Meta tags:
description= 3 posts published by Dipak Dholakia during September 2017;
Headings (most frequently used words):
dipak, science, samachar, episode, dholakia, spam, blocked, મહિનો, સપ્ટેમ્બર, 2017, 21, 20, mathematicians, 12, tradition, of, mathematics, in, kerala, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (48), 2017 (33), #સપ્ટેમ્બર (29), ઓક્ટોબર (29), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), ઓગસ્ટ (27), જુલાઇ (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), હોય (19), 2013 (18), 2022 (18), 2011 (16), નથી (16), 2014 (14), એટલે (14), 2025 (13), અહીં (13), ગણિત (12), dipak (11), માટે (11), બહુ (11), એમણે (11), પરંતુ (10), આપણે (10), જાય (10), કરો (9), કરી (9), dholakia (9), નહીં (9), થાય (9), હતા (9), પછી (9), કરે (9), martyrs (8), freedom (8), struggle (8), સુધી (8), વિશે (8), પ્રક્રિયા (8), આજે (8), સંદર્ભઃ (8), શાહી (8), indian (7), થયો (7), ગયા (7), માત્ર (7), સાથે (7), હવે (7), એની (7), શનિ (6), દ્વારા (6), તેમ (6), રહે (6), ઘણા (6), કોઈ (6), science (6), કૅસિની (6), જોવા (6), મળ્યું (6), નેટવર્ક (6), રહ્યું (5), મારી (5), બારી (5), શોધો (5), શકાય (5), એમને (5), એમની (5), વાત (5), ત્યારે (5), હજી (5), એને (5), શકે (5), મળે (5), હતી (5), નારાયણ (5), પહેલાં (5), મોટા (5), like (4), com (4), blocked (4), નવી (4), spam (4), uncategorized (4), adventurous (4), subhashbabu (4), લેખ (4), mathematics (4), kerala (4), દરેક (4), હતો (4), એમના (4), કામ (4), ભાગ (4), વર્ષ (4), ભારતીય (4), રહી (4), બહાર (4), નું (4), માધવ (4), ભાસ્કર (4), પહેલા (4), કર્યું (4), અનુમાન (4), આપ્યો (4), યુનિવર્સિટીના (4), વધી (4), samachar (4), episode (4), શક્યતા (4), મળી (4), એમાં (4), કારણ (4), ટકા (4), ક્લિક (4), પેદા (4), બનાવે (4), this (3), wordpress (3), નામ (3), other (3), સોમ (3), and (3), mathematicians (3), tradition (3), tags (3), categories (3), posted (3), author (3), loading (3), હતું (3), પડી (3), મોટું (3), the (3), ઘણી (3), કરવાની (3), આર્યભટ્ટ (3), વગેરે (3), આપણા (3), કેરળમાં (3), કંઈ (3), ૨૦૦ (3), સદી (3), એટલું (3), પહોંચ્યું (3), પદ્ધતિ (3), મલયાલમમાં (3), ગયું (3), નામનો (3), તેમાં (3), પોતાનો (3), એમનું (3), સંદર્ભ (3), એમનો (3), સમય (3), બીજા (3), અથવા (3), માહિતી (3), ઉપયોગ (3), રીત (3), જાઓ (3), મૂલ્ય (3), શોધી (3), જોઈએ (3), ખાસ (3), વિડિયો (3), નાના (3), મૉડેલ (3), છીએ (3), ડૉર્સલ (3), માણસ (3), hdl (3), સ્તર (3), mmol (3), કૉલેસ્ટેરોલ (3), મૃત્યુની (3), હૈદરાબાદની (3), કંપનીઓ (3), ન્યૂરૉનની (3), અમર (3), દેખાય (3), કાર્બન (3), વીજળી (3), પડે (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), have (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 398 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), સંગ્રહ (2), india (2), for (2), email (2), address (2), leave (2), comment (2), દીપક (2), લેખમાળા (2), આશા (2), સંયુક્ત (2), લેખમાળાનો (2), ખરેખર (2), કરવાનો (2), કરવી (2), મહેનત (2), મારે (2), કારણે (2), લેખમાં (2), લેખમાળાના (2), થશે (2), ફાળાની (2), અધ્યક્ષ (2), કેન્દ્ર (2), narayanan (2), material (2), કેરળની (2), પરંપરા (2), પોતે (2), જાણતા (2), જ્ઞાન (2), બીજી (2), બાજુ (2), વિકાસ (2), સતત (2), ચાલે (2), કાર્ય (2), જ્યારે (2), પશ્ચિમી (2), વિદ્વાનો (2), જ્ઞાનને (2), બીજું (2), સ્વયં (2), જોયું (2), સૂત્રો (2), લખી (2), કેમ (2), સાબિતી (2), લાગ્યું (2), આરબો (2), ભારત (2), આવતા (2), ભારતના (2), પહોંચ્યા (2), રીતે (2), ૧૫મી (2), ખ્રિસ્તી (2), મિશનરીઓ (2), જેમ (2), એવી (2), વિદ્વાનોના (2), ખગોળશાસ્ત્ર (2), મૂળ (2), સોમયાજી (2), યાજી (2), સિદ્ધાંત (2), ગ્રંથ (2), લખ્યો (2), જન્મ (2), હોવાનું (2), લખ્યું (2), આના (2), કહે (2), હોવાના (2), ઉલ્લેખ (2), પંડિતના (2), ગાણિતિક (2), સિદ્ધાંતો (2), મળતી (2), ભાસ્કરના (2), કર્મ (2), પોતાનું (2), ગણિતનો (2), પ્રભાવ (2), પંડિત (2), જતા (2), આવ્યા (2), જાણે (2), માધવને (2), માધવે (2), સ્થાન (2), ગ્રહોની (2), સમજાવી (2), કરતા (2), આમાં (2), ફોટો (2), અનંત (2), શ્રેણી (2), જાણવા (2), ભાગે (2), જ્યૉર્જ (2), ન્યૂટનથી (2), કરીને (2), કશું (2), ચાર (2), આગળ (2), શકીએ (2), આવે (2), ફોટા (2), દુનિયાના (2), કરતી (2), રાખવી (2), પડકાર (2), કદી (2), webgurjari (2), સમાચાર (2), વેબગુર્જરી (2), યુરોપિયન (2), સ્પેસ (2), એનું (2), જેથી (2), પરના (2), ઉપગ્રહ (2), ફેલાવાની (2), તરફ (2), શનિના (2), કિલોમીટરના (2), વાર (2), ક્રિકલે (2), પ્રદર્શિત (2), હૈદરાબાદમાં (2), વિના (2), આપણું (2), મીઠું (2), જોડી (2), રૉબર્ટ (2), સામાન્ય (2), લોકોમાં (2), ઑગસ્ટના (2), બની (2), શું (2), કરતાં (2), મગજમાં (2), પ્રીક્યુનિયસ (2), જવાબદાર (2), ડીફોલ્ટ (2), મોડ (2), નિષ્ક્રિય (2), ચાલ્યા (2), વધારે (2), આનો (2), પ્રમાણે (2), આવી (2), ઉંમરે (2), થતી (2), કેટલો (2), સિસોટી (2), કાનમાં (2), વાગ્યા (2), એનો (2), ઉપાય (2), મળ્યો (2), ઘણું (2), પુરુષોમાં (2), અતિ (2), ઊંચું (2), સ્ત્રીઓમાં (2), જોખમી (2), સ્થિતિ (2), ચિંતા (2), સારા (2), માવજત (2), ગમન (2), લોકો (2), જુદાં (2), દવા (2), ઍન્ટીબાયોટિક્સ (2), બૅક્ટેરિયા (2), નામની (2), સામયિકમાં (2), ઑટોફૅજી (2), વૈજ્ઞાનિકો (2), આખી (2), નુકસાન (2), મળ્યા (2), સૈદ્ધાંતિક (2), ઑટોફૅજીની (2), નાની (2), કીડાના (2), દીધી (2), યોગ્યતમ (2), જીન (2), જીન્સ (2), નવા (2), અસરો (2), વ્યવસ્થા (2), નાશ (2), શહેરની (2), કોશો (2), તંતુ (2), ક્ષારયુક્ત (2), દ્રાવણમાં (2), બીજાં (2), ત્યાં (2), શાહીના (2), કણો (2), લિવરમાં (2), લિમ્ફ (2), રંગ (2), ખાતર (2), છૂંદણાં (2), નીચે (2), શરૂ, design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, account, log, now, sign, create, free, website, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, ગુરુ, બુધ, મંગળ, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, હશે, જણાઈ, ઉપયોગી, વાચકોને, લખાયો, પરિણામે, પ્રયાસના, બાંધછોડ, સવાલ, રજુ, ભાષામાં, સાદી, સાદામાં, અવધારણાને, કઠિનતમ, હેઠળ, માર્ગદર્શન, ચોકસાઈ, બદલામાં, પસાર, નીચેથી, નજર, વિશેનો, અનર્થ, મોટો, પહોંચાડું, વાચકો, આપેલા, લેખમાળામાં, માનું, આભાર, વૈદ્યનો, પરેશ, એકમના, વિભાગના, ઇંધણ, barc, સંશોધન, પરમાણુ, ભાભા, મિત્ર, મારા, સમાપ્ત, અંતમાં, thankful, sankara, nair, who, helped, get, part, article, also, used, available, internet, શોધખોળ, દુઃખની, જગતના, તેજસ્વી, તારલાઓ, જગતમાં, વ્યક્તિ, સીમાચિહ્ન, જ્ઞાનનો, વ્યક્તિની, સિદ્ધિઓથી, થતો, ચાલતી, ૧૭મી, ચાલી, એર્નાકુલમ, પાસે, school, ksom, પ્રાચીન, ગ્રંથોનો, સમસ્યાઓ, નડી, પૌર્વાત્ય, નીચી, નજરે, જોવાની, વૃત્તિ, રામાનુજન, વિશેના, રામાનુજને, હાર્ડીને, સમીકરણો, મોકલ્યાં, સમીકરણ, બન્યાં, શોધનો, વિષય, સૂત્રાત્મક, આપવાનું, ગણિતજ્ઞોને, જરૂરી, નહોતું, પશ્ચિમની, પદ્ધતિમાં, આપવાની, એનાં, ચરણ, દેખાડવાનું, મહત્ત્વનું, આથી, જગત, સૂત્રોને, અર્થહીન, માનતું, આઠમી, સદીના, અંતથી, ખગોળ, જ્યોતિષને, અનુવાદો, યુરોપ, સદીથી, ભારતનું, આમાંથી, ન્યૂટન, શક્યતાનો, ઇનકાર, દેખીતું, ગુરુઓ, શિષ્યો, લગભગ, જ્ઞાનક્ષેત્રે, મહત્ત્વના, સ્થાને, ચારસો, જેટલા, લખાયેલા, ગ્રંથો, નીલકંઠ, નાંબુદિરી, બ્રાહ્મણ, સોમયજ્ઞ, કરનાર, બ્રાહ્મણને, કહેવાય, સોમદિરી, કલિ, કાળના, ૧૮૧મા, દિવસે, પરથી, તારીખ, જુલાઈ, ૧૪૪૪, પૂરાં, વર્ષના, થયા, વિષયોમાં, કાવ્યશાસ્ત્ર, પિંગળશાસ્ત્ર, પ્રખ્યાત, થયું, સમાકાલીન, ૧૩૭૦, ૧૪૬૦, શિષ્ય, બીજાના, મિમાંસાઓ, સરેરાશ, મૂલ્યના, પ્રમેય, વિલક્ષણ, પ્રદાન, પરમેશ્વર, ૧૩૪૦, ૧૪૦૦, હોવાની, ધારણા, કૌમુદિ, બીજગણિત, વાતાંશ, પુસ્તકો, લખ્યાં, ૧૨મી, સદીમાં, ગણિતક્ષેત્રે, કાં, શૂન્યાવકાશ, પંડિતે, લીલાવતી, પ્રદીપિકા, દેખાડે, પ્રશિષ્ટ, વિસરાઈ, ૧૪મી, માધવના, સમકાલીન, લાઇબ્નીસે, પદ્ધતિનો, કર્યો, દુનિયા, લાઇબ્નીસને, મિનિટે, ચંદ્રનું, ગતિનું, બાદ, ઉમેરતા, પાઇ, દશાંશ, પછીનાં, દેખાડ્યું, આલેખમાં, દેખાડી, શોધવાની, કાઢી, કહ્યું, છેદમાં, એકી, સંખ્યા, તેવી, અપૂર્ણાંક, સંખ્યાઓને, જ્યેષ્ઠદેવે, પુસ્તક, જેનો, સંસ્કૃતમાં, અનુવાદ, પુસ્તકમાં, ગતિ, છાયાગણિત, વિષયો, એમનાથી, ગયેલા, ગણિતજ્ઞોનાં, બધા, લેખકોના, એવું, માધવનો, કાળ, ૧૩૫૦થી, ૧૪૨૫નો, હોવો, કલ્પના, આધારિત, પુસ્તકમાંથી, મળતું, ઘણીખરી, ખગોળીય, રચનાઓ, ઉપલબ્ધ, સંગમગ્રામના, તરીકે, ઓળખાણ, વિગતવાર, ૨૦૦૭માં, મૅન્ચેસ્ટર, ગેવરગીસે, સાબીત, વ્યવસ્થિત, મૂળભૂત, ૨૫૦, કાઢવામાં, કેલ્ક્યુલસની, શોધવાનો, ગણિતજ્ઞ, મળવો, ગણિતના, ક્ષેત્રમાં, લેવાથી, વધુ, બ્રહ્મગુપ્ત, વરાહમિહિર, યાદ, જ્યેષ્ઠદેવ, ૧૫૧૦, ૧૬૦૦, પુસ્તકના, મુખ્ય, પૃષ્ઠ, પૃષ્ઠના, આપ્યા, મહાન, ગણિતશાસ્ત્રીઓ, વિશેની, છેલ્લો, મણકો, લેખમાળાની, શરુઆત, સમાપન, વખતે, ન્યૂટનના, સ્થાનને, પડકારતી, હકીકતો, ભારતનો, ભારતીયો, જેમને, ઇતિહાસમાં, રહ્યો, પૂર્વજોએ, કરેલા, ચિંતનને, મહત્વ, આપ્યું, પરલોકની, વાતોમાં, રાચતા, રહ્યા, જૂઓ, એકસાથે, મળશે, https, www, space, 37962, cassini, saturn, ring, dive, photos, animation, html, નાસા, એજન્સી, ઇટાલિયન, એજન્સીના, ઉપક્રમે, શનિની, ખોજ, મોકલાયેલા, યાનના, જીવનનો, સપ્ટેમ્બરે, અંતિમ, દિવસ, ઈંધણ, ખૂટી, જવા, આવ્યું, ઉપર, ભાંગે, ભસ્મીભૂત, નાખવામાં, આવશે, પૃથ્વી, માઇક્રોબ, ટાઇટન, પ્રદૂષણ, ૧૯૯૭ના, ઑક્ટોબરમાં, યાન, મોકલાયું, ૨૦૦૪માં, શનિનાં, વલયોની, અંદર, પ્રવેશ્યું, વખતથી, સૌથી, સાડાપાંચ, હજાર, તાઇટન, ઉપરાંત, પાંચ, ઉપગ્રહોની, મહિનાની, ૨૦મીએ, છેલ્લી, વલયમંડળમાં, મોકલ્યા, જેની, વૈજ્ઞાનિકોએ, મિનિટની, બનાવી, પાછું, ફરવાનું, હત્યા, ૨૦૧૫માં, મીઠાના, સ્ફટિકનું, મહાકાય, બનાવ્યું, વિયેનાના, સિટી, હૉલમાં, જનતા, પરમાણુઓ, દેખાડવા, ૮૦૦, ગોળીઓનો, જોડતી, સળીઓની, કુલ, લંબાઈ, કિલોમીટર, મૉડેલનું, વજન, ૬૮૦, કિલોગ્રામ, યુરોપની, પહેલી, કરાયું, એના, ભોજન, ખાવાલાયક, બનતું, રોજનું, સાથી, સોડિયમ, ક્લોરાઇડ, nacl, ખાવાનું, રોજ, ખાઈએ, અંદરથી, આવું, આખા, મીઠાનો, ચમકદાર, સ્ફટિક, એક્સ, આંતરિક, સંરચના, પિતાપુત્રની, વિલિયમ, લૉરેન્સ, બ્રૅગ્સે, જાણી, લીધી, ક્રિકલને, નરી, આંખે, જોઈ, એવડું, બનાવવું, વિજ્ઞાનમાં, અભિરુચિ, વધે, છેલ્લા, અઠવાડિયામાં, ઇંટરનૅશનલ, યુનિયન, ક્રિસ્ટલોગ્રાફીની, ૨૪મી, કોંગ્રેસ, જનરલ, ઍસેમ્બ્લીની, બેઠક, વિખ્યાત, રજૂ, સૌના, આકર્ષણનું, શાનું, તેનો, વિચાર, વાંચો, નીચેનો, જુઓ, આવા, દરદીની, mri, તપાસ, તેની, કાર્યવાહી, ટિનાઇટસ, ભાગમાં, અલગ, બન્ને, એકબીજાથી, ઉલ્ટાં, વ્યક્તિનું, ધ્યાન, વસ્તુ, કેન્દ્રિત, પીઠ, આવેલું, ઍટેન્શન, સક્રિય, કમ્પ્યુટરમાં, પદ્ધતિઓ, બૅકગ્રાઉંડ, માં, વિચારતો, કરતો, હુસેનની, ટીમને, ટિટાઇનિસની, બીમારીવાળા, ઍતેન્શન, જોડાયેલું, ચાલુ, અર્થ, ટિટાઇનસના, દરદીઓને, ખરા, અર્થમાં, આરામ, મળતો, હોતો, આટલું, જાણ્યા, નેટવર્કને, કરવાનું, બાકી, ઇલિનૉઇસ, સ્પીચ, ઍન્ડ, હીઅરિંગ, વિભાગનાં, ફાતિમા, હસનના, જણાવ્યા, અભ્યાસમાં, મુશ્કેલી, તકલીફ, ચાલશે, કહી, તમારા, નક્કી, આપણામાંથી, ફરિયાદ, વિચિત્ર, તમને, સંભળાય, કોઈને, tinnitus, ટિનાઇટસની, બીમારી, વૈજ્ઞાનિકોને, શક્ય, છેક, સમજાયું, મળતાં, લેવાશે, ઘંટડીઓ, માટેનો, લિંકઃ, અભ્યાસલેખ, 116, 115, 135, મનાય, હાર્ટ, જર્નલ, અંકમાં, છપાયો, કૉપનહેગન, સંશોધકો, ચોંકાવનારા, નિષ્કર્ષ, કહેવું, સારું, પ્રમાણમાં, ખરાબ, ldl, કૉલેસ્ટેરોલની, સંશોધકોની, ૫૦૦, મરણોની, સર્વે, hdlને, ૧૦૬, પાટેન્ચેરુ, બોલારામ, ઇંડસ્ટ્રિયલ, એરિયામાં, એકસો, જેટલી, ઔદ્યોગિક, તેમાંથી, ઔષધ, સુપ્રીમ, કોર્ટે, કંપનીઓને, પોતાના, કચરાની, આદેશ, છડેચોક, ભંગ, અગ્રણી, દિવાકર, વિસ્તારમાં, ભૂમિગત, પાણી, પીળું, ચામડીનાં, દરદોથી, પિડાય, કર્યા, કચરો, નદીઓમાં, ઠાલવે, હોવાથી, અનેક, જાતના, રોગોમાં, ઍન્ટીબાયોટિક્સનો, મુકાબલો, એવાં, થવા, લાગ્યાં, બિનસરકારી, સંસ્થાએ, નદીઓની, મોજણી, ઇન્ફેક્શન, નામના, રિપોર્ટ, એવા, એન્ઝાઇમ, પૅનીસિલીન, સેફાલોસ્પોરિન, સેફામાઇસિન, કાર્બપેનેમ, જેવી, દવાઓનો, નિષ્ફળ, કંપનીઓના, કચરામાં, ઘડપણ, સમજવાની, શરૂઆત, થવાની, ન્યૂરૉનને, થવાથી, અલ્ઝાઇમર્સ, બીમારીઓ, તેના, ઉપાયની, દિશામાં, વધવાના, સંકેત, આનંદની, ખુલાસાનો, પ્રાયોગિક, પુરાવો, સંશોધકોએ, લેતા, જીન્સનું, નિરીક્ષણ, વયનાં, પ્રાણીઓમાં, ઝડપથી, ધીમી, પડતી, સંશોધકોને, આયુષ્યસંબંધી, સંકેતો, માટેના, ભાળ, ઑટૉફૅજી, રોકી, કીડાને, શક્તિ, પચાસ, વર્ષની, પચીસના, યુવાનનો, થનગનાટ, ડાર્વિને, યોગ્યતમની, ચિરંજીવિતા, સ્થાપ્યો, મરે, બહારના, ફેરફારોને, અનુકુળ, ટકી, જીનનું, પાકટ, થવું, આંતર્વિરોધ, paradox, ૧૯૫૩માં, વિલિયમ્સે, જવાબ, કોશ, નકારાત્મક, પુનર્નિર્માણની, પ્રભાવક, રહેવાની, આપણી, શારીરિક, સંરચનામાં, ઉલ્ટું, વૃદ્ધાવસ્થા, શરીરનો, હાલમાં, જર્મનીના, મેઇન્ઝ, ઇંસ્ટિટ્યુટ, મોલેક્યુલર, બાયોલૉજીના, સંશોધકોનો, અભ્યાસપત્ર, પ્રકાશિત, તપાસીને, ઑટો, જાતે, ફૅજી, ખાવું, પામેલા, કોશોનો, બનાવવામાં, સંકળાયેલા, વયના, કીડામાં, આરોગ્ય, સક્ષમતાને, આપે, પછવાડેની, જિંદગીમાં, વૃદ્ધત્વ, લાવે, ઉંમર, થવી, ઉત્ક્રાન્તિની, પ્રક્રિયાનો, genes, development, નૅનોટ્યૂબની, કતાર, પોલીમરના, આધાર, વિંટાળી, નૅનોટ્યૂબને, વાળીને, તક્તી, રચના, શકાશે, ઇલેક્ટ્રોડ, જોડીને, વહેતા, પાણીમાં, ડુબાડતાં, આકારનાં, વીજ, ઉપકરણોની, સરખામણીએ, કાર્યક્ષમતા, નોંધાયું, જળવિદ્યુત, ઉત્પન્ન, કરવા, ડૅમો, બાંધે, ટર્બાઇનો, ચીનના, શાંગહાઈ, ફુદાન, પ્રોફેસર, હુઇશેંગ, પેન, સાથીઓએ, મિલીમીટરથી, ઓછી, જાડાઈવાળો, ફાઇબર, બનાવ્યો, જેને, પાતળી, ટ્યૂબમાં, મૂકવાથી, લોહીની, જોડવાથી, લોહીમાંથી, જ્યાં, આસપાસ, રક્ષાત્મક, ગોઠવાઈ, છતાં, નીકળી, શાહીમાં, બ્લૅક, જેનું, તરત, વિઘટન, નૅનો, પાર્ટીકલ, બનીને, લિમ્ફમાં, પહોંચે, તમે, ચેક, કરાવો, નૉડમાં, શાહીનો, નૉડનો, બદલે, કૅન્સરની, શંકા, બાયોપ્સી, ખબર, આટલી, કડાકૂટમાં, પડીએ, છૂદણાનો, ખર્ચ, વિચારવું, પ્રક્રિયાને, માનતા, સુંદરતા, શોખને, કરાવતા, વપરાય, ચામડી, મનગમતા, આકારમાં, મલકાઈએ, બધી, ચામડીની, લોહીમાં, ભળીને, શરીરનાં, અંગોમાં, ત્વચાના, ઉપરના, સ્તરની, રક્તનલિકાઓ, ઉંદરો, પ્રયોગોમાં, વધારાની, રસ્તે, લિમ્ફની, ગાંઠોમાં, પહોંચતી, અમુક, કેસોમાં, ફોટોઃ, સૌજન્ય, source, tenzin, hawk, tattoos, ઇંડિયન, એક્સપ્રેસ, કરાવનારા, વિચારે, ધોળકિયા, કંટેન્ટ,
Text of the page (random words):
આખી રચના અહીં સમજાવી શકાશે નહીં પરંતુ એને ઇલેક્ટ્રોડ સાથે જોડીને વહેતા પાણીમાં કે ક્ષારયુક્ત દ્રાવણમાં ડુબાડતાં વીજળી પેદા થઈ બીજાં નાના આકારનાં વીજ ઉપકરણોની સરખામણીએ એની કાર્યક્ષમતા ૨૦ ટકા વધારે હોવાનું નોંધાયું છે સંદર્ભઃ અહીં ક્લિક કરો ૩ આપણે અમર રહી શકીએ ના અમર રહેવાની વ્યવસ્થા આપણી શારીરિક સંરચનામાં જ નથી ઉલ્ટું એવી વ્યવસ્થા છે કે વૃદ્ધાવસ્થા આવે અને શરીરનો નાશ થાય genes and development સામયિકમાં હાલમાં જ જર્મનીના મેઇન્ઝ શહેરની ઇંસ્ટિટ્યુટ ઑફ મોલેક્યુલર બાયોલૉજીના સંશોધકોનો એક અભ્યાસપત્ર પ્રકાશિત થયો છે એમણે નાના કીડાના જીન તપાસીને જોયું કે ઑટોફૅજી ઑટો એટલે જાતે અને ફૅજી એટલે ખાવું આ પ્રક્રિયા નુકસાન પામેલા કોશોનો નાશ કરે છે અને નવા કોશો બનાવવામાં એમનો ઉપયોગ કરે છે નામની પ્રક્રિયા સાથે સંકળાયેલા જીન્સ નાની વયના કીડામાં આરોગ્ય અને સક્ષમતાને બળ આપે છે પણ પછવાડેની જિંદગીમાં એ વૃદ્ધત્વ પણ લાવે છે આમ ઉંમર થવી એ પણ ઉત્ક્રાન્તિની પ્રક્રિયાનો જ ભાગ છે ડાર્વિને યોગ્યતમની ચિરંજીવિતા નો સિદ્ધાંત સ્થાપ્યો આના પ્રમાણે તો જે યોગ્યતમ હોય તે કેમ મરે જે જીન બહારના ફેરફારોને અનુકુળ થાય તે જ ટકી શકે એ જીનનું પાકટ થવું એ યોગ્યતમ સ્થિતિ નથી આ એક આંતર્વિરોધ paradox છે ૧૯૫૩માં જ્યૉર્જ વિલિયમ્સે આનો સૈદ્ધાંતિક જવાબ આપ્યો કે આ જીન્સ નવા કોશ બનાવે છે પણ તે સાથે એની નકારાત્મક અસરો પણ પેદા કરે છે આ અસરો પુનર્નિર્માણની પ્રક્રિયા પછી દેખાય તો એ પ્રભાવક રહે છે હવે આ સૈદ્ધાંતિક ખુલાસાનો પ્રાયોગિક પુરાવો મળ્યો છે સંશોધકોએ ઑટોફૅજીની પ્રક્રિયા અને એમાં ભાગ લેતા જીન્સનું નિરીક્ષણ કરતાં એમને જાણવા મળ્યું કે ઑટોફૅજીની પ્રક્રિયા નાની વયનાં પ્રાણીઓમાં બહુ ઝડપથી થાય છે પણ તે પછી એ ધીમી પડતી જાય છે સંશોધકોને આયુષ્યસંબંધી સંકેતો માટેના ન્યૂરૉનની ભાળ મળી આ પછી એમણે કીડાના માત્ર એક ન્યૂરૉનની ઑટૉફૅજી રોકી દીધી એમને જોવા મળ્યું કે કીડાને નવી શક્તિ મળી જાણે પચાસ વર્ષની ઉંમરે પચીસના યુવાનનો થનગનાટ આમ ન્યૂરૉનની આ ઑટોફૅજી ઘડપણ માટે જવાબદાર છે વૈજ્ઞાનિકો હજી તો આ આખી પ્રક્રિયા સમજવાની શરૂઆત કરે છે એટલે અમર થવાની આશા ન રાખવી પણ ન્યૂરૉનને નુકસાન થવાથી અલ્ઝાઇમર્સ વગેરે બીમારીઓ થતી હોય છે તેના ઉપાયની દિશામાં આગળ વધવાના પહેલા સંકેત મળ્યા છે એ આનંદની વાત છે સંદર્ભઃ અહીં ક્લિક કરો ૪ હૈદરાબાદની દવા કંપનીઓના કચરામાં ઍન્ટીબાયોટિક્સ હૈદરાબાદની દવા કંપનીઓ માવજત કર્યા વિના જ પોતાનો કચરો નદીઓમાં ઠાલવે છે આમાં ઍન્ટીબાયોટિક્સ પણ હોવાથી અનેક જાતના રોગોમાં ઍન્ટીબાયોટિક્સનો મુકાબલો કરી શકે એવાં બૅક્ટેરિયા પેદા થવા લાગ્યાં છે ગમન નામની એક બિનસરકારી સંસ્થાએ નદીઓની મોજણી કરીને ઇન્ફેક્શન નામના સામયિકમાં પોતાનો રિપોર્ટ આપ્યો છે કે આ બૅક્ટેરિયા એવા એન્ઝાઇમ બનાવે છે કે જે પૅનીસિલીન સેફાલોસ્પોરિન સેફામાઇસિન અને કાર્બપેનેમ જેવી દવાઓનો પ્રભાવ નિષ્ફળ બનાવે છે હૈદરાબાદની બહાર ૩૨ કિલોમીટરના પાટેન્ચેરુ બોલારામ ઇંડસ્ટ્રિયલ એરિયામાં એકસો જેટલી ઔદ્યોગિક કંપનીઓ છે તેમાંથી ૩૦ ઔષધ કંપનીઓ છે સુપ્રીમ કોર્ટે આ કંપનીઓને પોતાના કચરાની માવજત કરવાનો આદેશ આપ્યો છે પણ એનો છડેચોક ભંગ થાય છે ગમન ના એક અગ્રણી દિવાકર કહે છે કે આ વિસ્તારમાં ભૂમિગત પાણી પીળું છે અને લોકો ચામડીનાં જુદાં જુદાં દરદોથી પિડાય છે સંદર્ભઃ અહીં ક્લિક કરો like loading author dipak dholakia posted on 29 09 2017 28 09 2017 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari 1 ટિપ્પણી science samachar episode 21 માટે science samachar episode 20 ૧ સારા કૉલેસ્ટેરોલ hdl થી મૃત્યુની શક્યતા વધી જાય છે કૉપનહેગન યુનિવર્સિટીના સંશોધકો એક ચોંકાવનારા નિષ્કર્ષ પર પહોંચ્યા છે એમનું કહેવું છે કે સારું કૉલેસ્ટેરોલ hdl બહુ મોટા પ્રમાણમાં હોય તો મૃત્યુની શક્યતા ૬૫ ટકા વધી જાય છે આપણે ખરાબ કૉલેસ્ટેરોલ ldl ની બહુ ચિંતા કરી હવે સારા કૉલેસ્ટેરોલની પણ ચિંતા કરવાની છે સંશોધકોની ૧૦ ૫૦૦ મરણોની સર્વે કરી તેમાં જોવા મળ્યું કે પુરુષોમાં hdlને કારણે ૧૦૬ ટકા અને સ્ત્રીઓમાં ૬૮ ટકા મૃત્યુની શક્યતા વધી જાય છે બહુ ઘણું hdl એટલે શું પુરુષોમાં અતિ ઊંચું સ્તર એટલે 3 0 mmol l 116 mg dl અને બહુ ઘણું એટલે 2 5 2 99 mmol l 97 115 mg dl બીજી બાજુ સ્ત્રીઓમાં અતિ ઊંચું સ્તર 3 5 mmol l 135 mg dl છે આ જોખમી સ્થિતિ મનાય યુરોપિયન હાર્ટ જર્નલ ના ૨૩ ઑગસ્ટના અંકમાં આ લેખ છપાયો છે લિંકઃ અભ્યાસલેખ લેખ માટેનો સંદર્ભઃ અહીં ૨ કાનમાં ઘંટડીઓ વાગ્યા કરે છે આપણામાંથી ઘણા આવી ફરિયાદ કરતા હોય છે કાનમાં વિચિત્ર સિસોટી વાગ્યા કરતી હોય પણ એ માત્ર તમને જ સંભળાય બીજા કોઈને નહીં tinnitus ટિનાઇટસની બીમારી વૈજ્ઞાનિકોને એનું શક્ય કારણ છેક હવે સમજાયું છે એટલે હજી એનો ઉપાય નથી મળ્યો પણ કારણ મળતાં ઉપાય પણ શોધી લેવાશે ઇલિનૉઇસ યુનિવર્સિટીના સ્પીચ ઍન્ડ હીઅરિંગ વિભાગનાં અધ્યક્ષ ફાતિમા હસનના જણાવ્યા પ્રમાણે આ અભ્યાસમાં મુશ્કેલી એ હતી કે આવી તકલીફ કોઈ પણ ઉંમરે થતી હોય છે અને એ કેટલો સમય ચાલશે તે પણ કોઈ કહી ન શકે પરંતુ આ સિસોટી તમારા મગજમાં જ છે એટલું હવે નક્કી થઈ ગયું છે આવા એક દરદીની mri દ્વારા તપાસ કરતાં જોવા મળ્યું કે મગજમાં પ્રીક્યુનિયસ નામનો ભાગ છે તેની કાર્યવાહી ટિનાઇટસ માટે જવાબદાર છે આ ભાગમાં બે અલગ નેટવર્ક કામ કરે છે અને બન્ને એકબીજાથી ઉલ્ટાં ચાલે છે વ્યક્તિનું ધ્યાન કોઈ વસ્તુ પર કેન્દ્રિત થાય ત્યારે પીઠ તરફ આવેલું નેટવર્ક ડૉર્સલ ઍટેન્શન નેટવર્ક સક્રિય થઈ જાય છે અને ડીફોલ્ટ મોડ નું નેટવર્ક નિષ્ક્રિય થઈ જાય છે કમ્પ્યુટરમાં જેમ ઘણી પદ્ધતિઓ બૅકગ્રાઉંડ માં ચાલ્યા કરે છે તેમ આ ડીફોલ્ટ મોડ પણ માણસ ખાસ કશું ન વિચારતો હોય કે કંઈ કરતો ન હોય ત્યારે ચાલ્યા કરે છે ડૉ હુસેનની ટીમને જોવા મળ્યું કે ટિટાઇનિસની બીમારીવાળા લોકોમાં પ્રીક્યુનિયસ ઍતેન્શન નેટવર્ક સાથે વધારે જોડાયેલું હોય છે એટલે માણસ નિષ્ક્રિય હોય ત્યારે પણ ડૉર્સલ નેટવર્ક ચાલુ જ રહે છે આનો અર્થ એ કે ટિટાઇનસના દરદીઓને ખરા અર્થમાં આરામ મળતો જ નથી હોતો આટલું જાણ્યા પછી હવે ડૉર્સલ નેટવર્કને ઑફ કરવાનું મોટું કામ બાકી રહ્યું છે સંદર્ભઃ અહીં ૩ પહેલાં નીચેનો ફોટો જુઓ શું છે તેનો વિચાર કરો અને પછી વાંચો ઑગસ્ટના છેલ્લા અઠવાડિયામાં હૈદરાબાદમાં ઇંટરનૅશનલ યુનિયન ઑફ ક્રિસ્ટલોગ્રાફીની ૨૪મી કોંગ્રેસ અને જનરલ ઍસેમ્બ્લીની બેઠક મળી ગઈ એમાં રૉબર્ટ ક્રિકલે પોતાનું એક વિખ્યાત મૉડેલ રજૂ કર્યું જે સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગયું આ શાનું મૉડેલ છે એના વિના આપણું ભોજન ખાવાલાયક બનતું જ નથી એ છે આપણું રોજનું સાથી સોડિયમ ક્લોરાઇડ nacl એટલે કે ખાવાનું મીઠું આપણે રોજ ખાઈએ છીએ તે મીઠું અંદરથી આવું છે આખા મીઠાનો કણ એક ચમકદાર સ્ફટિક છે અને એક્સ રે દ્વારા એની આંતરિક સંરચના તો એક સદી પહેલાં પિતાપુત્રની જોડી વિલિયમ અને લૉરેન્સ બ્રૅગ્સે જાણી લીધી હતી પરંતુ રૉબર્ટ ક્રિકલને લાગ્યું કે એને નરી આંખે જોઈ શકાય એવડું મોટું બનાવવું જોઈએ કે જેથી સામાન્ય લોકોમાં વિજ્ઞાનમાં અભિરુચિ વધે ૨૦૧૫માં ક્રિકલે મીઠાના સ્ફટિકનું મહાકાય મૉડેલ બનાવ્યું અને વિયેનાના સિટી હૉલમાં જનતા માટે પ્રદર્શિત કર્યું પરમાણુઓ દેખાડવા માટે એમાં ૩૮ ૮૦૦ ગોળીઓનો ઉપયોગ થયો છે અને એમને જોડતી સળીઓની કુલ લંબાઈ ૧૦ ૫ કિલોમીટર છે મૉડેલનું વજન ૬૮૦ કિલોગ્રામ છે યુરોપની બહાર એ પહેલી વાર હૈદરાબાદમાં પ્રદર્શિત કરાયું સંદર્ભઃ અહીં ૪ કૅસિની આજે શનિ પર હત્યા થશે નાસા યુરોપિયન સ્પેસ એજન્સી અને ઇટાલિયન સ્પેસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે શનિની ખોજ માટે મોકલાયેલા કૅસિની યાનના જીવનનો આજે ૧૫મી સપ્ટેમ્બરે અંતિમ દિવસ છે એનું ઈંધણ ખૂટી જવા આવ્યું છે અને એ શનિ ઉપર પડી ભાંગે તે પહેલાં એને ભસ્મીભૂત કરી નાખવામાં આવશે કે જેથી પૃથ્વી પરના માઇક્રોબ દ્વારા ઉપગ્રહ ટાઇટન અને સ્વયં શનિ પર પ્રદૂષણ ફેલાવાની શક્યતા ન રહે ૧૯૯૭ના ઑક્ટોબરમાં આ યાન શનિ તરફ મોકલાયું હતું અને ૨૦૦૪માં એ શનિનાં વલયોની અંદર પ્રવેશ્યું તે વખતથી કૅસિની દ્વારા શનિ વિશે ઘણી નવી માહિતી મળતી રહી છે શનિના સૌથી મોટા સાડાપાંચ હજાર કિલોમીટરના ઉપગ્રહ તાઇટન ઉપરાંત બીજા નાના પાંચ ઉપગ્રહોની માહિતી પણ કૅસિની દ્વારા મળી છે ગયા મહિનાની ૨૦મીએ કૅસિની છેલ્લી વાર શનિના વલયમંડળમાં