Meta tags:
description= January 28, 2016 પર Dipak Dholakia દ્વારા 1 પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી;
Headings (most frequently used words):
dipak, for, dholakia, spam, blocked, દિવસ, જાન્યુઆરી, 28, 2016, 101, uses, dead, mahatma, the, co, option, of, gandhi, non, gandhian, causes, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (56), #જાન્યુઆરી (30), 2016 (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), ફેબ્રુવારી (23), 2012 (22), 2015 (22), 2013 (18), 2022 (18), 2011 (16), માટે (15), 2014 (14), નથી (14), સાથે (14), 2025 (13), એમણે (13), કરી (11), પરંતુ (11), હોય (11), gandhi (10), અમે (10), છીએ (10), the (9), ગાંધીજી (9), હું (9), હતું (9), martyrs (8), freedom (8), struggle (8), for (8), ઉપયોગ (8), તમે (8), મને (8), કરવા (8), કર્યો (8), નામ (7), મારી (7), dipak (7), indian (7), and (7), તેમ (7), હતા (7), ગાંધીજીને (7), બ્રિટિશ (7), ભારત (7), તમારા (7), કરો (6), જરૂર (6), એમને (6), તરીકે (6), નહીં (6), એમના (6), વિશે (6), હતો (6), કોઈ (6), કરે (6), ચીન (6), પુસ્તક (6), કંપનીએ (6), ગાંધી (6), બારી (5), dholakia (5), શોધો (5), વાત (5), ગાંધીનો (5), રીતે (5), થયો (5), એમનો (5), આજે (5), માત્ર (5), જાપાની (5), જોઈએ (5), પ્રતિકાર (5), ગાંધીજીના (5), ફકરો (5), આવ્યો (5), દેશમાં (5), સામે (5), કહ્યું (5), ગાંધીના (5), બ્રાંડ (5), this (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), આવો (4), gandhian (4), એટલું (4), શકે (4), સામ્રાજ્યવાદ (4), બહુ (4), એટલે (4), પ્રમાણે (4), હુમલો (4), કરતાં (4), એની (4), હોત (4), પ્રકાશિત (4), શું (4), ભારતમાં (4), આક્રમણ (4), બૌદ્ધ (4), લખ્યું (4), કરવાની (4), ગાંધીજીએ (4), હતી (4), કહે (4), શરૂ (3), wordpress (3), com (3), other (3), india (3), લેખ (3), દ્વારા (3), સંદેશ (3), 101 (3), uses (3), dead (3), mahatma (3), option (3), non (3), causes (3), ગાંધીય (3), બધા (3), સાબિત (3), કંઈ (3), પ્રભાવ (3), એમની (3), કૃત્રિમ (3), જાપાનની (3), ગાંધીજીનું (3), સૌથી (3), જાપાનીઓ (3), એમનાં (3), કરવામાં (3), અમારા (3), આંદોલન (3), મળે (3), તમારી (3), ઊડી (3), મુક્ત (3), આપી (3), છતાં (3), કરીએ (3), પત્ર (3), એનું (3), જાપાનને (3), એમાં (3), આવે (3), સાથી (3), શકાય (3), માનતા (3), હશે (3), તમને (3), ઉપર (3), થાય (3), ત્યારે (3), નહોતો (3), જાપાને (3), પછી (3), ટેકો (3), એમનું (3), હતાં (3), કર્યું (3), તેઓ (3), પશ્ચિમી (3), આપે (3), કંપની (3), છેઃ (3), રહે (3), site (2), like (2), with (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 388 (2), પસંદ (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), uncategorized (2), gandhiji (2), email (2), address (2), દીપક (2), ધોળકિયા (2), મહાત્મા (2), ગાંધીની (2), હજી (2), આપણે (2), રહ્યો (2), જોતાં (2), ધ્યાન (2), એના (2), પહેલાં (2), દીર્ઘજીવી (2), સમર્થક (2), પ્રયાસ (2), થયા (2), પ્રચારમાં (2), પ્રખ્યાત (2), નહોતું (2), જાણવા (2), સિદ્ધ (2), દીધા (2), સત્તાને (2), સમાચાર (2), તદ્દન (2), ભારતને (2), સામ્રાજ્યવાદી (2), ગયો (2), વ્યક્તિ (2), આવવાની (2), પરવાનગી (2), નબળાઈ (2), તબીયતને (2), જોખમમાં (2), મૂકીને (2), એવી (2), સ્વતંત્રતા (2), ભોગવતો (2), અનોખી (2), સ્થિતિમાં (2), સામ્રાજ્યવાદનો (2), રાજકારણીઓ (2), ગયા (2), ફેરફાર (2), આવ્યા (2), જાપાનના (2), ૧૮મી (2), રાખી (2), બધું (2), નાખ્યું (2), પત્રમાં (2), તમારો (2), શુભ (2), નુકસાન (2), માગતા (2), જાઓ (2), જગ્યા (2), વિચાર (2), એને (2), વિદેશી (2), તૈયાર (2), માગીએ (2), સંઘર્ષ (2), પોતાની (2), દુનિયાની (2), મોટી (2), તમારું (2), દક્ષિણ (2), મળ્યા (2), આશ્રમમાં (2), જુલાઈએ (2), માં (2), કરું (2), છું (2), પોતાના (2), જાપાન (2), હવે (2), ગાંધીજીની (2), બની (2), ગયું (2), અહિંસક (2), પોતે (2), લોકોએ (2), કરવો (2), વધારે (2), દાખલા (2), જેમાં (2), અમેરિકન (2), લેખિકા (2), પૂરતું (2), મેયો (2), આવ્યાં (2), ભારતની (2), વિચારો (2), હિન્દુ (2), ચાલ્યા (2), ઇચ્છા (2), અભિયાન (2), નામનો (2), સેંગર (2), મળ્યાં (2), સેંગરને (2), અંશે (2), બન્ને (2), પાસે (2), અમુક (2), આગળ (2), લીધું (2), વેપલો (2), ખાદી (2), એવા (2), તસવીર (2), રેસ્ટોરન્ટ (2), અમેરિકાની (2), મૂકી (2), લઈને (2), પેન (2), બનાવી (2), માર્કેટિંગ (2), નામે (2), લોકો (2), આંદોલનો (2), પ્રસિદ્ધ (2), જુદાં (2), થોમસ (2), march (2), design, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, મહિનો, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, 139, history, વિભાગ, quit, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, webgurjari, thomas, weber, વેબગુર્જરી, 68th, anniversary, tags, categories, posted, author, loading, ૬૮મી, સંવત્સરી, નિમિત્તે, રાજકારણીઓની, કરતા, થતો, સમજવાની, મૃત, મહાત્માના, ૧૦૧, આવા, ગાંધીચીંધ્યા, ઉદ્દેશો, તેનું, રાખવાની, ખરું, ઐતિહાસિક, બનાવો, પરથી, આજના, જીવન, જણાવ્યું, અસર, જન્મનિરોધના, ટેકામાં, બૌદ્ધધર્મના, ફેલાવામાં, હિન્દુધર્મનાં, દૂષણો, દેખાડવામાં, યુદ્ધના, જોતરવાના, કમ્પ્યુટરો, દારુ, મોંઘી, પેનો, ફર્નીચરના, વેચાણમાં, રેસ્ટોરન્ટોના, જનતા, સુધી, પહોંચ્યું, સાચો, પહોંચ્યો, જીવનના, તબક્કામાં, ગ્રહમાં, વિશેષ, જનતામાં, આદરને, પાત્ર, જમાનામાં, ઇંટરનેટ, ભાષા, જાણતા, મળતું, છાપાં, જાપાનીઓએ, લક્ષ્ય, જોતરી, ભારતમાંથી, હટાવી, લેવાની, માંગ, માટેના, ગેરસમજ, થવી, હકીકતમાં, જેવા, ભારતના, સ્વાતંત્ર્યને, માન્યતા, આપો, નિઃશંક, ઉપરાંત, વિશેની, નીતિ, જુદી, ક્વિટ, ઇંડિયાની, માંગનો, ઉદ્દેશ, ધૂંસરીમાંથી, છોડાવવાનો, બ્રિટનની, લશ્કરી, મહેચ્છાનો, કરવાનો, પત્રનો, છઠ્ઠો, છેલ્લો, જગ્યાએ, નવો, દેશના, પહેલો, જેમ, પછીના, ફકરા, ચોથા, પાંચમા, ફકરાને, ભેળવીને, ધરખમ, નાખવામાં, હતોઃ, દૈનિક, યોમિઉરી, સપ્ટેમ્બરે, પહેલા, પાને, મથાળું, ખુલ્લો, માફક, તેવી, બાકી, કાઢી, બદલી, જોઈએઃ, મિત્ર, ચિંતક, લખીને, સહી, બ્રિટનને, અપીલ, ઑફર, સ્વાધીન, રાષ્ટ્રોની, ફોજને, રાખવા, દેશે, ઑફરનો, ઉદેશ, રાષ્ટ્રોના, ઉદ્દેશોને, ગેરરસ્તે, દોરવાઈને, એવું, બ્રિટન, ખાલી, લેવા, તમારે, મૂકવાનો, કહેવાની, મથશો, દેશની, જેટલી, તાકાત, તમામ, કામે, લગાડીને, પાછા, પડીએ, સત્તાની, મદદની, ખબર, બાબતમાં, નરાતાળ, જૂઠી, માહિતી, મળી, માથે, આક્રમણની, શક્યતા, તોળાય, ઘડીએ, રાષ્ટ્રોને, મુંઝવણમાં, મૂકવા, સામ્રાજ્યવાદને, નાઝીવાદ, જેટલો, ધિક્કારીએ, એનો, તેનો, અર્થ, લોકોને, હૃદયપલટો, શાસન, અમારો, નિઃશસ્ત્ર, દેશનો, મહત્ત્વનો, પક્ષ, શાસકો, જીવસટોસટનો, મૈત્રીપૂર્ણ, વિનંતિ, કરત, દુનિયા, કારણે, અનિષ્ટ, રોકી, સત્તાઓની, હરોળમાં, બેસવાની, મહત્ત્વાકાંક્ષા, યોગ્ય, ધરી, રાષ્ટ્રો, સાથેનું, જોડાણ, મહત્ત્વાકાંક્ષાનો, અતિરેક, સુખદ, સંભારણાંની, પશ્ચાદ્, ભૂમિકામાં, વિચારીને, દુઃખ, કશી, ઉશ્કેરણી, વિના, મળતા, અહેવાલો, સાચા, મહાન, પ્રાચીન, દેશને, નિર્દયતાથી, ખેદાનમેદાન, નાખ્યો, આફ્રિકામાં, રશિયન, શસ્ત્રો, ભવ્ય, વિજય, મળ્યો, રોમાંચ, ૧૯૧૫માં, આફ્રિકાથી, પાછો, અવારનવાર, રહેતા, સાધુઓના, સંપર્કમાં, પત્રમાંથી, લંબાણપૂર્વક, ટાંકવાની, ૧૯૪૨ની, જાપાનીઓને, સંબોધીને, લખ્યો, ૨૬મી, હરિજન, છપાયો, પ્રત્યે, દ્વેષભાવ, તેને, સખત, નાપસંદ, ૧૯૩૦ના, દાયકામાં, ચીનનો, મોટો, વિસ્તાર, કબજામાં, લીધો, ૧૯૪૧નની, સાતમી, ડિસેમ્બરે, એણે, પર્લ, હાર્બર, ઈસ્ટ, ઈંડીઝ, મલાયા, બર્મા, વિજયપતાકા, લહેરવી, ચિંતાનું, મુખ્ય, કારણ, નજરમાં, હુમલાખોર, શોષક, હુમલા, પ્રતિરોધ, હિમાયત, આપતા, સ્પષ્ટ, હટાવવા, જાપાનીઓનો, ભરોસો, રોગ, ખરાબ, દવા, શુભાશયપૂર્ણ, અનુમોદનની, જણાઈ, કેટલાક, દાખલામાં, ઇરાદો, સામ્રાજ્યવાદનાં, કૅથેરાઇન, મેયોએ, નામચીન, લખાયું, પુનરાવર્તન, કરવું, કહેવું, થશે, ૧૯૨૬માં, સંશોધન, મળીને, સ્થિતિ, જાણ્યા, અમેરિકા, માગ્યો, અંતે, જ્યારે, થયું, દશા, સમાજવ્યવસ્થાને, જવાબદાર, ઠરાવી, હકુમતનાં, વખાણ, કર્યાં, ડઘાઈ, પુસ્તકને, ડ્રેન, ઇન્સ્પેક્ટરના, રિપોર્ટ, ઓળખાવ્યું, લખવા, માગતાં, અગાઉથી, નક્કી, પ્રવાસી, આંખકાન, ખુલ્લાં, રાખીને, જોયું, સાંભળ્યુ, વિવાદ, કરશે, દુરુપયોગ, વખતે, લડે, એશિયાઈ, દેશોએ, આગેવાની, હેઠળ, સહકાર, આપવો, રહી, જાપાનનું, સામ્રાજ્યવાદીઓના, જરાયે, જુદું, પડતું, mother, એવો, બીજો, દાખલો, સન્માનનીય, સાધુ, નિચિરેન, ફૂજીનો, ધર્મના, જન્મસ્થાનમાં, પુનરુત્થાન, ૧૯૩૩માં, સમર્થન, જોઈતું, ધર્મપરિવર્તનના, આવેલા, સંતને, તેની, કલ્પના, ફૂજીને, ધર્મ, ખરેખર, ધર્મનો, ફાંટો, ફૂજી, સમજવા, સંસ્કૃત, પાલી, ભાષાઓ, શીખવી, મંજૂર, તેવાં, કેટલાંક, કાર્યો, જાણે, જીવનકાર્ય, એટલા, સીમિત, નરેન્દ્ર, મોદીનું, સ્વચ્છ, શ્રેણીમાં, ઇતિહાસમાં, છેક, ૧૯૩૫ના, ડિસેમ્બરમાં, વખતનાં, સાધનો, જન્મનિરોધનાં, જબ્બર, હિમાયતી, માર્ગરેટ, વર્