Meta tags:
description= January 25, 2016 પર Dipak Dholakia દ્વારા 1 પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી;
Headings (most frequently used words):
dipak, dholakia, spam, blocked, દિવસ, જાન્યુઆરી, 25, 2016, 24th, january, 1950, in, the, constituent, assembly, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (63), #જાન્યુઆરી (33), 2016 (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), ફેબ્રુવારી (23), હું (23), 2012 (22), 2015 (22), માટે (20), કરી (19), 2013 (18), 2022 (18), છું (17), 2011 (16), માનનીય (16), મને (16), હવે (15), પ્રમુખશ્રી (15), 2014 (14), કામ (14), 2025 (13), શ્રી (13), મારી (12), સાથે (11), સહીઓ (11), તરીકે (11), પછી (10), કરું (10), નહીં (10), આજે (10), સભ્યો (9), આપના (9), martyrs (8), freedom (8), struggle (8), નકલો (8), તેઓ (8), સભ્યોને (8), વડા (8), ભારતના (8), dipak (7), indian (7), બધા (7), સામાન્ય (7), ત્યારે (7), એમાં (7), એના (7), ત્રણ (7), પહેલાં (7), આપણે (7), વધારે (7), એવી (7), તાળીઓ (7), બારી (6), થાય (6), હોય (6), થશે (6), વિનંતિ (6), બહુ (6), પ્રમુખ (6), આપને (6), વખત (6), કરો (5), dholakia (5), શોધો (5), અમે (5), એમને (5), કર્યો (5), પૂરું (5), કરે (5), હિન્દી (5), અનુવાદ (5), આપે (5), શકું (5), રહેશે (5), લાંબા (5), મારા (5), દરમિયાન (5), રાજેન્દ્ર (5), અમને (5), રાષ્ટ્રગીત (5), શરૂ (4), નામ (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), constituent (4), assembly (4), ગૃહ (4), વંદે (4), માતરમ (4), થયા (4), બીજા (4), મળીને (4), સાહેબ (4), આપની (4), કોઈ (4), સહી (4), બાકી (4), આવીને (4), જાય (4), સભ્યોએ (4), રજૂ (4), રહે (4), બંધારણની (4), આવશે (4), કરતા (4), આપી (4), એની (4), કરવાનું (4), એટલે (4), બીજાં (4), હતી (4), નથી (4), થયું (4), વર્ષ (4), આશા (4), આપણી (4), સુધી (4), બેઠો (4), કર્યું (4), અહીં (4), મળ્યું (4), કૉન્સ્ટીટ્યુઅન્ટ (4), પ્રજાસત્તાક (4), this (3), wordpress (3), com (3), other (3), india (3), 24th (3), january (3), 1950 (3), રહી (3), ઊભા (3), કરવામાં (3), પ્રમુખશ્રીએ (3), સમક્ષ (3), લાગે (3), સારું (3), એટલું (3), ચાલુ (3), વિચાર (3), દેશ (3), મુદ્દો (3), જવાહરલાલ (3), નકલ (3), ગૃહમાં (3), બંધારણના (3), એને (3), યાદ (3), હતા (3), શકે (3), પાર (3), મારે (3), જવાબદારી (3), સમય (3), લાયક (3), હતો (3), હોઉં (3), સ્થિતિ (3), આવા (3), દિવસ (3), ગૃહના (3), પૂરી (3), સહકાર (3), ચર્ચા (3), અભિનંદન (3), દાસ (3), માગું (3), આપું (3), સન્માન (3), વર્ષથી (3), ઍસેમ્બલીના (3), કારણે (3), હેઠળ (3), એવું (3), ઊભાં (3), વિશે (3), નિવેદન (3), બંધારણસભાના (3), site (2), like (2), required (2), ટિપ્પણીઓ (2), રહ્યું (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 393 (2), પસંદ (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), uncategorized (2), આવો (2), email (2), address (2), દ્વારા (2), the (2), દીપક (2), ધોળકિયા (2), અનિશ્ચિત (2), મુદત (2), સ્થગિત (2), ગાયું (2), પંડિત (2), મદ્રાસઃ (2), સભ્ય (2), લીધી (2), જગ્યાએ (2), સભ્યોનાં (2), પ્રમાણે (2), બોલતા (2), જશે (2), ત્યાં (2), વારાફરતી (2), મળી (2), પ્રયાસ (2), કરાશે (2), જુદા (2), ખાતરી (2), એમણે (2), ૨૬મી (2), હશે (2), લાગણી (2), યુક્ત (2), બંધારણસભાનું (2), બંધ (2), નહેરુએ (2), અંગ્રેજીમાં (2), સંપૂર્ણ (2), હસ્તલિખિત (2), જેના (2), બીજી (2), હિન્દીમાં (2), રાખી (2), બેઠા (2), બંધારણ (2), ઘનશ્યામ (2), સિંહ (2), ઔપચારિક (2), રીતે (2), પ્રમાણિત (2), ખરેખર (2), ગૃહે (2), ઠરાવ (2), કરીને (2), કરાવી (2), છપાવી (2), પ્રકાશિત (2), કરાવવાની (2), સત્તા (2), ગયું (2), ઘણી (2), તેના (2), કરતાં (2), જુદી (2), એટલી (2), પૂરાં (2), પ્રાર્થના (2), આજના (2), સંઘર્ષ (2), તબક્કો (2), નવો (2), ભારે (2), રહ્યો (2), રાહ (2), વખતે (2), ભાષણો (2), આવે (2), અમુક (2), બળી (2), વખાણ (2), અથવા (2), લોકો (2), સાંભળ્યા (2), બરાબર (2), જરા (2), આપણા (2), પ્રધાન (2), એનો (2), સફળ (2), છીએ (2), પાસેની (2), ખુરશીઓમાં (2), ઘણા (2), એમની (2), શિરે (2), ધ્યેયો (2), પ્રસંગે (2), બોલવા (2), વર્ષો (2), મળ્યો (2), આથી (2), રોકી (2), તેમ (2), ફરીથી (2), પ્રસાદની (2), વાત (2), મહોદય (2), રાજ્યના (2), શુભ (2), ટેકો (2), બદલ (2), જોયું (2), માન (2), નેતૃત્વ (2), તમામ (2), માત્ર (2), દેશના (2), સરદાર (2), વલ્લભભાઈ (2), તાળીઓનો (2), ગડગડાટ (2), દેશની (2), સામનો (2), ભારતની (2), પ્રકરણ (2), અમારા (2), સામે (2), એનું (2), કદાચ (2), લક્ષ્યો (2), સાકાર (2), રાષ્ટ્રપતિની (2), ચૂંટણીના (2), રાષ્ટ્રપતિ (2), રીટર્નિંગ (2), ઑફિસર (2), સૅક્રેટરી (2), પ્રસાદ (2), બાબત (2), જાહેરાત (2), ચૂંટણી (2), રચના (2), શબ્દો (2), નિર્ણય (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, મહિનો, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, webgurjari, maari, baari, વેબગુર્જરી, tags, categories, posted, author, loading, બંધારણસભા, લક્ષ્મી, કાન્તા, મૈત્રાએ, શ્રીમતી, પૂર્ણિમા, બૅનરજી, ભલે, મંજૂરી, થઈને, ગાઈશું, અનંતસ્વામી, અય્યંગાર, ગયા, ઑફિસમાં, હાજર, રહેલા, બાકીના, સૂચન, પોતાની, બેસી, એમનું, બોલાય, જોવામાં, ચોક્કસ, લાગશે, ખન્ના, વારા, જમણી, બાજુથી, મદ્રાસના, જેમને, શકાય, તેમને, બીજો, રોજગાર, તેવા, વિભાગોમાં, સમાવી, લેવાના, પ્રશ્ન, મોટા, ભાગના, કર્મચારીઓને, નહીંતર, આખો, ઊજવતો, ભાગીદાર, હોવાની, પ્રાંતના, અલગૂ, રાય, ચૌધરીએ, ઉઠાવ્યો, જતાં, ઑફિસ, કર્મચારીઓની, સેવાઓ, રૂપે, રહેવી, જોઈએ, તબક્કે, સભ્યોની, તૈયાર, કલાકારોએ, સુશોભનો, કર્યાં, છપાયેલી, ત્રીજી, આખી, ત્રણેય, ટેબલ, એવો, ક્રમમાં, બોલાવીએ, પ્રધાનને, સરકારી, ફરજ, જવાનું, કરીશ, સૌથી, કાર્ય, ગુપ્તાએ, પ્રમુખશ્રીને, અનુવાદની, ગુપ્તાને, જેથી, કામો, કરવાનાં, અનુવાદને, અધિકૃત, પસાર, ભાષાઓમાં, હજી, હાથ, ધરાયું, પ્રમુખશ્રીઃ, સમસ્યાઓ, જાતનું, નિષ્ઠા, માવજત, ધ્યાન, ત્યાગની, જરૂર, ભાર, વેઢારી, જનતાનાં, અરમાનો, તેવાં, સ્ત્રીપુરુષ, દેશમાં, પાકશે, ઈશ્વર, આના, આપણને, શક્તિ, પ્રસંગની, ગંભીરતાનો, ખ્યાલ, માથે, મૂકવામાં, સૌની, દેખાઈ, હંમેશાં, માનતો, માણસને, અભિનંદવાનો, નીમણૂક, હોતો, નિવૃત્ત, સોંપ્યું, છોડવાનો, જોઈશ, સૌએ, ચોમેરથી, મિત્રોએ, મારામાં, વિશ્વાસ, મૂક્યો, સદ્, ભાવના, વરસાવી, તેન, તપાસીશ, મારાં, વખાણનાં, સાંભળતો, મહાભારતની, કથા, બધી, કપરી, ધર્મસંકટ, જેવી, સ્થિતિઓ, દરેક, ઊભી, સમસ્યા, ગુંચવાયેલી, શ્રીકૃષ્ણ, રસ્તા, શોધી, દિવસોમાં, અર્જુને, પ્રત્યિજ્ઞા, પૂરો, થતાં, લેશે, ચિતા, ગોઠવીને, મરશે, પાંડવો, અસહ્ય, શ્રીકૃષ્ણે, રસ્તો, કઢ્યો, કહ્યું, તું, પોતાનાં, કર્યા, તારાં, આપઘાતની, જાતે, મરવા, જેવું, મેં, આવાં, ઘણાં, ભાષણ, ભાવથી, સાંભળ્યાં, કારણ, બાબતો, કરવાની, રીત, આપઘાત, લઉં, નાયબ, લાગણીથી, પડઘો, પાડ્યા, વિના, સદીથી, વખતથી, જીવ્યા, નિકટતાથી, કદી, ડગ્યા, ખુરશીમાં, ગોઠવી, દીધો, સાથીઓ, જેમની, સાથેના, સંબંધોનું, ઊંચું, મહત્ત્વ, બેસશે, મદદ, કરશે, ખબર, ગૃહની, બહાર, અસંખ્ય, મિત્રોની, શુભેચ્છાઓ, મુકાયેલી, એટલા, શકીશ, સહિયારા, પ્રયાસોથી, પાડવામાં, થઈશું, હંમેશની, જેમ, આતુર, બોલવાનું, ટાળી, વિક્ષેપ, પડ્યો, શેઠ, ગોવિંદદાસ, માઇક, આવ્યા, આટલાં, સભ્યોનો, છેલ્લા, દિવસે, આપવાનો, ઇનકાર, શરમાવો, આપતું, વક્તવ્ય, આપ્યું, મુનિસ્વામી, પિલ્લૈ, છતાં, વાર, રાખું, ચર્ચાને, દેવાની, પરવાનગી, આપશે, રાજેન્દ્રબાબુએ, દરમિયાનગીરી, બોલ્યા, બિહારઃમુસ્લિમ, હુસૈન, ઇમામ, પશ્ચિમ, બંગાળઃ, મુખરજી, ઓરિસ્સાઃ, ટકોર, બોલે, અપાવવા, લાગણીઓ, વ્યક્ત, થતી, કફોડી, બોલવું, થોડાંક, વાક્યોમાં, મુંબઈ, મિત્રો, રાષ્ટ્રના, પ્રતિનિધિઓની, સર્વસંમત, ઇચ્છાથી, બનો, અવસરે, અભિનંદનોની, ઝડીઓ, વરસાવતા, સામુદાયિક, સ્વરોમાં, જોડાવાની, પાસે, અનુમતિ, પ્રધાનના, મુખેથી, સરેલા, એકે, શબ્દને, મહાનતમ, આપવા, ઍસેમ્બલીની, કાર્યવાહી, કેવી, ચલાવો, બોજ, તેને, તબીયત, બગડતી, જતી, તેથી, ચિંતા, ગભરામણ, વિધાતા, કૃપાળુ, ફરી, સ્વસ્થ, બનાવ્યા, સૌને, પ્રથમ, રાષ્ટ્રપ્રમુખ, ચુંટાયા, જોવાનું, સૌભાગ્ય, પ્રાપ્ત, ઇતિહાસમાં, આજનો, સુવર્ણાક્ષરે, લખાશે, શંકા, શાણપણ, અડગ, શાંત, સ્વભાવ, મુદ્દાઓ, લેવાની, કુનેહને, દેશનાં, પ્રતિષ્ઠા, દિવસોદિવસ, વધતાં, વિલક્ષણ, દુનિયાનાં, રાષ્ટ્રોમાં, આપણો, સ્થાનને, મળશે, ઈશ્વરે, મૂકી, પ્રત્યે, વફાદાર, રહીએ, પ્રકારે, આપીએ, સુબુદ્ધિ, મળે, ઈશ્વરને, માયાળુ, સ્વભાવથી, હૃદયની, ભાવનાથી, આખા, લોકોનાં, દિલ, જીતી, લીધાં, સર્વથા, સુયોગ્ય, પટેલ, પ્રાંત, સર્વોચ્ચ, તરફથી, સન્માનનીય, વતી, આદરપૂર્વક, ઘણુંય, બાન્યું, જેને, સૂરત, પલટાઈ, ઉપરાઉપરી, ઉથલપાથલો, સંકટોનો, જનતા, ઘડવાનું, રહ્યા, પુરુષાર્થ, જૂએ, દિવસમાં, નવું, મહામુશ્કેલીઓનાં, કાબેલ, નેતૃત્વનો, અનુભવ, અમારામાંથી, ત્રીસ, આઝાદીના, જંગમાં, આગલી, હરોળમાં, રહીને, લડનારા, સૈનિક, ઓળખે, આપનું, સ્વાગત, કરીએ, નેતા, છેલ્લી, પેઢી, થયેલાં, સંકટો, તકલીફોનો, અડગતાથી, કરનારાઅમારા, સાથી, ધ્યેય, સભામાં, પડ્યું, સભા, પડશે, ધરખમ, પરિવર્તન, સંસદ, પુનરુત્થાન, નક્કી, કરેલું, લક્ષ્ય, સિદ્ધ, થયાં, વીતેલાં, સપનું, હતું, પણે, સપના, કઠિન, સપનાં, આવી, ધરપતની, ભવિષ્યનાં, સંઘર્ષોમાં, અમારી, હશો, વડપણ, નીચેના, પ્રજાસત્તાકને, વફાદારી, અર્પિત, નહેરુ, નિયમો, પૈકી, નિયમ, ૮ના, પેટાનિયમ, પ્રસાદને, પદે, વિધિવત્, ચુંટાયેલા, જાહેર, પટેલે, આપ્યો, એમના, નામની, દરખાસ્ત, જણાવવાનું, રાષ્ટ્રપતિના, ઉમેદવારી, પત્ર, ઉમેદવારનું, આયંગર, હવેની, પરિણામની, આયંગરને, કરવા, આમંત્રણ, આનાથી, સંતોષ, જેટલું, અપાશે, દરજ્જો, સમાન, ભારતીય, સ્વાતંત્ર્યના, સંગ્રામમાં, ઐતિહાસિક, ભૂમિકા, ભજવનાર, ગીત, શબ્દોમાં, સરકાર, મંજૂર, એવા, ફેરફાર, પ્રસંગવશ, ઓળખાતી, ભારતનું, સંગીતમાં, બદ્ધ, વિશેનો, વિચારેલું, કરવી, પરંતુ, લાગ્યું, બાબતમાં, લેવાને, બદલે, પોતે, અધ્યક્ષસ્થાને, ઍસેમ્બલી, અગિયાર, વાગ્યે, કૉન્સ્ટીટ્યુશન, હૉલમાં, શબ્દ, વાપર્યો, સ્થાપિત, chairman, સભાપતિ, રાજ્યસભાના, speaker, અધ્યક્ષ, સંસદની, લોકસભાના, president, કાર્યવાહીઓનો, રિપોર્ટ, volume, xii, માં, આપેલો, કરેલા, અંશોનો, ગુજરાતી, પ્રસ્તુત, ૧૯૫૦ની, ૨૪મી, મંગળવારે, બંધારણસભામાં, મહત્ત્વના, નિર્ણયો, લેવાયા, માન્યતા, અપાઈ, બિનહરીફ, ઉપરાંત, પ્રત, કંટેન્ટ, જાઓ,
Text of the page (random words):
દિવસ જાન્યુઆરી 25 2016 24th january 1950 in the constituent assembly ૧૯૫૦ની ૨૪મી જાન્યુઆરી મંગળવારે બંધારણસભામાં બે મહત્ત્વના નિર્ણયો લેવાયા એક તો આપણા રાષ્ટ્રગીત તરીકે જન ગણ મન ને માન્યતા અપાઈ અને દેશના રાષ્ટ્રપતિ તરીકે ડૉ રાજેન્દ્ર પ્રસાદની બિનહરીફ ચૂંટણી થઈ તે ઉપરાંત બંધારણસભાના સભ્યોએ બંધારણની હિન્દી પ્રત પર સહીઓ કરી આ કાર્યવાહીઓનો રિપોર્ટ constituent assembly of india volume xii માં આપેલો છે અહીં એના અમુક પસંદ કરેલા અંશોનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કર્યો છે બંધારણસભાના પ્રમુખ president હતા સંસદની રચના પછી લોકસભાના અધ્યક્ષ speaker અને રાજ્યસભાના સભાપતિ chairman શબ્દો સ્થાપિત થયા છે એટલે અહીં પ્રમુખ શબ્દ વાપર્યો છે ૦ ૦ ૦ કૉન્સ્ટીટ્યુઅન્ટ ઍસેમ્બલી અગિયાર વાગ્યે કૉન્સ્ટીટ્યુશન હૉલમાં મળી બંધારણસભાના પ્રમુખ માનનીય ડૉ રાજેન્દ્ર પ્રસાદ અધ્યક્ષસ્થાને હતા રાષ્ટ્રગીત વિશે નિવેદન માનનીય પ્રમુખશ્રી ચર્ચા માટે હવે એક મુદ્દો બાકી રહે છે એ છે રાષ્ટ્રગીત વિશેનો મુદ્દો એક વખત તો એવું વિચારેલું કે આ બાબત ગૃહમાં ચર્ચા માટે રજૂ કરવી અને ગૃહ એક ઠરાવ દ્વારા એના વિશે નિર્ણય લે પરંતુ તે પછી એવું લાગ્યું કે આ બાબતમાં ઔપચારિક નિર્ણય લેવાને બદલે હું પોતે જ રાષ્ટ્રગીત વિશે નિવેદન કરું તે સારું રહેશે એના પ્રમાણે હવે હું આ નિવેદન કરું છું શબ્દો અને સંગીતમાં બદ્ધ જન ગણ મન તરીકે ઓળખાતી રચના ભારતનું રાષ્ટ્રગીત રહેશે એના શબ્દોમાં સરકાર મંજૂર કરે એવા ફેરફાર પ્રસંગવશ કરાશે અને ભારતીય સ્વાતંત્ર્યના સંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા ભજવનાર ગીત વંદે માતરમ ને પણ જન ગણ મન જેટલું જ માન અપાશે અને એનો દરજ્જો પણ એની સમાન જ રહેશે તાળીઓ આશા છે કે આનાથી સભ્યોને સંતોષ થશે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માનનીય પ્રમુખશ્રી હવેની બાબત છે ચૂંટણીના પરિણામની જાહેરાત હવે હું રીટર્નિંગ ઑફિસર અને કૉન્સ્ટીટ્યુઅન્ટ ઍસેમ્બલીના સૅક્રેટરી શ્રી એચ વી આર આયંગરને આ જાહેરાત કરવા આમંત્રણ આપું છું શ્રી એચ વી આર આયંગર રીટર્નિંગ ઑફિસર અને કૉન્સ્ટીટ્યુઅન્ટ ઍસેમ્બલીના સૅક્રેટરી પ્રમુખ મહોદય મારે માનનીય સભ્યોને જણાવવાનું છે કે ભારતના રાષ્ટ્રપતિના પદ માટે માત્ર એક ઉમેદવારી પત્ર મળ્યું છે ઉમેદવારનું નામ છે ડૉ રાજેન્દ્ર પ્રસાદ લાંબા વખત સુધી તાળીઓનો ગડગડાટ એમના નામની દરખાસ્ત પંડિત જવાહરલાલ નહેરુએ રજૂ કરી છે ફરીથી તાળીઓ અને સરદાર વલ્લભભાઈ પટેલે એને ટેકો આપ્યો છે તાળીઓ ચાલુ રાષ્ટ્રપતિની ચૂંટણીના નિયમો પૈકી નિયમ ૮ના પેટાનિયમ ૧ હેઠળ હું ડૉ રાજેન્દ્ર પ્રસાદને ભારતના રાષ્ટ્રપતિ પદે વિધિવત્ ચુંટાયેલા જાહેર કરું છું લાંબા વખત સુધી તાળીઓ માનનીય શ્રી જવાહરલાલ નહેરુ યુક્ત પ્રાંત સામાન્ય માનનીય પ્રમુખશ્રી આજે આપને જે સર્વોચ્ચ સન્માન મળ્યું છે તે બદલ હું મારા તરફથી અને આ સન્માનનીય ગૃહના બધા સભ્યો વતી આદરપૂર્વક અભિનંદન આપું છું આપના નેતૃત્વ હેઠળ આપણે ત્રણ વર્ષથી પણ વધારે સમય પહેલાં આ બંધારણસભાનું કામ શરૂ કર્યું અને આ ત્રણ વર્ષ દરમિયાન ઘણુંય એવું બાન્યું છે જેને કારણે આ દેશની સૂરત પલટાઈ ગઈ છે આપણે ઉપરાઉપરી ઉથલપાથલો અને સંકટોનો સામનો કર્યો છે પણ ભારતની જનતા માટે બંધારણ ઘડવાનું કામ કરતા રહ્યા અને હવે આ કામ પૂરું કર્યું છે એ પ્રકરણ પૂરું થયું હવે નવો પુરુષાર્થ આપણી રાહ જૂએ છે અને એક કે બે દિવસમાં નવું પ્રકરણ શરૂ થશે મહામુશ્કેલીઓનાં આ ત્રણ વર્ષ દરમિયાન અમને આપના કાબેલ નેતૃત્વનો અનુભવ મળ્યો એટલું જ નહીં અમારામાંથી ઘણા આપને ત્રણ કે ત્રીસ વર્ષથી આઝાદીના જંગમાં આગલી હરોળમાં રહીને લડનારા ભારતના સૈનિક તરીકે ઓળખે છે તાળીઓ તો સાહેબ અમે આપનું સ્વાગત કરીએ છીએ અમારા નેતા તરીકે પ્રજાસત્તાક ભારતના વડા તરીકે અને છેલ્લી એક પેઢી દરમિયાન આ દેશની સામે ઊભાં થયેલાં સંકટો અને તકલીફોનો અડગતાથી સામનો કરનારાઅમારા એક સાથી તરીકે આજે એક ધ્યેય આ સભામાં પાર પડ્યું છે અને આ સભા એનું કામ પૂરું કરીને બંધ પડશે અથવા કદાચ એમાં ધરખમ પરિવર્તન આવશે અને એનું પ્રજાસત્તાક ભારતની સંસદ તરીકે પુનરુત્થાન થશે આપણે લાંબા વખત પહેલાં નક્કી કરેલું એક લક્ષ્ય સિદ્ધ થયું છે હવે બીજાં લક્ષ્યો આપણી સમક્ષ ઊભાં થયાં છે આપણે વીતેલાં વર્ષો દરમિયાન એક સપનું જોયું હતું એ તો સાકાર થઈ ગયું પણ હવે કદાચ પણે સાકાર કર્યું તે સપના કરતાં વધારે કઠિન બીજાં સપનાં બીજાં ધ્યેયો આપણી સામે આવી ઊભાં છે અમારા સૌ માટે એ ધરપતની વાત છે કે ભવિષ્યનાં આ લક્ષ્યો અને સંઘર્ષોમાં આપ પ્રજાસત્તાક ભારતના વડા તરીકે અમારી સાથે હશો અને સાહેબ હું આપના વડપણ નીચેના આ પ્રજાસત્તાકને મારી વફાદારી અર્પિત કરું છું લાંબા વખત સુધી તાળીઓનો ગડગડાટ માનનીય સરદાર વલ્લભભાઈ જે પટેલ મુંબઈ સામાન્ય માનનીય પ્રમુખશ્રી અને મિત્રો સાહેબ આજે આપ રાષ્ટ્રના પ્રતિનિધિઓની સર્વસંમત ઇચ્છાથી રાજ્યના વડા બનો છો એ શુભ અવસરે આપ પર અભિનંદનોની ઝડીઓ વરસાવતા સામુદાયિક સ્વરોમાં જોડાવાની આપની પાસે અનુમતિ માગું છું તાળીઓ માનનીય વડા પ્રધાનના મુખેથી સરેલા એકે એક શબ્દને હું ટેકો આપું છું અને આજે આપને જે મહાનતમ સન્માન મળ્યું છે તે બદલ આપને અભિનંદન આપવા માગું છું ત્રણ વર્ષથી આપ કૉન્સ્ટીટ્યુઅન્ટ ઍસેમ્બલીના પ્રમુખ તરીકે કામ કરો છો અને સભ્યોએ જોયું છે કે ઍસેમ્બલીની કાર્યવાહી આપ કેવી રીતે ચલાવો છો આપ પર જે બોજ હતો તેને કારણે આપની તબીયત બગડતી જતી હતી તેથી એક વખત તો અમને ચિંતા થઈ ગઈ હતી ગભરામણ થઈ હતી પણ વિધાતા કૃપાળુ છે અને આપને ફરી સ્વસ્થ બનાવ્યા અને અમને સૌને આપ પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યના વડા તરીકે ચુંટાયા તે જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ભારતના ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણાક્ષરે લખાશે અને અમને જરા પણ શંકા નથી કે આપના શાણપણ આપના અડગ અને શાંત સ્વભાવ અને લોકો તેમ જ મુદ્દાઓ સાથે કામ લેવાની આપની કુનેહને કારણે દેશનાં માન અને પ્રતિષ્ઠા દિવસોદિવસ વધતાં રહેશે અને આપના વિલક્ષણ નેતૃત્વ હેઠળ દુનિયાનાં રાષ્ટ્રોમાં આપણો દેશ જે સ્થાનને લાયક છે તે એને મળશે ઈશ્વરે આપના શિરે એક ભારે જવાબદારી મૂકી છે એ પૂરી કરવામાં અમે આપના પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહીએ અને તમામ પ્રકારે સહકાર આપીએ એવી સુબુદ્ધિ અમને મળે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું આપે આપના માયાળુ સ્વભાવથી અને હૃદયની શુભ ભાવનાથી માત્ર આ ગૃહના બધા સભ્યોનાં જ નહીં પણ આખા દેશના તમામ લોકોનાં દિલ જીતી લીધાં છે આજે આપને જે સન્માન મળ્યું છે તેના માટે આપ સર્વથા સુયોગ્ય છો તાળીઓ શ્રી બી દાસ પ્રમુખ મહોદય પ્રમુખશ્રી શ્રી દાસ બોલે તે પહેલાં હું બસ સભ્યોને એટલું યાદ અપાવવા માગું છું કે આવા પ્રસંગે હું અહીં બેઠો હોઉં અને ભાષણો સાંભળ્યા કરું અને એમાં એવી લાગણીઓ વ્યક્ત થતી હોય જેના માટે હું લાયક પણ ન હોઉં મારા માટે એ બહુ કફોડી સ્થિતિ છે આથી સભ્યોને વિનંતિ કરું છું કે એમને બોલવું જ હોય તો એમની વાત થોડાંક વાક્યોમાં જ પૂરી કરે ડૉ રાજેન્દ્ર પ્રસાદની આ ટકોર પછી પણ શ્રી બી દાસ ઓરિસ્સાઃ સામાન્ય ડો એચ સી મુખરજી પશ્ચિમ બંગાળઃ સામાન્ય શ્રી હુસૈન ઇમામ બિહારઃમુસ્લિમ બોલ્યા ફરીથી રાજેન્દ્રબાબુએ દરમિયાનગીરી કરી પ્રમુખશ્રી ત્રણ વર્ષ પછી એક વાર હું આશા રાખું છું કે ગૃહ મને આ ચર્ચાને રોકી દેવાની પરવાનગી આપશે તેમ છતાં વી આઈ મુનિસ્વામી પિલ્લૈ મદ્રાસઃ સામાન્ય એ એમને અભિનંદન આપતું વક્તવ્ય આપ્યું પ્રમુખશ્રી આટલાં વર્ષો દરમિયાન મને સભ્યોનો સહકાર મળ્યો છે મને આશા છે કે આજે પણ એટલે કે છેલ્લા દિવસે સભ્યો સહકાર આપવાનો ઇનકાર નહીં કરે આથી માનનીય સભ્યોને મારી વિનંતિ છે કે આ ચર્ચા અહીં રોકી દો અને મને બહુ શરમાવો નહીં શેઠ ગોવિંદદાસ બોલવા માટે માઇક પર આવ્યા એ વખતે વિક્ષેપ પડ્યો પ્રમુખશ્રી મને ખાતરી છે કે ગૃહ હંમેશની જેમ આજના પ્રસંગે પણ મારી સાથે જ છે એટલે હું બોલવા માટે આતુર બધા સભ્યોને વિનંતિ કરું છું કે તેઓ બોલવાનું ટાળી દે આજના પ્રસંગની ગંભીરતાનો મને ખ્યાલ છે એક લાંબા સંઘર્ષ પછી આપણે એક તબક્કો પાર કર્યો છે અને હવે નવો તબક્કો શરૂ થાય છે મારે માથે એક બહુ ભારે જવાબદારી મૂકવામાં આપ સૌની લાગણી જ દેખાઈ છે હું હંમેશાં માનતો રહ્યો છું કે માણસને અભિનંદવાનો સમય એની નીમણૂક થાય ત્યારે નથી હોતો પણ એ નિવૃત્ત થાય ત્યારે હોય છે અને આજે આપે મને જે પદ સોંપ્યું છે તે છોડવાનો સમય આવશે ત્યાં સુધી હું રાહ જોઈશ આપ સૌએ ચોમેરથી