Meta tags:
description= 4 posts published by Dipak Dholakia during September 2019;
Headings (most frequently used words):
ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, સંઘર્ષનો, નવો, માર્ગ, પ્રકરણઃ, ૧૮૮૫થી, ૧૯૧૫, dipak, ગદર, પાર્ટી, dholakia, spam, blocked, ૧૨, મહિનો, સપ્ટેમ્બર, 2019, 15, 14, 13, 12, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૧૫, લંડનમાં, ઇંડિયા, હાઉસ, ૧૪, ભારતમાં, ક્રાન્તિનો, પ્રયાસ, કામાગાટા, મારૂ, જહાજની, ઐતિહાસિક, ઘટના,
Text of the page (most frequently used words):
અને (97), હતા (51), 2019 (34), ગદર (32), એમને (30), #સપ્ટેમ્બર (29), ઓક્ટોબર (29), નવેમ્બર (29), સિંઘ (29), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), ગયા (28), ઓગસ્ટ (27), માટે (27), જુલાઇ (26), 2024 (25), હતી (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2020 (24), 2021 (24), 2023 (24), જહાજ (24), સાથે (24), પછી (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), કરી (21), એમણે (21), freedom (20), struggle (20), હતો (20), પરંતુ (19), હતું (19), 2013 (18), 2022 (18), કામાગાટા (18), 2011 (16), મુસાફરો (16), ભારત (15), એમની (15), 2014 (14), india (14), and (14), મારૂ (14), બીજા (14), ગયો (14), 2025 (13), dipak (13), slavery (13), for (13), સરકાર (13), કર્યું (13), આવી (13), હવે (13), એના (13), એટલે (12), ગુરદિત્ત (12), કોઈ (12), પાર્ટીના (12), આવ્યા (12), dholakia (11), ઇંડિયા (11), સામે (11), ત્યાં (11), બધા (11), com (10), આપી (10), પાછા (10), એમના (10), કૅનેડા (10), મળી (10), સરકારે (10), કર્યો (10), કરવામાં (10), શરૂ (9), મારી (9), બીજી (9), ભારતમાં (9), તૈયાર (9), મુસાફરોને (9), ભાગ (9), હોય (9), દીધી (9), એમાં (9), બહુ (9), બ્રિટિશ (9), ત્યારે (9), પાર્ટી (9), martyrs (8), indian (8), part (8), chapter (8), ગુલામી (8), આઝાદી (8), માટેનો (8), સંઘર્ષ (8), નહોતી (8), કરતા (8), હજાર (8), દિવસે (8), ગયું (8), પોલીસ (8), નથી (8), તેમ (8), પાર્ટીએ (8), રીતે (8), એણે (8), કેસ (8), કરો (7), એને (7), લઈને (7), આવ્યો (7), થયા (7), નવો (7), છતાં (7), નક્કી (7), કારણે (7), કામ (7), સજા (7), બારી (6), daanishbooks (6), isbn (6), 978 (6), 81144 (6), દેશ (6), પહોંચી (6), જહાજના (6), ઘટના (6), વખતે (6), જહાજને (6), બંદરે (6), પહેલાં (6), તૈયારી (6), લોકોને (6), આમાં (6), સીધા (6), ત્યાંથી (6), નહોતું (6), હતાં (6), ટ્રેનમાં (6), કલકત્તા (6), કરવા (6), ગદરી (6), કરીને (6), શ્યામજી (6), like (5), શોધો (5), મૂળ (5), આવતા (5), થયું (5), વૅનકુવર (5), નીકળી (5), તરત (5), મુસાફરોએ (5), જેથી (5), લીધું (5), હોંગકોંગ (5), તપાસ (5), સિંઘે (5), નહીં (5), બ્રિટન (5), સરકારની (5), પડી (5), ઘણી (5), મળ્યા (5), મુખ્ય (5), અંગ્રેજ (5), હુમલો (5), પોલીસે (5), કંઈ (5), કહ્યું (5), જઈને (5), નેતાઓ (5), કરતાર (5), સરાભા (5), વિદ્રોહ (5), બન્યા (5), ગદરીઓ (5), રાજા (5), નામ (4), blocked (4), નવી (4), spam (4), ગુરુ (4), uncategorized (4), adventurous (4), subhashbabu (4), webgurjari (4), વેબગુર્જરી (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), www (4), કૅનેડામાં (4), વિશે (4), ભગત (4), પ્રથમ (4), સંદર્ભઃ (4), આગળ (4), સુધી (4), અંતે (4), ૨૩મી (4), સવારે (4), પોલીસો (4), માં (4), ભાગી (4), જાય (4), લાગ્યા (4), નહોતો (4), જવાનો (4), જહાજમાં (4), સરકારી (4), બાજુ (4), વિરુદ્ધ (4), શકાય (4), જાણ (4), ડૉલર (4), ચાર (4), રાખી (4), તેમાં (4), ભાઈ (4), બલવંત (4), મળ્યો (4), સરદાર (4), સામાન (4), આપ્યો (4), ઊતરવા (4), લીધી (4), દીધા (4), ફરી (4), સીધી (4), ટિકિટ (4), જોઈએ (4), તરીકે (4), એનો (4), એટલું (4), કરવાના (4), પ્રકરણઃ (4), ૧૮૮૫થી (4), ૧૯૧૫ (4), સંઘર્ષનો (4), માર્ગ (4), આના (4), લાગ્યું (4), લીધો (4), પિસ્તોલ (4), માર્યો (4), હુમલા (4), પાડી (4), પહોંચાડી (4), સોહન (4), દિવસ (4), વાર (4), હુકમ (4), બદલે (4), ઊતર્યા (4), મદદ (4), જાપાનમાં (4), કરવાની (4), ભકના (4), ફાંસીની (4), લાહોર (4), રહી (4), અહીં (4), મહેન્દ્ર (4), પ્રધાન (4), કૃષ્ણ (4), this (3), wordpress (3), other (3), દ્વારા (3), leave (3), comment (3), કૅનેડિયન (3), gmai (3), સંપર્કઃ (3), હાર્ડ (3), બાઉંડ (3), પેપરબૅક (3), गदर (3), पार्टी (3), इतिहास (3), प्रथम (3), भाग (3), 1912 (3), યાદગાર (3), કમિટી (3), જાલંધર (3), આવૃત્તિઃ (3), પંજાબી (3), ૧૯૬૧ (3), આવૃત્તિ (3), ૧૯૬૯ (3), હિન્દી (3), અનુવાદ (3), ૨૦૧૩ (3), ૦૦૦ (3), કથા (3), હજી (3), શું (3), બ્રિટનની (3), છોડી (3), પહોંચાડવા (3), તરફ (3), આવવા (3), કૅનેડાના (3), મારૂની (3), યુદ્ધ (3), મોટી (3), શક્યા (3), હટી (3), દીધો (3), બધું (3), દીધાં (3), બની (3), પ્રમાણે (3), પાસે (3), એમનો (3), વૅનકુવરથી (3), જવાના (3), સરકારને (3), નહોતા (3), વગેરે (3), શીખોની (3), દીવાન (3), લેવા (3), એકઠા (3), થયો (3), રોષ (3), ફેલાઈ (3), કરવાનું (3), પોતે (3), દેવા (3), પહોંચ્યું (3), ઘેરી (3), નિષ્ફળ (3), થાય (3), મળ્યું (3), લીધા (3), હિન્દીઓ (3), આવીને (3), માત્ર (3), બન્યું (3), માટેના (3), હાથમાં (3), અમુક (3), લોકો (3), આવતો (3), બહાર (3), જહાજની (3), ગદરના (3), બજારમાં (3), અફસરો (3), સિંઘને (3), જણે (3), ગોળી (3), ટુકડી (3), ઘણા (3), વગર (3), સહિત (3), બેસી (3), બજબજ (3), ઘાટ (3), તેઓ (3), સ્ટેશને (3), રહ્યા (3), ગોળીઓ (3), બધી (3), ત્રણ (3), ખાસ (3), યોજના (3), સંપર્કમાં (3), પોલીસને (3), દેવાની (3), શંકા (3), બધાને (3), પ્રમુખ (3), બળવા (3), ઑગસ્ટે (3), પહેલા (3), ગદરીઓએ (3), માહિતી (3), મકાનમાં (3), મોટો (3), વિદ્રોહીઓ (3), શકે (3), કરતી (3), લાભ (3), મળીને (3), ટેકો (3), અંગ્રેજો (3), આરઝી (3), હકુમત (3), જેમાં (3), પ્રતાપ (3), કરવાનો (3), ક્રાન્તિકારી (3), હત્યા (3), હાઉસ (3), લંડનમાં (3), લંડન (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 368 (2), મહિનો (2), પસંદ (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), history (2), email (2), address (2), સંદેશ (2), komagata (2), maru (2), લિંકઃ (2), ચાલશે (2), જવા (2), ખાધાખોરાકી (2), જુલાઈએ (2), પડ્યું (2), લગોલગ (2), દીધું (2), જુલાઈની (2), જતું (2), પહોંચ્યા (2), પરથી (2), ગોઠવીને (2), નીચે (2), મુસાફરોમાં (2), નાની (2), સિંઘના (2), જગ્યાએ (2), ગોઠવી (2), બહારથી (2), તાળાં (2), ધંધો (2), નવા (2), હિસાબ (2), કારણ (2), સ્થિતિમાં (2), જવાની (2), છૂટ (2), હપ્તો (2), ભરવાનો (2), સમય (2), લીઝ (2), ગુરુદ્વારામાં (2), હસન (2), એમાંથી (2), કેનેડાના (2), અનાજપાણી (2), પહોંચાડવાનું (2), આની (2), અમેરિકા (2), ખરેખર (2), દરમિયાન (2), તાર (2), મોકલી (2), વચ્ચે (2), હિન્દુસ્તાનીઓને (2), લોકોની (2), વિચાર (2), હિંમત (2), કલકત્તાથી (2), શાંગહાઈ (2), ચડ્યા (2), મુસાફર (2), ડોમિનિયન (2), સખત (2), જતી (2), સત્તા (2), જેવી (2), બંધન (2), તેની (2), યુરોપ (2), શક્ય (2), હોવા (2), આઝાદીની (2), આઝાદીના (2), એવી (2), વણાઈ (2), જાણે (2), તેને (2), ગદરની (2), ગયાં (2), આપણા (2), દેશમાં (2), ઐતિહાસિક (2), અંગ (2), છૂટ્યા (2), સાતને (2), ગંભીર (2), પડ્યા (2), ટ્રેન (2), કરવો (2), સબદ (2), લાગી (2), ઈસ્ટવૂડ (2), સોટી (2), એનું (2), ગ્રંથસાહેબ (2), સૌને (2), કાઢીને (2), કોઈને (2), જહાજમાંથી (2), છુપાવીને (2), ગોળીબાર (2), સૈનિકોની (2), નિશાન (2), કેટલાક (2), સિપાઈ (2), બનાવ્યા (2), શિકાર (2), સુખાસન (2), ગોરા (2), માનતા (2), તેમાંથી (2), બાકીના (2), સિપાઈઓ (2), ચડી (2), ફેંકી (2), ભરીને (2), પિસ્તોલો (2), દઈને (2), તેવી (2), સપ્ટેમ્બરે (2), જહાજથી (2), બેસાડી (2), પંજાબ (2), રવાના (2), વિશ્વયુદ્ધ (2), આખા (2), લાગે (2), મદ્રાસ (2), રસ્તામાં (2), રોકાવાની (2), નામના (2), દેવાયું (2), આવવાનો (2), રાજદૂતે (2), વાત (2), યેન (2), માગતા (2), પરવાનગી (2), સોહનસિંઘ (2), ભકનાને (2), મોકલ્યા (2), નેતાઓએ (2), પેટીઓ (2), અંધારામાં (2), યોકોહામામાં (2), હરનામ (2), બરકતુલ્લાહ (2), અંગ્રેજી (2), ૧૬મી (2), હોંગકોંગમાં (2), આશા (2), પાણી (2), ૧૯૧૫ની (2), સુરૈણ (2), ફાંસી (2), દેવાઈ (2), જણને (2), દયાની (2), અરજી (2), રાતે (2), અધિકારી (2), સમાચાર (2), વર્ષના (2), કબૂલ્યું (2), આપવામાં (2), નેતા (2), મોતની (2), બદલી (2), સાંભળીને (2), જ્વાલા (2), મારવાનો (2), જુદા (2), ઇતિહાસમાં (2), કાવતરા (2), પંજાબના (2), વ્યાપક (2), છાપો (2), પકડી (2), ફેબ્રુઆરીએ (2), ચબ્બા (2), ગામે (2), ધાડ (2), પોલીસના (2), પાર્ટીમાં (2), જવાબદારી (2), કૃપાલ (2), આવ્યું (2), કંઈક (2), જ્યાં (2), રાહ (2), ૧૯મીની (2), પકડાઈ (2), હારી (2), બનાવી (2), જતા (2), જોઈને (2), જોયા (2), પોલીસની (2), ધીમે (2), પ્રચાર (2), ચાલ્યા (2), માસ્ટર (2), ભૂમિકા (2), ભજવી (2), ઉપયોગ (2), દાખલા (2), બ્રિટનના (2), ઘટનાથી (2), હેઠળ (2), જુદાં (2), પહેલી (2), આશ્રમમાં (2), અફઘાનિસ્તાનમાં (2), મૌલવી (2), અમીરને (2), સિંધી (2), અફઘાનિસ્તાન (2), જવાનું (2), જંગ (2), એમનું (2), બેઠાં (2), જાઓ (2), દુનિયાના (2), પાર્ટીની (2), શરૂઆત (2), ભારતીય (2), ક્રાન્તિકારીઓ (2), હાઉસના (2), સાવરકર (2), હિન્દુ (2), વીરેન્દ્ર (2), ચટ્ટોપાધ્યાય (2), રાજકીય (2), કર્નલ (2), વાઇલીની (2), વર્માનું (2), માંડવી (2), કચ્છ (2), હાઉસની (2), શ્યામજીએ (2), અખબાર (2), મૅડમ (2), ભીકાઈજી (2), ક્રાન્તિકારીઓએ (2), કમિશનરની (2), ચાપેકર (2), દયાનંદ (2), અજમેરમાં (2), ભારતની (2), મોનિયેર (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, https, smithsonianmag, story, sad, mark, canadas, past, 