Meta tags:
description= મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની;
Headings (most frequently used words):
અજાણ્યો, હમસફર, વિનોદીની, વિત્યા, વરસની, ગાથા, firearms, ઘાતક, હથિયારો, પ્રસન્નતાનો, પ્રકાશ, અમ્રુતા, પ્રિતમ, એક, પત્ર, કૃષ્ણનો, રાધાને, ક્વોલિટી, લાઈફ, પશ્ચિમી, સંસ્કૃતિ, સાથેની, તાલમેલ, પિતાની, વિદાઈ, pages, archives, categories, bookmarks, meta,
Text of the page (most frequently used words):
અને (188), નથી (96), માટે (88), સાથે (77), હતા (77), હતી (75), હું (72), કરી (61), હોય (60), ત્યારે (54), જાય (53), કોઈ (52), ઉપર (51), તેમની (51), મારા (47), મારી (43), સમય (43), આવી (42), કારણે (42), તેની (42), પરંતુ (41), તેને (40), બની (39), ગયા (38), કરતા (38), છતાં (38), આજે (37), પછી (35), રહ્યા (35), માત્ર (34), હતો (34), છું (33), તેના (33), કામ (32), હતું (31), તેમને (31), દરેક (29), રહી (29), બહુ (27), ગયું (27), ઘરે (27), બહાર (26), પ્રેમ (26), વધારે (25), મને (25), હશે (25), ઘરમાં (24), પાસે (24), વાત (24), કારણ (24), બધું (23), રીતે (23), તેમના (22), શું (22), ખુબ (22), લગ્ન (22), જ્યારે (22), હવે (21), સુધી (21), જીવન (21), આપણે (21), નાં (20), તેમ (20), તું (20), કરવા (20), લોકો (20), જોઈએ (20), નહિ (20), કરે (20), પટેલ (19), સાવ (19), રહે (19), તેઓ (19), તારી (19), રહ્યો (19), શકે (19), રેખા (18), જતા (18), શકાય (18), આવે (18), બધા (17), તને (17), આપી (16), દિવસ (16), જાણે (16), ત્યાં (16), પહેલા (16), બંધ (16), નહોતી (16), થાય (16), પડે (16), સુખ (15), વિના (15), ખુશ (15), પસાર (15), બાળકોને (15), અમેરિકામાં (15), #હથિયાર (15), may (14), નક્કી (14), દુઃખ (14), કરીને (14), મળી (14), થયા (14), અહી (14), બાળકો (14), તેનો (14), દુર (14), આવા (14), પ્રમાણે (14), બંને (14), પડી (13), વર્ષ (13), લાગી (13), યાદ (13), આવતા (13), ગયો (13), સામે (13), પોતાના (13), અલગ (13), 2014 (12), 2015 (12), 2016 (12), 2020 (12), કેમ (12), જોઈ (12), બરાબર (12), તેમનો (12), તેમાં (12), તેનું (12), જરૂરી (12), વચ્ચે (12), વ્યક્તિ (12), જરૂર (12), તારા (12), નામ (12), 2013 (11), 2017 (11), તરીકે (11), મેં (11), આથી (11), ખાસ (11), નાના (11), થતા (11), શોખ (11), વિચારો (11), એકજ (11), કરતી (11), ટાઈમ (11), માં (11), કર્યો (11), નોકરી (11), સાહિર (11), સુચિત્રા (11), comment (10), વિનોદીની (10), uncategorized (10), posted (10), rekha (10), patel (10), vinodini (10), ક્યા (10), કહી (10), પૂરી (10), પપ્પા (10), મારે (10), કરવાની (10), હાથ (10), જેના (10), વધુ (10), દરમિયાન (10), કરવામાં (10), રહેતા (10), છીએ (10), લાગે (10), આવું (10), જેવા (10), નજર (10), બધુજ (10), થયું (10), november (9), દ્વારા (9), રહ્યું (9), સમજી (9), ઈચ્છા (9), કરીશ (9), મારું (9), લાગ્યું (9), પિતા (9), પપ્પાની (9), નહોતો (9), મળ્યો (9), તેમણે (9), નહોતા (9), બાળક (9), આપણા (9), બને (9), આપણી (9), આગળ (9), ફોન (9), પોતે (9), રાખવા (9), જરૂરીયાત (9), થતી (9), જ્યાં (9), તમે (9), ગુસ્સો (9), december (8), january (8), leave (8), દીકરી (8), બેસી (8), છેલ્લા (8), કદાચ (8), સ્થિતિ (8), જોવા (8), પ્રયત્ન (8), વર્ષની (8), નહોતું (8), સહુથી (8), કહેતા (8), છેવટે (8), સાથેની (8), એટલે (8), મળે (8), જીવનમાં (8), લોકોને (8), બાકી (8), ક્યારેક (8), છૂટ (8), પરિણામે (8), પોતાની (8), ઉપયોગ (8), લાઈફ (8), જેમાં (8), સંતોષ (8), સાથ (8), સ્ત્રી (8), અંગત (8), અમૃતાજી (8), ઘાતક (8), wordpress (7), રચનાઓ (7), વાતો (7), ખબર (7), જન્મ (7), પપ્પાને (7), વિદાઈ (7), કોણ (7), માફક (7), કશું (7), મમ્મી (7), મળતા (7), ગમતું (7), આંખો (7), બીજા (7), હોવાથી (7), કરવાનો (7), મોટી (7), તેમનું (7), પુરુષ (7), માની (7), ચિંતા (7), ડેલાવર (7), હેઠળ (7), શકતા (7), નાની (7), સ્વતંત્રતા (7), સાચી (7), અચાનક (7), આવ્યો (7), જોતા (7), ઘણું (7), જીવનની (7), જીંદગી (7), સમયમાં (7), રોજ (7), કેટલાક (7), જેવું (7), ક્વોલીટી (7), બધામાં (7), વર્ષે (7), પ્રથમ (7), પ્રેમની (7), તકલીફ (7), ધૈર્ય (7), રાધિ (7), કારણોસર (7), અમૃતા (7), કવિતાઓ (7), થયો (7), ટકા (7), આલાપ (7), મૃત્યુ (7), com (6), march (6), april (6), july (6), કર્યું (6), ખુશી (6), હજુ (6), દિવસો (6), ભારે (6), દિવસે (6), તેવું (6), પહેલી (6), ઝડપથી (6), જોકે (6), બાદ (6), થઈને (6), મારો (6), આખું (6), વિષે (6), બદલાઈ (6), ભાગ (6), જવા (6), પડશે (6), કરવો (6), સમાજ (6), કેવી (6), કરવું (6), અમેરિકા (6), આટલી (6), ઓછા (6), દરેકને (6), ક્વોલિટી (6), રહીને (6), શરૂવાતમાં (6), ઘણા (6), લેતા (6), અંતરમાં (6), રહેતી (6), રાત (6), પ્રેમમાં (6), ફરી (6), નીકળી (6), તેમાય (6), ભરી (6), મુંબઈ (6), બંધુક (6), માસ્ક (6), વિચાર (5), દેશ (5), february (5), june (5), september (5), october (5), પપ્પાના (5), પિતાની (5), દિવસોમાં (5), જરા (5), બન્યું (5), સમજ (5), અમારા (5), મૂકી (5), સારા (5), ખરાબ (5), કહેવાય (5), કોઈને (5), જાઉં (5), સમયે (5), પરાણે (5), ચહેરો (5), બેઠા (5), તરફ (5), ત્રણ (5), કાયમ (5), ગળે (5), ટીવી (5), જતો (5), જવાબદારી (5), જરાય (5), અમે (5), કામમાં (5), રાત્રે (5), જેટલા (5), ખુબજ (5), જેમ (5), સામાન્ય (5), યોગ્ય (5), સંગીત (5), સારી (5), કરવાનું (5), કલાક (5), બિલકુલ (5), દેશમાં (5), ચાર (5), હાથમાં (5), ખોટું (5), માટેની (5), માતાપિતા (5), જેને (5), વર્ષો (5), વર્ષના (5), બાળકને (5), જતું (5), સંસ્કૃતિ (5), એવી (5), ભલે (5), ક્વૉલિટી (5), યુવાન (5), આવ્યું (5), ભૂલી (5), પત્ની (5), જીવનને (5), દુઃખી (5), શરુ (5), એના (5), વાતને (5), દીધું (5), રાધા (5), અંતર (5), સતત (5), ચહેરા (5), આશા (5), મનમાં (5), રહેલા (5), અજાણ્યા (5), પતિ (5), પ્રીતમસિંધ (5), મુલાકાત (5), સવારે (5), આલાપે (5), લુંટ (5), હથીયારો (5), get (4), મનનાં (4), august (4), 2018 (4), થોડા (4), ફેરફાર (4), વિનોદને (4), ફેસબુક (4), અકબંધ (4), પરીક્ષા (4), પાસ (4), વચન (4), હોત (4), શકું (4), નીચે (4), તમારા (4), આખી (4), વાર (4), લીધું (4), જવું (4), જઈશ (4), પુરા (4), રાખી (4), રાહ (4), તૂટી (4), પડ્યો (4), થવાનું (4), જતી (4), સારું (4), લાવી (4), શકી (4), રાખે (4), આટલા (4), જાણ (4), હોસ્પિટલ (4), લીધો (4), જવાની (4), મળ્યું (4), આવેલા (4), આવ્યા (4), સાચું (4), ખૂબ (4), મોકો (4), દુનિયા (4), ગીત (4), જાતે (4), કોઈના (4), લખતા (4), ઓછું (4), વિનોદિની (4), ભાષા (4), શક્ય (4), બાળકોના (4), ગણાય (4), સોશ્યલ (4), આવવાનું (4), અથવા (4), બીજાઓ (4), સબંધો (4), શારીરિક (4), મિત્રો (4), વ્યક્તિઓ (4), તેનાથી (4), ભરાઈ (4), રૂમ (4), પાછળ (4), એટલુજ (4), મોટો (4), ભારત (4), આજની (4), જનરેશન (4), વધી (4), ચોક્કસ (4), બધી (4), એની (4), બદલે (4), વર્ષનો (4), આવતી (4), ઘણી (4), બધાજ (4), બીજી (4), સ્વભાવની (4), વખતે (4), નવું (4), સ્ટેટમાં (4), જગ્યા (4), પરિવાર (4), તંદુરસ્તી (4), શિકાર (4), મહેનત (4), ચાલતી (4), સમયને (4), માનવું (4), વધારો (4), બંનેના (4), જીવંત (4), ડોક્ટર (4), શરીર (4), વ્યસ્ત (4), એવું (4), ડોલર્સ (4), જીવી (4), રાધે (4), સખી (4), મીઠાશ (4), મહી (4), પ્રકાશ (4), આંખોમાં (4), આપતા (4), રાધિના (4), તેણે (4), રાધિને (4), બેટા (4), સ્ત્રીની (4), હોવા (4), ચુપ (4), માથું (4), વિચારી (4), nov (4), અનેક (4), અમૃતાજીએ (4), સમયની (4), પડ્યા (4), ઉંમરના (4), રહેવા (4), મુજબ (4), ઘરની (4), જશે (4), મદદ (4), સુચીત્રાને (4), દિવસની (4), રાખ (4), સોનેરી (4), દીધી (4), મનને (4), નામે (4), ફાયર (4), માણસ (4), સ્થિતિમાં (4), લાગણીઓ (4), દરેકના (4), this (3), comments (3), log (3), rss (3), ગમતી (3), ગુજરાતી (3), કવિતા (3), ગઝલ (3), અમેરિકાની (3), વિનોદ (3), લેખિકા (3), પડેલી (3), પચાવી (3), માથા (3), તબિયત (3), આખા (3), કહે (3), મિત્ર (3), જેથી (3), દીકરીને (3), ખુદ (3), કાયમી (3), ભાઈ (3), બહેન (3), મમ્મીને (3), તારે (3), શબ્દો (3), ઉંમર (3), સહન (3), એવા (3), છુપાવી (3), થવાનો (3), કેટલા (3), અંદરથી (3), માથે (3), મુકીને (3), આંખ (3), કદીયે (3), ખેંચાઈ (3), પોસાય (3), ફેરવી (3), તારું (3), ઘ્યાન (3), રાખતા (3), દીકરીના (3), આંખોની (3), પકડી (3), વર્ષમાં (3), સુખી (3), થઈશ (3), પડ્યું (3), અંદર (3), શોખીન (3), પૂરો (3), લીધી (3), ત્યાર (3), વસ્તુઓ (3), વિચારતી (3), અધુરી (3), પુસ્તકો (3), થયેલા (3), વાતમાં (3), ખોલી (3), પહોંચી (3), નાનપણથી (3), ઓછો (3), આવશે (3), લખાણ (3), ભવિષ્ય (3), લાગણીઓને (3), બાજુ (3), જેટલી (3), આપ્યા (3), સિવાય (3), જ્ઞાન (3), તોજ (3), શીખવું (3), હાઈફાઈ (3), સ્ટાઈલ (3), વગેરે (3), સાથેજ (3), રહેતો (3), મિલાવી (3), એકબીજા (3), જોબ (3), આપવાની (3), ઉચ્ચ (3), રહેવાનું (3), આગવી (3), પ્રાઈવેસી (3), કરતો (3), મનગમતી (3), સમક્ષ (3), શક્તિ (3), વિજાતીય (3), બધાની (3), ગમે (3), આજના (3), આજકાલ (3), આનાથી (3), વિરુદ્ધ (3), ભાવના (3), કરું (3), આપણને (3), તરફથી (3), સ્વચ્છંદતા (3), પશ્ચિમી (3), માને (3), આઝાદ (3), વ્યાખ્યા (3), જીવવાની (3), રહેલો (3), જીવવાનું (3), સામેથી (3), મેળવી (3), કહેવું (3), બંધાઈ (3), આનંદ (3), રોજીંદા (3), મનની (3), ગુણવત્તા (3), પરદેશમાં (3), ભેગા (3), મળીને (3), ગ્રોસરી (3), સમયનો (3), જેવી (3), તમને (3), ગયેલા (3), છેવટ (3), શબ્દ (3), માતા (3), પાંચ (3), કરાવી (3), છોડવા (3), જીવવું (3), ઘરના (3), જેની (3), પરિસ્થિતિ (3), જીવનના (3), તમારી (3), કરો (3), લઉં (3), સુધીમાં (3), દીકરા (3), બન્યા (3), સહુ (3), જીવતી (3), ભરેલું (3), તારો (3), અસર (3), ક્યાંય (3), ઇશારે (3), સમું (3), આપણું (3), રહેવું (3), ઘટના (3), પત્ર (3), લાગ્યો (3), અવાજમાં (3), સાંજે (3), જવાબદારીઓ (3), કહું (3), બોલ્યો (3), ભોગ (3), સ્ટેશન (3), લગભગ (3), લાગ્યા (3), મુસાફરો (3), ચાલી (3), લેવા (3), પડતું (3), લંબાવી (3), દેતી (3), ચહલપહલ (3), અજાણ્યો (3), હમસફર (3), બનાવી (3), પંજાબી (3), પુરસ્કાર (3), આપવામાં (3), અમૃતાજીને (3), પાકિસ્તાનના (3), અમૃતાજીની (3), સાથેના (3), ઈમરોઝ (3), જાણતા (3), ભાગલા (3), દિલ્હીમાં (3), વ્યક્ત (3), મૈં (3), થયેલી (3), પતિના (3), પરિવારના (3), ત્યારબાદ (3), પ્રસન્નતાનો (3), ગુણ (3), મમ્મીએ (3), વધારામાં (3), અવસર (3), પાર્ટી (3), સવાર (3), મોતના (3), કેટલાય (3), ૪૦૦ (3), પ્રજા (3), આકસ્મિક (3), કોવીડ (3), સલામત (3), રજીસ્ટર (3), ૦૦૦ (3), એટલેકે (3), લાયસન્સ (3), નિર્દોષ (3), રીઝવાન (3), જાન (3), જલ્દી (3), આની (3), મહિનામાં (3), કેર (3), ૨૦૨૦ (3), ફૂડ (3), site (2), required (2), sign (2), subscribed (2), subscribe (2), account (2), blog (2), corona (2), artical (2), વાર્તા (2), 2021 (2), મરીઝ (2), સાહેબની (2), અર્પણ (2), હ્રદયમાં (2), ધર્મની (2), ભાવનાં (2), ટોચ (2), કવિત્રી (2), યાત્રાના (2), પાચ (2), વર્ષનું (2), સરવૈયું (2), about (2), માર્ગી (2), મેગેઝિનનાં (2), દિપાવલી (2), ૨૦૧૪નાં (2), અંકમાં (2), લઘુનવલ (2), લાગણીઓનાં (2), ચક્રવાત (2), હપ્તા (2), પહેલેથી (2), નશીબમાં (2), ભાંગી (2), હાલતમાં (2), આપેલું (2), લગ્નની (2), હંમેશા (2), હયાત (2), પ્રવેશતાં (2), વગર (2), કરશે (2), ચાલતું (2), અમારી (2), ઉભરાઈ (2), હ્રદય (2), સમજતા (2), વાલવોડ (2), રસ્તે (2), ભાદરણ (2), તૈયારી (2), પતાવી (2), શરીરને (2), લાંબો (2), સમયસર (2), જેમના (2), પિતાનો (2), ખરા (2), ઘરનો (2), મોભ (2), શ્વાસ (2), એકલા (2), બહાદુર (2), માટેના (2), પચાસ (2), લગ્નના (2), બેસવાનું (2), દર્દ (2), અમને (2), પ્રશ્નો (2), કેટલું (2), રાખીને (2), વેળાએ (2), કસક (2), કોલેજના (2), એક્ઝામ (2), તરત (2), કહ્યું (2), સુખદુઃખ (2), જવાનું (2), સેન્ટર (2), બીમારી (2), વળી (2), અધુરો (2), તેવો (2), છોકરો (2), હસતા (2), સપના (2), દીધા (2), જોવાનો (2), કદી (2), અભિગમ (2), સદાયને (2), સમયના (2), પપ્પાએ (2), પૂર્વક (2), વાંચતા (2), પાછા (2), મશીનરી (2), ખોલીને (2), પાછી (2), વિચારતા (2), ખેત (2), અડધી (2), ખડે (2), પગે (2), આખાય (2), મગજની (2), લગામ (2), પહેલો (2), ટટ્ટાર (2), સરળ (2), તેટલા (2), તેટલાજ (2), સ્વભાવમાં (2), કડપ (2), ખુશમિજાજી (2), બનતા (2), બાપ (2), નિબંધ (2), જયારે (2), મળશે (2), અંશ (2), રસ્તો (2), સારથી (2), દિશામાં (2), આપે (2), હકીકતમાં (2), લખાણોમાં (2), લખ્યું (2), શબ્દોમાં (2), સક્ષમ (2), જીવનનો (2), અવિસ્મરણીય (2), પ્રસંગને (2), આલેખીને (2), તુજ (2), સ્વર (2), સમસ્યા (2), ભારતમાં (2), સ્માર્ટ (2), દેખાડામાં (2), પેરેન્ટ્સ (2), ભૂલ (2), કળા (2), આદતો (2), રાખવી (2), બનવું (2), કેટલી (2), કાલે (2), બાજુઓ (2), પ્રશ્ન (2), પસંદ (2), એકબાજુ (2), દરેકે (2), ફોનમાં (2), વ્યતીત (2), ધીમેધીમે (2), ઘટતી (2), એકલતા (2), હાલ (2), શકશે (2), બાળકોની (2), બાપની (2), ચિંતિત (2), માંગતા (2), વિચારે (2), ફેમીલી (2), ઓનલાઈન (2), ચેટીંગ (2), દુનિયામાં (2), લોક (2), બેસે (2), દીકરો (2), રાખવામાં (2), રાખવું (2), મેળવવા (2), આપવાનું (2), સામા (2), છેડે (2), વાતોને (2), છોડને (2), એનું (2), દેખાય (2), આઝાદી (2), ઈન્ટરનેટ (2), ઝડપી (2), સંજોગોમાં (2), આવશ્યક (2), વળે (2), કહેવત (2), ગતિ (2), પુરતી (2), જાહેરમાં (2), શંકાની (2), નજરે (2), છુપાવીને (2), રખાતા (2), જોવાની (2), એટલીજ (2), પોઈન્ટ્સ (2), ગણાઈ (2), સમાજને (2), બીજાઓને (2), પોતાને (2), રહેલી (2), વિશ્વાસ (2), વિરુદ્ધમાં (2), મુજબનું (2), અહીની (2), નવી (2), રોજીંદી (2), સ્પસ્ટ (2), સંભળાય (2), બધાનું (2), તાલમેલ (2), ગુણવત્તાની (2), અપેક્ષા (2), નું (2), જેમજેમ (2), વધતી (2), વિચારોમાં (2), ભાગ્યમાં (2), તેઓનું (2), પ્રેમાળ (2), વર્ષોથી (2), જગ્યાએ (2), વ્યક્તિના (2), આરોગ્ય (2), રહેણીકરણી (2), જિંદગી (2), લાઈફની (2), અનુભવાય (2), જીવીએ (2), મહત્વનું (2), નજીક (2), બનતું (2), અનુકુળ (2), અનુરૂપ (2), છતાંય (2), રેસ્ટોરન્ટ (2), મનગમતો (2), બધો (2), પ્રેમભર્યો (2), કાઢો (2), ખોવાઈ (2), ટાઈમનો (2), થશે (2), પુલ (2), જીંદગીમાં (2), ક્યારે (2), પડતી (2), જેવો (2), ક્યાય (2), તેવા (2), મીઠી (2), સરસ (2), એકઠાં (2), યાદો (2), એકઠી (2), મહિના (2), બાળકની (2), માંથી (2), સાચવ્યા (2), ઘણો (2), સ્પેન્ડ (2), કયો (2), એવો (2), અર્થ (2), જેનો (2), ધનદોલત (2), સામાજિક (2), હોવું (2), આધુનિક (2), જગતમાં (2), દરેકની (2), અનુસાર (2), ક્ષમતા (2), બદલામાં (2), નિવૃત્ત (2), મરજી (2), કહેનારા (2), જાણીતા (2), બ્રેઈન (2), ગ્રસ્ત (2), સદાય (2), ચાલતા (2), મહામહેનતે (2), જીવંતતા (2), તાકાત (2), કર્યા (2), નર્યો (2), હાથે (2), જોઇને (2), થવું (2), ત્યાજ (2), ઉંમરે (2), નામના (2), નાનકડી (2), સહેલાઈથી (2), વિઝા (2), ભરતા (2), સ્વપ્નું (2), વ્યક્તિની (2), અંતમાં (2), સમૃદ્ધિ (2), જીવવા (2), માણી (2), ઉપરથી (2), માનસિક (2), સફળ (2), આર્થિક (2), અઢળક (2), યુએસએ (2), થોડી (2), આપેલા (2), બનીને (2), રહીશ (2), વહાલી (2), દુઃખે (2), ઉર્મીઓને (2), કેદ (2), સાચવી (2), સમાજના (2), બોજ (2), જગતને (2), સ્નેહ (2), શકવાના (2), અંતરના (2), બધાને (2), મોરલી (2), સુદર્શન (2), વિનાના (2), પ્રિયે (2), આગળીનાં (2), કાન (2), આંસુ (2), હવા (2), નદી (2), પ્રક્રિયા (2), ચાલુ (2), ખોટ (2), હૈયામાં (2), મારામાં (2), સંવેદનાઓને (2), માનું (2), ભાવ (2), સાંકળ (2), બંધનથી (2), આપણો (2), લાગતા (2), અદભુત (2), એથી (2), માગ્યા (2), પામ્યા (2), પ્રેમથી (2), તોય (2), કૃષ્ણનો (2), રાધાને (2), લગ્નજીવન (2), ફેલાઈ (2), વેડિંગ (2), એનિવર્સરી (2), એનો (2), હાસ્ય (2), ફેલાવી (2), ફોટો (2), કાઢી (2), સાથને (2), સુખેથી (2), પહેલાના (2), રહેવાની (2), ઉંમરમાં (2), રોગ (2), બહેનને (2), સુઈ (2), ભાઈને (2), ચાલ (2), સરખા (2), સ્ત્રીઓ (2), દાખવી (2), શકતી (2), પુરુષના (2), જુવે (2), વર્ષથી (2), લોકોની (2), ઓફિસમાં (2), અંજાઈને (2), ત્યાંજ (2), બહારના (2), ટ્રેન (2), ટ્રેનમાં (2), સમજશક્તિ (2), હૈયું (2), બેઠી (2), સ્ત્રીને (2), સહારો (2), ખભેખભા (2), સંસાર (2), ચોવીસ (2), જન્મી (2), સ્વતંત્ર (2), અરે (2), વડોદરાથી (2), રાધિએ (2), ગાડી (2), કંપાર્ટમેન્ટમાં (2), એકબીજાથી (2), સુવાની (2), સીટ (2), હલાવી (2), નંબર (2), પ્લેટફોર્મ (2), કરજે (2), સુરજની (2), જણાતી (2), કાળો (2), દીવાર (2), પહેલું (2), હુઈ (2), દિલમાં (2), ૧૦૦ (2), માન (2), પ્રીતમ (2), કલમને (2), એવોર્ડ (2), જ્ઞાનપીઠ (2), કરવામાંઆવ્યા (2), સન્માનિત (2), મહિલા (2), વિશ્વની (2), લખ્યા (2), વહી (2), સહારે (2), અતિ (2), વાર્તાઓ (2), અવનવી (2), ઉણપ (2), સાહિરના (2), સાહિરની (2), ખાલી (2), સિગારેટના (2), લુધિયાનવી (2), સાથી (2), આપ્યો (2), ઇમરોઝે (2), પડાવે (2), મજબુર (2), ત્યારથી (2), પંજાબમાં (2), જેમને (2), તદ્દન (2), સમાચાર (2), ખુદા (2), બંનેને (2), લાગણીઓથી (2), ક્યારેય (2), સબંધોને (2), અમૃતાએ (2), વસ્યા (2), અફસોસ (2), પંજાબીમાં (2), ચઢાવ (2), એકબીજાને (2), પરસ્પર (2), લાહોરના (2), થોડાજ (2), શાંત (2), સોળ (2), કેટલીયે (2), કાવ્ય (2), પડેલા (2), રચનાઓમાં (2), લખવાનો (2), અવસાન (2), લાવીને (2), લાગણીઓનું (2), મળેલી (2), સાજી (2), બેવડાઈ (2), હિંમત (2), ઉત્સાહ (2), દેશી (2), બોલતા (2), સમજાવતા (2), સસરા (2), એકએક (2), રાઉન્ડ (2), તૈયાર (2), શહેરમાં (2), લઈને (2), મળેલા (2), સ્ટાફ (2), ઓફીસના (2), આખો (2), હાર (2), જીત (2), સાંભળી (2), સુચિત્રાને (2), પરિણામ (2), સૂચી (2), આલાપને (2), સુચિત્રાએ (2), લેવી (2), કોમ્પીટીશનમાં (2), સંસ્થામાં (2), ગવર્મેન્ટ (2), સુચિત્રાની (2), કોઈજ (2), લેવાની (2), શોખમાં (2), બધાથી (2), ગર્વથી (2), મ્યુઝીક (2), રાગ (2), વુમન (2), વર્કિંગ (2), સ્વબચાવના (2), હથિયારો (2), હથિયારોની (2), કરનાર (2), ડ્રગ્સના (2), વાળા (2), સાધનો (2), સમાજમાં (2), ભુલાવી (2), નવાઈ (2), આંકડા (2), મિલિયન (2), બંધુકની (2), ખરીદાએલા (2), રક્ષણ (2), રાખેલા (2), બહારથી (2), લોકોના (2), મગજ (2), જરાક (2), ડીપ્રેશનમાં (2), તલવાર (2), લેવાએલા (2), તેટલી (2), સેલ્ફ (2), ડીફેન્સ (2), અમુક (2), ક્યાંક (2), સહેલાઇ (2), રાઈફલ (2), જવાબદાર (2), કાયદો (2), આફ્રિકન (2), અમેરિકન (2), સ્વબચાવ (2), બોલચાલ (2), અઘમ (2), કૃત્ય (2), સેન્ટરમાં (2), સજ્જ (2), આડેઘડ (2), ગોળીબાર (2), પહેલાની (2), મુશ્કેલીઓ (2), તારાજી (2), કાબુમાં (2), બદલો (2), પામી (2), હોવાનો (2), વૈરાગ્ય (2), ચહેરાને (2), અઘરો (2), લાગતું (2), એનાથી (2), વિશેષ (2), ટૂંકમાં (2), માનવતા (2), આભાર (2), વિશ્વ (2), જુના (2), ભાગી (2), સોશિયલ (2), ઘંધા (2), ઈકોનોમી (2), સદંતર (2), રાબેતા (2), રજાઓ (2), એકબીજાની (2), કરવાથી (2), લોકડાઉનમાં (2), મદદરૂપ (2), ટેલીવિઝન (2), મોમ (2), ડિસ્ટન્સ (2), લોકડાઉન (2), ધમધમતું (2), રસોડું (2), સભ્યો (2), નિરાશ (2), ઓગસ્ટ (2), ભોજન (2), કોવીડને (2), અમારે (2), મોટા (2), રોગને (2), સંચાર (2), ઉર્જાનો (2), શાંતિ (2), લાંબા (2), સ્વપ્ન (2), ચર્ચાઓ (2), દીકરીઓ (2), નીકળે (2), મ્હો (2), રહેતું (2), પોઝેટીવ (2), ડરવા (2), વાઈરસ (2), બીક (2), માણસને (2), કોરોના (2), અજાણ (2), બ્લોગ (2), started, design, like, with, website, name, email, write, loading, collapse, bar, manage, subscriptions, view, reader, report, content, privacy, already, have, now, join, other, subscribers, and, entries, create, meta, news, planet, theme, showcase, learn, support, polling, inspired, discuss, bookmarks, 179, હાઈકુ, સંવેદનાનું, સીમ, કાર્ડ, ડાયરીનું, પાનું, પેજ, 105, ટુંકી, 256, કાલ, અછાંદસ, 103, हिंदी, कविता, रेखा, पटेल, વિદેશની, ચ્હા, ચાહ, અભિયાન, મેગેઝિનની, કોલમ, અમેરિકાનાં, categories, 2012, archives, pages, search, older, posts, કોઈનો, રોક્યો, રોકાય, મરણ, કન્યાદાનનું, વિનોદનું, પર્યંત, ડાહી, પૂરું, વહાલા, દુઃખને, શકવાનું, તીવ્રતાથી, અનુભવું, ડહોળાઈ, સિફતથી, પિતાનું, મહત્વ, વિશ્વાસથી, જરુર, સોનાની, થાળીમાં, વહેલી, લોઢાની, મેખ, હાથમાંથી, ઢગલો, ફસડાઈ, વહાલ, ખડકીમાં, જોયેલું, દ્રશ્ય, કંપાવી, ખડકી, સફેદ, કપડાથી, હ્રદયને, કોતરતાં, કીડાની, ઉભરાતા, બેસવા, કશુક, અમંગલ, દાદીમાની, નબળી, ધારી, જલ્દીથી, ગામના, જવામાં, પૂછતી, કાલના, પેપર્સની, કાકા, બોલ્યા, પેપર્સ, સાંજ, ગામડામાં, મૃત, અગ્નિસંસ્કાર, પ્રસંગોમાં, અર્થમાં, નશીબદાર, એથીજ, હોસ્પિટલમાં, પહોચતા, અમદાવાદ, સિવિલ, હોસ્પિટલનાં, દરવાજે, કાયમને, વ્હાલી, ભરેલા, સંસારમાં, આપજે, વેળાના, એમના, ભાગ્યે, બોલી, શક્યા, કંપી, આગલા, અઠવાડિયે, જલદી, લીધેલી, દવાઓનું, રીએક્શન, અઘરું, લગ્નનું, શોપિંગ, ઓસરીમાં, ઢાળેલી, ખુરશીમાં, અત્યંત, કરતાં, લાવ, બતાવ, પૂછી, દર્દમાંથી, હસતો, કન્યાદાન, રડ્યા, બીમારીને, સુજી, ગયેલો, આખરી, નિશાની, સમો, ઊંડી, વેદનાની, ભૂલાય, માથામાં, પીડાની, ચોથાજ, એન્યુઅલ, બગાડવાનું, પછીના, પલંગમાં, પૂછ્યું, કોઈએ, કશુંજ, મનદુઃખ, એમણે, પૂછ્યા, જાણી, સ્પર્શ, અવાજ, ચમક, બીજાજ, આપવા, બાજુનાં, ગામ, બોરસદ, લથડતા, જવાતા, રડી, જીદ, ઉત્સાહમાં, સાસરું, અઠવાડિયામાં, લેવાના, તૈયારીમાં, ઘેરી, દિનપ્રતિદિન, બગડવા, માંડી, પપ્પાનો, વિદેશનો, અમેરીકા, પરણાવીશ, જીદને, અનુસરી, અમેરિકાથી, પારખી, સાચવે, અક્ષરેક્ષર, ક્ષણો, વિટાળીને