Meta tags:
description= 7 posts published by Dipak Dholakia during October 2018;
Headings (most frequently used words):
આઝાદી, માટેનો, સંઘર્ષ, struggle, for, freedom, ભારતઃ, ગુલામી, અને, india, slavery, and, part, chapter, ભાગ, પ્રકરણ, બંગાળમાં, વિરોધના, science, samachar, dipak, dholakia, spam, blocked, સૂર, વિદ્રોહ, સૂર્, મહિનો, ઓક્ટોબર, 2018, 50, 49, 48, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ચુઆડ, સંન્યાસી,
Text of the page (most frequently used words):
અને (174), હતા (56), 2018 (49), કરી (41), હતો (39), માટે (35), ઓક્ટોબર (31), હતી (31), નવેમ્બર (29), ડિસેમ્બર (29), જાન્યુઆરી (28), #freedom (28), struggle (28), સાથે (28), સપ્ટેમ્બર (27), એટલે (27), પરંતુ (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), જૂન (25), હવે (25), સંન્યાસીઓ (25), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), પછી (24), એમને (24), એમણે (23), હતું (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), for (22), ગયા (22), હોય (22), ફકીરો (20), dipak (19), 2013 (18), 2022 (18), dholakia (17), એણે (17), બંગાળમાં (17), 2011 (16), સંદર્ભઃ (16), આપણે (16), એમના (16), નથી (16), એને (15), સાધુઓ (15), મહેસૂલ (15), 2014 (14), india (14), and (14), www (14), માત્ર (14), પોતાના (14), પહેલાં (14), કરીને (14), વિદ્રોહ (14), કંપની (14), સામાન્ય (14), તરીકે (14), 2025 (13), slavery (13), ગયો (13), વધારે (13), સંઘર્ષ (13), કંપનીની (13), શરૂ (12), com (12), વાત (12), ભાગ (12), https (12), પાસે (12), કોઈ (12), બીજા (12), મળી (12), આઝાદી (12), માટેનો (12), સંન્યાસી (12), સામે (12), એમની (12), કરતા (12), science (11), વસૂલ (11), ખેડૂતો (11), બ્રિટિશ (11), બહુ (11), જમીનદારો (11), રાજા (11), ચહેરા (11), સુધી (10), બધા (10), કર્યા (10), એની (10), મૂળ (10), સત્તા (10), કંપનીના (10), નહીં (10), ફરી (10), દીવાન (10), મજનુ (10), મદદ (10), કર્યો (9), સંશોધકોએ (9), નહોતું (9), બીજી (9), કારણે (9), જિલ્લામાં (9), હજાર (9), શકે (9), અંગ્રેજોએ (9), એના (9), like (8), uncategorized (8), martyrs (8), કામ (8), રીતે (8), છીએ (8), થાય (8), એમાં (8), ત્યાં (8), આવ્યો (8), લોકોને (8), આવ્યા (8), part (8), chapter (8), ગુલામી (8), લીધા (8), કંપનીએ (8), પ્રમાણે (8), નાગા (8), વખતે (8), indian (7), દ્વારા (7), webgurjari (7), વેબગુર્જરી (7), tags (7), categories (7), posted (7), author (7), loading (7), આવે (7), કરે (7), મૃત્યુ (7), થયું (7), બન્ને (7), કરતાં (7), હજી (7), કારણ (7), નહોતો (7), લીધો (7), સૈનિકો (7), દુકાળ (7), વ્યવસ્થા (7), વર્ષ (7), મોટા (7), કરવા (7), થયો (7), શાહ (7), રહી (7), અંગ્રેજ (7), dna (7), યાદ (7), ખગેન્દ્ર (7), નામ (6), રહ્યું (6), મારી (6), samachar (6), વિના (6), http (6), રહે (6), દરમિયાન (6), ત્યારે (6), પત્ર (6), નહોતી (6), હાથમાં (6), આવા (6), વિશે (6), આખી (6), રિપોર્ટ (6), એનો (6), શોધી (6), કર્યું (6), પડી (6), ઈસ્ટ (6), ઇંડિયા (6), અંતે (6), મોટી (6), નહોતા (6), આપ્યો (6), સંન્યાસીઓને (6), ખાસ (6), મુખ્ય (6), કંપનીને (6), પાસેથી (6), ઓછી (6), ૦૦૦ (6), અમુક (6), ગરમી (6), ચુઆડ (6), ઘણા (6), ચુઆડોએ (6), બારી (5), શોધો (5), leave (5), comment (5), સમાચાર (5), org (5), દરેક (5), પ્રયોગ (5), આવ્યું (5), પૃથ્વી (5), ખરેખર (5), બીજો (5), જુદી (5), કૅન્સર (5), મળે (5), કરોડ (5), વર્ષે (5), news (5), આપી (5), the (5), બની (5), બંગાળ (5), સાધુ (5), દીધા (5), હતાં (5), ફકીરોએ (5), પોતાનાં (5), ફકીરોને (5), પાંચ (5), પોતાનો (5), પહોંચી (5), ભાગી (5), શું (5), કંઈ (5), છતાં (5), અનાજ (5), દસ્તાવેજોમાં (5), પોતે (5), માલ (5), લઈને (5), રાજકીય (5), થયા (5), જનરલ (5), બાજુથી (5), ડાયનાસોર (5), અંગ્રેજો (5), સરકારે (5), સરેરાશ (5), કરો (4), blocked (4), નવી (4), spam (4), adventurous (4), subhashbabu (4), આના (4), બનાવ્યું (4), સંપૂર્ણ (4), પોતાની (4), આમાં (4), આપે (4), nature (4), articles (4), d41586 (4), 018 (4), લખ્યું (4), પડ્યો (4), આપ્યું (4), છેઃ (4), બનાવી (4), મળીને (4), ટકા (4), બાજુ (4), જોવા (4), હોવાનું (4), સુધીમાં (4), ત્રણ (4), જાય (4), વસતા (4), નવું (4), નામની (4), ગયું (4), એનું (4), અહીં (4), ભારત (4), ઇંટરનેટ (4), ઉપલબ્ધ (4), rebellion (4), લોકો (4), કંપનીનું (4), તેમ (4), ફકીરોના (4), બિહારમાં (4), સોંપી (4), જાણ (4), એમનું (4), કબજો (4), એમનો (4), આવી (4), લેતા (4), એવી (4), તૈયાર (4), આથી (4), જીવન (4), રહેતા (4), લડતા (4), જતા (4), કાયદો (4), દીધો (4), અવધ (4), વિરોધના (4), પ્રકરણ (4), ભારતઃ (4), રાજાઓ (4), વચ્ચે (4), રાખી (4), ભૂતાનના (4), શકીએ (4), ચાર (4), આનો (4), કેટલાક (4), અર્થ (4), ગરમીને (4), અંગ્રેજોને (4), પેદા (4), સરકાર (4), નવો (4), ગવર્નર (4), મિદનાપુર (4), this (3), wordpress (3), ટિપ્પણી (3), content (3), other (3), email (3), મશીન (3), પરના (3), જોયું (3), મગજ (3), જેમ (3), અથવા (3), નક્કી (3), ભૂમિકા (3), સમજી (3), કેમ (3), સાત (3), ગૅલીલિયોએ (3), ખબર (3), તારીખે (3), ભાષા (3), એનાથી (3), લાગ્યો (3), હાથ (3), કરતો (3), જ્યાં (3), ૨૦૧૮માં (3), કૅન્સરનું (3), સૌથી (3), આફ્રિકાના (3), વ્યાપક (3), દુનિયામાં (3), પ્રમાણ (3), વધવા (3), લાગ્યું (3), નવા (3), મળ્યા (3), માહિતી (3), એવું (3), શાહબુદ્દીન (3), જીવો (3), sannyasi (3), chandra (3), આગળ (3), ચર્ચા (3), તરફ (3), હેઠળ (3), રંગપુર (3), વગેરે (3), સ્થળેથી (3), ટુકડીઓ (3), ફોજ (3), રહ્યા (3), પૈસા (3), કેટલાય (3), વસુલાત (3), જ્યારે (3), મહેસૂલની (3), રોકડ (3), અંગ્રેજોના (3), આવતાં (3), નાખ્યું (3), સામેલ (3), આજે (3), આને (3), ભારે (3), જમીન (3), જમીનદાર (3), તેની (3), પાડ્યો (3), વેચવાની (3), અંત (3), મરાઠાઓ (3), દીધી (3), વિરુદ્ધ (3), લાભ (3), ૧૭૭૩માં (3), સાધુઓને (3), ઊભા (3), રકમ (3), છૂટ્યો (3), પકડી (3), જમીનદારોને (3), બધી (3), ફરજિયાત (3), સમજૂતી (3), બહાર (3), ઓળખાતા (3), અંગ્રેજી (3), સાધુઓએ (3), જિલ્લાઓમાં (3), નજરે (3), એવો (3), જમીનદારોએ (3), બંગાળના (3), દીધું (3), પગે (3), લેખક (3), કહે (3), માં (3), ફોસ્ફેટ (3), ફોસ્ફાઇન (3), જીવ (3), પ્રજનન (3), સૂરજની (3), શોષે (3), અભ્યાસ (3), સફેદ (3), સયૂઝ (3), પહેલી (3), વાર (3), ગરીબ (3), વિદ્રોહને (3), માગી (3), વિદ્રોહમાં (3), દેવી (3), ચૌધરાણી (3), ભવાની (3), શબ્દ (3), કલેક્ટર (3), પાઇક (3), સેનામાં (3), રાજ્ય (3), નઝીર (3), દેબ (3), બન્યો (3), તરફથી (3), સત્તાઓ (3), બ્રિટન (3), ચુઆડો (3), હુમલા (3), જંગલ (3), જિલ્લો (3), એવા (3), ઓળખી (3), વૈજ્ઞાનિકો (3), સંતાન (3), ટૅગ (3), યુરોપીય (3), મૂળના (3), શિકાર (3), મિત્રોને (3), site (2), with (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 307 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), વિભાગ (2), લેખ (2), address (2), releases (2), શકાશે (2), લેખઃ (2), jneurosci (2), early (2), દરદીને (2), મગજની (2), ઇલેક્ટ્રોડ (2), રાખ્યો (2), કહેવામાં (2), રૂપે (2), વ્યક્તિને (2), સંચાલન (2), એટલું (2), ફેર (2), ઉપયોગ (2), briefing (2), ચર્ચના (2), કહ્યું (2), ફરે (2), જતી (2), ચર્ચે (2), રૉયલ (2), કોઈને (2), વર્ષના (2), સંશોધક (2), પરિણામે (2), સૂર્ય (2), પૃથ્વીની (2), ચર્ચ (2), લંડનની (2), ભાષાનો (2), ગૅલીલિયોનો (2), બચાવ (2), જોઈને (2), કઠોર (2), કરવાનું (2), મુશ્કેલ (2), ભેગા (2), અફવાઓ (2), ફેલાવી (2), doi (2), જોઈએ (2), એશિયામાં (2), તેવા (2), પ્રદેશમાં (2), સહારા (2), લાખનાં (2), થયાં (2), જણાયું (2), કૅન્સરને (2), થશે (2), પ્રકાશિત (2), તારણ (2), કૅન્સરનો (2), પ્રકોપ (2), સંસ્થા (2), research (2), વધ્યો (2), શેખ (2), ગુફાઓમાં (2), શોધવાનું (2), ભારતમાં (2), પ્રજાતિ (2), ગુફામાં (2), આંધ્રાકોઇડ (2), સોસાઇટીએ (2), પાણીમાં (2), કરશું (2), ટેકો (2), મળતો (2), બને (2), વખત (2), પૂરતો (2), મર્યાદિત (2), બિહાર (2), ૧૭૬૯ (2), નીમી (2), કોસી (2), સિંક્લેરની (2), આગેવાની (2), લશ્કરી (2), શાંતિથી (2), દીધાં (2), થોડા (2), રોકી (2), એકઠા (2), આની (2), ફકીરોની (2), મોકલવી (2), જાણે (2), લાગો (2), દુકાળની (2), ૧૭૬૩માં (2), ઢાકામાં (2), સંન્યાસીઓએ (2), ૧૭૬૭માં (2), પડ્યા (2), મોતને (2), ઘાટે (2), ઉતારી (2), અંગ્રેજોની (2), બીજ (2), ખરીદવાના (2), જોડાઈ (2), માર્યા (2), અધિકાર (2), ક્યારેક (2), હકુમત (2), જૂની (2), ફકીર (2), લેવા (2), અર્થમાં (2), લુંટારા (2), આર્થિક (2), અસર (2), ઘોડેસવાર (2), માંડ્યું (2), પરંપરા (2), પસાર (2), રહેતો (2), બનાવેલા (2), ગિરિ (2), વૈરાગીઓ (2), સંપ્રદાયોના (2), ભાગે (2), નવાબ (2), કાસિમ (2), રહેતાં (2), ચાલુ (2), પ્રજાના (2), જીવનમાં (2), ૧૭૬૯માં (2), વેપારીઓ (2), બધું (2), લાગ્યા (2), ઊભાં (2), કરશે (2), ૧૭૫૭માં (2), દીવાની (2), મોગલકાળમાં (2), રાખતો (2), દીવાનને (2), જમીનો (2), તેનો (2), કરવાનો (2), આપણું (2), ફરજ (2), પડતી (2), યુગનો (2), સૂર્ (2), કૂચબિહારમાં (2), રહ્યો (2), મહિને (2), જોડાયા (2), શાહે (2), રાખવાની (2), શકતા (2), લડાઈમાં (2), પ્રદેશ (2), અવધના (2), કબજામાં (2), સંબંધો (2), મળતી (2), ઉપરાંત (2), આડે (2), પરવા (2), રૂપિયા (2), કરવાના (2), કરવામાં (2), સંપત્તિ (2), જવાબદારી (2), ખરું (2), જોતાં (2), હુકમ (2), કલેક્ટરો (2), બરાબર (2), જરૂરી (2), બાતમી (2), કાઢી (2), હેસ્ટિંગ્સે (2), અઢારમી (2), સદીના (2), સફળતા (2), સરકારને (2), હેસ્ટિંગ્સ (2), શસ્ત્રો (2), જિલ્લામાંથી (2), નામે (2), બન્નેને (2), હિતો (2), વૉરેન (2), સિપાઇઓને (2), મળ્યું (2), પહેલાંના (2), તત્ત્વ (2), સૈનિક (2), પૂર્ણિયા (2), અરસામાં (2), પાર (2), જવાબ (2), ઉલ્લેખ (2), ૧૭૭૧માં (2), સંન્યાસીઓની (2), અવરજવર (2), વધી (2), શક્ય (2), ભયંકર (2), ત્રીજા (2), html (2), વીડિયોઃ (2), દક્ષિણ (2), સ્ટેટ (2), સોરોપોડ (2), લેદૂમહાડી (2), અસ્થિ (2), કદનું (2), સોરોપોડના (2), પાછલા (2), ચાલતાં (2), edu (2), બન્યા (2), આધાર (2), મહત્ત્વ (2), ઊર્જા (2), તેવું (2), યુનિવર્સિટીના (2), જીવનનું (2), ઘટક (2), લાગી (2), ઘરમાં (2), રીત (2), પોલીમર (2), પરાવર્તિત (2), કિરણોને (2), દેખાડ્યું (2), પ્રમાણમાં (2), ડિગ્રી (2), રાખવાનો (2), 000 (2), કઝાખસ્તાનના (2), મોટો (2), અવકાશી (2), કૅપ્સ્યૂલ (2), સ્પેસ (2), બૂસ્ટર (2), રૉકેટ (2), પડ્યું (2), સહીસલામત (2), એમાંથી (2), મહિના (2), નિષ્ફળ (2), વિદ્રોહી (2), માણસની (2), જગ્યાએ (2), જન્મ (2), શક્યા (2), ૧૭૬૫માં (2), સામનો (2), છેક (2), વણકરો (2), પેઢી (2), આવતી (2), દેતા (2), કેટલાયે (2), સ્વતંત્ર (2), બદલે (2), રહેતી (2), શત્રુ (2), પાઠક (2), ૧૭૮૭માં (2), માર્યો (2), ૧૭૭૪માં (2), ઉધાર (2), દુઃખી (2), રસ્તો (2), રંઝાડતા (2), હોવાથી (2), ખરા (2), પ્રદેશના (2), ઉત્તર (2), જંગલોમાં (2), મદદથી (2), કૂચ (2), આક્રમણ (2), કરવાની (2), ખરી (2), નારાયણ (2), દેબની (2), હત્યા (2), ભાઈ (2), ભૂતાને (2), દેબને (2), ખૂન (2), નજીકના (2), સૂર (2), ૦૦૦૦ (2), william (2), pitt (2), younger (2), કેસ (2), પહેલો (2), કાયદા (2), ઓળખાય (2), પ્રધાન (2), પ્રવૃત્તિઓ (2), કંપનીનો (2), નિયંત્રણ (2), આદિવાસીઓના (2), પોલીસ (2), બળવાનું (2), ૧૭૯૯ના (2), કોર્ટમાં (2), નબળાઈ (2), ઉપર (2), ગામ (2), કરણગઢમાં (2), એમનાં (2), જિલ્લાના (2), હુમલો (2), ઍપ્રિલમાં (2), ખુલ્લો (2), કેન્દ્ર (2), ડિસેંબરમાં (2), બનતું (2), અલગ (2), ઝારગ્રામ (2), બંગાળીમાં (2), જંગલી (2), તાબે (2), દેખાડ્યા (2), કેટલા (2), 20181012 (2), હેતુ (2), ઉત્પન્ન (2), સંપર્ક (2), સજાતીય (2), નામના (2), cell (2), માદા (2), તંદુરસ્ત (2), બચ્ચાં (2), રેકોર્ડમાં (2), ત્રીજી (2), પેઢીના (2), અમેરિકામાં (2), અપરાધના (2), મળેલા (2), નાગરિકોના (2), શકમંદ (2), કિલર (2), design, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, history, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, sciencedaily, 180926140827, htm, sfn, લૉગ, ઍબ્સ્ટ્રૅક્ટ, વાંચી, journal, neuroscience, phonemes, precentral, inferior, frontal, gyri, 1206, અખતરો, માટેનું, અલ્ગોરિધમ, બનાવવાનું, જેથી, નૉર્થવેસ્ટર્નના, વૈજ્ઞાનિકોએ, ગાંઠ, કાઢવા, માટેના, ઓપરેશનમાં, દરદીના, મગજમાં, લગાડ્યા, જાગતો, ઓપરેશન, સ્ક્રીન, પરદા, શબ્દો, વાંચવાનું, ગ્રાફ, અંકિત, નૉર્થ, વેસ્ટર્ન, મૅડિસીન, વેઇનબર્ગ, કૉલેજના, સ્પીચ, બ્રેઇન, લકવાગ્રસ્ત, બોલીને, લાગશે, હાથપગનું, બોલવા, માગીએ, ધ્વનિમાં, સંકળાયેલાં, અંગોનું, કુશળતાથી, વર્ગના, ધ્વનિઓ, ઉચ્ચારમાં, સંચાલિત, કંઠ, તાળવું, દાંતનો, પાછળનો, હોઠ, વગેરેનો, શકાયું, બોલીએ, wikipedia, wiki, galileo_affair, 06769, utm_source, utm_medium, utm_campaign, utm_content, 20180921, youtube, watch, _7ykmgacesw, ગૅલીલિયોનું, જીવનઃ, ૨૧મી, ૧૬૧૩ના, લખાયેલો, પાનાનો, દેખાડે, શરૂઆતમાં, પ્રકોપથી, બચવા, પ્ર્ર્રયત્ન, ૧૬૩૨માં, પુસ્તક, તેમાં, સમુદ્રમાં, ભરતી, સુચવે, બાઇબલથી, ઉલ્ટી, ગૅલીલિયોને, સજા, ૧૬૪૨માં, કારાવાસ, ભોગવ્યો, સોસાઇટી, અઢીસો, વર્ષથી, ઑગસ્ટની, ઇટાલિયન, સાલ્વાતોર, રિસિઆર્દો, કામે, ઑનલાઇન, કૅટલોગ, તપાસતાં, ઉત્કંઠા, પ્રદક્ષિણા, માનતું, સાબીત, સુર્યની, આસપાસ, મિત્રને, લખ્યો, ગૅલીલિયોના, રોમમાં, સોસાઇટીમાં, ખોટી, ફાઇલમાં, મુકાઅઈ, પત્રમાં, જાણી, બદલીને, વાપરી, હળવી, ઉલ્ટું, પાદરીઓએ, ગૅલીલિયો, ટીકા, ચર્ચની, 1016, s0140, 6736, 32252, ભારતનું, ચિત્ર, દુનિયાની, વસ્તી, કૅન્સરની, નોંધણી, નિદાન, પચાસ, કેસો, નોંધાયા, જાતાનાં, સ્ત્રીઓમાં, સ્તનના, વાધારે, પ્રમાઅણ, ગર્ભાશયના, મુખનું, ફેફસાંના, દરદી, એંસી, લાખ, આજની, આઠમાંથી, પુરુષ, દસમાંથી, સ્ત્રી, પામશે, ૨૦૩૦, જેટલાં, તેમાંથી, નીચી, આવકવાળા, દેશોમાં, દુનિયાના, ૧૮૫, દેશોમાંથી, એકત્ર, કાઢવામાં, વધતો, સમાજમાં, વધતી, વયોવૃદ્ધોની, સંખ્યા, વ્યાપારી, હેતુઓ, અનારોગ્યકારી, જીવનશૈલીને, જવાબદાર, ઠેરવે, globocan, સપ્ટેમ્બરની, ૧૨મી, વિશેના, સંશોધનની, આંતરરાષ્ટ્રીય, international, cancer, જાતનાં, કૅન્સરો, એકંદરે, વિશેનો, thehindu, national, andhra, pradesh, zoological, society, london, honour, scientist, article24999844, ece, આચાર્ય, નાગાર્જુન, યુનિવર્સિટીમાં, અધ્યાપક, દેશની, ફરીને, પ્રજાતિઓ, ચૂક્યા, બેલૂમની, ગુફાનો, નક્શો, બનાવનાર, જર્મન, બાયોસ્પેલિયોલૉજિસ્ટ, હર્બર્ટ, ડેનિયલ, ગેબોયેરનું, ઝૂલૉજિકલ, સન્માનવા, જીવને, ફેલોશિપ, આંધ્ર, પ્રદેશની, ગૂથીકોંડા, બાયોસ્પેલોયોલૉજિસ્ટ, ગુફાઓના, બાયોલોજિસ્ટ, જીવાત, શોધતા, અચાનક, જીવડું, ચડ્યું, ખંખેરી, નાખવા, ડુબાડ્યો, પાણી, ડહોળાઈ, દૂધિયા, રંગના, અસંખ્ય, તરી, પરીક્ષણ, જાહેર, ખંડીય, છાજલીઓ, સરકીને, પહેલાંથી, કરોડો, વર્ષોથી, નાખ્યો, માથાનો, દુખાવો, લોકોનો, જોવાનું, એકમાત્ર, રોષનું, નિશાન, સ્વાભાવિક, રાજપાટ, નહોતાં, જોઈતાં, ખાવાનું, શાંત, રહેત, પેટ, ભરાય, અજંપો, માત્ર્ર, અવધમાં, હાલત, હુમલાથી, સાવધાન, સુપરવાઇઝરો, નદીના, સુપરવાઐઝરને, ૩૦૦, ફકીરોનું, જૂથ, સુપરવાઇઝરે, કૅપ્તન, ટુકડી, મોકલી, ભાલા, તલવાર, કૅપ્ટન, માનીને, હથિયારો, સિંક્લેરે, બાન, વધીને, અનુયાયીઓને, થતાં, દિનાજપુર, મોકલાઈ, ગજું, બટાલિયન, પહોંચે, હવામાં, ઓગળી, જૂથે, ફૅક્તરીનો, રાજશાહી, ફૅક્ટરીને, લૂંટી, લીધી, સારંગ, ત્યાંના, હાકેમે, મોકલ્યા, ડર્યા, સૈનિકોએ, ગોળીબાર, જેવા, મોળા, સધુઓ, ત્રાટક્યા, એંસીને, છૂટી, દૃઢતાથી, મુકાબલો, જીતીને, ઠંડા, પડતા, ૧૭૭૦ના, સંખ્યામાં, પહોંચ્યા, ખરીદવા, ટંક, ખાવા, ધાન, નાગાંપૂગાં, ચીંથરેહાલ, ભૂખના, લૂંટે, જીવવાનું, બીજું, સાધન, મોગલોએ, પીરોને, સનદ, ઉઘરાવવાનો, પીરો, પોતાનું, મનધાર્યું, અધિકારથી, અથડામણ, થતી, પગલાં, લેતી, સંન્યાસીઓમાં, રોષ, કડડભૂસ, થઈને, તૂટી, ઘડેલા, નિયમો, માનવા, પડે, સ્થિતિ, ઊભી, સાંખી, ત્યાર્રે, ગામમાંથી, મેળવવામાં, મુશ્કેલી, પડવા, માંડી, લૂંટફાટે, ચડ્યા, લેવામાં, રખડુ, બેકાર, ટોળકીઓ, ઓળખાવવામાં, સીધાસાદા, બદલાતાં, ખેડૂતોના, સાધુઓનું, સીધું, સંકળાયેલું, વીખેરી, હજારો, કામધંધા, વિનાના, સાધુઓની, જમાતમાં, ખરેખરા, ગુજરાન, ચાલવા, આખું, યાત્રા, ગામેથી, ત્યાંથી, ખાધાખોરાકીનો, સામાન, આદિ, શંકરાચાર્યે, દશનામી, પુરી, સંપ્રદાયના, લડાયક, શાંત્તિ, પ્રિય, બાવાઓ, હથિયાર, ચાલતા, ખાન, હોલકર, સિંધિયાએ, લશ્કરમાં, ખૂંખાર, મનાતા, મરવાથી, ડરતા, ઝનૂનથી, વારતિથિ, પાકેપાયે, દેશમાં, ક્યાંય, પર્વ, કુંભ, ઊજવણીને, ટાંકણે, વર્ષમાં, હરદ્વાર, પ્રયાગ, ગંગાસાગર, આસામમાં, બ્રહ્મપુત્રમાં, સ્નાન, કુંહ, મેળા, વગેરેમાં, પ્રથા, વ્યવસ્થામાં, વણાઈ, ખ્યાલ, આવતો, વરસાદ, ખેંચાઈ, મારફતે, ગામોમાંથી, ખરીદી, લીધું, ૧૭૭૦માં, આકાશ, કોરુંધાકોર, સખત, પકડમાં, ઝકડાયું, ઊંચા, ભાવે, વેચવા, વેચેલું, ગામડાંઓમાં, અનાજનો, દાણો, ખેતરો, સુકાઈ, ગયાં, માફ, ૧૭૫૭થી, ૧૭૬૫નાં, વર્ષો, અંધાધૂંધીનાં, રહ્યાં, કોણ, વાસૂલ, સ્પષ્ટ, લક્ષ્ય, લૂંટવાનું, દિવસો, યાતનાના, પ્લાસીના, વિજય, ૧૭૬૭, બદલી, નાખી, દેખરેખ, સખતાઇથી, મહેસૂલનો, પુરું, ઝુંટવી, લેવામો, યેનકેન, પ્રકારેણ, ખેડૂત, ઉગાડતો, રાજ્યને, આપતો, રકમમાં, ચીલો, રોકડા, અર્થતંત્ર, ગાઅમની, અંદર, સ્વાવલંબી, ચાલતું, ખેડૂતોને, ૧૮મી, સદીનો, ઉત્તરાર્ધ, પ્રારંભ, મોગલો, નિઝામ, ટીપુ, વગેર, અનેક, સ્વાધીન, રાજ્યોનો, યુગ, વિકીપીડિયા, જાણવા, પાછળ, જવું, પડશે, સામેના, જનઆંદોલનમાં, જાગીરદારો, માણસે, મોરચો, સંભાળ્યો, માણસો, ભરોસે, ૧૭૭૬માં, મહાસ્થાન, ગઢની, મસ્જિદ, ઊઘરાણી, ઘણો, નિરાંતનો, શ્વાસ, તેલ, તેલની, ધાર, જમાત, રાજપૂત, રાજપૂતોને, અસંતોષને, વાચા, ઉદ્દેશ્યનો, સંકેત, પરાજિત, ધીરજ, કહેવું, પૂરતું, બંગાળની, પાયમાલીનાં, હકુમતમાં, સ્પષ્ટપણે, ઘટના, રોહિલાઓ, વચ્ચેની, રોહિલા, હાર્યા, આઅવી, સારા, રોકવામાં, અવધની, મરાઠાઓમાં, અંદરોઅંદર, ફૂટ, અનુકૂળ, સંયોગો, થતા, ફોજની, શિસ્ત, એકતા, ટકી, પરાસ્ત, ધાર્મિક, રીતરિવાજો, આવતા, આભજમીનનું, અંતર, નિષ્ફળતા, પૂરું, વસૂળ, શકી, ખાધ, શાહને, ઉપાયોની, સાતસો, પંદરસો, કલેક્ટરને, શોધીને, હજારેક, ચૂકવી, બાકીની, લૂંટીને, ખજાનાના, રક્ષણ, સિપાઈઓની, ગામડાંના, સંન્યાસીઓથી, બચાવવાની, સિપાઈઓ, બ્લૅકમેઇલર, અવિચારી, વધારેપડતો, આકરો, સલામતી, રાજ્યનો, પૂરો, અંકુશ, વેપારી, નીકળતો, લુંટાઈ, જવાનો, શસ્ત્રધારી, ટુકડીને, મદ્રાસમાં, ફોર્ટ, વિલિયમમાં, કાઉંસિલે, હુકમમાં, ફેરફાર, હેસ્ટિંગ્સને, શંકા, ઉત્તરમાં, આવવા, મૂકે, રેસિડંટને, ટુકડીઓને, સત્તાને, આનું, મોટું, બીજાનો, પચાવી, પાડનારી, લુંટારુ, ટોળકી, ગણતી, જિલ્લાઓના, senassies, નીકળવા, દેવા, શસ્ત્ર, જાનાર, રાજ્યની, દુશ્મન, ગણવામાં, આવશે, ઓળખવામાં, ૧૭૭૦, હુમલાઓનું, વાંચ્યું, આવતું, રહેશે, સીધા, સદીઓ, જૂનાં, લાભોના, હેસ્ટિંસના, બાકરગંજમાં, ફેલાઈ, ફૅક્ટરી, રામપુરની, ફૅક્ટરીમાં, લૂંટફાટ, સારન, હરાવ, ૧૭૬૮માં, જમીનદારે, નોકરીમાં, કહી, નીતિએ, માનવ, હુમલાઓમાં, ભજવ્યો, લોકોનું, સમર્થન, હુમલાઓ, નજર, નાખીએ, ઓછું, કિસ્સામાં, ૧૭૬૦માં, મરાઠા, સૈન્યના, બર્દવાન, બર્ધમાન, કિશનગઢ, દસ્તાવેજો, ઘોડે, ાડીને, ધામો, નાખીને, બેઠો, ખતરો, ટળ્યો, બાજુએથી, જમના, નદી, પ્રવેશ્યા, બાર્કરે, સુજાઉદ્દૌલાને, ગંગા, પરવાનો, મળેલો, દસ્તાવેજમાં, બાવા, ચોમાસા, વસુલાતનું, ઘટ્યું, જણાય, ચોમાસું, ઊતરતાં, બિહારના, મદારના, પંથ, મદારી, શાહની, પ્રવેશ, પ્રયાસ, અઢી, હરાવવામાં, તકલીફ, વેરવીખેર, એકલદોકલને, ખૂણેખૂણે, છિઆત્તેતોરેર, મોનોન્તર, કૅલેંડર, ૧૧૭૬નો, હેસ્ટિંગ્સના, ૧૭૭૨ના, ઓછામાં, ભાગની, વસ્તીને, ભૂખ, ભરખી, વિદ્વાનોનું, માનવું, મુક્ત, બજારના, અખતરા, બ્રિટને, હિન્દુસ્તાન, આયર્લૅંડ, જેવાં, સંસ્થાનોમાં, ખાવાના, સાંસા, ધનવાન, ચુકવવાનું, થતું, ઘટતી, આવકમાં, ઉમેરો, ગરીબો, સિતમો, ગુજારવાનું, wits, latest, ledumahadi, mafube, south, africas, new, jurassic, giant, ફ્રી, પ્રાંતમાં, મફૂબી, નું, મહાકાય, હાથી, બમણા, વિસ્તારમાં, વિચરતું, સેસોથો, ભાષાનું, પરોઢિયે, ગર્જના, સોરોપોડનું, નજીકનું, સંબંધી, વનસ્પતીજીવી, ઊભું, રહેતું, શોધલેખના, બ્લેર, મૅક્ફી, આગલા, નાજુક, લેદૂમહાડીના, ખૂબ, મજબુત, ચોપગાં, ડાયનાસોરના, પુરોગામીઓ, બેપગાં, લેદૂમહાડી્ને, આર્જેંટિનામાંથી, મળેલાં, સંબંધ, જુરાસિક, યુગમાં, મહાખંડ, પાનગાઈયા, બ્યૂનોસ, એરિસથી, જોહાનિસબર્ગ, ડાયનાસોરનું, આફ્રિકામાં, 0૦૦, manoa, hawaii, article, php, aid, 9520, આપણી, સૂર્યમાળામાં, ગ્રહો, પદાર્થો, ધૂમકેતુઓમાં, ઉલ્કાઓ, ધૂમકેતુઓ, ફોસ્ફોરસ, ઑક્સોઍસિડ, જીવનની, શરૂઆતનો, જણાવ્યું, આણ્વિક, જીવશાસ્ત્ર, મોલેક્યૂલર, બાયોલૉજી, ડાઈફોસ્ફોરિકનું, વગર, અસ્તિત્વમાં, હોત, ફોસ્ફોલિપિડ, કોશોમાં, પહોંચાડે, મળતું, ભળી, લેખના, ટર્નર, બીજાઓએ, લૅબોરેટરીમાં, ગૅલેક્સીઓમાં, પરનું, જીવલેણ, મળતા, રાસાયણિક, પ્રક્રિયા, પરિવર્તન, કોશ, હવાઈ, ફ્રાન્સ, તાઇવાનના, સંશોધકોની, કાઢ્યું, પ્રાથમિક, બાહ્યાવકાશમાંથી, engineering, columbia, press, polymer, coating, buildings, sciencemag, aat9513, પોલીમરના, ઉપયોગનો, ટેકનોલૉજીઓ, વિકસતી, ટેકનોલૉજી, એરકંડીશનરો, ખર્ચાળ, pcrc, પૅસિવ, ટાઇમ, રૅડિએટિવ, કૂલિંગ, સપાટી, છોડે, પ્લાસ્ટિક, પદાર્થ, કોલંબિયા, એંજીનિયરિંગના, રંગ, અલ્ટ્રાવાયોલેટ, લાંબી, તરંગલંબાઈનાં, રંગને, બનાવે, નેનોથી, માઇક્રો, કદનાં, છિદ્ર, આપમેળે, પોલીમરનું, કોટિંગ, મકાનો, અંદરની, ફેંકે, શહેરમાં, કોટિંગવાળા, મકાનમાં, રણપ્રદેશમાં, પત્રના, જ્યોતિર્મય, મોંડલ, યુઆન, યાંગના, નેતૃત્વ, ઉપાય, સારો, શીતળ, મકાનને, ctvnews, sci, tech, russian, astronauts, safe, after, emergency, landing, 4129433, ગુરુવારે, બાઇકાનૂર, કૉસ્મોડ્રોમ, અકસ્માત, નાસાના, નિક, હેગ, રસ્કૉસ્મોસ, રશિયાની, અલેક્સેઈ, ઑફ્ચિનિનને, ઇંટરનેશનલ, સ્ટેશન, જોડાવા, નીકળી, શકતાં, મિનિટમાં, ઉતરાણ, કરવું, ગુરુત્વાકર્ષણનું, દબાણ, સ્ટેપીના, જંગલમાં, ઊતર્યું, પડવાનો, ખૂણો, તીખો, જહાજને, અવકાશમાં, મોકલવાનું, હતુ, બુસ્ટર, છૂટતાં, ધૂમાડાના, ગોટેગોટા, નીકળ્યા, હૅગ, જવાના, ઑફ્ચિનિન, સ્ટેશનમાં, અવકાશયાત્રીઓ, રાખવાનું, ઘટનાઓમાં, બિરુદ, વાસ્તવમાં, ગામોના, જાગીરદાર, આનાથી, ભૂખી, વિદ્રોહે, સીધી, આડકતરી, ઘણી, પ્લાસીમાં, જીત્યા, સુખે, બેસી, સંભાળી, સતત, અજંપાનો, કરવો, ૧૮૦૦માં, દબાવી, વિદ્રોહોમાં, ચુઆડનો, નોંધ, તેવો, પછીના, પ્રકરણમાં, જેવી, નાનાંમોટાં, કરનારાઓ, ચાલી, પાડવામાં, પાડે, જેલમાં, ધકેલી, આપવામાં, વિલંબ, કોરડા, મારતા, ગાળનારા, કારીગરોને, મુક્તિનો, માર્ગ, સંન્યાસીઓના, દેખાયો, વણકરોએ, લડત, પ્રાણોની, આહુતિ, છૂટથી, ફરતા, પદ્ધતિએ, માણસોનું, કપરું, પાઠકથી, પ્રેરાઈને, રહેવાને, હોડીમાં, ડાકુ, વાપરેલો, બંકિમ, ચન્દ્ર, ચેટરજીએ, નવલકથા, મહિલાનાં, પરાક્રમો, ગૂંથી, લીધાં, જાણીતાં, દોસ્તી, એકબીજાને, શરૂઆતથી, સંગઠિત, લડવા, પ્રેર્યા, વેપારીઓનું, જહાજ, લૂંટ્યું, વેપારીઓએ, વિલિયમ્સને, ફરિયાદ, થયેલી, ઝપાઝપીમાં, બંગાળમાંથી, હાંકી, કાઢવાનો, નિર્ણય, બધે, ઠેકાણે, માગે, બુદ્ધના, સમયથી, સ્થાને, શૈવ, વૈષ્ણવ, સ્થાયી, જોવાની, પાછી, ચૂકવે, મારપીટ, દેવાના, બદલામાં, પ્રથાથી, મહંતોથી, કરેલું, ચુકવવું, લખી, નાખતા
Text of the page (random words):
તો અંગ્રેજ સત્તાને સફળતા ન મળી આનું મોટું કારણ એ કે સામાન્ય લોકો કંપની સરકારને પણ બીજાનો હક પચાવી પાડનારી લુંટારુ ટોળકી જ ગણતી હતી કંપનીએ દરેક જિલ્લામાં ખજાનાના રક્ષણ માટે સિપાઈઓની ટુકડીઓ રાખી હતી એમને પણ ગામડાંના સામાન્ય લોકોને અને જમીનદારોને સંન્યાસીઓથી બચાવવાની જવાબદારી સોંપી આની અસર એ થઈ કે આ સિપાઈઓ પોતે જ બ્લૅકમેઇલર બની ગયા પરંતુ મજનુ શાહને આવા કોઈ ઉપાયોની પરવા નહોતી એ ફરી ૧૭૭૩માં સાતસો ફકીરો સાથે બંગાળમાં આવ્યો એક જમીનદાર પાસેથી એને પંદરસો રૂપિયા વસૂલ કરવાના હતા મજનુ શાહે કલેક્ટરને આ રકમ વસૂલ કરવામાં મદદ કરવા લખ્યું જમીનદાર તો ભાગી છૂટ્યો હતો ફકીરોએ એને શોધીને પકડી પાડ્યો એને જેમ તેમ કરીને હજારેક રૂપિયા એકઠા કરી લીધા હતા તે તો ચૂકવી દીધા બાકીની રકમ ફકીરોએ એની સંપત્તિ લૂંટીને વસૂલ કરી પરંતુ અહીં સંન્યાસીઓ અને ફકીરો એક થઈ ગયા પરંતુ કંપનીની ફોજની શિસ્ત સામે એમની એકતા ટકી નહીં અને પરાસ્ત થયા એમના ધાર્મિક રીતરિવાજો પણ આડે આવતા હતા આમ તો એમના વચ્ચે આભજમીનનું અંતર હતું પરંતુ આ નિષ્ફળતા છતાં કંપની પૂરું મહેસૂલ વસૂળ ન કરી શકી અને મોટી ખાધ રહી ગઈ સંન્યાસીઓ અને ફકીરો માત્ર પોતાના લાભ માટે જ લડતા હતા એમ કહેવું પૂરતું નથી ખરેખર તો બંગાળની પાયમાલીનાં મૂળ કંપનીની હકુમતમાં છે એ વાત એ સ્પષ્ટપણે સમજી શકતા હતા બીજી બાજુ કંપનીને લાભ થાય એવી બીજી એક