Meta tags:
description= 5 posts published by Dipak Dholakia during February 2017;
Headings (most frequently used words):
dipak, science, samachar, episode, dholakia, spam, blocked, મહિનો, ફેબ્રુવારી, 2017, birthday, of, charles, darwin, mathematicians, joseph, louis, lagrange, golf, water, and, china, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (119), માટે (45), 2017 (37), હોય (37), નથી (34), બહુ (33), જાન્યુઆરી (30), કરી (28), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), એમણે (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), જાય (26), ફેબ્રુવારી (25), માર્ચ (25), હતા (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), રીતે (23), હતું (23), 2012 (22), 2015 (22), એની (21), એમના (20), એટલે (19), સાથે (19), હતો (19), લૅગ્રાન્જ (19), પછી (19), જૈવિક (19), 2013 (18), 2022 (18), નહીં (18), ગોલ્ફ (17), ત્યારે (17), કોઈ (17), એમને (17), 2011 (16), પરંતુ (16), હવે (16), dipak (15), આપણે (15), એના (15), કરતાં (15), કરીને (15), એમની (15), સુધી (15), હતી (15), 2014 (14), એને (14), લૅગ્રાન્જે (14), ગયા (14), 2025 (13), dholakia (13), વધારે (13), પડે (13), તરીકે (13), અહીં (13), કરે (13), સજીવ (13), બની (12), થાય (12), દરેક (12), કુદરતી (12), મળે (11), તેના (11), એમાં (11), રહે (11), જોવા (11), કામ (11), ડાર્વિને (11), નવી (10), કેમ (10), બીજા (10), સાબીત (10), કારણ (10), પોતાના (10), આપણા (9), પાણી (9), શકાય (9), સંદર્ભઃ (9), શોધી (9), વર્ષ (9), પહેલાં (9), કર્યું (9), માનવ (9), શકે (9), નામ (8), મારી (8), બારી (8), martyrs (8), freedom (8), struggle (8), કોર્સ (8), બીજી (8), માત્ર (8), ઉપયોગ (8), સામે (8), વિકાસ (8), કર્યો (8), એમનું (8), આવી (8), બનાવી (8), બધા (8), ગણિત (8), આવે (8), જુદા (8), ડાર્વિનના (8), ફેરફારો (8), શોધો (7), indian (7), જોઈએ (7), તેમ (7), ફરી (7), હજી (7), બધી (7), કહે (7), તેમાં (7), સિદ્ધાંત (7), છું (7), ઉપર (7), વિશે (7), લૅગ્રાન્જને (7), ગણિતના (7), વર્ષની (7), પેદા (7), જીવન (7), વાર (7), તેવા (7), ત્યાં (7), બહાર (7), મળી (7), દીધો (7), શું (7), જન્મ (7), સામાન્ય (7), પ્રકાશિત (7), ફેરફાર (7), તારો (7), સમગ્ર (7), કોઇ (7), ઉપગ્રહ (7), શરૂ (6), like (6), uncategorized (6), દ્વારા (6), દીપક (6), ધોળકિયા (6), જેવા (6), ખબર (6), વાત (6), સૌથી (6), જમીન (6), છીએ (6), છતાં (6), જરૂર (6), આથી (6), ગયું (6), મેં (6), એવો (6), જોયું (6), મહાન (6), એણે (6), મિત્ર (6), તુરિનમાં (6), વૈજ્ઞાનિક (6), ઘણા (6), લૂઈ (6), તેથી (6), કરવામાં (6), એમનો (6), કારણે (6), થયું (6), તેનું (6), તેની (6), ચાર્લ્સ (6), વિના (6), દૂર (6), science (6), samachar (6), ઉત્ક્રાન્તિવાદ (6), અન્ય (6), સને (6), કરો (5), રહ્યું (5), લેખ (5), વેબગુર્જરી (5), tags (5), categories (5), posted (5), author (5), loading (5), રાખવા (5), દેશમાં (5), પાણીનો (5), કેવી (5), તેનો (5), તરફ (5), દબાણ (5), નવા (5), આપ્યું (5), આપી (5), નંબર (5), લીધો (5), કરવા (5), ફ્રેન્ચ (5), થયા (5), ગયો (5), લખ્યું (5), કંઈ (5), મને (5), મળ્યો (5), ઘટના (5), પોતાની (5), મળ્યું (5), ભાગ (5), આગળ (5), થયો (5), પોતાનું (5), એનું (5), સમય (5), લાંબા (5), ટકાવી (5), કર્યા (5), ઉત્ક્રાન્તિ (5), સજીવો (5), નવિ (5), રિબોસમ (5), blocked (4), spam (4), and (4), adventurous (4), subhashbabu (4), શોખ (4), નક્કી (4), કેટલું (4), હશે (4), ભારે (4), એવું (4), વિષય (4), રહ્યો (4), આંખ (4), કરતા (4), સ્થાન (4), દીધા (4), મૂકી (4), આજે (4), હું (4), પડી (4), એનો (4), પ્રાઇમ (4), પ્રમાણે (4), સંખ્યાને (4), પ્રદાન (4), જુદી (4), આખી (4), બીજગણિતમાં (4), નાખી (4), ઉંમરે (4), મૅરી (4), ખાસ (4), આપ્યો (4), લૅવૉઝિયે (4), પહેલી (4), નીચે (4), ફ્રાન્સમાં (4), જેવું (4), વૈજ્ઞાનિકોને (4), એવી (4), લગ્ન (4), આઈલર (4), જગ્યાએ (4), લીધું (4), ફ્રેડરિક (4), થશે (4), પહોંચી (4), વૈજ્ઞાનિકો (4), સદીના (4), દેખાડ્યું (4), હોત (4), તેને (4), ગ્રાફ (4), પુસ્તક (4), સ્થિતિ (4), episode (4), વખત (4), પેઢી (4), સતત (4), પલ્સાર (4), charles (4), darwin (4), ઉત્ક્રાન્તિવાદે (4), ક્રમશ (4), તેણે (4), માનવીય (4), ઇશ્વરી (4), સર્જન (4), માફક (4), માનવી (4), ઓછા (4), ઉત્ક્રાન્તિવાદના (4), પૃથ્વી (4), પસંદગીના (4), ભૌતિક (4), થતા (4), નિયમો (4), ગરમી (4), પાસેથી (4), this (3), wordpress (3), com (3), other (3), પસંદ (3), આવો (3), મેઇલ (3), golf (3), water (3), webgurjari (3), છેઃ (3), એટલું (3), ઉપરાંત (3), ઓછી (3), સંખ્યા (3), બાજુ (3), કેટલા (3), આપણી (3), માટેની (3), વધુ (3), બધો (3), ખર્ચ (3), પ્રબળ (3), પાણીની (3), ખેલ (3), બનાવાય (3), જરા (3), થતી (3), મોટા (3), આમાં (3), ઘણી (3), ખરેખર (3), દુનિયામાં (3), ચીનમાં (3), અમુક (3), બનાવવા (3), leave (3), comment (3), mathematicians (3), joseph (3), louis (3), lagrange (3), ગણતરી (3), સમજાવ્યું (3), થોડા (3), તમને (3), કહેવા (3), ઉદાહરણ (3), બને (3), બેરને (3), જેવો (3), બીજું (3), લીધી (3), નાની (3), જોઈ (3), પ્રક્રિયા (3), બધું (3), સાદા (3), ઉત્તુંગ (3), પીરામિડ (3), સાચું (3), ફેરવી (3), ગણિતમાં (3), શકી (3), ક્રાન્તિકારીઓ (3), લાગ્યા (3), લૅગ્રાન્જના (3), પિતા (3), તુરિન (3), ફ્રાન્સ (3), પદ્ધતિ (3), બન્યા (3), માગતા (3), આવ્યા (3), કહ્યું (3), દિવસ (3), આવ્યો (3), લોકો (3), લૅગ્રાન્જની (3), ઘણું (3), થયેલી (3), જરૂરી (3), પૂરું (3), સારું (3), મૃત્યુ (3), પ્રશિયાના (3), ઍકેડેમીમાં (3), કરું (3), નહોતી (3), લાગ્યું (3), બરાબર (3), માણસ (3), પાડી (3), ધાર્મિક (3), અસ્તિત્વ (3), બર્લિન (3), નહોતા (3), રાજા (3), થઈને (3), સર્ડિનિયાના (3), જોતા (3), અસર (3), પાછા (3), ભૂમિતિની (3), શોધ (3), કૅલ્ક્યુલસ (3), ભૌમિતિક (3), સારી (3), વિજ્ઞાનના (3), મોટો (3), ૧૮મી (3), એટલી (3), પ્રોફેસર (3), ગતિ (3), મૂળ (3), લેખમાં (3), એવા (3), કેટલી (3), આવાં (3), ક્રાન્તિકારી (3), આપણને (3), ભાષા (3), અભ્યાસ (3), કહી (3), મુખ્ય (3), ત્રણ (3), પરિમાણ (3), માયોપિયા (3), નજર (3), મુજબ (3), પ્રકાશ (3), વૃદ્ધિ (3), દૃષ્ટિ (3), લાંબી (3), યુનિવર્સિટીની (3), ચિપ (3), પરની (3), જાત (3), શરીર (3), સંશોધકો (3), બૅક્ટેરિયા (3), અંદર (3), ટકી (3), ખૂબ (3), descent (3), સજીવોનો (3), વારસો (3), માનવજાત (3), નૈતિક (3), માનવીને (3), ફક્ત (3), ઉત્ક્રાન્તિની (3), પ્રાણીઓની (3), સરખામણીમાં (3), વિશિષ્ટ (3), કશું (3), માનવીની (3), બિલકુલ (3), પરિણામ (3), જાતિ (3), સ્પીસીસ (3), આધારે (3), જ્ઞાન (3), સિદ્ધાંતની (3), ડાર્વિન (3), ઉત્ક્રાન્તિના (3), લક્ષણો (3), આપે (3), થયેલ (3), મળ્યા (3), અંદરનો (3), ગોળો (3), તારાની (3), આદિવાસીઓ (3), અખતરો (3), બનાવે (3), ખાવાનું (3), પ્રાઇસ (3), પ્રોટીન (3), ટાયર (3), site (2), વેબસાઇટ (2), required (2), ટિપ્પણી (2), ટિપ્પણીઓ (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 356 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), email (2), address (2), સંદેશ (2), china (2), maari (2), baari (2), પાલવે (2), ભારત (2), ચીન (2), તેવાં (2), શહેરો (2), હૈદરાબાદમાં (2), વપરાય (2), જરૂરિયાત (2), પાંચ (2), લીટર (2), ૩૦૦ (2), ૪૦૦ (2), કરેલો (2), અછત (2), પરથી (2), આવશે (2), ઉપલબ્ધ (2), થતું (2), બનાવવાની (2), આટલી (2), કરવાની (2), હાઈ (2), જવાનો (2), નાના (2), તકલીફ (2), ચાર (2), વપરાશ (2), એટલો (2), ચર્ચાનો (2), થતો (2), કૉન્ટ્રૅક્ટરો (2), સ્થાનિક (2), સત્તાવાળા (2), કબજો (2), યુવાન (2), બંધ (2), લગભગ (2), સમયમાં (2), મદદથી (2), ગણિતની (2), મહત્ત્વનો (2), લૅગ્રાન્જનો (2), વ્યસ્ત (2), માંડ (2), શક્યો (2), પૂર્ણાંક (2), વર્ગ (2), સિદ્ધાંતમાં (2), ધ્યાન (2), આપવા (2), ધારો (2), કરીએ (2), ભાગી (2), દાખલા (2), થિયરીમાં (2), મહત્ત્વનું (2), સમજવાનું (2), પુરાવા (2), યુરોપના (2), સમકાલીન (2), હૉન (2), નૅપોલિયને (2), ગણાવ્યા (2), શરૂઆતમાં (2), ભૂમિતિને (2), ન્યૂટનના (2), ખગોળીય (2), મુક્ત (2), લૅગ્રાન્જનું (2), સમજી (2), છોકરી (2), જીવનમાં (2), ગિલોટિન (2), કરનારા (2), પીડમોન્ટ (2), નેપોલિયને (2), સાથી (2), ગર્વ (2), પોતાનો (2), રહેવા (2), ક્રાન્તિકારીઓએ (2), વલણ (2), ખરું (2), જોતાં (2), માપ (2), દશાંશ (2), જવાબદારી (2), શિક્ષક (2), આખું (2), સારા (2), સાબિત (2), રાજ્યક્રાન્તિ (2), માથું (2), લાગી (2), સંબંધો (2), લોકોની (2), પડ્યા (2), પ્રયોગ (2), શિરચ્છેદ (2), છોડી (2), જેલ (2), ઍન્ટોઈનેટ (2), હાથમાં (2), નહોતો (2), લોકોને (2), નામે (2), ફ્રાન્સની (2), સહેલું (2), દીધું (2), લૅવૉઝિયેને (2), પોતાને (2), કરવાનો (2), જતા (2), આવતા (2), સમાજમાં (2), મનથી (2), બોલે (2), વિજ્ઞાની (2), મારે (2), કરવાનું (2), એમનાથી (2), રાણી (2), ઉત્સાહ (2), રહેતી (2), પૅરિસની (2), જોડાયા (2), અંત (2), રહ્યા (2), પૅરિસમાં (2), આમંત્રણ (2), મઝા (2), લાગે (2), મારું (2), કરેલું (2), નજીવી (2), બીમાર (2), સેવામાં (2), જામી (2), નજીકની (2), કોઈને (2), જાણ (2), જવાબ (2), વિચારવા (2), મારા (2), સુખ (2), તમે (2), તેવો (2), ગણિતશાસ્ત્રી (2), સંયુક્ત (2), વિભાગના (2), બહારથી (2), કળા (2), વીસ (2), ગયાં (2), હતાં (2), લંડન (2), રાહ (2), શક્યા (2), મદદ (2), આકૃતિઓ (2), ક્ષેત્રમાં (2), the (2), કાઉંટ (2), કેન્દ્ર (2), નૅપોલિયન (2), રચનાઓ (2), પ્રભુત્વ (2), પહોંચતાં (2), તુરિનની (2), રૉયલ (2), સંશોધનો (2), રીસર્ચ (2), જેમાં (2), મોટી (2), સમક્ષ (2), જતાં (2), વિજ્ઞાન (2), કરનાર (2), ઈટલીના (2), બીજાની (2), ઉચ્ચ (2), કર્યાં (2), બાળકો (2), રહ્યાં (2), છેલ્લે (2), યાદ (2), દાવો (2), શોધવા (2), ક્યાંક (2), લેવો (2), સફળતા (2), આઈલરની (2), બીજગણિત (2), ગાણિતિક (2), એનાં (2), લાગુ (2), એવાં (2), કામની (2), નોટ્સ (2), દેખાડી (2), જાતની (2), પોતાનાં (2), વર્તુળ (2), આકૃતિ (2), તૈયાર (2), દર્શાવી (2), પદાર્થ (2), માગી (2), webgurjaari (2), ફેબ્રુઆરીના (2), ઘરમાં (2), કોશ (2), ટૂંકી (2), આંખની (2), બાળકોની (2), પરિણામે (2), પ્રકાશમાં (2), સ્ટેનફૉર્ડ (2), મૅડિકલ (2), ઍન્ડ (2), ઇલેક્ટ્રોનિક (2), ઇંકજેટ (2), રાખવાની (2), ટેકનોલૉજી (2), પૈસા (2), લૅબોરેટરી (2), સેન્ટ (2), નિદાન (2), માટેનાં (2), વગેરે (2), થવાથી (2), હુમલાખોર (2), યાદશક્તિ (2), શરીરની (2), શરીરમાં (2), સંશોધકોએ (2), રાખી (2), રોગપ્રતિકાર (2), તંત્રને (2), યુનિવર્સિટીના (2), મૅગેઝિનમાં (2), હોતું (2), ઘણાં (2), ઊર્જા (2), પૃથ્વીથી (2), પ્રકાશવર્ષ (2), કહેવાય (2), આફ્રિકન (2), થયેલા (2), sco (2), માં (2), છોડે (2), birthday (2), man (2), selection (2), શકીએ (2), પસંદગીનો (2), જગત (2), જગતના (2), વિશ્વ (2), રહેશે (2), જેમ (2), આત્મા (2), નૈતિકતાના (2), ધર્મનિરપેક્ષ (2), ખોટું (2), શક્તિશાળી (2), પ્રાણીઓ (2), જીવવું (2), માનવીના (2), અસ્તીત્વ (2), સ્વાર્થ (2), વર્તન (2), રચના (2), દેન (2), આવા (2), શબ્દ (2), સમાન (2), હોવા (2), કર્યુ (2), માનવજાતે (2), સમજવાની (2), સત્યને (2), થતાં (2), ધર્મોએ (2), બીજાં (2), ઇશ્વરની (2), બાદબાકી (2), ખૂણે (2), કેન્દ્રમાં (2), આશરે (2), કરતી (2), અશરીરી (2), તારણ (2), ડાર્વિનને (2), ૧૮૫૯માં (2), body (2), જ્ઞાનની (2), જીવ (2), સર્જનના (2), આધાર (2), પ્રથમ (2), નહી (2), ડાર્વિનનો (2), વાતાવરણમાં (2), ગરમ (2), અથવા (2), આનુવંશિક (2), જાતિઓમાં (2), હકીકતો (2), વિજ્ઞાનમાં (2), પ્રયોગશાળાની (2), વર્ષો (2), કાઢયું (2), નામની (2), વર્તમાન (2), ક્રમશઃ (2), આકસ્મિક (2), વારસાગત (2), પેઢીનાં (2), સ્વરૂપમાં (2), ક્રમિક (2), ૧૨મી (2), બિપિન (2), પરવાનગી (2), રૅશનાલિસ્ટ (2), સર્જનવાદ (2), વિચાર (2), ષટ્ (2), લોખંડના (2), પૃથ્વીના (2), ગર્ભભાગમાં (2), સપાટી (2), ઇંસ્ટીટ્યૂટના (2), સંશોધકોને (2), ઠંડો (2), પૃથ્વીની (2), ફરે (2), લેખના (2), લેખક (2), જોઈને (2), ઇંસ્ટીટ્યૂટ (2), hat (2), ભ્રમણકક્ષામાં (2), નજી (2), કેન્સર (2), છાતી (2), રીંછે (2), જવાના (2), જડીબુટ્ટી (2), વાંચીને (2), ઉંદર (2), રિપેર (2), ઘડપણને (2), ઘડપણ (2), ઓછું (2), ધીમી (2), રિબોસમને (2), કાર (2), સમાચાર (2), design, with, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, પોસ્ટનો, મેળવો, મોંઘો, દેશને, તસવીરમાં, દર્શાવેલો, મૈસૂરનો, જયચામરાજેન્દ્ર, વૉડેયર, ૧૧૦, એકરમાં, ફેલાયેલો, આટલો, હરિયાળો, જોઈતું, આસપાસના, વિસ્તારો, અમદાવાદમાં, બેંગલોરમાં, દિલ્હી, ગુડગાંવ, નોએડા, સહિત, ચેન્નઇમાં, ચંડીગઢમાં, કોલકાતામાં, મુંબઈમાં, પુણે, લોનાવલામાં, આનાથી, ઘણાંય, ગોલ્ફર, પ્રોફેશનલ, ટૂરિસ્ટ, ઇંડિયાની, ૧૫૦, ગોલ્ફરનાં, જણદીઠ, ફૂટ, આંકડા, મળતા, દૈનિક, વ્યક્તિના, કુટુંબમાં, પીવા, રસોઈ, વધુમાં, પંદર, બાથરૂમ, શૌચમાં, જેટલું, વાપરીએ, જથ્થો, ટ્રીટ, ગટરમાં, માનસિકતા, ભારતમાં, ગંભીર, ખ્યાલ, ૧૯૫૧માં, માથાદીઠ, ૧૭૭, ૨૦૧૧માં, ૫૪૫, resources, division, teri, સંયોગોમાં, ઇચ્છવાયોગ્ય, ગણાય, દરખાસ્ત, ઊભી, લોકપ્રિય, બગાડ, વિચારણા, ચાલતી, ચિંતાની, બન્યું, કોર્સમાંથી, ટાળીને, વળાંક, આપીને, વેને, ખેડૂતની, દોઢ, એકર, પચાવી, જવામાં, કોર્સને, લીલોતરીવાળો, દરરોજ, લાખ, ક્યૂસેક, ભાગે, પીવાનું, કરોડપતિઓના, સરકારો, ઉદારતાથી, ફાળવે, અસમાન, વહેંચણીથી, પિડાતા, અવો, વૈભવી, ગોલ્ફનાં, મેદાનો, બનાવવામાં, ભ્રષ્ટાચાર, દેખીતી, પાર્ક, બનાવતા, શહેરના, આડા, કાન, લેતા, પરનું, હટાવવા, પાણીના, અંકુશ, મેળવવાનું, પગલું, યુરોપની, ક્લબોને, ચાઇનીઝ, સુપર, લીગમાં, માનીતું, ૦૦૦, ગોલ્ફરો, વર્ષે, ઇંટરનૅશનલ, સ્પર્ધાઓ, ચીને, ૧૧૧, ચીનના, કોર્સની, જાળવણી, જમીનને, બચાવવાની, નિયંત્રણો, લાદ્, યાં, ૨૦૦૪માં, ૨૦૦, જેટલા, પ્રતિબંધ, દેવાયો, માઓ, ઝેદોંગે, ગોલ્ફને, લખપતિઓનો, દેંગ, શ્યાઓ, બિંગના, આર્થિક, નીતિઓ, બદલાઈ, ખાનગી, મૂડીનું, જોર, વધી, સામ્યવાદી, પક્ષના, સભ્યોને, સંકળાવાનો, આદેશ, અપાયો, ગતિની, ચંદ્રોની, ગુરુના, ચંદ્રની, ફાળો, ખગોળશાસ્ત્રમાં, વર્ગોનો, ક્વૉડ્રૅટિક, ઇક્વેશન્સ, ઓળખાય, જેનો, ગૌસે, છેલ્લા, દિવસથી, અંકગણિતના, કોયડાઓના, અભ્યાસમાં, ચોક્કસપણે, માગું, ધાર્યું, મુશ્કેલીઓ, આપું, ઉકેલ, જેથી, વર્ગસંખ્યા, વર્ગોના, કોયડો, ૧૫મી, ઑગસ્ટ, ૧૭૬૮ના, પત્ર, લખ્યો, લઈએ, ૭૨૦, ૭૨૧, એનાથી, સંખ્યાનો, ગુણાકાર, ઉમેરો, લીધેલા, શ્રેણીમાં, પહેલાંના, લેખોમાં, જોવાની, કલ્પના, નવાં, પરિમાણો, સ્થાપવાની, સ્વતંત્રતા, સર્જનાત્મક, કૌશલ્ય, પ્રાચીન, ઈજિપ્ત, મેસોપોટેમિયામાં, હોવાના, પશ્ચિમી, જગતમાં, હજાર, ગણિતજ્ઞો, અંધાર, યુગમાં, ભુલાઈ, વિલ્સને, થિયરમ, શબ્દોમાં, મૅકેનિક્સને, આકૃતિઓમાંથી, ૧૮૧૦ની, ૧૩મી, ઍપ્રિલે, ગણિતશાસ્ત્રીએ, દુનિયામાંથી, વિદાય, લૅમોનિયે, દીકરી, એકલતાને, પરણવાની, બેઠી, વયે, પરણ્યા, બાલિકાવધૂ, શુભ, નવચેતન, રેડ્યું, ઍન્ટોઇનેટને, રાણીના, પ્રત્યે, ભક્તિભાવથી, ૧૭૯૭માં, ઈટલી, આક્રમણ, રહેતા, તૅલિરાં, talleyrand, મોકલ્યો, અપાવ્યું, ગૌરવ, માનવજાતને, પુત્રને, આપના, એકલવાયું, ખગોળ, કેટલાયે, નામાંકિત, નાગરિકોને, મોતને, ઘાટે, ઉતારી, કૂણું, વજન, વિકસાવવાની, સોંપી, અપાયું, સાધનામાં, ગાળ્યું, વિદ્યાર્થીઓને, ભણાવવાની, હાથ, ભણીને, એન્જીનિયરો, નેપોલિયનને, યુરોપ, ફ્તેહ, મેળવવામાં, ઉપયોગી, પડશે, ઓછાં, પાકે, ક્ષણ, નાખવામાં, કાપી, દિવસો, ખરાબ, સોળમા, પાછળ, સાથીઓની, સલાહને, અવગણીને, રહેવાનો, નિર્ણય, તેઓ, ક્રાન્તિકારીઓનો, સ્વભાવને, બદલવાનો, વિતૃષ્ણા, વૈજ્ઞાનિકને, હંમેશની, તટસ્થતા, ઇતિહાસમાં, બૅસ્ટાઇલ, બાસ્તીઈ, ઉચ્ચાર, પતન, જાણીતો, બૅસ્ટાઇલના, કિલ્લામાં, હલ્લો, તોડી, સોળમો, ક્રાન્તિકારીઓના, પડ્યાં, ગિલોટિનથી, ૧૭૮૯, જુલાઈ, ૧૪મી, બળવો, ફાટી, નીકળ્યો, પાસે, બ્રેડ, કેક, ખાય, પહોંચ્યા, સમયગાળો, દેશ, સારો, લડાઈઓને, દેવામાં, ડૂબી, સોળમાએ, પૂરો, કરવેરા, નાખ્યા, લોકોમાં, ઊગ્ર, રોષ, ફેલાઈ, ખાવાના, સાંસા, પડવા, સંદર્ભમાં, ઍન્ટોઇનેટના, ચડેલા, કહેવાતા, કથનથી, પરિચિત, ઑક્સીજનને, ઑક્સીજન, હાઇડ્રોજનને, હાઇડ્રોજન, આપનાર, કહેતા, લૅવૉઝિયેએ, રસાયણશાસ્ત્રને, અંકગણિત, ઘરે, એકઠા, બેઠકોમાં, આશામાં, વાતો, સૌની, પીઠ, આકાશને, તાકતા, ચિંતા, શકાશે, antoine, laurent, lavoisier, હટીને, વિચારની, પ્રક્રિયાના, કેન્દ્રિત, ધર્મોના, ઇતિહાસ, ભાષાના, મૂળભૂત, સિદ્ધાંતો, વનસ્પતિ, શાસ્ત્ર, લાગવા, માંડ્યું, ગણિતનું, ભવિષ્ય, પ્રગતિની, કહેતાઃ, એટલા, એકલવાયા, બેઠા, ત્યા, બોલવાનું, સિવાય, પોતે, પ્રખ્યાત, રસાયણ, કરવું, માનીતા, થાકી, લાગતું, વધારવા, તત્પર, ૧૭૮૬ના, ઑગસ્ટમાં, ફ્રેડરિકનું, વિદ્વાનો, પ્રશિયન, વિદ્વાનોનો, વિરોધ, બન્યો, ઍકેડેમીમાંથી, રાજીનામું, રાજીખુશીથી, સ્વીકાર, લેવાયો, સોળમાના, આમંત્રણથી, જીવનના, સોળમાનું, નોકરી, જરાક, સંતોષ, સુધાર્યા, મઠાર્યા, દુનિયાને, લાભ, બન્નેનું, દાંપત્યજીવન, પરસ્પર, પ્રેમ, પત્ની, પડતાં, મૂકીને, રાતદિવસ, પત્નીના, શાંતિ, પૂરતું, બર્લિનમાં, તુરિનમાંથી, છોકરીને, બોલાવીને, લીધાં, સંરક્ષક, ભૂલો, વિચારવાનું, લાઇબ્નીઝને, સંભાળ, સ્ત્રી, સગાઓમાંથી, ગોઠવ્યું, સંજોગોએ, કહું, હિસાબ, મળશે, ભૂલ, ગણિતનો, ઝ્યાં, રોં, બેર, jean, rond, alembert, નીમવા, માગતો, આઈલરનું, લેવાની, મધમીઠા, માણસની, ઈશ્વરના, વિચારવાની, પળોજણમાં, શુદ્ધ, ગણિતભક્ત, ફ્રેડરિકને, કલાકો, ક્યાં, ફ્રેડરિકના, દરબારમાં, વાંચી, કંટાળીને, તરફથી, આવવાનું, ફ્રેડરિકે, લખ્યુંઃ, અતિશયોક્તિ, ફિઝિક્સ, ડાયરેક્ટર, નિમાયા, જર્મન, પ્રોફેસરોને, આયાત, છોકરો, માથે, બેસી, ગમતું, નહોતું, તોછડાઈથી, વર્તતા, ઉત્તમ, જીભ, ચલાવવાની, અંતે, ટીકાકારો, થાક્યા, હાજરીથી, ટેવાઈ, અસંખ્ય, અભ્યાસપત્રો, લખ્યા, આનંદ, આવકારતાં, ગણિતશાસ્ત્રીને, રાજાને, એમનાં, અંજળપાણી, ખૂટી, ૧૭૬૬માં, ઉંમરનો, ત્રીસમો, પડાવ, પસાર, રહીને, ઍકેડેમીનાં, ઇનામો, જીતતા, ઉત્સાહિત, રાજાએ, પૅરિસ, ઉપાડી, તુરિનના, પ્રધાન, જવા, નીકળ્યા, લૅગ્રાન્જથી, પ્રતિષ્ઠા, આદરપૂર્વક, લેવાતું, માનમાં, ભોજન, સમારંભ, યોજાયો, વાનગીઓ, ખાઈને, ભોજનની, પેરિસમાં, રહેવાનું, સાજા, થતાંવેંત, ગણિતયાત્રા, ગ્રીકોએ, આવતાં, મહત્ત્વમાં, છીંડું, પડ્યું, ગઢને, જમીનદોસ્ત, ન્યૂટન, લેવાનું, વિશ્લેષણ, આર્કિમિડીસથી, પદ્ધતિને, સ્થાને, નવું, ક્ષેત્ર, ખોલી, ખિતાબો, આપ્યા, fredrick, great, બહુમાન, કંજુસ, લીજ્યન, ઑનર, ગ્રાંડ, ઑફિસર, ઍમ્પાયર, સૅનેટમાં, લીધા, જીવનનો, ગાળ્યો, ગણિતશાસ્ત્રનું, જર્મની, રશિયામાંથી, ખસીને, પહોંચ્યું, ગણિતશાસ્ત્રીથી, પ્રભાવિત, હેલી, નિબંધ, હૅલીએ, ચડિયાતું, નિબંધે, બાળક, મનને, ઝકડી, જમાવ્યું, ખ્યાતિ, મેળવી, આર્ટિલરી, સ્કૂલમાં, નીમવામાં, સોસાઇટી, વર્ષનો, પોતાનાથી, ઉંમરના, વિદ્યાર્થીઓ, વ્યાખ્યાન, લાગ્યો, સંસ્થાનો, અકાદમી, જમાનામાં, ફૅશન, પ્રશિષ્ટ, સાહિત્યમાં, ધૂમકેતુની, આગાહી, જોડ્યું, ભાગ્યને, મિલકત, વારસામાં, ઇટલીના, ગણાવે, ફ્રાન્સના, આનું, ૧૭૩૬માં, શહેરમાં, સ્થાયી, દાદા, ઘોડેસવાર, દળના, કૅપ્ટન, ઍડમંડ, વસી, પરિવારની, પિતાનો, ધનવાન, ડૉક્ટરની, એકની, પુત્રી, બાળકોના, જન્મતાં, મરતાં, ૨૫મી, ૧૭૩૬ના, જન્મ્યા, ગણિતશાસ્ત્ર, બચી, એમનામાં, ઈટાલિયન, બન્ને, લોહી, સમૃદ્ધ, માતાના, પક્ષે, પિતાને, સટ્ટાનો, નશો, વર્ષના, એટલામાં, પિતાએ, સંપત્તિ, વેડફી, ઉંંમરે, બાળપણ, દુર્ઘટનાને, આશીર્વાદ, જેવી, ગણાવી, કોનો, વિદ્યાર્થી, બર્નોલી, ભાઈઓનો, પ્રયાસ, કૅલ્ક્યુલસની, ભૂમિતિના, સવાલોના, આકૃતિઓનો, આશરો, પડતો, સંપૂર્ણ, મળતી, એવામાં, ગણિતજગતના, તખ્તા, બીજગણિતનો, મૂંઝવણ, ઘટનાને, બંધનોમાંથી, સાર્વત્રિક, હોવું, સૂત્રોની, ભાષામાં, વિશેના, નિરભિમાની, જૂનિયરના, પ્રશંસા, થાકતા, વિદ્યાર્થીએ, મુંઝવણો, માર્ગે, વધ્યા, જ્યાં, વિદ્યાર્થીની, છપાય, પ્રકાશન, ટાળ્યું, પુસ્તકનું, વિષયવસ્તુ, છપાયું, ઉંમર, બાવન, આટલાં, શરમાળ, અતડા, કમાવાની, મહત્ત્વાકાંક્ષા, ગણવા, દાળ, રોટલી, કામને, છપાવવાની, ઉતાવળ, સમીકરણો, સૂત્રો, એટલાં, બધાં, ભૂમિતિથી, છોડાવ્યા, ફસાવ્યા, વળે, હિંમત, હારવી, જાણતા, ખાતરી, ઉત્સાહજનક, કૅલ્ક્યૂલસને, નાખ્યાં, યામ, ભૂમિતિએ, બીજગણિતની, વિવિધ, કિંમતો, લઈને, આલેખ, બિંદુઓ, મૂકીએ, વર્તુળની, સરળ, ડાયાગ્રામ, પુસ્તકમાં, ગંભીરતાથી, ભૂમિતિવેત્તાઓને, સંતોષવા, mecanique, analytique, analytical, mechanics, પ્રસ્તાવનામાં, જોસેફ, ભૂમિતિમાં, હોઈએ, બનાવીએ, પદાર્થને, દર્શાવવો, લેવાં, ખસતો, બદલતો, ખસવાની, ક્રિયા, સમયને, ચોથું, આઇન્સ્ટાઇને, સમયના, ચોથા, પરિમાણનો, સાપેક્ષતાના, ઉલ્લેખ, આવૃત્તિમાં, ૨૬મી, જાન્યુઆરીએ, ઑનલાઇન, કરંટ, બાયોલૉજી, ૨૦મી, અંકમાં, ઘણો, રેટિનામાં, હોવાનું, જાણવા, અબજ, વધતી, એમન, સંવેદી, શક્તિની, હોવી, નિયંત્રણ, કેટલો, પ્રામાણે, મર્યાદા, હદથી, રેન્જ, પ્રતિબિંબ, રેટિના, ઝિલાતું, વસ્તુઓ, જોવામાં, ઘરની, લાઇટની, રેન્જમાં, લાલ, લીલાનો, કન્ટ્રાસ્ટ, આંખના, ફોટૉરિસેપ્ટરો, સક્રિય, બાળકને, ચશ્મા, પ્રાકૃતિક, નુકસાન, મૅડિસીન, સ્કૂલ, ફેઇનબર્ગ, વેસ્ટર્ન, નૉર્થ, બગડે, લાંબો, બાળકોને, સ્કૂલની, ઑફિસ, કમ્યૂનિકેશન, પબ્લિક, અફેર્સના, સંબંધી, લેખિકા, દેવિકા, બંસલનો, વસ્તુમાં, ટેકનોલૉજીઓનો, સમન્વય, કરાયો, માઇક્રોફ્લ્યૂડિક, પ્રિંટિંગ, ચિપમાં, સિલિકોનની, માઇક્રો, ફ્લ્યૂડિક, ચૅમ્બર, કોશોને, સગવડ, ચિપનો, સિસ્ટમના, ભાગમાં, પ્રિંટરની, માહિતી, છાપી, શકો, ચણીચોખ, લૅબોરેટરીની, મિનિટમાં, રૂપિયો, ડૉલર, ગગડે, ભાવ, સોદો, લેવા, ખરો, સ્કૂલના, પ્રયોગવીરોએ, lab, chip, અમેરિકાના, ચલણમાં, પૈસાની, કિંમતમાં, ટેકનોલૉજીનો, ફેલાવો, પરીક્ષણો, સસ્તાં, જશે, વિકાસશીલ, દેશોમાં, સ્તનનું, કૅન્સર, ટીબી, રોગોનું, વિકસિત, દેશોની, સરખામણીએ, બમણો, ખરીદશો, પૈસામાં, બેક્ટેરિયાની, ગુણધર્મ, ધરાવતી, પેઢીઓ, લીલા, રંગવાળી, ચાલાક, તેજ, પીળા, રંગની, આપણું, લડી, કઝિન્સ, ઉપાય, સ્થિતિમાં, શાખા, અનુકૂલન, કાઢી, મૂકે, હુમલાના, નિશાનને, અઠવાડિયાંઓ, યાદશક્તિની, સ્વિચ, શરીરના, છેતરવાની, યુક્તિ, નકામી, નીવડે, જેરુસલેમની, હિબ્રૂ, રસપ્રદ, રિપોર્ટ, કેટકેટલીયે, યુક્તિપ્રયુક્તિઓ, અજમાવે, કોઈના, રહેવું, ઍડજસ્ટમેન્ટ, કરવાં, વહુને, પૂછીએ, બદલાતી, જીન્સમાં, એટલાથી, ચાલતું, બચાવની, રીતો, શોધવી, elife, બચાવે, ર્રેડ, ડ્વાર્ફને, વ્હાઇટ, ડ્વાર્ફની, ગત્યાત્મક, શક્તિમાંથી, તારાયુગલ, વૃશ્ચિક, નક્ષત્રમાં, કરોડ, દુર, અંતરોનાં, આપણાથી, પલ્સારનું, સ્વાગત, વૉર્વિક, ટૉમ, માર્શ, બ્રીસ, ગાન્સિકે, સાઉથ, ઍસ્ટ્રોનૉમિકલ, ઑબ્ઝર્વેટરીના, ડૅવિડ, બક્લીએ, nature, હાલમાં, જાહેર, scorpii, યુગ્મ, pulsating, star, પ્રચંડ, ચુંબકશક્તિ, નિયમિત, રેડિયોવેવ, મિલિસેકંડથી, માંડીને, સેકંડ, સુધીની, ૧૯૬૭માં, પહેલો, પચાસ, વર્ષથી, બ્રહ્માંડમાં, દોડાવ્યા, પરિભ્રમણનો, ઊંચો, દિશામાં, જોડિયા, ભાઈ, રેડ, ડ્વાર્ફ, રેડિયો, કિરણો, ૧૯૬૭, bipin, shroff, ૦૦૦૦, 1874, relation, sex, અંતમાં, સક્ષમ, ઉત્ક્રાન્તિનો, સર્જનને, ઈશ્વરની, વસતી, કાયમ, ડાર્વિનની, ૠણી, શરીરમાંથી, ચેતના, આધ્યાત્મિકતા, વગેરેના, અસ્તિત્વને, ફગાવી, દીધાં, તેવી, વચ્ચેના, એકબીજાના, વ્યવહાર, પૂર્વજન્મ, પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક, જન્નત, દોજખ, મોક્ષ, મુક્તિ, ખ્યાલોને, તરંગી, કાલ્પનિક, ખ્યાલને, ઐહિક, દુન્યવી, મેળવવાનો, આધારને, નિરીશ્વરવાદી
Text of the page (random words):
્ચરાઇઝર પહોંચતાં નથી પણ આપણા પૈસા એના ઉદ્યોગપતિઓના પટારા સુધી પહોંચી જાય છે molecular cellular proteomicsમાં પ્રકાશિત થયેલા એક લેખમાં સંશોધકો કહે છે કે ખાવાનું ઓછું કરવાથી કોશોની આ પ્રક્રિયા ધીમી પડી જાય છે કોશોમાં રિબોસમ ribosomes હોય છે તે પ્રોટીન બનાવે છે આ રિબોસમ એમનું કામ ધીમું પાડી દે તો વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા પણ ધીમી થઈ જાય છે કામની ગતિ ઘટી જાય તો રિબોસમને પોતાને રિપેર કરવાનો વધારે સમય મળી રહે છે લેખના મુખ્ય લેખક જ્ હૉન પ્રાઇસ કહે છે કે રિબોસમને તમારી કાર સમજો કારનાં ટાયર ઘસાઈ જાય ત્યારે આપણે કાર ફેંકી નથી દેતા પણ ટાયર બદલાવીએ છીએ કારણ કે ટાયર બદલાવવાનું સસ્તું પડે છે આમ રિબોસમ પર કામનો બહુ બોજો ન નાખીએ તો એ ઓછા ઘસાય પ્રાઇસ અને એમના સાથીઓએ ઉંદર પર પ્રયોગો કર્યા એક ગ્રુપની સામે અન્નભંડાર ખુલ્લો મૂકી દીધો અને બીજા ગ્રુપ પર સખ્તાઈ કરીને ૩૫ કૅલરી ઓછી મળે તેટલો જ ખોરાક આપ્યો થોડા વખત પછી જોયું કે જેમને કેલરી ઓછી મળી તેમની સ્થિતિ વધારે સારી હતી અને એમની આવરદા પણ લાંબી નીવડી એમને રોગો પણ ઓછા લાગુ પડ્યા જો કે આ તારણ તો પહેલાં પણ બીજાઓએ આપ્યું જ છે ગૌતમ બુદ્ધ પણ મિતાહારી બનવાનો ઉપદેશ ઉંદરો પર પ્રયોગ કર્યા વિના જ આપી ગયા છે એ પણ એક વૃદ્ધને જોઈને જ સંસાર છોડી ગયા હતા ને એટલે વૃદ્ધાવસ્થા વિશે એમણે વિચાર કર્યો જ હશે પણ પ્રાઇસની ટીમે પહેલી જ વાર દેખાડ્યું છે કે રિબોસમ દ્વારા પેદા થતા પ્રોટીન આપણી વૃદ્ધાવસ્થામાં સીધો જ ભાગ ભજવે છે રિબોસમ કોશની ૧૦થી ૨૦ ટકા શક્તિ વાપરીને પ્રોટીન બનાવે છે એટલે એનું કામકાજ કથળે ત્યારે એની પાસેથી વધારે કામ લેવાથી એનો અંત આવી જાય છે એના કરતાં એને થોડો આરામ આપવામાં ખોટું નહી એ જાતે જ રિપેર થઈને કામ કરવા લાગશે જો કે આ વાંચીને તરત ખાવાનું છોડજો નહીં કારણ કે પ્રાઇસ કહે છે કે એમણે હજી તો ઉંદર પર અખતરો કર્યો છે માણસ પર હજી અખતરો નથી થયો અને કોઈ એમ ન માની લે કે ખાવાનું ઘટાડી નાખવાથી યૌવન સદાબહાર રહેશે આ તો આપણે શા માટે વૃદ્ધ થઈએ છીએ તેનું એક મહત્ત્વનું કારણ સમજવા માટે છે સંદર્ભઃ અહીં ૨ આદિવાસીઓ પાસેથી મળી અલભ્ય જડીબુટ્ટી પશ્ચિમ ઘાટ અને શ્રીલંકાના આદિવાસીઓ પાસેથી સંશોધકોને એક એવી જડીબુટ્ટીનું જ્ઞાન મળ્યું છે કે એમાંથી નવી ઔષધિ બની શકે એનો ઉપયોગ કેન્સર બીજી ઈજાઓ અને દાઝી જવાના જખમો માટે થઈ શકે એમ છે જવાહરલાલ નહેરુ ટ્રૉપિકલ બોટેનિકલ ગાર્ડન ઍન્ડ રીસર્ચ ઇંસ્ટીટ્યૂટ jntbgri ના વૈજ્ઞાનિકોને કેરળની ચોલૈનાયગન આદિવાસી જાતિ પાસેથી neurocalyx calycinus નામની આ જડીબુટ્ટી મળી છે હવે એમણે એની પૅટન્ટ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે એમાં ઘાને રુઝાવે ડામને મટાડે કેન્સરનો નાશ કરે પીડાનું શમન કરે સોજાને રોકે રોગપ્રતિકાર તંત્રને સદ્ધર બનાવે ઍન્ટી ઑક્સીડેન્ટ આપે એવા ઘણા ગુણો જોવા મળ્યા છે ઇંસ્ટીટ્યૂટના એથ્નોમૅડિસીન વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજશેખરનની રાહબરી નીચે ૧૯૮૮માં એક ટીમ નીલાંબરનાં જંગલોમાં કામ કરતી હતી ત્યારે એમને એક આધેડ વયનો માણસ જોવા મળ્યો એની છાતી પર નહોરના ઊંડા ઊઝરડા હતા એને પૂછ્યું તો ખબર પડી કે જંગલમાં એક રીંછે એના પર હુમલો કર્યો હતો રીંછે એની છાતી ફાડી ખાધી હોત પણ એ કોઈ રીતે રીંછના પંજામાંથી છૂટી ગયો પહેલાં બીજા લોકોએ એને બચાવી લીધો તે પછી એની આ જડીબુટ્ટીથી સારવાર કરવામાં આવી આ માણસનું નામ કુપમલા કણિયન એણે ત્રણ દિવસની સતત પૂછપૂછ પછી આ છોડમાંથી લેપ કેમ બનાવાય તેનું રહસ્ય ખોલ્યું સ્થાનિકના આદિવાસીઓ એને પચા ચેડી નામે ઓળખે છે પ્રાણીઓ પર આ લેપનો અખતરો સફળ રહ્યો છે એમાં વિટામિન e પુષ્કળ માત્રામાં છે અને કેન્સર સામે રક્ષણ આપે એવાં રસાયણો પણ છે હજી આ જડીબુટ્ટીનો સંસ્થાકીય સ્તરે અભ્યાસ ચાલે છે સંદર્ભઃ અહીં ૩ તારાનું દિલ ધડકે છે ઉપગ્રહ માટે મૅસેચ્યૂસેટ્સ ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેકનોલૉજી mit ના વૈજ્ઞાનિકોને જોવા મળ્યું છે કે પૃથ્વીથી ૪૦૦ પ્રકાશવર્ષ દૂર એક hat p 2 નામનો તારો એવો છે કે એની ભ્રમણકક્ષામાં ફરતા ઉપગ્રહ સામે આંખમિચકારા કરે છે ઉપગ્રહ hat p 2b કદમાંશુક્રના ગ્રહ કરતાં પણ મોટો છે આજ સુધી આવડા મોટા ઉપગ્રહ ઘણા જોવા નથી મળ્યા એ મનફાવતી રીતે ભ્રમણકક્ષામાં ફરે છે એક વાર એ તારાની બહુજ નજી આવી ને પરિક્રમા કરે છે તો પછી બહુ દૂર ચાલ્યો જાય છે અને ફરવા લાગે છે વૈજ્ઞાનિકોએ એની હિલચાલ પર ૩૫૦ કલાક નજર રાખી તો જોયું કે લગભગ દર ૮૭ મિનિટે તારાના પ્રકાશમાં ફેરફાર થાય છે વૈજ્ઞાનિકો માને છે કે ઉપગ્રહ એવડો મોટો હોવો જોઈએ કે એ નજી આવે છે ત્યારે તારાની પીગળેલી સપાટી ઊછળે છે આ અભ્યાસ લેખના મુખ્ય લેખક જૂલિયન ડી વિટ કહે છે કે ઉપગ્રહને જોઈને તારો રોમાંચિત થઈ જાય એમ અમે નહોતા માનતા પણ અહીં જોયું કે આ તારો તો ધબકી ઊઠે છે આનો અર્થ એ કે તારો પોતાની જબ્બર ઊર્જા ઉપગ્રહ તરફ ફેંકે છે તારાની આ દિલફેંક મસ્તી તો સંશોધકોના ધ્યાનમાં ઓચિંતી જ આવી ખરેખર તો એ લોકો એ જોતા હતા કે ઉપગ્રહ ફરતો હોય ત્યારે એની ગરમી કેટલી રહે છે એમાં આ ઉપગ્રહની ફરવાની રીત જોતાં એમ લાગ્યું કે એમાં મોટા ફેરફાર થતા હશે દૂર જાય ત્યારે અતિ ઠંડો થઈ જાય અને નજીક આવે ત્યારે બહુ જ ગરમ એ જોતા હતા ત્યારે તારા પર થતા પ્રકાશના ફેરફાર પર એમનું ધ્યાન ગયું આમ તદ્દન નવી ઘટના ખગોળશાસ્ત્રના પાને સંયોગવશાત ચડી શકી છે સંદર્ભઃ અહીં ૪ પૃથ્વીની અંદરનો ગર્ભભાગ પીગળતો કેમ નથી પૃથ્વીના ગર્ભભાગમાં એટલી બધી ગરમી છે કે સૂરજ પણ એની આગળ ઠંડો કહેવાય આટલી ગરમીમાં તો બધું પીગળી જાય પૃથ્વીની અંદર ધગધગતો પીગળેલો લાવા છે જે ફર્યા કરે છે એની અંદર કેન્દ્રમાં લોખંડના સ્ફટિકોનો બનેલો ગોળો છે એ પીગળ્યા વિના ફરે છે આમ કેમ સ્વીડનની kth રૉયલ ઇંસ્ટીટ્યૂટના સંશોધકોને હવે એનું કારણ સમજાયું છે પીગળેલા અંતઃભાગની ઉપરની સપાટીએ સ્ફટિક આકારના ટુકડા સતત પીગળતા રહે છે અને વધારે તૂટતા જાય છે પરંતુ એના ઉપર બહુ ભારે દબાણ હોવાથી એ પાછા અંતઃભાગમાં જ ભળી જાય છે આને કારણે છેક અંદરનો ગોળો ફરી જામી જાય છે આ ઘટના જોઈ તો શકાતી નથી એના માટે આ સ્ફટિકોના પરમાણુઓનું બંધારણ જાણવું જરૂરી બની જાય છે સ્ફટિકના પરમાણુનું સ્વરૂપ એને અપાયેલી ગરમી અને એના પરના દબાણ પ્રમાણે બદલાય છે પરમાણુઓ જુદા જુદા ઘન આકારમાં અને ષટ્ કોણાકારમાં બંધાય છે લોખંડના પરમાણુ સામાન્ય ઉષ્ણતામાને અને સામાન્ય દબાણે બોડી સેંટર્ડ ક્યૂબિક bcs તરીકે ઓળખાતા સ્વરૂપમાં હોય છે એમાં ૮ ખૂણા અને એક કેન્દ્ર હોય છે એમના ઉપર બહુ જ દબાણ આવે તો એ ૧૨ ખૂણાના બની જાય છે એટલે કે બેવડા ષટ્ કોણ જેવા પૃથ્વીના ગર્ભભાગમાં સપાટી કરતાં ૩૫ લાખગણું દબાણ છે અને ગરમી ૬૦૦૦ગણી વૈજ્ઞાનિકો કહે છે કે અંદરનો ગોળો નક્કર રહે છે તેનું કારણ એ કે સ્ફટિકો ષટ્કોણાકારના હોવા જોઈએ તો જ એ ફરી પાછા ઘન બની શકે છે સંદર્ભઃ અહીં like loading author dipak dholakia posted on 24 02 2017 05 03 2017 categories uncategorized tags દીપક ધોળકિયા વેબગુર્જરી dipak dholakia science samachar webgurjaari leave a comment on science samachar episode 8 birthday of charles darwin દુનિયામાં creationism એટલે કે સર્જનવાદ શબ્દ હજી જન્મ્યો નહોતો પણ સર્જનવાદ નામ વિના જ પ્રચલિત હતો ત્યારે સૃષ્ટિની રચના અને ઉદ્વિકાસ વિશે ધરખમ ક્રાન્તિકારી વિચાર આપ્યો ચાર્લ્સ ડાર્વિને વર્ષો સુધીનાં સતત સંશોધનો અધ્યયન અને તાર્કિક તારણો દ્વારા આજે ઉત્ક્રાન્તિવાદ અનોખું સ્થાન જમા વી ચૂક્યો છે ૧૨મી ફેબ્રુઆરીએ ડાર્વિનનનો જન્મ દિવસ હતો આપણા જા ણિ તા ચિંતક શ્રી બિપિન શ્રોફનો એક ઈ મેઇલ મળતાં આ ઘટના તરફ આંખ ખૂલી લખવાનું વિચાર્યું પણ મનમાં થયું કે મને જે લેખ મળ્યો છે તેને જ થોડાક શાબ્દિક ફેરફાર કરીને પ્રગટ કરા વી દઉં એમાં પ્રામાણિકતા નથી એટલે એમનો ઈ મેઇલ મળ્યા પછી આ લેખનો ઉપયોગ કરવાની મેં પરવાનગી માગી અને એમણે વળતા ઈ મેઇલે રાજીખુ શી થી પરવાનગી આપી બિપિનભાઈનો