, જોવું, હસવાની, અદા, કુરબાન, નીચેનો, હોઠ, ધકેલાઈ, જોવાનું, કુટુંબની, તેર, ઉંમરેથી, ઉપાડી, સ્વપ્નાઓને, હૃદયમાં, ભંડારી, ફરવાનો, જાણવાનો, જોતી, સમજતી, આપીશ, ઉપરવાળો, રાખવાનું, બેઠો, પ્રત્યેનો, એમનો, અનોખો, વાક્ય, વણાઈ, બાંધી, મુઠ્ઠી, લાખની, મ્યુઝીકમાં, ફિલ્મી, ગીતોનું, કલેક્શન, હીટ, રેકોર્ડ, કરાવતા, વાંચનનો, કેળવાયો, હિન્દી, મિડિયમમાં, રાજસ્થાન, ભણ્યા, આગ્રહ, મેટ્રિક, બુદ્ધિની, તોલે, ભલભલા, એન્જીનીયર, અતિશયોક્તિ, પ્રકારની, ફીટ, પાવરધા, ૧૯૮૦, સાલમાં, વસાવવાના, ફાંફા, આવેલું, નાખતાં, રાતભર, જાગી, ટેકનોલોજી, રંગોનું, સેટિંગ, અંદરની, પિક્ચર, ટ્યુબ, આવડતને, ગર્વ, અનુભવતા, કંઈક, બગડી, બોલાવે, ફ્રીમાં, રીપેર, નાનપ, મજુરો, મિત્રતા, હાજર, બહેનોમાં, લાડકી, કંઈ, લડી, જડબા, નશો, છૂટી, ખેંચી, કોશિશ, નવનીતભાઈ, પાતળું, લાબું, વ્યક્તિત્વ, મિજાજી, ગુસ્સાવાળા, આનંદી, દુઃખોને, નજીકથી, અનુભવ્યા, હ્રદયના, ભોળા, યુવાનીમાં, મોજશોખ, રંગીનીયાને, માનતો, પ્રાથમિકતા, પિતાના, ત્યાગને, આંકવો, ઘરને, દીવાલો, છાપરું, હજાર, પુસ્તકોમાં, ૯૦૦, અસ્તિત્વનો, ગુરુ, ઝાલી, સૂચવનાર, જીવનરથનો, રથને, ઢીલ, કસીને, ખેંચે, ખેંચાએલી, લગામને, લઈએ, પ્રત્યેની, લખાએલા, સેંકડો, વર્ણવી, શકવા, વર્ણવાનો, અધધધ, સુખના, પ્રસંગોને, જીવનનાં, દુઃખના, દર્દને, અચૂક, લઈશ, ઈશ્વર, પરમેશ્વર, થકી, રોનક, ચહેરે, પરદેશની, શહેરો, સિટી, ત્યાંના, બદલાતા, પહેરવેશ, વર્તન, માંગી, છૂટકો, સમજાય, દર્શાવવાની, વિકસાવવી, જરૂરીયાતો, પુરતું, બહાના, નજદીકી, વાતચીત, લાઇફ, થીંકીંગ, અપનાવવું, ઈંટરનેટને, બનવા, દેતા, વસ્તુ, બચાવી, શકીયે, દોષબીજાને, આપવો, હદે, પેલું, માનવા, કહેવા, અપનાવી, વધવા, અત્યારે, ટોકવામાં, મઝા, અહંને, ઠેસ, છુપાઈને, પ્રસંગે, પૂછશે, ઉંમરનું, બહાનાઓ, ચુપચાપ, સંપર્ક, સિમીત, એવરેજ, ટીનેજર, દિવસના, એક્ટીવીટી, પોશ્ચર, બનાવવાની, આદત, ડીપ્રેશનનું, પ્રમાણ, વધતું, આંખમાં, રજુ, ખુમારી, આત્મવિશ્વાસ, જતાવવાની, વિખેરાઈ, સંપર્કમાં, કંપનીનો, પ્રણેતા, સ્ટીવ, આઈપેડ, તરફેણમાં, પ્રગતિમાં, ઈચ્છતા, ગુગલ, ફોનનાં, માટેજ, ટેકનોલોજીથી, નુકશાનની, ઇચ્છીએ, રૂમમાં, પેડ, કોમ્યુટર, ગેજેટ, પકડાવી, દેવાયા, જરૂરિયાત, દેખાડો, દંભ, ઇલેક્ટ્રિક, ગેઝેટોનો, પરિચય, તેટલો, મોડો, કરાવવામાં, કશુજ, નાનપણમાં, ગેઝેટ્સ, ગેમ્સ, નેટ, સર્ફિંગ, મેળવવાના, ઈરાદે, પોતાનો, બારણા, જાણવાની, પેરેન્ટસની, આતુરતા, રોકવા, હાથવગી, સુવા, વાંધો, રમવા, પ્રવૃત્તિઓ, હિલચાલ, આડકતરી, લાગવું, પહેરો, કુંઠિત, ઉંમરથી, આપણેજ, સુતા, શીખવીએ, દ્વારાજ, શીખવાડવામાં, ઈચ્છે, થોડો, અઘરૂ, તેમનાં, ડખલ, ફ્રીડમ, હેડેક, પરદેશ, મિત્રોની, માતાપિતાને, બિન્દાસ, પોરસાઈને, પ્રોત્સાહન, આપવામાંથી, બાકાત, નિર્દોષતા, કશુ, કુમળા, ટેલીવીઝન, ઈંટરનેટના, માઘ્યમ, મેળવેલું, અધકચરું, પહેલાનું, વાળવું, યુરોપ, ઓસ્ટેલિયા, કાર્યદક્ષતામાં, નરી, આંખે, કોલેજમાં, ભણતી, યુવતીઓની, વીસ, સ્વત્રંતા, આવો, કનેક્શન, ભજવી, સર્વાંગી, વિકાસ, ગેરમાર્ગે, દોરાવાનો, નિકટતા, કુમળાં, વાળો, સાર્થક, વાળવાનો, દિશા, સૂચવવાનો, બચ્યો, ફેશન, જાતિભેદ, જાણતો, સમજતો, બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડની, દુરનો, મિત્રતાને, જોવાતી, ગમેતેવા, હોવો, હોવી, પેઢીને, નુકસાન, વાઈફાઈ, કનેક્શનને, સોસાયટીમાં, બદલાવ, બદલાવના, પ્લસ, માઈનસ, ઈન્ટરનેટના, હાઇસ્પીડ, કનેક્શનમાંથી, કોમ્પ્યુટરના, ડેટા, પ્લાનમાં, સચવાઈ, ગયાનાં, સ્વભાવમાંથી, નીકળીને, થોડીવાર, પછીની, વિચારવું, સ્વતંત્રતાને, રૂંધી, દેવામાં, મહાનતા, બલિદાન, ત્યાગની, મહાન, વાંચવા, સાંભળવામાં, અમલીકરણ, આજનાં
Text of the page (random words):
ત્યાં કોરોનાનો કહેર તૂટી પડ્યો છતાં અંતરમાં એક આશા અકબંધ હતી કે ઓગસ્ટ સુધીમાં બધું બરાબર થઇ જશે દીકરીની ઈચ્છા પ્રમાણે બધુજ કરીશ વહાલી દીકરી તેની ઈચ્છા પૂરી કરવામાં તેના ડેડીએ પાછું નહોતું જોયું છતાં ધાર્યું ધણીનું થાય છે એ પ્રમાણે આજની પરિસ્થિતિને જોતા લગ્ન આ વર્ષે બંધ રાખવા પડ્યા ખુબ દુઃખ થયું ઈચ્છા મુજબનું ના થાય તો નિરાશ થવાય છતાં બધા હેમખેમ છે એજ ઘણું છે વિચારી ફરીના વર્ષે પરસ્થિતિ પ્રમાણે કરવું વિચારી લીધું માત્ર ઘરમાં નાનકડો પ્રસંગ કરી દીકરીને તેના નવજીવનના આશીર્વાદ આપી વિદાઈ કરી આપણે બધા સલામત છીએ તેનાથી વિશેષ શું માની હવે સમય અનુકુળ થવાની આસ હજુ પણ હૈયામાં અકબંધ છે આ લોકડાઉન સહુથી ખુશ મા એક સ્ત્રી હશે તેવું હું માનું છું છતાં વધારે તકલીફ પણ તેનેજ પડી હશે કોરેન્ટીન રહેવાને કારણે પરિવારના બધા સદસ્યો જ્યારે ઘરે હોય ત્યારે સ્ત્રીની જવાબદારીઓ વધી જાય છે બાળકોને આ કપરા સમયમાં બહારના ઝંઝાવાતથી સાચવવા અને ઘરમાં વ્યસ્ત રાખવામાં તેનો ઘણો સમય વીતી જતો સાથે પરિવારના બધા સભ્યો ઘરે હોવાથી તેનું રસોડું આખો દિવસ ધમધમતું રહે સહુથી વધારે અધરું એની માટે જે એક મા સાથે વર્કિંગ વુમન છે અહી અમેરિકામાં સંપૂર્ણ લોકડાઉન રહ્યું નથી આવા સંજોગોમાં સ્ત્રીઓ ને ઘરેથી કામ કરવાનું બન્યું છે વધારામાં બહાર ડે કેર સ્કૂલો બધું બંધ છે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું હોવાથી કોઈ આયા કેર ટેકર આવી શકે નહિ કે બાળકોને ક્યાય મૂકી શકાય નહિ આ સ્થિતિમાં તેમને ઘરે સાચવતા રહીને કામ કરવાનું ખુબજ મુશ્કેલ બની જાય છે બાળકો મા ને ઘરે જુવે એટલે તેમની માંગ સામાન્યપણે વધીજ જવાની મા પણ આ સમયને બાળક સાથે વ્યતીત કરવા માટે ખુબ આતુર રહે છે આ સોનેરી સમય મળ્યો છે સમજી તેને જીવી લેવા માંગે છે બાળકોની ઇચ્છાઓ પૂરી કરવા માગે છે પરંતુ નોકરીનો બોજ તેને કોઈ રીતે ફાવવા દેતો નથી આ સ્થિતિમાં એ વધુ હતાશ થઇ જાય છે મોમ ઘરે છે પાસે છે છતાં તેની ટાઈમ સ્પેન્ડ નથી કરતી એ વાત બાળકોને તેમને વધુ પજવે છે તેઓ કારણ સમજી શકતા નથી અને ક્રેંકી એટલેકે કજીયાખોર બની જાય છે જેના પરિણામે ઘરે રહીને કામ કરતી માતાની સ્થિતિ દયાજનક બની જાય છે લોકડાઉનમાં આપણે બધા જાત સાથે નજર કેદ બની ગયા હતા ત્યારે ઈન્ટરનેટ અને ટેલીવિઝન સહારો બની રહ્યા જે ફોન અને શોશ્યલ મીડીયાને લોકો ગાળો આપતા હતા એ બધાની માટે આજે આ સંકટ સમયની સાંકળ બની ગયું છે એકાંતવાસમાં પણ બધાની સાથે રહેવા એકલતા ભાંગવામાં શોશ્યલમીડિયા ખુબ મદદરૂપ રહ્યું આજે પણ ફોનકોલ વિડીયોકોલ દ્વારા ચેટીંગ દ્વારા આજે લાગણીઓનું અરસપરસ આદાન પ્રદાન થતું રહ્યું છે ભલેરૂબરૂમાં મુલાકાત શક્ય ના બને પરંતુ આ ઇલેક્ટોનીક્સ ઉપકરણોની સહાય થી રોજીંદી હુંફ લાગણીઓ જળવાઈરહે છે જ્યાં માતાપિતા બંને બહાર કામ કરતા હોય ત્યારે નાના બાળકોને ડે કેર કે અર્લી એજ્યુકેશન જેવા સેન્ટરોમાં મુકવા પડે છે ના છુટકે બાળકોને દુર રાખવા પડે છે આ લોકડાઉનમાં ઘણાને ઘરે રહીને કામ કરવાનો મોકો મળ્યો છે ત્યારે તેમની ખુશી બેવડાઈ ગઈ છે ઘરમાં દરેક વ્યક્તિ એકબીજાને ગમતું કરે બધા કામ હળીમળીને કરે તો સમયનો સહુથી સારો ઉપયોગ કર્યો ગણાય આમ કરવાથી એકબીજાની તકલીફ તેના ગુણ અને ઉણપ સમજી શકાય છે પ્રેમમાં ચોક્કસ વધારો થાય છે પતિ પત્ની બંનેની માટે આ દિવસો સંભારણા બની જવા જોઈએ મળેલી રજાઓ ફક્ત એકબીજા માટેની ભેટ છે માત્ર તકલીફ પડી રહી છે એ લોકોને જેમને વીકલી પગાર ઉપર જીવવાનું છે રોજ કમાઈને ખાનારી પ્રજાની સ્થિતિદયનીય બની ગઈ છે તે હકીકત છે દેશમાં અને પરદેશમાં ઘણા લોકો એવા છે જેમની પાસે પોતાના ઘર નથી સાથેકોઈજ મૂડી નથી બસ અઠવાડીયાના પગારમાં ચલાવવાનું અને ફરી પગારના દિવસની રાહ જોવાની જોકેઅમેરિકામાં ગવર્મેન્ટ તરફથી આ સમય માટે દરેક વ્યક્તિ દીઠ ડોલર્સ ચૂકવ્યા છે જેથી બધું રાબેતા મુજબ થતાસુધી ઘરખર્ચ નીકળી શકે દરેક દેશની સરકાર આ કરી શકે તેમ નથી એથી એ લોકોને ચોક્કસ મુશ્કેલીઓ પડવાની ધંધાદારીઓ માટે આ તકલીફનો સમય છે અમેરિકામાં લગભગ બધાજ ઘંધા બેન્કની લોન ઉપર લેવાએલા હોય છે આ સ્થિતિમાં મહિનાઓથી તે સદંતર બંધ છે આથી તેમને ટકી જવા અને ફરીથી ખોલી પાછુ સક્રિય થવામાં બહુ મહેનત કરાવી પડશે કાલની ઈકોનોમી પણ કેવી હશે તેની હજુ જાણ નથી આ સંજોગો લોકલ બિઝનેસ કરનારા માટે પણ અઘરો છે અમારા પણ અમુક ઘંધા હાલમાં બંધ છે પરંતુ આની સામે અમેરિકામાં સુખ હોય કે દુઃખ નવરી પડેલી પ્રજાને ખાવા અને પીવા આલ્કોહોલ જોઈએ એ કારણોસર ગ્રોસરી અને લીકર સ્ટોર અમેરિકામાં ઘૂમ કમાઈ રહ્યા છે સોશિયલ ડીસ્ટન્સીંગ ના નામે જ્યારે માણસ એક બીજાથી દુર ભાગી રહ્યો હતો ત્યારે મોતના ભયે તેને અંગત રીતેબીજાઓ સાથે લાગણીઓથી જોડી રાખ્યો આ સમયમાં મને પણ ઘણા જુના સબંધોને ફરી વિકસાવવાની તક મળીહતી બહાર જ્યારે કશું ના કરવા જેવું હોય ત્યારે આપણી આંતરિક ભાવના સ્પષ્ટ પણે બહાર ઉભરાઈ આવે છે ખબર અંતર પૂછવાને બહાને પણ સમયની રાખ ઉડાડવાની તક સાંપડી હતી જેના કારણે જુના મિત્રોનો સાથ ફરી સાંપડ્યો સરહદો ઉપર ભલે વિઝા ટ્રાવેલિંગ ઉપર રોક લાદવામાં આવ્યો પરંતુ માનવતા હેઠળ વિશ્વ એક બની ગયું ટૂંકમાંઆ પ્રભુનો આભાર માનવાનો સમય આવ્યો કે દુઃખમાં માત્ર એકજ સ્મરણ તારું કે જે હિંમત ભરી જાય છે એકમહામારીને કારણે માનવતા જાગૃત થઇ ગઈ લોકોએ વિશ્વમાનવ બની પ્રેમ અને કરુણા અને પ્રાર્થનાઓ એક સાથેમળીને કરી ટૂંકમાં વસુધૈવ કુટુંબકમ ની ભાવનાનો વધારો સ્પસ્ટ દેખાયો આ પણ ચમત્કારથી વિશેષ નથી આ બધામાં જેનાં અંગત સ્વજનો વાઇરસના ભોગ બન્યા તેમની માટે આજે પણ અંતરમાં દુઃખ જન્મી જાય છે મોત તો દરેકને આવવાનું છે પરંતુ તેનો એક મલાજો હોય છે કેટલાક તો એવા સમયમાં થયા કે મૃતક શરીરને ઘરે પાછા પણ લાવી શકાય નથી નાં તો અગ્નિદાહ કરવાનો અવસર મળ્યો એનાથી વધારે કરુણ મને એ લાગતું કે જેનું અંગત સ્વજન દુર ચાલી ગયું હોય ત્યારે માથું મુકીને દુઃખ હળવું કરી શકે તેવો એક પણ ખભો પાસે નાં હોય તે સ્થિતિ કેવી દારુણ લાગે આજે પણ ઘરની બહાર નીકળીએ તો સામે મળેલા માસ્ક હેઠળ છુપાએલા ચહેરાને ઓળખાવો અઘરો થઇ પડે છે આમ પણ દરેકના ચહેરા ઉપર છુપા માસ્ક હતા તેમાય આ દેખીતા માસ્ક લાગણીઓ સાથે સંવેદનાઓ પણ છુપાવીદે છે વ્યક્તિનો ગમો અણગમો જોવા તેને ધારીને જોવો પડે ત્યારે આંખોની ભાષા વંચાય છે તેમાય આંખો ઉપરચશ્માં હોય તો પત્યું છુપાવી રાખેલા ચહેરાને હવે મેકઅપની જરૂર નથી એક રીતે શોખમાં પણ વૈરાગ્ય આવી ગયું હોવાનો ભાસ થાય છે ધીમેધીમે પરિસ્થિતિ કાબુમાં આવી રહી હતી ત્યારે ફરી નવેમ્બર મહિનામાં કોવીડે માથું ઉચક્યું છે ત્યારે આની ગંભીરતા વિષે વિચારવા મજબુર બની જવાય છે કોવિડ ગ્રસ્ત આંકડા દરેક હદ વટાવી રહ્યા છે રોજ ૩૦૦૦ થી વધારે વ્યક્તિઓ આજે પણ અમેરિકામાં મૃત્યુ પામી રહ્યા છે ત્યારે આતંકવાદી હુમલા સમયનું નાઈન ઈલેવન યાદ આવી જાય છે ત્યારે એકજ દિવસની જે સ્થિતિ હતી તે આજે રોજરોજ જોવા મળી રહી છે ત્યારે બદલો લેવા માણસે માણસ ઉપર હુમલો કર્યો હતો જેમાં વધુ તારાજી થઇ હતી આજે રોજ થતા આટલા બધા મૃત્યુ માટે જવાબદાર કોણ બદલો લેવો તો કોની સાથે બસ આશા છે આ અંધકાર જલ્દી વછૂટે અને સોનેરી ઉજાસના દર્શન થાય કોઈ મળ્યું અને ગળે વળગી પડ્યા તેવુંનજીકના ભવિષ્યમાં બનવાનું નથી અંતરના આવેગને કાબુમાં રાખવો પડશે પ્લાસ્ટિકિયા સ્મિતાને અલવિદા કહી માસ્ક નીચેની સ્માઈલ ભલે ના દેખાય પણ આંખોમાં હેત ભરતા શીખવું પડશે બસ પ્રભુને પ્રાર્થના કે આ કપરોસમય વધુ તારાજી વિના જલ્દી જાય લોકોને હૈયે પડેલા ઘા જલ્દી રૂઝાય leave a comment posted by rekha patel vinodini on january 26 2021 in uncategorized firearms ઘાતક હથિયારો 28 dec ફાયર આર્મ્સ લો એ સ્વબચાવ કે સ્વચ્છંદતા રેખા પટેલ ડેલાવર અમેરિકા ફ્રીડમનો દેશ રહેણીકરણી બોલચાલ તહેવારો જીવનશૈલી બધામાં પુરતી સ્વતંત્રતા વધારે પડતી સ્વતંત્રતા ક્યારેક સ્વચ્છંદતામાં પણ પરિણામે છે સ્વતંત્રતા દરેકને ગમે પરંતુ તેનો અતિરેક અને અંકુશવિનાના નિયમો પોતાની સાથે બીજાના જીવનમાં પણ મુશ્કેલીઓ નોતરે છે થોડા સમય પહેલાની એક ઘટના યાદ આવી ગઈ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની સેન્ડ બર્નાડીનો કાઉન્ટીમાં આવેલા ડીપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થના ડિસેબલ અને ઓથેસ્તિક બાળકોના સેન્ટર માં એક મુસ્લિમ યુગલ ઘુસી ગયું જેમા સાઉદ રીઝવાન ૨૮ વર્ષનો યુવાન અને તેની સાથીદાર યુવતી તસ્ફીન ૨૭ વર્ષની હતી હથિયારોથી સજ્જ આ બંને બાળકોનાં આ સેન્ટરમાં ધુસી જઈ આડેઘડ ગોળીબાર કર્યો જેમાં ૧૪ લોકોના જાન ગયા અને ૧૭ જેટલા ઘાયલ થયા એક માત્ર તેમની પાસે બંધુક હતી અને મગજની કોઈ વિકૃતતા જેના કારણે બીજા નિર્દોષ લોકોને ભોગવવું પડ્યું આવું અઘમ કૃત્ય કરનાર રીઝવાન પોતે પાંચ વર્ષથી અહી કાઉન્ટીના હેલ્થ ડીપાર્ટમેન્ટમાં કામ કરતો હતો આ સેન્ટરમાં ક્રિસમસની હોલીડે પાર્ટી ઉજવાતી હતી જ્યાં રીઝવાન પણ ઇન્વાઇટેડ હતો પાર્ટી દરમિયાન કોણ જાણે તેને શું થયું કે થોડીવારમાં તેની ગર્લફ્રેન્ડ સાથે હથીયારોથી સજ્જ આવી પહોચ્યો અને આડેઘડ ગોળીબાર શરુ કર્યો હતો કોણ જાણે અચાનક શું બન્યું હશે ગુસ્સો કે કોઈ વિકૃતિએ એના મગજમાં જન્મ લીધો હશે કે તેણે આવ્યું અઘમ કૃત્ય આચર્યું ત્યારબાદ પોલીસ સાથેની અથડામણમાં તે બંને માર્યા ગયા એજ સમજાતું નથી કે શા માટે લોકો જાણેકે પીપરમીન્ટ ની ગોળી ખિસ્સામાં રાખતા હોય તેટલી સાહજિકતા થી ઘરમાં આવા હથીયારો વસાવે છે અને મગજ ઉપર જરાક ગુસ્સો સવાર થતા તેનો આવી રીતે છૂટથી ઉપયોગ કરે છે જો તેની પાડે આવું કોઈ ઘાતક હથિયાર નાં હોત તો કદાચ મારામારીથી વાત પતિ ગઈ હોત બીજા દેશોમાં પણ લોકો વચ્ચે અથડામણ થયા છે છતાં કોઈ ધાતકી બનતું નથી પરસ્પર બોલચાલ વધી જાય તો બાથંબાથ અને મારામારી જેમાં ઘાતક હથિયારથી થયા અકસ્માતો કરતા બહુ ઓછી ઈજાઓ નોંધાય છે પરંતુ અહી હથિયાર રાખવા ગેર્કાયદેસર નથી આ માટે સ્વબચાવના ભાગ હેઠળ ગમેતે હથિયાર વસાવી શકે છે ગયા વિન્ટર માં બનેલી એક ઘટનામાં સત્તર વર્ષનો આફ્રિકન અમેરિકન યુવાન સાંજના સમયે ઠંડીથી બચવા મ્હોને ઢાંકતી ટોપી અને કાળો ઓવરકોટ પહેરીને સુમસાન રસ્તામાં ઝડપથી ચાલતો કોઈ અમેરિકન ધોળિયાની સામે આવ્યો પેલાને સાવ સામે આ રીતે આવી જતા અમેરિકનને લાગ્યું આ ચોક્કસ લુંટ કે મારવાના ઈરાદાથી આવી રહ્યો છે સ્વબચાવ હેઠળ અમેરિકને લાંબુ વિચાર્યા વિના કોટના ખિસ્સામાંથી બંધુક બહાર કાઢી તેની ઉપર ફાયર કર્યું પેલા નિર્દોષ આફ્રિકન યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ થયું કોર્ટમાં કેસ ચાલ્યો છેવટે ચુકાદામાં સ્વરક્ષા માટે ચલાવાએલ હથિયાર ના કારણે તે નિર્દોષ જાહેર કર્યો આવી ઘટનાઓ અને મૃત્યુ પાછળ રાઈફલ કે બંધુક જેવા ઘાતક હથિયારોના સહેલાઈથી મળતા લાઈસન્સ કેટલેક અંશે જવાબદાર ગણી શકાય છે પરંતુઆ ફાયર આર્મ લો નો કાયદો અમેરિકા જ્યારે આઝાદ થયું ત્યારે જંગલોમાં શિકાર કરવા અને આત્મ રક્ષણ માટે બંધારણ વખતે ઘડાએલો કાયદો છે જેમાં સેલ્ફ ડીફેન્સ હન્ટિંગ કે સ્પોર્ટ્સ એકટીવીટી માટે સહેલાઇ થી ગન કે રાઈફલ જેવા હથિયારોનું લાયસન્સ મળી જાય છે અમુક સ્ટેટમાં ગન ખરીદી તેનું લાયસન્સ લેવું ફરજીયાત છે ક્યાંક ટ્રેનીંગ લેવી પડે છે કે ગન લેતા પહેલા પોલિસ સ્ટેશન કે લો ઇન્ફોર્સમેન્ટ એજન્સીમાં રજીસ્ટર કરાવવું જરૂરી બને છે તો ક્યાંક વળી માત્ર ડ્રાઈવિંગ લાયસન્સ અને આઈડી પ્રૂફ આપતા ગન સહેલાઇ થી મળી જાય છે જાણીને નવાઈ લાગશે કે આજે અમેરિકમાં આશરે ૪૦૦ મિલિયન ફાયરઆર્મ્સ હથીયારો જાહેરમાં લોકો પાસે રહેલા છે જે બહુ મોટો આંકડો કહેવાય રોજબરોજ બનાવો જોતા ૨૦૧૨ માં લેવાએલા એક સર્વે પ્રમાણે ૪૪ ટકા લોકોનું માનવું છે કે આ કાયદાને બંધ કરવો જોઈએ કે આટલી આસાનીથી ગન મળે અને ૯૨ ટકા લોકો નું કહેવું છે કે પહેલા બેક્ગ્રાઉન્ડ ચેક કરવું જોઈએ તેની જરૂરીયાત જોઈ તેને આવા ઘાતક હથિયાર આપવાની છૂટ આપવી જોઈએ અહી ગન શો માં હથિયાર આપણે ત્યાં તલવાર અને ચપ્પા મળે તેટલી આસાની થી મળતા હોય છે સેલ્ફ ડીફેન્સ લો પ્રમાણે ઘણા સ્ટેટમાં તમારા બચાવમાં ચલાવાએલી ગોળીમાં થતી જાનહાની થી તમે ગુનામાં નથી આવતા એક રીતે જો કહીએ તો અહી ગન રાખવી તે બરોબર જાણે કે આપણે ત્યાં રાજપૂત લોકોને મન તલવાર અને શીખ માટે કટાર જેવું ગણાય છે આ ધોળી પ્રજા એટલેકે બ્રીટીશર ડચ ફ્રેંચ સ્પેનિયાર્ડ બધી પ્રજા પહેલે થી લડાયક હતી જંગલમાં ઘોડા ઉપર રખડવું અને શિકાર કરવો તેમની ખોરાક માટેની જીવન જરૂરીયાત પણ હતી વર્ષો પહેલાના જીવન અને જરૂરીયાત પ્રમાણે તે સમયે કાયદાના બંધારણની રચના થઇ ત્યારે જરૂરિયાતના ભાગ મુજબ બંધુક જેવા હથીયારો પાસે રાખવાની છૂટ રખાઈ હતી તે વખતનું જીવન અને વિચારો અલગ હતા નશાખોરીની માત્ર આટલી બધી નહોતી હવે સમય વર્તે સાવધાન પ્રમાણે કાયદાઓમાં ફેરફાર થવા આવશ્યક છે પરતું આજે સમાજમાં ફેલાતી ગેરનીતિ અને આર્થિક માનશીક સંકડામણ ને કારણે સાયકોલોજી પ્રોબ્લેમ્સ વધતા રહ્યા છે આજના સમાજનું માનસ ડામાડોળ છે આવી સ્થિતિમાં તેની પાસેના આવા હથિયાર બહુ ભયાનક સ્થિતિ સર્જી નાખે છે લોકોના મગજ ઉપર ગુસ્સો કાયમ સવાર થઈને રહેતો હોય છે જરાક