ઘટના બની ૧૭૭૩માં અવધ અને રોહિલાઓ વચ્ચેની લડાઈમાં રોહિલા હાર્યા અને એમનો પ્રદેશ અવધના કબજામાં આઅવી ગયો અવધ સાથે તો કંપનીના સંબંધો સારા જ હતા એટલે સાધુઓને રોકવામાં હવે અવધની પણ મદદ મળતી થઈ આ ઉપરાંત મરાઠાઓમાં પણ અંદરોઅંદર ફૂટ પડી ગઈ હતી આમ કંપની માટે અનુકૂળ સંયોગો ઊભા થતા જતા હતા આમ છતાં મજનુ શાહ ૧૭૭૬માં ફરી આવ્યો આ વખતે એણે મહાસ્થાન ગઢની મસ્જિદ પર કબજો કરી લીધો અને ઊઘરાણી શરૂ કરી દીધી પણ એ ઘણો વખત ન રહ્યો અંગ્રેજોએ નિરાંતનો શ્વાસ લીધો પણ મજનુ શાહ એ વખતે તો માત્ર તેલ અને તેલની ધાર જોવા આવ્યો હતો ત્રણ મહિને એ ફરી ફકીરોની બહુ મોટી જમાત સાથે આવ્યો આ વખતે રાજપૂત સૈનિકો પણ ફકીરો સાથે જોડાયા રાજપૂતોને સાથે લઈને મજનુ શાહે કંપનીની સત્તા વિરુદ્ધ વ્યાપક અસંતોષને વાચા આપી અને પોતાના રાજકીય ઉદ્દેશ્યનો સંકેત આપ્યો એને પરાજિત કરવા માટે કંપનીએ હજી ધીરજ રાખવાની હતી પરંતુ સંન્યાસીઓ શું કરતા હતા આ જાણવા માટે આપણે પાંચ વર્ષ પાછળ અને કૂચબિહારમાં જવું પડશે કંપની સામેના આ જનઆંદોલનમાં રાજાઓ અને જમીનદારો કે જાગીરદારો પણ હતા પરંતુ હવે સામાન્ય માણસે મોરચો સંભાળ્યો હતો મોટા માણસો એમના ભરોસે હતા સંદર્ભઃ the sannyasi rebellion by a n chandra ઇંટરનેટ પર ઉપલબ્ધ અને વિકીપીડિયા like loading author dipak dholakia posted on 11 10 2018 09 10 2018 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 2 india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 1 ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૨ આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૧ બંગાળમાં વિરોધના સૂર્ સંન્યાસી વિદ્રોહ ૧ ૧૮મી સદીનો ઉત્તરાર્ધ એક યુગનો અંત હતો અને બીજા યુગનો પ્રારંભ હતો મોગલો મરાઠાઓ નિઝામ ટીપુ અવધ વગેર અનેક સ્વાધીન રાજ્યોનો અંત આવ્યો અને બ્રિટિશ યુગ શરૂ થયો ૧૭૫૭માં પ્લાસીના વિજય પછી કંપનીને દીવાની મળી અને એણે ૧૭૬૭ સુધીમાં મહેસૂલની આખી વ્યવસ્થા બદલી નાખી મોગલકાળમાં જમીનદારો ખેડૂતો પાસેથી મહેસૂલ વસૂલ કરતા અને દીવાન એમના પર દેખરેખ રાખતો કંપની દીવાન બની તે પછી એણે વધારે સખતાઇથી કામ લેવા માંડ્યું કારણ કે દીવાનને પણ મહેસૂલનો ભાગ મળતો કંપનીએ જે જમીનદાર પુરું મહેસૂલ વસૂલ ન કરી શકે તેની જમીનો ઝુંટવી લેવામો કાયદો બનાવી દીધો આથી જમીનદારો યેનકેન પ્રકારેણ ખેડૂતો પાસેથી મહેસૂલ વસૂલ કરતા થઈ ગયા પહેલાં ખેડૂત જે અનાજ ઉગાડતો તેનો એક ભાગ રાજ્યને આપતો પણ કંપનીએ રોકડ રકમમાં વસુલાત કરવાનો ચીલો પાડ્યો ખેડૂતો પાસે રોકડા તો હોય જ નહીં આપણું અર્થતંત્ર ગાઅમની અંદર સ્વાવલંબી હતું એટલે રોકડ વિના કામ ચાલતું હવે ખેડૂતોને પોતાનો માલ વેચવાની ફરજ પડતી હતી આને કારણે ૧૭૫૭થી ૧૭૬૫નાં વર્ષો ભારે અંધાધૂંધીનાં રહ્યાં કોણ જમીન મહેસૂલ વાસૂલ કરશે અને કંપની એની શું વ્યવસ્થા કરશે તે સ્પષ્ટ નહોતું અને કંપનીનું લક્ષ્ય જેમ બને તેમ વધારે ધન લૂંટવાનું રહ્યું ખેડૂતો માટે તો આ દિવસો યાતનાના હતા ૧૭૬૯માં જ વરસાદ ખેંચાઈ ગયો કંપનીએ પોતાના સૈનિકો માટે બ્રિટિશ વેપારીઓ મારફતે ગામોમાંથી બધું અનાજ ખરીદી લીધું તે પછી બીજા વર્ષે ૧૭૭૦માં ફરી આકાશ કોરુંધાકોર રહ્યું અને બંગાળ સખત દુકાળની પકડમાં ઝકડાયું હવે વેપારીઓ બહુ ઊંચા ભાવે અનાજ વેચવા લાગ્યા પણ ખેડૂતો પાસે પોતે જ વેચેલું અનાજ ફરી ખરીદવાના પૈસા નહોતા ગામડાંઓમાં અનાજનો દાણો નહોતો ખેતરો ઊભાં ઊભાં સુકાઈ ગયાં હતાં આમ છતાં કંપની મહેસૂલ માફ કરવા તૈયાર નહોતી એક પરંપરા પ્રમાણે જ સંન્યાસીઓ અને ફકીરો આખું વર્ષ યાત્રા કરતા રહેતા જે ગામેથી એ પસાર થાય ત્યાંથી એમને ખાધાખોરાકીનો સામાન મળી રહેતો ખાસ કરીને આદિ શંકરાચાર્યે બનાવેલા દશનામી સાધુ અને નાગા સાધુઓ આમાં મુખ્ય હતા આમાં ખાસ કરીને ગિરિ અને પુરી સંપ્રદાયના સાધુઓ લડાયક હતા વૈરાગીઓ કે બીજા સંપ્રદાયોના સાધુઓ મોટા ભાગે શાંત્તિ પ્રિય હતા પણ નાગા બાવાઓ હથિયાર વિના ચાલતા નહીં નવાબ કાસિમ ખાન અને હોલકર અને સિંધિયાએ તો એમને પોતાનાં લશ્કરમાં સામેલ કર્યા હતા કારણ કે એ ખૂંખાર મનાતા મરવાથી ન ડરતા અને ઝનૂનથી લડતા એમની પાસે વારતિથિ બહુ પાકેપાયે રહેતાં એટલે દેશમાં ક્યાંય પણ કોઈ પર્વ અથવા કુંભ હોય ત્યાં ઊજવણીને ટાંકણે જ પહોંચી જતા વર્ષમાં હરદ્વાર પ્રયાગ ગંગાસાગર આસામમાં બ્રહ્મપુત્રમાં સ્નાન કુંહ મેળા વગેરેમાં એ પહોંચી જતા આજે પણ આ પ્રથા ચાલુ જ છે જૂની વ્યવસ્થામાં પ્રજાના જીવનમાં આ વાત એવી વણાઈ ગઈ હતી કે કોઈને ખ્યાલ પણ ન આવતો કંપનીએ જ્યારે મહેસૂલની રોકડ વસુલાત શરૂ કરી ત્યાર્રે સંન્યાસીઓને અને ફકીરોને ગામમાંથી અનાજ મેળવવામાં મુશ્કેલી પડવા માંડી આથી એ લૂંટફાટે પણ ચડ્યા અંગ્રેજોના દસ્તાવેજોમાં સંન્યાસીઓ અને ફકીરોને એક જ અર્થમાં સંન્યાસી તરીકે લેવામાં આવ્યા છે અને એમને રખડુ બેકાર અને લુંટારા ટોળકીઓ તરીકે ઓળખાવવામાં આવે છે પણ એ ખરેખર સીધાસાદા સંન્યાસીઓ અને ફકીરો હતા પરંતુ આર્થિક વ્યવસ્થા બદલાતાં ખેડૂતોના જીવન પર અસર પડી અને સાધુઓનું જીવન ખેડૂતો સાથે સીધું સંકળાયેલું હતું બ્રિટિશ હકુમત આવતાં એમણે