Meta tags:
description= 3 posts published by Dipak Dholakia during December 2014;
Headings (most frequently used words):
dipak, લૈ, ચલે, dholakia, spam, blocked, મહિનો, ડિસેમ્બર, 2014, short, story, from, pakistan, વેબગુર્જરી, પર, પ્રસ્તુત, એક, પાકિસ્તાની, વાર્તાઃ, પાકિસ્તાન, કી, સર્વશ્રેષ્ઠ, ઉર્દૂ, કહાનિયાં, મૈનૂ, બાવલા, વે, ખદીજા, મસ્તૂર, philanthropy, and, american, capitalism, introducing, vivek, vallabh, વિવેક, વલ્લભ, રમણ, પાઠક, વાચસ્પતિ, ના, ચિંતનાત્મક, લેખો, પુસ્તક, પરિચય, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, અમેરિકામાં, મૂડીવાદ, અને, દાનવૃત્તિ, ખભેખભા, મેળવીને, ચાલે, છે,
Text of the page (most frequently used words):
અને (56), હોય (32), #ડિસેમ્બર (31), નવેમ્બર (29), જાન્યુઆરી (29), ઓક્ટોબર (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), નથી (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2014 (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), માટે (20), 2013 (18), 2022 (18), કોઈ (17), 2011 (16), શ્રી (16), હતી (16), દાન (16), એણે (15), હતો (15), 2025 (13), હતું (13), વાત (13), એના (13), મારી (12), જાય (12), કરી (12), હવે (12), dipak (11), લોકો (11), લેખ (10), રમણભાઈ (10), પરંતુ (10), એને (10), રકમ (10), dholakia (9), એમના (9), સત્ય (9), પછી (9), પહેલાં (9), ગયો (9), બારી (8), martyrs (8), freedom (8), struggle (8), કંઈક (8), હશે (8), લાગે (8), માત્ર (8), વાસ્તવિકતા (8), હતા (8), ટકા (8), ગયું (8), તાળું (8), કરો (7), indian (7), જોઈએ (7), એનો (7), થાય (7), કેમ (7), શું (7), આવી (7), સંસ્થાઓને (7), ફરી (7), નવી (6), સાથે (6), હું (6), કરતાં (6), આપે (6), એમણે (6), કરે (6), જીવન (6), આપણા (6), મોટા (6), એની (6), અમેરિકામાં (6), પડી (6), પાસે (6), લાલ (6), શોધો (5), maari (5), દીપક (5), ધોળકિયા (5), પુસ્તક (5), અહીં (5), વધારે (5), ત્યારે (5), રૅશનાલિસ્ટ (5), થયા (5), પૃષ્ઠ (5), થયો (5), આપણે (5), કંઈ (5), એવા (5), ચાલે (5), હાથમાં (5), સામાન્ય (5), નીચે (5), દાનનો (5), મોટી (5), પાછળ (5), થયું (5), બાજુ (5), ડૉલર (5), પોતાની (5), જેટલી (5), જેમ (5), ગયા (5), છોકરી (5), ધાર (5), શરૂ (4), like (4), com (4), blocked (4), spam (4), uncategorized (4), adventurous (4), subhashbabu (4), આવો (4), વેબગુર્જરી (4), webgurjari (4), મને (4), પડે (4), એટલે (4), ભાઈ (4), એમને (4), બની (4), જવાબ (4), માન્યતા (4), બધા (4), કહે (4), રીતે (4), છું (4), બહાર (4), વિચાર (4), પરિસ્થિતિ (4), ખરેખર (4), કદી (4), આધારે (4), માની (4), લાગ્યું (4), વચ્ચે (4), અસર (4), દક્ષિણ (4), સુધી (4), એવું (4), દાનની (4), લાગ્યો (4), ખર્ચ (4), સાબુનાં (4), હતાં (4), ત્રણ (4), પત્ર (4), આવ્યો (4), હાથ (4), છરો (4), આંખો (4), પાણીની (4), ચલે (4), this (3), wordpress (3), other (3), લિંક (3), and (3), દ્વારા (3), vivek (3), baari (3), વિવેક (3), વલ્લભ (3), પાઠક (3), tags (3), categories (3), posted (3), author (3), loading (3), ભાવનાત્મક (3), અર્થ (3), પોતે (3), કરીને (3), ઓછા (3), કરું (3), શકે (3), કારણ (3), ગુજરાતના (3), રૅશનાલિસ્ટો (3), કરતા (3), છેઃ (3), મિત્રો (3), પ્રયોગ (3), કર્યો (3), એમાં (3), નક્કી (3), છીએ (3), જેવું (3), તર્કપૂત (3), ચિંતન (3), તંતોતંત (3), મેળ (3), તરીકે (3), છતાં (3), દેશમાં (3), માં (3), પ્રયાસ (3), વિશે (3), કરવું (3), આજે (3), એકત્ર (3), તૈયાર (3), એવી (3), વર્ષની (3), વિચારો (3), શરૂઆતમાં (3), આવ્યા (3), આખા (3), જશે (3), પરિચય (3), નાખી (3), જરા (3), સામાજિક (3), philanthropy (3), american (3), capitalism (3), ચૅરિટી (3), ઈશલમૅન (3), ઔષધ (3), મળે (3), બીજી (3), મળતી (3), પચીસ (3), ઓછી (3), લગભગ (3), ધક્કો (3), લોકોને (3), ક્યાં (3), માલ (3), બજેટમાં (3), short (3), પિનો (3), નજર (3), ફીણ (3), ત્યાં (3), ટુવાલ (3), કેટલાયે (3), તું (3), દીધો (3), દૂર (3), આગળ (3), પહોંચીને (3), રહી (3), સામે (3), છુપાઈ (3), ધીમે (3), અંદર (3), માળ (3), જોઈ (3), નહોતી (3), બચી (3), ચોકી (3), ખદીજા (3), site (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 317 (2), મહિનો (2), પસંદ (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), ગુરુ (2), india (2), email (2), address (2), leave (2), comment (2), introducing (2), vallabh (2), વાચસ્પતિ (2), રમણ (2), http (2), લેવી (2), નિમિત્તે (2), દિલ્હી (2), બદલ (2), આભાર (2), જેવા (2), અર્જુને (2), બાણ (2), ચરણોમાં (2), સુનીલ (2), શાહ (2), ચર્ચાઓ (2), આપી (2), થવું (2), જરૂર (2), વૈજ્ઞાનિક (2), શોધવાની (2), દિશામાં (2), બદલે (2), વાંચતા (2), એવો (2), આક્ષેપ (2), સવાલ (2), ઊભો (2), હંમેશાં (2), વળી (2), પેદાશ (2), કરશે (2), જાણે (2), પ્રખર (2), હોવાનું (2), સ્થિતિ (2), બદલાય (2), રહે (2), સમસ્યા (2), તેના (2), કયા (2), બાકી (2), વાસ્તવિક (2), કોમો (2), બન્ને (2), રહ્યા (2), બહુ (2), આપ્યો (2), પરત્વે (2), તારણ (2), નીકળે (2), તેનો (2), ઉદાહરણ (2), શકાય (2), થવા (2), લાભ (2), બધું (2), ભાગે (2), આપ્યા (2), તેને (2), લેતા (2), કેટલી (2), બધી (2), તર્કાંધ (2), સત્યની (2), રૅશનાલિઝમની (2), વ્યાખ્યા (2), રૅશનાલિઝમ (2), પદ્ધતિ (2), વ્યવસ્થા (2), આપણી (2), લાંબા (2), પહોંચતી (2), આવે (2), એમની (2), અમુક (2), ભૌતિક (2), નવા (2), જન્મ (2), ગુજરાત (2), સુરત (2), છેક (2), સુરતમાં (2), પોતાના (2), ગુજરાતમાં (2), ખાસ (2), અન્ય (2), માણસ (2), લખે (2), આવું (2), કોશિશ (2), ભૂમિમાં (2), સાહિત્ય (2), ક્ષેત્રમાં (2), દાનવૃત્તિ (2), મૂડીવાદ (2), ખભેખભા (2), મેળવીને (2), મોટાં (2), આટલી (2), સખાવત (2), સ્કૂલના (2), સીધો (2), લેખક (2), રૂની (2), રાહત (2), ધનાઢ્યો (2), કોને (2), મેળવી (2), મદદ (2), વર્ષે (2), આપતા (2), તરફથી (2), જવા (2), નાની (2), ઘટી (2), યુનિવર્સિટીની (2), મહિમા (2), પ્રવાહ (2), અંધારી (2), મૂલ્ય (2), લાખ (2), કમાતા (2), બંધ (2), કરવાની (2), શક્તિ (2), કોણ (2), સરકાર (2), જોઈને (2), આપવા (2), કુલ (2), ભારતના (2), ૨૦૧૪ (2), ૧૫ના (2), શિક્ષણ (2), આરોગ્ય (2), સેવા (2), જેટલો (2), વિચારવા (2), વાંચવા (2), story (2), from (2), pakistan (2), જોયું (2), ક્લિપ (2), વાર (2), પાણી (2), ગયાં (2), રોવા (2), એનું (2), ધ્યાન (2), લીધી (2), ભીનો (2), દિવસ (2), પડ્યે (2), રહ્યું (2), ઓશીકું (2), મોઢું (2), ધોયું (2), મોતના (2), લીધો (2), મથ્યો (2), છોકરીને (2), છોકરીએ (2), લટકતા (2), તરફ (2), મારીને (2), અરે (2), લાગ્યા (2), આંખોવાળો (2), બેઠી (2), જમીન (2), પોપચાં (2), અર્ધી (2), વાળ (2), કાંસકો (2), બેઠો (2), જીવતી (2), આત્મા (2), બચાવવા (2), ઇશારો (2), અવાજે (2), કહ્યું (2), લાચાર (2), બીજો (2), ત્રીજો (2), નહોતું (2), ઘૂવડોનું (2), રાજ (2), ચોથા (2), માળે (2), પગથિયાં (2), એકીસાથે (2), ચડી (2), મનમાં (2), ઘરમાં (2), જ્યાં (2), જાઓ (2), ભયાનક (2), હજી (2), હમણાં (2), સાફ (2), બોલ્યોઃ (2), નીકમાં (2), તોડી (2), બોલ્યો (2), લાગતું (2), વહેતી (2), ઘટનાઓ (2), મસ્તૂર (2), મૈનૂ (2), બાવલા (2), પ્રકાશક (2), ભાગ (2), isbn (2), કિંમતઃ (2), ૧૨૫ (2), પાકિસ્તાન (2), સર્વશ્રેષ્ઠ (2), ઉર્દૂ (2), કહાનિયાં (2), design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, valabh, sunil, shah, raman, pathak, baari_30, મારે, નોંધ, મારા, મીઠું, મોં, શ્રીમતી, મણીબહેન, ગોવિંદભાઈ, મારુએ, ગૃહપ્રવેશ, સ્ટેશને, ભેટ, આપ્યું, સ્નેહ, માનવો, નિરાદર, ગણાશે, વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, અસંમત, થતાં, અચકાયો, જાણવાનો, મારો, દાવો, મહાભારતમાં, ભીષ્મ, પિતામહ, યુદ્ધ, કર્યું, પહેલું, એમનાં, છોડીને, પ્રણામ, કર્યાં, આશા, સંપાદક, સાથીઓ, મારાં, બાણને, પિતામહનાં, છોડેલાં, સમજશે, નાના, પુસ્તકનું, સંપાદન, સુનીલભાઈ, શાહે, લેખિત, મૌખિક, દિવસો, તેટલી, સામગ્રી, શક્ય, છેલ્લી, સમાપન, સંદર્ભ, ૧૦માં, આધ્યાત્મિક, ભાઈએ, કરેલી, ટિપ્પણીથી, દુઃખી, સલાહ, રમતવાત, અનેકાનેક, ગ્રંથિઓ, અંતરાયો, મનનાં, જટાજૂટ, જાળાં, ઉલ્લંઘવાં, વ્યક્તિ, ભેદી, અંશે, આવા, સવાલોના, અસ્થાયીત્વની, મુદ્દાઓની, ૨૫માં, ૧૪૩, સ્વયં, કશું, ચર્ચામાં, કૂદી, વાક્યાંશનો, વ્યંગ્યાત્મક, ઉપયોગ, પ્રશંસકો, સંદર્ભની, માફ, કરશો, રૅશનાલિઝમના, વિરોધીઓ, reasonની, કસોટીએ, પસાર, શંકા, રૅશાનાલિસ્ટો, વાંચે, સંકેત, મળતો, પરિસ્થિતિની, એનાથી, ઊલટું, વિચારની, સવાલનો, આદર્શવાદી, યથાર્થવાદી, અંધશ્રદ્ધાનો, અંધાધૂંધ, પાક, લેવાય, ૧૭માં, સરૂપ, ધ્રુવ, શબ્દો, ટાંક્યા, ચિંતક, ઍક્શન, કહેતો, जानामि, धर्मं, प्रवॄत्ति, બનતું, ચાર, વાસ્તવિકતાઓ, સંદર્ભમાં, ઓનું, કરવાનું, હોઈ, જૂની, સ્થિતિઓને, વળગી, ટેવ, ખરી, આથી, માન્યતાઓનો, બેસવાનો, ત્રીજી, કરવાના, જોઈએઃ, ધારો, ધર્મ, બનેલી, નેતા, જેમનું, રાજકારણ, કોમના, ચાલ્યું, અથવા, ધર્મનિરપેક્ષ, મેં, જણાવેલી, ૧ની, ચર્ચા, સાંકળવામાં, સફળ, સાચું, પૃથક્કરણ, જરૂરી, હોવા, એટલાથી, કામ, બદલવાના, કરીએ, જોકે, રમણભાઈએ, કહેવા, બેસતો, કેટલાંક, જેથી, શકેઃ, મંદિરો, મસ્જિદોમાં, અનેકગણા, ધર્મોના, પેટાકોમો, એમનો, પ્રભાવ, વધતો, લોકોના, ટૅકનૉલૉજીનો, સારો, વિકાસ, જનને, મળ્યો, લેવું, એટલું, સહેલું, માર્ગ, લઈએ, મગજને, કસરત, વિના, મળતું, મેળવ્યું, હોઈએ, માન્યતાઓના, કરવા, જેવો, માન્યતાઓમાંથી, મુક્ત, શકીએ, રસ્તો, માન્યતાઓની, આધારહીનતા, સમજી, પ્રુષ્ઠ, હોવાના, આક્ષેપનો, પામવા, પ્રથમ, લીધેલ, ઘટે, બેસવો, ત્યાર, બાદ, પ્રયોગાદિથી, પ્રમાણે, સિદ્ધ, આટલો, શ્રમ, નિરંતર, ખોજ, માનવીને, કહી, તર્કવિવેક, રીઝન, સર્વોપરિતાનો, બિનશરતી, સ્વીકાર, પ્રમાણેનાં, નીતિ, આચાર, મુજબનું, અર્થાત, જીવનાભિગમ, વાદ, જીવનકલા, પામવાની, તર્કયુક્ત, ઉપરાંત, જીવવાની, ઉત્તમ, શાસ્ત્રો, સાધના, જીવનનાં, સમાજનાં, સર્વ, અનિષ્ટોને, હણી, નાખે, વેબસાઈટના, આરંભ, લખેલા, લેખમાં, rationalist, society, સંપાદિત, નાનું, વિચારજગતને, સમક્ષ, છતું, ટૂંકમાં, સંસર્ગ, સંપર્કની, એકસોમા, નજીક, કડી, સંસ્કૃતિઓ, સંપર્કમાં, સંઘર્ષ, બન્નેમાં, ફેરફાર, ફેરફારો, સારા, ભવિષ્યની, ખરું, પૂછો, વિચારોના, સંપર્કથી, થતું, દિશાઓને, બદલાઈ, ઈતિહાસ, પંદરમી, સદીની, પોર્ચૂગીઝ, ઈસ્ટ, ઇંડિયા, કંપનીએ, સુરતને, વેપારનો, અડ્ડો, બનાવ્યું, પારસીઓ, વસ્યા, આમ્, બહારની, હવા, સમાજ, સુધારાની, સાહિત્યની, તર્કની, પ્રભાવોની, ભરૂચ, સંજાણ, ઉદવાડા, નવસારી, વલસાડ, ગાયકવાડી, સ્ટેટ, વડોદરા, આધુનિક, ફેલાઈ, વાંચીને, નારાજ, કેવી, તર્કહીન, પાઠકના, લેખોના, પુસ્તકનો, આપવાની, વિવેકબુદ્ધિહીન, બન્યું, તેનાં, કારણો, ગુજરાતની, સમગ્ર, દિશાઓ, ખોલનારા, ભાગના, વિદ્વાનો, સુધારકો, પેદા, ચિંતનાત્મક, લેખો, ટિપ્પણી, અસામાનતા, અસમાનતા, આર્થિક, અસમાનતાની, કડવાશને, હળવી, બનાવી, મૂડીવાદને, વિદ્રોહના, આંચકાઓથી, બચાવવાની, રીત, સમાનતાના, સિદ્ધાંતની, વિરુદ્ધ, દેશની, સૌથી, સંસ્થાઓ, યુનાઇટેડ, સાલ્વેશન, આર્મી, અમેરિકન, રેડ, ક્રૉસ, નનાં, દાનો, મેળવવામાં, ડૉનેશનોમાંથી, યુનિવર્સિટીઓને, મળ્યાં, વ્યવસાયને, ઉપયોગી, એવાં, સંશોધનો, વપરાશે, મૂડીરોકાણ, ઉપયોગની, યોજનાથી, પ્રભાવિત, સિવાય, રહેવાય, ગવર્નિંગ, બોર્ડમાં, ઘણાં, વર્ષ, વ્યવસાય, અભ્યાસક્રમ, સંબંધ, રિપોર્ટના, આવાં, ડોનેશનો, આપનારાના, પ્રોજેક્ટો, લાભકારક, સ્ટૅનફૉર્ડ, યુનિવર્સિટીના, સેન્ટર, ફિલેન્થ્રોપી, ઍન્ડ, સિવિલ, સોસાઇટીના, સહનિયામક, રીચનો, અભ્યાસપાત્ર, ૨૦૧૩માં, હોન, હૉપકિન્સ, યુનિવર્સિટીએ, પ્રસિદ્ધ, માનવતાવાદી, મુખ્યત્વે, દાતાના, પ્રોજેક્ટનું, આગેકદમ, એમાંથી, દાતા, ક્ષેત્રને, મૂલ્યવાન, ગણે, દેખાય, ગરીબોને, સંપત્તિનું, પુનઃ, વિતરણ, કરવાનો, હેતુ, જણાતું, કરરાહત, ડૉનર, ઍડવાઝ્ડ, ફંડ્સ, dafs, સંસ્થાઓમાં, ધનકુબેરો, રાકમ, જમા, આપવી, dafમાં, મૂકેલી, માટેની, હોવાથી, કરામાં, કપાત, મળી, thanks, giving, day, નવેમ્બરનો, ચોથો, ગુરુવાર, વચ્ચેના, દિવસોમાં, દુકાનોમાં, ડિપાર્ટમેન્ટલ, સ્ટોર્સમાં, દાનપેટીઓ, રાખેલી, નાનીમોટી, ઘટતાં, એકંદરે, રાષ્ટ્રીય, આંકડો, ઊંચો, ફાળે, આવતી, માણસો, ઉદ્યોગના, માંધાતા, ફ્રેડ, ઈશલમૅને, નૉર્થ, કેરોલાઇના, ટાર, હિલ્સ, સ્કૂલને, કરોડ, તારીકે, સ્કૂલમાં, ભણતા, માતૃશાળાને, આપીને, સવાબસ્સો, વર્ષનો, રેકૉર્ડ, તોડ્યો, રકમમાંથી, સ્કૂલ, ઇંસ્ટીટ્યૂટ, ઇનોવેશન, છેલ્લા, દાયકામાં, સ્કૂલમાંથી, નીકળેલા, વિદ્યાર્થીઓએ, ૧૩૦, પેટન્ટો, અને૧૫, કંપનીઓ, સ્થાપી, ભારતમાં, પુસ્તકોમાં, વહેતા, બખોલમાં, પહોંચે, ઇંડિયાનાપોલિસની, લિલી, ફૅમિલી, સ્કૂલે, દાનના, રિપોર્ટ, કરાવ્યો, પૅટ્રિક, આપનારાની, સંખ્યા, કાર્યક્રમ, અપાતા, દાનનું, વરસેદહાડે, વર્ગમાં, વધ્યું, વાર્ષિક, દાતાઓની, રકમો, જેમની, આવક, હજાર, તેવા, લોકોએ, આપવાનું, દીધું, ૨૦૦૮ની, મંદીનો, આવકવાળા, રોજગારની, તકો, અનિશ્ચિતતા, વધી, તેની, સ્સામાન્ય, લોકોની, અમેરિકી, કેટલું, વપરાય, જાણવાની, કદાચ, ઇન્કમ, ટૅક્સ, ઓછો, ૮૦સીસી, લાભો, અપાતાં, ભલે, જાહેર, જનતાને, ખબરેય, પડતી, સરકારે, કૉર્પોરેટ, સોશિયલ, રિસ્પૉન્સિબિલિટી, કંપનીઓની, જવાબદારી, ખ્યાલ, છેલ્લાં, બાર, વર્ષથી, વહેતો, મૂક્યો, ડીંડવાણાં, ચાલતાં, બનવાજોગ, તેમ, પહોંચતા, આખરે, થયેલું, બજારમાં, વેચીને, પ્રાપ્ત, કરેલા, નફા, રૂપે, વૉરેન, બફેટ, બિલ, ગેટ, ધનાઢ્યોએ, ભાગની, સંપત્તિ, દીધી, ઉદ્યોગપતિઓ, અંગત, સંપત્તિમાંથી, ટકો, સાંભળવા, મળ્યું, સખાવતથી, ચાલતી, ૨૦૦૭માં, ૩૫૦, અબજ, મળ્યા, ૧૯૯૦ના, દાયકાથી, દેશના, આંતરિક, ઉત્પાદન, gdp, ફાળવાયેલી, ૨૦૧૩, ૧૪ના, ફાળવવામાં, તેમાં, કાપ, મુકાયો, મેળવવા, નાગરિકો, gdpના, સરકારનો, બાકીનો, નાગરિક, ભોગવે, કુટુંબમાં, સ્વાસ્થ્ય, વિશેની, ઊભી, પોણા, ભાગનો, ખિસ્સા, સેવાનું, જેટલું, પૈસા, તેમની, ખર્ચાતી, સરકારી, દાનમાં, અપાતી, થતી, વસતા, મિત્ર, દિલીપ, વ્યાસે, મોકલ્યો, પૂરો, કરશોઃ, ક્લિક, baari_31, pakistani, stories, khadija, mastoor, સંક્ષિપ્ત, ભાવાનુવાદઃ, ગરી, અવાજો, ભીડ, દુકાન, લૂંટતી, ખિસ્સામાં, દીધાં, લથડતે, ડગએ, ઊતર્યો, નીકળીને, નીક, વહી, ઓસરી, રૂમ, ખાલી, વેરાનીનું, ભાંભરવું, બુલંદ, ફસડાઈ, પડ્યો, હૈયાફાટ, રુદન, મંદ, પડતાં, ક્લિપો, ચગદાતી, સંભાળીને, ઊઠાવી, છાતીસરસો, ચાંપ્યો, પલંગ, પલંગમાં, પડખાં, ફેરવતું, ઘસતું, ચાદરો, ચોળાયેલી, ચાદરોના, કાઢ્યા, ભીનું, રોઈ, થાકીને, તાજગી, અન્હીં, સાબુથી, શૃંગાર, કરતી, ચારેય, કાળા, ઓળા, નાચતા, ભેંકારનું, સામ્રાજ્ય, શણગારતી, હટાવ્યું, મેલો, ગયેલો, ખોલીને, નજરે, આખો, વાંચી, મેરી, જાન, તને, મળવા, અધીરો, જલદી, તારા, પહોંચવામાં, દુનિયાની, તાકાત, રોકી, નહીં, તારી, આવીશ, સજીધજીને, રાહ, જોજે, ધ્રૂજ્યા, આંખોવાળાની, આવવા, આંખવાળાએ, છાતી, ધરી, શખ્સે, ઘેટાની, ખભે, ઉપાડી, લંબાવીને, બચાવી, લેવા, આજીજી, છાતીમાં, ઘુસી, હોત, વાંધો, પેલા, રાક્ષસને, રોકવાની, હડસેલી, લગાડવાથી, મેલી, આંધળી, દળે, કૂતરાં, ખાય, મહેનત, અમારી, અમારો, હસવા, છોકરીથી, દયા, લગાડો, આંખોવાળા, આવીને, પાગલની, ચીસ, પાડી, ઊઠ્યો, ખોદ્, ડૂંગર, નીકળી, ઉંદરડી, વધ્યો, ધરતીકંપ, છોકરીના, ચહેરા, પરથી, લોહી, ઊડી, છેલ્લે, પગથિયે, દરવાજામાં, દાખલ, સ્તબ્ધ, થઈને, જોતો, દડીની, સુંદર, આસમાની, રંગનાં, કપડાં, નાક, આંખનાં, સૂઝેલાં, શરીર, થાકેલું, છૂટા, લઈને, રાખેલા, અરીસામાં, બિડાયેલી, આંખે, તાકતી, સાબુદાની, વાળમાં, ભરાવવાની, વિશ્વાસ, જાગતી, સ્ત્રી, પરી, ઊંચકીને, હાથમાંથી, અહેસાસ, મનુષ્ય, તરફડ્યો, ક્યાંક, ઘણા, જ્ગ્યાએ, શરીરમાં, હલચલ, છોકરીની, ઢળી, પાછળના, બધાના, તકાયેલા, છરા, નીચા, પહેલો, વગડા, જેવી, વેરાની, ભાંભરતી, જવાનું, કેટલાંયે, બીજા, દુઆ, માગવા, ઇન્સાની, કાપાકાપીના, નમૂના, ચૂક્યો, જોવાની, એનામાં, અસંખ્ય, બચાવવાના, જોશમાં, દિવસનો, થાક, ભુલાઈ, વિચારતો, સૌની, સરકી, જવાનો, દેશે, જગ્યા, છુપાઈને, આગળિયા, સહિત, જીવને, થોડો, સમય, મરણિયો, જોયો, મીંચીને, ધસ્યા, અંદરવાળા, બંદૂક, રાઇફલ, જાઉં, તમે, છાનામાના, ધીમા, શાંત, સીડી, ચડવા, તોડશું, તારે, સૂતો, ઇન્સાનિયતને, બાઝીને, ચહેરાવાળો, જોરથી, હસ્યો, પ્રયત્ન, કર્યોઃ, ઇન્સાનિયતનો, તકાદો, બદલાની, ભાવનાથી, છેડાયેલા, જખમો, ઇન્સાનિયતના, છાંટા, મારવા, વચ્ચેથી, કપાઈ, અવાજોએ, મળીને, પૂછ્યું, બહેનો, ભાઈઓનાં, ગળાં, રહેંસાતાં, ઇન્સાનિયત, તોડો, અવાજ, પોલીસોને, મૂકીને, આજુબાજુમાં, પોલીસનો, ભણકારો, નહોતો, પડતો, ચોથાનો, વારો, ખમીસની, ચાળથી, નહાયું, શખ્સ, તાડૂક્યો, ઘરની, અંદરથી, આવતું, સાબુના, ફીણવાળું, દેખાડતાં, જાદુ, નાખો, પાયજામાના, નાડામાં, અટવાતો, દિવસમાં, બધાંને, નાખ્યાં, લાલલાલ, ચહેરો, દિવસે, શહેરમાં, ઠેરઠેર, ભટકીને, પચાસેક, જણને, કૅમ્પમાં, પહોંચાડી, પોલીસ, ટ્રકમાંથી, ઊતરીને, તૂટતા, શરીરને, ખેંચતો, ઘરે, પાછો, ફરતો, સાંજના, પાંચેકનો, સુમાર, રસ્તાના, કિનારે, બારનું, ટોળું, ગંદા, જોતું, જોવા, રહ્યો, બિલ્ડિંગના, તોતીંગ, દરવાજે, જડ્યું, નાખવાની, શહેરના, ચહેકાટને, રાક્ષસે, ગળી, ખૂણેખાંચરે, ભરાઈને, ડૂસકાં, ભરતું, ઉજ્જડ, વેરાન, શહેર, વસી, શકશે, મોત, કહેતું, ચુંગાલમાંથી, વાતમાં, સમિતિના, સાથીઓને, જિંદગી, એટલી, સસ્તી, કીડા, મંકોડાની, મોતને, હવાલે, દેવાય, શ્વાસ, ચાલતા, જિંદગીને, રાખવાના, ચાલુ, પાતળી, મોરીમાં, કમને, ઉપર, ઓશીકાની, ખોળ, અંધારા, બાથરૂમમાંથી, નહાઇને, નીકળ્યો, ઘસતો, તડકામાં, આરામખુરશી, પરાણે, દિલોદિમાગ, છવાઈ, બીજું, વિચારી, શકતો, ભુલાવા, તાજું, મનમાંથી, અગણિત, નીકળતી, ખોફનાક, પથ્થર, પીગળી, પેલાં, ફીણવાળી, પ્રકાશનઃ, ૨૦૦૯, સંપાદકઃ, નંદકિશોર, વિક્રમ, 8186265, 86265, સંબંધી, વિવરણઃ, મેઇલઃ, goelbooks, rediffmail, મોબાઇલઃ, ૦૯૮૧૦૪૬૧૪૧૨, ઑફિસઃ, ૦૧૧, ૨૨૩૨, ૪૮૩૩, પ્રકાશકનો, સંપર્કઃ, વાર્તાનો, અનુવાદ, સહર્ષ, પરવાનગી, સાક્ષી, પ્રકાશન, નવીન, શાહદરા, ૧૧૦૦૯૫, આભારઃ, મસ્તૂરનો, ૧૯૨૭માં, લખનઉમાં, પહેલી, વાર્તા, વયે, ૧૯૪૨માં, લખી, પાકિસ્તાનના, પાંચ, વાર્તાસંગ્રહ, નવલકથાઓનો, ફાળો, ૧૯૮૨માં, એમનું, અવસાન, લેખકનો, પ્રસ્તુત, પાકિસ્તાની, વાર્તાઃ, કંટેન્ટ,
Text of the page (random words):
નાચતા હતા ભેંકારનું સામ્રાજ્ય હતું ત્યારે એ શણગારતી હતી ઓશીકું હટાવ્યું તો એક પત્ર હાથમાં આવ્યો મેલો ભીનો થઈ ગયેલો પત્ર એણે ખોલીને એક નજરે આખો પત્ર વાંચી લીધો મેરી જાન તને મળવા હું અધીરો થઈ ગયો છું જલદી આવું છું હવે તારા સુધી પહોંચવામાં મને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે હું સીધો જ તારી પાસે આવીશ તું સજીધજીને મારી રાહ જોજે બસ પછી તું અને હું એના હાથ ધ્રૂજ્યા પત્ર નીચે પડી ગયો નીચે ગરી અવાજો શરૂ થઈ ગયા હતા એણે જોયું તો ભીડ એક દુકાન લૂંટતી હતી એણે પિનો અને ક્લિપ ખિસ્સામાં નાખી દીધાં લથડતે ડગએ નીચે ઊતર્યો બહાર નીકળીને એણે ફરી એક વાર નીક પર નજર નાખી પાણી વહી ગયું હતું અને સાબુનાં ફીણ ઓસરી ગયાં હતાં ૦ ૦ ૦ ૦ સંક્ષિપ્ત ભાવાનુવાદઃ દીપક ધોળકિયા like loading author dipak dholakia posted on 28 12 2014 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia khadija mastoor maari baari pakistani short stories webgurjari leave a comment on a short story from pakistan philanthropy and american capitalism અમેરિકામાં મૂડીવાદ અને દાનવૃત્તિ ખભેખભા મેળવીને ચાલે છે http webgurjari in 2014 12 25 maari baari_31 અમેરિકામાં વસતા મિત્ર દિલીપ વ્યાસે એક લેખ વાંચવા મોકલ્યો આ લેખ પૂરો વાંચવા માટે આ લિંક પર ક્લિક કરશોઃ અમેરિકામાં સખાવતથી ચાલતી સંસ્થાઓને ૨૦૦૭માં લગભગ ૩૫૦ અબજ ડૉલર મળ્યા અમેરિકામાં ૧૯૯૦ના દાયકાથી દાન તરીકે ચૅરિટી સંસ્થાઓને દર વર્ષે મળતી રકમ દેશના કુલ આંતરિક ઉત્પાદન gdp ના બે ટકા જેટલી થવા જાય છે બીજી બાજુ ભારતના ૨૦૧૪ ૧૫ના બજેટમાં શિક્ષણ માટે ફાળવાયેલી રકમ માત્ર ૦ ૬૬ ટકા છે ૨૦૧૩ ૧૪ના બજેટમાં ૦ ૭ ટકા રકમ ફાળવવામાં આવી હતી તેમાં પણ ૨૦૧૪ ૧૫ના બજેટમાં કાપ મુકાયો છે આરોગ્ય સેવા મેળવવા માટે ભારતના નાગરિકો જે ખર્ચ કરે છે તે gdpના ૪ ટકા જેટલો થાય છે પણ એમાં સરકારનો ખર્ચ માત્ર ૧ ૨ ટકા જેટલો છે બાકીનો ખર્ચ સામાન્ય નાગરિક ભોગવે છે એટલે કે આપણા કુટુંબમાં સ્વાસ્થ્ય વિશેની કોઈ સમસ્યા ઊભી થાય તો લગભગ પોણા ભાગનો ખર્ચ તો આપણા ખિસ્સા પર જ પડે છે સરકાર તરફથી મળતી સેવાનું મૂલ્ય માત્ર પચીસ ટકા જેટલું જ છે જે લોકો પાસે પૈસા ન હોય તેમની સ્થિતિ વિશે વિચારવા જેવું છે શિક્ષણ અને આરોગ્ય સેવા બન્ને પાછળ આપણા દેશમાં ખર્ચાતી કુલ સરકારી રકમ અમેરિકામાં દાનમાં અપાતી રકમ જેટલી થતી નથી આપણા દેશમાં દાનનો મહિમા તો બહુ છે પણ કેટલું દાન મળે છે ક્યાં વપરાય છે અને લોકોને એનો શો લાભ મળે છે તે જાણવાની કોઈ વ્યવસ્થા પણ નથી કદાચ ઇન્કમ ટૅક્સ ઓછો થાય એવા ૮૦સીસી કે અન્ય લાભો માટે દાન અપાતાં હોય તો ભલે બાકી જાહેર જનતાને તો ખબરેય પડતી નથી કે કોણ શું કરે છે સરકારે કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબિલિટી કંપનીઓની સામાજિક જવાબદારી નો ખ્યાલ છેલ્લાં દસ બાર વર્ષથી વહેતો મૂક્યો તે પછી કંઈક ડીંડવાણાં ચાલતાં હોય એ બનવાજોગ છે પણ એનો કંઈ અર્થ નથી કારણ કે સામાન્ય લોકો સુધી જેમ સરકાર નથી પહોંચતી તેમ ધનાઢ્યો પણ નથી પહોંચતા આખરે એમની પાસે એકત્ર થયેલું ધન પણ બજારમાં લોકોને માલ વેચીને પ્રાપ્ત કરેલા નફા રૂપે જ એકત્ર થયું હોય છે વૉરેન બફેટ કે બિલ ગેટ જેવા ધનાઢ્યોએ પોતાની મોટા ભાગની સંપત્તિ આપી દીધી છે પણ એમને જોઈને આપણા ઉદ્યોગપતિઓ પોતાની અંગત સંપત્તિમાંથી એક ટકો પણ આપવા તૈયાર થયા હોવાનું સાંભળવા નથી મળ્યું અમેરિકી દાનની અંધારી બાજુ ભારતમાં તો દાનનો મહિમા માત્ર પુસ્તકોમાં હોય એમ લાગે છે પણ અમેરિકામાં વહેતા આ દાનનો પ્રવાહ પણ અંધારી બખોલમાં જઈ પહોંચે છે ઇંડિયાનાપોલિસની યુનિવર્સિટીની લિલી ફૅમિલી સ્કૂલે દાનના પ્રવાહ વિશે એક રિપોર્ટ તૈયાર કરાવ્યો એના લેખક પૅટ્રિક રૂની કહે છે કે હવે દાન આપનારાની સંખ્યા ઘટી છે કોઈ ખાસ કાર્યક્રમ માટે અપાતા દાનનું મૂલ્ય જે લોકો વરસેદહાડે બે લાખ ડૉલર કરતાં વધારે કમાતા હોય એવા વર્ગમાં પચીસ ટકા વધ્યું છે જે લોકો વાર્ષિક એક લાખ ડૉલર કમાતા હોય એવા દાતાઓની રકમો ૬ ૧ ટકા જેટલી ઓછી થઈ છે બીજી બાજુ જેમની આવક પચીસ હજાર ડૉલર જેટલી હોય તેવા લોકોએ હવે દાન આપવાનું લગભગ બંધ કરી દીધું છે ૨૦૦૮ની મંદીનો ધક્કો ઓછી આવકવાળા લોકોને લાગ્યો રોજગારની તકો ઓછી થઈ ને અનિશ્ચિતતા વધી ગઈ તેની અસર સ્સામાન્ય લોકોની સખાવત કરવાની શક્તિ પર પણ પડી છે લોકો thanks giving day દર વર્ષે નવેમ્બરનો ચોથો ગુરુવાર અને નવા વર્ષની વચ્ચેના દિવસોમાં ચૅરિટી સંસ્થાઓને દાન આપતા હોય છે દુકાનોમાં અને મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં દાનપેટીઓ પણ રાખેલી હોય છે સામાન્ય લોકો એ રીતે નાનીમોટી સંસ્થાઓને દાન આપતા હોય છે પરંતુ સામાન્ય લોકો તરફથી દાનની રકમ ઘટતાં એકંદરે દાનનો રાષ્ટ્રીય આંકડો ઊંચો જવા છતાં નાની સંસ્થાઓને ફાળે આવતી રકમ ઘટી છે બીજી બાજુ મોટા માણસો નાની સંસ્થાઓને બદલે મોટી સંસ્થાઓને પસંદ કરે છે એટલે એમને મળતી દાનની રકમ પણ મોટી જ હોય છે ઉદાહરણ તરીકે ઔષધ ઉદ્યોગના માંધાતા ફ્રેડ ઈશલમૅને નૉર્થ કેરોલાઇના યુનિવર્સિટીની ટાર હિલ્સ ઔષધ સ્કૂલને દસ કરોડ ડૉલર દાન તારીકે આપ્યા છે ઈશલમૅન પોતે આ જ સ્કૂલમાં ભણતા હતા અને પોતાની માતૃશાળાને એમણે આટલી મોટી મદદ આપીને સવાબસ્સો વર્ષનો રેકૉર્ડ તોડ્યો છે આ રકમમાંથી સ્કૂલ ઈશલમૅન ઇંસ્ટીટ્યૂટ ઑફ ઇનોવેશન શરૂ કરશે છેલ્લા એક દાયકામાં આ સ્કૂલમાંથી નીકળેલા વિદ્યાર્થીઓએ ૧૩૦ પેટન્ટો અને૧૫ કંપનીઓ સ્થાપી છે આટલી મોટી સખાવત અને એના ઉપયોગની યોજનાથી પ્રભાવિત થયા સિવાય ન જ રહેવાય પરંતુ વાત એ છે કે ઈશલમૅન આ સ્કૂલના ગવર્નિંગ બોર્ડમાં ઘણાં વર્ષ રહ્યા છે અને એમના ઔષધ વ્યવસાય અને સ્કૂલના અભ્યાસક્રમ વચ્ચે સીધો સંબંધ છે રિપોર્ટના લેખક રૂની કહે છે કે આવાં મોટાં ડોનેશનો મોટા ભાગે તો દાન આપનારાના પ્રોજેક્ટો માટે જ લાભકારક છે સ્ટૅનફૉર્ડ યુનિવર્સિટીના સેન્ટર ઑન ફિલેન્થ્રોપી ઍન્ડ સિવિલ સોસાઇટીના સહનિયામક રીચનો એક અભ્યાસપાત્ર ૨૦૧૩માં જ્ હોન હૉપકિન્સ યુનિવર્સિટીએ પ્રસિદ્ધ કર્યો છે લખે છે કે માનવતાવાદી દાન મુખ્યત્વે દાતાના પોતાના પ્રોજેક્ટનું જ એક આગેકદમ હોય એવું લાગે છે એમાંથી દાતા કયા ક્ષેત્રને મૂલ્યવાન ગણે છે તે દેખાય છે ગરીબોને રાહત મળે તે રીતે સંપત્તિનું દાન દ્વારા પુનઃ વિતરણ કરવાનો હેતુ હોય એવું જણાતું નથી આ ધનાઢ્યો ખરેખર દાન કોને આપે તે પહેલાં જ કરરાહત મેળવી લેતા હોય છે એમના માટે ડૉનર ઍડવાઝ્ડ ફંડ્સ dafs પણ છે આ સંસ્થાઓમાં ધનકુબેરો અમુક રાકમ જમા કરી દે છે કોને કેટલી મદદ આપવી તે પણ નક્કી ન થયું હોય તો પણ dafમાં મૂકેલી રકમ દાન માટેની હોવાથી એના પર કરામાં કપાત મળી જાય છે આજે દેશની સૌથી મોટી ચૅરિટી સંસ્થાઓ યુનાઇટેડ વે સાલ્વેશન આર્મી કે અમેરિકન રેડ ક્રૉસ નનાં દાનો પર ચાલે છે પણ એ દાન મેળવવામાં પાછળ છે દસ મોટાં ડૉનેશનોમાંથી આઠ તો યુનિવર્સિટીઓને મળ્યાં છે આ રકમ વ્યવસાયને ઉપયોગી એવાં સંશોધનો માટે વપરાશે આ દાન નથી મૂડીરોકાણ જ છે દાનવૃત્તિ અને મૂડીવાદ આ રીતે ખભેખભા મેળવીને ચાલે છે જો કે આ નવી વાત નથી દાનનો અર્થ જ અસામાનતા છે અસમાનતા ન હોય તો દાનની જરૂર