં (2), ફ્રાન્સના (2), જર્મન (2), જવું (2), એ્મને (2), આખો (2), નીકળી (2), એટલો (2), બધો (2), વિશ્વાસ (2), લીધો (2), પ્રતિભાને (2), સાત (2), મોટા (2), બાળપણમાં (2), સોટી (2), લડાઈઓ (2), કુટુંબ (2), નહોતું (2), બેસીને (2), નજર (2), પિતા (2), માતા (2), મળતો (2), પાસેથી (2), એનાં (2), ભાઈ (2), નાની (2), આવતા (2), ઇતિહાસમાં (2), જેનો (2), the (2), ist (2), before (2), 100 (2), years (2), maari (2), baari (2), વિશ્વયુદ્ધે (2), રાજકીય (2), થવા (2), વિશ્વયુદ્ધ (2), પરિણામે (2), ગળ્યા (2), રહ્યાં (2), ૧૯૧૪થી (2), પાર્ટી (2), આઝાદી (2), ગાંધીજીનું (2), કહેવું (2), ગાંધીજીને (2), તરત (2), બ્રિટનના (2), લશ્કરમાં (2), ભરતી (2), અર્થતંત્રને (2), આની (2), લોકોમાં (2), લોકોનું (2), સમજૂતી (2), ભારતીય (2), યુરોપમાં (2), લાખ (2), જેવું (2), માટેના (2), ખેંચ (2), સ્ત્રીઓને (2), પૈસા (2), અમેરિકામાં (2), મતાધિકાર (2), મૂડીવાદી (2), અમેરિકાએ (2), યુદ્ધનો (2), ફાયદો (2), રશિયામાં (2), સોવિયેત (2), સંઘ (2), રશિયન (2), વિરોધ (2), લાગ્યા (2), નિર્ણય (2), વિલ્સને (2), કોંગ્રેસને (2), દેશોનાં (2), હોવો (2), આપણો (2), દેશે (2), નક્કી (2), સમગ્ર (2), મૅક્સિકોને (2), મૅક્સિકો (2), ન્યૂ (2), આપ્યું (2), જર્મનીના (2), વિદેશ (2), જૂઓ (2), દુનિયામાં (2), પહેલાંના (2), દીધા (2), writing (2), શાંતાબાઈએ (2), દલિતો (2), દલિતોના (2), વિસ્તારોમાં (2), પાણી (2), દલિત (2), ૧૯૬૮માં (2), પરિષદમાં (2), ધ્યાન (2), બીજાં (2), સોનું (2), વેચીને (2), પૅક્ટ (2), વિરુદ્ધના (2), અનામત (2), મતદાર (2), ભાગ (2), આંબેડકર (2), સીટો (2), શાંતાબાઈની (2), કૉલેજમાં (2), પ્રભાવ (2), ગાયકવાડ (2), બહેન (2), મળવાનું (2), દાણી (2), પૂરું (2), તાલીમ (2), ભેદ (2), ગામમાં (2), મુખ્ય (2), શાંતાને (2), ડબરા (2), જોયું (2), પૂછ્યું (2), ગરીબ (2), પહોંચી (2), માગે (2), શાંતા (2), શાંતાબાઈનો (2), મોટી (2), મોટો (2), આવતાં (2), સોનુને (2), મોકલે (2), ખાવા (2), વાળી (2), ઝૂંપડી (2), જમીન (2), રોજ (2), ઘાસ (2), ચાલે (2), રહી (2), જમવા (2), તેનાથી (2), પહેલો (2), મરાઠા (2), મહાર (2), ધનાજીને (2), સમજાવ્યું (2), અડકીએ (2), કહેવાય (2), અડકે (2), webgurjaari (2), જરાક (2), ગોળીઓ (2), આવા (2), નૅનોગ્રામ (2), ઉણપ (2), લોહીમાં (2), થશે (2), બન્યું (2), સાબીત (2), પાઇરાઇટના (2), અમુક (2), fool (2), પાઇરાઇટ્સ (2), જીવો (2), નવાઈ (2), ભાષા (2), ટર્પિનમાં (2), વાતચીત (2), બૅક્ટેરિયા (2), પ્રકારના (2), આપણા (2), થૅચર (2), lyra (2), તમને (2), આંખના (2), માસ્ત્રાન્જેલો (2), તમારાં (2), હમણાં (2), બનાવ્યાં (2), ઇલેક્ટ્રિકલ (2), કમ્પ્યુટર (2), છપાયો (2), રિપોર્ટ (2), ઔષધોનો (2), અવસ્થા (2), શક્યતા (2), જેને (2), આંક (2), lsd (2), આપ્યા (2), જાગ્રતાવસ્થાની (2), સ્તરના (2), સ્ટ્રોક (2), સોડાને (2), ડિમેન્શિયા (2), પ્રમાણ (2), કંઈક (2), અભ્યાસલેખ (2), પીણાં (2), હિપોકૅમ્પસ (2), ગાળાની (2), લેખક (2), લિવરના (2), શ્વેતકણો (2), વાડ (2), ચીભડાં (2), ગળે (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, શકશે, બોર્ડ, ગેમ્સમાં, ઇંટરનેટ, solitaire, શોધીને, ડાઉનલોડ, સમજવું, દાખલો, ચોરસ, આકારની, પૂંઠાની, કેન્દ્રમાં, કાણું, સોય, ભેરવો, થોડા, ચક્કર, માર્યા, અટકે, ફરીથી, symmetry, સમમિતિની, સમાન, ગતિ, કાંટાની, ફેરવીને, ઉદાહરણમાં, કાંટાથી, ઉલ્ટી, દિશામાં, ઘટનાઓના, સંદર્ભની, શરત, સભ્યોનો, ગુણાકાર, એકબીજા, જોડીએ, બદલાવીએ, સેટની, સંખ્યાઓ, શૂન્ય, કરોઃ, સંખ્યાઓની, શ્રેણીમાંથી, નીકળતા, સ્વયંપૂર્ણ, સંગીત, જાણનારા, શબ્દને, પાછળના, સુરને, પકડે, સમસ્યાને, અંદર, છુપાયેલી, રચનાને, પકડવાનો, ઘટના, પાછળનો, તારવવાનો, તર્કશાસ્ત્રની, નિગમન, વ્યાપ્તિ, જઈએ, મૂર્તથી, અમૂર્તને, મૂર્તમાંથી, શોધવા, સર્વ, સામાન્યપણે, મૂર્તનાં, રૂપોને, આવરી, માટીનો, ચૂલો, માટીની, ઢીંગલીનો, માટી, સૈદ્ધાંતિક, પ્રદાન, મહત્ત્વનું, હાયર, મૅથના, નામે, થિયરીનું, વિષય, સમજવાનું, સમજાવવાનું, તેટલી, સાદી, જાણીને, સંતોષ, માનીએ, ૨૦૦૮માં, પદ્મભૂષણથી, નવાજ્યા, વર્ધન, શ્રીનિવાસ, આયંગર, રંગા, સદામંગલમ, અપાય, જેનું, મહત્ત્વ, નોબેલ, પારિતોષિક, ૨૦૦૭માં, ભારતવંશી, અમેરિકન, દ્વિજન્મશતાબ્દીના, તરફ્થી, યાદમાં, ટિકિટોની, શ્રેણી, મૃત્યુની, ૧૮૨૯ની, પ્રખર, પામ્યો, એ્મની, વિભાગમાં, પરિવાર, શોકમાં, ક્રેલેનો, સમીકરણના, એલિપ્ટિકલ, ફંક્શન, ઇંટીગ્રલ, લીધાં, તબીયત, લથડતી, જતી, ખંતથી, કર્યે, રાખ્યું, બર્લિનમાં, પ્રયત્નો, ફરીને, ક્રિસ્ટિયાનિયામાં, પાડી, વિદેશીને, ૧૮૪૧માં, મુકાઈ, હાથે, એનાથી, વાંચવા, સંશોધન, કોચી, વાંચવામાં, અક્ષરો, લેઝાન્દરે, કોચીને, લેઝાન્દર, ગણિતજ્ઞો, એ્મનું, ફ્રાન્સમાં, કામની, પ્રશંસા, કરના્રા, ઠીક, ઓછા, સંશોધનપત્રનું, મૂલ્ય, આંકતા, ક્રેલેનાં, ગાણિતિક, ચર્ચા, વખાણ, ભૂલો, દેખાડી, છોકરાના, ઉદ્દંડ, વર્તનથી, નારાજ, થવાને, ખુશ, પ્રકાશનની, યોજના, સમજાવી, સંશોધનલેખો, વર્તાવ, જવાનો, વ્યક્તિ, લિઓપોલ્ડ, સિવિલ, એંજીનિયર, લખતા, ભૂલીને, નામથી, ઓળખે, ભૂંસતું, છાપ, પગલાંની, પૂંછડીથી, શિયાળ, અણગમો, પત્રમાં, ગાઉસનાં, અગમ્ય, લખાણો, ટકોર, સમાચાર, મળતાં, આઘાત, વિના, મહિના, મહાન, કદી, ભરયુવાનીમાં, ભૂલ, સમજાઈ, લખીને, અભ્યાસપત્રો, પોર્ટ્રેટ, માગ્યું, જણાય, કચરો, ફેંકી, આવ્યાની, વાંચે, શબ્દો, વધવાનું, impossibility, અશક્યતાનું, ક્વિન્ટિકની, ક્વિન્ટીક, આગળની, ઘાતો, વાપરવી, ruffini, રૂફિની, સાબિતીઓ, ખુલાસો, મૂર્ધન્ય, માનતા, ખામીઓ, પ્રયત્ન, કહેતા, જાણવાનો, આબેલથી, પ્રચલિત, સુધીનાં, ફૉર્મ્યૂલાઓ, હશેઃ, આના, વાપરી, ક્યારેક, શોધવી, શોધવો, તેનો, છોડાવવું, સરખાવો, બહુપદીને, ફિફ્થ, ફોર્થ, ક્યૂબિક, થર્ડ, ક્વાડ્રૅટિક, સેકંડ, અનામ, ચોથી, પદો, ૩૦૦, મૂંઝવતી, સમસ્યાનો, quintic, ફંકશનોની, algebraic, radicals, રૂપમાં, રૅડીક્લનું, ચિહ્ન, મળતી, આપતી, નૉર્વેમાં, નાણાકીય, ૧૮૨૩માં, કૉપનહેગન, ડેનમાર્કના, ક્રિસ્ટિયાનિયા, ઑસ્લો, સત્તાવાળાઓને, મિત્રોએ, મનાવી, સરકારને, વિનંતિ, યુદ્ધોને, યુનિવર્સિટીની, ગ્રાન્ટ, સંશોધનપત્ર, લખ્યો, સંશિધન, મંજૂર, રહેશે, નૉર્વેનું, ક્ષેત્રે, ચમકશે, ખોવાઈ, ખર્ચ, રહીને, શીખવા, પૅરિસમાં, જર્મનીમાં, ગોતિંન્જેન, મળવું, ધુત્કાર, ગાઉસનો, ૧૮૨૦માં, ૧૮ની, પિતાનું, ભાઈબહેનોની, જવાબદારી, તકલીફોમાં, વીત્યું, મોટું, પ્રાઇવેટ, ટ્યૂશનો, આપવાનું, કુટુંબનું, ભરણપોષણ, કમાવામાં, જતો, એ્મનાં, બધામાંથી, ચોરીને, ચાલ્યા, પ્રતિભામાં, શિક્ષણના, ખર્ચમાં, અપાવી, ગાંઠના, ગોપીચંદ, ભૂખમરાની, ટીબી, લાગુ, bernt, michael, holmboe, પારખી, હોલ્મ્બોના, પ્રયાસોથી, આત્મસાત, શિષ્ય, મટીને, મિત્રો, ૧૮૩૯માં, પુસ્તકનું, સંપાદન, માઇકલ, બર્ન્ટ, નીલ્સને, છૂપી, પિછાણવાની, ગણિતનો, ક્રૂર, માનનારો, છોકરાને, માર્યો, મરી, બોર્ડે, શિક્ષકને, કાઢી, મૂક્યો, શિક્ષકની, રમઝમ, વિદ્યા, ચમચમ, વાગે, ૧૮૦૧થી, ઇંગ્લૅંડ, સ્વીડન, લડતું, સખત, દુકાળ, મનમોજીલું, હાસ્ય, ઓસર્યું, બાળકો, ફાયરપ્લેસ, એકબીજાની, છેડછાડ, નાના, નીલ્સની, પુસ્તક, રહેતી, નૉર્વેના, ગામડામાં, ચર્ચમાં, પાદરી, ધર્મભીરુ, ચારિત્ર્યવાન, રૂપ, રૂપનો, અંબાર, ભમરા, પાછળ, ભમતા, આનંદ, માતાનો, સોહામણો, દેખાવ, વારસામાં, મેળવ્યો, માતાની, સુખની, ચાહ, મળેલો, પરિશ્રમનો, ગુણ, સુખ, પૂરતો, બાળપણથી, વળગેલી, ગરીબાઈએ, જીવનના, કેડો, મેલ્યો, બહેનો, બાળપણ, કપરું, સાઇમનસન, મારિઈ, ઍની, દુઃખમય, ઉચ્ચાર, શાર્લ, અર્મિત, શબ્દોમાં, વ્યસ્ત, પાંચસો, charles, hermite, વયે, દુનિયા, હેનરિક, ૧૮૨૯, ઍપ્રિલ, મૃત્યુઃ, ૧૮૦૨, જન્મઃ, બહાનું, સાંભળ્યું, કુદરતે, નિર્ધારિત, મહિને, મળીશું, જેમનો, અમર, સ્થાન, પ્રાપ્ત, પરિચય, મેળવીશું, 1st, 