Meta tags:
description= 2 posts published by Dipak Dholakia during November 2015;
Headings (most frequently used words):
dipak, ગુલાબદીન, ચિઠ્ઠીરસાં, આગ઼ા, બાબર, dholakia, spam, blocked, મહિનો, નવેમ્બર, 2015, best, urdu, stories, from, pakistan, before, the, law, kafka, parable, કાનૂનને, દ્વારે, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (73), હતી (35), નવેમ્બર (31), ઓક્ટોબર (29), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), 2015 (28), #ગુલાબદીન (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), માર્ચ (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), હતો (23), ત્યારે (23), 2012 (22), ફેબ્રુવારી (22), માટે (21), એની (21), નથી (21), આવી (20), મુનશીજી (20), એને (19), એના (19), કહ્યું (19), 2013 (18), 2022 (18), ગયો (18), કરી (17), આવ્યો (17), 2011 (16), અંદર (16), અબ્દુલ (16), કાગળ (15), 2014 (14), પછી (14), પાસે (14), બહુ (14), બદ્રો (14), 2025 (13), કોઈ (13), હવે (13), ત્યાં (13), ઘરે (13), સિરાઝે (13), આજે (12), હતું (12), હોય (12), સાથે (12), ગુલાબદીને (12), મારી (11), કરે (11), બોલ્યો (11), છું (10), શું (10), કહે (10), નહીં (10), હું (10), સુધી (10), હતા (10), dipak (9), બન્ને (9), જાય (9), એનો (9), દિવસે (9), ટપાલ (9), martyrs (8), freedom (8), struggle (8), ચોકીદાર (8), તને (8), એણે (8), બેઠો (8), હશે (8), ચાર (8), પૂછ્યું (8), ગુલાબદીનને (8), કરીમ (8), આવ્યા (8), રાણા (8), લસ્સી (8), બારી (7), dholakia (7), indian (7), વાત (7), થાય (7), દિવસ (7), ચોકીદારને (7), બીજા (7), રહે (7), આપી (7), કંઈ (7), તરફ (7), જોઈને (7), ગયા (7), કરો (6), વચ્ચે (6), જવા (6), માણસ (6), કરીને (6), આવે (6), આગળ (6), હમણાં (6), કરીમે (6), જશે (6), કામ (6), બહાર (6), પહોંચ્યો (6), ઝોહરા (6), અહીં (6), હુક્કો (6), ભેંસ (6), બોલી (6), હાથમાં (6), રૂપિયો (6), શરૂ (5), શોધો (5), the (5), કારણ (5), હજી (5), નજર (5), પડી (5), પહેલાં (5), મને (5), પોસ્ટ (5), સામે (5), લઈને (5), લાગી (5), આપ્યો (5), અમે (5), તમે (5), અવાજ (5), નાની (5), બહેન (5), કર્યું (5), લાગ્યો (5), દીકરી (5), કરતી (5), બજારમાં (5), ગલીમાં (5), સ્ત્રી (5), com (4), નામ (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), વાર (4), એનું (4), દરેક (4), કાયદા (4), જવાની (4), શકે (4), બધું (4), વખતે (4), કહી (4), પોતાની (4), ખબર (4), આપે (4), મેં (4), થોડા (4), અનુવાદ (4), આપવા (4), કરવાની (4), પત્ર (4), નીચે (4), ગુલાબદીનની (4), ઊંચી (4), અરજી (4), લીધો (4), ખુદા (4), મહેરુ (4), બદ્રોએ (4), ત્યાંથી (4), બદ્રોનો (4), પાંચ (4), આવીને (4), બદ્રોના (4), બેઠી (4), જવાબ (4), છોકરી (4), રાતે (4), અબ્બાજી (4), ગુલાબદીનનો (4), જજો (4), જાઓ (4), મની (4), ઑર્ડર (4), નહોતો (4), અરે (4), પલંગ (4), કદ્રોને (4), પડ્યા (4), એમની (4), હાથ (4), બીજી (4), ઘરમાં (4), બાપ (4), આવતી (4), like (3), this (3), wordpress (3), other (3), નવી (3), uncategorized (3), આવો (3), before (3), law (3), kafka (3), ફ્રાન્ઝ (3), કાફકાની (3), પડે (3), મારા (3), બંધ (3), ઘણા (3), સવાલ (3), તેમ (3), જોયા (3), લાગે (3), કોટના (3), વગેરે (3), વગર (3), તું (3), જવું (3), તેની (3), જોઈએ (3), પરવાનગી (3), ચાલે (3), યાદ (3), સૌથી (3), વિચારમાં (3), જરા (3), આવતા (3), લાંબી (3), આભાર (3), urdu (3), stories (3), pakistan (3), ચિઠ્ઠીરસાં (3), તારી (3), દીધો (3), છોકરીઓ (3), લાંબા (3), રૂમમાં (3), કીમ (3), કદ્રો (3), સમાચાર (3), પહોંચી (3), સાંભળીને (3), ઘરની (3), મુશ્તરીની (3), રેશમી (3), બદ્રોને (3), થઈને (3), જાણે (3), કોણ (3), નહોતી (3), જેમ (3), જતાં (3), બનાવી (3), બેસી (3), કાકી (3), ચિક (3), હોરી (3), બેઠકમાં (3), ગુલાબદીનના (3), બેઠા (3), પાછા (3), વિના (3), ચહેરો (3), ચૌધરી (3), પરથી (3), પાનાં (3), માની (3), ગજવામાં (3), આવશે (3), બદલી (3), આગ઼ા (3), તરીકે (3), site (2), required (2), ટિપ્પણીઓ (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 364 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), email (2), address (2), parable (2), maari (2), baari (2), કાફ્કા (2), દ્વારે (2), tags (2), categories (2), posted (2), author (2), loading (2), પહેલી (2), માણસને (2), થયું (2), માગે (2), વર્ષોમાં (2), બીજું (2), વિનંતિ (2), કેમ (2), અહીંથી (2), દરવાજો (2), માત્ર (2), આંખો (2), દરવાજાની (2), ઊંચું (2), થતાં (2), જેવો (2), બની (2), એટલે (2), સવાલો (2), મોટો (2), એવા (2), ચોકીદ્દાર (2), કહ્યા (2), શક્યો (2), એવું (2), રાહ (2), બાજુએ (2), બેસવાની (2), ધ્યાન (2), પાડી (2), શક્તિશાળી (2), બીજો (2), વધારે (2), શકું (2), ગામડિયો (2), દરવાજે (2), અત્યારે (2), વખત (2), કદાચ (2), ખસી (2), જોવાની (2), કોશિશ (2), ત્રણ (2), સહર્ષ (2), માનવાની (2), રજૂ (2), કરું (2), આનો (2), best (2), from (2), સજ્જાદ (2), હુસૈન (2), દીપક (2), ધોળકિયા (2), દાઢી (2), દેખાતી (2), રહેવા (2), પાછો (2), મિસરી (2), શાહમાં (2), તકલીફ (2), ફરી (2), ઓગણીસમીએ (2), સવારે (2), ઑફિસની (2), પાછળની (2), બિલ્ડિંગના (2), શ્વાસ (2), દીકરીઓ (2), જલસો (2), કરીમને (2), મળ્યો (2), નવો (2), કરાવી (2), લખ્યું (2), અમારું (2), દિવસમાં (2), લાહોર (2), સોફા (2), લેજો (2), પરદા (2), મહેરુનો (2), મૌલવી (2), નમાજ (2), લંબાઈ (2), પહોળાઈ (2), જેવી (2), મનની (2), પકડીને (2), ક્યાં (2), જોઈ (2), ઊંચો (2), નોટ (2), દસની (2), ગાનારીઓ (2), રહી (2), આંખે (2), કૂલ્હા (2), પડવા (2), પગલાં (2), દાખલ (2), હંમેશાં (2), પુલાવ (2), ટપાલીને (2), આપ્યું (2), હજામે (2), સિગરેટ (2), રંગબેરંગી (2), ચહેરા (2), પાતળી (2), સાંજે (2), પહોંચ્યા (2), લીધું (2), વહેંચીને (2), અમારી (2), મહેરુન્નિસા (2), લખાવવા (2), જાણીને (2), કાગળપત્તર (2), આવું (2), ખરા (2), હોરીએ (2), ઓરમાન (2), પેલી (2), સુગંધ (2), મુશ્તરીને (2), બહેનો (2), સફરજન (2), દેજો (2), બેસીને (2), જ્યાં (2), મુનશી (2), કાલે (2), પાસેથી (2), ઊભી (2), ભલે (2), પોતે (2), ભેંસનો (2), કરીએ (2), છીએ (2), બાપની (2), જતા (2), થયો (2), મુસલ્લન (2), જાની (2), ટપાલી (2), રંડીઓ (2), હસી (2), બીજે (2), નહોતું (2), તમારું (2), નીકળો (2), જાડી (2), ટાટના (2), સખત (2), બેઇજ્જતી (2), ગયું (2), તવાયફોના (2), નોકરો (2), આવા (2), દુકાનો (2), કરતા (2), પડખું (2), કદ્રોની (2), ઇચ્છા (2), કહેતી (2), તબીયત (2), ધીમે (2), રહેતી (2), નાકે (2), દીધી (2), ભાઈ (2), પહેરીને (2), કરતો (2), રૂપિયા (2), થશે (2), આપો (2), કદ્રોએ (2), કારપેટ (2), તમારી (2), એમના (2), નાખી (2), નીકળી (2), કાઢીને (2), સિરાઝ (2), મૂકી (2), નૂરુદ્દીન (2), બોલ્યા (2), જીવ (2), ઓળખાણ (2), બાજુ (2), બધી (2), પાનવાળાની (2), જઈને (2), સાહેબ (2), હુઝૂર (2), હીરામંડી (2), મોટા (2), તસબીહ (2), કાગળો (2), કાં (2), હતોઃ (2), કરીશ (2), થતા (2), હવસ (2), બાબર (2), કિંમતઃ (2), ૧૨૫ (2), isbn (2), ભાગ (2), જોડાયા (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, webgurjari, chintan, વેબગુર્જરી, ન્યાયને, રૂપકકથા, ૧૯૧૫માં, પ્રકાશિત, વિશ્વવિખ્યાત, નવલકથા, trialમાં, સ્થાન, પામી, અર્થઘટન, સાર્થકતાનો, નિર્ણય, વાચકો, છોડું, ચોકીદારે, સાંભળવા, નમવું, જબ્બર, અંતર, તેનાથી, ઘણું, નુકસાન, તારે, જાણવું, સંતોષ, આટલાં, સિવાય, કરતું, આવ્યું, તારા, દઈશ, નબળી, સમજાતું, આસપાસનું, કાળુંકાળું, દગો, કાયદાના, અંદરથી, વહી, નીકળતા, પ્રકાશના, રેલા, અંધારામાં, ઓળખી, જીવનના, બચ્યા, મરતાં, આખા, જીવનનો, અનુભવ, સવાલમાં, એકઠો, પૂછ્યો, હાથના, ઈશારાથી, બોલાવે, પોતાનું, અકડાઈ, ગયેલું, શરીર, વર્ષોનાં, વહાણાં, વાઈ, લગભગ, સતત, ચોકીદ્દારો, ભૂલી, પહોંચવામાં, આડખીલી, કફોડી, હાલતને, શરૂઆતનાં, મોટેથી, ભાંડે, ઘરડો, બબડે, નાના, બાળક, વર્ષોથી, ફરના, કૉલર, કીડા, ફરતા, કીડાઓને, સમજાવવા, કાકલૂદી, દિવસો, વર્ષો, ઘણાય, પ્રયત્નો, આજીજી, થકવી, ઘણી, ટૂંકા, પૂછી, ગામ, કેવું, પૂછવા, ખાતર, પુછાયેલા, તુચ્છ, પૂછતો, મુસાફરી, ઘણીબધી, વસ્તુઓ, ચળાવવા, ધીમેધીમે, મોંઘામાં, મોંઘી, વસ્તુ, સહિત, લેતો, લેતી, રહેતો, એટલા, લઉં, આટલું, અઘરું, ગામડિયાને, વિચાર, હોવું, ઝીણવટથી, જૂએ, ફરનો, કોટ, અણિયાળું, નાક, તાતારો, માથા, કાળો, રૂમાલ, બાધેલો, મળે, જોવી, સારું, બેસવા, સ્ટૂલ, છૂટ, ચોકીદારનું, હસે, જોવાનું, તોયે, કેડો, મૂકતો, રાખ, નીચલી, પાયરીનો, હૉલ, ચોકીદારો, ઊભા, પહેલા, કરતાં, ત્રીજો, એવો, સહન, મહેલ, કાયદાનો, મહેલમાં, કાનૂનની, મુખ્ય, અટકાવે, પૂછે, દેશે, શકશે, ઊઘડે, વાંકો, વળીને, નસ્ટન, જોહ્, ઈયાન, અનુવાદઃ, અંગ્રેજીમાં, જર્મનમાંથી, કાફકા, લેખકઃ, કાનૂનને, દિવસોમાં, વાર્તા, penal, colonyનો, હપ્તામાં, માગું, કાફકાના, સાહિત્યનો, ક્લિક, તરફથી, મળી, વેબસાઇટના, સંચાલકનો, એમનો, સૂર, સાધવા, ટૂંકી, રૂપક, કથા, vor, dem, gesetz, franz, online, leave, comment, pakistani, short, સંક્ષિપ્ત, રજુઆત, સફાચટ, હડપચી, સાફ, જાડા, હોઠ, મૂંછોના, દોરા, ફૂટેલા, માસ્તરે, ફાઇલમાંથી, આંખ, જોયું, હુઝુર, હીરામંડીમાં, વર્ષની, તેં, માગ્યું, હીરામંડીથી, બદલીને, ગોઠવી, માસ્તર, આવવાની, ભારે, અવરજવર, મચી, સંતોષનો, બધાંને, એમણે, બાપને, માતબર, રક્મો, કમાઈને, અલ્લાહની, મહેરબાનીથી, કમાઉ, વળી, કરશું, હજારનો, બૅન્ક, ડ્રાફ્ટ, સોફાસેટ, પરદાનું, કાપડ, ઝુમ્મરની, સફાઈ, લેવાઈ, આખું, ચમકી, ઊઠ્યું, પછીના, પંદર, નૂરપુરમાં, બર્રી, ઈમામના, ઉર્સમાં, તૈયારીમાં, સાજિંદાઓએ, વાજિંત્રોનાં, પોટલાં, બાંધ્યાં, લખ્યો, દ્દીકરીઓના, કુશળ, આપ્યા, મેળો, જામ્યો, જામ્યું, હજારની, કમાણી, અઢાર, આવશું, બદલવા, જેવા, આળસ, કરજો, પઠાણ, આશિક, ઉતારવાનાં, માગ્યાં, મોલ, તૈયાર, પરદેશ, અમારા, મહેમાન, બનો, અઝાનનો, ઊઠ્યો, પઢવા, પ્રસન્ન, નમાજમાં, મઝા, ખુદાના, અનુભવી, અલ્માસે, ગાવાનું, નામના, ઊઠ્યા, ઘાટી, ભમ્મરો, મરદો, હાસ્ય, વેર્યું, શલવારની, ક્રીઝ, ચપટીમાં, કદી, ઊંબરા, જોવા, રિમઝિમ, મહેમાને, કાઢી, કેટલાની, કોઈએ, નોટો, વરસવા, વિચારતો, રહ્યો, બદનમાં, લચક, ક્યાંથી, સમાં, બાંધતી, મોડી, રાત, મહેફિલ, ચાલી, કીમે, ફઈની, શમ્મો, છાતીમાં, શ્વાસોનો, અંબાર, ભરાઈ, નીકળવા, કીમને, ફૈરોઝાએ, સિલ્માનો, સૂટ, પહેર્યો, સાડીમાં, ચોળી, લેવા, પૂરતી, ગુગ, અકબર, બાદશાહના, જમાનાની, ગાયિકાના, લેબાશમાં, જૂતી, ટાંકેલા, તારલા, ચાલતી, અથડાતા, મહિના, ઓળખાતી, મુશ્તરીન, ગરારામાં, ઘંટીનાં, ઘસાતા, કસકસતાં, કપડાંમાંથી, અંગેઅંગ, કૂદી, આતુર, દેખાતું, જોડી, કદની, ટૂંકાં, ભરતી, રેશમ, સરસરતી, મહેફિલમાં, બરાબર, આપણા, સારા, નૂર, શીરમાલ, કોરમા, પિરસાયાં, મહેમાનો, પિરસનારાનો, વારો, પોતાનો, સામાન, સમેટવા, માંડ્યો, બપોર, વેશ્યાઓની, ટોળીઓ, આવવા, આંગળીઓની, મોઢામાં, સોપારી, એકબીજીના, કાનમાં, વાતો, ભાત, ભાતના, અવાજો, વસ્ત્રો, ગોરા, સાંવલા, ઉભારવાળી, છાતીઓ, કમરો, દિલને, લોભાવનારી, અદાઓ, નાજ, નખરાં, અંદરનો, બહારનો, શનિવારની, ચૂલો, કાઢ્યો, રવિવારની, મદદનીશ, સંભાળી, શમિયાણો, બંધાઈ, કારપેટો, પથરાઈ, ગાદીતકિયા, ગોઠવાઈ, ગયાં, રવિવારનો, પ્રોગ્રામ, બપોરે, જમવાનું, સંગીત, અચકાતો, બહારના, ઘણાને, બોલાવ્યા, આડોશીપાડોશીઓ, બધાં, તમને, ઓળખે, સીધા, કમરોને, મિજબાની, આપવી, ગડગડાવતાં, મસાલા, માંડ્યા, અચરજમાં, ગળાડૂબ, પેન્સિલ, ઉત્સાહ, સમાતો, હોતું, આવવાનું, છોડી, ખુદાનો, પાડ, માનું, આળોટતાં, પીતી, નામે, પાંચસો, રૂપિયાનો, જલસા, મોકલું, લેજે, મોતી, ભેટો, ઓહો, આવજો, અમારે, થવાનો, ઝોહરાનો, ઝોહરાની, નશાખોર, મણની, ગાળો, સંભળાવતી, નીકળતાં, વિચાર્યું, ભેંસની, રકમ, ખેલ, નાકમાં, ભરીને, સડસડાટ, નીકળ્યો, કોઈની, રમી, રમતી, એમને, દેગ, ચડી, વેરતી, કોયટાની, ભેટ, લેતા, રાતાંચોળ, કાઢ્યાં, રાખજો, રાણાને, લાલચમાં, જોડેલા, હજામ, કરાવતો, જૂઓ, ચાના, જેણે, બદ્રોની, ઉતારી, કોયટા, ક્વેટા, ભોળપણનો, દેખાવ, તગડો, માલ, લાવ્યો, ઊતરીને, પાનવાળાને, ચેક, નીરસતાથી, નફ્ફટાઈથી, ભેંસવાળાને, પુત્તર, આઠસો, કેટલું, રાણાએ, ઝીણી, માંડતાં, બાપે, મોઢે, સ્મિત, જડીને, વારાફરતી, વલોવે, રાણાજી, વસૂકી, રોજ, મહેરુએ, બજાર, લાવીને, મૂકતાં, ધીમા, અવાજે, શલવાર, સંભાળતી, વરંડા, પાછી, બેઠાં, સોદો, માલિક, કહેતો, લેવી, રાણાસાહેબ, ઈરાની, રેશમના, તાકાને, હાથથી, માપતી, પહોળા, છાતીના, ગોળા, મિલાવીને, ગાદી, તકિયે, મહેરુને, ટાલિયાને, લીલા, રંગની, કાર, થાકેલો, વહેંચવા, પીવા, ગોકીરો, અલ્લારખી, રંડી, લડાઈ, જામી, પસાર, ત્રાંસી, બીજીએ, તડાક, ભટકૂ, ખડખડાટ, શિયાવિયા, વહેંચ્યા, ગભરાયેલા, લાગો, આખી, હાકો, ચૌધરીએ, મુસલ્લનનાં, હાડકાં, ખોખરાં, નાખ્યાં, ગુલાબોની, ગલીમાંથી, ફોંદા, કંજરી, બોલતી, ગુલાબો, તારો, ખસમ, રંડીઓએ, ફોંદાની, પાંસળીનો, ચૂરો, નાખ્યો, કહ્યે, રાખીએ, ગલીઓમાંથી, મરદ, બનીને, હીઝડા, ગલીઓમાં, માણસે, ધારદાર, અસ્ત્રો, ચાલવું, મકાનોના, દરવાજા, પરદાથી, ફટાશ, ખૂલી, ટાટની, કરવી, મકાનો, ભેદી, લાગતાં, સમજાઈ, ગાનારીના, મહેફિલો, જામે, બીજાં, ઘરો, ફલાણીને, સોસાઇટી, એકઠી, સમાચારો, આખો, ટીચ્યા, હારનારાને, પૈસે, પેડાવાળી, પીતા, મુશ્તરીના, ફેરવીને, સૂતેલી, અફીણની, પરદામાં, વર્ષે, માને, ત્રણેય, નબળીસબળી, રહ્યા, અંદરની, વાતોની, ગેરુઆ, રંગનું, ખુલાવટવાળું, મકાન, પરદાદીને, તવંગર, લાલા, મુકુંદલાલે, કુટુંબની, આસામી, શોધતા, મુજરા, ગુલબર્ગ, મહેરુન્નિસાને, શણગારોથી, સજીને, એવી, મીણની, પૂતળી, નહોતા, કાને, લવિંગિયાં, ફુલફટાક, ફર્યા, પરદો, પાળતી, ઊઠવા, પીવાનું, સંકોચ, રાખ્યા, ખાસ, ચક્કર, ચરી, પાળીએ, રીતે, ચિંતા, દેખાડી, જેવાતેવા, કંજરોમાં, ખાનદાન, કમરુન્નિસા, છેલ્લું, ખાનું, લખાવ્યું, બસો, કાકીના, ચૂસણિયા, સારી, ઠીક, દૂઝાણું, શુકનિયાળ, તમારાં, ભલું, લખી, જગ્યા, ખાલી, ફેરવ્યો, નોકરને, અબે, થવાના, બહેનોએ, લંબાવ્યું, તકિયાને, અઢેલીને, પલાંઠીભેર, ગડગડાવતો, મૂક્યા, ભલા, નવા, ક્યાંક, મળેલા, રૂપિયામાંથી, આપવાની, આનાકાની, નથડીવાળી, બુઝુર્ગવાર, હરામના, પૈસા, સમજો, કોઈના, ખિસ્સામાંથી, કઢાવવો, સહેલી, રૂપિયાનું, ચાલ્યો, મનમાં, નક્કી, જ્યારે, ગજવાનો, પત્નીએ, ઘાસલેટ, મંગાવી, જાળિયાવાળું, દેખાડીને, મુશ્તરીનું, મુશ્તરીનો, ફરીને, સૂતી, કમીઝ, ભાન, બાજુના, રૂમમાંથી, દૂબળી, છોકરીએ, સામેના, સાજિંદાઓ, નથડી, રિયાઝ, કહીને, સિરાઝના, દીધા, ઉત્સાહમાં, નસીબવાળી, મુબારકબાદ, અમ્માજી, મીઠું, મોં, કરાવ્યું, ઉસ્તાદ, જોતો, ઊભો, જાનવરો, કહો, વરંડામાં, પાછળથી, વૃદ્ધાનો, ઉસ્તાદજી, કમરોએ, જણી, મકાનમાં, બેધડક, ઘૂસી, આંગણામાં, લસણ, છોલતી, સિરાઝનો, છોકરીઓએ, પકડાવ્યો, વહેંચતો, બદ્રુન્નિસાએ, વાંચવા, હરખ, માતો, આપાને, ગલી, સાંકડી, થતી, જતી, ગભરાવા, છેવટે, ખુલ્લા, રસ્તે, આવતાં, જીવમાં, મિયાં, થાક્યા, ચાલો, પકડાવ્યા, લાગ્યું, ગંદા, લોહીથી, ખરડાયેલાં, ચીંથરાં, દીધાં, ચૌધરીજી, ચાલ્યા, ઘરમાંથી, ડોકાઈ, મારો, ડોકું, ધુણાવીને, એટલામાં, ભડકી, યારોને, ભરખી, લખશે, માસ્ટર, જરૂર, નાકનું, ટેરવું, ચડાવતાં, એકાદ, અહીંની, કંજરોના, ચૌધરીની, મહેંદીરંગી, દાઢીવાળો, ખાટલે, પીતો, માલિશિયો, પગની, પીંડલીઓ, દબાવતો, પછીની, ધંધાવાળીઓ, સડેલા, તરબૂચની, ગંધ, કપડું, રાખી, દીધું, બિલ્લો, ઢોલક, ગીતો, સારાં, ગાય, બધાંની, આપવાનું, દુકાને, પહોંચીને, શહાબાની, દુકાન, નિક્કો, મૌલવીજી, દલાલીના, અડ્ડા, દુકાનોમાં, બધ્ધા, આદાબ, બીબી, સલવાર, સિવડાવી, મૂંછોવાળાએ, પટક્યાં, લૂંગી, જાંઘ, ચડાવીને, સાથેના, જુવાન, છોકરાને, ગુલાબદીનનું, ગીત, સાંભર્યું, રાંઝા, ફુલ, ગુલાબ, મેરી, ઝોલી, ટુટ, પેયા, છજા, તવાયફ, તાડૂકી, કઠેરા, રાખ્યો, વજનદાર, જાંઘોની, અટકળ, ખોટા, પડવાનો, કાલથી, જગ્યાએ, પરિચય, કરાવ્યો, રમતા, ઉપર, છજામાં, ખભે, ટુવાલ, રાખીને, ભીના, વાળને, આંગળીથી, અલગ, સૂકવતી, દુપટ્ટો, ઝટકે, છાતી, દેવાની, પાણીવાળા, તળાવ, ગજની, કબર, જમણી, વળતાં, પહેલો, ચોક, ફિરોઝાનો, આંચકો, વિચારીને, રોકી, દેવી, તરત, રાખું, નમાજી, ધરી, ખાખી, ગજવામાંથી, કાળા, મણકાની, માળા, ફેરવે, કાળાં, કામાંના, અડ્ડાઓમાં, ધંધો, બાઈઓને, પહોંચાડશે, માફ, જનાબ, મારાથી, ફૈઝબાગમાં, મૂકો, માસ્તરને, પીળો, વુજૂ, દુઆ, માગીને, પઢતો, મહોલ્લામાં, રમઝાનના, મહિનામાં, તરાવીહની, નમાજોમાં, કુર્, આનખાનીની, વ્યવસ્થા, જવાબદારી, મેરાજ, શરીફનો, ફાળો, નિગરાની, ઉઘરાવાતો, ખર્ચ, ઈદે, મિલાદ, નબીની, ઊજવણીમાં, છોકરાઓ, પ્રમાણે, તોરણો, બાંધતા, ઈમાનદાર, ધર્મભીરુ, માણસનો, અંતરાત્મા, અસ્વસ્થ, હવેથી, તવાયફોની, કોઠાઓના, આંટાફેરા, પૂરા, કાગળમાં, મમતા, બાપનાં, લાડ, છાતીમાંથી, દ્દૂધને, બદલે, ઝેર, ટપકતું, નજરમાંથી, બેશરમી, બળતરા, ઠાલવતો, અર્થ, રોજી, મારે, નોકરી, છોડવી, સાહેબને, અપીલ, અફસરોએ, જરાક, ખ્યાલ, રાખવો, કોને, કયો, ઇલાકો, આપવો, બન્નેએ, મિલાવ્યા, જોરથી, કરમ, ઇલાહીએ, ઇકરામને, મરી, હલચલ, ચિઠ્ઠીરસાંઓ, ટપાલીઓ, બદલીઓ, ઊતરી, 8186265, 86265, પાકિસ્તાન, સર્વશ્રેષ્ઠ, ઉર્દૂ, કહાનિયાં, વિવરણઃ, સંબંધી, પુસ્તક, goelbooks, rediffmail, મેઇલઃ, મોબાઇલઃ, ૦૯૮૧૦૪૬૧૪૧૨, ઑફિસઃ, ૦૧૧, ૨૨૩૨, ૪૮૩૩, સંપર્કઃ, પ્રકાશકનો, ૧૧૦૦૯૫, દિલ્હી, નવીન, શાહદરા, સાક્ષી, પ્રકાશન, વાર્તાનો, બદલ, પ્રકાશક, આભારઃ, જન્મ, ૧૯૧૯, પંજાબના, બટાલામાં, મૅટ્રિક, શિક્ષણ, કૉલેજનો, અભ્યાસ, લાહોરમાં, ૧૯૪૩થી, ૧૯૪૫, પંચોલી, આર્ટ, સ્ટૂડિયોમાં, સંવાદ, લેખક, પંજાબ, ઍસેમ્બ્લીમાં, રિપોર્ટર, પછીમે, ૧૯૪૯માઅં, પાકિસ્તાનની, ફોજમાં, મેજર, રિટાયર, થયા, ૧૯૭૮માં, અમેરિકા, રીડર્સ, ડાઇજેસ્ટ, નવલિકા, સંગ્રહો, અન્ય, સમીક્ષા, પુસ્તકો, પ્રકશિત, ૧૯૯૯માં, અવસાન, મૂળ, લેખકનો, પરિચયઃ, કંટેન્ટ,
Text of the page (random words):
