Meta tags:
description= Gujarati Stories, Poems, Essays etc.;
Headings (most frequently used words):
ખબર, નથી, રહીએ, jayeshvardhman, સત્ય, બા, બાપુજીની, જાત્રા, મધર્સ, ડે, મહાનીતિ, great, dictum, હસતા, ચાડીકો, એક, બીજાને, ગમતા, માં, પોસ્ટસ, ક્રમણિકા,
Text of the page (most frequently used words):
અને (351), જોઈએ (164), માટે (149), નહીં (126), નથી (105), હોય (104), થાય (64), કોઈ (59), કરે (57), સાથે (50), કરી (47), કરવું (45), કરવા (43), એટલે (38), એવા (37), લોકો (35), આવી (35), never (34), રીતે (33), આવે (32), the (31), શકે (31), કારણે (31), કરું (30), કરવી (30), સત્ય (29), પોતાના (29), શરીર (28), જાય (28), not (27), કામ (27), શું (26), and (26), રહીએ (24), જ્યારે (24), હું (23), કહ્યું (23), પોતે (23), આવા (22), કહે (22), અન્ય (22), મને (21), ગમે (21), રહે (21), પડે (21), એવી (21), ધર્મ (21), છું (20), દુર (20), તમે (20), બને (20), કરવો (20), પોતાની (20), રાગ (20), વાત (19), ત્યાં (19), જ્ઞાન (19), ખોટા (19), સુખ (19), મોહ (19), કરો (18), મારી (18), નહિ (18), ધાર્મિક (18), એને (18), ક્યારેક (18), ઉપયોગ (18), માં (17), એના (17), હતા (17), જૈન (17), વસ્ત્રો (17), શકાય (17), દર્શન (17), કારણકે (17), વકીલ (17), અંગે (16), અર્થ (16), પેદા (16), વ્યક્તિ (16), કારણ (15), ત્યારે (15), જેને (15), પાપ (15), કરતા (14), વચન (14), તમારી (14), વગેરે (14), સ્ત્રી (14), વધુ (14), પાસે (14), આપણે (14), જીવન (14), પાલન (14), from (14), દ્વેષ (14), with (13), ખબર (13), આપણા (13), હતો (13), જીવો (13), કપડાં (13), ગયા (13), કરવાથી (13), કરવામાં (13), પ્રાપ્ત (13), વિચાર (13), કર્તવ્ય (13), વૈરાગી (13), જીવનમાં (12), બીજાને (12), અનેક (12), ઘણા (12), કરતાં (12), તમામ (12), ક્રોધ (12), કાબુ (12), જરૂરી (12), હંમેશા (12), રહેવું (12), jayesh (11), shah (11), palejwala (11), જયેશ (11), શાહ (11), રોજ (11), ક્યારેય (11), પ્રયત્ન (11), હસતા (11), કહેવાય (11), ખુબ (11), આગળ (11), વધે (11), પ્રત્યે (11), જ્યાં (11), એનો (11), ભાવ (11), ત્યાગ (11), પ્રતિજ્ઞા (11), કેટલાક (11), બની (11), ખોટી (11), ભાઈ (11), leave (10), comment (10), સામે (10), લાગે (10), વસ્ત્ર (10), પછી (10), વધારે (10), હશે (10), સામાજિક (10), સામાન્ય (10), જીવ (10), આજ્ઞા (10), જ્ઞાની (10), નિંદા (10), ઈચ્છા (10), કરશો (10), મુક્ત (10), દૂર (10), વાસના (10), હૃદય (10), પ્રમાદ (10), સંબંધ (10), વગર (10), મળે (10), રાત્રી (10), સારા (10), બોલો (10), વિચારો (10), સ્નાન (10), ખોરાક (10), minute (9), uncategorized (9), નીલમ (9), દુનિયામાં (9), કેમ (9), તું (9), એની (9), ગયો (9), સાચી (9), જોઈ (9), હતી (9), બંને (9), દરેક (9), એવું (9), બોલવું (9), હકીકત (9), ભોજન (9), જેમ (9), કોઈને (9), થશે (9), મતલબ (9), શબ્દનો (9), shall (9), તમારા (9), મનમાં (9), રાખવું (9), સાહસ (9), મેં (8), એનું (8), તમને (8), સુધી (8), દ્વારા (8), રાખવી (8), બીજા (8), પત્ની (8), સ્તુતિ (8), હતું (8), અસત્ય (8), યોગ (8), જશે (8), રહી (8), માણસ (8), કોઈપણ (8), અહંકાર (8), નું (8), જરૂર (8), એવો (8), લોકોને (8), માર્ગ (8), પ્રાપ્તિ (8), આત્મા (8), વ્રત (8), દુઃખ (8), શારીરિક (8), કોણ (8), વ્યક્તિને (8), અત્રે (8), અનંત (8), આકર્ષણ (8), તેમજ (8), સ્ત્રીને (8), વાતચીત (8), દિવસ (8), what (8), સાહેબ (8), કરનાર (7), મારે (7), માનવી (7), કરવાનો (7), અપવિત્ર (7), એમાં (7), વાક્ય (7), આપણી (7), આજે (7), યોગ્ય (7), ખરાબ (7), હોવી (7), for (7), પ્રશંસા (7), કરવાનું (7), ખોટું (7), જીવવું (7), થકી (7), શાંતિ (7), પરિણામ (7), આહાર (7), સમય (7), આત્મ (7), તેવા (7), માયા (7), શ્રદ્ધા (7), સાચા (7), વીતરાગ (7), રાખવો (7), all (7), મારો (7), બાર (7), લેવો (7), દ્રવ્યો (7), સારું (7), તેવી (7), લેવા (7), વચનો (7), પ્રિય (7), શુદ્ધ (7), કેસ (7), have (6), સુરત (6), જગતમાં (6), યાદ (6), છોડી (6), 2018 (6), કરીએ (6), વિહંગ (6), 2021 (6), જેવા (6), તંદુરસ્તી (6), જવાય (6), રાખું (6), ધારણ (6), પ્રકારના (6), આપવું (6), ગંભીર (6), પડી (6), એમને (6), કશું (6), કલ્પના (6), that (6), કહેવામાં (6), free (6), લોભ (6), માંસાહાર (6), પરમાત્માની (6), વાણી (6), તેને (6), સ્વ (6), ગુરુ (6), સન્માન (6), પરમાત્મા (6), સ્વરૂપ (6), પદાર્થો (6), સેવન (6), ધ્યાને (6), મારા (6), મનને (6), નિર્દોષ (6), આપી (6), પ્રકારની (6), કોઈની (6), થયો (6), ખરું (6), should (6), કરીને (6), પુરુષો (6), પાણી (6), રોગો (6), સાફ (6), કહી (6), સમયસર (6), સાહેબે (6), ઉમાકાંતને (6), ભાઈને (6), ઉમાકાંતે (6), jayeshvardhman (5), કર્યો (5), જુલાઇ (5), રચના (5), નજર (5), કહેતા (5), જાણ (5), ચાલો (5), ગમતા (5), થોડા (5), જેવો (5), આધ્યાત્મિક (5), પહેરવા (5), આપે (5), ગંદા (5), વાસ (5), રોગ (5), શરીરના (5), ભૂલી (5), મુજબ (5), રાખવા (5), અભિમાન (5), એમની (5), હોવા (5), શરીરને (5), don (5), આવું (5), ઉપર (5), માન (5), ચાલુ (5), નુકસાન (5), એટલો (5), જેની (5), આપું (5), બનવું (5), પામવા (5), any (5), are (5), રાખી (5), સિવાય (5), કર્મ (5), સંયમ (5), person (5), આધિ (5), વ્યાધિ (5), ઉપાધિ (5), બનો (5), worldly (5), ઉપવાસ (5), જવું (5), body (5), વખાણ (5), અસ્તિત્વ (5), તેમ (5), સાચું (5), અથવા (5), વાર્તા (5), વર્તન (5), સારી (5), આચરણ (5), ભક્તિ (5), ભગવાન (5), જ્ઞાનની (5), સ્વયંબુદ્ધ (5), ચાર (5), god (5), માન્યતા (5), મોક્ષપદ (5), સાધુ (5), ભાખું (5), ક્યારે (5), અન્યોને (5), પદાર્થોનું (5), માનસિક (5), સમભાવ (5), મનની (5), અહીં (5), સુંદર (5), કલ્યાણ (5), નિયમ (5), સર્વ (5), તકરાર (5), તેઓ (5), લેવી (5), પહેલા (5), ક્રિયા (5), સંપૂર્ણ (5), સંસારી (5), અન્યની (5), અંગ (5), અપેક્ષા (5), ક્યાંથી (5), મારું (5), કદાચ (5), ભૂલો (5), ઉચ્ચ (5), stay (5), નાં (5), લગ્ન (5), શૃંગારી (5), પડતું (5), sexual (5), વગેરેથી (5), પવિત્ર (5), સ્ત્રીએ (5), પુરુષ (5), બિનજરૂરી (5), નિરીક્ષણ (5), ગૃહસ્થે (5), વિધવા (5), સબંધ (5), પરપત્ની (5), આર્થિક (5), શુકલ (5), આળસ (5), સંગ (5), પેલી (5), ફોન (5), તળાવ (5), રમણભાઈ (5), પરણનાર (5), this (4), wordpress (4), com (4), અરે (4), મોટો (4), કેવી (4), ૨૦૧૮ (4), અજાણ (4), ભણેલો (4), તર્ક (4), વિશ્વાસ (4), સાંભળી (4), રહ્યા (4), સમજી (4), પેલા (4), આવશે (4), જાતે (4), કપડું (4), wear (4), clothes (4), ઉપરાંત (4), જતા (4), પરિણામે (4), દેખાય (4), સ્થળોમાં (4), dress (4), સ્થાપિત (4), સાધુઓ (4), one (4), પ્રમાણે (4), મર્યાદા (4), અમુક (4), પ્રવેશ (4), માત્ર (4), મેળવવા (4), આવેલ (4), ચાલે (4), હાવભાવ (4), જેટલો (4), who (4), ઉતાવળે (4), ફરીથી (4), માનું (4), મદદરૂપ (4), them (4), કર્મોનો (4), મોક્ષ (4), soul (4), છતાં (4), સાચો (4), people (4), self (4), પ્રમાણ (4), વડે (4), heart (4), મેળવી (4), આત્માને (4), you (4), થવું (4), બહાર (4), સંસારમાં (4), દુઃખનું (4), ઉપાધિથી (4), જગ્યાએ (4), જેવું (4), હૃદયમાં (4), ટીકા (4), શકતા (4), પોતાને (4), હોઈ (4), બધા (4), દલીલો (4), ધર્મનું (4), વિરુદ્ધનું (4), ધર્મનો (4), માંગે (4), વિકાર (4), જીવે (4), હવે (4), પૂજા (4), રહેતા (4), કર્મો (4), but (4), પામે (4), જેથી (4), બિન (4), ભેદ (4), ભાગ (4), આવ્યા (4), દુષિત (4), આપવા (4), તરીકે (4), કરવાની (4), diabetes (4), થતા (4), ભોગવવાના (4), સૌંદર્ય (4), પાંચ (4), take (4), બેઠેલા (4), પોતાનો (4), શાંતિથી (4), રાખો (4), એકાંતમાં (4), સમાજમાં (4), સ્વાર્થપણે (4), વિહાર (4), મદદ (4), ઘણી (4), અહી (4), લાલચ (4), લાવી (4), કરશે (4), ધીરે (4), પાળવા (4), લેખક (4), પતિ (4), એકલા (4), ખાસ (4), સ્ત્રીઓને (4), જોવું (4), હાસ્ય (4), કરતી (4), સમાન (4), નિયમિત (4), દાંત (4), વચ્ચે (4), passion (4), વ્યક્તિની (4), ટૂંકી (4), ઉભો (4), અનૈતિક (4), વ્યભિચાર (4), કાબુમાં (4), મરતા (4), સંજોગો (4), શરૂઆત (4), સામાવાળાને (4), સ્થિતિ (4), સંસારની (4), attachment (4), બાબતો (4), truth (4), મહાનીતિ (4), મધર્સ (4), ઉમાકાંત (4), શહેરમાં (4), કાલ્પનિક (4), જાણ્યા (4), નામ (3), રહ્યું (3), બહેન (3), સ્થાન (3), તારું (3), સંસ્કાર (3), હંમેશ (3), વિધવાએ (3), મરી (3), બદલી (3), ભાષામાં (3), મીઠા (3), ઝગડા (3), થોડી (3), મહીને (3), ભૂખ્યા (3), માનવીને (3), ફરિયાદ (3), સમસ્યાઓ (3), ઊનના (3), કરનારા (3), પરથી (3), રક્ષણ (3), કપડા (3), કોઈના (3), વાપરે (3), વસ્તુ (3), ફેલાય (3), ફેલાવે (3), આજકાલ (3), સમાજ (3), સંહિતા (3), own (3), વાતાવરણ (3), ભંગ (3), મળશે (3), અમે (3), મેળવ્યો (3), અલગ (3), coquetry (3), while (3), ચાલવાથી (3), વૈજ્ઞાનિક (3), ફરક (3), સમજો (3), વાંધો (3), નીચે (3), દોષ (3), સમભાવથી (3), વર્તવું (3), ધર્મના (3), માર્ગે (3), your (3), મિથ્યા (3), their (3), false (3), જન્મ (3), એમના (3), પૂર્ણ (3), ધર્મની (3), ક્ષય (3), બનશે (3), વેરભાવ (3), ધરાવનાર (3), ગુણ (3), praise (3), લોકોનું (3), બંધ (3), wise (3), લોક (3), અહિત (3), સ્વાર્થ (3), about (3), always (3), જગત (3), વિપરીત (3), અન્યને (3), ઉભા (3), રજુ (3), control (3), નવા (3), બનાવે (3), સતત (3), અનુભવ (3), માનવ (3), રાખતા (3), પામી (3), meat (3), બીજું (3), દયા (3), હિંસા (3), દરેકને (3), જોનાર (3), બધું (3), હોવું (3), બધી (3), તેવો (3), કર્યું (3), શાસ્ત્રો (3), જીવવાની (3), કળા (3), પસાર (3), પરંતુ (3), આંતરિક (3), ચિત્તની (3), અરિહંત (3), કહું (3), erudite (3), હોવો (3), આપવી (3), પ્રત્યેક (3), જેઓ (3), મોહનીય (3), think (3), when (3), ભાવના (3), સમજવા (3), શ્રાવકના (3), વ્રતમાં (3), તૈયાર (3), સહારો (3), તમારું (3), નશીલા (3), આવતા (3), થવા (3), કારણો (3), શરીરમાં (3), અસર (3), તંદુરસ્ત (3), ભોગવવું (3), વ્યભિચારી (3), ભોગવી (3), સૃષ્ટિ (3), ઇન્દ્રિયો (3), જીભ (3), પસંદ (3), ask (3), vow (3), જીવહિંસા (3), શબ્દો (3), બીજાઓને (3), રહેશો (3), હોતા (3), નિર્ણય (3), વ્યક્તિઓ (3), સંયમમાં (3), જેનો (3), દુખી (3), સત્તા (3), ફક્ત (3), કરીશ (3), નિયંત્રણ (3), જવાનું (3), પોતાનું (3), પ્રગટ (3), આપો (3), ઉપદેશ (3), હોતી (3), મૃત્યુ (3), નિંદાથી (3), આપની (3), જઈશું (3), follow (3), ચારિત્ર્ય (3), હમેશા (3), કામેચ્છા (3), થતો (3), સહવાસ (3), મિત્રો (3), હસીને (3), વિચારોને (3), નકારાત્મક (3), કટાક્ષ (3), water (3), ઘટે (3), વીર્યનો (3), વ્યાઘાત (3), જેનાથી (3), pleasure (3), જોઈને (3), અગર (3), શરીરમાંથી (3), ગંદુ (3), મર્યાદિત (3), ઓછું (3), સુગંધી (3), જુદા (3), વ્યક્તિમાં (3), ભ્રમરવૃત્તિ (3), શક્તિ (3), ગવાય (3), એકાંત (3), રહેતો (3), અન્યોની (3), દેવી (3), વિધાન (3), કાયા (3), mind (3), recklessly (3), અશુદ્ધ (3), થવાનું (3), બોલવા (3), કાયાના (3), વેશ્યા (3), કુમારી (3), કુંવારી (3), લેવાય (3), આડકતરી (3), માતા (3), કામોત્તેજક (3), પત્નીને (3), life (3), પ્રતિજ્ઞાનું (3), ભાવથી (3), time (3), right (3), સફળ (3), લેવું (3), સઘળી (3), બેસવું (3), ગંભીરતા (3), સમયે (3), તત્વધર્મ (3), સર્વજ્ઞ (3), etc (3), કાર્યશક્તિ (3), લેવાતા (3), બ્રહ્મચર્ય (3), જીત્યો (3), તળેટીમાં (3), કુદરતના (3), આવ્યો (3), ભૂલ (3), ઉચ્ચારવું (3), ગાળો (3), થયા (3), ખાનદાન (3), દીધું (3), તમારો (3), હાજર (3), ઉમાકાંતના (3), વહુ (3), કિનારે (3), ડોસી (3), વૃદ્ધ (3), વરરાજાને (3), site (2), required (2), reader (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), blog (2), પોસ્ટસ (2), ભગવાને (2), આવવા (2), સિંચન (2), પ્રેમ (2), કરુણા (2), દેવ (2), મૂકી (2), એકલો (2), એકલી (2), ચાલી (2), રૂપ (2), શરમ (2), જાણપિછાણ (2), આગવી (2), પિછાન (2), સમસ્યાઓથી (2), સમાજથી (2), તહેવારની (2), વહેવારની (2), અભણ (2), જોઇને (2), રોજે (2), મળીને (2), આવો (2), જીવનનો (2), થયેલા (2), સમજાય (2), દિવસે (2), નક્કી (2), બિચારા (2), માનવીની (2), સમજે (2), માંગતા (2), એનાથી (2), જોયા (2), ફરી (2), અંત (2), મેળવે (2), હવા (2), બનેલા (2), try (2), પહેરું (2), પહેરેલા (2), ચીજ (2), ગંદકી (2), વાપરવા (2), ટ્રાય (2), કેટલાય (2), મહિના (2), ગંદી (2), ચપોચપ (2), લેવામાં (2), તકલીફ (2), બગડે (2), ખુલ્લા (2), પાડે (2), સ્પષ્ટ (2), ઢાંકવા (2), દેખાવ (2), જતી (2), વખતે (2), ફેશનના (2), વાળ (2), પુરુષોને (2), લક્ષમાં (2), રાખીને (2), લખવામાં (2), આવ્યું (2), વાળની (2), લંબાઈ (2), પુરુષોએ (2), શિષ્ટાચારની (2), અનુસાર (2), hair (2), keep (2), નવી (2), શરીરનું (2), મુજબના (2), ઓળખી (2), જાણી (2), ઉચ્છૃંખલ (2), કામે (2), સંસ્કૃતિ (2), નીતિનિયમ (2), code (2), પહેરે (2), સાન (2), પરત (2), મંદિર (2), જોવા (2), short (2), trousers (2), પહેરીને (2), પ્રદર્શિત (2), ક્યાંક (2), મોટું (2), ગતિ (2), ખૂબ (2), ચાલવું (2), મૂળ (2), ઉતાવળથી (2), they (2), ચાલવાની (2), ઉપરોક્ત (2), વાંચો (2), left (2), blank (2), ઓછા (2), respect (2), માતાપિતાની (2), બદલો (2), આપ્યો (2), શુભ (2), ઈચ્છાઓ (2), way (2), માતાપિતાને (2), સમ્યક (2), વેરનું (2), anyone (2), જ્ઞાનીને (2), દુશ્મન (2), હોતો (2), રાખે (2), also (2), જ્ઞાનીની (2), સરસ (2), can (2), condemn (2), most (2), મૂર્ખ (2), નુકસાનકારક (2), there (2), lot (2), public (2), interest (2), અર્થાત (2), સર્જનહાર (2), ફાયદા (2), વ્યવહારમાં (2), ગયું (2), ગુનો (2), ગુના (2), નીતિમય (2), શુક્લ (2), મનોરથ (2), પરાયણ (2), desire (2), માંથી (2), થાવ (2), committed (2), troubles (2), ત્રણ (2), તીવ્ર (2), વાસનાના (2), વિજય (2), માંસાદિક (2), eat (2), આરોગવામાં (2), આવતો (2), મનુષ્યો (2), કુદરતી (2), act (2), કાર્ય (2), indulge (2), પતન (2), શીખો (2), અજ્ઞાન (2), પક્ષને (2), આરાધું (2), love (2), those (2), અભાવ (2), પૂરતું (2), એકપક્ષી (2), મતભેદ (2), સમર્થન (2), સમજનાર (2), મતભેદો (2), રહેવાના (2), વિશ્વનું (2), અનાદિઅનંત (2), જાણવાની (2), સતર્ક (2), દાખલા (2), વસ્તુને (2), દ્રષ્ટિએ (2), ખરી (2), વાદ (2), સત્યનો (2), actions (2), conduct (2), મેળવવું (2), જીવવા (2), દેવા (2), નિર્મળ (2), અંદર (2), લોકોની (2), other (2), સિદ્ધાંતોનું (2), માયાવીને (2), વિદ્વાન (2), પૈસા (2), છેતરપિંડી (2), scholars (2), અર્થે (2), વિદ્વાનોને (2), ઉત્તમ (2), અગાઉ (2), વૃત્તિ (2), દશામાં (2), પરમાત્માને (2), પરમાત્માના (2), અંગેની (2), જેઓએ (2), each (2), પ્રવર્તમાન (2), jainism (2), does (2), believe (2), creator (2), universe (2), perfect (2), state (2), અવશ્ય (2), સમજવું (2), કોઈએ (2), મિટે (2), ચાહે (2), ડહાપણ (2), છૂટી (2), કહેલું (2), અતિથિ (2), કરેલા (2), ઘરે (2), દાન (2), say (2), others (2), મુખ્ય (2), સિદ્ધાંત (2), વાસ્તવિકતા (2), કહીએ (2), દિલને (2), જુઠ (2), નશો (2), સેવું (2), consume (2), માદક (2), પદાર્થોને (2), આદત (2), આનંદ (2), બરબાદ (2), food (2), before (2), ઉપયોગમાં (2), લેવાયેલ (2), ટાઈપ (2), ડાયાબીટીસ (2), જવાબદાર (2), વધુમાં (2), એસીડ (2), માર્ગમાં (2), ભોજનનો (2), જીવનના (2), કર્મનું (2), જોઈતું (2), સંજોગોમાં (2), nature (2), કાન (2), આંખ (2), સુગંધ (2), થતું (2), રાગનું (2), અપથ્ય (2), someone (2), તમારામાં (2), untrue (2), કરાવવા (2), પ્રકારે (2), સલાહ (2), પાપી (2), અંતે (2), ગણાય (2), ચોરી (2), કલહ (2), ચાડી (2), તથા (2), વગેરેના (2), તેના (2), બંધાય (2), મનાય (2), જોગ (2), પાપનું (2), અધિકારી (2), નિવૃત્તિ (2), માનવામાં (2), statement (2), ક્રોધના (2), દ્વાર (2), ઉપાય (2), ક્રોધિત (2), નમ્રતાથી (2), અટકાવે (2), ઉદ્ધત (2), અહંકારી (2), સાબિત (2), કરતો (2), ઉગ્ર (2), આપતા (2), ક્રોધને (2), જેવી (2), મુકે (2), આદિ (2), જેમને (2), પુનઃ (2), મરણ (2), ત્રસ (2), સ્થાવર (2), પાત્ર (2), તેમને (2), વિચરું (2), religion (2), its (2), માટેનું (2), અપાર (2), તત્વનું (2), રંગે (2), રંગાયેલો (2), નિહાળતો (2), આકર્ષક (2), બનાવવા (2), ટીકી (2), આપના (2), ઉપાંગ (2), ચેન (2), ચાળા (2), વાપરો (2), અત્તર (2), જીવને (2), મોહભાવ (2), અભ્યાસ (2), કારણોસર (2), મુસાફરી (2), પોતાનાથી (2), કરેલ (2), દ્રષ્ટિ (2), આપણું (2), પદાર્થ (2), હેતુ (2), અન્યોના (2), પ્રસંશા (2), સદગુણો (2), દોષમુક્ત (2), ત્રાસ (2), વિરુદ્ધ (2), ભલે (2), afraid (2), નકામું (2), કાલે (2), આવવાનું (2), એમનામાં (2), પરિવર્તન (2), આલોચના (2), નજીક (2), જોઇએ (2), great (2), મહાપુરુષો (2), રહું (2), place (2), સ્થાનો (2), પશુઓ (2), ચેષ્ટાઓ (2), નજીકમાં (2), અશ્લીલતા (2), દંપતી (2), લાગુ (2), દંપતીએ (2), નીરખું (2), આકર્ષે (2), સ્ત્રીના (2), ઉપાંગને (2), અંગો (2), ધારી (2), woman (2), વિષયભોગ (2), અભિવ્યક્તિ (2), વાસનાની (2), ત્રાંસી (2), નજરે (2), જોવાનું (2), બતાવે (2), શીખવું (2), જળપાન (2), ટૂંકા (2), સમયગાળામાં (2), પીવાથી (2), લોહીનું (2), salt (2), અવિચારી (2), વોટર (2), પાણીનો (2), અતિશય (2), ઝેર (2), જાતિય (2), હસ્તમૈથુન (2), જોવાને (2), ઉત્તેજના (2), આથી (2), વિષયને (2), કક્ષાના (2), પ્રભાવિત (2), ભીખ (2), ભાન (2), નીતિ (2), મંજન (2), bath (2), દ્રષ્ટીએ (2), લાગતા (2), સુક્ષ્મ (2), ગંધ (2), રોકવા (2), સ્વચ્છ (2), વાપરું (2), પરફ્યુમ (2), કામની (2), આકર્ષવા (2), થવો (2), લઉં (2), લેવાની (2), નિયમિતતા (2), રોગોને (2), માફક (2), મીઠાઈ (2), નુકશાન (2), આરોગ્યને (2), જોવામાં (2), ચિંતવન (2), avoid (2), એકાગ્રતા (2), સ્તુતિનો (2), ભગવાનની (2), સામાવાળાના (2), સેવવું (2), પુરુષે (2), વિકાસ (2), મોહિત (2), દરમિયાન (2), હાવભાવથી (2), પામું (2), ઉપાંગોનું (2), પરનું (2), વ્યસ્ત (2), થું (2), ગૃહસ્થ (2), બિરાજમાન (2), મહાનુભાવો (2), ચંચળતા (2), use (2), કાર્યશીલ (2), મોટાભાગના (2), ક્ષમતા (2), વાસણમાં (2), મેળવવો (2), વિચારીને (2), renounce (2), used (2), combination (2), word (2), promise (2), બાંધી (2), વેશ્યાગમન (2), બાંધવો (2), બંધાવો (2), ભેગા (2), જણાય (2), adultery (2), શકતો (2), વસ્તુમાં (2), વૃત્તિને (2), મજબુત (2), મનથી (2), અફર (2), શબ્દોથી (2), પાળવી (2), વિચારવું (2), માત (2), આખો (2), ચોથું (2), સ્થૂલ (2), મૈથુન (2), વિરમણ (2), ભોગવવી (2), બનાવી (2), સિવાયના (2), સોગંદ (2), લીધું (2), પ્રવૃત્તિ (2), રાખતો (2), આપમેળે (2), બદલાઈ (2), કેવા (2), આંખો (2), લોકોના (2), કરશું (2), બરાબર (2), પ્રમાદને (2), સામાજીક (2), ધ્યેય (2), જાવ (2), પ્રકારનો (2), થશો (2), મહેનત (2), બુદ્ધિ (2), મળ્યો (2), વ્યક્તિએ (2), સટ્ટો (2), કહેવું (2), વિવેકી (2), politely (2), કેટલા (2), તેવું (2), વિવેક (2), ચતુરાઈથી (2), સભ્યતાપૂર્વક (2), વાતો (2), આખું (2), વૈરાગ્ય (2), માણસે (2), તિરસ્કાર (2), પ્રણીત (2), ગૃહાસ્થાશ્રમ (2), લક્ષ્મી (2), ધંધા (2), વિવાદ (2), સમાજની (2), તાણ (2), થતી (2), વિચારી (2), વિષે (2), નિદ્રા (2), travel (2), ઊંઘ (2), પત્નીસંગ (2), ત્યાગવો (2), કામવાસના (2), અસીમિત (2), relations (2), મહિનામાં (2), પાળવાની (2), દિવસો (2), જીતી (2), સંસાર (2), mating (2), season (2), સાધવો (2), find (2), ઠેર (2), ડુંગરની (2), સાનિધ્યમાં (2), મળવા (2), સવારે (2), ખના (2), મુશ્કેલ (2), compassionate (2), લાગણી (2), દુભાય (2), નોંધ (2), મૃત (2), નાલાયક (2), રાજકારણ (2), ઉમાકાંતનો (2), જોડે (2), ગંદો (2), ઇતિહાસ (2), બાકીના (2), આખા (2), બહુ (2), રડી (2), સગો (2), સ્વભાવ (2), રકમ (2), ભાઈની (2), પોલીસવાળા (2), મિત્રતા (2), બંધાઈ (2), એકદમ (2), સંપર્ક (2), કરાવી (2), હાથમાં (2), કોર્ટમાં (2), વાર્તામાં (2), શેઠ (2), શહેરના (2), દીધી (2), દીકરો (2), મજા (2), શેઠે (2), વિચાર્યું (2), લાગ્યા (2), આશરો (2), ડોસા (2), ડોસીને (2), પાસેના (2), શેઠાણી (2), થયું (2), બીમાર (2), દિવસથી (2), રહો (2), બુટની (2), દોરી (2), પગલાં (2), કેડમાં (2), બાળક (2), કન્યા (2), બન્યું (2), વાંક (2), તમાચો (2), કન્યાનો (2), બાપ (2), બંદૂક (2), પાછળ (2), સરપંચે (2), સ્ટેજ (2), ઉભેલી (2), gujarati (2), stories (2), poems (2), essays (2), શરૂ, design, like, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, view, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, account, log, now, sign, જૂની, ક્રમણિકા, માર્ચ, 2017, રોશનીએ, વોટ્સએપ, પોસ્ટ, મોકલી, સંદર્ભે, રચેલી, કૃતિ, ૨૦૧૭, જાણું, લેનાર, તુજનું, પુરવા, નહી, છોડ્યા, તેં, પથદર્શક, ગુમાવ્યો, સાથી, માર્ગદર્શક, ઉતારી, શીખ, પામ્યો, કહેતી, ઝઝૂમવા, અસંસ્કારીઓ, સંસ્કારનું, માળી, મુજને, નિસહાય, મમતા, રમે, નવો, અધ્યાય, શીખતા, નારાજ, પોતાનાને, મનાવતા, સમજાવવા, મૃદુ, કટુ, બીજાનો, સમજવાનો, ફરિયાદો, મળતા, નાંખ, ધાબા, બાળ, કપટી, શક્યું, વીસરભોળું, ચાલાકી, ભોળું, પવનથી, ઝૂલતું, લાગતો, સજડ, આકાર, ભાગ્યા, ચાડીકોની, સ્નેહતા, થોડું, ચણવા, ડરી, રહેલા, ચાડીકોને, ખેતરમાં, ઉભેલા, ચાડીકો, ફરીને, ફાયદો, દુઃખમાં, પાસ, સુખમાં, સુધારો, બાજી, લેશે, કાળજી, સાંભળશે, સમજશે, જીવનકલહ, દુષ્કર, રમેં, minutes, સાહિત્ય, શિયાળાના, પશુપાલન, ઘેંટા, ઉતારે, ત્યારપછી, carding, spinning, weaving, knitting, dyeing, પ્રક્રિયા, ઊનનું, રેસામાં, છિદ્રો, જેમાં, ભરાયેલી, અવાહક, શિયાળામાં, ઠંડી, woolen, બેક્ટેરિયા, સૂક્ષ્મ, પરસેવો, લાગવાથી, પરસેવાની, ધોયેલા, દર્દી, ટુવાલ, ચાદર, મૃતકના, ઢાંકવામાં, વાપરવાથી, દુર્ગંધ, ચામડીના, મોલમાં, ખરીદી, ટ્રાયલ, રૂમમાં, પૂજાની, જોડી, ધોતા, વાતાવરણમાં, unwashed, સજું, ચુસ્ત, પહેરવાથી, શ્વાસ, નમ્ર, શરમાળ, શાંત, ભાગોને, વળાંકો, curves, પહેરશે, પ્રદર્શન, સંસ્કારને, tight, શિસ્ત, લાંબા, લોચ, plucking, hand, long, વસ્ત્રનું, મોંઘા, બતાવવું, મુખ્યત્વે, ઓળખ, સાધુને, ઢાંકવું, માણસની, નમ્રતા, proud, મર્યાદાઓનો, તારણકુંડમાં, પહેરવાના, પહેરી, પ્રસંગમાં, ધંધાના, formal, business, casual, સમાજનો, વણલખ્યો, ધારણાઓ, ધારાધોરણો, બોર્ડ, પહેરનારને, સંસ્થાઓએ, લખવું, સમજતા, અમેરિકામાં, ફ્રાન્સિસ્કો, સ્થળો, રસ્તામાં, ચિનો, હિલ્સ, લોસ, એન્જેલસ, અમેરિકા, સ્થિત, સ્વામિનારાયણ, tee, shirt, પહેર્યા, મંદિરમાં, તરફથી, મૂકવામાં, ધોતી, સ્થળમાં, મર્યાદાવાળા, પ્રવેશવું, get, dressed, inappropriate, મરોડથી, અન્યોનું, ધ્યાન, આકર્ષિત, નખરાંબાજી, સરળ, ચેનચાળો, અંગ્રેજીમાં, flirtatious, behaviour, practised, વર્તણૂક, સંસ્કારી, exhibit, walking, જોસભેર, વેગમાં, અથડાઈ, દોડવીર, દોડે, આઘાત, પ્રત્યાઘાત, દોડવું, ક્રિયામાં, high, speed, ઉતાવળો, ઉતાવળ, સર્વનાશનું, ખુદને, ઉતાવળા, બાવરા, ધીરા, tumble, down, runs, fast, કામકાજમાં, પાડી, કસરતના, ભાગરૂપે, ચાલતા, હોવ, કુટેવ, જંતુ, હિંસાનો, move, quick, rushed, manner, સ્થાને, વર્તવા, સ્વસ્ત્રીમાં, રાગદ્વેષ, treat, spouse, partner, તેમની, આજ્ઞાનું, અધર્મયુક્ત, ગેરવ્યાજબી, અન્યાયી, obey, commands, રૂડી, વાટે, તેમનો, માતાપિતાએ, ઉપકાર, ઉપકારનો, વાળવા, ઈચ્છાને, honour, best, possible, મુક્તિવાટે, ચઢાવું, ચારિત્ર, યુક્ત, આરાધનામાં, સહાયરૂપ, વધવા, help, parents, salvation, વૈરભાવ, કોઈથી, મૈત્રીભાવ, કેળવો, વાવેતર, નાના, મોટા, ઝગડાનું, નિરાકરણ, લાવવું, ફાવે, વધારવા, hostile, વૈરીના, ગુણની, વ્યક્તિના, શીખવાનું, let, virtues, enemy, બેન્જામિન, ફ્રેન્કલીન, fool, criticize, complain, fools, મેળવવાના, સ્તોત્ર, denounce, prudent, પ્રણિત, અંગત, સાધવા, સમસ્ત, care, fact, cater, interests, eraldo, banovac, સ્વાર્થને, બાજુએ, લોકહિતની, વિચારીએ, harm, અસંભવિત, રહેશે, બનાવનાર, જગતનો, માનવા, કેટલીય, ચર્ચાસ્પદ, હકીકતો, તાર્કિક, વાસ્તવિક, અસંભવ, સંભવિત, મળતું, imagine, inconceivable, પ્રમાણથી, વાર્તાપૂર્તિ, સાધનોનો, પહોંચાડીશ, આચરી, પ્રમાણનો, abet, using, evidence, હૃદયને, purify, yoga, આસન, ધ્યાનના, સાધન, ત્રિવિધ, ઉજાગર, inner, peace, begins, moment, choose, allow, another, event, emotions, pema, chodron, પાર, પાડવા, devoted, fulfil, નીકળવાની, કશુંક, અત્યારે, dedicated, વ્યાકુળતાનો, તાપથી, મનોજ્ઞતા, become, mental, trouble, anxiety, disease, ત્રણે, વ્યાકુળ, disturbed, પરોવાયેલું, દુઃખનો, મનોજ્ઞ, agreable, તાપ, મુશ્કેલી, રહેનાર, સમજુ, તૃષ્ણાને, સમાવું, contain, craving, કામાદિક, તૃષ્ણા, પામવાની, વાસનાવૃત્તિ, ખાવા, પીવાની, સંભવે, હિંસાનું, સીધું, હિંસક, બનાવવામાં, માંસાહારમાં, ઈંડાનો, સમાવેશ, અભક્ષ્ય, માનવું, રહેવી, દયાથી, ભરપૂર, હિંસાથી, bad, human, humans, natural, vegetarians, consumption, harms, શાકાહારી, મનુષ્યોને, કૃત્યમાં, negligent, ધ્યાનપૂર્વક, બેદરકારી, વિતર્કમાં, વિતાવવો, કર્તવ્યની, ઉપેક્ષા, આત્મપ્રશંસા, ઈચ્છું, આત્મપ્રશંસાને, માનવીનું, સાંભળતા, feeling, profound, admiration, true, knowledge, જ્ઞાનનો, શીખવી, બાંધુ, create, unilateral, differences, એનેકાંતવાદ, એકને, દેખાતું, સમજાતું, જગતનું, વિસંવાદના, ગતિશીલ, સંવાદ, સ્થપાઈ, અટકી, મતમતાંતરો, જીજ્ઞાસા, કંઈ, સમજીએ, માની, લઈએ, સુતર્કયુક્ત, સુસંગત, એકથી, બાજુ, દર્શનનો, અનેકાંતવાદ, આંધળાઓ, હાથીની, પ્રસિદ્ધ, ઉદાહરણ, આંધળાએ, હાથીનું, વર્ણન, અનુભવસિદ્ધ
Text of the page (random words):
lood pressure મધુપ્રમેહ diabetes વગેરે મનમાં ઉદભાવતા વિચારોને કારણે છે જગતના ઝગડાઓ ખોટા વાદ વિવાદોના કારણે છે અને મારા મારી ખુન કતલ જીવહિંસા વગેરે આ કાયાના અવિચારી ઉપયોગને કારણે છે માટે હે જીવ મન વચન અને કાયા નો વિવેક્પુર્વક ઉપયોગ કરો નિરીક્ષણ કરું નહીં never watch શેનું નિરીક્ષણ નહીં કરવું એક ગૃહસ્થે સ્ત્રીના અંગો ઉપાંગોનું નિરીક્ષણ ના કરવું જોઈએ આમ કરવાથી મનમાં વિકારો પેદા થાય છે આ વિધાન મહદઅંશે પુરુષો માટે લખાયેલ હોય એમ લાગે છે પુરુષોનું પોતાના મન પરનું નિયંત્રણ ઓછું હોય છે સ્ત્રીને જોઈને એના મનમાં મોહ પેદા થાય છે અને એ સ્ત્રીને ટીકી ટીકીને જોવામાં વ્યસ્ત થઇ જાય છે ભાન ભૂલી જાય છે કે પોતે કોણ છે ક્યાં ઉભો છે અને પછી એ સ્ત્રીને પામવાના પ્રયત્નોમાં વ્યસ્ત થઇ જાય છે ક્યારેક એ પોતે સ્ત્રીને પામવા ઉદ્ધત અને આક્રમક થઇ જાય છે અને સામાજિક મર્યાદા ઓળંગી નાખે છે ખોટા ચેન ચાળા કરે છે આવી રીતે એ ભ્રમરવૃત્તિનો બની જાય છે આમ કરવામાં એ પોતે પોતાની સામાજિક પ્રતિષ્ઠા ખોઈ બેસે છે એના નામ પર લોકો થું થું કરે છે એ કુદરતી બાબત છે કે બે વિજાતીય વચ્ચે આકર્ષણ રહેલ છે પણ એનો મતલબ એમ નથી કે ગૃહસ્થ હંમેશા પરનારીના અંગ ઉપાંગોનું નિરીક્ષણ કરે અને એના મોહમાં ડૂબી જઈ પોતાનું કર્તવ્ય ભૂલી જાય સામાન્ય ભાષામાં આવા મોહાંધ લોકોને ચારિત્ર્યહીન કહેવાય છે ઘણા ઉચ્ચ આસને બિરાજમાન કરોડપતિ મહાનુભાવો ના મનમાં પણ આ પ્રકારની ચંચળતા હોય છે કેટલાક કપડા બદલી બનેલા સાધુઓની પણ આ જ પરિસ્થિતિ હોય છે ટૂંકમાં આ પ્રકારનું નિરીક્ષણ એ મોહ પેદા કરે છે અને તે