Meta tags:
description= 6 posts published by Dipak Dholakia during October 2012;
Headings (most frequently used words):
છે, dwarka, દ્વારકા, અને, કૃષ્ણની, હોય, http, krishna, of, છું, કે, નથી, com, તે, આપણે, and, in, શ્રી, ડૉ, એમની, underwater, org, www, છીએ, પણ, books, 2012, on, લેખ, dipak, શ્રેણી, બહુ, જે, એમણે, આગળ, હું, આપ, એમના, તો, થાય, recent, gaur, sundaresh, sila, tripati, page, mail, asgaur, darya, nio, પુરાતત્વ, રામાયણ, પ્રાચીન, શકાય, search, મેઇલ, સંદેશ, dholakia, spam, blocked, મહત્વની, કૉમેન્ટ, મળી, મૂકું, વોરા, બન્યા, તેઓ, એમને, લખ્યું, પરથી, મેં, સૌ, વિનંતિ, સમય, શ્રેણીને, સુધી, મળશે, ત્યારે, forwarded, message, from, vora, gmail, date, oct, paresh, vaidya, 21, સાથે, બની, જતું, ને, આભાર, સંદર્ભ, ancient, study, based, national, institute, paula, goa, 403, 004, vol, at, explorations, by, htm, માનું, આપણી, આપણા, બાબતમાં, આપણું, એમ, રામ, સમયને, આમ, દ્વારકાના, કરી, નક્કી, થઈ, શકે, હસમુખ, અથવા, દેવી, google, co, id, pg, pa343, lpg, dq, saindhava, source, bl, ots, sig, hl, en, sa, ei, pa38, મહિનો, ઓક્ટોબર, can, we, hear, mahabharata, sounds, today, આજે, મહાભારતના, અવાજો, સાંભળી, ૐકાર, ex, marine, archaelogy, chief, comments, series, દ્વારા, પોસ્ટનો, મેળવો, તાજેતરના, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, મિત્રો, પર, એક, જુદી, પોસ્ટ, તરીકે, કરનારા, કમલેશ, એસ, આર, રાવની, નિવ્રુત્તિ, પછી, nioના, મરીન, આર્ક્યોલૉજી, વિભાગના, વડા, ગુજરાતી, કચ્છના, પુમ્પુહાર, વગેરે, સ્થાનોની, શોધમાં, ભૂમિકા, રહી, મારા, મિત્ર, પરેશ, વૈદ્યે, લેખની, લિંક, મોકલાવી, તેનો, જવાબ, આપ્યો, તેના, જણાશે, સાયન્સ, કેટલું, વધી, ગયું, ૨૦૦૫, સુધીના, સંદર્ભો, લીધા, હતા, એનાથી, મને, કઈં, શક્યું, એના, પછીના, પ્રયાસોનો, સંકેત, આપે, વોરાસાહેબને, વતી, કરૂં, ફાળવીને, અપડેટ, કરવા, માટે, અનુકૂળતાએ, મોકલે, ત્યાં, બંધ, થતી, જ્યારે, વધશે, નીચે, એમનો, યથાવત્, છુઃ, kamlesh, khvora, tue, 23, 19, 13, 42, 0530, subject, re, new, post, to, prvaidya, મારી, બારી, comment, reply, wordpress, sun, 16, 15, 26, 0000, dr, વોરાસાહેબ, સંમત, કોઇએ, કહ્યું, ગૉસ્પેલ, ટ્રુથ, એટલે, હમણાં, તેને, અંતિમ, માનવા, સૌનો, સહકાર, સત્યની, શોધ, ચાલુ, રાખીશું, જ્ઞાનના, રસ્તે, જૂનો, ભાર, ડગલે, પગલે, છોડતા, જવાનું, જરૂરી, જેથી, ખરેખર, જ્ઞાન, પ્રાપ્ત, હળવા, ફૂલ, રહીએ, સામગ્રીઃ, archaeological, investigationsby, oceanography, dne, india, migration, diffusion, issue, number, 2005, 56, 72, an, harbour, the, current, science, 86, no, 10, may, 2004, 1256, 1260, special, section, cultural, heritage, surroundings, okha, mandal, gudigar, bandodker, man, environment, xxv, 2000, 67, 74, ocenography, dona, dwarkadhish, submerged, aspx, hinduwisdom, info, dwaraka, xxxxxxxxxx, સારો, આવકાર, આપવા, બદલ, વાચક, મિત્રોનો, સૌના, પ્રતિભાવો, દેખાયું, જાણવા, માગીએ, ભલે, નવી, જાણકારી, મળે, વર્ષો, જૂની, માન્યતાઓ, સામે, પ્રશ્નચિહ્ન, ઊભું, કરતી, આને, સારી, નિશાની, ખાસ, કરીને, ધર્મગ્રંથોની, દૃષ્ટિબિંદુ, સ્પષ્ટ, હોતું, એમાંનાં, મુખ્ય, પાત્રો, અતિ, માની, લેતા, હોઈએ, તેમ, છતાં, એમાં, આવતાં, વર્ણનો, કાળનું, ચિત્ર, રજુ, કરે, કેમ, વિચારતા, ઐતિહાસિક, પાત્ર, કથા, રહેવા, ખાવાપીવા, પહેરવા, ઓઢવાના, સંયોગો, અનુરૂપ, રામાયણમાં, વર્ણિત, પ્રાસાદોમાં, રહેતા, માનીને, સમયની, વધારે, નજીક, લાવી, દઈએ, વાત, તરફ, ધ્યાન, વિચારવાની, રીતમાં, વિસંગતિ, પેદા, દ્વારકાની, આવી, ભ્રાન્તિઓનો, શિકાર, કૃષ્ણના, સમયથી, અલગ, મૂળ, ક્યારે, હતી, જો, કૃષ્ણનો, પુસ્તકની, પ્રસ્તાવનામાં, સાંકળિયાએ, માન્યતાઓનું, સમર્થન, ખંડન, કરવામાં, શી, રીતે, ઉપયોગી, દર્શાવ્યું, ઉત્તાનપાદ, પગ, ઊંચો, કરેલી, નગ્ન, માતૃકા, ત્રિપુરાસુરની, નગરી, નગરીનું, પુરાતત્વની, દૃષ્ટિએ, મૂલ્યાંકન, કર્યું, અહીં, મહાભારત, હરિવંશ, પુરાણમાં, મળતા, વર્ણન, પુરાતત્વના, ખોદકામ, દરમિયાન, મળેલા, પુરાવાઓની, તુલના, સાંકળિયાના, પુસ્તક, ઉપરાંતના, indianetzone, 55, maitraka_dynasty, gujarati, rulers_of_gujarat, asp, wk4_ich_g1ec, dynasty, 4_v85gzq7t, aa2mwaipz_ib0cyetwoozd260uk, rbjvukvaaonsrafyiyggdw, sqi, ved, 0cdmq6aewag, onepage, 20dynasty, false, gzrlgznzeoec, maitraka, temples, bhmxzifeqe, nqlfnxmum8leiivm, darxelzobs, 5hjv,
Text of the page (most frequently used words):
અને (139), હોય (67), દ્વારકા (62), એટલે (44), નથી (39), 2012 (36), આપણે (35), માટે (34), #ઓક્ટોબર (31), થાય (31), શકે (31), નવેમ્બર (29), બહુ (29), અવાજ (29), કરી (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), પરંતુ (28), શકાય (28), કોઈ (28), સપ્ટેમ્બર (27), અહીં (27), પહેલાં (27), પછી (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), હતા (26), સાથે (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), મળે (24), સમય (24), જાય (24), વર્ષ (23), નીચે (23), મળ્યાં (23), ફેબ્રુવારી (22), 2015 (22), સુધી (22), ખોદકામ (22), વધારે (21), ત્યાં (21), dwarka (20), હતું (20), મળ્યા (19), આવી (19), 2013 (18), 2022 (18), સાંકળિયા (18), હતી (18), અથવા (18), નહીં (18), રીતે (17), હશે (17), એની (17), 2011 (16), બધા (16), લંગરો (16), એમાં (15), પુરાતત્વ (15), કરતાં (15), વાત (15), 2014 (14), કહે (14), હડપ્પા (14), હતો (14), ડૂબી (14), મોજાં (14), એના (14), બેટ (14), 2025 (13), બીજી (13), છતાં (13), પ્રાચીન (13), જોવા (13), પાસે (13), મળી (13), દ્વારકાના (13), આગળ (13), દ્વારકામાં (13), એને (13), નક્કી (13), આપણા (13), dipak (12), ગયા (12), મંદિર (12), પુરાવો (12), કારણ (12), કૃષ્ણની (12), દ્વારકાની (12), આપણી (12), ત્યારે (12), એનો (12), જુદા (12), અવાજો (12), krishna (11), મળ્યો (11), હતાં (11), પરથી (11), અનુમાન (11), હવે (11), છીએ (11), તેમ (11), સમુદ્રી (11), સમુદ્રમાં (11), બારીઃ (11), આજે (10), વગેરે (10), જોઈએ (10), એમની (10), છું (10), શંખો (10), કામ (10), સાંકળિયાએ (10), એમના (10), થયું (10), કરે (10), કરવામાં (10), એમને (10), જ્યારે (10), રહી (10), તમે (10), com (9), મારી (9), dholakia (9), લેખ (9), અવશેષ (9), આનો (9), વિશે (9), મહાભારતના (9), કરીને (9), એમણે (9), સામે (9), પડે (9), ઠીકરાં (9), તરીકે (9), ઉપયોગ (9), હવા (9), martyrs (8), freedom (8), struggle (8), and (8), પહેલી (8), સૌથી (8), મળેલા (8), અવશેષો (8), આજથી (8), ખાસ (8), ઉપર (8), તેઓ (8), જૂની (8), ઉપરાંત (8), કર્યું (8), સ્થળે (8), જગ્યા (8), આથી (8), શ્રી (8), બની (8), આવે (8), થયો (8), હજાર (8), આવ્યો (8), અમુક (8), પ્રકારનાં (8), the (8), મેં (8), સાંભળી (8), like (7), this (7), uncategorized (7), indian (7), દ્વારા (7), http (7), પહોંચી (7), માત્ર (7), દ્વારકાને (7), કહી (7), લગભગ (7), દૂર (7), હોઈ (7), હું (7), દરમિયાન (7), ખડક (7), કેમ (7), શું (7), મૂળ (7), પેદા (7), ક્યાં (7), ફરી (7), વચ્ચે (7), કઈં (7), અર્થ (7), બારી (6), નવી (6), categories (6), posted (6), author (6), loading (6), હોવા (6), હોવાનું (6), સૈકામાં (6), કૃષ્ણના (6), બીજા (6), મંદિરના (6), દ્વારકાનો (6), લાગે (6), ગોળ (6), આની (6), માટીનાં (6), ફુટ (6), અહીંથી (6), વસ્તુઓ (6), વર્ણન (6), એવા (6), નોંધ (6), તેનો (6), નગરી (6), સ્પષ્ટ (6), માની (6), પાછા (6), આના (6), આવાં (6), મીટર (6), પાણી (6), બહાર (6), પુરાતત્વીય (6), લંબચોરસ (6), અર્ધગોળાકાર (6), માધ્યમ (6), શરૂ (5), કરો (5), ટિપ્પણીઓ (5), રહ્યું (5), blog (5), શોધો (5), www (5), મંદિરો (5), સમજી (5), બાજુ (5), ઉલ્લેખ (5), કરતા (5), મળ્યું (5), તેને (5), નીકળી (5), બધાં (5), વિચાર (5), કાળ (5), હોવી (5), આવ્યા (5), કદાચ (5), આવ્યું (5), સ્થળ (5), જમીન (5), રામાયણ (5), અલગ (5), નજીક (5), કરેલા (5), યાદ (5), ત્યાંથી (5), સમુદ્ર (5), પ્રમાણે (5), થતો (5), તમને (5), મુદ્રા (5), રહે (5), એવી (5), મળેલાં (5), આમાં (5), એમનો (5), કિલ્લા (5), બાંધકામો (5), કેટલાંક (5), તેમાં (5), બાંધકામ (5), નમૂના (5), org (5), may (5), મને (5), કહ્યું (5), સાચવી (5), વીજ (5), ચુંબકીય (5), યાંત્રિક (5), મોજું (5), wordpress (4), have (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), search (4), books (4), હસમુખ (4), સાંકળિયાના (4), જરા (4), ભારતમાં (4), બૌદ્ધ (4), લોથલ (4), માનવું (4), જોઇએ (4), સ્થાન (4), આપણને (4), સવાલ (4), આવા (4), આધાર (4), જવાબ (4), આપે (4), કાળમાં (4), ઐતિહાસિક (4), એમનું (4), બીજો (4), કાળનું (4), સ્થળેથી (4), ખરેખર (4), પાયા (4), લાલ (4), કરીએ (4), જરૂર (4), ચાલે (4), વસાહત (4), જોયું (4), આસપાસ (4), જેથી (4), કારણે (4), ખ્યાલ (4), જશે (4), કથા (4), સારી (4), ચિત્ર (4), શ્રીકૃષ્ણ (4), અન્ય (4), લેખમાં (4), ચર્ચા (4), શકીએ (4), ઉત્તરવર્તી (4), સમુદ્રની (4), ગયો (4), જેવી (4), આટલું (4), વિવરણ (4), પડશે (4), પહેલા (4), ઘરની (4), વખતે (4), શક્ય (4), જતાં (4), ખોદતાં (4), રેતી (4), એનાથી (4), ભાગ (4), આખા (4), વળી (4), ગોળાકાર (4), કિલ્લો (4), ખોજ (4), એવું (4), બન્ને (4), જૂના (4), લંગર (4), તેના (4), underwater (4), based (4), કર્યો (4), વખત (4), કઈંક (4), વ્યવસ્થા (4), જાઓ (4), સંભળાય (4), શકો (4), તરંગ (4), કણો (4), બધે (4), નામ (3), other (3), પસંદ (3), લિંક (3), india (3), સંદેશ (3), સંદર્ભ (3), ત્રીજી (3), ઊંડે (3), અતિશય (3), ખોદકામમાં (3), જૂનો (3), મોહેં (3), દડો (3), ધર્મ (3), સામૂહિક (3), ધર્મમાં (3), નહોતું (3), પાછળથી (3), નાના (3), ચોથા (3), વાર (3), દ્વારકાધીશ (3), આધારે (3), કહેવા (3), આપી (3), પાંચમી (3), અંત (3), સદી (3), કિલોમીટર (3), રાજા (3), કિનારે (3), ચાલુ (3), ઘરના (3), બંગડીઓ (3), સંસ્કૃતિના (3), સમૃદ્ધ (3), ગીતા (3), કરતો (3), મકાન (3), પાયો (3), બંધાયું (3), મોટી (3), મહત્વ (3), સાંકળિયાની (3), થતું (3), મંદિરની (3), બીજું (3), ઓછી (3), શોધી (3), વસ્તી (3), બધી (3), અનુમાનો (3), સમયની (3), પુરાતત્વશાસ્ત્રી (3), એવો (3), સમર્થન (3), ઉપયોગી (3), દૃષ્ટિએ (3), બાબતમાં (3), બન્યા (3), કૃષ્ણનો (3), આભાર (3), માનું (3), જાણવા (3), કરતી (3), આપણું (3), હોઈએ (3), રજુ (3), અનુરૂપ (3), રહેતા (3), દઈએ (3), જતું (3), tags (3), પ્રાચીનતા (3), રાજ્ય (3), હમણાં (3), ૧૯૬૩માં (3), વિકાસ (3), સુરકોટડા (3), સૌરાષ્ટ્ર (3), જાતે (3), મદદ (3), એકસો (3), પછીનાં (3), ઈસુ (3), ૩૫૦૦ (3), વર્ષથી (3), માંડીને (3), પહેલાંના (3), શહેરો (3), શબ્દો (3), દેશમાં (3), પહેલો (3), સાબીત (3), મહત્વની (3), લોકો (3), જૂનાં (3), કાં (3), પહેલાંની (3), ઘણા (3), નાની (3), જ્યાં (3), ત્રીજા (3), આપ્યો (3), શહેરોમાં (3), દેખાડે (3), ઘણી (3), ઉપરના (3), વસ્તુ (3), પુરાતત્વવેત્તાઓ (3), જગ્યાએ (3), વિસ્તારમાં (3), આવતો (3), બીજાં (3), જોતાં (3), દીવાલો (3), માં (3), આકાર (3), હડપ્પાકાલીન (3), દ્વારકામાંથી (3), પછીના (3), દાખલા (3), ચોરસ (3), સંકેત (3), જુદી (3), નિશાન (3), ઇંટર (3), ટાઇડલ (3), ઝોનમાં (3), વિસ્તાર (3), શબ્દ (3), જરૂરી (3), ઝોન (3), તફાવત (3), વધી (3), સહેલું (3), પરની (3), માહિતી (3), marine (3), national (3), institute (3), mail (3), asgaur (3), darya (3), nio (3), recent (3), gaur (3), sundaresh (3), sila (3), tripati (3), page (3), થયેલા (3), મળશે (3), મારા (3), વૈજ્ઞાનિક (3), જેવા (3), કૃષ્ણ (3), માનીએ (3), શોધ (3), પ્રયાસ (3), લખ્યું (3), વિનંતિ (3), from (3), બરાબર (3), મોટા (3), ભારતીય (3), શંખ (3), અંતિમ (3), paresh (3), vaidya (3), not (3), gmail (3), information (3), can (3), શ્રેણી (3), પરેશ (3), ૐની (3), હવાના (3), અવાજને (3), હવામાં (3), ધક્કો (3), મારે (3), ઠેકાણે (3), ધાતુની (3), site (2), વેબસાઇટ (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), 110 (2), 338 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), about (2), for (2), આવો (2), email (2), address (2), મેઇલ (2), google (2), pa38 (2), lpg (2), source (2), ots (2), sig (2), pa343 (2), saindhava (2), htm (2), પુસ્તક (2), હજી (2), લઈએ (2), પ્રાપ્ત (2), જૂનામાં (2), પ્રભાવ (2), જેમ (2), હિન્દુ (2), મોટાં (2), છેઃ (2), નાનાં (2), હરિવંશમાં (2), મંદિરનો (2), જૂનું (2), આપવા (2), મનાય (2), પોતે (2), આવું (2), સાતમી (2), થયેલાં (2), સાતમા (2), મૂકે (2), માનવા (2), મૈત્રકો (2), સૈંધવો (2), જાણી (2), ૧૭૦૦ (2), શહેરની (2), મૈત્રક (2), શરૂઆત (2), આરબ (2), જામનગર (2), પશ્ચિમ (2), સમયમાં (2), આમલક (2), નગરીને (2), માને (2), ચોથી (2), કાળી (2), વાસણો (2), સુંદર (2), લાગશે (2), કેટલું (2), એકની (2), ચાલો (2), છઠ્ઠી (2), પહોંચ્યા (2), જમીનદોસ્ત (2), પથ્થરના (2), લાગ્યો (2), શંખોની (2), એનું (2), જેટલી (2), ગયું (2), સાધનો (2), શબ્દોમાં (2), ઠાકરને (2), સિક્કા (2), મહત્વનું (2), હમણાંની (2), તેવી (2), સાચું (2), ઘટનાની (2), ઊંચું (2), ઘરો (2), મધ્યવર્તી (2), જઈએ (2), થતી (2), કુદરતી (2), ઊભી (2), ચડ્યા (2), સામાન્ય (2), દેવી (2), ઊંચો (2), પુરાતત્વની (2), તુલના (2), સમયને (2), ક્યારે (2), વાચક (2), સૌના (2), ભલે (2), વર્ષો (2), ઊભું (2), અતિ (2), આવતાં (2), વિચારતા (2), રામ (2), તરફ (2), શ્રેણીને (2), સારો (2), ખોદકામનો (2), પુરાતત્વે (2), આપ્યું (2), લગામ (2), લોહયુગમાં (2), આવીએ (2), અમારી (2), આટલો (2), સંકળાયેલાં (2), સ્થળો (2), શાસ્ત્રીય (2), વિજ્ઞાનનો (2), દ્વારકાનાં (2), નગરો (2), રાજસ્થાનમાં (2), ગુજરાતમાં (2), સ્થળોએથી (2), જ્ઞાન (2), ચાલતા (2), શહેરોની (2), શહેરનો (2), હોવાના (2), ઉલ્લેખો (2), નામના (2), ડુબાડનારી (2), ત્સુનામી (2), જોઈ (2), સપાટી (2), આજના (2), પાંચ (2), વર્ષના (2), પાછી (2), બનવાજોગ (2), ઘણાં (2), સમયનાં (2), થશે (2), વુલીને (2), પ્રાગૈતિહાસિક (2), આવેલું (2), આખ્યાયિકા (2), અનિપદ (2), હજારો (2), થરમાં (2), તદ્દન (2), જવાનો (2), ફેર (2), જગ્યાએથી (2), શ્રીકૃષ્ણની (2), દ્વારકાનું (2), બસ્સો (2), સમુદ્રના (2), બોમ્બે (2), હોવાનો (2), મહાભારતમાં (2), ફુટની (2), અંદર (2), પડ્યું (2), રેતીના (2), જતી (2), આપમેળે (2), નીચેના (2), પોતાનાં (2), રેતીનો (2), માટીના (2), ઈસુથી (2), સદીની (2), એકાદ (2), રોમથી (2), દારૂ (2), વ્યાપક (2), જશું (2), શોધનો (2), રાખવું (2), પ્રયત્ન (2), કયા (2), comment (2), ઊભા (2), લંગરોના (2), ગુજરાતીમાં (2), પથ્થર (2), આકારની (2), મરજીવા (2), નાગેશ્વર (2), સંસ્કૃતિનાં (2), કાળના (2), ૨૫૦૦ (2), ૮૦૦ (2), ૯૦૦ (2), કાળનાં (2), કાળની (2), બનેલાં (2), એવાં (2), નહોતો (2), જેવું (2), હોત (2), ઇસુની (2), નિર્ધારણ (2), કિલ્લાની (2), પથ્થરો (2), આકારના (2), વપરાયા (2), માનવવસ્તીનાં (2), ચિહ્નો (2), હોવાથી (2), લંબાઈ (2), આકારો (2), કદી (2), પૂરા (2), જગ્યાઓ (2), લાંબો (2), ૨૦૦૧માં (2), પાણીની (2), દક્ષિણે (2), પદાર્થો (2), સંસ્કૃતિનો (2), પ્રકારની (2), વધ્યું (2), છૂટક (2), ચાર (2), પ્રકારના (2), પ્રકાર (2), ૨૦૦૧ (2), દિશામાં (2), વર્ષે (2), વિજ્ઞાન (2), oceanography (2), વાંચ્યું (2), કથાઓ (2), પુરાવા (2), dwarkadhish (2), submerged (2), aspx (2), paula (2), goa (2), 403 (2), 004 (2), explorations (2), vora (2), vol (2), ancient (2), study (2), તૈયાર (2), ફોટા (2), રૂપ (2), માધવ (2), ભૂમિકા (2), એટલું (2), સમયના (2), એટલા (2), કૃષ્ણને (2), દ્વારકાથી (2), ખબર (2), ઐતિહાસિકતા (2), થયા (2), સંશોધન (2), પાછળ (2), જવાનું (2), સંદર્ભો (2), સંશોધનો (2), જેના (2), 15th (2), century (2), ૧૫મી (2), પકડવાનો (2), કાંટો (2), કાંટા (2), મણકા (2), ચાલતો (2), કચ્છના (2), પ્રમાણમાં (2), ઠેર (2), છીપલાં (2), archaelogy (2), chief (2), comments (2), series (2), date (2), oct (2), forwarded (2), message (2), prvaidya (2), kamlesh (2), one (2), કૉમેન્ટ (2), મૂકું (2), વોરા (2), મિત્ર (2), કરવા (2), બંધ (2), hear (2), mahabharata (2), sounds (2), today (2), જૂઓ (2), દીધું (2), માનવીય (2), સિવાય (2), વિજ્ઞાનને (2), પ્રવાસ (2), વિજ્ઞાનની (2), બ્રહ્માંડમાં (2), વાતચીત (2), ભૌતિક (2), બિન્દુ (2), પુનરાગમન (2), લાગ્યું (2), સમજ (2), બોલીએ (2), ભાષામાં (2), ઉચ્ચાર (2), આખી (2), સૃષ્ટિના (2), ૐમાં (2), મગજમાં (2), સમજાઈ (2), મેળાની (2), સ્વાધ્યાયમાં (2), જીવાનંદજી (2), પૂછ્યું (2), વિભાવના (2), મૂર્ત (2), ચેતન (2), વિના (2), અવાજોનું (2), કુદરતે (2), બૅંક (2), લાયબ્રેરી (2), બનાવી (2), વાતાવરણની (2), સીમા (2), અથડાય (2), કહેવાય (2), અનુભવ (2), કંપન (2), ધાતુમાં (2), અવાજનાં (2), વાતાવરણ (2), તમારા (2), અણુઓ (2), ગતિ (2), સતત (2), ભારે (2), શિયાળામાં (2), વાતાવરણમાં (2), તરંગો (2), design, with, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, પાનાંઓ, 469, subjects, slavery, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, પોસ્ટનો, મેળવો, gzrlgznzeoec, maitraka, temples, bhmxzifeqe, nqlfnxmum8leiivm, darxelzobs, 5hjv, wk4_ich_g1ec, dynasty, 4_v85gzq7t, aa2mwaipz_ib0cyetwoozd260uk, rbjvukvaaonsrafyiyggdw, sqi, ved, 0cdmq6aewag, onepage, 20dynasty, false, gujarati, rulers_of_gujarat, asp, indianetzone, maitraka_dynasty, ઉપરાંતના, છેક, ઉતરવાનું, વિસામો, તમારી, ગમે, તેટલી, ઇચ્છા, ક્યાંયે, દેવાલયોના, હજુ, થાયા, વૈશાલીના, ૨૩૦૦, પહેલાંનો, સ્તૂપ, વગેરેમાં, દેવાલયના, બન્યાં, ઇસ્લામ, ખ્રિસ્તી, સંગઠિત, ધર્મસ્થાન, પૂજાપાઠને, ઈશ્વરોપાસના, વ્યક્તિગત, પૂજા, આદ્ય, નહોતાં, અનુમાનનો, શિખરોવાળાં, ગર્ભગૃહ, મંડપવાળાં, દૃષ્ટિગોચર, મંદિરોનાં, શિખરો, ઊંચાં, ભક્તને, તેથી, ૫૦૦૦, એથી, ઓછું, માન્યતાને, પુષ્ટિ, હરિવંશની, રચના, દ્વારાવતી, દ્વારામતી, ઉલ્લેખોની, શ્રીકૃષ્ણના, હોવું, સાહેબનો, ભગ્નાવશેષ, સદીના, પૃષ્ઠભૂમિમાં, મંદિરોના, નિર્માણના, કહેવું, ખાતરીપૂર્વક, શિવનું, વિષ્ણુનું, મૂર્તિ, માટેનો, કૃષ્ણનું, ચીલો, પકડીને, વલ્લભી, વલ્લભીપુર, આજનું, વાળા, ક્ષત્રપ, વંશના, શાસક, વિજયસેને, સ્થાપના, સદીમાં, સેનાપતિ, ભટ્ટારકે, વંશની, ૭૬૭માં, ગઝનીના, શાસકોએ, હકુમતનો, આણ્યો, દસમી, પોરબંદરથી, પચાસેક, ભૂમિલીમાં, શાસન, વંશ, જયદ્રથના, નામથી, ઓળખાય, જયદ્રથ, સિંધુદેશનો, જિલ્લામાં, બીલેશ્વરનું, મૂકવાનું, સમજાવતાં, સૌરાષ્ટ્રના, દક્ષિણ, બંધાયાં, વલ્લભીના, સૈંધવોના, બંધાયેલાં, અભિયાન, ત્રીજું, નગર, શિખરનું, શિખરની, આકારનું, ટોચકું, ૧૩૦૦, દેખીતું, સાધારણ, રંગબેરંગી, કાચની, ચીની, ચડાવેલાં, glazed, વાસણોનાં, ઠીકરાંઓ, ઈરાની, મુસ્લિમ, આગમનનાં, સૂચક, અવશેષોના, સાહેબ, દસમા, બધું, ધરબાયેલું, સમાજને, ઓહિયાં, कालोऽस्मि, लोक, क्षयकृत्, प्रवृद्धो, લોક, પ્રજા, સંસાર, ક્ષય, વધતો, રહું, ભાવુક, બનીએ, થરનો, ભેદ, ઉકેલીને, કેટલે, જાણીએ, અમે, સારા, બાંધેલા, મકાનનો, પાયામાંથી, નાનામોટા, નીકળ્યા, દુકાન, ૧૮૫૦માં, ત્રણ, પથ્થરનું, orientation, જુદું, હાથીદાંતની, રમક્ડાં, મેળવવાનું, મુશ્કેલ, મહામુશ્કેલીએ, ખરીદ્, યું, ૨૦x૨૦, જમીનની, જગ્યાનું, દોરવણી, કોદાળી, પાવડા, ખોતરણી, જેવાં, બ્રશથી, આગળનું, વાંચવાની, મઝા, આવશે, સદ્, ગૃહસ્થ, જયંતીલાલ, ગટર, માટેના, ચાંદીના, જોઈને, ઓછામાં, ૧૮૦૦, રીતસરના, પૂરવાર, કાઢી, રસપ્રદ, જોઈએઃ, જેમણે, હાલનું, તેમણે, શ્રીદ્વારકાધીશનું, ઊંચામાં, દુકાનો, ઇત્યાદિ, ખીચોખીચ, વસ્યાં, સ્થળથી, સપાટ, વસેલી, ભૌગોલિક, નિરીક્ષણ, પરતી, શકાયઃ, વસાહતોનું, સ્થળની, ટેકરો, વસ્તીઓ, વસાહતના, ભગ્નાવશેષો, નીચેની, વસાહતને, ટીંબો, વસાહતોના, ઊંચી, નિર્માણ, ઊંચા, ટેકરા, સ્થળને, જૂએ, એમનાં, માણસ, મંદિરમાં, આવીને, દર્શન, ગયાની, જાણીતી, બંધાયેલી, સાહેબનાં, અનુમાનોનું, પુસ્તકની, પ્રસ્તાવનામાં, માન્યતાઓનું, ખંડન, દર્શાવ્યું, ઉત્તાનપાદ, કરેલી, નગ્ન, માતૃકા, ત્રિપુરાસુરની, નગરીનું, મૂલ્યાંકન, મહાભારત, હરિવંશ, પુરાણમાં, મળતા, પુરાતત્વના, પુરાવાઓની, ભ્રાન્તિઓનો, શિકાર, સમયથી, બદલ, મિત્રોનો, પ્રતિભાવો, દેખાયું, માગીએ, જાણકારી, માન્યતાઓ, પ્રશ્નચિહ્ન, આને, નિશાની, ધર્મગ્રંથોની, દૃષ્ટિબિંદુ, હોતું, એમાંનાં, મુખ્ય, પાત્રો, લેતા, વર્ણનો, પાત્ર, રહેવા, ખાવાપીવા, પહેરવા, ઓઢવાના, સંયોગો, રામાયણમાં, વર્ણિત, પ્રાસાદોમાં, માનીને, લાવી, ધ્યાન, વિચારવાની, રીતમાં, વિસંગતિ, આવકાર, આપેલો, સ્કૅચ, ચિતાર, માંથી, સાભાર, લીધો, જોઈશું, કલ્પનાથી, નીરખવાની, આશા, રાખતા, તેની, સહેજ, ખેંચવી, ખેંચતાં, તામ્રયુગમાંથી, પુરાતત્વનો, અનિવાર્ય, સાંકળિયાનાં, તારણો, જઈએઃ, શ્રીકૃષ્ન, કર્તા, કરાવ્યું, રાખીએ, ૧૯૮૧, ૮૨માં, નવા, કરશું, તારણ, સમાપ્ત, વર્ણનોનો, વિશ્વમાં, બીજે, સિંધમાં, પંજાબમાં, કાલીબંગન, કચ્છમાં, લોથલનાં, દૃષ્ટાંત, ઉત્તમ, નગરરચના, જોવામાં, llate, harappan, period, વધુમાં, ઉમેરે, અસ્તિત્વમાં, ભારતને, જગતને, લોઢાનું, ઘોડાથી, રથો, કેટલીયે, જાતનાં, હથિયારો, ભયંકર, તોફાન, પૂરમાં, વિનાશ, સાહિત્યિક, વસવસો, કાવ્યમાં, વિનાશકારી, પૂરનું, ભીષણતા, અર્જુને, કહેવાથી, લોકોને, જવામાં, અર્જુનની, આંખ, મહેલ, વળે, વિદ્વાનના, જણાવ્યા, નહોતી, પર્યાવરણની, ઉથલપાથલને, બદલતી, પંદર, વર્ષમાં, ત્રીસેક, પંદરસો, પૂર્વે, અરસામાં, ઊંચે, પાંચેક, સપાટીએ, ઉતરી, સમયે, પુરાતત્વશાસ્ત્રીઓ, ખુલ્લા, આવેલાં, બંદરો, વ્યાપાર, તળિયે, ગયાં, સાત, અઢી, સાહેબના, ટાંકું, કહું, આનંદ, દુઃખ, અમૂલ્ય, લિઓનાર્ડ, હમણાંના, ઇરાક, મેસોપોટેમિયા, સુમેર, આપણાં, પુરાણો, ભાગ્યવશાત્, રાજાની, માટીની, નામાંકિત, નીચલા, અહીંનો, અક્ષરશઃ, ખરૂં, ૩૦૦૦થી, નહી, અમને, પ્રલય, મહાપૂર, આખ્યાયિકાની, કાળગણના, કાળગણનામાં, આસમાન, જમીનનો, નોંધઃ, સ્રોતોમાં, રાજાનું, મેષ, આનિપદ, વિનાશનું, વર્ષનું, નિરાશા, આપતાં, અમારૂં, સંભવ્છે, હાલના, ગોમતીને, તીરે, સામો, પ્રશ્ન, ગણાવી, પસંદગીનો, ઊભો, ઇસુથી, આજની, થરોની, દબાઈ, કૃષ્ણે, વસાવી, લિખિત, પાછળનું, સત્ય, નિર્વિવાદ, પુરવાર, ભાગમાં, જગ્યામાં, મર્યાદાઓ, શોધીને, શક્યા, ગાળામાં, ૧૬૯૯, વસી, પેટાળમાં, દ્વારકાધીશનું, નાનું, દેવાલય, ૧૮૮૪માં, કાઠિયાવાડ, પ્રેસીડન્સીએ, પ્રસિદ્ધ, ગૅઝેટીયરમાં, લોકવાયકાની, લેવામાંઆવી, ઈસુના, ત્રાટક્યો, ભરખી, દેહાવસાન, પ્રચલિત, ગૅઝેટીયરે, લીધી, બન્નેને, અવશ્ય, જવું, ફુટમાં, આંકવામાં, કિનારાનાં, પહોંચતાં, થરના, ઊછળે, વસ્તુઓને, પહોંચાડી, દેતો, ઓસરે, દરિયામાં, ફેંકો, ફંગોળાઈ, વળતું, થરની, સંભાળથી, ખોદવું, દેખાયાં, છેવટે, ઊંડાઇએ, થરનાં, ઠીકરામ્થી, જુદાં, પડતાં, વાસણ, કાળા, રંગનું, ચીતરામણ, વાં, વાસણૉ, રંગમહેલના, કચ્છ, ઉત્તર, વડનગર, ઉપરથી, હયાત, એમ્ફોરાનાં, સૂચવે, માલ, હોવો, નગરીઓ, કોપનો, ભોગ, ચકચકિત, સુંવાળી, ચમકદાર, જાડી, ગંધક, પીળાશ, પડતી, સાથીઓ, એમ્ફોરા, ઓળખાતા, કુંભનાં, કુંભમાં, દ્રાક્ષનો, ઓલીવનું, તેલ, દેશોમાં, મોકલાતું, કુંભો, દેશમાંથી, શ્રેણીમાં, જણાવ્યું, ગાઢ, જંગલમાં, આવેલા, દેવની, મોરીના, વિહારમાંથી, કુંભના, દારૂની, માંગ, ભારત, રોમ, વ્યાપારી, સંબંધો, પચાસ, ત્રણસો, વર્ષનો, સફરે, ટીમે, આમલકવાળું, રેતીનું, નિયમ, નીચેનું, પીળી, માટી, પડતા, મૂક્યા, મુશ્કેલી, રેતીની, ધસી, માણસો, દટાઈ, પથ્થરથી, બાંધેલો, ઘરનો, લાગ્યાં, leave, કાણાવાળા, આડા, છેદ, દેખાય, ઓસરતાં, દેખાયેલો, લખાણવાળો, ની્ચેઃ, દીવાલનો, સ્કેચ, સહિત, દીવાલની, તસ્વીર, xxxxx, સભ્ય, વધારેમાં, સ્થિતિ, કુન્તાસીમાં, સાડાચાર, સરખાવતાં, આધુનિક, શરૂઆતથી, ૧૪૦૦, સુધીનાં, લંગરોને, પૂર્વવર્તી, મૂકવાં, લંગરોનો, જોવાનાં, ઝોનમાંથી, ૧૨૦, સાદું, પત્થરનો, થાંભલો, દોરડું, નાખવાનું, કાણું, નાવને, બાંધીને, તરતી, રાખવાની, વિકસિત, ચૂના, બેસૉલ્ટ, સૅન્ડ, સ્ટોન, લૅટરાઇટનાં, સ્થાનિકે, ઉપલબ્ધ, ચૂનાનાં, નજીકનો, સ્રોત, ધ્રાંગધ્રામાં, લંગરોનાં, વર્ણનમાં, આરબોની, ધાઉ, જમાનામાં, દેશો, વેપાર, કિલ્લાઓનો, અભ્યાસ, નહોતા, હડાપ્પા, લોથલમાં, નાગેશ્વરમાં, મોરચાબંધી, ધોળાવીરા, કુન્તાસી, બગસરા, વગેરેમા, કાલીન, કિલ્લાનો, ગયેલી, ૧૨મી, પછીની, આમં, પથ્થરનો, લખેલા, અક્ષરો, ઇતિહાસના, મધ્ય, કાળનો, દર્શાવશે, તપાસવાં, બ્લૉક્સમાં, વપરાયેલા, પથ્થરોને, ઓજારોથી, ઘાટ, આપવામાં, સાઇઝના, બધાની, જાડાઈ, એકસરખી, બ્લૉક, કિલ્લામાં, બંદરના, ફુડદા, જેટી, નવાઈ, ઘાટવાળા, ગોમતીની, ખાડીની, ઊંડા, પાણીમાં, માણસે, બાંધકામનાં, ૨૨૫x૨૭૫, મીટરના, વિશાળ, અકબંધ, એટલી, આકારનો, બાંધકામોમાં, સમાનતા, અસમાનતા, મદદરૂપ, બનશે, બ્લૉક્સ, એકસરખા, રહ્યા, ધ્વસ્ત, ફેલાયેલું, કિલ્લાનું, નોંધવું, અંદરથી, અર્ધગોળ, બાંધકામોની, પાસેથી, રોજબરોજના, ઉપયોગમાં, આવતી, રહેણાક, જહાજો, વધારીએ, પારિભાષિક, લેવાનું, ઓટમાં, ભરતી, ચડે, સાંકડી, પટ્ટી, પહોળો, ઝોનની, પશ્ચિમે, મળતી, પાંચથી, સંખ્યામાં, જેમાંથી, અર્ધાં, રેતીમાં, દબાયેલાં, ખુલ્લાં, સમુદ્રનારાયણની, મહત્વનો, રાખવાનો, ધ્યાનમાં, રાખવા, લાયક, જોશું, રાખવાનું, પુરાતત્વવિજ્ઞાનમાં, પ્રાકૃતિક, બનેલા, ગણતરીમાં, લેવાતા, ઝાડનું, વીસ, સ્થળનો, વિજ્ઞાનમાં, વાતનું, ઝાડ, તણાઈને, માનવસર્જિત, શોધે, વિસ્તારને, વહેંચી, નાખવામાં, વસતા, પ્રવૃત્તિઓ, દ્વારકાધીશના, ગોમતીના, મુખપ્રદેશની, ૨૦૦, સખત, ટુકડો, મીટરનો, જહાજ, બાંધી, રાકહ્વા, સમજવાના, મુદા, નિર્ધારણમાં, શકાયો, લંગરમાં, કાણામ, લેવામાં, મુખ્યત્વે, ોખામડી, નદીન, મુખપ્રદેશમાં, કાંઠા, ઢુવા, નદીમાં, પ્રવૃત્તિ, નૌકા, વ્યવહાર, પ્રાથમિક, મેળવવા, મરજીવાઓને, પાસેના, મીટરની, ઊંડાઈ, ઉતારવામાં, buoys, મૂકવામાં, આવ્યાં, મહત્વના, સાફ, શેવાળના, ખોજની, રીત, પરિણામ, મૂળમાં, મતમતાંતર, વિદ્વાન, પાર્જિટર, રૈવતક, પર્વતની, પિંડારા, કુશસ્થળી, વિકસી, પુસળકર, ૧૯૯૭થી, સારૂંએવું, વીસેક, ગયેલાં, શોધખોળ, સ્વાભાવિક, છોડ્યું, વાસ્તવિક, અર્થમાં, સાંકળિયાનું, અધૂરૂં, કામની, દિશા, કાર્યમાં, વધવાનો, રાવને, ફાળે, અમદાવાદ, વચ્ચેના, માર્ગે, બંદર, ચૂક્યા, જોડાયેલું, તરફથી, ગોવા, સ્થિત, સંસ્થા, archaeology, centre, શોધવાના, પ્રયાસોનું, સંભવ, પુરાવાઓ, સંબંધી, લઈએઃ, xxxxxxxxxx, hinduwisdom, info, dwaraka, ocenography, dona, surroundings, okha, mandal, gudigar, bandodker, man, environment, xxv, 2000, current, science, 2004, 1256, 1260, special, section, cultural, heritage, harbour, migration, diffusion, issue, number, 2005, dne, archaeological, investigations, સામગ્રીઃ, શ્રેણીના, લેખો, ખોજકામ, છેલ્લા, ખોજનું, વાચન, સામગ્રી, ચિત્રાંકનોનો, છૂટથી, લેખકો, એમાંથી, બનીને, સાહિત્ય, ઇંટરનેટ, લેખકોનો, હાર્દિક, વેબસાઇટો, મળેલી, વિચારોને, સમજવામાં, એકમાં, એકંદર, આપ્યા, મધુવન, ગોપીઓને, વ્રજમાં, છોડીને, મથુરા, જરાસંધના, ત્રાસથી, કંટાળીને, સન્માનનીય, ચાણાક્ય, રાજપુરુષની, નિભાવવા, કાલમાન, ફલક, લોકવાયકાઓ, ધારીએ, ભગવાન, આદર્શ, પુરુષ, સ્તંભ, અત્યારે, મૂકીશું, હીરો, કરવી, લોહના, મૌલિક, ઉમેરા, મહાભારતને, ૧૫૦૦થી, મહાભારતમા, જવાના, ઉલ્લેખથી, પ્રેરાઈને, સભાનપણે, શોધવાનો, ડૂબવાની, કથાની, સાબિત, શબ્દયાત્રા, સમક્ષ, અભિન્ન, એકનો, બીજાનો, એકનું, બીજાનું, ૧૯૭૯માં, સળંગસૂત્રતા, બન્યું, ક્યાંય, ટ્યૂબ, ૧૨૦૦૦, વિશેની, ફિલ્મ, સાઇટ, ૨૩૦૦૦, લેખનાં, તથ્યો, મેળમાં, ફિલ્મો, સાઇટના, અભિપ્રાય, સ્પષ્તતા, શકું, અધિકૃત, કાર્ય, સંકળાયેલા, નિષ્ણાતોએ, કચાશ, જવાબદારી, લેખકોની, શંકા, જણાય, લેવાની, અગત્યનો
Text of the page (random words):
છે બારીઃ જાણે ભીડમાં ચાલતા હોઈએ અને પાછળથી કોઈ ધક્કો મારે તેમ પઃ હા સાદી ભાષામાં સમજવા માટે તમે એમ કહી શકો એ ઉદાહરણ હવામાં અવાજ પ્રસરવાને લાગુ પડે બારીઃ તો પડઘાનું પણ એવું જ ને એ તો એક રૂમમાં દીવાલો સાથે પણ અથડાય પઃ અને એક જ દીવાલ નહીં ચારેય દીવાલો સાથે અને વળી એક્બીજા સાથે અથડાય આમ એ અવાજ જુદો જ બની જાય પણ જે વીજ ચુંબકીય કહેવાય છે તે યાંત્રિક નથી પણ એમાં બહુ નાની કે બહુ મોટી ફ્રિક્વન્સીનાં મોજાં પણ છે આમ તો એની તરંગ લંબાઈ પર એના ઉપયોગનો આધાર છે એમાં એક પટ્ટો માઇક્રોવેવ કહેવાય છે ઘરમાં ઑવનમાં એનો ઉપયોગ થાય જ છે વળી રેડિયો ફ્રિક્વન્સીઓ પણ છે જેનો ઉપયોગ મોબાઇલ ફો્નમાં કે સંદેશ વ્યવહારમાં થાય એક્સ રે પણ આનો જ પ્રકાર છે આમ એના ઉપયોગો છે અને એને આપણી ઇન્દ્રીયોને અનુરૂપ ઢાળીને એનો અનુભવ કરાય એટલે તમે એને ફોટા તરીકે જોઈ શકો અને અવાજ તરીકે