Meta tags:
description= 5 posts published by Dipak Dholakia during May 2012;
Headings (most frequently used words):
છે, કે, નથી, પણ, અને, તો, હોય, એક, તે, આમ, એટલે, કારણ, અર્થ, પરંતુ, માત્ર, કરે, શકે, તમે, પ્રમાણ, જે, એમ, થાય, શબ્દ, આપણે, રીતે, એમાં, પર, કરી, તારણ, થઈ, તરીકે, રૅશનાલિસ્ટ, એના, પ્રત્યક્ષ, કોઈ, છીએ, આધાર, સાથે, પડે, કહે, પક્ષ, આથી, અથવા, એનો, નહીં, છેઃ, દ્વારા, એનું, સુધી, એને, ત્યારે, અસ્તિત્વ, તર્ક, સિદ્ધાંત, પોતે, આવે, માટે, દાખલા, અમુક, એની, દલીલ, સમાન, ચર્ચા, છળ, ન્યાય, ત્યાં, રૅશનાલિસ્ટો, પછી, રહે, સાબીત, અનુમાન, કઈં, હું, સાધન, વ્યક્તિ, ચર્ચામાં, જ્ઞાન, રૅશનાલિઝમ, ભાગ, વિશે, દર્શન, કરવો, માને, માનવું, સ્થાપિત, પહેલાં, સાચું, અહીં, ઐતિહાસિક, સામે, કરવામાં, તેને, વચ્ચે, પહેલા, છો, પ્રમાણનું, સમગ્ર, કહેવું, rationalism, આનો, શકાય, લોકો, થશે, જાય, મૂળ, આપે, વધારે, પદાર્થ, આધારે, જેવી, એનાં, ઇન્કાર, માણસ, બની, હોઈ, શું, આસ્થા, અનુભવવાદી, જોઇએ, કામ, ઇન્દ્રીયો, નાસ્તિક, માપદંડ, વિચાર, વિષય, મારી, અક્ષપાદ, બે, પ્રતિપક્ષ, જ્યારે, આગ, નિષ્ક્રિય, આહ્નિકમાં, બન્ને, by, india, કેટલાંક, નવો, ઉપયોગ, કશું, તર્કની, ક્યારેક, વળી, વૈજ્ઞાનિક, ચાલે, ખોટું, સત્ય, ધર્મને, તર્કનો, છતાં, કરીએ, જોઈએ, સ્વર્ગ, બહાર, ધર્મ, છું, માની, કરતો, શકો, જેવો, અનુભવ, એવો, જેમ, સમય, જોઈને, શબ્દનો, સૂત્રો, કરવાનું, રજુ, રંગ, ઉપચાર, તમારા, બ્રાહ્મણ, હવે, ગૌતમ, કરીને, ધ્યાનમાં, અસમાન, જુઓ, શંકા, ઇન્દ્રીયજન્ય, માનતા, પરથી, નૈયાયિક, કરો, પદાર્થનું, તુલના, માનીએ, ભરોસાપાત્ર, the, in, part, ભારતમાં, dipak, બીજો, આહ્નિક, દરેક, વ્યવહારમાં, સામાન્ય, વાત, કસોટીએ, ખરો, એમનું, આની, બીજા, હકીકતો, સિદ્ધાંતની, કેમ, જઈ, પ્રક્રિયા, સિવાય, સ્થાન, કરવા, સામાજિક, ધર્મનો, વાંધો, અનુમાનો, ધર્મની, શાશ્વત, આમાં, નર્કમાં, શી, કારણે, ધર્મમાં, કહી, માનતો, અસર, ભગવાન, બધું, લાગે, અનુભવને, તર્કવાદી, પડ્યો, વિચારને, પહોંચીએ, સવાલ, બીજી, તમારી, તેમ, હો, આવી, સ્વતંત્ર, ભારે, રચના, ચર્ચાનો, વિરોધી, પક્ષકાર, વિકૃત, થતી, આવ્યું, હલનચલન, ધ્વનિ, પ્રકાશ, ઉપરાંત, વાક્, વાપર્યો, બરાબર, છળમાં, સામો, શાબ્દિક, શબ્દને, ખોટો, ગરમ, આપવામાં, સાર્થક, અલગ, જુદા, તારણનો, અવલોકન, પ્રમાણને, પ્રમાણના, જવાબ, કાળ, ઝાડ, સમાનતાને, ગાય, વેદવાદીઓ, લેખ, પરની, dholakia, spam, blocked, હપ્તો, પહેલો, આવ્યો, વિવેક, વિના, સ્વીકારી, હોતો, મોટા, એવા, લાગુ, પ્રયોગો, ભૂલો, એવું, માહિતી, મળે, નીકળી, ચર્ચાઓ, પદ્ધતિ, થતો, નામ, સંપૂર્ણ, પદભ્રષ્ટ, કરનાર, દરમિયાન, પ્રકાશની, ગતિથી, સાચા, એમણે, ને, પ્રયોગ, સત્યનો, ચોકીદાર, તર્કનું, બહુ, કોઈને, નક્કર, કારણોસર, થયો, કારણો, લઈ, હોતા, અનુમાનોને, ઊભો, મૂલ્યો, જૈવિક, એણે, એકમ, રહેવું, વિકાસ, મૂળભૂત, વિરુદ્ધ, નર્ક, મળશે, બધા, કલ્પના, કોઈએ, કરશે, રહ્યું, સંગઠિત, રહેતું, માનું, ઈશ્વરમાં, ખરૂં, જોતાં, એમની, જોયો, રીત, કાં, હશે, વિતંડાવાદી, આગળ, તકવાદી, ઇન્દ્રીયોના, પ્રયોગશાળામાં, વસ્તુ, સિદ્ધ, મર્યાદા, પાસે, નજર, જો, ખાડામાં, પડી, ના, મેં, તને, પડતાં, જાણે, ઇન્દ્રીયના, કાઢે, કરતાં, પ્રાથમિક, જુએ, જ્યાં, હોવાનો, ઈશ્વરનું, તર્કથી, ઈશ્વરનો, સ્વીકાર, જેવા, રૅશનાલિઝમની, રસ્તા, અંતર, બાજુ, સેક્યુલરિઝમ, સંબંધ, સેક્યુલર, જોવાય, કેટલો, સેક્યુલરિઝમને, દુનિયાના, પ્રમાણે, ઊભી, પ્રાધાન્ય, માટેની, ચિંતન, સમયમાં, બારી, હોવી, ન્યાયસૂત્રના, બંધ, લઈએ, સ્થાપના, ઉદ્દેશ, કરવાની, શોધવાનો, દોષ, ઉત્તર, પ્રશ્ન, અનંત, આનું, અનંતતાનાં, તત્વો, સાબીતી, ખરેખર, પડછાયો, થયું, વીત્યા, પડવાથી, વસ્તુનો, નગારા, થાપ, દેખાય, હાજર, અસ્તિત્વમાં, છલ, પક્ષની, એવી, વક્તા, વ્યક્ત, મારા, પગ, ગયા, લઈને, જાતિ, કહ્યું, જ્ઞાનવાન, સદાચારી, વ્યક્તિગત, વિધાનને, બન્નેમાં, નાઇટ્રોજન, બધી, સમજે, કરવી, પોતાનું, કથન, સંશયના, સંશય, દૂર, ૬૯, સમજી, એમનો, ગુણ, લક્ષણોની, પરીક્ષા, લક્ષણો, દેખાડે, ગણાય, પદાર્થનો, માનવા, તારણને, આધારને, વ્યક્તિના, પ્રમાણનો, વજન, અનુભવનો, કાન, ગોળ, આત્મા, મન, વગેરેને, લીધાં, દિશા, સ્થળ, વગેરે, વસ્તુનું, વર્તમાનકાળ, જેટલી, તુલનાનો, નીકળતો, સરખાં, દર્શાવે, પ્રમાણમાં, ધુમાડો, સમાધાન, સૂત્ર, તાર્કિક, of, translated, sanskrit, મહિનો, મે, 2012, રૅશનાલિઝમઃ, response, to, comments, on, વિશેના, ટિપ્પણીઓનો, પ્રતિભાવ, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, સૂત્રઃ, અધ્યાય, વર્ષોથી, પ્રચારમાં, આપણા, શક્તિનો, બાબત, સ્વીકારવી, સમજીએ, તર્કને, અભિપ્રાયનો, અભિપ્રાય, પાર, ઊતરે, ભાગના, સંમત, કસોટી, વિજ્ઞાન, વિષયોમાં, કરાતી, સુધરે, અંતે, બને, વર્ષો, સિદ્ધાંતના, મૂળમાં, રહેલી, નવી, ડામાડોળ, વૈજ્ઞાનિકો, નવા, ખોજમાં, જૂનો, નબલો, ઠર્યો, તેની, અમલમાં, રાજ, હતો, શોધકનું, નામનિશાન, વિજ્ઞાનના, ઇતિહાસમાં, સન્માન, અંકિત, સિદ્ધાંતને, પુરોગામી, માન, લાર્જ, હેડ્રૉન, કોલાઇડરમાં, અત્યારે, જણાયું, કણ, ઝડપે, આઇન્સ્ટાઇને, કર્યું, ગતિએ, કોઇ, આજના, ભૌતિકશાસ્ત્રનો, આખું, ભૌતિકશાસ્ત્ર, બદલાઈ, સંશોધકોને, આઇન્સ્ટાઇનને, ઠરાવવા, ખોટા, પાડવામાં, રસ, જોવાની, શરૂઆત, દીધી, ક્યાંય, અવલોકનની, ભૂલ, રહી, ગઈ, તેના, આઇન્સ્ટાઇનનું, નક્કી, કેટલાયે, સીમાસ્તંભો, મહત્ત્વનું, માનવજીવનમાં, અગત્યનું, કબજો, આધિપત્ય, સ્થાપવા, દેતો, ચડાવે, ભૌતિક, જગતની, હોતી, મેદાન, વિચારજગત, ઉદ્, ભવ, ઘણાં, લેતા, સમજવાનો, પ્રયત્ન, ધર્મનાં, પાસાં, એવાં, કારણૉ, સમજાઈ, રહેલાં, માનવીય, ચડાવાય, વિતંડાવાદ, પરિણામ, ચલાવ્યા, રસ્તો, હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, લો, થયાં, સસ્તન, પ્રાણીઓમાં, સૌથી, નબળો, સમાજના, સહકારનું, મૂલ્ય, જરૂરિયાત, ઘટના, મતભેદ, હોવો, સહકારના, મૂલ્યની, જનારને, તેમાં, સજા, સ્વર્ગમાં, સુખ, તેનું, આલેખન, આવતું, ધર્મોમાં, નર્કની, એકસમાન, જોયાં, માન્યતાઓ, ધર્મો, થયા, હતી, માન્યતાઓનાં, નિયત, થયેલી, મર્યાદાઓની, શોધવાં, પડશે, માન્યતાઓનું, માણસે, બનાવ્યો, પહેલાંની, માન્યતાઓનો, સમાવેશ, લીધો, જરૂરી, શકીએ, માનતી, કહેવાની, આપણામાં, પ્રત્યે, ઐતિહસિક, દૃષ્તિકોણ, કેળવાશે, ઇતિહાસને, સમજવાના, મૂલવતા, જઈશું, જૂઓ, ધર્મોની, વિકસી, ભગવાનને, એકમતી, દેખાડો, જોઇશ, માનીશ, વિધાન, લેવું, સ્વીકારતો, સ્વીકારે, સમયે, યોગ્ય, મહત્ત્વ, લગભગ, કરતા, અનુભવની, શરીર, સંકળાયેલી, કચાશ, વ્યક્તિમાં, કરતી, આંખના, ડૉક્ટર, ચેક, કરાવવા, જનારા, જણના, નબર, સરખા, કાનના, મશીનની, જરૂર, રસ્તે, ચાલતાં, જાઉં, વાગ્યું, અનુભવવાદની, માન્ય, રાખતો, પરહ્તી, ત્ર્રણ, આધારિત, જણ, ઈજા, પગને, સમતળ, જમીન, ચાલવાની, ટેવ, જમીનની, સપાટીમાં, ફેરફાર, એકને, તેવી, બીજાને, વિચારે, વિવેકબુદ્ધિવાદી, વિશાળ, દૃષ્ટિથી, સૈદ્ધાંતિક, ભૌતિકશાસ્ત્રના, ક્ષેત્રમાં, કરનારા, પોતાનાં, ચકાસે, પ્રશ્નો, ખડા, ભલે, વિચારની, પ્રગતિ, વિચારતા, વિચારવું, ભગવાનના, ઍથીસ્ટ, એથીસ્ટ, પૂછે, જીવશાસ્ત્રનો, આશરો, લેશે, દૃષ્ટિએ, હા, વિવેકબુદ્ધિવાદીના, ઘણા, નાસ્તિકો, દે, ધર્મના, બનેલી, કોમને, વફાદાર, રૅશનાલિઝમને, સીધો, ધાર્મિક, સેક્યુલરનો, દુનિયાનું, દુનિયાનાં, ઘરમાં, લાઇટ, ઇલેકટ્રીશિયનને, બોલાવો, કોમનો, નાતનો, નોકરીએ, રાખો, કામમાં, કુશળ, જોવાનું, અલ્લાહમાં, ઑફિસમાં, ઑફિસનું, કરાય, પૂજા, પાઠ, નમાઝ, કશી, લેવાદેવા, કશો, ઝઘડો, જેને, પોતાના, લાવે, એટલી, સેક્યુલરિઝમની, માંગ, ઑફિસર, તમારે, ઑફિસના, હિતમાં, વિચારવાનું, મુખ્ય, પ્રધાન, બંધારણ, સોગંદ, લીધા, તેમાંથી, ફરજ, બજાવવાની, નાતજાત, સેક્યુલરિસ્ટ, ઘરે, પૂજાપાઠ, તીર્થયાત્રાએ, હજ, લાવી, ભાગે, ટક્કર, આપતી, આપનારા, કાર્લ, માર્ક્સ, ચિંતકો, રૅશનાલિઝમના, ટીકાકાર, રહ્યા, સાચો, મહત્ત્વનો, સમયની, પરિસ્થિતિથી, પ્રેરાયો, ભરોસો, રૅશનાલિઝમે, યોગ્યાયોગ્ય, સારાસારના, શક્તિએ, આધુનિક, ઓછામાં, ઓછા, ૨૦૦, વર્ષથી, નાખીએ, કેટલીયે, આશ્ચર્યજનક, વસ્તુઓ, આવશે, ખુલ્લી, ડોકિયું, લેશો, કોશિશ, કરીશ, આવું, દેખાડું, બાકી, ની, જ્ઞાનનો, અફાટ, સાગર, હપ્તાના, લેખમાં, જોયું, ગૌતમે, ન્યાયસૂત્રની, વિષયની, છણાવટના, ઉપરોક્ત, પુસ્તકના, અનુવાદક, સતીશ, ચંદ્ર, વિદ્યાભૂષણ, પહોંચ્યા, અધ્યાયની, આહ્નિકોની, બાકીનાં, પ્રકરણો, પાછળથી, ઉમેરાયેલાં, હોવાની, શક્યતા, અધ્યાયનાં, આહ્નિકો, ન્યાયદર્શન, વિચારણાનો, વાળીશું, ફરી, યાદ, તરફ, જતી, સૂત્રમાં, વિશેની, વીસ, ટૂંકાં, વિધાનો, રીતો, આવતી, ખામીઓ, દેખાડેલી, પરસ્પર, પક્ષો, હેતુ, વિજય, મેળવવાનો, જીતવા, ઠપકાને, પાત્ર, હુમલા, વિતંડા, કહેવાય, હેત્વાભાસ, દેખાવ, આંતર્વિરોધ, આવા, તર્કનાં, તારણો, પોતાનો, વિરોધ, કરનારી, આને, પ્રકરણસમ, પ્રશ્નનો, બનીને, ઉદાહરણ, જોઇએઃ, અવાજ, બન્નેનો, આપ્યું, સાધ્યસમ, કાલાતીત, કારણનો, ટકે, અપાય, પછીનું, ઓળખાય, પેદા, નહોતો, કારણનું, લેવા, જેવું, ચાલાકી, મૂકવો, પક્ષનો, વૈકલ્પિક, ત્રણ, પ્રકારનું, સ્પષ્ટતાથી, બોલ્યો, તેનાથી, જાણી, જુદો, જતાં, જવાબમાં, ઓહો, અસાવધાનીનો, લાભ, ગર્ભાવસ્થા, વાક્છળ, શક્ય, અશક્ય, ગણાવાય, વપરાયેલો, વાપરીને, અશક્યતા, દેખાડવી, પક્ષના, શબ્દના, તાત્પર્યને, નાખવું, વ્યક્તિને, દર્શાવીને, જાતિગત, નાખું, કહું, કારણસર, લેવો, અર્થમાં, સર્વસામાન્ય
Text of the page (most frequently used words):
અને (169), નથી (119), હોય (84), એટલે (65), પરંતુ (54), ન્યાય (43), આપણે (40), એમાં (37), કારણ (34), અર્થ (33), માત્ર (33), 2012 (31), માટે (30), કરી (30), તર્ક (30), રીતે (30), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), સાથે (28), કરે (27), ગૌતમ (27), #પ્રમાણ (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), શકે (26), એપ્રિલ (25), અથવા (25), એના (25), જૂન (24), માર્ચ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), થાય (24), કોઈ (24), હતો (24), શબ્દ (24), હતા (23), ફેબ્રુવારી (22), 2015 (22), વાત (22), નહીં (21), તમે (20), છીએ (20), એમણે (19), 2013 (18), 2022 (18), સુધી (18), પહેલાં (18), શકાય (18), તરીકે (18), એનું (18), આધાર (18), તારણ (18), દ્વારા (17), પોતે (17), એને (17), અધ્યાય (17), અક્ષપાદ (17), 2011 (16), રૅશનાલિઝમ (16), કઈં (16), એની (16), કહે (16), બહુ (16), એમના (16), બન્ને (16), દર્શન (16), અમુક (15), આધારે (15), વિશે (15), આથી (15), આજે (15), 2014 (14), મૂળ (14), રૅશનાલિસ્ટ (14), પડે (14), બીજા (14), 2025 (13), ત્યારે (13), આવે (13), બની (13), છેઃ (13), ચર્ચા (13), જ્ઞાન (13), india (12), સમય (12), વિચાર (12), આવી (12), એનો (12), આપે (12), હું (12), થયા (12), તર્કની (12), કર્યો (12), કરીને (12), જુદા (12), શ્લોક (12), the (12), પ્રત્યક્ષ (12), મારી (11), rationalism (11), છતાં (11), મળે (11), ત્યાં (11), સામે (11), જોઇએ (11), કરવામાં (11), રહ્યું (11), હતી (11), પછી (11), ગયા (11), રજુ (11), વૈશેષિક (11), પક્ષ (11), dipak (10), વચ્ચે (10), કહી (10), એનાં (10), સિદ્ધાંત (10), હતું (10), બૌદ્ધ (10), આવ્યું (10), પહેલા (10), સૂત્ર (10), શિષ્ય (10), લેખ (9), ચિંતન (9), પાસે (9), કરવો (9), વળી (9), વ્યક્તિ (9), અસ્તિત્વ (9), મેં (9), એમની (9), જાય (9), જોઈએ (9), રહી (9), વિના (9), એમનો (9), ઉલ્લેખ (9), કહ્યું (9), વેદ (9), કરો (8), dholakia (8), martyrs (8), freedom (8), struggle (8), જેવા (8), સામાજિક (8), એવો (8), માને (8), આમાં (8), ઇન્કાર (8), નાસ્તિક (8), દલીલ (8), આગળ (8), સમાન (8), તેને (8), થયો (8), દાખલા (8), રહે (8), એવા (8), ઈશ્વર (8), ભાગ (8), તાર્કિક (8), નહોતો (8), ચર્ચામાં (8), વેદના (8), મિમાંસા (8), ઋષિ (8), અક્ષપાદે (8), બારી (7), indian (7), તેમ (7), શું (7), પ્રમાણે (7), આનો (7), સાબીત (7), જેવી (7), કરતાં (7), જેવો (7), અનુમાન (7), કરતો (7), સાચું (7), ઐતિહાસિક (7), રૅશનાલિસ્ટો (7), સાધન (7), વિકાસ (7), અહીં (7), પદ્ધતિ (7), આપણા (7), એમનું (7), લોકો (7), શ્રી (7), એવી (7), હોત (7), જવાબ (7), હવે (7), મહત્વ (7), અલગ (7), part (7), બીજાં (7), હોવા (7), ગયો (7), વિચારધારાઓ (7), લીધું (7), બ્રાહ્મણ (7), જ્યારે (7), બ્રાહ્મણો (7), વેદમાં (7), રચના (7), પહેલો (7), like (6), uncategorized (6), ટિપ્પણીઓ (6), વિષય (6), આસ્થા (6), હોઈ (6), માનવું (6), ધર્મને (6), બધા (6), બીજી (6), મર્યાદા (6), થશે (6), તર્કવાદી (6), વધારે (6), સ્થાપિત (6), માની (6), હશે (6), બધું (6), દરેક (6), કારણે (6), સ્થાન (6), સમજવાનો (6), સિવાય (6), સૌથી (6), સામાન્ય (6), એમને (6), મને (6), માન્યતા (6), લખ્યું (6), વગેરે (6), ભારતમાં (6), થયું (6), ઉમેરા (6), વિરોધી (6), આસ્તિક (6), વ્યક્તિગત (6), કાળ (6), કર્યા (6), સમાધાન (6), કરવી (6), વિદ્યા (6), પરથી (6), ન્યાયસૂત્ર (6), ખંડમાં (6), ઇન્દ્રભૂતિ (6), શબ્દનો (6), ક્યાંક (6), translated (6), sanskrit (6), કહેવું (6), સમગ્ર (6), પ્રમાણનું (6), શોધો (5), categories (5), posted (5), author (5), loading (5), ચાલે (5), બહાર (5), ક્યારેક (5), કરીશ (5), રહ્યા (5), કામ (5), કરવા (5), માપદંડ (5), માણસ (5), જેમ (5), અનુભવવાદી (5), તર્કનો (5), ખોટું (5), આધારિત (5), સત્ય (5), ખરૂં (5), લાગે (5), ઇન્દ્રીયો (5), કેમ (5), કારણો (5), ઉપયોગ (5), લીધો (5), શકીએ (5), છું (5), પ્રત્યે (5), તર્કનું (5), રસ્તો (5), કરીએ (5), થયાં (5), કર્યું (5), પદાર્થ (5), તેના (5), ચર્ચાઓ (5), કેવું (5), કેટલાક (5), શંકા (5), ખરેખર (5), પેદા (5), નહોતા (5), માનતા (5), થતી (5), કરવાનો (5), આપી (5), કરવાની (5), ગુપ્ત (5), માર્ગ (5), પરમ (5), યોગ (5), શાસ્ત્ર (5), સાંખ્ય (5), વૈદિક (5), સર્જન (5), દર્શનને (5), માં (5), વિકૃત (5), આપ્યું (5), જાણી (5), આહ્નિક (5), ન્યાયસૂત્રની (5), આહ્નિકમાં (5), નિષ્ક્રિય (5), પ્રતિપક્ષ (5), blocked (4), નવી (4), spam (4), adventurous (4), subhashbabu (4), tags (4), અસર (4), નવો (4), પ્રક્રિયા (4), સંબંધ (4), માનતો (4), ઈશ્વરમાં (4), ધર્મ (4), હોવાનો (4), તર્કથી (4), સવાલ (4), બાજુ (4), અનુભવ (4), કરનારા (4), વૈજ્ઞાનિક (4), કશું (4), સમયે (4), શકો (4), વસ્તુ (4), વિરુદ્ધ (4), સ્વર્ગ (4), ધર્મમાં (4), સત્યનો (4), ચોકીદાર (4), સ્થાપવા (4), કેટલાંક (4), પરિણામ (4), નક્કી (4), પ્રયોગ (4), આવ્યો (4), અંતે (4), આભાર (4), મારા (4), ટિપ્પણી (4), મઝા (4), શબ્દને (4), જેટલી (4), પોતાની (4), એનાથી (4), તૈયાર (4), પ્રકાશ (4), હેતુ (4), પરંપરા (4), પ્રભાવ (4), મુદ્દો (4), ભારતીય (4), વિચારો (4), રહ્યો (4), વખતે (4), મળ્યું (4), વેદનો (4), બધાં (4), પ્રચલિત (4), શક્ય (4), તત્વની (4), સમાનતા (4), યાદ (4), બુદ્ધના (4), ઘણી (4), આપવામાં (4), માનવા (4), મનુસ્મૃતિ (4), મહાભારતના (4), મળી (4), ધીમે (4), લાગ્યા (4), પ્રમાણમાં (4), શાંતિપર્વ (4), સૂત્રના (4), રચયિતા (4), ઉપદેશ (4), ચાર (4), તત્વો (4), જોવું (4), કાઢવું (4), સરખામણી (4), વિદ્વાનો (4), અનુભવીઓનો (4), વલણ (4), અધ્યાત્મ (4), આત્મા (4), દેખાય (4), બુદ્ધ (4), મહાવીર (4), અરસામાં (4), સ્વામી (4), નામના (4), દર્શાવે (4), ન્યાયસૂત્રના (4), ખંડ (4), ઇન્દ્રભૂતિએ (4), પાસેથી (4), સમકાલીન (4), ગોતમના (4), અક્ષપાદનો (4), નામો (4), અહલ્યાના (4), ભરોસાપાત્ર (4), સૂત્રો (4), જોઈને (4), પદાર્થનું (4), માનીએ (4), તુલના (4), જુઓ (4), નૈયાયિક (4), ધ્યાનમાં (4), કરવાનું (4), તમારા (4), ઇન્દ્રીયજન્ય (4), રંગ (4), અસમાન (4), ઉપચાર (4), શરૂ (3), this (3), wordpress (3), com (3), other (3), સોમ (3), ભારે (3), સમયમાં (3), નજર (3), બાકી (3), મોટા (3), વિચારને (3), માર્ક્સ (3), ખરો (3), સ્વતંત્ર (3), ભરોસો (3), ધર્મનો (3), તમારી (3), લેવાદેવા (3), કશો (3), વ્યવહારમાં (3), પોતાના (3), મુખ્ય (3), ઈશ્વરનો (3), સ્વીકાર (3), રસ્તા (3), જાણે (3), અનુભવને (3), પડ્યો (3), અનુમાનો (3), ભગવાન (3), પહોંચીએ (3), જોતાં (3), કાં (3), કરતા (3), શરીર (3), રીત (3), મળશે (3), નર્કમાં (3), ધર્મની (3), જરૂરી (3), આની (3), કસોટીએ (3), હકીકતો (3), ભૌતિક (3), વાંધો (3), એવાં (3), ઊભો (3), બીજો (3), હોતો (3), શાશ્વત (3), એણે (3), ઘટના (3), થતો (3), અત્યારે (3), દરમિયાન (3), એવું (3), આખું (3), સમજીએ (3), તર્કને (3), લાગુ (3), માહિતી (3), સિદ્ધાંતની (3), જાણીએ (3), ફરી (3), જતાં (3), દૂર (3), જવું (3), શ્રદ્ધા (3), એટલું (3), પ્રજ્ઞાબહેને (3), શ્રદ્ધાનો (3), કદાચ (3), સિવાયનું (3), ઓપન (3), માઇંડ (3), સ્થાને (3), સત્તા (3), શાસન (3), નહોતી (3), મહત્વનો (3), પ્રશ્ન (3), આપ્યો (3), છેલ્લાં (3), વિષયો (3), ક્રાન્તિ (3), પછીના (3), જન્મ (3), માનવાનો (3), ગયું (3), દુઃખી (3), બાબતમાં (3), આનું (3), વિદ્વાને (3), ભૂમિકા (3), દર્શનની (3), સદી (3), શુદ્ધ (3), ચૂકી (3), મહત્વની (3), સામેના (3), સ્થાપના (3), ગણાય (3), અનાદર (3), ભાર (3), લક્ષણો (3), ત્રણ (3), લક્ષ્ય (3), યોગશાસ્ત્ર (3), પરંપરાથી (3), પરિણામે (3), મુક્તિનો (3), દેખાડ્યો (3), ક્રિયાઓ (3), પહોંચી (3), તિરસ્કાર (3), તેઓ (3), લૉજિક (3), દર્શનનો (3), વેદથી (3), દીધા (3), દેખાડ્યું (3), મુક્ત (3), વર્ષ (3), પૂર્વ (3), મતો (3), પોતાનું (3), હજી (3), સતીશ (3), વિદ્યાભૂષણ (3), રચાયાં (3), પરસ્પર (3), પક્ષો (3), નૈયાયિકો (3), ગૌતમે (3), અવાજ (3), પ્રકરણો (3), આહ્નિકો (3), જુદો (3), ઠપકો (3), સૂત્રમાં (3), ઉપર (3), અર્થમાં (3), હોવાનું (3), વાયુ (3), સમજણ (3), printed (3), apurva (3), krishna (3), boss (3), press (3), 1913 (3), published (3), sudhindranath (3), vasu (3), from (3), panini (3), office (3), bhuwaneswari (3), asrama (3), bahadurganj (3), allahabad (3), mahamahopadhyaaya (3), satisha (3), chandra (3), vidyabhushana (3), phd (3), college (3), calcutta (3), vol (3), viii (3), nyaya (3), gotama (3), edited (3), major (3), basu (3), retired (3), sacred (3), books (3), hindus (3), various (3), scholars (3), હપ્તો (3), વેદવાદીઓ (3), સાર્થક (3), સમાનતાને (3), ગાય (3), બરાબર (3), તારણનો (3), ખોટો (3), પ્રમાણના (3), ઝાડ (3), પ્રમાણને (3), ઉપરાંત (3), અવલોકન (3), હલનચલન (3), ચર્ચાનો (3), ગરમ (3), સામો (3), વાપર્યો (3), શાબ્દિક (3), વાક્ (3), છળમાં (3), ધ્વનિ (3), પક્ષકાર (3), site (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 338 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), ગુરુ (2), આવો (2), email (2), address (2), સંદેશ (2), રૅશનાલિઝમે (2), વિવેક (2), માટેની (2), દુનિયાના (2), ૨૦૦ (2), કેટલીયે (2), ભાગે (2), રૅશનાલિઝમની (2), પ્રાધાન્ય (2), ચિંતકો (2), સાચો (2), કેટલો (2), સેક્યુલરિઝમ (2), સેક્યુલર (2), ધાર્મિક (2), જોવાય (2), કોઈને (2), સેક્યુલરિઝમને (2), મૂળભૂત (2), એટલી (2), વિચારવાનું (2), ઊભી (2), કરશે (2), જ્યાં (2), ઈશ્વરનું (2), કરનાર (2), આશરો (2), દૃષ્ટિએ (2), અંતર (2), ઘણા (2), હોતા (2), ધર્મના (2), બનેલી (2), ઇન્દ્રીયના (2), કાઢે (2), ખાડામાં (2), તેવી (2), વિચારે (2), પ્રાથમિક (2), જુએ (2), પ્રયોગશાળામાં (2), અનુમાનોને (2), ભલે (2), રહેવું (2), લેવું (2), વિતંડાવાદી (2), તકવાદી (2), ઇન્દ્રીયોના (2), લગભગ (2), નક્કર (2), સિદ્ધ (2), પડી (2), તને (2), પડતાં (2), જોયો (2), જૂઓ (2), કલ્પના (2), સંગઠિત (2), કોઈએ (2), નર્ક (2), તેમાં (2), તેનું (2), માન્યતાઓ (2), ધર્મો (2), સ્વીકારી (2), સમાવેશ (2), રહેતું (2), માનું (2), કહેવાની (2), કબજો (2), ઉદ્ (2), કારણોસર (2), પ્રયત્ન (2), સમજાઈ (2), માનવીય (2), મૂલ્યો (2), જૈવિક (2), એકમ (2), નામ (2), સંપૂર્ણ (2), પદભ્રષ્ટ (2), લાર્જ (2), હેડ્રૉન (2), પ્રયોગો (2), પ્રકાશની (2), ગતિથી (2), સાચા (2), ખોટા (2), જોવાની (2), ભૂલો (2), મૂળમાં (2), વૈજ્ઞાનિકો (2), નીકળી (2), response (2), comments (2), લેખને (2), ઉદાહરણ (2), અઘરૂં (2), સાચી (2), ભાઈ (2), બનાવી (2), પાછળ (2), તરફ (2), પ્રયાસ (2), ગયેલા (2), કરવું (2), મર્યાદિત (2), લાગતું (2), આપણી (2), જશે (2), વ્યક્તિની (2), કહેવાય (2), ગમી (2), બીજું (2), વગર (2), પરાસ્ત (2), પ્રશ્નનો (2), મારે (2), કરેલી (2), લાગ્યો (2), જેવું (2), કહીએ (2), ઔદ્યોગિક (2), આખા (2), અંતિમ (2), ખોટી (2), મારો (2), વિશેના (2), આપું (2), પરની (2), xxx (2), આદ્ય (2), શંકરાચાર્ય (2), આક્ષેપ (2), રૂપે (2), હતાં (2), ક્ષેત્રે (2), તર્કના (2), પ્રાચીન (2), જેમાં (2), પ્રવેશ (2), સદીથી (2), ટકી (2), જગ્યાએ (2), વિશ્લેષણ (2), સમર્થક (2), વિચારધારાઓને (2), નહોતું (2), જીવનની (2), ચાર્વાકવાદીઓ (2), બધાથી (2), વલણો (2), સમયથી (2), લેવાય (2), તબક્કે (2), લેવો (2), યોગા (2), શારીરિક (2), પ્રબળ (2), પ્રાપ્તિ (2), અપાય (2), શરીરની (2), જેટલું (2), જુદું (2), પૃથક્કરણ (2), ક્રિયા (2), યજ્ઞો (2), ઘટમાળમાંથી (2), બુદ્ધે (2), મૌર્ય (2), વેદને (2), શબ્દના (2), ગૌણ (2), ઉપાયો (2), ચિંતનની (2), ભારતના (2), રૅશનલિસ્ટ (2), અંદર (2), ઊતર્યા (2), મળતાં (2), ખંડનાં (2), આહ્નિકોનો (2), સાર (2), લાંબો (2), તદ્દન (2), ટેકનિકલ (2), પ્રકારના (2), ખુલાસાઓમાં (2), ઊતરવાનું (2), કરશું (2), પોરો (2), ખાઈએ (2), xxxx (2), શાસ્ત્રો (2), ચન્દ્ર (2), વિકસવા (2), દેવાયું (2), ચરમ (2), સીમાએ (2), ન્યાયદર્શનનો (2), મહાભારત (2), રચનાકારની (2), કૃતિ (2), કાલખંડોમાં (2), થતા (2), વાર (2), વાતો (2), જોવા (2), ૧૦૬ (2), આદિપર્વમાં (2), ન્યાયનો (2), ચિકિત્સા (2), સન્માનપૂર્વક (2), આદિપર્વના (2), અશ્વમેધપર્વના (2), શાંતિપર્વના (2), ૨૧૦ (2), ૨૨માં (2), ન્યાયને (2), શિક્ષણની (2), શાખા (2), ખાસ (2), રાજાઓ (2), અધ્યયન (2), આવશ્યક (2), મનાતું (2), નજીક (2), આવવા (2), પક્ષોએ (2), નૈયાયિકોએ (2), વેદનાં (2), કથનોને (2), સાંખ્યની (2), સાંકળી (2), લેવામાં (2), ૧૮૦ (2), રાખવાને (2), બદલે (2), તર્કવિદ્યાના (2), વ્યસને (2), ચડી (2), જન્મમાં (2), શિયાળ (2), ૨૪૬ (2), પ્રસંગે (2), વેદાંતીઓને (2), સમક્ષ (2), પ્રગટ (2), તાકીદ (2), વાલ્મીકિ (2), રામાયણ (2), લોકોનું (2), માનસ (2), આન્વિક્ષિકીની (2), છીછરી (2), વાતોમાં (2), રાચે (2), તેમની (2), ટીકા (2), અયોધ્યા (2), કાંડ (2), સર્ગ (2), ૧૦૦ (2), મનુસ્મૃતિમાં (2), દ્વિજ (2), ધર્મસૂત્રોનો (2), હેતુશાસ્ત્ર (2), બહિષ્કાર (2), મનુસંઋતિ (2), દાવા (2), સાંભળીએ (2), જૈમિની (2), ઋષિના (2), શબ્દો (2), રાખવા (2), યજ્ઞ (2), સંબંધી (2), ચિતન (2), બ્રાહ્મણોએ (2), સૂત્રોને (2), આવકાર (2), જૈમિનીએ (2), ગ્રંથમાં (2), ક્રિયાલક્ષી (2), નકામું (2), ન્યાયસૂત્રોની (2), શરૂઆતમાં (2), સંહિતા (2), વિકસાવી (2), સ્વીકાર્યાઃ (2), જાણવો (2), છેલ્લા (2), તત્વમાં (2), આશય (2), શાસ્ત્રનો (2), વિદ્વાનના (2), અભિપ્રાયની (2), બ્રાહ્મણોમાંથી (2), કપિલ (2), મુનિ (2), જેમણે (2), મળતી (2), બ્રાહ્મણોનું (2), છાંદોગ્ય (2), બૃહદારણ્યક (2), કૌશિતકી (2), ઉપનિષદો (2), સંકેત (2), ક્ષત્રિયોએ (2), ઉત્તેજન (2), પરિપૂર્ણતાએ (2), પહોંચાડ્યું (2), આત્માનું (2), જાણકાર (2), ક્ષત્ત્રિયો (2), કુરુ (2), પાંચાલોની (2), સભામાં (2), ઉદ્દાલક (2), આરુણિ (2), સમજાવી (2), શકતો (2), રાજા (2), અજાતશત્રુ (2), આશ્વાસન (2), કર્મકાંડના (2), નિષ્ણાત (2), ફિલસુફી (2), કર્મકાંડ (2), વિદ્રોહ (2), વ્યક્તિનું (2), દર્શાવતી (2), ધારાઓ (2), વેદકાળમાં (2), ઉપનિષદ (2), ક્ષત્રિયો (2), વિદ્યામાં (2), આવતા (2), ઉપનિષદમાં (2), જનકરાજા (2), બ્રાહ્મણોની (2), માનનારા (2), આસ્તિકો (2), ઊઠાવવા (2), ક્ષત્રિય (2), બ્રાહ્મણોના (2), કર્મકાંડને (2), પુરુષાર્થ (2), ન્યાયદર્શનનું (2), સ્વાગત (2), ઈસવી (2), ૪૫૦ના (2), વાત્સાયન (2), પક્શિલા (2), ન્યાયદર્શનને (2), દર્શનો (2), સુસંગત (2), બનાવ્યું (2), પહેલું (2), ભાષ્ય (2), ભાષ્યો (2), લખાયાં (2), ચર્ચાસ્પદ (2), પાંચ (2), બબ્બે (2), ગ્રંથ (2), શ્રુતિ (2), લેખકનો (2), લખ્યો (2), ત્રીજા (2), ચોથા (2), વેદાંત (2), જેના (2), લેખકો (2), સંભવ (2), રચનાનો (2), પાંચમા (2), શાસ્ત્રાર્થમાં (2), પ્રતિસ્પર્ધીના (2), અર્થહીન (2), દાવાઓ (2), આપવો (2), સમજાવેલું (2), વિગતવાર (2), ચર્ચ્યા (2), છોડી (2), સંરચના (2), મહાવીરના (2), નંદી (2), સ્થાનાંગ (2), ભગવતી (2), સૂત્રનું (2), સંપાદન (2), આધારરૂપ (2), બાબતો (2), ગણાવી (2), બાબતોને (2), માનવામાં (2), બન્નેનું (2), સહિયારૂં (2), પાલી (2), ગ્રંથોમાં (2), ગોમતક (2), સંપ્રદાયનો (2), શ્રમણો (2), બ્રાહ્મણોમાં (2), તક્કી (2), તક્કિક (2), તર્કી (2), જણાવેલું (2), પાણીનીએ (2), સૂત્રનો (2), તેથી (2), સ્રોતોના (2), ૫૫૦માં (2), નિરુક્ત (2), શબ્દની (2), વ્યુત્પત્તિ (2), રચનાકાર (2), યાસ્કાચાર્ય (2), નામોની (2), નોંધવા (2), ત્રણેય (2), પૂછ્યું (2), ગૌતમનો (2), ઠરે (2), વર્ણના (2), ભેદ (2), શકતા (2), ઇન્સાફ (2), જસ્ટિસ (2), પાણિનીએ (2), ૩૫૦ (2), આશરે (2), સંસ્કૃતની (2), ધાતુ (2), માંથી (2), બન્યો (2), સ્રોતમાં (2), વાંચવા (2), નેત્ર (2), નયન (2), નેતા (2), નાં (2), સંતાનો (2), સૂચવે (2), સંસ્કૃતમાં (2), નિગમ (2), આન્વિક્ષિકી (2), ગોતમ (2), વંશમાં (2), પુરાણના (2), જણાવ્યા (2), પ્રભાસતીર્થના (2), શર્મા (2), નામક (2), બ્રાહ્મણના (2), જન્મભૂમિ (2), પ્રભાસતીર્થ (2), ગુજરાત (2), ગૌરવની (2), મિથિલા (2), પ્રદેશમાં (2), બિહારના (2), દરભંગા (2), જિલ્લામાં (2), લોકોક્તિ (2), સતી (2), પતિ (2), ઋષિનો (2), આશ્રમ (2), પ્રતીક (2), પથ્થર (2), સ્થાનો (2), સમન્વય (2), મિથિલામાં (2), શિક્ષણ (2), કાર્ય (2), પ્રભાસમાં (2), વંદનીય (2), સંપાદક (2), અન્ય (2), પૂર્વજોને (2), માનાંજલી (2), આપવાની (2), સ્પષ્ટતા (2), મારૂં (2), મૌલિક (2), પુસ્તકની (2), કૌંસમાં (2), મૂકી (2), તથ્યો (2), સંપાદકે (2), રજૂ (2), કર્યાં (2), મુજબ (2), pricipal (2), sutr (2), આજનો (2), પ્રસિદ્ધ (2), થયેલા (2), પુસ્તકને (2), અનુવાદક (2), વ્યક્તિના (2), વિધાનને (2), બધી (2), હાજર (2), ધુમાડો (2), નીકળતો (2), સમજી (2), લઈએ (2), વ્યક્ત (2), પદાર્થનો (2), કથન (2), સરખાં (2), તુલનાનો (2), બન્નેમાં (2), તારણને (2), વર્તમાનકાળ (2), વસ્તુનું (2), વગેરેને (2), લીધાં (2), દિશા (2), સ્થળ (2), વજન (2), અનુભવનો (2), કાન (2), પ્રમાણનો (2), ગોળ (2), આધારને (2), દોષ (2), લક્ષણોની (2), પરીક્ષા (2), અસ્તિત્વમાં (2), જાઓ (2), ગુણ (2), સંશય (2), દેખાડે (2), સંશયના (2), ઉદ્દેશ (2), હોવી (2), બંધ (2), સમજે (2), નાઇટ્રોજન (2), જાતિ (2), વક્તા (2), જ્ઞાનવાન (2), સદાચારી (2), લઈને (2), પક્ષની (2), વીત્યા (2), સાબીતી (2), પડવાથી (2), વસ્તુનો (2), નગારા (2), થાપ (2), પડછાયો (2), ઉત્તર (2), શોધવાનો (2), અનંત (2), અનંતતાનાં (2), design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, બુધ, મંગળ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, યોગ્યાયોગ્ય, સારાસારના, શક્તિએ, આધુનિક, ઓછામાં, ઓછા, વર્ષથી, નાખીએ, આશ્ચર્યજનક, વસ્તુઓ, આવશે, ખુલ્લી, ડોકિયું, લેશો, કોશિશ, આવું, દેખાડું, જ્ઞાનનો, અફાટ, સાગર, ટક્કર, આપતી, આપનારા, કાર્લ, રૅશનાલિઝમના, ટીકાકાર, મહત્ત્વનો, સમયની, પરિસ્થિતિથી, પ્રેરાયો, રૅશનાલિઝમને, સીધો, સેક્યુલરનો, દુનિયાનું, દુનિયાનાં, ઘરમાં, લાઇટ, ઇલેકટ્રીશિયનને, બોલાવો, કોમનો, નાતનો, નોકરીએ, રાખો, કામમાં, કુશળ, જોવાનું, અલ્લાહમાં, ઑફિસમાં, ઑફિસનું, કરાય, પૂજા, પાઠ, નમાઝ, કશી, ઝઘડો, જેને, લાવે, સેક્યુલરિઝમની, માંગ, ઑફિસર, તમારે, ઑફિસના, હિતમાં, પ્રધાન, બંધારણ, સોગંદ, લીધા, તેમાંથી, ફરજ, બજાવવાની, નાતજાત, સેક્યુલરિસ્ટ, ઘરે, પૂજાપાઠ, તીર્થયાત્રાએ, લાવી, ભગવાનના, ઍથીસ્ટ, એથીસ્ટ, પૂછે, જીવશાસ્ત્રનો, લેશે, વિવેકબુદ્ધિવાદીના, નાસ્તિકો, કોમને, વફાદાર, અનુભવવાદની, માન્ય, રાખતો, પરહ્તી, ત્ર્રણ, ઈજા, પગને, સમતળ, જમીન, ચાલવાની, ટેવ, જમીનની, સપાટીમાં, ફેરફાર, એકને, બીજાને, વિવેકબુદ્ધિવાદી, વિશાળ, દૃષ્ટિથી, સૈદ્ધાંતિક, ભૌતિકશાસ્ત્રના, ક્ષેત્રમાં, પોતાનાં, ચકાસે, પ્રશ્નો, ખડા, વિચારની, પ્રગતિ, વિચારતા, વિચારવું, વિધાન, સ્વીકારતો, સ્વીકારે, યોગ્ય, મહત્ત્વ, અનુભવની, સંકળાયેલી, કચાશ, વ્યક્તિમાં, કરતી, આંખના, ડૉક્ટર, ચેક, કરાવવા, જનારા, જણના, નબર, સરખા, કાનના, મશીનની, જરૂર, રસ્તે, ચાલતાં, જાઉં, વાગ્યું, ધર્મોની, વિકસી, ભગવાનને, એકમતી, દેખાડો, જોઇશ, માનીશ, સહકારના, મૂલ્યની, જનારને, સજા, સ્વર્ગમાં, સુખ, આલેખન, આવતું, ધર્મોમાં, નર્કની, એકસમાન, જોયાં, માન્યતાઓનાં, નિયત, થયેલી, મર્યાદાઓની, શોધવાં, પડશે, માન્યતાઓનું, માણસે, બનાવ્યો, પહેલાંની, માન્યતાઓનો, માનતી, આપણામાં, ઐતિહસિક, દૃષ્તિકોણ, કેળવાશે, ઇતિહાસને, સમજવાના, મૂલવતા, જઈશું, માનવજીવનમાં, અગત્યનું, આધિપત્ય, દેતો, ચડાવે, જગતની, હોતી, મેદાન, વિચારજગત, ઘણાં, લેતા, ધર્મનાં, પાસાં, કારણૉ, રહેલાં, ચડાવાય, વિતંડાવાદ, ચલાવ્યા, હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, સસ્તન, પ્રાણીઓમાં, નબળો, સમાજના, સહકારનું, મૂલ્ય, જરૂરિયાત, મતભેદ, હોવો, શોધકનું, નામનિશાન, વિજ્ઞાનના, ઇતિહાસમાં, સન્માન, અંકિત, સિદ્ધાંતને, પુરોગામી, માન, કોલાઇડરમાં, જણાયું, ઝડપે, આઇન્સ્ટાઇને, ગતિએ, કોઇ, આજના, ભૌતિકશાસ્ત્રનો, ભૌતિકશાસ્ત્ર, બદલાઈ, સંશોધકોને, આઇન્સ્ટાઇનને, ઠરાવવા, પાડવામાં, શરૂઆત, દીધી, ક્યાંય, અવલોકનની, ભૂલ, આઇન્સ્ટાઇનનું, કેટલાયે, સીમાસ્તંભો, મહત્ત્વનું, વર્ષોથી, પ્રચારમાં, શક્તિનો, બાબત, સ્વીકારવી, અભિપ્રાયનો, અભિપ્રાય, પાર, ઊતરે, ભાગના, સંમત, કસોટી, વિજ્ઞાન, વિષયોમાં, કરાતી, સુધરે, બને, વર્ષો, સિદ્ધાંતના, રહેલી, ડામાડોળ, નવા, ખોજમાં, જૂનો, નબલો, ઠર્યો, તેની, અમલમાં, રાજ, ઉત્તમભાઈ, ગજ્જરે, વર્તુળના, સાથીઓને, મોકલ્યો, સુખદ, આશ્ચર્ય, સુબોધભાઈ, શાહનો, ઉત્સાહવર્ધક, મળ્યો, સુબોધભાઈના, લેખો, અભીવ્યક્તી, આવ્યા, મળીએ, આવજો, લાઇક, મિત્રોનો, યશવંતભાઈની, શૈલીમાં, લખી, કાગળ, ચોંટાડેલી, ટિકિટ, ઉખેડવાનું, સાવ, ઉમંગો, લુપ્ત, જવાની, તહેવારો, ઉત્સવો, મેળામલાખા, રીતરિવાજોમાંથી, પ્રગટતી, આત્મીયતા, બધાંનું, વેદી, બલિદાન, આપવાનું, જીવનને, નીરસ, નજરે, દારૂ, પીવા, લગ્નમાં, ઢોલત્રાંસાં, વગાડવામાં, બંધી, વાતનો, અસ્તિત્વનાં, ભૌગોલિક, પરંપરાઓનો, ફાયદો, પૂર્વગ્રહોથી, વિચારોથી, આસ્થાના, અંચળા, નીચે, સહેલા, શોધવાની, લાલચમાંથી, બચી, જઈએ, ઘોડે, બેસી, યશવંતભાઈ, બેસો, ખાતરી, હમણાં, શકીલભાઈના, બ્લૉગ, વાંચ્યું, પ્યાલા, સબ્ર, ભરભર, નિકલ, જાએગા, ફિર, કહેગા, જીવનનો, પીવાનો, વનમાં, ચાલ્યા, ભીક્ષા, માગીને, ખાવું, પૂરતો, નાખ્યો, માણસોની, કરૂં, જીવી, એકાદ, દિવસ, ધારીએ, લાંબી, વિષયાંતર, પૂછીશ, શ્રદ્ધાની, શક્તિ, ગજબની, આત્મશ્રદ્ધા, ચંદ્રશેખર, આઝાદ, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, અશ્ફાકુલ્લાહ, રામપ્રસાદ, બિસ્મિલ, હસતે, મોઢે, મોતને, ભેટ્યા, નહોત, મોહનદાસ, કરમચંદ, ગાંધી, દક્ષિણ, આફ્રિકામાં, કામે, અર્ધું, મર્યાદાની, શસ્ત્ર, ચલાવતી, સ્થિતિનું, પરિબળ, ભજવતું, રાજગિરાભાઈને, જુગલભાઈને, ગમ્યું, વિસ્તારથી, ઇશારો, પરિબળો, કુતર્ક, ઘમંડ, અધિકાર, લાલચ, પરિબળોની, મદદ, કુતર્કનું, કેટલી, વિચાર્યા, ભૂલવું, દુનિયાની, સમસ્યાઓ, કુતર્કને, હિમાયત, કુતર્કની, શક્યતાનો, કરતું, હિટલરનો, મૅકૉલેનો, કહીશું, ગાંધીનો, પ્રજ્ઞાબહેન, રાજશક્તિ, રાજસત્તા, ડરતી, કુતર્કો, અમ્તે, રૅશનલ, માગી, તેવો, સમીરે, પ્રજ્ઞાબેનના, સમીર, કહેવાનું, બદલવા, ફિલોસોફરોએ, પરિસ્થિતિ, રાખે, સ્વાયત્ત, વિશુદ્ધ, સુરેશભાઈને, વાંદરા, મદારી, શબ્દથી, ઉબકા, હોમિયોપૅથીની, ગોળીઓ, આનંદ, પાડવાનો, લેખનો, વર્ષમાં, જનને, સ્પર્શે, ધારા, માર્ક્સવાદની, ગાંધીવાદની, ગાંધીવાદને, સામેલ, ગાંધીવાદ, જીવન, માર્ગદર્શક, થોથાં, લખવાનો, ગાંધીજી, કર્મયોગી, હતાઃ, ઍક્શન, પ્રોગ્રામ, ભૂપેન્દ્રસિંહભાઇએ, એમ્પીરિસિઝમ, સૂચવ્યા, વિચારવા, વિચારધારાની, લાંબા, ગાળે, પશ્ચિમના, વિશ્વના, પાડ્યો, મૂરજીભાઈ, ગડાનો, કોલાઇડરના, આઇન્સ્ટાઇનની, થિયરી, ઠરી, ખ્યાલ, આઇન્સ્ટાઇન, પડ્યા, સૌનું, સત્યની, શોધમાં, અંગત, રાગદ્વેષ, વારો, સૌએ, લેખનું, વધાર્યું, બદલ, મુદ્દા, સળંગ, આપીશ, ફોકસમાં, રહેશે, ટિપ્પણીઓનો, પ્રતિભાવ, પરંપરાની, શાખાઓ, સૌની, ઇચ્છા, આગામી, દિવસોમાં, શ્રેણીબદ્ધ, સૌને, જોડાવાનું, આમંત્રણ, પ્રખર, આસ્થાવાદી, વિરોધીઓનો, સિદ્ધાંતો, વેદમાંથી, તારવે, ચિંતનના, પરાભવમાં, શંકરચાર્યની, તર્કશક્તિની, મોટી, પતનનાં, આર્થિક, રાજકીય, સંયોગોમાં, શંકરાચાર્યે, આક્રમણ, ઈશ્વરના, સદીઓ, નવ્ય, હરીફ, ભક્તિના, માર્ગે, દર્શનમાં, વિકાસમાં, છેક, સત્તરમી, આવતાં, યુગલ, એકમેક, જોડાઈ, ગયાં, સુધીમાં, મુગલ, સત્તાનો, સૂરજ, અસ્તાચળે, પહોંચવા, તલપાપડ, આઠમી, બારમી, શંકરાચાર્યના, અદ્વૈત, રામાનુજાચાર્યના, વિશિષ્ટાદ્વૈતે, લોકોનાં, મસ્તિષ્કનો, તેરમી, સોળમી, દેશમાં, ભક્તિનું, મોજું, વળ્યું, સ્થિતિમાં, વિચારપરંપરાઓ, મહ્ત્વ, ઓછું, પબ્લિક, રિલેશન્સ, આવશ્યકતા, ઍડજસ્ટમેન્ટ, સિદ્ધાંતમાં, સાંધો, દેખાઈ, જતો, પ્રજાના, વર્ગમાં, આદરભર્યું, શાસ્ત્રને, નામે, કહેતા, હોઇએ, વિચારધારાઓની, છાંટ, વર્તાતી, અરે, ભાષામાં, મહાયાન, શાખાનો, ચૂક્યો, પદ્ધતિનો, ભરપૂર, વિચારધારાઓએ, એકબીજાને, લૉજિકનો, બન્નેએ, એકબીજામાંથી, ઘણું, બૌદ્ધો, ઈશ્વરવાદી, વાદ, વિવાદમાં, ઘટનાઓનો, યુગનો, એટલા, વિષ્ણુની, દેવ, સમ્રાટો, વૈષ્ણવ, ભક્તિને, ચારેય, વિચારધારાઓમાં, વર્ગની, ઉપયોગિતા, પ્રદાન, મહત્વનું, ખૂબીની, વિચારધારાઓના, સ્થાપકોએ, બુદ્ધની, યોગનો, સ્વીકાર્યો, નોંધ, સ્થિતિ, વિકાસકાળ, વિચારજગતને, કાલખંડમાં, બાંધી, નોંધી, ગ્રીકોના, સંપર્કમાં, ચૂક્યા, ફિલોસોફીના, સ્તરે, આદાનપ્રદાન, પશ્ચિમી, જગતે, ત્યારથી, ઉત્કૃષ્ટતાનું, પાસું, શકતી, આદર્શ, લાભો, ભૌતિકવાદી, શક્તિઓના, ઉત્થાનનાં, રહ્યાં, યોગની, દીર્ઘજીવિતા, જૂનું, યોગશાસ્ત્રમાં, મુકાયો, ચિંતિત, યોગશાસ્ત્રનું, પ્રાપ્તિનું, વચ્ચેની, મૂકીને, માનતું, બનાવીને, ખરેખરી, વેદપ્રણિત, ક્રિયાકલાપોમાં, કરાતા, મળતા, સ્વર્ગસુખને, કેન્દ્રીય, યોગશાસ્ત્રે, વ્યક્તિએ, મનની, શક્તિઓનો, પ્રકૃતિના, શરીરના, પૂર્ણ, સિદ્ધિ, મેળવવાનું, રાખીએ, ગ્રહણ, હઠયોગ, શરીરનું, દમન, શરીરનો, તત્વ, પહોંચવાનાં, અવાસ્તવિક, છોડીને, વધ્યા, બુદ્ધત્વ, પ્રાપ્ત, વેદવિરોધી
Text of the page (random words):
કે પ્રજાના એક વર્ગમાં તર્કનું આદરભર્યું સ્થાન હતું જ વળી આજે પણ શાસ્ત્રને નામે જે કઈં આપણે કહેતા હોઇએ છીએ એમાં આ વિચારધારાઓની છાંટ પણ વર્તાતી હોય છે અરે આજે આ વિચારધારાઓ આપણી ભાષામાં પણ પ્રવેશ કરી ચૂકી છે આનું કારણ એ કે આદ્ય શંકરાચાર્ય જેવા પ્રખર વિદ્વાને પણ તર્કની જ પદ્ધતિ લાગુ કરી એમના આસ્થાવાદી વિરોધીઓનો તો એ આક્ષેપ પણ રહ્યો કે શંકરાચાર્ય ગુપ્ત રૂપે બૌદ્ધ છે અને બૌદ્ધ સિદ્ધાંતો વેદમાંથી તારવે છે જો કે આ આક્ષેપ સાચો નથી ખરૂં જોતાં બૌદ્ધ ચિંતનના પરાભવમાં શંકરચાર્યની તર્કશક્તિની બહુ મોટી ભૂમિકા રહી છે બૌદ્ધ ધર્મના પતનનાં બીજાં આર્થિક સામાજિક રાજકીય કારણો તો હતાં જ એ સંયોગોમાં શંકરાચાર્યે વિચાર ક્ષેત્રે પણ આક્રમણ કર્યું આમ ઈશ્વરના હોવા કે ન હોવા વિશે આપણે ત્યાં કેટલીયે સદીઓ સુધી તર્કના આધારે જ ચર્ચાઓ થતી રહી છે xxx xxx ભારતીય ચિંતન પરંપરાની તર્કવાદી શાખાઓ વિશે આપ સૌની સાથે ચર્ચા કરવાની મારી ઇચ્છા છે આગામી દિવસોમાં હું આ બાબતમાં મારા વિચારો શ્રેણીબદ્ધ રજુ કરીશ આપ સૌને ચર્ચામાં જોડાવાનું આમંત્રણ આપું છું like loading author dipak dholakia posted on 10 05 2012 categories uncategorized tags રૅશનાલિઝમ 41 ટિપ્પણીઓ rationalism in india part 1 માટે response to comments on rationalism રૅશનાલિઝમ વિશેના લેખ પરની ટિપ્પણીઓનો પ્રતિભાવ હવે મારો વારો છે આપ સૌએ રૅશનાલિઝમ વિશેના લેખ પર ટિપ્પણીઓ કરીને લેખનું મહત્વ વધાર્યું છે તે બદલ આભાર આમાં કેટલાક મુદ્દા એવા પણ છે કે મને થયું કે અલગ અલગ જવાબ આપું તે કરતાં તો એક સળંગ જવાબ આપીશ તો મુદ્દો ફોકસમાં રહેશે સૌથી પહેલાં તો મારે શ્રી મૂરજીભાઈ ગડાનો આભાર માનવાનો છે મેં લાર્જ હેડ્રૉન કોલાઇડરના પ્રયોગ વિશે લખ્યું હતું તેનું અંતિમ પરિણામ પણ આવી ગયું અને આઇન્સ્ટાઇનની થિયરી ખોટી ન ઠરી એ મને ખ્યાલ નહોતો એમણે નવી માહિતી આપી તે એક રીતે લેખને જ બળ આપે છે મારો મુદ્દો એ છે કે વૈજ્ઞાનિકો આઇન્સ્ટાઇન ખોટા પડ્યા હોત તો પણ દુઃખી ન થયા હોત જે પરિણામ આવે તે સૌનું સત્યની શોધમાં અંગત રાગદ્વેષ નથી હોતો શ્રી ભૂપેન્દ્રસિંહભાઇએ એમ્પીરિસિઝમ વગેરે ઘણા વિષયો સૂચવ્યા છે અને એ બધા વિચારવા જેવા છે સમય મળશે ત્યારે એના પર પણ ચર્ચા કરવાનો વિચાર છે પરંતુ અમુક વિચારધારાની લાંબા ગાળે અસર ન રહી અને રૅશનાલિઝમે પશ્ચિમના અને ખરૂં કહીએ તો ઔદ્યોગિક ક્રાન્તિ પછીના આખા વિશ્વના ચિંતન પર પ્રભાવ પાડ્યો છે જો કે એનો જન્મ તો ઔદ્યોગિક ક્રાન્તિ પહેલાં થયો વળી ભારતમાં પણ એવી કોઈ દર્શન પરંપરા હતી કે નહીં એના પર ચર્ચા કરવાનો પણ વિચાર છે છેલ્લાં ૨૦૦ વર્ષમાં સામાન્ય જનને સ્પર્શે તેવી બીજી ચિંતન ધારા માર્ક્સવાદની રહી અથવા ગાંધીવાદની પણ હું ગાંધીવાદને એમાં સામેલ કરતો નથી કારણ કે ગાંધીવાદ જેવું કઈં છે એમ હું નથી માનતો એમનું જીવન માર્ગદર્શક છે પણ એમણે થોથાં લખવાનો ઇન્કાર કર્યો હતો ગાંધીજી કર્મયોગી હતાઃ એમનો ઍક્શન પ્રોગ્રામ હતો આજે મુખ્ય ચર્ચા રૅશનાલિઝમ વિશે થતી હોય છે એટલે એના પર પ્રકાશ પાડવાનો મર્યાદિત હેતુ આ લેખનો હતો શ્રી સુરેશભાઈને વાંદરા અને મદારી વિશે પ્રજ્ઞાબહેને કરેલી ટિપ્પણી ગમી છે પરંતુ રૅશનાલિસ્ટ શબ્દથી જ એમને ઉબકા આવે છે તેમાં આ લેખ હોમિયોપૅથીની ગોળીઓ જેવો લાગ્યો હોય તો મને આનંદ થશે પરંતુ પ્રજ્ઞાબહેને એક મહત્વનો સવાલ ઊભો કર્યો છે કે રૅશનલ એટલે શું તે પણ નક્કી કરવું જોઇએ વિચાર માગી લે તેવો પ્રશ્ન છે કારણ કે વ્યક્તિની મર્યાદા જેટલી જ તર્કની મર્યાદા છે જો કે ભાઈ સમીરે આનો જવાબ આપ્યો છે ઓપન માઇંડ આ કદાચ પ્રજ્ઞાબેનના પ્રશ્નનો જવાબ બની શકે પરંતુ સમીર મારે એટલું જ કહેવાનું છે કે ઓપન માઇંડ એટલે જ તર્ક પ્રમાણે બદલવા તૈયાર થાય એવું મન માર્ક્સ જેવા ફિલોસોફરોએ કહ્યું છે કે તર્ક અથવા વિચાર પરિસ્થિતિ પર આધાર રાખે છે સ્વાયત્ત વિશુદ્ધ તર્ક હોય એમ માર્ક્સ નહોતા માનતા મેં પોતે જ કહ્યું છે કે જેટલી વ્યક્તિની મર્યાદા એટલી જ એના તર્કની મર્યાદા પરંતુ એ કદાચ અર્ધું જ સાચું છે કારણ કે ક્યારેક વ્યક્તિ પોતાની મર્યાદાની બહાર પણ તર્કનું શસ્ત્ર ચલાવતી હોય છે અહીં તર્ક સિવાયનું અથવા ઓપન માઇંડ ન કહેવાય એ સ્થિતિનું કોઈ પણ પરિબળ ભાગ ભજવતું હોય છે એટલે શ્રી રાજગિરાભાઈને તર્ક સત્યનો ચોકીદાર એ વાત ગમી છે પણ શ્રી જુગલભાઈને એ નથી ગમ્યું એમણે વિસ્તારથી લખ્યું પણ છે એમનો જે ઇશારો છે તે પરિબળો એટલે કુતર્ક તર્કને સ્થાને સામાન્ય રીતે બીજું કઈં ન આવે પરંતુ સત્તા ઘમંડ અધિકાર લાલચ વગેરે પરિબળોની મદદ મળે ત્યારે માત્ર કુતર્કનું શાસન હોય એટલે તર્કની પ્રક્રિયા પોતે કેટલી તાર્કિક છે એ પણ વિચાર્યા વગર ન ચાલે આમ છતાં આપણે એ પણ ન ભૂલવું જોઇએ કે દુનિયાની સમસ્યાઓ તર્કને કારણે નહીં કુતર્કને કારણે પેદા થઈ છે રૅશનાલિઝમ તર્કની હિમાયત કરે છે પણ કુતર્કની શક્યતાનો ઇન્કાર નથી કરતું હિટલરનો પણ એક તર્ક હતો અને મૅકૉલેનો