ઘોડેસવાર દળ વીખેરી નાખ્યું આ કારણે હજારો ઘોડેસવાર સૈનિકો કામધંધા વિનાના થઈ ગયા અને એ પણ સાધુઓની જમાતમાં જોડાઈ ગયા હતા એ ખરેખરા સાધુ નહોતા પણ આ રીતે એમનું ગુજરાન ચાલવા માંડ્યું હતું મોગલોએ તો કેટલાય પીરોને સનદ એટલે કે કર ઉઘરાવવાનો અધિકાર પણ આપ્યો હતો પીરો જો કે પોતાનું મનધાર્યું કરતા અને અધિકારથી પણ વધારે વસુલાત કરી લેતા ક્યારેક સંન્યાસીઓ સાથે એમની અથડામણ થતી ત્યારે હકુમત એમની સામે કંઈ પગલાં ન લેતી આમ સંન્યાસીઓમાં ફકીરો સામે રોષ પણ હતો આમ છતાં હવે આખી જૂની વ્યવસ્થા કડડભૂસ થઈને તૂટી પડી હતી અને સંન્યાસી હોય કે ફકીર એમણે કંપનીએ ઘડેલા નિયમો માનવા પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી સંન્યાસીઓ આ સાંખી લેવા તૈયાર નહોતા ૧૭૭૦ના દુકાળ પહેલાં અને પછી મોટી સંખ્યામાં સંન્યાસીઓ બંગાળમાં આવી પહોંચ્યા દુકાળ પછી ખેડૂતો પાસે પણ બીજ ખરીદવા માટે તો શું એક ટંક ખાવા માટે ધાન ખરીદવાના પણ પૈસા નહોતા એટલે ખેડૂતો પણ સંન્યાસીઓ સાથે જોડાઈ ગયા નાગાંપૂગાં ચીંથરેહાલ ભૂખના માર્યા સામાન્ય લોકો લૂંટે નહીં તો એમના પાસે જીવવાનું બીજું સાધન નહોતું પણ આ માત્ર દુકાળની જ વાત નથી એનાથી પહેલાં ૧૭૬૩માં ફકીરોના એક જૂથે ઢાકામાં કંપનીની ફૅક્તરીનો કબજો લઈ લીધો હતો એજ વર્ષે રાજશાહી જિલ્લામાં કંપનીની ફૅક્ટરીને સંન્યાસીઓએ લૂંટી લીધી હતી ૧૭૬૭માં સારંગ જિલ્લામાં પાંચ હજાર સાધુઓ પહોંચી ગયા ત્યાંના હાકેમે એમની સામે સૈનિકો મોકલ્યા પણ સાધુ ડર્યા નહીં સૈનિકોએ ગોળીબાર કર્યા અને અંતે જેવા એ મોળા પડ્યા તેવા જ સધુઓ ત્રાટક્યા અને એંસીને મોતને ઘાટે ઉતારી દીધા તે પછી આખી ફોજ ભાગી છૂટી ૧૭૬૯ સુધી તો સાધુઓ જ્યાં અંગ્રેજોની ફોજ મળી ત્યાં એમનો દૃઢતાથી મુકાબલો કરતા રહ્યા અને જીતીને જ ઠંડા પડતા આ અજંપો માત્ર્ર બંગાળ પૂરતો મર્યાદિત નહોતો બિહાર અને અવધમાં પણ એજ હાલત હતી ૧૭૬૯ ૭૦ સુધીમાં કંપની સાધુ કે ફકીરોના હુમલાથી સાવધાન થઈ ગઈ હતી અને એણે બંગાળ અને બિહારમાં દરેક જિલ્લામાં સુપરવાઇઝરો નીમી દીધા બિહારમાં કોસી નદીના સુપરવાઐઝરને સમાચાર મળ્યા કે ૩૦૦ ફકીરોનું જૂથ કોસી તરફ આવે છે એટલે સુપરવાઇઝરે કૅપ્તન સિંક્લેરની આગેવાની હેઠળ લશ્કરી ટુકડી મોકલી ફકીરો પાસે ભાલા તલવાર હતાં ફકીરોએ શાંતિથી વાત કરી કૅપ્ટન સિંક્લેરની વાત માનીને એમણે પોતાનાં હથિયારો સોંપી દીધાં સિંક્લેરે થોડા ફકીરોને બાન તરીકે રોકી લીધા ફકીરોએ આગળ વધીને પોતાના પાંચ હજાર અનુયાયીઓને એકઠા કરી લીધા આની જાણ થતાં રંગપુર દિનાજપુર વગેરે સ્થળેથી ટુકડીઓ મોકલાઈ પણ ફકીરોની ફોજ સામે એમનું ગજું નહોતું અંતે એક આખી બટાલિયન મોકલવી પડી પણ એ પહોંચે તે પહેલાં તો ફકીરો જાણે પોતાનો લાગો વસૂલ કરીને જાણે હવામાં ઓગળી ગયા સંન્યાસીઓ અને ફકીરો ઈસ્ટ ઇંડિયા કંપની માટે માથાનો દુખાવો બની ગયા હતા કારણ કે એમને લોકોનો પણ ટેકો મળતો હતો જોવાનું એ છે કે હવે એકમાત્ર સત્તા તો કંપનીના હાથમાં હતી એટલે બધા રોષનું નિશાન પણ કંપની જ બને એ સ્વાભાવિક હતું આ સામાન્ય લોકો હતા એમને રાજપાટ નહોતાં જોઈતાં બે વખત ખાવાનું મળી જાય તો એ શાંત રહેત પણ ઈસ્ટ ઇંડિયા કંપનીનું પેટ તો ભરાય તેમ જ નહોતું આપણે સંન્યાસી વિદ્રોહ વિશે આગળ પણ ચર્ચા કરશું સંદર્ભઃ the sannyasi rebellion by a n chandra ઇંટરનેટ પર ઉપલબ્ધ like loading author dipak dholakia posted on 04 10 2018 04 10 2018 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari 1 ટિપ્પણી india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 1 માટે science samachar 48 ૧ પાણીમાં પગ નાખ્યો અને આંધ્ર પ્રદેશની ગૂથીકોંડા ગુફામાં બાયોસ્પેલોયોલૉજિસ્ટ ગુફાઓના બાયોલોજિસ્ટ શાહબુદ્દીન શેખ જીવાત શોધતા હતા એમને અચાનક લાગ્યું કે એમના પગ પર કોઈ જીવડું ચડ્યું છે એને ખંખેરી નાખવા માટે એમણે પાણીમાં પગ ડુબાડ્યો પાણી ડહોળાઈ ગયું અને દૂધિયા રંગના અસંખ્ય જીવો તરી આવ્યા એમણે એનું પરીક્ષણ કર્યું અને જાહેર કર્યું કે ખંડીય છાજલીઓ હજી સરકીને જુદી નહોતી પડી તે પહેલાંથી આ જીવો અહીં કરોડો વર્ષોથી રહે છે લંડનની ઝૂલૉજિકલ સોસાઇટીએ એમને સન્માનવા આ નવા જીવને નામ આપ્યું છે આંધ્રાકોઇડ શાહબુદ્દીન સોસાઇટીએ એમને ફેલોશિપ પણ આપી છે શાહબુદ્દીન શેખ આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટીમાં અધ્યાપક છે અને આજ સુધી દેશની ગુફાઓમાં ફરીને ૪૦ નવી પ્રજાતિઓ શોધી ચૂક્યા છે ગુફાઓમાં વસતા જીવો શોધવાનું હજી ભારતમાં નવું જ શરૂ થયું છે એમણે પોતાના નામની પ્રજાતિ શોધી તે પછી બેલૂમની ગુફામાં પણ આંધ્રાકોઇડ નામની પ્રજાતિ શોધી અને એને ગુફાનો નક્શો બનાવનાર જર્મન બાયોસ્પેલિયોલૉજિસ્ટ હર્બર્ટ ડેનિયલ ગેબોયેરનું નામ આપ્યું છે સંદર્ભઃ https www thehindu com news national andhra pradesh zoological society of london honour for ap scientist article24999844 ece ૦ ૦ ૦ ૨ દુનિયામાં કૅન્સરનો પ્રકોપ વધ્યો સપ્ટેમ્બરની ૧૨મી તારીખે કૅન્સર વિશેના સંશોધનની આંતરરાષ્ટ્રીય સંસ્થા international research on cancer એ ૩૬ જાતનાં કૅન્સરો અને એકંદરે