Meta tags:
description= 5 posts published by Dipak Dholakia during January 2016;
Headings (most frequently used words):
the, dipak, of, for, dholakia, spam, blocked, મહિનો, જાન્યુઆરી, 2016, three, books, on, partition, india, sock, and, spinning, wheel, 101, uses, dead, mahatma, co, option, gandhi, non, gandhian, causes, 24th, january, 1950, in, constituent, assembly, four, boats, at, river, crossing, along, ganga, nachiket, kelkar, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (202), માટે (56), 2016 (37), કરી (36), સાથે (35), #જાન્યુઆરી (34), હું (33), હોય (32), નવેમ્બર (29), ડિસેમ્બર (29), અમે (29), એમણે (29), ઓક્ટોબર (28), સપ્ટેમ્બર (27), નથી (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), હતી (26), જૂન (25), પછી (25), હતા (25), મને (25), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), નહીં (24), ફેબ્રુવારી (23), 2015 (23), હતું (23), હવે (23), તરીકે (23), 2012 (22), the (22), એમને (21), ત્યારે (19), અમારી (19), છું (19), પરંતુ (19), 2013 (18), 2022 (18), માત્ર (18), શ્રી (18), આજે (18), કામ (17), બહુ (17), કોઈ (17), મારી (16), 2011 (16), હતો (16), એની (16), માનનીય (16), કરે (15), રીતે (15), કર્યો (15), એના (15), એમના (15), પ્રમુખશ્રી (15), ગાંધી (15), 2014 (14), dipak (14), શકે (14), આપણે (14), એમાં (14), 2025 (13), and (13), એમની (13), છીએ (13), હશે (13), પહેલાં (13), તેઓ (13), પુસ્તક (13), dholakia (12), રહે (12), અમારા (12), કરતાં (12), સામે (12), કરું (12), સુધી (12), નામ (11), એવી (11), નાવ (11), કર્યું (11), ગયા (11), વધારે (11), આપી (11), થાય (11), બધા (11), સહીઓ (11), પ્રકાશિત (11), વાત (11), વિશે (11), ગાંધીજી (11), for (10), કરવા (10), તેમ (10), ત્રણ (10), જોઈએ (10), કરતા (10), એમનું (10), એને (10), gandhi (10), દીપક (9), ધોળકિયા (9), થયું (9), જાય (9), ઉપયોગ (9), સામાન્ય (9), બ્રિટિશ (9), એટલે (9), સભ્યો (9), ભારતના (9), આપના (9), ભારત (9), શરૂ (8), બારી (8), martyrs (8), freedom (8), struggle (8), india (8), લેખ (8), થયો (8), મોટી (8), કંઈ (8), વૉયેજર (8), કારણ (8), આવે (8), સૌથી (8), કહ્યું (8), તરફ (8), ખરેખર (8), કરવાની (8), અનુવાદ (8), થયા (8), કરવામાં (8), નકલો (8), રજૂ (8), થશે (8), એટલું (8), સભ્યોને (8), વડા (8), આપે (8), જરૂર (8), ગાંધીજીને (8), તમે (8), કરો (7), indian (7), પાસે (7), અમને (7), એમનો (7), ગયું (7), સમક્ષ (7), પ્રમાણે (7), વિનંતિ (7), દરમિયાન (7), તાળીઓ (7), ભારતની (7), એનું (7), ગાંધીની (7), હોત (7), તમારા (7), પોતાના (7), like (6), રહ્યું (6), uncategorized (6), દ્વારા (6), કહે (6), એવું (6), ફરી (6), આપણી (6), બની (6), રહેશે (6), આપણા (6), એવા (6), બીજા (6), બીજી (6), હતાં (6), પોતાની (6), ઉપર (6), કરીને (6), ભલે (6), આશા (6), દેશમાં (6), લોકો (6), મારા (6), અહીં (6), પ્રમુખ (6), આપને (6), વખત (6), હેઠળ (6), ગાંધીનો (6), ગાંધીજીના (6), ફકરો (6), ચીન (6), કંપનીએ (6), મોજાં (6), com (5), શોધો (5), આવો (5), river (5), tags (5), categories (5), posted (5), author (5), loading (5), બધું (5), ચાર (5), પાણી (5), ગૅન્જિસ (5), ત્યાં (5), ચર્ચા (5), કલ્પના (5), કરવાનો (5), ગયો (5), આગળ (5), આવી (5), જોયું (5), બરાબર (5), તરત (5), કારણે (5), રહી (5), યાદ (5), પરવાનગી (5), ઊભા (5), મળીને (5), સહી (5), બાકી (5), આવશે (5), વિચાર (5), પૂરું (5), કરવાનું (5), હિન્દી (5), શકું (5), વર્ષ (5), લાંબા (5), અમુક (5), અથવા (5), આવ્યા (5), વર્ષો (5), રાજેન્દ્ર (5), ટેકો (5), મળ્યું (5), પત્ર (5), રાષ્ટ્રગીત (5), મહાત્મા (5), જાપાની (5), પ્રતિકાર (5), આવ્યો (5), માનતા (5), લખ્યું (5), ગાંધીના (5), ગાંધીજીએ (5), બ્રાંડ (5), કામૂ (5), શીર્ષક (5), isbn (5), ભાગલા (5), this (4), પસંદ (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), gandhiji (4), nachiket (4), kelkar (4), webgurjari (4), વેબગુર્જરી (4), જ્યારે (4), વિના (4), થતા (4), કાંપ (4), તમને (4), ૨૦૧૫ (4), બનાવી (4), નદીઓ (4), દેશની (4), માર્ગ (4), તમામ (4), શક્તિ (4), લીધી (4), વચ્ચે (4), તદ્દન (4), ખાતરી (4), વિચારો (4), લોકોએ (4), નહોતી (4), નહોતો (4), દીધી (4), નીચે (4), તમારી (4), પડે (4), તેની (4), રહ્યા (4), મહેનત (4), બન્ને (4), પાર (4), નચિકેત (4), વાર (4), constituent (4), assembly (4), ગૃહ (4), વંદે (4), માતરમ (4), સાહેબ (4), આપની (4), આવીને (4), સભ્યોએ (4), લાગે (4), બંધારણની (4), શકાય (4), મળી (4), પ્રયાસ (4), દેશ (4), મુદ્દો (4), તૈયાર (4), રાખી (4), બીજાં (4), સત્તા (4), હજી (4), સંઘર્ષ (4), જવાબદારી (4), રહ્યો (4), લાયક (4), બેઠો (4), સ્થિતિ (4), આવા (4), એનો (4), સહકાર (4), છતાં (4), શુભ (4), કૉન્સ્ટીટ્યુઅન્ટ (4), પ્રજાસત્તાક (4), મૂકી (4), મળે (4), દેશના (4), કરીએ (4), સાથી (4), સિદ્ધ (4), નિવેદન (4), gandhian (4), પ્રભાવ (4), સામ્રાજ્યવાદ (4), એમનાં (4), હુમલો (4), મુક્ત (4), શું (4), ભારતમાં (4), આક્રમણ (4), મહાન (4), બૌદ્ધ (4), અંતે (4), છેઃ (4), જુદાં (4), અલ્બેર (4), સોવિયેત (4), બૂટ (4), સમાધિ (4), partition (4), પ્રકાશન (4), with (3), wordpress (3), ટિપ્પણીઓ (3), other (3), નવી (3), સંદેશ (3), four (3), boats (3), crossing (3), along (3), ganga (3), sandrp (3), મૂળ (3), પ્રસિદ્ધ (3), નાની (3), રક્ષણ (3), નદીની (3), ડૉલ્ફિનો (3), રાજકીય (3), મહત્ત્વાકાંક્ષા (3), તેવાં (3), કરશે (3), હાલમાં (3), નીતિ (3), પાછળ (3), જૈવિક (3), સંપૂર્ણ (3), છેલ્લા (3), નદીમાં (3), શાંતિ (3), જીવન (3), પડ્યું (3), નદીના (3), લીધો (3), બંધ (3), સરદાર (3), થઈને (3), પાણીની (3), રાહ (3), લક્ષ્ય (3), દૂર (3), બહાર (3), મોટા (3), જેવી (3), વારાફરતી (3), ઔદ્યોગિક (3), હાથ (3), 24th (3), january (3), 1950 (3), પ્રમુખશ્રીએ (3), જગ્યાએ (3), સારું (3), જશે (3), કરાશે (3), ચાલુ (3), ૨૬મી (3), લાગણી (3), જવાહરલાલ (3), અંગ્રેજીમાં (3), નકલ (3), કર્યાં (3), ત્રણેય (3), એવો (3), ગૃહમાં (3), કાર્ય (3), બંધારણના (3), ઔપચારિક (3), જુદી (3), ધ્યાન (3), આજના (3), નવો (3), મારે (3), માણસને (3), સમય (3), વખતે (3), ભાષણો (3), હોઉં (3), પોતાનાં (3), વખાણ (3), મેં (3), જરા (3), ઘણા (3), ગૃહના (3), પૂરી (3), એટલા (3), જેમ (3), મળ્યો (3), આથી (3), રોકી (3), અભિનંદન (3), દાસ (3), માગું (3), આપું (3), સન્માન (3), આપવા (3), વર્ષથી (3), ઍસેમ્બલીના (3), તેને (3), પ્રથમ (3), ઇતિહાસમાં (3), મળશે (3), રહીને (3), ઊભાં (3), કદાચ (3), નક્કી (3), જાહેરાત (3), ફેરફાર (3), શબ્દો (3), પોતે (3), બંધારણસભાના (3), શબ્દ (3), માં (3), ઉપરાંત (3), 101 (3), uses (3), dead (3), mahatma (3), option (3), non (3), causes (3), 68th (3), anniversary (3), ૬૮મી (3), સંવત્સરી (3), ગાંધીય (3), સાબિત (3), કૃત્રિમ (3), જાપાનની (3), ગાંધીજીનું (3), જાપાનીઓ (3), આંદોલન (3), લશ્કરી (3), ઊડી (3), સ્વતંત્રતા (3), સામ્રાજ્યવાદનો (3), જાપાનને (3), સાચા (3), રશિયન (3), જાપાને (3), ગાંધીજીની (3), સ્પષ્ટ (3), દાખલા (3), જેમાં (3), કહેવું (3), પૂરતું (3), હિન્દુ (3), જવાબદાર (3), પશ્ચિમી (3), નેતાઓ (3), જરૂરી (3), ચરખો (3), કંપની (3), લઈને (3), ગાંધીએ (3), પોતાનો (3), કેમ (3), યુનિવર્સિટીમાં (3), sock (3), spinning (3), wheel (3), નેતાઓએ (3), હિંસા (3), books (3), લેખમાળા (3), લેખક (3), આયેશા (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 353 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), email (2), address (2), leave (2), comment (2), maari (2), baari (2), ૨૦૧૫ના (2), નાવો (2), આંતરતી (2), સામુદાયિક (2), પરસ્પર (2), વિરોધી (2), ગંગાના (2), વગેરેની (2), માછીમારો (2), સહેલાણીઓ (2), જહાજો (2), માછલાં (2), જતી (2), ટક્કર (2), જ્યાં (2), નદી (2), વહાણ (2), વૉયેજરની (2), મુકાયેલી (2), રાષ્ટ્રીય (2), નદીઓને (2), દેશે (2), સ્થાન (2), કરતી (2), થયેલા (2), વૈવિધ્ય (2), સામાજિક (2), દાયકામાં (2), દેવાની (2), કથા (2), દિશામાં (2), તેનું (2), મોટું (2), સર્વોચ્ચ (2), માર (2), boat (2), વળાંક (2), સપાટી (2), તૂટી (2), નાવની (2), બનાવ (2), બિહારમાં (2), આનાથી (2), જુદું (2), પડતું (2), પ્રમોદે (2), મશીનો (2), નાવમાં (2), લેવાનું (2), જોર (2), મોટો (2), નદીનાં (2), પાડી (2), બાકીના (2), વિચાર્યું (2), કાંઠાના (2), જાન (2), કાળી (2), હાથમાં (2), કાળો (2), વાવટો (2), એણે (2), ચડી (2), તેવી (2), ગાળો (2), ડાકુઓની (2), છોડી (2), અમારું (2), સાવ (2), બંદૂકો (2), dolphin (2), survey (2), આવ્યું (2), કશી (2), લેવાદેવા (2), ભાગો (2), નહીંતર (2), અમારે (2), ડૉલ્ફિનોની (2), મોજણી (2), માટેની (2), dey_vbrec (2), બાજુ (2), નિરીક્ષણ (2), રંગની (2), અમારો (2), આખો (2), માથું (2), વૉયેજરે (2), પેદા (2), કરેલા (2), નાવને (2), મનમાં (2), સંભાળી (2), અસર (2), કેટલી (2), તેનો (2), કરવાનાં (2), ગયાં (2), જતા (2), જવા (2), હલેસું (2), બાજુથી (2), સીધી (2), રાખવા (2), કરવી (2), આટલી (2), શાંત (2), સફેદ (2), જોઈ (2), ગંગાનાં (2), કશુંક (2), જેવું (2), કાંઠે (2), પાણીમાં (2), ધરી (2), ઊંચું (2), ઑફિસ (2), ભવ્ય (2), રહેલા (2), આછા (2), ટેબલોની (2), આપતા (2), માણસો (2), કેળકર (2), હિમાંશુ (2), પહેલી (2), ગુજરાતી (2), ડૉક્ટરલ (2), વિષયો (2), વિષયવસ્તુ (2), ચિંતા (2), આપ્યું (2), હળવી (2), ઍન્ડ (2), અનિશ્ચિત (2), મુદત (2), સ્થગિત (2), ગાયું (2), પંડિત (2), શ્રીમતી (2), મદ્રાસઃ (2), સભ્ય (2), સભ્યોનાં (2), બોલતા (2), બીજો (2), તેવા (2), જુદા (2), યુક્ત (2), બંધારણસભાનું (2), સેવાઓ (2), રૂપે (2), નહેરુએ (2), હસ્તલિખિત (2), જેના (2), આખી (2), હિન્દીમાં (2), બેઠા (2), બંધારણ (2), ઘનશ્યામ (2), સિંહ (2), પ્રમાણિત (2), ગૃહે (2), ઠરાવ (2), કરાવી (2), છપાવી (2), કરાવવાની (2), ઘણી (2), સમસ્યાઓ (2), તેના (2), એટલી (2), પૂરાં (2), આપણને (2), પ્રાર્થના (2), તબક્કો (2), માથે (2), ભારે (2), હોતો (2), સદ્ (2), ઊભી (2), દિવસ (2), બળી (2), સાંભળ્યા (2), જાતે (2), આવાં (2), બાબતો (2), પ્રધાન (2), પાડ્યા (2), સફળ (2), પાસેની (2), ખુરશીઓમાં (2), મદદ (2), ખબર (2), શિરે (2), શકીશ (2), ધ્યેયો (2), પ્રસંગે (2), બોલવા (2), બોલવાનું (2), પડ્યો (2), દિવસે (2), ફરીથી (2), પ્રસાદની (2), વ્યક્ત (2), મહોદય (2), રાજ્યના (2), મહાનતમ (2), બદલ (2), કેવી (2), મુદ્દાઓ (2), લેવાની (2), માન (2), નેતૃત્વ (2), દુનિયાનાં (2), પ્રત્યે (2), વલ્લભભાઈ (2), તાળીઓનો (2), ગડગડાટ (2), સન્માનનીય (2), સામનો (2), જનતા (2), પ્રકરણ (2), દિવસમાં (2), નવું (2), ત્રીસ (2), આઝાદીના (2), હરોળમાં (2), ધરખમ (2), પુનરુત્થાન (2), લક્ષ્યો (2), સાકાર (2), નહેરુ (2), રાષ્ટ્રપતિની (2), ચૂંટણીના (2), રાષ્ટ્રપતિ (2), આપ્યો (2), રીટર્નિંગ (2), ઑફિસર (2), સૅક્રેટરી (2), પ્રસાદ (2), બાબત (2), ચૂંટણી (2), ભારતીય (2), ઐતિહાસિક (2), ભજવનાર (2), મંજૂર (2), રચના (2), નિર્ણય (2), બાબતમાં (2), બદલે (2), રિપોર્ટ (2), માન્યતા (2), નિમિત્તે (2), થતો (2), જોતાં (2), દીર્ઘજીવી (2), સમર્થક (2), પ્રચારમાં (2), વિશેષ (2), પ્રખ્યાત (2), નહોતું (2), જાણવા (2), દીધા (2), સત્તાને (2), સમાચાર (2), ભારતને (2), સામ્રાજ્યવાદી (2), વ્યક્તિ (2), આવવાની (2), નબળાઈ (2), તબીયતને (2), જોખમમાં (2), મૂકીને (2), ભોગવતો (2), અનોખી (2), સ્થિતિમાં (2), રાજકારણીઓ (2), જાપાનના (2), ૧૮મી (2), નાખ્યું (2), પત્રમાં (2), તમારો (2), નુકસાન (2), માગતા (2), જાઓ (2), જગ્યા (2), મૂકવાનો (2), તાકાત (2), વિદેશી (2), સત્તાની (2), માહિતી (2), માગીએ (2), દુનિયાની (2), તમારું (2), દેશને (2), દક્ષિણ (2), મળ્યા (2), આશ્રમમાં (2), જુલાઈએ (2), લખ્યો (2), જાપાન (2), અહિંસક (2), કરવો (2), અમેરિકન (2), લેખિકા (2), મેયો (2), આવ્યાં (2), ઠરાવી (2), ઓળખાવ્યું (2), રાખીને (2), ચાલ્યા (2), ઇચ્છા (2), અભિયાન (2), ધર્મ (2), નામનો (2), હિમાયતી (2), સેંગર (2), મળ્યાં (2), સેંગરને (2), અંશે (2), મૂળભૂત (2), વિચારથી (2), લીધું (2), ગાંધીનું (2), વેપલો (2), નવા (2), ખાદી (2), અપમાન (2), તસવીર (2), રેસ્ટોરન્ટ (2), અમેરિકાની (2), આધાર (2), પેન (2), જેની (2), માર્કેટિંગ (2), લાભ (2), નામે (2), આંદોલનો (2), માને (2), જોડી (2), થતું (2), અભ્યાસ (2), કહી (2), થોમસ (2), જન્મ (2), પ્રોફેસર (2), સંબંધી (2), march (2), જુલાઈ (2), camus (2), સેકંડ (2), કરીશું (2), માણસની (2), શાંતિની (2), દેખાડ્યું (2), સ્વાતંત્ર્ય (2), શકીએ (2), લોકોની (2), સહેલું (2), બલિદાન (2), વર્ષમાં (2), લાખો (2), અહિંસાના (2), ઉપદેશો (2), હત્યા (2), ટીટો (2), લેનિન (2), સાચું (2), ફૂલો (2), બુલ્ગાનિન (2), મંગેશ (2), કુલકર્ણી (2), three (2), જલાલ (2), કૅમ્બ્રિજ (2), યુનિવર્સિટી (2), પ્રેસનું (2), જલાલના (2), pakistan (2), 978 (2), 521 (2), દૃષ્ટિબિંદુ (2), સંમતિથી (2), design, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, 139, history, વિભાગ, quit, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, રોજ, એકબીજાના, માર્ગોને, આપણું, ભવિષ્ય, ખંજરો, નદીનું, વિકાસ, વિખવાદો, પટમાં, નવઉદારવાદ, ધારથી, છેદાતું, માછલીઓ, ખેડૂતો, ડાકુઓ, નદીઓના, સંરક્ષણના, હિમાયતીઓ, બાર્જો, વહાણો, નૌકાઓ, પકડવાની, જાળો, કાંપના, કણો, અનેકવાર, સરકતી, ક્ષણોમાં, એકમેકમાં, ગુંચવાઈને, ફંગોળાતું, દૃષ્ટિકોણો, વાસ્તવિકતાઓ, બિંદુ, અંતહીન, અક્ષય, ચાલી, આનું, ભડભડતું, ઉદાહરણ, વસાહતવાદી, ગણાય, નિયંત્રણોને, સજીવન, પૂરનાં, મેદાનોનાં, પાણિયાળા, વિસ્તારો, ઝડપથી, વિલુપ્ત, ઉપસ્થિતિ, વિચારહીન, હજૂરિયા, વ્યવસ્થાનો, જીવતો, જાગતો, પુરાવો, મોટાં, નદીમાંથી, ઉલેચી, વેચી, નારાયણ, ડુબાડી, જાહેરમાં, વેપારીનો, માલ, માલવાહક, માર્ગો, સહેલાણીઓના, રૂટ, મોજમઝાનાં, સાંકડી, ઊબકા, વિધેયક, એકરૂપ, સંદર્ભની, ઉપેક્ષા, પાંચ, ડૅમો, બાંધવાના, ઝનૂન, નીતિનો, નકરો, વ્યાપ, એમાંથી, ડોકિયાં, ઉદ્દંડ, મૂડીના, દરવાજે, ભરતી, દાસીઓ, આસુરી, જાળ, એકબીજીના, આંતરનારી, નાવોની, જઈએ, સચોટ, રૂપક, જહાજ, સત્તાનું, પ્રતીક, જહાજે, મોકલેલા, જોરદાર, મોજાનો, નાના, હોડકાંઓએ, સહન, મચ્છરદાનીથી, ગેરકાનૂની, પકડતી, ગૅંગો, વપરાતી, used, gangs, involved, illegal, fishing, mosquito, nets, morisaka_vbrec, ઇસ્માઇલપુરના, પહોંચ્યા, ડૉલ્ફિનનાં, બચ્ચાં, ઉત્સાહથી, ઊછળતાં, ડોકાવા, લાગ્યાં, ગણવાનું, લાગણીઓનું, જાળું, ભેદાયું, અજાયબીનો, ભાવ, જાગ્યો, ડૉલ્ફિનોને, ઊછળતી, કૂદતી, જોઈને, ડાકુઓનો, વૉયેજરનો, રૂઆબ, સ્વાર્થ, વીમાની, અર્થહીનતા, વિસારે, રાતે, વાતચીતમાં, હુંફાળી, મૃત્યુને, સમર્પિત, ગમ્મત, હળવેક્થી, પ્રવેશી, ફીલ્ડવર્ક, ક્યારે, વાળી, રેકૉર્ડિંગ, ખેંચાતાં, ચાલ્યાં, વહેણ, વધી, માછીમારોએ, પૂરની, સીઝન, વીત્યા, જૂથો, જમીનના, મુદ્દા, ઝઘડો, હથિયારોનો, નકામા, નિર્દોષ, તમાશબીન, નસીબજોગે, બચી, શૂટિંગના, જાતની, મુંઝવનારી, લાગણીઓના, ગુંચવાયેલા, જાળામાં, ભેરવાયેલા, કેટલીક, ગણતરીમાં, ચૂકી, હશું, મોજાનું, હળવું, ટાંકણે, ધડાકો, સાંભળ્યો, ઠરેલાં, જળમાંથી, ઊછળ્યું, સાથીએ, બૂમ, લ્ફિ, ગામે, લગનની, ફટાકડા, બટાકડા, ફોડતા, ડૉલ્ફિન, ફટાકડો, ઊંચા, શઢવાળી, નૌકા, આવતી, મોજણીની, માછીમારોની, કૂવાથંભ, બેઠેલા, માણસના, જોરથી, હલાવીને, બૂમો, મોંએ, દેતો, નાવમાંથી, માણસોએ, રાઇફલો, તાકી, કમાંડરની, ટૉર્ચથી, રોશની, ફેંકી, હથિયારબંધ, ટોળકી, નાવનો, મોરો, ફેરવ્યો, એટલામાં, ગોળીઓ, વિવેકબુદ્ધિયુક્ત, કાયરતા, દેખાડીને, ખુરશીઓ, ઘૂસી, લૉજિક, સાદું, નાવે, બાજુએ, લખેલું, ફાયરિંગ, દીધું, ભાંડતો, ગરજ્યો, મરશો, કોઈનો, બદલો, લેવો, our, subhasis, ડૉલ્ફિનના, બિચારી, કાળા, તળિયું, ઊપસેલી, થાપટો, ખાઈ, ચૂકેલી, સુકાની, પ્રમોદ, કામળા, લાંબો, કરતો, રાખ, વેરતાં, ધણધણ્યા, ઍન્જિનની, મેશ, ગ્રીઝથી, ડૉલ્ફિનને, જોવા, જરાક, હલાવીએ, શરીર, સળવળે, બાંધેલ, વાંસનો, માંચડો, કરાંજવા, લાગતો, આકારના, વમળે, ડગમગાવી, બેયનાં, ઍન્જિનોના, અવાજથી, બાપડી, ડૉલ્ફિનોના, હાલ, ખુરશીઓને, મંદ, જોતા, સારામાં, સારો, અંદાજ, બાંધવાનું, આજનું, નાવના, પાછળના, ભાગમાં, ડૉલ્ફિનોનો, અવાજ, રેકૉર્ડ, અદ્યતન, મોંઘાં, ઉપકરણો, બાંધેલાં, ઊલેચતા, ડ્રેજર, જબ્બરદસ્ત, વમળને, રેકૉર્ડરો, આમતેમ, સરકી, ઉલટાં, વળી, હોડી, હંકારી, હોવી, અમારાં, નીચેનાં, જાળમાં, ફસાય, સંકેત, ઉલટા, લાગ્યા, કાઢેલી, માટીના, ઢેફા, અથડાયું, નમી, ધારેથી, આવડા, આંચકા, દબાવીને, પડી, પેટ, ભરવાની, ફિકર, માણસ, ઘરે, ચાલ્યો, નવેમ્બરમાં, કરાવતાં, હોતાં, આરસના, પ્રકાશમાન, સ્થાપત્ય, હાથી, અકલ્પનીય, શુભ્રતા, પાણીનો, રાખોડી, રંગ, ઉભરતો, વિરોધાભાસ, જોવાલાયક, ખેતરો, મીટ, માંડીને, કાંઠા, ઊભેલી, પેલી, ઇમારતોને, મળતી, મોં, માથાના, મેળ, વિનાનું, ઇન્દ્રજાળ, લાગતું, સામેના, છીછરા, આંતરિક, જળમાર્ગ, ચાલતું, લાંગરેલું, સરખામણીએ, અસ્વાભાવિક, અમંગળનાં, એંધાણ, લાગતી, ડ્રેજિંગ, પિલર્સ, હટાવવાના, થાંભલા, ઊંચાનીચા, ઊતરીને, કેટલાયે, કિલોગ્રામ, લાવતા, ganges, voyager, subhsis, નવેમ્બરની, ઢળતી, બપોરે, ખુશનુમા, વાતાવરણમાં, પ્રવાહની, હંકારતા, નદીમાંની, પૂર, ઓસરવાના, ગાળામાં, ઘાસ, નીકળી, ઊતરી, ખેતીવાડીની, કૉલેજ, કોંક્રીટની, ઇમારતો, કિનારાને, લાગી, ઘસારાના, લાચાર, બનીને, ઝળુંબી, વળાંકમાં, ઓચિંતી, નજરે, લાલ, આસપાસ, ચમકતી, ગોરી, ચામડીઓને, સૂરજના, તડકામાં, શેકતા, ચામડી, ઝળી, મલમલની, છત્રીઓ, આપતી, હલાવ્યા, જૂના, રાજના, દિવસોની, યુનિફૉર્મધારી, ઍટેન્ડન્ટોએ, જોખમી, નહોતા, હલાવવામાં, ખોટું, વૉયેજરમાં, પચાસ, એરકંડીશન્ડ, લક્ઝરી, રૂમો, બારીઓ, જાંબલી, રંગના, શિફૉનના, પરદા, રેતીનાં, ઘડિયાળવાળી, કલાક, શીશીના, આકારમાં, બાંધેલા, માછીમાર, samir, kumar_vbrec, rainmaker, nsk, gmail, ગંગાની, સહેલગાહે, એકબીજાનો, એવરેસ્ટ, ઈંચ, નમ્યો, ખીણ, ઊંચકાઈ, ઠક્કરના, કાર્યક્ષેત્રનો, પરિચય, મેળવવા, વાંચશો, ભાઈ, વાચકો, બેંગાળૂરુમાં, અશોક, ટ્રસ્ટ, ફૉર, રીસર્ચ, ઈકોલૉજી, એન્ડ, ઍન્વાયરનમેન્ટ, atree, સ્ટૂડન્ટ, મેદાનમાં, મત્સ્યોદ્યોગ, અભ્યાસના, સમુદ્રી, ભૂમિસ્થિત, પરિવેશોના, રક્ષણને, લગતી, બાબતોમાં, શૈલી, ગંભીર, રાષ્ટ્ર્રીય, સ્તરે, સીધું, મનમસ્તિષ્કને, સ્પર્શી, sandrpના, ઠક્કરનો, સંપર્ક, લેખનો, માગી, પ્રોત્સાહન, લેખકની, શૈલીમાં, લખાયેલો, અર્થગંભીર, વાંચવા, મળ્યોઃ, સાઉથ, એશિયા, નેટવર્ક, ડૅમ્સ, રિવર્સ, પીપલ, બ્લૉગ, બંધારણસભા, લક્ષ્મી, કાન્તા, મૈત્રાએ, પૂર્ણિમા, બૅનરજી, મંજૂરી, ગાઈશું, અનંતસ્વામી, અય્યંગાર, ઑફિસમાં, હાજર, સૂચન, બેસી, બોલાય, જોવામાં, ચોક્કસ, લાગશે, ખન્ના, વારા, જમણી, મદ્રાસના, જેમને, તેમને, રોજગાર, વિભાગોમાં, સમાવી, લેવાના, પ્રશ્ન, ભાગના, કર્મચારીઓને, ઊજવતો, ભાગીદાર, હોવાની, પ્રાંતના, અલગૂ, રાય, ચૌધરીએ, ઉઠાવ્યો, જતાં, કર્મચારીઓની, રહેવી, તબક્કે, સભ્યોની, કલાકારોએ, સુશોભનો, છપાયેલી, ત્રીજી, ટેબલ, ક્રમમાં, બોલાવીએ, પ્રધાનને, સરકારી, ફરજ, જવાનું, કરીશ, ગુપ્તાએ, પ્રમુખશ્રીને, અનુવાદની, ગુપ્તાને, જેથી, કામો, અનુવાદને, અધિકૃત, પસાર, ભાષાઓમાં, ધરાયું, પ્રમુખશ્રીઃ, જાતનું, નિષ્ઠા, માવજત, ત્યાગની, ભાર, વેઢારી, જનતાનાં, અરમાનો, સ્ત્રીપુરુષ, પાકશે, ઈશ્વર, આના, પ્રસંગની, ગંભીરતાનો, ખ્યાલ, મૂકવામાં, સૌની, દેખાઈ, હંમેશાં, માનતો, અભિનંદવાનો, નીમણૂક, નિવૃત્ત, સોંપ્યું, છોડવાનો, જોઈશ, સૌએ, ચોમેરથી, મિત્રોએ, મારામાં, વિશ્વાસ, મૂક્યો, ભાવના, વરસાવી, તેન, તપાસીશ, મારાં, વખાણનાં, સાંભળતો, મહાભારતની, બધી, કપરી, ધર્મસંકટ, સ્થિતિઓ, દરેક, સમસ્યા, ગુંચવાયેલી, શ્રીકૃષ્ણ, રસ્તા, શોધી, દિવસોમાં, અર્જુને, પ્રત્યિજ્ઞા, પૂરો, થતાં, લેશે, ચિતા, ગોઠવીને, મરશે, પાંડવો, અસહ્ય, શ્રીકૃષ્ણે, રસ્તો, કઢ્યો, તું, કર્યા, તારાં, આપઘાતની, મરવા, ઘણાં, ભાષણ, ભાવથી, સાંભળ્યાં, રીત, આપઘાત, લઉં, નાયબ, લાગણીથી, પડઘો, સદીથી, વખતથી, જીવ્યા, નિકટતાથી, કદી, ડગ્યા, ખુરશીમાં, ગોઠવી, દીધો, સાથીઓ, જેમની, સાથેના, સંબંધોનું, મહત્ત્વ, બેસશે, ગૃહની, અસંખ્ય, મિત્રોની, શુભેચ્છાઓ, સહિયારા, પ્રયાસોથી, પાડવામાં, થઈશું, હંમેશની, આતુર, ટાળી, વિક્ષેપ, શેઠ, ગોવિંદદાસ, માઇક, આટલાં, સભ્યોનો, આપવાનો, ઇનકાર, શરમાવો, આપતું, વક્તવ્ય, મુનિસ્વામી, પિલ્લૈ, રાખું, ચર્ચાને, આપશે, રાજેન્દ્રબાબુએ, દરમિયાનગીરી, બોલ્યા, બિહારઃમુસ્લિમ, હુસૈન, ઇમામ, પશ્ચિમ, બંગાળઃ, મુખરજી, ઓરિસ્સાઃ, ટકોર, બોલે, અપાવવા, લાગણીઓ, થતી, કફોડી, બોલવું, થોડાંક, વાક્યોમાં, મુંબઈ, મિત્રો, રાષ્ટ્રના, પ્રતિનિધિઓની, સર્વસંમત, ઇચ્છાથી, બનો, અવસરે, અભિનંદનોની, ઝડીઓ, વરસાવતા, સ્વરોમાં, જોડાવાની, અનુમતિ, પ્રધાનના, મુખેથી, સરેલા, એકે, શબ્દને, ઍસેમ્બલીની, કાર્યવાહી, ચલાવો, બોજ, તબીયત, બગડતી, તેથી, ગભરામણ, વિધાતા, કૃપાળુ, સ્વસ્થ, બનાવ્યા, સૌને, રાષ્ટ્રપ્રમુખ, ચુંટાયા, જોવાનું, સૌભાગ્ય, પ્રાપ્ત, આજનો, સુવર્ણાક્ષરે, લખાશે, શંકા, શાણપણ, અડગ, સ્વભાવ, કુનેહને, દેશનાં, પ્રતિષ્ઠા, દિવસોદિવસ, વધતાં, વિલક્ષણ, રાષ્ટ્રોમાં, આપણો, સ્થાનને, ઈશ્વરે, વફાદાર, રહીએ, પ્રકારે, આપીએ, સુબુદ્ધિ, ઈશ્વરને, માયાળુ, સ્વભાવથી, હૃદયની, ભાવનાથી, આખા, લોકોનાં, દિલ, જીતી, લીધાં, સર્વથા, સુયોગ્ય, પટેલ, પ્રાંત, તરફથી, વતી, આદરપૂર્વક, ઘણુંય, બાન્યું, જેને, સૂરત, પલટાઈ, ઉપરાઉપરી, ઉથલપાથલો, સંકટોનો, ઘડવાનું, પુરુષાર્થ, જૂએ, મહામુશ્કેલીઓનાં, કાબેલ, નેતૃત્વનો, અનુભવ, અમારામાંથી, જંગમાં, આગલી, લડનારા, સૈનિક, ઓળખે, આપનું, સ્વાગત, નેતા, છેલ્લી, પેઢી, થયેલાં, સંકટો, તકલીફોનો, અડગતાથી, કરનારાઅમારા, ધ્યેય, સભામાં, સભા, પડશે, પરિવર્તન, સંસદ, કરેલું, થયાં, વીતેલાં, સપનું, પણે, સપના, કઠિન, સપનાં, ધરપતની, ભવિષ્યનાં, સંઘર્ષોમાં, હશો, વડપણ, નીચેના, પ્રજાસત્તાકને, વફાદારી, અર્પિત, નિયમો, પૈકી, નિયમ, ૮ના, પેટાનિયમ, પ્રસાદને, પદે, વિધિવત્, ચુંટાયેલા, જાહેર, પટેલે, નામની, દરખાસ્ત, જણાવવાનું, રાષ્ટ્રપતિના, ઉમેદવારી, ઉમેદવારનું, આયંગર, હવેની, પરિણામની, આયંગરને, આમંત્રણ, સંતોષ, જેટલું, અપાશે, દરજ્જો, સમાન, સ્વાતંત્ર્યના, સંગ્રામમાં, ભૂમિકા, ગીત, શબ્દોમાં, સરકાર, પ્રસંગવશ, ઓળખાતી, ભારતનું, સંગીતમાં, બદ્ધ, વિશેનો, વિચારેલું, લાગ્યું, લેવાને, અધ્યક્ષસ્થાને, ઍસેમ્બલી, અગિયાર, વાગ્યે, કૉન્સ્ટીટ્યુશન, હૉલમાં, વાપર્યો, સ્થાપિત, chairman, સભાપતિ, રાજ્યસભાના, speaker, અધ્યક્ષ, સંસદની, લોકસભાના, president, કાર્યવાહીઓનો, volume, xii, આપેલો, અંશોનો, પ્રસ્તુત, ૧૯૫૦ની, ૨૪મી, મંગળવારે, બંધારણસભામાં, મહત્ત્વના, નિર્ણયો, લેવાયા, અપાઈ, બિનહરીફ, પ્રત, thomas, weber, રાજકારણીઓની, સમજવાની, મૃત, મહાત્માના, ૧૦૧, ગાંધીચીંધ્યા, ઉદ્દેશો, રાખવાની, ખરું, બનાવો, પરથી, જણાવ્યું, જન્મનિરોધના, ટેકામાં, બૌદ્ધધર્મના, ફેલાવામાં, હિન્દુધર્મનાં, દૂષણો, દેખાડવામાં, યુદ્ધના, જોતરવાના, કમ્પ્યુટરો, દારુ, મોંઘી, પેનો, ફર્નીચરના, વેચાણમાં, રેસ્ટોરન્ટોના, પહોંચ્યું, સાચો, પહોંચ્યો, જીવનના, તબક્કામાં, ગ્રહમાં, જનતામાં, આદરને, પાત્ર, જમાનામાં, ઇંટરનેટ, ભાષા, જાણતા, મળતું, છાપાં, જાપાનીઓએ, જોતરી, ભારતમાંથી, હટાવી, માંગ, માટેના, ગેરસમજ, થવી, હકીકતમાં, જેવા, સ્વાતંત્ર્યને, આપો
Text of the page (random words):
બ્રિટનને અમે અપીલ કરી છે તે સાથે ઑફર પણ કરી છે કે સ્વાધીન ભારત સાથી રાષ્ટ્રોની ફોજને ભારતમાં રાખવા દેશે આ ઑફરનો ઉદેશ એ છે કે અમે કોઈ પણ રીતે સાથી રાષ્ટ્રોના ઉદ્દેશોને નુકસાન કરવા નથી માગતા એ સાબિત કરી શકાય અને એ સાથે તમે પણ ગેરરસ્તે દોરવાઈને એવું માનતા ન થઈ જાઓ કે બ્રિટન જગ્યા ખાલી કરે એટલે એની જગ્યા લેવા માટે બસ તમારે માત્ર દેશમાં પગ મૂકવાનો છે એ કહેવાની જરૂર નથી કે આવો કોઈ વિચાર હોય અને એને સિદ્ધ કરવા મથશો તો અમારા દેશની જેટલી તાકાત હશે તે તમામ કામે લગાડીને તમારો પ્રતિકાર કરવામાં અમે પાછા નહીં પડીએ એમણે પત્રમાં તમારો મિત્ર અને શુભ ચિંતક એમ લખીને સહી કરી જાપાનના દૈનિક યોમિઉરી એ ૧૮મી સપ્ટેમ્બરે આ પત્ર પહેલા પાને પ્રકાશિત કર્યો એનું મથાળું હતું ગાંધીનો જાપાનને ખુલ્લો પત્ર પરંતુ એમાં જાપાનને માફક આવે તેવી વાત રાખી અને બાકી બધું કાઢી નાખ્યું કે બદલી નાખ્યું પ્રકાશિત પત્રમાં શું ફેરફાર થયા તે જોઈએઃ પહેલો ફકરો તો જેમ હતો તેમ જ રહ્યો પરંતુ તે પછીના બે ફકરા ઊડી ગયા ચોથા અને પાંચમા ફકરાને ભેળવીને ધરખમ ફેરફાર કરી નાખવામાં આવ્યા જાપાની ફકરો આ પ્રમાણે હતોઃ હું મુક્ત વ્યક્તિ હોત અને તમે મને તમારા દેશમાં આવવાની પરવાનગી આપી હોય તો જો કે મને નબળાઈ છે તેમ છતાં મારી તબીયતને જોખમમાં મૂકીને પણ હું તમારા દેશના રાજકારણીઓ સાથે વાત કરવા તમારા દેશમાં આવ્યો હોત પરંતુ હું એવી સ્વતંત્રતા ભોગવતો નથી અને અમે એક અનોખી સ્થિતિમાં છીએ એક સામ્રાજ્યવાદનો પ્રતિકાર કરીએ છીએ ગાંધીજીના પત્રનો છઠ્ઠો ફકરો તો ઊડી જ ગયો છેલ્લો ફકરો પણ ઊડી જ ગયો અને એની જગ્યાએ તદ્દન નવો ફકરો આવ્યો જે આ પ્રમાણે છે ભારતમાંથી બ્રિટિશ સત્તાને હટાવી લેવાની માંગ માટેના અમારા આંદોલન વિશે ગેરસમજ ન થવી જોઈએ હકીકતમાં જેવા સમાચાર મળે છે તે પ્રમાણે તમે ભારતના સ્વાતંત્ર્યને માન્યતા આપો છો અને ભારત પર હુમલો નહીં કરો એ નિઃશંક છે તે ઉપરાંત ભારત વિશેની તમારી નીતિ જાણવા મળે છે તે પ્રમાણે બ્રિટિશ સામ્રાજ્યવાદ કરતાં તદ્દન જુદી છે ક્વિટ ઇંડિયાની માંગનો ઉદ્દેશ ભારતને એક ધૂંસરીમાંથી છોડાવવાનો અને બ્રિટનની લશ્કરી અને સામ્રાજ્યવાદી મહેચ્છાનો પ્રતિકાર કરવાનો છે આમ જાપાનની જનતા સુધી ગાંધીજીનું માત્ર નામ પહોંચ્યું એમનો સાચો સંદેશ તો પહોંચ્યો જ નહીં ગાંધીજી એમના જીવનના એ તબક્કામાં આ ગ્રહમાં સૌથી વિશેષ પ્રખ્યાત હતા જાપાની જનતામાં ગાંધીજી બહુ જ આદરને પાત્ર હતા પણ એ જમાનામાં ઇંટરનેટ નહોતું અને જાપાનીઓ માત્ર એક જ ભાષા જાણતા હતા એટલે એમને જે કંઈ જાણવા મળતું તે માત્ર એમનાં છાપાં દ્વારા જ આમ જાપાનીઓએ ગાંધીજીને અ ગાંધીય લક્ષ્ય સિદ્ધ કરવામાં જોતરી