પણ એક તર્ક હતો પણ ખરેખર આપણે એને તર્ક કહીશું બીજી બાજુ ગાંધીનો પણ એક તર્ક હતો અને પ્રજ્ઞાબહેન કહે છે તેમ એની પાસે રાજશક્તિ તો નહોતી તો પણ રાજસત્તા એનાથી ડરતી હતી આથી જ મેં કહ્યું છે કે તર્ક સત્યનો ચોકીદાર છે કુતર્કો અમ્તે તો પરાસ્ત થાય છે પ્રજ્ઞાબહેને શ્રદ્ધાનો ઉલ્લેખ કર્યો છે એના પર લાંબી ચર્ચા કરીશ તો કદાચ વિષયાંતર થઈ જશે પરંતુ એટલું પૂછીશ કે શ્રદ્ધાનો આધાર તર્ક બની શકે કે નહીં તર્ક આધારિત શ્રદ્ધાની શક્તિ ગજબની હોય છે શ્રદ્ધાનો અર્થ આત્મશ્રદ્ધા હોય એ બહુ જ જરૂરી છે એના સિવાય ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ રાજગુરુ સુખદેવ અશ્ફાકુલ્લાહ રામપ્રસાદ બિસ્મિલ હસતે મોઢે મોતને ભેટ્યા નહોત મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં જે કામે ગયા હતા તે જ કરતા રહ્યા હોત શ્રદ્ધા શબ્દને આપણે ધાર્મિક માન્યતા પૂરતો મર્યાદિત કરી નાખ્યો હોય એમ નથી લાગતું આપણા જેવા સામાન્ય માણસોની વાત કરૂં તો આપણે શા માટે ગુરુ વિના આપણી માન્યતાઓ વિના માત્ર પોતાના જ આધારે ન જીવી શકીએ એકાદ દિવસ તો પ્રયોગ કરી જોઈએ સમજાઈ જશે કે એ આપણે ધારીએ છીએ એટલું અઘરૂં નથી અને અંતે યશવંતભાઈની ટિપ્પણી એમની શૈલીમાં લખી તો નહીં શકાય જૂઓ ને ઉદાહરણ કેવું કાગળ પર ચોંટાડેલી ટિકિટ ઉખેડવાનું અઘરૂં છે સાવ સાચી વાત એમ કરવા જતાં કેટલાક ઉમંગો પણ લુપ્ત થઈ જવાની એમની શંકા સાચી છે આપણા તહેવારો ઉત્સવો મેળામલાખા સામાજિક રીતરિવાજોમાંથી પ્રગટતી આત્મીયતા આ બધાંનું તર્કની વેદી પર બલિદાન આપવાનું છે નહીં ભાઈ જીવનને નીરસ બનાવી દે એવી કોઈ પણ વસ્તુ ન જોઇએ તર્કની નજરે તો દારૂ પીવા પાછળ કોઈ તર્ક નથી પણ મઝા આવે છે લગ્નમાં ઢોલત્રાંસાં વગાડવામાં કઈં તર્ક નથી પણ મઝા આવે છે મઝા પર તો બંધી ન જ હોઈ શકે ખરેખર તો રૅશનાલિઝમ એક વસ્તુ તરફ જોવાની રીત છે ધર્મો છે એ વાતનો ઇન્કાર ન થઈ શકે એનાં અસ્તિત્વનાં ઐતિહાસિક કારણો ભૌગોલિક કારણો પરંપરાઓનો ઉદ્ ભવ ઈશ્વર એટલે શું આ બધું સમજવાનો એક પ્રયાસ રૅશનાલિઝમ કરે છે એનો ફાયદો એ કે આપણે પૂર્વગ્રહોથી જડ થઈ ગયેલા વિચારોથી દૂર જઈ શકીએ અને આસ્થાના અંચળા નીચે સહેલા રસ્તા શોધવાની લાલચમાંથી બચી જઈએ ખોટું નથી તર્ક અને મઝા બન્ને ઘોડે બેસી શકાય છે અને યશવંતભાઈ તમે તો એમ બેસો જ છો એની મને ખાતરી છે હમણાં જ આપણે શકીલભાઈના બ્લૉગ પર વાંચ્યું છેઃ એક પ્યાલા સબ્ર કા ભરભર કે પી કલ નિકલ જાએગા ફિર કોઈ નહીં કહેગા પી જીવનનો રસ તો ભર ભર કે જ પીવાનો છે એ ન કરવું હોય તો વનમાં ચાલ્યા જવું અને ભીક્ષા માગીને ખાવું આ લેખને લાઇક કરનારા મિત્રોનો પણ આભાર અને અંતે એક વાત કહેવાની છે શ્રી ઉત્તમભાઈ ગજ્જરે આ લેખ એમના વર્તુળના સાથીઓને મોકલ્યો હતો એમનો આભાર અને મારા સુખદ આશ્ચર્ય વચ્ચે શ્રી સુબોધભાઈ શાહનો ઉત્સાહવર્ધક સંદેશ પણ મળ્યો છે સુબોધભાઈના લેખો તો અભીવ્યક્તી પર આવ્યા છે એટલે એમને આપણે સૌ જાણીએ છીએ તો ફરી મળીએ ત્યાં સુધી આવજો like loading author dipak dholakia posted on 06 05 2012 categories uncategorized 2 ટિપ્પણીઓ response to comments on rationalism માટે rationalism રૅશનાલિઝમ વિશે કેટલાંક વર્ષોથી એક નવો શબ્દ આપણે ત્યાં પ્રચારમાં આવ્યો છે રૅશનાલિઝમ આનો અર્થ તો એ જ છે કે આપણા દરેક વ્યવહારમાં વિવેક શક્તિનો ઉપયોગ કરવો એટલે કે તર્ક વિના કોઈ પણ બાબત ન સ્વીકારવી સામાન્ય રીતે તો આપણે એ વાત સમજીએ જ છીએ કે તર્ક વિના કશું સ્વીકારી ન શકાય રૅશનાલિસ્ટો તર્કને અભિપ્રાયનો આધાર માને છે જે અભિપ્રાય તર્કની કસોટીએ પાર ન ઊતરે એ ખરો નથી હોતો એમ એમનું માનવું છે મોટા ભાગના લોકો આની સાથે સંમત થશે તર્કની કસોટી તો વિજ્ઞાન અને એવા બીજા વિષયોમાં લાગુ કરાતી હોય જ છે પ્રયોગો કરે ભૂલો થાય ભૂલો સુધરે અને અંતે એક સિદ્ધાંત સ્થાપિત થાય ક્યારેક એવું બને કે કેટલાંક વર્ષો પછી એ સિદ્ધાંતના મૂળમાં રહેલી હકીકતો વિશે જ નવી માહિતી મળે આથી એ સિદ્ધાંત પોતે જ ડામાડોળ થઈ જાય વળી વૈજ્ઞાનિકો નવા સિદ્ધાંતની ખોજમાં નીકળી પડે જૂનો સિદ્ધાંત કેમ નબલો ઠર્યો તેની ચર્ચાઓ થાય અને નવો સિદ્ધાંત અમલમાં આવે એનું રાજ પણ કોઈ નવો સિદ્ધાંત ન આવે ત્યાં સુધી જ રહે વૈજ્ઞાનિક પદ્ધતિ પરંતુ આનો અર્થ એ નથી થતો કે જે મૂળ સિદ્ધાંત હતો એના શોધકનું નામનિશાન પણ ન રહે વિજ્ઞાનના ઇતિહાસમાં એનું નામ પણ સંપૂર્ણ સન્માન સાથે જ અંકિત થાય એ સિદ્ધાંતને પદભ્રષ્ટ કરનાર વૈજ્ઞાનિક પણ એને પુરોગામી તરીકે માન આપે લાર્જ હેડ્રૉન કોલાઇડરમાં અત્યારે જે પ્રયોગો ચાલે છે તે દરમિયાન એવું જણાયું કે કણ પ્રકાશની ગતિથી પણ વધારે ઝડપે જઈ શકે છે આઇન્સ્ટાઇને એમ સ્થાપિત કર્યું છે કે પ્રકાશની ગતિથી પણ વધારે ગતિએ કોઇ પદાર્થ જઈ ન શકે આજના ભૌતિકશાસ્ત્રનો આ જ આધાર છે આ સિદ્ધાંત પદભ્રષ્ટ થાય તો આખું ભૌતિકશાસ્ત્ર બદલાઈ જાય પરંતુ સંશોધકોને આઇન્સ્ટાઇનને સાચા ઠરાવવા કે ખોટા પાડવામાં રસ નથી એમણે પહેલાં તો એ જોવાની શરૂઆત કરી દીધી કે ક્યાંય અવલોકનની ભૂલ તો નથી રહી ગઈ ને તે પછી જે સાબીત થશે તેના આધારે આઇન્સ્ટાઇનનું તારણ સાચું છે કે ખોટું તે નક્કી થશે આ એક પ્રક્રિયા છે અને એમાં કેટલાયે સીમાસ્તંભો આવે છે અહીં માત્ર પ્રયોગ અને તર્ક સિવાય કશું જ મહત્ત્વનું નથી સત્યનો ચોકીદાર આમ માનવજીવનમાં તર્કનું સ્થાન બહુ અગત્યનું છે તર્ક સત્યનો ચોકીદાર છે એ સત્ય પર કોઈને કબજો કરવા કે આધિપત્ય સ્થાપવા દેતો નથી રૅશનાલિસ્ટો ધર્મને પણ આ તર્કની કસોટીએ ચડાવે છે સામાજિક હકીકતો ભૌતિક જગતની હકીકતો જેવી નક્કર નથી હોતી એટલે એનું મેદાન વિચારજગત છે ધર્મનો ઉદ્ ભવ ઘણાં કારણોસર થયો હોય છે આ ઐતિહાસિક કારણો સામે રૅશનાલિસ્ટો વાંધો ન લઈ શકે અને લેતા પણ નથી હોતા રૅશનાલિસ્ટો એને સમજવાનો પ્રયત્ન કરે છે અને એમાં તર્કનો ઉપયોગ કરે છે આમ છતાં ધર્મનાં કેટલાંક પાસાં એવાં હોય છે કે એનાં ઐતિહાસિક કારણૉ સમજાઈ જાય તે પછી પણ એમાં રહેલાં માનવીય અનુમાનોને તર્કની કસોટીએ ચડાવાય ત્યારે વિતંડાવાદ ઊભો થાય છે અનુમાનો આમ તો તર્કનું જ પરિણામ હોય છે આથી રૅશનાલિસ્ટો માટે એના પર તર્ક ચલાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો દાખલા તરીકે હિન્દુ ધર્મની વાત કરીએ અથવા ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મની વાત લો એમાં અમુક શાશ્વત મૂલ્યો છે એનો ઇન્કાર રૅશનાલિસ્ટો ન કરી શકે કારણ કે આ શાશ્વત મૂલ્યો જૈવિક અને ઐતિહાસિક કારણોસર સ્થાપિત થયાં છે માણસ સસ્તન પ્રાણીઓમાં સૌથી નબળો છે એટલે એણે સમાજના એક એકમ તરીકે જ રહેવું પડે આથી સહકારનું મૂલ્ય શાશ્વત બની જાય છે એ જૈવિક જરૂરિયાત છે અને એનો જે રીતે વિકાસ થયો છે તે ઐતિહાસિક ઘટના છે આમાં મતભેદ ન હોઈ શકે