Meta tags:
description= 6 posts published by Dipak Dholakia during June 2019;
Headings (most frequently used words):
આઝાદી, માટેનો, સંઘર્ષ, struggle, for, freedom, ગુલામી, અને, india, slavery, and, part, chapter, ભાગ, પ્રકરણ, ભારતઃ, dipak, ભારત, science, samachar, dholakia, spam, blocked, મહિનો, જૂન, 2019, સંઘર્ષનો, નવો, માર્ગ, 67, 37, 36, 66, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૧૮૮૫થી, ૧૯૧૫, કોંગ્રેસનો, જન્મઃ, ૧૮૫૮થી, ૧૮૮૫, કોંગ્રેસના, પુરોગામીઓ, ૩૭, રાણીનું, માટે, જાહેરનામું, ૩૬, ૧૮૫૭ના, અનામી, વીરો, બીજા, ભાગના, અંતે,
Text of the page (most frequently used words):
અને (119), 2019 (42), માટે (39), હોય (35), હતી (33), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), જૂન (27), હતા (27), એમણે (27), હતો (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), 2024 (26), freedom (25), હતું (25), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2020 (24), 2021 (24), 2023 (24), struggle (24), પછી (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), પરંતુ (22), હવે (22), નથી (21), કરી (20), for (20), એટલે (20), એને (20), 2013 (18), 2022 (18), સાથે (18), એમને (18), dipak (17), india (17), and (17), ભારત (17), 2011 (16), એમની (16), dholakia (15), સંદર્ભઃ (15), જાય (15), 2014 (14), પહેલાં (14), અહીં (14), એની (14), બ્રિટિશ (14), 2025 (13), slavery (13), ૦૦૦ (13), એમાં (13), કામ (13), ઇંડિયન (13), https (12), કંઈ (12), ત્યારે (12), સામે (12), આપણે (12), com (11), થાય (11), કરે (11), માટેનો (11), સંઘર્ષ (11), છીએ (11), ભાગ (11), આવે (11), www (10), આજે (10), વધારે (10), ભારતમાં (10), રીતે (10), કર્યું (10), કારણે (10), કોઈ (10), આઝાદી (10), ઇંડિયા (10), આવી (10), indian (9), લોકો (9), કરીને (9), વાર (9), એના (9), સુધી (9), બીજા (9), બહુ (9), તરીકે (9), સામાન્ય (9), રાણી (9), વાઇસરૉય (9), ઍસોસિએશન (9), martyrs (8), science (8), પહેલી (8), આખા (8), શકે (8), એવી (8), માત્ર (8), એમના (8), ગયો (8), part (8), chapter (8), ગુલામી (8), કંપની (8), ઈસ્ટ (8), સરકાર (8), કહ્યું (8), વિશે (8), વાત (8), તેમ (8), એણે (8), નહીં (8), કોંગ્રેસ (8), ભારતીય (8), સુરેન્દ્ર (8), like (7), કહે (7), વર્ષ (7), તેના (7), કરતાં (7), જોયું (7), અણુ (7), બધા (7), મળી (7), કરવાની (7), ૧૮૫૭ના (7), પોતાના (7), આપી (7), છતાં (7), લીધો (7), અંગ્રેજ (7), ધીમે (7), નાથ (7), webgurjari (6), વેબગુર્જરી (6), tags (6), categories (6), posted (6), author (6), loading (6), સૌથી (6), નેશનલ (6), શકાય (6), ફરી (6), હજી (6), થયું (6), દિવસે (6), બની (6), heh (6), ટકા (6), પહેલો (6), નહોતો (6), રાણીએ (6), નહોતું (6), ગંગુ (6), મળે (6), અંગ્રેજી (6), તૈયાર (6), થયો (6), કર્યા (6), રહે (6), હ્યૂમ (6), શિક્ષિત (6), દાદાભાઈ (6), મુદ્દોઃ (6), શરૂ (5), મારી (5), બારી (5), શોધો (5), uncategorized (5), history (5), દ્વારા (5), leave (5), comment (5), સમાચાર (5), આગળ (5), જેમ (5), આથી (5), પડી (5), તેની (5), ન્યૂટ્રોન (5), ઘટના (5), જોઈ (5), એનો (5), બન્યો (5), શરૂઆત (5), જોઈએ (5), મળ્યું (5), અંતે (5), ગયા (5), રહ્યો (5), એવું (5), દલિત (5), કંપનીએ (5), કેસ (5), કબજો (5), જાહેર (5), તેમાં (5), વર્ગ (5), વિક્ટોરિયાએ (5), બ્રિટનની (5), અમે (5), પ્રત્યે (5), અમારા (5), કેમ (5), કારણ (5), બને (5), આપણી (5), આંખ (5), થયા (5), કરવી (5), રાજકીય (5), ભારતમાંથી (5), ભારતીયોને (5), કરો (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), samachar (4), લાભ (4), કરોડ (4), ટીમે (4), રહી (4), એમનો (4), નવા (4), રૂપે (4), નવું (4), બ્લૅક (4), ધારણા (4), બ્રહ્માંડ (4), કેટલાયે (4), મળતાં (4), જતાં (4), વૈજ્ઞાનિકોએ (4), લાગ્યા (4), લાગ્યું (4), જેટલું (4), જેવું (4), ધ્યાન (4), org (4), ૧૮૫૮ના (4), પ્રધાન (4), કંપનીના (4), કરવા (4), બ્રિટન (4), લાગી (4), રાષ્ટ્રીય (4), પોતાની (4), સરકારી (4), કર્યો (4), ઉપરાંત (4), લક્ષ્મીબાઈ (4), લડાઈમાં (4), મોકલી (4), રહ્યા (4), વગેરે (4), અથવા (4), થઈને (4), અમિત (4), ઘટનાઓ (4), લોકોને (4), આવ્યા (4), હાથમાં (4), ફોજ (4), આદિવાસીઓ (4), નામે (4), બધી (4), જરૂર (4), પ્રકરણ (4), હશે (4), ભાગમાં (4), રાજાઓ (4), જાહેરનામું (4), ઓછું (4), જશે (4), તરફ (4), ભરતી (4), કૅન્સરની (4), દિશામાં (4), જીન (4), માં (4), કૅન્સર (4), મુંબઈમાં (4), કરવામાં (4), સભા (4), સભ્ય (4), માગણી (4), સ્ટ્રેચી (4), this (3), wordpress (3), નામ (3), રહ્યું (3), other (3), પસંદ (3), નવી (3), વીસ (3), બન્ને (3), નવાં (3), લાખ (3), કાઢ્યું (3), smithsonianmag (3), news (3), બીજાં (3), પ્લાસ્ટિક (3), બનાવી (3), બીજી (3), નવો (3), શકાશે (3), મજબૂત (3), nature (3), જોડાણ (3), જોવા (3), મળશે (3), ગુરુત્વાકર્ષણીય (3), આવ્યું (3), તારાને (3), આવું (3), સંકેત (3), મળ્યો (3), ૨૬મી (3), પડ્યો (3), દૂર (3), the (3), એનું (3), હિલિયમ (3), બનવા (3), વેધશાળા (3), તરત (3), વિકસવા (3), પ્રદેશો (3), આવ્યો (3), મંજૂરી (3), રૂપ (3), નીમણૂક (3), સરકારના (3), સરકારનો (3), વ્યવસ્થા (3), સંકટ (3), બીજો (3), વિદ્રોહ (3), લંડન (3), લાગતું (3), વ્યક્ત (3), દેશ (3), અંગ્રેજોએ (3), અંગ્રેજો (3), ઝાડે (3), ફાંસી (3), એકઠા (3), મોટા (3), આમાંથી (3), મહેતર (3), કથા (3), http (3), બાબુરાવ (3), ભારતના (3), શક્યા (3), વ્યંકટ (3), દબાણ (3), મદદ (3), તાર (3), યુદ્ધ (3), ફોજને (3), શેડમાકે (3), હસ્તક (3), હતાં (3), પ્રદેશ (3), બહાર (3), થયેલી (3), વિના (3), કેટલાક (3), કરીએ (3), ભારતઃ (3), માંડીને (3), ભારતની (3), કોંગ્રેસની (3), નહોતી (3), પાલન (3), જાહેરનામામાં (3), અમારી (3), દેખાડી (3), સીધી (3), માન (3), કરશે (3), કરતા (3), પરિવર્તન (3), સરકારની (3), વિસ્તાર (3), થવા (3), સુધીમાં (3), અંત (3), ભૂખંડ (3), નીચે (3), વચ્ચે (3), ધરતીકંપ (3), અંદર (3), પિત્તાશયના (3), સક્રિય (3), કરતી (3), જવાબદાર (3), બધું (3), મગજ (3), શકીએ (3), દૃશ્ય (3), ઇંટરનેટ (3), ઉપલબ્ધ (3), ઍલન (3), ઍસોસિએશનની (3), અધિવેશન (3), હાજર (3), હિન્દુઓ (3), ગયું (3), ઉદ્ (3), નહોતા (3), બંગાળ (3), ત્યાં (3), નોકરી (3), ઇંગ્લૅન્ડ (3), ભારતનો (3), જુદા (3), ભાવના (3), ઠરાવમાં (3), ત્રીસ (3), જન્મ (3), site (2), required (2), ટિપ્પણીઓ (2), view (2), content (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), now (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 361 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), full (2), dholakiaa (2), email (2), address (2), સંદેશ (2), વિડિયોઃ (2), નાસા (2), દુનિયામાં (2), લીલોતરી (2), આનો (2), દેશોમાં (2), વાવવામાં (2), મળેલા (2), હાલમાં (2), તારણ (2), શોધી (2), પોલીમર (2), એવો (2), એમાંથી (2), રસાયણો (2), પાડી (2), મૂળ (2), બાકી (2), ઉપયોગ (2), ઉચ્ચ (2), નુકસાન (2), પદાર્થ (2), બનાવ્યો (2), છેક (2), રંગ (2), d41586 (2), 019 (2), 01377 (2), doi (2), લીગો (2), વર્ગો (2), માને (2), મહિનામાં (2), કાસલીવાલ (2), એમનું (2), મોજાની (2), ક્યાં (2), હોઈ (2), કેન્દ્ર (2), મોજાં (2), હોલ (2), પેદા (2), ત્રીજી (2), જોડાઈ (2), ગળી (2), તેથી (2), વૈજ્ઞાનિકો (2), અબજ (2), પ્રકાશવર્ષ (2), હોવાની (2), first (2), molecule (2), universe (2), જાણકારો (2), વખતે (2), ઊષ્ણતામાન (2), ગરમીમાં (2), હાઇડ્રોજન (2), અવકાશમાં (2), ફરતી (2), ખાતરી (2), ત્રણ (2), પરમાણુ (2), તારા (2), બનવાની (2), વર્ષમાં (2), જટિલ (2), જાણી (2), લીધું (2), કુદરતમાં (2), જેવા (2), એવા (2), સીધું (2), હેઠળ (2), જુલાઈએ (2), હિન્દુસ્તાનની (2), સરકારે (2), સત્તાવાર (2), જાહેરાત (2), વર્ષના (2), છેલ્લા (2), રાણીની (2), બાબતો (2), જેના (2), સભ્યોની (2), કરવાના (2), હિન્દ (2), રજૂ (2), કરવાનો (2), સરકારમાં (2), જેમાં (2), અધિકારો (2), જગ્યાએ (2), સેક્રેટરી (2), માની (2), સરકારનું (2), વડા (2), પામરસ્ટન (2), અર્થ (2), ૧૮૫૭નો (2), પ્રયત્ન (2), કાબુમાં (2), સરકારને (2), બળવાને (2), સફળતા (2), નાગરિકોની (2), લૉર્ડ (2), લાયક (2), બ્રિટનમાં (2), mutiny (2), લક્ષ્મીબાઈની (2), સાથી (2), જાણીએ (2), ચમાર (2), બાબાની (2), નાનાસાહેબ (2), ઝાડ (2), લટકાવી (2), દીધા (2), આના (2), છેવટે (2), લટકાવીને (2), આપવામાં (2), નાના (2), વર્ષે (2), ભાગના (2), તેવા (2), જેમને (2), ફાળો (2), નાનાસાહેબે (2), દીધું (2), એનાથી (2), સૈન્યમાં (2), વીરો (2), ફોટો (2), શેડમાકેના (2), ઘણી (2), પકડાઈ (2), હકુમતના (2), દેવાઈ (2), રાવ (2), સજા (2), ક્રિખ્ટને (2), રસ્તો (2), શેડમાકેને (2), ધમકી (2), જમીનદારી (2), મોકલીને (2), ગુલામ (2), રોહિલા (2), સૈનિકોએ (2), ટુકડી (2), જમીનદાર (2), ગોંડ (2), કલેક્ટર (2), લશ્કરી (2), ભારે (2), આવા (2), રાજ (2), નીતિ (2), લાગુ (2), આખો (2), ઇતિહાસ (2), અનામી (2), યાદ (2), વિદ્રોહની (2), પૂરી (2), માગીએ (2), આશા (2), છું (2), કંઈક (2), વાંચવા (2), ત્રીજા (2), આઝાદીના (2), ભૂમિકા (2), મુખ્ય (2), પ્રવાહ (2), જૂની (2), અવધારણા (2), જનતાનો (2), સીધો (2), અંગત (2), સીધા (2), સમયમાં (2), પહેલા (2), કંપનીની (2), પહોંચ્યા (2), અસંતોષ (2), દેખીતું (2), સમજવા (2), કરવો (2), નીતિને (2), લીધા (2), મંજૂર (2), રાખી (2), વાતો (2), માફી (2), અપાશે (2), નાખ્યા (2), આપ્યું (2), અધિકારોને (2), તેટલું (2), કરેલી (2), પોતે (2), રાણીના (2), પ્રતિનિધિ (2), પ્રમાણે (2), સંભાળી (2), પાસેથી (2), લીધી (2), વફાદાર (2), રહેવા (2), જ્હૉન (2), આપે (2), ભાષા (2), માલિક (2), શંકા (2), હિન્દુસ્તાન (2), રશિયાનો (2), બરફ (2), દેશની (2), ગ્લોબલ (2), પર્વતીય (2), ઉપર (2), મેગ્મા (2), નરમ (2), સમુદ્રની (2), ભોગ (2), ટેક્ટોનિક (2), પ્લેટ (2), towards (2), cancer (2), સારી (2), સંશોધક (2), લાગે (2), kras (2), ઇલાજ (2), દવાથી (2), egfr (2), ઘટકો (2), મહત્ત્વનો (2), મુંબઈના (2), education (2), રોકી (2), દત્ત (2), દેખાડ્યું (2), દરેક (2), ગોળી (2), મુખ્યત્વે (2), દેખાતું (2), ઓછા (2), દેખાય (2), ડિઝાઇન (2), મગજમાં (2), વસ્તુ (2), અલગ (2), આખું (2), ઑક્ટેવિયન (2), બૅનરજીના (2), સંગઠિત (2), સંગઠન (2), ૨૮મીથી (2), ૩૦મી (2), ઍસોસિએશનનું (2), પહેલું (2), દેશમાંથી (2), નિયમ (2), આંદોલન (2), દેશમાં (2), એટલી (2), ખુલ્લા (2), લખે (2), ઊભો (2), હિતો (2), મુસલમાનો (2), જનતાને (2), સામેલ (2), સ્થાપના (2), પુત્રનું (2), બૅનરજી (2), સંસ્થા (2), વિદ્યાસાગર (2), બનાવવા (2), માગતા (2), નામનું (2), સૂચન (2), લડ્યા (2), કૉલેજ (2), પોતાનું (2), બ્રિટને (2), બધાં (2), પદો (2), વિકાસ (2), ખર્ચ (2), થતી (2), વહીવટ (2), અધિકારીઓ (2), ચુંટાયેલા (2), બદલે (2), અવાજ (2), સ્થિતિ (2), નાગરિકો (2), સંખ્યા (2), બદલાઈ (2), લાગ્યો (2), મધ્યમ (2), કોંગ્રેસના (2), હકુમત (2), બોલતાં (2), ડબ્લ્યૂ (2), ખોટું (2), પૂના (2), નૅશનલ (2), નિર્ણય (2), સામૂહિક (2), માણસ (2), જલદી (2), હ્યૂમના (2), યુનિયન (2), પ્રતિનિધિત્વ (2), હેતુ (2), હ્યૂમે (2), બનાવવાનો (2), રિપન (2), ચર્ચા (2), હ્યૂમનું (2), ડફરીનને (2), દૃષ્ટિકોણ (2), લિટન (2), જુદે (2), શક્યો (2), પંજાબ (2), કોંગ્રેસનો (2), ખૂણે (2), જુદી (2), કદી (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, sign, create, free, website, hits, stats, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, forbes, sites, trevornace, nasa, says, earth, greener, today, than, years, ago, thanks, china, 266045cf6e13, જેટલી, ચીનને, ફાળે, આર્થિક, જમીનનો, વધારેપડતો, દુરુપયોગ, પાણી, બહુવેડફાય, વૃક્ષો, ચીન, કલાકમાં, પાંચ, ઝાડો, વાવે, રેકૉર્ડ, નાસાએ, ઉપગ્રહ, ડેટાની, ડેટા, સરખામણી, પૃથ્વી, હરિયાળી, ચીનનો, આભાર, smart, new, plastic, can, recycled, endlessly, 180972130, લૅબોરેટરીના, ક્રિસ્ટેનસેનને, પોલીડાયકેટોએનામાઇન, ટૂંકમાં, પીડીકે, નામનો, પ્લાસ્ટિકની, ભેળવેલાં, છૂટાં, મોનોમર, પ્રકારનું, પ્લાસ્ટિકનો, શકતો, પર્યાવરણને, લૉરેંસ, બર્કલે, લૅબોરેટરીએ, તેનું, તમે, ધારો, તેટલી, અણૂ, વિઘટન, નવીનીકરણ, ક્ર્યા, ઉપયોગમાં, ખનિજ, તેલમાંથી, લીધેલા, કાર્બન, હાઇડ્રોજનનું, સંયોજન, બનાવેલો, કેટલાંક, ઉમેરીને, બનાવાય, વાપરી, articles, 1038, 569, અઠવાડિયે, હોલનું, તારાઓનું, ઍપ્રિલથી, બન્નેએ, સાચી, ખરેખર, અદ્ભુત, પસાડેનામાં, કૅલિફૉર્નિયા, ઇંસ્ટીટ્યૂટ, ટેકનોલૉજીની, ખગોળવૈજ્ઞાનિક, માનસી, આને, લગતા, પ્રોજેક્ટોમાંથી, એકનું, સંચાલન, શક્યતાનો, આકાશમાં, ભાળ, મેળવવાનું, કામને, global, relay, observatories, watching, transients, happen, growth, નોંધ, સાવધાન, દેવાયું, મોજું, રાત, ગળતું, પ્રતિક્રિયા, થયાં, તારાઓના, જોડાનનાં, સૂચક, મનાશે, હોવાનું, નોંધાશે, ખગોળવૈજ્ઞાનિકોએ, તારાઓને, જોયા, હોલને, ઘટનાને, પેદાથયાં, આપેલી, આકૃતિ, ક્રિયાનું, કાલ્પનિક, ચિત્ર, ઍપ્રિલે, અમેરિકાની, ઈટલીની, લૅબોરેટરીઓએ, ક્ષીણ, તપાસમાં, સાચું, ભ્રમ, ઝડપાયું, blogdady, astrophysical, detection, primary, that, fashioned, within, fbclid, iwar0zlabs, jry0lsdtk8tpeqghptnh8o0veyzvvhlmq_, l172lpyjbma65aq, ndtv, helium, hydride, ion, elusive, detected, space, 2024729, ઠંડું, પડવા, ૪૦૦૦, અંશ, સેલ્સિયસ, આટલી, બંધાય, વળી, સજ્જન, વાયુ, લગ્ન, શક્યતા, નહિવત્, મનાય, આયનીભૂત, થોડી, જોડાયો, ટકાઉ, સમસ્યા, ફાર, ઇન્ફ્રા, રેડ, તરંગો, છોડે, પૃથ્વીના, વાતાવરણમાં, આવતાં, લોપ, જર્મન, એરોસ્પેસ, સેંટરે, બોઇંગ, ૭૪૭, વિમાન, મીટરનું, ટેલીસ્કોપ, લગભગ, ફુટની, ઊંચાઈએ, stratospheric, observatory, infrared, astronomy, sofiaને, પહોંચાડી, અનેપૃથ્વી, પરના, અવાજને, કાપી, નાખ્યો, ૨૦૧૬ના, ૩૦૦૦, ગ્રી, નિહારિકા, ngc, 7027માંથી, ડૅટા, બિગબૅંગ, બ્રહ્માંડમાં, સાદા, મલાઈ, વર્ષની, બિગ્બૅંગ, પછીના, જોડાઈને, જોડાયા, હાઇડ્રાઇડ, રસાયણ, વિજ્ઞાનની, કોશીય, બહુકોશીય, સૈદ્ધાંતિક, મૉડેલો, બનાવીને, હોવો, ૧૯૨૫માં, લૅબોરેટરીમાં, શકાયો, સૂરજ, મરતા, વાયુઓમાં, કેંદ્રિત, બ્રહ્માંડનો, jstor, stable, 175428, read, seq, page_scan_tab_contents, બ્રિટીશ, તાજ, મુકાયું, ૧૮૫૮ની, આઠમી, શાંતિ, સ્થપાઈ, ઑગસ્ટે, આમસભાના, સત્રના, ગવર્નમેંટ, બિલ, કાયદાનું, હિન્દુસ્તાનને, લગતી, નિમાયો, મદદમાં, કાઉંસિલ, બનાવવાની, સાત, ડાયરેક્ટરો, મેળવીને, માટેના, પ્રધાનને, ગુપ્ત, સમિતિ, નીમવાનો, અધિકાર, નાણાકીય, વ્યવહારોનો, રિપોર્ટ, નિયમિત, પાર્લામેન્ટમાં, ફેબ્રુઆરી, ૧૮૫૮માં, પામરસ્ટનને, રાજીનામું, આપવું, પડ્યું, ડર્બી, રૂઢીચુસ્ત, વડો, સુધારા, યોજના, દ્વિમુખી, સ્ટેટ, નીમવાનું, સૂચવવામાં, પક્ષો, બિલને, આધારે, એકબીજાના, ખેંચવામાં, એકને, બીજાને, ક્રીમિયાની, લડાઈને, લેવાઈ, પતન, કર્તવ્ય, ભાર, મૂકતો, જેનો, જેવો, શબ્દો, બોલીને, પતનનું, નિમિત્ત, માગતો, ઊલટું, બળવાના, પહોંચતાં, વર્તુળોમાં, અસંતોષની, લાગની, ઑફિસરો, ઊંઘતા, ઝડપાયા, પામરસ્ટને, વિશ્વાસ, લેવામાં, ચક્ર, કાબૂ, સમજતા, બાજુ, હત્યાઓના, ફેલાતાં, અરેરાટી, રોષની, લાગણી, ભડકી, ઊઠી, મિન્ટોએ, પડઘો, પાડતાં, હિન્દુસ્તાની, બચ્યા, રાક્ષસો, ગુલામીમાં, સબડવાને, પડઘા, 