Meta tags:
description= 7 posts published by Dipak Dholakia during January 2019;
Headings (most frequently used words):
આઝાદી, માટેનો, સંઘર્ષ, struggle, for, freedom, અને, ભારતઃ, ગુલામી, india, slavery, and, part, chapter, ભાગ, પ્રકરણ, dipak, વિદ્રોહ, science, samachar, dholakia, spam, blocked, સંથાલ, મહિનો, જાન્યુઆરી, 2019, 18, 17, 56, 16, 15, 55, 14, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૧૮, ૧૮૯૯નો, ૧૭, ૧૮૫૫નો, ૧૬, ૧૮૫૭થી, પહેલાં, પછી, થયેલા, બીજા, ૧૫, સામ્રાજ્યવાદી, ભૂખ, ૧૪, જોગીદાસ, ખુમાણ, કંપની,
Text of the page (most frequently used words):
અને (153), 2019 (42), માટે (39), કરી (38), હતો (37), freedom (33), struggle (33), #જાન્યુઆરી (32), ડિસેમ્બર (29), પછી (29), હતી (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), 2018 (28), હવે (27), હતા (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), for (26), પરંતુ (26), 2017 (25), 2024 (25), સાથે (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2020 (24), 2021 (24), 2023 (24), ફેબ્રુવારી (23), હતું (23), 2012 (22), 2015 (22), એટલે (22), કર્યો (21), એને (21), dipak (19), and (19), એમણે (19), કંપની (19), સામે (19), 2013 (18), 2022 (18), india (18), એણે (18), આંદોલન (18), dholakia (17), સંઘર્ષ (17), ત્યારે (17), શરૂ (16), 2011 (16), slavery (16), આઝાદી (16), કરે (16), એમને (16), આપણે (16), એના (16), 2014 (15), માટેનો (15), માત્ર (15), હોય (15), થયું (15), પહેલાં (15), com (14), સંદર્ભઃ (14), સુધી (14), ગયો (14), જાય (14), એની (14), 2025 (13), ગયું (13), નથી (13), ભાગ (12), થયા (12), ગયા (12), એમના (12), https (12), થયો (12), ભારત (11), અંગ્રેજ (11), સરકારે (11), હજી (11), સંથાલો (11), part (10), chapter (10), ગુલામી (10), કોઈ (10), તેમ (10), રાજા (10), કરવા (10), વાત (10), નહીં (10), એમાં (10), કંપનીએ (10), બિરસા (10), www (9), હાથમાં (9), નહોતો (9), ત્યાં (9), એમની (9), કર્યું (9), પાસે (9), જોગીદાસ (9), બની (9), માં (9), વિદ્રોહ (9), અંતે (9), બહાર (9), મોટા (9), પોતાની (9), ટકા (9), like (8), martyrs (8), ખાસ (8), લીધો (8), થાય (8), રહ્યો (8), હુમલો (8), રાજ્ય (8), કર્યા (8), બીજા (8), જોઈએ (8), બધા (8), રીતે (8), લાગુ (8), શકે (8), છીએ (8), કામ (8), વિરોધ (8), ખેડૂતોએ (8), uncategorized (7), indian (7), webgurjari (7), વેબગુર્જરી (7), tags (7), categories (7), posted (7), author (7), loading (7), અમુક (7), પડે (7), મળી (7), ફરી (7), તેમાં (7), કરવાની (7), લાગ્યા (7), આજે (7), રહે (7), ધ્યાન (7), ભારે (7), પ્રકરણ (7), science (7), બીજી (7), વિરુદ્ધ (7), કંપનીના (7), ખેડૂતો (7), કરો (6), મારી (6), ૧૮૫૭ના (6), આવી (6), ત્રણ (6), લીધી (6), અંગ્રેજી (6), માણસ (6), કરતા (6), સરકારને (6), નક્કી (6), એવી (6), કરતાં (6), કહે (6), અંગ્રેજો (6), અસર (6), લોકો (6), હજાર (6), કરીને (6), બંધ (6), http (6), રહી (6), મૃત્યુ (6), આમાં (6), પ્રયોગ (6), સંથાલ (6), નામ (5), રહ્યું (5), બારી (5), પસંદ (5), શોધો (5), આવો (5), leave (5), comment (5), બ્રિટિશ (5), કંઈ (5), સમય (5), જ્યારે (5), org (5), આપ્યો (5), બહારવટિયા (5), કરવામાં (5), બધી (5), અંગ્રેજોની (5), અંગ્રેજોએ (5), પોતાના (5), શકાય (5), ઉપરાંત (5), તરીકે (5), સજા (5), આપવા (5), તેની (5), આવ્યો (5), દીધો (5), જમીન (5), આથી (5), ભારતઃ (5), યુનિવર્સિટીના (5), ઘણા (5), એનો (5), આપી (5), એમનો (5), પાણી (5), કારણ (5), આની (5), જાહેર (5), લોકોની (5), આવ્યું (5), રાણી (5), કરતો (5), રાજ (5), લૉર્ડ (5), રૂપ (5), મુખ્ય (5), ૧૮૫૭ (5), સરકાર (5), ગળીના (5), ગળીનો (5), વહાબી (5), આદિવાસીઓ (5), કાર્બન (5), નંબરે (5), સંથાલોને (5), મુંડા (5), blocked (4), નવી (4), spam (4), સંગ્રહ (4), adventurous (4), subhashbabu (4), શબ્દો (4), જોવા (4), જીવન (4), બને (4), ખબર (4), સોરઠી (4), કથા (4), રાજાઓને (4), સામાન્ય (4), આવા (4), નહોતું (4), ફોજ (4), મોકલ્યા (4), કાઠીઓ (4), પ્રદેશ (4), હુમલા (4), બહુ (4), રાજાઓ (4), ખાચર (4), નાખ્યા (4), તેના (4), ખુમાણ (4), વાળા (4), છતાં (4), વધી (4), લાગ્યું (4), પુસ્તક (4), વખત (4), કદાચ (4), મળીને (4), ચાર (4), જરૂરી (4), બાજુ (4), જમીનો (4), આપ્યું (4), samachar (4), વિદ્વાનો (4), વૈજ્ઞાનિકોએ (4), બ્રહ્માંડ (4), ફુગ્ગા (4), અહીં (4), ઉપયોગ (4), ડાર્ક (4), 0000 (4), મગજ (4), માહિતી (4), આંતરડામાં (4), ખાંડ (4), ૦૦૦ (4), પહોંચી (4), પડ્યા (4), કારણે (4), બન્યો (4), વર્ષમાં (4), મોટી (4), હેઠળ (4), લોકોના (4), લોકોએ (4), વધારે (4), માર્યો (4), કંપનીને (4), ચાલ્યું (4), અધિકાર (4), યોજના (4), હતાં (4), ટીપુ (4), વચ્ચે (4), ધીમે (4), લાગ્યો (4), શાહુકારો (4), મોકલી (4), પાક (4), ફરાઇઝી (4), ધાર્મિક (4), જમીનદારો (4), ઊર્જા (4), હશે (4), ડાયોક્સાઇડ (4), ચંદ્ર (4), એકઠા (4), કાન્હૂ (4), મુંડાઓ (4), બિરસાને (4), ખ્રિસ્તી (4), સાહેબ (4), this (3), wordpress (3), ટિપ્પણી (3), view (3), other (3), history (3), લેખ (3), સંદેશ (3), મળે (3), જેમ (3), કથાઓ (3), આપણા (3), સીધા (3), ઈસ્ટ (3), ઇંડિયા (3), કંપનીની (3), કાયદા (3), લઈને (3), સંગ્રામ (3), પહેલા (3), ચાલુ (3), રહ્યા (3), પ્રમાણે (3), ઠાકોર (3), વિના (3), પોતે (3), તૈયાર (3), વજેસંગજીને (3), વજેસંગજી (3), બાર્નવેલે (3), આવ્યા (3), ભાણ (3), ચેલો (3), એમાંથી (3), મરી (3), તેઓએ (3), તથા (3), મદદ (3), લેવાની (3), વચન (3), માગ્યો (3), આવીને (3), દેશમાં (3), અંગ્રેજોના (3), દેશી (3), દિવસે (3), પુત્ર (3), મનમાં (3), શરણે (3), આશા (3), જાઓ (3), આપણી (3), ત્રણે (3), આપણું (3), અંગ્રેજોને (3), વિરોધમાં (3), જેવા (3), માટેઃ (3), દરેક (3), વધારાના (3), સ્ટ્રિંગ (3), ધારણ (3), પાતળા (3), મૉડેલ (3), ઍનર્જી (3), સમજાયું (3), એમનું (3), પ્રકાશિત (3), કહ્યું (3), edu (3), કેમ (3), કેન્દ્રિત (3), શકીએ (3), પરિણામે (3), ન્યૂરોન (3), જરૂર (3), નાના (3), મળ્યું (3), નીચે (3), વર્ષના (3), આને (3), ગયાં (3), બનવા (3), એનું (3), પરનો (3), પાછો (3), શાહના (3), the (3), બદલે (3), લગભગ (3), વિશે (3), જતી (3), કરવાનું (3), જાહેરનામું (3), લોકોને (3), આજના (3), ૧૮૪૪ (3), માર્ગ (3), વખતે (3), ચેનમ્મા (3), પડ્યો (3), ગવર્નર (3), કિત્તુર (3), થોડા (3), સત્તા (3), લેપ્સ (3), લેવાનો (3), ભાગે (3), કરીએ (3), સામ્રાજ્યવાદી (3), નેપોલિયન (3), હકુમત (3), સંભાળી (3), બીજ (3), બીજાં (3), જતાં (3), સાથી (3), ખેડૂતોને (3), નિર્ણય (3), પ્લાંટરે (3), બંગાળના (3), પ્લાંટરો (3), નવા (3), દીધી (3), થવા (3), દિવસ (3), અહિંસક (3), આંદોલનનો (3), જાતે (3), ચાલે (3), શુદ્ધ (3), ધર્મ (3), હિન્દુ (3), news (3), lhc (3), કોલાઇડર (3), મગજના (3), એમનાં (3), નીકળી (3), પોલીસ (3), જંગલની (3), આદિવાસીઓના (3), પોલીસે (3), પકડવાની (3), કરેલા (3), મહેસૂલ (3), છોટા (3), ગામો (3), ત્યાંથી (3), ઇતિહાસમાં (3), બિરસાનું (3), ૧૯૦૦ની (3), બિરસાએ (3), સ્કૂલમાં (3), મિશનરી (3), site (2), required (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 360 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), email (2), address (2), દ્વારા (2), એવા (2), બ્રિટીશ (2), સમયનાં (2), સમાજ (2), સંગ્રામમાં (2), ઘટના (2), archive (2), પુસ્તકોનો (2), અલગ (2), ઝવેરચંદ (2), વાતની (2), કર્યાં (2), જ્યાં (2), આધાર (2), રાખી (2), કૅપ્ટન (2), મેઘાણીજીએ (2), કેટલાક (2), સોરઠની (2), જમીનના (2), પોતાનો (2), ઠાકોરે (2), સ્વાતંત્ર્ય (2), કથામાં (2), ખરેખર (2), ગાયકવાડના (2), ગાયકવાડી (2), મળતી (2), જીવતા (2), બળવો (2), કબજો (2), અંગ્રેજોનો (2), વજેસંગ (2), જમીનનો (2), બદલો (2), નહોતા (2), કરારો (2), એજન્ટ (2), રાજ્યને (2), કબૂલ (2), વાટાઘાટ (2), ચાલ્યા (2), તમે (2), ભાવનગર (2), ફરીવાર (2), દીધા (2), સુલેહ (2), ૧૮૨૪માં (2), ચાલી (2), કાંઈ (2), ખુમાણોને (2), પાછા (2), ગામ (2), બહારવટીયાઓને (2), જણા (2), બધાને (2), કેદમાં (2), તેઓને (2), સરદારો (2), બાર્નવેલને (2), જેતપુર (2), કાઠીઓની (2), બાકી (2), પકડીને (2), કુંડલા (2), દીધું (2), પરાજય (2), વધુ (2), પ્રદેશમાં (2), માંથી (2), કેટલી (2), છેઃ (2), રાજાએ (2), જોગીદાસને (2), જોગીદાસે (2), વેર (2), માલિક (2), આવે (2), વજો (2), સ્વભાવ (2), છોડીને (2), ચાલો (2), ગરાસ (2), છોડ (2), દીયો (2), અંગરેજે (2), મુળુ (2), અરજ (2), સેના (2), સાંભળ (2), નમી (2), પેઠી (2), જવા (2), બેઠી (2), શક્યા (2), ફરતી (2), ભાઈઓ (2), ભેળા (2), ખુમાણની (2), છેલ્લાં (2), સૌરાષ્ટ્રમાં (2), માની (2), બંગાળ (2), આંચકી (2), લાંબું (2), ઉલ્લેખ (2), વજનદાર (2), તોળી (2), ધરતી (2), કેટલીક (2), જોયું (2), સમાચાર (2), pdf (2), sciencedaily (2), releases (2), htm (2), ઉપ્પસલા (2), દેખાડ્યું (2), પરિમાણમાં (2), ખુલાસો (2), શકશે (2), વર્ષથી (2), ઝડપભેર (2), એવો (2), શું (2), સંશોધકોએ (2), નવું (2), ફૂલતા (2), brain (2), શક્તિ (2), ખરાબ (2), ઉપયોગી (2), આપણને (2), આવું (2), મગજનો (2), હોઈએ (2), ફેરફાર (2), એટલું (2), મગજને (2), doi (2), pnas (2), people (2), એવાં (2), નીરોગી (2), પ્રોટીન (2), બનાવી (2), હમણાં (2), અભ્યાસમાં (2), વિકાસ (2), આવતા (2), પાણીની (2), બેસી (2), તહેરાનના (2), સુધીમાં (2), ધસી (2), અસંખ્ય (2), ભૂગર્ભ (2), ઈરાનમાં (2), પાણીનું (2), ચાળીસ (2), પાણીનો (2), સરકારી (2), નિયંત્રણ (2), શિકાર (2), gujarat (2), against (2), html (2), revolt (2), banglapedia (2), index (2), php (2), title (2), મીઠા (2), વેરો (2), વાર (2), શાંત (2), તાકાત (2), દેખાડી (2), બંગાળી (2), જીત (2), પછીનાં (2), મૂક્યા (2), દુનિયામાં (2), દુનિયાના (2), બનાવીને (2), ક્ષેત્રના (2), તેને (2), લોકોનો (2), વિરોધી (2), સહાનુભૂતિ (2), સમક્ષ (2), સ્વતંત્રતા (2), ગુજરાત (2), સંપૂર્ણ (2), ફરજ (2), કરતું (2), શાસન (2), બમણો (2), પાડવામાં (2), મીઠાના (2), નવો (2), મુંબઈ (2), નાખ્યો (2), આના (2), પૈસા (2), સૂરતમાં (2), વેપારીઓ (2), ભગાડી (2), ફરિયાદ (2), ગોળીબાર (2), રાણીએ (2), શરત (2), મૂકી (2), લડાઈ (2), બોલેલું (2), પાળે (2), વફાદાર (2), સંગોળ્ળી (2), રાયણ્ણા (2), લડાઈમાં (2), કલેક્ટર (2), પરાજિત (2), કેદ (2), યુદ્ધ (2), વારસને (2), નામંજૂર (2), અપીલ (2), તેવો (2), જવાબ (2), રાજકીય (2), રાજ્યનો (2), પંદર (2), સાર્વભૌમ (2), પોતાનું (2), કંપનીનો (2), બિનવારસ (2), દત્તક (2), ખાલસા (2), લેવું (2), સહન (2), થોડો (2), કિત્તુરની (2), વૅલેસ્લી (2), ભારતમાં (2), આખા (2), ગમે (2), રાજાના (2), મંજૂરી (2), ડલહૌઝી (2), દરમિયાન (2), જનરલ (2), નિયમ (2), રાજ્યો (2), વૅલેસ્લીએ (2), રક્ષણ (2), કંપનીનું (2), રાખવાનું (2), થયેલા (2), અરસામાં (2), વૅલેસ્લીને (2), કોંગ્રેસની (2), સફળ (2), બ્રિટને (2), તૈયારી (2), નહોતી (2), વિદ્રોહની (2), ચાલ્યો (2), પ્લાંટરોના (2), અરજીઓ (2), ગોરી (2), ગોરા (2), હકુમતની (2), બિશ્વાસ (2), પ્લાંટર (2), માગતો (2), પ્લાંટરની (2), વર્ષ (2), બળવા (2), લાઠીધારીઓને (2), હાર્યા (2), પાડી (2), તીર (2), સ્ત્રીઓ (2), ભાલા (2), સોએક (2), મુક્ત (2), શક્ય (2), નામના (2), ખૂબ (2), કેટલીયે (2), ૧૮૫૯માં (2), દેખાડ્યો (2), ઍશ્લી (2), સરક્યૂલર (2), લેવો (2), લેવાનું (2), માટેનું (2), પોતાનાં (2), બંગાળમાં (2), સ્થાપક (2), પકડાઈ (2), આગળ (2), સક્રિય (2), નોંધ (2), આંદોલનને (2), લીધું (2), આંદોલનો (2), ચલાવ્યું (2), કરીમ (2), રાહત (2), મૈમનસિંઘ (2), રહેતી (2), પ્રભાવ (2), મૂળ (2), પાગલપંથી (2), સૂત્રધાર (2), physicists (2), particle (2), પ્રોટોન (2), પોઝિટ્રોન (2), ઘણી (2), fcc (2), આવેલા (2), શોધી (2), બનાવવાની (2), uci (2), અથવા (2), સૌને (2), nature (2), કેટલો (2), ૦૦૦૦૦ (2), ૨૦૧૭માં (2), ચીન (2), ચોથા (2), આખી (2), ૨૦૧૮માં (2), ડાયોક્સાઇડનું (2), એવું (2), d41586 (2), 019 (2), 00159 (2), વનસ્પતિ (2), કરવાનો (2), ચીને (2), કપાસનાં (2), બનાવવા (2), ચેંગ (2), ૧૫મીએ (2), issn (2), 2348 (2), સીધૂને (2), કોશિશ (2), જૂને (2), જાણ (2), ઠાકુરજી (2), રોષ (2), દામિની (2), સંથાલોમાં (2), શહેરીઓ (2), સંથાલોના (2), એવામાં (2), નાગપુર (2), ભગવાન (2), મેળામાં (2), જંગલો (2), ઉપાય (2), રૂપિયા (2), સીધૂ (2), પોતાને (2), આદેશ (2), બનાવ્યા (2), નીતિ (2), ભારતના (2), જમીનની (2), કરતી (2), રોકડા (2), મહા (2), જન્મ (2), કેટલાયને (2), વર્ષની (2), ફેંકી (2), રાતે (2), મિશનરીઓને (2), સંપર્કમાં (2), વિષ્ણુ (2), જંગલ (2), આદિવાસી (2), ચાઇબાસા (2), જર્મન (2), નૉર્કોટ (2), ટોપી (2), લેતી (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, લેખકની, નોંધઅહીં, શબ્દસમૂહો, જૂદા, રંગમાં, અંગેજી, સમૂહો, લોકસાહિત્યમાં, વણાઈ, ચૂક્યા, શાસનની, પડેલી, ઊંડી, અસરો, દર્શાવે, કોઇપણ, શાસક, બળપૂર્વક, લાદવા, પ્રયાસ, સમાજમાં, ઉતરી, દેખાય, ભળી, જઈને, સ્વીકાર્ય, બન્યું, ઘટનાઓ, કારતુસ, લગાવાતી, ડુક્કર, ગાયનાં, માંસની, ચરબી, મળશે, હવાલો, દર્શાવ્યાં, વિકીસ્રોત, મેઘાણી, 000૦, સંકલિત, રાષ્ટ્રશાયરે, કાળજી, શૂરવીરોનાં, શૌર્યનાં, બયાન, મળ્યો, જણાવ્યું, રૂપમાં, તેય, જેમની, બેલ, કિનકેઇડનાં, પુસ્તકોમાં, વિગતો, નજરે, લખાયેલું, ફકરા, ટાંક્યા, વાંચવાની, ઇચ્છા, નીતિમતા, શૌર્યની, ભૂમિકાને, ધ્યાનમાં, રાખશો, બદલીને, ઠાકોરો, ધરા, કેર, વર્તાવ્યો, અસંતોષનાં, સંતાન, કાદુ, મકરાણીની, દેખાડે, ઈણાજ, કાદુના, નિશાન, સ્કૉટ, વિદ્રોહો, નિષ્ફળ, છેક, વીસમી, સદીના, દાયકા, જોધા, માણેક, મૂળુ, માણેકની, હાજર, ઓખામંડળ, સાર્વભૌમત્વ, વડોદરાના, ગાયકવાડનું, વહીવટદારો, આટલે, દૂરથી, ઓખા, કાબૂ, સાથેની, સમજૂતી, પોલિટિકલ, ઍજંટો, વાઘેરો, તરફથી, માસિક, રકમ, હાલત, સૈનિકો, વાઘેરણોની, છેડતી, વાઘેરોમાં, અસંતોષ, લડવા, ઊતરી, ખરો, પૂછ્યા, ગરાસનો, મોં, શકતા, મુંબાઈ, પેાલી, બ્લેર્ને, મંજૂર, નુકશાન, કરેલું, બદલા, આપવાનું, મીતીઆળાનો, અમૂક, હિસ્સો, ભીમોદરા, વીજપડી, છરા, વરસ, ૧૮૨૯માં, કાઠીઓએ, નેસડી, સુલેહની, હું, છું, ખુમાણોએ, ભાવનગરના, હુમલાઓએ, થકવી, સાચા, જીગરથી, ઈચ્છા, કહેણ, મોકલાવ્યું, ૧૮૨૭, વિષ્ટિ, સમાધાની, થવાથી, હામીઓ, પોતપોતાને, તેઓ, જેતપુરના, હામી, અટકાવેલા, સહુના, સોંપવામાં, ડેડાણનો, દંતો, કોટિલો, વગેરે, કાઠી, જેને, બગસરા, હરસુરવાળા, ભડલી, જસદણના, કેદમાંજ, બાકીના, પકડ્યા, ring, leaders, બહારવટામાં, બહારવટીયાનો, પીછો, સગાએ, આપ્યા, બહારવટાંમાં, સામેલગીરી, હોવાની, સાબીતીઓનો, અભાવ, તેએાને, તેડાવીને, શરતે, છોડ્યા, રહેલા, સોંપવા, માલુમ, પડ્યું, ચીતળના, ચડાવે, લખી, સરદારોને, બોલાવ્યા, વાતનો, ઇન્કાર, તેઓના, જામીન, લેવાયા, પરથી, આક્રમણકારીઓને, ઘેરી, પેરવી, જાળવવામાં, ગુન્હેગારોને, બનતી, સહાય, મળવા, તેડાવ્યા, બહારવટીઆનો, નાશ, તેઓનો, સહકાર, ગોહિલને, તમામ, પાડોસી, ૧૮૨૨માં, કેપ્ટન, બાર્નવેલ, નામનો, પોલીટીકલ, સૈન્ય, અમરેલી, જાતના, નુકશાનોથી, રોષે, ભરાયેલા, બહારવટીયા, વધુને, હઠીલાઈથી, તેમજ, ઝનૂનથી, લુંટફાટ, એથી, એટલી, મુસીબત, પાનું, ૧૯૯, ટાંક્યો, અંશ, જેથી, પ્રભાવશાળી, kathiawad, ખુમાણને, ચડવા, સારો, લોકજીભે, ચડેલી, વાતમાં, ખુમાણના, સંત, સ્વભાવની, વજેસંગની, દાનાઈની, બેલના, અધિપતિએ, અવગુણ, તજીને, ગુણ, અંગ્રેજના, ચડીને, વિલાયત, જતો, બચાવનાર, વખતસિંહજીના, જાતો, રાખ્યો, તણે, વલ્યાતે, મહે૫ત, બાધા, મણે, અવગણ, તાજી, લીયા, અધપત, વિચાર્યું, તાણવામાં, ફાયદો, જઈએ, ઉગારશે, મારશે, તાણ્યું, તાલ, ઉગારે, મારે, તોય, ધણી, વજમાલ, જાણ્યું, અંગ્રેજે, ઉત્તર, તમારો, લુંટારૂ, ઉગારવાની, રાખતા, ઉગરે, જાવ, સૂતર, ઉતર, બન્નેએ, વજેસિંગ, વિલાયતી, આરબોની, ઉતારી, અમારો, ગરાશ, રહેશે, અગાં, સેન, વલાતી, જાતી, જગ્યા, અંગરેજ, બેય, હાદાના, તનય, મરદો, અબળાઓ, બનીને, કેમકે, પડખામાં, અંગ્રેજની, જાવા, જમી, કુંપની, માદા, પડખા, માંય, હેક, હાદા, વર્તી, ચોફેર, જેતપરમાં, ભાયું, થીયા, જેતપર, ફરંગાણ, ફરે, વેળા, સમે, શકિયા, વરતી, મેઘાણીએ, આલેખી, દૂહો, કોઈનું, ક્યાંથી, પ્રકરણમાં, કચ્છના, અંગ્રેજોન, ભારમલજીની, સંધિની, વાંચી, કચ્છમાં, આવવાનું, એટલા, ૧૭૮૪થી, કચ્છ, પોસાય, સૌરાષ્ટ્રના, નાનામોટા, ઠાકોરોએ, મુંબઈની, સંધિ, કરનાર, ઠાકોરોને, હૂંફ, હિંમત, મેઘાણીજીના, પુસ્તકમાં, કથાગીત, સ્પષ્ટ, દોહા, અર્થ, જોઈએઃ, નીકળ્યા, જોઈ, પેટા, જાતોને, સોરઠ, દેશ, જોયો, તપાસી, પરજોને, પરજું, તોળીયું, જોગો, મલક, ઉંટાકીયો, મયણ, કેતોક, માણ, ડાઉનલોડ, શકાશે, htps, journals, aps, prl, 1103, physrevlett, 121, 261301, 181228164824, બનાવેલા, મૉડેલમાં, આખું, ફૂલાતા, ફેલાતા, તંતુરૂપ, પદાર્થ, ફેલાય, થિઅરીની, અવધારણાનો, વળી, વિસ્તરતા, ધારણા, થિઅરી, તંતુ, સમગ્ર, ભૂતપદાર્થ, તંતુઓનો, બનેલો, ઍનર્જીના, આધારે, બનાવેલાં, બ્રહ્માંડનાં, વૈજ્ઞાનિકોને, સંતોષજનક, લાગતાં, છેલાં, વીસેક, જાણીએ, વિકસતું, અપાય, સર્વવ્યાપક, ખેંચે, બ્રહ્માંડનું, સૂચવ્યું, સમજી, સંશોધક, ટીમનો, દાવો, રહસ્ય, ઉકેલી, મૅગેઝિનમાં, હાલમાં, સવાર, ફુગ્ગો, પરિમાણ, ફૂલતો, physical, review, letters, ખરીદી, cell, neuron, fulltext, s0896, 6273, 31044, qbi, article, how, enables, rapidly, focus, attention, ખોરવાઈ, યોગ્ય, પ્રતિક્રિયા, પ્રેરિત, અલ્ઝાઇમર્સની, બીમારીમાં, થતું, ક્વીંસલૅન્ડ, બ્રેન, ઇંસ્ટીટ્યૂટના, અભ્યાસ, ઇંદ્રીયો, ક્ષણે, ઢાગલાબંધ, માહિતિ, પહોંચાડે, અમુકને, માગતા, નિઓકૉર્ટેક્સમાં, વીજપ્રવાહમાં, ગળાઈ, ચળાઈ, હટી, કામમાં, લાગી, રસ્તે, ચાલતાં, મિત્ર, ચાલતી, કાર, કૉલેનર્જિક, સિસ્ટમ, માસ્ટર, સ્વિચ, સમજવામાં, 1073, 1813780115, scitechdaily, sugar, targets, microbe, linked, lean, healthy, બૅક્ટેરિયા, જેની, મદદથી, રહીએ, આવાં, બૅક્ટેરિયાને, roc, પ્રોટીનને, પ્રભાવહીન, યેલ, સંશોધકો, માન્યતા, પચી, આંતરડા, પહોંચતી, પહોંચે, ઉંદરને, ફ્રુક્ટોઝ, ગ્લૂકોઝવાળો, આહાર, ઉંદરના, એમાંના, માઇક્રોબ, તમને, રાખનારાં, બૅક્ટેરિયાનો, સાકરથી, રુંધાય, 181206115935, તહેરાનમાં, લાખની, વસ્તી, શહેરમાં, માંગ, ૧૯૬૮માં, કૂવા, આંકડો, જગ્યાએ, ફૂટ, ખોદો, મળતું, સપાટી, વિસ્તારો, ૨૦૦૩થી, ૨૦૧૭, હિસાબે, ઘરોમાં, દીવાલોમાં, તિરાડો, પડી, કેટલાંય, સ્થળે, જળબંડારના, સ્થાનને, નુકસાન, જેટલું, સમાઈ, સંકટ, પાણીનાં, ઊંડાં, ઈરાન, અન્ન, મોરચે, સ્વાવલંબી, મથે, વપરાશ, ભૂગર્બ, બેફામપણે, ખેંચી, લેવાય, પાટનગર, ભાગો, નીચા, ખેતીમાં, વાપરવા, ડૅમ, બાંધ્યા, નદીનું, કુદરતી, વહેણ, સ્વાભાવિક, જમીનમાં, ઊતરે, વાયવ્ય, દુનિયાનું, નંબરનું, મોટું, ખારા, સરોવર, સંકોચાઈ, નૈર્ઋત્ય, ઈરાનનો, ખૂઝિસ્તાન, પ્રાંત, આંધીઓનો, અવારનવાર, તહેરાન, પડવા, nandinikoza, blogspot, struggles, timesofindia, indiatimes, city, ahmedabad, surat, was, first, salt, tax, articleshow, 40538909, cms, pagal_panthi_movement, ખેંચ્યા, સૂરતે, ગુજરાતમાં, તોલમાપનાં, ધોરણો, સૂરતવાસીઓ, સરઘસો, સભાઓ, હડતાળોમાં, સંખ્યામાં, જોડાયા, જનતાની, સમર્થ, હકુમતે, નમતું, ગાંધીજીના, નેતૃત્વ, શાંતિથી, વ્યક્ત, સત્યાગ્રહનું, અજોડ, સાધન, ઘનશ્યામ, અચ્યુત, યાજ્ઞિક, સુચિત્રા, શેઠના, લીધેલું, અવતરણ, shaping, modern, democracy, civil, society, governance, પ્રજાએ, તગેડી, ઘણાયે, જુલમી, શાસકો, જોયા, ધનવાન, સચ્ચાઈના, માર્ગે, ચાલતા, તેવા, તરફેણ, ગરીબ, ભોગે, ગરીબીમાં, ધકેલી, પ્રત્યે, હોવી, સર્વોત્તમ, ભલા, કરવું, રૈયતને, દબાવે, લડવું, કરવી, બીજાને, સોંપવું, પગલું, ભરે, અભિપ્રાય, માગે, રજુઆત, બરાબર, શાંતિલાલ, દેસાઈ, રાષ્ટ્રનો, શાંતિપૂર્ણ, શાસકોની, જાગૃતિ, કેળવાતી, આંદોલનની, દોરવણી, વેપારી, મહાજન, આગેવાન, દુર્ગારામના, ભાવનાઓનો, પડઘો, ઝીલે, નંદિની, ઓઝાનો, બ્લૉગ, પાડ્યું, ભીનું, સંકેલ્યું, નગરના, કરવેરા, કરવાના, અનિવાર્ય, કારણોસર, વિલંબ, બેવડા, ભરવા, કરનો, મુલતવી, રાખવામાં, ૧૮૪૪માં, પ્રેસીડેન્સીની, શેર, કિલોગ્રામથી, થોડું, ટેક્સ, રૂપિયો, ૨૧મી, ઑગસ્ટથી, ૩૧મી, ઑગસ્ટ, દુકાનો, વાતચીત, હિન્દુસ્તાની, ઑફિસરોને, મારીને, મેલ્યા, ૨૯મી, તારીખે, ભીડ, અદાલતમાં, ભીડમાંથી, કેટલાકે, પથ્થરમારો, જજના, ઘરની, બારીઓના, કાચ, તોડી, મિલિટરીએ, સ્ત્રીનું, કેટલાયે, ઘવાયા, પ્રજાનો, માણસોને, છોડાવવા, સમાધાનનો, કોણ, બમણા, જોરથી, બીજો, ચેનમ્માનો, સહાયક, સાહસ, સોલાપુરનો, નાયબ, પકડી, ૧૮૨૯ની, ફેબ્રુઆરીએ, કેદી, અવસ્થામાં, વીરાંગનાનું, પકડાયો, ૧૮૨૯, છાપામાર, ફાંસી, દેવાઈ, કિત્તુરને, ધારવાડના, કલેક્ટરને, હવાલે, દેવામાં, કલેક્ટરે, પ્રાંતના, એલ્ફિંસ્ટનને, ગવર્નરે, ૧૮૨૪ના, ઑક્ટોબરમાં, લાવલશ્કર, રાણીના, બહાદુર, સેનાપતિ, અમાતુર, બાલપ્પાએ, યાદ, સજ્જડ, હારી, રેસિડન્ટ, સેંટ, જ્હોન, ઠેકરે, અફસરો, ઝડપાયા, લાખનો, ખજાનો, લૂંટવાની, કર્ણાટકના, રાજ્યના, રાજાનું, મહિનામાં, એકના, પુત્રનું, અવસાન, ચેનમ્માએ, વારસ, અપમાન, જણાયું, ડૉક્ટ્રીન, સ્વતંત્ર, હસ્તક, કોઈને, આપવો, શરૂઆતનાં, વર્ષોમાં, સગવડ, મુજબ, છૂટ, જતું, મૂંગે, મોઢે, લેતા, મહિલા, શાસકનો, વિસ્તારથી, દાદાગીરીનો, સખત, મુકાબલો, કટ્ટર, રજૂ, સતત, લડતા, સંજોગોમાં, અંગ્રેજોનું, એકચક્રી, સ્થાપવાનું, વિદ્રોહને, દબાવવાને, દબાવવાની, ટૂંકમાં, બહાને, રાજાને, હટાવવો, પ્રદેશને, આવવો, તેનું, આપવી, ડોક્ટ્રિન, રાજગાદીના, અધિકારના, અંતનો, સિદ્ધાંત, સિદ્ધાંતનું, જોડાયેલું, ૧૮૪૭થી, ૧૮૫૬, ૧૮૦૦, અમલમાં, મુકાઈ, ડલહૌઝીએ, ડૉક્ટ્રિન, લેખિત, નિયમનું, ત્રીસેક, લીધાં, તેમાંથી, ગંગા, યમુનાનો, દોઆબનો, આખો, રોહિલખંડ, ૧૮૦૧માં, કબજે, ક્લાઇવ, હૅસ્ટિંગ્સના, દિવસોમાં, ગૌણ, અધિકારો, પછીના, ક્રમમાં, વેપારને, વેપાર, આક્રમક, વેપારનું, મહત્ત્વ, રાજ્યોને, મોગલોને, ખંડણી, આપતા, ખંડિયા, ૧૭૯૯માં, સુલતાનના, વિદ્રોહોની, ભૂલવું, વિદ્રોહીઓને, વળવા, રીત, અખત્યાર, ટીપુના, વખતમાં, મૉરિંગ્ટન, ઓળખાયો, નેપોલિયને, ઈજિપ્ત, ફ્રાન્સ, ઇંગ્લૅંડ, દાયકાઓ, જૂની, દુશ્મની, સ્થિતિ, ફાવી, આશંકા, દેખાડીને, લંડન, ખાતેના, માલિકોની, મેળવી, દ્વેષનું, ફ્રેંચ, મિત્રતા, તરફ, વળે, મિત્રો, ૧૮૨૪, મહત્ત્વના, વિદ્રોહમાં, અંગ્રેજોજી, સૂરતનો, તદ્દન, માણસોનો, આગેવાની, થયેલાં, આંદોલનોનાં, ભૂખ, ઇંટરનેટ, ઉપલબ્ધ, છૂટક, સ્રોતો, dsal, uchicago, books, socialscientist, pager, objectid, hn681, s597_60_015, gif, પછીનો, ખેડુતોનો, લક્ષ્ય, હટાવવાનું, ન્યાયની, લિધું, જનતાને, નારાજ, પહેલાંના, સંતાલ, તબક્કે, ૧૮૫૫, ૫૬માં, ૧૮૯૯માં, અત્યાચારોની, ન્યાય, પ્લાંટરોની, સમજાઈ, ખેડૂતોનો, દેખાવા, રસપ્રદ, બિશ્નુચરન, દિગંબર, લૂંટી, લેવા, શાહુકારોએ, ચુંગાલમાંથી, છોડાવવાનો, ફરીને, ચૌગાછાના, દિગંબાર, બિશ્વાસની, સરદારી, મહાત, ટુકડી, અથડામણના, ભાગમાં, ગળીનું, વાવેતર, પહોંચ્યા, કરાર, ચોખ્ખી, પ્લાંટરોએ, લાઠીઓ, માણસો, કંપનીઓ, વહેંચાઈ, કામઠાં, ઈંટ, પથ્થર, માટલાં, ફોડીને, હાથનાં, હથિયારો, બનાવ્યાં, લાઠીવાળાઓની, જુદી, દસ્બાર, ભાલાધારીઓએ, પ્લાંટરોને, કરારના, બંધનમાંથી, ધીમેધીમે, સગઠિત, અનેઅહિંસક, નિષ્ક્રિય, ૧૮૬૦ના, ફેબ્રુઆરીમાં, મૅક્લિઓડ, ગુમાસ્તાને, ખેડૂતને, બોલાવવા
Text of the page (random words):
જના વિદ્યાર્થીઓ પર પ્રયોગ કર્યો સૌને પસંદ હોય તેવો ટીવી પ્રોગ્રામ એમને દેખાડ્યો અને તે સાથે એમના મગજનો mri લીધો આમ કરવાથી સમજાયું કે મગજ કયો બનાવ ક્યારે બન્યો તે માહિતીનો શી રીતે સંગ્રહ કરે છે આમાં મગજના અમુક ભાગ સંકળાયેલા હોય છે ગયા વર્ષે નોબેલ પુરસ્કાર વિજેતા ઍડવર્ડ મોસેરે ઉંદર પર આ પ્રયોગ કર્યો હતો હવે માણસ પરના પ્રયોગ દ્વારા એમનાં તારણોને સમર્થન મળ્યું છે જ્યારે માણસ ડિમેન્શિયાની બીમારીનો ભોગ બને છે ત્યારે મગજના આ ભાગોને અસર થાય છે એટલે એની સ્મૃતિ અથવા તો ઘટનાઓને શ્રેણીબંધ સાંકળવાની એમની શક્તિ નથી રહેતી આથી મગજના કયા ભાગને અસર થાય છે તે જાણવાનું જરૂરી હોતાં આ પ્રયોગ ઉપયોગી ઠરે તેમ છે સંદર્ભઃ https news uci edu 2019 01 15 uci study identifies a new way by which the human brain marks time ૦૦૦૦ ૪ નવું lhc બનાવવાની યોજના ૨૦૧૨ માં વૈજ્ઞાનિકોએ સ્વિટ્ઝર્લૅન્ડ અને ફ્રાંસની સરહદે આવેલા ૨૭ કિલોમીટરના લાર્જ હૅડ્રોન કોલાઇડર lhc માં હિગ્સ બોસોન પાર્ટિકલ શોધી કાઢ્યો પરંતુ એના વિશે હજી ચોક્કસ માહિતી નથી મળી એટલે યુરોપના કણ ભૌતિકશાસ્ત્રીઓ particle physicists એ બીજું ૧૦૦ કિલોમીટરનું કોલાઇડર બનાવવાની યોજના જાહેર કરી છે હમણાં એને ફ્યૂચર સરક્યૂલર કોલાઇડર fcc નામ અપાયું છે એ ૨૦૪૦માં શરૂ થઈ શકશે એ અરસામાં આજનું lhc બંધ પડવાનું છે જિનિવામાં cern સંસ્થાએ આ જાહેરાત કરી છે fcc પનામા નહેર કરતાં પણ લાંબું હશે lhcમાં અતિ પ્રચંડ ગતિએ પ્રોટોન અને પ્રોટોન ટકરાય છે નવા કોલાઇડરમાં ઇલેક્ટ્રોનને એના પ્રતિ કણ પોઝિટ્રોન સાથે ટકરાવાશે આમાંlhc કરતાં ૩૫મા ભાગની ઊર્જા વપરાશે પરંતુ આ પહેલાં ઇલેક્ટ્રોન પોઝિટ્રોન માટે વપરાયેલી ઊર્જા કરતાં એ ઘણી વધારે હશે સંદર્ભઃ https www sciencemag org news 2019 01 european physicists unveil plans particle collider would be longer panama canal like loading author dipak dholakia posted on 21 01 2019 18 01 2019 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari 1 ટિપ્પણી science samachar 56 માટે india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 16 ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૧૬ ૧૮૫૭થી પહેલાં અને પછી થયેલા બીજા વિદ્રોહ પાગલપંથીઓનો વિદ્રોહઃ ૧૮૨૫માં બંગાળમાં મૈમનસિંઘ હવે બાંગ્લાદેશમાં માં