Meta tags:
description= 10 posts published by rekha patel (Vinodini) during May 2015;
Headings (most frequently used words):
archives, અને, અમેરિકામાં, ये, happy, રેખા, વિનોદ, પટેલ, monthly, may, 2015, બાળક, એડોપ્શન, રંગ, ભેદ, કવિતા, સ્ત્રી, પુરુષ, આવી, દિલાવરી, छूटे, तेरा, साथ, आये, ख़याल, भी, तो, लगता, है, गुनाह, किया, हमने, mother, day, વારસદાર, સૂકા, થડમાં, ફરી, લીલાશ, આણી, ખૂશ, થાવાનું, ડીવોર્સ, સહેલા, છે, છતા, birthday, my, dear, husband, વાર્તા, ક્યા, સંબંધે, લાગણીઓનું, ગરાજ, સેલ, હોય, વિનોદીની, pages, categories,
Text of the page (most frequently used words):
અને (123), હતી (63), હું (59), મને (51), હોય (49), મારી (46), માટે (32), મારા (32), સાથે (31), નથી (31), અહી (31), હતા (31), હવે (29), વાત (29), may (28), હતું (27), હતો (27), પછી (27), તું (26), 2015 (24), આવી (23), બહુ (21), આજે (21), રેખા (20), પટેલ (20), ઉપર (20), શું (20), કોઈ (20), કરી (20), કરતા (20), ગયા (20), છું (19), છતાં (19), દીકરી (17), તેની (17), તેને (17), બની (17), બાળક (16), આપણા (15), જ્યારે (15), નાં (14), મમ્મી (14), બધું (14), જાણે (13), ત્યારે (13), દેશમાં (13), તમે (13), મનન (13), 2014 (12), 2016 (12), તારી (12), મારે (12), કરે (12), સાવ (12), રીતે (12), માત્ર (12), 2013 (11), 2017 (11), થોડા (11), કામ (11), આપણે (11), બહાર (11), આવ્યા (11), જાય (11), કારણ (11), પતિ (11), રહી (11), દીકરો (11), posted (10), rekha (10), patel (10), vinodini (10), હશે (10), મળી (10), છીએ (10), માં (10), દિવસ (10), સામે (10), શોભા (10), બોલી (10), શકે (10), શ્રીકાંત (10), બોલ્યા (10), વિનોદીની (9), વિનોદ (9), તારા (9), તને (9), થતી (9), આપી (9), વર્ષ (9), પહેલા (9), સાચી (9), કારણે (9), ખબર (8), ઘરે (8), ગમે (8), થાય (8), પંદર (8), ગયું (8), દુર (8), નહી (8), યાદ (8), આવે (8), પોતાના (8), અલગ (8), કેમ (8), બહેન (8), તેમને (8), ચાર (8), આથી (8), ખાસ (8), ગયો (8), બંને (8), પત્ર (8), જ્યાં (8), સમય (8), ખૂશ (8), થાવાનું (8), બાના (8), comment (7), december (7), january (7), જેમ (7), જરૂરીયાત (7), કરતી (7), વસ્તુઓ (7), જોઇને (7), મેં (7), ફરી (7), રોજ (7), થતા (7), જોઈ (7), વિનોદિની (7), શોભાને (7), તરીકે (7), તેમની (7), જોતા (7), ક્યા (7), બીજા (7), તમારી (7), નહોતી (7), અમેરિકા (7), કંપનીમાં (7), વિના (7), રહે (7), કેથરીન (7), કરવું (7), comments (6), વાતો (6), march (6), april (6), july (6), ડેલાવર (6), નાના (6), બાળકો (6), કારણકે (6), કોઇ (6), ઘરમાં (6), કહી (6), જરૂર (6), છેવટે (6), સામાન્ય (6), લોકો (6), તેમ (6), શોભાના (6), મનને (6), તેના (6), તેણે (6), દરેક (6), સમજી (6), મળે (6), સુખ (6), એને (6), સુધી (6), છેલ્લા (6), અચાનક (6), પત્ની (6), પાસે (6), લગ્ન (6), પ્રેમ (6), પુરુષ (6), પડી (6), વચ્ચે (6), સ્ત્રી (6), બાળકની (6), બાળકને (6), દીકરા (6), तेरा (6), में (6), नहीं (6), सकता (6), એવા (6), વાર્તા (5), કવિતા (5), અભિયાન (5), મેગેઝિનની (5), કોલમ (5), અમેરિકાનાં (5), february (5), june (5), september (5), october (5), november (5), યુએસએ (5), ત્યાં (5), પાછા (5), મિસ (5), નેહા (5), બીજી (5), સારી (5), ડોલર (5), વ્હાલી (5), કહે (5), ગરાજ (5), આખી (5), વાળા (5), બધા (5), બનાવી (5), તેવી (5), કરવાની (5), લેવા (5), સાથ (5), જોઈએ (5), બાદ (5), તેમના (5), કરવા (5), નહિ (5), સુબોધને (5), જણાવ્યું (5), પાંચ (5), લેતા (5), કાયમ (5), ખુશ (5), જતા (5), થયા (5), કહેતા (5), મારું (5), ટીમને (5), સખી (5), ડિવોર્સ (5), ટીમ (5), તૈયાર (5), વહુ (5), ઘરતી (5), વખત (5), શક્ય (5), કરીને (5), ગુજરાતી (4), ગઝલ (4), કાલ (4), દેશ (4), august (4), 2018 (4), ફેસબુક (4), પડે (4), આવા (4), જોબ (4), વસ્તુ (4), ખરીદી (4), બહું (4), આપતા (4), પરંતુ (4), જોતી (4), રહેતી (4), હોવા (4), સવારે (4), અહીના (4), પાણી (4), ક્યારેક (4), અમેરિકાના (4), જગ્યા (4), વાર (4), મોટા (4), સાચું (4), કહું (4), leave (4), સુબોધ (4), બાળકોને (4), મનનને (4), મારો (4), મિત્ર (4), સુબોધે (4), ત્યાર (4), થયેલા (4), નામ (4), મહત્વનો (4), વધુ (4), પૂરી (4), બતાવી (4), આટલા (4), પહેલી (4), દુઃખ (4), પોતાની (4), નોકરી (4), જેવા (4), નહોતો (4), અમેરિકન (4), સરળ (4), પોતાનું (4), જતી (4), મૂકી (4), વર્ષથી (4), જાણતી (4), બાકી (4), આંખોમાં (4), સ્થિતિમાં (4), એનાં (4), એટલે (4), ત્રણ (4), તેનું (4), અમેરિકામાં (4), બધાની (4), હાથ (4), આવનાર (4), હાથમાં (4), રહ્યું (4), આગળ (4), વારસદાર (4), આવતા (4), ભૂલી (4), જાણ (4), રંજનબેન (4), જેક (4), જેકની (4), મેહુલભાઈ (4), ઉપરથી (4), પ્રજા (4), જીમી (4), બેબી (4), this (3), wordpress (3), com (3), rss (3), વિચાર (3), ટુંકી (3), અમેરિકાની (3), रेखा (3), पटेल (3), 2020 (3), ફર્ક (3), ભાવ (3), ચિંતા (3), સુંદર (3), રહું (3), મારિયાની (3), વાતવાતમાં (3), જુદા (3), કર્યા (3), જરા (3), મોટી (3), જોઉં (3), સેલમાં (3), જૂની (3), અહીંયા (3), દેશની (3), થતો (3), એવો (3), પોતાનો (3), કેટલાક (3), ઓછી (3), કશું (3), નાખી (3), તેનો (3), વર્ષમાં (3), નક્કી (3), ભાવતાલ (3), દેતા (3), પૂછ્યું (3), થયો (3), એકલા (3), હાથે (3), હેઠળ (3), ચાલી (3), શિવાનીને (3), જીવનમાં (3), મ્હોએ (3), સુબોધના (3), સબંધ (3), અમારા (3), જિંદગીનો (3), ભાગ (3), સારા (3), તમને (3), પિતા (3), એકલી (3), ફોન (3), રાખી (3), વિચારો (3), નહોતું (3), શોભાની (3), અમેરિકાથી (3), શકાય (3), શાંતિ (3), આવ્યો (3), કદી (3), લીધા (3), પ્રેમને (3), લગભગ (3), એકલતા (3), સલાહ (3), આપતી (3), સામા (3), પરિવાર (3), જીવન (3), ખુશી (3), પોતે (3), ઉભા (3), ઝડપથી (3), જાણી (3), મનનની (3), સાથેજ (3), બાપ (3), સહારો (3), વર્ષની (3), વાતને (3), જવાય (3), લઈને (3), પાડી (3), જેવો (3), સદા (3), જડે (3), નીચે (3), વ્હાલ (3), હિમત (3), સાંભળતાં (3), દેખાય (3), જીજાજીને (3), જાતે (3), બેસી (3), થવું (3), રહેતા (3), નીતા (3), જેમાં (3), જેના (3), હોવાથી (3), આપે (3), લાગે (3), પાયલ (3), ઝરણા (3), પહોચ્યા (3), લીધું (3), જેવું (3), અંદર (3), પ્રમાણે (3), આપવા (3), બને (3), બાની (3), સાંભળીને (3), કાળજી (3), પરાણે (3), નહોતા (3), રહેલી (3), સરખા (3), તરફ (3), ચહેરા (3), સમાચાર (3), દીકરીઓ (3), ડોક્ટર (3), રહેલા (3), નારી (3), તબિયત (3), સોનોગ્રાફી (3), આગ્રહને (3), જાતી (3), એનું (3), साथ (3), मेरी (3), આપવામાં (3), કર્મચારીને (3), મિસ્ટર (3), પચાસ (3), તારામાં (3), ઉચનીચ (3), દેશોમાંથી (3), રંગભેદ (3), રંગ (3), અંતર (3), શ્વેત (3), અશ્વેત (3), જીમીને (3), બેન (3), site (2), website (2), required (2), log (2), sign (2), subscribed (2), subscribe (2), રચનાઓ (2), અછાંદસ (2), हिंदी (2), कविता (2), archives (2), મરીઝ (2), સાહેબની (2), ફેરફાર (2), વિનોદને (2), અર્પણ (2), હ્રદયમાં (2), ધર્મની (2), ભાવનાં (2), ટોચ (2), કવિત્રી (2), લેખિકા (2), યાત્રાના (2), પાચ (2), વર્ષનું (2), સરવૈયું (2), about (2), માર્ગી (2), મેગેઝિનનાં (2), દિપાવલી (2), ૨૦૧૪નાં (2), અંકમાં (2), લઘુનવલ (2), લાગણીઓનાં (2), ચક્રવાત (2), હપ્તા (2), ચર્ચ (2), ઈશ્વર (2), ઓછા (2), સમજાવ્યું (2), ભગવાન (2), છોડી (2), ઘરાવતા (2), લોકોની (2), વાળાને (2), જઈને (2), અજીબ (2), સંતોષ (2), જાણવા (2), મળ્યું (2), મારિયા (2), નજીવી (2), કિંમતે (2), દાન (2), પપ્પા (2), મહિનાની (2), તારીખે (2), અમુક (2), રૂપિયા (2), કહીને (2), રાખજે (2), કામમાં (2), બજારમાં (2), ડોલરમાં (2), કાલે (2), ચર્ચમાં (2), જઈશ (2), જાણું (2), પરદેશમાં (2), ભલે (2), તેવો (2), અનુભવ (2), કરું (2), બાજુમાં (2), ઉંમરમાં (2), કહેતી (2), અહીનો (2), સેલ (2), કોમ્યુનીટી (2), ભેગી (2), પોતપોતાના (2), ઘરની (2), ગુજરી (2), પોતપોતાની (2), વેચતા (2), નાની (2), આપણું (2), મતલબ (2), જુનું (2), જેને (2), બધુ (2), અજબ (2), લાગ્યું (2), કોઈની (2), ડીયર (2), વિનાની (2), લોકોને (2), વગર (2), તેમાંથી (2), શાકવાળા (2), ભાઈ (2), ઘાણા (2), મરચા (2), કરો (2), મઝા (2), અહીયાં (2), આવ્યું (2), આનંદ (2), ભરાઈ (2), એકલો (2), પાછળ (2), પત્નીને (2), લાગણી (2), શોભાએ (2), સબંધે (2), અમારી (2), માગતી (2), જુવો (2), સુબોઘ (2), બાળકોના (2), લેબલ (2), દેવાથી (2), જવાબદારીઓ (2), માંથી (2), સવાર (2), સવારમાં (2), મનાઈ (2), તારે (2), ઘ્યાનમાં (2), માનસિક (2), સુબોઘની (2), પડતી (2), સ્પષ્ટ (2), બંધ (2), થતું (2), સ્વજનની (2), બાળકોની (2), કહેવાય (2), તેવું (2), ફોનમાં (2), દીધી (2), જવાનું (2), કર્યું (2), ઘણા (2), ગુમાવ્યા (2), રહ્યા (2), આવવાને (2), બદલાઈ (2), પૂછવા (2), બદલ (2), રહેવું (2), હતુકે (2), એરપોર્ટ (2), રુચા (2), રવિ (2), વળગી (2), પડયા (2), લોહી (2), વર્ષના (2), પ્રેમમાં (2), પૈસો (2), સરખી (2), બેસાડી (2), છેડે (2), સમજીને (2), આપતો (2), આવેલા (2), શાંત (2), પાણીમાં (2), ભારત (2), ટેવાઈ (2), શોભાનો (2), પગે (2), વ્યક્તિ (2), ખાલી (2), દીકરીની (2), તકલીફ (2), મોટો (2), હોવાના (2), સ્વપ્ન (2), વધી (2), અડઘો (2), બહારના (2), પુરા (2), વતન (2), બાળકોનો (2), થવા (2), સુઝાન (2), આવનારા (2), બાબતે (2), ઈચ્છા (2), એના (2), આંખના (2), મારૂ (2), મુખડું (2), રાત (2), તહી (2), તૂટી (2), મહિનો (2), હરખ (2), happy (2), ટીમની (2), લીધી (2), જવાબદારી (2), વ્હીલચેરમાં (2), થેરાપી (2), દીકરીને (2), સ્કુલમાં (2), આજની (2), રહેવાની (2), આતો (2), અનુસાર (2), આપ્યા (2), કારણસર (2), સમજુતી (2), સમાન (2), કદાચ (2), અહીની (2), અહં (2), સેવા (2), કેથરીનને (2), બીજું (2), સતત (2), દેવા (2), ચલાવવા (2), કેટલી (2), કરવો (2), બનતા (2), અસલ (2), નજીક (2), હાઈ (2), તારો (2), થયું (2), મહિના (2), પડશે (2), તેમનું (2), છતા (2), માણસ (2), હવા (2), મૌન (2), મનમાં (2), સૂકા (2), થડમાં (2), લીલાશ (2), આણી (2), માણી (2), થઇને (2), ભયલુ (2), જોઈને (2), સ્મિતાબહેન (2), બરાબર (2), દીકરાને (2), એવી (2), નવો (2), કપાતા (2), પડયું (2), તેવા (2), લાગી (2), ધરતી (2), સ્મિતાબેન (2), પહોચી (2), દુઃખી (2), બાવાની (2), અવતરે (2), આટલી (2), બાજુ (2), ત્યા (2), આખો (2), કલાક (2), જણાવું (2), મૂળ (2), હસતા (2), મદદ (2), બન્યું (2), હતાં (2), કહો (2), હોત (2), ચાલ્યા (2), એબોર્શન (2), પ્રયત્ન (2), બાને (2), જોઈતો (2), તોડી (2), પહેલેથી (2), લાવી (2), તારું (2), રાખે (2), જમી (2), જવાબ (2), જમવાનું (2), જરૂરી (2), અમલ (2), આવીને (2), મનોમન (2), વાળી (2), બધી (2), તપાસ (2), કેટલાય (2), આવકારી (2), કુળમાં (2), બાપનું (2), કાંધો (2), બાળકનો (2), જન્મ (2), સર્જન (2), પ્રેગનેન્સી (2), તેમણે (2), ગર્ભમાં (2), જણાવીશ (2), એવું (2), તેમનો (2), ગર્ભ (2), અમે (2), छूटे (2), आये (2), ख़याल (2), लगता (2), गुनाह (2), किया (2), हमने (2), हुँ (2), तेरे (2), बिना (2), वजूद (2), अपने (2), आदत (2), પ્રકારની (2), પહેલ (2), આવેલી (2), દર્દીઓને (2), તથા (2), પ્રકારનું (2), કન્યા (2), શિક્ષણ (2), ધોળકિયા (2), નિર્માણ (2), સુરતનાં (2), જવેલરીની (2), ભેટ (2), કાર (2), આપણી (2), કેટલા (2), મેહુલભાઇનો (2), મેહુલભાઇની (2), નિષ્ઠા (2), ભાગીદાર (2), સાભળ્યું (2), કંપનીનાં (2), ગુડ (2), ન્યુઝ (2), કેતકી (2), એની (2), ટકાની (2), દેખાતી (2), કોણ (2), રહેતો (2), જુદાજુદા (2), જાતીય (2), વર્ષોથી (2), ભારતમાં (2), રૂપ (2), જુના (2), ક્ષુદ્ર (2), સમયમાં (2), પસાર (2), એડોપ્ટ (2), જણાતો (2), ગોરી (2), get, started, design, like, with, name, email, write, loading, collapse, bar, manage, subscriptions, view, reader, report, content, privacy, already, have, account, now, join, other, subscribers, and, entries, create, free, blog, 179, uncategorized, corona, artical, હાઈકુ, સંવેદનાનું, સીમ, કાર્ડ, ડાયરીનું, પાનું, પેજ, ગમતી, 105, મનનાં, 256, 103, વિદેશની, ચ્હા, ચાહ, categories, 2012, 2021, pages, search, મંદિર, મંદિરમાં, ગરીબ, અનાથ, એકલવાયા, હૃદયમાં, બધે, કરવાનું, રોજીંદા, કાર્યમાં, પરોવજે, સમજદાર, વચમાં, ફરતા, સ્પર્શી, આપવું, પેન્શન, સિવાયની, ઇન્કમ, ગરાજસેલમાં, એકઠી, વહેચું, જગ્યાએ, ગમી, પાંચમી, ધર્માદાનાં, લેવાના, ભાવના, નવા, રમકડા, બ્લેન્કેટ, કિંમત, પાસેના, કરેલી, વસ્તું, દઇશ, પત્રની, આતુરતાથી, રાહ, કાળજાનો, ટુકડો, આંખોથી, દૂર, વસે, હોઉં, તારાથી, શનિવાર, સવારના, પહોરમાં, ડોરબેલ, વગાડી, બોલાવી, હતીને, જોયો, ચાલ, જાઉં, ઘરથી, થોડે, બાજુની, સોસાઈટીમાં, ભરાએલા, ભેગા, થયેલી, બીન, વપરાસની, નવી, વસ્તુઓને, એક્ઠી, વેચવા, ચાદર, પાથરીને, ટેબલ, ગોઠવીને, બેઠા, શોરબકોર, પીકનીકમાં, મસ્તીમાં, માલ, સામાન, અનેખરીદતા, ટોવેલ, પાથરી, પિગી, બેંક, જુદું, વેચાણ, લીંબુ, લેમોનેડ, ગરાજ્સેલ, મળતું, સઘળું, નકામું, સજાવટની, એન્ટીક, કહીએ, જડી, ગાર્ડનીંગ, વપરાતા, સાઘનો, અડધાથી, કીમતે, આવું, જોઈતું, નજર, લઈશ, થોડુ, વપરાએલી, લેવાય, મારિયાએ, હોતું, આમાની, કેટલીક, સાચેજ, રેપર, ખોલ્યા, પેક, આડેઘડ, શોપિંગ, ટેવ, સસ્તું, નવું, વપરાય, જાણવાની, કોશીસ, ખડકલો, એકાદ, સોસાયટી, ઘરમાંથી, વધારાની, વેચી, સમજાવું, કોઇક, પેલા, જોડે, હોઇએ, ચાલે, મફત, પડાવીએ, થેલીમાં, વધારે, મઝાની, લાગતી, તાલ, ડોલરની, વસ્તુમાં, હસવું, આનું, મારિયાને, કહ્યું, આપણને, મોલમાં, મળતો, આવીએ, બારગેઇનીંગ, કરવાનો, ઉઠાવી, આવશે, માર્કેટ, લાગતું, લાગણીઓનું, વિઓદ, પડેલો, વિચારે, ચડ્યો, બિન, જવાબદાર, કમાવા, ઘેલો, ઝઝુમતી, મીત્રતાના, આપ્યો, ઉદારતા, દર્શાવી, લાગણીઓને, સમજવી, કુટુંબને, સાચવી, અહેસાન, રાખ્યો, બનાવીશ, તોજ, કરેલા, અહેસાનને, કઈક, અંશે, કર્યાની, અનુભવી, શકીસ, રાત્રે, જમવા, આમંત્રણ, દીઘું, મનનના, પ્રવેશ, સુધીની, સંભળાવી, નિખાલસ, ખુલાસાને, મનની, કડવાહટ, ઘોવાઈ, જેનું, સગપણની, દ્રષ્ટીએ, કઈજ, અતુટ, હિસ્સો, તમારા, આવવાથી, ઘક્કો, અપનાવશો, તેમનાથી, ઉશ્કેરાટમાં, લાબું, જુવાનીમાં, દુનીયાની, નજરો, વીંધતી, પિતાનું, લગાડી, છટકી, જવાતું, કરવાથી, સગપણ, સકાય, ગુસ્સાને, ઉઠયો, દુઃખની, લાંબા, બોલ, સમાજના, દાયરાઓને, એકલે, ઝઝૂમી, શારીરિક, મજબુત, જોહુકમી, સહન, મુક્યા, નું, આવવું, વાતનું, માણસે, દેખભાળ, દેવાનો, માણસાઈ, દોસ્તીના, દાવે, અયોગ્ય, લેતી, મળવાની, ફરમાવી, દિવસની, રજા, શરુ, પસંદ, કહેવાના, જાતેજ, દિવસો, સમજાઈ, જિંદગીમાં, ચુકેલી, વર્ષો, વિકસિત, સ્વતંત્રતા, તેનામાં, રહેલો, ભારતીય, ખાઈ, બેઠો, ઘણું, આવવાના, કારણમાં, શાતિથી, જોકે, ઝાઝી, મૂડી, લાવ્યો, જીંદગી, આરામ, સાંભળવામાં, સુઝાને, પોતાને, હસ્તક, ધક્કો, માર્યો, હતાશ, થયેલો, આરામની, શોધમાં, પાછો, આવેલો, પપ્પાને, મળવા, ઉત્સુક, મિનીટ, અટકીને, જોયા, મુક, સંમતિ, લોહીનો, પુકાર, શોભાનું, મળેલા, સોળ, વર્ષનો, વસમો, વનવાસ, વેઠયા, ભૂલવા, માનતી, દરકાર, ભાંગવા, અઠવાડિયામાં, માની, ટીનેજર, આવતી, યુવાનીની, અવસ્થા, સૂચન, ટીનેજ, રવિની, નનામી, પ્રેમના, બંધને, જોડાઈને, જીંદગીને, જીવતા, પત્રથી, જોરદાર, ઘાથી, પડેલા, પથરાને, લીધે, રચાતા, વમળની, માફક, હલબલી, ઉઠયું, પત્રમાં, લખેલી, લીટીમાં, રહ્યો, થવાની, આશંકા, જન્મી, વર્ષે, સુબોધનું, દુઃખમાં, નાનો, રીક્ષાની, અડફેટમાં, ખડે, રવિને, મોતના, મુખ, બચાવ્યો, ત્યારથી, માન, મિત્રતાની, બંધાઈ, મુશ્કેલી, ઘરાવતી, સુખદુઃખની, મનના, સ્કુલ, અનુભવે, પાર્ટ, ટાઈમ, ઓફિસમાં, તેનીજ, ઓળખાણ, મુલાકાત, આજથી, રૂચાના, પેરેન્ટસડે, શિવાની, રૂચાની, ભણતી, પત્નીના, મૃત્યુને, વીતી, સાચવવામાં, ઘણી, વધારામાં, ભાગવા, પ્રાઈવેટ, લીઘે, આધારિત, રકમ, ઘટતા, ઝાઝો, ફેર, પડ્યો, બચત, સમજણા, હોવાનો, તરવરતો, પચ્ચીસ, યુવાન, ઉજવવળ, ભવિષ્યના, ઓઠા, સોનેરી, ઉડી, સુબોઘના, પ્લસ, પોઇન્ટમાં, નિયમિત, મોકલતો, ખર્ચો, મોઘવારી, બહાના, રકમના, ઘટાડો, ગ્રહની, કુટુંબ, રહેવાનો, શકતી, પુરુષની, સ્વીકાર્યા, છૂટકો, ગયાને, ઈલીગલ, ગયેલા, સુબોઘને, આવવામાં, પાછું, વામણો, પુરવાર, ડરના, શક્યો, લીગલ, ટેમ્પરરી, સીટીઝન, સીપ, આવીશ, પેઈન્ગ, ગેસ્ટ, જેથી, ઇમિગ્રેશનમાં, લીગલી, શોભાબેન, તમારો, ટપાલી, કાકાએ, ઝાપેથી, બુમ, કાકા, જેટલી, લેવાની, દોડાદોડી, તાલાવેલી, પત્રને, વાચવાની, પ્રગટી, લખનાર, આખરે, કહેવાતો, સંબંધે, સજાઈ, લાકડે, ચડું, ઉમ્ર, હરપળ, સંગે, પડછાયો, ભેગો, ફરે, ગરમી, શરદી, મૌસમ, મઘમઘતો, વાસંતી, બારેમાસી, ફૂલો, હરખઘેલી, તુજ, મસ્તાની, અરીસે, હસતું, સ્નેહબંધની, ડાળી, જકડી, નિર્ભય, ઝુલુ, એકમેકને, સથવારે, શમણાં, થઈને, ફળે, આભે, પુનમી, રઢીયાળી, ઢળે, સ્નેહલ, તુંજ, અસ્તિત્વમાં, ભળે, વીતે, કેલેન્ડરથી, પત્તું, વરસગાંઠે, ચડે, birthday, dear, husband, બેકરીને, સંભાળી, જેનાની, નિભાવતી, કેથને, જોગીંગ, સુટ, પહેરી, કાનમાં, પોડનાં, ઈયર, પ્લગ, લગાવી, મ્યુઝીક, દોડતા, વહેલા, ફૂડ, પ્રિ, સીધી, કેક, કુકી, બનાવવાની, બેકરી, ખોલવા, ભાગે, સાચવજે, દુરથી, રહીશ, સ્થિતિ, સમયનું, ચક્ર, ફરતું, રહેવાનું, ઈચ્છે, મરજીથી, કાનુન, રોકી, અમેરિકાનું, ઉન્મુક્ત, વાતાવરણ, પ્રેમીઓને, શક્યું, ધારી, બધો, શ્રેય, પ્રત્યેનાં, આમાં, ભંગાણ, લેવાદેવા, કોર્ટ, કચેરીના, ઝગડા, વીના, માલમિલકતની, વહેચણી, રહેતું, અત્યંત, વ્યકિત, પરસ્પરની, 150, સહેલાઇથી, પરતું, નાત, જાત, પરદેશ, કહેવત, સિમાડા, હોતા, નીકળી, લગ્નપ્રથા, લગતી, બાબત, ઉપરની, માહિતી, આપું, આજકાલ, લીવ, રીલેશન, લગ્નવ્યવસ્થા, ભારતની, સરખામણીમાં, ડામાડોળ, લોકોમાં, લિવ, રીલેશનનું, ચલણ, પ્રમાણમાં, જોવા, પરંપરાગત, લગ્નને, માળીયા, ચડાવી, ઘરસંસાર, માડે, પરસ્પર, અનૂકૂળતા, જોડાયેલી, બનેનાં, વહેચેલા, બીજાનો, ઘવાય, જોડાએલો, દાખલા, પડ્યા, પતિની, જિંદગી, ચાકરી, મુક્ત, આચાર, વિચારસરણી, ઘરાવતો, બોય, ફ્રેન્ડ, ગર્લફ્રેન્ડનું, રૂપકડું, યંગ, બ્યુટીફૂલ, મેળવવું, સહેલું, તેમા, સમજાવતો, જાણતો, મુશ્કેલ, કેથરીનનાં, વિશ્વાસ, સાચો, જેનાં, ત્યજી, કેથ, અલપઝલક, વાતમાં, ખુબ, દબાણ, નર્સિંગ, કેરમાં, એથી, દશા, સકતો, પરિવારને, વિટંબણાઓ, સામનો, પડયો, મોટેભાગે, સંયુક્ત, પરિવારનો, હૂફ, પુખ્ત, પરિવારમાં, સ્પાઉસ, ગણી, કૌંટુંબિક, સુખથી, વંચિત, બનેના, પેરેન્ટ્સ, સ્ટેટ્સમાં, વિકટ, પરિસ્થિતિમાં, માથે, ઘરબાર, ફેમીલી, ટીમના, લગ્નનને, માંડ, પ્રેસરને, પેરાલેટીક, હુમલો, આખું, શરીર, ખોટુ, સાંભળવાનું, બોલવાનું, વિચારવાનું, યથાવત, હલનચલન, મળ્યો, જાણીને, ફેકચર, વધારા, લખ્યું, નાનું, મોટું, કામનો, બોજો, જશે, આને, પતિપત્નીના, સબંધો, પલ્લું, નમે, આપો, ઉચે, ચડી, જિંદગીના, ત્રાજવાને, બેલેન્સ, ડીવોર્સ, સહેલા, કહેવા, કાં, ઘમપછાડાઓ, વહે, આંખથી, ક્યારેય, કાંઇ, શ્વાસની, માયાજાળ, ફુગ્ગામાં, સમાણી, શબ્દોનું, જોર, તલવાર, અણીયાણું, વંચાઈ, આંખમાં, વાણી, ઉગ્યાં, બાવળ, જગતમાં, ચોતરફ, ફૂલોથી, મ્હેકતાં, જગની, રાણી, ભાર, સપનાનો, આંખ, ખોલેલી, સુખદુખ, જોડિયા, બ્હેનો, ભૂલીને, ચાલો, યુએસે, અલિપ્ત, પોતાનાં, ભાઇને, ખીલખીલ, હસતી, ખૂશીના, આંસુઓને, હર્ષનાં, આંસુઓ, છલકી, મોટેથી, ઉઠ્યા, નકામી, જોયુંને, વહુએ, એપ્રિલ, ફૂલ, આછાં, ભૂરા, કપાળમાં, વીટાવેલો, રતુંમડો, સફેદ, ગલગોટો, લંબાઈ, બાળકના, સલામત, ચકાસી, લ્યો, આટલું, બાએ, વિટાળેલ, કપડું, હટાવી, નાખ્યું, આંખો, બમણી, શ્રીકાંતનાં, કપાળ, ચૂમી, અસહ્ય, અવ્યક્ત, વેદના, જીવ, કુખે, અવતતણ, પામ્યો, જોડતી, મહત્વની, નાળ, જુદાઈના, દર્દથી, રડી, પોષણથી, પોસ્યું, મારાજ, અંશને, અવતરતા, હર્ષાશ્રુ, વહાવી, ગોળ, મટોળ, પૂર્ણિમાના, ચન્દ્ર, આંખોમાથી, અવિરત, અશ્રુધારા, વ્હેવા, બીલ્યા, શ્રીકાંતભાઈ, બધાને, આવવાનું, સમયે, એપ્રિલની, વહેલી, વેણ, ઉપડયું, તુંરત, હોસ્પીટલ, થોડી, કમળાબેન, સુવાવડમાં, મરજી, થવાનું, જોવાનું, ઘરના, સંસ્કાર, ફરજ, જીતી, કમલા, કાકી, બોન, તીજી, જણવાની, આટલો, વહુની, સુવાવડ, રાખો, બોલાએલા, શબ્દો, એવોર્ડ, બનીને, પડતા, બદામ, કેશર, દુઘનો, પ્યાલો, પકડાવી, જ્યા, દુધ, સામેથી, હટતા, કરવુ, ખાવું, વગેરે, ચાર્ટ, બપોર, ભગવદ, ગીતાનો, પાઠ, સંભળાવતા, સાજે, રામાયણ, વાંચતા, ટુકમાં, વ્હાલસોયા, સ્વરૂપે, ધટનાં, બન્યા, શરૂ, શરૂમાં, ખાવા, પીવાનું, ઘ્યાન, રાખતા, ઘરકામ, કામોમાં, યથાશક્તિ, સાતમો, માખણ, હૈયા, લગાવેલું, નારિયેળ, સખત, કવચ, ધીરેધીરે, મીઠાશ, નરમાશનો, લાગ્યો, મીઠા, સ્વભાવને, લાંબો, વહેતો, રોકવો, સ્નેહથી, વર્તતી, સાસું, જનેતાથી, સફાળી, ઉભી, મક્કમતાથી, આવો, કરશો, કાળે, બેવ, જન્મયા, વિચારી, જન્મને, અધૂરા, માસે, રોક્યો, શક્યા, ગુસ્સે, થિજી, રૂમમાં, ગયાં, શ્રીકાતે, બરડા, પ્રેમથી, ફેરવ્યો, શ્રીજીબાવાની, છબી, આંગળી, ચીંધીને, કરાવી, દ્યો, જુઓ, સહુ, વાના, થશે, અંતે, આખા, દિવસનું, ધરમાં, લક્ષ્મી, કુટુંબનો, વંશવેલો, વધારનાર, જેની, બધાએ, બાનાં, નિરાશા, નશીબમાં, દીકરાનું, ભૂલીજા, શ્રીનાથજી, કૃપા, સુખી, કંપનીમાંથી, બઢતી, સમજ, લક્ષ્મીના, પગલા, પડવાના, શ્રીકાંતનીસમજ, વારી, પથરાએલી, સ્કુલથી, નાસ્તો, છેક, સાંજે, ઓરડામાંથી, બાનો, ઉતરેલો, ચહેરો, ચુપચાપ, ખાઈને, કંઇ, ઓરડામાં, પાણીનું, પૂછ્યુ, ભૂખ્યું, પેટ, પોકાર, પાડતું, રસોડામાં, મુખે, શાંતિથી, ભરપેટ, જોવાની, હિંમત, દિલને, દુભાવતા, કોચવાતું, દીકરીનાં, ફર્કમાંથી, કાઢવા, આવુ, નિશ્ર્ચયને, મુકવા, પ્રતિબધ્ધ, એનો, સાસુ, ચમક, દેખાડી, લુપ્ત, નીચું, મહા, નિશ્ર્ચય, પ્રવેશી, મુકતાની, ઘસી, માથેથી, રેડી, ઘોઈ, ત્વરાથી, શુભ, ડૉકટરી, પતાવી, રવાના, રસ્તામાં, પ્રવાહની, ધસી, કમને, વિચારોને, ધકેલવા, દીકરીમાં, બંનેમાં, આજનો, ભણેલો, ગણેલો, સમાજ, દીકરીઓને, ઉજાળે, અર્થીને, જીવતરને, સ્મિતાના, અવાજે, તંદ્રા, ગર્ભમાંનું, ખુશીના, આંસુ, ચમકી, પતિનું, સાસુનું, પૂરું, ચાલેલી, સોનોગ્રાફીની, પ્રક્રિયા, દરમિયાન, બેડનાં, ટીવી, મોનીટર, બનતો, જતો, આકાર, જોવામાં, સદંતર, છોકરો, છોકરી, અદભુત, દ્રશ્યને, પછીની, મળેલી, શક્તિને, પામીને, પોરસાતી, આપવો, શૂન્યમાંથી, વિરાટ, જીવનું, શકિત, કુદરત, આવવવાના, કારણોસર, શહેરથી, શાહની, હોસ્પીટલમાં, ત્રીજી, વખતે, સ્મિતાએ, ડૉકટર, પ્રસુતી, તેથી, પોતીકી, ઓળખાળ, નબર, કેબિનમાં, દાખલ, સસ્મિત, ચહેરે, તંદુરસ્તીની, વિષે, હાલત, સ્મીતાબહેન, કંઈ, સાસુના, આગ્રહથી, રાજી, દ્રઢતા, વાળ્યો, ઇચ્છતી, સારું, દીકરાનો, મોહ
Text of the page (random words):
પણ દીકરીઓને આવકારી ખુશ નથી થતો હા દીકરો કુળમાં બાપનું નામ રાખે છે પણ દીકરીઓ બે કુળમાં બાપનું માં ઉજાળે છે આ વાતને કેમ ભૂલી જવાય છે દીકરો અર્થીને કાંધો આપે છે તો દીકરી જીવતરને કાંધો આપે છે તે કેમ કરીને ભૂલી જવાય મહા પરાણે મારા મનને શાંત કરીને એક નવો નિશ્ર્ચય મનોમન કરીને હું ઘરમાં પ્રવેશી મારા અંદર પગ મુકતાની સાથેજ બા સામે ઘસી આવ્યા કઈ પણ બોલ્યા વિના મારા માથેથી પાણી વાળી બહાર રેડી આવ્યા પછી હાથ પગ ઘોઈ મારી પાસે આવી ત્વરાથી બોલ્યા ધરતી શું શુભ સમાચાર લાવી મારા નિશ્ર્ચયને અમલ મુકવા માટે પ્રતિબધ્ધ હતી અને એનો અમલ કરવા માટે મારી સાસુ સામે આંખોમાં એક ચમક દેખાડી આવીને લુપ્ત થતી બતાવી અને નીચું જોઇને બોલી બા દીકરી છે બાના ચહેરા સામે જોવાની મારી હિંમત નહોતી બાના દિલને દુભાવતા મારું મન કોચવાતું હતું છતાં પણ તેમને દીકરા અને દીકરીનાં ફર્કમાંથી બહાર કાઢવા માટે મારે આવુ કરવું જરૂરી હતું બા પણ મારી જવાબ સાંભળીને કંઇ પણ બોલ્યા વિના એનાં ઓરડામાં ચાલ્યા ગયા ના મને પાણીનું પૂછ્યુ કે ના જમવાનું પૂછ્યું મારું ભૂખ્યું પેટ પોકાર પાડતું હતું આથી જાતે રસોડામાં જઈને મેં હસતા મુખે શાંતિથી ભરપેટ જમી લીધું આખો દિવસ ઘરમાં એક અજબ શાંતિ પથરાએલી રહી સમય થતા ઝરણા અને પાયલ સ્કુલથી ઘરે આવી ગયા આમ તો રોજ બા તેમને નાસ્તો બનાવી આપતા પણ આજે આ બધું કામ મારે કરવું પડયું છેક સાંજે શ્રીકાંત ઘરે આવ્યા ત્યારે જ બા તેમના ઓરડામાંથી બહાર આવ્યા બાનો ઉતરેલો ચહેરો જોઈ તે પણ સમજી ગયા કે શું સમાચાર આવ્યા હશે બધા ચુપચાપ ખાઈને ઉભા થયા બધાએ જમી લીધા પછી બાનાં દુઃખી ચહેરા પર નિરાશા જોઈને શ્રીકાંત બોલ્યા બા આપણા નશીબમાં દીકરાનું સુખ નહી હોય હવે દીકરાને ભૂલીજા જો આપણા હાથમાં કશું નથી આ બધું તારા શ્રીનાથજી બાવાની કૃપા છે કે આપણે બધા ખુશ અને સુખી છીએ અને આજે જ મને કંપનીમાંથી બઢતી મળી છે તો તું એમ સમજ કે ઘરમાં લક્ષ્મીના પગલા પડવાના હું શ્રીકાંતનીસમજ ઉપર વારી ગઈ પણ થાય શુ બાને તો બસ વારસદાર જોઈતો હતો અંતે આખા દિવસનું મૌન તોડી બા બોલ્યા ધરમાં લક્ષ્મી તો આ બે પહેલેથી જ તારી વહુ લાવી છે મારે તો મારા કુટુંબનો વંશવેલો આગળ વધારનાર દીકરો જોઈએ છે જેની પાછળ તારું નામ રાખે તેવો એક વારસદાર જોઈએ છે મારી તરફ જોઇને બા બોલ્યા હું તો કહું છું વહુ આ વખત એબોર્શન કરાવી દ્યો અને ફરી એક વખત પ્રયત્ન કરી જુઓ સહુ સારા વાના થશે બાની વાત સાંભળતાં હું સફાળી ઉભી થઈ ગઈ અને મક્કમતાથી બોલી જુવો બા આ બાબતે આવો વિચાર જ ના કરશો આ કોઈ કાળે શક્ય નથી આવનાર બાળક દીકરો હોય કે દીકરી મારે મન બેવ સરખા છે અને હા બા હું અને તમે પણ દીકરી તરીકે જ જન્મયા હતાં જો આપણા મા બાપ તમે આ જેમ કહો છો તેવું વિચારી આપણા જન્મને અધૂરા માસે રોક્યો હોત તો શું અહી આ જગ્યા ઉપર ઉભા રહી શક્યા હોત મને પહેલી વખત આમ ગુસ્સે થઈ જતા જોઈ બધા થિજી ગયા પછી કોઇ આગળ બોલ્યા નહી બા એનાં રૂમમાં ચાલ્યા ગયા બાના ગયાં પછી