Meta tags:
description= 5 posts published by Dipak Dholakia during November 2016;
Headings (most frequently used words):
dipak, science, samachar, episode, dholakia, spam, blocked, મહિનો, નવેમ્બર, 2016, vaalia, to, valimiki, true, modern, tale, the, diwali, harvest, festivals, mathematicians, gottfried, wilhelm, leibniz, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (95), 2016 (37), #નવેમ્બર (32), હતા (30), ઓક્ટોબર (29), માટે (29), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), કરી (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), પછી (25), હોય (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), એમને (22), એમણે (22), કોઈ (22), હવે (21), સાથે (20), જાય (20), 2013 (18), 2022 (18), પરંતુ (18), કરે (18), કામ (17), એમના (17), 2011 (16), હતો (16), તહેવાર (16), શરૂ (15), dipak (15), 2014 (14), કર્યું (14), એમની (14), ત્યારે (14), એના (14), 2025 (13), dholakia (13), હતું (13), એટલે (13), અહીં (13), નથી (13), તરીકે (12), વર્ષ (12), કરો (11), બની (11), લાઇબ્નીસ (11), ગયા (11), કારણે (11), એને (11), થાય (11), નવી (10), કરતાં (10), આવી (10), ગયો (10), કંઈ (10), કરતા (10), નહીં (10), વર્ષની (10), રીતે (10), સુરેશ (10), મારી (9), દીપક (9), ધોળકિયા (9), હશે (9), ન્યૂટન (9), જોવા (9), વર્ષે (9), જેલમાં (9), martyrs (8), freedom (8), struggle (8), આજે (8), સુધી (8), શકે (8), માત્ર (8), બહુ (8), મળે (8), પહેલાં (8), એમાં (8), વખતે (8), દિવસ (8), તોખુ (8), કુટ (8), મળી (8), બારી (7), indian (7), એમનું (7), મોટા (7), મળ્યું (7), હતી (7), કર્યો (7), આપી (7), જુદી (7), એમોંગ (7), science (7), like (6), uncategorized (6), વધારે (6), વાત (6), આવે (6), થયું (6), કૅલ્ક્યુલસ (6), ત્યાં (6), એમનો (6), દરમિયાન (6), તેમાં (6), પોતાની (6), એટલું (6), ઉંમરે (6), ક્લિક (6), બીજા (6), તમે (6), samachar (6), હૃદય (6), ફોટા (6), ગાંધી (6), શોધો (5), webgurjari (5), વેબગુર્જરી (5), tags (5), categories (5), posted (5), author (5), loading (5), કહ્યું (5), ભાષા (5), સમય (5), પાસે (5), કરવાનું (5), ગયું (5), કરવામાં (5), આગળ (5), શોધી (5), લાઇબ્નીસે (5), એનો (5), સામે (5), દેખાય (5), એણે (5), તેઓ (5), બધા (5), આવ્યા (5), લીધો (5), બહાર (5), જુદા (5), લોકો (5), નક્કી (5), એની (5), વાર (5), સુરેશે (5), ફરી (5), com (4), નામ (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), કદાચ (4), નહોતો (4), પરિણામે (4), સાર્વત્રિક (4), પડે (4), ગણિત (4), કરવાથી (4), લાઇબ્નીસને (4), ત્રણ (4), પ્રોફેસર (4), વર્ષના (4), પિતા (4), એનું (4), આપણે (4), સંયોજન (4), બન્ને (4), શકાય (4), જવાબ (4), દીધો (4), પરથી (4), diwali (4), આપે (4), ગામ (4), દિવસે (4), અર્થ (4), ઉત્તર (4), મૂળ (4), episode (4), વૈજ્ઞાનિકોએ (4), છીએ (4), એવું (4), કેમ (4), સંદર્ભઃ (4), સતત (4), બને (4), વૈજ્ઞાનિકો (4), ચંદ્રની (4), ફેરફાર (4), કરીએ (4), દુનિયામાં (4), સજા (4), કેદીઓ (4), જેલમાંથી (4), હું (4), પાપ (4), મને (4), વીજળી (4), પેદા (4), ઉપયોગ (4), બીટા (4), કોશો (4), હુમલો (4), વલય (4), this (3), wordpress (3), ટિપ્પણીઓ (3), રહ્યું (3), other (3), મહિનો (3), પસંદ (3), વિભાગ (3), આવો (3), mathematicians (3), gottfried (3), wilhelm (3), leibniz (3), કરવા (3), રાજાઓની (3), રહે (3), જેમાં (3), જગ્યાએ (3), મનમાં (3), મૃત્યુ (3), સ્પષ્ટ (3), નહોતું (3), હાજર (3), મળ્યો (3), જતાં (3), રહ્યા (3), ચાર (3), આવા (3), તૈયાર (3), લઈને (3), માટેની (3), ઘણા (3), ઘણી (3), થતી (3), પ્રવેશ (3), મદદ (3), દડા (3), દરેક (3), નવા (3), ગણિતમાં (3), ઉપરાંત (3), રાતે (3), મોકલી (3), વચ્ચે (3), કરીને (3), પડી (3), પોતે (3), leave (3), comment (3), the (3), festivals (3), જમીન (3), પસાર (3), ધરતી (3), ગામના (3), મળીને (3), પરંપરાગત (3), તહેવારો (3), છેલ્લા (3), મિઝો (3), જાગી (3), વધી (3), વગેરે (3), ધબકવા (3), લાગે (3), ક્યારે (3), જેને (3), કહેવું (3), ફરતે (3), નાસાના (3), ૦૦૦ (3), સામાન્ય (3), આખી (3), ગરમ (3), ૧૮૮૦થી (3), ગરમી (3), મહોબા (3), સુરેશભાઈ (3), શું (3), દીધા (3), ગાંધીજી (3), કેસ (3), વકીલ (3), ન્યાય (3), સંકલ્પ (3), જેલ (3), અન્યાય (3), સોની (3), ભાગી (3), મીટિંગમાં (3), ફરસબંધી (3), પ્રક્રિયા (3), ઇલાજ (3), site (2), વેબસાઇટ (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 288 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), લેખ (2), email (2), address (2), દ્વારા (2), લાઇબ્નીસની (2), લાભ (2), રહ્યો (2), ઘડી (2), કરવું (2), શકતા (2), પૂરું (2), ખરું (2), વ્યક્તિ (2), કરશે (2), કહી (2), સેવામાં (2), દુનિયા (2), રહી (2), ભૂલ (2), સમજવામાં (2), એટલી (2), જરૂર (2), શબ્દો (2), લિપિ (2), અલગ (2), વિષય (2), જોઈએ (2), લાઇબ્નીસના (2), પ્રખર (2), સ્વપ્નદૃષ્ટા (2), આખો (2), લખી (2), ટૂંકી (2), રૂપે (2), માગતા (2), એમનાં (2), તેવી (2), સમાન (2), કહીએ (2), ઇચ્છા (2), ન્યૂટનને (2), માન (2), તેની (2), દેખાઈ (2), ગણિતશાસ્ત્રી (2), રાજપુરુષ (2), છોડી (2), ૧૭૧૬માં (2), અવસાન (2), સિવાય (2), આવવા (2), હતાં (2), ભોગ (2), બનતા (2), લંડન (2), સાથેના (2), લુડવિગ (2), પ્રથમ (2), જર્મન (2), રાજા (2), બર્લિનની (2), જ્યાં (2), ગ્યોર્ગ (2), ખરેખર (2), હોવાનું (2), સામાજિક (2), નહોતી (2), પસંદગી (2), બનાવી (2), પ્રતિભા (2), પૈસા (2), જેની (2), બધી (2), પરિવારની (2), લાઇપઝિગ (2), યુનિવર્સિટીના (2), થઈને (2), યુનિવર્સિટીએ (2), મોટી (2), વીસ (2), કાયદાના (2), ઉંમર (2), થતું (2), વર્ષમાં (2), પંદર (2), અભ્યાસ (2), વિશે (2), જાણવા (2), લાગ્યું (2), કરવાની (2), શરૂઆત (2), દીધી (2), સ્કૂલ (2), ગોટફ્રાઇડ (2), શિક્ષણ (2), દીધું (2), લેટિન (2), શીખવાનું (2), પ્રભુત્વ (2), મેળવી (2), લીધા (2), ગ્રીક (2), વિના (2), આના (2), બીજો (2), આપણી (2), નંબર (2), સંયોજનો (2), બનશે (2), ચિત્રો (2), ચિત્રમાં (2), તેનો (2), સંમિશ્રણ (2), ક્રમચય (2), સંચય (2), જોયું (2), ન્યૂટનનું (2), બધું (2), ધ્યાન (2), આવતી (2), ખબર (2), કોણ (2), કોયડા (2), રજૂ (2), કર્યા (2), વ્યસ્ત (2), સાંજે (2), મિત્રે (2), ન્યૂટને (2), ઉકેલ (2), મેં (2), તેના (2), સદ્ (2), ખાસ (2), વાતાવરણ (2), નાના (2), જ્યારે (2), આની (2), ઊતરી (2), પાડવા (2), ચડાવીને (2), harvest (2), મિત્રોને (2), બનાવીને (2), પોતાનું (2), લોથાઓ (2), મોજમસ્તી (2), આખું (2), ગામમાં (2), બહારના (2), ગામમાંથી (2), થવું (2), રસ્તા (2), બનાવાયા (2), આવ્યો (2), જેમને (2), તેમને (2), તેવા (2), ખ્રિસ્તી (2), મિશનરીઓના (2), નીકળે (2), જાહેર (2), આજથી (2), સાતમી (2), આનો (2), એકઠા (2), થયો (2), એમોંગની (2), દેખાડી (2), નાગાલૅંડનો (2), નક્શો (2), લોથા (2), જાતિનો (2), અસ્મિતા (2), દાયકામાં (2), નવું (2), જીવન (2), વસ્તી (2), બનવા (2), મિસ (2), નીચે (2), બીજી (2), તસવીર (2), આદિવાસી (2), પકડ્યો (2), ચાપ્ચાર (2), જુદાં (2), ઓળખાય (2), મિઝોરમમાં (2), ઉજવાય (2), પાક (2), સાફ (2), આવેલા (2), મણિપુરનો (2), કૂકી (2), અમુક (2), પ્રદેશ (2), ટકા (2), એવા (2), માતાના (2), છેઃ (2), ભરાઈ (2), સૌર (2), પહેલી (2), નવેમ્બરે (2), થશે (2), ફાઉંડેશનના (2), ગર્ભાધાનના (2), હમણાં (2), હૃદયનો (2), સ્નાયુ (2), લાગતું (2), કોશોને (2), જાણી (2), શકાશે (2), તરફ (2), તેજોમંડળ (2), લાગ્યા (2), ક્યાંથી (2), ગુરુની (2), બનાવે (2), ૨૭મી (2), ઑગસ્ટે (2), જ્યૂનો (2), તેજોમંડળના (2), પૃથ્વી (2), ગુરુના (2), કહે (2), સપાટીમાં (2), ખાઈઓ (2), ખાઈ (2), નાસાએ (2), સપાટી (2), સૌથી (2), ઉછાળો (2), કદી (2), ડિગ્રી (2), ગાળો (2), બેઠા (2), ઘરમાં (2), ચાલે (2), જાઓ (2), બદલે (2), શક્ય (2), vaalia (2), valimiki (2), true (2), modern (2), tale (2), પત્રવ્યવહારઃ (2), આશ્રમ (2), છતરપુર (2), પ્ર (2), પિનઃ (2), સૂપા (2), પુસ્તક (2), અમે (2), સફાઈનો (2), પાવડર (2), જવા (2), પોતાને (2), સુરેશના (2), આજીવન (2), પૂછ્યું (2), ખોટું (2), ચોરી (2), બેડીઓ (2), નાખી (2), રામાયણ (2), પ્રિન્સિપાલ (2), આપવા (2), વાતો (2), પકડી (2), પુસ્તકો (2), મોકલવા (2), સત્ય (2), ઈશ્વર (2), અંતે (2), કાનપુર (2), જિંદગી (2), વિચાર (2), નામનો (2), વેપારીઓ (2), જોઈને (2), આવતા (2), સુરેશને (2), શહીદ (2), જવાના (2), કન્યા (2), કુદૃષ્ટિ (2), જોઈ (2), આથી (2), ખોટી (2), સંપર્કમાં (2), સર્વોદય (2), આપણા (2), શાંતિ (2), મીટિંગ (2), છું (2), એવાં (2), વાંગ (2), ચાર્જ (2), લાકડાના (2), બનાવેલી (2), કરવાનો (2), ફાઇબર (2), તમને (2), કોશ (2), ઇન્સ્યુલિન (2), બનાવતા (2), રોગ (2), પ્રતિકાર (2), ઇમ્યૂન (2), mir92a (2), નાખે (2), કોશોનું (2), ડાયાબિટીસ (2), ટાઇપ (2), આમાંથી (2), શકો (2), નાસા (2), સિટીઝન (2), લાલ (2), વામણો (2), તારો (2), વાયુઓ (2), કરોડ (2), ખૂણેથી (2), crp (2), ઇમેજ (2), ફોટોગ્રાફી (2), લેવાય (2), એરિયલ (2), ફોટોગ્રામેટ્રી (2), isis (2), ભાગતાં (2), પ્રાચીન (2), સ્મારકોની (2), તસવીરો (2), મોસૂલ (2), કબજો (2), અફઘાનિસ્તાનમાં (2), બુદ્ધ (2), design, with, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, for, 139, history, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, સર્વાંગી, પ્રતિભાનો, ઘણાંય, ક્ષેત્રોમાં, મળતો, જીવનની, છેલ્લી, અફસોસ, પ્રતિભાશાળી, જેટલી, મહેનત, તત્પર, આવશે, બનાવવાનું, સાચી, વીત્યો, ભાષાથી, વંચિત, ગણતરીની, ખાસિયતોની, રચના, અઘરું, ઓઅણ, સહેલી, શબ્દકોશની, ભૂલો, એમાંના, સંકેતો, આજની, ગણતરીનો, તર્કનાં, બધાં, સત્યો, સર્વસામાન્ય, રીત, ઘડવી, ચિંતનમાં, રમમાણ, ભાગનું, લખાણ, નોંધો, છેકછાક, હાંસિયામાં, લખાયેલું, કાર્તની, ભૂમિતિને, સમીકરણોમાં, ઢાળવા, સપનાં, પૂરતાં, મર્યાદિત, નહોતાં, વિષયને, આવરી, ફૉર્મ્યૂલા, શોધવાનું, સપનું, શબ્દોમાં, નિશાળિયા, છોકરા, નિબંધમાં, વ્યક્ત, હતીઃ, સરખામણી, વિધિની, વિદ્રુપતા, મહાન, વૈજ્ઞાનિક, તર્કશાસ્ત્રી, રૅશનાલિસ્ટ, ઇતિહાસકાર, આંસુ, સારનાર, સન્માનપૂર્વક, યાદ, ત્રણસો, છેવટે, શ્મશાનયાત્રામાં, સેક્રેટરી, કબર, ખોદનારા, વર્ષો, સેવા, કરવાનાં, માઠાં, પરિણામ, લાગ્યાં, જીવનસંધ્યામાં, બધાના, અનાદરનો, પડતી, વિવાદને, ઠંડો, આવકાર, શેઠ, ઇંગ્લૅંડનો, બન્યો, જ્યૉર્જ, ગાદી, સંભાળી, યુવાન, રાજકુમારીને, ભણાવવાનું, બર્લિનમાં, સાયન્સ, ઍકેડેમીની, સ્થાપના, હિટલરના, ચાલી, વિજ્ઞાન, અકાદમીઓ, બનાવવાના, સફળ, અસફળ, પ્રયાસ, ઉત્તમ, કુળનો, સાબીત, પૂર્વજોનો, દરજ્જો, કાઢવાનો, પ્રતિષ્ઠા, રોમના, રાજાની, પોપે, ધર્મગુરુઓ, સેક્યૂલર, સમિતિ, હેનોવરના, સ્થાન, રાજાઓ, ચૂંટનારા, કહેવાતા, elector, જીવનનિર્વાહ, સર્વતોમુખી, નીચું, મળતા, હૅનોવરના, ઉમરાવ, પરિવાર, બ્રુન્સવિક, નોકરી, સ્વીકારી, લાઇબ્નીસનું, ઇતિહાસ, ક્ષેત્રની, કુશળતાના, આધારે, વંશાવળી, પરિવારનો, વડો, વ્યવસાય, વલણથી, નિરાશ, ન્યૂરેમ્બર્ગ, ચાલ્યા, ઑલ્ડૉર્ફ, થીસિસ, સ્વીકાર્યો, પદની, ઑફર, કહીને, સ્વીકાર, કયું, સ્વીકાર્યું, મહેચ્છાઓને, અનુરૂપ, મહેચ્છાઓ, ૧૬૬૬માં, વિષયમાં, ડૉકટરેટને, પાત્ર, વાંધો, ડૉક્ટરેટ, મહાનિબંધ, એવો, પૅનલના, સભ્યો, છતું, સમસ્યાઓ, ઊભી, ગુરુત્વાકર્ષણનો, સિદ્ધાંત, ચૂક્યા, ઉંંમરે, યુનિવર્સિટીમાં, કાયદા, ફિલોસોફીમાં, પડ્યો, નૅચરલ, ફિલોસોફરો, કૅપ્લર, ગૅલીલિઓ, કાર્ત, ન્યૂટનના, વિચારોનો, પાયો, ચિંતકોના, વિચારોમાં, તબક્કે, નર્યા, ગ્રંથો, વાંચવામાંથી, ઓછો, થતો, તર્કશાસ્ત્ર, આકર્ષવા, પ્રચલિત, તર્કશાસ્ત્રમાં, ફેરફારો, નિબંધ, લખ્યો, સિદ્ધાંતનાં, બીજ, universal, mathematics, logic, પિતાનું, આટલી, કુમળી, વયે, એમનામાં, ઇતિહાસના, શોખનું, સિંચન, બાળક, લાઇપઝિગની, સ્કૂલમાં, ભણતો, પિતાએ, પાછળ, છોડેલી, લાયબ્રેરીમાં, ચાલતું, બાળકે, પુસ્તકોને, પીવાનું, બાર, લેટિનમાં, પહેલું, કાવ્ય, લખ્યું, ભાગે, કશી, પકડ, જમાવી, લીધી, બાળપણ, દાખલો, લઈએ, ખાનાવાળું, બૉક્સ, આપ્યા, ખાનાના, મૂકી, દઈએ, બનેઃ, દડાઓનાં, ખાનાં, બદલીએ, નવાં, લખીએ, કેટલાં, નંબરવાળું, તાળું, રંગબેરંગી, શર્ટો, ઘણું, દેશે, ગણિતની, શાખામાં, લાગતી, વસ્તુઓનું, કેટલી, ગોઠવણી, દાખલા, છઠ્ઠી, સદીમાં, ભારતીય, આયુર્વિજ્ઞાની, સુશ્રુતે, સ્વાદનું, પદાર્થ, discrete, ભાર, મૂકતા, કૉમ્બીનેટોરિયલ, એનાલિસિસ, વાતમાં, જરાય, ઝંપલાવ્યું, પાછું, વાળીને, કેન્દ્રિત, યુરોપના, ગણિતશાસ્ત્રીઓને, પડકારવામાં, મઝા, યુરોપમાં, કોયડાઓનો, ૧૬૯૬માં, યોહાન, બર્નૉલી, ટંકશાળના, અધ્યક્ષ, કામમાં, રહેતા, થાક્યાપાક્યા, ઘરે, મોકલાવ્યા, ડિનર, બન્નેનો, રૉયલ, સોસાયટીને, નનામો, પત્ર, લખીને, આપ્યો, મળતાં, બર્નોલીના, મોઢામાંથી, ઉદ્, ગાર, સરી, પડ્યાઃ, કોયડો, હવામાં, ઉછાળી, માન્યું, સપડાઈ, જશે, પરનું, જુવાન, સિંહને, પંજા, ઓળખી, પ્રકાશિત, દાયકા, ભાવ, રાષ્ટ્રીય, મુદ્દો, ઇંગ્લૅંડની, પ્રજાની, રાષ્ટ્રવાદી, લાગણીઓ, ભળી, ડહોળાઈ, પ્રિન્સિપિયા, વિલ્હેલ્મ, ૧૬૪૬, ૧૭૧૬, નું, વિષયો, સંકળાયેલું, જર્મનીમાં, સ્વતંત્ર, દિશામાં, તફડંચી, હોવાનો, આક્ષેપ, લાંબો, વિવાદ, ચાલ્યો, બન્નેના, સમર્થકોનાં, જૂથો, અંદરોઅંદર, જીભાજોડી, આવ્યાં, સમર્થકોના, ચડાવ્યા, ઉતારી, બાંયો, agri, દિવાળી, શુભેચ્છાઓ, તહેવારનું, બીજું, મહત્ત્વ, ગામનો, પુજારી, ખોતરે, જમીનો, ખોદવાની, પરવાનગી, નવપરિણીતો, માબાપની, રહેતાં, સમતળ, બાંધવાની, ઉત્સવ, શિકારની, માછલાં, પકડવાની, વેપાર, છૂટ, હરોફરો, રહેવાનું, લોકોને, પ્રવેશની, મનાઈ, ગામની, કોઈને, એટલા, નિયમ, પ્રત્યે, દ્વેષ, દેખાડવા, આખા, રહો, સૌનો, મહેમાન, ગણાય, પ્રસંગે, ગામથી, બીજે, જવું, પડતું, ઊજવતા, માતા, આકાશના, પૂજક, ધનધાન્ય, દેવતાઓના, માનમાં, દિવસનો, ઊજવે, પહેલાંના, જમાનામાં, દુંગ્તી, ચોચાંગ, મુખીઓ, તહેવારનો, હલકારો, દસમા, ઉજવાશે, દેવાઈ, તોખુનો, ટોળી, ફરવું, ખાવુંપીવું, નિયત, સમયે, અટકવું, એકંદરે, બધાંને, મળવા, નિશ્ચિત, ખાય, પીએ, અણબનાવ, મનમેળ, લેવાનો, વીડિયો, ફિલ્મમાં, ઉજવણી, નાગાલૅંડની, ક્યોંગ્ત્સુ, અથવા, જાગરુકતાના, સિત્તેરના, પામ્યો, જાતિની, મુખ્યત્વે, વોખા, જિલ્લામાં, લાગ્યો, કુટમાં, આધુનિક, વલણો, ભળ્યાં, સ્પર્ધા, યોજાય, તસવીરમાં, ૨૦૧૬, વિજેતાઓ, નૃત્યની, પૂર્વ, ભારતમાં, ભુલાઈ, પાંચ, નાગાઓની, ઊઠી, રાજકીય, દૃષ્ટિકોણે, વિદ્રોહી, રંગ, સાંસ્કૃતિક, સભાનતા, સમાજના, લોકોનો, મિઝોની, જાતિઓ, સમન્વયના, આરંભ, જેવો, પ્રદેશોમાં, કૂટ, ચાવાંગ, ખોદૌઆત, બૈસાખ, નામે, ફેબ્રુઆરીમાં, મણિપુરના, નવેમ્બરમાં, મનાવે, મબલખ, ઈશ્વરનો, આભાર, માનવા, માટેનો, એકબીજા, હળેમળે, ભોજન, તહેવારથી, તૈયારીઓ, ઘરોને, વાળીઝૂડીને, તોરણો, રોશની, વગેરેથી, શણગારે, ભેગા, ગીતો, ગાય, નાચે, દિવસોમાં, બહારથી, સહેલાણીઓનું, ગામવાસીઓ, ઊમળકાભેર, સ્વાગત, સમૂહભોજનમાં, સામેલ, વસ્તુઓ, ભેટ, ચિન, જાતો, યહૂદીઓમાંથી, હોવાના, વિવાદાસ્પદ, ભાષાકીય, પુરાવા, ઇઝરાએલની, હિબ્રુમાં, સંસ્કૃત, સાહિત્યમાં, કિરાત, ઓળખાતી, જાતિ, મનાય, કુલ, લાખની, મિઝોરમ, મણિપુર, આસામના, ભાગ, બાંગ્લાદેશના, ચિત્તાગોંગ, પહાડી, મ્યાંમારમાં, વસે, ૨૦૧૧માં, કૂકીઓ, સુશિક્ષિત, કૃષિ, તહેવારોની, કરવી, આશીર્વાદ, માટેના, સારો, ધાન્યથી, આનંદમાં, દિવાળીની, જેમ, દિવસો, ચાંદ્ર, પ્રમાણે, બદલાતા, સમુદાયના, વડેરાઓ, તિથિ, નિશ્ચિતતા, ખાતર, ઊજવાય, પ્રસિદ્ધ, મણિપુરમાં, ઉજવાઈ, નાગાલૅંડમાં, આતુરતાપૂર્વક, રાહ, જોતા, બ્રિટિશ, હાર્ટ, શોધ્યું, શિશુનું, પ્રયોગ, ઉંદર, થયા, ગર્ભાધાન, વક્રાકાર, રેખા, સંકોચાય, ધબકાર, ઉંદરના, તારણ, નીકળ્યું, માણસનું, કાર્ય, સંશોધક, પોલ, રિલેનું, ધડકે, જાણીને, હૃદયના, વિકાસમાં, મુશ્કેલીઓ, ડગલું, શકાયું, વળી, બદલ્યો, સક્રિય, બનાવવા, ભવિષ્યમાં, માંડે, ગુરુમાંથી, શક્તિશાળી, કણોનો, પ્રવાહ, વહેતો, જાણવામાં, ઇલેક્ટ્રોન, ચુંબકીય, ક્ષેત્રમાં, ગતિ, અથડાય, ટક્કરને, પ્રકાશના, પુંજ, રેલાય, બહુજ, નજીક, ૪૧૦૦, કિલોમીટરના, અંતરે, પહોંચ્યું, મોકલ્યા, માણસ, સાંભળી, ધ્વનિમાં, રૂપાંતર, સાંભળો, sle2i0o0pdy, શક્તિથી, અવકાશયાન, ધ્રુવ, પ્રગટતા, ધ્વનિનું, રેકૉર્ડિંગ, તેજોમંડળમાંથી, ધ્વનિ, પ્રગટે, અવકશમાં, ભટકતા, ટુકડાઓ, ત્રાટકે, હુમલાઓને, મીટરના, ઘેરાવામાં, સપાટીના, સેન્ટીમેટર, ધૂળ, ૨૦૦૯થી, પરનાં, સ્થળોનું, નિરીક્ષણ, જૂના, છેલ્લામાં, ફોટાઓમાં, ૨૨૨, તેમાંથી, મીટર, પહોળી, નાનામોટા, મળ્યા, ઊઝરડા, ઊલ્કા, પડ્યા, એનીયે, અસર, તેને, વર્ષા, પૃથ્વીના, વાતાવરણમાં, આવતાં, ભસ્મ, હુમલા, દુનિયાની, ઑક્ટોબર, ૨૦૧૫થી, મહિના, વ્યવસ્થિત, હવામાનનું, માપ, લેવાનું, પછીથી, મહિનાવાર, તુલના, આટલો, નિષ્ણાતનું, હવામાનમાં, સ્થિતિ, પાછી, જેવું, દાળોના, ભાવમાં, તેવું, કંઈક, ૧૯૨૦ની, સરેરાશ, ઉપર, આંક, નોંધાયો, થવાની, ૨૦૧૬નું, આધાર, ૧૯૧૦નો, વૃદ્ધિ, ગરમીની, ગ્રાફમાં, નોરતાં, પૂરાં, શરદપૂનમના, ડાંડિયારાસની, તૈયારી, ચાલતી, દિવાળીના, ફટાકડાના, અવાજો, સ્મૃતિમાં, સળવળીને, થતા, પંખા, નીકળો, પરસેવે, નહાઈ, ઑક્ટોબરમાં, સમાચાર, નવો, વિજ્ઞાનક્ષેત્રે, બનતી, નાનીમોટી, ઘટનાઓના, સમાચારોનું, સંકલન, કરીશું, મર્યાદાને, ધ્યાનમાં, રાખતાં, મહત્ત્વના, સમાચારો, પ્રસિદ્ધિ, ઘટનાઓને, ઓછી, જાણીતી, વાતોને, પ્રાથમિકતા, આપીશું, ક્ષેત્ર, વિશાળ, દરરોજ, કૉલમ, મહિનામાં, ચોથા, શુક્રવારે, થઈશું, પહેલો, આપના, અભિપ્રાયો, ઉત્સુક, suresh, sarvodayi, ૪૭૧૦૦૧, ગ્રામ, પોસ્ટ, ૨૧૦૪૨૧, survodai, gmail, મેઇલઃ, 918009034744, મોબાઇલઃ, સર્વોદયી, હાલમાં, અછડતી, આત્મકથા, પુણ્યની, છાલક, આપણને, પવિત્ર, મંગાવશો, થોડી, રકમ, સાર્વજનિક, જ્ખર્ચાશે, શંકા, સુરેશભાઈનો, સંપર્ક, કરવો, વિગતો, મીટિંગમાંથી, પાછા, ફરતાં, મેટ્રોમાં, જતા, પોલીસની, તપાસમાં, મશીનમાં, પોલીસ, સમજાવટ, અમને, સુરેશભાઈને, ૧૯૯૯માં, વર્તનને, મૂકવામાં, સીધા, વિનોબા, પ્રેરિત, બ્રહ્મવિદ્યા, પહોંચી, વિચારના, પ્રચારમાં, સોંપી, સામાન, રાખે, ગુનાઓ, ફાંસીની, શકતી, એનામાં, જબ્બર, પરિવર્તન, સત્યનિષ્ઠાને, કારાવસની, માથે, ચડાવી, દિવસથી, રોજની, દિનચર્યા, ચાલુ, રાખી, જેલના, અધિકારીઓ, ઓળખતા, હજી, ચાલતો, જજે, આપ્યોઃ, સાહેબ, માગો, સરકારી, કોશિશ, બચાવના, બરાબર, ટેવો, ગંદી, બોલવામાં, પાવરધા, સવારે, દાતણ, જગ્યા, મશ્કરી, છુપીથી, રાખતા, બંધ, પાનનું, વ્યસન, છોડ્યું, સંજોગોમાં, ખ્ટું, બોલવાનો, સુપરિન્ટેન્ડન્ટે, કેદી, ભલો, પગમાં, બેડી, અંગત, જવાબદારી, કઢાવી, વાક્યે, જામગરીનું, ભાગવાના, વિચારને, જેટલું, તેટલું, સાહિત્ય, વાંચવાની, પ્રબળ, ગીતા, ધર્મગ્રંથો, હિંસાની, હિમાયત, રસ્તે, ચાલવાનો, અરસામાં, સ્થાનિકની, કૉલેજના, સમક્ષ, ભાષણ, ગાંધીજીની, વિશેનાં, વિનંતિ, જગદેવ, પ્રસાદ, વિદ્યાર્થી, માની, દાવો, શકતો, મોકલ્યું, ગાંધીજીનું, વાક્ય, recovery, faith, ભણેલો, રાધાકૄષ્ણનનું, હવાની, લહેરખી, મધ્ય, પ્રદેશની, સરકારોએ, મનપ્યારેને, જીવતા, મૂઆ, રકમનાં, ઇનામો, કર્યાં, પોલીસના, હાથમાં, ઝડપાઈ, ભાગવાને, હિસ્ટરીશીટર, ચડી, દેવાયો, અપરાધની, પ્રવેશનર, હિસ્ટરી, શીટર, પગે, કાળકોટડીમાં, પંદરવીસ, ગુનાઓના, ફરાર, પાકી, વ્યવસ્થા, કરવામં, કોર્ટમાં, જતી, છૂટે, કોર્ટ, નીકળવાનો, સવાલ, પોલીસે, પીછો, સહિત, પકડાઈ, હમીરપુર, વીતશે, આવતો, મનપ્યારે, સાથી, બન્નેએ, છૂટવાની, યોજના, અનીક, દીવાલ, કૂદીને, છૂટ્યા, સાયન્સના, અભ્યાસમાં, જોતરી, આસપાસના, પાડોશી, મુંબઈથી, દાણચોરીથી, સોનાનાં, બિસ્કિટ, લાવતા, મોજ, પ્રામાણિકતાથી, જીવે, અપ્રામાણિક, લૂંટવામાં, લુંટ, વેપારીને, મારવો, લખનઉના, પોલિસ, અધિકારી, રજામાં, વેપારી, સમજીને, ગોળીએ, અત્યાચારીઓને, મારવામાં, અન્યાયોનો, મનસૂબા, ઘડાતા, લગ્નની, ચર્ચાઓ, ચોખ્ખી, પાડી, ફાંસીને, માંચડે, ઝૂલવું, બિચારી, છોકરીની, બગાડવી, ભાઈની, પત્ની, બહેન, પુત્રવધૂ, કરનારની, હત્યા, તાહિ, બધૈ, કછુ, હોઈ, ઇન્હીં, બિલોકહિં, સુનુ, ચારી, અનુજ, વધૂ, ભગિનિ, સુત, નારી, ધાર્મિક, ખરા, રોજ, ભાઈ, બેસીને, વાંચે, હનુમાન, સમુદ્રને, લાંઘી, કથાઓમાં, વિશ્વાસ, બેસતો, ધર્મમાં, લાગવા, માંડ્યું, મંદિરે, મૂર્તિ, એનાં, ઘરેણાં, કરવાના, હૈયામાં, ગયેલા, આક્રોશને, રામાયણમાંથી, નમતું, પાકો, મતને, રામચરિત, માનસની, ચોપાઈએ, મજબૂત, બનાવ્યો, ૧૯૫૨ની, પ્રદેશના, પરિવારમાં, જન્મ, પિતાને, મિલકતની, વહેંચણીમાં, ભાઈઓએ, છેતર્યા, વતન, છોડીને, જિલ્લાના, આવીને, વસ્યા, માતાએ, નાની, ખોલી, માતાને, કુટૂંબીઓએ, કરેલા, અન્યાયનો, ભારે, રોષ, બાળકોને, સગાંવહાલાંના, દીધાં, ડાકુ, ચંબલની, કોતરેકોતર, ઓળખે, કહો, ચાલો, મારા, કુતૂહલ, બાવીસ, કાઢ્યાં, રીઢો, ગુનેગાર, ખૂન, લૂંટ, તોડીને, ભાગવું, કારાવાસની, ૧૮મી, સપ્ટેમ્બરે, દિલ્હીના, પ્રતિષ્ઠાનમાં, દસેક, પ્રખ્યાત, વયોવૃદ્ધ, નેતા, સુબ્બારાવ, પ્રતિષ્ઠાનના, પ્રમુખ, કુમાર, પ્રશાંત, સુબ્બા, રાવ, જયંતી, શ્રીનગરમાં, ગાળવા, ભયંકર, અશાંતિ, જઈને, ગાંધીટોપીવાળા, સજ્જન, ઓળખાણ, શબ્દ, બોલ્યા, નીકળ્યા, પહેલવહેલો, પરિચય, વાતવાતમાં, હિંસાથી, પક્ષ, જીતે, જાતઅનુભવથી, કહું, ઉમેર્યું, ગાંધીજીને, નહીંતર, સડતો, હોત, મારાં, ટેકનોલોજીની, કચાશો, દૂર, નૅનોફાઇબરને, સામગ્રીમાં, ભેળવી, દેવાય, એનાથી, લાઇટ, બળી, બૅટરી, સ્ટૅડિયમો, બૅંકેટ, હૉલ, થિએટરોમાં, વપરાય, પાયે, વીજળીની, બચત, સોલર, પાવર, સસ્તું, ઘરની, મૉલ, થિએટરોની, સુંદર, વ્હેરમાંથી, તક્તીઓ, લાદીઓનો, સસ્તી, આકર્ષક, અમેરિકાની, વિસ્કોન્સિન, મૅડિસન, એસોસિએટ, શુદોંગ, ટીમે, ફરસમાંથી, નુસ્ખો, કાઢ્યો, માવાનો, કંપન, લાકડામાં, સેલ્યૂલોઝના, નેનો, ઉમેરીને, અખતરો, રાસાયણિક, ફાઇબરના, વીજળીક, લાદીમાંથી, ફરસની, સફેદ, લીલા, રંગમાં, તંત્ર, સિસ્ટમ, લિંફ, ગ્રંથિમાં, સિસ્ટમના, રક્ષક, ભક્ષક, ઇણ્સ્ય્લિન, શકતું, હુમાલો, ઍન્ટેગોમિરનો, ઍન્ટેગોમિર, mir92aનું, હળવો, પૅનક્રિઆસમાં, ઉત્પાદન, બીટાકોશો, ઇલાજથી, રક્ષણ, કરનારા, ૧માં, શરીર, ઇંસ્યુલિન, તંત્રમાં, સેંધ, દુશ્મનને, મોકળું, મેદાન, લીધું, હુમલાને, ધીમો, પાડવામાં, સફળતા, માને, વિકસે, ૧નો, મુલાકાત, લેવા, જેવી, કરેલી, મોજણીઓનાં, રેકૉર્ડિંગની, સેકંડની, કેટલીયે, ફિલ્મો, મળશે, વેબસાઇટના, યૂઝર, પદ્ધતિઓનો, શકશો, તમારાં
Text of the page (random words):
્ટમાં જતી વખતે ભાગી છૂટે તો શું કરવું એટલે કોર્ટ જ જેલમાં શરૂ થઈ હવે જેલ બહાર નીકળવાનો સવાલ જ નહોતો નવી હવાની લહેરખી સુરેશ ભણેલો તો હતો જ એનો સમય પસાર થાય તે માટે એક મિત્રે એને ડૉ રાધાકૄષ્ણનનું the recovery of faith પુસ્તક મોકલ્યું એમાં ગાંધીજીનું એક વાક્ય હતું કે ઈશ્વર સત્ય છે કે નહીં એ હું દાવો કરી શકતો નથી પણ સત્ય તો ઈશ્વર છે જ આ એક વાક્યે સુરેશના મનમાં જામગરીનું કામ કર્યું હવે જેલમાંથી ભાગવાના વિચારને બદલે જેટલું મળે તેટલું ગાંધી સાહિત્ય વાંચવાની પ્રબળ ઇચ્છા જાગી રામાયણ ગીતા વગેરે ધર્મગ્રંથો અન્યાય સામે હિંસાની હિમાયત કરે છે પણ ગાંધીજી તો નવી જ વાત કરે છે હવે એ જ રસ્તે ચાલવાનો સંકલ્પ કરી લીધો લાભ થાય કે નહીં એ જ અરસામાં સ્થાનિકની કૉલેજના પ્રિન્સિપાલ કેદીઓ સમક્ષ ભાષણ આપવા આવ્યા એમણે પણ ગાંધીજીની વાતો કરી સુરેશે એમના પગ પકડી લીધા અને ગાંધીજી વિશેનાં પુસ્તકો મોકલવા વિનંતિ કરી પ્રિન્સિપાલ જગદેવ પ્રસાદ વિદ્યાર્થી માની ગયા અને પુસ્તકો મોકલવા લાગ્યા હવે એનું ધ્યાન કેદીઓ તરફ ગયું એમની ટેવો પણ ગંદી હતી બધા ખોટું બોલવામાં પાવરધા સુરેશે પહેલાં તો સૌ સવારે દાતણ કરતા તે જગ્યા સાફ કરવાનું શરૂ કર્યું બધા મશ્કરી કરે ગાળો આપે સુરેશ પોતાનું કામ કર્યા કરે કેદીઓ ચોરી છુપીથી પોતાની પાસે પૈસા રાખતા તે પણ એણે બંધ કર્યું ચા પાનનું વ્યસન છોડ્યું અને કોઈ પણ સંજોગોમાં ખ્ટું ન બોલવાનો સંકલ્પ કર્યો એક જેલ સુપરિન્ટેન્ડન્ટે જોયું કે આ કેદી તો બહુ ભલો છે તો એના પગમાં બેડી શા માટે એણે અંગત જવાબદારી પર બેડીઓ કઢાવી નાખી પણ કેસ તો હજી જેલમાં જ ચાલતો હતો એક વાર જજે પૂછ્યું કોઈ વકીલ જોઈએ છે સુરેશે જવાબ આપ્યોઃ સાહેબ તમે ન્યાય કરવા માગો છો સરકારી વકીલ પણ ન્યાય માટે કોશિશ કરે છે અને બચાવના વકીલ પણ એ જ કરશે તો તમે જે નક્કી કરો તે જ બરાબર સુરેશના ગુનાઓ માટે ફાંસીની સજા થઈ શકતી હતી પણ એનામાં આવેલા જબ્બર પરિવર્તન અને સત્યનિષ્ઠાને કારણે આજીવન કારાવસની સજા કરવામાં આવી સુરેશે એ સજા માથે ચડાવી અને બીજા જ દિવસથી પોતાની રોજની દિનચર્યા ચાલુ રાખી હવે બીજા કેદીઓ અને જેલના અધિકારીઓ પણ એને ગાંધીજી તરીકે ઓળખતા થઈ ગયા હતા સુરેશભાઈને ૨૨ વર્ષ પછી ૧૯૯૯માં એમના સદ્ વર્તનને કારણે છોડી મૂકવામાં આવ્યા એ પોતાને ગામ ન જતાં સીધા વિનોબા પ્રેરિત બ્રહ્મવિદ્યા આશ્રમ પહોંચી ગયા અને હવે આખું જીવન ગાંધી વિચારના પ્રચારમાં સોંપી દીધું છે સફાઈનો સામાન પણ સાથે રાખે છે મીટિંગમાંથી પાછા ફરતાં અમે મેટ્રોમાં સાથે જતા હતા ત્યારે પોલીસની તપાસમાં એમનો સફાઈનો પાવડર મશીનમાં દેખાઈ ગયો પોલીસ જવા ન દે આ પાવડર શું છે ઘણી સમજાવટ પછી અમને જવા દીધા એમણે હાલમાં પોતાની અછડતી આત્મકથા લખી છે પણ પુણ્યની તો છાલક પણ આપણને પવિત્ર કરી જાય એમનું પુસ્તક મંગાવશો તો એમને થોડી મદદ થશે આ રકમ સાર્વજનિક સેવામાં જ્ખર્ચાશે તેમાં શંકા નથી સુરેશભાઈનો સંપર્ક કરવો હોય તો નીચે વિગતો આપી છેઃ સુરેશભાઈ સર્વોદયી મોબાઇલઃ 918009034744 ઈ મેઇલઃ survodai gmail com પત્રવ્યવહારઃ ગ્રામ પોસ્ટ સૂપા જિ મહોબા ઉ પ્ર પિનઃ ૨૧૦૪૨૧ પત્રવ્યવહારઃ ગાંધી આશ્રમ છતરપુર મ પ્ર પિનઃ ૪૭૧૦૦૧ like loading author dipak dholakia posted on 18 11 2016 04 11 2016 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia diwali suresh sarvodayi webgurjari leave a comment on vaalia to valimiki a true modern tale science samachar episode 1 આજથી science સમાચાર નો આ નવો વિભાગ શરૂ કરીએ છીએ એમાં દુનિયામાં વિજ્ઞાનક્ષેત્રે બનતી નાનીમોટી ઘટનાઓના સમાચારોનું સંકલન કરીશું મર્યાદાને ધ્યાનમાં રાખતાં મહત્ત્વના સમાચારો જ અહીં આપી શકાશે એ તો સ્પષ્ટ છે એટલે જેને બહુ પ્રસિદ્ધિ મળી હોય તેવી ઘટનાઓને બદલે ઓછી જાણીતી વાતોને પ્રાથમિકતા આપીશું આ ક્ષેત્ર એટલું વિશાળ છે કે દરરોજ આ વિભાગ આપી શકાય પરંતુ એ હમણાં તો શક્ય નથી લાગતું એટલે આ કૉલમ સાથે મહિનામાં બે વાર બીજા અને ચોથા શુક્રવારે હાજર થઈશું આજે આ પહેલો લેખ રજૂ કરીએ છીએ આપના અભિપ્રાયો માટે ઉત્સુક છીએ દીપક ધોળકિયા 0 o 0 ઑક્ટોબરમાં પણ ગરમી નોરતાં પૂરાં થાય શરદપૂનમના ડાંડિયારાસની તૈયારી ચાલતી હોય અને દિવાળીના ફટાકડાના અવાજો સ્મૃતિમાં સળવળીને બેઠા થતા હોય ત્યારે પણ ઘરમાં પંખા વિના ચાલે જ નહીં અને બહાર નીકળો તો પરસેવે નહાઈ જાઓ આમ કેમ આખી દુનિયાની વાત કરીએ તો ઑક્ટોબર ૨૦૧૫થી શરૂ કરીને છેલ્લા ૧૧ મહિના સૌથી વધારે ગરમ રહ્યા છે ૧૮૮૦થી વ્યવસ્થિત રીતે હવામાનનું માપ લેવાનું શરૂ થયું તે પછીથી મહિનાવાર તુલના કરતાં કોઈ મહિનો આટલો ગરમ નથી રહ્યો સાથેના ગ્રાફમાં ગરમીની વૃદ્ધિ દેખાડી છે ૧૮૮૦થી ૧૯૧૦નો ગાળો આધાર તરીકે લીધો છે એક નિષ્ણાતનું કહેવું છે કે હવામાનમાં એવું બને છે કે દસ વર્ષ સુધી કંઈ ખાસ ફેરફાર ન થાય અને પછી ઉછાળો આવે અને પછી મૂળ સ્થિતિ કદી પાછી ન આવે જેવું દાળોના ભાવમાં થયું છે તેવું જ કંઈક આ વર્ષે આવો ઉછાળો આવ્યો છે બે વર્ષ પહેલાં ગરમી ૧૮૮૦થી ૧૯૨૦ની સરેરાશ કરતાં ૧ ડિગ્રી ઉપર હતી આ વર્ષે આ આંક ૧ ૩ ડિગ્રી નોંધાયો છે આનો અર્થ એ કે હવે દર વર્ષે ગરમી વધારે જ થવાની છે અને ૨૦૧૬નું વર્ષ સૌથી ગરમ વર્ષ રહ્યું છે સંદર્ભઃ અહીં ક્લિક કરો ૦ ૦ ૦ ચંદ્રની સપાટી પર દર ૮૧ ૦૦૦ વર્ષે હુમલા નાસાના વૈજ્ઞાનિકો કહે છે કે દર ૮૧ ૦૦૦ વર્ષે ચંદ્રની ધરતી પર અવકશમાં ભટકતા ટુકડાઓ ત્રાટકે છે પરિણામે એની સપાટીમાં બહુ મોટા ફેરફાર થઈ જાય છે આ હુમલાઓને કારણે નવી ખાઈઓ બની જાય છે કોઈ ખાઈ તો દસ મીટરના ઘેરાવામાં હોય છે સામાન્ય રીતે ચંદ્રની સપાટીના બે સેન્ટીમેટર સુધી ધૂળ જ છે નાસાએ ૨૦૦૯થી ચંદ્રની સપાટી પરનાં અમુક સ્થળોનું સતત નિરીક્ષણ કર્યું તેમાં જૂના અને છેલ્લામાં છેલ્લા ફોટાઓમાં એમને આ ફેરફાર જોવા મળ્યો છે એમને નવી ૨૨૨ ખાઈઓ જોવા મળી તેમાંથી ૩૩ ટકા દસ મીટર પહોળી છે તે ઉપરાંત સપાટીમાં પણ નાનામોટા ફેરફાર જોવા મળ્યા વૈજ્ઞાનિકો કહે છે કે આ ઊઝરડા એક ઊલ્કા પડ્યા પછી ખાઈ તો બની પણ એનીયે જુદી અસર થતી હોય તેને કારણે દેખાય છે પૃથ્વી પર પણ આવી વર્ષા સતત થતી હોય છે પણ એ પૃથ્વીના વાતાવરણમાં આવતાં જ ભસ્મ થઈ જાય છે સંદર્ભઃ અહીં ક્લિક કરો ૦ ૦ ૦ ગુરુના તેજોમંડળમાંથી ધ્વનિ પ્રગટે છે નાસાના સૌર શક્તિથી કામ કરતા અવકાશયાન જ્યૂનો એ ગુરુના ઉત્તર ધ્રુવ પરથી પ્રગટતા તેજોમંડળના ધ્વનિનું રેકૉર્ડિંગ કર્યું છે અહીં sle2i0o0pdy સાંભળો આ વર્ષની ૨૭મી ઑગસ્ટે જ્યૂનો ગુરુની બહુજ નજીક ૪૧૦૦ કિલોમીટરના અંતરે પહોંચ્યું અને તેજોમંડળના ફોટા પૃથ્વી પર મોકલ્યા નાસાના વૈજ્ઞાનિકોએ માણસ સાંભળી શકે એવા ધ્વનિમાં એનું રૂપાંતર કર્યું ગુરુમાંથી સતત બહુ શક્તિશાળી કણોનો પ્રવાહ બહાર તરફ વહેતો રહે છે જેને કારણે તેજોમંડળ બને છે હવે વૈજ્ઞાનિકો એ જાણવામાં લાગ્યા છે કે ઇલેક્ટ્રોન ક્યાંથી આવે છે અને ગુરુની ફરતે ચુંબકીય ક્ષેત્રમાં એમની ગતિ વધી જાય છે તે પછી એ વાતાવરણ સાથે શી રીતે અથડાય છે આ ટક્કરને કારણે જ પ્રકાશના પુંજ રેલાય છે જે તેજોમંડળ બનાવે છે સંદર્ભઃ અહીં ક્લિક કરો ૦ ૦ ૦ ગર્ભાધાનના ૧૬ દિવસ પછી હૃદય ધબકવા માંડે છે બ્રિટિશ હાર્ટ ફાઉંડેશનના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે ગર્ભાધાનના ૧૬ દિવસ પછી શિશુનું હૃદય ધબકવા લાગે છે હમણાં સુધી હૃદય ક્યારે કામ શરૂ કરે છે તેના પ્રયોગ ઉંદર પર થયા હતા એમાં જોવા મળ્યું કે ગર્ભાધાન પછી આઠ દિવસે હૃદયનો વક્રાકાર એક રેખા રૂપે દેખાય છે અને એનો સ્નાયુ સંકોચાય છે જેને આપણે ધબકાર કહીએ છીએ ઉંદરના આઠ દિવસ પરથી એવું તારણ નીકળ્યું કે માણસનું હૃદય ૨૧ દિવસે ધબકવા લાગતું હશે પરંતુ હૃદય તો બહુ પહેલાં કાર્ય શરૂ કરી દે છે ફાઉંડેશનના સંશોધક પ્રોફેસર પોલ રિલેનું કહેવું છે કે હૃદય પહેલી વાર ક્યારે ધડકે છે તે જાણીને હૃદયના વિકાસમાં આવતી મુશ્કેલીઓ સમજવામાં એક ડગલું આગળ વધી શકાયું છે વળી હૃદયનો કોઈ સ્નાયુ બદલ્યો હોય તો એના કોશોને કેમ સક્રિય બનાવવા તે પણ ભવિષ્યમાં જાણી શકાશે સંદર્ભઃ અહીં ક્લિક કરો ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 11 11 2016 04 11 2016 categories uncategorized tags દીપક ધોળકિયા વેબગુર્જરી dipak dholakia science samachar webgurjari 2 ટિપ્પણીઓ science samachar episode 1 