1917, દુનિયાની, પદ્ધતિને, અર્થિક, વ્યવસ્થાને, દિશા, કહેવામાં, અતિશયોક્તિ, અમેરિકાનું, પલ્લું, બ્રિટનને, જીતવાની, ચુકવવી, સંદર્ભમાં, સાપે, છછૂંદર, ભારતને, તેનાં, વમળો, ફેલાતાં, સ્વાધીનતાના, કિનારે, શમ્યાં, ગદર, સક્રિય, સફળ, ગાંધીજીના, માર્ગથી, સશસ્ત્ર, ક્રાન્તિના, માર્ગે, ચાલનારાઓની, રામપ્રસાદ, બિસ્મિલ, ભગત, સિંહ, પરંપરામાં, શહીદ, સંકટમાં, ગેરલાભ, લેવાય, વિશ્વયુદ્ધના, ભારતની, ભૂમિકાની, પકડ, ઢીલી, શુભ, નિષ્ઠામાંથી, ઊઠી, જલિયાંવાલા, બાગના, હત્યાકાંડ, ઉદ્દંડતા, નજરે, ચડવા, ખિલાફત, અસહકાર, જંગ, જોવાનું, ઍમ્બ્યુલન્સ, કોર, સીધા, યુદ્ધપ્રયાસોમાં, સહકાર, જુવાનોને, કરાવવા, ઝુંબેશ, અમેરિકાની, ઉલટું, ઘસારો, પહોંચ્યો, મનફાવતી, ઉગ્ર, રોષ, સ્વદેશી, પ્રત્યે, વલણ, વસાહતી, બેડીમાં, ભરપૂર, ભારતમાંથી, મેસૅપોટેમિયા, ઈરાક, મોકલવામાં, હજારના, જાન, સૈનિકશક્તિ, વધારવા, સત્તાનો, મોકલવા, યુરોપના, ઊતર્યા, બ્રિટિશ, સામ્રાજ્યના, દેશ, ભારતે, મોકલ્યા, ભારતમાં, ૧૯૧૪માં, મંદીમાં, માલ, પાયે, વેપારની, આખા, ઉત્પાદન, વાળ્યું, ઉદ્યોગોનો, વિકાસ, ઉદ્યોગ, યુવાનો, માનવશ્રમની, શ્રમબળમાં, સામેલ, સ્ત્રીઓના, સ્વતંત્રતા, ચાલ્યું, ૧૯૨૮માં, સ્ત્રીઓની, સ્વતંત્રતાના, મૂળમાં, નોંધવા, ૧૯૨૯, પૂરવેગે, ધપતું, પછીના, દાયકા, ધમધમતું, લોકોની, ખરીદશક્તિ, ઉપભોક્તાવાદને, અતિ, ઉત્પાદનને, માલનો, ભરવો, મહામંદીમાં, સપડાયું, ટાંકણે, ઝંપલાવતાં, મજબૂત, મોરચો, મંડાયો, અમેરિકાને, પોતાને, સામ્યવાદી, ક્રાન્તિનાં, ચક્રો, ગતિમાન, સૈન્યની, સોવિયેતો, સલાહ, સમિતિ, પંચાયત, એવો, સોવિયેતોનો, કમ્યુનિસ્ટોનું, જોર, સૈનિકોની, પહેરવા, બૂટ, એવામાં, લેનિને, સામ્રાજ્યવાદી, મોરચા, છોડીને, ભાગવા, વોલંટિયર, ઊભું, લશક્રી, ફરજિયાત, જોડાતા, અમેરિકાનો, લડતાં, ફ્રાન્સ, લાભકારક, રશિયા, યુદ્ધમાંથી, ખસી, ઝારનું, શાસન, અવ્યવસ્થાની, ગર્તામાં, અસંતોષ, સૈન્યમાં, ઝાર, જબ્બર, અજંપો, મોકલેલા, સંદેશમાં, કરેલા, હુમલાઓનો, ઉલ્લેખ, જેના, સમર્થક, માનવ, અધિકારનું, ગૌરવ, સ્થાપવાનો, હેતુ, વેર, વાળવાનો, શક્તિનો, વિજયવંત, ફાંકો, દેખાડવાનો, અધિકાર, આવેશને, કોરાણે, મૂકવો, લેશું, શાણપણ, વિવેકભર્યો, મુકાબલો, કરવો, જાતે, પડકાર, માનવજાત, અમેરિકીઓ, માર્યાગયા, અમેરિકાનાં, ડૂબ્યાં, લડાઈ, દેશોની, ઊતરે, લડવા, પક્ષમાં, લેવાની, સાથ, ટૅક્સાસ, ઍરીઝોના, પ્રદેશો, મેળવવામાં, વચન, વિભાગે, જાન્યુઆરીમાં, મૅક્સિકોના, ઍમ્બેસેડરને, મોકલીને, દરખાસ્ત, રજૂ, સાથેની, તસવીર, મંત્રી, આર્થર, ઝિમરમનના, ઝિમરમન, ખળભળાટ, મચી, માર્ચમાં, ઝિમરમને, બેધડક, જોરદાર, માંગ, આજથી, ઍપ્રિલનું, પહેલું, અઠવાડિયું, દુનિયાના, મહત્વનું, ચાલતું, જોડાયું, ૧૯૧૭ની, રાષ્ટ્રપતિ, વુડ્રો, ઉતારવાની, મંજૂરી, અપીલ, તારીખે, કોંગ્રેસે, હુમલા, આક્રોશ, સ્રોતઃ, ફૅમિનિઝમ, ઇંડિયા, જસ્ટિસ, ન્યૂઝ, https, goo, kq3kzq, sharmila, rege, zubaan, 2006, caste, gender, reading, dalit, women, testimonies, સમાજમાં, સમાનતા, જાતિભેદ, નાબૂદ, સંઘર્ષ, કરનારી, વીરાંગનાનું, ૨૦૦૧માં, ભીમરાવ, આંબેડકરની, જન્મજયંતી, અનન્ય, શિષ્યાને, વંદન, ૧૯૮૭માં, સેવાઓની, રૂપે, ૧૯૮૫માં, મહારાષ્ટ્ર, અસ્વીકાર, માગતી, રહેણાક, ગંદા, પાણીના, નિકાલની, પીવા, પહોંચાડે, ખરો, સાવિત્રીબાઈ, ફૂળે, મહારાષ્ટ્રના, રાજ્યપાલે, રાજ્ય, વિધાન, સેવા, ૧૯૮૯માં, સિત્તેર, લેવાનું, નાખ્યું, મનમાડ, નાશિકના, ગ્રામીણ, છોકરાછોકરીઓ, નિશાળો, ભગીરથ, કાર્ય, હાથ, ધર્યું, ફંડની, ગાયકવાડનાણ, પત્નીએ, નાણાં, ઊભાં, રહેવા, લાગ્યાં, અધિકારો, બોલવાનું, આંબેડકરે, બનાવેલી, ઇંડીપેન્ડન્ટ, લેબર, પાર્ટીના, સિદ્ધાંતોનું, પાલન, મહારાષ્ટ્રમાં, ભૂમિહીન, ખેતમજૂરોને, સંગઠિત, ૧૯૪૬માં, ૧૯૩૨ના, પેક્ટ, આંદોલનમાં, ઝંપલાવ્યું, ધરપકડ, ગોળમેજી, મડળની, સમાજનો, સમાજની, જાહેરાત, યરવડા, જેલમાં, ઉપવાસ, બચાવવા, મંડળની, પડતી, મૂકી, બદલામાં, ગાંધીજી, બ્રિટીશ, વડા, પ્રધાન, રામ્સે, મેક્ડોનલ્ડના, કોમી, ચુકાદામાં, અપાઈ, કોંગ્રેસ, ૧૪૮, ક્લાસિસના, ઉમેદવારોને, આપશે, ૧૯૪૨માં, ભાષણનો, કર્મવીર, ભાઉરાવ, કૄષ્ણજી, બાબાસાહેબ, આંબેડકરના, નિકટના, સાથી, રીપલ્બ્લિકન, સ્થાપી, ૧૯૭૧માં, પદ્મશ્રી, નું, ટિકિટ, પાડવામાં, દાદાસાહેબનાં, લગ્ન, પિતરાઈ, થયાં, થતું, આકર્ષાયાં, સાહેબની, કાળજીથી, શાંતાબાઈનું, શાળાનું, મહિલા, પ્રવેશ, કૉલેજ, ભેદભાવોથી, જ્યાં, નાતજાતના, પીછો, છોડતા, પૂરી, વિંચુર, શિક્ષિકા, સારું, મિશનરી, દાખલ, કરાવી, સ્કૂલના, સાહેબ, છોકરાંઓ, ઊંચનીચનો, રાખતા, માસ્તરસાહેબ, દીકરીનું, રાખજો, મારાથી, બનતું, કરીશ, સ્વાભિમાની, નિશાળેથી, પાછી, ખોલીને, ખાઅવાનું, ભૂહને, રડવા, પાડોશીએ, ભાખરી, માગી, પાડોશી, સાંભળી, ભીખ, ઉપાડીને, ફટકારવા, માંડી, અધમૂઈ, સૂઈ, મોડેથી, માનો, ગુસ્સો, ઠંડો, ક્યાંકથી, ખાવાનો, જોગ, ખવડાવ્યું, સોનુ, શંકર, મોટાં, ભાઈબહેન, શંકરનું, પિતાને, પુત્રની, પિતાએ, આશાઓ, શાંત, હું, મૂંગો, રાખી, બાપનું, દીકરાની, તરફડતું, દારુની, દીકરાદીકરીનો, ફેર, દીકરીમાં, શ્વાસ, બાંધી, પરણાવી, દીધી, દુઃખી, પતિ, લાકડાં, વીણવા, છાણાં, થાપવાનું, કરાવે, કમાણી, ઝુંટવી, ભણાવીશ, ગાંઠ, ભણીગણીને, વધશે, નાશિકની, ભાગોળે, ખડકાલી, ૧૯૧૯માં, દૂધ, કમાય, કારણસર, ધંધો, ભાંગ્યો, અરહ્યું, થોડાઘણા, તેમાંથી, ઘરની, પાસેની, ખરીદી, કાપીને, વેચી, રોજેરોજનું, ગુજરાન, ઘાસની, બળીને, રાખ, રોટલીનો, ટુકડો, મુશ્કેલ, માતાપિતાનેદીકરીને, ભણાવવાનો, શોખ, ભણ્યા, વિનાની, ઇચ્છા, કહેતી, ભણી, ભણવા, સિવાય, ઉદ્ધાર, પરોવીને, ભણતી, પાચમા, ધોરણમાં, પિતાના, જવાનું, અંદરથી, હલબલી, અનુભવ, છેલ્લો, સ્વાભિમાન, સંઘર્ષની, કથાની, શરૂઆત, કથા, નાતજાતની, બદી, ઝઝૂમનાર, હિંમતવાન, સ્ત્રી, દાણીની, ૧૯૨૫, ૨૬ના, અરસાની, નાશિકમાં, કુટૂંબે, કોમના, સહિત, નોતર્યા, પ્રસંગ, મહેમાનો, પંગત, ગમાણમાં, બન્નેને, ખાવાનું, પીરસ્યું, હેબતાઈ, ગાયોના, છાણ, મૂત્રની, વાસ, જમવાનું, બાપને, જમીએ, અભડાઈ, સમજાયું, અભડાવું, અડકી, શકીએ, ધીરજથી, એમનેય, આપણનેય, દીકરીની, મૌન, વિચારનો, વંટોળ, ઊઠ્યો, ચકરાવા, લેતો, અડકવું, કૂતરાં, બીલાડાંને, માણસને, નબળાઈ, યૉર્ક, ટાઇમ્સમાં, ગિના, કલાટા, વહેમને, દૂર, વીટામિન, ઑસ્ટિઓપોરોસિસ, હાડકાં, બરડ, છેલ્લાં, મેન, શહેરમાં, દરદીઓ, મળેલી, હોવા, લોહીની, કરાવડાવી, ઇલાજ, હકીકત, મિલીલીટર, લોહીમાં૨૦થી, જેમના, મિલીલીટરમાં, તંદુરસ્ત, વ્યક્તિને, વધારાનું, આપવાથી, દેખીતો, થતો, કૅલ્શિયમ, ફોસ્ફરસના, રૂપાંતર, જરૂરી, સૂરજના, તડકામાંથી, ચિંતા, દેવામાં, ડહાપણ, વિટામીન, જડમાંથી, ચેતન, કણો, ઑર્ગેનિક, રસાયણોને, હલાવીને, ભેળવે, ધારણા, ઊર્જા, રસાયણ, આપમેળે, વધ્યા, વાયલનૅ, સંઘરી, લેવી, પ્રયોગ, ચાલુ, શક્તિશાળી, આપોઆપ, વસાહત, લેશે, વનસ્પતિ, શાસ્ત્ર, વિભાગના, અધ્યક્ષ, ડેવિડ, બૉમ, શરૂઆતનું, ખનિજની, સપાટી, શરીરના, કોશોની, પ્રક્રિયાઓમાં, સલ્ફર, ઉત્પ્રેરક, કારે, પાઇરાઇટની, પસંદગી, gold, મિનરલ, રંગ, સોના, જેવો, ચમકે, pyrites, ગ્રીકમાંથી, બનેલો, શબ્દ, પદાર્થ
Text of the page (random words):
કિયા મહિનો એપ્રિલ 2017 science samachar episode 12 ૧ વાડ થઈને ચીભડાં ગળે આપણા લિવરમાં કેટલાયે બહાદુર કોશો છે જે લિવરનું કામકાજ નિયમસર ચલાવવામાં મદદ કરીને એનું રક્ષણ કરે છે પરંતુ કહે છે ને કે વાડ થઈને ચીભડાં ગળે તેના જેમ આપણી સામે ટકી શકતા નથી શરીરનો માલિક જ જો પોતાના વાહનનો દુરુપયોગ કરવા માગતો હોય તો આ કોશો અંતે માલિકના પ્લાન પ્રમાણે ચાલે છે કૅનેડામાં ટોરોન્ટોના વૈજ્ઞાનિકો લાંબા અભ્યાસ પછી એ તારણ પર પહોંચ્યા છે કે બહુ ચરબીવાળો આહાર અને આપણી સ્થૂળતા આવા વીરોને પણ અવળે રવાડે ચડાવી દે છે તે પછી એ ઇંસ્યુલિનની સામે અવરોધ પેદા કરે છે જેને પરિણામે ડાયાબિટીસ 2ની સ્થિતિ પેદા થાય છે આ રિપોર્ટ science immunology મૅગેઝિનમાં પ્રકાશિત થયો છે વૈજ્ઞાનિકોએ ઉંદર અને માણસના લિવરના cd8 t શ્વેતકણો લીધા અને એમણે દેખાડ્યું કે જાડા માણસોના શરીરમાં આ કોશો સૂઝી જાય છે અને પોતાનું રી પ્રોગ્રામિંગ કરીને રોગની સામે લડવાને બદલે રોગના સહાયક બની જાય છે વૈજ્ઞાનિકો એ જાણવા માગતા હતા કે લિવર શા કારણે આટલો બધો ગ્લુકોઝ છોડે છે એમણે અમુક ઉંદરોને ભારે મેદવાળો ખોરાક ખવડાવ્યો પછી સરખામણી કરી તો જોયું કે આ ઉંદરોના લોહીમાં સાકરનું પ્રમાણ વધારે હતું લિવર શરીરની જરૂરિયાત પ્રમાણે ગ્લુકોઝ બનાવે છે અને એનો સંગ્રહ કરે છે ઇન્સ્યુલિન હૉર્મોન એને જાણ કરે છે કે ગ્લુકોઝ જમા રાખવો કે લોહીને આપવો હવે લિવરની અંદરના કોશો જ ઇન્સ્યુલિનનો આદેશ કાને ધરતા ન હોય તો લિવર તો ગ્લુકોઝ છોડ્યા જ કરશે એટલે ટૂંકમાં લિવરના શ્વેતકણો ઇન્સ્યુલિનનું કહ્યું ન માને અને તમારાં ભજિયાં પાતરાં કે છોલે ભટૂરેનું કહ્યું માને તો વાંક કોનો સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૨ સોડાવાળાં ડ્રિંક્સ મગજને નુકસાન કરે છે બોસ્ટન યુનિવર્સિટી તરફથી પ્રકાશિત થયેલા બે અભ્યાસલેખો દેખાડે છે કે આવાં ડ્રિંક્સની અસર મગજ પર અને આપણી યાદશક્તિ પર પડે છે બેમાંથી