પાગલપંથી આંદોલન શરૂ થયું એનો સ્થાપક કરીમ શાહ સંન્યાસીઓ અને ફકીરોના વિદ્રોહના એક સૂત્રધાર મજનુ શાહના સાથી મૂસા શાહનો અનુયાયી હતો આ સંપ્રદાયનું બીજ તો ધાર્મિક હતું પણ અને એ ધાર્મિક ભેદભાવ કરતો નહોતો એટલે માત્ર મુસ્લિમો નહીં હિંદુઓ પણ એમાં જોડાતા હતા પાગલપંથીઓ વ્યક્તિની સમાનતાના માનવીય મૂલ્યોનો પ્રચાર કરતા હતા એટલે વ્યવહારમાં પાગલપંથી આંદોલન જમીનદારો અને ખેતમજૂરોની સમાનતાનો સંદેશ બની રહ્યું મૈમનસિંઘ પ્રદેશ આખા બંગાળથી જુદો પડતો હતો એની ભાષા સંસ્કૃતિ અને જાતિગત અસ્મિતા પર પહાડોમાં રહેતી આદિવાસીઓ જાતિઓ ગારો હજાંગ ડાલુ હુડી અને રાજવંશી નો પ્રભાવ હતો આદિવાસીઓ મૂળ તો પ્રકૃતિ અને પશુપક્ષીઓના પૂજક હોય છે પાછળથી એમાં હિન્દુ અને મુસ્લિમ પ્રભાવ પણ ભળ્યો કરીમ શાહના મૃત્યુ પછી એનો પુત્ર ટીપુ સંપ્રદાયનો ગાદીપતિ બન્યો ત્યારે આ આંદોલન પહેલાં ખેડૂત આંદોલન બની ગયું પહેલાં તો ટીપુ શાહે જમીનદારો વિરુદ્ધ આંદોલન ચલાવ્યું પણ પછી આંદોલને કંપની રાજના વિરોધનું રૂપ ધારણ કરી લીધું એમણે શેરપુર શહેરના જમીનદારને લૂંટ્યો અને અમુક વખત સુધી તો કંપનીનું કંઈ ચાલ્યું નહીં અંતે કંપનીએ ખેડૂતોને કરમાં રાહત આપી ત્યારે શાંતિ સ્થપાઈ વહાબી આંદોલનઃપાગલપંથી ઉપરાંત બીજાં ધર્મ આધારિત આંદોલનોએ પણ ધીમે ધીમે અંગ્રેજ વિરોધી રાજકીય રૂપ લીધું તેમાં વહાબી અને ફરાઇઝી આંદોલનો મુખ્ય છે અઢારમી સદીમાં મહંમદ અબ્દુલ વહાબે સાઉદી અરેબિયાના શેખ સાઉદના સક્રિય સહયોગથી ઇસ્લામનું શુદ્ધ રૂપ લાગુ કરવા માટે આંદોલન ચલાવ્યું વહાબી મત અનુસાર સૂફીઓએ ઇસ્લામમાં વિકૃતિઓ ઘુસાડી છે એટલે ધર્મને ફરી શુદ્ધ કરવાની જરૂર છે આજે આ વિચારધારામાંથી જ આતંકવાદીઓ પેદા થયા છે હિંદુસ્તાનમાં વહાબી આંદોલનને મુખ્યત્વે તો મહારાજા રણજીતસિંઘ સામે વિરોધ રહ્યો અને અફઘાનો સાથે સહાનુભૂતિ રહી ઈસ્ટ ઇંડિયા કંપની અને અફઘાનિસ્તાન વચ્ચે માત્ર લડાઈના સંબંધ હતા વહાબીઓ અફઘાનોની પડખે રહ્યા એટલે અંગ્રેજો સાથે એમની લડાઈ થઈ અને એ હાર્યા વહાબી આંદોલનને ઘણા ઇતિહાસકારો સ્વતંત્રતા માટેનું આંદોલન ગણાવે છે પરંતુ એમાં કોઈ આર્થિક શોષણનું કારણ હોય તે કરતાં સાંસ્કૃતિક વધારે હતું એ અંગ્રેજો વિરુદ્ધનું આંદોલન હતું એ સાચું પણ એને શુદ્ધ અર્થમાં આઝાદી માટેની ઝંખના સાથે ન સરખાવી શકાય આમ છતાં આપણે એ પણ સ્વીકારવું પડશે કે ૧૮૫૭ના સંગ્રામમાં પણ ધાર્મિક તત્ત્વ મોજૂદ હતું જ ફરાઇઝી આંદોલનઃ એ જ રીતે ૧૮૩૮થી ૧૮૪૮ના દાયકામાં ફરાઇઝી આંદોલન શરૂ થયું એ બંગાળમાં જ શરૂ થયું અને એમાં ખેડૂતો મહેસૂલના વધારાના વિરોધમાં સંગઠિત થયા પરંતુ એના સ્થાપક શરિયતુલ્લાહના મ્રુત્યુ પછી એના પુત્ર દુદૂમિયાંએ નેતાગીરી સંભાળી ત્યારે એ હિન્દુઓ અને મુસલમાનોનું એકત્રિત ધાર્મિક સંગઠન બની ગયું પરંતુ જમીનદારો અને અંગ્રેજો વિરુદ્ધ સંઘર્ષ ચાલુ રહ્યો દુદૂમિયાં પકડાઈ જતાં આ આંદોલન દબાઈ ગયું પરંતુ એ ભારેલા અગ્નિ જેવું હતું ૧૮૫૯માં ગળીના ખેડૂતો અને ખેતમજૂરોનું આંદોલન થયું તેમાં પણ ફરાઇઝીઓ આગળ રહ્યા ૧૮૫૭ પછી બ્રિટને કંપનીને સ્થાને સીધો જ કબજો સંભાળી લીધો હતો તેમ છતાં ફરાઇઝી આંદોલન ફરી સક્રિય થયું અને ગળીના ખેડૂતોએ મોટો સંઘર્ષ છેડ્યો એ વાતની નોંધ લીધા વિના ચાલે એમ નથી ગળીનો સંઘર્ષઃ અહિંસક આંદોલન ઇતિહાસકાર આર સી મજૂમદાર કહે છે કે મહાત્માગાંધીએ અહિંસક આંદોલનનો માર્ગ અપનાવ્યો તે પહેલાં બંગાળના ગળીના ખેડુતોએ ૧૮૫૯માં અહિંસક આંદોલન કરીને સરકારને ફરજ પાડી ખેડૂતોએ કોઈ પણ સંયોગો અહિંસા અપનાવીને આંદોલનનો નવો માર્ગ દેખાડ્યો બંગાળના બારાસાત જિલ્લાનો યુવાન મૅજિસ્ટ્રેટ ઍશ્લી ઈડન ન્યાયપ્રિય માણસ હતો એણે એક સરક્યૂલર બહાર પાડીને જાહેર કર્યું કે ગળીનો પાક લેવો કે ન લેવો તે નિર્ણય ખેડૂતો જાતે જ કરી શકે છે જો કે શરૂઆત તો એનાથી પહેલાં જેસોર પરગણાના ચૌગાછા અને કાઠગડામાં ખેડૂતોએ ગળીનો પાક લેવાનું બંધ કરીદીધું હતું પરંતુ ૧૮૫૯ના ફેબ્રુઆરી માર્ચમાં ખેડૂતોએ ગળીનો પાક ન લેવાનો રીતસર નિર્ણય કર્યો ગળીના બગીચાઓના માલિકો પ્લાંટરો સામે આ અસહકારનું આંદોલન હતું ઘણાય જુલમો સહન કર્યા પછી ખેડૂતોએ મનમાં ગાંઠ વાળી લીધી આની તપાસ માટેનું કામિશન નિમાયું તેમાં પણ દરેક ખેડૂતે જાતે આવીને ગળીનો પાક ન લેવાનાં પોતાનાં અંગત કારણો પણ આપ્યાં પ્લાંટરોના હિન્દી નોકરો સામે પણ બહિષ્કારનું આંદોલન ચાલ્યું એમને ખાધાખોરાકીનો માલ વેચવા ની વેપારીઓ ના પાડીસ્દે અને તે એટલે સુધી કે કોઈ વાળંદ એમના વાળ કાપી આપવા તૈયાર ન થાય પરંતુ પછી પ્લાંટરો ધીમેધીમે સગઠિત થવા લાગ્યા અનેઅહિંસક કે નિષ્ક્રિય વિરોધ ચાલુ રાખવાનું શક્ય ન રહ્યું ૧૮૬૦ના ફેબ્રુઆરીમાં મૅક્લિઓડ નામના પ્લાંટરે પોતાના ગુમાસ્તાને ખેડૂતને બોલાવવા મોકલ્યો લોકોએ એને પકડીને ખૂબ માર માર્યો તે જ દિવસે ત્રણ હજાર જેટલા ખેડૂતો ગળીના કારખાના પર ત્રાટક્યા થોડા દિવસ પછી એમણે ભાલા તલવારો સાથે લ્યોન્સ નામના પ્લાંટરની ફૅક્ટરી પર હુમલો કર્યો એવી કેટલીયે ફૅક્ટરીઓનો એમણે ભુક્કો બોલાવી દીધો હવે પ્લાંટરો સરકાર પાસે પહોંચ્યા અને ફરિયાદ કરી ખેડૂતોએ નવા કરાર કરવાની ચોખ્ખી ના પાડી દીધી પ્લાંટરોએ હવે લાઠીઓ સાથે માણસો મોકલ્યા પણ ખેડૂતો છ કંપનીઓ માં વહેંચાઈ ગયા એક કંપની પાસે તીર કામઠાં તો બીજી કંપની પાસે ઈંટ અને પથ્થર