સાંભળી પણ શકો બારીઃ તો પૃથ્વી પરનાં મોજાં અવાજ કે બીજાં કોઈને પણ માઇક્રોવેવમાં ન બદલી શકાય પઃ રેડિયોમાં એ જ થાય છે પણ સામે છેડૅ કઈંક રિસીવર ટેપ રેકૉર્ડર હોય તો જ એને સાચવી કે સાંભળી શકાય બારીઃ એ મોજાંઓને સાચવી રાખી શકાય એમ હોય તો પ્રાચીન અવાજો પાછા સાંભળી શકાય એનો અર્થ એ કે બધા અવાજો વાતાવરણની સીમા પર એકત્ર થયા હશે પણ ત્યાં કઈંક વ્યવસ્થા હોય તો સાચવી શકાય પઃ મેં કહ્યું ને કે કુદરતે ત્યાં કઈં કોઈ એવી બૅંક કે dvdની લાયબ્રેરી નથી બનાવી કે બધા અવાજો ત્યાં સંઘરાઈ જાય અને તમને મન ફાવે ત્યારે જે અવાજ જોઈતો હોય તે શોધી કાઢો બારીઃ તો મહાભારતના અવાજો સાંભળી ન શકાય પઃ કોઈ જ અવાજ સામે છેડે ગ્રહણ કરવાની વ્યવસ્થા ન હોય તો પાછા સાંભળી ન શકાય એવું છે કે ધર્મની વાતો કરીએ ભલે પણ એમાં પણ વિજ્ઞાન વિના ચાલતું નથી એને ધાર્મિક કથા સાથે જોડી દઈએ છીએ એક રીતે તો વિજ્ઞાનને આડકતરી રીતે માન્યતા જ મળે છે વીજ ચુંબકીય કિરણોને આપણી અનુકૂળતા પ્રમાણે ફેરવવાની વાત આવી તો કોઈ એમ સમજ્યા હશે કે બધા અવાજોનું પરિવર્તન કરી શકાય પણ બ્રહ્માંડના અવાજો પણ બેવડાં રૂપાંતર પછી જ સાંભળી શકાય મહાભારતના અવાજો તો એ જ વખતે ડહોળાઇ ગયા અને હવે છે જ નહીં xxxxxxxx ૐકાર ૐને આપણા ભારતીય તત્વદર્શનમાં બહુ મહત્વનું સ્થાન મળ્યું છે એ નાદબ્રહ્મનું ચિહ્ન છે પદાર્થો તો ભૌતિક છે જેને સ્પર્શ કરી શકાય છે પદાર્થ મૂર્ત હોય છે એટલે એને જડતત્વ માની શકાય પણ શબ્દ મૂર્ત નથી તેમ છતાં છે એના અસ્તિત્વનો ઇન્કાર ન થઈ શકે પરંતુ એને જડ કેમ માનવો જડ અને ચેતન બે જ તત્વો હોય તો શબ્દને ક્યાં મૂકવો એને ચેતન પણ ન માની શકાય આથી આપણા પ્રાચીન ચિંતકોએ નાદબ્રહ્મની નવી વિભાવના આપી અને એને બ્રહ્મની વિભાવનાની સમાંતર મૂકી માંડૂક્ય ઉપનિષદમાં આ બન્ને વિભાવનાને એકીકૃત કરવાનો પ્રયાસ થયો છે પરંતુ એ આપણી ચર્ચા માટે ઉપયોગી નથી એટલે છોડી દઈએ છીએ આ ૐની વિભાવના સમજવાની જિજ્ઞાસા હંમેશાં રહી અને એ સમજાવનારા પણ મળી ગયા મારી ઉંમર ૧૯ ૨૦ની હશે ભુજમાં દર રવિવારે સવારે ગીતા સ્વાધ્યાયમાં હું જતો પૂજ્ય ગિરજાશંકર ભટ્ટ પ્રવચન આપતા રામવાડીમાં બૈરાંઓની ભીડ સામે એ જુદા હતા અને અહીં એ જુદા હતા એમના વિચારો બહુ ઉદાર હતા એમણે જ મને કહ્યું હતું કે ગોસ્વામી તુલસીદાસજીએ શ્રી રામના વિવાહ પ્રસંગે જનકરાજાને ઘરે ભોજનનું વર્ણન કર્યું છે તેમાં અંગ્રેજીનો શબ્દ કોપરના થાળ કોપર થાલા વાપર્યો છે એક વખત ગીતા સ્વાધ્યાયમાં એક જીવાનંદજી અવધૂત આવ્યા એ આનંદમાર્ગી હતા જેના પર પછી પશ્ચિમ બંગાળમાં હિંસક કૃત્યો માટે પ્રતિબંધ મુકાયો હતો જીવાનંદજી જુવાન મધ્યમ કાઠીના અને પ્રભાવશાળી વક્તા હતા એમનું ભાષણ સારૂં લાગ્યું એટલે બધા ઊઠી ગયા તે પછી બે ચાર જણ બેઠા બધા વડીલો દાદાની ઉમરના અને છોકરડો એકલો હું મેં એમને ૐ વિશે પૂછ્યું કે ૐ સમજાતો નથી એમણે જે જવાબ આપ્યો તે તરત સમજાઈ જાય એવો હતો ધારો કે તમે મેળામાં જાઓ છો મેળાની જગ્યાની નજીક પહોંચો તેમ એનો ઘોંઘાટ સંભળાવા લાગે કોઈ અવાજને સ્પષ્ટ અલગ ન કરી શકો પણ બધા અવાજ ભેગા થઈ જાય અને એક કોલાહલ બની જાય ઓં ઓં ઓં ઓં હવે તમે મેળાની વચ્ચે પહોંચી ગયા છો અહીં તમને બધા અવાજ સ્પષ્ટ સંભળાય છે કોઈ રમકડાં વેચે છે તો કોઈ ભેળપૂરી બાળકો હઠ કરે છે માબાપ ભાવતાલ કરે છે તમને બધી સ્પષ્ટ ખબર પડે છે બસ થોડા વખત પછી મેળો પાર કરીને તમે બીજી બાજુ નીકળી જાઓ છો ફરી બધા અવાજો એકબીજામાં ભળી જાય છે અને ફરી એકધારૂં સંભળાય છે ઓં ઓં ઓં ઓં એક બિન્દુ પછી એ પણ નથી સંભળાતું એ જ રીતે આખી સૃષ્ટિના બધા અવાજ એક જગ્યાએ માત્ર ઓં ઓં ઓં ઓં તરીકે સંભળાય છે એ જ જગ્યા એટલે ૐ ૐની આગળ જાઓ ત્યાં બસ સૂનકાર છે માંડુક્ય ઉપનિષદ પ્રમાણે એ ચોથું ચરણ છે ત્યાં શું છે તે કહી ન શકાય એક ભજન છે ને અબ ચૌથા પદ પાયા સંતો જીવાનંદજીની વાત માત્ર પાંચ મિનિટમાં મગજમાં ચોંટી ગઈ આ આટલું સહેલું છે વર્ષો સુધી ઉત્સાહ રહ્યો એના પછી લગભગ ૧૨ ૧૫ વર્ષે ફરી મગજમાં ખળભળાટ થયો વિચાર આવ્યો કે આ તો આપણા સ્વરતંત્રના અ ઉ મ પરથી વિકસેલો કન્સેપ્ટ છે અને એ રીતે તો એ બહુ સારો છે કારણ કે એ સાચું છે કે માણસજાતના બધા ઉચ્ચારો પ્રયાસ વિનાના અ થી શરૂ થાય છે અને હોઠના અંતિમ ઉચ્ચાર મ સાથે પૂરા થાય છે ક ચ ટ ત પ વગેરે બોલતાં જ સમજાઈ જશે કે બધા ઉચ્ચારમાં ગળાનો દાંતનો તાળવાનો હોઠનો ઉપયોગ છે ય ર વગેરે મ પછી આવે એમ આપણને શીખવવામાં આવ્યું છે પણ એ હોઠથી પહેલાંનાં સ્થાનોએથી બોલાય છે આમ ઉચ્ચારોનો અંત તો મ માં જ થાય છે એટલે બધી માનવીય ભાષા આ ૐમાં આવી જાય છે આ વિચારી લેવું અને ગણિત જેવી ટૂંકી ફૉર્મ્યૂલા આપવી એ પણ નાની વાત તો નથી જ આપણા પૂર્વજો તો વિચારતા જ હતા એ તો આપણે વિચારવાનું બંધ કરી દીધું છે મને જે લાગ્યું તે એ કે કાગડાનો અવાજ કૂતરાંનો અવાજ ઘંટનો અવાજ માણસના સ્વરતંત્રમાંથી નથી આવતો કાગડો કા કા કરે છે તે તો આપણી સમજ છે કદાચ આપણે કા કા બોલીએ અને કાગડાને પૂછીએ તો એ એની ભાષામાં એના ઉચ્ચાર તંત્રને અનુરૂપ અનુવાદ કરે કે નહીં એટલે માણસજાત માટે જ એ નાદબ્રહ્મ છે આખી સૃષ્ટિના અવાજો ૐમાં આવી ન શકે મને બીજો વિચાર એ આવ્યો કે ૐનું કોઈ બિન્દુ હોય તો ત્યાંથી પાછા વળવાનું કોઈ મેકેનિઝમ આપણા ચિંતનમાં છે આત્માના પુનરાગમન માટે તો અવિદ્યા કર્મફળ વગેરે ઘણા સિદ્ધાતો છે પણ નાદના પુનરાગમન માટે આવી કોઈ વ્યવસ્થા નથી કારણ કે એ ભૌતિક બિદુ તો છે નહીં મૂળ આપણે મહાભારતના અવાજોની વાત કરતા હતા તો ૐ તો બધા અવાજોનો સરવાળો છે એમાં ભળેલો અવાજ પોતે જ મહા કોલાહલનો ભાગ બની ગયો હવે એને અલગ કેમ તારવવો ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું છે પરંતુ મહાભારતના એવા એકત્રિત અવાજો બ્રહ્માંડમાં સચવાયેલા હોય અહીં ફરી વિજ્ઞાનની મદદ લઉં સાચવવાનો પ્રયત્ન કર્યો હોય તો હોય નહીંતર અગાઉ કહ્યું તેમ એ તો હવાના પ્રવાહોમાં ઓગળી ગયા જો ખરેખર જ એ સાચવી શકાયા