ધાના, સેવાગ્રામ, જન્મનિરોધનું, બળવત્તર, બનતું, જતું, શ્રીમતી, સરોજિની, નાયડુ, કવિવર, રવીન્દ્રનાથ, ટાગોરે, આપ્યો, થોડાઘણા, આંદોલનને, મોટું, મળશે, વચ્ચે, એકબીજા, માનની, લાગણી, પરસ્પર, વિરોધી, હોવા, ગંભીરતાથી, તૈયારી, સેંગરે, સાધનોની, ધર્મની, લાગણીઓની, અનુભવની, મજબૂત, દીવાલ, ઊભી, દીધી, તોડવા, જેવો, ડાયનેમાઇટ, સમાજમાં, સ્ત્રીઓના, દરજ્જાના, મૂળભૂત, સિદ્ધાંત, મુદ્દો, અગત્યનો, વહેવારૂ, મદદ, નડતી, સમસ્યાઓ, તરફ, ખેંચ્યું, બ્રહ્મચર્યના, વિચારથી, વ્યવહારમાં, વધ્યા, rhythm, methodનો, સ્વીકાર, નિયત, આવતા, દિવસોએ, સહવાસ, વાંધો, માની, ચોખ્ખી, ભારતનાં, રાજકીય, વર્તુળોમાં, ગાંધીનું, વટાવીને, વૃત્તિ, નવા, રૂપે, વ્યક્ત, નેતાઓ, કાર્યકરો, પહેરે, આદમકદ, પોર્ટ્રેટ, ઊભા, રહીને, ભાષણો, લેખકે, રાષ્ટ્રપિતાનું, અપમાન, ક્રોધભર્યા, હાકલાપડકારા, ભલે, વાંચવાની, તસ્દી, લેવાનું, જરૂરી, લાગે, ગાંધીવાદી, સંકળાયેલાં, પ્રતીકો, અથવા, વાપરવાનું, સામાન્ય, હાલમાં, ઍપલ, કમ્પ્યુટર, વાપરનારાઓએ, હાથમાંથી, ચરખો, હટાવીને, લૅપટૉપ, મૂક્યું, ફર્નીચર, બનાવતી, ફ્રેન્ચ, ગાંધીજીનો, ગાય, મરેલી, મારેલી, નું, ચામડું, ફર્નીચરમાં, વાપરે, કંપનીના, ભાવે, ત્યાગનો, ત્યાગ, price, giving, sacrifice, ઑસ્લોમાં, લૅમ્બ, બટર, ચિકન, handi, માંસાહારી, ડિશો, સર્વ, great, curries, worries, બીયર, ચિત્ર, બજારમાં, જાહેરાત, ideal, self, purification, seeking, truth, love, આત્મશુદ્ધિ, સત્ય, તથા, પ્રેમની, ખોજ, આદર્શ, દાંડી, કૂચનો, આધાર, જેની, કિંમત, ૦૦૦, ડૉલર, સેમિનાર, ગોઠવ્યો, વિષયવસ્તુ, selling, guns, આમાં, નવું, ૧૯૨૦ના, દાયકાની, શરૂઆતમાં, અસહકાર, રાષ્ટ્રીય, આંદોલનનું, સુકાન, સંભાળી, આનો, લાભ, સિગરેટ, બનાવીને, વેચવાનું, સિગરેટના, પૅકેટ, નીચાજોણું, કરાવ્યું, આવું, વેચાતી, પ્રોડક્ટોનો, સુમાર, આમાંથી, ચીજને, લેવાદેવા, પ્રપૌત્ર, તુષાર, ગાંધીએ, વિવાદાસ્પદ, પગલું, ભર્યું, લાયસન્સિંગ, કરાર, કરીને, તસવીરનો, છૂટ, વીસા, visa, પહેલી, ગ્રાહક, સોદો, તરત, પડ્યો, જાણીએ, ઘણા, સામાજિક, પોતાનો, પ્રેરણાસ્રોત, માને, ગાંધીજીમાંથી, પ્રેરણા, લીધી, કાર્યોને, જોડી, લોકોનું, વાપરી, કેમ, વેચાય, પારાવાર, સાહિત્ય, થતું, સમર્થ, વ્યક્તિઓનાં, મોંએથી, સરતું, જોડાયેલું, દુનિયામાં, નામનાં, અભ્યાસ, કેન્દ્રો, ખુલતાં, દેખાડે, કહી, પોતાને, સુપર, મૃત્યુના, લગભગ, સાત, દાયકા, બ્રાંડની, આંટ, જામેલી, કાર્યોમાંય, વેબરનો, જન્મ, ૧૯૫૦માં, ઑસ્ટ્ર્લિયાના, શહેર, મેલબર્નમાં, ટ્રોબ, યુનિવર્સિટીમાં, સ્કૂલ, સોશ્યલ, સાયન્સિઝમાં, એસોસિએટ, પ્રોફેસર, માનદ, સેવા, શાંતિ, સંબંધી, અધ્યયન, કાર્યોના, સંકલનની, જવાબદારી, સંભાળે, પુસ્તકો, ચૂક્યાં, going, native, relationship, western, wome, gandhism, gandhians, his, disciple, salt, historiography, dandi, peace, army, shanti, sena, unarmed, peacekeeping, conflict, resolution, ethics, hugging, trees, story, chipko, movement, માર્ગ, જુલાઈ, સપ્ટેબર, ૨૦૧૫માં, થયેલા, સંક્ષિપ્ત, અનુવાદ, અહીં, સાભાર, પ્રગટ, વેબર, દિવસ, કંટેન્ટ,