પણ ન હોય દાન આર્થિક અસમાનતાની કડવાશને હળવી બનાવી આપે છે મૂડીવાદને સામાજિક વિદ્રોહના આંચકાઓથી બચાવવાની આ રીત સમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ જાય છે like loading author dipak dholakia posted on 25 12 2014 25 12 2014 categories uncategorized tags american capitalism દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia maari baari philanthropy webgurjari 1 ટિપ્પણી philanthropy and american capitalism માટે introducing vivek vallabh વિવેક વલ્લભ રમણ પાઠક વાચસ્પતિ ના ચિંતનાત્મક લેખો પુસ્તક પરિચય દક્ષિણ ગુજરાતની ભૂમિમાં એવું કંઈક લાગે છે કે સમગ્ર ગુજરાતના સાહિત્ય અને સામાજિક ક્ષેત્રમાં નવી દિશાઓ ખોલનારા મોટા ભાગના વિદ્વાનો અને સુધારકો એ ભૂમિમાં પેદા થયા રૅશનાલિસ્ટો આ વાંચીને નારાજ થઈ જશે કે આ માણસ કેવી તર્કહીન વાત લખે છે ગુજરાતના પ્રખર રૅશનાલિસ્ટ શ્રી રમણભાઈ પાઠકના લેખોના પુસ્તકનો પરિચય આપવાની શરૂઆતમાં જ આવી વિવેકબુદ્ધિહીન વાત કરી તો નાખી પણ હવે જરા આવું કેમ બન્યું તેનાં કંઈક કારણો શોધવાની કોશિશ કરું ઈતિહાસ જોઈએ તો છેક પંદરમી સદીની શરૂઆતમાં જ સુરતમાં પોર્ચૂગીઝ આવ્યા તે પછી ઈસ્ટ ઇંડિયા કંપનીએ સુરતને પોતાના વેપારનો અડ્ડો બનાવ્યું પારસીઓ આવ્યા તે પણ દક્ષિણ ગુજરાતમાં વસ્યા આમ્ આખા ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં બહારની હવા સૌ પહેલાં આવી સમાજ સુધારાની વાત હોય સાહિત્યની વાત હોય તર્કની વાત હોય અન્ય પ્રભાવોની વાત હોય સુરત ભરૂચ સંજાણ ઉદવાડા નવસારી વલસાડ અને છેક ગાયકવાડી સ્ટેટ વડોદરા સુધી આ આધુનિક અસર સૌ પહેલાં ફેલાઈ બે સંસ્કૃતિઓ કે બે વિચારો સંપર્કમાં આવે ત્યારે એમની વચ્ચે સંઘર્ષ તો થાય જ એની અસર નીચે બન્નેમાં કંઈક ફેરફાર થાય છે અમુક ફેરફારો સારા ભવિષ્યની દિશામાં લઈ જાય છે ખરું પૂછો તો માત્ર વિચારોના સંપર્કથી પણ કંઈ થતું નથી ભૌતિક પરિસ્થિતિ બદલાય તે નવા વિચારો અને નવી દિશાઓને જન્મ આપે છે દક્ષિણ ગુજરાત અને સુરત માં ભૌતિક પરિસ્થિતિ સૌ પહેલાં બદલાઈ હતી ટૂંકમાં શ્રી રમણભાઈ પાઠક એ લાંબા સંસર્ગ અને સંપર્કની એકસોમા વર્ષની નજીક પહોંચતી કડી છે શ્રી સુનીલ શાહ દ્વારા સંપાદિત નાનું પુસ્તક વિવેક વલ્લભ એમના વિચારજગતને આપણી સમક્ષ છતું કરે છે rationalist society વેબસાઈટના આરંભ નિમિત્તે લખેલા લેખમાં શ્રી રમણભાઈ રૅશનાલિઝમની વ્યાખ્યા આપે છેઃ રૅશનાલિઝમની વ્યાખ્યા જ એવી છે કે એમાં તર્કવિવેક રીઝન ની સર્વોપરિતાનો બિનશરતી સ્વીકાર અને એ જ પ્રમાણેનાં નીતિ આચાર મુજબનું જીવન અર્થાત વૈજ્ઞાનિક જીવનાભિગમ આમ રૅશનાલિઝમ એ કોઈ વિચાર કે વાદ માત્ર નથી જીવન પદ્ધતિ છે જીવનકલા છે રૅશનાલિઝમ એ સત્ય પામવાની વિચાર તર્કયુક્ત પદ્ધતિ તો છે જ ઉપરાંત એ તો સત્ય જીવવાની પણ ઉત્તમ વ્યવસ્થા છે અને શાસ્ત્રો પણ કહે છે કે સત્યની સાધના જીવનનાં અને સમાજનાં સર્વ અનિષ્ટોને હણી નાખે છે લેખ ૭ પ્રુષ્ઠ ૪૪ માં શ્રી રમણભાઈ રૅશનાલિસ્ટો તર્કાંધ હોવાના આક્ષેપનો જવાબ આપે છેઃ સત્ય પામવા માટે પ્રથમ કોઈ પણ માન્યતા કે માની લીધેલ સત્ય પરત્વે તર્કપૂત ચિંતન કરવું ઘટે એ પછી જે તારણ નીકળે તેનો વાસ્તવિકતા સાથે તંતોતંત મેળ બેસવો જોઈએ અને ત્યાર બાદ પ્રયોગાદિથી એ જ પ્રમાણે સિદ્ધ થવું જોઈએ આટલો શ્રમ કરી સત્યની નિરંતર ખોજ કરતા માનવીને તર્કાંધ કહી જ કેમ શકાય માની લેવું એટલું બધું સહેલું છે કે આપણે મોટા ભાગે એ જ માર્ગ લઈએ છીએ મગજને કસરત આપ્યા વિના તૈયાર મળતું હોય તેને મેળવ્યું એમ માની લેતા હોઈએ છીએ જીવન કેટલી બધી માન્યતાઓના આધારે ચાલે છે એનો કદી વિચાર કરવા જેવો છે આવી બધી માન્યતાઓમાંથી આપણે ખરેખર મુક્ત થઈ શકીએ રસ્તો એક છે કે આપણે માન્યતાઓની આધારહીનતા તો પહેલાં સમજી લેવી જોઈએ જોકે શ્રી રમણભાઈએ જે જવાબ આપ્યો છે તેના વિશે કંઈક કહેવા જેવું લાગે છે સત્ય પરત્વે તર્કપૂત ચિંતન તો કરવું જ જોઈએ પરંતુ જે તારણ નીકળે તેનો વાસ્તવિકતા સાથે તંતોતંત મેળ હંમેશાં ન પણ બેસતો હોય વાસ્તવિકતા શું છે અહીં કેટલાંક ઉદાહરણ જોઈએ કે જેથી એમને વાસ્તવિકતા માની શકાય કે કેમ તે નક્કી થઈ શકેઃ ૧ આજે મંદિરો અને મસ્જિદોમાં પહેલાં કરતાં અનેકગણા લોકો જાય છે ૨ ધર્મોના આધારે કોમો અને પેટાકોમો બની છે અને એમનો પ્રભાવ વધતો જાય છે ૩ ધન ઓછા ને ઓછા લોકોના હાથમાં એકત્ર થવા લાગ્યું છે ૪ ટૅકનૉલૉજીનો સારો વિકાસ થયો છે અને એનો લાભ સામાન્ય જનને પણ મળ્યો છે આ ચાર વાસ્તવિકતાઓ ના સંદર્ભમાં કઈ માન્યતા ઓનું તર્કપૂત ચિંતન કરવાનું હોઈ શકે મને તો લાગે છે કે સ્થિતિ બદલાય તે પછી પણ માન્યતા જૂની સ્થિતિઓને વળગી રહે અને ટેવ બની જાય એ ખરી સમસ્યા છે આથી માન્યતાઓનો અને વાસ્તવિકતા નો તંતોતંત મેળ કદી બેસવાનો નથી ત્રીજી વાત એ કે વાસ્તવિકતા પોતે જ જીવન છે તેના પછી કયા પ્રયોગ કરવાના બાકી રહે છે પ્રયોગ તરીકે જ જોઈએઃ ધારો કે ધર્મ વાસ્તવિક નથી તો એના આધારે બનેલી કોમો કેમ વાસ્તવિક હોય આમ છતાં આપણા જ દેશમાં બે એવા નેતા થયા છે કે જેમનું રાજકારણ કોમના આધારે ચાલ્યું અને બન્ને રૅશનાલિસ્ટ અથવા ધર્મનિરપેક્ષ હતા પરંતુ શ્રી રમણભાઈ મેં જણાવેલી વાસ્તવિકતા ૧ની ચર્ચા લેખ ૧૫ પૃષ્ઠ ૮૮ માં કરે જ છે એને વાસ્તવિકતા ૩ સાથે સાંકળવામાં પણ સફળ રહ્યા છે સવાલ એ છે કે સાચું પૃથક્કરણ બહુ જરૂરી હોવા છતાં માત્ર એટલાથી જ કામ થઈ જાય પરિસ્થિતિ બદલવાના પ્રયાસ ન કરીએ તો ચાલે શ્રી રમણભાઈ જાણે છે કે અંધશ્રદ્ધાનો અંધાધૂંધ પાક કેમ લેવાય છે એમણે લેખ ૧૭માં સરૂપ ધ્રુવ પૃષ્ઠ ૯૯ ના શબ્દો ટાંક્યા જ છે પરંતુ આવો આ પ્રખર ચિંતક ઍક્શન માટે કંઈ જ કહેતો નથી जानामि धर्मं न च मे प्रवॄत्ति જેવું કંઈક બનતું હોવાનું લાગે છે વિચાર પરિસ્થિતિની પેદાશ છે કે એનાથી ઊલટું પરિસ્થિતિ વિચારની પેદાશ છે આ સવાલનો જવાબ નક્કી કરશે કે આપણે ખરેખર આદર્શવાદી છીએ કે યથાર્થવાદી લેખ ૧૩ વૈજ્ઞાનિક સત્ય અને ભાવનાત્મક સત્ય પૃષ્ઠ ૭૬ પણ કંઈક અંશે આવા જ સવાલોના જવાબ શોધવાની દિશામાં જાય છે કારણ કે અહીં એમણે માન્યતા ને બદલે ભાવનાત્મક સત્ય અને એમના અસ્થાયીત્વની વાત કરી છે ગુજરાતના રૅશનાલિસ્ટો આ બધા મુદ્દાઓની ચર્ચાઓ કરતા જ હશે કારણ કે લેખ ૨૫માં પૃષ્ઠ ૧૪૩ શ્રી રમણભાઈ સ્વયં કહે છેઃ મિત્રો કશું જ વાંચતા નથી અને ચર્ચામાં કૂદી પડે છે આ વાક્યાંશનો પ્રયોગ એમણે તો વ્યંગ્યાત્મક રીતે મિત્રો માટે કર્યો છે પણ હું એનો ઉપયોગ એમના મિત્રો અને પ્રશંસકો માટે કરું છું સંદર્ભની બહાર લાગે તો માફ કરશો પરંતુ લેખ ૫ તો માત્ર રૅશનાલિઝમના વિરોધીઓ વાંચતા નથી એવો આક્ષેપ કરે છે એટલે સવાલ ઊભો થયો છે આવો આક્ષેપ હંમેશાં reasonની કસોટીએ પસાર થાય કે કેમ એમાં મને શંકા છે વળી રૅશાનાલિસ્ટો જ વાંચે છે એવો સંકેત શું નથી મળતો આ નાના પુસ્તકનું સંપાદન કરીને શ્રી સુનીલભાઈ શાહે લેખિત કે મૌખિક ચર્ચાઓ માટે દિવસો ઓછા પડે તેટલી સામગ્રી આપી છે જે અહીં શક્ય નથી એટલે એક છેલ્લી વાત કરીને સમાપન કરું સંદર્ભ લેખ ૧૦માં છે એક રૅશનાલિસ્ટ શ્રી ભાઈ એક આધ્યાત્મિક ગુરુ શ્રી ભાઈએ કરેલી ટિપ્પણીથી દુઃખી થયા શ્રી રમણભાઈ એમને સલાહ આપે છે પૃષ્ઠ ૬૪ ભાઈ રૅશનાલિસ્ટ થવું એ રમતવાત નથી અનેકાનેક ગ્રંથિઓ અંતરાયો ને મનનાં જટાજૂટ જાળાં ઉલ્લંઘવાં પડે છે કોઈ પણ વ્યક્તિ એ ભેદી જરૂર રૅશનાલિસ્ટ બની શકે અહીં શ્રી રમણભાઈ જેવા વયોવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ સાથે અસંમત થતાં હું અચકાયો નથી પરંતુ એનો અર્થ એ પણ નથી કે એમના કરતાં વધારે જાણવાનો મારો દાવો છે મહાભારતમાં અર્જુને ભીષ્મ પિતામહ સાથે યુદ્ધ શરૂ કર્યું ત્યારે પહેલું બાણ એમનાં ચરણોમાં છોડીને પ્રણામ કર્યાં આશા છે કે શ્રી રમણભાઈ પોતે સંપાદક સુનીલ શાહ અને એમના સાથીઓ મારાં બાણને પણ અર્જુને પિતામહનાં ચરણોમાં છોડેલાં બાણ સમજશે ૦ ૦ ૦ મારે નોંધ લેવી જોઈએ કે આ પુસ્તક મારા માટે મીઠું મોં છે મને શ્રીમતી મણીબહેન અને શ્રી ગોવિંદભાઈ મારુએ એમના ગૃહપ્રવેશ નિમિત્તે આ પુસ્તક દિલ્હી સ્ટેશને ભેટ આપ્યું હતું એમના સ્નેહ બદલ આભાર માનવો એ ભાવનાત્મક સત્ય નો નિરાદર ગણાશે http webgurjari in 2014 12 11 maari baari_30 like loading author dipak dholakia posted on 11 12 2014 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી રમણ પાઠક વાચસ્પતિ વિવેક વલ્લભ વેબગુર્જરી dipak dholakia maari baari raman pathak sunil shah vivek valabh leave a comment on introducing vivek vallabh ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 317 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિ...
|