000, margins, gangu, 20baba, badari, narayan, સ્ત્રીઓએ, પ્રાણોની, આહુતિ, છેઃ, ઝલકારીબાઈનું, અવંતિબાઈ, પન્ના, દાઈ, મહાવીરી, દેવી, ઉદા, દેવીને, ભૂલી, દુર્ભાગ્ય, માહિતી, મળતી, ગુમનામ, શહીદોમાં, બિહારમાં, રાજા, કુંવરસિંહના, અચૂક, નિશાનબાજ, રઘુ, આરા, જિલ્લાના, રજિત, દલિતો, પૂજા, તાંત્યા, ટોપે, ઝાંસીની, અઝીમુલ્લાહ, ખાન, જેવાઓની, વિદાય, દમનનો, છૂટો, દોર, મેલ્યો, ૧૩૭, દલિતોને, દિવસમાં, ફાંસીએ, દેવાયા, ગંગુએ, એકલે, હાથે, સતીચૌરાની, દોઢસો, અંગ્રેજોને, યમના, દરવાજે, સતત, જીવતો, મરેલો, પકડવા, મથતા, પકડાયો, ઘોડે, બાંધીને, ગામમાં, ફેરવ્યો, ૮મી, સપ્ટેંબરે, કાનપુરના, ચુન્નીગંજમાં, સ્થળે, સ્મારકે, યાદમાં, અફસોસની, સમાજના, બાબાને, નાતજાત, નહોતાં, નડ્યાં, સવર્ણ, સમાજને, નડે, ઇતિહાસના, પાને, ચડ્યા, અનેક, વીરોમાં, ઓળખીએ, તેવી, ભંગી, પાસી, કોમોનો, મોટો, સ્થાનિક, લોકકથાઓમાં, જાણીતી, બિઠૂરનો, રહેવાસી, પેશવાને, બિઠુરમાં, નિવાસ, આપ્યો, લડાઈનું, રણશિંગું, ફૂંકી, જંગલમામ્થી, પસાર, થતાં, યુવાનને, ખભે, વાઘને, લઈને, જોયો, પ્રભાવિત, ગંગુને, livehistoryindia, snapshort, histories, baburao, sedmake, adivasi, hero, 1857, લેખઃ, ભગતઃ, ચંદ્રપુરમાં, સ્મારકનો, બાજુમાં, પીપળાનું, અપાઈ, ઇતિહાસમાં, ફસાવવા, બીજાઓ, વિદેશીઓ, પગદંડો, જમાવી, ૧૮મી, સપ્ટેમ્બરે, લક્ષ્મીબાઈએ, સોંપી, દીધો, ૨૧મી, ઑક્ટોબરે, ચલાવીને, ચંદ્રપુરની, જેલમાં, બસ્તરના, રાજાને, શરણે, ચાલ્યો, દરમિયાનગીરીથી, જનમટીપની, વળે, કાઢ્યો, આહેરીની, જમીનદારણ, પકડાવી, લેશે, કેદ, ફોજના, સકંજામાંથી, ભાગી, છૂટ્યો, વિસ્તારમાં, લૂંટફાટ, કરતો, લાચાર, ૨૯મી, એપ્રિલે, શેડમાકેનાં, દળોએ, ઑફિસ, લિધો, પદ્ધતિને, બનાવવાનું, સાધન, માનતી, મેદાને, ઊતરી, ૧૦મી, સખત, પરાજય, શેડમાકેની, મદદે, બન્નેના, ગોંડને, જાતિના, બારસો, સૈનિકો, ખુલ્લંખુલ્લા, સત્તા, કુમક, રાવના, હરાવ્યા, અંગ્રેજોની, અડાપલ્લી, ઘોટનો, મોલમપલ્લીના, ચોવીસ, ગામો, માર્ચમાં, મારિયા, આદિવાસીઓમાંથી, પાંચસો, મરણિયા, યુવાનોની, રાજગઢ, પરગણાનો, ક્રિખ્ટનને, ૧૩મી, માર્ચે, અદિવાસી, જબ્બર, હાર, અંગેજી, જાનમાલની, ખુવારી, વેઠવી, વીર, મહારાષ્ટ્રમાં, ગઢચિરોલી, ચંદ્રપુરનો, ૧૮૫૭, ચંદા, ઓળખાતો, ૧૮૫૪માં, ચંદાનો, નીમ્યો, ચંદામાં, આદિવાસી, જાતિનું, પ્રભુત્વ, જમીનો, વ્યાપક, કથાઓ, સંબંધિત, પ્રદેશોની, નીકળી, સંકલિત, લખાય, સિવાય, છૂટીછવાઈ, લોકજીભે, ચડેલી, રૂપમાં, કરેલા, નકારાત્મક, રિપોર્ટોમાં, અંકિત, કેટલાય, વીરોને, ગણાય, વીરોની, ભુલાઈ, તેમની, ક્ષમા, ભાગની, સમાપ્તિ, રાખું, વાચકમિત્રોને, વાંચવાનું, રસપ્રદ, મારા, લેખનની, સાર્થકતા, પૂરો, કરું, વિક્ટોરિયાના, જાહેરનામાથી, સ્વતંત્રતા, સુધીની, જોઈશું, ઘણું, ઢગલાબંધ, વાચનસામગ્રી, મહેનત, ઘણા, દસ્તાવેજો, સિવાયના, સ્વાતંત્ર્યપ્રેમીઓની, વાતને, માનીને, ચાલશું, અલબત્ત, ભૂમિકાનો, ઉલ્લેખ, સ્વતંત્રતાની, છેલ્લો, ૧૯૪૭, સુધીનો, તબક્કો, સંઘર્ષની, રીતભાત, વ્યૂહને, રાજાશાહી, રાષ્ટ્ર, વિશાળ, જાગૃત, તબક્કામાં, જૂથ, વ્યક્તિને, સ્વતંત્રતાનાં, મૂલ્યોની, ઝંખના, રાજના, પહોંચી, સ્થાપનાથી, ૧૭૫૭માં, પ્લાસીના, ૧૭૫૭થી, નાગરિકોના, વિદ્રોહોની, કથાઓના, સૂત્રે, જાગીરદારોના, મહાસમર, જાહેરનામાની, ઇમેજઃ, વિકીમીડિયા, કૉમન્સ, csas, confpapers, queen, 27sproclamation, pdf, હિન્દવાસીઓએ, જેવી, સંધિઓ, લાભમાં, સમજૂતીઓનું, ચિમકી, રાજાઓએ, સમજૂતીઓનો, અમલ, પડશે, ડલહૌઝીની, ખાલસા, આડકતરી, અપરાધો, કબજે, રાણીને, અન્યાય, દેખાયો, નજીવા, કારણસર, નજીકના, ન્યાય, પ્રિયતાની, લહેરખી, જોહુકમી, દાદાગીરીને, xxx, દુઃખ, મહત્ત્વાકાંક્ષી, લોકોએ, ખોટી, ભડકાવ્યા, કચડીને, તાકાત, દયા, દેખાડવા, હત્યામાં, સૌને, બિનશરતી, રૈયત, વચનબદ્ધ, હિન્દીઓ, નોકરીઓના, દરવાજા, ખોલી, પ્રાચીન, ઉપયોગની, પરંપરાઓ, રીતરિવાજો, આદર, દેખાડવાનું, વચન, બ્રિટનને, પ્રાપ્ત, ઇચ્છા, તરાપ, મારે, સ્વીકારીશું, આપીએ, રાજાઓના, આપીશું, હિન્દુસ્તાનના, રાજાઓને, સંધિઓને, રાજઓ, સંધિઓનું, કેનિંગ, વખત, તરફથી, ગવર્નર, જનરલ, સૂચવ્યું, સ્ટેટના, આદેશો, બનાવેલા, નિયમો, મુલ્કી, નોકરોનો, આમે, વિસ્તારની, અધીનસ્થ, પ્રજાને, અમને, વંશવારસોને, અની, અનુગામીઓ, એલાન, ખરા, વિશ્વાસુ, પ્રિય, પિતરાઈ, ચાર્લ્સ, વાઇકાઉંટ, કેનિંગને, પ્રથમ, નીમીએ, ચલાવવામાં, નિષ્ફળ, હોવાનો, એકંદરે, જાણે, કલ્યાણકારી, રાજ્ય, સ્થપાયું, હકીકતમાં, બદલાતો, બળવાએ, મોટું, આણ્યું, નવેંબરની, તારીખે, માટેની, નીતિઓનું, પાડ્યું, રાણીનું, ioppublishing, could, climate, change, make, siberia, more, habitable, સાઇબિરિયા, ઍશિયન, રશિયા, યૂરાલ, પર્વતની, પૂર્વે, આવેલો, કાયમ, કિલોમીટરમાં, ફેલાયેલો, ભૂભાગ, વસ્તી, હંમેશાં, વૉર્મિંગની, અસર, દેખાવા, બરગ, ઠંડીનું, પ્રમાણ, ભરશિયાળામાં, ડિગ્રીથી, ડિગ્રી, નોંધાયું, ૯થી, ડિગ્રીનો, વધારો, વરસાદ, મિમીથી, વધીને, ૧૪૦, મિમી, પરિણામો, પરથી, આબોહવાની, આગાહી, કહેવું, ૨૦૮૦, બરફનું, આવરણ, ૬૫થી, વધારાના, પ્રદેશમાં, માનવ, વસાહત, અનુકૂળ, ઠંડી, ગરમી, વૉર્મિંગને, સાઇબીરિયા, સદીના, blogs, columbia, edu, tides, trigger, earthquakes, કોલંબિયા, યુનિવર્સિટીના, પ્રોફેસર, ક્રિસ્ટોફર, શોલ્ઝે, પ્રશાંત, મહાસાગરમાં, યૂઆં, ફૂચા, હારમાળાના, ઍક્સિઅલ, જ્વાળામુખીનો, અભ્યાસ, તરતા, સરકવું, જ્વાળામુખીમાં, ખંડ, મેગ્માનો, સપાટીની, ઓટને, ઉપરથી, પાણીનું, પામે, ફૂલે, આસપાસના, ખડકોને, ધક્કો, નીચેના, ભૂખંડો, ધરતીકંપનો, સમુદ્રમાં, પાસે, હારમાળા, ભૂખંડોને, જગ્યા, સરકતા, બીજાની, સરખામણીએ, થોડો, ઊંચો, દબાઈને, સરકે, ક્યારેક, અથડાઈ, હમણાં, સમજી, clincancerres, aacrjournals, 5268, જૂઓઃ, onlinelibrary, wiley, 1002, ijc, 31916, indiabioscience, personalized, therapy, gallbladder, patients, સમજણ, રોકવાની, મહત્ત્વનું, erbb2, કાબૂમાં, કૅંસરવાળા, કોશો, મરવા, ગાંઠ, દવાની, પરવા, વધ્યે, સમજાયું, દરદીમાં, તેનો, શરૂઆતની, અવસ્થામાં, ગાંઠોના, નમૂના, ફેરફારો, નોંધ્યા, ઍપિડર્મલ, ગ્રોથ, ફૅક્ટર, રિસેપ્ટર, કરોડરજ્જુવાળા, જીવોમાં, ત્વચાની, ઉપરના, પડની, વૃદ્ધિના, પરિબળોને, પ્રોત્સાહિત, સંકળાયેલા, જીનમાં, કોશોની, વૃદ્ધિમાં, pathway, સંદેશવાહક, ન્યૂરોનની, જાળ, ભજવે, જીન્સ, બરાબર, પડતા, કોશ્પો, અતિ, ઝડપે, ટાટા, મેમોરિયલ, સેંટરના, advanced, centre, treatment, research, actrec, દત્તના, નેતૃત્વ, હેઠળની, શોધ્યું, પરિવર્તનોને, દવા, ઉપાય, સર્જરી, કીમોથેરપીનો, આશરો, કૅન્સરને, દરદીના, કૅન્સરનું, બંધારણ, નિદાન, ડાયાબિટીસની, વિકસિત, ફેફસાં, સ્તન, આંતરડા, પ્રોસ્ટેટનાં, પિત્તાશયનું, ભાગે, ઉત્તર, વકરે, બચવાની, તકો, ઓછી, કૅન્સરનો, દરદી, જુદો, ટ્વિટર, સ્મિથસોનિયનઃ, our, eyes, are, always, darting, around, not, how, see, world, 180972414, hkl8t3d7f5gqdgbc, ધૂંધળું, વસ્તુમાં, આગળપડતો, જોવામાં, આછા, ધ્યાનમાં, જતું, દૂરની, વસ્તુઓમાં, દાખલા, આપણું, નોંધાય, કપને, જોતાં, કેન્દ્રિત, ઝીલી, આનું, કેટલું, એકીસાથે, ગ્રહણ, સ્લો, મોશનમાં, દેખાડેલું, ઝડપથી, સ્થિર, રહેતી, પ્રકાશનું, પરાવર્તન, તેને, સીધીસપાટ, હોતી, રચના, જ્યાં, પહોંચે, તેટલા, ભાગનું, પ્રતિબિંબ, ઝીલતી, આંખની, પાછળ, પરદા, રેટીના, અથડાય, આપણને, પરદો, ડોળાની, તૃતીયાંશ, છવાયેલી, જ્ઞાનતંતુની, પેશીઓ, જોતા, હોઈએ, ઘટકમાં, આકાર, દિશા, વગેરેને, જુએ, ચિત્રનું, સમગ્રપણે, વહન, કરવું, હાથીની, સૂંઢ, જેટલા, વ્યાસવાળી, હોવી, ઑપ્તિક, નર્વ, સંકેતોને, વિઝ્યુઅલ, કોર્ટેક્સમાં, મૂકે, જુઓ, ફર્યા, સ્પષ્ટ, સુરેખ, nation, making, sir, surendranath, bannerjea, second, impression, 1925, inc, focus, dadabhai, naoroji, family, fact, ૧૮૮૫ના, દિવસોમાં, સાથીદારો, ૧૮૮૩ના, ડિસેમ્બરની, દિવસ, સોએક, પ્રતિનિધિઓ, બીજું, ૧૮૮૫માં, કલકતામાં, ડિસેમ્બરે, બેસવા, મર્યાદા, ૨૧થી, ઘટાડીને, યુવાનોને, ઍસોસિએશને, ફરીને, આગેવાનોને, મળ્યા, ઇંગ્લૅન્ડમાં, પ્રતિનિધિને, રજુઆત, આંદોલનમાં, બેંગાલી
Text of the page (random words):
અહીં સર સુરેન્દ્ર નાથના જીવનની એક કરુણ ઘટના બની એ જ દિવસે એમના પુત્રનું અવસાન થઈ ગયું આમ છતાં એમણે પત્ની સાથે વિચારવિમર્શ કરીને ઉદ્ ઘાટનમાં ભાગ લીધો કારણ કે એમને શંકા હતી કે ઍસોસિએશનની સ્થાપના વખતે અમુક મુશ્કેલીઓ આવે તેમ છે ઇંડિયન ઍસોસિએશનના ચાર મુખ્ય ઉદ્દેશ હતાઃ દેશમાં જાહેર મત માટે સૌનો એક મંચ ઊભો કરવો એકસમાન રાજકીય હિતો માટે દેશની તમામ જાતિઓને સંગઠિત કરવી હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે મૈત્રીભાવ વધારવો અને વિરાટ પ્રજાકીય આંદોલનોમાં સામાન્ય જનતાને સામેલ કરવી આઈ સી એસ માં બેસવા માટે વય મર્યાદા ૨૧થી ઘટાડીને ૧૯ કરી દેવાઈ હતી ભારતના યુવાનોને એનાથી નુકસાન થાય તેમ હતું આથી ઍસોસિએશને આ નિયમ સામે આંદોલન શરૂ કર્યું સુરેન્દ્ર નાથ આખા દેશમાં ફરીને આગેવાનોને મળ્યા તે પછી ઇંગ્લૅન્ડમાં એક પ્રતિનિધિને મોકલીને રજુઆત કરવામાં આવી અંતે એમને આ આંદોલનમાં સફળતા મળી સર સુરેન્દ્ર નાથ બેંગાલી અખબારના માલિક અનેતંત્રી બન્યા તે પછી એમણે એક જજની અંગત ટીકા કરી અને એને અપાત્ર ગણાવ્યો એના માટે એમની સામે બદનક્ષીનો કેસ થયો અને એમને બે મહિના જેલ પણ ભોગવવી પડી સજા સામે કલકત્તાના વેપારીઓએ હડતાળ પાડી અને દુકાનો બંધ રાખી સજાના વિરોધમાં સભા યોજાઈ તેમાં એટલી ભીડ એકઠી થઈ કે સભા ખુલ્લા રસ્તે બજારમાં કરવી પડી સુરેન્દ્ર નાથ લખે છે કે ખુલ્લા મેદાનમાં સભા કરવાની શરૂઆત એ વખતથી થઈ ૧૮૮૩ના ડિસેમ્બરની ૨૮મીથી ૩૦મી ત્રણ દિવસ માટે ઇંડિયન ઍસોસિએશનનું પહેલું અધિવેશન મુંબઈમાં મળ્યું એમાં આખા દેશમાંથી સોએક પ્રતિનિધિઓ હાજર રહ્યા બીજું અધિવેશન ૧૮૮૫માં કલકતામાં ૨૪ ૨૫ ૨૬મી ડિસેમ્બરે મળ્યું ૧૮૮૫ના એ જ દિવસોમાં મુંબઈમાં ઍલન ઑક્ટેવિયન હ્યૂમ અને એમના કેટલાક સાથીદારો સર સુરેન્દ્ર નાથ બૅનરજીના ઇંડિયન ઍસોસિએશનની જેમ સંગઠિત થવા માટે મુંબઈમાં એકઠા થયા એ સંગઠન એટલે ઇંડિયન નેશનલ કોંગ્રેસ ૦૦૦ સંદર્ભઃ ૧ https www inc in en in focus dadabhai naoroji education family fact and history ૨ a nation in making by sir surendranath bannerjea second impression 1925 ઇંટરનેટ પર ઉપલબ્ધ like loading author dipak dholakia posted on 20 06 2019 30 11 2024 categories history tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 