Meta tags:
description= 7 posts published by Dipak Dholakia during August 2018;
Headings (most frequently used words):
slavery, india, and, struggle, for, freedom, part, chapter, ગુલામી, dipak, science, samachar, dholakia, spam, blocked, ભારતઃ, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, ભાગ, પ્રકરણ, મહિનો, ઓગસ્ટ, 2018, 27, 26, 45, 25, 24, 44, 23, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૨૭, બંગાળમાં, કંપનીની, લૂંટ, ઔદ્યોગિક, ૨૬, કંપની, રાજની, બંગાળ, પર, અસર,
Text of the page (most frequently used words):
અને (144), મીર (54), હતો (53), 2018 (45), માટે (42), હતી (42), એને (32), એણે (30), હતા (30), કરી (29), ઓગસ્ટ (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), પછી (28), સપ્ટેમ્બર (27), સાથે (27), જુલાઇ (26), slavery (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), india (24), નથી (24), freedom (23), struggle (23), પરંતુ (23), કંપનીએ (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), હતું (22), એના (21), જાફર (20), પહેલાં (20), dipak (19), સુધી (19), એની (19), કંપની (19), 2013 (18), 2022 (18), એટલે (18), dholakia (17), and (17), ક્લાઇવ (17), 2011 (16), for (16), હવે (16), રાય (16), પોતાના (16), કોઈ (16), ગુલામી (15), આપી (15), ગયો (15), તરીકે (15), કંપનીના (15), ઇંડિયા (15), થયો (15), 2014 (14), રામનારાયણ (14), કામ (14), એમને (14), બહુ (14), નવાબ (14), ઈસ્ટ (14), 2025 (13), the (13), ક્લાઇવે (13), હોય (13), માત્ર (13), શરૂ (12), સંદર્ભઃ (12), બંગાળ (12), એમણે (12), કરીને (12), હતાં (12), હોમો (12), chapter (11), દીધો (11), ક્લાઇવને (11), કર્યો (11), વધારે (11), વર્ષ (11), part (10), આઝાદી (10), માટેનો (10), સંઘર્ષ (10), વિના (10), લાખ (10), ત્યાં (10), વચ્ચે (10), થાય (10), science (10), https (10), પાણી (10), કહે (10), સામે (10), બંગાળમાં (10), ગયા (10), મોગલ (10), જોઈએ (10), મીઠું (10), com (9), indian (9), કરવાની (9), વાત (9), જાહેર (9), મોટા (9), બીજી (9), હજી (9), નવા (9), ગયું (9), ભાગ (9), વેપાર (9), like (8), uncategorized (8), martyrs (8), history (8), જાફરે (8), બીજા (8), જાય (8), જરૂર (8), કરે (8), આવી (8), કરતાં (8), કરતા (8), હાથમાં (8), કંપનીની (8), આવ્યું (8), મળ્યો (8), આપ્યો (8), બ્રિટન (8), કરો (7), નામ (7), વેબગુર્જરી (7), tags (7), categories (7), posted (7), author (7), loading (7), ઉપલબ્ધ (7), પ્રમાણે (7), તેમ (7), થયું (7), નાયબ (7), એનો (7), કહ્યું (7), કારણ (7), નહોતો (7), નહીં (7), સમાચાર (7), નક્કી (7), મુખ્ય (7), શકે (7), આપણે (7), ગવર્નર (7), મારી (6), બારી (6), ભારત (6), ઇંટરનેટ (6), ક્લાઇવની (6), રૂપિયા (6), જમીન (6), કંપનીને (6), રામનારાયણને (6), એવું (6), રીતે (6), જોવા (6), પાસે (6), લીધો (6), કર્યું (6), બધી (6), કારણે (6), છતાં (6), જાફરના (6), કંઈ (6), લશ્કરી (6), અંગ્રેજો (6), ઉપયોગ (6), સૌથી (6), દીવાન (6), નહોતી (6), બની (6), રહ્યો (6), samachar (6), www (6), પરથી (6), ત્યારે (6), એમાં (6), બાળકો (6), મોટી (6), થતી (6), યુગ (6), પાંચ (6), કંપનીનો (6), એમના (6), અહીં (6), બ્રિટિશ (6), હિંદુસ્તાનમાં (6), મળ્યું (6), ઓજારો (6), માતાપિતા (6), ગ્રામ (6), પસંદ (5), શોધો (5), webgurjari (5), જ્યાં (5), પાડી (5), દુર્લભ (5), નવાબને (5), લઈને (5), પોતાની (5), તરફ (5), તેની (5), જાફરને (5), આપ્યું (5), થયા (5), કરશે (5), બાજુ (5), હિંદુ (5), અંગ્રેજ (5), ઉપરાંત (5), અથવા (5), એવી (5), લગભગ (5), પ્રકરણ (5), ભારતઃ (5), ૦૦૦ (5), લાગ્યું (5), મળે (5), ભાગે (5), યુનિવર્સિટીના (5), વિશે (5), તમે (5), આપણા (5), તૈયાર (5), જગ્યાએ (5), બંધ (5), પડી (5), લખ્યું (5), ડાયરેક્ટરો (5), લંડનમાં (5), સિક્કા (5), મૂલ્ય (5), ટંકશાળ (5), blocked (4), નવી (4), spam (4), adventurous (4), subhashbabu (4), leave (4), comment (4), મદદ (4), આમાં (4), દીધી (4), દુર્લભને (4), મૂકી (4), ફોજ (4), લાગ્યો (4), અંતે (4), વિરુદ્ધ (4), ભારે (4), દબાણ (4), સિરાજુદ્દૌલા (4), દરબારમાં (4), ખબર (4), તેમાં (4), એવા (4), મળતા (4), પોતે (4), એનું (4), પુત્ર (4), રહ્યા (4), લાભ (4), થયેલા (4), સતત (4), અમુક (4), લંડન (4), મોટો (4), હાથ (4), એમનું (4), જશે (4), કરવામાં (4), તેવી (4), અભ્યાસ (4), જોયું (4), ત્રણ (4), બરાબર (4), તાલીમ (4), મળી (4), હોવાનું (4), હજાર (4), મેઘાલયન (4), આખો (4), મળ્યા (4), શરૂઆત (4), કાસિમ (4), વૅન્સીટાર્ટ (4), લીધા (4), લડાઈ (4), લીધી (4), કાસિમને (4), સંભાળી (4), બનાવવાનો (4), વહીવટ (4), લડાઈમાં (4), દીવાની (4), રાજા (4), વિલિયમ (4), વધી (4), ડાયરેક્ટરોને (4), પ્લાસી (4), ઇરેક્ટસ (4), લેતા (4), દરમિયાન (4), શકાય (4), પ્રોબ (4), કરોડ (4), પહેલી (4), વાર (4), ગામો (4), લોકો (4), હિંદુસ્તાન (4), અધિકાર (4), પાસેથી (4), દાદાભાઈ (4), this (3), wordpress (3), ટિપ્પણી (3), other (3), british (3), year (3), નહોતું (3), સમાધાન (3), અડધી (3), બદલામાં (3), આપીને (3), કલકત્તાની (3), આપે (3), આવ્યો (3), પાછો (3), બિહારમાં (3), પડ્યું (3), સંપત્તિ (3), પ્રત્યે (3), વફાદારી (3), માગતો (3), ભાઈ (3), પડશે (3), જાફરનો (3), બન્ને (3), સિરાજુદ્દૌલાના (3), કરતો (3), પહોંચી (3), સાથેના (3), વ્યવહાર (3), વિચાર (3), બધાં (3), મંજૂરી (3), લેવાની (3), કરવા (3), આપવા (3), ખજાનો (3), રકમ (3), બાકી (3), પડે (3), પરિણામ (3), માન્યતા (3), થયાં (3), આવે (3), આના (3), 00૦ (3), લોકોને (3), ગેમની (3), એમની (3), પ્રયોગ (3), એમનો (3), દેખાડ્યું (3), news (3), કેમ (3), સંખ્યામાં (3), તેનો (3), દવાઓ (3), ધાતુ (3), વ્યવસ્થા (3), દેશની (3), અંત (3), વિકાસ (3), ત્રીજો (3), હૉલોસીન (3), નાખ્યો (3), યુદ્ધ (3), શાહ (3), બક્સરની (3), ગાદી (3), નવો (3), બંગાળના (3), નિર્ણય (3), કાયમી (3), અંગ્રેજોને (3), વર્ષે (3), બંગાળનો (3), જવાબ (3), કર્ણાટકમાં (3), પહોંચશે (3), દેખાડી (3), બંગાળની (3), હોત (3), હિંદુસ્તાનના (3), બ્રિટનના (3), પ્રકરણમાં (3), ડાયરેક્ટરોએ (3), નોકરોને (3), ખાસ (3), નોકરો (3), માલ (3), સ્થિતિ (3), ફોર્ટ (3), કરવી (3), જોશિઆ (3), સંશોધકો (3), સારાં (3), બનાવી (3), પથ્થર (3), પાર્કર (3), કિલોમીટર (3), જેટલું (3), નજીક (3), બીજાં (3), સૂરજની (3), અસર (3), પડતી (3), ઇતિહાસમાં (3), સર્વે (3), બાળક (3), આમાંથી (3), વર્ષમાં (3), હૃદયની (3), બીમારીઓ (3), શહેરોમાં (3), મોજણી (3), cambridge (3), બ્લૅક (3), મહેસૂલ (3), સદીના (3), નવાબના (3), કહેવું (3), વેપારનો (3), સમૃદ્ધ (3), બદામ (3), ચલણ (3), માશા (3), બનાવવાના (3), પૌંડ (3), ઔદ્યોગિક (3), site (2), with (2), required (2), ટિપ્પણીઓ (2), રહ્યું (2), view (2), content (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), have (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 379 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), સંગ્રહ (2), about (2), આવો (2), email (2), address (2), દ્વારા (2), military (2), transactions (2), nation (2), indostan (2), from (2), mdccxlv (2), vol (2), robert (2), orme (2), તૈયારી (2), હુકમ (2), દક્ષિણ (2), પટના (2), રાહ (2), રામનારાયણની (2), બચાવી (2), કરવાનું (2), રામનારાયણે (2), સત્તા (2), વાંધો (2), મેજર (2), રહેવાની (2), આપ્યા (2), આટલું (2), કેટલાક (2), હોદ્દા (2), રામનારાયણના (2), જેમ (2), એટલું (2), સોંપી (2), દીધા (2), કરેલી (2), લેશે (2), નિકાલ (2), દુર્લભની (2), મુર્શીદાબાદમાં (2), આવું (2), કરારની (2), મેળવવા (2), સંબંધોનો (2), કોશિશો (2), મોકલી (2), એવો (2), આગ્રહ (2), રાખ્યો (2), છૂટ (2), આવા (2), સુબેદાર (2), સિરાજુદ્દૌલાનો (2), આશામાં (2), બને (2), ધારણા (2), પરાજય (2), ભારતને (2), લેવાનું (2), લક્ષ્ય (2), જરૂરી (2), webgurjaari (2), sciencedaily (2), releases (2), htm (2), http (2), org (2), પ્રાણીઓને (2), પાણીના (2), પ્રાણીઓ (2), મેળવી (2), નિયમિત (2), પાણીની (2), આવતું (2), હશે (2), દિવસો (2), શરીરમાં (2), સંશોધકોએ (2), ટકા (2), ક્યાંથી (2), હાલમાં (2), અણુ (2), લાગે (2), સંશોધક (2), ટીમે (2), માદાઓને (2), તૂટવાની (2), પ્રક્રિયાનો (2), brain (2), વધારવા (2), બહાર (2), જાઓ (2), માં (2), રિપોર્ટ (2), પ્રકાશિત (2), જાતની (2), ગેમમાં (2), પાવરધા (2), બ્રેન (2), મગજ (2), સારું (2), સંસ્થાએ (2), હરિયાણામાં (2), હેલ્થ (2), આયુર્વૈદિક (2), ઔષધિઓમાં (2), શિવલિંગી (2), જણાયું (2), કવચ (2), નુકસાન (2), નામે (2), દેશમાં (2), આનો (2), સરેરાશ (2), પુરુષ (2), સંતાન (2), what (2), meghalayan (2), age (2), new (2), phase (2), earths (2), named (2), after (2), state (2), latest (2), સાત (2), ખેતી (2), નીચે (2), સ્તંભ (2), ૪૨૦૦ (2), પહેલાંના (2), નૉર્થગ્રિપિયન (2), ૭૦૦ (2), આધુનિક (2), આખા (2), મેઘાલય (2), આધારે (2), બીજો (2), આપણો (2), આપણું (2), edition (2), જોરદાર (2), જઈને (2), સમજૂતી (2), કાઉંસિલે (2), કાસિમે (2), બાદશાહ (2), આલમ (2), સંધિ (2), છૂટ્યો (2), મૃત્યુ (2), આપતો (2), મુર્શીદાબાદ (2), બનાવવા (2), વૅન્સીટાર્ટે (2), લેવાનો (2), બોલાવી (2), જવાબદારી (2), સૂબેદાર (2), સંમત (2), વચન (2), પ્લાસીના (2), નાનો (2), નોકર (2), બનાવ્યો (2), વર્ષના (2), બાબતમાં (2), શકતો (2), સખત (2), ખરેખર (2), હટાવીને (2), પોતાનું (2), વર્ચસ્વ (2), કર્યા (2), સારા (2), જોખમ (2), લેવા (2), મીરાન (2), મીરાને (2), પત્ર (2), પત્રનો (2), આપતાં (2), કાઢ્યો (2), કુંજબિહારી (2), નાખ્યું (2), ફ્રેન્ચ (2), દબાવી (2), article (2), pitt (2), elder (2), john (2), keay (2), company (2), સરકાર (2), બ્રિટનની (2), સલાહ (2), સિદ્ધ (2), સાર્વભૌમત્વ (2), લેવું (2), બાદશાહે (2), વીસ (2), મહેસૂલી (2), આવક (2), દેશ (2), ઇશારો (2), રસ્તો (2), કાઢવો (2), પિટ્ટ (2), બ્રિટને (2), ક્લકત્તાની (2), ઉપર (2), પ્રભાવ (2), આક્ષેપ (2), કાચા (2), સાંભળવા (2), થતો (2), જીવન (2), મળેલી (2), ભાર (2), અંગત (2), જતી (2), વેપારની (2), કિલ્લેબંધી (2), મજબૂત (2), બનાવવાની (2), મૂળ (2), વેપારી (2), વેપારમાં (2), જકાત (2), માફી (2), પરિણામે (2), ખર્ચ (2), રાખવા (2), એનાથી (2), આગળ (2), તેના (2), ઘણા (2), જાગીર (2), મનસબદાર (2), ઘોડેસવાર (2), રાખવું (2), નજર (2), પોતાને (2), પાછા (2), ચાઇલ્ડે (2), ભારતમાં (2), જતા (2), રાખી (2), રક્ષણ (2), પ્રથમ (2), નાબૂદ (2), ઘણાં (2), મહેનત (2), ચલાવી (2), માટેનું (2), મળ્યાં (2), ઇરેક્ટસે (2), સેપિઅન્સથી (2), માનવ (2), જેવી (2), ચિત્ર (2), ખોપરી (2), 000 (2), રહેશે (2), પહોંચ્યું (2), ગતિ (2), અઠવાડિયાંમાં (2), સૂરજને (2), જેવું (2), ઉપગ્રહ (2), રૉકેટ (2), આજથી (2), સૂર્ય (2), બધા (2), દરેક (2), મમ્મી (2), પૂરું (2), અરે (2), ઓછું (2), કાન (2), દરરોજ (2), તારી (2), કેટલી (2), ખાય (2), શું (2), વર્ષની (2), મીઠાનો (2), ભોજનમાં (2), પ્રમાણમાં (2), મીઠાના (2), થતાં (2), ઘટાડો (2), ગ્રામથી (2), દેશોમાં (2), જાણવા (2), હૃદયને (2), દિવસમાં (2), આની (2), દેશોમાંથી (2), પ્રાપ્ત (2), ઘણાને (2), જરા (2), આપજો (2), યુરોપીય (2), વિચારો (2), સ્થાપના (2), પ્રાચીન (2), વધ્યો (2), ૧૭૮૪માં (2), જાતે (2), ટાઉન (2), ટાઉનમાં (2), લાગ્યા (2), કમાઈ (2), બંગાળનું (2), અર્થતંત્ર (2), જમીનદારો (2), પ્રદેશમાં (2), કાયદા (2), બનાવીને (2), જાણતા (2), અઢારમી (2), વખતમાં (2), કહી (2), ફેરફાર (2), ૧૭૬૫ (2), તૂટું (2), રાજ્યો (2), લંડનના (2), સરકારે (2), પડતું (2), કેસો (2), ફોજદારી (2), ૧૭૬૫માં (2), પ્રદેશ (2), ગળી (2), બજાર (2), સલ્તનતે (2), બનાવેલા (2), poverty (2), રૂપિયો (2), સ્ટૅન્ડર્ડ (2), કડવી (2), ચાલતી (2), આયાત (2), ચાંદીના (2), ૧૬૯૨માં (2), મેળવ્યા (2), ટંકશાળો (2), ચલણી (2), તેનું (2), અધિકારીએ (2), બ્રિટનમાંથી (2), નવરોજી (2), આમસભામાં (2), માલનું (2), અબજ (2), હિંદુસ્તાનમાંથી (2), અંદાજ (2), લૂંટ (2), design, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, લોગ, સાઇન, ગોપનીયતા, already, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, હુમલાની, જીતવાનું, શક્ય, કરાર, ચૂકવે, જાફરનું, ચાલે, બન્નેને, બોલાવ્યા, કરાવ્યું, દુર્લભે, રક્મ, તરત, અપાવી, હપ્તાની, રકમના, નવાબે, જમીનદારીના, લખી, ચડાઈ, સૂચવ્યું, અડધે, રસ્તે, બોલાવવો, જવું, રાજાનું, નીમ્યો, પુત્રને, નીચી, પાયરીએ, ઇરાદો, રામનારાયણનો, હિસાબ, નાખવો, જોવડાવવા, દરગાહ, રવાના, પહોંચ્યો, કરવું, માથે, લીધું, મુર્શીદાબાદની, મહેરબાનીને, વફાદારીના, સોગંદ, લેવામાં, જરાય, સ્વતંત્રતા, જીવ, બચાવવાની, શરતે, દરબાર, બોલાવીને, કૂટને, આમંત્રણ, કૂટ, દેખાડવા, હાજર, ખુલ્લા, કૂટની, તાકાતની, સાળાને, ખાતરી, મરાવી, નાખવાનું, કાવતરું, ઘડ્યું, બન્નેએ, મિત્રતાના, કૉલ, ધારતો, અલીવર્દી, ખાને, હિંદુઓને, સમાનતા, સિરાજુદ્દૌલાને, સાળો, આંખના, કણાની, ખૂંચતા, કેટલાયે, અવગુણો, અંગ્રેજોએ, સંઘ, કૉન્ફેડરસી, બનાવવાનું, સોંપ્યું, વાંધાની, જાગીરદારોમાંથી, બિહારનો, સંપૂર્ણપણે, કાબુમાં, વિદ્રોહ, વેતરણમાં, ૧૪મી, સપ્ટેમ્બરે, બોલાવેલી, પલટન, કાસિમબજારમાં, ગોઠવીને, ટુકડીના, સરદારોને, મુર્શીદાબાદથી, કલક્ત્તા, ચાલ્યો, અંગ્રેજોથી, છૂટવાનું, વિચારવા, દગાબાજી, યાદ, સાથીઓ, શોધી, ધ્યાન, હિંદુઓનો, કદાચ, જાગીરદારોનો, આણવાનો, રાજ્યના, ઠેકાણે, પાડવાનું, બિલો, ચુકવાતાં, નહોતાં, સામાન્ય, મિત્ર, જેવો, શરતોમાં, છૂટછાટ, અફસરો, મોંઘી, ભેટો, ભેટ, માગી, શરતોનું, પાલન, માનીતા, માણસોને, ખુશ, લશ્કરમાં, ઊંચા, ફેરફારથી, શાંતિ, જોખમાશે, જાફરન, બિહાર, ઓડીશાનો, આવશે, આપવાનો, વાયદો, જહાજોમાં, મોકલાવી, દલ્લો, લાગવાનો, કહેતો, ખજાનામાં, જહાજમાં, પ્લાસીમાં, સિરાજુદ્દૌલાની, હાર, ભરડો, અશ્વમેધના, ઘોડાને, રોકનારા, નિર્મૂળ, દાયકો, ચાલ્યું, પડકાર, પાર, ટકાવી, રાખવાનું, સંતાકૂકડી, 180726172533, rspb, royalsocietypublishing, 285, 1881, 20180752, પર્યાવરણ, બદલાવા, સ્રોતો, ઓછા, સમ્યોગ્ગોમાં, સ્નાયુઓમાંથી, ના૨૭, જૂનના, અંકમાં, ગર્ભાવસ્થામાં, સ્નાયુઓમાં, સંઘરાયેલું, biological, sciences, રણનું, વહાણ, વાહન, ઊંટ, જીવી, આપણી, ભરી, એરિઝોના, સ્ટેટ, પ્રાણીઓના, પ્રજનનમાં, ચરબીના, સમ્શોધનો, પ્રજોત્પત્તિમાં, છેં, જન્મેલા, બાળપ્રાણી, ઈંડાના, બંધારણમાં, થયેલાં, સંશોધનો, સમજાયું, જળશોષ, ડીહાઇડ્રેશન, સ્નાયુઓના, તૂટવા, પાણીનું, સંતુલન, જાળવી, રાખે, એરિઝોનાની, પ્રજનન, અજગર, મળવાથી, પ્રજનનક્ષમ, અઠવાડિયાં, આપવાથી, દૂબળી, જાણી, શકાયું, પ્રોટીન, બચાવે, સ્નાયુઓનો, mediarelations, uwo, game, doesnt, offer, gain, અભ્યાસલેખના, લેખક, યાદશક્તિ, સુધારવાના, રસ્તા, ઊંઘ, વ્યાયામ, ભોજન, ભણો, તમારી, સમજશક્તિ, માગતા, ફરવા, દોડો, મિત્રો, હળોમળો, ગેમ, રમવા, રમનારાને, બન્નેના, સ્કોર, સરખા, ૨૦૧૦થી, ચાલતો, અપાઈ, નિષ્કર્ર્ષ, નીકળ્યો, બનાવે, neuropsychologia, વીડિયો, ગેમ્સવાળા, પ્રચાર, ગેમ્સથી, બાળકનું, તીક્ષ્ણ, કૅનેડાની, વેસ્ટર્ન, ન્યૂરોસાયંટિસ્ટોએ, સાચી, કોઈને, ટ્રેનિંગ, આપો, ધારી, સુધરવાથી, ખોટી, બનતું, સતેજ, ગેમ્સ, indiabioscience, discrimination, through, drugs, dark, side, indias, indigenous, preparations, બાયો, સાયન્સ, નામની, કરાયેલા, અભ્યાસનાં, કર્યાં, ચોંકાવનારાં, છેસુતપા, બંદ્યોપાધ્યાય, નિયોગી, ઇંડિયન, ઇંસ્ટીટ્યૂટ, પબ્લિક, ફાઉંડેશન, ઇંડિયાએ, ખોડખાંપણવાળાં, પેદાથાય, કેટલાંય, વર્ષો, જણાવ્યું, ગર્ભવતી, સ્ત્રીઓને, અપાતી, જવાબદાર, માજૂફળ, નાગકેસર, વપરાય, અમેરિકન, ફૂડ, એંડ, ડ્રગ, ઍડમિનિસ્ટ્રેશને, શરીર, સહ્ય, એટલી, કરેલા, ધોરણ, સીસું, દસગણું, પારો, ચારગણો, આટલી, માત્રામાં, ગયેલી, ઑરનું, ભેદીને, ગર્ભને, પુત્રજીવક, mesua, ferrea, qtuercus, infectoria, bryonia, laciniosa, એલોપથીની, દવાઓના, નિયંત્રણની, દેશી, નિર્દોષ, સાઇડ, ઈફેક્ટ, અંશે, શ્રદ્ધા, ભજવે, કઈને, ઠગારા, વૈદ્યો, પરિવારોને, ભોળવે, સ્ત્રી, પુરુષના, ગુણોત્તરમાં, હરિયાણા, પાછળ, ૮૯૮, સ્ત્રીઓની, ૮૩૨, સ્ત્રીઓ, વિકૃત, પેદા, પુત્રની, financialexpress, lifestyle, 1250683, scroll, 887119, began, 4200, years, ago, અમેરિકાની, લોંગ, બીચ, પ્રોફેસર, સ્ટેંલી, ફિની, હિમયુગના, છેક, માનવસભ્યતાનો, પૃથ્વીના, સાતે, ખંડોમાં, સમયે, ઇંટરનૅશનલ, યુનિયન, જિઓલૉજિકલ, સાયંસિઝ, iugs, નામાભિધાનને, ગુફામાં, છતમાંથી, ટપકતું, ચૂનાના, પડતાં, મેઘાલયની, માઓમ્લૂ, ટેકરીની, ગુફામાંથી, સ્ટેલાગ્માઇટના, જૂના, ગ્રૅનલૅંડિયન, ભાગો, બરફના, થરોની, તપાસ, સ્ટેલાગ્માઇટ, ભૂસ્તરશાસ્ત્રીય, હૉલોસીનના, મનાતા, આંતરરાષ્ટ્રીય, સંશોધકોની, યુગને, ભાગમાં, વહેંચી, રાજ્યનું, યુગના, ઉપભાગ, યુગમાં, જીવીએ, છીએ, કાલખંડો, ભૂસ્તરીય, રચનાઓને, બનાવાયા, યુગની, ગ્રીનલૅંડથી, ૩૦૦, દેખાયો, અપાયું, હૉલોસીનનો, તબક્કો, આપવામાં, advanced, mazumdar, raychaudhuri, kalikinkar, datta, 1973, macmillan, અંગ્રેજોનું, એકચક્રી, રાજ, કાસિમમાં, આત્મવિશ્વાસ, વધવા, અંદર, ઉકેલ, આણવાનું, વિરોધ, મૂંગેરમાં, રહેતો, ફગાવી, પટનાની, ફૅક્ટરીના, પ્રમુખે, છેડી, દીધું, સેનાનો, કચ્ચરઘાણ, વાળી, ખુલ્લંખુલ્લા, સામસામે, અવધના, શૂજાઉદ્દૌલાને, ૧૭૬૩ની, ૧૦મી, જૂને, બક્સર, હેક્ટર, મનરોની, ત્રણેયના, સંયુક્ત, લશ્કરનો, સજ્જડ, આલમે, ભાગી, ૧૭૭૭માં, ગુમનામીમાં, ભટકતો, નીતિઓમાં, આભજમીનનો, ફેર, શંકાની, નજરે, જોતો, ટેકો, કાસિમના, લૂંટી, મોતને, ઘાટે, ઉતારી, વેન્સીટાર્ટ, આર્મી, કમાંડર, કેયલોડ, દરખાસ્ત, દિવસ, વાતચીત, ચાલી, નીકળતાં, કેયલોડને, મહેલનો, કબજો, માનવાને, બદલે, છોડવાનું, લાંબો, સમય, ૧૭૬૦ની, ૨૫મી, ફેબ્રુઆરીએ, વિદાય, મીરાનનું, અવસાન, વારસદાર, કોણ, સવાલ, હૉલવેલે, વચગાળાના, વહીવટીતંત્રનો, કાબજો, કાઉંસિલના, સભ્યોને, પગલું, આકરું, જમાઈ, લેવાયો, હેનરી, ગુપ્ત, વાટાઘાટો, ચડત, ચૂકવી, દેવાનું, બર્દવાન, વર્ધમાન, મિદનાપુર, ચિતાગોંગ, જિલ્લા, દેવા, અપાવવાનું, અંતની, આખું, આંગળીના, ઇશારે, નાચતો, માળખામાં, મદ્રાસના, કાઉંસિલને, અધીન, વિજય, ઠરાવ, પસાર, નિર્ણયને, અંતમાં, લંડનની, ઑફિસે, સિવાયના, મુદ્દાઓ, વલણ, કરારમાંથી, મુક્ત, ફ્રેન્ચો, ચિન્સુરામાં, મસલતો, સ્થાપવા, ૧૭૫૯માં, પરાજિત, ફરજ, કર્ણાટકની, સ્થિતિના, પહોંચ્યા, રહે, દુર્લભનું, કાસળ, કાઢી, નાખવા, સળવળતા, સૈનિકોને, પગાર, ક્યાંક, બળવો, બીકે, ડરી, લોકોમાં, ફેલાઈ, બજારો, ગયાં, શંકા, ગુસ્સે, લખીને, છોડી, ધમકી, જાણતો, ગમે, તેટલા, અળખામણા, લાગતા, થકી, ક્લાઇવના, ગોળગોળ, વાતો, મામલો, શાંત, તિજોરીનો, દુર્લભના, હોવાથી, ગરજ, બચાવ્યો, બચાવતો, બળાપો, સમક્ષ, દુર્લભનો, દીવાનની, કચેરીમાં, બોલી, સાવચેત, સરદારો, લાસી, મુકાબલો, સફળતા, જહાજ, નાશ, પામ્યાં, જોરમાં, academic, levels, collegiate, william, 60225, harper, collins, publishers, epub, june, 2010, isbn, 978, 007, 39554, copyright, 1991, honourable, english, east, સૂચવનારો, પહેલો, ૧૮૫૮માં, રાણીએ, અમલમાં, હિંદુસ્તાનને, સીધું, શાસન, મૂક્યું, બ્રિટનનું, ભવિષ્ય, ઊજળું, ખંતથી, પ્રશંસા, આપવાની, પ્રાંતમાં, પછીનું, નંબરનું, આનાથી, પૌંડની, વહીવટમાં, તાત્કાલિક, મંજૂર, બળે, પિટ્ટને, કંઈક, જેથી, બધું, પિતાને, લખેલા, પત્રમાં, બનવાની, મહેચ્છા, વખતના, પ્રખ્યાત, રાજકારણી, wlliam, લખ્યો, ખરા, અર્થમાં, સામ્રાજ્યવાદી, ફ્રાન્સ, સામેની, દૃઢતાથી, માનતો, અમેરિકા, હિંદુસ્તાનની, વસાહતો, આધાર, રાખવો, heaven, born, general, ઓળખાવ્યો, ૨૪મા, પ્રેસીડેન્સીએ, જુદી, ડાયરેક્ટરોની, વહેલી, તકે, ઉદ્દંડ, નોકરને, ક્લાઇવનો, એટલો, ઘમંડમાં, બેઠેલા, ડાયરેક્ટરોના, વિદાયથી, અઢી, મહિના, ૧૭૫૯ના, ડિસેમ્બરમાં, પત્રની, ભાષા, શોભા, કાનના, માની, ભડાકો, પડ્યો, ઘણો, વધે, નફો, આનું, વિલાસી, જીવે, કલકતાની, તિજોરીમાંથી, કેટલો, વિગતો, ચોક્સાઈથી, પ્રેસીડેન્સીના, રિપોર્ટોમાં, અનેક, ખામીઓ, કચેરી, બિલોનો, વધતો, જતો, નફાથી, પોતાનાં, ભરતા, સમજાઈ, નબળો, બદલતી, ભાષામાં, ગાડી, પાટે, ચડી, પોતાનો, માણસ, ત્રણસો, સૈનિકોથી, રાખવી, નાનીમોટી, ફૅક્ટરીઓની, વિલિયમની, કિલ્લેબંધીને, માગણીથી, લાલપીળા, ડૂબી, પૂંજી, અમારી, માગણી, કરવાનો, હેતુ, માલિકો, તમારા, ભૂલી, ઝકડી, વિચારોએ, તમને, નોકરોના, નોકરોનાયે, પહેલાંની, સપાટીએ, દસગણો, હજારનું, ભવિષ્યમાં, ઇંગ્લૅન્ડની, ભૂમિકા, હોવી, રાજવી, ઘરાણાઓએ, માનઅકરામ, આપ્યાં, કર્ણાટકના, મહમ્મદ, અલીએ, ખિતાબ, મનસબદારે, રાખ્યા, જાગીરમાં, બિહારની, ફળદ્રુપ, વ્