Meta tags:
description= 6 posts published by Dipak Dholakia during December 2016;
Headings (most frequently used words):
dipak, science, samachar, episode, to, dholakia, spam, blocked, ગયા, મહિનો, ડિસેમ્બર, 2016, something, somewhere, it, so, happened, homage, martyrs, of, kakori, mathematicians, bernaulli, family, will, keep, revisiting, pay, my, respects, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ફેફસાંના, કૅન્સરની, પોસ્ટ, ઑફિસ, બંધ, થશે, બાંધકામ, સામગ્રી, પોતાની, ઈજા, દેખાડી, શકશે, સાદા, નાયલોનમાંથી, સ્નાયુ, બચી, દોઢેક, વર્ષ, પહેલાં, આપણે, ભસ્મીભૂત, થઈ, હોત,
Text of the page (most frequently used words):
અને (133), માટે (44), હોય (41), 2016 (39), એટલે (33), કરી (32), એને (32), #ડિસેમ્બર (31), જાય (31), હતા (30), નવેમ્બર (29), જાન્યુઆરી (29), ઓક્ટોબર (28), એમણે (28), હતો (28), પરંતુ (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), 2017 (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), ગયા (24), में (24), એમના (23), એમને (23), હતું (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), the (22), હવે (21), નથી (20), સાથે (20), હતી (19), કોઈ (19), 2013 (18), 2022 (18), થાય (18), નહીં (18), એમાં (18), dipak (17), એમની (17), 2011 (16), ત્યારે (16), પછી (16), પહેલાં (16), ત્યાં (16), dholakia (15), હું (15), આજે (15), સુધી (15), બર્નોલી (15), એણે (15), કર્યું (15), એની (15), બિસ્મિલ (15), 2014 (14), આવી (14), વર્ષ (14), મારી (13), 2025 (13), એના (13), હશે (13), માત્ર (13), જૅકબ (13), જોહાન (13), વધારે (13), બહુ (13), નામ (12), આપણે (12), કરે (12), કામ (12), થયું (12), પડે (12), કારણ (12), ગણિત (12), જોવા (12), શકે (12), martyrs (11), ગયો (11), પડી (11), શું (11), નીચે (11), એનો (11), રીતે (11), બીજા (11), दिल (11), જોઈએ (10), તરીકે (10), આપી (10), કહે (10), આપણા (10), બારી (9), and (9), વાત (9), પોતાની (9), બહાર (9), બન્ને (9), કર્યો (9), છેઃ (9), हमारे (9), રાજેન્દ્ર (9), કરો (8), indian (8), freedom (8), struggle (8), દીપક (8), ધોળકિયા (8), જેમ (8), કરીને (8), મારા (8), મેં (8), બીજી (8), કરતાં (8), હાથ (8), ગયું (8), શકાય (8), કરવા (8), જોહાને (8), છીએ (8), तमन्ना (8), ફાંસી (8), like (7), નવી (7), uncategorized (7), તેમ (7), મહેન્દ્ર (7), મનોરમા (7), ચાર (7), દબાણ (7), ભાઈ (7), રહે (7), પોતાના (7), થયો (7), આપ્યું (7), પુત્ર (7), વચ્ચે (7), મળ્યું (7), કદાચ (7), અહીં (7), science (7), બંધ (7), સ્નાયુ (7), કંઈ (7), પોસ્ટ (7), सरफ़रोशी (7), કાકોરી (7), રામપ્રસાદ (7), ટ્રેન (7), ટિપ્પણીઓ (6), will (6), webgurjari (6), વેબગુર્જરી (6), tags (6), categories (6), posted (6), author (6), loading (6), તરફ (6), પત્ની (6), મહેન્દ્રને (6), માતા (6), નવો (6), આવે (6), એવી (6), વર્ષની (6), નહોતું (6), મોટા (6), ઘણું (6), રસ્તા (6), છું (6), ડેનિયલ (6), પુસ્તક (6), લાગે (6), બધા (6), પ્રોફેસર (6), વપરાય (6), લીધો (6), જવાબ (6), મળે (6), બની (6), samachar (6), જગ્યાએ (6), યાદ (6), અશ્ફાકુલ્લાહ (6), રોશન (6), લાહિડી (6), શોધો (5), માણસ (5), કહ્યું (5), જ્યારે (5), હતાં (5), અમારા (5), કંઈક (5), આવ્યા (5), એમનું (5), પિતા (5), લીધી (5), જરૂર (5), ઘરમાં (5), મળ્યા (5), હજી (5), નવા (5), જેવી (5), ઘણી (5), એનું (5), ડૅનિયલે (5), ખાસ (5), વગેરે (5), ગણિતશાસ્ત્રીઓ (5), વૈજ્ઞાનિકો (5), વેગ (5), જાણવા (5), ડૅનિયલ (5), આવ્યો (5), આગળ (5), વિશે (5), મોટી (5), પરથી (5), પ્રદાન (5), નહોતો (5), થતી (5), પાછળ (5), રસ્તો (5), મૂળ (5), સવારે (5), કરવાનું (5), તિરાડ (5), क्या (5), ઠાકુર (5), that (5), રોગ (5), મારું (5), પરદેશી (5), old (5), was (5), શરૂ (4), com (4), રહ્યું (4), પસંદ (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), નામનું (4), જેવું (4), ગયાં (4), મનમાં (4), મને (4), આરતીનાં (4), થયાં (4), સામાન્ય (4), તૈયાર (4), કરતા (4), નાની (4), દીધું (4), ચિંતા (4), વાર (4), એમનાં (4), છતાં (4), હમણાં (4), કારણે (4), એવું (4), દેખાડ્યું (4), ધ્યાન (4), બધી (4), લખ્યું (4), પુરસ્કાર (4), મળ્યો (4), જુદા (4), થયા (4), રીત (4), સંબંધ (4), પ્રયોગ (4), પ્રવાહી (4), દેખાડે (4), એવો (4), શક્ય (4), યુનિવર્સિટીમાં (4), અભ્યાસ (4), વખતે (4), પાણી (4), જશે (4), સમય (4), નક્કી (4), પાંચ (4), પોતે (4), ન્યૂટન (4), પોતાનો (4), મોટું (4), આપ્યો (4), માર્ગ (4), ત્રણ (4), સૌથી (4), મુલાકાત (4), બનાવવામાં (4), કરવામાં (4), આપણને (4), તેની (4), ઉપયોગ (4), પરિણામે (4), બનાવી (4), episode (4), એટલું (4), હોત (4), આપે (4), શકશે (4), વળી (4), ગરમ (4), કૃત્રિમ (4), તમે (4), એવા (4), આવા (4), દિવસ (4), જાતે (4), કૅન્સરની (4), ફેરફાર (4), kakori (4), क़ातिल (4), હૈં (4), બિસ્મિલે (4), ઉપર (4), અશ્ફાક (4), આઝાદ (4), વતન (4), ડિસે (4), ૧૯૨૭ (4), સજા (4), ક્રાન્તિકારીઓ (4), સંદર્ભઃ (4), શિશુની (4), always (4), town (4), this (3), wordpress (3), other (3), india (3), લેખ (3), email (3), ખરેખર (3), તેવું (3), મનોરમાને (3), બહેન (3), મળશે (3), ઘરે (3), મહેન્દ્રે (3), આંસુ (3), રહ્યો (3), વિનંતિ (3), માને (3), પોતાને (3), સેવા (3), નહોતી (3), છોડી (3), કરનાર (3), ચાલે (3), રહ્યા (3), ખબર (3), દેશમાં (3), પદાર્થ (3), હિંમત (3), પાર (3), સામે (3), કેમ (3), થયેલા (3), વધી (3), સિવાય (3), નહોતા (3), જીવન (3), નામો (3), mathematicians (3), bernaulli (3), જોહાનનો (3), આજની (3), પરિવારના (3), પ્રસિદ્ધ (3), પ્રકાશિત (3), કૅલ્ક્યુલસ (3), આની (3), પૅરિસ (3), દીધી (3), દરેક (3), સમુદ્રમાં (3), દરમિયાન (3), પહોંચી (3), ઘણા (3), એકઠા (3), ગણિતના (3), બ્લડ (3), પ્રેશર (3), પસાર (3), બર્નોલીનું (3), ક્ષેત્રમાં (3), આવવાનું (3), દૂર (3), કોશિશ (3), આના (3), ઉપરાંત (3), ટેલીસ્કોપ (3), શક્તિ (3), જોહાનના (3), સમીકરણ (3), વધુ (3), અમુક (3), લાઇબ્નીસ (3), પોતાનું (3), નીકળી (3), જેકબ (3), બરાબર (3), બિંદુ (3), કોઈને (3), જેથી (3), આપવામાં (3), જૅકબે (3), માં (3), આવાં (3), પુલ (3), અસર (3), દેખાડ્યા (3), પ્રમાણે (3), આને (3), તેમાં (3), ઊતર્યો (3), પરિવાર (3), ભાગી (3), કરીએ (3), tifr (3), બ્રહ્માંડ (3), ખોરવાઈ (3), પૃથ્વીના (3), શક્તિશાળી (3), ઓછી (3), મારો (3), ચુંબકીય (3), રક્ષા (3), કવચ (3), જેવો (3), સાદા (3), બનશે (3), આકાર (3), બદલે (3), કર્યા (3), માગતા (3), ક્લિક (3), સંશોધકોએ (3), ફાઇબર (3), નુકસાન (3), દેખાડી (3), અથવા (3), બને (3), અમે (3), હાથે (3), જોઈ (3), શકીએ (3), સામગ્રી (3), છૂટો (3), ઑફિસ (3), વૈજ્ઞાનિકોને (3), પ્રોટીન (3), કૅન્સર (3), ભારત (3), મળી (3), हैं (3), महफ़िल (3), ફાંસીના (3), દેવાઈ (3), હિંદુ (3), દેશ (3), મુસલમાન (3), હૂં (3), ફિર (3), સિંઘ (3), અપાઈ (3), પત્ર (3), લખ્યોઃ (3), લાહિડીને (3), ૧૯મીએ (3), કેસ (3), સચીન્દ્ર (3), બખ્શી (3), ક્યારેક (3), તિજોરી (3), લાલ (3), આવરદા (3), જીન (3), કાંટા (3), રિપેર (3), મોકલ્યું (3), ટકા (3), સ્ત્રીઓના (3), ગ્રે (3), મૅટર (3), સક્રિય (3), સંશોધકો (3), બાંઠિયા (3), રસ્તાની (3), કિલોમીટર (3), રુમેટોઈડ (3), somewhere (3), કિનારો (3), had (3), હાઇબૂન (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 264 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), about (2), for (2), વિભાગ (2), આવો (2), address (2), મેઇલ (2), સંદેશ (2), keep (2), revisiting (2), pay (2), respects (2), જેને (2), તૂટી (2), રહ્યાં (2), બનાવીને (2), અનંતા (2), ચંદાબહેન (2), પહોંચવા (2), આવજો (2), ચહેરે (2), આવીશ (2), આંખમાંથી (2), બનીને (2), પીઠ (2), વ્યવસ્થા (2), મૃત (2), લાગ્યાં (2), એકલાં (2), ફ્રૅક્ચર (2), વિફર્યા (2), નડ્યો (2), અવસાન (2), માતાની (2), પરણવા (2), અંતે (2), પપ્પા (2), લગ્ન (2), સલાહ (2), જાઓ (2), માનવા (2), વર્ષો (2), વીત્યાં (2), એમનો (2), ધરતીકંપે (2), જીવનને (2), અડધાં (2), પાછા (2), માની (2), સંભાળ (2), મહેન્દ્રનાં (2), જાન્યુઆરીએ (2), રસ્તામાં (2), કાઢી (2), ટીમના (2), ભારે (2), ઈજા (2), બદલી (2), નાખ્યું (2), તમારા (2), શહેર (2), મળવાનું (2), જવાનું (2), ભાડૂત (2), નિયમિત (2), મળવું (2), માગું (2), સંબંધિત (2), અંગત (2), family (2), વિજ્ઞાનને (2), દુનિયામાં (2), પુસ્તકમાંથી (2), તફડંચી (2), સાત (2), પિતાના (2), જોહાનને (2), વર્ષે (2), ડૅનિયલને (2), ડેનિયલને (2), ગુરુત્વાકર્ષણ (2), મૅથેમૅટિકલ (2), એક્સરસાઇઝીસ (2), રાણી (2), આપવા (2), સેંટ (2), આપતાં (2), કરતો (2), શોધ (2), આખા (2), યુરોપમાં (2), ડૉક્ટરો (2), લોહી (2), માપવાનું (2), ઉપકરણ (2), બર્નોલીની (2), ઉપયોગમાં (2), હવાનો (2), કરવો (2), પડતો (2), ૧૭૨૫માં (2), લોહીનું (2), ઑઈલર (2), સાથ (2), તેવી (2), એમાંથી (2), કેટલું (2), સાથેની (2), આકૃતિમાં (2), બર્નોલીનો (2), ક્ષેત્રોમાં (2), ઉપયોગી (2), મુખ્ય (2), વિચાર (2), ડૉક્ટર (2), ગ્લાસ (2), ગમે (2), અચળ (2), ઉંમરે (2), પિતાએ (2), વેપારમાં (2), નાખવાની (2), મૅડિકલ (2), જુદો (2), ક્ષેત્રે (2), દુનિયાને (2), બર્નોલીએ (2), જોવાનું (2), જ્યાં (2), લાગુ (2), પાણીની (2), ઓછું (2), દિશા (2), હૌપિટલને (2), હૌપિટલ (2), હતાઃ (2), ન્યૂટને (2), કેટલાયે (2), ઓળખી (2), જોહાનનું (2), સવાલ (2), ઉકેલી (2), આપ્યા (2), brachistochrone (2), શોધી (2), મણકો (2), ઓછામાં (2), ઓછા (2), સમયમાં (2), અંતર (2), ખ્યાલ (2), જમાનામાં (2), સારી (2), મેળવી (2), બેસલ (2), લાઇબ્નીસના (2), કલનગણિતમાં (2), નાના (2), સ્થાન (2), આવ્યું (2), લોકો (2), જાણતા (2), વિના (2), ચાલતું (2), મગજ (2), ભૂમિકા (2), પદાર્થો (2), હેઠળ (2), curve (2), calculus (2), લાઇબ્નીસે (2), લખ્યો (2), પહેલી (2), પાડી (2), જેવા (2), સંપર્કમાં (2), રાજા (2), દીધો (2), આખો (2), મૌલિક (2), વર્તુળવાળા (2), રહેતા (2), લાભ (2), કોયડો (2), ___ (2), doi (2), https (2), org (2), 117 (2), 171101 (2), mohanty (2), res (2), ઊટીમાં (2), કિરણોના (2), મ્યૂઓન (2), grapes (2), લાખ (2), આવેલું (2), કણો (2), વાતાવરણમાં (2), જૂનની (2), કલાક (2), ૨૨મી (2), ઉત્તર (2), ઇંસ્ટીટ્યૂટ (2), પૃથ્વી (2), કિરણોનો (2), જીવ (2), બચાવી (2), રહી (2), સમાચાર (2), લાંબું (2), નાયલોનને (2), ઉપાય (2), બાજુથી (2), ગરમી (2), હલનચલન (2), સામયિકમાં (2), સંશોધક (2), લખે (2), પોલીમર (2), ગુણ (2), નિશ્ચિત (2), કુદરતી (2), કરવાની (2), આપણી (2), સ્નાયુની (2), નાયલોનમાંથી (2), વિકસાવી (2), સહેલું (2), જાતના (2), પરિણામ (2), ઍલ્યૂમિનિયમ (2), લાગ્યું (2), બ્રુબેકર (2), નિર્માણ (2), થશે (2), મૂડ (2), સુખી (2), દુખી (2), ટીમ (2), ધસી (2), પડ્યો (2), ઓચિંતું (2), અનેક (2), લોકોના (2), જાન (2), કોઈનું (2), ક્યાં (2), ટાળી (2), કૅન્સરના (2), paqr11 (2), zeb1 (2), સફળતા (2), યૉર્ક (2), યુનિવર્સિટીના (2), ત્યાંથી (2), ફેફસાના (2), કોશ (2), વૈજ્ઞાનિકોએ (2), કાઢ્યું (2), ભાગ (2), ઑફિસમાં (2), તરફથી (2), પડ્યા (2), શરીરના (2), ભાગો (2), ફેફસાં (2), ભાગમાં (2), homage (2), bismil (2), પત્રો (2), ચારેય (2), जिस्म (2), ख़ून (2), जुनून (2), देखना (2), ज़ोर (2), कितना (2), बाज़ू (2), बार (2), देंगे (2), लिये (2), नहीं (2), वतन (2), मैं (2), तेरी (2), જાને (2), દિલ (2), તખ્તા (2), અંતિમ (2), ઇચ્છા (2), શેર (2), બિસ્મિલના (2), જીવનની (2), જેલમાં (2), બિસ્મિલને (2), પાસે (2), તમારો (2), ગુપ્ત (2), મદદ (2), ક્રાન્તિકારી (2), અફસોસ (2), ફાંસીની (2), કાવતરાના (2), દયાની (2), અરજીઓ (2), વચનો (2), લાગ્યા (2), સશસ્ત્ર (2), વાગ્યે (2), દિવસે (2), કાલે (2), જીવનના (2), પૂરો (2), જઈને (2), આઝાદી (2), ભારતના (2), શકતો (2), જમણો (2), ચુસ્ત (2), સરકાર (2), પુનર્જન્મ (2), મૈં (2), આઉંગા (2), લીધા (2), સિંઘને (2), ૧૩મી (2), અંદર (2), ૧૪મી (2), તારીખે (2), આવું (2), માંચડે (2), ક્રાન્તિકારીઓએ (2), કેસમાં (2), નજીકના (2), પોલીસે (2), સચીન્દ્રનાથ (2), મન્મથનાથ (2), રાતે (2), લખનઉ (2), લાહોર (2), ક્રાન્તિકારીઓને (2), છૂટ્યા (2), હાથમાં (2), ચંદ્રશેખર (2), સૌને (2), અંગ્રેજીમાં (2), દાદાનું (2), શ્રાદ્ધ (2), રુદ્ર (2), ડબ્બામાં (2), ઢાંકણું (2), અશ્ફાકે (2), નેતા (2), ગોળીબાર (2), કોઈએ (2), સાંકળ (2), ટ્રેનના (2), ઊતરે (2), ઇતિહાસમાં (2), રામ (2), પ્રસાદ (2), વિનાની (2), ફલિત (2), ઘડિયાળના (2), કોશો (2), યુવાની (2), સૉક (2), ઉંદરના (2), ઘડપણ (2), ભલે (2), સગર્ભા (2), મગજનો (2), ફેરફારો (2), સ્ત્રીની (2), ખરાબ (2), જરૂરિયાતો (2), સમજી (2), મગજના (2), મગજમાં (2), જરૂરી (2), નેમકુમાર (2), દિલ્હી (2), ફાટ (2), translational (2), બૅક્ટેરિયા (2), ઇમ્યૂન (2), બીમારી (2), રુમેટોઇડ (2), આર્થરાઇટિસ (2), હોવાની (2), પ્રક્રિયા (2), something (2), happened (2), વતનમાં (2), ભ્રમજાળમાં (2), શહેરને (2), વાસ (2), પ્લેટફૉર્મ (2), કરું (2), ભૂમિમાં (2), country (2), memories (2), although (2), mine (2), its (2), morning (2), return (2), years (2), been (2), culture (2), one (2), new (2), world (2), more (2), હાઇબૂનનો (2), આવતું (2), ભરથરી (2), ગમતું (2), લખવું (2), જવું (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, પાનાંઓ, 469, subjects, slavery, 139, history, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, દ્વારા, પોસ્ટનો, મેળવો, પ્રાણી, સમજાય, માણસનું, અસ્વાભાવિક, માનીએ, તેવાં, કામો, ઘણાં, માણસો, સાવ, સ્વાભાવિક, ભાવજગતના, ઑલિમ્પિક, મૅડલ, જીતી, ભયંકર, આફતોમાં, અંદરનાં, અખંડ, સુખદુઃખ, સમે, કૃત્વા, સુખદુઃખને, સમાન, અગરબત્તીની, સુગંધ, રેલાવતાં, બળ્યા, હરિ, હરિકથા, પથારીવશ, બેઠાં, શકતાં, ઉંમર, નેવુંની, આસપાસ, ચરણ, સ્પર્શ, ઊઠ્યો, ફર્યાં, હસતે, નમીને, બોલ્યાં, મંદિરમાં, ચંદાબહેનને, મળવા, પ્રત્યેનો, કૃતજ્ઞતાનો, ભાવ, વહેતો, ભીંજવી, રસોડામાં, જોડાઈ, અનાયાસે, વળીને, પ્રણામ, કર્યાં, કોઈકે, સંમત, પત્નીની, માતાને, સેવામાં, જેની, વૃદ્ધા, સાસુ, સર્વસ્વ, અંતરથી, આશીષ, આપીને, દુનિયા, ઘટના, વળાંક, મહેન્દ્રની, સેવાચાકરી, દિવસરાત, ખડેપગે, સંજોગો, માણસની, અંદરના, પ્રકાશને, લાવવાની, ચાલ, બહેનને, અકસ્માત, અવસ્થા, કથળતી, કમનસીબે, પૂછપરછ, સ્ત્રી, મળવી, મિત્રો, શોધતા, વિધવા, મનોરમાના, પતિ, આરબ, ખાવામાં, ઝેરી, જતાં, બાળકીની, બાળકીને, કહી, રાખ્યું, પરદેશમાં, માએ, દીકરીને, તારા, બાળકીએ, જોયા, મિત્રે, આખરે, પરણી, સાચવનારું, પચાસ, ચૂકેલા, મહેન્દ્ર્નું, મિત્રોના, આગ્રહ, નમતું, મૂક્યું, થોડાં, ધરતીકંપથી, સ્વૈચ્છિક, નિવૃત્તિ, પ્લાન, ધણધણાવીને, જમીનદોસ્ત, કાળજીની, એવાં, કામે, અપંગ, અશક્ત, ઘૂસી, જોયું, ગઠિયાઓએ, આંખમાં, મરચાંની, ભૂકી, છાંટી, થોડોઘણો, સામાન, ઉપાડી, વીતક, કથા, સાંભળી, ચિંતામાં, ગેરહાજરીમાં, લેવી, ધરતીકંપમાં, આરતીનો, ભોગ, લેવાયો, ધરતીકંપ, ૨૯મી, ઉજ્જડ, વેરાન, કકળતા, ભુજમાં, ફરતાં, પથ્થરોના, ભાર, હયાત, પ્રાણ, ચંદાબહેનના, પથ્થરો, દબાયેલા, ઊગાર, કૅપ્ટનની, સાવધાનીથી, લાવી, શકાયાં, પગને, પુત્રની, સંભાળમાં, ૨૦૦૧ની, ૨૬મી, શહેરમાં, પૂછવા, પરિવર્તન, આશ્ચર્યજનક, હોવા, આઘાત, પમાડે, બદલાયો, સ્વરૂપે, પ્રગટ, થતો, મહત્ત્વ, કુટુંબમાં, પ્રસંગે, ભુજ, રિસેપ્શનમાં, બાળપણથી, જાણું, મિડલ, સ્કૂલના, વર્ગશિક્ષક, મારાં, ફઈના, કુટુંબોના, સંબંધને, શબ્દથી, ઓળખાવી, ભાડું, માસિક, ઔપચારિકતા, સંબંધો, કુટુંબો, પૂરતા, ફઈબાના, પિયર, વિસ્તરેલા, નોંધ, લેવા, સત્યઘટના, વ્યક્તિઓના, પ્રત્યેના, આદરને, નાખ્યાં, અદેખો, સ્વભાવ, દીકરા, બન્નેને, ફાયદો, વેર, વાળ્યું, ટેકનોલોજી, જેના, પાયામાં, સભ્યોની, બુદ્ધિમત્તા, વેરવૃત્તિ, ખંત, લખીને, આક્ષેપ, દીકરાના, મોટે, પાયે, ૧૭૩૨માં, જાણે, ડૅનિયલના, પુસ્તકથી, વાંચનારને, પુત્રે, થોડા, વખતમાં, ભંડો, ફૂટી, એંસી, જીવ્યો, દુનિયાની, વિદ્યાસંસ્થાઓમાં, માનભેર, લેવાતું, હાઇડ્રોલિકા, ૧૭૩૯માં, હાઇડ્રોડાયનૅમિકા, પુરસ્કારોમાં, ૧૭૩૪માં, મળેલો, ઉલ્લેખ, માગી, ઍકેડેમીનો, સંયુક્ત, જોહાનની, ખફગી, ઊતરી, આવવાની, બંધી, ફરમાવી, વચ્ચેની, કડવાશ, એટલી, ૧૭૩૩માં, બાપદીકરા, હરીફાઈ, ૧૭૨૫, ૧૭૪૯, ઍકેડેમીના, ક્ષેત્ર, ખગોળવિજ્ઞાન, સમુદ્રી, ભરતી, ચુંબકત્વ, જહાજોની, હિલચાલ, ખ્યાતિ, રશિયા, રશિયાની, કૅથેરાઇન, પહેલીએ, પ્રોત્સાહન, પીટર્સબર્ગની, શાહી, અકાદમીમાં, રાણીને, દુનિયાના, કૅથેરાઇને, આમંત્રણ, ડેનિયલનો, નિકોલસ, એનાથીયે, પીટર્સબર્ગમાં, રશિયામાં, માપતા, દરદીની, નસમાં, સોય, ભોંકીને, આંકડાઓનાં, નિશાનવાળી, નળીમાં, ચડાવાતું, ૧૮૯૬માં, નવું, શોધાયું, ૧૭૦, લેવાતી, વિમાનને, સામનો, air, speed, વચ્ચેનો, જાણવાની, ઉત્સુકતા, બનાવવા, મહાન, ગણિતજ્ઞ, euler, છેડેથી, ખુલ્લી, નળી, કાણું, પાડ્યું, ઊંચું, તેનો, આધાર, કલનશાસ્ત્ર, બધાં, દબાણને, માપવાના, માપી, માપવું, જહાજો, વાપરી, આવર, બનાવ્યો, જહાજ, તેટલું, હાલકડોલક, થતું, રેતીની, પડવાની, ગતિ, ઍકેડેમીએ, ઇનામ, ૧૭૨૪માં, સંજોગોમાં, કુટુંબનો, નબીરો, ગણિતથી, બૅસલ, લૉજિક, ફિલોસોફીનો, ઉંંમર, લાઇનમાં, નાખ્યો, જર્મનીના, હાઇડલબર્ગની, પાડુઆ, જોડાયો, તબીયત, બગડતાં, મૅડિકલમાં, વધ્યો, જમાનો, શોધખોળો, ઉત્સાહ, લોગેરિધમ, નંબર, થિયરી, ઍનાલિટિક, જ્યોમેટ્રીનો, વિકાસ, લોલકવાળું, ઘડિયાળ, બૅરોમીટર, માઇક્રોસ્કોપ, થર્મોમીટર, શોધાયાં, પડતા, પદાર્થની, ગત્યાત્મક, કેલ્ક્યુલસ, છાપ, પિતાની, ઇચ્છ્યું, અવગણના, દબાણની, પડતું, બ્રેકિસ્ટોક્રોનના, ઉકેલનું, નમૂનો, રહ્યોઃ, ટાંકી, જોડેલી, બન્નેમાં, સપાટી, એકસરખી, છેદ, વાટે, ટાંકીમાંથી, નીકળીને, ટાંકીમાં, કેટલા, દબાણે, આદર્શ, જાણવાં, બીજું, મુસાફરી, સૂચનનું, શોધ્યું, કરેલી, શોધોનો, ફાળે, કરાર, પગાર, સંશોધનપત્રો, સોંપતો, સવાલના, આપનારા, જોઈને, બર્નોલીના, ઉદ્, ગાર, વિદ્વાનો, ચમક, કહેવું, વેરિએબલ્સના, કૅલ્ક્યુલસનાં, બીજ, જેકબના, સમીકરણમાં, અનુરૂપ, સમજાવ્યો, વેરિએબલ્સનું, બનાવવાનો, સિંહને, પંજા, વૈજ્ઞાનિક, ખુદ, અંગેના, કોઈક, શક્યો, ડિફરેન્શિયલ, કૅલ્ક્યુલસનો, problemનો, બ્રેકિસ્ટો, ટૂંકામાં, ટૂંકો, ક્રોન, ગુરુત્વાકર્ષણના, બળને, દદડે, નીચેના, કયો, હોવો, અર્ધવર્તુળાકાર, દેખાડ્યો, આપેલી, આકૃતિ, ઝૂલતી, પટ્ટી, સ્વભાવમાં, શાંત, ઊંચો, પ્રશંસા, સાંભળવાની, ટેવ, સ્વભાવે, તુંડમિજાજી, સહિત, ગણિતમાં, કાબેલિયતનો, ઇનકાર, સમજનારા, ગણ્યાગાંઠ્યા, પકડ, ભાઈઓમાં, નાનો, નિકોલસે, સારું, શિક્ષણ, ઘરના, ધંધામાં, જોડાય, જૅકબનો, સાયન્સ, દાખલ, ગણિતનો, વળ્યું, પાસેથી, શીખ્યો, પાવરધો, મોટાભાઈને, ગણકારતો, ઉલટું, જાહેરમાં, ઘસાતું, બોલતો, મૃત્યુ, પ્રાધ્યાપક, ઘાતાંકોની, શ્રેણી, exponential, series, probability, theory, સંભાવનાના, ગણિતશાસ્ત્ર, મહત્ત્વનું, સંખ્યાઓ, સૅમ્પલ, સંભાવનાની, આગાહી, માટેના, નિયમો, bernoulli, law, large, numbers, ઓળખાય, વ્યવહારના, સ્તરે, સભ્યનું, રોજબરોજના, કામમાં, તેમજ, બર્નોલીનાં, સમીકરણો, ઇજનેરી, લેવાય, ઝૂલતા, પાઇપલાઇનમાં, તેલ, ગૅસનું, હોવું, ગણિતની, માથાફોડ, કાગળ, કસવા, ઈજનેરી, ટેકનોલૉજીમાં, અનિવાર્ય, જોડાયેલું, ચોખ્ખી, પ્રતીતિ, દેખાતી, વાતની, બ્ર્રહ્માંડનો, નિયમ, સૂત્રાતમક, સમજવી, શીખવી, વક્ર, બિંદુએ, મૂકેલા, ગુરુત્વાકર્ષણની, સાથેના, આલેખમાં, એકી, સમયે, તળિયે, આવશે, isochrone, tautochrone, tauto, same, iso, equal, chrono, integral, કહીએ, summatorium, ૧૬૯૦માં, અભ્યાસપત્ર, integralનામનો, જોડાશે, એનાં, માતાપિતાને, ભણવું, ફિલોસોફી, થિયોલૉજી, ભણવાની, ફરજ, ફ્રાન્સ, ઇંગ્લૅંડ, જિનીવા, નેધરલૅંડ્સ, વગેરેની, રૉબર્ટ, બૉઇલ, ખગોળવિજ્ઞાનનું, આકર્ષણ, પેદા, ક્ષેત્રો, અટપટાં, ઊંડો, વિરોધ, પ્રવીણતા, વડવા, નિકોલસનો, પેઢીઓથી, ચાલતો, મસાલાનો, ધમધમતો, વેપાર, ૧૫૬૭માં, સ્પેનના, ફિલિપે, રોમન, કૅથોલિક, ધર્મને, રાજ્યનો, ધર્મ, વિદ્રોહીઓ, ધર્મના, દમનનો, કોરડો, વીંઝ્યો, હૉલૅંડનો, સ્વિટ્ઝર્લૅંડ, છૂટ્યો, બૅસલમાં, વસી, કૅલ્વિન, સંપ્રદાયના, સ્પેનમાં, રહેવું, મોતને, નિમંત્રણ, પરિવારની, હિજરત, એકલા, ગણિતશાસ્ત્રીઓનો, પરિવારમાંથી, તેમાંથી, ત્રણનું, સંપૂર્ણપણે, ચર્ચા, કરીશું, વંશાવલી, પીળા, બર્નોલીઓએ, વાદળી, બર્નોલીઓ, અગ્રગણ્ય, પરિવારે, લૅગ્રાન્જની, બરાબરીમાં, તેવા, પેઢી, ભાઈઓ, હૂંસાતૂંસી, એકબીજાને, પછાડવા, મંડ્યા, આનો, ગણિતને, પરિચય, પહેલા, લેખમાં, મેળવ્યો, યુરોપના, ગણિતજ્ઞો, સમક્ષ, રજૂ, જેનો, વાપર્યા, વગર, પૂછવામાં, લાઇબ્નીસની, વાંચ્યું, કોણ, પ્રતિસ્પર્ધી, 1103, physrevlett, pravata, pkm, research, paper, phys, rev, lett, http, www, tsn, news_detail, php, 107, ૨૦૦૦માં, tifrની, અવલોકનની, પ્રયોગશાળા, cosmic, ray, laboratory, crl, કૉસ્મિક, અવલોકન, માટેનું, crlમાં, સુનીલ, ગુપ્તાના, નેતૃત્વ, ભારતની, જાપાનની, યુનિવર્સિટીઓના, ગણતરીઓ, વાદળની, ઝડપ, કલાકના, કિલોમીટરની, સૂરજમાંથી, વરસતાં, તોફાનોથી, વિસ્તારોમાં, વીજળી, મથકો, gps, સિસ્ટમો, તોફાન, ધ્રુવીય, ચુંબકો, નબળા, પ્રવેશી, શક્યા, ૨૧મી, વહેલી, સૂર્યના, કુંડલાકાર, વલયમાંથી, અતિ, પ્રબળ, વીજભાર, વાળા, કણોનું, વિરાટ, વાદળ, પ્લાઝ્મા, નીકળ્યું, જૂને, વાતાવરણ, શક્તિવાળા, પ્રવેશ્યા, અસરથી, દક્ષિણ, અમેરિકાના, ઉચ્ચ, પ્રદેશોમાં, રેડિયો, સિગ્નલો, ટાટા, ફંડામેન્ટલ, રીસર્ચ, આવેલા, ૨૦૧૫ની, મધરાતના, સુમારે, જબ્બરદસ્ત, થવાનું, નોંધ્યું, ધોધ, વરસતો, જોર, પૃથ્વીની, ફરતે, ભેદાઈ, ગ્રહની, સૃષ્ટિને, પ્રચંડ, બ્રહ્માંડીય, વિકિરણથી, વ્યાસથી, ૧૧ગણું, ચારગણું, બચી, દોઢેક, ભસ્મીભૂત, વીડિયો, સારા, મીરવકીલના, ઈયાન, હંટર, વ્યક્તિની, જરૂરિયાત, મુજબ, મટીરિયલને, ઢાળવાનું, બૂટ, ફિટ, થતા, પગનો, શર્ટ, ટૂંકું, શકશો, દરજીઓને, ધંધો, વિકસે, ઠંડું, મુશ્કેલી, મીરવકીલે, બાજુ, પહોંચે, આપવાનું, સંકોચાવાની, ક્ષમતાને, મર્યાદિત, સેકંડમાં, વિગતો, તેટલી, ઍડવાન્સ્ડ, મટીરિયલ્સ, માહિતી, સૈયદ, મીરવકીલ, નાયલોન, ફાઇબરમાં, લંબાઈ, વ્યાસ, ડાયામીટર, વધે, સીધી, રેખામાં, ઘટાડો, ગરગડી, જેવં, સાધનોની, mitની, ટીમે, સાધન, બતાવ્યું, નાયલોનના, તારને, ધાર્યા, ઘાટ, સાબીત, વજનની, નાયલોનની, કૉઇલનો, ફેલાઈ, સંકોચાઈ, શક્તિનો, સંચય, ક્ષમતા, આંગળીઓના, ક્રિયાઓ, સંકોચાય, વિસ્તરે, રોબોટિક્સથી, માંડીને, ઑટોમોબાઇલ, વિમાની, ઉદ્યોગમાં, ખર્ચાળ, વાપરવો, mitના, બનાવવાની, બનાવવાનું, સસ્તું, અખતરા, પદાર્થોમાં, એકસરખું, કરાયેલા, પ્રયોગોમાં, ગ્લાસમાં, મળેલાં, પરિણામોમાં, સાચા, રસ્તે, શંકા, સિવિલ, મૅકેનિકલ, એરોસ્પેસ, એન્જીનિયરિંગમાં, સ્માર્ટ, સેંસિંગ, ટેકનૉલૉજી, નું, વધવા, વૅન્ડરબિલ્ટ, યુનિવર્સિટીની, સભ્ય, કોલ, રેઝિન, ગુંદર, વસ્તુઓ, ચોંટાડવામાં, નૅનોપાર્ટિકલ્સની, રજકણ, ભેળવી, માટેની, સામગ્રીને, ગોબો, નૅનોપાર્ટિકલ્સ, ચળકવા, લાગશે, રિંગ, મટીરિયલ, ધાતુ, દેશે, પુલમાં, ફ્લડલાઇટો, મોકલવી, કોલકાતામાં, ૩૧મી, માર્ચે, હેઠળનો, ઇમારતો, પુલો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, વિમાનમાં, સ્ટીલ, ઇમારત, બનતું, બધું, કડડભૂસ, પગે, ઊઝરડો, વાગ્યું, પીડા, પદાર્થને, આંખ, છોલાયું, કરોડો, રૂપિયાનું, બાંધકામ, કોશને, પાડવાનો, પહોંચાડતી, જેનું, ગોલ્ગી, ઍપરેટસ, કૅન્સરને, ફેલાતું, રોકી, સમજાઈ, સંપર્ક, કાપવામાં, રાહ, બાયોલૉજીના, અંગર, તંબુ, ખોડ્યો, ચારે, ખીલે, મુશ્કેટાટ, ખોડી, દઈએ, બગડે, તંબુને, ખસેડીને, બીજે, જવો, ખીલેથી, ખોલવો, કોશમાં, ધાર, રોકવું, ટેક્સસ, ગાંઠમાં, નામનો, પ્રોટિન, ઑફિસનો, ક્લાર્ક, લઈએ, નામના, સંદેશો, ટપાલના, કોથળા, કોશની, પાતળી, ત્વચાના, પડો, હેરફેર, ડિલિવરીના, રૂટ, બદલાઈ, વિસ્તારની, સીમામાં
Text of the page (random words):
ર્ણાટકના તોંડેબાવી ગામમાં ૯૦ કિલોમીટરના રસ્તા પર કર્યો છે બાંઠિયા પોતાની રીત સમજાવે છેઃ આ સામગ્રી એટલે રેસા એમના પર હાઇડ્રોફિલિક નૅનો કોટિંગ કરેલુ છે હાઇડ્રોફિલિયા એટલે કે પાણીને આકર્ષવાનો ગુણ રસ્તામાં જ્યારે તિરાડ પડી જાય ત્યારે આ પાણી કામ આવે છે ફાટ સાંધવા માટે સૂકો સિમેન્ટ વપરાય છે પણ હવે આ ફાઇબર એને પાણી પૂરું પાડશે જેથી વધારે સિલિકેટ બનશે અને ફાટ આપોઆપ સંધાઈ જશે આવા રસ્તા સસ્તા પણ પડશે એની જાડાઈ માત્ર ૧૦૦ મિલીમીટર છે એટલે કે સામાન્ય રસ્તા કરતાં ૬૦ ટકા ઓછી વળી ૬૦ ટકા સિમેન્ટને બદલે ફ્લાયઍશ વપરાય છે એટલે સિમેન્ટનો ખર્ચ પણ બચે છે અને કાર્બન નીકળવાનું પણ ઘટે છે સામાન્ય રસ્તાની આવરદા બે વર્ષ મનાય તે પછી તૂટફૂટ થતી હોય છે અને રિપેરિંગ જરૂરી બની જાય છે પણ બાંઠિયા કહે છે કે એમણે બનાવેલા રસ્તાની આવરદા પંદર વર્ષ હશે આપણા દેશમાં ૨૪ લાખ કિલોમીટર ગ્રામીણ રસ્તા છે એટલે બચત તો ગજબની થાય નેમકુમાર બાંઠિયા મૂળ નાગપુરના છે અને દિલ્હી આઈ આઈ ટી માંથી ગ્રેજ્યુએટ થયા પછી ૩૪ વર્ષથી કૅનેડામાં એન્જીનિયરિંગના પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે આ ટૂંકી ફિલ્મ જોવા જેવી છેઃ સંદર્ભઃ indian origin canadian professor tests road that self repairs in karnataka ૩ શિશુની સંભાળ માટે માના મગજમાં સાફસૂફી સગર્ભા માતાના મગજમાં કંઈક એવા ફેરફાર થાય છે કે એ આવનારા શિશુની જરૂરિયાતો સમજી શકે આવા ફેરફારો લગભગ બે વર્ષ સુધી ટકી રહે છે સંશોધકોએ ૨૫ સ્ત્રીઓના મગજનો ગર્ભાવસ્થા પહેલાં અને તે પછી અભ્યાસ કરીને તારણ કાઢ્યું છે કે મગજના અમુક ભાગમાં ગ્રે મૅટર grey matter ઘટી જાય છે સંશોધકો કહે છે કે ગ્રે મૅટર ઓછું થાય એ બીક લાગે એવી વાત જણાય છે પણ ઉદ્વિકાસમાં એ જરૂરી હોય એમ લાગે છે અને કદાચ શિશુની માગણીઓ સમજવામાં એની ભૂમિકા ઉપયોગી હશે સામયિક nature neuroscience માં પ્રસિદ્ધ થયેલા સંશોધકોના લેખ પ્રમાણે એમણે આ સ્ત્રીઓના મગજની સરખામણી બીજી સગર્ભા ન હોય તેવી ૨૦ સ્ત્રીઓના મગજ સાથે કરી તો જણાયું કે મગજનો જે ભાગ સામાજિક સંપર્કમાં વપરાય છે તેમાં આ ફેરફારો થાય છે અને આથી સ્ત્રીની બીજાને સમજવાની શક્તિ વધુ સતેજ બને છે પરંતુ ગ્રે મૅટર ઘટવાથી સ્ત્રીની સ્મરણ શક્તિ પર કે બીજાં કાર્યો પર ખરાબ અસર નથી થતી પરંતુ બીજા કોશો માતાની મદદે આવે છે પરિણામે એ વધારે સારી રીતે શિશુની જરૂરિયાતો સમજી શકે છે સંશોધકે નવજાત શિશુઓના ફોટા માતાઓને દેખાડ્યા ત્યારે પણ જોવા મળ્યું કે મગજના સંબંધિત ભાગો વધારે સક્રિય થઈ ગયા હતા