હોય તો તેમાંથી એક એક જણના અવાજને તારવવા માટે ટેક્નીકો છે ખરી દાખલા તરીકે અકસ્માત પછી વિમાનનુ કોક્પીટ રેકોર્ડર મળે તેમા ઘરેરાટીમાથી વાતચીત અલગ કરવા માટે frequency analysis કરવામાં આવે છે પણ એ અવાજો સાચવી લેવાનુ યંત્ર છે જ એ ન હોય તો અવાજ તારવવાની વાત ક્યાં ટાઇમ મશીનમાં ભૂતકાળમાં કુરુક્ષેત્રમાં પહોંચી જઇએ તો થાય એ એક વૈચારિક ઉપાય ખરો પણ એના માટે પ્રકાશની ગતિથી પણ વધારે ગતિએ પ્રવાસ કરવો પડે એ શક્ય જ નથી એટલે વિજ્ઞાનની દૃષ્ટિએ તો નહીં જ ૐની દૃષ્ટિએ પણ મહાભારતના અવાજ પાછા સાંભળી ન શકાય આમ છતાં કોઈ ટેકનૉલૉજિસ્ટ ઠગ કઈંક મશીન બનાવશે અને કહેશે કે સાંભળો મહાભારતના અવાજ અને આપણે સૌ દોડતા પહોંચી જશું કે જૂઓ હવે તો વિજ્ઞાને પણ સાબીત કરી દીધું ધર્મ એટલે માનવીય સહઅસ્તિત્વનાં મૂલ્યો તે સિવાય ધર્મમાં કથાઓ હોય છે અને આ કથાઓનો લેભાગૂઓ દુરુપયોગ કરતા હોય છે આખો વખત વિજ્ઞાનને ભાંડ્યા પછી એમને પોતાનાં ધતિંગો ફેલાવવામાં એ જ વિજ્ઞાનના સંતાન જેવી ટેકનૉલૉજીનો ઉપયોગ કરવામાં જરાયે સંકોચ નથી થતો xxxxxxxxx like loading author dipak dholakia posted on 30 10 2012 30 10 2012 categories uncategorized tags dwarka 21 ટિપ્પણીઓ can we hear mahabharata sounds today માટે ex marine archaelogy chief comments on dwarka series મિત્રો કૃષ્ણની દ્વારકા શ્રેણી પર એક બહુ મહત્વની કૉમેન્ટ મળી છે જે જુદી પોસ્ટ તરીકે મૂકું છું કૉમેન્ટ કરનારા શ્રી કમલેશ વોરા ડૉ એસ આર રાવની નિવ્રુત્તિ પછી nioના મરીન આર્ક્યોલૉજી વિભાગના વડા બન્યા તેઓ ગુજરાતી કચ્છના છે અને દ્વારકા પુમ્પુહાર વગેરે સ્થાનોની શોધમાં એમની મહત્વની ભૂમિકા રહી મારા મિત્ર ડૉ પરેશ વૈદ્યે એમને લેખની લિંક મોકલાવી તેનો જવાબ એમણે આપ્યો છે એમણે લખ્યું છે તેના પરથી જણાશે કે સાયન્સ કેટલું આગળ વધી ગયું છે મેં ૨૦૦૫ સુધીના સંદર્ભો લીધા હતા એનાથી આગળ મને કઈં ન મળી શક્યું શ્રી વોરા એના પછીના પ્રયાસોનો સંકેત આપે છે હું શ્રી વોરાસાહેબને આપ સૌ વતી વિનંતિ કરૂં છું કે તેઓ સમય ફાળવીને આ શ્રેણીને અપડેટ કરવા માટે એમની અનુકૂળતાએ લેખ મોકલે ત્યાં સુધી આ શ્રેણી બંધ નથી થતી એમના લેખ જ્યારે મળશે ત્યારે આ શ્રેણી આગળ વધશે નીચે એમનો ઈ મેઇલ સંદેશ યથાવત્ મૂકું છુઃ forwarded message from kamlesh vora khvora gmail com date tue 23 oct 2012 19 13 42 0530 subject re new post krishna s dwarka 4 to paresh vaidya prvaidya gmail com this is interesting one can see the efforts made in collecting grasping and correlating relevant critical information however there is scope for further discussions as at times one some body has said something may not be gospel truth when additional information is obtained so he may not be wrong but the article in which he may have based his conclusion may need upgradation based on newer material information kamlesh 2012 10 23 paresh vaidya prvaidya gmail com this is dipak s blog mari bari on blog spot this is 4th episode on krishna s dwarika he is summarizing what dr hasmukh sankaliya wrote if you have read the original fine if u have not then follow this blog first three episodes also forwarded message from મારી બારી comment reply wordpress com date sun 21 oct 2012 16 15 26 0000 dr paresh r vaidya હું શ્રી વોરાસાહેબ સાથે સંમત છું કે કોઇએ કહ્યું તે ગૉસ્પેલ ટ્રુથ નથી બની જતું એટલે મેં હમણાં સુધી જે લખ્યું છે તેને અંતિમ ન માનવા વિનંતિ છે આપ સૌનો સહકાર મળશે તો સત્યની શોધ ચાલુ રાખીશું જ્ઞાનના રસ્તે જૂનો ભાર ડગલે ને પગલે છોડતા જવાનું જરૂરી હોય છે જેથી ખરેખર જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આપણે હળવા ફૂલ બની રહીએ આભાર like loading author dipak dholakia posted on 27 10 2012 27 10 2012 categories uncategorized 1 ટિપ્પણી ex marine archaelogy chief comments on dwarka series માટે krishna s dwarka 4 કૃષ્ણની દ્વારકા ૪ બેટ દ્વારકા ૨૦૦૧ ૦૨માં બેટ દ્વારકામાં મોટે પાયે પુરાતત્વીય ખોજકાર્ય હાથ ધરાયું પુરાતત્વ વિજ્ઞાનીઓએ આના માટે છ જગ્યા પસંદ કરી પરિણામોએ સૌને આશ્ચર્યમાં નાખી દીધા મૂળ દ્વારકાથી માત્ર ત્રણેક કિલોમીટર દૂર આવેલું બેટ દ્વારકા આપણી જગપ્રસિદ્ધ દ્વારકા નગરી કરતાં વધારે પ્રાચીન હોવાના પુરાવા મળ્યા અને એવું નક્કી થયું કે બેટ દ્વારકા હડપ્પા કાળમાં પણ સમૃદ્ધ શહેર હતું અહીંથી ઢગલાબંધ શંખો છીપલાં વગેરે સમુદ્રી પેદાશો મળી છે તે ઉપરાંત બંગડીઓ કે બંગડીના ટુકડા માળાના મણકા મુદ્રાઓ બાળકને ખવડાવવાનું સહેલું બને એવા કપ વગેરે પણ મળ્યાં છે ભારતીય ઉપખંડમાં કેટલાંય પુરાતત્વીય સ્થાનોમાંથી શંખો અને છીપલાં મળ્યાં છે મધ્યવર્તી હડપ્પા કાળમાં અને તે પછી પણ ઘણા વખત સુધી શંખ ઉદ્યોગનું અને છીપલાંની માળા કે મણકાનું અગત્યનું સ્થાન રહ્યું છે મહાભારતના યુદ્ધમાં દરેક અગ્રણી યોદ્ધા પાસે શંખ હતો અર્જુનનો પૌંડ્ર કૃષ્ણનો દેવદત્ત વગેરે ગીતાના પહેલા અધ્યાયમાં યુદ્ધ માટે તત્પર સેનાઓના વર્ણન દ્વારા પણ બધા અગ્રગણ્ય યોદ્ધાઓ પોતપોતાના શંખો વગાડતા હોવાનું જાણવા મળે છે બેટ દ્વારકામાંથી આવા ફૂંક મારીને અવાજ પેદા કરી શકાય એવા શંખો turbinella pyrum મોટા પ્રમાણમાં મળ્યા છે વળી આ શંખને જીવાતે કોરી ખાધો હોય એવાં છિદ્રો પણ છે આ જીવ સમુદ્રમાં જ થતો હોવાથી એ પણ નક્કી થયું કે એ શંખ નદીનો નહીં સમુદ્રનો જ છે દુનિયાના મોટા ભાગના પ્રાચીન વેપારી માર્ગોનાં સ્થળોનાં પુરાતત્વીય ખોદકામોમાં બેટ દ્વારકાના અથવા એની નકલ જેવા શંખો મળ્યા છે મેસૅપોટેમિયાના ઉર શહેરનો આપણે પહેલાં ઉલ્લેખ કર્યો છે ત્યાં એક કબરમાંથી મોટા પ્રમાણમાં શંખો મળ્યા જે દેખાડે છે કે ભારતીય