અને હોવો પણ ન જોઈએ પરંતુ આ સહકારના મૂળભૂત મૂલ્યની વિરુદ્ધ જનારને નર્ક મળશે એ એક અનુમાન છે તેમાં પણ નર્કમાં શી સજા થશે અથવા તો સ્વર્ગમાં શું સુખ મળશે તેનું પણ આલેખન કરવામાં આવતું હોય છે બધા ધર્મોમાં સ્વર્ગ અને નર્કની કલ્પના એકસમાન છે પરંતુ એ અનુમાન છે કારણ કે કોઈએ સ્વર્ગ નર્ક જોયાં નથી આથી રૅશનાલિસ્ટો એની સામે તર્કનો ઉપયોગ કરશે પરંતુ એનાં કઈં ઐતિહાસિક કારણ હોય તો એમ હોય તો આપણે માનવું રહ્યું કે એ માન્યતાઓ ધર્મો સંગઠિત થયા તે પહેલાં પણ હતી આમ આ માન્યતાઓનાં મૂળ આપણે ધર્મની નિયત થયેલી મર્યાદાઓની બહાર શોધવાં પડશે આ માન્યતાઓનું અસ્તિત્વ તર્ક નહીં માત્ર એ જ કારણે સ્વીકારી શકાય કે માણસે ધર્મ બનાવ્યો તે પહેલાંની માન્યતાઓનો પણ ધર્મમાં સમાવેશ કરી લીધો આમ ધર્મમાં આસ્થા માટે સ્વર્ગ નર્કમાં માનવું જરૂરી નથી રહેતું આપણે કહી શકીએ કે હું ધર્મમાં તો માનું છું ઈશ્વરમાં પણ માનું છું પણ સ્વર્ગ નર્કમાં નથી માનતી માનતો આસ્થા પર આની કઈં જ અસર નહીં પડે આમ કહેવાની સાથે આપણામાં ધર્મ પ્રત્યે એક ઐતિહસિક દૃષ્તિકોણ કેળવાશે અને ઇતિહાસને સમજવાના એક સાધન તરીકે આપણે ધર્મને મૂલવતા થઈ જઈશું આમ જૂઓ તો ભગવાન પણ એક અનુમાન છે એની કલ્પના પણ ખરૂં જોતાં સંગઠિત ધર્મોની પહેલાં અને એમની બહાર વિકસી છે એનાં ઐતિહાસિક કારણો તો છે જ કોઈએ ભગવાનને જોયો નથી એટલે એ શું છે તે વિશે પણ એકમતી નથી પરંતુ રૅશનાલિસ્ટ એમ નહીં કહે કે ભગવાન હોય તો દેખાડો જોઇશ નહીં તો હું માનીશ પણ નહીં આ રૅશનાલિસ્ટ રીત નથી રૅશનાલિસ્ટ અનુભવવાદી નથી ખરૂં જોતાં આ વિધાન કોઈ કરે તો આપણે માની લેવું જોઇએ કે એ રૅશનાલિસ્ટ નથી એ વ્યક્તિ કાં તો અનુભવવાદી હશે અથવા વિતંડાવાદી વિતંડાવાદી કશું જ સ્વીકારતો નથી અથવા બધું જ સ્વીકારે છે માત્ર જે સમયે જે યોગ્ય લાગે તે દલીલ આગળ કરતો હોય છે એટલે એને તકવાદી પણ કહી શકો પરંતુ અનુભવવાદી તકવાદી નથી એ ઇન્દ્રીયોના અનુભવને મહત્ત્વ આપે છે એ લગભગ પ્રયોગશાળામાં કામ કરતા વૈજ્ઞાનિક જેવો છે જે વસ્તુ નક્કર રીતે સિદ્ધ ન થઈ શકે તે ન હોય તર્કવાદી એટલે કે રૅશનાલિસ્ટ અનુભવવાદી નથી માને છે કે અનુભવની મર્યાદા હોય છે ઇન્દ્રીયો શરીર સાથે સંકળાયેલી છે એટલે એમાં કચાશ હોઈ શકે ઇન્દ્રીયો દરેક વ્યક્તિમાં સમાન રીતે કામ કરતી હોય તો આંખના ડૉક્ટર પાસે નજર ચેક કરાવવા જનારા દરેક જણના નબર સરખા જ આવે કાનના મશીનની પણ જરૂર ન પડે વળી રસ્તે ચાલતાં હું જો ખાડામાં પડી જાઉં તો તમે એમ કેમ કહી શકો કે ના મેં તને પડતાં જોયો નથી અને હું પોતે પડ્યો નથી એટલે તને જે વાગ્યું છે તેને હું સાચું નથી માનતો આમ અનુભવવાદની એક મર્યાદા છે રૅશનાલિસ્ટ આ જાણે છે એ ઇન્દ્રીયના અનુભવને માન્ય નથી રાખતો પણ એના પરહ્તી ત્ર્રણ કાઢે છે જે તર્ક પર આધારિત હોય છે એક જણ ખાડામાં પડ્યો અને એને ઈજા થઈ એનો અર્થ એ કે પગને સમતળ જમીન પર ચાલવાની ટેવ છે જમીનની સપાટીમાં કઈં પણ ફેરફાર થાય તો એની અસર જેવી એકને થઈ તેવી જ બીજાને થશે આમ એ વિચારે છે અને વિચારને અનુભવ કરતાં પ્રાથમિક માને છે આમ તર્કવાદી કે વિવેકબુદ્ધિવાદી વધારે વિશાળ દૃષ્ટિથી જુએ છે એ પ્રયોગશાળામાં નહીં પણ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં કામ કરનારા વૈજ્ઞાનિક જેવો છે એ અનુમાનો કરે છે પોતાનાં અનુમાનોને ચકાસે છે અને સ્થાપિત અનુમાનો સામે પ્રશ્નો ખડા કરે છે ભલે ને એ અનુમાન ભગવાન વિશે હોય વિચારની પ્રગતિ એ જ છે કે વિચારતા રહેવું જ્યાં સુધી સત્ય સુધી ન પહોંચીએ ત્યાં સુધી વિચારવું રૅશનાલિસ્ટ કે નાસ્તિક જો કે આનો અર્થ એ નથી કે એ ભગવાનના હોવાનો ઇન્કાર કરશે જ્યાં સુધી ઈશ્વરનું અસ્તિત્વ તર્કથી સાબીત ન થાય ત્યાં સુધી એ ઈશ્વરનો સ્વીકાર નહીં કરે ઈશ્વરનો ઇન્કાર કરનાર નાસ્તિક ઍથીસ્ટ છે પરંતુ એથીસ્ટ અનુભવવાદી જેવા સવાલ નહીં પૂછે એ પણ તર્કનો જીવશાસ્ત્રનો આશરો લેશે આમ નાસ્તિક રૅશનાલિસ્ટ તો છે જ પરંતુ બધા રૅશનાલિસ્ટ નાસ્તિક જ હોય એમ માનવું એ રૅશનાલિઝમની દૃષ્ટિએ પણ ખોટું છે હા નાસ્તિક અને વિવેકબુદ્ધિવાદીના રસ્તા અમુક અંતર સુધી તો એક જ છે બીજી બાજુ ઘણા નાસ્તિકો રૅશનાલિસ્ટ નથી હોતા તર્કથી ધર્મનો તો ઇન્કાર કરી દે પણ એ જ ધર્મના આધારે બનેલી કોમને વફાદાર હોય છે રૅશનાલિઝમ અને સેક્યુલરિઝમ વળી રૅશનાલિઝમને સેક્યુલરિઝમ સાથે પણ સીધો સંબંધ નથી સેક્યુલર વ્યક્તિ ધાર્મિક હોઈ શકે છે સેક્યુલરનો મૂળ અર્થ તો આ દુનિયાનું એવો થાય છે આ દુનિયાનાં કામ કરવા માટે ધર્મનો માપદંડ ન ચાલે એમ માનતો માણસ સેક્યુલર છે એટલે કે ઘરમાં લાઇટ ન હોય તો તમે ઇલેકટ્રીશિયનને બોલાવો ત્યારે એ તમારી કોમનો કે નાતનો છે એ જોવાય નહીં કોઈને નોકરીએ રાખો ત્યારે એ કામમાં કેટલો કુશળ છે તે જ જોવાનું હોય એ ન જોવાય કે એ ઈશ્વરમાં માને છે કે અલ્લાહમાં ઑફિસમાં ઑફિસનું કામ કરાય પૂજા પાઠ કે નમાઝ ન ચાલે આમ સેક્યુલરિઝમને તમારી મૂળભૂત આસ્થા સાથે કશી લેવાદેવા નથી સેક્યુલરિઝમને ધર્મ સાથે કશો ઝઘડો જ નથી જેને જેમ માનવું હોય તેમ માને માત્ર આ દુનિયાના વ્યવહારમાં એ પોતાના ધર્મને વચ્ચે ન લાવે એટલી જ સેક્યુલરિઝમની માંગ છે તમે ઑફિસર હો તો તમારે ઑફિસના હિતમાં શું છે તે વિચારવાનું છે તમે મુખ્ય પ્રધાન હો તો બંધારણ પ્રમાણે તમે સોગંદ લીધા હોય તેમાંથી જે ફરજ ઊભી થઈ હોય તે બજાવવાની છે આમાં નાતજાત કે ધર્મ વચ્ચે ન આવી શકે એટલે સેક્યુલરિસ્ટ રૅશનાલિસ્ટ ન પણ હોય એ ઘરે પૂજાપાઠ પણ કરી શકે તીર્થયાત્રાએ કે હજ માટે પણ જઈ શકે માત્ર સામાજિક વ્યવહારમાં એ ધર્મને વચ્ચે ન લાવી શકે વિચાર પોતે સ્વતંત્ર છે મોટા ભાગે આસ્થા સાથે રૅશનાલિઝમની ટક્કર થઈ છે આસ્થા તર્ક અથવા વિચારને પ્રાધાન્ય નથી આપતી પરંતુ વિચારને પ્રાધાન્ય આપનારા કાર્લ માર્ક્સ જેવા ચિંતકો પણ રૅશનાલિઝમના ટીકાકાર રહ્યા છે વિચાર સાચો અને મહત્ત્વનો પણ ખરો પરંતુ વિચાર પોતે પણ એના સમયની સામાજિક પરિસ્થિતિથી પ્રેરાયો હોય છે એટલે વિચાર પોતે જ સ્વતંત્ર નથી તો એના પર કેટલો ભરોસો કરવો આમ છતાં રૅશનાલિઝમે એટલે કે યોગ્યાયોગ્ય અથવા સારાસારના વિવેક માટેની શક્તિએ દુનિયાના ચિંતન પર ભારે અસર કરી છે આ કઈં નવો વિષય નથી આધુનિક સમયમાં ઓછામાં ઓછા ૧ ૨૦૦ વર્ષથી આ પ્રક્રિયા ચાલે છે સમય મળે ત્યારે એના પર નજર નાખીએ તો કેટલીયે આશ્ચર્યજનક વસ્તુઓ બહાર આવશે મારી બારી ખુલ્લી જ છે ક્યારેક એમાં ડોકિયું કરી લેશો તો કોશિશ કરીશ કે આવું કઈં મારી પાસે હોય તે દેખાડું બાકી મારી બારી ની બહાર તો જ્ઞાનનો અફાટ સાગર છે જ like loading author dipak dholakia posted on 04 05 2012 categories uncategorized tags રૅશનાલિઝમ 13 ટિપ્પણીઓ rationalism માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adve...
|