1 science samachar 67 ૧ આપણી આંખ ફર્યા કરે છે તો પણ આપણે સ્પષ્ટ સુરેખ દૃશ્ય કેમ જોઈ શકીએ છીએ પહેલાં તો અહીં જુઓ કે આપણી આંખ કેમ કામ કરે છે અહીં સ્લો મોશનમાં દેખાડેલું છે આપણી આંખ તો આના કરતાં બહુ ઝડપથી ફરતી હોય છે એ એક જગ્યાએ સ્થિર નથી રહેતી જે કોઈ વસ્તુ પ્રકાશનું પરાવર્તન કરે તેને જ આપણે જોઈ શકીએ એ વસ્તુ સીધીસપાટ નથી હોતી એની રચના જટિલ હોય છે આંખ જ્યાં પહોંચે તેટલા જ ભાગનું પ્રતિબિંબ ઝીલતી હોય છે એ આંખની પાછળ પરદા રેટીના પર અથડાય ત્યારે આપણને દેખાય છે આ પરદો એટલે ડોળાની અંદર બે તૃતીયાંશ ભાગમાં છવાયેલી જ્ઞાનતંતુની પેશીઓ અહીં આપણે જે દૃશ્ય જોતા હોઈએ તે અલગ અલગ ઘટકમાં રંગ આકાર દિશા વગેરેને જુએ છે આ આખા ચિત્રનું સમગ્રપણે મગજ સુધી વહન કરવું હોય તો હાથીની સૂંઢ જેટલા વ્યાસવાળી વ્યવસ્થા હોવી જોઈએ પણ એક ઑપ્તિક નર્વ આ કામ કરે છે એ બધા સંકેતોને મગજમાં મોકલી દે છે મગજ એને ફરી એકઠા કરીને વિઝ્યુઅલ કોર્ટેક્સમાં મૂકે છે ત્યારે એ આખું દૃશ્ય બની જાય છે પરંતુ બધું ધૂંધળું કેમ નથી દેખાતું એનું કારણ એ કે કોઈ વસ્તુમાં આગળપડતો ભાગ હોય તે જોવામાં બીજા આછા કે ઓછા ધ્યાનમાં આવે તેના પર ધ્યાન નથી જતું આવું દૂરની વસ્તુઓમાં બને છે દાખલા તરીકે એક કપ દૂર પડ્યો હોય તે દેખાય પણ એની ડિઝાઇન પર આપણું ધ્યાન ન જાય એટલે મગજમાં પણ એ નોંધાય નહીં એ જ કપને પાસેથી જોતાં ડિઝાઇન પર પણ ધ્યાન કેન્દ્રિત થાય અને મગજ એ પણ ઝીલી લે આનું કારણ આપણી આંખ કેટલું એકીસાથે ગ્રહણ કરી શકે છે તેના પર રહે છે સંદર્ભઃ https www smithsonianmag com science nature our eyes are always darting around s not how we see world 180972414 hkl8t3d7f5gqdgbc 99 ટ્વિટર પર સ્મિથસોનિયનઃ smithsonianmag ૦૦૦ ૨ પિત્તાશયના કૅન્સરનો ઇલાજ દરેક દરદી માટે જુદો હશે વિકસિત દેશોમાં મુખ્યત્વે ફેફસાં સ્તન મોટા આંતરડા અને પ્રોસ્ટેટનાં કૅન્સર વધારે જોવા મળે છે પરંતુ પિત્તાશયનું કૅન્સર મોટા ભાગે ભારતીય કૅન્સર છે અને ઉત્તર ભારતમાં એ વધારે જોવા મળે છે એ બહુ વકરે તો બચવાની તકો ૧૫ ટકા કરતાં પણ ઓછી હોય છે હવે મુંબઈના ટાટા મેમોરિયલ સેંટરના advanced centre for treatment research and education in cancer actrec ના અમિત દત્તના નેતૃત્વ હેઠળની એક સંશોધક એક ટીમે શોધ્યું છે કે આ કૅન્સર માટે જવાબદાર બે જીન પરિવર્તનોને દવા દ્વારા રોકી શકાય છે સામાન્ય રીતે એના ઉપાય તરીકે સર્જરી અને કીમોથેરપીનો જ આશરો રહે છે પણ અમિત દત્ત અને એમની ટીમે દેખાડ્યું છે કે દવાથી પણ આ કૅન્સરને રોકી શકાય અમિત દત્ત કહે છે કે દરેક દરદીના કૅન્સરનું જીન બંધારણ પ્રમાણે નિદાન કર્યા પછી જેમ ડાયાબિટીસની ગોળી લે તેમ આ કૅન્સરની ગોળી લઈ શકાશે એમણે શરૂઆતની અવસ્થામાં પિત્તાશયના કૅન્સરની ગાંઠોના નમૂના લીધા અને એમાં ફેરફારો નોંધ્યા એમણે જોયું કે egfr ઍપિડર્મલ ગ્રોથ ફૅક્ટર રિસેપ્ટર એટલે કે કરોડરજ્જુવાળા જીવોમાં ત્વચાની છેક ઉપરના પડની વૃદ્ધિના પરિબળોને પ્રોત્સાહિત કરતા ઘટકો સાથે સંકળાયેલા કેટલાયે જીનમાં પરિવર્તન થઈ જાય છે કોશોની વૃદ્ધિમાં egfr pathway સંદેશવાહક ન્યૂરોનની જાળ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે એના જીન્સ બરાબર કામ ન કરે કે વધારે પડતા સક્રિય થઈ જાય તો કોશ્પો અતિ ઝડપે વિકસવા લાગે છે સંશોધક ટીમે જોયું કે erbb2 જીન બહુ સક્રિય થઈ જાય છે એને કાબૂમાં લઈ શકાય તો કૅંસરવાળા કોશો મરવા લાગે છે પરંતુ એની સાથે kras જીન પણ સક્રિય થઈ જાય તો કૅન્સરની ગાંઠ દવાની પરવા કરતી નથી અને વધ્યે જ જાય છે હવે સમજાયું છે કે જે દરદીમાં kras માં પરિવર્તન ન થયું હોય તેનો ઇલાજ દવાથી થઈ શકે છે આમ પિત્તાશયના કૅન્સરની વધારે સારી સમજણ મળતાં એને રોકવાની દિશામાં મહત્ત્વનું કામ થયું છે સંદર્ભઃ https indiabioscience org news 2019 towards personalized therapy for indian gallbladder cancer patients સંદર્ભઃ જાણકારો માટે https onlinelibrary wiley com doi full 10 1002 ijc 31916 આ પણ જૂઓઃ http clincancerres aacrjournals org content 12 18 5268 ૦૦૦ 3 ભરતી ઓટ અને સમુદ્રની અંદર ધરતીકંપ સમુદ્રમાં ટેક્ટોનિક પ્લેટ પાસે પર્વતીય હારમાળા હોય છે ટેક્ટોનિક પ્લેટ બે ભૂખંડોને કારણે બને છે બન્ને વચ્ચે જગ્યા હોય છે અને એ સરકતા રહે છે એક ભૂખંડ બીજાની સરખામણીએ થોડો ઊંચો હોય છે ભરતી આવે ત્યારે એ દબાઈને નીચે સરકે છે અને ક્યારેક અથડાઈ જાય છે હમણાં સુધી વૈજ્ઞાનિકો એક વાત સમજી શક્યા હતા કે ભરતી આવે ત્યારે ભૂખંડ નીચે જાય અને ધરતીકંપ થાય પરંતુ એમણે જોયું કે ઓટ આવે છે ત્યારે પણ ધરતીકંપ થાય છે આ વાત સમજવા માટે કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર ક્રિસ્ટોફર શોલ્ઝે પ્રશાંત મહાસાગરમાં યૂઆં દ ફૂચા પર્વતીય હારમાળાના ઍક્સિઅલ જ્વાળામુખીનો અભ્યાસ કર્યો એ પછી એમણે તારણ કાઢ્યું કે ઓટ આવે છે ત્યારે ઉપર તરતા ભૂખંડ પર દબાણ ઓછું થઈ જાય એટલે એણે ઉપર તરફ સરકવું જોઈએ પરંતુ જ્વાળામુખીમાં એક આખો ખંડ મેગ્માનો હોય છે જે એની સપાટીની નીચે હોય છે મેગ્મા નરમ હોય છે ઓટને કારણે ઉપરથી પાણીનું દબાણ ઓછું હોય છે એટલે આ મેગ્મા વિસ્તાર પામે છે એ ફૂલે છે અને આસપાસના ખડકોને ધક્કો આપે છે આમ ભરતી હોય કે ઓટ સમુદ્રની