Text of the page (random words):
કૂચનો આધાર લઈને અમેરિકાની એક પેન કંપનીએ પેન બનાવી જેની કિંમત રાખી ૩૦ ૦૦૦ ડૉલર એક અમેરિકન માર્કેટિંગ કંપનીએ સેમિનાર ગોઠવ્યો વિષયવસ્તુ હતું selling guns to gandhi આમાં કંઈ નવું નથી ૧૯૨૦ના દાયકાની શરૂઆતમાં અસહકાર આંદોલન સાથે ગાંધીજીએ રાષ્ટ્રીય આંદોલનનું સુકાન સંભાળી લીધું આનો લાભ લઈને એક કંપનીએ મહાત્મા ગાંધી સિગરેટ બનાવીને વેચવાનું શરૂ કર્યું સિગરેટના પૅકેટ પર ગાંધીજીની તસવીર પણ મૂકી આ કંપનીએ તો ગાંધીજીને નીચાજોણું કરાવ્યું આવું ચાલ્યા જ કરે છે ભારતમાં ગાંધીના નામે વેચાતી પ્રોડક્ટોનો તો સુમાર નથી આમાંથી એક પણ ચીજને ખાદી સાથે લેવાદેવા નથી પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ જ વિવાદાસ્પદ પગલું ભર્યું અને એક લાયસન્સિંગ કંપની સાથે કરાર કરીને માર્કેટિંગ માટે ગાંધીની તસવીરનો ઉપયોગ કરવાની છૂટ આપી વીસા visa કંપની એની પહેલી ગ્રાહક હતી જો કે આ સોદો તરત જ રદ કરવો પડ્યો ભારતનાં રાજકીય વર્તુળોમાં ગાંધીનું નામ વટાવીને વેપલો કરવાની વૃત્તિ નવા રૂપે પણ વ્યક્ત થાય છે નેતાઓ અને કાર્યકરો ખાદી પહેરે ગાંધીજીના આદમકદ પોર્ટ્રેટ પાસે ઊભા રહીને ભાષણો આપે ગાંધીજી વિશે પશ્ચિમી લેખકે કોઈ પુસ્તક લખ્યું હોય તો રાષ્ટ્રપિતાનું અપમાન કર્યું એવા ક્રોધભર્યા હાકલાપડકારા કરે ભલે ને પુસ્તક વાંચવાની તસ્દી લેવાનું પણ જરૂરી ન લાગે અને આ રાજકારણીઓ ગાંધીવાદી છે એમ તો કોઈ કહે જ નહીં ગાંધીજી મંજૂર કરે તેવાં પણ કેટલાંક કાર્યો છે જેમાં પણ એમના નામનો ઉપયોગ એ રીતે થાય જાણે ગાંધીજીનું જીવનકાર્ય એટલા પૂરતું સીમિત હોય નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત અભિયાન આ શ્રેણીમાં આવે ઇતિહાસમાં જોતાં છેક ૧૯૩૫ના ડિસેમ્બરમાં આવો જ પ્રયાસ થયો હતો એ વખતનાં કૃત્રિમ સાધનો દ્વારા જન્મનિરોધનાં જબ્બર હિમાયતી માર્ગરેટ સેંગર વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં ગાંધીજીને મળ્યાં ભારતમાં જન્મનિરોધનું આંદોલન બળવત્તર બનતું જતું હતું અને શ્રીમતી સેંગરને સરોજિની નાયડુ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ટેકો આપ્યો હતો એમને હતું કે ગાંધીજી થોડાઘણા અંશે પણ જો ટેકો આપે તો એમના આંદોલનને બહુ મોટું બળ મળશે બન્ને વચ્ચે એકબીજા માટે માનની લાગણી હતી અને પરસ્પર વિરોધી વિચારો હોવા છતાં એમના વિશે ગંભીરતાથી વિચાર કરવાની તૈયારી પણ હતી બન્ને મળ્યાં પણ તે પછી સેંગરે કહ્યું કે ગાંધીજીએ કૃત્રિમ સાધનોની સામે ધર્મની કે લાગણીઓની કે અનુભવની મજબૂત દીવાલ ઊભી કરી દીધી હતી અને એને તોડવા માટે જેવો ડાયનેમાઇટ જોઈએ તે એમની પાસે નહોતો સેંગર સમાજમાં સ્ત્રીઓના દરજ્જાના મૂળભૂત સિદ્ધાંત સાથે આવ્યાં હતાં અને ગાંધીજીને મન પણ આ મુદ્દો અગત્યનો હતો અને અમુક રીતે વહેવારૂ મદદ કરવા પણ તૈયાર હતા પરંતુ એમાં નડતી સમસ્યાઓ તરફ એમણે ધ્યાન ખેંચ્યું જો કે અમુક અંશે ગાંધીજી બ્રહ્મચર્યના વિચારથી વ્યવહારમાં આગળ વધ્યા અને rhythm