શંખો ઠેર ઠેર પહોંચતા હતા આ શંખો મોહેં જો દડો અને ચાન્હુ દડોમાંથી મળેલા શંખોની પ્રતિકૃતિ જેવા છે સમુદ્રી પુરાતત્વમાં કાળ નક્કી કરવામાં સમુદ્રી શંખોનું બહુ મહત્વ રહ્યું છે એમના કાર્બન ડેટિંગ દ્વારા એ આજથી ૩૯૦૦ વર્ષ પહેલાંના હોવાનું નક્કી થયું છે જ્યારે સૌથી પાછળના સમયના અવશેષો મળ્યા છે તે ૨૫૦૦ વર્ષ જેટલા જૂના હોય એમ લાગે છે હડપ્પા સંસ્કૃતિમાં હાથીદાંતનાં ઘરેણાં કે ઘરની વસ્તુઓ પણ મળે છે પરંતુ શંખો અને છીપલાંનો બહુ જ વ્યાપક ઉપયોગ જોવા મળે છે લોથલ નાગેશ્વર સુરકોટડા રંગપુર વગેરે હડપ્પીય શહેરો આની સાક્ષી પૂરે છે મણકા કે આભૂષણ તરીકે કામ આવે તેવી છીપો પર કરવતનાં નિશાન પણ છે આનો અર્થ એ થાય કે બેટ દ્વારકામાં આ ઉદ્યોગ વ્યવસ્થિતપણે ચાલતો હશે આજે પણ કચ્છના અખાતમાં અને જામનગર પાસે શંખોનો વ્યવસાય બરાબર ચાલે છે બેટ દ્વારકાનો સમય નક્કી કરવામાં ખાસ ઉપયોગી એવી હડપ્પા કાળની એક મુદ્રા પણ મળી આ મુદ્રા બીજાં સ્થળોએથી પણ મળી છે આ ઉપરાંત અહીથી માછલાં પકડવાનો કાંટો પણ મળ્યો આનો આગળનો ભાગ કાંટા સાથેની દોરીને બરાબર દબાવી શકાય એ માટે ચીપિયાના આકારમાં દબાવેલો છે મઝાની વાત એ છે કે આ પ્રકારના કાંટા આજે પણ નવાઇની વાત નથી નીચેના ચિત્રમાં હડપ્પાની મુદ્રા અને માછલી પકડવાનો કાંટો છે ખાસ નોંધ અહીં એક ખાસ નોંધ લેવાની રહે છે દ્વારકાધીશ મંદિરની વેબસાઇટ http www dwarkadhish org submerged dwarka aspx પર દ્વારકાના સંશોધનો વિશે બહુ જ અગત્યનો વૈજ્ઞાનિક લેખ છે સામાન્ય રીતે મંદિરો અને મઠો જૂની પરંપરા અને લોકવાયકાઓનું સમર્થન કરતાં હોય છે પણ આ વેબસાઇટે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભિગમ રાખીને વિવરણ આપ્યું છે જેના માટે મંદિરના પ્રબંધકોને આપણે અભિનંદન આપવાં જોઈએ એ વેબસાઇટની બહુમૂલ્ય માહિતીનો મેં સમજી વિચારીને ઉપયોગ નથી કર્યો કારણ કે એ લેખ પણ બધાં સંશોધનના સાર રૂપ છે અને કોઈ પણ વાચક એનો સીધો જ લાભ લઈ શકે છે એ લેખનું એક વાક્ય અહીં આપું છું the excavation in 1979 80 pushed back the antiquity of dwarka from 15th century ad to 15th century bc and suggested the destruction of a coastal settlement by sea about 3500 years ago ૧૯૭૯ ૮૦ના ખોદકામ સાથે દ્વારકાની પ્રાચીનતા ઇસુની ૧૫મી સદીમાંથી ઇસુ પહેલાંની ૧૫મી સદી સુધી પાછળ ગઈ અને એવો સંકેત મળ્યો કે લગભગ ૩૫૦૦ વર્ષ પહેલાં સમુદ્રકાંઠા પરની એક વસાહતનો નાશ થયો યૂ ટ્યૂબ પર કૃષ્ણની ૧૨૦૦૦ વર્ષ જૂની નગરી વિશેની ફિલ્મ પણ છે અને એકાદ સાઇટ કહે છે કે ૨૩૦૦૦ વર્ષ જૂની દ્વારકા મળી આ લેખનાં તથ્યો એની સાથે મેળમાં નથી એટલે એ ફિલ્મો કે સાઇટના અભિપ્રાય વિશે તો એ લોકો જ સ્પષ્તતા કરી શકે હું તો એટલું જ કહી શકું કે મેં જે વાંચ્યું છે તે અધિકૃત છે અને આ કાર્ય સાથે સંકળાયેલા નિષ્ણાતોએ જ લખ્યું છે આમ છતાં લેખ તૈયાર કરવામાં કઈ કચાશ રહી ગઈ હોય એ બનવાજોગ છે આની જવાબદારી મારી જ હોય મૂળ લેખકોની નહીં એટલે કઈં શંકા જણાય તો મૂળ સંદર્ભો જોવા વિનંતિ છે માધવ ક્યાંય નથી કૃષ્ણની દ્વારકાની આ શબ્દયાત્રા પછી આપણી સમક્ષ પહેલાં કરતાં પણ વધારે સવાલ ઊભા થયા છે દ્વારકા અને કૃષ્ણ અભિન્ન છે એકનો સમય તે જ બીજાનો સમય અને એકનું સ્થળ તે જ બીજાનું સ્થળ ૧૯૬૩માં જમીન પર થયેલા સંશોધન પછી ૧૯૭૯માં થયેલાં સમુદ્રી સંશોધન વચ્ચે એક સળંગસૂત્રતા છે એના દ્વારા સમય વધારે પાછળ લઈ જવાનું શક્ય બન્યું અને દ્વારકા ૩૫૦૦ વર્ષ પહેલાં હતી અને બેટ દ્વારકા એનાથી જૂની હોવાનું નક્કી થયું છે દ્વારકાને કૃષ્ણની નગરી માનીએ તો એમનો કાળ પણ તે જ મનાય કૃષ્ણને એનાથી પણ જૂના કાળમાં મૂકીશું તો દ્વારકાને એમની નગરી માની નહીં શકાય દ્વારકાથી જૂનો સમય એટલે ઉત્તરવર્તી હડપ્પા સંસ્કૃતિનો સમય એટલે આપણે એમ માનવું પડશે કે કૃષ્ણ હડપ્પાકાલીન હીરો છે અને એમની શોધ દ્વારકામાં નહીં બેટ દ્વારકામાં કરવી જોઇએ પરંતુ મહાભારતમાં લોહના ઉલ્લેખો છે તેને મૌલિક માનીએ પાછળથી થયેલા ઉમેરા ન માનીએ તો મહાભારતને ઈ પૂ ૧૫૦૦થી પહેલાં માની શકાય એમ નથી એ જ દ્વારકાનો સમય છે આપણે એ યાદ રાખવું જોઇએ કે પુરાતત્વવેત્તાઓ મહાભારતમા દ્વારકા ડૂબી જવાના ઉલ્લેખથી પ્રેરાઈને એની શોધ માટે આવ્યા હતા સભાનપણે કૃષ્ણને શોધવાનો એમનો પ્રયાસ નહોતો પરંતુ એમને ખબર હતી કે દ્વારકાની ડૂબવાની કથાની ઐતિહાસિકતા સાબીત થશે તો કૃષ્ણનો સમય પણ એ સાથે જ નક્કી થઈ જશે આ ઐતિહાસિકતા સાબિત થઈ છે આમ માધવ મધુવન અને ગોપીઓને વ્રજમાં છોડીને મથુરા ગયા અને ત્યાંથી પણ જરાસંધના ત્રાસથી કંટાળીને એક સન્માનનીય ચાણાક્ય રાજપુરુષની ભૂમિકા નિભાવવા દ્વારકા તો આવી ગયા હતા અને દ્વારકામાં જ છે એટલું જ નહીં કાલમાન પર સમયના ફલક પર આપણી લોકવાયકાઓ કહે છે એટલા દૂર પણ નથી આપણે ધારીએ છીએ તેના કરતાં આપણા ભગવાન આપણા આદર્શ પુરુષ અને આપણી સંસ્કૃતિના સ્તંભ જેવા કૃષ્ણ આપણી વધારે નજીક છે અત્યારે તો આટલું જ અનુમાન કરી શકાય છે સંદર્ભ ત્રીજા લેખમાં આપ્યા છે તે જ છે like loading author dipak dholakia posted on 21 10 2012 categories uncategorized tags dwarka krishna 61 ટિપ્પણીઓ krishna s dwarka 4 માટે krishna s dwarka 3 કૃષ્ણની દ્વારકા ૩ આ શ્રેણીના પહેલા બે લેખો જમીન પર થયેલા પુરાતત્વીય ખોજકામ વિશે હતા જ્યારે આ તેમ જ તે પછીના અને છેલ્લા લેખમાં સમુદ્રી ખોજનું વિવરણ મળશે સૌ પહેલાં તો આ બન્ને લેખ તૈયાર કરવામાં મેં જે વાચન સામગ્રી કે ફોટા અને ચિત્રાંકનોનો છૂટથી ઉપયોગ કર્યો છે તેના લેખકો જાતે જ સમુદ્રી પુરાતત્વવેત્તાઓ છે અને એમાંથી એક બે તો જાતે જ મરજીવા બનીને સમુદ્રમાં ગયા હતા આ સાહિત્ય ઇંટરનેટ પરથી મળી જશે આ લેખકોનો હાર્દિક આભાર માનું છું તે ઉપરાંત બે વેબસાઇટો પરથી મળેલી માહિતી મને મારા વિચારોને સમજવામાં મદદ રૂપ થઈ છે એકમાં વૈજ્ઞાનિક પ્રકારની માહિતી છે અને બીજી એકંદર ચિત્ર રજુ કરે છે સંદર્ભ સા...
|