નીચેના ભૂખંડો ધરતીકંપનો ભોગ બને જ છે સંદર્ભઃ https blogs ei columbia edu 2019 06 07 tides trigger earthquakes ૦૦૦ ૪ ગ્લોબલ વૉર્મિંગને કારણે સાઇબીરિયા આ સદીના અંત સુધીમાં રહેવા લાયક બની જશે રશિયાનો આ સાઇબિરિયા પ્રદેશ છે એ ઍશિયન રશિયા છે કારણ કે એ યૂરાલ પર્વતની પૂર્વે આવેલો છે અહીં કાયમ બરફ રહે છે આ વિસ્તાર ૧ કરોડ ૩૦ લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે એટલે કે રશિયાનો ૭૭ ટકા ભૂભાગ એ જ છે પણ અહીં દેશની માત્ર ૨૭ ટકા વસ્તી રહે છે અહીં હંમેશાં બરફ રહે છે પણ હવે ગ્લોબલ વૉર્મિંગની અસર અહીં દેખાવા લાગી છે હવે અહીં બરગ અને ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું છે ભરશિયાળામાં અહીં ઊષ્ણતામાન ૩ ૪ ડિગ્રીથી માંડીને ૯ ૧ ડિગ્રી જેટલું વધારે નોંધાયું ગરમીમાં પણ ૧ ૯થી માંડીને ૫ ૭ ડિગ્રીનો વધારો થયો છે વરસાદ ૬૦ મિમીથી વધીને ૧૪૦ મિમી થયો આ પરિણામો પરથી વૈજ્ઞાનિકોએ આબોહવાની આગાહી કરી એમનું કહેવું છે કે ૨૦૮૦ સુધીમાં બરફનું આવરણ ૬૫થી ૪૦ ટકા જેટલું ઓછું થઈ જશે વધારાના ૧૫ ટકા પ્રદેશમાં માનવ વસાહત માટે અનુકૂળ ઠંડી ગરમી હશે સંદર્ભઃ https ioppublishing org news could climate change make siberia more habitable ૦૦૦ like loading author dipak dholakia posted on 17 06 2019 16 06 2019 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari 3 ટિપ્પણીઓ science samachar 67 માટે india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 37 ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૩૭ રાણીનું ભારત માટે જાહેરનામું ૧૮૫૮ના નવેંબરની પહેલી તારીખે રાણી વિક્ટોરિયાએ હિન્દુસ્તાન માટેની પોતાની સરકારની નીતિઓનું જાહેરનામું બહાર પાડ્યું જાહેરનામું કંપની રાજ ચલાવવામાં નિષ્ફળ ગઈ હોવાનો સંકેત આપે છે અને એકંદરે એની ભાષા એવી છે કે જાણે ભારત માટે એક કલ્યાણકારી રાજ્ય સ્થપાયું છે હકીકતમાં તો ગુલામ એ જ હતો માલિક બદલાતો હતો આમ છતાં ૧૮૫૭ના બળવાએ બહુ મોટું પરિવર્તન આણ્યું હતું એમાં શંકા નથી રાણી વિક્ટોરિયાએ જાહેર કર્યું કે હવે ઈસ્ટ ઇંડિયા કંપની પાસેથી આમે હિન્દુસ્તાનની સરકાર સંભાળી લીધી છે અને આ વિસ્તારની અમારી અધીનસ્થ પ્રજાને અમને અમારા વંશવારસોને અની અનુગામીઓ પ્રત્યે વફાદાર રહેવા એલાન કરીએ છીએ એ જ જાહેરનામામાં રાણીએ કહ્યું કે અમે અમારા ખરા વિશ્વાસુ અને પ્રિય પિતરાઈ ચાર્લ્સ જ્હૉન વાઇકાઉંટ કેનિંગને અમારા પ્રથમ વાઇસરૉય તરીકે નીમીએ છીએ કેનિંગ એ વખત સુધી ઈસ્ટ ઇંડિયા કંપની તરફથી ગવર્નર જનરલ હતો આમ એ રાણીના પ્રતિનિધિ તરીકે પહેલો વાઇસરૉય બન્યો વાઇસરૉય કેમ કામ કરશે તે પણ રાણીએ સૂચવ્યું રાણીના કોઈ પણ સેક્રેટરી ઑફ સ્ટેટના આદેશો અને એણે બનાવેલા નિયમો પ્રમાણે એ કામ કરશે તે ઉપરાંત કંપની સરકારમાં કામ કરતા બધા મુલ્કી અને લશ્કરી નોકરોનો પણ સીધો કબજો સંભાળી લીધો રાણી વિક્ટોરિયાએ હિન્દુસ્તાનના રાજાઓને પણ ખાતરી આપી કે એમણે કંપની સાથે કરેલી બધી સંધિઓને માન અપાશે અને રાજઓ પણ પોતે એ સંધિઓનું પાલન કરશે એવી રાણીએ આશા દેખાડી છે જાહેરનામું કહે છે કે બ્રિટનને વધારે પ્રદેશ પ્રાપ્ત કરવાની ઇચ્છા નથી અને અમારા હસ્તક જે પ્રદેશો છે તેના પર કોઈ તરાપ મારે તે પણ અમે સ્વીકારીશું નહીં અમે જેટલું માન અમારા પોતાના અધિકારોને આપીએ છીએ તેટલું જ માન રાજાઓના અધિકારોને આપીશું રાણી કહે છે કે અમે અમારી રૈયત પ્રત્યે પણ વચનબદ્ધ છીએ હિન્દીઓ માટે સરકારી નોકરીઓના દરવાજા પણ એમણે ખોલી નાખ્યા અને પ્રાચીન અધિકારો ઉપયોગની પરંપરાઓ અને રીતરિવાજો પ્રત્યે પણ આદર દેખાડવાનું વચન આપ્યું રાણીએ જાહેરનામામાં દુઃખ વ્યક્ત કર્યું કે કેટલાક મહત્ત્વાકાંક્ષી લોકોએ વિદ્રોહ માટે ખોટી વાતો કરીને ભડકાવ્યા અમે બળવાને કચડીને અમારી તાકાત દેખાડી હવે દયા દેખાડવા માગીએ છીએ પરંતુ માફી એમને જ અપાશે કે જેમને સીધી રીતે બ્રિટિશ નાગરિકોની હત્યામાં ભાગ ન લીધો હોય બાકી સૌને બિનશરતી માફી જાહેર કરી xxx આ જાહેરાત સમજવા જેવી છે રાજાઓ સાથે થયેલી સંધિઓ માત્ર કંપનીના લાભમાં હતી બધી સમજૂતીઓનું પાલન કરવાની સાથે રાણી વિક્ટોરિયાએ એવી પણ ચિમકી પણ આપી છે કે રાજાઓએ પણ સમજૂતીઓનો અમલ કરવો પડશે આનો અર્થ એ થયો કે ડલહૌઝીની ખાલસા નીતિને આડકતરી રીતે મંજૂરી આપવામાં આવી કંપનીએ જે કંઈ કર્યું હોય જે અપરાધો કર્યા અને જે પ્રદેશો કબજે કરી લીધા તે રાણીને મંજૂર છે એમાં અન્યાય નથી દેખાયો કંપનીએ પણ નાના નજીવા કારણસર લોકોને નજીકના ઝાડે લટકાવી દીધા હતા પણ બ્રિટનની ન્યાય પ્રિયતાની એક લહેરખી પણ આ જાહેરનામામાં નથી કંપનીની જોહુકમી અને દાદાગીરીને રાણીએ મંજૂર રાખી છે દેખીતું છે કે હજી હિન્દવાસીઓએ સંઘર્ષ કરવાનો જ હતો સંદર્ભઃ http www csas ed ac uk mutiny confpapers queen 27sproclamation pdf જાહેરનામાની ઇમેજઃ વિકીમીડિયા કૉમન્સ ૦૦૦ બીજા ભાગના અંતે આપણે હવે સીધા બ્રિટિશ રાજના સમયમાં પહોંચી ગયા છીએ પહેલા ભાગમાં આપણે ઈસ્ટ ઇંડિયા કંપનીની સ્થાપનાથી ૧૭૫૭માં પ્લાસીના યુદ્ધ સુધી પહોંચ્યા તે પછી આપણે આ બીજા ભાગમાં ૧૭૫૭થી આદિવાસીઓ અને સામાન્ય નાગરિકોના વિદ્રોહોની કથાઓના સૂત્રે રાજાઓ અને જાગીરદારોના અસંતોષ અને ૧૮૫૭ના મહાસમર સુધી પહોંચ્યા હવે છેલ્લો ૧૯૪૭ સુધીનો