હતાં સ્ત્રીઓ પણ માટલાં લઈને આવી અને એને ફોડીને હાથનાં હથિયારો બનાવ્યાં લાઠીવાળાઓની કંપની જુદી હતી અને એક કંપની પાસે ભાલા હતા દસ્બાર ભાલાધારીઓએ સોએક લાઠીધારીઓને ભગાડી મૂક્યા અંતે પ્લાંટરોને એમને કરારના બંધનમાંથી મુક્ત કરવા પડ્યા આમાં રસપ્રદ વાત એ છે કે બે નાના શાહુકારો બિશ્નુચરન બિશ્વાસ અને એના સાથી દિગંબર બિશ્વાસ આમ તો એક પ્લાંટર માટે કામ કરતા હતા પણ પ્લાંટર ખેડૂતોને લૂંટી લેવા માગતો હતો આ શાહુકારોએ ખેડૂતોને પ્લાંટરની ચુંગાલમાંથી છોડાવવાનો નિર્ણય કર્યો અને એક વર્ષ ફરીને લોકોને બળવા માટે તૈયાર કર્યા ચૌગાછાના પ્લાંટરે લાઠીધારીઓને મોકલ્યા પણ દિગંબાર બિશ્વાસની સરદારી હેઠળ ખેડૂતોએ એમને મહાત કર્યા પ્લાંટરે બીજી મોટી ટુકડી મોકલી ત્યારે ખેડૂતો હાર્યા જો કે આ અથડામણના પરિણામે બંગાળના આ ભાગમાં ગળીનું વાવેતર બંધ થઈ ગયું આ વિદ્રોહ માત્ર પ્લાંટરોના અત્યાચારોની વિરુદ્ધ નહોતો ખેડૂતોએ પહેલાં તો સરકારને અરજીઓ કરીને ન્યાય માગ્યો હતો પણ ગોરી સરકાર ગોરા પ્લાંટરોની સામે કંઈ નહીં કરે એમ સમજાઈ જતાં ધીમે ધીમે ખેડૂતોનો વિરોધ બ્રિટિશ હકુમતની સામે પણ દેખાવા લાગ્યો હતો આ હતો ૧૮૫૭ પછીનો નાના ખેડુતોનો સફળ બળવો પરંતુ એનું લક્ષ્ય અંગ્રેજ સરકારને હટાવવાનું નહોતું વિરોધ હતો પણ ન્યાયની આશા પણ હતી બ્રિટને હજી થોડા જ વખત પહેલાં શાસન પોતાના હાથમાં લિધું હતું એટલે જનતાને બહુ નારાજ કરવાની એની તૈયારી પણ નહોતી હજી આપણે ૧૮૫૭ પહેલાંના સંતાલ વિદ્રોહની વાત કરવાની છે જે બે તબક્કે ચાલ્યો ૧૮૫૫ ૫૬માં અને ૧૮૯૯માં સંદર્ભઃ http dsal uchicago edu books socialscientist pager html objectid hn681 s597_60_015 gif અને ઇંટરનેટ પર ઉપલબ્ધ બીજાં છૂટક સ્રોતો like loading author dipak dholakia posted on 17 01 2019 15 01 2019 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 16 india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 15 ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૧૫ સામ્રાજ્યવાદી ભૂખ ૧૮૨૪ અને ૧૮૪૪ વચ્ચે બે મહત્ત્વના વિદ્રોહ થયા આજે એના વિશે વાત કરીએ એક વિદ્રોહમાં અંગ્રેજોજી જીત થઈ પણ સૂરતનો વિદ્રોહ તદ્દન સામાન્ય માણસોનો હતો અને એમાં તે પછીનાં કોંગ્રેસની આગેવાની હેઠળ થયેલાં આંદોલનોનાં બીજ જોવા મળે છે કિત્તુરની રાણી ચેનમ્મા ૧૭૯૯માં ટીપુ સુલતાનના મૃત્યુ પછી થયેલા વિદ્રોહોની આપણે વાત કરીએ છીએ ત્યારે એ ન ભૂલવું જોઈએ કે કંપનીએ પણ આવા વિદ્રોહીઓને પહોંચી વળવા નવી રીત અખત્યાર કરી હતી ટીપુના વખતમાં લૉર્ડ મૉરિંગ્ટન જે પછી લૉર્ડ વૅલેસ્લી તરીકે ઓળખાયો ગવર્નર જનરલ હતો એ જ અરસામાં નેપોલિયને ઈજિપ્ત પર હુમલો કર્યો હતો ફ્રાન્સ અને ઇંગ્લૅંડ વચ્ચે તો દાયકાઓ જૂની દુશ્મની હતી વૅલેસ્લીને આ સ્થિતિ ફાવી ગઈ એણે નેપોલિયન કદાચ ભારત પર હુમલો કરે એવી આશંકા દેખાડીને પોતાની સામ્રાજ્યવાદી યોજના માટે કંપનીના લંડન ખાતેના માલિકોની મંજૂરી મેળવી લીધી ટીપુ સામે કંપનીના દ્વેષનું એક કારણ પણ એ જ હતું કે ફ્રેંચ કંપની સાથે એની મિત્રતા હતી વૅલેસ્લીને લાગ્યું કે નેપોલિયન ભારત તરફ વળે તો એને અંગ્રેજો વિરુદ્ધ ઘણા મિત્રો મળી જાય તેમ હતું વૅલેસ્લી કટ્ટર સામ્રાજ્યવાદી હતો એણે પોતાની યોજના એ રીતે રજૂ કરી કે ભારતમાં રાજાઓ સતત લડતા રહે છે આ સંજોગોમાં નેપોલિયન હુમલો કરે તો બ્રિટીશ કંપનીનો પરાજય થાય એમ હતું એટલે આખા ભારત પર અંગ્રેજોનું એકચક્રી રાજ સ્થાપવાનું જરૂરી છે આના માટે એણે સામાન્ય લોકોના વિદ્રોહને દબાવવાને બદલે રાજાઓને દબાવવાની જરૂર દેખાડી ટૂંકમાં ગમે તે બહાને દેશી રાજાને હટાવવો અને એના પ્રદેશને બ્રિટિશ હકુમત નીચે લઈ આવવો કંપનીએ નક્કી કર્યું કે કોઈ રાજા બિનવારસ મરી જાય તેનું રાજ્ય સંભાળી લેવું અને રાજાના વારસને મંજૂરી ન આપવી આને ડોક્ટ્રિન ઑફ લેપ્સ રાજગાદીના અધિકારના અંતનો સિદ્ધાંત કહે છે આમ તો આ સિદ્ધાંતનું નામ લૉર્ડ ડલહૌઝી સાથે જોડાયેલું છે પણ ડલહૌઝી તો ૧૮૪૭થી ૧૮૫૬ દરમિયાન ગવર્નર જનરલ હતો ખરેખર તો ૧૮૦૦ પછી જ આ નિયમ અમલમાં મુકાઈ ગયો હતો ડલહૌઝીએ ડૉક્ટ્રિન ઑફ લેપ્સ ને માત્ર લેખિત નિયમનું રૂપ આપ્યું એ આવ્યો તે પહેલાં જ કંપનીએ ત્રીસેક રાજ્યો ખાલસા કરી લીધાં હતાં તેમાંથી ગંગા યમુનાનો દોઆબનો પ્રદેશ અને લગભગ આખો રોહિલખંડ તો વૅલેસ્લીએ ૧૮૦૧માં જ કબજે કરી લીધો હતો ક્લાઇવ અને હૅસ્ટિંગ્સના દિવસોમાં દેશી રાજ્યો માટે ગૌણ અધિકારો નો નિયમ હતો એટલે કે કંપનીના અધિકાર મુખ્ય અને રાજાના અધિકાર એના પછીના ક્રમમાં હોય પરંતુ તે તો માત્ર કંપનીના વેપારને રક્ષણ આપવા માટે હતો કારણ કે હજી કંપનીનું ધ્યાન માત્ર વેપાર પર હતું વૅલેસ્લીએ એને વધારે આક્રમક રૂપ આપ્યું વેપારનું મહત્ત્વ તો રહ્યું જ પરંતુ હવે કંપનીએ આ રાજ્યોને પોતાના નિયંત્રણ હેઠળ રાખવાનું શરૂ કર્યું રાજાઓ પહેલાં મોગલોને ખંડણી આપતા તેને બદલે હવે એક પછી એક અંગ્રેજી કંપનીના ખંડિયા બનવા લાગ્યા મોટા ભાગે બધા મૂંગે મોઢે સહન કરી લેતા હતા પણ એક મહિલા શાસકનો ઉલ્લેખ થોડો વિસ્તારથી કરીએ એ છે કિત્તુરની રાણી ચેનમ્મા એણે અંગ્રેજોની દાદાગીરીનો સખત મુકાબલો કર્યો કર્ણાટકના કિત્તુર રાજ્યના રાજાનું ૧૮૨૪માં મૃત્યુ થઈ ગયું થોડા જ મહિનામાં એમના એકના એક પુત્રનું પણ અવસાન