અહીં એમનો લેખ આજે પ્રકાશિત કર્યો છે બિપિનભાઈ રૅશનાલિસ્ટ સામયિક વૈશ્વીક માનવવાદ ના તંત્રી અને ગુજરાત મુંબઈ રૅશનાલિસ્ટ એસિસિયેશનના પ્રમુખ છે ચા ર્લ્સ ડાર્વિન નો ઉત્ક્રાન્તિવાદ બિપિન શ્રોફ ઉત્ક્રાન્તિવાદના આદ્ય સ્થાપક ચાર્લ્સ ડાર્વિનનો જન્મ સને ૧૮૦૯ના ૧૨મી ફેબ્રુઆરીના રોજ થયેલો હતો તે દિવસ આકસ્મિક રીતે અમેરિકામાં ગુલામી નાબુદ કરનાર કાન્તિકારી રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનનો પણ જન્મદિવસ છે ઉત્ક્રાન્તિવાદ શું છે તે સમજાવે છે કે કોઈ પણ પ્રાણી વર્ગ જાતિ વિશેષ માનવજાત સમેતનું કોઈ ખાસ સર્જનના ફળસ્વરૂપે અસ્તિત્વમાં આવેલ નથી કિંતુ તે કોઈને કોઈ પ્રકારના આગોતરા પ્રાથમિક કે સાદા સ્વરૂપમાં થયેલ ક્રમિક વિકાસને પરિણામે આજની વર્તમાન સ્થિતિએ પહોંચી શક્યો છે એવો સિદ્ધાંત કે વાદ એટલે ઉત્ક્રાન્તિવાદ ઉપરનાં વાક્યો એમ સૂચવે છે કે સમગ્ર સજીવ સૃષ્ટિનું સર્જન કોઇ ઇશ્વરી પરિબળની ખાસ ઇચ્છા કે હેતુનું પરિણામ નથી દરેક સજીવનું અસ્તિત્વ અને વિકાસ ક્રમશઃ તબક્કાવાર થયેલ છે ડાર્વિન વિશ્વનો એવો પ્રથમ જીવવૈજ્ઞાનિક હતો કે જેણે જૈવિક ઉત્ક્રાન્તિના નિયમો શોધી કાઢીને આ ક્રમિક વિકાસ સમજાવ્યો છે આ નિયમોને કુદરતી પસંદગીના નિયમો laws of natural selection તરીકે ઓળખવામાં આવે છે કુદરતી પસંદગીના નિયમો એટલે શું ડાર્વિનના મત મુજબ આ નિયમો પાંચ છે ૧ સજીવ ઉત્ક્રાન્તિ એ હકીકત છે દરેક જૈવિક સજીવોનો જન્મ અને વિકાસ કોઇ ગણિતના ચતુષ્કોણ વર્તુળ કાટખુણો કે ત્રિકોણની માફક બીબાઢાળ થયો નથી પણ તે એક સજીવ જાતિમાંથી બીજી જાતિમાં ફેરફાર થઈને થયેલ છે ૨ સજીવ જાતિઓમાં ગાણિતિક વૃદ્ધિ માતૃ સજાતિમાંથી વિભાજન ફૂલની કળી કે મા દીકરીની માફક વારસાગત લક્ષણો ચાલુ રાખીને થાય છે ૩ કુદરતી પસંદગી દરેક માદા જૈવિક અસ્તિત્વના સંઘર્ષમાં ટકી શકે તેના કરતાં ઘણાં વધારે પોતાનાં બચ્ચાં પેદા કરે છે તેથી દરેક પેઢીમાં ખૂબ જ ઓછા સજીવો જે વારસાગત આનુવંશિક લક્ષણો સાથે બહારના વાતાવરણમાં ટકી શકે તેવા ફેરફારો કરીને બીજી પેઢીને જન્મ આપે છે નવિ પેઢીનાં વિશિષ્ટ લક્ષણો પોતાની જૂની પેઢીનાં સામાન્ય લક્ષણોથી જુદાં હોય છે ૪ જૈવિક ઉત્ક્રાન્તિમાં સજીવ જાતિઓ પ્રજાતિઓમાં ફેરફારો ક્રમશઃ આપણે વિચારી પણ ન શકીએ તેટલા લાંબા સમય બાદ થતા હોય છે જૈવિક ફેરફારો ક્યારેય એકાએક આકસ્મિક કે પ્રાસંગિક બનતા નથી ૫ સમાન વારસો common descent તેથી દરેક વર્તમાન સજીવોનો વારસો એક જ છે તે બધા જ સજીવો એક જ પૂર્વજ કે વડવાઓમાંથી ઊતરી આવેલા છે ચાર્લ્સ ડાર્વિને જૈવિક ઉત્ક્રાન્તિના જુદા જુદા ફાંટાઓ વિભાગો શોધી કાઢ્યા એટલું જ નહીં પણ દરેક સજીવ જાતિને બીજી સજીવ જાતિની ઉત્ક્રાન્તિના સિદ્ધાંત મુજબ શું સંબંધ તે શોધી કાઢયું છે આ વિભાગીય સજીવ જૈવિક જાતિઓના દરેક ફાંટા એક બીજાની સાથે કેવિ રીતે જોડાયેલા છે તે પણ શોધી કાઢયું છેલ્લે તેણે આ પૃથ્વી પરની દરેક સજીવ જાતિનું મૂળ એકકોષી જીવમાં હતું તે શોધી કાઢ્યું આમ ડાર્વિને જીવ વિજ્ઞાનમાં જૈવિક ઉત્ક્રાન્તિ નામની નવિ જ્ઞાનશાખાની શોધ કરી આ જ્ઞાનની નવિ શાખાની શોધની વ્યાપક અસરો જીવવિજ્ઞાનના ક્ષેત્રની બહાર પણ ઘણી જ અસરકારક પેદા થઈ છે ડાર્વિનને વિજ્ઞાનમાં ઐતિહાસિક સંશોધનોને આધારે ભૌતિકશાસ્ર કે રસાયણશાસ્રની પ્રયોગશાળાની બહાર પણ વૈજ્ઞાનિક સત્ય શોધી શકાય છે તેવા નવા જ્ઞાનનો વિષય શોધી કાઢ્યો છે ઉત્ક્રાન્તિવાદે જે પ્રસંગો બનાવો હકીકતો કે પ્રક્રિયાઓ હજારોલાખો વર્ષો પહેલાં બની ગયાં છે તે સમજાવવાની કોશિશ વૈજ્ઞાનિક પ્રયોગશાળાની બહાર પણ આધારભૂત જૈવિક પણ ભૌતિક નમૂના એકત્ર કરીને સાબીત કરી આ કુદરતી પસંદગીના સિદ્ધાંતની ક્ષમતા પોટેન્શ્યાલિટી એટલી બધી છે કે જો કુદરતી વાતાવરણમાં ફેરફારો થાય દા ત ઠંડા પ્રદેશોના સજીવોને ગરમ પ્રદેશોમાં જીવવું પડે તેવા સંજોગો પેદા થાય તો એક પેઢીની જાત તેની બીજી નવિ આવનારી પેઢીથી પણ જુદી પડે અથવા તો તે નવિ પેઢી નવા વાતાવરણને અનુકુળ આનુવંશિક જેનેટિકલ જરૂરી નવા ફેરફારો સાથે જ જન્મે પૃથ્વી પર જે જૈવિક જાતિઓમાં ફેરફારો થયા છે તે કોઇ પૂર્વ આયોજિત નથી પરંતુ તે બધા ફેરફારો આડાઅવળા રેન્ડમ કે જૈવિક જરૂરિયાતમાંથી અથવા બંનેના સંમિશ્રણની સંયુક્ત પેદાશ છે આ બધી હકીકતો ડાર્વિને સને ૧૮૫૯માં પ્રકાશિત કરેલા પુસ્તક ઓરીજન ઓફ સ્પીસીસ માં વિગતે રજૂ કરી છે સદર સિદ્ધાંતની સત્યતાને આધારે આશરે ૮૦ વર્ષ પછી સને ૧૯૪૦માં આપણે ડી એન એ શોધી શક્યા છીએ ઉત્ક્રાન્તિવાદના નિયમોનું કોઇ હ્રદય હોય તો તે ડી એન એ છે ડાર્વિનના જીવ ઉત્પત્તિના આ ધર્મનિરપેક્ષ ખ્યાલે સિક્યુલર વે ઓફ લાઇફ બધા જ ધર્મોએ પોતાના ધર્મપુસ્તકોમાં લખેલા જીવોત્પત્તિના અને માનવી ય સર્જનના દાવાઓને બિલકુલ ખોટા વાહીયાત અને પોકળ એટલે કે વાસ્તવિક પુરાવા વિનાના સાબીત કરી દીધા તેના ઉત્ક્રાન્તિવાદે પૃથ્વી પરની સમગ્ર સજીવ ઉત્પત્તિને વૈજ્ઞાનિક આધાર આપ્યો ટૂંકમાં એક જૈવિક વંશમાંથી સમગ્ર જગત પેદા થયું છે તેવો ધર્મના આધાર સિવાયનો સિદ્ધાંત શોધનાર ડાર્વિન પ્રથમ વૈજ્ઞાનિક હતો આ ઉત્ક્રાન્તિ પ્રક્રિયાનો વિકાસ ક્રમશ હજારો નહી પણ લાખો વરસથી થતો આવ્યો છે આ જીવવિકાસની સાંકળ કોઇ જગ્યાએથી તુટેલી કે વેરણછેરણ થયેલી નથી આ ઉત્ક્રાન્તિનું કારણ ઉપર ચર્ચા કર્યા મુજબનો ડાર્વિનનો કુદરતી પસંદગીનો સિદ્ધાંત છે વૈજ્ઞા નિ ક ત ત્ત્વ જ્ઞાનની મૂ ડીમાં