Meta tags:
description= વાંચન દ્વારા સર્જન -બેઠક;
Headings (most frequently used words):
share, this, વિસ્તૃતિ, જયશ્રી, પટેલ, ઓશો, દર્શન, રીટા, જાની, બેઠક, post, navigation, bethak, ને, ગમતાંનો, કરીએ, ગુલાલ, 46, ૫૧, શરદ, સાહિત્યનું, સમાપન, ૫૦, 45, ૪૯, 44, ૪૮, 43, ૪૭, વાંચન, દ્વારા, સર્જન, main, menu, રસોડાનો, ધ્વનિવૈભવ, archives, meta,
Text of the page (most frequently used words):
અને (128), નથી (77), કરી (61), માટે (53), opens (50), new (50), window (50), હોય (47), સાથે (45), share (40), તમે (38), ઓશો (31), હતી (30), કરો (30), તેને (28), પ્રેમ (26), પછી (26), હતો (26), કોઈ (26), જીવન (25), થાય (24), ભક્તિ (24), કહે (24), બેઠક (22), તેની (22), તેમને (22), હતું (22), email (21), posted (20), whatsapp (20), facebook (20), print (20), કહ્યું (20), આપણે (20), 2023 (19), february (18), આવી (18), પૂજા (18), તેઓ (18), ત્યાં (18), જાય (18), રીતે (18), દ્વારા (18), તેમના (18), મને (17), ત્યારે (17), ખૂબ (17), રહી (16), જ્યારે (16), તમારા (16), જશે (16), ધ્યાન (16), કરતા (16), વાત (16), રીટા (16), જાની (16), august (15), બની (15), મિત્રો (15), કરવા (15), તમારી (15), તેમની (15), reply (14), આવે (14), તેના (14), દિવસ (14), નહીં (14), એવી (14), છીએ (14), ક્રોધ (14), june (13), january (13), march (13), જરૂર (13), સુધી (13), સુંદર (13), કરીએ (13), શકે (13), જ્યાં (13), કંઈ (13), this (12), december (12), april (12), may (12), july (12), september (12), october (12), 2014 (12), 2015 (12), 2016 (12), 2017 (12), 2018 (12), 2019 (12), 2020 (12), 2021 (12), 2022 (12), જયશ્રી (12), પટેલ (12), પાસે (12), જોઈ (12), મૃત્યુ (12), મળે (12), બધું (12), તેથી (12), ધીરે (12), દર્શન (12), અનુભવ (12), મળશે (12), પરમાત્મા (12), પ્રાર્થના (12), loading (11), 2011 (11), november (11), થયું (11), અપર્ણા (11), હું (11), આવ્યો (11), બહાર (11), ગયું (11), પોતાના (11), ફરી (11), એટલે (11), 2012 (10), like (10), link (10), friend (10), અનુવાદ (10), શું (10), કરે (10), બીજા (10), નહિ (10), રહે (10), આનંદ (10), વિસ્તૃતિ (10), સર્જન (10), સંસાર (10), શ્રી (10), તેનો (9), અહીં (9), છતાં (9), કર્યા (9), એવું (9), જાણે (9), આજે (9), અમરનાથ (9), શક્તિનાથ (9), હતા (9), અપર્ણાએ (9), ગયા (9), છું (9), પસંદ (9), સંપૂર્ણ (9), ગયો (9), એકવાર (9), તેમણે (9), ક્યારેક (9), જેમ (9), પરંતુ (9), બને (9), પડે (9), શ્રદ્ધા (9), સ્વીકાર (9), અંતિમ (9), bethak (8), 2013 (8), ગુજરાતી (8), આપણા (8), જાણી (8), તેણે (8), રહ્યું (8), બંધ (8), હવે (8), આવ્યા (8), તમને (8), પિતા (8), હતાં (8), રહ્યાં (8), તેમાં (8), મારાં (8), લેખ (8), જીવનમાં (8), જીવનની (8), લોકો (8), શકાય (8), બધાં (8), પરમ (8), ભજન (8), પ્રત્યે (8), મારી (8), leave (7), હૃદય (7), પૂછ્યું (7), સામે (7), ઉપર (7), કારણ (7), આપી (7), આવતા (7), ત્રણ (7), વધુ (7), તેમ (7), પોતાની (7), જતાં (7), વિચાર (7), ગયાં (7), શબ્દોનું (7), ગદ્ય (7), જોઈએ (7), અંદર (7), ફક્ત (7), થશે (7), માત્ર (7), લાગે (7), જીવનનો (7), શરદબાબુ (7), શરદબાબુને (7), જગત (7), રહ્યા (7), લખી (7), wordpress (6), મંન્દિર (6), કર્યું (6), મહારાજ (6), લાગ્યા (6), કરતાં (6), સમજી (6), શીશી (6), તરફ (6), દૂર (6), પૂર્ણ (6), ફૂલ (6), મુક્તિ (6), અંતરમાં (6), રહ્યો (6), નામ (6), જીવનને (6), janirita2014 (6), tagged (6), નિબંધ (6), દેખાય (6), અર્થ (6), માર્ગે (6), આપણી (6), માર્ગ (6), આપે (6), પ્રાપ્ત (6), સૂત્રો (6), યાદ (6), ભાવ (6), લોકોને (6), સમગ્ર (6), વાતો (6), બહુ (6), ઈચ્છા (6), સમક્ષ (6), આવારા (6), જરૂરી (6), ક્ષણે (6), બનાવી (6), વાંચ્યા (6), લોભ (6), શરીર (6), થયો (6), મળી (5), વાર્તા (5), શરદચંદ્ર (5), જોઈને (5), અંતે (5), વગર (5), ભગવાન (5), મૂકી (5), આગળ (5), રડી (5), અત્તરની (5), લાગી (5), અપર્ણાને (5), ચાલી (5), મારા (5), કલકત્તા (5), લાગ્યું (5), માતા (5), મૃત્યુને (5), જેની (5), વાર (5), શરદ (5), વ્યક્ત (5), વિભાગ (5), આંખો (5), શાંતિ (5), મુક્ત (5), કરવાનું (5), જેવો (5), હાથમાં (5), બીજ (5), પરમાત્માને (5), અટકી (5), જન્મ (5), સ્થાન (5), ખીલે (5), અંતર્ગત (5), તેઓએ (5), દીધું (5), છોડી (5), સમયની (5), વાર્તાઓ (5), વગેરે (5), યાત્રા (5), હૃદયમાં (5), પ્રીત (5), દરેક (5), જાગૃત (5), બંગાળની (5), સાહિત્ય (5), પુસ્તક (5), ક્ષણ (5), રહો (5), કામ (5), જેવા (5), એની (5), મેં (4), મુખ્ય (4), સાર્થક (4), શકી (4), બતાવી (4), પ્રેમની (4), આવું (4), પોતે (4), દીધી (4), ખબર (4), પડી (4), મનમાં (4), દુઃખી (4), ઘરે (4), કહી (4), તેનાથી (4), મૃત્યું (4), પોતાનું (4), જોવા (4), શકો (4), જવાબ (4), એને (4), કેવી (4), રહેવા (4), પતિ (4), પડશે (4), સિવાય (4), ચિન્તન (4), આંખ (4), કરવાની (4), સ્વર્ગ (4), જેમાં (4), વિશ્રામ (4), ગુરુ (4), બુદ્ધિ (4), પહોંચી (4), સમાપ્ત (4), તેવું (4), અસ્તિત્વ (4), હશે (4), ઘણા (4), અવસ્થા (4), સુખ (4), દુઃખ (4), કેન્દ્ર (4), પરાકાષ્ઠા (4), ઓશોના (4), સૂત્ર (4), વિષય (4), shabdonusarjan (4), શરદબાબુની (4), લખ્યું (4), શરદબાબુએ (4), એમને (4), પ્રફુલ્લચંદ્ર (4), ખાસ (4), વિશ્વાસ (4), હસમુખ (4), દ્રષ્ટિ (4), સમાન (4), નાના (4), વસ્તુ (4), પરમાત્માનું (4), વિશે (4), ભક્તિના (4), વૃક્ષ (4), પ્રીતની (4), કવિ (4), હંમેશા (4), શરૂ (4), કોઈપણ (4), ગુરુવર્ય (4), ડોક્ટર (4), ભાઈ (4), બન્ને (4), રહેશે (4), પથેર (4), pragnaji (4), જીવે (4), વ્યક્તિ (4), વર્તમાન (4), કાર્ય (4), આપો (4), સાથ (4), કહેતા (4), તરસ (4), મધુર (4), ભીતર (4), ક્રિયાપદો (4), સાંબેલું (4), વલોણું (4), માટેની (4), content (3), log (3), uncategorized (3), અસ્તુ (3), મળ્યો (3), હિન્દી (3), વાંચતા (3), હૃદયને (3), અવગણના (3), જવાબદાર (3), પાપી (3), રાખી (3), આવવા (3), અચાનક (3), શક્તિનાથના (3), બન્યા (3), માથું (3), રડતી (3), પાછળ (3), લાવી (3), પ્રભુ (3), લાગ્યો (3), આથી (3), તબિયત (3), સારી (3), સ્વરૂપે (3), ચાલ્યો (3), આટલું (3), પાછા (3), તેનું (3), મોટા (3), બાજુ (3), રહેતો (3), દિવસે (3), તૈયાર (3), સારું (3), ખેલ (3), કારણે (3), લીધી (3), બોલ્યો (3), સ્વીકારી (3), તને (3), મીઠી (3), માની (3), મંદિર (3), વ્યવસ્થા (3), મૂર્તિ (3), અંશ (3), સ્પર્શી (3), replies (3), દ્વાર (3), દ્રશ્ય (3), પ્રગટ (3), મહિમા (3), માણસ (3), શાંતિથી (3), ધર્મ (3), એટલા (3), ગહન (3), અંકે (3), મનુષ્ય (3), અનેક (3), જાવ (3), મોક્ષ (3), વિપરીત (3), અહંકાર (3), થતાં (3), સંન્યાસ (3), ફલિત (3), જવાથી (3), પાર (3), તમારો (3), ખ્યાલ (3), રૂપાંતરણ (3), કરવો (3), પેદા (3), થતું (3), કંઈક (3), સમજાવતા (3), સંસારને (3), મૌન (3), જીવનનું (3), નિર્મિત (3), પરમાત્માની (3), સંઘર્ષ (3), પ્રત્યેક (3), જ્ઞાન (3), અંત (3), વિષયો (3), હોવા (3), કલમ (3), નહોતી (3), પ્રિય (3), વર્ષોથી (3), ગાંધીજી (3), નારી (3), મંદિરની (3), કર્યો (3), ત્યાગ (3), તેમનો (3), પ્રત્યેનો (3), વિદ્યાર્થી (3), સાહિત્યનો (3), ખાદી (3), આંદોલનમાં (3), છતાંય (3), દેશની (3), થોડા (3), સંગીત (3), વિધિ (3), દેહ (3), જગતમાં (3), યોગ (3), સમર્પણ (3), અનિવાર્ય (3), પરિણામ (3), ચિંતન (3), સ્વયંને (3), ભક્ત (3), એનું (3), એટલી (3), જેને (3), નાની (3), શુદ્ધ (3), સ્થિતિમાં (3), જશો (3), કળા (3), અથવા (3), ક્યારે (3), સેવા (3), માળા (3), કહેવાય (3), એમાં (3), સામાન્ય (3), આપ્યા (3), જોઈશું (3), દાર્શનિક (3), નવલકથા (3), કાયમ (3), ગમે (3), ત્યાંથી (3), શરદબાબુના (3), સતી (3), વાંચી (3), લખતા (3), અફીણ (3), કેટલું (3), કદી (3), નિરાશા (3), વચ્ચે (3), પત્ર (3), બાકી (3), રૂપે (3), કરનાર (3), ક્યારેય (3), થતો (3), ભૂલ (3), ક્યાં (3), ધ્યાનપૂર્વક (3), જાઓ (3), કેન્દ્રિત (3), બનાવો (3), રાખો (3), અલગ (3), જગ્યાએ (3), રાખીને (3), મૃત્યુની (3), જીવવાની (3), જાગે (3), મળ્યું (3), ખોવાઈ (3), પ્રતિષ્ઠા (3), ધ્યાનની (3), બનીને (3), લેખક (3), પરથી (3), ઓપરેશન (3), આમાકે (3), જેવું (3), ઘણું (3), સંતોષ (3), તેણી (3), વિષે (3), બંગાળી (3), નાનાં (3), તરીકે (3), બરાબર (3), નજર (3), કવિતા (3), ગુલાલ (3), સાધનો (3), ઉપકરણો (3), છરી (3), ઘંટી (3), ખાંડણિયો (3), ધારદાર (3), જેરણી (3), રસોડામાં (3), માટેનાં (3), રાવલ (3), આસ્વાદ (3), અહેવાલ (3), required (2), comments (2), sign (2), subscribed (2), subscribe (2), com (2), account (2), feed (2), older (2), posts (2), post (2), navigation (2), શરદચંદ્રની (2), ઓડિયો (2), કોઈની (2), સાંભળતા (2), અનુભવાય (2), અપર્ણાનું (2), સ્ત્રી (2), તેઓની (2), વાર્તાનાં (2), દીધાં (2), બોલ્યા (2), બ્રાહ્મણ (2), પુત્ર (2), પામ્યો (2), કોણ (2), સમાચાર (2), શક્તિનાથને (2), દશા (2), બોલી (2), થોડીવાર (2), ફેંકી (2), રજા (2), સખત (2), આવતો (2), કેમ (2), હિંમત (2), રેશમી (2), કપડાંમાં (2), કાઢી (2), સુગંધ (2), ભેટ (2), ધરી (2), વૈરાગ્ય (2), બંને (2), ભાળ (2), ભરાઈ (2), પૂજાપાઠ (2), થતા (2), થવા (2), સુગંધિત (2), આપવાની (2), ભાવથી (2), નવા (2), લીધો (2), મંન્દિરનાં (2), તેટલી (2), બિમાર (2), બ્રાહ્મણપુત્ર (2), છીનવી (2), જેવી (2), કરશો (2), ધ્યાનથી (2), કરતો (2), ખાવું (2), બીજી (2), નહોતો (2), જમીનદારને (2), સ્વયં (2), અપર્ણાનાં (2), ચડાવી (2), આપતા (2), આઘાત (2), પિતાએ (2), જવા (2), અમરનાથે (2), તેણીને (2), ફર્ક (2), પડ્યો (2), ચિત્ત (2), માનસિક (2), પકડી (2), ઘણાં (2), કાંઈ (2), રાત્રિ (2), ઘરની (2), માંગી (2), શૂન્ય (2), જતો (2), જીવવું (2), સરળ (2), સંસારી (2), વાતોથી (2), જાતને (2), પાઠ (2), લગ્ન (2), પિતાને (2), સર્વસ્વ (2), છોડીને (2), જવું (2), રડતાં (2), વચન (2), ચાર (2), તેણીએ (2), જવાની (2), લાગણી (2), થોડો (2), શકતી (2), ખુલી (2), જેથી (2), રાખવાનો (2), વિચારોથી (2), થયા (2), સત્ (2), સ્વયંના (2), બોલે (2), સત્યથી (2), સત્ય (2), ઓશોનું (2), જાણવા (2), મળીશું (2), અનંત (2), વિચારોની (2), આધુનિક (2), જુદી (2), વિક્ષિપ્ત (2), સિદ્ધિ (2), ખરું (2), ચાલે (2), કબીર (2), આપણને (2), વાસ્તવિક (2), મનનું (2), સાક્ષી (2), બીજું (2), મનની (2), વિરુદ્ધ (2), બધા (2), સૃષ્ટિ (2), પ્રસન્ન (2), સ્થિતિ (2), અપેક્ષા (2), સતેજ (2), પ્રતિધ્વનિ (2), નાવમાં (2), બુદ્ધ (2), રહસ્ય (2), મુશ્કેલ (2), નાદ (2), પરિવાર (2), પ્રેમના (2), કરવામાં (2), સાંત્વના (2), ગણિત (2), તર્ક (2), વધારે (2), ખુબ (2), નવી (2), પ્રવચન (2), ઓશોએ (2), પાંચ (2), સમજાય (2), પ્રભાવિત (2), ગંભીર (2), ચર્ચા (2), વખતે (2), કરીશું (2), અસ્તું (2), સૈનિકો (2), સ્ત્રીઓ (2), નીકળી (2), સ્વરાજ (2), લાગતું (2), મહેનત (2), મામા (2), સાત (2), નાંખી (2), પેપર (2), જગ્યા (2), બેસવા (2), રોયે (2), ચટ્ટોપાધ્યાય (2), દોડ્યા (2), જુઓ (2), બેસી (2), વર્ગ (2), રોય (2), માથા (2), મહાન (2), કાંતતા (2), વખાણ (2), રેંટિયા (2), એના (2), આંદોલન (2), સંક્ષેપમાં (2), મસીહાનો (2), શક્તિ (2), છુપાયેલી (2), વિરાટ (2), તીર્થ (2), આકાશ (2), બધી (2), બાહ્ય (2), સન્યાસ (2), માર્ગો (2), સુલભ (2), બોજો (2), લઈને (2), જીવંત (2), હૃદયના (2), અંગ (2), તમારું (2), અનુભવનું (2), પ્રેમથી (2), શ્રેષ્ઠતમ (2), ભક્તિનો (2), ઉપલબ્ધિ (2), પ્રશ્ન (2), કરવાથી (2), અવસ્થામાં (2), શ્વાસ (2), જેટલું (2), પ્રકાર (2), સ્નેહ (2), બનવા (2), ભલે (2), નિર્ભર (2), તીર્થયાત્રા (2), સાધના (2), પરિણામની (2), પ્રાર્થનામાં (2), મોટાભાગે (2), સાચી (2), શબ્દ (2), સમજ (2), કોઈએ (2), પરિક્રમા (2), થતી (2), ગીત (2), કેટલી (2), જિંદગી (2), મંઝિલ (2), ક્યાંક (2), જતા (2), રહેતી (2), પાપ (2), પુણ્ય (2), સંસારના (2), અંકથી (2), સાહિત્યના (2), કલા (2), શૈલીમાં (2), અત્યંત (2), સરસ (2), એટલો (2), પ્રવાહિત (2), અંશમાં (2), આધીન (2), તીવ્ર (2), વૈરાગી (2), તબિયતથી (2), હારી (2), આત્મકથા (2), સૂચન (2), શરદસાહિત્ય (2), આસપાસ (2), વિવિધ (2), હવા (2), ખાલી (2), આંધી (2), વિધવિધ (2), વાંચો (2), તેઓને (2), યુવકે (2), ફરીથી (2), સાહિત્યમાં (2), એમણે (2), અદ્ભૂત (2), ધનાઢ્ય (2), અમર (2), ઈશ્વર (2), નહોતું (2), મોટું (2), ચિંતા (2), ઉતાર (2), સમાધી (2), સમાવી (2), સૌજન્ય (2), લુપ્ત (2), જાણું (2), ઉત્તર (2), આપવા (2), પાના (2), નીચે (2), સમય (2), હપ્તામાં (2), છપાઈ (2), દાબી (2), નું (2), પૂરા (2), ઊભું (2), વિષ્ણુપ્રભાકરજીની (2), મસીહાને (2), ત્રણવાર (2), દવેજીને (2), પ્રકરણો (2), આનંદથી (2), આનંદનો (2), અસ્વીકાર (2), પરિસ્થિતિ (2), કાંટા (2), હજારો (2), નિશ્ચિત (2), બનો (2), જોશો (2), પ્રેમને (2), વધશે (2), દીવો (2), અવલોકનથી (2), વધે (2), ઉત્તરદાયિત્વ (2), પૂરેપૂરું (2), અતીત (2), પરિસ્થિતિનું (2), સમાધાન (2), અધિકાર (2), યોગ્યતા (2), થઈને (2), સમૃદ્ધ (2), સૂર્યોદય (2), જીવો (2), સંભાવના (2), ગણો (2), આવશે (2), તોફાન (2), શાંત (2), શકશે (2), એવો (2), વ્યર્થ (2), ભોજન (2), થવું (2), આપોઆપ (2), હજી (2), ધ્યાનનો (2), ઓશોની (2), દ્રષ્ટિએ (2), કિનારે (2), ઘણો (2), સફર (2), પ્રેમી (2), પારો (2), પાત્રો (2), દેવદાસ (2), નારીઓને (2), ખૂણે (2), ભૌતિક (2), પુરુષ (2), કલમને (2), વિદાય (2), દાઓ (2), અનુમતિ (2), કરું (2), નક્કી (2), પેટમાં (2), લાગતી (2), પક્ષી (2), મિત્ર (2), ખરાબ (2), એમનો (2), નમઃ (2), સાહિત્યકાર (2), બદલાતા (2), જવાનું (2), વધતી (2), ભણેલી (2), વાંચકો (2), રચતા (2), થયેલાં (2), સમયે (2), પ્રજ્ઞાબેન (2), એટલું (2), વાંચક (2), મુકવાની (2), કોશિશ (2), મારે (2), ઓળખતી (2), પરિચય (2), કરાવ્યો (2), ધૂમકેતુ (2), પ્રવેશી (2), આપણું (2), તરફની (2), લાગણીઓ (2), નકારાત્મક (2), હકારાત્મક (2), એનો (2), લોભથી (2), જ્યોતિ (2), લાગશે (2), આભાર (2), સ્વાદ (2), ઘંટડીઓ (2), શ્રેણી (2), ગુંજારવ (2), ધ્વનિ (2), ચૂક્યાં (2), આપણાં (2), લોકસાહિત્યમાં (2), કામગીરી (2), વહેલી (2), દેનારી (2), આપતી (2), છીણી (2), હથિયાર (2), દસ્તો (2), ખાંડણી (2), ખરલ (2), ઘંટલો (2), ખખડાટ (2), કયું (2), આખા (2), વિશેષ (2), રસોડા (2), સૌને (2), જુગલકિશોરભાઈ (2), ગમતાંનો (2), મેધાવિની (2), હેલી (2), રસાસ્વાદ (2), ૨૦૨૦ (2), વાંચન (2), skip (2), website, name, write, comment, collapse, bar, manage, subscriptions, view, site, reader, report, privacy, already, have, now, join, 286, other, subscribers, entries, create, meta, 2010, archives, aug, 2026, વાર્તાનો, મળતા, મૂક્યો, મહાઅનુભવોએ, કહેશો, દોઢસો, વર્ષ, જૂની, વાર્તાનું, નિરૂપણ, કરુણા, સભર, પ્રથમ, ક્રમાંકે, તરફનું, ઘેલું, ચટોપાધ્યાયે, શીર્ષક, આપીને, પુરુષોના, ઓળખી, કેવું, કરુણાંત, વાર્તામાં, સ્ત્રીની, નાસમજ, પ્રેમીઓની, પુરુષના, ભાવના, રાખનાર, યદુનાથ, બધો, સામાન, ભેગો, બિચારો, ઈલાજે, પામ્યું, મહારાજે, સાંભળ્યું, મધુસુદનનો, ઘડી, સ્તબ્ધ, આઘાતજનક, મહારાજના, પૂજાનાં, ઓરડાના, દરવાજા, જમીન, કરેલી, યદુનાથે, મનથી, મનોમન, ઊઠી, પછાડીને, સ્વસ્થ, દીધેલી, ફૂલોમાંથી, ઉપાડી, સસ્નેહથી, માથે, લગાડી, પ્રભુને, સ્વીકારજો, મહારાજને, રોક્યા, તાવ, નાહી, ધોઈને, દિવસથી, જમ્યો, શક્તિનાથે, જોડી, બાંધેલી, વળી, ગુસ્સે, પડેલા, સૂકા, વપરાયેલા, ફૂલોનાં, ઢગલામાં, જઈને, તમારાં, ધમકાવી, કાઢ્યો, જમીનદારના, પાછો, ગુસ્સો, ભર્યું, આંગળી, રસ્તો, દીધો, કાઢવા, મામાનો, દીકરો, લેવા, અપર્ણાની