Meta tags:
description= 3 posts published by Dipak Dholakia during April 2015;
Headings (most frequently used words):
dipak, dholakia, spam, blocked, મહિનો, એપ્રિલ, 2015, best, urdu, stories, from, pakistan, પાકિસ્તાન, કી, સર્વશ્રેષ્ઠ, ઉર્દૂ, કહાનિયાં, બૈન, jalianwalla, bagh, islam, muslim, society, and, blind, faith, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, અહમદ, નસીમ, ક઼ાસમી,
Text of the page (most frequently used words):
અને (81), હતી (33), 2015 (31), હોય (31), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), #એપ્રિલ (28), પછી (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), તું (26), માર્ચ (25), જૂન (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), હતો (24), કહ્યું (23), 2012 (22), ફેબ્રુવારી (22), કરી (20), માટે (20), ત્યારે (20), 2013 (18), 2022 (18), એને (18), મઝાર (18), આવી (18), મારી (17), 2011 (16), ત્યાં (16), નથી (16), તારા (16), તને (16), હઝરત (15), 2014 (14), એણે (14), 2025 (13), પાસે (13), ગયો (12), કોઈ (12), લોકો (12), હું (12), dipak (11), જાણે (11), હતું (10), dholakia (9), આવ્યો (9), હતા (9), સુધી (9), પરંતુ (9), દૂર (9), એવી (9), બહાર (9), સામે (9), પડી (9), હવે (9), તિલાવત (9), સાઈં (9), બારી (8), martyrs (8), freedom (8), struggle (8), શકે (8), એમના (8), પહેલાં (8), આપી (8), જિન્ન (8), તમારી (8), જાય (8), મને (8), એના (8), અમે (8), તારી (8), indian (7), એની (7), કરીને (7), રીતે (7), શાહ (7), એમને (7), એટલે (7), થાય (7), નહીં (7), ગયા (7), બહુ (7), વાર (7), હતાં (7), કરો (6), કાસિમભાઈ (6), ફરી (6), છું (6), અહીં (6), મુસ્લિમ (6), હાથ (6), એનો (6), કરે (6), આપણે (6), મારા (6), જલિયાંવાલા (6), અંદર (6), દિવસે (6), એમની (6), અમને (6), દૂલ્હે (6), com (5), નામ (5), શોધો (5), દ્વારા (5), webgurjari (5), દીપક (5), ધોળકિયા (5), એમનો (5), તેમ (5), કર્યું (5), ઝરદારી (5), લોકોની (5), ભીડ (5), રહે (5), એમણે (5), જાઓ (5), બની (5), પોતાના (5), કરતા (5), કેમ (5), ચમત્કાર (5), જતા (5), કંઈ (5), માત્ર (5), લઈને (5), હિન્દુ (5), ત્રણ (5), બ્રિટિશ (5), નહોતી (5), ડાયર (5), તમે (5), ઘરે (5), તારો (5), ખબર (5), અબ્બાએ (5), like (4), blocked (4), spam (4), uncategorized (4), and (4), adventurous (4), subhashbabu (4), લેખ (4), islam (4), muslim (4), society (4), blind (4), faith (4), maari (4), baari (4), પાછો (4), જેમ (4), મૂળ (4), અબૂ (4), કર્યો (4), હશે (4), ઇસ્લામમાં (4), પાણી (4), કરવાનો (4), સાથે (4), મદદ (4), કુરાન (4), તેને (4), તમને (4), ઘણા (4), એમાં (4), પયગંબર (4), શું (4), છીએ (4), અંધશ્રદ્ધા (4), લેવા (4), કારણ (4), વાત (4), લીધી (4), સરકાર (4), ડાયરે (4), કામ (4), ખૂલી (4), પંજાબ (4), કરતી (4), થયું (4), તેમાં (4), રોતાં (4), જોઈને (4), દિવસ (4), હજી (4), urdu (4), stories (4), લાગી (4), શાહનો (4), ખાદિમ (4), શરીફ (4), અવાજ (4), તેં (4), છોકરી (4), શરૂ (3), this (3), wordpress (3), ટિપ્પણીઓ (3), other (3), વેબગુર્જરી (3), tags (3), categories (3), posted (3), author (3), loading (3), આભાર (3), સમાજ (3), કારણે (3), નવા (3), ખાસ (3), જેવા (3), બદલે (3), આશરો (3), લીધો (3), નજર (3), વર્ષ (3), રહ્યા (3), વાંચો (3), સ્ત્રીઓ (3), આવે (3), બધા (3), માણસો (3), ખરું (3), લોકોને (3), દાવો (3), એવો (3), બધાં (3), વિરોધ (3), દુકાન (3), આપે (3), પડે (3), જરૂર (3), કોણ (3), ઉપર (3), તમારા (3), માં (3), કુરાનશરીફની (3), ખરેખર (3), મુક્ત (3), ઇસ્લામ (3), જોઈએ (3), સ્થાન (3), કરવા (3), તરીકે (3), આમાં (3), ક્રાન્તિકારી (3), ચર્ચા (3), આથી (3), ઊભા (3), થતા (3), વિરુદ્ધ (3), આગળ (3), માથું (3), બરાબર (3), દેશમાં (3), લાગે (3), માઇકલ (3), ડ્વાયરને (3), સરકારે (3), ડાયરને (3), અહમદ (3), શકી (3), હોત (3), ચલાવી (3), બનાવ (3), પ્રમાણે (3), જનરલ (3), ગોળીબાર (3), હુકમ (3), જ્યાં (3), જોઈ (3), પસાર (3), પરથી (3), ગયું (3), સ્થિતિ (3), દિલ્હી (3), લીધા (3), પંજાબમાં (3), ગદર (3), હાથમાં (3), થયો (3), આપવા (3), કંઈક (3), બાગ઼ (3), એકઠા (3), best (3), from (3), જેવી (3), પહોંચી (3), નીકળશે (3), અવાજમાં (3), શાહે (3), વખતે (3), દીકરી (3), ખુદા (3), બંધ (3), આવ્યા (3), શાહને (3), જશે (3), વજીફા (3), ઉર્સ (3), અસર (3), આંખો (3), શાહની (3), વર્ષની (3), મેં (3), સોળ (3), site (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 371 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), આવો (2), email (2), address (2), શ્રી (2), છેઃ (2), મહાન (2), અંત (2), ધર્મના (2), અંતે (2), પડતા (2), શરૂઆતના (2), પડ્યો (2), રૅશનલિઝમનાં (2), ઇબ્ન (2), રહ્યાં (2), કાળ (2), શ્રદ્ધાને (2), સ્થાપિત (2), રાષ્ટ્રપતિ (2), બચવા (2), દરરોજ (2), બલિ (2), જવાય (2), પાંચ (2), પાકિસ્તાનના (2), સંતાન (2), જ્યારે (2), પહેલું (2), વિકલાંગ (2), બાળક (2), મઝારને (2), માને (2), જુદી (2), પૈસા (2), છતાં (2), પાકિસ્તાનમાં (2), વગેરે (2), માંડીને (2), લાહોર (2), જેવાં (2), શહેરોમાં (2), રિપોર્ટ (2), સાજા (2), માન્ય (2), લાભ (2), ધાબીમાં (2), બીમારી (2), જણાય (2), જાતની (2), શકાય (2), કરવી (2), કરવામાં (2), આંકડાઓ (2), કેસ (2), આધ્યાત્મિક (2), આયતો (2), તેઓ (2), આવાં (2), આવા (2), મુશ્કેલીઓ (2), પાલનહાર (2), અલ્લાહે (2), પોતાની (2), કરવાના (2), તેની (2), તેના (2), જાહેરાતો (2), સવાલ (2), દેતા (2), સાથ (2), અલ્લાહ (2), આયત (2), સત્ય (2), અલ્લાહના (2), અર્થ (2), દુઃખ (2), સંપૂર્ણ (2), રહેવું (2), જવાબ (2), મળે (2), મહંમદ (2), હોવાથી (2), મોટા (2), જતી (2), થતું (2), વિચાર (2), સમાજમાં (2), અબ્બાસ (2), બન્ને (2), બીજા (2), લઈએ (2), મુખ્યત્વે (2), સમાજની (2), અંધશ્રદ્ધાની (2), પ્રતિભાવ (2), કદાચ (2), વાતોમાં (2), સમાજને (2), લખનારા (2), નાસ્તિક (2), આપણા (2), http (2), jalianwalla (2), bagh (2), હત્યાકાંડ (2), બદલો (2), સામાન્ય (2), લોકોએ (2), આપ્યું (2), તપાસ (2), હંટર (2), કમિશન (2), સમક્ષ (2), બખ્તરબંધ (2), આવ્યું (2), નહોતું (2), રાજકારણીઓ (2), વખતના (2), નિઃશસ્ત્ર (2), ચાર (2), પાર (2), નીચે (2), ગોળીઓ (2), વિરોધમાં (2), હકુમતના (2), થયાં (2), આપ્યો (2), ગલીમાંથી (2), એટલી (2), જગ્યા (2), હજાર (2), કરતાં (2), વધારે (2), જાન (2), લાશ (2), બાળકો (2), સેવક (2), ૧૩મી (2), રૉલેટ (2), બાગમાં (2), યાદ (2), પ્રાંતની (2), ગલીએ (2), હડતાળ (2), દુકાનો (2), નિવેદન (2), તોડી (2), નાખીશ (2), ચાલશે (2), લડાઈમાં (2), માર્સેલા (2), ગલી (2), કૂચા (2), જાહેર (2), પવિત્ર (2), તારીખે (2), બન્યો (2), સાઇકલ (2), ટોળાએ (2), આવ્યાં (2), ગવર્નરે (2), રેજિનાલ્ડ (2), પાઠ (2), પંજાબના (2), દીધા (2), અંગ્રેજો (2), અમૃતસરમાં (2), મળવા (2), બીજી (2), પોલીસે (2), ઍપ્રિલ (2), આખા (2), સખત (2), ગુસ્સો (2), મુંબઈ (2), નીકળ્યાં (2), પકડી (2), બેસાડીને (2), મોકલી (2), લોકોના (2), પાર્ટીના (2), કાબુમાં (2), બીક (2), હિંદ (2), ઍક્ટ (2), બ્રિટને (2), હિંદુસ્તાનના (2), આશા (2), મળ્યું (2), એનું (2), એવું (2), પહેલા (2), બળવાની (2), સ્વાતંત્ર્ય (2), સ્થળ (2), પડ્યું (2), ગામ (2), સારા (2), pakistan (2), short (2), અનુવાદ (2), મીઠડી (2), ખરી (2), ફૂલો (2), ખિસકોલીઓ (2), દોડતી (2), છેક (2), ટોચ (2), હવા (2), સૂકાં (2), કમાડોના (2), મિજાગરાઓમાંથી (2), કૂંપળો (2), ફૂટી (2), ચારે (2), બાજુ (2), અબ્બા (2), ચડી (2), દીધું (2), રાતે (2), ફેંસલો (2), હાજર (2), બોલતી (2), પાછાં (2), ગોળ (2), જોતાંવેંત (2), મુબારક (2), બેટીને (2), રોકી (2), કાફર (2), આવવાનું (2), હોઠ (2), કરશો (2), ઊતરી (2), કબજામાં (2), બાબા (2), અમ્મા (2), ખુલશે (2), આવશે (2), કહીને (2), તરફ (2), થઈને (2), રાનો (2), ગયાં (2), બીવીઓને (2), રહી (2), પહોંચ્યાં (2), અબ્બાને (2), રોવા (2), જઈને (2), દૂલ્હેજી (2), જોયું (2), પંખી (2), લાગ્યો (2), આવીને (2), બધું (2), ખરાબ (2), ત્યાંથી (2), શરીફની (2), તારું (2), સમજી (2), જવાનો (2), આજે (2), સંભળાય (2), જેવો (2), ગલીમાં (2), ડાઘ (2), લાલ (2), લાગ્યું (2), સત્તર (2), એવા (2), સમજાય (2), બીતાં (2), નસીમ (2), ક઼ાસમી (2), બૈન (2), પ્રકાશક (2), ભાગ (2), isbn (2), કિંમતઃ (2), ૧૨૫ (2), પાકિસ્તાન (2), સર્વશ્રેષ્ઠ (2), ઉર્દૂ (2), કહાનિયાં (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, qasim, abbas, અંતમાં, અબ્બાસનો, માનું, સંપર્ક, qasimabbas15, hotmail, ઇસ્લામની, પરંપરાનો, કથા, જુદો, માગી, અનુદાર, અર્થઘટનને, દોરાધાગામાં, ગૂંચવાઈ, આરબો, ફેલાયા, પ્રભાવો, પ્લેટોનો, પ્રભાવ, ઇસ્લામી, ફિલોસોફરો, ઘણો, યુરોપના, સિના, દાર્શનિકોનાં, લખાણમાં, સિનાનો, ૯૮૦, ૧૦૩૭, વિખ્યાત, તબીબ, ભૂસ્તરશાસ્ત્રી, ચિંતક, રૅશનલિસ્ટ, તર્ક, વિવેક, બુદ્ધિ, કુરાનનો, અભ્યાસ, રેને, કાર્ત, ૧૫૯૬, ૧૬૫૦, તર્કથી, ઈશ્વરનું, અસ્તિત્વ, rene, descartes, અવિસેના, બીજ, ભૂતપૂર્વ, આસિફ, અલી, કાળી, કાળા, બકરાનો, ચડાવતા, બકરો, ખરીદાય, લગાડે, ખાનગી, મકાનમાં, કુરબાની, અપાય, નિયમ, અચૂક, ચાલ્યો, ખરા, ગુજરાતમાં, દૌલાની, રોજ, દુઃખોમાંથી, મુક્તિ, ઝંખતા, જામે, પ્રાપ્તિ, ગર્ભ, ઉંદર, બાળ, દેવાનું, ભક્તો, સ્વસ્થ, ઉંદરબાળ, બનાવી, દેવાય, કમાવા, ઉપયોગ, ચમત્કારોનો, ઇન્કાર, હોવા, આવું, ચાલ્યા, લગભગ, માનસિક, રોગો, ભૂતપ્રેત, જવાબદાર, માનવામાં, મંતરેલું, માદળિયાં, ચડાવવો, ગામડાંના, સાધનસંપન્ન, જમીનદારોથી, કરાંચી, આધુનિક, ભણેલાગણેલા, દોરાધાગા, તાવીજોમાં, માનતા, હોવાના, અલ્લાહનાં, વચનો, રુકેયા, ઉપાય, બગલાભગતો, લેતા, મૌલવીઓ, ડોક્ટરોએ, મળીને, સલાહ, ડૉક્ટર, મનોવૈજ્ઞાનિક, શ્રદ્ધાનો, દુઆ, દવા, ધર્મમાં, બિઝનેસ, સદ્, ભાવ, પૂર્ણ, પ્રાર્થના, દરદી, ઉપાયો, કાસિમભાઈએ, લાંબી, યાદી, સંતાનપ્રાપ્તિ, નાણાકીય, નોકરીમાં, પ્રગતિ, ધંધામાં, નફો, દેવું, કરવું, સંતાનોને, આજ્ઞાંકિત, બનાવવાં, મરજી, પ્રમાણેનાં, લગ્ન, પતિ, પત્નીને, એટલું, ઇમિગ્રેશનની, આડખીલીઓ, લૉટરીના, નસીબવંતા, આપવામાં, કોર્ટમાં, જિતાડવામાં, મોટી, કિંમતના, બદલામાં, કહેવાતા, જ્ઞાનથી, પૂરતું, કુરાનમજીદની, દુઃખો, પૂછો, મજીદ, ધતીંગોનો, ખુલ્લો, ઠગભગતો, લખે, સર્જન, કરેલો, પામર, માનવી, ખોલીને, સમસ્યાઓ, મૂંઝવણોને, પોકળ, દાવાઓ, ભારી, કિંમત, વસૂલ, નિષ્ફળતા, ક્યાંથી, રુહાની, જ્ઞાન, ગયેલ, જ્ઞાનને, વેચવા, ખોલવી, વર્તમાનપત્રોમાં, લોભામણી, આપવી, તાર્કિક, પૂછે, પોતે, સંપત્તિના, ઢગલા, જેથી, ખોલવાની, ટેલીવિઝન, આપવાની, ૧૬૦, મૂકે, ફાવી, તમારો, નામના, અખબારમાં, ૨૦૦૭, દેખાડે, સુરા, પ્રકરણ, શ્લોક, ૩૪માં, રોકે, માર્ગેથી, ખાઈ, ખોટી, સંપત્તિ, બાબાઓ, ફકીરો, પીરો, દરવેશો, આમિલો, આલિમો, વિદ્વાનો, ધર્મશાસ્ત્રના, કૅનેડા, સ્વદેશ, મુસલમાનો, ધતીંગોથી, અંધશ્રદ્ધાનો, શિકાર, જંતરમંતર, લોકોનાં, બહાને, કમાનારા, મધ્યમમાર્ગી, ધર્મ, શરીરને, કષ્ટ, પડવું, પાયાની, સમજ, ઇસ્લામનો, સમર્પણ, અલ્લાહને, સમર્પિત, આટલું, વળી, ચમત્કારોને, ધાર્યું, મૂળભૂત, માન્યતાને, પીર, ફકીર, તાવીજ, બાધા, આખડી, રમલ, પાસા, ગ્રહજ્યોતિષ, વગેરેને, નકારી, કાઢે, મહંમદસાહેબને, સમયમાં, કહેતા, સાબીત, દેખાડો, સૂર્ય, ચંદ્ર, નિયમિત, ઊગે, આથમે, પેદા, થઈએ, દેખાતા, અલબત્ત, હદીસ, સાહિત્યમાં, પયગંબરના, જીવનની, સામાન્યથી, ઘટનાને, માર્ગદર્શક, ગ્રંથોમાં, ચમત્કારોની, ઝલક, સાહેબે, પોતાને, સંદેશવાહક, ગણાવ્યા, ચમત્કારી, પુરુષ, મનાઈ, પરંપરાઓ, તાત્કાલિક, સંદર્ભની, વિસ્તરતી, ભાગે, નિર્જીવ, ખભા, લાશને, ડાઘુઓની, નિભાવતા, હોઈએ, ઘણી, એવુ, નબળા, વિચારની, કલમ, લગાડી, દેવાતી, ફાલતોફૂલતો, આજના, લેખમાં, પ્રવર્તતી, વિશે, લખવાનો, વિચારોને, સમાવી, લઈશ, ઉણપ, રજુઆત, કાસિમભાઈના, સંદર્ભ, ઓઢેલી, શાલીનતાને, પરસ્પર, અંતર, વધે, સમાજોના, ગુણદોષોની, થવી, સમસ્યા, અવશ્ય, ધર્મની, કરીએ, મિત્રો, બચાવ, મુદ્રા, ધારણ, ખોટું, વાજબી, ઠરાવવા, લાગતી, સજ્જનો, એનાથી, એકબીજાની, મહત્ત્વની, સામાજિક, રુઢિઓને, સમજવી, જોઇએ, મનમાં, નિખાલસ, હૃદયે, એકબીજાને, પૂછી, નિખાલસતા, ચહેરો, દેખાડ્યા, વગર, ફેસબુક, માધ્યમ, સામસામે, પ્રહાર, હિંમતભેર, દેખાડતા, હોઇએ, જિજ્ઞાસા, શંકાને, નિખાલસતાને, સભ્યતા, ઓઢી, ઉદાહરણ, મિત્ર, શુભેચ્છક, ગોવિંદભાઈના, લોકપ્રિય, બ્લૉગ, અભીવ્યક્તી, લેખો, પ્રકાશિત, નોંધવા, જેવું, વાચક, કૅનેડાના, ધ્યાન, દોરવાના, પ્રયત્નો, વ્યાપ્ત, શાલીનતા, ખાતર, ઉત્સુકતાથી, પ્રેરાઈને, લખવા, કહેતું, ત્રીજું, સૌથી, મહત્ત્વનું, અન્ય, ધર્મને, લગતી, મારવું, અસભ્ય, વ્યવહાર, ગણી, પડવાનું, ટાળે, બીજું, જાણતા, સમાજના, શક્ય, પરંપરામાં, નાસ્તિકોને, પરંપરાની, હોતો, ધર્મનાં, રીતરિવાજ, પરંપરા, આસ્થા, આસ્થાનાં, પ્રતીકોની, ટીકા, કરવાનું, સહેલું, થતી, વાતો, જાણવા, વાંચવા, આનાં, કારણો, હોઈ, બાગ, ૧૯૪૦માં, મદનલાલ, ધીંગડાએ, લંડનમાં, ગોળીએ, દીધો, બાળપણમાં, જોયો, લેવાની, ગાંઠ, વાળી, ૩૧મી, જુલાઇએ, ફાંસી, દેવામાં, બોલાવી, ફંડ, એકઠું, ૦૦૦, પૌંડનું, ઇનામ, બનાવની, નિમાયું, કમિશનમાં, હિંદુસ્તાની, સભ્યો, ચીમનલાલ, હરિલાલ, સેતલવાડ, પંડિત, જગત, નારાયણ, સરદાર, સાહેબઝાદા, સુલતાન, ખાન, ઉદ્દંડતા, દેખાડી, ગાડીઓ, મશીનગન, પૂછવામાં, ઘાયલોને, મારું, હૉસ્પિટલો, શક્યા, આને, જરૂરી, પગલું, ગણાવ્યું, બ્રિટનમાં, હલબલી, વૉર, મિનિસ્ટર, ચર્ચિલે, તાજ, હેઠળની, વસાહતમાં, પહેલો, આમસભામાં, હુમલો, ભાગી, ખચાખચ, ગોળી, જણને, વીંધીને, સૂઈ, મિનિટ, ચાલ્યું, ચર્ચિલના, ભાષણ, મતદાન, ડાયરના, હત્યાકાંડના, ૨૪૭, તરફેણમાં, પડ્યા, બનાવને, અંતની, શરૂઆત, માનનારા, સરકારી, ૩૭૯નાં, મોત, કોંગ્રેસની, સમિતિએ, ૧૫૦૦, મૃત્યુનો, સિપાઈઓને, પહોંચ્યો, સાંકડી, સામેથી, નીકળી, રણગાડીઓ, લાવ્યો, ગલીની, સિપાઇઓએ, પોઝિશન, સીધો, ટપોટપ, લાશોનો, ડગલો, થવા, માંડ્યો, માણસોના, માતાઓની, રડ્યાંખડ્યાં, રાજસત્તાનો, વફાદાર, પરાક્રમ, ખુશ, થતો, ઍપ્રિલે, બૈસાખીના, ઍક્ટનો, સભા, રાખી, પંજાબની, અંગ્રેજ, હકુમતને, બગાવત, દેખાતી, લોહીતરસ્સ્યો, શહેરમાં, ખોલવા, પાડીને, ધમકી, ખોલો, નહિતર, તાળાં, બંદૂક, ઊતર્યા, લડાઈ, લલકારું, ઘાયલ, શેરવૂડને, મળ્યો, પટકી, કુર્રીછાનમાં, ભગવાન, સાષ્ટાંગ, પ્રણામ, થાઓ, સ્થાનને, મંદિર, માનીને, ઘૂંટણિયે, પડીને, ચાલવાનું, ૧૧મી, બીજો, અમૃતસરની, હૉસ્પિટલમાં, મિશનરી, નર્સ, ટીચર, મિસ, શેરવૂડ, પાછી, ફરતી, કુર્રીછાન, ઘેરી, ઉતારીને, ખૂબ, માર, માર્યો, લાઠીઓ, વરસાવતા, વિદ્યાર્થીના, ઘરવાળાં, બચાવી, પ્રાંતનું, વહીવટીતંત્ર, બનાવથી, હચમચી, બોલાવીને, ભણાવવા, ફરમાન, ડ્વાયરે, બળતામાં, હોમ્યું, દસમી, કોંગ્રેસના, નેતાઓ, પાલ, સૈફુદ્દીન, કિચલૂને, તરીપાર, લોકોમાં, સામેનો, રોષ, ભભૂકી, ઊઠ્યો, મોટું, સરઘસ, ડેપ્યુટી, કમિશનરને, નીકળ્યું, રસ્તામાં, કેટલીયે, બૅન્કો, ઇમારતોને, નુકસાન, પહોંચાડ્યું, નિયંત્રણ, મેળવ્યું, ગાંધીજીએ, આના, ૩૦મી, માર્ચે, દેશવ્યાપી, હડતાળની, હાકલ, તારીખ, ફેરવીને, છઠ્ઠી, રાખવામાં, લોકોનો, માઝા, મૂકી, બીજાં, ઘણાં, તોફાનો, ફાટી, કાબુ, મેળવવા, ગાંધીજી, મુંબઈથી, આવવા, નીકળ્યા, દિલ્હીની, પલવલ, સ્ટેશને, માલગાડીમાં, પાછા, ગાંધીજીની, ધરપકડના, સમાચાર, વાયુવેગી, ફેલાઈ, ઉશ્કેરાટનો, નહોતો, પ્રાંતો, બંગાળ, પ્રવૃત્તિઓનું, જોર, ૧૯૧૫માં, સત્તા, લેવાના, પ્રયાસો, કાવતરા, ચાલતો, ગવર્નર, હિલચાલોને, કાયદો, બનાવ્યો, ઓળખાય, બંગાળમાં, આનો, જોરદાર, ૧૯૧૮માં, માટેના, મંત્રી, મોન્ટૅગ્યૂ, વાઇસરૉય, લોર્ડ, ચેમ્સફૉર્ડના, સંયુક્ત, મોન્ટફર્ડ, સુધારા, સ્થાનિક, સ્વરાજની, સંસ્થાઓ, બનાવવાની, છૂટ, નેતાઓને, મોન્ટૅગ્યૂએ, હિંદીઓના, અમુક, સત્તાઓ, તૈયાર, ૧૯૧૬ના, ડિસેમ્બરમાં, લખનઉમાં, કોંગ્રેસનું, અધિવેશન, ઠરાવ, કોંગ્રેસે, સરકારને, હિંદને, વહેલી, તકે, સેલ્ફ, ગવર્નમેન્ટ, બનાવવાનો, આપવાનું, લક્ષ્ય, ઇરાદો, વિશ્વયુદ્ધમાં, હિંદુસ્તાને, બ્રિટનને, ભારે, બ્રિટન, સૈનિકોની, તાકાત, ઊતર્યું, સમજશે, વિશ્વયુદ્ધનો, ૧૯૧૪માં, ઘટનાઓ, ૧૮૫૭, વિદ્રોહ, પાર્ટીએ, ભારતને, શસ્ત્રોના, બળે, કરાવવા, જીવસટોસટનો, નિષ્ફળ, પ્રયાસ, સાવધ, કહો, સળવળતા, વાતાવરણમાં, ઊકળાટ, ઘટનાના, થોડા, પહેલાંથી, આંદોલનોનો, સંગ્રામમાં, સીમાચિહ્ન, અગ્રગણ્ય, ઇતિહાસકારોના, બ્રિટનની, ભાવિમાં, નવો, વળાંક, લાવ્યું, ગાંસડાંપોટલાં, બાંધીને, જવું, મહારાજા, રણજીત, સિંહના, તાબેદાર, હિંમત, સિંહની, જમીન, જલ્લે, પરિવાર, જલ્લેવાલે, ઓળખાતો, જલ્લેવાલા, સ્થળને, જગ્યાએ, ઉજ્જડ, સાંકડો, વાંકોચૂંકો, જમીનનો, ટુકડો, પ્રસંગોએ, હમણાં, ભારતના, સંગ્રામના, ઇતિહાસનો, કાળો, આવેલા, બૈસાખી, વૈશાખ, પૂર્ણિમા, નિમિત્તે, એકત્ર, થયેલા, બેફામ, ઓછામાં, ઓછી, ઢાળી, દીધી, કેટલાંયે, સ્ત્રીઓના, સ્ત્રીઓએ, ગોળીઓના, ભયથી, કૂવામાં, કૂદીને, પ્રાણનું, બલિદાન, બાગનો, leave, comment, story, pakistani, all, time, pakistan_5, ગુજરાતીમાં, સંક્ષિપ્ત, કલેજાના, ટુકડા, કેવાં, મહેકે, ઝાડ, સદીઓનાં, ગૂંજે, મોકલેલા, કફનના, ગંધ, હવામાં, ભરાઈ, જનમ, જેટલી, વેદના, ઊભરાવા, સવારે, કાફન, ઊતરેલો, કફન, ગુસ્લ, સ્નાન, ગરમ, ચૂલામાં, જોંસી, બોલાવે, નબળો, ગુનેગાર, કયામતને, થશું, વખતથી, બોલી, ભાંગ્યે, હૈયે, ફરતાં, બૂઢ્ઢી, ખદિમાએ, ઉર્સના, ત્રીજા, દીકરીએ, પરના, પથ્થર, થેલીમાં, ભરી, બરાડી, ઊઠી, નીકળતો, ડ્ગલું, વધીશ, સાઈંજીના, પથ્થરોથી, ખતમ, દઈશ, મારવા, દોડ્યા, બોલે, હટે, નહીમ, અમારું, અમારાં, ઘરનાં, કોઈનું, કોને, નાખે, ઓળખતી, દોડ્યાં, અરજ, ભૂત, પઢનારાની, ફટકી, દરગાહના, સવાર, પઢતો, રહીશ, આવાજ, આવ્યોઃ, આંખોમાં, સરોવર, છલકાતું, થશે, ચાલી, ચાલ, દોરથી, કપાયેલા, પતંગ, લાચાર, બેઠાં, ઓચીંતી, જિન્નના, છોડાવવા, સાઈંજી, ફરમાવે, દીકરીને, સુખરૂપ, પહોંચાડી, જશું, રહેવા, ખાદિમો, સેવકો, કોઈને, મળતા, દિવસો, કમરામાં, બેઠા, પઢતા, મળવાનું, ખાદિમોએ, લીધાં, રાનોની, હાલતથી, દુઃખી, પાપ, માણસ, રાતદિવસ, કરનારી, ક્યાં, બેઠેલી, મળી, ફાટેલી, વાળ, વીખરાયેલા, માથેથી, ચાદર, સરકી, ઢાંકવાનું, શરીર, આખું, ધૂળમાટીથી, ખરડાયેલું, ચીસ, પાડીઃ, હટી, આવજો, ક્યાંય, જાઉં, શાહજીની, પાક, આવીશ, મરી, ચોધાર, આંસુએ, મઝારે, ભૂલી, તારાં, માબાપ, સાઈંદૂલ્હે, શાહજી, આંગળી, પકડીને, ખેંચી, શરીફને, વાંદીને, આંખને, સ્પર્શ, સેવામાં, મળ્યાં, સાઈંજીએ, પોતાનાં, ચરણોમાં, અપરાધ, માફ, કર્યા, હિફાઝત, સંરક્ષણ, છોડીને, ફર્યાં, બીજે, ત્રણેય, ઊંટ, સાચું, કહું, આજુબાજુથી, ખેંચાઈ, પક્ષીઓ, ભેગાં, નૂરાની, તેજોમય, જોયાં, ફરિશ્તા, એવાં, નાનાં, ભૂલકાંઓને, પાંખો, મોંએ, કુરાનની, સાંભળવા, પહેલી, તારાથી, માગાની, કારું, સાંજે, કાલથી, શાહજીનો, શાહજીએ, સપનામાં, ફરમાવ્યું, ચેલી, રાનોને, બોલાવો, કરાવો, નહીંતર, ભસમ, બેટી, શાહજીના, જલાલ, તેજ, ક્રોધ, જિંદગીમાં, જેણે, નાખી, રાખ, નાખ્યો, દરગાહમાં, આસપાસ, માથા, તરફથી, એમાંથી, કરનારો, ગમે, ખેંચાઈને, સમાઈ, દીવાલો, જોડાઈ, કદી, ચાચા, દીન, મુહમ્મદની, બીવી, દીકરા, માગું, ખ્યાલ, પરણવાની, ઉંમરે, દીકરીઓ, ચુન્નીથી, ઢાંકતી, માઓ, સમય, છોકરીની, છોકરીએ, મૌલાના, રસ્તે, છોડી, રસૂલ, શાહજીનું, જપતી, રહેતી, સલામ, બધી, સન્નાટો, ડૂસકાં, આસાપાસ, સાંભળી, શકું, દૂધના, સોગંદ, ભરેલાં, વાસણો, લાવતી, પૂરી, રાહ, જોતી, બરકત, વાસણોને, ફૂંક, મારતી, માંદાઓને, પીવડાવતી, નમાઝ, પઢનારા, નમાઝી, બીબીજીને, શીખવા, ખૂબસૂરતી, મધુર, રૂપાની, ઘંટડી, વાગતી, વાંચે, પાછળ, છોકરીઓ, ઝીલે, ઘરમાં, એકલે, આવતાજતા, ઇનકાર, શાહના, મુજાવર, અહીંથી, થયા, સાંભળીને, બોલ્યા, હતાઃ, ફરિશ્તાઓની, પાંખોનો, ફડફડાટ, દોડભાગ, જોતા, માટીના, બનેલા, માનસની, ઓલાદ, સુંદર, બેહાલ, ખ઼ુદા, બિટિયાને, માથે, ડાઘતો, કેવો, ચાંદ, પીળો, દેખાય, થોડી, આલીશાન, મહેલ, પાયામાંથી, કડડભૂસ, બુઢ્ઢો, જતો, જતાં, ઢગલો, જૂએ, બધાએ, ચોરી, ગામની, મારાં, નેણ, નાક, સીધાંસાદાં, બાપ, ફૂટડો, હજીયે, વાન, ધૂળ, બદામી, ચહેરા, મૂંછોમાં, સોના, ચમક, મોતી, દાંત, જોયા, ફૂલની, પાંખડી, ઊઘડે, જવાનું, પછીની, તકનો, ઉદાસ, કહેતો, દીકરો, ખ઼ુદાની, દેન, મોઢું, ભોટડી, રૂપકડી, જેનાથી, નારાજ, અબ્બાની, ખોપરીમાંથી, કાઢીને, બદામની, નાખું, જોતો, સાપને, જોતું, રૂપ, ડરી, ઉંમરનાં, વિતાવી, દીધાં, અત્યારે, સાદડી, લોકોથી, ઘેરાયેલો, ભયભીત, બેઠો, આસમાનને, તાક્યા, ખોળામાં, મોસમ, ખીલેલાં, ઝાડાના, લાગતું, સદીઓથી, ખોળે, ઝૂલવા, દીવાના, અલપઝલપ, અજવાળામાં, ઊંઘતો, ઓરડો, ચમકવા, દાઈએ, હાય, છોકરીના, અંગેઅંગમાં, આગિયા, ટાંક્યા, વચ્ચે, પ્રકાશનઃ, ૨૦૦૯, સંપાદકઃ, નંદકિશોર, વિક્રમ, 8186265, 86265, પુસ્તક, સંબંધી, વિવરણઃ, મેઇલઃ, goelbooks, rediffmail, મોબાઇલઃ, ૦૯૮૧૦૪૬૧૪૧૨, ઑફિસઃ, ૦૧૧, ૨૨૩૨, ૪૮૩૩, પ્રકાશકનો, સંપર્કઃ, વાર્તાનો, કરવાની, સહર્ષ, પરવાનગી, બદલ, સાક્ષી, પ્રકાશન, નવીન, શાહદરા, ૧૧૦૦૯૫, આભારઃ, લેખકનો, પરિચયઃ, જન્મ, ૧૯૧૬, ઈગા, પશ્ચિમ, વાર્તાસંગ્રહો, કાવ્ય, સંગ્રહો, સમીક્ષા, વિષયક, પુસ્તકો, ૧૯૫૧માં, સેફ્ટી, હેઠળ, મહિના, જેલમાં, ભાગલા, કેટલાંય, સાહિત્યિક, મૅગેઝિનોમાં, જવાબદારીભર્યાં, પદો, સંભાળ્યાં, ૨૦૦૬માં, એમનું, મૃત્યુ, કંટેન્ટ,
Text of the page (random words):
ભીત બેઠો છે અને આસમાનને તાક્યા કરે છે જાણે ત્યાંથી કોઈ આવવાનું હોય મારી મીઠડી તું મારા પર તો નહોતી ગઈ હું તો ગામની એક સામાન્ય છોકરી હતી મારાં તો નેણ નાક સીધાંસાદાં છે હા તું તો તારા બાપ પર ગઈ હતી એ ફૂટડો હતો હજીયે છે પણ હવે એના વાન પર સોળ સત્તર વર્ષની ધૂળ ચડી ગઈ છે એની બદામી આંખો ચહેરા અને મૂંછોમાં સોના જેવી ચમક પણ તું આવી તે પછી મેં એના મોતી જેવા દાંત બહુ જોયા નથી ફૂલની પાંખડી જેવા એના હોઠ પણ એવા સખત બંધ રહ્યા છે કે જાણે ઊઘડે તો કંઈક થઈ જવાનું હોય હજી થોડી વાર પહેલાં જ એ અંદર આવ્યો હતો અને તારી સામે જોયું તે વખતે મને લાગ્યું કે કોઈ આલીશાન મહેલ પાયામાંથી જ મારી નજર સામે કડડભૂસ થાય છે એ ત્યાં ઊભા ઊભા જ બુઢ્ઢો થઈ ગયો એ પાછો જતો હતો ત્યારે મને લાગ્યું કે ગલી સુધી જતાં પહેલાં જ એ ઢગલો થઈને પડી જશે એકઠા થતા માણસો સામે એ એવી રીતે જૂએ છે જાણે બધાએ એને ચોરી કરતાં પકડી લીધો હોય તું ત્રણ ચાર વર્ષની થઈ અને દોડભાગ કરતી હતી ત્યારે લોકો જોતા રહી જતા કે માટીના બનેલા માનસની ઓલાદ આવી સુંદર હોય ખરી એક વાર તું પડી ગઈ ત્યારે હું તો રોતાં રોતાં બેહાલ થઈ ગઈ પણ તારા અબ્બાએ કહ્યું કે ખ઼ુદા જે કરે છે તે સારા માટે રાનો બિટિયાને માથે ડાઘતો પડ્યો અને ડાઘ પણ કેવો નવા ચાંદ જેવો એ લાલ લાલ ડાઘ આજે પીળો દેખાય છે પછી તું પાંચ વર્ષની થઈ ત્યારે મેં તને બીબીજીને ઘરે કુરાન પાઠ શીખવા મોકલી અમને તો ત્યારે જ ખબર પડી કે તારો અવાજ પણ તારી ખૂબસૂરતી જેવો જ મધુર હતો જાણે રૂપાની ઘંટડી વાગતી પછી તો એવું થયું કે તું પહેલાં એક આયત વાંચે અને પાછળ બીજી છોકરીઓ ઝીલે તું ઘરમાં એકલે તિલાવત કરતી ત્યારે ગલીમાં આવતાજતા લોકોના પગ આગળ જવાનો ઇનકાર કરી દેતા એક વાર મઝાર સાઈં દૂલ્હે શાહના મુજાવર સાઈં હઝરત શાહ અહીંથી પસાર થયા તો તારો અવાજ સાંભળીને બોલ્યા હતાઃ આ કોણ છોકરી છે એના અવાજમાં તો અમને ફરિશ્તાઓની પાંખોનો ફડફડાટ સંભળાય છે તને આ ખબર પડી તો તું તો રોવા લાગી હતી પછી તો સ્ત્રીઓ પાણી ભરેલાં વાસણો લાવતી અને તું તિલાવત પૂરી કરી લે તેની રાહ જોતી તું બહાર આવીને બરકત શાહ દૂલ્હે શાહ જી કહીને એ વાસણોને ફૂંક મારતી સ્ત્રીઓ એ પાણી ઘરે લઈ જઈને માંદાઓને પીવડાવતી અને એ સાજા થઈ જતા નમાઝ ન પઢનારા નમાઝી બની જતા ખુદા અને રસૂલ મહંમદ પયગંબર ના નામ પછી તું સાઈં દૂલ્હે શાહજીનું નામ જપતી રહેતી એટલે જ તારા અબ્બા એક વાર તને સાઈં દૂલ્હેજી શાહની મઝાર પર સલામ માટે લઈ ગયા હતા તેં કુરાનશરીફની તિલાવત તો એટલી બધી કરી છે કે આજે ચારે બાજુ સન્નાટો છે માત્ર ડૂસકાં સંભળાય છે ત્યારે પણ તારી આસાપાસ તારા જ અવાજમાં હું કુરાન શરીફની આયતો સાંભળી શકું છું મારા દૂધના સોગંદ એ અવાજ તારો જ છે એક દિવસ તારા ચાચા દીન મુહમ્મદની બીવી પોતાના દીકરા માટે તારું માગું લઈને આવી ત્યારે મને ખ્યાલ આવ્યો કે તું તો હવે પરણવાની ઉંમરે પહોંચી દીકરીઓ ચુન્નીથી માથું ઢાંકતી થઈ જાય કે માઓ સમજી લે કે હવે એનો જવાનો સમય આવ્યો છે હું તો સમજી જ નહોતી શકી પણ તારા અબ્બાને તો ખબર હતી એણે કહ્યું કે બસ મને છોકરીની બીક લાગે છે એની સાથે તો વાત કર છોકરીએ તો બધું મૌલાના રસ્તે છોડી દીધું છે મને પણ પહેલી જ વાર તારાથી ડર લાગ્યો તને માગાની વાત કારું ને તને ગુસ્સો આવી જાય તો પણ એ જ સાંજે સાઈં હઝરત શાહનો એક સેવક આવ્યો અને કહ્યું કે કાલથી સાઈં દૂલ્હે શાહજીનો ઉર્સ શરૂ થાય છે એ ત્રણ દિવસ ચાલશે સાઈં હઝરત શાહને દૂલ્હે શાહજીએ સપનામાં આવીને ફરમાવ્યું છે કે મારી ચેલી રાનોને બોલાવો અને મઝાર પર કુરાનશરીફની તિલાવત કરાવો નહીંતર હું બધું ભસમ કરી નાખીશ અને બેટી તને તો ખબર છે સાઈં દૂલ્હે શાહજીના જલાલ તેજ ક્રોધ ની જિંદગીમાં જેણે પણ એમની વિરુદ્ધ વાત કરી એના સામે એમણે એક નજર નાખી ને એને રાખ કરી નાખ્યો એમની દરગાહમાં કે આસપાસ કંઈ ખરાબ કામ થાય તો એમની મઝાર માથા તરફથી ખૂલી જાય છે એમાંથી એમનો હાથ બહાર આવે છે અને ખરાબ કામ કરનારો ગમે ત્યાં હોય ત્યાંથી ખેંચાઈને અંદર સમાઈ જાય છે મઝાર શરીફની દીવાલો ફરી એવી જોડાઈ જાય છે જાણે કદી ખૂલી જ ન હોય દૂલ્હેજી શાહનો હુકમ થયો પછી શું બીજે દિવસે આપણે ત્રણેય જણ ઊંટ પર નીકળ્યાં તેં તિલાવત શરૂ કરી અને સાચું કહું આજુબાજુથી માણસો ખેંચાઈ આવ્યા તારા અબ્બાએ ઉપર જોયું તો પક્ષીઓ ભેગાં થઈ ગયાં હતાં અબ્બાએ કહ્યું આ નૂરાની તેજોમય પંખી આપણે ત્યાં તો જોયાં જ નથી એ તો ફરિશ્તા જ હશે કોઈ તો એવાં હતાં કે જાણે નાનાં ભૂલકાંઓને પાંખો ન આવી હોય બધાં તારા મોંએ કુરાનની તિલાવત સાંભળવા આવ્યા હતાં મઝારે પહોંચ્યાં ત્યારે તું તો ભૂલી જ ગઈ કે તારાં માબાપ પણ તારી સાથે જ છે જાણે સાઈંદૂલ્હે શાહજી તને આંગળી પકડીને મઝાર તરફ ખેંચી જતા હોય અમે પણ મઝાર શરીફને વાંદીને આંખને સ્પર્શ કર્યો પછી હઝરત શાહની સેવામાં હાજર થયાં અંદર જઈને એમની બીવીઓને મળ્યાં હઝરત શાહે કહ્યું કે સાઈંજીએ તમારી બેટીને પોતાનાં ચરણોમાં બેસાડીને તમારા બધા અપરાધ માફ કર્યા છે અમે તને હઝરત શાહની હિફાઝત સંરક્ષણ માં છોડીને પાછાં ફર્યાં ઉર્સ પછી અમે તને લેવા મઝાર શરીફ પર પહોંચ્યાં ત્યારે પણ તું ત્યાં જ મઝાર પાસે બેઠેલી મળી પણ એ તું જ હતી તારી આંખો ફાટેલી વાળ વીખરાયેલા માથેથી ચાદર સરકી ગઈ હતી અને તને અબ્બાને જોઈને પણ માથું ઢાંકવાનું યાદ ન આવ્યું શરીર આખું ધૂળમાટીથી ખરડાયેલું હતું અમને જોતાંવેંત તેં ચીસ પાડીઃ હટી જાઓ બાબા અમ્મા મારી પાસે ન આવજો હું ક્યાંય નહીં જાઉં શાહજીની મઝાર ખુલશે અને પાક હાથ બહાર આવશે તે પછી જ હું તમારી પાસે આવીશ ત્યાં સુધી હું મરી ગઈ છું અને પછી તું ચોધાર આંસુએ રોવા લાગી હતી ઘણા માણસ એકઠા થઈ હતા એમણે કહ્યું કે મઝાર પાસે જ રહી છે એટલે એને અસર થઈ ગઈ છે તારા અબ્બાએ કહ્યું રાતદિવસ તિલાવત કરનારી છોકરી પર અસર કેમ થાય અસર થઈ તો સાઈં હઝરત શાહ ક્યાં છે અમે હઝરત શાહને મળવા ગયાં તો ખાદિમો સેવકો એ કહ્યું એ તો ઉર્સ પછી કોઈને મળતા નથી દિવસો સુધી એક કમરામાં બેઠા વજીફા જપ પઢતા રહે છે અમે એમની બીવીઓને મળવાનું કહ્યું તો ખાદિમોએ અમને રોકી લીધાં કે રાનોની હાલતથી એમને બહુ દુઃખ થયું છે હવે વધારે દુઃખી કરશો તો એ પાપ છે અમે બન્ને લાચાર થઈને રોતાં બેઠાં હતાં ત્યાં હઝરત શાહનો એક ખાદિમ આવ્યો એણે કહ્યું કે રાનો ઓચીંતી જિન્નના કબજામાં આવી ગઈ છે એને છોડાવવા માટે સાઈંજી ખાસ વજીફા ફરમાવે છે જિન્ન ઊતરી જશે તે પછી તમારી દીકરીને સુખરૂપ ઘરે પહોંચાડી જશું ત્યાં સુધી એને અહીં જ રહેવા દો ત્યાં તો તારો આવાજ આવ્યોઃ હવે તમે લોકો જાઓ તારી આંખોમાં સરોવર છલકાતું હતું બાબા અમ્મા મઝાર શરીફ જરૂર ખુલશે મુબારક હાથ બહાર આવશે ફેંસલો જરૂર થશે કહીને તું ફરી મઝાર શરીફ તરફ ચાલી ગઈ હતી તારી ચાલ દોરથી કપાયેલા પતંગ જેવી હતી હવે તો તું અમને ઓળખતી પણ નહોતી તારા હોઠ હજી પણ તિલાવત કરતા હતા અમે ફરી હઝરત શાહ પાસે દોડ્યાં અરજ કરી કે જિન્ન ભૂત તો કુરાન પઢનારાની પાસે પણ ફટકી ન શકે તો આ જિન્ન તો તમારી દરગાહના જ છે એક વાર હુકમ કરશો તો ઊતરી જશે પણ એમણે કહ્યું કે કોઈ કાફર જિન્ન સવાર થયો છે એ મારા કબજામાં નથી તમે ઘરે જાઓ હું વજીફા પઢતો રહીશ અમે ભાંગ્યે હૈયે પાછાં ફરતાં હતાં ત્યારે એક બૂઢ્ઢી ખદિમાએ અમને કહ્યું કે ઉર્સના ત્રીજા દિવસે હઝરત શાહ મઝાર પર આવ્યા હતા પણ એમને જોઈને તમારી દીકરીએ મઝાર પરના ગોળ ગોળ પથ્થર થેલીમાં ભરી લીધા હતા હઝરત શાહને જોતાંવેંત જ એ બરાડી ઊઠી હતી કે મુબારક હાથ તો નીકળતો નીકળશે પણ એક ડ્ગલું પણ આગળ વધીશ તો સાઈંજીના આ પથ્થરોથી તને ખતમ કરી દઈશ ખાદિમ તમારી બેટીને મારવા દોડ્યા તો હઝરત શાહે એમને રોકી લીધા કે આ છોકરી નથી બોલતી કાફર જિન્ન બોલે છે જ્યાં સુધી એ હટે નહીમ ત્યાં સુધી અમારું કે અમારાં ઘરનાં કોઈનું અહીં આવવાનું બરાબર નથી કોને ખબર જિન્ન શું કરી નાખે રાતે એક ખાદિમ આવ્યો અને કહ્યું કે તમારી દીકરી તમને બોલાવે છે તું મઝાર શરીફ પાસે પડી હતી તારો અવાજ બહુ નબળો પડી ગયો હતો તેં કહ્યું કોણ જાણે મઝાર કેમ ન ખૂલી પણ ફેંસલો તો થઈ ગયો હું જ ગુનેગાર છું બસ હવે કયામતને દિવસે ખુદા સમક્ષ હાજર થશું તું બોલતી બંધ થઈ ગઈ એ વખતથી તું હજી પણ કંઈ બોલી નથી પછી તો તને ઘરે લઈ આવ્યાં સવારે જ હઝરત શાહનો ખાદિમ કાફન આપી ગયો તારા પરથી ઊતરેલો જિન્ન તારા અબ્બા પર ચડી ગયો એણે કફન હાથમાં લઈને તને ગુસ્લ સ્નાન આપવા માટે પાણી ગરમ થતું હતું એ ચૂલામાં જોંસી દીધું કલેજાના ટુકડા જેવી મારી મીઠડી જો તો ખરી ફૂલો કેવાં મહેકે છે ખિસકોલીઓ ઝાડ પર દોડતી છેક ટોચ સુધી પહોંચી જાય છે હવા પણ એવી છે કે સદીઓનાં સૂકાં કમાડોના મિજાગરાઓમાંથી કૂંપળો ફૂટી નીકળશે એમ લાગે