ઉત્ક્રાન્તિવાદ નું ક્રાન્તિકારી અપ રિ વર્તન શી લ પ્રદાન ડાર્વિનના આ કુદરતી પસંદગીના સિદ્ધાંતની શોધ પહેલાં આશરે ૨૦૦૦ વર્ષ સુધી ગ્રીક ભારતીય તત્વજ્ઞાન અને ૧૮મી સદીના સ્કોટલેંડના ફીલોસોફર ડેવિડ હ્યુમ ૧૭૧૧ ૧૭૭૬ સુધી માનવજાત તમામ જૈવિક સર્નનોને ઇશ્વરી દેન સમજીને દરેક કુદરતી ઘટનાઓનું મૂલ્યાંકન કરતી હતી આવા તત્ત્વજ્ઞાનમાં સત્યના બે ભાગ પાડવામાં આવતા હતા એક ભૌતિક પદાર્થ matter અને બીજું આત્મા spirit ડાર્વિને પોતાના ઉત્ક્રાન્તિવાદનાં તારણોમાં સાબીત કર્યું કે બધા જ સજીવો ફક્ત એક જ ભૌતિક પદાર્થમાંથી બનેલા છે ભૌતિકતામાં કશું આધ્યાત્મિક કે અશરીરી હોતું નથી માનવ શરીર અને તેના મગજમાં રહેલું મન પણ ભૌતિક શરીરનો એક ભાગ જ છે the mind is a part of body because it does not exist without body શરીરનાં બીજાં અંગો જેવાં કે હૃદય ફેફસાં મૂત્રપિંડ અને જઠરની જેમ માનવ મગજ પણ સજીવ ઉત્ક્રાન્તિની માફક ક્રમશ વિકસેલું છે તેમાં કશું બહારથી ઇશ્વ્રર દ્રારા કે કોઈ બાહ્ય અશરીરી પરિબળ દાખલ કરવામાં આવતું નથી તે જમાનાની દૃષ્ટિએ ડાર્વિનનું આ તારણ ખૂબ જ ધાર્મીક અને સામાજીક રીતે ઘણું જ સ્ફોટક હતું તેના પરીણામોની શું અસર થશે તેની ગંભીરતાની ડાર્વિનને પુરી માહીતી હતી તેથી ડાર્વિને પોતાનું પુસ્તક ઑરિજીન ઓફ સ્પીસીસ સને ૧૮૩૯માં સુંપુર્ણ પ્રકાશિત કરીને બહાર પાડી શકાય તેમ હતું તેમ છતાં તેણે ઘણા મનોમંથન પછી વિસ વર્ષ પછી સને ૧૮૫૯માં બહાર પાડ્યું આ વિશ્વની માનવજીવન સાથેની દરેક ઘટનાઓ પૂર્વનિર્ણીત predetermined છે તે સત્યને ચાર્લ્સ ડાર્વિને પોતાના ઉત્ક્રાન્તિવાદના નિયમોના આધારે પડકાર્યું ડાર્વિનનાં સંશોધનોએ સાબીત કર્યુ કે હવે આ પૃથ્વી પર કોઇ સર્જનહાર કે ઇશ્વરની જરૂર નથી ખરેખર તો તે પહેલાં પણ ન હતી સમગ્ર સજીવ સૃષ્ટીનું સર્જન ઇશ્વરી શક્તિનું પરિણામ છે તેવા ખ્યાલની બાદબાકી થતાં જ જ્ઞાન વિજ્ઞાનના દરેક ક્ષેત્રમાં હકારાત્મક રીતે કુદરતી પરિબળોને સમજવાનું અને તે જ્ઞાન આધારિત સમજાવવાનું એ સંશોધનાત્મક પ્રવૃત્તિઓ દુનિયાના ખૂણે ખૂણે વિસ્તરતી ગઈ ડાર્વિનના ભૌતીક્વાદી તત્ત્વજ્ઞાને વિશ્વના સર્જનમાંથી ઇશ્વરની બાદબાકી કરીને માનવી ને તેના કેન્દ્રમાં મૂકી દીધો આધુ નિ ક સમય પર ડા ર્વિન ના વિ ચારોની અસર ૧૮મી અને ૧૯મી સદીના માનવીની આ વિશ્વને સમજવાની દૃષ્ટિ કરતાં ૨૧મી સદીના માનવીની જગતને સમજવાની દૃષ્ટિ બિલકુલ જુદી છે સામાન્ય રીતે તેનું કારણ ટેકનોલોજી અને ડિજિટલ શોધો છે પરંતુ આ ફેરફારો ડાર્વિનના વિચારો અને વૈજ્ઞાનિક તારણોનું પરિણામ છે તેની બહુ ઓછા માણસોને ખબર છે ડાર્વિનના ઉત્ક્રાન્તિવાદના વિચારોની અસરે માનવીને જ પોતાના ભાગ્યનો વિધાતા બનાવી દીધો છે માનવ માત્ર એક જાતિ સ્પીસીસ છે કોઇ આફ્રિકન અમેરિકન યુરોપિયન એશિયન વંશીય રીતે જુદા જુદા છે તે માન્યતાને આધારવિહીન સાબીત કરી દીધી કાળા ગોરા ઊંચાઈમાં લાંબા કે ટૂંકા સ્રી કે પુરુષ બધા જ જૈવિક રીતે બિલકુલ જુદા નથી તેથી એક છે તે સત્યને બહાર લાવવાનું કામ ડાર્વિનના ઉત્ક્રાન્તિવાદે કર્યું છે માનવીય વંશિતા તે એક જૈવિક ઉત્ક્રાન્તિની સામાન્ય વંશિતાનો એક ભાગ છે તેવું સાબીત થતાં જ ધર્મોએ માનવીને બીજાં પ્રાણીઓની સરખામણીમાં આપેલા વિશિષ્ટ સ્થાનની અપ્રસ્તુતતા સાબિત થઈ ગઈ ડાર્વિને તેનું બીજું જગવિખ્યાત પુસ્તક ડિ સેન્ટ ઓફ મૅ ન descent of man 1 સને ૧૮૭૧માં પ્રકાશિત કરેલું તેમાં ડાર્વિને માનવ ઉત્ક્રાન્તિ કેવી રીતે અન્ય સજીવ પ્રાણીઓની સરખામણીમાં સમાન હોવા છતાં કેવી રીતે વિશિષ્ટ છે તે સમજાવ્યું છે તેમાં કશું દૈવી કે અલૌકિક નથી પણ જૈવિક જગતના અન્ય પ્રાણીઓની સરખામણીમાં માનવીની બુદ્ધિમત્તા ઇન્ટેલિજન્સ સર્વશ્રેષ્ઠ છે તે સાબીત કર્યુ છે માનવી ફક્ત એક એવું જૈવિક એકમ છે જે ભાષા વ્યાકરણ અને વાક્યરચના બનાવવાની કળા લાંબા ઉત્ક્રન્તિવાદના સંઘર્ષ પછી ક્રમશ રીતે વિકસાવી શક્યું છે ઊંચી બુદ્ધિશક્તિ ભાષા અને લાંબા સમય સુધી પોતાના બાળકોની મા બાપ તરીકે સારસંભાળ લેવાનાં જૈવિક લક્ષણોને કારણે માનવજાતે તેની સમગ્ર સંસ્કૃતિ પેદા કરી છે તેને કારણે માનવજાતે સમગ્ર વિશ્વ પર બીજા અન્ય શારીરિક રીતે શક્તિશાળી સજીવો કરતાં પોતાનું પ્રભુત્વ મેળવેલું છે અને ટકાવી રાખ્યું છે ડાર્વિને જેમ શરીરમાંથી ચેતના આધ્યાત્મિકતા કે આત્મા વગેરેના અસ્તિત્વને ફગાવી દીધાં તેવી જ રીતે માનવ માનવ વચ્ચેના એકબીજાના નૈતિક વ્યવહાર માટે પૂર્વજન્મ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક જન્નત દોજખ મોક્ષ મુક્તિ વ ધાર્મિક ખ્યાલોને તરંગી અને કાલ્પનિક સાબીત કરી દીધા માનવીય નૈતિકતાના ખ્યાલને તેણે ઐહિક દુન્યવી આ જીવન માટે સુખ મેળવવાનો બનાવી દીધો માનવીય નૈતિકતાના આધારને ધર્મનિરપેક્ષ કે નિરીશ્વરવાદી બનાવી દીધો જો માનવ ઉત્ક્રાન્તિવાદ પ્રમાણે ઇશ્વરી સર્જન ન હોય તો સમાજમાં એકબીજા સાથે માનવીય સંબંધો વિકસાવવા કે ટકાવવા માટેની નૈતિકતા કેવી રીતે ઈશ્વરી કે ધાર્મિક હોઇ શકે અન્ય સજીવોની માફક માનવીએ પોતાના માટે સારું શું કે ખોટું શું વિવેકબુદ્ધિ રેશનાલિટી તે અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષમાંથી સ્ટ્રગલ ફોર એક્સીસ્ટન્સ શીખ્યો છે તેના જેવા બીજા અન્ય માનવીઓના સહકારથી તે વિઘાતક કુદરતી પરિબળો તેમ જ તેના કરતાં બાહુબળમાં વધુ શક્તિશાળી પ્રાણીઓ સામે કેવી રીતે જીવવું તે પણ શીખી ગયો હતો કુ...
|