સંદર્ભઃ pregnancy causes long term changes to brain structure says study ૪ ઘડપણ કે ણે મોકલ્યું રે ઘડપણ ભલે ને ભગવાને મોકલ્યું હોય પણ સૉક ઇંસ્ટીટ્યૂટ salk institute of biological studies ના વૈજ્ઞાનિકો ઘડિયાળના કાંટા પાછળ ફેરવવાના એટલે કે આપણો બાયોલૉજિકલ ટાઇમ પાછળ લઈ જવાના પ્રયાસ કરે છે આ માટે એમણે ઉંદરના જિનૉમના પ્રોગ્રામિંગમાં ફેરફાર કર્યો અને એના સ્નાયુઓને યુવાની આપી આ રીતે એમણે એમની આવરદામાં ૩૦ ટકા જેટલો વધારો કર્યો જો કે આઅનો સીધો ઉપયોગ માણસ પર કરી ન શકાય પરંતુ હવે વૈજ્ઞાનિકોને સમજાયું છે કે વૃદ્ધાવસ્થા પણ સમયની જેમ આગળ વધતી જીવન પ્રક્ર્રિયાનું પરિણામ છે અને એમાં વૃદ્ધાવસ્થાનો પડાવ આવે જ જીવનના ઘડિયાળાના કાંટા દરેક નવા ફલિત અંડ માટે શૂન્યથી શરૂ થાય છે અને એમાં જન્મદાતા માતાપિતાની ઉંમરની કોઈ અસર નથી થતી અહીં સૉક ઇંસ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગમાં એક વૃદ્ધ ઉંદરના વેરવીખેર થઈને ઢીલા પડી ગયેલા સ્નાયુ પહેલી તસવીરમાં દેખાય છે બીજી તસવીર રિપેર કર્યા પછીના સ્નાયુની છે હાલમાં જ નોબેલ પારિતોષિકથી સન્માનિત જાપાની જીવવૈજ્ઞાનિક શિન્યા યામાનાકા એ ચાર જીન નોખા તારવી દેખાડ્યા હતા આ જીન એવા છે કે જે ફલિત અંડના જીવનકાળના ઘડિયાળના કાંટા પાછળ ફેરવી શકે છે એ બહુ શક્તિશાળી જીન છે અને ચામડીના કોશો અને આંતરડાના કોશોને પણ ફરી યુવાની આપે છે માણસમાં આ પ્રયોગ થાય તો આપણી આવરદા તો લંબાશે જ પણ ખરેખર ત્વચા પાછી કરચલી વિનાની થઈ જશે આંતરડાં મજબૂત બનતાં પચતું નથી એવી ફરિયાદ પણ નહીં રહે માત્ર હમણાં ૬૦ વર્ષની ઉંમરે સીનિયર સિટીઝન ના લાભ મળે છે તે બંધ થઈ જવાનું જોખમ પણ ખરું જ સંદર્ભઃ scientists say the clock of aging may be reversible like loading author dipak dholakia posted on 23 12 2016 10 01 2017 categories uncategorized tags દીપક ધોળકિયા વેબગુર્જરી dipak dholakia science samachar webgurjari 6 ટિપ્પણીઓ science samachar episode 4 માટે homage to martyrs of kakori આપણા દેશના ઇતિહાસમાં કાકોરી કાંડ સશસ્ત્ર સંઘર્ષના એક મહત્ત્વના સીમાચિહ્ન જેવો છે આજે એને યાદ કરવાનું કારણ એ કે ૧૯૨૭ના ડિસેમ્બરની ૧૭મી અને ૧૯મીએ કાકોરી કાંડના ચાર વીરોને ફાંસી અપાઈ તેને ૮૯ વર્ષ પૂરાં થાય છે ૧૭મીએ રાજેન્દ્ર લાહિડીને ફાંસી અપાઈ અને ૧૯મીએ રામપ્રસાદ બિસ્મિલ અશ્ફાકુલ્લાહ અને ઠાકુર રોશન સિંઘને ફાંસીના માંચડે ચડાવી દેવાયા રામ પ્રસાદ બિસ્મિલ એમના નેતા હતા બિસ્મિલ અઝીમાબાદીની નઝ્મ સરફરોશી કી તમન્ના આજે પણ લોકપ્રિય છે તેનું કારણ એ કે રામ પ્રસાદ બિસ્મિલે એને યુદ્ધના લલકાર તરીકે ગાઈને ચિરંજીવ બનાવી દીધી છે આ ગીત હિન્દુસ્તાન રીપબ્લિકન આર્મી ના ક્રાન્તિકારીઓ માટે રાષ્ટ્રગીત જેવું હતું કાકોરી લખનઉની પાસેનું એક નાનું ગામ છે પરંતુ બિસ્મિલ અને એમના બહાદુર સાથીઓએ એને ભારતના ઇતિહાસમાં અમર બનાવી દીધું છે ૧૯૨૫ની નવમી ઑગસ્ટની રાત ૮ ડાઉન કાકોરીથી પસાર થવાની છે એમાં સરકારી ખજાનો છે ટ્રેન આઉટર સિગ્નલ પાસે કોઈએ સાંકળ ખેંચી અને ટ્રેન અટકી ગઈ અંધકાર સાંયસાંય કરે છે ત્યાં તો કેટલાક ધાડપાડુઓ ટ્રેન પર ત્રાટકે છે મુસાફરોમાં બૂમાબૂમ મચી છે ત્યાં તો ટ્રેનના સેકંડ ક્લાસના ડબ્બામાંથી બે ત્રણ જણ ઊતરે છે એ હતા અશ્ફાકુલ્લાહ સચીન્દ્રનાથ બખ્શી અને રાજેન્દ્ર લાહિડી એ જ વખતે ગાર્ડ પણ કયા ડબ્બામાં સાંકળ ખેંચાઈ તે જોવા નીચે ઊતરે છે બે ક્રાન્તિકારીઓ એના પર હુમલો કરીને એને પાડી દે છે અને એના પર બેસી જાય છે બીજા બે એન્જિનમાં ચડીને ડ્રાઇવરને નીચે ઉતારીને જમીનસોતો દબાવી દે છે બે ક્રાન્તિકારીઓ ટ્રેનના બન્ને છેડે ગોઠવાઈ જાય છે અને હવામાં ગોળીબાર કરે છે તે સાથે બૂમો પાડતાં મુસાફરોને કહે છેઃ ગભરાઓ નહીં અમે આઝાદી માટે લડીએ છીએ ક્રાન્તિકારીઓ છીએ તમારાં જાનમાલ સલામત છે પણ કોઈએ બારીમાંથી ડોકું બહાર કાઢવાનું નથી ચાર જુવાનો ગાર્ડના ડબ્બામાં ચડે છે ત્યાંથી તિજોરી નીચે ઉતારે છે એમાં ઉપર મોટું ઢાંકણું એવું છે કે અંદર નાખી શકાય પણ અંદરથી બહાર કંઈ કાઢી ન શકાય જૂથમાં સૌથી તાકાતવાન અશ્ફાકે તિજોરી પર ઘણના ઘા મારવાનું શરૂ કર્યું ત્યાં તો લખનઉ તરફ જતી બીજી એક ટ્રેનની સીટી સંભળાઈ બધા સ્તબ્ધ થઈ ગયા એ ટ્રેન એમણે આંતરેલી ટ્રેન સાથે અથડાય તો બિસ્મિલ સૌના નેતા હતા બધા એમની સામે જોવા લાગ્યા બિસ્મિલે સૌને ગોળીબાર બંધ કરવાનો આદેશ આપ્યો તિજોરી ઉપર ઘણ ચલાવવાનું બંધ પડી ગયું ટ્રેન પસાર થઈ ગઈ તે પછી અશ્ફાકે ઢાંકણું તોડી નાખ્યું અને પૈસાની કોથળીઓ લઈને બધા નાસી છૂટ્યા એ ક્રાન્તિવીરો હતાઃ રામપ્રસાદ બિસ્મિલ ચંદ્રશેખર આઝાદ અશ્ફાકુલ્લાહ રાજેન્દ્ર લાહિડી મન્મથનાથ ગુપ્ત સચીન્દ્ર નાથ બખ્શી મુરારી લાલ કેશવ ચક્રવર્તી બનવારી લાલ અને મુકુંદી લાલ સરકાર હેબતાઈ ગઈ એકાદ મહિના સુધી ભારે શોધખોળ ચાલી પણ એક્કેય ક્રાન્તિકારી ઝડપાયો નહીં દાદાનું શ્રાદ્ધ હવે બિસ્મિલમાં હિંમત વધી એમણે બધા ક્રાન્તિકારીઓને એકઠા કરવાનું નક્કી કર્યું એમણે સૌને અંગ્રેજીમાં પત્ર લખ્યોઃ અમે કુશળ છીએ કદાચ તમે જાણતા હશો કે અમારા દાદાનું શ્રાદ્ધ ૧૩મી તારીખ રવિવારે છે તમારે આવવાનું જ છે તમારો રુદ્ર બિસ્મિલ ક્યારેક રુદ્ર લખતા તો ક્યારેક મહંત અને ક્યારેક આનંદ પ્રકાશ પરમ હંસ દાદાના શ્રાદ્ધના નામે એકઠા થયેલા ક્રાણ્તિકારીઓએ હવે મોટાં શહેરોની પોસ્ટ ઑફિસો લૂંટવાનું નક્કી કર્યું પણ તે પહેલાં ૨૫મી સપ્ટેમ્બરની રાતે કલકત્તા આગરા અલ્હાબાદ બનારસ એટા કાનપુર હરદોઈ મેરઠ લખીમપુર લખનઉ મથુરા શાહજહાનપુર લાહોર ઓરાઇયા રાયબરેલી પુણે લાહોર વગેરે કેટલાંય સ્થળે પોલીસે છાપા મારીને ૪૦ જેટલા ક્રાન્તિકારીઓને પકડી લીધા એક શિવ વર્મા પોંડીચેરી ભાગી છૂટ્યા હતા એટલે એ હાથમાં ન આવ્યા જો કે ચંદ્રશેખર આઝાદ તો કદી પકડાયાઅ જ નહીં છેવટે અલ્હાબાદના એક બાગમાં પોલીસ સાથેની ઝપાઝપીમાં શહીદ થયા અશ્ફાક અને રાજેન્દ્ર લાહિડી પણ તરત હાથમાં ન આવ્યા અશ્ફાક તો એક રાતે એમના જૂના મિત્રના ઘરે પહોંચી ગયા હતા એણે અશ્ફાકનું ભાવભીનું સ્વાગત કર્યું પણ બીજી જ સવારે પોલીસના હાથે પકડાવી દીધા રાજેન્દ્ર લાહિડી દક્ષિણેશ્વર બોમ્બ કેસમાં પકડાઈ ગયા હતા અશ્ફાકુલ્લાહ અને સચીન્દ્ર બખ્શી પકડાયા ત્યારે કાકોરી કેસ પૂરો થયો હતો પણ એમનાં નામો એમાં જોડી દઈને આખો કેસ ચલાવવામાં આવ્યો બે વર્ષ કેસ ચાલ્યો એમના બચાવ માટે મોતીલાલ નહેરુની આગેવાની નીચે નામાંકિત વકીલોની એક ટીમ બનાવવામાં આવી જેમાં ગોવિંદ વલ્લભ પંત આચાર્ય નરેન્દ્ર દેવ શ્રીપ્રકાશ અને ચંદ્રભાન ગુપ્તા હતા પણ બધાંને સજાઓ થઈ કોઈને પાંચ વર્ષ તો કોઈને આજીવન કેદ બિસ્મિલ કાકોરી કાવતરાના મુખ્ય સૂત્રધાર હતા એટલે એમને દેહાંત દંડ આપવામાં આવ્યો એમના નજીકના સાથીઓ ઠાકુર રોશન સિંઘ અને રાજેન્દ્ર લાહિડીને પણ મોતની સજા કરવામાં આવી રોશન સિંઘ કાકોરી કાંડમાં નહોતા પણ તે પહેલાં બમરોલીમાં ક્રાન્તિકારીઓએ લૂંટ કરી તે વખતે એક માણસ રોશનસિંઘના હાથે મરાયો હતો એટલે પોલીસે એમને તો ફાંસીએ લટકાવવાનો મનસૂબો કરી રાખ્યો જ હતો અને જજ પણ બીજા કોઈનું સાંભળે તેમ નહોતો સચીન્દ્રનાથ સન્યાલ અને સચીન્દ્ર બખ્શીને કાળા પાણીની સજા થઈ જ્યારે મન્મથનાથ ગુપ્તને ૧૪ વર્ષની સજા કરવામાં આવી ફાંસીની સજા પામેલા ચારેય ક્રાન્તિકારીઓએ દયાની અરજીઓ પણ કરી તે ફગાવી દેવાઈ રામપ્રસાદ બિસ્મિલનો તર્ક એ હતો કે લૂંટના કેસમાં મરીને શું કરવાનું હજી ઘણું કરવાનું બાકી છે રાજેન્દ્ર લાહિડી રાજેન્દ્ર લાહિડીને ઉત્તર પ્રદેશના ગોંડાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સમાચાર મળ્યા કે એમની અરજી નામંજૂર થઈ છે એમણે ૧૪મી તારીખે પત્ર લખ્યો કે તમે લોકોએ અમને બચાવવાની બહુ મથામણ કરી પરતુ દેશની બલિવેદી પર અમારા પ્રાણના બલિદાનની જ જરૂર છે એવું લાગે છે મ્રૂત્યુ શું છે જીવનની બીજી દિશા સિવાય કંઈ નહીં એમને ફાંસી ૧૯મીએ જ આપવાની હતી પણ બે દિવસ પહેલાં આપી દેવાઈ ફાંસી માટે લઈ જતા હતા ત્યારે હાથકડી પહેરાવવાની તૈયારીઓ ચાલતી હતી ત્યારે એમણે કહ્યું એની શી જરૂર છે મને રસ્તો દેખાડતા આગળ ચાલો હું આવું જ છું એ પોતે જ ગયા અને ફાંસીના માંચડે હસતા મોઢે ઝૂલી ગયા ઠાકુર રોશનસિંઘ ઠાકુર રોશન સિંઘને અલ્હાબાદની નૈની જેલમાં ફાંસી અપાઈ ૧૩મી તરીખે એમણે પોતાના મિત્રને પત્ર લખ્યોઃ આ અઠવાડિયાની અંદર ફાંસી મળશે તમે મારા માટે જરાય દુખી ન થજો એ કવિ પણ હતા પત્રના અંતે એમણે શેર લખ્યોઃ ઝિંદગી ઝિંદાદિલી કો જાન અય રોશન વર્ના કિતને મરે ઔર પૈદા હોતે જાતે હૈં રામપ્રસાદ બિસ્મિલ ૧૮૯૭ ૧૯ ડિસે ૧૯૨૭ અને અશ્ફાકુલ્લાહ ૧૯૦૦ ૧૯ ડિસે ૧૯૨૭ ઉપર ઠાકુર રોશન સિંઘ ૧૮૯૨ ૧૯ ડિસે ૧૯૨૭ અને રાજેન્દ્ર લાહિડી ૧૯૦૧ ૧૭ ડિસે ૧૯૨૭ નીચે અશ્ફાકુલ્લાહ રામપ્રસાદ બિસ્મિલ ખરેખર તો અશ્ફાકુલ્લાહના મોટા ભાઈના મિત્ર હતા પણ બિસ્મિલના વ્યક્તિત્વે એમને પણ આકર્ષી લીધા એ પણ એક શાયર દિલ આદમી હતા એમણે લખ્યું છેઃ જાઉંગા ખાલી હાથ મગર યે દર્દ સાથ જાયેગા જાને કિસ દિન હિન્દોસ્તાન આઝાદ વતન કહલાયેગા બિસ્મિલ હિન્દુ હૈં કહતે હૈં ફિર આઉંગા ફિર આઉંગા ફિર આકર અય ભારત માતા તુઝકો આઝાદ કરાઉંગા જી કરતા હૈ મૈં ભી કહ દૂં પર મઝહબ સે બંધ જાતા હૂં મૈં મુસલમાન હૂં પુનર્જન્મ કી બાત નહીં કર પાતા હૂં હાં ખુદા અગર મિલ ગયા કહીં અપની ઝોલી ફૈલા દૂંગા ઔર જન્નત કે બદલે ઉસસે એક પુનર્જન્મ હી માંગૂંગા બિસ્મિલ અશ્ફાક માટે લખે છેઃ અશ્ફાકુલ્લાહને સરકાર રામપ્રસાદનો જમણો હાથ કહે છે ચુસ્ત મુસલમાન અશ્ફાક રામપ્રસાદ જેવા ચુસ્ત આર્યસમાજીનો ક્રાન્તિમાં જમણો હાથ બની શકતો હોય તો ભારતના હિંદુ મુસલમાન આઝાદી માટે એક ન થઈ શકે મેં મુસલમાનોમાંથી એક નવજવાન કાઢીને હિંદુસ્તાનને દેખાડી આપ્યું છે કે મુસ્લિમ નવજુવાન પણ હિંદુ યુવાનોથી ચડી જઈને દેશ માટે બલિદાન આપી શકે છે અને એ બધી પરીક્ષાઓમાંથી પાર ઊતર્યો હવે કોઈની એ કહેવાની હિંમત ન હોવી જોઈએ કે મુસલમાનોનો ભરોસો ન કરવો જોઈએ આ પહેલો અનુભવ હતો તે પૂરો થયો હવે દેશવાસીઓને એક જ વિનંતિ કે અમારા મરવાનો જો તમને જરાક પણ અફસોસ હોય તો ગમે તેમ થાય હિંદુ અને મુસલમાનો એકતા સ્થાપે એમના જીવનના છેલ્લા દિવસનું વિવરણ ભગતસિંહના શબ્દોમાઃ ફાંસીથી એક દિવસ પહેલાં એમની સાથે મુલાકાત થઈ એ ખૂબ શણગાર્યા હતા મોટા લાંબા કાતરેલા વાળ શોભતા હતા હસી હસીને વાતો કરતા હતા એમણે કહ્યું કાલે મારી શાદી છે બીજા દિવસે સવારે છ વાગ્યે એમને ફાંસી આપી દેવાઈ કુરાન શરીફની થેલી લટકાવીને હાજીઓની જેમ વજીફો પઢતા એ હિંમતથી નીકળી પડ્યા તખ્તા ઉપર આગળ વધીને એમણે દોરડાને ચૂમી લીધું રામપ્રસાદ બિસ્મિલ કાકોરી કાવતરાના સરદાર તરીકે બિસ્મિલ માટે મોત નિશ્ચિત હતું જ એમણે દયાની અરજીઓ કરી પણ મોતના ડરથી નહીં અથવા તો પોતાનું લક્ષ્ય છોડી દેવા માટે નહીં ઘણા તો તાજના સાક્ષીના બનીને છૂટી ગયા હતા તો કેટલાયે તો ઉપરાઉપરી માફીના પત્રો મોકલીને અંગ્રેજોને હંમેશાં ટેકો આપવાનાં વચનો આપ્યાં આવા વીર પછી કોંગ્રેસને જ ગાળો ભાંડવા લાગ્યા બિસ્મિલને લાગ્યું કે હમણાં મરવાની નહીં સંઘર્ષ ચાલુ રાખવાની ઘડી છે એમને સશસ્ત્ર ક્રાન્તિના માર્ગથી પણ નિરાશા થવા માંડી હતી એમને લાગતું હતું કે આ માર્ગ ખોટો છે ફાંસીના ચાર દિવસ પહેલાં ૧૫મીએ એમણે લખ્યું અપીલ કરવા પાછળ એક કારણ એ પણ હતું કે ફાંસીની તારીખમાં ફેરફાર કરાવીને હું નવયુવકોનું જોશ જોઉં એમાં હું નિરાશ થયો મેં બહાર નીકળવા ઘણા પ્રયત્ન કર્યા પણ બહારથી કોઈ મદદ ન મળી અફસોસ તો એ વાતનો છે કે જે દેશમાં આટલું મોટું ક્રાન્તિકારી જૂથ ઊભું કરી દીધું ત્યાં મારી પોતાની રક્ષા માટે મને એક પિસ્તોલ પણ ન મળી કોઈ યુવાન મારી મદદ માટે આગળ ન આવ્યો યુવાનોને મારે વિનંતિ છે કે જ્યાં સુધી બધા ભણીગણી ન લે ત્યાં સુધી ગુપ્ત પાર્ટીઓ તરફ કોઈ ધ્યાન ન આપે દેશસેવાની ઇચ્છા હોય તો છતું કામ કરે શેખચલ્લીના કિલ્લા બાંધતાં પોતાના જીવનને આફતમાં ન નાખે બિસ્મિલના જીવનની અંતિમ સવારે ૧૯મી ડિસેમ્બરે એમનાં માતા એમને જેલમાં મળ્યાં ત્યારે બિસ્મિલની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં પણ માતા દૃઢ હતા એમણે બિસ્મિલને હરિશ્ચંદ્ર અને દધીચિની યાદ અપાવી અને ચિંતા કે પસ્તાવો ન કરવાની સલાહ આપી બિસ્મિલે જવાબ આપ્યો હું મોતથી નથી ડરતો ચિંતા કે પસ્તાવોય નથી પણ આગ પાસે ઘી રાખો તો પીગળી જ જાય મા તમારો અને મારો સંબંધ એવો જ છે આંસુ તો આવી જ જાય ને એ જ સાંજે એમને ફાંસી આપવામાં આવી તખ્તા પર ચડતાં બિસ્મિલે પોતાની અંતિમ ઇચ્છા જાહેર કરીઃ હું ઇચ્છું છું કે બ્રિટિશ સામ્રાજ્યનો અંત આવી જાય પછી એ એમનો માનીતો શેર બોલ્યાઃ જબ ન અગલે વલવલે હૈં ઔર ન અરમાનોં કી ભીડ એક મિટ જાને કી હસરત અબ દિલ એ બિસ્મિલ મેં હૈ सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है देखना है ज़ोर कितना बाज़ू ए क़ातिल में है ए वतन करता नहीं क्यूँ दूसरा कुछ बातचीत देखता हूँ मैं जिसे वो चुप तेरी महफ़िल में है ऐ शहीद ए मुल्क ओ मिल्लत मैं तेरे ऊपर निसार अब तेरी हिम्मत का चरचः ग़ैर की महफ़िल में है सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है वक़्त आने पर बता देंगे तुझे ए आसमान हम अभी से क्या बताएँ क्या हमारे दिल में है खेँच कर लाई है सब को क़त्ल होने की उमीद आशिक़ोँ का आज जमघट कूचः ए क़ातिल में है सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है है लिए हथियार दुशमन ताक में बैठा उधर और हम तय्यार हैं सीना लिये अपना इधर ख़ून से खेलेंगे होली गर वतन मुश्किल में है सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है हाथ जिन में हो जुनून कटते नही तलवार से सर जो उठ जाते हैं वो झुकते नहीं ललकार से और भड़केगा जो शोलः सा हमारे दिल में है सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है हम तो घर से ही थे निकले बाँधकर सर पर कफ़न जाँ हथेली पर लिये लो बढ चले हैं ये कदम जिन्दगी तो अपनी मॆहमाँ मौत की महफ़िल में है सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है यूँ खड़ा मक़्तल में क़ातिल कह रहा है बार बार क्या तमन्ना ए शहादत भी किसी के दिल में है दिल में तूफ़ानों की टोली और नसों में इन्क़िलाब होश दुश्मन के उड़ा देंगे हमें रोको न आज दूर रह पाए जो हमसे दम कहाँ मंज़िल में है जिस्म भी क्या जिस्म है जिसमें न हो ख़ून ए जुनून क्या लढ़े तूफ़ान से जो कश्ती ए साहिल में है सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है देखना है ज़ोर कितना बाज़ू ए क़ातिल में है ૦ ૦ ૦ સંદર્ભ ૧ ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી પ્રકાશિત પુસ્તક કરજો યાદ કોઈ ઘડીઃ શહીદોના પત્રો isbn 81 230 0663 2 ઑગસ્ટ ૧૯૯૮ અનુવાદઃ દીપક ધોળકિયા ૨ liveindia com freedomfighters kakori ૩ https en wikipedia org wiki kakori_conspiracy ૪ ચારેય ક્રાન્તિકારીઓનાં નામો ગૂગલ સર્ચમાં ટાઇપ કરવાથી એમની વીરગાથા વિકીપીડિયામાં મળી શકશે like loading author dipak dholakia posted on 16 12 2016 16 12 2016 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી bismil azimabadi dipak dholakia kakori martyrs ramprasad bismil webgurjari 2 ટિપ્પણીઓ homage to martyrs of kakori માટે science samachar episode 3 ફેફસાંના કૅન્સરની પોસ્ટ ઑફિસ બંધ થશે ફેફસામાં કૅન્સર થયું હોય તે શરીરના બીજા ભાગમાં ફેલાય છે આ પ્રકારનું કૅન્સર મેટાસ્ટેસિસ સ્થાન બદલાવતું કૅન્સર કહેવાય છે નિરોગી ફેફસાં કૅન્સરવાળાં ફેફસાં આને રોકવું કેમ યૉર્ક અને ટેક્સસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે ફેફસાના કૅન્સરની ગાંઠમાં જ એક ભાગ એવો છે જે પોસ્ટ ઑફિસ જેમ કામ કરે છે આ પોસ્ટ ઑફિસમાં paqr11 નામનો એક પ્રોટિન હોય છે એને આપણે પોસ્ટ ઑફિસનો ક્લાર્ક માની લઈએ એને બીજા zeb1 નામના પ્રોટીન તરફથી સંદેશો મળે એટલે એ પોસ્ટ ઑફિસમાં ટપાલના કોથળા કોશની પાતળી ત્વચાના પડો પડ્યા હોય છે તેની હેરફેર શરૂ કરી દે છે એમના ડિલિવરીના રૂટ બદલાઈ જાય છે અને કૅન્સરના વિસ્તારની સીમામાં ફેરફાર થાય છે કોશ એની ફિક્સ થયેલી જગ્યાએ ઢીલો પડીને છૂટો થઈ જાય છે અને શરીરના બીજા ભાગો સુધી કૅન્સરની ડિલિવરી કરવા નીકળી પડે છે યૉર્ક યુનિવર્સિટીના બાયોલૉજીના પ્રોફેસર ડૉ ડેનિયલ અંગર કહે છે કે આપણે...
|