છે આમ છતાં ચારે બાજુ તારા અવાજમાં તિલાવત ગૂંજે છે અને હઝરત શાહે મોકલેલા કફનના બળવાની ગંધ હવામાં ભરાઈ ગઈ છે મારી અંદર પણ તારા જનમ વખતે જેટલી વેદના હતી તે ફરી ઊભરાવા લાગી છે ગુજરાતીમાં સંક્ષિપ્ત અનુવાદ _ _ _ _ _ http webgurjari in 2015 04 26 all time best short urdu stories from pakistan_5 like loading author dipak dholakia posted on 26 04 2015 26 04 2015 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia maari baari pakistani short stories urdu story webgurjari leave a comment on best urdu stories from pakistan jalianwalla bagh જલિયાંવાલા બાગનો હત્યાકાંડ ૧૩મી ઍપ્રિલ હજી હમણાં જ ગઈ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસનો આ કાળો દિવસ છે એ દિવસે પંજાબમાં અમૃતસરમાં આવેલા જલિયાંવાલા બાગમાં બૈસાખી વૈશાખ પૂર્ણિમા નિમિત્તે એકત્ર થયેલા નિઃશસ્ત્ર લોકો પર જનરલ રેજિનાલ્ડ ડાયરે બેફામ ગોળીબાર કરીને ઓછામાં ઓછી એક હજાર લાશ ઢાળી દીધી કેટલાંયે બાળકો અને સ્ત્રીઓના જાન ગયા સ્ત્રીઓએ ગોળીઓના ભયથી કૂવામાં કૂદીને પ્રાણનું બલિદાન આપ્યું જલિયાંવાલા બાગ઼ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ સ્થળ એક સીમાચિહ્ન છે એ વખતના અગ્રગણ્ય બ્રિટિશ રાજકારણીઓ અને ઇતિહાસકારોના મત પ્રમાણે આ સ્થળ બ્રિટનની હકુમતના ભાવિમાં નવો વળાંક લાવ્યું અને અંતે બ્રિટને ગાંસડાંપોટલાં બાંધીને જવું પડ્યું મહારાજા રણજીત સિંહના એક તાબેદાર હિંમત સિંહની આ જમીન હતી એનું મૂળ ગામ જલ્લે હોવાથી એ પરિવાર જલ્લેવાલે તરીકે ઓળખાતો હતો જલ્લેવાલા પરથી આ સ્થળને જલિયાંવાલા બાગ઼ નામ મળ્યું કારણ કે મૂળ તો આ જગ્યાએ એક બાગ઼ હતો પરંતુ પછી એ ઉજ્જડ સાંકડો વાંકોચૂંકો જમીનનો ટુકડો બની ગયો હતો અને લોકો સારા પ્રસંગોએ ત્યાં એકઠા થતા આંદોલનોનો કાળ વાતાવરણમાં ઊકળાટ તો આ ઘટનાના થોડા દિવસ પહેલાંથી જ હતો પહેલા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો પણ તે પહેલાં ૧૯૧૪માં ગદર પાર્ટીના બળવાની ઘટનાઓ બની હતી ૧૮૫૭ પછી ગદર વિદ્રોહ પાર્ટીએ ભારતને શસ્ત્રોના બળે મુક્ત કરાવવા માટે જીવસટોસટનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અહીં વાંચો આથી પંજાબ પ્રાંતની સરકાર બહુ સાવધ હતી ખરું કહો તો બદલો લેવા માટે એના હાથ સળવળતા હતા ૧૯૧૬ના ડિસેમ્બરમાં લખનઉમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં એક ઠરાવ પસાર કરીને કોંગ્રેસે બ્રિટિશ સરકારને કહ્યું કે હિંદને વહેલી તકે સેલ્ફ ગવર્નમેન્ટ બનાવવાનો હક આપવાનું એનું લક્ષ્ય અને ઇરાદો છે એવું જાહેર કરો પહેલા વિશ્વયુદ્ધમાં હિંદુસ્તાને બ્રિટનને ભારે મદદ કરી હતી ખરેખર તો બ્રિટન હિંદુસ્તાનના સૈનિકોની તાકાત પર જ લડાઈમાં ઊતર્યું હતું આથી હવે અંગ્રેજો કંઈક સમજશે એવી આશા પણ હતી ૧૯૧૮માં હિંદ માટેના મંત્રી મોન્ટૅગ્યૂ અને વાઇસરૉય લોર્ડ ચેમ્સફૉર્ડના સંયુક્ત નામ મોન્ટફર્ડ સુધારા દ્વારા બ્રિટને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ બનાવવાની છૂટ આપી આમ હિંદુસ્તાનના નેતાઓને આશા હતી અને મોન્ટૅગ્યૂએ નિવેદન પણ કર્યું હતું તે પ્રમાણે સરકાર હિંદીઓના હાથમાં અમુક સત્તાઓ આપવા તૈયાર થઈ છે પરંતુ બે મોટા પ્રાંતો બંગાળ અને પંજાબમાં ક્રાન્તિકારી પ્રવૃત્તિઓનું જોર હતું તેમાં પણ ૧૯૧૫માં પંજાબમાં ગદર પાર્ટીના સત્તા હાથમાં લેવાના પ્રયાસો પછી એમની સામે લાહોર કાવતરા કેસ ચાલતો હતો પંજાબના ગવર્નર સર માઇકલ ઑ ડ્વાયરને સ્થિતિ કાબુમાં નહીં રહે એવી બીક હતી હિંદ સરકારે પણ ક્રાન્તિકારી હિલચાલોને કાબુમાં લેવા માટે કાયદો બનાવ્યો જે રૉલેટ ઍક્ટ તરીકે ઓળખાય છે પંજાબ અને બંગાળમાં આનો જોરદાર વિરોધ થયો ગાંધીજીએ આના વિરોધમાં ૩૦મી માર્ચે દેશવ્યાપી હડતાળની હાકલ કરી પણ પછી તારીખ ફેરવીને છઠ્ઠી ઍપ્રિલ રાખવામાં આવી આખા દેશમાં સખત હડતાળ પડી લોકોનો ગુસ્સો માઝા મૂકી ગયો હતો દિલ્હી મુંબઈ અને બીજાં ઘણાં શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યાં આ સ્થિતિ ઉપર કાબુ મેળવવા ગાંધીજી મુંબઈથી દિલ્હી આવવા નીકળ્યા પણ એમને દિલ્હીની પાસે પલવલ સ્ટેશને પોલીસે પકડી લીધા અને એક માલગાડીમાં બેસાડીને પાછા મુંબઈ મોકલી દીધા ગાંધીજીની ધરપકડના સમાચાર આખા દેશમાં વાયુવેગી ફેલાઈ ગયા લોકોના ઉશ્કેરાટનો પાર નહોતો તેમાં માઇકલ ઑ ડ્વાયરે બળતામાં ઘી હોમ્યું અને દસમી તારીખે પંજાબના ગવર્નરે કોંગ્રેસના બે નેતાઓ ડૉ સત્ય પાલ અને સૈફુદ્દીન કિચલૂને તરીપાર કરી દીધા લોકોમાં અંગ્રેજો સામેનો રોષ ભભૂકી ઊઠ્યો એક મોટું સરઘસ અમૃતસરમાં ડેપ્યુટી કમિશનરને મળવા નીકળ્યું રસ્તામાં ટોળાએ કેટલીયે બૅન્કો અને બીજી ઇમારતોને નુકસાન પહોંચાડ્યું પોલીસે ગોળીબાર કરીને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું બીજા દિવસે ૧૧મી તારીખે બીજો એક બનાવ બન્યો અમૃતસરની એક હૉસ્પિટલમાં કામ કરતી મિશનરી નર્સ અને ટીચર મિસ માર્સેલા શેરવૂડ સાઇકલ પર પાછી ફરતી હતી ત્યારે કૂચા કુર્રીછાન માં ટોળાએ એને ઘેરી લીધી સાઇકલ પરથી