બાપની નજરમાંથી બેશરમી બીજા દિવસે એ પોસ્ટ માસ્તરને મળ્યો ત્યારે એનો ચહેરો પીળો પડી ગયો હતો કદાચ એ હમણાં જ વુજૂ કરીને દુઆ માગીને આવ્યો હશે હુઝૂર મારી બદલી હીરામંડી કરી છે હું નમાજી માણસ મારી બહુ બેઇજ્જતી થશે એણે પોતાની અરજી મોટા સાહેબ સામે ધરી દીધી અને ખાખી કોટના ગજવામાંથી કાળા મણકાની તસબીહ માળા કાઢીને બોલ્યો હુઝૂર જે હાથ આ તસબીહ ફેરવે છે તે જ એ કાળાં કામાંના અડ્ડાઓમાં જઈને ધંધો કરતી બાઈઓને કાગળો પહોંચાડશે ખુદા માફ કરે જનાબ મારાથી નહીં થાય કાં તો મને ફૈઝબાગમાં મૂકો ને કાં મિસરી શાહમાં જ રહેવા દો સાહેબ વિચારીને બોલ્યા તો બદલી રોકી દેવી છે પણ હમણાં તરત તો નહીં થાય અરજી તો રાખું છું ગુલાબદીનને આંચકો લાગ્યો ગુલાબદીન અને સિરાઝ પાણીવાળા તળાવ પાસેથી થઈને નવ ગજની કબર પાસે આવ્યા ત્યારે સિરાઝે કહ્યું મૌલવી ગુલાબદીન આવ અહીંથી શરૂ કરીએ એ જમણી બાજુ વળતાં બોલ્યો આ પહેલો ચોક ફિરોઝાનો છે અહીં બધી ગાનારીઓ રહે છે દરવાજે ચાર પાંચ જણ પાનાં રમતા હતા અને એક સ્ત્રી ઉપર છજામાં ખભે ટુવાલ રાખીને ભીના વાળને આંગળીથી અલગ કરતી સૂકવતી હતી દુપટ્ટો નહોતો લીધો એટલે એના દરેક ઝટકે એની છાતી પણ ગુલાબદીનને આંખો બંધ કરી દેવાની ઇચ્છા થઈ આવી કાલથી મારી જગ્યાએ આ આવશે સિરાઝે ગુલાબદીનનો પરિચય કરાવ્યો લાંબી મૂંછોવાળાએ પાનાં પટક્યાં અને બન્ને પર નજર નાખી લૂંગી જાંઘ સુધી ચડાવીને બેસી ગયો એની સાથેના જુવાન છોકરાને ગુલાબદીનનું નામ સાંભળીને ગીત સાંભર્યું ઓ રાંઝા ફુલ ગુલાબ દા મેરી ઝોલી ટુટ પેયા છજા પરથી તવાયફ તાડૂકી એણે પગ ઊંચો કરીને કઠેરા પર રાખ્યો હતો એની વજનદાર જાંઘોની અટકળ કોઈ કરે તો ખોટા પડવાનો સવાલ જ નહોતો આદાબ બીબી પહેલાં જઈને સલવાર સિવડાવી લો એ બિલ્લો હતી ઢોલક પર ગીતો બહુ સારાં ગાય છે સિરાઝે બધાંની ઓળખાણ આપવાનું શરૂ કર્યું બજારમાં એક પાનવાળાની દુકાને પહોંચીને સિરાઝે કહ્યું આ શહાબાની દુકાન છે એ તો સાંજે આવશે આ બેઠો છે તે નિક્કો મૌલવીજી પાનવાળાની દુકાનો દલાલીના અડ્ડા છે અત્યારે દુકાનોમાં બેઠા છે તે બધ્ધા જ તવાયફોના નોકરો છે તે પછીની ગલીમાં જતાં સિરાઝે કહ્યું અહીં બધી રંડીઓ રહે છે ધંધાવાળીઓ ગલીમાં સડેલા તરબૂચની ગંધ આવતી હતી ગુલાબદીને નાકે કપડું રાખી દીધું આ ગલીમાં જવાની જરૂર છે ગુલાબદીને નાકનું ટેરવું ચડાવતાં કહ્યું એકાદ ટપાલ અહીંની પણ હોય છે આજે કંજરોના ચૌધરીની છે મહેંદીરંગી દાઢીવાળો ચૌધરી ખાટલે બેસીને હુક્કો પીતો હતો એક માલિશિયો પાસે બેઠો હતો એક જણ એના પગની પીંડલીઓ દબાવતો હતો આ બાજુ ક્યાં માસ્ટર ચૌધરી બોલ્યો તમારી ટપાલ છે ચૌધરીજી સિરાઝે કહ્યું અને ગુલાબદીનની ઓળખાણ કરાવી આગળ ચાલ્યા તો એક ઘરમાંથી એક સ્ત્રી ડોકાઈ મારો કોઈ કાગળપત્તર નથી સિરાઝે ડોકું ધુણાવીને ના પાડી એટલામાં તો બીજી એક સ્ત્રી ભડકી યારોને તો ભરખી ગઈ હવે તને કોણ લખશે કાગળ બન્ને આગળ નીકળી ગયા આગળ જતાં ગલી સાંકડી થતી જતી હતી ગુલાબદીનનો જીવ ગભરાવા લાગ્યો છેવટે ખુલ્લા રસ્તે આવતાં એના જીવમાં જીવ આવ્યો સિરાઝે પૂછ્યું મિયાં થાક્યા તો નથી ને ચાલો હજી એક બે કાગળ છે બન્ને આગળ ગયા બીજા ચાર પાંચ કાગળ સિરાઝે પકડાવ્યા ત્યારે ગુલાબદીનને લાગ્યું કે એના હાથમાં ગંદા લોહીથી ખરડાયેલાં ચીંથરાં મૂકી દીધાં છે અહીં બદ્રો અને કદ્રો અહીં રહે છે સિરાઝે કહ્યું અને એક મકાનમાં બેધડક ઘૂસી ગયો આંગણામાં બે છોકરીઓ લસણ છોલતી હતી સિરાઝનો અવાજ સાંભળીને છોકરીઓએ નજર ઊંચી કરી સિરાઝે ગુલાબદીનના હાથમાં એક કાગળ પકડાવ્યો આજે સૌ પહેલી વાર ગુલાબદીન કાગળ વહેંચતો હતો બદ્રુન્નિસાએ કાગળ લઈ લીધો અને વાંચવા લાગી એનો હરખ માતો નહોતો આપાને કાકી દીકરી આવી ઉસ્તાદ નૂરુદ્દીન રાહ જોતો ઊભો હતો હવે બોલ્યા વગર રહી ન શક્યો અરે જાનવરો કહો તો ખરા શું સમાચાર છે વરંડામાં ટાટના પરદા પાછળથી એક વૃદ્ધાનો અવાજ આવ્યો ઉસ્તાદજી કમરોએ દીકરી જણી નૂરુદ્દીન ઉત્સાહમાં આવી ગયો નસીબવાળી છે મુબારકબાદ અમ્માજી પણ ટપાલીને મીઠું મોં કરાવ્યું હા હા એના વિના કેમ ચાલે કહીને કદ્રોએ સિરાઝના હાથમાં બે રૂપિયા મૂકી દીધા બન્ને બજારમાં આવ્યા ત્યારે એક જાળિયાવાળું ઘર દેખાડીને સિરાઝ બોલ્યો આ ઝોહરા મુશ્તરીનું ઘર છે એની પણ ટપાલ હતી ને મુશ્તરીનો કાગળ હાથમાં પકડીને બન્ને અંદર ગયા ત્યારે એક જાડી સ્ત્રી પલંગ પર પડખું ફરીને સૂતી હતી એના કૂલ્હા પરથી કમીઝ ખસી ગયું હતું પણ એને ભાન નહોતું બાજુના રૂમમાંથી એક દૂબળી પાતળી છોકરીએ આવીને કાગળ લઈ લીધો સામેના રૂમમાં બે સાજિંદાઓ સાથે એક નાની છોકરી નથડી પહેરીને બેઠી હતી અને રિયાઝ કરતી હતી આ આ આ ત્યાંથી બન્ને પાછા બજારમાં પહોંચ્યા ત્યારે સિરાઝે એને મળેલા બે રૂપિયામાંથી એક રૂપિયો ગુલાબદીનને આપવાની કોશિશ કરી પણ એણે આનાકાની