આત્મ કલ્યાણના માર્ગમાં અવરોધ ઉભો કરે છે અને આ ભવમાં પણ નવી સમસ્યાઓ ઉભી કરે છે સ્ત્રીઓને પણ આ વિધાન લાગુ પડે છે હાવભાવથી મોહ પામું નહીં coquetry playful behavior intended to arouse sexual interest shall not affect me કોઈ વ્યક્તિ એવા હાવભાવ કરે કે ઈશારા કરે અને મોહિત કરવા પ્રયત્ન કરે તો પણ હું મોહ પામું નહીં મારા મનને વિચલિત થવા દઈશ નહીં સંસારમાં તો અનેક મોહ પમાડનારી વ્યક્તિઓ મને મળે પણ હું સંયમ રાખીશ વાતચીત કરું નહીં i shall not indulge in conversation with others આકર્ષણ વાતચીતના કારણે પણ પેદા થઇ શકે છે ક્યારેક એકબીજાને મોહિત કરવા અને આકર્ષવા વાતચીત કરવામાં આવે છે ક્યારેક વાતચીત દ્વારા અન્યોની ટીકા કે નિંદા પણ થઇ શકે છે ક્યારેક વાતચીત દરમિયાન ઉગ્ર બની જવાય અને અપશબ્દો બોલી જવાય આમ બિનજરૂરી વાતચીત રાગ અગર દ્વેષનું કારણ બને છે માટે બિનજરૂરી વાતચીત કરવી નહીં અન્યોની વાતચીતમાં દખલ દેવી નહીં કે સામેલ થવું નહીં અને ક્યારેક હોંશિયારીપૂર્વક બિનજરૂરી વાત ટાળતા શીખવું જોઈએ આમ બિનજરૂરી વાતચીત ઝગડાથી પણ બચાવે છે સત્સંગમાં પણ બિનજરૂરી વાતચીત કરવી નહીં આમ જીભ આંખ અને મનને સંયમમાં રાખવાનું કહેવામાં આવે છે એકાંતે રહું નહીં i shall not stay in a state of social isolation or shall not prefer seclusion જેનો પોતાની ઇન્દ્રિયો પર કાબુ નથી એવા લોકોએ એકાંત સેવવું નહીં એકાંતમાં પુરુષે અન્ય સ્ત્રી સાથે કે સ્ત્રીએ અન્ય પુરુષ સાથે રહેવું નહીં એકાંતમાં લોકલાજનો ભય રહેતો નથી અને એકાંતમાં માનવી મદમસ્ત બને છે આધ્યાત્મના વિકાસ માટે એકાંત જરુરી છે એકાંત એ સામાન્ય મનુષ્યો માટે ભયજનક છે સ્તુતિ કરું નહીં never adulate પ્રસંશા અને ખોટી પ્રશંસા એ બે વચ્ચેનો ભેદ છે સ્તુતિનો અર્થ પ્રશંસા છે ગુણગાન તારીફ કે વખાણ છે ભગવાનની ભક્તિ કરવા માટે જે ગીત ગવાય જે સ્તવન ગવાય જે ભજન ગવાય તે સ્તુતિનો એક પ્રકાર છે અને ભગવાનની સ્તુતિ કરવી એ સહજ છે પણ જ્યારે કોઈ વ્યક્તિની સ્તુતિ ખાસ કરીને ખોટી પ્રશંસા કરવામાં આવે ત્યારે જેની સ્તુતિ કરવામાં આવી રહી છે એવી વ્યક્તિમાં અભિમાન વધશે આમ આવી સ્તુતિ રાગનું કારણ બને અને સામાવાળાના પતનનું પણ કારણ બને માટે કોઈ વ્યક્તિની સ્તુતિ કરવી નહીં એના ખોટા વખાણ કરવા નહીં હા સાચી પ્રશંસા કરવી જ્યારે કોઈ વ્યક્તિ સમાજ માટે નિસ્વાર્થ કોઈ મોટું કામ કરે પ્રશંસા મર્યાદિત અને ટૂંકી હોવી જોઈએ ચિંતવન કરવું નહીં avoid deep thinking ખુબ જ ધ્યાનસ્થ થવાથી ખુબ જ એકાગ્રતા કેળવવાથી વ્યક્તિની ઈચ્છા શક્તિ વધે છે અને ક્યારેક ખોટી ઈચ્છાઓ થાય માટે દુઃખનું કારણ બને એવા વિષયો માટે ચિંતવન કરવું નહીં શૃંગાર વાંચું નહીં never read literature containing the sentiment of love lust passion and beauty શૃંગારરસ વાસનાને પ્રોત્સાહિત કરે છે અને અતૃપ્ત વાસના વ્યક્તિમાં ભ્રમરવૃત્તિ પેદા કરે છે અને આવી વ્યક્તિઓની નજરમાં કામ વાસનાનો કીડો ફરતો થઇ જાય છે સમાજમાં આવી વ્યક્તિને અભદ્ર વ્યક્તિ તરીકે જોવામાં આવે છે સજ્જનો આવી વ્યક્તિથી દુર રહે છે વિશેષ પ્રસાદ લઉં નહીં controlling food intake જરૂર કરતા વધુ આરોગવાથી આરોગ્યને નુકશાન થાય છે શરીર બેડોળ બને છે અને જુદા જુદા રોગો શરીરમાં પ્રવેશે છે માટે પુરતો પણ આરોગ્યને લાભદાયક ખોરાક લેવો જોઈએ સ્વાદિષ્ટ ભોજન લઉં નહીં never consume delicious meals તમે જે ખોરાક લો છો તે તમારી તંદુરસ્તી અંગે મોટો ભાગ ભજવે છે સારું શરીર જ સારું મન રાખી શકે શુદ્ધ અને સાત્વિક ખોરાક અને એવો ખોરાક લેવાની નિયમિતતા રોગોને અટકાવે છે જ્યારે અયોગ્ય ખોરાક અને ખોરાક લેવાની અનિયમિતતા રોગોને નોંતરે છે કીડનીનાં રોગો renal diseases ડાયાબીટીસ diabetes અને બીજા કેટલાક રોગો માટે ખોરાક પણ જવાબદાર છે માટે શરીરીને માફક આવે એવો ખોરાક લેવો જોઈએ બીજું વધુ પડતું ખાવાથી પણ તંદુરસ્તી બગડે છે મીઠાઈ અને તળેલા ફરસાણ શરીરને નુકશાન પહોંચાડી શકે છે માટે પ્રકૃતિ પ્રમાણેનો ખોરાક લેવો કોઈના આગ્રહને વશ થઇ શરીરને માફક ના આવે એવો ખોરાક લેવો જોઈએ નહીં મીઠાઈ વગેરે જો વધુ પ્રમાણમાં આરોગવામાં આવે તો શરીર માટે નુકશાનકારક છે સુગંધી દ્રવ્ય વાપરું નહીં never wear perfume સુગંધી દ્રવ્યો જેવાકે પરફ્યુમ અત્તર ફૂલ વગેરે ની માદક સુવાસ સામેવાળી વ્યક્તિને આકર્ષે છે અને એના ઉપયોગ થકી રાહત અને શાંતિ નો અનુભવ થાય છે એ દ્વારા રાગ અને કામની ઈચ્છા થાય છે સુગંધીને કારણે ફેર્મોન્સ pheromones નામના હાર્મોન્સ ઉત્તેજિત થઇ કામની ઉત્તેજના ફેલાવે છે અન્યોને આકર્ષવા માટે કેટલાક વિષયભોગી લોકો આવા દ્રવ્યો વાપરે છે જો અન્યોમાં આકર્ષણ પેદા કરવા માટે જ આવા દ્રવ્યોનો ઉપયોગ કરવાનો હોય તો તેવો ઉપયોગ ટાળવો જોઈએ પરંતુ ઘણાનાં શરીરમાંથી વિશિષ્ટ પ્રકારની ના ગમે તેવી વાસ આવતી હોય તો એવી વાસ દબાવવા માટે યોગ્ય ઉપચાર થવો જોઈએ મોટેભાગે પરફ્યુમમાં આલ્કોહોલનો ઉપયોગ થતો હોઈ કેટલાક ધર્મોમાં આ કારણે પરફ્યુમ નિષેધ હોઈ શકે સુગંધ અને યાદશક્તિ વચ્ચે પણ સંબંધ છે ગુલાબ અગરબત્તી વગેરેથી વાતાવરણ મનમોહક અને પવિત્ર બને છે માટે આવા દ્રવ્યો ધાર્મિક સ્થળોમાં વપરાય છે માટે સુગંધી દ્રવ્યો ફક્ત વાતાવરણ પવિત્ર બનાવવા વાપરવા જોઈએ સ્નાન મંજન કરું નહીં shall not take a bath and shall not do brush વૈજ્ઞાનિક દ્રષ્ટીએ રોજ સાબુથી સ્નાન કરવાથી શરીર પર લાગતા અતિ સુક્ષ્મ જીવો બેકટેરિયા વગેરે દુર થાય છે અને ચામડીનાં રોગો થતા નથી શરીર પરના પરસેવા અને બેકટેરિયાને કારણે શરીરમાંથી ગંધ કે વાસ આવે છે માટે એ દુર કરવાં સ્નાન જરૂરી છે સ્નાન તંદુરસ્તી માટે ખુબ જ જરૂરી છે એવી જ રીતે નિયમિત દાંત સાફ રાખવાથી દાંત અને મોં ના રોગો થતા નથી અને શરીર તંદુરસ્ત રહે છે ધાર્મિક રીતે વધુ પડતા પાણીના દુરુપયોગને રોકવા અને જીવહિંસા રોકવા કદાચ સ્નાન પર રોક લગાવી હશે પણ એનો મતલબ એમ નથી કે ગંદુ રહેવાનું જો શરીરને સાફ નહીં રાખીએ તો શરીર પર અનેક સુક્ષ્મ જીવો પેદા થશે અને તંદુરસ્તી બગાડશે અને શરીરમાંથી ગંધ આવવાનું ચાલુ થશે અને લોકો આવી બદબુથી દુર જશે માટે સ્વચ્છ તો રહેવું જ જોઈએ ગંદા મેલા અને ગંધાતા વસ્ત્રો પણ પહેરવા નાં જોઈએ જો દાંત સડી જશે તો તંદુરસ્તી બગડી જશે માટે શરીર અને દાંત ને સાફ રાખવા કદાચ અતિશય ઠંડા પ્રદેશમાં રોજ સ્નાન ના કરીએ તો ચાલે પણ સમયાંતરે તો સ્નાન કરવું જ પડે આ લેખક આ નીતિવાક્ય સ્નાન મંજન કરું નહીં સાથે સહમત નથી હા જૈન સાધુઓ સ્નાન કરતા નથી પણ તેઓ સ્વચ્છ રહે છે અને એ માટે યોગ્ય ઉપાય કરે છે મર્યાદિત પાણીનો ઉપયોગ કરી ચોખ્ખાઈ રાખવી ભીના કપડાથી પણ શરીર સાફ કરી શકાય જેને સ્પોન્જ બાથ sponge bath કહે છે અત્રે એ યાદ રાખવું જોઈએ કે જો દાંતના રોગ હશે તો હૃદય રોગ થશે અને આયુષ્ય ઓછું થશે પહેલાના લોકો દાતણ twigs વાપરતા હતા હવેના લોકો પીંછી toothbrush વાપરે છે ધાર્મિક વિધિઓ કરતાં પહેલા શરીર સ્નાન કરીને ચોખ્ખું કરવું જરૂરી છે ________________________ કોઈ વાક્ય નથી it is left blank વાચકે અત્રે વિરામ લઇ અગાઉનાં તેત્રીસ નીતિ વાક્યો પર વિચાર કરી અમલમાં મુકવાની કોશિશ કરવાની છે the reader has to pause here and should think over on above paragraphs and should try to follow them કામ વિષયને લલિત ભાવે યાચું નહીં i shall not request anyone to quench desire for sexual pleasure સુંદર વ્યક્તિને જોઈને અગર એના અંગ ઉપાંગ કે વાણી વર્તન જોઈને નિમ્ન કક્ષાના લોકોમાં કામેચ્છા પ્રગટે છે અને જો આવી ઈચ્છા પર કાબુ ના મેળવી શકાય તો એવી કામેચ્છાના ગુલામ બની કામ વાસના પોષવા માટે મજબુર બની વ્યક્તિ એક યાચકની જેમ એક ભિખારીની જેમ તે પોતે જેનાથી પ્રભાવિત થઇ છે એની પાસે પોતે શરીર સુખની ભીખ માંગે છે જીવનમાં હંમેશા કામેચ્છા પર કાબુ રાખવો એક ભિક્ષુકને જેમ આજુબાજુમાં કોણ છે એની પડેલી હોતી નથી તેવી જ રીતે કામ વાસનાની આગથી પીડિત પોતે ભાન સાન ભૂલી જાય છે વીર્યનો વ્યાઘાત કરું નહીં never masturbate માણસ પોતાની જાતિય ઉત્તેજનાના કારણે વીર્યનો વ્યાઘાત કરવા માટે હસ્તમૈથુન જેવી વિકારી ક્રિયાઓનો સહારો લે છે ખાસ કરીને કુંવારા યુવાનો અને એકલતા અનુભવતા પુરુષો સ્ત્રી આકર્ષણને કારણે કે મિત્રોની ખોટી સોબતને કારણે કે હલકા પ્રકારની ફિલ્મો કે ફોટા જોવાને કારણે કે ઈન્ટરનેટ પર અશ્લીલતા જોવાને કારણે જાતિય ઉત્તેજના અનુભવે છે અને આથી પોતે હસ્તમૈથુન કે અન્ય પ્રયોગથી વીર્યનો વ્યાઘાત કરે છે આમ આ ખરાબ આદત છે જેનાથી દુર રહેવું જોઈએ વધારે જળપાન કરું નહીં never ingest excessive water ટૂંકા સમયગાળામાં વધારે પડતું પાણી પીવાથી શરીરમાંનાં લોહીનું કદ વધે છે આમ આ વધારાનાં લોહીનું કદ હૃદય પર ભાર વધારે છે આ વધારાના પાણીને કારણે એને શુદ્ધ કરવા કિડનીએ પણ વધારે કામ કરવું પડે છે વધારે પડતું પાણી પીવાથી hyponatremia હાયપોનુટ્રીમીયું થાય છે આ કારણે લોહીમાં મીઠા salt નું પ્રમાણ ઘટે છે પરિણામે અનેક સમસ્યાઓ સર્જાય છે અને ક્યારેક ટૂંકા સમયગાળામાં પુષ્કળ પાણી પીનાર મૃત્યુ પણ પામી શકે છે આમ અવિચારી રીતે વધુ પડતું જળપાન કરવું જોઈએ નહીં ક્યારેક વધુ પડતું પાણી પીનારને water intoxication વોટર ઇન્ટોકસીકેશન or water poisoning વોટર પોઈઝનીંગ થાય છે પાણીનો અતિશય ઉપયોગ ઝેર સમાન છે કટાક્ષ દ્રષ્ટિથી સ્ત્રીને નીરખું નહીં never shot a woman an impatient side look ત્રાંસી નજરે કેમ જોવું પડે કેટલાક પુરુષો સ્ત્રીઓને જોવાનું ટાળી શકતા નથી કારણકે એમના વિચારો કામવાસનાથી ભરપુર હોય છે અને માટે જ ગમે ત્યાં ત્રાંસી નજરે સ્ત્રીઓનાં અંગ ઉપાંગને જોતા રહે છે આમ કટાક્ષ દ્રષ્ટિએ જોવું એ કામી કે વિષયી પુરુષોની નિશાની છે આમ કટાક્ષ દ્રષ્ટિ એ મોહભાવ બતાવે છે મનને સંયમમાં રાખતા શીખવું જોઈએ અન્ય સ્ત્રીઓમાં પોતાની મા બહેન જોવા પ્રયત્ન કરવો જોઈએ આમ વિચારવાથી કામ વાસનાના વિચારોથી મુક્તિ મળશે હસીને વાત કરું નહીં સ્ત્રીથી never smile while talking with a woman હાસ્ય એ ચહેરાના હાવભાવ છે હાસ્યએ દુનિયામાં કોઈપણ વ્યક્તિ સમજી શકે એવી વિચારોને આપ લે કરતી એક મુક ભાષા છે હાસ્ય એ એક સિગ્નલીંગ સિસ્ટમ છે હાસ્ય એ વિષયભોગ ઈચ્છા પ્રદર્શિત કરતી જાહેરાત છે હાસ્ય એ આકર્ષણ જમાવે છે બિન જરૂરી હાસ્યને નકારાત્મક અભિવ્યક્તિ તરીકે માનવામાં આવે છે અપરિચિતો સાથે હસીને વાત કરવી એ અસામાન્ય અને શંકાસ્પદ વર્તન ગણાય અને માટે જ અન્ય સ્ત્રીઓ સાથે હસીને વાત કરવી નહીં કારણકે એમાં કામ વાસનાની અભિવ્યક્તિ છે શૃંગારી વસ્ત્ર નીરખું નહીં never observe lustful attires આંખને આકર્ષે એવા વસ્ત્રો પર સર્વની નજર જાય છે શૃંગારી વસ્ત્રની મહત્તા સ્ત્રી એ વસ્ત્ર પહેરે એટલે વધી જાય છે સ્ત્રીના અંગ ઉપાંગને શૃંગારી વસ્ત્રો વધુ ધ્યાનાકર્ષક બનાવે છે અને સામાન્ય પુરુષો શૃંગારી વસ્ત્રો ધારણ કરનાર સ્ત્રીઓને અને આવી સ્ત્રીઓના અંગો ઉપાંગોને ધારી ધારી ને જોવાની લાલચ રોકી શકતા નહીં આમ શૃંગારી વસ્ત્રો મોહ અને વાસના પેદા કરતાં હોઈ સજ્જન પુરુષોએ તેમજ સાધુઓએ એવા વસ્ત્રો કે એવા વસ્ત્રો ધારણ કરનાર સ્ત્રી તરફ જોવું જોઈએ નહીં દંપતી સહવાસ સેવું નહીં never stay with a couple જ્યાં પતિ પત્ની એકલા રહેતા હોય એવી જગ્યાએ એમની સાથે રહેવું નહીં કારણકે એમનો સહવાસ અનેક