તબક્કો આવે છે એમાં સંઘર્ષની રીતભાત અને વ્યૂહને નવું રૂપ મળ્યું જૂની રાજાશાહી નહોતી રહી ધીમે ધીમે ભારત એક રાષ્ટ્ર ની અવધારણા મજબૂત બનવા લાગી હતી જનતાનો એક વિશાળ વર્ગ જાગૃત થઈ ગયો હતો અને આ તબક્કામાં કોઈ એક જૂથ કે વ્યક્તિને સીધો કોઈ અંગત લાભ નહોતો માત્ર સ્વતંત્રતાનાં નવાં મૂલ્યોની ઝંખના હતી આથી આજે બીજો ભાગ અહીં પૂરો કરું છું અને ત્રીજા ભાગમાં આપણે રાણી વિક્ટોરિયાના જાહેરનામાથી માંડીને ભારતની સ્વતંત્રતા સુધીની ઘટનાઓ જોઈશું આમ તો આપણે આઝાદીના ઇતિહાસ વિશે ઘણું જાણીએ છીએ અને ઢગલાબંધ વાચનસામગ્રી બહુ મહેનત વિના જ વાંચવા મળે છે તેમાં પણ કોંગ્રેસની ભૂમિકા વિશે ઘણા દસ્તાવેજો છે એટલે કોંગ્રેસ સિવાયના સ્વાતંત્ર્યપ્રેમીઓની વાતને મુખ્ય પ્રવાહ માનીને ચાલશું અલબત્ત કોંગ્રેસની ભૂમિકાનો ઉલ્લેખ ન કરીએ તો સ્વતંત્રતાની કથા પૂરી થાય જ નહીં તો આજે બીજા ભાગની સમાપ્તિ કરતાં એવી આશા રાખું છું કે આમાંથી આપ વાચકમિત્રોને કંઈક નવું વાંચવા મળ્યું હશે આ વાંચવાનું રસપ્રદ લાગ્યું હોય એ જ મારા લેખનની સાર્થકતા છે like loading author dipak dholakia posted on 13 06 2019 30 11 2024 categories history tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 37 india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 36 ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૩૬ ૧૮૫૭ના અનામી વીરો ૧૮૫૭નો વિદ્રોહ એવો વ્યાપક હતો કે એની બધી કથાઓ માત્ર સંબંધિત પ્રદેશોની બહાર નથી નીકળી આખો સંકલિત ઇતિહાસ લખાય તેની બહુ જરૂર છે તે સિવાય છૂટીછવાઈ ઘટનાઓ લોકજીભે ચડેલી હોય તે રૂપમાં મળે છે અથવા અંગ્રેજોએ તૈયાર કરેલા નકારાત્મક રિપોર્ટોમાં અંકિત થયેલી હોય છે આવા કેટલાય અનામી વીરોને યાદ કર્યા વિના ૧૮૫૭ના વિદ્રોહની કથા પૂરી થયેલી ન ગણાય અહીં એવા કેટલાક વીરોની વાત કરીએ અને તેમ છતાં જે ભુલાઈ ગયા હોય તેમની ક્ષમા પણ માગીએ બાબુરાવ શેડમાકે આવા જ એક વીર હતા મહારાષ્ટ્રમાં ગઢચિરોલી અને ચંદ્રપુરનો પ્રદેશ ૧૮૫૭ પહેલાં ચંદા નામે ઓળખાતો ૧૮૫૪માં ઈસ્ટ ઇંડિયા કંપનીએ ચંદાનો કબજો લઈ લીધો અને એક કલેક્ટર નીમ્યો ચંદામાં જમીનદારી વ્યવસ્થા હતી અને આદિવાસી રાજ ગોંડ જાતિનું પ્રભુત્વ હતું કંપનીએ સૌથી પહેલાં તો એમની જમીનો પર કબજો કરવાની નીતિ લાગુ કરી બાબુરાવ શેડમાકે મોલમપલ્લીના જમીનદાર હતા અને ચોવીસ ગામો એમને હસ્તક હતાં ૧૮૫૮ના માર્ચમાં એમણે ગોંડ મારિયા અને રોહિલા આદિવાસીઓમાંથી પાંચસો મરણિયા યુવાનોની ફોજ તૈયાર કરી અને આખા રાજગઢ પરગણાનો કબજો લઈ લીધો કલેક્ટર ક્રિખ્ટનને આ સમાચાર મળતાં એને લશ્કરી ટુકડી મોકલી ૧૩મી માર્ચે ભારે યુદ્ધ થયું તેમાં શેડમાકેના અદિવાસી સૈનિકોએ અંગ્રેજ ફોજને જબ્બર હાર આપી અંગેજી ફોજને જાનમાલની ભારે ખુવારી વેઠવી પડી હવે અડાપલ્લી અને ઘોટનો જમીનદાર વ્યંકટ રાવ પણ શેડમાકેની મદદે આવ્યો બન્નેના સૈન્યમાં ગોંડને રોહિલા જાતિના બારસો સૈનિકો હતા હવે એમણે ખુલ્લંખુલ્લા બ્રિટિશ સત્તા સામે યુદ્ધ જાહેર કર્યું ક્રિખ્ટને ફોજને કુમક મોકલી પણ શેડમાકે અને વ્યંકટ રાવના સૈનિકોએ એમને હરાવ્યા હવે ત્રીજી ટુકડી પણ અંગ્રેજોની ફોજ સાથે જોડાઈ અંગ્રેજો એમની સામે લાચાર હતા ૨૯મી એપ્રિલે શેડમાકેનાં દળોએ તાર ઑફિસ પર જ કબજો કરી લિધો આદિવાસીઓ તાર પદ્ધતિને એમને ગુલામ બનાવવાનું સાધન માનતી હતી ફરી અંગ્રેજી ફોજ એમની સામે મેદાને ઊતરી પણ ૧૦મી મે ૧૮૫૮ના દિવસે એનો સખત પરાજય થયો ક્રિખ્ટને જોયું કે લડાઈમાં હવે કંઈ વળે તેમ નથી એટલે એણે નવો રસ્તો શોધી કાઢ્યો એણે આહેરીની જમીનદારણ લક્ષ્મીબાઈ પર દબાણ કર્યું કે એ શેડમાકેને પકડાવી દે એને ધમકી આપી કે લક્ષ્મીબાઈ મદદ નહીં કરે તો કંપની એની જમીનદારી પોતાના હાથમાં લઈ લેશે લક્ષ્મીબાઈ તરત મદદ કરવા તૈયાર થઈ ગઈ એણે પોતાની ફોજ મોકલીને શેડમાકેને કેદ કરી લીધો જો કે એ લક્ષ્મીબાઈની ફોજના સકંજામાંથી ભાગી છૂટ્યો અને તે પછી બ્રિટિશ હકુમતના વિસ્તારમાં લૂંટફાટ કરતો રહ્યો છેવટે ૧૮મી સપ્ટેમ્બરે એ ફરી પકડાઈ ગયો હવે લક્ષ્મીબાઈએ એને તરત અંગ્રેજી હકુમતના હાથમાં સોંપી દીધો ૨૧મી ઑક્ટોબરે એની સામે કેસ ચલાવીને તે જ દિવસે ચંદ્રપુરની જેલમાં એને ઝાડે લટકાવીને ફાંસી આપી દેવાઈ એનો સાથી વ્યંકટ રાવ બસ્તરના રાજાને શરણે ગયો પણ અંતે પકડાઈ ગયો એની સામે પણ કેસ ચાલ્યો પરંતુ એની માની દરમિયાનગીરીથી એને જનમટીપની સજા મળી ભારતના ઇતિહાસમાં આવી ઘણી ઘટનાઓ છે જેમાં પોતાના જ લોકોને ફસાવવા માટે બીજાઓ આગળ આવ્યા હોય અને એ કારણે વિદેશીઓ પગદંડો જમાવી શક્યા હોય ચંદ્રપુરમાં બાબુરાવ શેડમાકેના સ્મારકનો ફોટો બાજુમાં પીપળાનું ઝાડ છે તેના પર એમને ફાંસી અપાઈ હતી ફોટો અને મૂળ લેખઃ અમિત ભગતઃ સંદર્ભઃ http www livehistoryindia com snapshort histories 2019 05 10 baburao sedmake adivasi hero of 1857 ૦૦૦ ગંગુ મહેતર અને બીજા દલિત વીરો ઇતિહાસના પાને ન ચડ્યા હોય તેવા અનેક વીરોમાં આજે આપણે જેમને દલિત તરીકે ઓળખીએ છીએ તેવી ભંગી ચમાર પાસી વગેરે કોમોનો પણ બહુ મોટો ફાળો રહ્યો છે પરંતુ એ સ્થાનિક લોકકથાઓમાં જ મળે છે આમાંથી ગંગુ મહેતર અથવા ગંગુ બાબાની કથા વધારે જાણીતી છે ગંગુ મહેતર બિઠૂરનો રહેવાસી હતો નાનાસાહેબ પેશવાને પણ કંપનીએ બિઠુરમાં નિવાસ આપ્યો હતો નાન...
|