થયું રાણી ચેનમ્માએ એક વારસ પસંદ કર્યો પણ રાજ્ય પર સાર્વભૌમ સત્તા કંપનીની હતી કંપનીને આમાં પોતાનું અપમાન જણાયું કંપનીનો ડૉક્ટ્રીન ઑફ લેપ્સ એવો હતો કે કોઈ સ્વતંત્ર રાજ્યનો રાજા બિનવારસ મરી જાય તો એ રાજ્ય સાર્વભૌમ સત્તા એટલે કે કંપની હસ્તક ચાલ્યું જાય તે પછી કંપની નક્કી કરે કે કોઈને દત્તક લેવાનો અધિકાર આપવો કે રાજ્ય ખાલસા કરી લેવું શરૂઆતનાં વર્ષોમાં કંપનીએ પોતાની સગવડ મુજબ દત્તક લેવાની છૂટ પણ આપી પરંતુ મોટા ભાગે તો રાજ્ય કંપનીના હાથમાં ચાલ્યું જતું હતું કિત્તુરને ધારવાડના કલેક્ટરને હવાલે કરી દેવામાં આવ્યું કલેક્ટરે વારસને નામંજૂર કર્યો રાણીએ આની સામે મુંબઈ પ્રાંતના ગવર્નર એલ્ફિંસ્ટનને અપીલ કરી ગવર્નરે અપીલ નામંજૂર કરી અને ૧૮૨૪ના ઑક્ટોબરમાં કંપનીએ ભારે લાવલશ્કર સાથે કિત્તુર પર હુમલો કર્યો પરંતુ રાણીના બહાદુર સેનાપતિ અમાતુર બાલપ્પાએ કંપનીને યાદ રહી જાય તેવો સજ્જડ જવાબ આપ્યો કંપનીની મોટી ફોજ હારી ગઈ કલેક્ટર અને રાજકીય રેસિડન્ટ સેંટ જ્હોન ઠેકરે માર્યો ગયો અને બે અંગ્રેજ અફસરો જીવતા ઝડપાયા કંપનીને કિત્તુર રાજ્યનો પંદર લાખનો ખજાનો લૂંટવાની આશા હતી તેના પર પાણી ફરી ગયું હવે કંપનીએ એના બે માણસોને છોડાવવા માટે સમાધાનનો માર્ગ લીધો રાણીએ શરત મૂકી કે કંપની લડાઈ બંધ કરે એમણે શરત તો માની લીધી પણ બોલેલું પાળે કોણ એમણે બમણા જોરથી બીજો હુમલો કર્યો આ વખતે રાણી ચેનમ્માનો વફાદાર સહાયક સંગોળ્ળી રાયણ્ણા હતો એણે લડાઈમાં ભારે સાહસ દેખાડ્યું લડાઈમાં સોલાપુરનો અંગ્રેજ નાયબ કલેક્ટર માર્યો ગયો પરંતુ અંતે રાણી ચેનમ્મા પરાજિત થઈ અંગ્રેજોએ એને પકડી લીધી અને કેદ કરી ૧૮૨૯ની બીજી ફેબ્રુઆરીએ કેદી અવસ્થામાં જ આ વીરાંગનાનું મૃત્યુ થયું સંગોળ્ળી રાયણ્ણા કેદ પકડાયો નહોતો અને ૧૮૨૯ સુધી તો છાપામાર યુદ્ધ કરતો રહ્યો અંતે એ પણ અંગ્રેજોના હાથમાં પડ્યો એને ફાંસી આપી દેવાઈ ૧૮૪૪ સૂરતમાં મીઠાના કર વિરુદ્ધ પ્રજાનો વિદ્રોહ ૧૮૪૪માં મુંબઈ પ્રેસીડેન્સીની સરકારે મીઠા પરનો વેરો બમણો કરી નાખ્યો એક મણ ૪૦ શેર એટલે કે આજના ૩૭ કિલોગ્રામથી થોડું વધારે પરનો ટેક્સ આઠ આના આજના ૫૦ પૈસા હતો તે એક રૂપિયો કરી નાખ્યો આની સામે ૨૧મી ઑગસ્ટથી ૩૧મી ઑગસ્ટ ૧૮૪૪ સુધી સૂરતમાં ભારે વિરોધ થયો બધી જ દુકાનો બંધ રહી વેપારીઓ સાથે વાતચીત કરવા સરકારે હિન્દુસ્તાની ઑફિસરોને મોકલ્યા પણ લોકોએ એમને મારીને ભગાડી મેલ્યા ૨૯મી તારીખે લોકોની મોટી ભીડ અદાલતમાં આની સામે ફરિયાદ કરવા ગઈ ભીડમાંથી કેટલાકે પથ્થરમારો કર્યો અને જજના ઘરની બારીઓના કાચ તોડી નાખ્યા એના પર મિલિટરીએ ગોળીબાર કરતાં એક સ્ત્રીનું મૃત્યુ થઈ ગયું અને કેટલાયે ઘવાયા તે પછી સરકારે કર લાગુ ન કરવાનું જાહેરનામું બહાર પાડ્યું એમાં સરકારે ભીનું સંકેલ્યું છે જાહેરનામું કહે છે કે કર બમણો કરવાની સાથે નગરના બીજા કરવેરા રદ કરવાના હતા પણ એનું જાહેરનામું બહાર પાડવામાં અનિવાર્ય કારણોસર વિલંબ થયો આને કારણે લોકોને બેવડા કર ભરવા પડે તેમ હતા એટલે મીઠાના કરનો નવો દર લાગુ કરવાનું મુલતવી રાખવામાં આવ્યું શાંતિલાલ એમ દેસાઈ એમના પુસ્તક રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાત સંદર્ભઃ નંદિની ઓઝાનો બ્લૉગ માં કહે છે તેમ લગભગ ૩૦ ૦૦૦ લોકોએ વિરોધમાં ભાગ લીધો વિરોધ સંપૂર્ણ શાંતિપૂર્ણ રહ્યો પરંતુ શાસકોની ફરજ વિશે જાગૃતિ કેળવાતી જતી હતી આંદોલનની દોરવણી વેપારી મહાજન કરતું હતું એના એક આગેવાન દુર્ગારામના શબ્દો અંગ્રેજી શાસન વિરુદ્ધ લોકોની ભાવનાઓનો પડઘો ઝીલે છેઃ લોકો રાજા સમક્ષ રજુઆત કરે તે બરાબર છે પણ રાજા કંઈ પગલું ભરે તેના પહેલાં લોકોનો અભિપ્રાય માગે તો જ પરંતુ રાજા આવું ન કરે અને રૈયતને દબાવે તો લોકોએ રાજા સામે લડવું જોઈએ અને એને સજા કરવી જોઈએ અને કોઈ બીજાને રાજ્ય સોંપવું જોઈએ રાજાએ લોકોના સર્વોત્તમ ભલા માટે કામ કરવું જોઈએ લોકો પ્રત્યે એને સહાનુભૂતિ હોવી જોઈએ તેને બદલે જો એ લોકોનો વિરોધી બને એમને ગરીબીમાં ધકેલી દે અને એક ક્ષેત્રના લોકોની બીજા ક્ષેત્રના લોકોના ભોગે એમને ગરીબ બનાવીને જે લોકો સચ્ચાઈના માર્ગે ન ચાલતા હોય તેવા લોકોની તરફેણ કરે અને એ લોકો ધનવાન બની જાય અને આ વાત માત્ર અંગ્રેજોને જ નહીં દુનિયાના બધા રાજાઓને લાગુ પડે છે આજ સુધી આપણે દુનિયામાં અને આપણા પોતાના દેશમાં ઘણાયે જુલમી શાસકો જોયા છે એમને પ્રજાએ તગેડી મૂક્યા છે ઘનશ્યામ શાહના પુસ્તક democracy civil society and governance માં અચ્યુત યાજ્ઞિક અને સુચિત્રા શેઠના પુસ્તક the shaping of modern gujarat માંથી લીધેલું અવતરણ તે પછીનાં ચાળીસ વર્ષમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ શાંતિથી વિરોધ વ્યક્ત કરવાની લોકોની તાકાત સત્યાગ્રહનું અજોડ સાધન બની રહી મીઠા પરનો વેરો પાછો ખેંચ્યા પછી માત્ર ચાર વર્ષમાં ફરી વાર સૂરતે પોતાની શાંત તાકાત દેખાડી સરકારે ગુજરાતમાં બંગાળી તોલમાપનાં ધોરણો લાગુ કર્યાં સૂરતવાસીઓ સરઘસો જાહેર સભાઓ હડતાળોમાં મોટી સંખ્યામાં જોડાયા અંતે જનતાની જીત થઈ અને સમર્થ અંગ્રેજ હકુમતે નમતું આપ્યું 0000 સંદર્ભઃ http en banglapedia org index php title pagal_panthi_movement https timesofindia indiatimes com city ahmedabad surat was first to revolt against salt tax article...
|