કૅન્સર વિશેનો એનો રિપોર્ટ globocan 2018 પ્રકાશિત કર્યો છે એમાં આખી દુનિયાના ૧૮૫ દેશોમાંથી માહિતી એકત્ર કરીને એવું તારણ કાઢવામાં આવ્યું છે કે કૅન્સરનો પ્રકોપ વધતો જાય છે રિપોર્ટ આના માટે સમાજમાં વધતી વયોવૃદ્ધોની સંખ્યા વ્યાપારી હેતુઓ અને અનારોગ્યકારી જીવનશૈલીને જવાબદાર ઠેરવે છે ૨૦૧૮માં એક કરોડ એંસી લાખ લોકોને કૅન્સર થયું હોવાનું જણાયું છે અને ૯૬ લાખનાં મૃત્યુ થયાં છે આજની તારીખે દરેક આઠમાંથી એક પુરુષ અને દસમાંથી એક સ્ત્રી આ વર્ષે કૅન્સરને કારણે મૃત્યુ પામશે ૨૦૩૦ સુધીમાં કૅન્સરને કારણે દુનિયામાં જેટલાં મૃત્યુ થશે તેમાંથી ત્રણ કરોડ ૭૫ ટકા મૃત્યુ નીચી આવકવાળા દેશોમાં થશે દરેક પ્રદેશમાં જુદી જુદી જાતાનાં કૅન્સર થાય છે પણ સ્ત્રીઓમાં સ્તનના કૅન્સરનું સૌથી વાધારે પ્રમાઅણ જોવા મળે છે પરંતુ આફ્રિકાના સહારા પ્રદેશમાં ગર્ભાશયના મુખનું કૅન્સર વધારે વ્યાપક છે આખી દુનિયામાં હવે ફેફસાંના કૅન્સરનું પ્રમાણ વધવા લાગ્યું છે અને ૨૦૧૮માં ૨ કરોડ કરતાં વધારે નવા દરદી મળ્યા અને ૧ કરોડ ૮૦ લાખનાં મૃત્યુ થયાં છે એશિયામાં જ્યાં દુનિયાની ૬૦ ટકા વસ્તી રહે છે પણ કૅન્સરની નોંધણી માત્ર ૧૫ ટકા છે બીજી બાજુ ૨૦૧૮માં કૅન્સરનું નિદાન થયું હોય તેવા પચાસ ટકા કેસો એશિયામાં નોંધાયા છે ભારતનું ચિત્ર જોઈએ સંદર્ભઃ doi https doi org 10 1016 s0140 6736 18 32252 9 ૦ ૦ ૦ 3 ગૅલીલિયોનો ચર્ચની ટીકા કરતો પત્ર હાથ લાગ્યો સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે એમ ચર્ચ માનતું ગૅલીલિયોએ સાબીત કરી આપ્યું કે ખરેખર તો પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે એણે પોતાના એક મિત્રને પત્ર લખ્યો હતો જે ચર્ચના હાથમાં પડ્યો ગૅલીલિયોના આવા બે પત્ર છેઃ એક રોમમાં ચર્ચ પાસે છે અને બીજો લંડનની રૉયલ સોસાઇટીમાં ખોટી ફાઇલમાં મુકાઅઈ ગયો હતો બન્ને પત્રમાં ભાષાનો ફેર છે ગૅલીલિયોનો બચાવ હતો કે ચર્ચે જાણી જોઈને એની મૂળ ભાષા બદલીને કઠોર ભાષાનો પ્રયોગ કર્યો છે જો કે એ નક્કી કરવાનું મુશ્કેલ છે કે ગૅલીલિયોએ પહેલાં કઠોર ભાષા વાપરી અને પછી ભાષા હળવી બનાવી કે એનાથી ઉલ્ટું થયું પાદરીઓએ ભેગા મળીને ગૅલીલિયો વિશે અફવાઓ ફેલાવી આ પત્ર રૉયલ સોસાઇટી પાસે અઢીસો વર્ષથી પડ્યો હતો પણ કોઈને ખબર નહોતી આ વર્ષના ઑગસ્ટની બીજી તારીખે ઇટાલિયન સંશોધક સાલ્વાતોર રિસિઆર્દો ત્યાં કોઈ બીજા કામે ગયો અને તે સાથે ઑનલાઇન કૅટલોગ પણ તપાસતાં એને ઉત્કંઠા થઈ પરિણામે આ પત્ર મળી આવ્યો ૨૧મી ડિસેમ્બર ૧૬૧૩ના લખાયેલો સાત પાનાનો આ પત્ર દેખાડે છે કે શરૂઆતમાં ગૅલીલિયોએ ચર્ચના પ્રકોપથી બચવા માટે બધા પ્ર્ર્રયત્ન કર્યા હતા એણે ૧૬૩૨માં પુસ્તક લખ્યું તેમાં કહ્યું કે સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે તે સુચવે છે કે પૃથ્વી ફરે છે આ વાત બાઇબલથી ઉલ્ટી જતી હતી એટલે ગૅલીલિયોને ચર્ચે સજા કરી અને ૧૬૪૨માં મૃત્યુ થયું ત્યાં સુધી એણે કારાવાસ ભોગવ્યો ગૅલીલિયોનું જીવનઃ https www youtube com watch v _7ykmgacesw સંદર્ભઃ ૧ https www nature com articles d41586 018 06769 4 utm_source briefing dy utm_medium email utm_campaign briefing utm_content 20180921 ૨ https en wikipedia org wiki galileo_affair ૦ ૦ ૦ ૪ આપણે બોલીએ કેમ છીએ નૉર્થ વેસ્ટર્ન મૅડિસીન અને વેઇનબર્ગ કૉલેજના સંશોધકોએ સ્પીચ બ્રેઇન મશીન બનાવ્યું છે જે સંપૂર્ણ લકવાગ્રસ્ત વ્યક્તિને પણ બોલીને પોતાની વાત કહેવામાં કામ લાગશે સંશોધકોએ જોયું કે મગજ જે રીતે હાથપગનું સંચાલન કરે છે તે જ રીતે આપણે બોલવા માગીએ છીએ ત્યારે ધ્વનિમાં સંકળાયેલાં અંગોનું સંચાલન કરે છે આ કામ એ એટલું કુશળતાથી કરે છે કે એક જ વર્ગના ધ્વનિઓ જેમ કે ક અને ખ અથવા પ અને બ ના ઉચ્ચારમાં જે ફેર છે તે પણ મગજ દ્વારા સંચાલિત થાય છે આમાં કંઠ તાળવું દાંતનો પાછળનો ભાગ હોઠ વગેરેનો ઉપયોગ પણ મગજ નક્કી કરી આપે છે આજ સુધી એમાં મગજની શી ભૂમિકા છે તે સમજી શકાયું નહોતું નૉર્થવેસ્ટર્નના વૈજ્ઞાનિકોએ આના માટે એક પ્રયોગ કર્યો મગજની ગાંઠ કાઢવા માટેના ઓપરેશનમાં એમણે દરદીના મગજમાં ઇલેક્ટ્રોડ લગાડ્યા અને એને જાગતો રાખ્યો ઓપરેશન દરમિયાન દરદીને એક સ્ક્રીન પરના પરદા પરના શબ્દો વાંચવાનું કહેવામાં આવ્યું જે ઇલેક્ટ્રોડ દ્વારા ગ્રાફ રૂપે અંકિત થઈ ગયા આ તો અખતરો હતો હવે મશીન માટેનું અલ્ગોરિધમ બનાવવાનું રહે છે કે જેથી મશીન દરેક દરદીને કામ આવે સંદર્ભઃ ૧ http www jneurosci org content early 2018 09 26 jneurosci 1206 18 2018 sfn લૉગ ઇન વિના માત્ર ઍબ્સ્ટ્રૅક્ટ વાંચી શકાશે લેખઃ nd phonemes in precentral and inferior frontal gyri journal of neuroscience 2018 ૨ www sciencedaily com releases 2018 09 180926140827 htm like loading author dipak dholakia posted on 01 10 2018 30 09 2018 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari leave a comment on science samachar 48 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 307 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 ...
|