કરી એને પેલી નથડીવાળી નાની છોકરી યાદ આવતી હતી સિરાઝે ગુલાબદીનના કોટના ગજવામાં રૂપિયો નાખી દીધો અને બોલ્યો બુઝુર્ગવાર આ કોઈ હરામના પૈસા નથી સમજો કોઈના ખિસ્સામાંથી રૂપિયો કઢાવવો એ સહેલી વાત નથી અને રૂપિયાનું તો એવું છે કે એ આજે એક ગજવામાં હશે કાલે બીજા ગજવામાં ચાલ્યો જશે ગુલાબદીન કંઈ ન બોલ્યો પણ મનમાં નક્કી કર્યું કે બદ્રોનો કાગળ આપવા જશે ત્યારે એને રૂપિયો પાછો આપી આવશે પણ ઘણા દિવસ સુધી કાગળ જ ન આવ્યો જ્યારે આવ્યો ત્યારે ગજવાનો રૂપિયો નીકળી ગયો હતો એની પત્નીએ રૂપિયો કાઢીને ઘાસલેટ મંગાવી લીધું હતું ગુલાબદીન બદ્રો કદ્રોને ઘરે પહોંચ્યો ત્યારે બન્ને બહેનોએ કારપેટ પર લંબાવ્યું હતું અને એમની બહેન તકિયાને અઢેલીને પલાંઠીભેર બેઠી હતી પાસે જ એનો બાપ હુક્કો ગડગડાવતો બેઠો હતો ગુલાબદીને ત્રણ કાગળ એમના હાથમાં મૂક્યા એનો બાપ બોલ્યો ભલા આવ્યા મુનશીજી છોકરીઓ કહેતી હતી ટપાલ નથી આવતી નવા મુનશીજી ક્યાંક બીજે તો આપી નથી આવતા ને ના તમારી ટપાલ આવતી જ નહોતી અરે કાકી થવાના ખબર પણ આ જ લઈ આવ્યા હતા કદ્રોએ કારપેટ પર પડ્યા પડ્યા જ કહ્યું એ મ બહુ શુકનિયાળ પગલાં છે તમારાં મુનશીજી ખુદા તમારું ભલું કરે મુનશીજી આવ્યા છો તો આ કામ પણ કરી આપો આ મની ઑર્ડર લખી આપો એણે ગુલાબદીન માટે બેસવાની જગ્યા ખાલી કરી આપી હુક્કો એના તરફ ફેરવ્યો અને નોકરને કહ્યું અબે ઓય મુનશીજી માટે લસ્સી લઈ આવ ગુલાબદીને પૂછ્યું ઘરમાં દૂઝાણું છે અમે કંઈ જેવાતેવા નથી મુનશીજી કંજરોમાં અમારું ખાનદાન બહુ ઊંચું છે પછી કમરુન્નિસા માટે મની ઑર્ડર લખાવવા બેઠો છેલ્લું ખાનું આવ્યો ત્યારે લખાવ્યું આ બસો રૂપિયા કાકીના ચૂસણિયા માટે છે તારી માની તબીયત સારી નથી ઠીક થશે ત્યારે તારી પાસે આવી જશે લસ્સી માટે આભાર માનવાની રીતે ગુલાબદીને ચિંતા દેખાડી શું ઘરમાં કંઈ તકલીફ છે ખાસ નહીં ચક્કર આવે છે અમે પાછા ચરી પણ ન પાળીએ ગુલાબદીન ઊઠવા લાગ્યો ત્યારે બદ્રોનો બાપ બોલ્યો મુનશીજી લસ્સી પીવાનું મન થાય ત્યારે સંકોચ રાખ્યા વિના ઘર જાણીને આવી જજો ધીમે ધીમે ગુલાબદીનને દરેક ઘરની અંદરની વાતોની પણ ખબર પડવા લાગી જેમ કે બદ્રો અને કદ્રો જ્યાં રહેતી હતી તે ગેરુઆ રંગનું ખુલાવટવાળું મકાન એમની પરદાદીને એક તવંગર લાલા મુકુંદલાલે બનાવી આપ્યું હતું હવે કુટુંબની સૌથી નાની દીકરી મહેરુન્નિસા માટે કોઈ મોટો આસામી શોધતા હતા બદ્રોને મુજરા માટે ગુલબર્ગ જવું હતું તો એણે મહેરુન્નિસાને નાકે નથ અને બીજા શણગારોથી સજીને એવી બનાવી દીધી હતી કે જાણે મીણની પૂતળી બદ્રોએ પોતે જ આ વાત કહી હતી બદ્રોનો બાપ અબ્દુલ કરીમ અને ભાઈ કીમ કંઈ કામ નહોતા કરતા કીમ તો કાને લવિંગિયાં પહેરીને ફુલફટાક થઈને ફર્યા કરતો બદ્રો અને કદ્રોની મા સખત પરદો પાળતી ઝોહરા અને મુશ્તરીના ઘરમાં જે સ્ત્રી હંમેશાં પડખું ફેરવીને સૂતેલી દેખાતી તે એમની ઓરમાન બહેન છે અફીણની એને લત છે ઝોહરા અને મુશ્તરીની મા પણ પરદામાં જ રહે છે પણ ગયા વર્ષે હજ કરી આવી તે પછી બદ્રો કદ્રોની માને પણ હજ કરવાની ઇચ્છા થઈ છે પણ અબ્દુલ કરીમ અને ત્રણેય દીકરીઓ હા નથી કહેતી કારણ કે એની તબીયત નબળીસબળી રહ્યા કરે છે ગુલાબદીનને એ પણ સમજાઈ ગયું કે જે ગાનારીના ઘરમાં વધારે મહેફિલો જામે તેની ખબર બીજાં ઘરો સુધી પણ પહોંચી જાય છે ફલાણીને ઘરે હમણાં હમણાં સોસાઇટી બહુ એકઠી થાય છે તવાયફોના નોકરો આવા સમાચારો લઈ આવતા હોય છે જે આખો દિવસ દુકાનો પર બેઠા પાનાં ટીચ્યા કરતા હોય છે અને હારનારાને પૈસે પેડાવાળી લસ્સી પીતા રહે છે જે મકાનોના દરવાજા દિવસે જાડી ચિક અને ટાટના પરદાથી બંધ રહે છે તે રાતે એવા ફટાશ ખૂલી જાય છે કે જાણે ચિક અને ટાટની સખત બેઇજ્જતી કરવી હોય ગુલાબદીનને આ મકાનો ભેદી લાગતાં એક દિવસ એ બહુ થાકેલો હતો અને એ ગલીમાં ટપાલ વહેંચવા જવું હતું એને થયું કે આ ચાર કાગળ વહેંચીને એ બદ્રો કદ્રોને ઘરે લસ્સી પીવા પહોંચી જશે એ ગલીમાં દાખલ થયો ત્યારે ત્યાં બહુ ગોકીરો હતો અલ્લારખી મુસલ્લન અને બીજી એક રંડી વચ્ચે લડાઈ જામી હતી ગુલાબદીન ત્યાંથી પસાર થયો ત્યારે એના તરફ ત્રાંસી આંખે જોઈને મુસલ્લન બોલી જાની તને તો ટપાલી બીજીએ તડાક જવાબ દીધો જાની તને આ ભટકૂ ટપાલી બીજી રંડીઓ ખડખડાટ હસી પડી ગુલાબદીન શિયાવિયા ત્યાં ટપાલ વહેંચ્યા વિના જ બદ્રો કદ્રોને ઘરે પહોંચ્યો અબ્દુલ કરીમે એનો ચહેરો જોઈને પૂછ્યું મુનશીજી બહુ ગભરાયેલા લાગો છો ગુલાબદીને આખી વાત કહી બીજે દિવસે અબ્દુલ કરીમ એને લઈને હાકો ચૌધરી પાસે લઈ ગયો ચૌધરીએ મુસલ્લનનાં હાડકાં ખોખરાં કરી નાખ્યાં પછી બોલ્યો મુનશીજી તમે તો નહોતું કહ્યું પણ તમે ગુલાબોની