Meta tags:
description= 7 posts published by Dipak Dholakia during May 2019;
Headings (most frequently used words):
આઝાદી, માટેનો, સંઘર્ષ, struggle, for, freedom, ભારતઃ, ગુલામી, અને, india, slavery, and, part, chapter, ભાગ, પ્રકરણ, dipak, ખૂબ, લડી, મર્દાની, વોહ, તો, science, samachar, dholakia, spam, blocked, ૧૮૫૭, મહિનો, મે, 2019, 35, 34, 65, 33, 32, 64, 31, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૩૫, જગદીશપુરના, બાબુ, કુંવરસિંહ, ૩૪, બિહારમાં, ઠેરઠેર, વિદ્રોહ, ૩૩, ૩૨, ૩૧,
Text of the page (most frequently used words):
અને (178), હતી (71), કરી (64), હતો (51), માટે (47), 2019 (46), રાણી (42), હતા (40), પછી (39), એટલે (37), હતું (36), સાથે (35), #freedom (33), struggle (33), પરંતુ (33), એને (31), રાણીએ (30), હોય (30), નહીં (30), જૂન (29), ડિસેમ્બર (29), જાન્યુઆરી (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), એમણે (28), ઓગસ્ટ (27), એના (27), કર્યો (27), જુલાઇ (26), સપ્ટેમ્બર (26), માર્ચ (26), for (26), એપ્રિલ (25), 2024 (25), એમને (25), ત્યારે (25), 2015 (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2020 (24), 2021 (24), 2023 (24), અંગ્રેજ (24), ગયા (24), આવી (24), પોતાના (23), એની (23), સુધી (23), નથી (23), 2012 (22), ફેબ્રુવારી (22), કોઈ (22), એણે (22), પહેલાં (22), હવે (21), એમના (21), હુમલો (20), ગયો (20), dipak (19), 2013 (18), 2022 (18), india (18), તરફ (18), ત્યાં (18), અંગ્રેજી (18), dholakia (17), and (17), આપી (17), હાથમાં (17), ઝાંસી (17), બહુ (17), કરે (17), 2011 (16), slavery (16), સંઘર્ષ (16), પોતે (16), મૃત્યુ (16), એનો (16), આઝાદી (15), માટેનો (15), સામે (15), બીજા (15), અંગ્રેજો (15), તરીકે (15), 2014 (14), પત્ર (14), માત્ર (14), નહોતો (14), લીધી (14), રીતે (14), રાવ (14), થાય (14), મદદ (14), ફોજ (14), શરૂ (13), 2025 (13), સંદર્ભઃ (13), એમની (13), કારણે (13), દત્તક (13), કંપની (13), રાજા (13), મારી (12), ૦૦૦ (12), પાસે (12), વિદ્રોહીઓ (12), થયું (12), બધા (12), ગંગાધર (12), શકે (12), બીજી (12), જાય (12), એમાં (11), ભારે (11), લીધો (11), લખ્યું (11), એનું (11), લીધા (11), કહ્યું (11), https (11), part (10), chapter (10), ગુલામી (10), કહે (10), કારણ (10), બ્રિટિશ (10), ફરી (10), ત્રણ (10), અધિકાર (10), હજી (10), દીધી (10), વખતે (10), આપણે (10), હ્યૂ (10), કાલપી (10), નહોતા (10), તેમાં (9), સિપાઈઓ (9), વ્યવસ્થા (9), જૂને (9), પોતાની (9), દીધો (9), વધારે (9), જોઈએ (9), રામચંદ્ર (9), નીકળી (9), તૈયાર (9), રાણીને (9), નીચે (9), બાજુ (9), ઝાંસીના (9), નિર્ણય (9), રાણીની (9), કરતા (9), તૈયારી (9), કુંવરસિંહના (9), like (8), com (8), martyrs (8), ઇંટરનેટ (8), ઉપલબ્ધ (8), વાત (8), મળી (8), દીધા (8), દિવસે (8), કરીને (8), નહોતી (8), લીધું (8), વિદ્રોહ (8), લક્ષ્મીબાઈએ (8), વિરુદ્ધ (8), ૧૮૫૭ના (8), કામ (8), કરવા (8), બની (8), કંપનીને (8), કરતાં (8), ભાઈ (8), સમાચાર (8), www (8), છતાં (8), રોગ (8), પહોંચી (8), એમનું (8), થયો (8), મળ્યો (8), તેમ (8), આગળ (8), લડાઈ (8), કુંવરસિંહ (8), નામ (7), uncategorized (7), indian (7), webgurjari (7), વેબગુર્જરી (7), ભારત (7), tags (7), categories (7), posted (7), author (7), loading (7), झांसी (7), અર્થ (7), હુકમ (7), રાણીના (7), ભાગી (7), વિદ્રોહીઓએ (7), કિલ્લાની (7), કબજો (7), કંપનીના (7), ૧૮૫૭ (7), દામોદર (7), એટલું (7), ગયું (7), લોકો (7), લક્ષ્મીબાઈને (7), રાજ્ય (7), દીધું (7), ઝાંસીની (7), ગવર્નર (7), સરકારે (7), સેના (7), પડી (7), science (7), એવી (7), અહીં (7), મેં (7), તોપો (7), ઈસ્ટ (7), ઇંડિયા (7), આવ્યા (7), ફોજે (7), તરત (7), કુંવરસિંહે (7), કરો (6), લાગે (6), આપ્યો (6), માર્યા (6), કૅપ્ટન (6), ચાર (6), કંઈ (6), રોજ (6), લખીને (6), કંપનીએ (6), રાવને (6), હોવાનું (6), નહોતું (6), જોતાં (6), લક્ષ્મીબાઈ (6), વિના (6), જનરલ (6), અથવા (6), સોંપી (6), જરૂર (6), નાના (6), પાછળ (6), ભાગ (6), રહ્યા (6), મળે (6), આવે (6), પત્રમાં (6), બાજુથી (6), અંતે (6), ઘણા (6), પરથી (6), લઈને (6), બળવો (6), આવ્યો (6), ટુકડી (6), સિંહ (6), books (6), બિહારમાં (6), રહ્યું (5), બારી (5), મંગળ (5), શોધો (5), દ્વારા (5), रानी (5), में (5), संस्करण (5), કરતી (5), રક્ષણ (5), લખે (5), પડ્યું (5), રાતે (5), નુકસાન (5), જોઈ (5), પાંચમી (5), પુત્ર (5), આપીને (5), રહી (5), વર્ષના (5), રાવના (5), લેવાની (5), કરવાની (5), સંધિ (5), વર્ષની (5), ગોઠવી (5), છોડી (5), સૌથી (5), મોટા (5), નાખ્યો (5), પ્રકરણ (5), ભારતઃ (5), મૂળ (5), લાગી (5), કરવાનું (5), સરકાર (5), કર્યું (5), રોઝ (5), ગ્વાલિયર (5), ચાલુ (5), વિશે (5), મને (5), લડાઈમાં (5), અંગ્રેજોની (5), ૧૯મી (5), જાતે (5), વિદ્રોહની (5), માર્ચે (5), ઘેરી (5), વર્ષ (5), ઉપર (5), કાર્યશક્તિ (5), મિથેન (5), બાબુ (5), દેશી (5), પિત્તળના (5), લોટા (5), blocked (4), નવી (4), spam (4), adventurous (4), subhashbabu (4), leave (4), comment (4), प्रकाशन (4), આવતા (4), ખરેખર (4), વિદ્રોહીઓની (4), ૧૨મી (4), તારીખે (4), આપે (4), સિપાઈઓએ (4), સ્ત્રીઓ (4), દોઢસો (4), સંભાળી (4), કિલ્લા (4), લીધાં (4), પોતાનો (4), જાન (4), આથી (4), સૈનિકોની (4), રાખી (4), ઝાંસીમાં (4), બન્ને (4), લેવાનો (4), યાદ (4), પુત્રને (4), છેક (4), બળવાની (4), દૂર (4), ડલહૌઝીએ (4), રાવની (4), ઇનકાર (4), લાખ (4), ઉંમરે (4), પહોંચે (4), શહેરમાં (4), પ્રમાણે (4), માલિક (4), હેઠળ (4), કંપનીની (4), સામાન્ય (4), મોરોપંત (4), રાખ્યું (4), વચ્ચે (4), સખુબાઈને (4), સત્તા (4), મૅજર (4), હિન્દી (4), લડી (4), samachar (4), ગોરિલા (4), તપાસ (4), તેવું (4), ધીમે (4), બને (4), મળ્યું (4), મજબૂત (4), જરૂરી (4), ઑટોઇમ્યૂન (4), મિત્ર (4), પુરુષ (4), જોવા (4), પેદા (4), શું (4), ખરાબ (4), રુમેટોઇડ (4), આર્થરાઇટિસ (4), આવા (4), સારા (4), માગી (4), એમનો (4), વાર (4), પત્રો (4), શ્રી (4), આપર (4), અપુન (4), શાસન (4), ચાહિજે (4), હોવું (4), કરેં (4), ફૌજ (4), બીજો (4), હાથે (4), હકુમત (4), જતો (4), સરકારને (4), કર્યા (4), આમાં (4), જવાબદારી (4), બંધ (4), જવાબ (4), ત્રીજી (4), સ્થિતિ (4), કિલ્લો (4), કરવો (4), કેમ (4), રસ્તામાં (4), ઝાડ (4), ફોજના (4), લાગ્યા (4), પડ્યો (4), મળ્યા (4), તાંત્યા (4), સિંધિયાએ (4), હતાં (4), કિલ્લામાં (4), સામનો (4), મોટી (4), પ્રોફેસર (4), વજન (4), જેમ (4), ઊભા (4), સ્નાયુની (4), હાથ (4), હોમો (4), google (4), પાછા (4), જવા (4), દાનાપુરમાં (4), શસ્ત્રો (4), નિશાન (4), રહેતા (4), રોહિણીમાં (4), હરેકૃષ્ણ (4), અમરસિંહ (4), આરા (4), this (3), wordpress (3), ટિપ્પણીઓ (3), other (3), लक्ष्मीबाई (3), दत्तात्रेय (3), बलवंत (3), पारसनीस (3), मराठी (3), हिंदी (3), अनुवाद (3), गांधी (3), हिन्दी (3), पुस्तक (3), भंडार (3), साहित्य (3), भवन (3), जान्स्टनगंज (3), प्रयाग (3), दूसरा (3), 1925 (3), rani (3), lakshmibai (3), jhansi (3), shyam (3), narayan (3), sinha (3), chugh (3), publications (3), allahabad (3), 1980 (3), અઠવાડિયે (3), રિપોર્ટ (3), સાગર (3), અધિકારી (3), ફરજ (3), બળવાખોરો (3), દિલ્હી (3), ચાલ્યું (3), ગોળી (3), વાગી (3), મરી (3), દીધાં (3), શક્યા (3), પાંચ (3), ઓચિંતા (3), સરકારી (3), તિજોરી (3), બચાવની (3), થોડા (3), મદદથી (3), માણસો (3), મોકલ્યા (3), અસર (3), આનો (3), ૧૮૫૪ના (3), શિવરાવ (3), દિવસ (3), સોંપવાનો (3), અલી (3), રાજકાજ (3), વિદ્રોહી (3), જાહેર (3), લેવા (3), હાથમાંથી (3), લોકોના (3), રાજ (3), અંગ્રેજોના (3), પ્રત્યે (3), ખબર (3), સ્ત્રી (3), અંગત (3), રૂપિયા (3), પુખ્ત (3), રહેવા (3), રાવે (3), જાણ (3), કારભાર (3), આખો (3), બુંદેલખંડ (3), નજરે (3), સવાલ (3), વળી (3), ૨૧મી (3), રાજાની (3), પદવી (3), વારસ (3), સખુબાઈએ (3), નાખવાનું (3), માતા (3), ઝાંસીનો (3), પ્રદેશ (3), બધી (3), ઝાંસીને (3), જગ્યાએ (3), સંભાળ્યું (3), આપ્યું (3), દાંત (3), લશ્કરી (3), જાહેરનામું (3), બહાર (3), ખાલસા (3), આપવા (3), લાગ્યો (3), એવું (3), ખૂબ (3), મર્દાની (3), વોહ (3), જોયું (3), જેવું (3), શોક (3), સાથી (3), નામની (3), હોવા (3), ૦૦૦૦ (3), રક્તપિત્તની (3), બૅક્ટેરિયા (3), ભારતમાં (3), રક્તપિત્ત (3), જાણવા (3), ધ્યાન (3), ઓછું (3), htm (3), પ્રતિકાર (3), તંત્ર (3), લેખકો (3), આપણી (3), શોધી (3), વૈજ્ઞાનિકો (3), માં (3), કોશો (3), જ્યારે (3), માંડીને (3), હજાર (3), પહેલી (3), લક્ષ્મીબાઈની (3), થશે (3), સંવત (3), હમારી (3), ટોપે (3), સલાહ (3), આખા (3), રાણીનો (3), મુકામ (3), હૈં (3), પાતી (3), કૂચ (3), સીધે (3), મર્દનસિંહને (3), ભરોસો (3), બળવા (3), સરદારી (3), ફોજની (3), ભૂમિકા (3), વધતો (3), ઝુંટવી (3), હમણાં (3), કંઈક (3), ટ્રસ્ટી (3), બાગ (3), જમીન (3), કમિશનર (3), મહિના (3), ભાર (3), કબજે (3), છેઃ (3), જીવન (3), શરૂઆત (3), ૨૩મી (3), જુલાઈએ (3), પહોંચ્યા (3), પાસેથી (3), ન્યાય (3), લાગુ (3), અંગ્રેજોને (3), કરવામાં (3), હાથી (3), બધું (3), પકડી (3), લૂંટી (3), એપ્રિલે (3), લટકાવી (3), હેવાલ (3), વેશમાં (3), હોવાથી (3), ભાઈની (3), ખરું (3), અંત (3), વધી (3), પીછેહઠ (3), ઘોડો (3), ગ્વાલિયરના (3), લડવા (3), તાંત્યાની (3), જિયાજી (3), ફોજી (3), સિપાઈઓને (3), નવાબ (3), થયા (3), સરદારોને (3), જલદી (3), કરતો (3), પહોંચ્યો (3), સવારે (3), આગેવાની (3), એંસી (3), ચરખારી (3), પરાજય (3), રોઝે (3), ચારે (3), ઉત્તર (3), press (3), વ્યાયામ (3), ઊંચકી (3), તેના (3), મુખ્ય (3), માને (3), યાન (3), કિલોમીટર (3), કેટલાય (3), ચડી (3), નેતૃત્વ (3), સૈનિકો (3), ગોરા (3), જુલાઈની (3), પોતાનાં (3), જતાં (3), શીખોની (3), પટના (3), ફાંસી (3), કેદીઓને (3), હાર (3), વિદ્રોહમાં (3), કુંવરસિંહને (3), બળવામાં (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 307 (2), મહિનો (2), પસંદ (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), history (2), વિભાગ (2), લેખ (2), email (2), address (2), ऐतिहासिक (2), उपन्यास (2), वृंदावन (2), लाल (2), वर्मा (2), मयूर (2), दिल्ली (2), छठ्ठा (2), 1956 (2), મળીને (2), કમિશનરને (2), બળવાખોર (2), નાખ્યાં (2), બચાવી (2), શકી (2), આશા (2), આપું (2), દેવાની (2), બધાને (2), બળવાખોરોને (2), ચાલ્યા (2), હશે (2), પત્ની (2), બાળકો (2), કોશિશ (2), ઉતારી (2), અફસરોને (2), નાખ્યા (2), બંગલા (2), કિલ્લાના (2), દરવાજા (2), ખોલી (2), સાતમી (2), દીવાલ (2), તોપગોળા (2), શસ્ત્રાગાર (2), ગોળીબાર (2), શહેર (2), ૧૮૫૭ની (2), ૧૪મી (2), ડલહૌઝીને (2), ભાઉ (2), સાથેની (2), ભાષા (2), જાનશીનિન (2), શબ્દ (2), વપરાયેલો (2), વિશ્વાસ (2), વિધિ (2), એલિસની (2), સંધિમાં (2), યાવચ્ચંદ્રદિવાકરૌ (2), શાંત (2), દેશમાં (2), એટલો (2), જેવા (2), ખેલ (2), રાજ્યની (2), ખાસ (2), ભાગે (2), કિલ્લાનો (2), આવેલા (2), મહેલમાં (2), રાજાને (2), માનવા (2), દલીલ (2), મરતાં (2), વાલી (2), આપવાની (2), જશે (2), પ્રજાના (2), હવાલો (2), મોકલ્યો (2), સરકારની (2), પરવાનગી (2), સાલિયાણું (2), બાંધી (2), રાજ્યનો (2), વહીવટ (2), લેવો (2), થયાં (2), રાખવામાં (2), આવ્યું (2), વયે (2), આના (2), પરિણામે (2), ભાગવું (2), આપતાં (2), રાજ્યના (2), ખર્ચે (2), થોડી (2), ખર્ચ (2), પામ્યો (2), રઘુનાથ (2), તોપચીઓ (2), કેદ (2), કરવાનો (2), કાનપુરમાં (2), સલાહથી (2), નાખી (2), બાજીરાવનો (2), સૂબેદાર (2), રાખવાની (2), ૧૮૩૨માં (2), સગીર (2), પેશવાની (2), અધીન (2), દુઃખ (2), ચાલ્યો (2), તાંબે (2), છીએ (2), નબળી (2), બાજીરાવ (2), લક્ષ્મીબાઈનું (2), વિષય (2), કમાંડર (2), રોઝની (2), પાછળથી (2), મેરી (2), દૂંગી (2), news (2), વર્તન (2), જતી (2), ગોરિલાનું (2), જોતા (2), હોઈએ (2), ગોરિલાઓ (2), વ્યક્ત (2), પ્રાણી (2), નિષ્ણાતોએ (2), મૃત્યુની (2), ઘટના (2), જેને (2), શકાય (2), વર્ષનો (2), રહ્યો (2), વર્ષે (2), શકાતું (2), રોગનાં (2), માથું (2), સારવાર (2), કદાચ (2), releases (2), જાણતા (2), ત્વચા (2), vgll3 (2), પડે (2), રોગોને (2), માનીને (2), અમુક (2), જવાબદાર (2), યુનિવર્સિટીના (2), ટીમે (2), કાઢ્યું (2), રોગો (2), વાઇરસ (2), નાનું (2), ઍન્ટીબોડી (2), એવા (2), બનાવી (2), આમાંથી (2), કયા (2), સંખ્યા (2), ઓછી (2), રીસર્ચર (2), જાણવાની (2), દિશામાં (2), મહત્ત્વનું (2), આગેકદમ (2), દીપક (2), ધોળકિયા (2), પ્રકરણમાં (2), ૧૯૧૪ (2), તાત્યા (2), સુરાજ (2), રાય (2), છું (2), પત્રોમાં (2), બીજાં (2), સ્વતંત્ર (2), લાગ્યું (2), ઉહાં (2), ભલે (2), માલુમ (2), ઈહાં (2), મારત (2), ખેડત (2), અંગરેજન (2), મર્દન (2), સિંહને (2), સુદ (2), વ્યૂહ (2), બોલાવીને (2), તમે (2), જૂનથી (2), થયેલા (2), વિગતો (2), સંગઠિત (2), થઈને (2), લડવાની (2), યોજના (2), રૂપે (2), બધાં (2), ઉપરાંત (2), ફોજને (2), ફેલાઈ (2), હકુમતમાં (2), ખાતરી (2), સૈન્ય (2), ગૌવધની (2), અંગ્રેજોએ (2), છૂટ (2), ગંભીર (2), વિવાદ (2), પક્ષે (2), માન્યતા (2), સ્વીકાર (2), પાડી (2), નમતું (2), મિલકત (2), દેવું (2), તેની (2), કેટલાક (2), હકુમતે (2), સરકારના (2), પાયમાલ (2), માગે (2), ઓરછાના (2), રાજાએ (2), લશ્કરમાં (2), ભળ્યા (2), દાતિયાની (2), હટી (2), રાજ્યમાં (2), જોઈને (2), ૧૮૫૮ના (2), શહેરના (2), વલણ (2), ૨૯મી (2), દેખાડી (2), બળવાખોરોની (2), કોર્ટ (2), કહી (2), તેઓ (2), નક્કી (2), કરશે (2), અવસાન (2), ઉપરી (2), વિજયને (2), દેખાય (2), પાંચસો (2), તલવારો (2), વગર (2), માગણી (2), એટલી (2), જ્યાં (2), દરમિયાન (2), આપવામાં (2), વિદ્રોહને (2), આપ્યા (2), પિતા (2), ઝાંસીથી (2), બચાવ (2), દેવાયા (2), લક્ષ્મીબાઈના (2), અગ્નિસંસ્કાર (2), જુદા (2), ભાગની (2), ૧૭મી (2), તોપમારો (2), ચાલી (2), મેદાનમાં (2), ગ્વાલિયરની (2), નજીક (2), રાવસાહેબ (2), હુમલા (2), સુકાન (2), જૂનની (2), સ્વાગત (2), સિંધિયાની (2), સિંધિયાને (2), ગૅરિસનને (2), ગ્વાલિયરમાં (2), ટૂકડી (2), ઘૂસીને (2), આગરા (2), ગામે (2), કડી (2), હજારની (2), ફોજમાં (2), ઊકળાટ (2), પહોંચાડી (2), શીખ (2), પલટન (2), કાલપીની (2), તલવાર (2), ૨૪મી (2), સરંજામ (2), ઘેરો (2), વૉકર (2), જખમી (2), બાર (2), ઉપાય (2), ખુલ્લી (2), વૃદ્ધ (2), તેમને (2), અંદર (2), મદદે (2), જેવો (2), દિવસની (2), ફરતે (2), ઉપરથી (2), પશ્ચિમ (2), ઊંચી (2), ઊંચાઈ (2), આખી (2), સહેલું (2), અમર (2), પાસેની (2), પોતાને (2), છૂટ્યો (2), માઇલ (2), જાઓ (2), ૧૮૫૮ની (2), કચડી (2), અરાઉઝોએ (2), નોંધ (2), ઉંમર (2), વગેરે (2), ઊંચકવાના (2), કેટલો (2), સાથ (2), સીધા (2), શક્તિ (2), સ્નાયુ (2), બેઠા (2), કાર્યશક્તિનો (2), આંક (2), જુદો (2), સજીવ (2), ઘટકો (2), વાતાવરણમાં (2), નાખે (2), ઍપોલો (2), ઊતર્યું (2), લિંકન (2), ફૉલ્ટલાઇનો (2), બનેલી (2), ચંદ્ર (2), ખાડાટેકરા (2), મીટર (2), નરમ (2), તિરાડો (2), ચંદ્રકંપ (2), લૂઝોન (2), માણસ (2), નીકળ્યો (2), વિકાસ (2), હાડકું (2), પ્રજાતિ (2), archives (2), peoplesdemocracy (2), 2007 (2), 0506 (2), 05062007_1857 (2), 9cggdegtxvyc (2), lpg (2), pp1 (2), pa7 (2), onepage (2), false (2), 1857 (2), बिहार (2), महायुद्ध (2), प्रसन्न (2), कुमार (2), चौधरी (2), तथा (2), श्रीकान्त (2), राजकमल (2), ધ્વસ્ત (2), નદીમાં (2), ચાલતા (2), ૨૫મી (2), એકઠા (2), દેવાનો (2), અપાયો (2), બપોરે (2), સૈનિકોએ (2), હથિયારો (2), નજર (2), જેથી (2), ગોદામ (2), પટનામાં (2), છૂટો (2), સજા (2), જુલાઈ (2), દેવાઈ (2), સખત (2), સિપાઈ (2), પકડાયા (2), મૅકડોનલ્ડ (2), ત્રણેય (2), દેવઘર (2), પડ્યા (2), લેસ્લી (2), ગ્રાન્ટ (2), ઘરમાં (2), ખેડૂતો (2), બિહાર (2), બદલે (2), કેદીઓએ (2), આંદોલન (2), કેદીઓ (2), માની (2), કહેવું (2), નેતા (2), જાગીરદાર (2), કુંવર (2), singh (2), અમરસિંહે (2), સેનાપતિ (2), જગદીશપુર (2), પાર (2), કાપી (2), ઑગસ્ટે (2), ગૅરિસન (2), મેજર (2), મંદિર (2), તેથી (2), અધિકારીઓ (2), સારો (2), જુલાઈના (2), ૨૬મીએ (2), દાનાપુરના (2), હું (2), લેવી (2), સંબંધો (2), ટેઇલર (2), લોન (2), જંગલો (2), જગદીશપુરના (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, વધુ, પત્રનો, સમજવો, ફરિયાદ, નિર્દોષ, એવો, મોકલતી, જિલ્લાના, લખ્યો, કેવી, લાચાર, તેનું, વિવરણ, ક્રૂરતાથી, યુરોપિયન, બાળકોને, મહેલના, મદદની, રાખતી, બળવાખોરોએ, પૈસા, માગ્યા, મહેલ, ઉડાવી, ધમકી, છૂટકે, આપવું, વધુમાં, હાજર, સાવધાન, રહેવાનો, જણાવી, દેવી, જોઈતી, ૧૧મીની, જહન્નમમાં, આઠમી, સૈનિકોને, ભેળવી, બપોરના, વાગ્યા, ઘમસાણ, કેટલાયે, ગૉર્ડનને, સ્કીને, છૂટવાની, ઝડપી, મોતને, ઘાટે, માંડ, માલમત્તાને, છઠ્ઠી, ઘોડેસવારોએ, બાળી, છોડ્યા, સ્કીનના, સ્કીન, કેપ્ટન, ગૉર્ડન, બચાવનો, પ્રયત્ન, પત્રોની, શાંતિ, એજન્ટે, જોઈએઃ, પતિના, ફેબ્રુઆરી, વિધવા, વાતનો, પુનરુચ્ચાર, સમજૂતીની, અંગે, સ્પષ્ટતા, સમજૂતીમાં, વારિસન, શબ્દોના, વારિસ્ન, પ્રાકૃતિક, ઉત્તરાધિકારીઓ, તેવા, લીધેલા, ગાદીને, લાયક, અન્ય, વ્યક્તિ, પ્રકારના, વારસોને, મંજૂરી, આપેલી, રાવનો, માન્ય, રાખવો, મૃત્યુથી, હાજરીમાં, ખરીતો, અપાવ્યું, રાજગાદી, વારસામાં, મેળવવા, પત્રવ્યવહાર, દેખાડ્યું, બહારથી, અંદરખાને, ધુંધવાતી, લાગેલી, આગથી, ૧૮૫૬માં, અવધમાં, વાજિદ, શાહને, બહાદુરે, પદભ્રષ્ટ, મહિનામાં, મેરઠ, સળગી, ઊઠ્યું, આવીને, બહાદુરશાહ, ઝફરને, શહેનશાહ, હિન્દ, બળથી, કળથી, માગતી, પ્રજાને, ગમ્યું, લોકોનો, આદરભાવ, ન્યોછાવર, આજથી, જમાનાને, અનોખી, ઘોડેસવારી, મલ્લકુસ્તી, મર્દોના, મનાતા, બાળપણમાં, નાનાસાહેબની, બરાબરી, શીખી, સ્વાભાવિક, મનાતી, કોમળતા, સંગીતનૃત્ય, પ્રત્યેનો, અનુરાગ, એનામાં, સ્ત્રીઓમાં, આકર્ષણ, સંપત્તિ, રાજની, તિજોરીમાંથી, કંપનીમાં, સુરક્ષિત, રાખવાના, નામે, કાઢી, જવું, હિન્દુ, રાજકારભાર, ગણાય, માલમિલકતનો, બંધાયેલી, ખોટી, સથેની, ઝાંસીનું, વારસો, અનુગામીઓને, અધિકારની, અપાવી, સંભાળશે, લેવાથી, નેજા, કલ્યાણ, જનતાની, ગાદીપતિ, વતી, સંભાળે, રેસીડેંટોએ, થયેલી, સમજૂતીનો, આશ્રિત, પરંપરાગત, દત્તકને, તાંબેની, પુત્રી, મણિકર્ણિકા, મનુ, રાવનાં, લગ્ન, સાસરામાં, સંતાન, મહિનાની, આઘાતમાં, તબીયત, લથડી, બાળકને, ૧૮૫૨ની, નવેમ્બરે, રાવનું, પોલીટિકલ, રેસીડેંટ, ફ્રેઝરે, પડીને, ઝઘડાનો, નિકાલ, કિલ્લામાંથી, ગંગાધરરાવને, સૂબેદારી, સૂબેદારમાંથી, બઢતી, રાખવી, પડશે, પેટે, ગંગાધરરાવે, જિલ્લો, જુવાનીમાં, નિઃસંતાન, કાકા, મૂક્યા, અંતિમ, ક્રિયા, પૂરી, લેનારામાં, ભાગ્યો, અંગ્રેજોનું, શરણું, માગ્યું, કઠોર, કાવતરું, ઘડ્યું, તરવાનો, શોખ, તળાવમાં, ભાલા, ખોડાવી, મિત્રોની, બચી, કાકાઓ, કેદમાં, મૂકવામાં, તાબેદાર, સિવાય, આસપાસની, જાગીરો, ભાઉના, વયના, પૌત્ર, કૃષ્ણરાવના, વિલિયમ, બેન્ટિંકે, વયનો, ઉંમરવાન, રાજ્યાભિષેકમાં, ખજાનો, લગભગ, ખાલી, ખજાના, રહેવાનું, ચિમાજી, કાશી, નામના, બ્રાહ્મણને, વાંચી, ૧૮૧૭માં, પેશવાઈ, ચૂકી, પૂનામાં, લાખનું, કાનપુર, બિઠુરમાં, મોકલી, નાનાસાહેબ, રાવસાહેબને, બીજાએ, ભારતના, ઇતિહાસમાં, અજરઅમર, વીરતા, દંતકથાઓનો, પરાજિત, કચકચાવીને, પડેલા, કલમેથી, પ્રશંસા, પાડીને, ઍલિસ, પરદા, સાંભળ્યું, આઘાત, વળતાં, ઊંચા, સ્વરે, એલિસના, રિપોર્ટમાં, મેરા, દેંગા, smithsonianmag, smart, gorillas, appear, grieve, their, dead, 180971896, ટોળીના, સભ્યના, હરીફ, જૂથનો, સભ્ય, આવું, સન્માનભર્યું, કોંગોમાં, ટોળી, જંગલમાંથી, બેસી, કેટલાકે, એનાં, અંગોને, અડકીને, નિષ્ણાતો, ગોરિલાઓએ, જૂથના, સભ્યનું, ગંભીરતા, જાળવવાની, ચોક્કસ, દેખાઈ, આવતી, માનતા, લાગણી, બુદ્ધિશાળી, રુઆંડાના, જંગલમાં, વર્ષમાં, ગોરિલાઓનાં, સાથીની, વર્તણૂક, ગણાવી, ટાઇટસ, બખોલમાં, સૂતો, માદા, છોડવા, માગતો, વર્ષો, પાહેલાં, ધાવણ, ધાવવાની, સ્વજનના, nytimes, health, leprosy, disease, html, શરૂઆતમાં, ચામડી, ઝાંખાં, ધાબાં, ઊપસે, સંવેદન, બુઠ્ઠું, ફેલાય, અંગો, ખવાઈ, વિશ્વ, આરોગ્ય, સંસ્થાના, જણાવ્યા, કેસોમાં, નિદાન, દુનિયાના, ટકા, કેસો, માઇકોબૅક્ટેરિયમ, લેપ્રીને, સદીઓથી, ફેલાયેલો, બૅક્ટેરિયાને, લૅબોરેટરીમાં, વિકસાવી, ૨૦૦૫માં, નાબૂદી, નવો, કેસ, નોંધાયો, રક્તપિત્તે, ઊંચક્યું, ૨૦૦૫, ફેલાવા, ઊંચકે, sciencedaily, 190419103713, સંશોધકો, કેસ્ત્રીઓની, અનુમાન, પ્રજનનશક્તિને, સ્ત્રીનું, vgll3ની, બચાવમાં, અતિ, ઉત્સાહી, શરીરને, દુશ્મન, આણ્વિક, સ્વિચ, સ્ત્રીમાં, વધારાના, vgll3ને, જીનનાં, કાર્યોમાં, અવરોધ, jci, insight, સામયિકમાં, સંશોધનનો, નિષ્કર્ષ, અંશે, ત્વચાની, ઊપરના, સમાચારમાં, થવાનું, કોશ, રોગોનો, શિકાર, મિશિગન, સંશોધકોની, સ્ત્રીઓને, http, edu, events, stories, april, 041119, bcells, varadarajan, php, પ્રોટીનને, કોશોને, રોકવાનું, લેશે, ભૂતકાળની, વર્તે, તેનો, અભ્યાસ, શ્વેતકણો, નવું, પૅથોજેન, ફેલાવે, શરીરમાં, શ્વેતકણોનું, જૂથ, બનાવે, દરેક, વ્યક્તિમાં, કરોડથી, કરોડ, જેટલા, મેળે, શોધવાનું, મહેનત, કોશોની, ટીમના, પોસ્ટડૉક્ટરલ, અંકિત, મહેન્દ્રે, શોધ્યું, કોશોમાં, 15rα, પ્રોટીન, હ્યુસ્ટન, બાયોમોલેક્યૂલર, નવીન, વરદરાજન, ફરતો, ઇમ્યૂન, સિસ્ટમ, ભર્યું, arthritis, rheumatology, journal, પ્રકાશિત, પ્રકારનું, સંશોધન, કરજો, ઘડી, શહીદોના, લેના, કભી, શહીદોં, અનુવાદઃ, પ્રકાશન, ૧૯૯૭, વીરગાથા, સમાપ્ત, પોષ, મહારાજા, મર્દનસિંહ, બહાદુર, દેવ, ઐતે, મહારાની, શાહગઢ, અપુનો, દેસ, સ્વરાજ, શબ્દનો, ઉપયોગ, કમનસીબે, વાચકને, ઉપયોગી, પાઠ, જોવાનું, ભારતની, પ્રત્યાઘાત, તાત્કાલિક, પડેલી, સ્થિતિનો, મનઃસ્થિતિ, સાધન, વ્યક્તિગત, અન્યાય, અન્યાયી, જૂએ, જેમાં, ઇહાં, હાલ, ભને, મહારાજ, સાહ, લિખી, બિચ, સાહબન, ઉનકો, સાહગઢ, વારે, લિવા, કુચ, નાનાસાહબ, લગે, નોંટ, ઘાટ, હિયૂ, જને, મિલ, ધાવા, દેર, દેખત, દેવેમેં, આવૈ, શ્રાવણ, સોમવાર, ૧૯૧૪ના, લખેલો, વ્યૂહની, ચર્ચા, સમજાવતાં, વિદેસિયોં, સાસન, હમકો, બડૌ, રહે, લડવૌ, બહુત, લખ્યા, લલિતપુર, સાગરની, સેનાઓએ, પલટનોનો, ખાતમો, પહેલો, ચૈત્ર, ભૌમ, તિથિ, ૧૮૫૮, લખાયેલો, આદરપૂર્વક, સંબોધિત, દુલારેલાલના, મોકલેલો, મળતાં, જાણ્યું, ખૂનામરકીમાં, ઊંડા, ઊતરીએ, આપીશું, નીચેના, પત્રોમાંથી, પ્રગટ, દબાણ, અગમચેતી, ૧૮૫૭થી, અપમાનો, લેવાયા, વીખેરી, નાખવામાં, બેરોજગારી, ક્રોધ, વખતની, કૅનિંગને, આડકતરી, ટેકો, મોકલીને, બંધી, ૧૯૫૪ના, મારું, અન્યાયથી, મારા, ધર્મ, આનાં, પરિણામો, આવવાની, ચેતવણી, બાબતમાં, કસમયનો, ફેરવવાનો, પાછું, તમામ, પ્રયત્નો, ઊલટું, વાજબી, અધિકારથી, વંચિત, મિલકતનો, સૂચવ્યું, કહીને, બનવાની, બૅંકરને, જામીન, બનાવવાનો, અપમાનજનક, સાદી, પહોંચ, બદલામાં, કામકાજ, પેન્શનમાંથી, વસૂલ, પેન્શન, દેવાયું, હસ્તક, તેમાંથી, દાનમાં, કબજામાં, કાવાદાવા, ભાષામાં, ક્યાંય, દાસતાની, છાંટ, સમોવડિયા, શાસક, જણાતું, ૯મી, નવેમ્બરના, હેડક્વાર્ટર્સ, ટૂંકી, દૃષ્ટિવાળા, માણસોને, સર્વોપરિતાનો, ખ્યાલ, દેશને, નાખવા, નિરાશા, મ્બરે, હજારનું, દળકટક, ઉતાર્યું, જાગીરદારો, જબલપુરમાં, એકઠી, ઓરછા, ફોજો, પ્રદેશો, છોડ્યો, કરજનો, સપ્ટે, અરાજકતાની, પૂર્વ, પશ્ચિમેથી, બનેલા, બનાવોની, ૧લી, છડેચોક, આવવાનો, સાદું, ગાળવાનું, ટાળવાનું, જૂનના, રક્ષણની, જવાબમાં, વહીવટીતંત્ર, તરફથી, જિલ્લાની, સોંપવાનું, બીડ્યું, હકીકતમાં, નામું, એનાથી, શંકા, પત્રવાહકો, બળવાખોરોના, ભયથી, કાં, બીકને, લીધે, છૂટ્યા, ડાયરેક્ટર્સ, કાયદો, ઇંતેજારીથી, પરિણામની, રાહ, જુએ, પરિણામ, સરકારનો, કેસને, હિન્દના, રાજાઓ, જાગીરદારોમાં, અજંપો, અરજીનો, વાળતાં, પ્રદેશનો, ઉપભોગ, અસરોનો, કરવાથી, માલિકી, સીધો, હિન્દની, દત્તકનો, અસરનો, હોવાને, પુરોગામીઓએ, ચૂકવાને, સામા, પક્ષના, ખોયો, હમણાંના, પહેલાંના, શાસકોને, સરકારથી, સ્વતંત્રપણે, સરકારમાં, સંપૂર્ણ, અકાટ્ય, લાગતાં, લંડનમાં, ડાયરેક્ટર્સને, અપીલ, વાપરી, તીક્ષ્ણ, બુદ્ધિ, હિંમતનો, પરિચય, દલીલો, મૂકવાની, હિંમતથી, લેવાના, પગલાને, પડકારે, મુદ્દાવાર, અમારા, લશ્કર, કટાયેલી, તેવી, પચાસ, દેખાડો, તમારા, જનરલના, એજંટને, દેશું, કરાશે, ૧૮૫૪થી, ન્યાયની, માટેની, ઝંખના, પ્રબળ, મનમાં, આક્રોશ, થાયઃ
Text of the page (random words):
હાથે મોકલેલો પત્ર મળતાં તમે ફોજની તૈયારી કરો છો તે જાણ્યું હમારી રાય હૈ કે વિદેસિયોં કા સાસન ભારત પર ન ભઓ ચાહિજે ઔર હમકો અપુન કે બડૌ ભરોસો હૈ ઔર હમ ફૌજ કી તૈયારી કર રહે હૈં અંગરેજન સે લડવૌ બહુત જરૂરી હૈ મુકામ ઝાંસી બીજો પત્ર પણ રાજા મર્દન સિંહને જ શ્રાવણ સુદ ૧૪ સોમવાર સંવત ૧૯૧૪ના રોજ લખેલો છે આ પત્રમાં રાણીએ વ્યૂહની ચર્ચા કરી છે રાણી વ્યૂહ સમજાવતાં મર્દનસિંહને કહે છે અપુન આપર ઉહાં કે સમાચાર ભલે ચાહિજે ઇહાં કે સમાચાર ભલે હૈં આપર અપુન કી પાતી આઈ સો હાલ માલુમ ભને શ્રી મહારાજ સાહ ગઢ કી પાતી કો હવાલો દઓ સો માલુમ ભઓ આપર ઈહાં સે લિખી કે આપ સાગર કો કૂચ કરેં ઉહાં દો કંપની બિચ મેં સાહબન કી હૈ ઉનકો મારત વ ખેડત સાહગઢ વારે રાજા કો લિવા સીધે ઉત ફૌજ કે સીધે કાલપી કુચ કરેં હમ વ તાત્યા ટોપે વ નાનાસાહબ ફૌજ કી તૈયારી મેં લગે હૈં સો આપ સીધે નોંટ ઘાટ પર સર હિયૂ રોજ હ્યૂ રોઝ કી ફૌજ કો મારત વ ખેડત કાલપી કો કૂચ કરેં ઈહાં સે હમ આપ સબ જને મિલ કે ગ્વાલિયર મેં અંગરેજન પર ધાવા કરેં પર દેર ન ભઓ ચાહિજે દેખત પાતી કે સમાચાર દેવેમેં આવૈ મુકામ કાલપી અહીં જોવાનું એ છે કે રાણી લક્ષ્મીબાઈએ આ પત્રોમાં ભારતની વાત કરી છે માત્ર ઝાંસીની નહીં એટલે મેરી ઝાંસી નહીં દૂંગી એ પ્રત્યાઘાત તો તાત્કાલિક સામે આવી પડેલી સ્થિતિનો હતો આપણી પાસે રાણીની મનઃસ્થિતિ જાણવા માટે બીજાં કોઈ સ્વતંત્ર સાધન નથી પરંતુ રાણી લક્ષ્મીબાઈને જરૂર એમ લાગ્યું હોવું જોઈએ કે અંગ્રેજો જે આખા દેશમાં કરે છે તે જ ઝાંસીમાં કર્યું છે આમ રાણીએ એને માત્ર વ્યક્તિગત અન્યાય નહીં અન્યાયી વ્યવસ્થા તરીકે જૂએ છે રાણીનો એક પત્ર છે જેમાં એમણે સુરાજ સ્વરાજ શબ્દનો ઉપયોગ કર્યો છે કમનસીબે એ મૂળ પત્ર મળ્યો નથી કોઈ વાચકને મળે તો એ બહુ ઉપયોગી થશે અહીં એનો પાઠ આપું છું શ્રી મહારાજા શ્રી રાજા મર્દનસિંહ બહાદુર જૂ દેવ ઐતે શ્રી મહારાની લક્ષ્મીબાઈ આપર અપુન કી વ હમારી વ શાહગઢ ઔર તાત્યા ટોપે કી જો સલાહ કરી થી કે સુરાજ ભઓ શાસન ભઓ ચાહિજે ઐ હી હમારી રાય અપુનો હી દેસ હૈ પોષ સંવત ૧૯૧૪ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વીરગાથા આવતા પ્રકરણમાં સમાપ્ત થશે ૦૦૦ સંદર્ભઃ ૧ rani lakshmibai of jhansi shyam narayan sinha chugh publications allahabad 1980 ઇંટરનેટ પર ઉપલબ્ધ ૨ झांसी की रानी ऐतिहासिक उपन्यास वृंदावन लाल वर्मा मयूर प्रकाशन झांसी दिल्ली छठ्ठा संस्करण 1956 ઇંટરનેટ પર ઉપલબ્ધ ૩ झांसी की रानी लक्ष्मीबाई दत्तात्रेय बलवंत पारसनीस मराठी से हिंदी में अनुवाद गांधी हिन्दी पुस्तक भंडार साहित्य भवन जान्स्टनगंज प्रयाग दूसरा संस्करण 1925 ઇંટરનેટ પર ઉપલબ્ધ ૪ કરજો યાદ કોઈ ઘડી શહીદોના પત્રો મૂળ હિન્દી યાદ કર લેના કભી શહીદોં કે ખત નો અનુવાદઃ દીપક ધોળકિયા પ્રકાશન વિભાગ ભારત સરકાર ૧૯૯૭ like loading author dipak dholakia posted on 09 05 2019 30 11 2024 categories history tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 32 science samachar 64 ૧ રોગ પ્રતિકાર તંત્ર પોતાના પર જ શા માટે હુમલો કરે છે તે જાણવાની દિશામાં આગેકદમ હ્યુસ્ટન યુનિવર્સિટીના બાયોમોલેક્યૂલર રીસર્ચર નવીન વરદરાજન અને એમની ટીમે રુમેટોઇડ આર્થરાઇટિસ ફરતો વા માં ઇમ્યૂન સિસ્ટમ રોગ પ્રતિકાર તંત્ર પોતે જ પોતાના પર શા માટે હુમલો કરે છે તે જાણવાની દિશામાં મહત્ત્વનું આગેકદમ ભર્યું છે એમનો આ લેખ arthritis rheumatology journal માં પ્રકાશિત થયો છે આ પ્રકારનું આ સંશોધન સૌ પહેલી વાર થયું છે આવા રોગોને ઑટોઇમ્યૂન રોગો કહે છે એમણે રુમેટોઇડ આર્થરાઇટિસ ra માં b કોશો શી રીતે વર્તે છે તેનો અભ્યાસ કર્યો છે b કોશો શ્વેતકણો છે અને ખરેખર તો એમનું કામ રોગનાં વાઇરસ કે બૅક્ટેરિયા પર હુમલો કરવાનું છે જ્યારે કોઈ નવું પૅથોજેન રોગ ફેલાવે તેવું વાઇરસ કે બૅક્ટેરિયા શરીરમાં આવે ત્યારે આ શ્વેતકણોનું એક નાનું જૂથ ઍન્ટીબોડી બનાવે છે દરેક વ્યક્તિમાં ૧ કરોડથી માંડીને ૧૦ કરોડ જેટલા b કોશો એવા હોય છે કે જે પોતાની મેળે ઍન્ટીબોડી બનાવી શકે છે આમાંથી સારા કયા અને ખરાબ કયા તે શોધવાનું કામ મહેનત માગી લે તેવું હતું આમ છતાં એમણે શોધી કાઢ્યું કે ખરાબ કોશોની સંખ્યા એક હજાર કરતાં ઓછી હોય છે ટીમના પોસ્ટડૉક્ટરલ રીસર્ચર અંકિત મહેન્દ્રે શોધ્યું કે ખરાબ કોશોમાં il 15rα પ્રોટીન હોય છે હવે વૈજ્ઞાનિકો આ પ્રોટીનને કે આવા કોશોને રોકવાનું શોધી લેશે તે પછી રુમેટોઇડ આર્થરાઇટિસ ભૂતકાળની વાત બની જશે સંદર્ભઃ http www uh edu news events stories 2019 april 2019 041119 bcells ra varadarajan php ૦૦૦૦ ૨ પરંતુ આવા ઑટોઇમ્યૂન રોગો સ્ત્રીઓને શા માટે વધારે થાય છે ઊપરના સમાચારમાં આપણે જોયું કે ઑટોઇમ્યૂન રોગ થવાનું મૂળ કારણ શું છે પરંતુ b કોશ ખરાબ હોય તો પણ માત્ર સ્ત્રીઓ શા માટે રુમેટોઇડ આર્થરાઇટિસ જેવા રોગોનો વધારે શિકાર બને છે મિશિગન યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે એનું કારણ શોધી કાઢ્યું છે jci insight સામયિકમાં સંશોધનનો નિષ્કર્ષ આપતાં લેખકો કહે છે કે અમુક અંશે આપણી ત્વચા એના માટે જવાબદાર હોય છે ત્વચાની નીચે vgll3 નામની આણ્વિક સ્વિચ હોય છે એ પુરુષ કરતાં સ્ત્રીમાં વધારે જોવા મળે છે વધારાના vgll3ને કારણે જીનનાં અમુક કાર્યોમાં અવરોધ પેદા થાય છે પરંતુ સંશોધકો હજી એ જાણતા નથી કેસ્ત્રીઓની ત્વચા નીચે જ vgll3 શા માટે વધારે હોય છે એક અનુમાન છે કે પ્રજનનશક્તિને કારણે સ્ત્રીનું રોગ પ્રતિકાર તંત્ર વધારે મજબૂત હોય તે જરૂરી છે આથી વધારે vgll3ની જરૂર પડે છે પણ એનો રોગ સામે બચાવમાં અતિ ઉત્સાહી થઈ જાય અને શરીરને જ દુશ્મન માનવા લાગે તો એ ઑટોઇમ્યૂન રોગોને મિત્ર માનીને મદદ કરવા લાગી જાય છે સંદર્ભઃ https www sciencedaily com releases 2019 04 190419103713 htm ૦૦૦૦ ૩ ભારતમાં રક્તપિત્ત ફરી માથું ઊંચકે છે ૨૦૦૫માં રક્તપિત્તની નાબૂદી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું કોઈ નવો કેસ નહોતો નોંધાયો પણ હવે રક્તપિત્તે ફરી માથું ઊંચક્યું છે ૨૦૦૫ પછી રક્તપિત્તની સારવાર પર પણ ધ્યાન ઓછું થઈ ગયું હતું કદાચ એ જ કારણે ફરી રોગ ફેલાવા લાગ્યો હોય રક્તપિત્ત માઇકોબૅક્ટેરિયમ લેપ્રીને કારણે થાય છે આ રોગ સદીઓથી ફેલાયેલો છે પણ આ બૅક્ટેરિયાને લૅબોરેટરીમાં વિકસાવી શકાતું નથી એટલે રોગનાં મૂળ સુધી પહોંચી શકાતું નથી મોટા ભાગે તો રક્તપિત્તની શરૂઆતમાં ચામડી પર ઝાંખાં ધાબાં ઊપસે છે એમાં સંવેદન બુઠ્ઠું થઈ ગયું હોય છે ધીમે ધીમે બૅક્ટેરિયા ફેલાય છે અને અંગો ખવાઈ જાય છે વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે ભારતમાં દર વર્ષે એક લાખ કેસોમાં રક્તપિત્ત હોવાનું નિદાન થાય છે દુનિયાના ૬૦ ટકા કેસો ભારતમાં બને છે સંદર્ભઃ https www nytimes com 2019 04 17 health leprosy india disease html ૦૦૦૦ ૪ ગોરિલાઓ પણ સ્વજનના મૃત્યુ પછી શોક કરે છે આપણે જે માનતા હોઈએ પણ ગોરિલાઓ પણ લાગણી વ્યક્ત કરી શકે છે આમ પણ ગોરિલા બુદ્ધિશાળી પ્રાણી છે રુઆંડાના જંગલમાં પ્રાણી નિષ્ણાતોએ એક જ વર્ષમાં બે ગોરિલાઓનાં મૃત્યુની ઘટના જોઈ ત્યારે એમના સાથીની વર્તણૂક એવી હતી કે જેને શોક ગણાવી શકાય નિષ્ણાતોએ એક ગોરિલાનું નામ ટાઇટસ રાખ્યું હતું એનું મૃત્યુ થયું ત્યારે એનો ૩૫ વર્ષનો સાથી એની પાસે આખો દિવસ રહ્યો અને રાતે એની જ બખોલમાં સૂતો બીજી બાજુ ટક નામની માદા મરી ગઈ ત્યારે એનો ૩૮ વર્ષનો પુત્ર એને છોડવા નહોતો માગતો એટલું જ નહીં એને વર્ષો પાહેલાં ધાવણ છોડી દીધું હોવા છતાં ધાવવાની પણ કોશિશ કરી એ જ રીતે માત્ર પોતાની ટોળીના કોઈ સભ્યના મૃત્યુ વખતે જ નહીં હરીફ જૂથનો કોઈ સભ્ય મરી જાય ત્યારે પણ ગોરિલા આવું જ સન્માનભર્યું વર્તન કરે છે કોંગોમાં એક ગોરિલા ટોળી જંગલમાંથી જતી હતી ત્યારે એમણે એક ગોરિલાનું શબ જોયું બધા ગોરિલા બેસી ગયા અને એને જોતા રહ્યા કેટલાકે તો એનાં અંગોને અડકીને તપાસ પણ કરી નિષ્ણાતો કહે છે કે ગોરિલાઓએ પોતાના જૂથના સભ્યનું મૃત્યુ થાય ત્યારે જેવું વર્તન કરતા હોય છે તેવું તો નહોતું પણ મૃત્યુ વખતે જે શોક અને ગંભીરતા જાળવવાની હોય તે ચોક્કસ દેખાઈ આવતી હતી સંદર્ભઃ https www smithsonianmag com smart news gorillas appear grieve their dead 180971896 ૦૦૦ like loading author dipak dholakia posted on 06 05 2019 04 05 2019 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari leave a comment on science samachar 64 india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 31 ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૩૧ ખૂબ લડી મર્દાની વોહ તો ૧ સાતમી માર્ચ ૧૮૫૪ના રોજ કંપની સરકારે જાહેરનામું બહાર પાડીને ઝાંસીને ખાલસા કરી લીધું મૅજર ઍલિસ રાણી લક્ષ્મીબાઈને આ સમાચાર આપવા ગયો રાણીએ પરદા પાછળથી આ સાંભળ્યું એને આઘાત લાગ્યો કળ વળતાં એણે શાંત પણ ઊંચા સ્વરે કહ્યું મેરી ઝાંસી નહીં દૂંગી જો કે એલિસના રિપોર્ટમાં મેરા ઝાંસી દેંગા નહીં એવું છે પણ એ એલિસની હિન્દી હોય રાણીની નહીં ભારતના ઇતિહાસમાં રાણી લક્ષ્મીબાઈનું નામ અજરઅમર છે એની વીરતા દંતકથાઓનો વિષય છે અને એને પરાજિત કરવા માટે દાંત કચકચાવીને પાછળ પડેલા અંગ્રેજ લશ્કરી કમાંડર હ્યૂ રોઝની કલમેથી પણ રાણીની પ્રશંસા નીકળી છે ૦૦૦ ૧૮૧૭માં પેશવાઈ નબળી પડી ચૂકી હતી કંપની સરકારે પૂનામાં બાજીરાવ બીજા સાથે સંધિ કરીને એને આઠ લાખનું સાલિયાણું બાંધી આપ્યું અને કાનપુર પાસે બિઠુરમાં મોકલી દીધો નાનાસાહેબ અને એના નાના ભાઈ રાવસાહેબને બાજીરાવ બીજાએ દત્તક લીધા હતા આપણે પહેલાં વાંચી ગયા છીએ બાજીરાવનો ભાઈ ચિમાજી કાશી ચાલ્યો ગયો એ પોતાની સાથે મોરોપંત તાંબે નામના એક બ્રાહ્મણને પણ લઈ ગયો એ વખતે બાજીરાવનો એક તાબેદાર શિવરાવ ભાઉ ઝાંસીનો સૂબેદાર હતો તે સિવાય બુંદેલખંડ પ્રદેશ ખાસ કરીને ઝાંસીની આસપાસની બધી જાગીરો કંપનીના હાથમાં હતી આથી ઝાંસીને હાથમાં રાખવાની જરૂર હતી એટલે ૧૮૩૨માં કંપનીએ શિવરાવ ભાઉના સગીર વયના પૌત્ર સૌથી મોટા પુત્ર કૃષ્ણરાવના પુત્ર સૂબેદાર રામચંદ્ર રાવ સાથે બીજી સંધિ કરી હવે ઝાંસી પેશવાની જગ્યાએ કંપનીને અધીન હતું તે પછી ૧૮૩૨માં ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંકે રામચંદ્ર રાવને રાજાની પદવી આપી એ સગીર વયનો હતો ત્યાં સુધી તો એની માતા સખુબાઈએ રાજકાજ સંભાળ્યું પણ રામચંદ્ર રાવ હવે ઉંમરવાન બની ગયો હતો અને તેમાં એને રાજાની પદવી પણ મળી એટલે બધી સત્તા પોતાના હાથમાં લઈ લીધી એણે પોતાના રાજ્યાભિષેકમાં જ ઝાંસીનો રાજ ખજાનો લગભગ ખાલી કરી નાખ્યો સખુબાઈને ખજાના કરતાં હવે પોતાની સત્તા ન રહેવાનું બહુ દુઃખ હતું એ બહુ કઠોર સ્ત્રી હતી એણે પોતાના જ પુત્રને મારી નાખવાનું કાવતરું ઘડ્યું રામચંદ્ર રાવને તરવાનો બહુ શોખ હતો એટલે સખુબાઈએ તળાવમાં ભાલા ખોડાવી દીધા પરંતુ રામચંદ્ર રાવ એના બે મિત્રોની મદદથી બચી ગયો તે પછી એણે પોતાના બે કાકાઓ રઘુનાથ રાવ અને ગંગાધર રાવની સલાહથી માતા સખુબાઈને કેદમાં નાખી દીધી જો કે એને પછી છોડી મૂકવામાં આવી હતી રામચંદ્ર રાવ જુવાનીમાં જ નિઃસંતાન મૃત્યુ પામ્યો તે પછી એના કાકા રઘુનાથ રાવના હાથમાં સત્તા આવી પરંતુ એય વારસ મૂક્યા વિના જ મૃત્યુ પામ્યો એની અંતિમ ક્રિયા પૂરી થાય તે પહેલાં જ સખુબાઈએ કિલ્લાનો કબજો લઈ લીધો અને તોપચીઓ ગોઠવી દીધા સખુબાઈને કેદ કરવાનો નિર્ણય લેનારામાં ગંગાધર રાવ પણ હતો એટલે એ ભાગ્યો અને કાનપુરમાં અંગ્રેજોનું શરણું માગ્યું કંપનીના પોલીટિકલ રેસીડેંટ ફ્રેઝરે વચ્ચે પડીને ઝઘડાનો નિકાલ કર્યો પરિણામે સખુબાઈને કિલ્લામાંથી ભાગવું પડ્યું અને ગંગાધરરાવને સૂબેદારી મળી એને સૂબેદારમાંથી બઢતી આપીને રાજાની પદવી આપતાં પહેલાં જ કંપની સરકારે એની સાથે સંધિ કરી લીધી હતી કે એણે ઝાંસીના રક્ષણ માટે રાજ્યના ખર્ચે થોડી અંગ્રેજ સેના રાખવી પડશે આના ખર્ચ પેટે ગંગાધરરાવે કંપનીને એક આખો જિલ્લો સોંપી દીધો તે પછી મોરોપંત તાંબેની ૧૪ વર્ષની પુત્રી મણિકર્ણિકા અથવા મનુ સાથે ૪૦ વર્ષના ગંગાધર રાવનાં લગ્ન થયાં સાસરામાં એનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું એમને એક સંતાન થયું પણ એનું ત્રણ મહિનાની વયે જ મૃત્યુ થઈ ગયું આના આઘાતમાં ગંગાધર રાવની તબીયત લથડી ગઈ મરતાં પહેલાં એણે એક બાળકને દત્તક લીધો અને એનું નામ દામોદર રાવ રાખ્યું બીજા જ દિવસે ૧૮૫૨ની ૨૧મી નવેમ્બરે ગંગાધર રાવનું મૃત્યુ થઈ ગયું આ બાજુ રાણી અને રાજ્યની જનતાની નજરે હવે દત્તક પુત્ર ગાદીપતિ હતો અને રાણી એના વતી કારભાર સંભાળે તે સામાન્ય હતું પણ અંગ્રેજ રેસીડેંટોએ ગંગાધર રાવ સાથે થયેલી સમજૂતીનો હવાલો આપીને કંપનીને રિપોર્ટ મોકલ્યો કે રાજાને કંપની સરકારની પરવાનગી વિના દત્તક લેવાનો અધિકાર નહોતો એટલે રાણીને સાલિયાણું બાંધી આપીને રાજ્યનો વહીવટ સંભાળી લેવો જોઈએ પણ ગવર્નર જનરલ ડલહૌઝીએ લખ્યું કે ઝાંસી આશ્રિત રાજ્ય હતું એનો કોઈ પરંપરાગત રાજા નહોતો એટલે દત્તકને સોંપવાનો સવાલ જ નહોતો વળી ઝાંસીની પ્રજાના કલ્યાણ માટે કારભાર