શ્રીકાતે મારા બરડા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને શ્રીજીબાવાની છબી તરફ આંગળી ચીંધીને બોલ્યા એ જે કરે છે એ સારા માટે જ કરે છે આ ધટનાં બન્યા બાદ શરૂ શરૂમાં બા મારા ખાવા પીવાનું ઘ્યાન રાખતા નહોતા હું બધું હસતા મ્હોએ જાતે કરતી અને શ્રીકાંત પણ મને ઘરકામ અને બીજા કામોમાં યથાશક્તિ મદદ કરતા હતા છેવટે મને સાતમો મહિનો બેસી ગયો હવે બાના માખણ જેવા હૈયા ઉપર પરાણે લગાવેલું નારિયેળ જેવું સખત કવચ ધીરેધીરે તૂટી રહ્યું હતું અને અંદર રહેલી મીઠાશ અને નરમાશનો અનુભવ મને થવા લાગ્યો હતો હું પણ જાણતી હતી કે બાના મીઠા સ્વભાવને લાંબો સમય વહેતો રોકવો શક્ય નહોતો હું પણ જાણે કઈ નથી બન્યું એમ સમજી બા સાથે સ્નેહથી વર્તતી હતી આમ પણ મારા માટે મારા સાસું મારા મન મારી જનેતાથી કઈ કમ નહોતા બા સવાર પડતા મને હાથમાં બદામ કેશર વાળા દુઘનો પ્યાલો પરાણે પકડાવી દેતા હું જ્યા સુધી એ દુધ પી ના લઉ ત્યા સુધી મારે સામેથી હટતા નહી ત્યાર પછી મારે શું કરવું શું ના કરવુ શું ખાવું વગેરે નો આખો ચાર્ટ બતાવી જતા બપોર પછી એક કલાક મને ભગવદ ગીતાનો પાઠ સંભળાવતા સાજે રામાયણ વાંચતા ટુકમાં જણાવું તો મને મારા વ્હાલસોયા બા પાછા મૂળ સ્વરૂપે મળી ગયા હતા મારી આટલી કાળજી લેતા જોઈ બાજુ વાર કમલા કાકી એક વખત બોલી પડયા બોન તમારી વહુ તો તીજી દીકરી જણવાની છે તો શું કામ આટલો હરખ કરો છો આ વહુની પહેલી સુવાવડ નથી કે તમે આટલી કાળજી રાખો છો ત્યારે બાના મ્હોએ બોલાએલા શબ્દો મારી આખી જિંદગીનો એવોર્ડ બનીને રહી ગયા કમળાબેન ઘરતી પહેલા મારી દીકરી છે પછી એ મારી વહુ છે એક માં દીકરીની સુવાવડમાં એને કદી દુઃખી કરે બાવાની જે મરજી હશે એ પ્રમાણે જ થવાનું છે દીકરી અવતરે કે દીકરો અવતરે પણ મારી દીકરીને કશું દુઃખ નાં પડે તે મારે જોવાનું રહ્યું અને આવનાર બાળકને મારા ઘરના સંસ્કાર આપવા તે મારી ફરજ બને છે બાની આ વાત સાંભળીને મને આજે લાગ્યું કે હું જીતી ગઈ પુરા સમયે એપ્રિલની પહેલી તારીખે વહેલી સવારે મને વેણ ઉપડયું અને તુંરત જ શ્રીકાંત મને લઈને હોસ્પીટલ પહોચી ગયા થોડી વાર પછી બા ઝરણા અને પાયલ સાથે આવી પહોચ્યા એક અસહ્ય અવ્યક્ત એવી વેદના પછી મેં આ ઘરતી ઉપર એક નવો જીવ મારી કુખે અવતતણ પામ્યો માં અને બાળક ને જોડતી એક મહત્વની નાળ કપાતા મારું બાળક જુદાઈના દર્દથી રડી પડયું અને જેને નવ મહિના મારા પોષણથી પોસ્યું હોય તેવા મારાજ અંશને ઘરતી ઉપર અવતરતા જોઈ હું ખુશી થી હર્ષાશ્રુ વહાવી રહી તેનું ગોળ મટોળ પૂર્ણિમાના ચન્દ્ર જેવું મુખડું જોતા મારી આંખોમાથી અવિરત અશ્રુધારા વ્હેવા લાગી આ જોતા સ્મિતાબહેન બીલ્યા ધરતી બરાબર શ્રીકાંતભાઈ જેવો જ દેખાય છે તારો દીકરો સ્મિતાબેન બહાર ગયા અને બધાને અંદર આવવાનું કહી આવ્યા આછાં ભૂરા કપાળમાં વીટાવેલો રતુંમડો સફેદ ગલગોટો જોતા શ્રીકાંત સાથે બાના હાથ પણ લંબાઈ ગયો આ જોઈને સ્મિતાબહેન બોલ્યા આવનાર બાળકના હાથ પગ બધું સલામત છે કે નહી તે બરાબર ચકાસી લ્યો જરા આટલું સાંભળતાં બાએ બાળકને પોતાના હાથમાં લઇ ઝડપથી વિટાળેલ કપડું હટાવી નાખ્યું અને તેમની આંખો હતી તેના કરતા બમણી મોટી થઇ ગઈ મારા દીકરાને શ્રીકાંતનાં હાથમાં મૂકી મારી પાસે આવી પહોચ્યા અને મને મારી દીકરી કહી મારું કપાળ ચૂમી લીધું શ્રીકાંત મોટેથી બોલી ઉઠ્યા સાવ નકામી છે આ તમારી વહુ જોયુંને બા આ તમારી વહુએ બધાની સાથે મને પણ એપ્રિલ ફૂલ બનાવી ગઈ મારી આંખના ખૂશીના આંસુઓને જોઇને બધાની આંખોમાં હર્ષનાં આંસુઓ છલકી આવ્યા પાયલ અને ઝરણા તો આ બધાની અલિપ્ત થઇને પોતાનાં નાના ભાઇને ભયલુ ભયલુ કહેતી ખીલખીલ હસતી હતી રેખા વિનોદ પટેલ વિનોદિની ડેલાવર યુએસે 4 comments posted by rekha patel vinodini on may 9 2015 in ટુંકી વાર્તા રેખા પટેલ સૂકા થડમાં ફરી લીલાશ આણી ખૂશ થાવાનું 09 may સૂકા થડમાં ફરી લીલાશ આણી ખૂશ થાવાનું ભૂલીને કાલ ચાલો આજ માણી ખૂશ થાવાનું ના લાગે ભાર સપનાનો રહે જો આંખ ખોલેલી છે સુખદુખ જોડિયા બ્હેનો એ જાણી ખૂશ થાવાનું ઉગ્યાં બાવળ જગતમાં ચોતરફ પણ શાંતિ છે મનમાં ફૂલોથી મ્હેકતાં જગની છું રાણી ખૂશ થાવાનું આ શબ્દોનું જોર છે તલવાર કરતા પણ અણીયાણું વંચાઈ આંખમાં જો મૌન વાણી ખૂશ થાવાનું જીવન કાંઇ નથી છે શ્વાસની ખાલી એ માયાજાળ એ ફુગ્ગામાં હવા જાણે સમાણી ખૂશ થાવાનું છો માણસ એમ કહેવા આટલા કાં ઘમપછાડાઓ વહે જો આંખથી ક્યારેય પાણી ખૂશ થાવાનું રેખા પટેલ વિનોદિની 1 comment posted by rekha patel vinodini on may 9 2015 in ગઝલ અમેરિકામાં ડીવોર્સ સહેલા છે છતા 09 may વ્હાલી સખી નીતા તારો પત્ર મળ્યો જાણીને દુઃખ થયું કે જીજાજીને પગે ફેકચર થયું છે અને હવે જીજાજીને ત્રણ મહિના ઘરે રહેવું પડશે વધારા માં તે લખ્યું છે કે તેમનું નાનું મોટું બધું કામ હવે તારે કરવું પડશે હા બહેન કામનો બોજો વધી જશે તે વાત સાવ સાચી છે પણ આને જ તો પતિપત્નીના સબંધો કહેવાય જ્યાં એક પલ્લું નમે તો બીજું આપો આપ ઉચે ચડી જિંદગીના ત્રાજવાને બેલેન્સ આપે છે અહી મારી નજીક એક અમેરિકન ફેમીલી રહે છે તેની વાત તને કહું તો કેથરીન અને ટીમના લગ્નનને માંડ પાંચ વર્ષ થયા હતા તેમની દીકરી જેના ત્રણ વર્ષની હતી ત્યારે હતી અને અચાનક ટીમને હાઈ પ્રેસરને