એક અભ્યાસલેખ તો માત્ર ડાએટ સોડા વિશેનો છે એનાં પરિણામ તો એમ દેખાડે છે કે દરરોજ જે લોકો ડાએટ સોડા ડાએટ કૉક પીતા હોય એમના પર તો ત્રણગણી ખરાબ અસર દેખાય છે boston university school of medicine med નાં ન્યૂરોલૉજીનાં પ્રોફેસર અને આ બન્ને અભ્યાસલેખોનાં માર્ગદર્શક લેખક સુધા શેષાદ્રી sudha seshadri કહે છે કે મીઠાં પીણાં લેવામાં કંઈ ફાયદો હોય એમ લાગતું નથી અને ખાંડને બદલે કોઈ સ્વીટનર વાપરવાથી પણ કંઈ ફરક પડતો નથી કદાચ પહેલાંના જમાનામાં પીતા તેમ સાદું પાણી જ લેવું જોઈએ બન્ને લેખોના મુખ્ય લેખક મૅથ્યૂ પેઇઝ કહે છે કે મીઠાં અથવા કૃત્રિમ રીતે મીઠાં બનાવેલાં પીણાંની હૃદય પરની અસર વિશે તો જાણીએ છીએ પણ મગજ ઉપર શું અસર થાય છે તેની ખબર નથી પડી આ પહેલાં ૧૯૪૦ ૫૦ના ફ્રૅમિંગહાઉસ હાર્ટ સ્ટડી fhs થયો હતો પહેલો લેખ alzheimer s dementia માં આ વર્ષની પાંચમી માર્ચે છપાયો એના માટે સંશોધકોએ fhsમાં ભાગ લેનારની ત્રીજી પેઢીના ૪૦ ૦૦ લોકોને લીધા અને એમાંથી સોડા ફળનો રસ નિયમિત લેતા હોય તેમને પસંદ કર્યા જે લોકો સૌથી વધારે આવાં પીણાં પીતા હતા એમનાં મગજ અકાળે વૃદ્ધ થતાં જણાયાં ઘટનાને લગતી યાદશક્તિ પણ નબળી હતી અને હિપોકૅમ્પસ સંકોચાયેલું હતું આપણી લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની યાદશક્તિ હિપોકૅમ્પસ પર આધારિત છે દિવસમાં એક વાર ડાએટ સોડાલેનારના મગજનું દળ પણ ઓછું હોવાનું જોવા મળ્યું બીજો અભ્યાસલેખ આ મહિનાની ૨૦મીએ stroke માં પ્રકાશિત થયો છે એમાં એમણે જે લોકોને સ્ટ્રોક આવ્યો હોય કે અલ્ઝાઇમર્સને કારણે સ્મૃતિભ્રંશ થયો હોય એવા લોકોને તપાસ્યા ૨ ૮૮૮ જણની ઉંમર ૪૫ ઉપર હતી અને ૧ ૪૮૪ની ઉંમર ૬૦ની ઉપર હતી દસ વર્ષ સુધી એમને અભ્યાસમાં રાખવામાં આવ્યા આમાં એમને જોવા મળ્યું કે ડાએટ સોડાને કારણે ડિમેન્શિયા થાય છે એવું તો જોવા ન મળ્યું પરંતુ જે લોકો રોજ એક વાર ડાએટ સોડા પીતા હતા એવા લોકોનું પ્રમાણ ત્રણગણું હતું આમ ડાએટ સોડા કારણ ન હોય પણ કંઈક સંબંધ છે ડાએટ સોડાને સ્ટ્રોક સાથે કંઈક સંબંધ છે એ તો જાણીતી વાત છે પણ ડિમેન્શિયા સાથે કંઈ સંબંધ હોય તેવી શક્યતા આ પહેલી વાર દેખાઈ છે સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૩ જાગ્રતાવસ્થાથી ઉપરના સ્તરની ચેતના આપણે જેને જાગ્રતાવસ્થા કહીએ છીએ તેનાથી પણ ઉપર ચેતનાનું કોઈ સ્તર છે સસેક્સ યુનિવર્સિટીના સંશોધકોને આનો પુરાવો મળ્યો છે પરંતુ એ અવસ્થા ખાસ સંયોગોમાં જ જોવા મળી છે ખાસ કરીને ભ્રાન્તિજનક માદક ઔષધ lsdના પ્રભાવ હેઠળ યુનિવર્સિટીના સૅક્લર સેન્ટર ફૉર કૉન્શ્યસનેસ સાયન્સના કો ડાયરેક્ટર પ્રોફેસર અનિલ શેઠ કહે છે તેમ આ અવલોકન દેખાડે છે કે મગજ સામાન્ય જાગ્રૂતિમાં જે રીતે વર્તે છે તેના કરતાં સાયકેડૅલિક ડ્રગ્સ ભ્રમણા પેદા કરે તેવાં ઔષધો ની અસર નીચે જુદી રીતે વર્તે છે દરેક અવસ્થામાં જ્ઞાનતંતુઓ જે સંકેતો મોકલે છે તે જુદા પડે છે આપણે સૂતા હોઈએ તેના કરતાં જાગતા હોઈએ તે સ્થિતિમાં સંકેતો વિવિધ પ્રકારના હોય છે આ સંક્તોને ગણિતની દૃષ્ટિએ આંક આપી શકાય છે એ રીતે lsd આપ્યા પછી સંકેતો માપતાં એ મગજમાં કોઈ પણ સ્થળે પહોંચતા જણાયા આમ એમનું વૈવિધ્ય સામાન્ય જાગ્રતવસ્થા કરતાં વધાએ ઊંચું જોવા મળ્યું હમણાં સુધી જે અભ્યાસ થયો છે તે જાગ્રતાવસ્થાની નીચેના સ્તરના એટલે કે બેહોશીની અવસ્થામાં કે માણસ સૂતો હોય તે વખતે જોવા મળતા સંકેતો હતા એટલે સંશોધકો આ તારણને જાગ્રતાવસ્થાથી ઉપરના સ્તરના સંકેત ગણે છે એમણે lsd આપ્યા પછી બ્રેન ઇમેજિંગ ટેકનૉલૉજીથી મગજનીચુંબકીય પ્રક્રિયાની તસવીરો લીધી તો આ ચિત્રમાં જોવા મળે છે તેવી લાલ રંગની અનિશ્ચિત રૂપની પ્રક્રિયા જોવા મળી પરંતુ એનો આંક જાગ્રતાવસ્થાની પ્રક્રિયા કરતાં ઊંચો હતો બીજા એક સંશોધક ડૉ મુત્તુકુમારસ્વામીએ કહ્યું કે બીજાં ત્રણ માદક ઔષધોનો પણ અખતરો કરતાં જાગ્રતાવસ્થાથી ઉપરના સંકેતો મળ્યા આથી આવી કોઈ અવસ્થા સર્જાય છે એટલું નક્કી થાય છે પરંતુ સંશોધકો સ્પષ્ટતા કરે છે કે જાગ્રતાવસ્થાથી ઉપરની ચેતનાવસ્થા વધારે સારી કે ઇચ્છવાયોગ્ય છે એવું નથી સાબીત થયું માત્ર માદક ઔષધોનો નિયંત્રિત રીતે ઉપયોગ કરવાની શક્યતા ઊભી થઈ છે સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૪ પ્રવાહી લેન્સવાળાં