દીધા એ ખરું કે આ બધા ઐતિહાસિક બનાવો છે અને એના પરથી એમ સાબિત ન થઈ શકે કે આજના જીવન પર એમનો કંઈ પ્રભાવ છે પરંતુ પહેલાં જણાવ્યું છે તેમ એમની અસર દીર્ઘજીવી છે પહેલાં એમને કૃત્રિમ જન્મનિરોધના ટેકામાં બૌદ્ધધર્મના ફેલાવામાં હિન્દુધર્મનાં દૂષણો દેખાડવામાં અને સામ્રાજ્યવાદ તેમ જ યુદ્ધના સમર્થક તરીકે જોતરવાના પ્રયાસ થયા તો આજે એમનો ઉપયોગ કમ્પ્યુટરો અને દારુ મોંઘી પેનો અને ફર્નીચરના વેચાણમાં અને રેસ્ટોરન્ટોના પ્રચારમાં પણ થઈ જ શકે છે હજી અ ગાંધીય રાજકારણીઓની તો આપણે વાત જ નથી કરતા ગાંધીનો જે રીતે ઉપયોગ થયો છે અને થતો રહ્યો છે તે જોતાં એટલું જ સમજવાની જરૂર છે કે મૃત મહાત્માના ૧૦૧ ઉપયોગ છે પરંતુ આવા ઉપયોગ ગાંધીચીંધ્યા ઉદ્દેશો માટે જ હોય તેનું ધ્યાન રાખવાની જરૂર છે મહાત્મા ગાંધીની ૬૮મી સંવત્સરી નિમિત્તે લેખ ૧ like loading author dipak dholakia posted on 28 01 2016 28 01 2016 categories uncategorized tags 68th anniversary of gandhiji દીપક ધોળકિયા વેબગુર્જરી dipak dholakia thomas weber webgurjari 1 ટિપ્પણી 101 uses for a dead mahatma the co option of gandhi for non gandhian causes માટે 24th january 1950 in the constituent assembly ૧૯૫૦ની ૨૪મી જાન્યુઆરી મંગળવારે બંધારણસભામાં બે મહત્ત્વના નિર્ણયો લેવાયા એક તો આપણા રાષ્ટ્રગીત તરીકે જન ગણ મન ને માન્યતા અપાઈ અને દેશના રાષ્ટ્રપતિ તરીકે ડૉ રાજેન્દ્ર પ્રસાદની બિનહરીફ ચૂંટણી થઈ તે ઉપરાંત બંધારણસભાના સભ્યોએ બંધારણની હિન્દી પ્રત પર સહીઓ કરી આ કાર્યવાહીઓનો રિપોર્ટ constituent assembly of india volume xii માં આપેલો છે અહીં એના અમુક પસંદ કરેલા અંશોનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કર્યો છે બંધારણસભાના પ્રમુખ president હતા સંસદની રચના પછી લોકસભાના અધ્યક્ષ speaker અને રાજ્યસભાના સભાપતિ chairman શબ્દો સ્થાપિત થયા છે એટલે અહીં પ્રમુખ શબ્દ વાપર્યો છે ૦ ૦ ૦ કૉન્સ્ટીટ્યુઅન્ટ ઍસેમ્બલી અગિયાર વાગ્યે કૉન્સ્ટીટ્યુશન હૉલમાં મળી બંધારણસભાના પ્રમુખ માનનીય ડૉ રાજેન્દ્ર પ્રસાદ અધ્યક્ષસ્થાને હતા રાષ્ટ્રગીત વિશે નિવેદન માનનીય પ્રમુખશ્રી ચર્ચા માટે હવે એક મુદ્દો બાકી રહે છે એ છે રાષ્ટ્રગીત વિશેનો મુદ્દો એક વખત તો એવું વિચારેલું કે આ બાબત ગૃહમાં ચર્ચા માટે રજૂ કરવી અને ગૃહ એક ઠરાવ દ્વારા એના વિશે નિર્ણય લે પરંતુ તે પછી એવું લાગ્યું કે આ બાબતમાં ઔપચારિક નિર્ણય લેવાને બદલે હું પોતે જ રાષ્ટ્રગીત વિશે નિવેદન કરું તે સારું રહેશે એના પ્રમાણે હવે હું આ નિવેદન કરું છું શબ્દો અને સંગીતમાં બદ્ધ જન ગણ મન તરીકે ઓળખાતી રચના ભારતનું રાષ્ટ્રગીત રહેશે એના શબ્દોમાં સરકાર મંજૂર કરે એવા ફેરફાર પ્રસંગવશ કરાશે અને ભારતીય સ્વાતંત્ર્યના સંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા ભજવનાર ગીત વંદે માતરમ ને પણ જન ગણ મન જેટલું જ માન અપાશે અને એનો દરજ્જો પણ એની સમાન જ રહેશે તાળીઓ આશા છે કે આનાથી સભ્યોને સંતોષ થશે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માનનીય પ્રમુખશ્રી હવેની બાબત છે ચૂંટણીના પરિણામની જાહેરાત હવે હું રીટર્નિંગ ઑફિસર અને કૉન્સ્ટીટ્યુઅન્ટ ઍસેમ્બલીના સૅક્રેટરી શ્રી એચ વી આર આયંગરને આ જાહેરાત કરવા આમંત્રણ આપું છું શ્રી એચ વી આર આયંગર રીટર્નિંગ ઑફિસર અને કૉન્સ્ટીટ્યુઅન્ટ ઍસેમ્બલીના સૅક્રેટરી પ્રમુખ મહોદય મારે માનનીય સભ્યોને જણાવવાનું છે કે ભારતના રાષ્ટ્રપતિના પદ માટે માત્ર એક ઉમેદવારી પત્ર મળ્યું છે ઉમેદવારનું નામ છે ડૉ રાજેન્દ્ર પ્રસાદ લાંબા વખત સુધી તાળીઓનો ગડગડાટ એમના નામની દરખાસ્ત પંડિત જવાહરલાલ નહેરુએ રજૂ કરી છે ફરીથી તાળીઓ અને સરદાર વલ્લભભાઈ પટેલે એને ટેકો આપ્યો છે તાળીઓ ચાલુ રાષ્ટ્રપતિની ચૂંટણીના નિયમો પૈકી નિયમ ૮ના પેટાનિયમ ૧ હેઠળ હું ડૉ રાજેન્દ્ર પ્રસાદને ભારતના રાષ્ટ્રપતિ પદે વિધિવત્ ચુંટાયેલા જાહેર કરું છું લાંબા વખત સુધી તાળીઓ માનનીય શ્રી જવાહરલાલ નહેરુ યુક્ત પ્રાંત સામાન્ય માનનીય પ્રમુખશ્રી આજે આપને જે સર્વોચ્ચ સન્માન મળ્યું છે તે બદલ હું મારા તરફથી અને આ સન્માનનીય ગૃહના બધા સભ્યો વતી આદરપૂર્વક અભિનંદન આપું છું આપના નેતૃત્વ હેઠળ આપણે ત્રણ વર્ષથી પણ વધારે સમય પહેલાં આ બંધારણસભાનું કામ શરૂ કર્યું અને આ ત્રણ વર્ષ દરમિયાન ઘણુંય એવું બાન્યું છે જેને કારણે આ દેશની સૂરત પલટાઈ ગઈ છે આપણે ઉપરાઉપરી ઉથલપાથલો અને સંકટોનો સામનો કર્યો છે પણ ભારતની જનતા માટે બંધારણ ઘડવાનું કામ કરતા રહ્યા અને હવે આ કામ પૂરું કર્યું છે એ પ્રકરણ પૂરું થયું હવે નવો પુરુષાર્થ આપણી રાહ જૂએ છે અને એક કે બે દિવસમાં નવું પ્રકરણ શરૂ થશે મહામુશ્કેલીઓનાં આ ત્રણ વર્ષ દરમિયાન અમને આપના કાબેલ નેતૃત્વનો અનુભવ મળ્યો એટલું જ નહીં અમારામાંથી ઘણા આપને ત્રણ કે ત્રીસ વર્ષથી આઝાદીના જંગમાં આગલી હરોળમાં રહીને લડનારા ભારતના સૈનિક તરીકે ઓળખે છે તાળીઓ તો સાહેબ અમે આપનું સ્વાગત કરીએ છીએ અમારા નેતા તરીકે પ્રજાસત્તાક ભારતના વડા તરીકે અને છેલ્લી એક પેઢી દરમિયાન આ દેશની સામે ઊભાં થયેલાં સંકટો અને તકલીફોનો અડગતાથી સામનો કરનારાઅમારા એક સાથી તરીકે આજે એક ધ્યેય આ સભામાં પાર પડ્યું છે અને આ સભા એનું કામ પૂરું કરીને બંધ પડશે અથવા કદાચ એમાં ધરખમ પરિવર્તન આવશે અને એનું પ્રજાસત્તાક ભારતની સંસદ તરીકે