, મહિનામાં, ગેરહાજરીમાં, બ્રાહ્મણને, લીધાં, દિવસો, કલકત્તાથી, ફરતા, શક્યો, જીવતી, વાર્તાએ, વળાંક, પૂજારી, શક્તિનાથની, બુરાઈ, અરસામાં, મધુસૂદનનું, નરમ, દિલ, રોજી, રોટી, લેવાય, બોલાવી, આવડે, તેવી, સફેદ, વસ્ત્રો, રૂખા, વાળમાં, શોભતી, યુવતી, આકર્ષાયો, આપર્ણા, પુત્રનું, રાખવા, જમવું, પહેરવું, રંગ, રોગાન, કાર્યમાં, મસ્ત, મધુસૂદનના, પાઠના, વ્યવસાયમાં, બિલકુલ, માંદગીમાં, બીમાર, સોમનાથ, આગમનથી, ઠાઠ, માઠ, બદલાયા, નૈવેદ્ય, અગરબત્તીથી, ઓરડો, મહેંકી, ઉઠ્યો, મૂંઝાયો, પાન, ચોખા, સીધું, સામગ્રી, આવડતી, અમરનાથના, મૃત્યુથી, બંધનમાંથી, સાચેજ, ઇચ્છતી, રડ્યા, બેટા, મદનમોહન, તારી, રાહ, ચાલ, આકુળવ્યાકુળ, જલ્દી, જવાનો, નિર્ણય, સંભળાવ્યો, રોકાઈ, રોકાયો, નિર્લેપ, ભાવે, આખરે, અંદરથી, મુરઝાયેલો, અંતરમુખી, અભ્યાસમાં, કુંદમાં, મહિના, બાદ, વિટંબણા, નિરાશાને, માંદો, પથારી, પહોંચ્યા, કાંઈજ, ધરબી, સાજા, લીધું, એકી, નજરે, ગમી, આપ્યો, વાપરવા, વાળા, અમરનાથનું, તૂટી, અમરનાથની, માતાએ, જાણ્યું, એણે, બંનેને, દાટ, ફટકાર, રાત્રીએ, ક્ષમા, મારાથી, રિસાયા, પાડી, વિચાર્યું, રિસાયો, બધાથી, માંગતી, પત્નીનું, મનસ્ક, વર્તન, અકળાઈ, જીવ, ડબ્બી, સુવર્ણ, અક્ષરે, કોતરેલું, વીંટાળેલી, તારા, ઝઘડી, લઈએ, પત્નીમાં, ઝઘડા, સમજાવ્યું, ધર્મમાં, વાળી, વૈરાગીની, ઓતપ્રોત, રહેવાસલાગી, જોઇએ, જણાવે, સેવાની, રાખજો, સૂતા, ઊઠતા, બેસતા, ઉદાસ, માત્રથી, આપ્યું, ત્રુટી, રડતા, પાછી, પિતાના, આંસુ, લૂછ્યાં, પાછળથી, વાતથી, મંન્દિરની, કલ્પના, સાસરે, પાલખી, ખોલી, મંનદિરમાં, દીકરીની, કાલ્પનિક, પહેલે, સાસરીમાં, વિવાહિત, ઉદાસીનું, પિયર, ગતાંકથી, ચાલું, ચંદ્રની, મંન્દિરનો, આગળનો, બીજો, ભાગ, પ્રસ્તુત, સ્ત્રીના, મનોભાવને, અસીમના, પેલી, દ્રષ્ટા, દેખાઈ, બહારના, સ્વપ્નો, શૂન્યતાનો, વિલીન, શાશ્વત, ચૈતન્ય, સત્યનો, ગાતા, સમજાવે, જૂઠથી, ગભરાવાની, ખોટું, સૂઈ, આરામ, ભવિષ્યમાં, હમણાં, સત્યના, જૂઠના, તણાવ, દર્પણ, શિષ્યની, વધવું, અંગે, જોડ, ભીડના, સંભવી, મહાવીરનું, બહુચિત્તવાન, મનોવિજ્ઞાન, સહમત, આજ્ઞાઓ, અવસ્થાએ, વશમાં, થવાથી, સત્વની, સ્વાતંત્ર, નિર્ણાયક, ઝેન, સાધુઓ, સમજાતું, માન્યતા, સંસારમાં, પીડિત, સંસારથી, થશો, અંદરનો, ભેદ, એકરૂપ, અનુભવની, રાખવાનું, માલિકીપણું, તોડવાથી, સંભવશે, ત્રીજું, અતિક્રમણ, દ્વૈત, દ્રષ્ટિનું, પરિપ્રેક્ષ્ય, ચિત્તદશા, દેખાશે, હશો, આનંદિત, પૂર્ણતઃ, ઘનીભૂત, ક્રાંતિની, શરૂઆત, બદલવાનું, સ્વયંમાં, દુઃખની, બીજાની, સહાનુભૂતિની, સહાનુભૂતિ, નકલી, સાચો, અર્જિત, જાગૃતિની, અંતરનું, નિરીક્ષણ, કારણો, ખેલનું, સંભળાય, સમજજો, અયોગ્ય, જેનું, પ્રતિકૂલન, જગતના, પડદા, કમનસીબે, મનોદશા, સંસારની, પુરુષોની, દ્વંદ્વમાં, વ્યતિત, રહીએ, પામવાનું, દોડી, દોડીને, પામવો, પામવા, દોડવાની, ગીતા, સ્થિતપ્રજ્ઞ, નૃત્યનો, ગતિ, સ્થગિત, પરિપૂર્ણ, કહેવું, સમજવું, કઠિન, અનાહત, થવો, વિવાહના, વિવાહ, માણસની, અભાવમાં, ગૃહસ્થી, ક્લેશ, દ્વેષ, ઉપદ્રવનું, પરિવારમાં, ભરોસો, સુખાકારીનું, નિર્માણ, કેટલાક, આયામ, હારવાથી, જીત, શીખવાડે, પરિગ્રહ, બાળકોની, સંતુલિત, વ્યક્તિત્વ, ઘટિત, જગતની, ઘટનાથી, બોધ, ખુલ્લી, બનાવીએ, વૃદ્ધાવસ્થા, નિચોડ, કથા, જેનો, વાનપ્રસ્થાશ્રમ, અમૃતના, યાત્રાનો, પ્રારંભ, અનુ, કપૂર, સમજવા, અનુભવવા, સાંભળવાના, ગણવાના, હકીમ, રોગનું, નિદાન, ઔષધિ, ગુલામીની, બેડીઓ, દીનતાની, જંજીરોમાંથી, ગાગરમાં, સાગર, પાનામાં, નાનકડી, વાર્તાથી, સમજાવી, બોલતા, સમજાવવા, કંટાળો, અંકમાં, વિષદ, સાધવા, સફળ, બનાવવા, કયા, નવીન, જાણશું, ગાંધીજીની, ચાહત, તાકત, રેટિંયો, કિતલી, સુતર, સમશેર, ખીલશે, દેશના, સ્ત્રીધનમાંથી, ગાંધીજીના, વિશ્વાસને, કાદવમાં, કમળ, પ્રસૃતિઘર, કરશે, નારીની, સંખ્યા, વધી, સંખ્યાબળમાં, માનનારા, ચૂલોચૌકો, કરનારી, ગાંધીજીને, કાંતવાથી, સાંભળી, હસ્યા, કર્મ, સ્થાપના, તેલમાં, તળેલી, કચોરી, સંકેલા, ચણાં, ખાઈ, ગામે, ગામ, પ્રચાર, પડતાં, તનતોડ, કિંમતી, વસ્ત્રોનો, સુરેન્દ્રનાથે, કાતવાથી, શાળ, બેસાડવી, ભાગલપુરમાં, હાથશાળ, ઉંડો, બેસવાની, પાટ, ખુરશી, બેસાડ્યા, વિદ્યાર્થીએ, વિદ્યાર્થીને, ભેગા, પુસ્તકો, ઓળખતા, વાચક, નાચેલા, રોયની, મળવાની, જોયું, ચારે, તેમનું, કાંતેલું, વૈજ્ઞાનિક, કાંતો, પહેરો, ઝીણું, મહાત્મા, ગાંધીએ, ઝીણા, બારીક, સુતરના, બાપુને, મોઢા, ગમો, કાંતું, માનતો, આનાથી, ઊભા, માંડ્યા, મામાએ, નોકરી, રેંટિયો, કાંતવા, માંડ્યો, રહેતાં, નિયમિત, પહેરતા, કાર્યક્રમોમાં, અભિયાનમાં, રજમાત્ર, સ્વતંત્રતાનાં, ધરાવતા, રજુ, તેમાંથી, જીવનીમાં, ડોકિયું, વિષ્ણુ, પ્રભાકરજીની, દવેએ, જન્માવવાની, અણુ, અમથા, અણુમાં, અંતરની, ખોલે, આરાધ્ય, મૂર્તિઓ, ઘડવાની, મંદિરો, બનાવવાની, નદીઓ, ગંગા, પૃથ્વી, પવિત્ર, ભજનીય, રૂપ, જગતનો, અંતરાત્મા, આત્મા, માયા, બ્રહ્મ, વિપરીતતા, રાત, શ્રમ, વસંત, પાનખર, ગહનતાથી, શોધવાથી, એકબીજાના, પરિપૂરક, સંસારસૂત્રો, જીવનના, આયામો, શિષ્ય, સમાધિ, તંત્ર, બધાની, સરખામણીમાં, અન્ય, મનુષ્યને, ચાલવું, સરોવરમાં, તરંગો, ફળફૂલ, ઉગે, માર્ગનું, ભક્તિનું, તન્મય, ધૈર્ય, પ્રતીક્ષા, રાખવી, શાસ્ત્ર, સિદ્ધાંત, જીવનરસ, થોડી, લગની, જગાડે, બનશે, શ્રેષ્ઠ, પ્રેમનું, અનુભવી, વિસ્મૃત, અમૃતની, ઔપચારિકતા, કોઇ, ભાવનું, નિવેદન, હૃદયથી, ઉતારેલી, આરતી, સાથેની, જ્યોત, પ્રગટ્યા, કૃત્ય, અનુમાન, સિધ્ધાંત, કૃતિ, સ્રષ્ટા, પરમાત્માનો, પહેલો, કૃષ્ણ, ભક્તિને, રહેતા, એકનો, ઐક્ય, સાંભળો, ઊર્જા, કહીશું, પ્રીતતત્વના, આધારે, પ્રીતતત્વ, પ્રીતના, પોતાનાથી, ઉંમરના, સ્તર, ત્રણેય, અવસ્થાઓ, સમ્યક, ચોથી, સહજતાથી, અંકુરિત, મનુષ્યતા, ભગવતતામાં, રૂપાંતરિત, થવી, જન્મી, ઉર્જાને, થવાના, અવરોધો, તૂટે, પ્રતીક્ષામાં, સ્નેહથી, સુધીની, અવશ્ય, લાંબી, અહોભાવ, મિટાવવાની, આકાંક્ષા, પ્રાર્થનાનું, માગણી, ફરિયાદ, સમર્પણભાવ, કબીરજીની, પ્રાર્થનાની, કબીરજીને, કબીરજીનો, ઊઠું, બેસુ, પીવું, મંત્રના, જાપ, ઈશ્વરનું, નામસ્મરણ, અખંડ, હકીકતે, એકાંતનું, હૃદયનો, ઉદગાર, ફેરવી, હિસાબ, સાર્થકતા, બરકત, વિરાણી, ઘરથી, કબર, માણસને, સફરમાં, દિશાએ, કયો, ભળતા, વિમાસણ, સફળતાથી, ફોર્મ્યુલા, હોઈ, તેવો, નૃત્ય, કુંડલિની, શક્તિપાત, સુત્રો, સંગત, વ્યક્તિત્વની, કહૈ, કભી, દીવાના, પ્રસ્તાવનામાં, આરસી, પ્રસાદ, સિંહ, ક્ષિતિજ, ચિંતક, તત્વદ્રષ્ટા, જ્ઞાનીની, છબીમાં, ઉભરે, કથાકાર, કલાકાર, કાવ્ય, મનન, રૂપાયિત, શાસ્ત્રીય, જટિલતા, શુષ્કતાનો, નિતાંત, અભાવ, બલ્કે, પ્રખર, તાર્કિક, સર્વગ્રાસી, સમીક્ષકનું, પ્રસ્તુતિ, સ્નિગ્ધ, કમનીય, સાંભળવા, વાંચવામાં, વાંચવાનો, પ્રવાહ, વેગવાન, શૈલી, સહજ, સ્ફૂર્ત, આદિથી, તાજગી, મહેક, પુસ્તકની, ઉઠાવી, સર્વત્ર, પ્રાણધારા, કલકલ, સ્વરોમાં, ઉચ્છલ, શબ્દોનુંસર્જન, છોર, સ્વાનુભવને, જીવનથી, છૂટવાની, જીવને, લેખનવૃત્તિ, પ્રકાશકોએ, લખવાનું, સ્પષ્ટ, રચી, શકું, સત્યવાદી, વીર, આત્મકથાના, લેખકમાં, ગુણ, રવીન્દ્રનાથે, ગરીબ, પ્રજાની, નારીઓની, કરૂણા, સમાજની, બદી, ત્યાગવાની, ખુદના, મસીહાના, સૌજન્યથી, બદલ, દર્દી, દેહને, ખોખું, વ્યાધિની, ઉઠી, માપના, ડબ્બાઓ, છાપની, બાટલીઓ, લથડવા, માંડી, માથાના, દુઃખાવાથી, ઉપાયોને, ડોક્ટરોએ, ફેરની, સલાહ, રમેશચંદ્રને, મજાકિયા, સ્વભાવમાં, ગુરુવર્યના, પ્રશંસક, રડાવે, રડવાથી, બગડી, હાસ્યપ્રધાન, કથાઓ, રમુજ, હળવી, લેતા, પ્રશંસા, જરા, રવીન્દ્રનાથની, પેલા, જાણશો, વિશ્વ, મળવી, યુવકને, મારું, સાંઠમી, વર્ષગાંઠ, ઉજવાય, બંગલા, ઘટના, સૂર્ય, ચંદ્ર, કલમના, હસ્તી, રવિન્દ્રનાથે, સરળતાથી, આશિષ, બંગાળે, સાહિત્યને, પોતીકું, માન્યું, પ્રમાણપત્રની, ટીકા, તુલસીની, જનોઈ, ધારણ, અંધશ્રદ્ધા, સંકુચિતતા, ઘૃણા, ગામમાં, તેઓમાં, પરિવર્તન, લેખકોની, એવોર્ડ, અગાધ, પ્રયત્ન, મકાન, બનાવ્યું, જિંદગીનાં, ચઢાવમાં, સ્વજન, ખોયા, સંત, પ્રભાસચંન્દ્રનું, નિવાસસ્થાન, નદીકિનારે, ભાઈભાંડુને, અંતઃકરણથી, ચાહતા, ઉત્તમ, દાખલો, પથેરદાબી, કુદરતનાં, સાંનિધ્યમાં, જમાનામાં, સત્તરથી, અઢાર, હજારનાં, ખર્ચે, ત્યાગ્યું, પડ્યા, ઓપિયમ, ફિવરનાં, શિકાર, ડોઝ, ટેપર, કરવાને, બદલે, ખાવાની, આદત, દાબીને, લીધે, જેલમાં, ખાવા, આટલા, શબ્દોમાં, મસીહા, મરુ, પથે, ખોવે, ધારા, નદી, ધરતી, પરે, ઝરી, કળી, પત્રનો, અંગ્રેજોના, હિમાયતી
Text of the page (random words):
ાં તાનપુરાના જેવા મીઠા સ્વરની સાથે જેની સરખામણી કરી શકાય કે પછી પહો ફાટવાના સમયની સાથે સાથે દરિયાની સાધારણ ભરતીમાં સંભળાતી છાલકો જેવા બળુકા ઘમ્મકારા સાથે જેને યાદ કરી શકાય એવું વલોણું અને બફાઈ ગયેલી દાળને પ્રવાહિત કરી દેનારી જેરણી જાણે ગદ્યનું પદ્યમાં રુપાંતર આ બધાં સાધનો આપણા ઉદરની ભૌતિક ક્ષુધાને શાંત કરનારાં જ ફક્ત નથી આ બધાંનું તો જીવનમાં એવું ને એટલું બધું મહત્ત્વનું સ્થાન રહ્યું છે કે એમાંનાં ઘણાં સાધનો અને એની સાથે જોડાયેલી ક્રિયાઓ અને એનાં જ ક્રિયાપદો સુધ્ધાં આપણા સાહિત્યમાં માનભર્યું સ્થાન પામી ચૂક્યાં છે આપણાં ઊર્મિકાવ્યોથી માંડીને છેક મહાકાવ્યોમાં પણ આ બધાં ઉપકરણો પ્રયોજાઈને માનવજીવનમાં એની જગ્યા કરી ચૂક્યાં છે છરી સાંબેલું ઘંટી વલોણું ખાંડણિયો વગેરેને યાદ કરતાં જ આપણાં લોકસાહિત્યમાં ને શિષ્ટસાહિત્યમાં કોઈ ને કોઈ સ્વરૂપે એમણે ભજવેલા ભાગનું દૃષ્ય નજર સામે આવી જશે છરીને કાતીલ નજર સાથે અને ધારદાર સંવાદોમાં જોડીને એની ધારદાર કામગીરી બતાવાઈ છે તો સાંબેલું એની બળુકાઈની સાથે સાથે તીવ્ર કારુણ્યના ભાવો જગવવા માટે પ્રયોજાતું રહ્યું છે સાંબેલાનો જ સાથીદાર ખાંડણિયો તો ગુજરાતી લોકસાહિત્યમાં ચેલૈયાના જીવન સાથે અવિનાભાવી સંબંધે જોડાઈને કારુણ્ય ભક્તિના સુરો ઘૂંટવામાં કેવો નિમિત્તરૂપ બની ચૂક્યો છે જ્યારે ઘટીનો મધુર ગુંજારવ અને વલોણાનો ઘમ્મર ઘેરો નાદ એ અવર્ણનીય અનુભૂતિના વિષયો બની રહ્યા છે નાદબ્રહ્મની કંઈક ઝાંખી કરાવતા આ બધા ક્રિયાત્મક ધ્વનિ એક સમયે આપણા માટે વૈભવ હતા પરંતુ વિજ્ઞાન અને ટૅકનોલૉજીએ આપેલા એક આધુનિક ઉપકરણે આપણા આ ધ્વનિવૈભવને એક ઝાટકે છીનવી લીધો છે એ ઉપકરણ વિશે હવે પછી share this print opens in new window print email a link to a friend opens in new window email share on facebook opens in new window facebook share on x opens in new window x share on whatsapp opens in new window whatsapp like loading posted in ગમતા નો કરીએ ગુલાલ નિબંધ લેખ શ્રેણી leave a reply ઓશો દર્શન 46 રીટા જાની posted on april 14 2023 by janirita2014 reply હિન્દી ભાષાના યશસ્વી કવિ ડો કિશોર કાબરા કહે છે કે ઓશોમાં કલા અને કવિતા બંને એકસાથે છે એટલે અસ્મિતાનો વિસ્તાર અને પછી એમાંથી મુક્તિ એનું જ નામ છે રજનીશ દર્શન ઓશો સમસ્તના સ્વીકારને સંન્યાસ કહે છે એમનો સન્યાસ ત્યાગ નથી પણ ઉપલબ્ધિ છે એમના સન્યાસીને એમને ત્રણ સૂત્રો આપ્યા છે પરમાત્મા છે મંઝિલ સંતોષ છે ચાવી અને અસુરક્ષા છે આધાર ધ્યાન છે સ્વેચ્છયા સ્વીકૃત મૃત્યુ અને જો એ પૂરા જીવનમાં ફેલાઈ જાય તો માનવું કે સંન્યાસ ફલિત થયો આ શ્રેણી અંતર્ગત આજે આપણે ડો અમૃત રાણિંગા અનુવાદિત પુસ્તક અગમ્ય જીવન યાત્રા ઉપર આધારિત ઓશોદર્શન જોઈશું ઓશો કહે છે કે મૃત્યુની ઓળખાણથી જ સંન્યાસનો જન્મ થયો ધ્યાનનો જન્મ થયો આ સત્યની સ્વીકૃતિ સાથે જ તમે નવા બનવા લાગશે નાખશો દેહ મંદિર છે પણ સંસારી લોકો મંદિરની દીવાલમાં જ ખોવાઈ ગયા છે મંદિરમાં છુપાયેલી મૂર્તિ સુધી તેઓ પહોંચી શકતા નથી મૃત્યુ નિશ્ચિત છે છતાં જાગૃતિ નથી લોકો ક્ષુલ્લક વાતો પર લડી રહ્યા છે લોકો ધન પ્રતિષ્ઠા પદ પ્રાપ્ત કરવામાં વ્યસ્ત છે ઓશો કહે છે કે ત્યાગી હોય કે ભોગી બંનેની નજર શરીર પર છે શરીર સાથે મિત્રતા પણ ન કરો કે શત્રુતા પણ ન કરો દેહનો સ્વીકાર કરો અને તેને જ પગથિયું બનાવી તેની ભીતર છુપાયેલા શાશ્વતની શોધ કરો જીવન એક અવસર છે તેને તમે વ્યર્થમાં ડુબાડી દો કે પછી સાર્થકની તપાસમાં લગાવી દો તે તમારા પર નિર્ભર છે જે સમ્યકરૂપે ધ્યાનપૂર્વક જળકમળવત જીવે છે તેમને મૃત્યુમાંથી પણ અમૃતનો સ્વાદ મળે છે જે વ્યક્તિ બરાબર જીવવાનું જાણી લે છે તે બરાબર મરવાનું પણ જાણી લે છે તેમના માટે મૃત્યુ જીવનની સૌથી ઊંચી અનુભૂતિ છે દેવસ્થાનોમાં વાગતી ઘંટડીઓ તમારા જીવનનો થાક કે ચિંતા દૂર નહીં કરી શકે એ ઘંટડીઓ તમારા અંતસ્તલમાં વાગવી જોઈએ મૃત્યુને કોઈ હરાવી શક્યું નથી કે મૃત્યુને જીતવાની કોઈ સંભાવના પણ નથી મૃત્યુ તો અંધકાર જેવું છે એ માટે એક જ કામ થઈ શકે જ્યોતિ પ્રગટાવો અને અંધારું નહીં રહે ધ્યાનની જ્યોતિ જલતાં જ મૃત્યુને જાણી શકાશે એકવાર મૃત્યુને જીવનનું અનિવાર્ય અંગ માનીને સ્વીકાર કરો તો જિંદગી તત્ક્ષણ બદલાવી શરૂ થઈ જશે પછી તમે ક્રોધ નહીં કરો સફળતા મળે કે વિફળતા સુખ આવે કે દુઃખ બધું બરાબર લાગશે તમારી ભીતર સમ્યકત્વ પ્રવેશી જશે સાક્ષીભાવ આવી જશે જેનાથી સદાકાળ માટે છૂટા પાડવાનું છે ત્યાં દૂર્ભાવ શા માટે પેદા કરીએ થોડા ફૂલ ઉગાડીએ ઉત્સવ ઉજવીએ દીવા પ્રગટાવીએ આ બે ઘડીના જીવનને સુગંધિત પ્રાર્થનામય પૂજન બનાવી કૃતજ્ઞતા ધન્યવાદ આભાર વ્યક્ત કરીએ આ સંસાર ઇન્દ્રધનુષ્ય જેવો છે દેખાય ખૂબ સુંદર પણ મુઠ્ઠીમાં પકડો તો હાથમાં કંઈ જ ન આવે મનુષ્ય પણ એ જ રીતે પદ પ્રતિષ્ઠા અને ધનના ઇન્દ્રધનુષને પકડવા દોડતો રહે છે લોભ અને ભય એક જ સિક્કાની બે બાજુ છે અને હંમેશા સાથે આવે છે મોટાભાગે લોકો નર્કના ભયથી કે સ્વર્ગના લોભથી ધર્મના શરણે જતાં જોવા મળે છે મોક્ષનો અર્થ છે ભય અને લોભથી મુક્તિ જેના જીવનમાં ભય અને લોભ નથી તેની તમામ જીવન ઉર્જા પ્રેમ બની જાય છે અને પ્રેમની પરાકાષ્ઠા છે પ્રાર્થના અધ્યાત્મનું ગણિત અર્થશાસ્ત્રના ગણિતથી એકદમ વિપરીત છે ઉપનિષદ પણ કહે છે તેન ત્યક્તેન ભુંજીથા ભીતરની સંપદા વહેંચવાથી જ વધે છે વિચારોથી મુક્ત થઈ જવાથી સંતોષની વર્ષા થાય છે મૃત્યુની પાર અમૃતનું આકાશ દેખાય છે ઓશો બીજના ઉદાહરણ દ્વારા સુંદર સમજ આપે છે બીજ ખાલી છે બીજમાંથી વૃક્ષ બને છે વૃક્ષ ઉપર ફૂલ ખીલે છે તેમાં ફળ પણ ખીલે છે એ સંતોષ બીજ જો બીજરૂપે જ રહે તો એને ના મળે માણસ પણ પરમાત્માનું બીજ છે માણસ જ્યારે ફૂલેફાલે ખીલે ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે માટે જ આપણે બુદ્ધ મહાવીર કૃષ્ણને ભગવાન કહીએ છીએ એનો અર્થ એ કે તેમના દ્વારા પરમાત્માનું તત્વ ખીલ્યું છે દિવ્યતાની સુગંધ પથરાઇ છે વિચાર ઓછા કરો અનુભવ વધારે કરો જેમ જેમ અનુભવ વધશે તેમ તેમ જીવનનું રહસ્ય ઉદ્ઘાટિત થતું જોવા મળશે જીવન એ બે પરસ્પર વિરોધી ધ્રુવ છે અને તેના કારણે જીવન વધુ સમૃદ્ધ બને છે ઓશો કહે છે કે જો તમે પ્રેમ કરશો તો બધી જ લાગણીઓ પછી તે નકારાત્મક હોય કે હકારાત્મક પુનર્જિવિત થશે આપણે પડછાયાને દૂર ન કરી શકીએ તે જ રીતે નકારાત્મક લાગણીઓ હકારાત્મક લાગણીઓની સાથે જ રહેવાની છે જો ક્રોધની જરૂર પડે પ્રેમ ક્રોધ કરવા તૈયાર છે કોઈપણ બાળકને કદી માતા પિતા પ્રત્યે માઠું નહિ લાગે ભલે તેઓ પ્રેમથી ક્રોધિત થયા હોય કારણ કે બાળક તમારા પ્રેમને સમજે છે પણ જો મા બાપ કે પતિ પ્રેમ વિના ક્રોધ કરે તો તે અહમ છે તેને માફ ન કરી શકાય પક્ષીઓ ગાય છે પુષ્પો ખીલે છે સરિતા વહે છે ઘટનાઓ સતત ઘટતી રહે છે સમગ્રતયા રંગીન ઉત્સવો ઉજવાતા રહે છે અને આપણે એટલા બંધ છીએ કે એક કિરણ પણ તેમાં પ્રવેશી શકતું નથી આ કેદને છોડીને બહાર આવીએ તો વાસ્તવિક જીવનનો અનુભવ મળશે માટે ભવિષ્ય માટે જીવન મોકુફ રાખવું જરૂરી નથી જીવન અહીં જ છે જ્યારે ધ્યાનની અવસ્થામાં વિશ્રામ કરીએ તો જીવન કેટલું સુંદર અને મધુર છે તેનો કલ્પનાતીત અનુભવ થશે સત્ ચિત્ આનંદનો અનુભવ થશે સામાન્ય રીતે આપણે બહાર દ્રષ્ટિ રાખીને જીવીએ છીએ અને ધનની સત્તાની પ્રતિષ્ઠાની શોધખોળ કરીએ છીએ જ્યારે આપણું લક્ષ્ય તો ભીતર હોવું જોઈએ ભીતર શાંતિ છે મૌન છે સ્થિરતા છે પ્રભુતા છે જે વ્યક્તિ ભીતરના પરમાનંદને જાણશે તે જ બીજાને એ વહેંચી શકશે કબીર કહે છે કે પોતાના સ્વરૂપ તરફની યાત્રા એ જ પરમાત્મા તરફની યાત્રા રીટા જાની 14 04 2023 share this print opens in new window print email a link to a friend opens in new window email share on facebook opens in new window facebook share on x opens in new window x share on whatsapp opens in new window whatsapp like loading posted in ઓશો દર્શન ચિન્તન લેખ નિબંધ રીટા જાની શબ્દોનું સર્જન ગદ્ય વિભાગ tagged બેઠક shabdonusarjan wordpress ઓશો બેઠક bethak રીટા જાની leave a reply વિસ્તૃતિ ૫૧ શરદ સાહિત્યનું સમાપન જયશ્રી પટેલ posted on march 10 2023 by pragnaji reply આપ સૌ સમક્ષ એક સાહિત્યિક પ્રેમી તરીકે પા પા પગલી માંડતી સાહિત્યકાર એવી મેં જ્યારે બેઠકમાંથી આવેલા કેલિફોર્નિયાની બેઠક મંચના ફોન દ્વારા આ એકાવન શ્રેણીનાં પ્રસ્તાવને સ્વીકાર્યો ત્યારે મને મનમાં એક ડર હતો હું પૂર્ણ કરી સકીશ કે નહિ વિષય વસ્તું શું પસંદ કરવો મનમાં બે લેખકો પ્રત્યે અઢળક પ્રેમ એક તો ધૂમકેતુ ને બીજા શરદચંદ્ર ચટ્ટોપાધ્ય્ય મેં ધૂમકેતુ પસંદ કર્યા પણ તે આગળ કોઈએ લખ્યાં છે એવો સંકેત મળ્યો તેથી શરદબાબુના શરદસાહિત્યને પસંદ કર્યું મારે તેમને શોધવાના જ નહોતાં તેઓ તો મારાં પુસ્તકભંડારમાં જ હતાં બંગાળી ભાષામાંથી ગુજરાતીભાષામાં અનુવાદ રૂપે ખૂબ નાની ઉંમ્મરથી ત્રણ ત્રણ સાહિત્યવિદો વચ્ચે ઉછેર થઈ રહ્યો હતો મારાં દાદી મારા પિતાજી ને મારી સાત ચોપડી ભણેલી માતા તેઓએ મને ગુજરાતી સાહિત્યનો પરિચય કરાવ્યો ને આઠમાં ધોરણમાં મારાં હાથમાં શરદ સાહિત્ય મૂક્યું મારી માતા તો શરદબાબુની ને કે એલ સાયગલની પાછળ ઘેલી હતી ત્યારે તો એક વાંચક તરીકે તેમની વાર્તાઓ વાંચતી ને રડતી પણ ખરી અંક લેખિકા તરીકે જ્યારે તેમના વિષે વિસ્તૃતિ કરવાની આવી ત્યારે વાર્તાનાં ગુઢાર્થને ગામની વાતો ને કલકત્તા ને હુગલી નદીની આસપાસના નાનાં નાનાં ગામડાઓને સાથે રંગૂન બર્મા ને ઓળખતી થઈ બંગાળની સ્વમાની નારીઓને ઓળખતી થઈ હવે ગુગલ પરના શરદબાબુના નાનાં જીવન ચરિત્રના કિસ્સા મને ફિક્કા લાગવા લાગ્યા તેથી તપાસ કરતા હિન્દી આવૃત્તિ आवारा मसीहा श्री विष्णु प्रभाकर जी નું પુસ્તક દિલ્હીના ખાન માર્કેટમાંથી પ્રાપ્ત થયું જાણે ચારેય વેદ હાથમાં આવી ગયાં શરૂઆતમાં તેમને વાંચ્યા એકવાર નહિ બે વાર ને ત્રીજીવાર વાંચતા વાંચતા અનુવાદ કરવા લાગી અમૂક હિસ્સાનો મારે મારાં વાંચકો સુધી તેમની કલમનાં હાર્દને પહોંચાડવો હતો એક વાર દર રવિવારની જેમ જૂના પુસ્તકવાળાને ત્યાં ગઈ તો મારાં નસીબે ત્યાં સામે જ આવારા મસીહાનો ગુજરાતી અનુવાદ શ્રી હસમુખ દવે દ્વારા થયો હતો તે મારી સમક્ષ હતો જાણે એક ખોવાયેલો ખજાનો મળી ગયો તેમની મુખ્ય વાર્તાઓ નવલકથાઓ ફરી ઉથલાવતી ગઈ જેટલું બને એટલું સંક્ષેપમાં બધું સમાવી તે વાર્તા તેના આસ્વાદને વાંચક વર્ગ સમક્ષ મુકવાની મારી કોશિશ રહી તેમના ચરિત્રનાં પણ જેટલાં યોગ્ય લાગ્યા તેટલાં પ્રસંગો વીણીચૂંટી મુકવાની વાંચનાર ને સાંભળનાર બન્નેને રસ પડે તેમ ઓડિયો સાથે મૂકી શરદબાબુને ન્યાય આપવાની કોશિશ કરી બંગાળી સાહિત્ય ને બંગાળી સંગીત બન્ને ભારતવાસીઓના હૃદયમાં ઉંચ્ચ સ્થાન ધરાવે છે દર સોમવારે મુકાતી મારી આ વિસ્તૃતિ શ્રેણીને પસંદ કરનાર મને સાથ આપનાર મારા સખી માર્ગદર્શક પ્રજ્ઞાબેન જીગીષાબેન અને રીટાબેનની હું ખૂબ ખૂબ આભારી છું આ સાહિત્ય રચતા રચતા ઘણું નવું જાણવા મળ્યું કેટલાય નારી પાત્રોમાંથી ઘણું શીખી ને પુરુષપ્રધાન ભારત દેશની તે સમયની મનોસ્થિતિ અને આજની મનોસ્થિતિમાં થયેલાં નજીવા ફેરફારની ભેદરેખા તાણી શકી સમાજ ને તેના રીતરિવાજોને તે સમયની પ્રણય ગાથાઓથી હૃદય ભરાય ગયું પારો ને ચંદ્રમુખી કે સતી લલિતા જેવા પાત્રો દેવદાસ શેખરબાબુ કે ગિરીનબાબુ જેવા યુવક યુવતીને લઈ કે તે સમયે વિકસિત થયેલાં બ્રાહ્મો સમાજને તેની આધુનિકતા મને ખૂબ વિચાર કરતી કરી મૂકી હતી મિત્રો મારા આ અંશને પૂર્ણ કરતા વાંચકો ને શ્રોતાઓથી દૂર જવાનું ને શરદબાબુને ક્યાં ક્યાં શોધવાનું કાર્ય હવે અટકી જશે તેનો ખેદ જરૂર રહેશે ફરી મળીશું આમ જ ક્યાંક મનગમતી શ્રેણીમાં અસ્તુ સંપૂર્ણ જયશ્રી પટેલ ૨૬ ૨ ૨૩ share this print opens in new window print email a link to a friend opens in new window email share on facebook opens in new window facebook share on x opens in new window x share on whatsapp opens in new window whatsapp like loading posted in વિસ્તૃતિ leave a reply વિસ્તૃતિ ૫૦ જયશ્રી પટેલ posted on february 26 2023 by pragnaji reply શ્રી વિષ્ણુપ્રભાકરજીની આવારા મસીહાને બે થી ત્રણવાર વાંચ્યા પછી ગુજરાતી અનુવાદ કરનાર શ્રી હસમુખ દવેજીને પણ વાંચ્યા અંતિમ પ્રકરણો તો હૃદયને સ્પર્શી ગયાં શરદબાબુ વિષે એક અદ્ભૂત વાત કહેવી રહી તેમના પત્ની ગણો કે સહિયર હિરણ્યમયીદેવી સાથે કોઈ બ્રાહ્મણો કે મંદિરના દેવદેવીઓ કે સમાજના લોકોની ઉપસ્થિતિમાં લગ્ન નહોતા કર્યા છતાંય તેણી પ્રત્યે તેમને હાર્દિક પ્રેમ હતો તેણી ઓછું ભણેલી અનેક વાતોથી અજ્ઞાત સરલ સ્વભાવની કપટરહિત નારી હતાં તેઓની ને શરદબાબુની એક પણ તસ્વીર સાથે નથી એકવાર બર્મામાં તૈયારી કરી હતી પણ તે જ ક્ષણે તેમના પેટમાં દુખાવો ઉપડ્યો ને તેણીએ પછી ક્યારેય ઈચ્છા જ ન કરી શરદબાબુ સમજી ગયા હતા કે આમાં તેણીને રુચી જ નહોતી તેમણે ક્યારેય આગ્રહ પણ ન કર્યો શરદબાબુ તેમને બહુ કે બડીબહુ કહી બોલાવતા શરદબાબુ તેમનાં ખૂબ વખાણ કરતાં જ્યારે મિત્રો કે સંબંધીઓને પત્ર લખતા તો પોતાના ગૃહસ્થ જીવન વિશે સંતોષ વ્યક્ત કરતા તેમના જીવનને તેણી કેવી સાચવતી ખરાબ ટેવોને કેવી કાબૂમાં રાખતી તે સર્વે ને કહેતા ઉમ્મર વધતી ગઈ બન્ને વચ્ચે પ્રેમની ઘનિષ્ટતાની વ્યાખ્યા બદલાય ને આત્મીયતા ને હાર્દિકતા વધતી ગઈ અંતે એ બે જ રહ્યાં હતાં કૂતરો ભેલુ પણ સાથ છોડી ગયો હતો જેની સાથે અત્યંત લગાવ હતો તબિયત લથડતી ગઈ ઘરમાં એકલતા લાગતી મૃત્યુનાં પગલાંના ભણકારા વાગવા લાગ્યા હતા ડોક્ટરે બદલાતા રહ્યાં ઉપચારો બદલાતા રહ્યાં તેમના ઘનિષ્ઠ મિત્ર એવા મામા સુરેન્દ્રનાથ ગાંગુલી તેમની સાથે રહેવા આવ્યા તેઓ શરદબાબુને કહેતા કે તારે તો ઘણું બધું કરવાનું બાકી છે તો તેઓ માંદગીથી ત્રાસી કહેતા કે આ પરિત્રાણ ભોગવવા સિવાય કંઈ જ બાકી નથી તેમને હવાફેર માટે લઈ જવાનું નક્કી થતાં તેમણે મક્કમ મને રૂપનારાયણને કિનારે શાંતિથી જીવવાની ને પોતાના ભાઈ પ્રભાસની સમાધી પાસે રહેવાનું મન મનાવ્યું આવી તબિયતે એકવાર એમનો એક ચાહક અમૃતલાલ નાગર તેમને મળવા આવ્યો તે એટલો તો ભક્ત હતો શરદબાબુનો કે પોતાના પુસ્તકોના કબાટ પર શ્રી ગણેશાય નમઃ ની જગ્યાએ શ્રી શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય નમઃ લખતો એને જોઈને મળીને ખૂબ સાંત્વના થઈ એમને થયું જાણે સાહિત્યકાર થવું સાર્થક થઈ ગયું તેઓનો ઉપકાર માન્યો ઘડીભર આનંદ આપવા માટે શરીર ઘસાઈ ગયું હતું સૂકાઈને કાંટા જેવું થઈ ગયું હતું ખાવાપીવાનું ધીરે ધીરે અટકી જવા લાગ્યું હતું કલકત્તા લાવવામાં આવ્યા નવી નજરોથી જોતા રહ્યાં કલકત્તાને જાણે બાળપણ પાછું આવ્યું ફરી ડોક્ટરો ફરી પરિક્ષણ ને પરિણામ એક દિવસ સારો ને બે દિવસ ખરાબ જતાં અંતે ડો મોકની હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યાંથી સુશીલના નર્સિંગ હોમમાં આમ શરીર સાથ નહોતું આપતું છતાં તબિયતથી હારી ગયેલા લોકોને આધીન થઈ જતાં પત્નીને મિત્ર ઉમાપ્રસાદને સોંપી દીધાં હતાં અંતિમ ઈચ્છા જાહેર કરી ફૂલો તો ગમે છે પણ બે કેનેરી પક્ષી લાવો મારી સાથે મારાં જ ઓરડામાં પીંજરું રાખો પક્ષી આવ્યા તો આનંદથી તેની મીઠી બોલી સાંભળતા ને તેની સાથે વાતો કરતા કે આટલું મીઠું ન બોલો એક દિવસ મારી જેમ જ મધુર કંઠ બંધ થઈ જશે તેમને પેટમાં પાઈપ નાંખી ખોરાક અપાતો હતો અંતમાં પાણીની તરસ ખૂબ લાગતી તેથી પાણી માંગતા ડોક્ટરને કહેતા કે તરસ તરસ મરુભૂમિની છાતી પણ ફાડી નાંખે તેટલી તરસ લાગે છે ડોક્ટર બધાં જ રડી ઉઠતાં ફરી ૧૨મી જાન્યુઆરીએ ઓપરેશન કરવાનું નક્કી થયું તેમની અનુમતિ જોઈતી હતી કુમુદશંકર રોયે અનુમતિ લખી ને તેઓએ અંગ્રેજીમાં હસ્તાક્ષર કર્યા અંતે પોતે ઉમેર્યું કે ઓપરેશનમાં જે કંઈ પણ વિધ્ન આવે એની સંપૂર્ણસજવાબદારી મારી છે હું ડોક્ટર કે એસ રોયને વિનંતી કરું છું ઓપરેશન કરે આ પત્ર પર તા ૧૨ ૧ ૧૯૩૮ ને શરદબાબુએ આડી સાહી કરી હતી ને ફરી નીચે લખ્યું હતું કે સંપૂર્ણ હોંશ અને હોંસલા સાથે મિત્રો આ કાર્ય પછી બોલ્યા હતા હાંશ બહુ સારું લાગ્યું લખવામાં મજા આવી જીવનભર કાગળ ને કલમને સંગી બનાવ્યા હતાં અંતિમ વિદાય ક્ષણે આ લખાણ તેમને સંતોષી ગયું ઓપરેશન કરતા ડોક્ટર સમજી ગયા લીવર તો ખલાસ જ થઈ ગયું હતું કંઈ પણ કર્યા વગર પેટ સીવી દેવાયું લોહી પાડોશીનું ચઢાવ્યું પણ બધું વ્યર્થ ને અસફળ હતું ઓક્સિજન પણ કામ ન કરતો ને ધીરે ધીરે દીવો બુઝાતો જતો હતો ૧૪મી જાન્યુઆરીની અડધી રાત્રે ચિત્કાર કરી ઉઠ્યા હું મરી રહ્યો છું બડબડતા રહ્યાં આમાકે આમા આમાકે દાઓ આમાકે દાઓ મને આપો મને આપો શું આપો એ પ્રશ્ન જ રહ્યો કદાચ ઈશ્વર પાસે મૃત્યું જ માંગી રહ્યાં હશે આ યાતનામાંથી વૈરાગી પુરુષ અલગારી માનવ કલમને શબ્દોના કથાશિલ્પી બંગાળની જનતાના જન પ્રિય લેખક શરદસાહિત્યના ધનાઢ્ય માલિકે ૧૬મી જાન્યુઆરીને રવિવાર ૧૯૩૮ના દિવસે આ ધરા પરથી વિદાય લીધી શરીર નિશ્ચેતન થઈ ગયું આખુ બંગાળ ચોધાર આંસુએ રડ્યું કલકત્તાના રસ્તા પર માનવમહેરામણ ઊભરાયું રેડિયો પણ સમાચાર આપી રડતો હોય તેવું લાગ્યું ભારતના ખૂણે ખૂણે શોક છવાય ગયો કેવડાતલ્લાની સ્મશાન ભૂમિમાં પાંચને પિસ્તાલીસ મિનિટે લેખક શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયનો ભૌતિક દેહ પંચતત્વમાં લીન થઈ ગયો રહી ગયું પાનાઓમાં ફક્ત શરદસાહિત્ય કોઈ દિવસ હીન કે નીચ કામ ન કર્યું પૂરું જીવન નવલકથાની જેમ ક્યારેક શ્રીકાંત તો ક્યારેક દેવદાસ બની જીવી ગયાં બંગાળની સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડી ગયાં નારીઓને સન્માનિત કરતા ગયાં ક્યારેક સતી બનીને તો ક્યારેક રાધોની મા બનીને ક્યારેક બડીદીદી બનીને ક્યારેક દેવદાસની પારો બની ને કેવાં અમર થઈ ગયાં બધાં પાત્રો મિત્રો વિશ્વભરમાં તેમના પુસ્તકોનો અનુવાદ થયો આજનો યુવાવર્ગ જો વાંચે તો કવિવર પછી બીજા નંબરે આ સાહિત્યના પ્રેમી બની જાય મિત્રો તમારો ને મારો સાથ ઘણો જ રહ્યો આ સાહિત્યની સફર મારાં જીવનની એક અમૂલ્ય સફર રહી છે તેના વિશે આવતા અંતિમ અંશમાં જરૂર જાણીશું અસ્તું જયશ્રી પટેલ ૨૬ ૨ ૨૩ share this print opens in new window print email a link to a friend opens in new window email share on facebook opens in new window facebook share on x opens in new window x share on whatsapp opens in new window whatsapp like loading posted in વિસ્તૃતિ leave a reply ઓશો દર્શન 45 રીટા જાની posted on february 23 2023 by janirita2014 6 ગત ત્રણ અંકથી આપણે ઓશો દર્શન અંતર્ગત સંસાર સૂત્રોનો અભ્યાસ કરી રહ્યા છીએ ઓશોની સૂક્ષ્મ દ્રષ્ટિએ સંસારના વિવિધ પાસા ઉપર પ્રકાશ ફેંક્યો છે તેમજ તેની વિવેચના કરી છે સંસાર સમુદ્રમાંથી સાચા મોતી મેળવવા હોય તો થોડું સાહસ રાખીને ઊંડાણમાં ઉતરવું પડે પણ જો પાણીમાં ઉતરશો જ નહીં અને મોજાઓના તોફાન જોઈને પાછા ...
|