કારણે પેરાલેટીક હુમલો આવ્યો જેમાં તેનું આખું શરીર ખોટુ પડી ગયું તેનું સાંભળવાનું બોલવાનું વિચારવાનું યથાવત હતું માત્ર હલનચલન બંધ થઇ ગયું હતું હવે તું જ વિચાર કર કે સખી આ પરિવારને કેટલી વિટંબણાઓ નો સામનો કરવો પડયો હશે આપણે ત્યાં મોટેભાગે સંયુક્ત પરિવાર હોવાના કારણે આવી સ્થિતિમાં પરિવારનો સહારો અને હૂફ મળી રહે છે જ્યારે અહીના બાળકો પુખ્ત બનતા પરિવારમાં માત્ર સ્પાઉસ અને બાળકોને ગણી લેતા હોય છે અને જેના કારણે અસલ પરિવાર અસલ કૌંટુંબિક સુખથી વંચિત રહી જાય છે બનેના પેરેન્ટ્સ દુર બીજા સ્ટેટ્સમાં રહેતા હોવાથી આવી વિકટ પરિસ્થિતિમાં કેથરીન માથે ઘરબાર અને બાળકની ભેગી જવાબદારી આવી પડી નાની ઉંમરમાં કેથરીન એકલી પડી ગઈ હતી છતાં તેણે હિમત ગુમાવ્યા વગર ટીમની બેકરીને સંભાળી લીધી સાથે સાથે દીકરી જેનાની જવાબદારી પણ નિભાવતી હતી જે કેથને હું પહેલા રોજ સવારે જોગીંગ સુટ પહેરી કાનમાં આઈ પોડનાં ઈયર પ્લગ લગાવી મ્યુઝીક સાંભળતાં દોડતા જોતી હતી તે હવે રોજ સવારમાં વહેલા ટીમને વ્હીલચેરમાં બેસાડી થેરાપી માટે જતી દેખાય છે ત્યાર બાદ તેની માટે ફૂડ બનાવી દીકરીને પ્રિ સ્કુલમાં મૂકી સીધી ટીમની કેક અને કુકી બનાવવાની બેકરી ખોલવા ભાગે છે નીતા મને કેથ માટે બહુ દુઃખ થતું ક્યારેક તેની સાથે થતી અલપઝલક વાતમાં તેણે મને જણાવ્યું હતું કે ટીમ તેને બીજા લગ્ન માટે ખુબ દબાણ કરે છે અને કહે છે મને કોઇ નર્સિંગ કેરમાં મૂકી આવ કારણ ટીમ કેથરીનને બહુ પ્રેમ કરે છે એથી તેની આ દશા જોઈ નથી સકતો કેથરીન આ માટે જરા પણ તૈયાર નથી સખી વાત સાચી છે આપણે ત્યાં આવા બહુ દાખલા પડ્યા છે જ્યાં પત્ની પતિની આખી જિંદગી સેવા ચાકરી કરે છે પરંતુ આ અમેરિકા એટલે મુક્ત આચાર વિચારસરણી ઘરાવતો દેશ છે અહી બોય ફ્રેન્ડ ગર્લફ્રેન્ડનું રૂપકડું લેબલ સાવ સામાન્ય છે યંગ બ્યુટીફૂલ કેથરીનને માટે બીજું ઘર મેળવવું સાવ સહેલું હતું તેમા ટીમ તેને સતત ડિવોર્સ આપી દેવા સમજાવતો હતો કારણકે એ જાણતો હતો કે હવે તેને સામાન્ય થવું હવે મુશ્કેલ છે છતાં કેથરીનનાં પ્રેમમાં વિશ્વાસ હતો અને આ સાચો પ્રેમ હતો જેનાં કારણે તે ટીમને આવી સ્થિતિમાં એકલો ત્યજી દેવા તૈયાર નહોતી તે ઘર ચલાવવા દિવસ રાત એક કરે છે જો નીતા આજે આ વાત નીકળી છે તો હું તને અહીની લગ્નપ્રથા અને તેને લગતી બાબત ઉપરની માહિતી આપું છું આજકાલ લગ્ન પહેલા અહી લીવ ઇન રીલેશન સામાન્ય છે અહી સામાન્ય રીતે લગ્નવ્યવસ્થા ભારતની સરખામણીમાં ડામાડોળ છે અહી આજ કાલ લોકોમાં લિવ ઈન રીલેશનનું ચલણ બહુ પ્રમાણમાં જોવા મળે છે જેમાં સ્ત્રી પુરુષ પરંપરાગત લગ્નને માળીયા ઉપર ચડાવી બંને એક જ છત નીચે સાથે રહી ઘરસંસાર માડે છે જ્યાં પરસ્પર સમજુતી અને અનૂકૂળતા જોડાયેલી હોય છે બનેનાં કામ પણ વહેચેલા હોય છે અહી એક બીજાનો અહં ના ઘવાય તે રીતે સબંધ જોડાએલો હોય છે હવે કોઈ કારણસર આમાં ભંગાણ પડે તો જાણે કોઈ લેવાદેવા નાં હોય તેમ કોર્ટ કચેરીના ઝગડા વીના કે માલમિલકતની વહેચણી વિના અલગ થઈ જાય છે આ રીતે અલગ થવું બહુ સરળ રહેતું હોય છે અને હા જો લગ્ન થયેલા હોય તો પણ ડિવોર્સ લેવા અત્યંત સરળ બની રહેતા હોય છે આ અમેરિકા છે અહી ડિવોર્સ અને બીજા લગ્ન સાવ સામાન્ય વાત છે બે વ્યકિત વચ્ચે જો પરસ્પરની સમજુતી હોય તો અહી માત્ર 150 ડોલરમાં સાવ સહેલાઇથી ડિવોર્સ મળી જતા હોય છે પરતું જ્યાં પ્રેમ હોય છે ત્યાં નાત જાત દેશ પરદેશ બધું એક સમાન બની જાય છે એટલે જ કદાચ કહેવત છે કે પ્રેમને કોઇ સિમાડા હોતા નથી કેથરીન ઈચ્છે તો ટીમને ડિવોર્સ આપ્યા વિના બીજા કોઈ સાથે પોતાની મરજીથી રહી શકે તેમ છે અને તે માટે કોઈ કાનુન પણ તેને આમ કરતા રોકી શકે તેમ નથી આ અમેરિકાનું ઉન્મુક્ત વાતાવરણ પણ આ પ્રેમીઓને અલગ કરી શક્યું નથી આજે દસ વર્ષ થયા કેથરીન ટીમને એક ધારી રોજ થેરાપી માટે લઇ જાય છે હવે ટીમ જાતે વ્હીલચેરમાં બેસી ઘરમાં ફરી શકે તેવી સ્થિતિમાં આવ્યો છે તેનો બધો શ્રેય માત્ર કેથરીન અને એનાં ટીમ પ્રત્યેનાં પ્રેમને જાય છે સખી બસ તું હિમત રાખી જીજાજીને સાચવજે હું તને દુરથી પણ આમ હિમત આપતી રહીશ બાકી જે આજની સ્થિતિ છે તે કાયમ ક્યા રહેવાની છે આતો સમયનું ચક્ર છે જે સમય અનુસાર ફરતું જ રહેવાનું છે તારી સખી રેખા વિનોદ પટેલ વિનોદિની ડેલાવર યુએસએ 2 comments posted by rekha patel vinodini on may 9 2015 in અભિયાન મેગેઝિનની કોલમ અમેરિકાનાં ખત ખબર happy birthday my dear husband 07 may દિવસ વીતે ને તહી કેલેન્ડરથી એક પત્તું તૂટી નીચે પડે જ્યાં આવે મહિનો મે ને તારી વરસગાંઠે મને હરખ ચડે આ આભે પુનમી રાત જ્યારે રઢીયાળી થઇ નીચે ઢળે તહી સ્નેહલ મારું વ્હાલ તુંજ અસ્તિત્વમાં આવી ભળે તારા સ્નેહબંધની ડાળી જકડી સદા નિર્ભય થઇ ઝુલુ એકમેકને સથવારે શમણાં આપણા એક થઈને ફળે હરખઘેલી બની હું તુજ મસ્તાની આંખોમાં જોતી રહું ને તારી આંખના અરીસે સદા મારૂ હસતું મુખડું જડે ના ગરમી ના શરદી ગમે મને વિનોદીની મૌસમ ગમે મઘમઘતો વાસંતી પ્રેમ જ્યાં બારેમાસી ફૂલો જેવો મળે એના હાથે સજાઈ લાકડે ચડું મારી ઉમ્ર એને નામ કરું બાકી રહું હરપળ વિનોદ સંગે જેમ પડછાયો ભેગો ફરે રેખા પટેલ વિનોદિની 2 comments posted by rekha patel vinodini on may 7 2015 in