ઇલેક્ટ્રિક ચશ્માં બેતાળાં ન પહેર્યાં હોય તો વાંચી ન શકો મોબાઇલમાં નંબર ન દેખાય અને ભૂલથી બહાર પહેરીને નીકળી જાઓ તો દૂરનું ન દેખાય બાય ફોકલ હોય તો વાંચતી વખતે માથું નીચું કરવું પડે અને તરત કોઈ સાથે વાત કરવી હોય તો ચશ્માની ઉપરથી જોવું પડે પરંતુ હવે આવતાં થોડાં વર્ષોમાં એવાં ચશ્માં આવી જશે કે તમે એને જેમ ફાવે તેમ વાળી શકશો આવાં ચશ્માં બની ગયાં છે પણ હજી તો એ આદિમ અવસ્થામાં છે યૂટાહ યુનિવર્સિટીના ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એંજીનિયરિંગના પ્રોફેસર કાર્લોસ માસ્ત્રાન્જેલો અને એમના વિદ્યાર્થી નઝમુલ હસને આ ચશ્માં બનાવ્યાં છે optics express ના ૧૭મી જાન્યુઆરીના અંકમાં આનો રિપોર્ટ છપાયો છે આંખના લેન્સ જે રીતે વર્તે તેને ધ્યાનમાં રાખીને આ ચશ્માં બનાવ્યાં છે અને એમાં કેટલીયે ઇલેક્ટ્રિકલ મૅકેનિકલ અને કમ્પ્યુટર સંબંધી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે હમણાં તો જરાક નંબર બદલાઈ જાય એટલે વળી ભાગો ડૉક્ટર પાસે નવા નંબર કઢાવો દુકાને જાઓ ચશ્માં ખરીદો પણ આમાં એવું કંઈ નહીં એના લેન્સ ગ્લિસરીનના બનેલા છે અને એને લવચીક પાતળા બે પડ વચ્ચે ભર્યું છે ઇલેક્ટ્રોમેકેનિકલ સિસ્ટમ દ્વારા એને ફ્રેમમાં ગોઠવી દેવાય છે લેન્સ એક જ છે પણ એમાં જરૂર પ્રમાણે ફેરફાર કરી શકાય છે એટલે એ બે લેન્સનું કામ આપે છે આમાં બે વ્યવસ્થા છેઃ એક તો ડૉક્ટરે તમને આપેલો નંબર એ એક ઍપ દ્વારા એમાં નાખવાનો હોય છે તે પછી એમાં અંતર પ્રમાણે ફેરફાર કરવાની વ્યવસ્થા પણ છે તે ઉપરાંત તમે ઓચિંતા જ બીજે નજર ફેરવી લો તો માત્ર ૧૪ મિલીસેકંડમાં જ એટલે કે આંખના પલકારાની ઝડપ કરતાં પણ ૨૫ ગણી વધારે ઝડપે લેન્સ પોતે જ એ અંતરને અનુકૂળ બની જાય છે એટલે તમને સ્પષ્ટ દૃશ્ય મળે છે માસ્ત્રાન્જેલો કહે છે કે આમ જૂઓ તો એનો અર્થ એ કે તમે જિંદગીમાં એક જ વાર ચશ્માં ખરીદશો અને બાકીના બધા ફેરફાર એમાં જ થયા કરશે એટલે કે આંખમાં થતા બધા જ ફેરફારોનો જવાબ તમારાં ચશ્માં આપી દેશે ચશ્માંની દુકાનો હવે બંધ નંબર પણ એક જ વાર કઢાવવાનો હવે બોલો હાશ મોતિયો આવે તો ઉતરાવવો પડે કે નહીં તે હજી આ બનાવનારાઓએ કહ્યું નથી સંદર્ભઃ અહીં like loading author dipak dholakia posted on 28 04 2017 27 04 2017 categories uncategorized tags દીપક ધોળકિયા વેબગુર્જરી dipak dholakia science samachar webgurjaari leave a comment on science samachar episode 12 science samachar episode 11 ૧ આકાશમાં આતશબાજી આ ઉલ્કાપાત ખરેખર તો થૅચર ધૂમકેતુના રજકણો છે બીજા ધૂમકેતુઓનો ભ્રમણકક્ષાનો સમય ૨૦૦થી ૧૦ ૦૦૦ વર્ષનો છે થૅચર ધૂમકેતુને ભ્રમણકક્ષામાં ચક્ર પૂરું કરતાં ૪૧૫ વર્ષ લાગે છે lyrid નામનું કારણ એ કે એ lyra લાઇર કે વાજિંત્ર નામના નક્ષત્રમાં છે તસવીરમાં ચતુષ્કોણ દેખાય છે તે lyra છે અને એની ઉપર vega અભિજિત તારો છે હિંદુ જ્યોતિષમાં અભિજિતને નક્ષત્ર માનવામાં આવે છે સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૨ બેક્ટેરિયા અને ફૂગ કઈ ભાષામાં વાત કરે છે નેધરલૅન્ડ્સની પર્યાવરણ સંસ્થાના સંશોધકોની એક ટીમે સૌ પહેલી વાર શોધી કાઢ્યું છે કે બૅક્ટેરિયા અને ફૂગ જેવા બે તદ્દન અલગ પ્રકારના જીવો પરસ્પર સંવાદ માટે ટર્પિન તરીકે જુદી જુદી સુગંધોનો ઉપયોગ કરે છે સંશોધકો કહે છે કે માત્ર બૅક્ટેરિયા અને ફૂગ વચ્ચે જ નહીં પરંતુ આપણા ગ્રહ પર વાતચીત માટે સૌથી વપરાતી ભાષા પણ આ ટર્પિન છે એક ગ્રામ માટીમાં અબજો સૂક્ષ્મ જીવો હોય છે આથી વક્તાઓ ઘણા હોય તેમાં નવાઈ નથી આ રાસાયણિક સંપ્રેષણ કદાચ સમગ્ર જીવ સૃષ્ટિની ભાષા હોય તો નવાઈ નહીં વનસ્પતિમાં વળગતી ફૂગ ફુઝેરિયમ ટર્પિનની ગંધ પેદા કરે છે તેને માટીનું બૅક્ટેરિયમ સૂંઘી શકે છે એ જવાબમાં પોતાનું ટર્પિન પેદા કરે છે એ જ રીતે છોડ અને જીવાત પણ ટર્પિન પેદા કરીને એકબીજાને સંદેશ આપે છે જો કે આ વાત વૈજ્ઞાનિકો ઘણા વખતથી જાણતા હતા પણ સૂક્ષ્મ જીવાણુઓ વચ્ચે પણ ટર્પિન વાતચીતનું માધ્યમ છે તે હવે ખબર પડી દરેક જીવ કદાચ ટર્પિનમાં વાત કરતો હોય એ શક્ય છે આમ આપણે પણ વાતચીત કરતા હોઈએ ત્યારે સાથે સાથે ટર્પિનમાં પણ વાત કરતા હોઈએ એવું ન બની શકે સંદર્ભઃ અહીં 0 0 0 ૩ નિર્જીવમાંથી સજીવની ઉત્પત્તિ વિસ્કૉન્સિન