methodનો સ્વીકાર કર્યો એટલે કે નિયત રીતે આવતા દિવસોએ જ સહવાસ કરવામાં વાંધો નહીં એમ માની લીધું સેંગરને પસંદ આવે એટલું તો આ નહોતું પણ ગાંધીજીના પોતાના ચોખ્ખી ના ના મત કરતાં તો એ બહુ આગળ હતું એવો જ બીજો દાખલો સન્માનનીય જાપાની બૌદ્ધ સાધુ નિચિરેન ફૂજીનો છે તેઓ બૌદ્ધ ધર્મના જન્મસ્થાનમાં જ એના પુનરુત્થાન માટે ૧૯૩૩માં ભારત આવ્યા ગાંધીજીને પણ મળ્યા એમને ગાંધીજીનું સમર્થન જોઈતું હતું ધર્મપરિવર્તનના અભિયાન માટે આવેલા આ જાપાની સંતને ગાંધીજીએ શું કહ્યું હશે તેની કલ્પના કરી શકાય છે એમણે ફૂજીને કહ્યું કે બૌદ્ધ ધર્મ ખરેખર તો હિન્દુ ધર્મનો જ એક ફાંટો છે અને ફૂજી આ વાત સમજવા માગતા હોય તો એમણે સંસ્કૃત અને પાલી ભાષાઓ શીખવી જોઈએ આ બધા તો શુભાશયપૂર્ણ દાખલા છે જેમાં ગાંધીના અનુમોદનની જરૂર જણાઈ હોય પરંતુ કેટલાક દાખલામાં આવો શુભ ઇરાદો નહોતો બ્રિટિશ સામ્રાજ્યવાદનાં સમર્થક અમેરિકન લેખિકા કૅથેરાઇન મેયોએ એમનું નામચીન પુસ્તક mother india લખ્યું આ પુસ્તક અને લેખિકા વિશે એટલું બધું લખાયું છે કે એનું પુનરાવર્તન નથી કરવું બસ એટલું કહેવું પૂરતું થશે કે મેયો ૧૯૨૬માં એક પુસ્તક માટે સંશોધન કરવા ભારત આવ્યાં હતાં ગાંધીજીને મળીને એમણે ભારતની સ્થિતિ વિશે એમના વિચારો જાણ્યા હતા અને અમેરિકા માટે એમનો સંદેશ પણ માગ્યો હતો અંતે જ્યારે પુસ્તક પ્રકાશિત થયું ત્યારે એમણે ભારતની દશા માટે હિન્દુ સમાજવ્યવસ્થાને જવાબદાર ઠરાવી અને બ્રિટિશ હકુમતનાં વખાણ કર્યાં ગાંધીજી તો ડઘાઈ જ ગયા અને એમણે આ પુસ્તકને ડ્રેન ઇન્સ્પેક્ટરના રિપોર્ટ તરીકે ઓળખાવ્યું મેયો શું લખવા માગતાં હતાં તે અગાઉથી જ નક્કી હતું કે એક પ્રવાસી તરીકે આંખકાન ખુલ્લાં રાખીને એમણે જે જોયું સાંભળ્યુ તે લખ્યું એ વિવાદ ચાલ્યા કરશે પણ ગાંધીનો સૌથી વધારે દુરુપયોગ કર્યો હોય તો સામ્રાજ્યવાદી જાપાને એ વખતે જાપાને ચીન પર આક્રમણ કર્યું હતું જાપાનીઓ માનતા હતા કે તેઓ પશ્ચિમી સામ્રાજ્યવાદ સામે લડે છે અને બધા એશિયાઈ દેશોએ એમાં જાપાનની આગેવાની હેઠળ સહકાર આપવો જોઈએ પણ જાપાનની આ ઇચ્છા માત્ર ઇચ્છા જ રહી ગાંધીજીએ કહ્યું કે ચીન ઉપર જાપાનનું આક્રમણ પશ્ચિમી સામ્રાજ્યવાદીઓના આક્રમણ કરતાં જરાયે જુદું પડતું નથી ૧૯૩૦ના દાયકામાં જાપાને ચીનનો મોટો વિસ્તાર પોતાના કબજામાં લઈ લીધો તે પછી ૧૯૪૧નની સાતમી ડિસેમ્બરે એણે પર્લ હાર્બર પર હુમલો કર્યો અને ડચ ઈસ્ટ ઈંડીઝ મલાયા અને બર્મા પર પણ વિજયપતાકા લહેરવી જાપાન હવે ગાંધીજીની ચિંતાનું મુખ્ય કારણ બની ગયું એમની નજરમાં જાપાન હુમલાખોર અને શોષક હતું એમણે જાપાનના હુમલા સામે અહિંસક પ્રતિરોધ કરવાની હિમાયત શરૂ કરી પોતે જાપાનને ટેકો નથી આપતા એ સ્પષ્ટ કરવા એમણે કહ્યું કે બ્રિટિશ સત્તાને હટાવવા માટે લોકોએ જાપાનીઓનો ભરોસો ન જ કરવો જોઈએ એ તો રોગ કરતાં પણ વધારે ખરાબ દવા હશે ૧૯૪૨ની ૧૮મી જુલાઈએ એમણે જાપાનીઓને સંબોધીને એક પત્ર લખ્યો જે ૨૬મી જુલાઈએ હરિજન માં છપાયો એમને જાપાનીઓ પ્રત્યે દ્વેષભાવ નહોતો પણ એમણે લખ્યું કે તમે ચીન ઉપર હુમલો કર્યો છે તેને હું સખત નાપસંદ કરું છું આ પત્રમાંથી લંબાણપૂર્વક ટાંકવાની જરૂર છે દક્ષિણ આફ્રિકામાં મને સમાચાર મળ્યા કે રશિયન શસ્ત્રો સામે તમને ભવ્ય વિજય મળ્યો છે ત્યારે મને રોમાંચ થયો હતો ૧૯૧૫માં હું દક્ષિણ આફ્રિકાથી ભારત પાછો આવ્યો ત્યારે અમારા આશ્રમમાં અવારનવાર રહેતા જાપાની બૌદ્ધ સાધુઓના સંપર્કમાં આવ્યો આ સુખદ સંભારણાંની પશ્ચાદ્ ભૂમિકામાં મને એ વિચારીને બહુ દુઃખ થાય છે કે તમે ચીન પર કશી જ ઉશ્કેરણી વિના હુમલો કર્યો છે અને મળતા અહેવાલો સાચા હોય તો એ મહાન અને પ્રાચીન દેશને તમે નિર્દયતાથી ખેદાનમેદાન કરી નાખ્યો છે દુનિયાની મોટી સત્તાઓની હરોળમાં બેસવાની તમારી મહત્ત્વાકાંક્ષા યોગ્ય છે ચીન ઉપર તમારું આક્રમણ અને ધરી રાષ્ટ્રો સાથેનું તમારું જોડાણ એ મહત્ત્વાકાંક્ષાનો અતિરેક છે હું મુક્ત વ્યક્તિ હોત અને તમે મને તમારા દેશમાં આવવાની પરવાનગી આપી હોય તો જો કે મને નબળાઈ છે તેમ છતાં મારી તબીયતને જોખમમાં મૂકીને પણ હું તમારા દેશમાં આવ્યો હોત અને તમને વિનંતિ કરત કે ચીન અને દુનિયા સાથે અને એ જ કારણે તમારી પોતાની સાથે પણ તમે જે અનિષ્ટ કરો છો તે રોકી દો પરંતુ હું એવી સ્વતંત્રતા ભોગવતો નથી અને અમે એક અનોખી સ્થિતિમાં છીએ એક સામ્રાજ્યવાદનો પ્રતિકાર કરીએ છીએ આ સામ્રાજ્યવાદને પણ અમે તમારા સામ્રાજ્યવાદ કે નાઝીવાદ જેટલો જ ધિક્કારીએ છીએ એનો અમે પ્રતિકાર કરીએ છીએ તેનો અર્થ એ નહીં કે અમે બ્રિટિશ લોકોને નુકસાન કરવા માગીએ છીએ અમે એમનો હૃદયપલટો કરવા માગીએ છીએ બ્રિટિશ શાસન સામે અમારો નિઃશસ્ત્ર સંઘર્ષ છે દેશનો એક મહત્ત્વનો પક્ષ વિદેશી શાસકો સાથે જીવસટોસટનો પણ મૈત્રીપૂર્ણ સંઘર્ષ કરે છે પરંતુ એમને કોઈ વિદેશી સત્તાની મદદની જરૂર નથી મને ખબર છે કે આ બાબતમાં તમને નરાતાળ જૂઠી માહિતી મળી છે કે આજે ભારતને માથે તમારા આક્રમણની શક્યતા તોળાય છે તે ઘડીએ અમે સાથી રાષ્ટ્રોને મુંઝવણમાં મૂકવા તૈયાર છીએ બ્રિટનને અમે અપીલ કરી છે તે સાથે ઑફર પણ કરી છે કે સ્વાધીન ભારત સાથી રાષ્ટ્રોની ફોજને ભારતમાં રાખવા દેશે આ ઑફરનો ઉદેશ એ છે કે અમે કોઈ પણ રીતે સાથી રાષ્ટ્રોના ઉદ્દેશોને નુકસાન કરવા નથી માગતા એ સાબિત કરી શકાય અને એ સાથે તમે પણ ગેરરસ્તે દોરવાઈને એવું માનતા ન થઈ જાઓ કે બ્રિટન જગ્યા ખાલી કરે એટલે એની જગ્યા લેવા માટે બસ તમારે માત્ર દેશમાં પગ મૂકવાનો છે એ કહેવાની જરૂર નથી કે આવો કોઈ વિચાર હોય અને એને સિદ્ધ કરવા મથશો તો અમારા દેશની જેટલી તાકાત હશે તે તમામ કામે લગાડીને તમારો પ્રતિકાર કરવામાં અમે પાછા નહીં પડીએ એમણે પત્રમાં તમારો મિત્ર અને શુભ ચિંતક એમ લખીને સહી કરી જાપાનના દૈનિક યોમિઉરી એ ૧૮મી સપ્ટેમ્બરે આ પત્ર પહેલા પાને પ્રકાશિત કર્યો એનું મથાળું હતું ગાંધીનો જાપાનને ખુલ્લો પત્ર પરંતુ એમાં જાપાનને માફક આવે તેવી વાત રાખી અને બાકી બધું કાઢી નાખ્યું કે બદલી નાખ્યું પ્રકાશિત પત્રમાં શું ફેરફાર થયા તે જોઈએઃ પહેલો ફકરો તો જેમ હતો તેમ જ રહ્યો પરંતુ તે પછીના બે ફકરા ઊડી ગયા ચોથા અને પાંચમા ફકરાને ભેળવીને ધરખમ ફેરફાર કરી નાખવામાં આવ્યા જાપાની ફકરો આ પ્રમાણે હતોઃ હું મુક્ત વ્યક્તિ હોત અને તમે મને તમારા દેશમાં આવવાની પરવાનગી આપી હોય તો જો કે મને નબળાઈ છે તેમ છતાં મારી તબીયતને જોખમમાં મૂકીને પણ હું તમારા દેશના રાજકારણીઓ સાથે વાત કરવા તમારા દેશમાં આવ્યો હોત પરંતુ હું એવી સ્વતંત્રતા ભોગવતો નથી અને અમે એક અનોખી સ્થિતિમાં છીએ એક સામ્રાજ્યવાદનો પ્રતિકાર કરીએ છીએ ગાંધીજીના પત્રનો છઠ્ઠો ફકરો તો ઊડી જ ગયો છેલ્લો ફકરો પણ ઊડી જ ગયો અને એની જગ્યાએ તદ્દન નવો ફકરો આવ્યો જે આ પ્રમાણે છે ભારતમાંથી બ્રિટિશ સત્તાને હટાવી લેવાની માંગ માટેના અમારા આંદોલન વિશે ગેરસમજ ન થવી જોઈએ હકીકતમાં જેવા સમાચાર મળે છે તે પ્રમાણે તમે ભારતના સ્વાતંત્ર્યને માન્યતા આપો છો અને ભારત પર હુમલો નહીં કરો એ નિઃશંક છે તે ઉપરાંત ભારત વિશેની તમારી નીતિ જાણવા મળે છે તે પ્રમાણે બ્રિટિશ સામ્રાજ્યવાદ કરતાં તદ્દન જુદી છે ક્વિટ ઇંડિયાની માંગનો ઉદ્દેશ ભારતને એક ધૂંસરીમાંથી છોડાવવાનો અને બ્રિટનની લશ્કરી અને સામ્રાજ્યવાદી મહેચ્છાનો પ્રતિકાર કરવાનો છે આમ જાપાનની જનતા સુધી ગાંધીજીનું માત્ર નામ પહોંચ્યું એમનો સાચો સંદેશ તો પહોંચ્યો જ નહીં ગાંધીજી એમના જીવનના એ તબક્કામાં આ ગ્રહમાં સૌથી વિશેષ પ્રખ્યાત હતા જાપાની જનતામાં ગાંધીજી બહુ જ આદરને પાત્ર હતા પણ એ જમાનામાં ઇંટરનેટ નહોતું અને જાપાનીઓ માત્ર એક જ ભાષા જાણતા હતા એટલે એમને જે કંઈ જાણવા મળતું તે માત્ર એમનાં છાપાં દ્વારા જ આમ જાપાનીઓએ ગાંધીજીને અ ગાંધીય લક્ષ્ય સિદ્ધ કરવામાં જોતરી દીધા એ ખરું કે આ બધા ઐતિહાસિક બનાવો છે અને એના પરથી એમ સાબિત ન થઈ શકે કે આજના જીવન પર એમનો કંઈ પ્રભાવ છે પરંતુ પહેલાં જણાવ્યું છે તેમ એમની અસર દીર્ઘજીવી છે પહેલાં એમને કૃત્રિમ જન્મનિરોધના ટેકામાં બૌદ્ધધર્મના ફેલાવામાં હિન્દુધર્મનાં દૂષણો દેખાડવામાં અને સામ્રાજ્યવાદ તેમ જ યુદ્ધના સમર્થક તરીકે જોતરવાના પ્રયાસ થયા તો આજે એમનો ઉપયોગ કમ્પ્યુટરો અને દારુ મોંઘી પેનો અને ફર્નીચરના વેચાણમાં અને રેસ્ટોરન્ટોના પ્રચારમાં પણ થઈ જ શકે છે હજી અ ગાંધીય રાજકારણીઓની તો આપણે વાત જ નથી કરતા ગાંધીનો જે રીતે ઉપયોગ થયો છે અને થતો રહ્યો છે તે જોતાં એટલું જ સમજવાની જરૂર છે કે મૃત મહાત્માના ૧૦૧ ઉપયોગ છે પરંતુ આવા ઉપયોગ ગાંધીચીંધ્યા ઉદ્દેશો માટે જ હોય તેનું ધ્યાન રાખવાની જરૂર છે મહાત્મા ગાંધીની ૬૮મી સંવત્સરી નિમિત્તે લેખ ૧ like loading author dipak dholakia posted on 28 01 2016 28 01 2016 categories uncategorized tags 68th anniversary of gandhiji દીપક ધોળકિયા વેબગુર્જરી dipak dholakia thomas weber webgurjari 1 ટિપ્પણી 101 uses for a dead mahatma the co option of gandhi for non gandhian causes માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 388 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું જાન્યુઆરી 2016 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 ડીસેમ્બર ફેબ્રુવારી bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 388 hits મારી બારી create a free website or blog ...
|