ગલીમાંથી જતા હો છો ત્યારે ફોંદા કંજરી બોલતી હોય છે હા ય ગુલાબો તારો ખસમ આવ્યો મને બીજી રંડીઓએ કહ્યું તે પરથી મેં ફોંદાની પાંસળીનો ચૂરો કરી નાખ્યો હતો અમે તો વગર કહ્યે તમારું ધ્યાન રાખીએ છીએ પણ એક વાત છે આ ગલીઓમાંથી નીકળો ત્યારે મરદ બનીને નીકળો હીઝડા જેમ નહીં આ ગલીઓમાં તો માણસે ધારદાર અસ્ત્રો ચાલે તેમ ચાલવું જોઈએ ગુલાબદીન અને અબ્દુલ કરીમ ઘરે પાછા આવ્યા ત્યારે ઘરની પાસે એક લાંબી લીલા રંગની કાર ઊભી હતી અબ્દુલ કરીમ બોલ્યો રાણા હોરી આવ્યા લાગે છે અંદર બેઠકમાં સોફા પર રાણાસાહેબ બેઠા હતા અને બદ્રો એમની પાસે બેઠી હતી મહેરુ ઈરાની રેશમના તાકાને હાથથી માપતી હતી હાથ પહોળા કરતી હતી ત્યારે એની છાતીના બે ગોળા આગળ આવી જતા હતા રાણા સાથે હાથ મિલાવીને અબ્દુલ કરીમ ગાદી તકિયે બેસી ગયો અને મહેરુને કહ્યું ટાલિયાને કહે મુનશી માટે લસ્સી લઈ આવે મહેરુએ જવાબ આપ્યો એ તો બજાર ગયો છે હું પોતે જ લઈ આવું છું એણે લસ્સી લાવીને ગુલાબદીનના હાથમાં મૂકતાં ધીમા અવાજે કહ્યું મુનશીજી હમણાં જજો નહીં પછી એ પોતાની રેશમી શલવાર સંભાળતી વરંડા તરફ ગઈ ત્યાંથી પાછી બેઠકમાં આવી અને રાણા તરફ જોઈને બોલી અંદર બેઠાં જ ભેંસનો સોદો કરીએ છીએ પછી બાપની સામે જોઈને બોલી મુનશીજી કહે છે કે ભેંસનો માલિક કહેતો હતો કે લેવી હોય તો બે દિવસમાં આવીને લઈ જાઓ બાપે પણ મોઢે સ્મિત જડીને કહ્યું આ બન્ને બહેનો વારાફરતી લસ્સી વલોવે છે વાત એમ છે રાણાજી કે અમારી ભેંસ વસૂકી ગઈ છે રોજ કહે છે અબ્બાજી નવી ભેંસ લઈ આવો તે લઈ લો ને કેટલું કહે છે રાણાએ બદ્રોના ચહેરા પર ઝીણી નજર માંડતાં કહ્યું આઠસો કહે છે ને અબ્બાજી બદ્રો બોલી હા પુત્તર કાલે મારી પાસેથી ચેક લઈ લેજો રાણા હોરીએ નીરસતાથી કહ્યું બદ્રો ત્યાં જ ઊભી થઈ અને નફ્ફટાઈથી બોલી ભલે મુનશીજી જાઓ અને નીચે ભેંસવાળાને કહી દેજો કે અબ્બાજી ભેંસ લઈ જશે ભેંસ કઈ ભેંસ વિચારમાં ને વિચારમાં નીચે ઊતરીને ગુલાબદીને પાનવાળાને પૂછ્યું આ રાણા હોરી કોણ છે જેણે બદ્રોની નથ ઉતારી એનો મુનશી છે કોયટા ક્વેટા થી આવ્યો છે મુનશીજી ભોળપણનો દેખાવ ન કરો તગડો માલ લાવ્યો હશે બીજા દિવસે રાણાને જોવાની લાલચમાં ગુલાબદીન ફરી બદ્રોને ઘરે પહોંચ્યો એ વખતે બેઠકમાં બે પલંગ સાથે જોડેલા હતા અને એક પલંગ પર હજામ સામે બેસીને રાણા દાઢી કરાવતો હતો જ્યાં જૂઓ ત્યાં ચાના કપ પડ્યા હતા ત્યાં તો બદ્રો સુગંધ વેરતી ત્યાં આવી આવો મુનશીજી કોયટાની ભેટ લેતા જજો એણે છ રાતાંચોળ સફરજન કાઢ્યાં આ ચાર ઝોહરા મુશ્તરીને ઘરે આપી દેજો અને બે તમે રાખજો ગુલાબદીન નાકમાં સુગંધ ભરીને સડસડાટ બહાર નીકળ્યો અને ઝોહરા મુશ્તરીને ઘરે પહોંચ્યો ત્યારે બે બહેનો કોઈની સાથે રમી રમતી હતી સફરજન જોઈને બોલી મુનશીજી શું એમને ઘરે દેગ ચડી છે ગુલાબદીન બોલ્યો મેં તો નથી જોઈ બીજા દિવસે ઝોહરાનો કાગળ આવ્યો ગુલાબદીન ત્યાં પહોંચ્યો ત્યારે રાણા હોરી ઝોહરાની નશાખોર ઓરમાન બહેન સાથે બેઠો હતો અને પેલી એને મણ મણની ગાળો સંભળાવતી હતી ગુલાબદીને બહાર નીકળતાં વિચાર્યું ત્યાં ભેંસની રકમ આપી આવ્યો છે અને અહીં ભેંસ સાથે ખેલ કરે છે તે પછી એ ઘણા દિવસ સુધી બદ્રો કદ્રોને ઘરે ન ગયો એક વખત મોતી બજારમાં એનો ભેટો અબ્દુલ કરીમ સાથે થઈ ગયો ઓહો મુનશીજી આવજો ને ઘરે અમારે ઘરે જલસો થવાનો છે એક દિવસ બદ્રોના નામે પાંચસો રૂપિયાનો મની ઑર્ડર આવ્યો રાણા હોરીએ લખ્યું હતું જલસા માટે મોકલું છું એ દિવસે મને પણ યાદ કરી લેજે ચિક ઊંચી કરીને અંદર ગયો તો બદ્રો પલંગ પર આળોટતાં સિગરેટ પીતી હતી ખુદાનો પાડ માનું મુનશીજી આવ્યા તો ખરા કોઈ કાગળપત્તર હોય તો આવું ને અરે એમ હોતું હશે કાગળ ન હોય તો કોઈ આવવાનું છોડી દે મની ઑર્ડર આવ્યો છે તે જાણીને અબ્દુલ કરીમ બહાર આવી ગયો મહેરુનો ઉત્સાહ સમાતો નહોતો હવે મુનશીજી જરા કાગળ પેન્સિલ લઈને બેસી જાઓ કાકી હુક્કો લઈ આવ અબ્દુલ કરીમે કહ્યું મહેરુન્નિસા હુક્કો લઈ આવી અબ્દુલ કરીમે હુક્કો ગડગડાવતાં મસાલા લખાવવા માંડ્યા ગુલાબદીન અચરજમાં ગળાડૂબ કંઈ નથી મુનશીજી આ તો અમારી કમરોને દીકરી આવી તેની મિજબાની આપવી છે રવિવારનો પ્રોગ્રામ હતો બપોરે જમવાનું ને રાતે સંગીત ગુલાબદીનને અચકાતો જોઈને અબ્દુલ કરીમે કહ્યું મુનશીજી તમે કોઈ બહારના તો નથી અને અમે કોઈ બહુ ઘણાને બોલાવ્યા નથી બસ આડોશીપાડોશીઓ છે એ બધાં તો તમને ઓળખે જ છે બસ ટપાલ વહેંચીને સીધા અહીં આવી જજો શનિવારની સાંજે હજામે ચૂલો બનાવી કાઢ્યો રવિવારની સવારે એના બે મદદનીશ આવી પહોંચ્યા અને કામ સંભાળી લીધું શમિયાણો બંધાઈ ગયો કારપેટો પથરાઈ ગઈ ગાદીતકિયા ગોઠવાઈ ગયાં બપોર થતાં વેશ્યાઓની