પહોંચ્યું અને ૨૧ ફોટા મોકલ્યા જેની વૈજ્ઞાનિકોએ ચાર મિનિટની વિડિયો બનાવી છે કૅસિની હવે એ પાછું ફરવાનું નથી સંદર્ભઃ આ વિડિયો જૂઓ બે વિડિયો એકસાથે જ મળશે https www space com 37962 cassini saturn ring dive photos animation html ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 15 09 2017 16 09 2017 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari leave a comment on science samachar episode 20 mathematicians 12 tradition of mathematics in kerala દુનિયાના મહાન ગણિતશાસ્ત્રીઓ વિશેની લેખમાળાનો આ છેલ્લો મણકો છે લેખમાળાની શરુઆત આપણે ન્યૂટનથી કરી હતી આજે સમાપન કરતી વખતે ન્યૂટનના સ્થાનને પડકારતી હકીકતો રાખવી છે અને એ પડકાર ભારતનો છે તે સાથે એ પડકાર ભારતીયો માટે પણ છે જેમને કદી ઇતિહાસમાં રસ ન રહ્યો એટલું જ નહીં આપણા પૂર્વજોએ કરેલા આ દુનિયાના ચિંતનને આપણે કદી મહત્વ ન આપ્યું માત્ર પરલોકની વાતોમાં જ રાચતા રહ્યા અહીં જ્યેષ્ઠદેવ ઈ સ ૧૫૧૦ ૧૬૦૦ ના પુસ્તકના મુખ્ય પૃષ્ઠ અને પહેલા પૃષ્ઠના ફોટા આપ્યા છે આજે કોઈ ગણિતના ક્ષેત્રમાં ભારતના ફાળાની વાત કરે તો આપણે પોતે જ ખાસ કશું જાણતા નથી એટલે બે ચાર નામ લેવાથી વધુ આગળ વધી શકીએ તેમ નથી આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ભાસ્કર વરાહમિહિર હજી કોઈ નામ યાદ આવે છે ૨૦૦૭માં મૅન્ચેસ્ટર યુનિવર્સિટીના ડૉ જ્યૉર્જ ગેવરગીસે સાબીત કર્યું કે કેરળમાં ગણિતનો વ્યવસ્થિત વિકાસ થયો હતો અને ઘણા મૂળભૂત સિદ્ધાંતો ન્યૂટનથી ૨૫૦ વર્ષ પહેલાં શોધી કાઢવામાં આવ્યા હતા ખાસ કરીને કેલ્ક્યુલસની અનંત શ્રેણી શોધવાનો યશ ગણિતજ્ઞ માધવને મળવો જોઈએ વિગતવાર અહીં પુસ્તકમાંથી માધવ વિશે બહુ જાણવા નથી મળતું એમની ઘણીખરી ગાણિતિક અને ખગોળીય રચનાઓ આજે ઉપલબ્ધ નથી મોટા ભાગે સંગમગ્રામના માધવ તરીકે એમની ઓળખાણ મળે છે જ્યેષ્ઠદેવે આ પુસ્તક મૂળ મલયાલમમાં લખ્યું હતું જેનો પછી સંસ્કૃતમાં અનુવાદ થયો પુસ્તકમાં ખગોળશાસ્ત્ર ગ્રહોની ગતિ છાયાગણિત વગેરે ઘણા વિષયો પર એમનાથી પહેલાં થઈ ગયેલા ગણિતજ્ઞોનાં સૂત્રો છે આમાં બધા લેખકોના સમય વિશે અનુમાન કરી શકાય એમ નથી પરંતુ માધવ વિશે એવું અનુમાન કરી શકાય કે માધવનો કાળ ૧૩૫૦થી ૧૪૨૫નો હોવો જોઈએ આ માત્ર અનુમાન છે અને અહીં એમનો ફોટો આપ્યો છે તે પણ માત્ર કલ્પના પર આધારિત છે અનંત શ્રેણી એટલે ૧ ૨ ૩ એ જ રીતે ૧ ૧ ૨ ૧ ૪ ૧ ૮ ૧ ૧૬ માધવે pi નું મૂલ્ય શોધવાની રીત શોધી કાઢી એમણે કહ્યું કે છેદમાં એકી સંખ્યા હોય તેવી અપૂર્ણાંક સંખ્યાઓને સતત બાદ કરતા જાઓ કે ઉમેરતા જાઓ તો પાઇ નું મૂલ્ય મળે એમણે દશાંશ પછીનાં ૧૩ સ્થાન સુધી મૂલ્ય દેખાડ્યું અહીં આલેખમાં એમની રીત દેખાડી છે ૨૦૦ વર્ષ પછી લાઇબ્નીસે પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કર્યો આજે દુનિયા લાઇબ્નીસને જાણે છે માધવને નહીં માધવે દર ૩૬ મિનિટે ચંદ્રનું સ્થાન અને ગ્રહોની ગતિનું અનુમાન કરવાની રીત પણ સમજાવી છે સંદર્ભ માધવના સમકાલીન હતા નારાયણ પંડિત સંદર્ભ એમનો સમય ૧૩૪૦ ૧૪૦૦ હોવાની ધારણા છે એમણે ગણિત કૌમુદિ અને બીજગણિત વાતાંશ એમ બે પુસ્તકો લખ્યાં હોવાના ઉલ્લેખ મળે છે ભાસ્કર બીજા ૧૨મી સદીમાં થઈ ગયા તે પછી ગણિતક્ષેત્રે કાં તો શૂન્યાવકાશ છે અથવા કંઈ માહિતી નથી મળતી પરંતુ નારાયણ પંડિતે ભાસ્કરના લીલાવતી પર એમણે કર્મ પ્રદીપિકા અથવા કર્મ પદ્ધતિ નામનો ગ્રંથ લખ્યો એમનું પોતાનું કાર્ય પણ દેખાડે છે કે ભાસ્કરના ગણિતનો એમના પર બહુ પ્રભાવ હતો આમ નારાયણ પંડિત પ્રશિષ્ટ વિદ્વાનોના વિસરાઈ જતા જ્ઞાનને ૧૪મી સદી સુધી લઈ આવ્યા પરમેશ્વર સંદર્ભ પણ માધવ અને નારાયણ પંડિતના સમાકાલીન હતા ૧૩૭૦ ૧૪૬૦ એ નારાયણ પંડિતના શિષ્ય હતા એમણે ભાસ્કર પહેલા આર્યભટ્ટ પહેલા અને ભાસ્કર બીજાના ગાણિતિક સિદ્ધાંતો પર મિમાંસાઓ લખી છે એમણે સરેરાશ મૂલ્યના પ્રમેય વિશે વિલક્ષણ પ્રદાન કર્યું છે નીલકંઠ સોમયાજી