પ્રકારના વિકાર મનમાં પેદા કરે છે ખાસ કરીને આ વાત યુવાનોને લાગુ પડે છે એકલા રહેતા દંપતીએ પણ દુરના સગાઓ કે મિત્રો ને પોતાને ત્યાં એકલા રાખવા નહીં ક્યારેક આવો સહવાસ લગ્ન જીવનમાં મુશ્કેલીઓ લાવી શકે મોહનીય સ્થાનકમાં રહું નહીં never stay in a place full of worldly temptation કામેચ્છાનાં વિચારો મનમાં લાવે એવા સ્થાનો એટલે મોહનીય સ્થાનો જ્યાં એકલી સ્ત્રી રહેતી હોય ત્યાં રહેવું નહીં જ્યાં પશુઓ રહેતા હોય ત્યાં નાં રહેવું કારણકે પશુઓની ચેષ્ટાઓ ક્યારેક કામેચ્છા પેદા કરે છે જ્યાં દેહનો વ્યાપાર થતો હોય તેવી જગ્યાની નજીકમાં પણ રહેવું નાં જોઈએ જ્યાં અશ્લીલતા હોય ત્યાં રહેવું નાં જોઈએ કારણકે આ બધી જગ્યાએ મન ભ્રમિત થઇ જાય મોહ પમાય અને કામ વાસના જાગી ઉઠે અને ખોટી બાબતોમાં ભટકી પડાય તેમ મહાપુરુષોએ પાળવું હું પાળવા પ્રયત્ની છું great people should follow i seek to follow them ઉપર કહેલ તમામ વચનો જે ઉચ્ચ ચારિત્ર્ય માટે જરૂરી છે તે તમામ વચનો મહાપુરુષો એ પાળવા જોઈએ મહાપુરુષ એટલે કોણ જેને ઉચ્ચ નૈતિક સામાજિક અને ધાર્મિક મૂલ્યો સાથે જીવન જીવવું છે એ તમામ મહાપુરુષો છે મહાનીતીના મૂળ લેખક કહે છે કે એ પોતે પણ આ તમામ વચનો પાળવા પ્રયત્નશીલ હતા એનો મતલબ એમ થયો કે આ તમામ વચનો પાળવા અઘરા તો છે જ અને હમેશા પ્રયત્ન રહેવો જ જોઈએ કે એનું પાલન થાય લોક નિંદાથી ડરું નહીં never be afraid of criticism જો કોઇ આપની નિંદા કરે કે ભૂલો શોધે તો તેને હકારાત્મક રુપમાં લઇએ અને પોતાની નબળાઇ દૂર કરીએ સાથે બીજાની નિંદાથી બચીએ નિંદા આલોચના ખોદણી કરનારી વ્યક્તિને હંમેશા પોતાની નજીક રાખવી જોઇએ તેના મુખેથી આપણી આલોચના સાંભળી આપણે આપણા સ્વભાવમાં પરિવર્તન લાવી શકીશું અને આપણામાં રહેલી ઉણપો દૂર થશે તમે જો સારા કામ કરશો તો પણ લોકો એમાં ભૂલો કાઢીને આપની નિંદા કરશે જ તમે ધર્મધ્યાન કરશો તો પણ લોકો એમાં ભૂલો કાઢશે અને ટીકા ટિપ્પણ કરશે માટે ક્યારેય લોક નિંદાથી ડરવું નહીં પણ આવી નિંદા સાંભળી આત્મનિરીક્ષણ કરી પોતાની ભૂલો સુધારી લેવા પ્રયત્ન કરવો આમ કરવાથી ધીરે ધીરે આપણે દોષ મુક્ત થઇ જઈશું મહાત્મા થઇ જઈશું અને આપણો આત્મા પણ શુદ્ધ બનશે રાજ્યભયથી ત્રાસું નહીં never be afraid of dread authorities સત્તા આગળ શાણપણ નકામું એવી કહેવત છે ક્યારેક સત્તાધીશો ભય ફેલાવે છે એવા હુકમો કરે કે ડર લાગે પણ એનો મતલબ એમ નથી કે આવા ડરામણા સત્તાધીશોના કારણે ધર્મ કે સત્ય છોડી દેવા પડે અડગ રહી સત્ય રજુ કરવું એ કર્તવ્ય છે ચાહે મોત આવે પણ સત્યનો સહારો ના છોડવો સત્ય અને ધર્મ સાથે જ હોય માટે સત્ય છોડવાથી ધર્મ છૂટી જ જાય છે સમાજમાં ઘણા લોકો એવા છે કે થોડી લાલચ કે લોભ કે ડરનાં કારણે સત્ય છોડી દેતા હોય છે આવા લોકો આ જગતમાં અપકીર્તિ પામે છે મૃત્યુ તો આજે નહીં તો કાલે આવવાનું જ છે તો પછી મોતનો ડર શા માટે અને જો સત્તાધીશોને પણ સત્યની જાણ થાય તો કદાચ એમનામાં પણ પરિવર્તન આવે અસત્ય ઉપદેશ આપું નહીં never give untrue advice રાજભય ડર ત્રાસ લોભ કે લાલચને કારણે પોતાની માન્યતા કે શ્રદ્ધા વિરુદ્ધ ઉપદેશ કે સલાહ આપવા નહીં તમે જ્યારે જુઠું બોલો છો ત્યારે ભલે દુનિયા નથી જાણતી હોતી પણ આપનો માંહ્યલો એટલે કે અંતરાત્મા તો હકીકત જાણતો જ હોય છે માટે પોતાના અંતરાત્માને છેતરવો નહીં અને સત્ય છોડવું નહીં ઉપરાંત અસત્ય ઉપદેશ આપવો નહીં ક્રિયા સદોષી કરું નહીં i shall not do faulty rituals દોષોને દુર કરવા માટે તો ક્રિયા કરવામાં આવે છે માટે જે ક્રિયા કરીએ તે દોષમુક્ત હોવી જોઈએ જે કોઈ તપ જપ વગેર કરવામાં આવે તે તમામ દોષમુક્ત હોવા જોઈએ ચાલશે એવા વિચાર સાથે દોષ સહિતની ક્રિયા કરવી એના કરતાં તે ના કરવી ઉત્તમ છે અહંપદ રાખું કે ભાખું નહીં do not be self conceited અભિમાની ના બનો અહંકારી ના બનો પોતાનું અભિમાન પ્રગટ ના કરો અન્યોના સદગુણોને પ્રસંશા કરો પોતાના સદગુણો ઢાંકો નાનામાં નાની વ્યક્તિને માન આપો દરેકને મદદરૂપ બનો સત્ય બોલો સમ્યક પ્રકારે વિશ્વ ભણી દ્રષ્ટિ કરું see the universe properly જ્યારે તમે આ અનંત વિશ્વને સારી રીતે સમજવા પ્રયત્ન કરશો તો એ હકીકત સામે આવશે કે આ જગત છે અનંત તારાઓ આકાશ ગંગાઓ અનંત જીવો અને અનંત પદાર્થો અનેક ગ્રહોથી બનેલ આ જગત પૂરું સમજી કે જાણી શકાય એમ નથી છતાં એવા આ જગતમાં આપણું પોતાનું એક અસ્તિત્વ છે જેમ અન્ય પદાર્થ અને જીવોનું અસ્તિત્વ છે એમ તમારું અસ્તિત્વ છે અને આ જગતમાં ઘણી બધી ચીજ વસ્તુઓ બદલાયા કરે છે માટે હે માનવી તું વિચાર કે હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું આ જીવનનો મારો હેતુ શું છે શું અહી મારું કશું છે ખરું સમય શું છે જીવ શું છે અને મારો આ જગતમાં શું હેતુ છે નિ સ્વાર્થપણે વિહાર કરું take a trip altruistically અનેક કારણોસર આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે પણ જ્યારે આવી રીતે બહાર જવાનું થાય ત્યારે માનવીએ કોઈપણ અપેક્ષા કે સ્વાર્થ સાથે આવી મુસાફરી ન કરવી જોઈએ નિ સ્વાર્થપણે મુસાફરી કરવી જોઈએ અને પોતાનાથી બનતી દરેક મદદ સહયાત્રી કે સહચરને કરવી જોઈએ મન અને હૃદય ખુલ્લા રાખવા જોઈએ અપેક્ષા એ દુઃખનું કારણ છે માટે ક્યારેય કોઈ પાસે અપેક્ષા ના રાખશો અને નિ સ્વાર્થપણે અને અપેક્ષા વગર કરેલ મદદ ક્યારેય વ્યર્થ જતી નથી માટે ઘરની બહાર નીકળતા જ હે માનવી તું નિ સ્વાર્થપણે આગળ વધ અન્યને મોહની ઉપજાવે એવો દેખાવ કરું નહીં the sex appeal is a factor in the way you dress જ્યારે આપ પોતે પોતાના વ્યક્તિત્વને આકર્ષક બનાવવા અને સામેવાળાને લોભાવવા એવા વસ્ત્રો અને આભુષણ પહેરો કે જે...
|