યૂહાત્મક, કારણોસર, બિહારમાંથી, જમીનનો, ટુકડોયે, પરગણા, જિલ્લો, આશ્ચર્યમાં, જઈશું, થશે, જણાવ્યા, પ્રમુખ, ગયેલા, એજન્ટોને, દિશા, ગવર્નરો, હિંદુસ્તાનથી, રિપોર્ટોથી, સંતુષ્ટ, હુકમો, મોકલવાનું, માલની, સલામતીનું, સુરક્ષિત, શકીએ, તાકાત, વિસ્તાર, હિમાયત, સાર્વભૌમત્વનું, કરશું, રાજાબાજાની, માન્યા, કાયદાઓ, ચાલશું, ચાઇલ્ડને, સામ્રાજ્યવાદનો, પ્રહરી, માનવો, ૧૧મા, ચર્ચા, મૂલ્યાંકન, ક્લાઇવનું, anu, prezly, laziness, helped, lead, extinction, homo, erectus, ઓસ્ટ્રેલિયન, નૅશનલ, તેનાં, કારણૉમાં, નહોતા, તેનાથી, આળસ, અરબી, દ્વીપકલ્પમાં, પુરાતત્ત્વીય, ખોજ, ઇરેક્ટસના, અવશેષો, ગુફાઓમાંથી, એમનાં, પથ્થરમાંથી, બનાવેલાં, નજીકના, ડૂંગરમાં, ધારદાર, ટેકરી, ચડીને, માટેના, એકઠા, તસ્દી, ટીમના, નેતા, શિપ્ટન, એમનામાં, ખોજવૃત્તિ, જણાતું, સેપિઅન્સ, નિએંડરથલનાં, જોતાં, હોવા, ટેકનોલોજીનો, બાજુથી, દુકાળનો, કેટલું, કપરું, સમજી, પ્રજાતિ, ઓળખાય, પ્રાણી, સૃષ્ટિમાં, સીધા, ટટ્ટાર, ઊભા, આપેલી, તસવીર, ઇરેક્ટસનું, કલ્પના, પીકિંગમાંથી, બનાવેલું, દસથી, પેટા, પ્રજાતિમાંથી, વડવા, સેપિઅન્સનો, ઉદ્ભવ, દુનિયામાં, સ્થળોએ, માનવનાં, કંકાલ, આળસુ, bbc, environment, 45160722, સોલર, સૂર્યથી, દૂર, ૧૯૭૬માં, હેલિઓસ, મોકલવામાં, સુરક્ષા, સેલ્શિયસ, ગરમી, સહન, શકશે, વધીને, સેકંડના, ૧૯૦, અત્યાર, માનવસર્જિત, સાધનની, આવતાં, શુક્રને, વટાવી, અમે, પ્રદક્ષિણા, ફરતે, ફરતા, કંકણcorona, પ્રક્રિયાઓની, પૃથ્વી, વાતાવરણમાં, પ્રવેશ, અડવા, વૈજ્ઞાનિકો, સોમવારે, ૧૨મી, તારીખે, નાસાએ, મોકલવા, છ્હોડ્યું, શનિવારે, છોદ્ડવાનું, છેલ્લી, ઘડીએ, ઍલાર્મમાં, ખામી, જણાતાં, ઉડ્ડયન, મુલતવી, ગતિવાળું, મોકલાયેલા, ઉપગ્રહોમાં, ખગોળભૌતિકશાસ્ત્રી, હ્યુજિન, પાર્કરના, રાખવામાં, મોકલવાનો, સાઠ, હામ, આંબવાની, thesun, 6869763, parents, 2000, rows, their, kids, every, heres, argue, most, capri, sun, વચ્ચેના, ગંભીર, સર્વવ્યાપી, ક્રોનિક, વિવાદ, કરાવી, માતાપિતાના, ઇંટરવ્યૂ, જીતે, ગાંજ્યાં, તેવાં, હોતાં, દસ્માંથી, માતાઓ, સબળ, પુરવાર, પપ્પાઓ, યુદ્ધનો, મુદ્દો, સમયસર, સૂવાનો, બોલ્યા, સુવાનું, ટાળતું, મોબાઇલ, કૉમ્પ્યુટર, મોરચા, બન્યાં, હોમવર્ક, મોબાઇલને, લગાડવાનો, વોલ્યુમ, ફાટી, મિનિટ, વાક્યુદ્ધમાં, ખર્ચાય, દુકાનમાં, કાર, બૉલ, સાંભળે, મારું, બચાવ, ખોટો, જાણીતો, સંવાદ, શબ્દબાણોની, ક્યારેક, ૧૮૪, સામસામી, દલીલો, ખાવાપીવાના, મુદ્દા, મમ્મીઓ, પ્લેટ, ભરીને, પીરસે, તેં, શાકને, અડાડ્યો, રોટલીયે, પૂરી, જમતાં, ફ્રિજમાંથી, કાઢીને, બોલેઃ, જમવાટાણું, જમીશ, દલીલ, ખાંડાં, ખખડે, જીભાજોડી, ૨૦૦૦, 180809202057, thelancet, journals, lancet, piis0140, 6736, 31376, fulltext, સંદર્ભ, વપરાશ, બીજે, ક્યાંય, ચિંતાની, ખાનારા, ફળો, દહીઁદૂધ, પોટૅશિયમ, વિપુલ, વસ્તુઓ, ઉમેરે, વધારાના
Text of the page (random words):
ટિન નામના અધિકારીએ એ ખોળી કાઢ્યો અને પ્રકાશિત કર્યો આ અધિકારીએ લખ્યું કે બે હકીકતોની નોંધ ન લેવાનું અશક્ય છે એક તો દેશની સમૃદ્ધિની મોજણી થઈ અને બીજી વાત એ કે એ દેશના નિવાસીઓની ગરીબાઈની પણ મોજણી થઈ માર્ટિને કહ્યું કે બ્રિટન જે ધન તાણી જાય છે એના વખતમાં ૩૦ લાખ રૂપિયા હતું પણ દાદાભાઈ કહે છે કે તે પછીનાં વર્ષોમાં આ આંક ઉપર ગયો છે તેનું ૧૨ ટકા લેખે વ્યાજ ગણતાં ૩૦ વર્ષે આ રકમ રૂ ૭૨ ૩૯ ૦૦ ૦૦૦ થાય છે આટલું ધન બ્રિટનમાંથી ગયું હોત તો બ્રિટન પણ ગરીબ થઈ ગયું હોત બીજા એક સનદી અધિકરી ફ્રેડરિક જ્ હોન સ્શોર્નું કથન પણ દાદાભાઈએ ટાંક્યું છેઃ પણ હિંદુસ્તાનના ભવ્ય દિવસો પૂરા થયા છે એની પાસે જે સંપત્તિ હતી તે મોટા ભાગે ચૂસી લેવાઈ છે અને એની શક્તિઓ કુશાસનની દુઃખદાયી વ્યવસ્થાને કારણે હણાઇ ગઈ છે લાખો લોકો મુઠ્ઠીભર લોકો માટે પોતાનું બલિદાન આપતા રહ્યા છે ચલણી નાણું મોગલ સલ્તનતે મજબુત ચલણ વ્યવસ્થા કરી હતી તે ઔરંગઝેબનું ૧૭૦૭માં મૃત્યુ થયું તે સાથે પડી ભાંગી મોગલ કાળમાં સમાજમાંથી સાટા પદ્ધતિ લગભગ નાબૂદ થઈ ગઈ હતી અને નાણાનો વ્યવહાર વ્યાપક બની ગયો હતો આ સ્થિતિને પહોંચી વળવા હિંદુસ્તાનમાં ચલણી સિક્કામાં શુદ્ધ ધાતુ કેટલી છે અને તેનું મૂલ્ય શું છે તેના આધારે સિક્કાઓનું મૂલ્ય નક્કી કરવામાં આવ્યું ઈસ્ટ ઇંડિયા કંપની જ્યાં કામ કરતી હતી તે પ્રદેશમાં પોતાની ટંકશાળ બનાવવાના અધિકાર પણ પ્રાપ્ત કરી લેતી મદ્રાસ અને મુંબઈમાં આવી ટંકશાળો હતી પરંતુ પ્લાસી પહેલાં બંગાળમાં એમને ટંકશાળની છૂટ નહોતી મળી ટંકશાળો કોરોમંડલને કાંઠે આર્માગોનમાં જ્યાં ઈસ્ટ ઇંડિયા કંપનીની તોપો પહેલી વાર જમીન પર ઊતરી ત્યાં ૧૬૨૬માં પહેલી ટંકશાળ બની તે પછી ૧૬૩૯માં કંપનીએ ચંદ્રગિરિના રાજા પાસેથી ટંકશાળ બનાવવાના હક મેળવ્યા તે પછી ૧૬૯૨માં મોગલ શાહજાદા કામબખ્શ પાસેથી મદ્રાસમાં ચાંદીના રૂપિયા બનાવવાનો અધિકાર મળ્યો જો કે આ સિક્કા માત્ર બંગાળમાં જ વાપરવાના હતા ૧૬૯૦માં કંપનીએ મરાઠા શાસકો પાઅસેથી કડળૂરુ પાસે કિલ્લો ખરીદ્યો અને એને ફોર્ટ સેન્ટ ડૅવિડ નામ આપ્યું અહીં પણ એમને સોના કે ચાંદીના સિક્કા બનાવવાનો અધિકાર મળ્યો બધાં રાજ્યો ઈસ્ટ ઇંડિયા કંપની સાથે વેપાર માટે એટલાં આતુર હતાં કે મોટા ભાગે એમને સિક્કા બનાવવાના અધિકારના બદલામાં જકાત કે કમિશન ચૂકવવામાંથી પણ માફી મળતી એજ રીતે ૧૬૯૨માં મુંબઈની ટંકશાળ પણ શરૂ થઈ અહીં બનાવેલા સિકાઓ પર ઇંગ્લૅંડના રાજા વિલિયમ ત્રીજા અને રાણી મૅરીનાં નામો હતાં ઔરંગઝેબે આની સામે સખત વાંધો લીધો પરિણામે આ સિક્કા પાછા ખેંચી લેવા પડ્યા ૧૭૫૭માં મીર જાફરે કંપનીને કલકતામાં ટંકશાળ બનાવવાની પરવાનગી આપી બંગાળમાં અઢારમી સદીના મધ્યભાગમાં ચાંદીનો રૂપિયો ૧૦ માશા ૧૧ ૬૦ ગ્રામ નો હતો ૧૦ માશા વજનનું સ્ટૅન્ડર્ડ પણ હતું અને એ સિક્કા તરીકે ઓળખાતું આમ આ સિક્કો ખરેખરા બજાર મૂલ્યની બરાબર હતો એક સિક્કાના ૧૬ આના ૧૦ માશા અને એક આનાનું મૂલ્ય ૧૨ પાઈ જેટલું હતું રૂપિયો સ્ટૅન્ડર્ડ બન્યા પછી પણ કેટલીયે જણસો બીજાં ચલણોમાં ખરીદવી પડતી આ ઉપરાંત એક જાતની કડવી બદામ પણ ચલણ તરીકે ચાલતી એ ગુજરાતમાંથી આયાત કરવી પડતી સૂરતમાં આ બદામ ચલણ તરીકે ચાલતી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શાહુકારો શરાફો વેપારીઓ અને કારીગરો મોટી સંખ્યામાં હતા પણ આ કડવી બદામ ચલણમાં સ્વીકાર્ય બની હતી બંગાળનું પતન હિંદુસ્તાન માટે એક દુઃસ્વપ્ન જેવું રહ્યું છે આ ઓથારમાંથી દેશ આજે અઢીસો વર્ષ પછી પણ છૂટ્યો નથી પરંતુ આપણે હવે દખ્ખણ અને કર્ણાટક જઈએ એ હજી કંપનીના કબજામાં નથી આવ્યાં સંદર્ભઃ 1 poverty of india dadabhai navroji 1878 ઇંટરનેટ પર ઉપલબ્ધ http shodhganga inflibnet ac in bitstream 10603 14414 6 06_chapter 201 pdf like loading author dipak dholakia posted on 30 08 2018 14 08 2018 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 1 slavery chapter 27 india slavery and struggle for freedom part 1 slavery chapter 26 ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૧ ગુલામી પ્રકરણ ૨૬ કંપની રાજની બંગાળ પર અસર બક્સરની લડાઈ પછી ૧૭૬૫માં મોગલ બાદશાહે કંપનીને બંગાળની દીવાન બનાવી દીધી મોગલ સલ્તનતમાં બંગાળ સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ હતો બ્રિટન માટે આ દીવાની આશીર્વાદ સમાન નીવડી કંપની અને એના નોકરોને એનાથી બહુ મોટો લાભ થયો નદીઓથી સમૃદ્ધ આ પ્રદેશ ૩૦ લાખ રૂપિયાની મહેસૂલી આવક આપતો હતો વેપારમાં તો નુકસાન થતું હતું પણ મહેસૂલની આ ગંજાવર રકમમાંથી કંપની લંડનમાં ડાયરેક્ટરોનું મોઢું બંધ રાખી શકતી હતી અહીંનો માલ રેશમ ખાંડ અને ગળી લંડનના બજાર માટે જ હતાં બંગાળનો ચોખાનો મબલખ પાક કંપનીની લશ્કરી છાવણીઓને કામ આવતો પરંતુ મુખ્ય ફાયદો તો મોગલ સલ્તનતે વેપાર માટે એના આખરી દિવસોમાં બનાવેલા નિયમોને કારણે થયો કોઈ પણ વેપારી કોઈ એક વસ્તુના વેપારનો ઇજારો લઈ શકતો કંપનીએ મીઠું બંદૂકનો દારુ ગળી સોપારી વગેરેના ઇજારા લઈ લીધા હતા કંપનીએ લંડનથી સોનું લેવું પડતું તે લગભગ બંધ થઈ ગયું જૂનું માળખું નવા વિચારો બંગાળ પર વર્ચસ્વ સ્થાપ્યા પછી પણ કંપનીનો ઉદ્દેશ મુખ્યત્વે તો કમાણી અને વેપારનો જ રહ્યો હતો એટલે દીવાન તરીકે પણ કંપનીએ જાતે બહુ મોટા ફેરફાર ન કર્યા બધાં કામો નવાબને નામે થતાં હતાં પણ ખરો અંકુશ ઓટુનવાબ એટલે કે એના નાયબનો હતો અને કંપની નવાબની નાયબ હતી ન્યાયની બાબતમાં પણ કંપનીએ દીવાન તરીકે દીવાની કેસો પોતાના હાથમાં લીધા પણ ફોજદારી ગુનાઓનો નિકાલ કરવાની જવાબદારી હજી નવાબના હાથમાં જ હતી પરંતુ ૧૭૭૨થી કંપનીએ પોતાને અપીલ કોર્ટ તરીકે સ્થાપિત કરી દીધી ૧૭૮૧ પછી તો નીચલી કોર્ટોમાં પણ અંગ્રેજ જજો દીવાની અને ફોજદારી કેસો સાંભળવા લાગ્યા આ આખા સમયગાળા દરમિયાન કંપની પર હજી લંડનના મુખ્ય ડાયરેક્ટરોનો કાબુ હતો પોલીસ કે લશ્કરી દળના ઉપયોગ માટે બંગાળના અંગ્રેજ શાસકોએ ડાયરેક્ટરોને જવાબ આપવો પડતો હતો ૧૭૬૫ પછી ઘણી વાર તો સ્વયં બ્રિટિશ સરકારનું જ દબાણ આવતું ૧૭૭૩માં અને પછી ૧૭૮૪માં બ્રિટન સરકારે કાયદા બનાવીને હિંદ માટેની નીતિ નક્કી કરી આપી ઈસ્ટ ઇંડિયા કંપનીના ડાયરેક્ટરોએ પણ એના પ્રમાણે વર્તવું પડતું ૧૮૩૩માં તો બ્રિટન સરકારે વેપારનો છેદ જ ઉડાડી દીધો કંપનીનું મુખ્ય કામ તો આમ બંધ જ થઈ ગયું નવા સમાજનું નિર્માણ હિંદુસ્તાન અને ખાસ કરીને બંગાળના સમાજ પર બ્રિટિશ હકુમત લદાઈ તે પછી મોટા ફેરફાર થયા એમ ન કહી શકાય કારણ કે ૧૭૬૫ પહેલાં જ સાંસ્કૃતિક સામાજિક આર્થિક પરિવર્તનો આવવા માંડ્યાં હતાં મોગલ સલ્તનત તૂટું તૂટું થતી હતી બીજાં શક્તિશાળી રાજ્યો પણ થાકવા લાગ્યાં હતાં ખેતીનું વેપારીકરણ પણ થવા લાગ્યું હતું મહેસૂલ એકઠું કરવાના અધિકાર નવાબી જમાનામાં જ બહુ ઘણા લોકોને મળી ગયા હતા એટલે ખેતી કરનારા સમાજમાં પણ અમીર ગરીબના ભેદભાવ શરૂ થઈ ગયા હતા આમ છતાં બ્રિટિશ સત્તાએ આ પ્રક્રિયાને નવો વેગ આપ્યો એમ તો જરૂર કહેવું પડશે વળી દેખ બીચારી બકરીનો પણ કોઈ ન જા તાં પકડે કાન જેવી સ્થિતિ પણ નહોતી સ્થપાઈ નવાબના વખતમાં જેટલી લૂંટમાર થતી તેમાં ઘટાડો થયો એમ ન કહી શકાય ખરેખર તો ૧૯મી સદીના પહેલા દાયકામાં લૂંટમારની જે હાલત હતી તે કંપની માટે શરમજનક જ હતી નવાબના સમયમાં એના લશ્કરના માણસો નવાબ ઉપરાંત એના મુખ્ય આશ્રયદાતાને વફાદાર રહેતા આમાં જે જોખમો હતાં તે પ્લાસીની લડાઈમાં છતાં થયાં પરંતુ કંપનીએ નવાબનું સૈન્ય વીખેરી નાખ્યું તેથી બેરોજગારી વધી ૬૫ ૦૦૦ નાના સિપાઈઓને તો નોકરીએ લઈને કંપનીએ રોજગાર આપ્યો પણ ઘોડેસવારોની એને જરૂર જ નહોતી બેકારીને કારણે બહારવટિયાઓનો ત્રાસ પણ વધ્યો જમીનદારો પહેલાં પોતપોતાના પ્રદેશમાં બધી