મૅડિસન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એ ગહન સવાલનો જવાબ શોધવામાં લાગ્યા છે જીવન ક્યાંથી આવ્યું એમણે જૈવિક રસાયણોનાં બહુ નાનાં વાયલ અને fool s goldનું મિશ્રણ બનાવાવાનું શરૂ કર્યું છે આ આખો સેટ સતત હાલ્યા કરે છે fool s gold એટલે મિનરલ પાઇરાઇટ્સ કે આયર્ન પાઇરાઇટ્સ એનો રંગ સોના જેવો ચમકે છે પણ સોનું નથી pyrites મૂળ ગ્રીકમાંથી બનેલો શબ્દ છે જેનો અર્થ છે આગ એ કોઈ પદાર્થ સાથે ઘસાય ત્યારે તણખા ઝરે છે સંશોધકો જોવા માગે છે કે જીવન બન્યું એવી રાસાયણિક પ્રતિક્રિયા શક્ય છે કે કેમ યુનિવર્સિટીના વનસ્પતિ શાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડેવિડ બૉમ કહે છે કે શરૂઆતનું જીવન ખનિજની સપાટી પર શરૂ થયું હોવું જોઈએ આજે પણ શરીરના કોશોની ઘણી પ્રક્રિયાઓમાં આયર્ન સલ્ફર ઉત્પ્રેરક તરીકે કામ કારે છે આથી એમણે આયર્ન પાઇરાઇટની પસંદગી કરી છે સંશોધકો આયર્ન પાઇરાઇટના સૂક્ષ્મ કણો અને ઑર્ગેનિક રસાયણોને હલાવીને ભેળવે છે એમની ધારણા છે કે પાઇરાઇટના સૂક્ષ્મ કણ અમુક રાસાયણિક ઊર્જા સાથે પ્રતિક્રિયા કરે તો રસાયણ આપમેળે વધ્યા કરે આવી દરેક વાયલનૅ અલગ કરીને સંઘરી લેવી તે પછી પ્રયોગ ચાલુ રહે અને એ રીતે જે સૌથી શક્તિશાળી પ્રતિક્રિયા હશે તે આપોઆપ વસાહત ઊભી કરી લેશે ખરેખર એવું થશે તો જડમાંથી ચેતન બન્યું એમ સાબીત થશે સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૪ વિટામીન ડી ની ઉણપ છે હા હા હા જરાક નબળાઈ લાગે તો મનમાં થાય કે વિટામિન ડી ની જરૂર છે બસ પછી ગોળીઓ ગળ્યા કરો ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં ગિના કલાટા આવા વહેમને દૂર કરે છે અને કહે છે કે વીટામિન ડી ઓછું હોય તો ઑસ્ટિઓપોરોસિસ થાય હાડકાં બરડ થઈ જાય પણ છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અમેરિકાના મેન શહેરમાં આઠ લાખ દરદીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે એમને આવી કોઈ તકલીફ ન હોવા છતાં એમણે વિટામિન ડી માટે લોહીની તપાસ કરાવડાવી અને એમનો વિટામિન ડી ની ગોળીઓ દ્વારા ઇલાજ કરવામાં આવ્યો હકીકત એ છે કે એક મિલીલીટર લોહીમાં૨૦થી ૩૦ નૅનોગ્રામ વિટામિન ડી હોય તો એને ઉણપ ન કહેવાય જેમના લોહીમાં એક મિલીલીટરમાં ૨૦ નૅનોગ્રામ વિટામિન ડી હોય તેવી તંદુરસ્ત વ્યક્તિને વધારાનું વિટામિન આપવાથી દેખીતો કોઈ લાભ નથી થતો વિટામિન ડી કૅલ્શિયમ અને ફોસ્ફરસના રૂપાંતર માટે જરૂરી છે અને એટલું તો સૂરજના તડકામાંથી મળી જાય છે એટલે વિટામિન ડી વિશે ચિંતા કરવાનું છોડી દેવામાં જ ડહાપણ છે સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 21 04 2017 27 04 2017 categories uncategorized tags દીપક ધોળકિયા વેબગુર્જરી dipak dholakia science samachar webgurjaari leave a comment on science samachar episode 11 shantabai dhanaji dani ૧૯૨૫ ૨૬ના અરસાની આ વાત છે નાશિકમાં એક મરાઠા કુટૂંબે એમના મહાર કોમના મિત્ર ધનાજીને કુટુંબ સહિત જમવા નોતર્યા ઘરમાં મોટો પ્રસંગ હતો ઘણા મહેમાનો હતા ધનાજી દીકરીને લઈને ગયા પંગત પડી ત્યારે મિત્ર ધનાજીને ગમાણમાં લઈ ગયો અને બન્નેને ખાવાનું પીરસ્યું છ સાત વર્ષની છોકરી હેબતાઈ ગઈ આ શું ગાયોના છાણ મૂત્રની વાસ વચ્ચે જમવાનું બાપને પૂછ્યું આમ કેમ બાપે કહ્યું દીકરી આપણે મહાર છીએ અને એ લોકો મરાઠા એમની સાથે બેસીને આપણે જમીએ તો એ લોકો અભડાઈ ન જાય દીકરીને સમજાયું નહીં અભડાવું એટલે શું બાપે સમજાવ્યું આપણે એમને અડકી ન શકીએ દીકરીને થયું કે અડકીએ તો શું થાય બાપે ધીરજથી સમજાવ્યું કે આપણે અડકીએ તો એમનેય પાપ લાગે અને આપણનેય પાપ લાગે દીકરીની મનમાં બીજો સવાલ પેદા થયો આ પાપ એટલે શું ખરાબ કામ એટલે પાપ બાપે કહ્યું દીકરી મૌન રહી પણ એના મનમાં વિચારનો વંટોળ ઊઠ્યો ક જ સવાલ મનમાં ચકરાવા લેતો રહ્યો અડકવું એ ખરાબ કામ કેમ કહેવાય આ લોકો કૂતરાં બીલાડાંને અડકે તો પાપ ન લાગે અને માણસને અડકે તો પાપ લાગે આ કથા છે નાતજાતની બદી સામે ઝઝૂમનાર એક હિંમતવાન દલિત સ્ત્રી શાંતાબાઈ ધનાજી દાણીની ૦ ૦ ૦ નાશિકની ભાગોળે ખડકાલી ગામમાં ૧૯૧૯માં શાંતાબાઈનો જન્મ ધનાજી દૂધ વેચીને કમાય પણ કોઈ કારણસર આ ધંધો પડી ભાંગ્યો એની પાસે કામ ન અરહ્યું માએ જે કંઈ થોડાઘણા પૈસા હતા