મનને અણગમતુ બને કે તુરંત ગુસ્સો અને ડીપ્રેશનમાં બહાર આવી જાય છે ત્યારે જાણતા અજાણતા ઘાતક હથીયારનો ઉપયોગ થઈ જાય છે જેના માઠાં પરિણામ ગુસ્સો ઉતર્યા પછી ભોગવવા અઘરા થઇ પડે છે પણ આપણી કહેવત છે કે જબ ચીડિયા ચૂગ ગઈ ખેત તબ પછતાવે ક્યા હોવત હૈ સાચી વાત છે કે દરેક પરિસ્થિતિમાં સમજશક્તિ નો ઉપયોગ બહુ જરૂરી બની રહે છે અમરિકામાં ક્યા રાજ્યમાં કેટલા રજીસ્ટર થયેલા હથીયારો છે તેના વિષે જો માહિતી મેળવીએ તો ટેક્સાસમાં ૮૩૦ ૦૦૦ ફ્લોરીડામાં ૫૦૦ ૦૦૦ વર્જીનીયામાં ૪૦૦ ૦૦૦ હથીયારો રજીસ્ટર થયેલા અને ખરીદાએલા છે આજ રીતે ઘટતા ક્રમે બીજા રાજ્યો આવે છે જેમાં ૪૨ ટકા લોકો ગન જેવા હથિયાર સલામતી માટેના કારણોસર ઘરમાં રાખે છે તેમાં કેટલાક પાસે તો એક કરતા વધારે હથિયાર ખરીદાએલા છે ૩૬ ટકા ૬૫ વર્ષના કરતા વધુ મોટી ઉંમરના પોતાના રક્ષણ માટે રાખે છે ૩૧ટકાએ પોતાના અંગત કારણોસર રાખેલા છે વર્ષે ૯ ૦૫૨ ૬૨૮ જેટલા હથિયાર અમેરિકામાં બની રહ્યા છે ૫૫૪ ૨૩૭ બહારથી આવી રહ્યા છે આ સિવાય ગેરકાયદેસર આવતા હથિયારોની સંખ્યા આ કરતા કઈ વધારે હશે લોકો માને છે કે બંધૂક જેવા હથિયાર ઘરમાં હોવાથી સાલમતી વધારે રહે છે પરંતુ હકીકતમાં બંધુક વાળા ઘર ઓછા સલામત કહી શકાય અહી આકસ્મિક મૃત્યુ આપધાત અને ઘરેલું હત્યાના જોખમો રહેલા છે ૨૦૧૯મા ૧૦ ૨૫૩ લોકો આવા હથીયારને કારણે મૃત્યુ પામ્યા છે મોટાભાગના અમેરિકાનો હવે માની રહ્યા છે કે બિનજરૂરી હથીયાર રાખવા દુષણ છે આ બધા આંકડાઓ કરતા ઘણા વધારે હથિયાર અમેરિકામાં લોકો પાસે રહેલા છે કારણ અહી ફેડરલ બંધુકની નોંધણી ફરજિયાત નથી નવાઈની વાત છે કે કોવીડ દરમિયાન બંધુકની ખરીદીએ આજ સુધીના આંકડામાં વધારો કર્યો છે ખુબજ નવાઈ પમાડતી વાત છે કે વિશ્વની ચાર ટકા વસ્તી અમેરિકામાં છે અને વિશ્વના ૪૦ ટકા હથિયાર અમેરિકામાં લોકો પાસે છે એક આંકડા અનુસાર ૪૦૦ મિલિયન બંધુકો અમેરિકામાં પ્રજા પાસે છે પૈસાદાર દેશ તરીકે અમેરિકાની ગણના થાય છે ત્યારે આવું હોવું લોકોને વ્યાજબી લાગે છે કદાચ રાજામહારાજા ઓના શોખ પણ આજ કારણોસર રહ્યા હશે જેની પાસે વધુ હોય તેમને સાચવણીની ચિંતા વધારે હોય છે અને ત્યાજ આકસ્મિક મુત્યુનો દર પણ વધારે હોય છે જ્યાં ખાસ ખોવાનું નથી હોતું તેમને આવા સાધનો વસાવવાની જરૂર પણ નથી ગમે તેમ હોય પરંતુ આવા ઘાતક હથિયાર એ દરેક માટે ભયજનક છે કોઈ પણ અંગત કારણોસર તેનો દુરુપયોગ થવાનો ડર સતત રહે છે આજકાલ સમાજમાં પણ કોઈ સાથેની નાની સરખી બોલાચાલી કે ઝગડામાં આવી બંધુકનો ઉપયોગ થવાનું સાંભળી રહ્યા છીએ તેમાય નશાની હાલતમાં અને ડ્રગ્સના નશા હેઠળ માણસ પોતાની શાનભાન ભુલાવી ના કરવાનું કરી બેસે છે થોડા વર્ષો પહેલા ધંધાઓ ઉપર લુંટ થતી તેમાં છુરી કે બંધુક બતાવાતી અને તેના જોરે લુંટ થતી પરંતુ એ વખતે મોતના સમાચાર ઓછા સાંભળવા મળતા લુટ કરનાર ડોલર્સ લઈને નીકળી જતા આજે ડ્રગ્સના નશામાં ચુર લુંટારાઓ ઉપર કોઈ વિશ્વાસ મુકાતો નથી કારણ તેમની વિચારશક્તિ કોઈજ કામ કરતી નથી તેમાં આવું ધાતક હથિયાર હાથમાં હોય તો લુંટ ચલાવ્યા પછી પણ જતા જાતા ફાયર કરીને નીકળી જાય છે છેલ્લા કેટલાય વર્ષોથી કામધંધા વિનાના બેરોજગાર અને છતાં ડોલર્સની જરૂરીયાત વાળા લોકો નાના બિઝનેશમાં આવા સાધનો બતાવી લુંટ ચલાવી રહ્યા છે આજ કારણે લોકોમાં ડર વધતો રહે છે આજે કોઈ સાથેની તકરાક ગુસ્સો કે ઘર્મના નામે મતભેદ માં પણ બંધુકનોછૂટથી ઉપયોગ કરી દેવાય છે સામાન્ય રીતે સ્વબચાવના હથિયારો કદીય ઘાતક ના હોવા જોઈએ બહુ જરૂરી લાગે ત્યાં ચીલી સ્પ્રે નાનચાકું હોકી સ્ટીક વગેરે સાથે રાખવા સારા સહુથી યોગ્ય તો એક કે આપણે સહુએ સાથે મળીને એવી સમાજ ઉભો કરવો રહ્યો કે જ્યાં કોઈ પ્રકારના હથિયારોની જરૂર ના રહે leave a comment posted by rekha patel vinodini on december 28 2020 in uncategorized પ્રસન્નતાનો પ્રકાશ 08 nov પ્રસન્નતાનો પ્રકાશ રેખા પટેલ વિનોદિની ડેલાવર લગ્ન પછી સુચિત્રાની જીંદગી સાવ પલટાઈ ગઈ હતી માતાપિતાના ઘરે હતી ત્યારે એક બાજુ સવારે તેના પપ્પા નોકરી ઉપર જવા નીકળતા અને બીજી બાજુ સુચિત્રા એક કલાક અગાસીમાં આભમાં હળુંહળું ઉગતા સુરજની સાખે પંખીઓની ચહેકાટ વચ્ચે હાર્મોનિયમ સાથે રાગ આલાપતી રિયાઝ કરતી ત્યારે ખુશીથી તેનો ચહેરો ચમકતો હજુ એ વાતને વર્ષ પણ નથી થયું અને આજે તેનાથી તદ્દન વિરુદ્ધ આવી દરેક સવારમાં સુચિત્રા બે હાથ વડે બને તેટલા કામ ઝડપથી આટોપી લેવાની ગણતરીમાં આમથી તેમ ભાગતી રહેતી કારણ હવે તે પણ આલાપ સાથે ખભેખભા મિલાવી કામ કરતી વર્કિંગ વુમન હતી બહુ સમજાવટ પછી સાસરીમાં તેને નોકરી કરવાની રજામંદી મળી હતો નશીબ જોગે તેને એક ગવર્મેન્ટના સંસ્થામાં નોકરી મળી ગઈ હતી પરંતુ લગભગ કાયમ બીમાર રહેતા સસરાની જવાબદારી હોવાથી નોકરી ઉપર જતા પહેલા તેમની માટે બધું તૈયાર રાખીને જવું પડતું આ બધામાં તેની સવાર અટવાઈ ગઈ હતી આખાય દિવસની આ દોડાદોડીમાં સુચીત્રાના રાગ આલાપ ક્યાંય ખોવાઈ ગયા હતા કોલેજની દરેક મ્યુઝીક કોમ્પીટીશનમાં એ જ્યારે અવ્વલ આવતી ત્યારે મિત્રો સાથે શિક્ષકોના માથાં ગર્વથી ટટ્ટાર થઇ હતા પરંતુ આનાથી વિરુધ્ધ ઘરમાં પપ્પાની એકજ રોકટોક રહેતી આ બધામાં ઘ્યાન આપ્યા કરતા ભણવામાં ઘ્યાન આપવાનું રાખ પરણીને સાસરે જઈશ ત્યારે આ બધુ કામમાં નથી આવવાનું જોકે અંદરથી એ પોરસાતા હતા તે વાત ખુબ પાછળથી મમ્મીએ તેને જણાવી હતી એક રીતે પપ્પાની વાત પણ ક્યાં ખોટી હતી આજે તેના ઘરસંસારની ગાડીને દોડતી રાખવા માટે તેનું ભણતર કામમાં આવ્યું હતું તે દિવસોમાં મમ્મી બધાથી છુપાવીને તેના શોખમાં સાથ આપતી સ્કુલ પૂરી થયા પછી ત્યાંજ સંગીત શિક્ષક પાસે વધારાનું જ્ઞાન લેવાની મ...
|