બધા મિત્રોએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને જે સદ્ ભાવના વરસાવી છે તેન લાયક હતો કે નહીં તે એ વખતે તપાસીશ મારાં વખાણનાં ભાષણો સાંભળતો બેઠો હોઉં અને ખરેખર બેઠો રહ્યો છું ત્યારે મને મહાભારતની એક કથા યાદ આવે છે એમાં તો એટલી બધી કપરી ધર્મસંકટ જેવી સ્થિતિઓ આવે છે અને એવી દરેક સ્થિતિ ઊભી થાય સમસ્યા એવી ગુંચવાયેલી લાગે ત્યારે શ્રીકૃષ્ણ એના રસ્તા શોધી આપે છે આવા જ કોઈ દિવસોમાં અર્જુને પ્રત્યિજ્ઞા લીધી કે એ અમુક કામ એ દિવસ પૂરો થતાં પહેલાં કરી લેશે અને ન કરી શકે તો ચિતા ગોઠવીને એમાં બળી મરશે પાંડવો માટે તો આવો વિચાર પણ અસહ્ય હતો શ્રીકૃષ્ણે રસ્તો કઢ્યો એમણે કહ્યું તું એક જગ્યાએ બેઠો રહે અને પોતાનાં જ વખાણ કર્યા કર અથવા તો બીજા લોકો તારાં વખાણ કરે તે સાંભળ્યા કર બસ એ પણ આપઘાતની બરાબર જાતે બળી મરવા જેવું જ છે મેં પણ આવાં ઘણાં ભાષણ આવા જ ભાવથી સાંભળ્યાં છે કારણ કે એવી ઘણી બાબતો છે કે જે હું નહીં કરી શકું અને એ પૂરાં કરવાની એક જ રીત છે કે હું આપઘાત કરી લઉં પણ આજે મારી સ્થિતિ જરા જુદી છે આપણા વડા પ્રધાન અને નાયબ વડા પ્રધાન મારા માટે લાગણીથી બોલતા હોય ત્યારે એનો પડઘો પાડ્યા વિના રહી જ ન શકું પા સદીથી પણ વધારે વખતથી અમે સાથે જીવ્યા સાથે કામ કર્યું અને બહુ નિકટતાથી સાથે મળીને સંઘર્ષ કર્યો છે અમે એમાં કદી ડગ્યા નથી અને સાથે મળીને સફળ પણ થયા છીએ આજે મને એક ખુરશીમાં ગોઠવી દીધો છે અને એની પાસેની ખુરશીઓમાં તેઓ બેઠા છે અને બીજા પણ ઘણા સાથીઓ છે જેમની સાથેના મારા સંબંધોનું મારે મન બહુ ઊંચું મહત્ત્વ છે તેઓ એમની પાસેની ખુરશીઓમાં બેસશે અને મને મદદ કરશે અને મને ખબર છે કે મારી સાથે આ ગૃહના સભ્યો અને ગૃહની બહાર અસંખ્ય મિત્રોની શુભેચ્છાઓ મારી સાથે છે ત્યારે મારા શિરે મુકાયેલી જવાબદારી બરાબર પૂરી થશે જ પણ એટલા માટે નહીં કે હું કરી શકીશ પણ સહિયારા પ્રયાસોથી આ ધ્યેયો પાર પાડવામાં આપણે સૌ સફળ થઈશું જ આજે દેશ સમક્ષ બહુ ઘણી સમસ્યાઓ છે અને મને લાગે છે કે હવે આપણે જે કામ કરવાનું છે તે બે વર્ષ પહેલાં કરતા હતા તેના કરતાં જુદી જાતનું છે એમાં વધારે નિષ્ઠા વધારે માવજત વધારે ધ્યાન અને વધારે ત્યાગની જરૂર રહેશે બસ હું એટલી જ આશા રાખી શકું કે આ ભાર વેઢારી શકે અને આપણી જનતાનાં અરમાનો પૂરાં કરી શકે તેવાં સ્ત્રીપુરુષ દેશમાં પાકશે ઈશ્વર આના માટે આપણને શક્તિ આપે એવી પ્રાર્થના બંધારણના હિન્દી અનુવાદ પર સહીઓ પ્રમુખશ્રીઃ હવે બીજાં બે કામો કરવાનાં બાકી રહે છે એક તો છે બંધારણના હિન્દી અનુવાદને અધિકૃત ખરેખર તો પ્રમાણિત કરવાનું કામ માનનીય સભ્યોને યાદ હશે કે આ ગૃહે એક ઠરાવ પસાર કરીને મને હિન્દીમાં અનુવાદ કરાવી છપાવી અને ૨૬મી જાન્યુઆરી પહેલાં પ્રકાશિત કરાવવાની સત્તા આપી હતી આ કામ થઈ ગયું છે ગૃહે બીજી ભાષાઓમાં પણ અનુવાદ કરાવી છપાવી ને પ્રકાશિત કરાવવાની મને સત્તા આપી છે એ કામ હજી પૂરું નથી થયું પણ હાથ ધરાયું છે હવે હું શ્રી ઘનશ્યામ સિંહ ગુપ્તાને વિનંતિ કરું છું કે તેઓ મને હિન્દી અનુવાદ આપે કે જેથી હું ઔપચારિક રીતે ગૃહમાં રજૂ કરી શકું અને એને પ્રમાણિત કરી શકું માનનીય શ્રી ઘનશ્યામ સિંહ ગુપ્તાએ પ્રમુખશ્રીને બંધારણના હિન્દી અનુવાદની