તેમાંથી ઘરની ઝૂંપડી પાસેની જમીન ખરીદી લીધી અને રોજ એનું ઘાસ કાપીને વેચી આવે એમાંથી રોજેરોજનું ગુજરાન ચાલે પરંતુ એક દિવસ ઘાસની જમીન પર આગ લાગી ગઈ બધું ઘાસ અને એમની ઝૂંપડી પણ બળીને રાખ થઈ ગઈ ખાવા માટે ઘરમાં રોટલીનો ટુકડો મળવાનું પણ મુશ્કેલ થઈ ગયું આમ છતાં માતાપિતાનેદીકરીને ભણાવવાનો બહુ શોખ દીકરી ભણ્યા વિનાની ન રહી જાય એવી એમની ઇચ્છા ખાસ કરીને માતા તો કહેતી કે દીકરી ભણી લે બરાબર આપણે રહ્યાં ગરીબ ભણવા સિવાય આપણો ઉદ્ધાર નહીં થાય દીકરી મન પરોવીને ભણતી પણ હતી પણ પાચમા ધોરણમાં પહોંચી ત્યારે પિતાના મિત્રને ઘરે જમવા જવાનું થયું તેનાથી એ અંદરથી હલબલી ગઈ આ અનુભવ પહેલો તો હતો પણ છેલ્લો નહોતો સ્વાભિમાન માટેના સંઘર્ષની આ કથાની હજી તો શરૂઆત જ હતી શાંતાબાઈનો જન્મ થયો ત્યારે એમના કરતાં એક મોટી બહેન સોનુ અને એક મોટો ભાઈ શંકર બે મોટાં ભાઈબહેન હતાં પણ શંકરનું મૃત્યુ થઈ જતાં પિતાને ફરી પુત્રની આશા હતી પણ દીકરી આવતાં પિતાએ કહ્યું કે મારી બધી આશાઓ શાંત થઈ ગઈ હું તો મૂંગો થઈ ગયો બાપે એટલે એનું નામ જ શાંતા રાખી દીધું બાપનું મન દીકરાની આશામાં તરફડતું હતું એમાં જ એને દારુની લત લાગી પણ મા તે મા એને તો દીકરાદીકરીનો ફેર ન જ હોય એણે તો દીકરીમાં પોતાના શ્વાસ બાંધી દીધા મોટી દીકરી સોનુને તો બાળપણમાં જ પરણાવી દીધી હતી અને એ બહુ દુઃખી હતી પતિ એને લાકડાં વીણવા મોકલે એની પાસે છાણાં થાપવાનું કામ કરાવે અને એની બધી કમાણી ઝુંટવી લે સોનુને ખાવા પણ ન આપે આથી માને હતું કે શાંતાને તો ભણાવીશ જ માએ ગાંઠ વાળી લીધી હતી કે મારી દીકરી ભણીગણીને આગળ વધશે જ દીકરીને સારું શિક્ષણ મળે તે માટે માએ એને મિશનરી સ્કૂલમાં દાખલ કરાવી સ્કૂલના મુખ્ય શિક્ષક દાણી સાહેબ છોકરાંઓ વચ્ચે ઊંચનીચનો ભેદ ન રાખતા મા છ વર્ષની શાંતાને લઈને એમની પાસે ગઈ અને કહ્યું માસ્તરસાહેબ મારી દીકરીનું ધ્યાન રાખજો મારાથી બનતું બધું કરીશ મા સ્વાભિમાની પણ બહુ એક વખત છોકરી નિશાળેથી ઘરે પાછી આવી અને ઘરમાં ડબરા ખોલીને જોયું કે કંઈ ખાઅવાનું છે બધા ડબરા ખાલી એ ભૂહને કારણે રડવા લાગી પાડોશીએ પૂછ્યું તો એણે ભાખરી માગી પાડોશી પણ એવા જ ગરીબ પણ એ જ વખતે મા આવી પહોંચી એણે સાંભળી લીધું કે છોકરી ભીખ માગે છે એણે એક સોટી ઉપાડીને ફટકારવા માંડી અધમૂઈ થઈને શાંતા ત્યાં જ સૂઈ ગઈ પછી મોડેથી માનો ગુસ્સો ઠંડો પડતાં ક્યાંકથી ખાવાનો જોગ કરી આવી અને દીકરીને ખવડાવ્યું દાણી સાહેબની કાળજીથી શાંતાબાઈનું શાળાનું શિક્ષણ પૂરું થયું અને એમને મહિલા તાલીમ કૉલેજમાં પ્રવેશ મળી ગયો એમને થયું કે કૉલેજ તો ભેદભાવોથી પર હશે પરંતુ એ જ્યાં ગયાં ત્યાં નાતજાતના ભેદ એમનો પીછો છોડતા નહોતા તાલીમ પૂરી કર્યા પછી એમને વિંચુર ગામમાં શિક્ષિકા તરીકે નોકરી મળી ૧૯૪૨માં શાંતાબાઈની કૉલેજમાં ડૉ આંબેડકર આવ્યા એમના ભાષણનો શાંતાબાઈ પર ભારે પ્રભાવ પડ્યો તે સાથે જ એમનો સંપર્ક કર્મવીર દાદાસાહેબ ગાયકવાડ ભાઉરાવ કૄષ્ણજી ગાયકવાડ સાથે પણ થયો દાદાસાહેબ ડૉ બાબાસાહેબ આંબેડકરના નિકટના સાથી હતા રીપલ્બ્લિકન પાર્ટી પણ એમણે જ સ્થાપી ૧૯૭૧માં એમનું મૃત્યુ થયું ૧૯૬૮માં ભારત સરકારે એમને પદ્મશ્રી નું બહુમાન આપ્યું ૨૦૦૨માં એમની જન્મ શતાબ્દી નિમિત્તે ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી દાદાસાહેબનાં લગ્ન શાંતાબાઈની એક પિતરાઈ બહેન સાથે થયાં હતાં એટલે એમની સાથે મળવાનું પણ થતું આમ શાંતાબાઈ જાહેર જીવન તરફ આકર્ષાયાં ૧૯૪૬માં શાંતાબાઈએ ૧૯૩૨ના પૂના પેક્ટ વિરુદ્ધના આંદોલનમાં ઝંપલાવ્યું એમાં એમની ધરપકડ પણ થઈ બીજી ગોળમેજી પરિષદમાં ડિપ્રેસ્ડ ક્લાસિસ દલિતો માટે અનામત મતદાર મડળની વ્યવસ્થા કરવામાં આવી ગાંધીજીએ આનો વિરોધ કર્યો હતો એમનું કહેવું હતું કે ડિપ્રેસ્ડ ક્લાસિસ હિંદુ સમાજનો ભાગ જ છે અને આ સમસ્યા હિંદુ સમાજની છે સરકારે જાહેરાત કરી ત્યારે ગાંધીજીએ યરવડા જેલમાં ઉપવાસ શરૂ કર્યા અંતે ડૉ આંબેડકર એમને મળ્યા એમાં એમણે ગાંધીજીનું જીવન બચાવવા માટે અનામત મતદાર મંડળની વાત પડતી મૂકી બદલામાં ગાંધીજી સંમત થયા કે બ્રિટીશ વડા પ્રધાન રામ્સે મેક્ડોનલ્ડના કોમી ચુકાદામાં ડિપ્રેસ્ડ ક્લાસિસ માટે ૭૧ સીટો અપાઈ હતી તેને બદલે કોંગ્રેસ ૧૪૮ સીટો ડિપ્રેસ્ડ ક્લાસિસના ઉમેદવારોને આપશે આ...
|