સંભાળી લેવાથી આખો બુંદેલખંડ એક નેજા નીચે આવી જશે ડલહૌઝીએ કહ્યું કે રાજાને હિન્દુ વિધિ પ્રમાણે દત્તક લેવાનો અધિકાર તો છે પણ રાજકારભાર એમાં ન ગણાય એટલે ગંગાધર રાવની અંગત માલમિલકતનો એ માલિક બની શકે પણ એને રાજા માનવા કંપની બંધાયેલી નહોતી જો કે આ ખોટી દલીલ હતી કારણ કે રામચંદ્ર રાવ સથેની સંધિમાં કંપનીએ ઝાંસીનું રાજ્ય યાવચ્ચંદ્રદિવાકરૌ રામચંદ્ર રાવના વારસો કે અનુગામીઓને આપી દીધું હતું ગંગાધર રાવે મરતાં પહેલાં કંપનીને પત્ર લખીને દત્તક લેવાની જાણ કરવાની સાથે આ સંધિ હેઠળ પોતાના અધિકારની યાદ પણ અપાવી હતી એણે લખ્યું હતું કે દામોદર રાવ પુખ્ત ઉંમરે પહોંચે ત્યાં સુધી રાણી લક્ષ્મીબાઈ એના વાલી તરીકે કારભાર સંભાળશે અને એને રક્ષણ આપવાની કંપનીની ફરજ છે ડલહૌઝીએ ગંગાધર રાવની અંગત સંપત્તિ પણ રાણીના હાથમાં સોંપવાનો ઇનકાર કર્યો અને રાજની તિજોરીમાંથી દામોદર રાવના ભાગે આવતા છ લાખ રૂપિયા પુખ્ત ઉંમરે પહોંચે ત્યાં સુધી કંપનીમાં સુરક્ષિત રાખવાના નામે કાઢી લીધા કંપનીએ કિલ્લાનો કબજો લઈ લીધો અને લક્ષ્મીબાઈને શહેરમાં આવેલા મહેલમાં રહેવા જવું પડ્યું રાણી બહારથી તો શાંત રહી પણ અંદરખાને એ ધુંધવાતી હતી છેક ૧૮૫૭ના જૂન સુધી એ દેશમાં લાગેલી બળવાની આગથી દૂર રહી ૧૮૫૬માં અવધમાં વાજિદ અલી શાહને કંપની બહાદુરે પદભ્રષ્ટ કરીને રાજકાજ પોતાના હાથમાં લઈ લીધું હતું ૧૮૫૭ના મે મહિનામાં મેરઠ સળગી ઊઠ્યું હતું અને વિદ્રોહી સિપાઈઓએ દિલ્હી આવીને બહાદુરશાહ ઝફરને શહેનશાહ એ હિન્દ જાહેર કરી દીધો હતો પરંતુ રાણી હજી બળથી નહીં પણ કળથી કામ લેવા માગતી હતી ઝાંસી તો એના હાથમાંથી નીકળી જ ગયું હતું હવે એ માત્ર લોકોના મન પર રાજ કરતી હતી રાજ અંગ્રેજોના હાથમાં ચાલ્યું ગયું તે પ્રજાને પણ ગમ્યું નહોતું અને રાણી પ્રત્યે લોકોનો આદરભાવ એટલો હતો કે લોકો જાન ન્યોછાવર કરવા પણ તૈયાર હતા અને રાણીને આ ખબર હતી આજથી દોઢસો વર્ષના જમાનાને જોતાં એ અનોખી સ્ત્રી હતી ઘોડેસવારી મલ્લકુસ્તી જેવા મર્દોના મનાતા ખેલ એ બાળપણમાં નાનાસાહેબની સાથે બરાબરી કરીને શીખી હતી સ્ત્રીઓ માટે સ્વાભાવિક મનાતી કોમળતા અને સંગીતનૃત્ય પ્રત્યેનો અનુરાગ એનામાં નહોતો એટલે ઝાંસી રાજ્યની સ્ત્રીઓમાં એનું ખાસ આકર્ષણ હતું એણે પહેલાં તો પોતાનો હક મેળવવા માટે કંપની સાથે પત્રવ્યવહાર કર્યો એમાં પોતે વિદ્રોહીઓની વિરુદ્ધ હોવાનું પણ દેખાડ્યું ગંગાધર રાવને અંગ્રેજો પર વિશ્વાસ નહોતો એટલે મૃત્યુથી એક દિવસ પહેલાં દત્તક લેવાનો વિધિ એલિસની હાજરીમાં કર્યો એટલું જ નહીં એને એક ખરીતો પત્ર આપીને એ પણ યાદ અપાવ્યું કે રામચંદ્ર રાવ સાથેની સંધિમાં યાવચ્ચંદ્રદિવાકરૌ છે એટલે એમને પણ દત્તક પુત્રને રાજગાદી વારસામાં સોંપવાનો અધિકાર છે પતિના મૃત્યુ પછી ૧૪મી ફેબ્રુઆરી ૧૮૫૪ના રોજ વિધવા લક્ષ્મીબાઈએ ડલહૌઝીને પત્ર લખીને આ વાતનો પુનરુચ્ચાર કર્યો અને શિવરાવ ભાઉ સાથેની સમજૂતીની ભાષા અંગે વધારે સ્પષ્ટતા કરી રાણીએ લખ્યું કે સમજૂતીમાં વારિસન અને જાનશીનિન એ બે શબ્દોના અર્થ એક જ નથી વારિસ્ન શબ્દ પોતાના પ્રાકૃતિક ઉત્તરાધિકારીઓ માટે વપરાયેલો છે અને જાનશીનિન શબ્દ પોતાના ન હોય તેવા દત્તક લીધેલા પુત્ર કે ગાદીને લાયક અન્ય વ્યક્તિ માટે વપરાયેલો છે આ બન્ને પ્રકારના વારસોને કંપનીએ પહેલાં જ મંજૂરી આપેલી છે અને તે રીતે દામોદર રાવનો અધિકાર માન્ય રાખવો જોઈએ ૫ જૂન ૧૮૫૭ આ પત્રોની કંઈ અસર નહોતી તે રાણીએ જોઈ લીધું હતું પણ એણે ૧૮૫૭ની પાંચમી જૂન સુધી શાંતિ રાખી એ દિવસે ઝાંસીમાં વિદ્રોહ શરૂ થઈ ગયો કંપનીના એજન્ટે આનો રિપોર્ટ આપ્યો છે તે જોઈએઃ ઓચિંતા જ ૫0 ૬૦ સિપાઈઓએ શસ્ત્રાગાર અને સરકારી તિજોરી પર કબજો કરી લીધો અને કૅપ્ટન સ્કીનના બંગલા તરફ ગોળીબાર શરૂ કરી દીધો આથી સ્કીન પોતાની પત્ની અને બાળકો સાથે શહેર તરફ ગયો ત્યાં બચાવની વ્યવસ્થા કરીને એ કિલ્લા તરફ ગયો કેપ્ટન ગૉર્ડન પણ એની સાથે હતો એમણે થોડા સૈનિકોની મદદથી બચાવનો પ્રયત્ન કર્યો રાણીએ પણ કિલ્લાના રક્ષણ માટે પોતાના માણસો મોકલ્યા બીજા દિવસે છઠ્ઠી જૂને સિપાઈઓ અને ઘોડેસવારોએ એમના બધા અફસરોને મારી નાખ્યા અને એમના બંગલા બાળી નાખ્યા પરંતુ કિલ્લાના દરવાજા ખોલી ન શક્યા સાતમી તારીખે એમણે કિલ્લાની દીવાલ પર ચાર પાંચ તોપગોળા પણ છોડ્યા પણ નુકસાન ન થયું આઠમી જૂને એમણે ફરી કિલ્લા પર હુમલો કર્યો અને રાણીના દોઢસો સૈનિકોને પણ પોતાની સાથે ભેળવી દીધા બપોરના ત્રણ વાગ્યા સુધી ઘમસાણ ચાલ્યું એમાં કેટલાયે વિદ્રોહીઓ માર્યા ગયા પરંતુ કૅપ્ટન ગૉર્ડનને એક ગોળી વાગી અને એ મરી ગયો કૅપ્ટન સ્કીને પત્ની અને બાળકો સાથે ભાગી છૂટવાની કોશિશ કરી પણ વિદ્રોહીઓએ એમને ઝડપી લીધાં અને મોતને ઘાટે ઉતારી દીધાં રાણી પોતાનો જાન માંડ બચાવી શકી પણ એની માલમત્તાને ભારે નુકસાન થયું ૧૧મીની રાતે વિદ્રોહીઓ ચાલ્યા ગયા આશા છે કે જહન્નમમાં જ ગયા હશે તે પછી એક અઠવાડિયે ૧૨મી તારીખે રાણીએ સાગર જિલ્લાના કમિશનરને પત્ર લખ્યો તેમાં એ પોતે બળવાખોર સિપાઈઓ સામે કેવી લાચાર હતી તેનું વિવરણ આપે છે એ કહે છે કે સિપાઈઓએ ક્રૂરતાથી યુરોપિયન સ્ત્રીઓ અને બાળકોને મારી નાખ્યાં પણ પોતે એમને બચાવી ન શકી કારણ કે એના પોતાના મહેલના રક્ષણ માટે માત્ર દોઢસો સિપાઈઓ હતા અને પોતે પણ બ્રિટિશ મદદની આશા રાખતી હતી રાણી લખે છે કે બળવાખોરોએ એની પાસે પૈસા માગ્યા અને ન આપું તો મહેલ ઉડાવી દેવાની ધમકી આપી એટલે ના છૂટકે એમને ધન આપવું પડ્યું રાણી વધુમાં લખે છે કે...
|