નકલો આપી પ્રમુખશ્રીએ એના પર સહીઓ કરી બંધારણ પર સહીઓ કરવાનું કાર્ય પ્રમુખશ્રી હવે એક જ કામ રહ્યું છે બંધારણની નકલો પર સભ્યોની સહીઓ કરવાનું બાકી છે ત્રણ નકલો તૈયાર છે અંગ્રેજીમાં એક સંપૂર્ણ હસ્તલિખિત નકલ છે જેના પર કલાકારોએ સુશોભનો કર્યાં છે બીજી નકલ અંગ્રેજીમાં છપાયેલી છે ત્રીજી પણ આખી હસ્તલિખિત નકલ છે એ હિન્દીમાં છે આ ત્રણેય નકલો ટેબલ પર રાખી છે અને બધા સભ્યોને વિનંતિ કરવામાં આવશે કે તેઓ વારાફરતી આવીને આ નકલો પર સહી કરતા જાય એવો વિચાર છે કે સભ્યો ગૃહમાં બેઠા છે તે ક્રમમાં બોલાવીએ પણ માનનીય વડા પ્રધાનને સરકારી ફરજ માટે જવાનું છે એટલે હું એમને વિનંતિ કરીશ કે તેઓ સૌથી પહેલાં આવીને સહીઓ કરે પછી માનનીય શ્રી જવાહરલાલ નહેરુએ બંધારણની નકલો પર સહીઓ કરી આ તબક્કે યુક્ત પ્રાંતના સામાન્ય સભ્ય શ્રી અલગૂ રાય ચૌધરીએ મુદ્દો ઉઠાવ્યો કે બંધારણસભાનું કામ પૂરું થઈ જતાં એની ઑફિસ હવે બંધ થશે પણ એના કર્મચારીઓની સેવાઓ કોઈ પણ રૂપે ચાલુ રહેવી જોઈએ નહીંતર આખો દેશ ૨૬મી જાન્યુઆરી ઊજવતો હશે પણ એમને એમાં ભાગીદાર હોવાની લાગણી નહીં થાય પ્રમુખશ્રીએ એમને ખાતરી આપી કે આ પ્રશ્ન પર એમણે વિચાર કર્યો જ છે અને મોટા ભાગના કર્મચારીઓને જુદા જુદા વિભાગોમાં સમાવી લેવાના પ્રયાસ ચાલુ છે એટલું જ નહીં જેમને નહીં લઈ શકાય તેમને પણ બીજો રોજગાર મળી જાય તેવા પ્રયાસ કરાશે પ્રમુખશ્રી હવે જમણી બાજુથી ત્યાં મદ્રાસના સભ્યો છે તેઓ આવશે અને વારાફરતી સહીઓ કરતા જશે પછી સભ્યોએ બંધારણની નકલો પર સહીઓ કરી પ્રમુખશ્રી હું માનનીય સભ્યો સમક્ષ સૂચન રજૂ કરું છું કે તેઓ પોતાની જગ્યાએ જ બેસી રહે અને એમનું નામ બોલાય ત્યારે આવીને સહી કરી જાય મને લાગે છે કે સારું થશે એ જોવામાં પણ ચોક્કસ સારું લાગશે શ્રી ખન્ના સભ્યોનાં નામ વારા પ્રમાણે બોલતા જશે હાજર રહેલા બાકીના સભ્યોએ સહીઓ કરી લીધી તે પછી પ્રમુખશ્રીએ નકલો પર સહીઓ કરી પ્રમુખશ્રી કોઈ સભ્ય સહી કરવામાં બાકી રહી ગયા છે કોઈ હોય તો પછી ઑફિસમાં આવીને સહી કરી જાય માનનીય સભ્યો વંદે માતરમ શ્રી અનંતસ્વામી અય્યંગાર મદ્રાસઃ સામાન્ય સાહેબ આપની મંજૂરી હોય તો અમે સૌ ઊભા થઈને જન ગણ મન ગાઈશું પ્રમુખશ્રી ભલે બધા ઊભા થયા અને શ્રીમતી પૂર્ણિમા બૅનરજી બીજા સભ્યો સાથે મળીને જન ગણ મન ગાયું પ્રમુખશ્રી વંદે માતરમ બધા ઊભા થયા અને પંડિત લક્ષ્મી કાન્તા મૈત્રાએ બીજા સભ્યો સાથે મળીને વંદે માતરમ ગાયું પ્રમુખશ્રી હવે ગૃહ અનિશ્ચિત મુદત માટે સ્થગિત થાય છે તે પછી બંધારણસભા અનિશ્ચિત મુદત માટે સ્થગિત રહી ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 25 01 2016 04 01 2016 categories uncategorized tags 24th january 1950 દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી constituent assembly dipak dholakia maari baari webgurjari 2 ટિપ્પણીઓ 24th january 1950 in the constituent assembly માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 393 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું જાન્યુઆરી 2016 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 ડીસેમ્બર ફેબ્રુવારી bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટો...
|