નાંબુદિરી બ્રાહ્મણ હતા અને સોમયજ્ઞ કરનાર બ્રાહ્મણને સોમ યાજી કહેવાય છે મલયાલમમાં સોમ યાજી નું સોમદિરી થઈ ગયું છે એમણે સિદ્ધાંત નામનો ગ્રંથ લખ્યો છે તેમાં એમણે પોતાનો જન્મ કલિ કાળના ૧૬ ૬૦ ૧૮૧મા દિવસે થયો હોવાનું લખ્યું છે આના પરથી વિદ્વાનો કહે છે કે એમની જન્મ તારીખ ૧૪ જુલાઈ ૧૪૪૪ હતી એ પૂરાં સો વર્ષના થયા હોવાના ઉલ્લેખ પણ મળે છે માત્ર ગણિત નહીં એમને ઘણા વિષયોમાં રસ હતો કાવ્યશાસ્ત્ર પિંગળશાસ્ત્ર પર પણ એમનું કામ બહુ પ્રખ્યાત થયું સોમયાજી એ તો દેખીતું જ છે કે આ વિદ્વાનોના ગુરુઓ પણ હતા અને શિષ્યો પણ હતા આમ લગભગ ૨૦૦ વર્ષ સુધી ગણિત કેરળમાં જ્ઞાનક્ષેત્રે મહત્ત્વના સ્થાને રહ્યું આજે ગણિત અને ખગોળશાસ્ત્ર વિશે ચારસો જેટલા મૂળ મલયાલમમાં લખાયેલા ગ્રંથો મળે છે આરબો આઠમી સદીના અંતથી જ ભારત આવતા થઈ ગયા હતા અને ભારતના ગણિત અને ખગોળ જ્યોતિષને લઈ ગયા એમના અનુવાદો યુરોપ પહોંચ્યા એ જ રીતે ૧૫મી સદીથી ખ્રિસ્તી મિશનરીઓ ભારત આવતા થઈ ગયા હતા જેમ આરબો ભારતનું જ્ઞાન બહાર લઈ ગયા તેમ ખ્રિસ્તી મિશનરીઓ પણ લઈ ગયા આમાંથી એ ન્યૂટન સુધી પહોંચ્યું હોય એવી શક્યતાનો ઇનકાર થઈ શકે તેમ નથી ભારતીય ગણિત જ્યારે પશ્ચિમી વિદ્વાનો સુધી પહોંચ્યું ત્યારે એને બે સમસ્યાઓ નડી એક તો પૌર્વાત્ય જ્ઞાનને નીચી નજરે જોવાની વૃત્તિ અને બીજું સ્વયં ભારતીય પદ્ધતિ રામાનુજન વિશેના લેખમાં પણ આપણે જોયું કે રામાનુજને હાર્ડીને સમીકરણો સૂત્રો લખી મોકલ્યાં એ સમીકરણ કેમ બન્યાં તે હજી પણ શોધનો વિષય છે ભારતીય પદ્ધતિ સૂત્રાત્મક રહી સાબિતી આપવાનું ભારતીય ગણિતજ્ઞોને જરૂરી નહોતું લાગ્યું પશ્ચિમની પદ્ધતિમાં સાબિતી આપવાની અને એનાં દરેક ચરણ દેખાડવાનું મહત્ત્વનું છે આથી પશ્ચિમી જગત આ સૂત્રોને અર્થહીન માનતું રહ્યું કેરળની ગણિત પરંપરા વિશે હજી ઘણી શોધખોળ કરવાની રહે છે દુઃખની વાત એ છે કે આપણે પોતે પણ કેરળની ગણિત પરંપરા વિશે જાણતા નથી આર્યભટ્ટ વગેરે આપણા ગણિત જગતના તેજસ્વી તારલાઓ છે પરંતુ જ્ઞાન જગતમાં વ્યક્તિ એક સીમાચિહ્ન છે બીજી બાજુ જ્ઞાનનો વિકાસ એક વ્યક્તિની સિદ્ધિઓથી નથી થતો એ સતત ચાલતી પ્રક્રિયા છે અને કેરળમાં આ પ્રક્રિયા કંઈ નહીં તો ૨૦૦ વર્ષ સુધી ૧૭મી સદી સુધી ચાલી એટલું જ નહીં આજે પણ એર્નાકુલમ પાસે kerala school of mathematics ksom ચાલે છે અહીં પ્રાચીન ગણિત ગ્રંથોનો સંગ્રહ છે અને ગણિત પર કાર્ય થાય છે 0 0 0 i am thankful to mr n sankara narayanan and dr p v narayanan nair who helped me get a part of the material for the article i have also used the material available on internet 0 0 0 લેખમાળાના અંતમાં આ લેખમાળા સમાપ્ત થાય છે ત્યારે મારા મિત્ર અને ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર barc ના ઇંધણ વિભાગના એક એકમના અધ્યક્ષ ડૉ પરેશ ર વૈદ્યનો આભાર તો નહીં માનું પરંતુ એમણે લેખમાળામાં આપેલા ફાળાની વાત પણ વાચકો સુધી ન પહોંચાડું તો મોટો અનર્થ થશે લેખમાળાના દરેક લેખમાં ગણિત વિશેનો દરેક ભાગ એમની નજર નીચેથી પસાર થયો છે આ કામ મોટું રહ્યું મારે કારણે એમને બહુ મહેનત કરવી પડી અને બદલામાં ચોકસાઈ માટે એમના માર્ગદર્શન હેઠળ મારે બહુ મહેનત કરવી પડી કઠિનતમ અવધારણાને સાદામાં સાદી ભાષામાં રજુ કરવાનો સવાલ હતો એટલે બાંધછોડ કરી શકાય તેમ તો હતું જ નહીં ખરેખર તો આ લેખમાળાનો દરેક લેખ સંયુક્ત પ્રયાસના પરિણામે જ લખાયો છે આશા છે કે વાચકોને આ લેખમાળા ઉપયોગી જણાઈ હશે દીપક like loading author dipak dholakia posted on 04 09 2017 03 09 2017 categories uncategorized tags dipak dholakia mathematicians tradition of mathematics in kerala leave a comment on mathematicians 12 tradition of mathematics in kerala ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 398 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવે...
|