સત્તા ભોગવતા અને નવાબ પણ એમાં દખલ ન દેતો કંપનીએ કાયદા બનાવીને એમના પર નિયંત્રણો મૂકવાની કોશિશો કરી પરંતુ જમીનદારો તો રાજકાજ જાણતા હતા એટલે વચલો રસ્તો કેમ કાઢવો તે જાણતા હતા આમ વ્યવહારમાં જમીનદારોને જ રક્ષણ મળ્યું ૧૭૯૦માં ૧૨ કુટુંબો મહેસૂલ એકત્ર કરતાં તેની જગ્યાએ કંપનીએ ઘણાને કોંટ્રૅક્ટ અને કાયમી અધિકારો આપતાં શોષણખોરોની મોટી જમાત ઊભી થઈ ગઈ અઢારમી સદીના અંતભાગમાં તો જમીન અને મજૂરી વચ્ચેની સમતુલા જમીનવાળાઓ તરફ ઢળતી થઈ ગઈ હતી બંગાળનું અર્થતંત્ર પૂરેપૂરું બ્રિટનના અર્થતંત્ર સાથે સંકળાઈ ગયું હતું એટલે ત્યાંના વાળાઢાળાની અસર બંગાળમાં પણ દેખાતી આમ તો જમીન મહેસૂલ અને કાચા માલના વેપાર પર ભાર મુકાતાં શહેરો કરતાં ગામડાંઓમાં કમાણીની તકો વધી હતી નવા વ્યવસાય નવી સભ્યતા આમ છતાં કલકત્તા જેવા શહેરનો પણ વિકાસ થયો અને ઢાકા પડી ભાંગ્યું કે જે મલમલ માટે જાણીતું હતું કેમ કે જમીનદાર ન હોય પરંતુ વહીવટ અને હિસાબનીસ તરીકે પાવરધા લોકોનો નવો વર્ગ શહેરમાં જ રહ્યો કલકત્તામાં હિંદીઓ માટે બ્લૅક ટાઉન અને યુરોપિયનો માટે વ્હાઇટ ટાઉન વિકસી ચૂક્યાં હતાં પરંતુ બ્લૅક ટાઉનમાં ગરીબો જ હતા એવું નથી ભદ્રલોક આધુનિક અને સાધન સંપન્ન હતા અને બ્લૅક ટાઉનમાં નવાં મોટાં મકાનો બાંધવા લાગ્યા હતા આ બધા હિંદુ હતા કોઈ બ્રાહ્મણ તો કોઈ કાયસ્થ લોકો મોટા ભાગે તો પગારદારો જ હતા પણ મૂડી રોકાણ દ્વારા પણ કમાઈ લેતા મોટી ઠાકુરબાડીઓ હવેલીઓ બાંધવાનો એમને શોખ હતો ધાર્મિક વિધિવિધાનોમાં ખાસ કરીને દુર્ગાપૂજામાં વેપારધંધા બંધ કરીને એ મોટો ખર્ચ કરતા અંગ્રેજી શાસકોને પણ પ્રાચીન પરંપરાઓમાં રસ વધ્યો હેસ્ટિંગ્સે ૧૭૮૪માં એશિયાટિક સોસાઇટીની સ્થાપના કરી અને હિંદુ ધર્મના પ્રાચીન ગ્રંથોનો અનુવાદ કરાવ્યો આ યુરોપીય વિદ્વાનો પંડિતોને નોકરીમાં લઈને જાતે જ સંસ્કૃત શીખ્યા બીજી બાજુ બાઇબલના બંગાળી અનુવાદો પણ થયા ૧૮૧૭માં એમના જ પ્રયાસોથી હિંદુ કૉલેજ શરૂ થઈ એમને યુરોપીય રહેણીકરણીએ આકર્ષ્યા હતા શિક્ષણ વધવાથી નવા ઉદાર વિચારો પણ જન્મ્યા આમાંથી બ્રહ્મોસમાજની સ્થાપના થઈ રાજા રામમોહન રાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વગેરે આ જ યુગનાં સંતાન હતાં ૦ ૦ ૦ સંદર્ભઃ new cambridge history of india ii 2 bengal the british bridgehead eastern india 1740 1828 chapter 2 4 5 p j marshall king s college london cambridge university press cambridge ઇંટરનેટ પર ઉપલબ્ધ like loading author dipak dholakia posted on 23 08 2018 14 08 2018 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 1 slavery chapter 26 science samachar 45 ૧ જરા મીઠું આપજો ને ભલે ખાઓ આપણામાંથી ઘણાને ભોજનમાં મીઠું વધારે જોઈતું હોય છે જમવા બેઠા હોઈએ ત્યારે કોઈક તો બોલે જ છે જરા મીઠું આપજો ને વિશ્વ આરોગ્ય સંસ્થા who એ હૃદયને લગતા રોગોથી બચવા દિવસમાં બે ગ્રામથી ઓછું મીઠું લેવાની સલાહ આપી છે પરંતુ આ લક્ષ્ય હજી સુધી તો કોઈ દેશમાં સિદ્ધ નથી થયું હવે નવા સંશોધન પ્રમાણે જે લોકો દિવસમાં પાંચ ગ્રામ સુધી મીઠું લેતા હોય તેમની સામે હૃદયને લગતી બીમારીઓ થવાનું જોખમ દેખાયું નથી મૅકમાસ્ટર યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે whoની માર્ગદર્શિકા વ્યક્તિગત અવલોકનો પર આધારિત છે આની સામે એમણે ૨૧ દેશોમાં મીઠાના પ્રભાવથી થતી હૃદયની બીમારીઓ અને હાઈ બ્લડપ્રેશરના દરદીઓની મોજણી કરીને આ તારણ કાઢ્યું છે ૨૧માંથી ૧૮ દેશોમાંથી પ્રાપ્ત થયેલા નિષ્કર્ષ હવે જાહેર કરવામાં આવ્યા છે આમાં ચીન ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે એમણે બ્લડપ્રેશરમાં મીઠાનો પ્રભાવ જાણવા માટે ૩૬૯ ગામો અને શહેરોમાં ૯૫ ૭૬૭ પર અને એ જ રીતે હૃદયની ધમનીની બીમારી માટે ૨૫૫ ગામો અને શહેરોમાં ૮૨ ૫૪૪ વ્યક્તિઓ પર પ્રયોગ કર્યો અભ્યાસમાં લેવાયેલી દરેક વ્યક્તિ નીરોગી હતી અને એમની વય ૩૫ અને ૭૦ વર્ષની વચ્ચે હતી આ પ્રયોગમાં દરેકનું આઠ વર્ષ સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું ચીનનાં ગામો અને શહેરોમાંથી ૮૨ ટકામાં મીઠું પાંચ ગ્રામથી વધારે લેવાતું હોવાનું જોવા મળ્યું જ્યારે બીજા દેશોમાં ૨૬૬માંથી ૨૨૪ ગામો અને શહેરોમાં મીઠું ત્રણથી પાંચ ગ્રામ લેવાય છે એકંદરે એ જાણવા મળ્યું કે દર એક ગ્રામ મીઠું વધતાં બ્લડપ્રેશર ઊપલું કે સિસ્ટોલિક ૨ ૮૬ mmhg વધ્યું પરંતુ જોખમી કહેવાય તે સ્તરે ન પહોંચ્યું એવું જ હૃદય સંબંધી બીમારીઓમાં પણ પામ્ચ ગ્રામ સુધી વધઘટ કરતાં જોવા મળ્યું તે ઉપરાંત વધારે મીઠું ખાનારા પોતાના ભોજનમાં ફળો દહીઁદૂધ અને પોટૅશિયમ વિપુલ પ્રમાણમાં લે તેવી વસ્તુઓ ઉમેરે તો વધારાના મીઠાના દુષ્પ્રભાવને ટાળી શકે છે પોટૅશિયમયુક્ત પદાર્થો હૃદયની બીમારીઓ અને એને કારણે થતાં મૃત્યુના પ્રમાણમાં પણ ઘટાડો કરી શકે છે સંશોધકો કહે છે કે મીઠાનો વપરાશ જ્યાં પાંચ ગ્રામ કરતાં વધારે થતો હોય ત્યાં કામ કરવાની જરૂર છે બાકી બીજે ક્યાંય બહુ ચિંતાની વાત નથી સંદર્ભ ૧ https www thelancet com journals lancet article piis0140 6736 18 31376 x fulltext ૨ www sciencedaily com releases 2018 08 180809202057 htm 000 ૨ માતાપિતા અને બાળકો વચ્ચે વર્ષમાં ૨૦૦૦ જીભાજોડી થાય છે એક અભ્યાસ પ્રમાણે માતાપિતા અને બાળકો વચ્ચે એક વર્ષમાં ૨ ૧૮૪ વાર સામસામી દલીલો થાય છે આમાંથી મોટા ભાગે તો ખાવાપીવાના મુદ્દા પર થતી હોય છે મમ્મીઓ પ્લેટ ભરીને પીરસે અને કહે કે તેં શાકને તો હાથ જ નથી અડાડ્યો અથવા હજી તારી પહેલી રોટલીયે પૂરી નથી થઈ અથવા જમતાં પહેલાં બાળક ફ્રિજમાંથી કંઈ કાઢીને ખાય તો મમ્મી બોલેઃ હવે જમવાટાણું થયું છે ત્યારે આ ખાય છે તો જમીશ શું વર્ષની બે હજાર દલીલ એટલે દરરોજ પાંચ છ વાર તો ખાંડાં ખખડે જ સંશોધકોએ બે હજાર માતાપિતાના ઇંટરવ્યૂ લઈને કહ્યું છે કે માતાપિતા માત્ર અડધી લડાઈ જીતે છે બાળકો પણ ગાંજ્યાં જાય તેવાં નથી હોતાં દરેક દસ્માંથી માત્ર છ માતાઓ બાળકો સામે સબળ પુરવાર થઈ હોવાનું જણાયું છે અને પપ્પાઓ તો બાળક સાથે સમાધાન કરી લેતા હોવાનું બહાર આવ્યું છે માતાપિતા સામે યુદ્ધનો બીજો મુદ્દો સમયસર સૂવાનો હોય છે મમ્મી બોલ્યા કરે અને બાળક સુવાનું ટાળતું જાય હવે એમાં મોબાઇલ અને કૉમ્પ્યુટર પણ નવા મોરચા બન્યાં છે જ્યાં સુધી હોમવર્ક પૂરું ન થાય ત્યાં સુધી મોબાઇલને હાથ નથી લગાડવાનો અરે વોલ્યુમ ઓછું કર કાન ફાટી ગયા આમ સરેરાશ દરરોજ ૪૯ મિનિટ વાક્યુદ્ધમાં ખર્ચાય છે અથવા દુકાનમાં અરે તારી પાસે કેટલી બધી કાર પડી છે આ બૉલ લઈ લે ક્યારેક તો આમાંથી માતાપિતા વચ્ચે જ શબ્દબાણોની આપ લે થઈ જતી હોય છે એની પણ સર્વે કરવી જોઈએ આ સંવાદ જાણીતો છે તમે ખોટો બચાવ કરો છો તે પછી મારું તો સાંભળે જ નહીં ને capri sun સંસ્થાએ માતાપિતા અને બાળકો વચ્ચેના આ ગંભીર સર્વવ્યાપી અને ક્રોનિક વિવાદ વિશે માટે આ સર્વે કરાવી હતી સંદર્ભઃ https www thesun co uk news 6869763 parents have 2000 rows with their kids every year and heres what we argue most about 00૦ ૩ સૂરજને આંબવાની હામ ગયા સોમવારે ૧૨મી તારીખે નાસાએ સૂરજની નજીક ઉપગ્રહ મોકલવા માટેનું રૉકેટ છ્હોડ્યું આમ તો શનિવારે છોદ્ડવાનું હતું પણ છેલ્લી ઘડીએ એના ઍલાર્મમાં ખામી જણાતાં ઉડ્ડયન મુલતવી રાખવું પડ્યું માનવ ઇતિહાસમાં આ સૌથી વધારે ગતિવાળું રૉકેટ છે અને આજથી પહેલાં સૂર્ય તરફ મોકલાયેલા બધા ઉપગ્રહોમાં આ પ્રોબ સૌથી નજીક પહોંચશે એનું નામ ૯૧ વર્ષના ખગોળભૌતિકશાસ્ત્રી હ્યુજિન પાર્કરના નામ પરથી પાર્કર રાખવામાં આવ્યું છે સૂર્ય તરફ ઉપગ્રહ મોકલવાનો વિચાર સૌથી પહેલાં આજથી સાઠ વર્ષ પહેલાં એમણે જ આપ્યો હતો પાર્કર સોલર પ્રોબ સૂર્યથી માત્ર ૬૧ લાખ કિલોમીટર દૂર રહેશે આ પહેલાં ૧૯૭૬માં હેલિઓસ પ્રોબ મોકલવામાં આવ્યું હતું તે ૪ કરોડ ૩૦ લાખ કિલોમીટર જેટલું નજીક પહોંચ્યું હતું એની આગળ સુરક્ષા કવચ છે જે ૧૩ ૦૦ સેલ્શિયસ ગરમી સહન કરી શકશે એની ગતિ વધીને સેકંડના ૧૯૦ કિલોમીટર સુધી પહોંચશે જે અત્યાર સુધી માનવસર્જિત કોઈ પણ સાધનની ગતિ કરતાં વધારે છે આવતાં છ અઠવાડિયાંમાં એ શુક્રને વટાવી જશે અમે બીજાં છ અઠવાડિયાંમાં એ સૂરજની પહેલી પ્રદક્ષિણા કરી લેશે પ્રોબ સૂરજની ફરતે સાત રહેશે અને એ એને ફરતા કંકણcorona નો અભ્યાસ કરશે અહીં થતી બધી પ્રક્રિયાઓની અસર પૃથ્વી પર પડતી હોય છે પાર્કર એના વાતાવરણમાં પ્રવેશ કરશે આમ એ લગભગ સૂરજને અડવા જેવું જ છે એમ વૈજ્ઞાનિકો કહે છે સંદર્ભઃ https www bbc co uk news science environment 45160722 000 ૪ હોમો ઇરેક્ટસ આળસુ હતા હોમો સેપિઅન્સથી પહેલાં જે માનવ જેવી પ્રજાતિ હતી તે હોમો ઇરેક્ટસ તરીકે ઓળખાય છે પ્રાણી સૃષ્ટિમાં બે પગ પર સીધા ટટ્ટાર ઊભા રહેવાની શરૂઆત હોમો ઇરેક્ટસે કરી અહીં આપેલી તસવીર હોમો ઇરેક્ટસનું કલ્પના ચિત્ર છે પીકિંગમાંથી મળેલી ખોપરી પરથી આ ચિત્ર બનાવેલું છે હોમો ઇરેક્ટસ દસથી વીસ લાખ વર્ષ પહેલાં થઈ ગયા એની જ એક પેટા પ્રજાતિમાંથી આપણા વડવા હોમો સેપિઅન્સનો ઉદ્ભવ થયો દુનિયામાં ઘણાં સ્થળોએ હોમો સેપિઅન્સથી પહેલાંના માનવનાં કંકાલ કે ખોપરી મળ્યાં છે ઓસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે હોમો ઇરેક્ટસ નાબૂદ થઈ ગયા તેનાં ઘણાં કારણૉમાં એક તો એ હતું કે એ બહુ મહેનત કરતા નહોતા જે મળ્યું તેનાથી કામ ચલાવી લેતા એમનું આ આળસ એમના અંત માટેનું એક કારણ છે અરબી દ્વીપકલ્પમાં પુરાતત્ત્વીય ખોજ દરમિયાન જોવા મળ્યું કે ક્યાંથી હોમો ઇરેક્ટસના અવશેષો મળ્યા તે ગુફાઓમાંથી એમનાં ઓજારો પણ મળ્યાં આ ઓજારો એ જ જગ્યાએ મળતા પથ્થરમાંથી બનાવેલાં છે આમ તો એની નજીકના એક ડૂંગરમાં વધારે સારાં ઓજારો બનાવી શકાય એવા મજબૂત ધારદાર પથ્થર મળે છે પરંતુ હોમો ઇરેક્ટસે ટેકરી ચડીને સારાં ઓજારો માટેના પથ્થર એકઠા કરવાની તસ્દી નથી લીધી સંશોધક ટીમના નેતા ડૉ શિપ્ટન કહે છે કે એમનામાં ખોજવૃત્તિ હોય એવું જણાતું નથી બીજી બાજુ હોમો સેપિઅન્સ અને નિએંડરથલનાં ઓજારો જોતાં લાગે છે કે એના માટે સારા પથ્થર મેળવવા માટે એ મહેનત કરતા હોવા જોઈએ આમ એમણે ટેકનોલોજીનો વિકાસ ન કર્યો બીજી બાજુથી ભારે દુકાળનો યુગ શરૂ થયો આમાં એમનું જીવન સારાં ઓજારો વિના કેટલું કપરું થઈ પડ્યું હશે તે સમજી શકાય છે સંદર્ભઃ https anu prezly com laziness helped lead to extinction of homo erectus ૦૦૦ like loading author dipak dholakia posted on 20 08 2018 14 08 2018 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર science samachar webgurjaari 2 ટિપ્પણીઓ science samachar 45 માટે india slavery and struggle for freedom part 1 slavery chapter 25 ભારતઃ ગુલામી અને આઝાદી ...
|