માટે the diwali harvest festivals આજે એવા જ બે કૃષિ તહેવારોની વાત કરવી છે એક છે મણિપુરનો કુટ તહેવાર અને બીજો છે નાગાલૅંડનો તોખુ એમોંગ તહેવાર બન્ને તહેવારો ધરતી માતાના આશીર્વાદ માટેના છેઃ સારો પાક થાય ઘર ધન ધાન્યથી ભરાઈ જાય એના આનંદમાં બન્ને તહેવારો ઉજવાય છે મૂળ તો દિવાળીની જેમ એના દિવસો પણ ચાંદ્ર વર્ષ પ્રમાણે બદલાતા અને સમુદાયના વડેરાઓ એની તિથિ નક્કી કરતા પરંતુ પછી નિશ્ચિતતા ખાતર એમણે સૌર વર્ષ પસંદ કર્યું કુટ તહેવાર દર વર્ષે પહેલી નવેમ્બરે ઊજવાય છે અને તોખુ એમોંગ દર વર્ષે સાતમી નવેમ્બરે આ પ્રસિદ્ધ થશે ત્યારે મણિપુરમાં કુટ તહેવાર ઉજવાઈ ગયો હશે પણ નાગાલૅંડમાં લોકો તોખુ એમોંગની આતુરતાપૂર્વક રાહ જોતા હશે કુટ તહેવાર કૂકી ચિન મિઝો આદિવાસી જાતિનો આ તહેવાર છે આ જાતો મૂળ યહૂદીઓમાંથી ઊતરી આવી હોવાના વિવાદાસ્પદ ભાષાકીય પુરાવા મળે છે એમના ઘણા શબ્દો ઇઝરાએલની ભાષા હિબ્રુમાં પણ મળે છે સંસ્કૃત સાહિત્યમાં કિરાત તરીકે ઓળખાતી જાતિ કૂકી જ હશે એમ પણ મનાય છે કુલ ૪૭ લાખની એની વસ્તી મિઝોરમ મણિપુર આસામના અમુક ભાગ બાંગ્લાદેશના ચિત્તાગોંગ પહાડી પ્રદેશ અને મ્યાંમારમાં પણ વસે છે ૨૦૧૧માં મિઝોરમમાં ૯૧ ટકા કૂકીઓ સુશિક્ષિત હતા મણિપુરનો નક્શો જુદા જુદા પ્રદેશોમાં આ તહેવાર ચાપ્ચાર કૂટ ચાવાંગ કુટ ખોદૌઆત બૈસાખ વગેરે જુદાં જુદાં નામે ઓળખાય છે પરંતુ મિઝોરમમાં ચાપ્ચાર કુટ ફેબ્રુઆરીમાં ઉજવાય છે મણિપુરના મિઝો નવેમ્બરમાં મનાવે છે મબલખ પાક માટે ઈશ્વરનો આભાર માનવા માટેનો આ તહેવાર છે એ દિવસે ગામના લોકો એકઠા થાય છે એકબીજા સાથે હળેમળે છે અને સૌ સાથે મળીને ભોજન તૈયાર કરે છે તહેવારથી પહેલાં જ લોકો તૈયારીઓ શરૂ કરી દે છે ઘરોને વાળીઝૂડીને સાફ કરે છે અને તોરણો રોશની વગેરેથી શણગારે છે સૌ ભેગા મળીને એમનાં ગીતો ગાય છે અને નાચે છે આ દિવસોમાં બહારથી આવેલા સહેલાણીઓનું ગામવાસીઓ ઊમળકાભેર સ્વાગત કરે છે એમને પરંપરાગત સમૂહભોજનમાં સામેલ કરે છે અને એમની વસ્તુઓ ભેટ આપે છે ઉત્તર પૂર્વ ભારતમાં ખ્રિસ્તી મિશનરીઓના પ્રવેશ પછી આ બધા આદિવાસી તહેવારો ભુલાઈ ગયા હતા પરંતુ છેલ્લા ચાર પાંચ દાયકામાં મિઝો અને નાગાઓની અસ્મિતા જાગી ઊઠી છે એ સાથે એમના રાજકીય દૃષ્ટિકોણે વિદ્રોહી રંગ પકડ્યો પરંતુ તે સાથે એમની સાંસ્કૃતિક સભાનતા પણ વધી આજે આ તહેવાર માત્ર એક જ સમાજના લોકોનો નહીં પણ મિઝોની જુદી જુદી જાતિઓ વચ્ચે પણ સમન્વયના આરંભ જેવો બની ગયો છે આજે કુટમાં આધુનિક વલણો પણ ભળ્યાં છે અને મિસ કુટ સ્પર્ધા પણ દર વર્ષે યોજાય છે નીચે તસવીરમાં મિસ કુટ ૨૦૧૬ ની ત્રણ વિજેતાઓ જોવા મળે છે બીજી તસવીર એમના પરંપરાગત નૃત્યની છે તોખુ એમોંગ તહેવાર નાગાલૅંડની ક્યોંગ્ત્સુ અથવા લોથા જાતિનો આ તહેવાર છે આ તહેવાર પણ સામાજિક અસ્મિતા માટેની એમની જાગરુકતાના પરિણામે સિત્તેરના દાયકામાં નવું જીવન પામ્યો છે લોથા જાતિની વસ્તી મુખ્યત્વે વોખા જિલ્લામાં છે પરંતુ તોખુ એમોંગ હવે સાર્વત્રિક બનવા લાગ્યો છે નાગાલૅંડનો નક્શો તોખુનો અર્થ છે ટોળી બનાવીને ફરવું અને ખાવુંપીવું એમોંગ એટલે એક નિયત સમયે અટકવું આનો એકંદરે અર્થ એ કે લોકો સાથે મળીને નીકળે બધાંને મળવા જાય નિશ્ચિત જગ્યાએ એકઠા થાય ત્યાં ખાય પીએ અને મોજમસ્તી કરે જેની સાથે અણબનાવ થયો હોય તેની સાથે પણ મનમેળ કરી લેવાનો હોય આ ટૂંકી વીડિયો ફિલ્મમાં તોખુ એમોંગની ઉજવણી દેખાડી છે લોથાઓ ખ્રિસ્તી મિશનરીઓના પ્રવેશ પહેલાં આ તહેવાર ઊજવતા માતા ધરતી અને આકાશના તેઓ પૂજક છે એ જ ધનધાન્ય આપે છે આ દેવતાઓના માનમાં તેઓ નવ દિવસનો તહેવાર ઊજવે છે પહેલાંના જમાનામાં દુંગ્તી અને ચોચાંગ એટલે કે ગામના મુખીઓ તહેવારનો દિવસ નક્કી કરતા તે પછી હલકારો નીકળે અને જાહેર કરે કે આજથી દસમા દિવસે નવ દિવસ માટે તોખુ એમોંગ ઉજવાશે પરંતુ હવે સાતમી નવેમ્બર નક્કી કરી દેવાઈ છે આ નવ દિવસ દરમિયાન ગામમાં બહારના લોકોને પ્રવેશની મનાઈ છે એટલું જ નહીં પણ તહેવાર દરમિયાન કોઈ ગામની બહાર પણ જઈ ન શકે એમના ગામમાંથી કોઈને પસાર ન થવું પડે એટલા માટે જુદા રસ્તા પણ બનાવાયા છે આ નિયમ બહારના લોકો પ્રત્યે દ્વેષ દેખાડવા માટે નથી એટલું જ કે તમે તોખુ એમોંગ વખતે અહીં આવ્યા છો તો આખા તહેવાર માટે રહો જે કોઈ ગામમાં આવ્યો તે નવ દિવસ માટે સૌનો મહેમાન ગણાય એટલે જ જેમને કામ પ્રસંગે એક ગામથી બીજે ગામ જવું પડતું હોય તેમને આ ગામમાંથી પસાર ન થવું પડે તેવા રસ્તા બનાવાયા છે આ તહેવારનું બીજું પણ મહત્ત્વ છે ગામનો પુજારી જમીન ખોતરે છે એ રીતે એ નવી જમીનો ખોદવાની પરવાનગી આપે છે તે પછી નવપરિણીતો માબાપની સાથે રહેતાં હોય તે જમીન સમતળ બનાવીને પોતાનું ઘર બાંધવાની શરૂઆત કરે છે લોથાઓ આ ઉત્સવ દરમિયાન કંઈ કામ નથી કરતા એમને શિકારની કે માછલાં પકડવાની કે વેપાર કરવાની પણ છૂટ નથી બસ હરોફરો અને મોજમસ્તી કરો કામ તો આખું વર્ષ રહેવાનું છે સૌ મિત્રોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ દીપક ધોળકિયા like loading author dipak dholakia posted on 04 11 2016 02 11 2016 categories uncategorized tags agri festivals દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia diwali webgurjari leave a