ગુજરાતી કવિતા રેખા પટેલ વાર્તા ક્યા સંબંધે રેખા વિનોદ પટેલ 03 may શોભાબેન તમારો અમેરિકાથી પત્ર છે કહેતા ટપાલી કાકાએ ઝાપેથી બુમ પાડી હા કાકા આવી કહેતા શોભા બહાર આવી હવે પહેલા જેટલી ના તો પત્ર લેવાની દોડાદોડી કરતી હતી ના તો મનને કોઈ તાલાવેલી હતી છતાં આવેલા પત્રને વાચવાની ઈચ્છા તો પ્રગટી જ જતી કારણ પત્ર લખનાર આખરે તેના બે બાળકોનો પિતા હતો અને તેનો કહેવાતો પતિ હતો સુબોધને અમેરિકા ગયાને આજ કાલ કરતા પંદર વર્ષ પુરા થયા ઈલીગલ ગયેલા સુબોઘને ભારત પાછા આવવામાં ડર હતો કે એક વાર વતન આવી જઈશ તો ફરી અમેરિકા પાછું નહિ જવાય અમેરિકાના ડોલર સામે પત્ની અને બાળકોનો પ્રેમ વામણો પુરવાર થયો અને આ એક ડરના કારણે તે દસ વર્ષ અહી આવી નાં શક્યો અને છેવટે લીગલ થવા માટે અમેરિકા રહેતી સુઝાન સાથે ટેમ્પરરી લગ્ન કરી લીધા હવે સીટીઝન સીપ લઈને આવીશ કહેતા આજે પંદર વર્ષ થઇ ગયા હતા હવે અમેરિકાથી આવનારા કેટલાક તો કહેતા હતા કે સુબોઘ સુઝાન સાથેજ રહે છે અને શોભાના આ બાબતે પૂછવા બદલ સુબોધે જણાવ્યું હતું કે તે તેની સાથે પેઈન્ગ ગેસ્ટ તરીકે રહે છે જેથી ઇમિગ્રેશનમાં બધું લીગલી બતાવી શકાય શોભા કઈ બહારના ગ્રહની વ્યક્તિ નહોતી એક પુરુષ માટે દસ પંદર વર્ષથી પત્ની અને કુટુંબ થી દુર એકલા અમેરિકા જેવા દેશમાં રહેવાનો મતલબ સમજી શકતી હતી તે પુરુષની જરૂરીયાત જાણતી હતી છતાં તેની પાસે સુબોઘની વાતને સ્વીકાર્યા વિના ક્યા છૂટકો હતો પચ્ચીસ વર્ષની યુવાન પત્ની અને ચાર અને બે વર્ષના નાના બાળકોને તેમના ઉજવવળ ભવિષ્યના ઓઠા હેઠળ પાંચ વર્ષ માટે એકલા મૂકી સુબોધ અમેરિકાના સોનેરી સ્વપ્ન લઇ ઉડી ગયો હતો સુબોઘના પ્લસ પોઇન્ટમાં એક વાત હતી કે તે નિયમિત ડોલર મોકલતો હતો હા છેલ્લા ચાર વર્ષથી ખર્ચો વધુ છે અને મોઘવારી પણ વધી ગઈ છે નાં બહાના હેઠળ રકમના લગભગ અડઘો ઘટાડો થઇ ગયો હતો શોભા હવે ટેવાઈ ગઈ હતી અને વધારામાં એકલતા ભાગવા તે એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતી હોવાના લીઘે હવે સુબોધના ડોલર ઉપર બહુ આધારિત નહોતી આથી રકમ ઘટતા તેને કહી ઝાઝો ફેર નહોતો પડ્યો બસ બચત ઓછી થતી હતી પણ સામા છેડે હવે બાળકો સમજણા અને મોટા થઈ ગયા હોવાનો સંતોષ પણ તરવરતો હતો શોભાનો મોટો માનસિક સહારો હતો મનન મનન સાથે શોભાની મુલાકાત આજથી દસ વર્ષ પહેલા મોટી દીકરી રૂચાના પેરેન્ટસડે ઉપર થઈ હતી મનનની દીકરી શિવાની પણ રૂચાની સાથેજ ભણતી હતી મનનની પત્નીના મૃત્યુને બે વર્ષ વીતી ગયા હતા તેના મા પપ્પા ઘરે હતા આથી ઘરની કોઈ ચિંતા તેને નહોતી પણ દીકરીની મા અને બાપ બની શિવાનીને સાચવવામાં મનનને ઘણી તકલીફ પડતી હતી એક સરખી મુશ્કેલી ઘરાવતી બે વ્યક્તિ બહુ ઝડપથી મિત્ર બની જતી હોય છે બસ શોભા અને મનન આમ ક્યારેક મળી જતા અને સુખદુઃખની વાતો કરી લેતા આમ કરતા મનના જાણી ગયો હતો કે શોભા બાળકોના સ્કુલ ગયા પછી બહુ એકલતા અનુભવે છે આથી તેણે સામે ચાલી શોભાને કોઈ પાર્ટ ટાઈમ નોકરી કરવાની સલાહ આપી અને એક જગ્યા ખાલી થતા મનનની ઓફિસમાં તેનીજ ઓળખાણ થી શોભાને સારી નોકરી મળી ગઈ મનન શોભાના દરેક દુઃખમાં સાથ આપતો હતો એક દિવસ શોભાનો નાનો દીકરો રવિ એક રીક્ષાની અડફેટમાં આવી ગયો ત્યારે મનન બે દિવસ ખડે પગે ઉભા રહી પોતાનું લોહી આપી રવિને મોતના મુખ માંથી બચાવ્યો હતો બસ ત્યારથી શોભાને મનન માટે માન સાથે સાચી મિત્રતાની લાગણી બંધાઈ ગઈ હતી બંને એક સરખી એકલતા ભાંગવા અઠવાડિયામાં ચાર દિવસ ફોન ઉપર વાતો જરૂર કરી લેતા શોભા પણ શિવાનીને માની જેમ પ્રેમ કરી તેની ટીનેજર અને પછી આવતી યુવાનીની અવસ્થા ને ઘ્યાનમાં રાખી રુચા સાથે બેસાડી સલાહ સૂચન આપતી તો સામા છેડે મનન ટીનેજ થયેલા રવિની જરૂરીયાત સમજીને તેને સાથ આપતો આમ બે પરિવાર નનામી પ્રેમના બંધને જોડાઈને જીંદગીને સરળ બનાવી જીવતા હતા આ એક આવેલા પત્રથી જીવન જાણે શાંત પાણીમાં અચાનક જોરદાર ઘાથી આવી પડેલા પથરાને લીધે રચાતા વમળની માફક હલબલી ઉઠયું પત્રમાં લખેલી ચાર લીટીમાં સુબોધ કાયમ માટે ભારત આવી રહ્યો છે ની વાત હતી વાત તો જાણે ખુશ થવાની હતી શોભાને ખુશી સાથે કોઈ આશંકા જન્મી ગઈ આમ અચાનક આટલા વર્ષે હવે જ્યારે બાળકોને તેની જરૂર નથી અને એક રીતે પોતે પણ ટેવાઈ ગઈ છે ત્યારે સુબોધનું આમ પાછા આવવાને કોઈ કારણ છેવટે એ દિવસ આવી ગયો એરપોર્ટ લેવા આવેલો શોભા સાથે રુચા અને રવિ કદી યાદ ના હોય તે પપ્પાને મળવા ઉત્સુક હતા સુબોધને જોતા બંને એક મિનીટ અટકીને મમ્મી સામે જોયા પછી તેની મુક સંમતિ લીધા પછી વળગી પડયા બસ લોહી ને લોહીનો પુકાર હોય છે પણ શોભાનું શું માત્ર પાંચ વર્ષના લગ્ન જીવનમાં મળેલા પ્રેમને પંદર સોળ વર્ષનો વસમો વનવાસ વેઠયા પછી લગભગ તે ભૂલવા આવી હતી કારણ તે માનતી હતી કે પ્રેમમાં પૈસો નહિ સાથ મહત્વનો હોય છે દરકાર મહત્વનો હોય છે સુબોધના આવવાને કારણે શોભાના જીવનમાં ઘણું બદલાઈ ગયું હતું અહી આવવાના કારણમાં શોભાના પૂછવા બદલ સુબોધે જણાવ્યું હતું કે બસ અમેરિકાથી મન ભરાઈ ગયું છે હવે અહી શાતિથી રહેવું છે જોકે તે સાથે કોઈ ઝાઝી મૂડી લાવ્યો નહોતો કે આખી જીંદગી આરામ થી રહી શકાય સાંભળવામાં આવ્યું હતુકે અમેરિકન પત્ની સુઝાને બધું પોતાને હસ્તક કરી લઇ સુબોધને ધક્કો માર્યો હતો અને હતાશ થયેલો તે ...
|