ટોળીઓ આવવા લાગી આંગળીઓની વચ્ચે સિગરેટ મોઢામાં સોપારી એકબીજીના કાનમાં વાતો ભાત ભાતના અવાજો રંગબેરંગી વસ્ત્રો ગોરા સાંવલા ચહેરા ઉભારવાળી છાતીઓ પાતળી કમરો દિલને લોભાવનારી અદાઓ નાજ નખરાં ગુલાબદીનનો શ્વાસ તો અંદરનો અંદર અને બહારનો બહાર નૂર પુલાવ શીરમાલ કોરમા પિરસાયાં એક આવે ને એક જાય મહેમાનો જતાં પિરસનારાનો વારો આવ્યો પછી હજામે પોતાનો સામાન સમેટવા માંડ્યો અબ્દુલ કરીમે પૂછ્યું ટપાલીને કંઈ આપ્યું કે નહીં બદ્રોએ જવાબ આપ્યો અબ્બાજી મેં પુલાવ આપ્યો હતો બરાબર છે આપણા માટે હંમેશાં સારા સમાચાર લઈ આવે છે રાતે ગુલાબદીન પહોંચ્યો ત્યારે ફૈરોઝાએ સિલ્માનો સૂટ પહેર્યો હતો અને ઝોહરા સાડીમાં હતી અને એની ચોળી તો બસ નામ લેવા પૂરતી હતી ગુગ તો અકબર બાદશાહના જમાનાની ગાયિકાના લેબાશમાં હતી એની જૂતી પર ટાંકેલા તારલા એ ચાલતી હતી ત્યારે આંખે અથડાતા હતા મુશ્તરીની નાની બહેન હજી થોડા મહિના પહેલાં તો આ આ આ કરતી હતી અને આજે ઓળખાતી નહોતી મુશ્તરીન રેશમી ગરારામાં હતી અને એના કૂલ્હા ઘંટીનાં બે પડ જેમ ઘસાતા હતા અને આજે મહેરુ તો મહેરુ જ નહોતી કસકસતાં કપડાંમાંથી એનું અંગેઅંગ બહાર કૂદી પડવા આતુર દેખાતું હતું ત્યાં તો એક જોડી અંદર આવી એક લાંબા કદની છોકરી ટૂંકાં પગલાં ભરતી રેશમ જેવી સરસરતી મહેફિલમાં દાખલ થઈ ગુલાબદીને કીમને પૂછ્યું આ છોકરી કોણ છે કીમે કહ્યું મારા ફઈની દીકરી શમ્મો ગુલાબદીનની છાતીમાં જાણે શ્વાસોનો અંબાર ભરાઈ બેઠો હતો તે બહાર નીકળવા લાગ્યો સૌથી પહેલાં મુશ્તરીની નાની બહેન અલ્માસે ગાવાનું શરૂ કર્યું પછી બદ્રોના નામના અવાજ ઊઠ્યા બદ્રોએ એની ઘાટી ભમ્મરો ઊંચી કરીને મરદો તરફ હાસ્ય વેર્યું પછી પોતાની રેશમી શલવારની ક્રીઝ ચપટીમાં પકડીને વચ્ચે આવીને બેઠી ગુલાબદીને આ બદ્રોને કદી ક્યાં જોઈ હતી એ ઊંબરા પર જ જરા ઊંચો થઈને જોવા લાગ્યો અવાજ હતો કે રિમઝિમ એક મહેમાને નોટ કાઢી ગુલાબદીને પૂછ્યું કેટલાની નોટ છે કોઈએ જવાબ આપ્યો દસની પછી તો દસની નોટો વરસવા લાગી ગુલાબદીન વિચારતો રહ્યો બદ્રોના બદનમાં આવી લચક ક્યાંથી આવી એક પછી એક ગાનારીઓ સમાં બાંધતી રહી મોડી રાત સુધી મહેફિલ ચાલી મૌલવી ગુલાબદીન અઝાનનો અવાજ સાંભળીને ઊઠ્યો અને નમાજ પઢવા ગયો આજે એનું મન બહુ પ્રસન્ન હતું નમાજમાં પણ બહુ મઝા આવી ખુદાના ઘરની લંબાઈ પહોળાઈ જેવી જ મનની લંબાઈ પહોળાઈ આજે ગુલાબદીને અનુભવી તે પછીના પંદર દિવસ બદ્રો કદ્રો નૂરપુરમાં બર્રી ઈમામના ઉર્સમાં જવાની તૈયારીમાં લાગી ગઈ સાજિંદાઓએ વાજિંત્રોનાં પોટલાં બાંધ્યાં બદ્રોએ ત્યાંથી પત્ર લખ્યો હતો તે લઈને ગુલાબદીન એને ઘરે ગયો અબ્દુલ કરીમને પત્ર આપ્યો અને એની દ્દીકરીઓના કુશળ સમાચાર આપ્યા થોડા દિવસે બદ્રોનો બીજો પત્ર આવ્યો લખ્યું હતું મેળો જામ્યો છે અને અમારું કામ પણ જામ્યું છે પાંચ દિવસમાં ચાર હજારની કમાણી થઈ હવે અઢાર ઓગણીસમીએ લાહોર પહોંચી આવશું પણ તે પહેલાં સોફા નવો લઈ લેજો પરદા પણ બદલવા જેવા થઈ ગયા છે આળસ ન કરજો કારણ કે એક પઠાણ મહેરુનો આશિક થઈ ગયો છે નથ ઉતારવાનાં માગ્યાં મોલ આપવા તૈયાર છે એને અમે કહ્યું છે કે આ તો પરદેશ છે તમે લાહોર આવીને અમારા મહેમાન બનો અબ્દુલ કરીમે સંતોષનો શ્વાસ લીધો ગુલાબદીન આવી દીકરીઓ ખુદા બધાંને આપે એમણે બાપને માતબર રક્મો કમાઈને આપી છે હવે અલ્લાહની મહેરબાનીથી મહેરુ પણ કમાઉ બની જશે વળી એક જલસો કરશું અબ્દુલ કરીમને ચાર હજારનો બૅન્ક ડ્રાફ્ટ મળ્યો તે જ દિવસે કીમ નવો સોફાસેટ અને પરદાનું કાપડ લઈ આવ્યો ઝુમ્મરની સફાઈ કરાવી લેવાઈ આખું ઘર ચમકી ઊઠ્યું છોકરીઓ ઓગણીસમીએ સવારે આવવાની હતી અને એ જ દિવસે પોસ્ટ ઑફિસની પાછળની બિલ્ડિંગના લાંબા રૂમમાં ભારે અવરજવર મચી ગુલાબદીન ફરી અરજી લઈને પોસ્ટ માસ્તર સામે આવ્યો આ તારી ગયા વર્ષની અરજી પડી છે તેં માગ્યું હતું તેમ તને હીરામંડીથી બદલીને પાછો મિસરી શાહમાં જ ગોઠવી દીધો છે હવે શું તકલીફ છે હુઝુર બસ એક જ વિનંતિ મને હીરામંડીમાં જ રહેવા દો શું કહે છે પોસ્ટ માસ્તરે ફાઇલમાંથી આંખ ઊંચી કરીને ગુલાબદીન સામે જોયું હવે ગુલાબદીનની દાઢી સફાચટ હતી હડપચી સાફ દેખાતી હતી અને એના જાડા હોઠ પર મૂંછોના દોરા ફૂટેલા હતા ૦ ૦ ૦ સંક્ષિપ્ત રજુઆત like loading author dipak dholakia posted on 22 11 2015 22 11 2015 categories uncategorized tags ગુલાબદીન ચિઠ્ઠીરસાં દીપક ધોળકિયા મારી બારી સજ્જાદ હુસૈન dipak dholakia maari baari pakistan pakistani short stories urdu leave a comment on best urdu stories from pakistan before the law kafka s parable આવતા થોડા દિવસોમાં હું ફ્રાન્ઝ કાફકાની...
|