પુનરુત્થાન થશે આપણે લાંબા વખત પહેલાં નક્કી કરેલું એક લક્ષ્ય સિદ્ધ થયું છે હવે બીજાં લક્ષ્યો આપણી સમક્ષ ઊભાં થયાં છે આપણે વીતેલાં વર્ષો દરમિયાન એક સપનું જોયું હતું એ તો સાકાર થઈ ગયું પણ હવે કદાચ પણે સાકાર કર્યું તે સપના કરતાં વધારે કઠિન બીજાં સપનાં બીજાં ધ્યેયો આપણી સામે આવી ઊભાં છે અમારા સૌ માટે એ ધરપતની વાત છે કે ભવિષ્યનાં આ લક્ષ્યો અને સંઘર્ષોમાં આપ પ્રજાસત્તાક ભારતના વડા તરીકે અમારી સાથે હશો અને સાહેબ હું આપના વડપણ નીચેના આ પ્રજાસત્તાકને મારી વફાદારી અર્પિત કરું છું લાંબા વખત સુધી તાળીઓનો ગડગડાટ માનનીય સરદાર વલ્લભભાઈ જે પટેલ મુંબઈ સામાન્ય માનનીય પ્રમુખશ્રી અને મિત્રો સાહેબ આજે આપ રાષ્ટ્રના પ્રતિનિધિઓની સર્વસંમત ઇચ્છાથી રાજ્યના વડા બનો છો એ શુભ અવસરે આપ પર અભિનંદનોની ઝડીઓ વરસાવતા સામુદાયિક સ્વરોમાં જોડાવાની આપની પાસે અનુમતિ માગું છું તાળીઓ માનનીય વડા પ્રધાનના મુખેથી સરેલા એકે એક શબ્દને હું ટેકો આપું છું અને આજે આપને જે મહાનતમ સન્માન મળ્યું છે તે બદલ આપને અભિનંદન આપવા માગું છું ત્રણ વર્ષથી આપ કૉન્સ્ટીટ્યુઅન્ટ ઍસેમ્બલીના પ્રમુખ તરીકે કામ કરો છો અને સભ્યોએ જોયું છે કે ઍસેમ્બલીની કાર્યવાહી આપ કેવી રીતે ચલાવો છો આપ પર જે બોજ હતો તેને કારણે આપની તબીયત બગડતી જતી હતી તેથી એક વખત તો અમને ચિંતા થઈ ગઈ હતી ગભરામણ થઈ હતી પણ વિધાતા કૃપાળુ છે અને આપને ફરી સ્વસ્થ બનાવ્યા અને અમને સૌને આપ પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યના વડા તરીકે ચુંટાયા તે જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ભારતના ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણાક્ષરે લખાશે અને અમને જરા પણ શંકા નથી કે આપના શાણપણ આપના અડગ અને શાંત સ્વભાવ અને લોકો તેમ જ મુદ્દાઓ સાથે કામ લેવાની આપની કુનેહને કારણે દેશનાં માન અને પ્રતિષ્ઠા દિવસોદિવસ વધતાં રહેશે અને આપના વિલક્ષણ નેતૃત્વ હેઠળ દુનિયાનાં રાષ્ટ્રોમાં આપણો દેશ જે સ્થાનને લાયક છે તે એને મળશે ઈશ્વરે આપના શિરે એક ભારે જવાબદારી મૂકી છે એ પૂરી કરવામાં અમે આપના પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહીએ અને તમામ પ્રકારે સહકાર આપીએ એવી સુબુદ્ધિ અમને મળે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું આપે આપના માયાળુ સ્વભાવથી અને હૃદયની શુભ ભાવનાથી માત્ર આ ગૃહના બધા સભ્યોનાં જ નહીં પણ આખા દેશના તમામ લોકોનાં દિલ જીતી લીધાં છે આજે આપને જે સન્માન મળ્યું છે તેના માટે આપ સર્વથા સુયોગ્ય છો તાળીઓ શ્રી બી દાસ પ્રમુખ મહોદય પ્રમુખશ્રી શ્રી દાસ બોલે તે પહેલાં હું બસ સભ્યોને એટલું યાદ અપાવવા માગું છું કે આવા પ્રસંગે હું અહીં બેઠો હોઉં અને ભાષણો સાંભળ્યા કરું અને એમાં એવી લાગણીઓ વ્યક્ત થતી હોય જેના માટે હું લાયક પણ ન હોઉં મારા માટે એ બહુ કફોડી સ્થિતિ છે આથી સભ્યોને વિનંતિ કરું છું કે એમને બોલવું જ હોય તો એમની વાત થોડાંક વાક્યોમાં જ પૂરી કરે ડૉ રાજેન્દ્ર પ્રસાદની આ ટકોર પછી પણ શ્રી બી દાસ ઓરિસ્સાઃ સામાન્ય ડો એચ સી મુખરજી પશ્ચિમ બંગાળઃ સામાન્ય શ્રી હુસૈન ઇમામ બિહારઃમુસ્લિમ બોલ્યા ફરીથી રાજેન્દ્રબાબુએ દરમિયાનગીરી કરી પ્રમુખશ્રી ત્રણ વર્ષ પછી એક વાર હું આશા રાખું છું કે ગૃહ મને આ ચર્ચાને રોકી દેવાની પરવાનગી આપશે તેમ છતાં વી આઈ મુનિસ્વામી પિલ્લૈ મદ્રાસઃ સામાન્ય એ એમને અભિનંદન આપતું વક્તવ્ય આપ્યું પ્રમુખશ્રી આટલાં વર્ષો દરમિયાન મને સભ્યોનો સહકાર મળ્યો છે મને આશા છે કે આજે પણ એટલે કે છેલ્લા દિવસે સભ્યો સહકાર આપવાનો ઇનકાર નહીં કરે આથી માનનીય સભ્યોને મારી વિનંતિ છે કે આ ચર્ચા અહીં રોકી દો અને મને બહુ શરમાવો નહીં શેઠ ગોવિંદદાસ બોલવા માટે માઇક પર આવ્યા એ વખતે વિક્ષેપ પડ્યો પ્રમુખશ્રી મને ખાતરી છે કે ગૃહ હંમેશની જેમ આજના પ્રસંગે પણ મારી સાથે જ છે એટલે હું બોલવા માટે આતુર બધા સભ્યોને વિનંતિ કરું છું કે તેઓ બોલવાનું ટાળી દે આજના પ્રસંગની ગંભીરતાનો મને ખ્યાલ છે એક લાંબા સંઘર્ષ પછી આપણે એક તબક્કો પાર કર્યો છે અને હવે નવો તબક્કો શરૂ થાય છે મારે માથે એક બહુ ભારે જવાબદારી મૂકવામાં આપ સૌની લાગણી જ દેખાઈ છે હું હંમેશાં માનતો રહ્યો છું કે માણસને અભિનંદવાનો સમય એની નીમણૂક થાય ત્યારે નથી હોતો પણ એ નિવૃત્ત થાય ત્યારે હોય છે અને આજે આપે મને જે પદ સોંપ્યું છે તે છોડવાનો સમય આવશે ત્યાં સુધી હું રાહ જોઈશ આપ સૌએ ચોમેરથી બધા મિત્રોએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને જે સદ્ ભાવના વરસાવી છે તેન લાયક હતો કે નહીં તે એ વખતે તપાસીશ મારાં વખાણનાં ભાષણો સાંભળતો બેઠો હોઉં અને ખરેખર બેઠો રહ્યો છું ત્યારે મને મહાભારતની એક કથા યાદ આવે છે એમાં તો એટલી બધી કપરી ધર્મસંકટ જેવી સ્થિતિઓ આવે છે અને એવી દરેક સ્થિતિ ઊભી થાય સમસ્યા એવી ગુંચવાયેલી લાગે ત્યારે શ્રીકૃષ્ણ એના રસ્તા શોધી આપે છે આવા જ કોઈ દિવસોમાં અર્જુને પ્રત્યિજ્ઞા લીધી કે એ અમુક કામ એ દિવસ પૂરો થતાં પહેલાં કરી લેશે અને ન કરી શકે તો ચિતા ગોઠવીને એમાં બળી મરશે પાંડવો માટે તો આવો વિચાર પણ અસહ્ય હતો શ્રીકૃષ્ણે રસ્તો કઢ્યો એમણે કહ્યું તું એક જગ્યાએ બેઠો રહે અને પોતાનાં જ વખાણ કર્યા કર અથવા તો બીજા લોકો તારાં વખાણ કરે તે સાંભળ્યા કર બસ એ પણ આપઘાતની બરાબર જાતે બળી મરવા જેવું જ છે મેં પણ આવાં ઘણાં ભાષણ આવા જ ભાવથી સાંભળ્યાં છે કારણ કે એવી ઘણી બાબતો છે કે જે હું નહીં કરી શકું અને એ પૂરાં કરવાની એક જ રીત છે કે હું આપઘાત કરી લઉં પણ આજે મારી સ્થિતિ જરા જુદી છે આપણા વડા પ્રધાન અને નાયબ વડા પ્રધાન મારા માટે લાગણીથી બોલતા હોય ત્યારે એનો પડઘો પાડ્યા વિના રહી જ ન શકું પા સદીથી પણ વધારે વખતથી અમે સાથે જીવ્યા સાથે કામ કર્યું અને બહુ નિકટતાથી સાથે મળીને સંઘર્ષ કર્યો છે અમે એમાં કદી ડગ્યા નથી અને સાથે મળીને સફળ પણ થયા છીએ આજે મને એક ખુરશીમાં ગોઠવી દીધો છે અને એની પાસેની ખુરશીઓમાં તેઓ બેઠા છે અને બીજા પણ ઘણા સાથીઓ છે જેમની સાથેના મારા સંબંધોનું મારે મન બહુ ઊંચું મહત્ત્વ છે તેઓ એમની પાસેની ખુરશીઓમાં બેસશે અને મને મદદ કરશે અને મને ખબર છે કે મારી સાથે આ ગૃહના સભ્યો અને ગૃહની બહાર અસંખ્ય મિત્રોની શુભેચ્છાઓ મારી સાથે છે ત્યારે મારા શિરે મુકાયેલી જવાબદારી બરાબર પૂરી થશે જ પણ એટલા માટે નહીં કે હું કરી શકીશ પણ સહિયારા પ્રયાસોથી આ ધ્યેયો પાર પાડવામાં આપણે સૌ સફળ થઈશું જ આજે દેશ સમક્ષ બહુ ઘણી સમસ્યાઓ છે અને મને લાગે છે કે હવે આપણે જે કામ કરવાનું છે તે બે વર્ષ પહેલાં કરતા હતા તેના કરતાં જુદી જાતનું છે એમાં વધારે નિષ્ઠા વધારે માવજત વધારે ધ્યાન અને વધારે ત્યાગની જરૂર રહેશે બસ હું એટલી જ આશા રાખી શકું કે આ ભાર વેઢારી શકે અને આપણી જનતાનાં અરમાનો પૂરાં કરી શકે તેવાં સ્ત્રીપુરુષ દેશમાં પાકશે ઈશ્વર આના માટે આપણને શક્તિ આપે એવી પ્રાર્થના બંધારણના હિન્દી અનુવાદ પર સહીઓ પ્રમુખશ્રીઃ હવે બીજાં બે કામો કરવાનાં બાકી રહે છે એક તો છે બંધારણના હિન્દી અનુવાદને અધિકૃત ખરેખર તો પ્રમાણિત કરવાનું કામ માનનીય સભ્યોને યાદ હશે કે આ ગૃહે એક ઠરાવ પસાર કરીને મને હિન્દીમાં અનુવાદ કરાવી છપાવી અને ૨૬મી જાન્યુઆરી પહેલાં પ્રકાશિત કરાવવાની સત્તા આપી હતી આ કામ થઈ ગયું છે ગૃહે બીજી ભાષાઓમાં પણ અનુવાદ કરાવી છપાવી ને પ્રકાશિત કરાવવાની મને સત્તા આપી છે એ કામ હજી પૂરું નથી થયું પણ હાથ ધરાયું છે હવે હું શ્રી ઘનશ્યામ સિંહ ગુપ્તાને વિનંતિ કરું છું કે તેઓ મને હિન્દી અનુવાદ આપે કે જેથી હું ઔપચારિક રીતે ગૃહમાં રજૂ કરી શકું અને એને પ્રમાણિત કરી શકું માનનીય શ્રી ઘનશ્યામ સિંહ ગુપ્તાએ પ્રમુખશ્રીને બંધારણના હિન્દી અનુવાદની નકલો આપી પ્રમુખશ્રીએ એના પર સહીઓ કરી બંધારણ પર સહીઓ કરવાનું કાર્ય પ્રમુખશ્રી હવે એક જ કામ રહ્યું છે બંધારણની નકલો પર સભ્યોની સહીઓ કરવાનું બાકી છે ત્રણ નકલો તૈયાર છે અંગ્રેજીમાં એક સંપૂર્ણ હસ્તલિખિત નકલ છે જેના પર કલાકારોએ સુશોભનો કર્યાં છે બીજી નકલ અંગ્રેજીમાં છપાયેલી છે ત્રીજી પણ આખી હસ્તલિખિત નકલ છે એ હિન્દીમાં છે આ ત્રણેય નકલો ટેબલ પર રાખી છે અને બધા સભ્યોને વિનંતિ કરવામાં આવશે કે તેઓ વારાફરતી આવીને આ નકલો પર સહી કરતા જાય એવો વિચાર છે કે સભ્યો ગૃહમાં બેઠા છે તે ક્રમમાં બોલાવીએ પણ માનનીય વડા પ્રધાનને સરકારી ફરજ માટે જવાનું છે એટલે હું એમને વિનંતિ કરીશ કે તેઓ સૌથી પહેલાં આવીને સહીઓ કરે પછી માનનીય શ્રી જવાહરલાલ નહેરુએ બંધારણની નકલો પર સહીઓ કરી આ તબક્કે યુક્ત પ્રાંતના સામાન્ય સભ્ય શ્રી અલગૂ રાય ચૌધરીએ મુદ્દો ઉઠાવ્યો કે બંધારણસભાનું કામ પૂરું થઈ જતાં એની ઑફિસ હવે બંધ થશે પણ એના કર્મચારીઓની સેવાઓ કોઈ પણ રૂપે ચાલુ રહેવી જોઈએ નહીંતર આખો દેશ ૨૬મી જાન્યુઆરી ઊજવતો હશે પણ એમને એમાં ભાગીદાર હોવાની લાગણી નહીં થાય પ્રમુખશ્રીએ એમને ખાતરી આપી કે આ પ્રશ્ન પર એમણે વિચાર કર્યો જ છે અને મોટા ભાગના કર્મચારીઓને જુદા જુદા વિભાગોમાં સમાવી લેવાના પ્રયાસ ચાલુ છે એટલું જ નહીં જેમને નહીં લઈ શકાય તેમને પણ બીજો રોજગાર મળી જાય તેવા પ્રયાસ કરાશે પ્રમુખશ્રી હવે જમણી બાજુથી ત્યાં મદ્રાસના સભ્યો છે તેઓ આવશે અને વારાફરતી સહીઓ કરતા જશે પછી સભ્યોએ બંધારણની નકલો પર સહીઓ કરી પ્રમુખશ્રી હું માનનીય સભ્યો સમક્ષ સૂચન રજૂ કરું છું કે તેઓ પોતાની જગ્યાએ જ બેસી રહે અને એમનું નામ બોલાય ત્યારે આવીને સહી કરી જાય મને લાગે છે કે સારું થશે એ જોવામાં પણ ચોક્કસ સારું લાગશે શ્રી ખન્ના સભ્યોનાં નામ વારા પ્રમાણે બોલતા જશે હાજર રહેલા બાકીના સભ્યોએ સહીઓ કરી લીધી તે પછી પ્રમુખશ્રીએ નકલો પર સહીઓ કરી પ્રમુખશ્રી કોઈ સભ્ય સહી કરવામાં બાકી રહી ગયા છે કોઈ હોય તો પછી ઑફિસમાં આવીને સહી કરી જાય માનનીય સભ્યો વંદે માતરમ શ્રી અનંતસ્વામી અય્યંગાર મદ્રાસઃ સામાન્ય સાહેબ આપની મંજૂરી હોય તો અમે સૌ ઊભા થઈને જન ગણ મન ગાઈશું પ્રમુખશ્રી ભલે બધા ઊભા થયા અને શ્રીમતી પૂર્ણિમા બૅનરજી બીજા સભ્યો સાથે મળીને જન ગણ મન ગાયું પ્રમુખશ્રી વંદે માતરમ બધા ઊભા થયા અને પંડિત લક્ષ્મી કાન્તા મૈત્રાએ બીજા સભ્યો સાથે મળીને વંદે માતરમ ગાયું પ્રમુખશ્રી હવે ગૃહ અનિશ્ચિત મુદત માટે સ્થગિત થાય છે તે પછી બંધારણસભા અનિશ્ચિત મુદત માટે સ્થગિત રહી ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 25 01 2016 04 01 2016 categories uncategorized tags 24th january 1950 દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી constituent assembly dipak dholakia maari baari webgurjari 2 ટિપ્પણીઓ 24th january 1950 in the constituent assembly માટે four boats at a river crossing along ganga nachiket kelkar હાલમાં જ સાઉથ એશિયા નેટવર્ક ઑન ...
|