comment on the diwali harvest festivals mathematicians 2 gottfried wilhelm leibniz ગોટફ્રાઇડ વિલ્હેલ્મ લાઇબ્નીસ ૧૬૪૬ ૧૭૧૬ નું નામ માત્ર ગણિત નહીં ઘણા વિષયો સાથે સંકળાયેલું છે ન્યૂટન કરતાં એ ચાર વર્ષ નાના અને જ્યારે ન્યૂટન કૅલ્ક્યુલસ પર કામ કરતા હતા ત્યારે જર્મનીમાં લાઇબ્નીસ પણ સ્વતંત્ર રીતે એ જ દિશામાં કામ કરતા હતા ન્યૂટનને જ્યારે આની ખબર પડી ત્યારે એમણે લાઇબ્નીસે તફડંચી કરી હોવાનો આક્ષેપ કર્યો એમના વચ્ચે લાંબો વિવાદ ચાલ્યો અને બન્નેના સમર્થકોનાં જૂથો પણ અંદરોઅંદર જીભાજોડી પર ઊતરી આવ્યાં ન્યૂટન પોતે પણ એમના સમર્થકોના ચડાવ્યા લાઇબ્નીસને ઉતારી પાડવા બાંયો ચડાવીને આગળ આવ્યા ન્યૂટનનું પ્રિન્સિપિયા પ્રકાશિત થયું તેના એક દાયકા સુધી તો બન્ને વચ્ચે સદ્ ભાવ હતો પણ પછી કૅલ્ક્યુલસ રાષ્ટ્રીય મુદ્દો બની ગયું અને એમાં ખાસ કરીને ઇંગ્લૅંડની પ્રજાની રાષ્ટ્રવાદી લાગણીઓ પણ ભળી એના કારણે વાતાવરણ ડહોળાઈ ગયું લાઇબ્નીસને પણ ગણિતમાં યુરોપના ગણિતશાસ્ત્રીઓને પડકારવામાં મઝા આવતી હતી એમને ખબર હતી કે યુરોપમાં ન્યૂટન સિવાય કોણ એમના કોયડાઓનો જવાબ આપી શકે ૧૬૯૬માં યોહાન બર્નૉલી અને લાઇબ્નીસે બે કોયડા રજૂ કર્યા ન્યૂટન એ વખતે ટંકશાળના અધ્યક્ષ હતા અને આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતા હતા એ સાંજે થાક્યાપાક્યા ઘરે આવ્યા ત્યારે એમને કોઈ મિત્રે આ કોયડા મોકલાવ્યા હતા રાતે ડિનર પછી ન્યૂટને બન્નેનો ઉકેલ શોધી લીધો અને રૉયલ સોસાયટીને નનામો પત્ર લખીને જવાબ મોકલી આપ્યો જવાબ મળતાં બર્નોલીના મોઢામાંથી ઉદ્ ગાર સરી પડ્યાઃ આહ મેં સિંહને એના પંજા પરથી ઓળખી લીધો તે પછી વીસ વર્ષે ૧૭૧૬માં પણ લાઇબ્નીસે આવો જ કોયડો હવામાં ઉછાળી દીધો અને માન્યું કે આ વખતે ન્યૂટન સપડાઈ જશે પણ ન્યૂટને તો એ જ રાતે એનો પણ ઉકેલ આપી દીધો એ વખતે ન્યૂટન ૭૪ વર્ષના હતા પણ ગણિત પરનું એમનું પ્રભુત્વ જુવાન જ હતું પરંતુ લાઇબ્નીસની પ્રતિભા એ વાતમાં છે કે ૨૬ વર્ષની ઉંમર સુધી એમને ગણિતમાં જરાય રસ નહોતો પરંતુ એમણે ગણિતમાં ઝંપલાવ્યું તે પછી પાછું વાળીને ન જોયું ન્યૂટનનું બધું ધ્યાન કૅલ્ક્યુલસ પર કેન્દ્રિત હતું ત્યારે લાઇબ્નીસ કૅલ્ક્યુલસ ઉપરાંત કૉમ્બીનેટોરિયલ એનાલિસિસ ક્રમચય સંચય પર પણ ભાર મૂકતા હતા ક્રમચય સંચય ગણિતની આ શાખામાં અલગ લાગતી discrete વસ્તુઓનું સંયોજન કેટલી રીતે કરી શકાય અને એમની ગોઠવણી શી રીતે થઈ શકે તેનો અભ્યાસ કરવામાં આવે છે દાખલા તરીકે ઈ પૂ છઠ્ઠી સદીમાં ભારતીય આયુર્વિજ્ઞાની સુશ્રુતે કહ્યું હતું કે ૬ સ્વાદનું જુદી જુદી રીતે સંમિશ્રણ કરો તો ૬૩ નવા પદાર્થ બની શકે અહીં બે ચિત્રો છે એમાં એક નંબરવાળું તાળું છે અને બીજા ચિત્રમાં રંગબેરંગી ટી શર્ટો જોવા મળે છે આ બન્ને ચિત્રો ઘણું સ્પષ્ટ કરી દેશે આપણે બીજો દાખલો લઈએ આપણી પાસે છ ખાનાવાળું બૉક્સ હોય અને છ દડા હોય દરેક દડા પર 1 2 3 4 5 6 એમ નંબર આપ્યા હોય હવે દરેક ખાનાના નંબર હોય a b c d e f પહેલાં તો બધા દડા મૂકી દઈએ તો સંયોજન બનેઃ 1a 2b 3c 4d 5e 6f હવે દડાઓનાં ખાનાં બદલીએ અને નવાં સંયોજનો લખીએ કેટલાં સંયોજનો બનશે આના વિશે વધારે જાણવા માગતા હોય તેઓ અહીં અને અહીં ક્લિક કરે બાળપણ અને શિક્ષણ લાઇબ્નીસ ૬ વર્ષના હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું પરંતુ આટલી કુમળી વયે પિતા એમનામાં ઇતિહાસના શોખનું સિંચન કરતા ગયા આમ તો બાળક ગોટફ્રાઇડ લાઇપઝિગની એક સ્કૂલમાં ભણતો હતો પણ એનું ખરું શિક્ષણ તો પિતાએ પાછળ છોડેલી લાયબ્રેરીમાં ચાલતું હતું ૬ વર્ષના બાળકે પુસ્તકોને પીવાનું શરૂ કરી દીધું આઠ વર્ષની ઉંમરે એણે લેટિન શીખવાનું શરૂ કર્યું અને બાર વર્ષની ઉંમરે લેટિનમાં પહેલું કાવ્ય લખ્યું લેટિન પર પ્રભુત્વ મેળવી લીધા પછી એણે ગ્રીક શીખવાનું શરૂ કર્યું અને મોટા ભાગે કશી જ મદદ વિના ગ્રીક પર પણ પોતાની પકડ જમાવી લીધી આ તબક્કે એમને નર્યા ગ્રંથો વાંચવામાંથી રસ ઓછો થતો ગયો અને હવે તર્કશાસ્ત્ર logic એમને આકર્ષવા લાગ્યું પંદર વર્ષની ઉંમરે તો એમણે એ વખતે પ્રચલિત તર્કશાસ્ત્રમાં ફેરફારો કરવાની શરૂઆત કરી દીધી એમણે સ્કૂલ માટે એક નિબંધ લખ્યો જેમાં એમના સાર્વત્રિક ગણિત universal mathematics ના સિદ્ધાંતનાં બીજ દેખાય છે પંદર વર્ષની ઉંંમરે એમણે લાઇપઝિગ યુનિવર્સિટીમાં કાયદાના અભ્યાસ માટે પ્રવેશ કર્યો પણ કાયદા કરતાં ફિલોસોફીમાં એમને વધારે રસ પડ્યો એ દરમિયાન એમને નૅચરલ ફિલોસોફરો કૅપ્લર ગૅલીલિઓ અને દ કાર્ત વિશે જાણવા મળ્યું ન્યૂટનના વિચારોનો પાયો પણ આ ત્રણ ચિંતકોના વિચારોમાં જ હતો ૧૬૬૬માં વીસ વર્ષની ઉંમરે લાઇબ્નીસ કાયદાના વિષયમાં ડૉકટરેટને પાત્ર બની ગયા હતા પરંતુ યુનિવર્સિટીએ એમની ઉંમર સામે વાંધો લઈને ડૉક્ટરેટ ન આપી ખરેખર તો એમનો મહાનિબંધ એવો હતો કે એમની પસંદગી માટેની પૅનલના સભ્યો કરતાં લાઇબ્નીસ ઘણા આગળ હોવાનું છતું થતું હતું આમ લાઇબ્નીસ સામે ઘણી સમસ્યાઓ ઊભી થતી હતી એ જ વર્ષમાં ૨૪ વર્ષના ન્યૂટન એમનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત અને કૅલ્ક્યુલસ શોધી ચૂક્યા હતા લાઇબ્નીસ લાઇપઝિગ યુનિવર્સિટીના આ વલણથી નિરાશ થઈને ન્યૂરેમ્બર્ગ ચાલ્યા ગયા ત્યાં...
|