ઉતારીને એને ખૂબ માર માર્યો એ પડી ગઈ અને લોકો એના પર લાઠીઓ વરસાવતા રહ્યા એના એક વિદ્યાર્થીના ઘર પાસે જ આ બનાવ બન્યો એ જોઈને ઘરવાળાં બહાર આવ્યાં અને એને બચાવી લીધી પરંતુ પ્રાંતનું વહીવટીતંત્ર આ બનાવથી હચમચી ગયું ગવર્નરે જનરલ રેજિનાલ્ડ ડાયરને બોલાવીને લોકોને પાઠ ભણાવવા ફરમાન કર્યું ડાયર તો લોહીતરસ્સ્યો હતો જ શહેરમાં હડતાળ હતી એણે લોકોની દુકાનો ખોલવા એક નિવેદન બહાર પાડીને ધમકી આપી એમાં એણે કહ્યું કે દુકાનો ખોલો નહિતર હું તાળાં તોડી નાખીશ તમે નહીં આવો તો મારી બંદૂક ચાલશે તમે સરકાર સામે લડાઈમાં ઊતર્યા છો ને તો હું તમને લડાઈ માટે લલકારું છું ડાયર તે પછી ઘાયલ માર્સેલા શેરવૂડને મળ્યો એને જ્યાં પટકી હતી તે ગલી કૂચા કુર્રીછાનમાં ગયો અને એ જગ્યા જોઈ તે પછી એણે જાહેર કર્યું કે આ પવિત્ર સ્થાન છે અને તમે લોકો જેમ તમારા ભગવાન સામે સાષ્ટાંગ પ્રણામ કરો છો તેમ આ ગલીમાંથી પસાર થાઓ ત્યારે આ સ્થાનને પવિત્ર મંદિર માનીને ઘૂંટણિયે પડીને ચાલવાનું છે ૧૩મી ઍપ્રિલે બૈસાખીના દિવસે રૉલેટ ઍક્ટનો વિરોધ કરવા લોકોએ જલિયાંવાલા બાગમાં સભા રાખી હતી ઑ ડ્વાયરને ફરી ડાયર યાદ આવ્યો પંજાબની અંગ્રેજ હકુમતને પ્રાંતની ગલીએ ગલીએ બગાવત દેખાતી હતી જનરલ ડાયર સિપાઈઓને લઈને ત્યાં પહોંચ્યો સાંકડી ગલીમાંથી સામેથી કોઈ નીકળી શકે એટલી જગ્યા પણ નહોતી ડાયર બખ્તરબંધ રણગાડીઓ પણ લાવ્યો હતો પણ એ ગલીની અંદર ન આવી શકી સિપાઇઓએ પોઝિશન લીધી અને ડાયરે સીધો જ સામે ગોળીબાર કરવાનો હુકમ આપ્યો ટપોટપ લાશોનો ડગલો થવા માંડ્યો જ્યાં ભીડ જોઈ ત્યાં ડાયરે ગોળીઓ ચલાવી એક હજાર કરતાં પણ વધારે માણસોના જાન ગયા માતાઓની લાશ પાસે રડ્યાંખડ્યાં બાળકો રોતાં રહ્યાં અને રાજસત્તાનો આ વફાદાર સેવક પોતાના પરાક્રમ પર ખુશ થતો પાછો ગયો પંજાબ સરકારે આને જરૂરી પગલું ગણાવ્યું પણ બ્રિટનમાં રાજકારણીઓ હલબલી ગયા એ વખતના વૉર મિનિસ્ટર ચર્ચિલે કહ્યું કે બ્રિટિશ તાજ હેઠળની કોઈ પણ વસાહતમાં આ બનાવ પહેલો છે એણે આમસભામાં કહ્યું કે ભીડ નિઃશસ્ત્ર હતી એ હુમલો કરતી નહોતી કોઈ ભાગી શકે તેમ નહોતું અને ભીડ એવી ખચાખચ હતી કે એક ગોળી ત્રણ ચાર જણને વીંધીને પાર થઈ જાય તેમ હતું લોકો બચવા માટે નીચે સૂઈ ગયા તો ગોળીઓ નીચે ચલાવી આમ આઠ દસ મિનિટ ચાલ્યું ચર્ચિલના ભાષણ પછી મતદાન થયું તેમાં ડાયરના હત્યાકાંડના વિરોધમાં ૨૪૭ અને તરફેણમાં ૩૪ મત પડ્યા આ બનાવને બ્રિટિશ હકુમતના અંતની શરૂઆત માનનારા પણ ઘણા હતા સરકારી આંકડાઓ પ્રમાણે તો ૩૭૯નાં મોત થયાં હતાં પણ કોંગ્રેસની તપાસ સમિતિએ ૧૫૦૦ મૃત્યુનો રિપોર્ટ આપ્યો આ બનાવની તપાસ માટે હંટર કમિશન નિમાયું હંટર કમિશનમાં ત્રણ હિંદુસ્તાની સભ્યો પણ હતા ચીમનલાલ હરિલાલ સેતલવાડ પંડિત જગત નારાયણ અને સરદાર સાહેબઝાદા સુલતાન અહમદ ખાન કમિશન સમક્ષ પણ ડાયરે સંપૂર્ણ ઉદ્દંડતા દેખાડી એણે કહ્યું કે બખ્તરબંધ ગાડીઓ અંદર આવી શકી હોત તો એણે મશીનગન ચલાવી હોત ડાયરને પૂછવામાં આવ્યું કે ઘાયલોને એણે મદદ કરી એનો જવાબ હતો એ મારું કામ નહોતું હૉસ્પિટલો ખૂલી હતી અને એ લોકો ત્યાં જઈ શક્યા હોત પરંતુ બ્રિટિશ સરકારે એને પાછો બોલાવી લીધો સરકાર એની વિરુદ્ધ હતી પણ સામાન્ય લોકો લોકોએ ફંડ એકઠું કર્યું અને ડાયરને ૨૬ ૦૦૦ પૌંડનું ઇનામ આપ્યું ૧૯૪૦માં મદનલાલ ધીંગડાએ લંડનમાં માઇકલ ઑ ડ્વાયરને ગોળીએ દઈ દીધો એણે બાળપણમાં આ હત્યાકાંડ જોયો હતો અને ત્યારે જ બદલો લેવાની ગાંઠ વાળી લીધી હતી ૩૧મી જુલાઇએ એને ફાંસી આપી દેવામાં આવી like loading author dipak dholakia posted on 17 04 2015 categories uncategorized tags જલિયાંવાલા બાગ દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia maari baari webgurjari 18 ટિપ્પણીઓ jalianwalla bagh માટે islam muslim society and blind faith http webgurjari in 2015 04 03 maari baari 38 islam muslim society and blind faith દીપક ધોળકિયા ઇસ્લામ મુસ્લિમ સમાજ અને અંધશ્રદ્ધા આપણા દેશમાં અંધશ્રદ્ધાની વાત થતી હોય છે ત્યારે માત્ર હિન્દુ સમાજની જ વાતો જાણવા વાંચવા મળે છે મને લાગે છે કે આનાં ત્રણ કારણો હોઈ શકે એક તો લખનારા મુખ્યત્વે હિન્દુ સમાજના હોય છે શક્ય છે કે લખનારા નાસ્તિક હોય પરંતુ હિન્દુ પરંપરામાં નાસ્તિકોને પણ સ્થાન છે એટલે નાસ્તિક પણ હિન્દુ પરંપરાની બહાર નથી હોતો આમ હિન્દુ ધર્મનાં કોઈ રીતરિવાજ પરંપરા આસ્થા કે આસ્થાનાં પ્રતીકોની ટીકા કરવાનું એમના માટે સહેલું હોય છે બીજું કારણ એ કે તેઓ પોતાના સમાજને બરાબર જાણે છે જ્યારે મુસ્લિમ સમાજને બરાબર જાણતા નથી ત્રીજું અને સૌથી મહત્ત્વનું કારણ એ કે અન્ય ધર્મને લગતી વાતોમાં માથું મારવું તેને કદાચ અસભ્ય વ્યવહાર ગણી શકાય એટલે સૌ આવી વાતોમાં પડવાનું ટાળે છે ઉદાહરણ લઈએ તો મારા મિત્ર અને શુભેચ્છક શ્રી ગોવિંદભાઈના બહુ જ લોકપ્રિય બ્લૉગ અભીવ્યક્તી પર અંધશ્રદ્ધા વિરુદ્ધ ઘણા લેખો પ્રકાશિત થાય છે એમાં મુખ્યત્વે તો એક જ સમાજની અંધશ્રદ્ધાની ચર્ચા હોય છે પરંતુ એક ખાસ નોંધવા જેવું હોય છે તે એ કે એમના એક વાચક કૅનેડાના કાસિમભા...
|