180959160, prejudice, discrimination, ભેદભાવ, ઍનસાઇક્લોપીડિયાની, ફોટા, વિશેની, પૂરક, વિગતો, article, એનસાઇક્લોપીડિયાની, અંકમાં, આવતાં, સામ્રાજ્યવાદી, ખૂનખરાબીની, કેનેડાની, દબાણ, સંમત, જહાજે, છોડ્યું, વારના, હુમલામાં, સત્તાવાળાઓએ, લાવી, ગોળા, છોડવાની, ધમકી, ૧૯મી, ૨૫૦, હથિયારધારી, લાઇન, નામની, tug, જહાજોને, ખેંચીને, કિનારે, લાંગરવા, મોટું, દોરડાથી, તગને, જોડી, દોરડું, કાપી, નાખ્યું, ગરમ, વરાળ, પાઇપ, વાટે, છોડવામાં, દૂર, સીડીઓ, ચડવા, ઉપરથી, પટકવા, ઈજાથી, બચ્યો, છેવટે, ઉપર, નિર્ણય, કૅનેડાવાસી, પંજાબીઓ, નિર્ણયનો, વિરોધ, કોલસા, ભરવાની, એંજિનની, પહેરો, અધિકારીઓ, ખુલ્લેઆમ, કહેતા, હતાઃ, kill, them, હાથે, ચડ્યું, ખરાબ, પડેલાં, તૂટેલાં, મશીનોના, વાંસના, દંડા, સળિયા, એકઠું, કર્મચારીઓને, રૂમોમાં, નાખીને, મુસાફરોનો, બળવો, શુદ્ધ, કહી, મારૂના, મુસાફરના, જણાવ્યા, લીઝધારકોએ, બધો, માગ્યો, નફાનુકસાનમાં, ઉતારવાનું, આંદોલન, ચાલતું, વચ્ચેથી, સાથીઓએ, ઇરાદાની, લીઝધારકોના, ડૂબતા, ખાધાખોરાકીમાં, પૈસા, ખર્ચવા, દરમિયાનગીરી, આપવા, મૅડિકલ, લાંબી, કાર્યવાહી, અધવચ્ચમાં, મારૂને, ઑફિસરોએ, નફાનુકસાનનો, ભાડાનો, ડૉલરનો, ત્રીજો, વસતા, ખાલસા, સોસાઇટી, યુનાઇટેડ, લીગને, વિનંતિ, ૩૧મી, ૧૯૧૪ના, સાતસો, હિન્દુસ્તાનીઓની, મીટિંગ, શેઠ, રહીમની, અપીલને, જબ્બર, આવકાર, ચડત, ચુકવાઈ, રહીમના, નામે, કરાર, નાગરિકોનું, લાંગરવાનો, અધિકાર, એકની, સૌના, આરોગ્યની, ખાતરી, બહાનું, આપ્યું, ડૉક્ટરનું, સર્ટીફિકેટ, ખોવાઈ, કરાવવા, ડૉક્ટરોની, ટીમ, મોકલવાનું, વિલંબ, ખૂટવા, આવ્યાં, ઇંગ્લૅન્ડની, રાણીને, મોકલીને, અનાજ, ખૂટી, દરમિયાનગીરીથી, કેનેડા, ખાધાખોરાકીનો, પડવા, માગતી, પૂરી, મેના, રોજ, દળે, જાણીને, ધક્કા, સ્થાનિક, ભીડ, તમાશો, જોવા, ઊમટી, કંપનીઓને, મનાવવાના, પ્રયત્નો, રહેતાં, પોતાનું, સાહસિક, કોંટ્રૅક્ટર, સિઘે, હિન્દીઓને, કમાણી, હોંગકોંગનું, શકતું, થવા, જાપાનના, મોજો, બંદરેથી, સીધું, કૅનેડાની, હિન્દુસ્તાનની, આનો, ઉપાય, મેળવવા, મથતા, આપનારી, કંપનીઓ, ડરીને, પાછી, ઓગણીસમી, સદીમાં, દેશમાંથી, સશક્ત, વ્યક્તિ, વસી, શકતી, માંદા, વયોવૃદ્ધોને, પ્રવેશ, મળતો, ૧૮૭૯માં, કૉલોનીમાંથી, રાજ્ય, આંતરિક, વ્યવહાર, કાયદા, બનાવવાની, વસનારાની, વસ્તી, વધી, આથી, સ્થાયી, થયેલા, યુરોપિયનોને, રોજગાર, જોખમ, તોળાતું, દેખાયું, ચીની, નાગરિકોના, આગમન, પ્રતિબંધો, લાગુ, કરાયા, વસાહતોમાંથી, આવનારા, નહોતાં, કેનેડાએ, એવો, કાયદો, બનાવ્યો, બ્રિટીશ, વસાહતમાંથી, મુસાફરીની, હોવી, કદાચ, એશિયનો, ઈંધણ, ભરવા, માર્ગમાં, રોકાયું, મુસાફરી, ગણાતી, ઉપરાંત, વસવા, તેણે, ૨૦૦, આપવાના, રકમ, ગમે, કેમ, લેવી, સવાલ, ઘટનાઓ, ચક્રની, બનતી, ઇતિહાસના, એવા, વળાંક, બને, પ્રવાહ, જોડાઈ, ઘટનાને, જગવેલી, મશાલ, સીધો, સંબંધ, દેશની, સંગ્રામ, ખરું, વસાહતોમાં, વર્તાવ, થતો, ભડકી, વસાહતોના, શાસકોની, નીતિઓનો, ભોગ, વ્યાપારી, સ્વાર્થનાં, લક્ષણો, એવાં, એકમેક, આજે, નોખાં, પાડવાનું, કેનેડામાં, વસવાટ, કાયદાઓનો, ઇતિહાસ, આખી, ઘટનાનો, સંદર્ભ, સ્પષ્ટ, પ્રચલિત, કોમાગાતા, સશસ્ત્ર, સંઘર્ષના, ઇતિહાસનું, મહત્વનું, ઝાડમાં, ફૂટેલી, શાખા, મહત્વની, આડકથા, કાર્યક્રમનો, સૈદ્ધાંતિક, સિદ્ધાંતોની, નજીક, કથાનો, અંત, ધીંગાણું, બંધ, અંધાધૂંધીમાં, પચાસ, સાઠ, જણના, જાન, લાશો, સમુદ્રકાંઠે, ઈજાઓ, હૉસ્પિટલ, ૨૯ને, કેદ, લેવાયા, પંચ, નિમાયું, તેના, રિપોર્ટ, ૩૨૧માંથી, ૨૬૦, જેલોમાં, ૧૯નાં, મોત, ગોળીથી, થયાં, રંતુ, ટ્રેનની, વેતરણ, સાંજ, ઢળી, ચૂકી, અંધારું, રાતવાસો, ખાલી, જગ્યામાં, પડે, સુખાસનને, બેઠા, કીર્તનમાં, સુપરિન્ટેન્ડન્ટ, બોલાવવા, સમક્ષ, આવવું, અપમાન, જેવું, ગુસ્સાની, લહેર, દોડી, ઈસ્ટવૂડને, હાથની, ઝુંટવી, ઈસ્ટવૂડે, ઈજા, ભભૂકી, ઊઠ્યો, મુંશા, નામનો, ઊતરતી, લાવ્યો, વળતો, અફસર, પૅટ્રીને, જાંઘમાં, વાગી, રેલવે, સ્ટેશનના, પ્લેટફોર્મ, બંદુકધારી, ઊભી, મુસાફરોના, હુમલાથી, બચવા, જતાં, સૈનિકોના, ગોળીઓની, રમઝટ, બંદૂકો, તલવારો, ઝુંટવીને, માર્યા, ઘાયલ, ફોજીઓના, ટકી, બજાર, ભાગ્યા, દુકાનદાર, બન્યો, રક્તપાત, પોતાનો, ગ્રંથસાહેબનું, ઉપાડી, પોલીસનું, અફસરોનું, ચાલે, તડાં, ઝઘડો, વહોરી, લેવો, બાળકો, ૩૨૧, ઊતરીને, બેસવાની, માગણી, ગ્રંથસાહેબને, કલકત્તાના, મૂકીને, બીજાં, કામો, કરશે, ધકેલતાં, કીર્તન, કરવું, સમજાતું, ઓચિંતા, ઊંચકીને, ચાલવા, હોવાને, બળજબરી, વાપરી, રોકવાની, કોશિશ, વાળવામાં, કલાકો, કાલપીમાં, લાંગર્યું, પોલિસો, ઝડતી, પાર્ટીનાં, ચોપાનિયાં, છાપાં, સમુદ્રમાં, ભકનાએ, પેટી, કટાઈ, આવે, સારી, સંતાડીને, ખૂણેખૂણે, કેટલીયે, વાંધાજનક, ૨૯મી, પોલિસે, કાલપીથી, રાખવામાં, ઉતારીને, તેનાં, અઠવાડિયાં, પહેલું, ગળાડૂબ, એશિયામાં, જાસૂસી, તંત્ર, સક્રિય, કાર્યકર્તાઓ, નજરમાં, જાણતી, વિદેશથી, માણસની, હિલચાલ, શંકાસ્પદ, પકડીને, હવાલે, બંગાળ, પ્રાંતોને, કડક, જાપ્તો, કોબેથી, સિંગાપોરમાં, ૨૬મી, હુગલીમાં, કાલપી, રોકી, દાનત, સાફ, મુસાફરોની, આધાર, વિનાની, માલિકો, યોકોહામાથી, કોબે, કોબેમાં, તોતી, રામ, મનસુખાની, જવાહર, લાલે, મુસાફરોનું, ભવ્ય, સ્વાગત, રાજદૂતની, કચેરીએ, દેલીગેશન, રાજદૂતને, માનીને, આપવાની, ભલામણ, માની, દેવાયા, કલકતાને, કલકતા, અંગત, કારણો, આપ્યાં, લાંગરવાની, અમેરિકાથી, બસ્સો, પેટીમાં, હોટેલમાં, જાપાનની, હથિયારો, બીડું, ઝડપ્યું, હોડી, ચડાવી, રાતના, સાવચેતીથી, દોરડાં, બાંધીને, બાબા, સોહનસિંઘને, બાબાએ, જોશીલું, ભાષણ, આહ્વાન, બળવાની, તબક્કે, નીકળ્યું, મહિના, રહેવું, પાર્ટીવાળા, ખુલ્લી, વાતચીત, લોટની, ગૂણોમાં, અખબારની, નકલો, પહોંચાડતા, શકતા, એવું, મૌલના, મળતા, શાસને, વર્તાવેલા, કેરની, વાતો, સમજાવતા, હકુમતને, જડમૂળથી, ઉખાડી, ફેંકવા, લલકારતા, છોડ્યા, યોકોહામા, કામધંધો, શોધવાની, વળ્યું, મુશ્કેલી, ખાવાપીવાનો, સુધીનો, નવેમ્બરની, જગત, સુરસિંઘ, વિષ્ણુ, ગણેશ, પિંગલે, સ્યાલકોટિયા, ભાઈઓ, બખ્શીશ, લાહોરની, જેલમાં, આગલી, ગદરનાં, ગીતો, ગાતા, મળસ્કે, જેલનો, આપ્યા, જણની, ઉંમરકેદમાં, ફેરવી, સરાભાએ, જજે, ઉંમરને, ધ્યાનમાં, અપરાધ, કબૂલ, સરાભાને, જવાબ, કૅનેડાથી, આવેલા, ખુર્દપુર, ઑડ્વાયરે, લખ્યું, ખૂંખાર, ટિપ્પણીને, આરોપીઓની, ઓળખ, પરેડમાં, સાક્ષી, આરોપીઓને, ઓળખી, શક્યો, આરોપીઓએ, પાઘડીઓ, નાખી, ઓળખાતા, આરોપીઓમાંથી, પાઘડી, ચહેરા, બદલ્યા, ખિજાયો, ત્રીસ, કોરડા, દાખલ, માંડવામાં, ઓળખાય, અપાઈ, ગવર્નર, માઇક્લ, ઑડ્વાયરને, શાંતિ, ડિફેન્સ, ઍક્ટ, મંજૂર, કરાવ્યો, સત્તાઓ, મેળવી, તૈયારીમાં, ભારે, નુકસાનકારક, સાબીત, પકડાયેલા, ગદરીઓમાંથી, કાકા, જુલમને, કબૂલી, પ્રવૃત્તિઓ, ડેપ્યુટી, સુપરિંટેંડન્ટ, લિયાકત, હયાત, ખાનને, જાસુસ, સોંપી, લિયાકતે, શખ્સ, મારફતે, ડિવીઝનમાં, ભત્રીજા, કામે, લગાડ્યો, ૨૧મી, થશે, બલવંતે, જાણી, ચર્ચા, ૧૪મીએ, લાહોરમાં, બલવંતનો, પોલીસમાં, સંપર્ક, અમૃતસરમાં, બેઠકની, બલવંતને, નજીકના, મોકલ્યો, કરે, બેઠક, અર્થ, ભેગા, જોવી, આવા, બનાવો, ૨૧મીને, ૧૯મીએ, જાસૂસો, રહે, સંકેત, જેટલા, ફિરોઝપુરથી, પચાસેક, સરાભાની, સરદારી, ઢોલ, હાર્મોનિયમ, રાખ્યાં, કીર્તનનો, જથ્થો, મંડળી, હેમખેમ, ૨૦મીની, ચડભડ, ચલાવી, પીવા, રોકાયા, ત્રણમાંથી, ગામમાં, શસ્ત્રાગારો, હુમલાની, ટોળી, સલામત, લાગતાં, ફર્યા, કદીયે, પ્રયાસની, ફિરોઝપુર, કૅંટોનમેન્ટ, નિષ્ફળતા, ્હુમલો, ઇરાદે, ૩૦મી, સુધીમાં, આર્મીનાં, હથિયાર, કૅમ્પમાંથી, જશે, બેસીને, ટાંગાઓ, સંયોગોવશાત, દળનો, સિપાઈઓએ, ટાંગા, રોકીને, જમીન, સિપાઈને, સૂઝ્યું, રહમત, અલી, વાજિદને, થપ્પડ, કચ્ચરમનને, ગુસ્સો, જાચ્યા, ઓઢેલી, ચાદરમાં, છુપાવેલી, સિપાઈઓની, ટુકડીનો, લીડર, બચાવમાં, આવેલો, બીજો, પછીં, જવાને, ઝાડીઓમાં, છુપાઈ, થોડી, વારમાં, વિસ્તારને, બચી, નિશાને, ચલાવીને, તાબડતોબ, મૃત્યુદંડ, બીજાને, કેદની, ભાગેડૂ, જાહેર, સૈન્યમાં, ઘૂસવાનું, સૈનિકો, સિપાઈઓમાં, ઘણાખરા, ગામડાંના, પાર્ટીનો, પહોંચ્યો, સ્તરે, તરફથી, સહકાર, મળવાની, આર્મી, કૅમ્પો, ડિવીઝનના, સામેલ, થવાના, હેડ, ક્વાર્ટર્સ, આર્મીનાઅ, ગ્રંથિએ, ધાર્મિક, શીખ, કર્મચારીએ, વાર્યા, ઘોડેસવારો, મોડેથી, કૅમ્પ, શિક્ષણ, સંસ્થાઓ, અંગ્રેજોનો, કબજો, સ્કૂલનો, પ્રિંસિપાલ, શીખો, આને, સાંસ્કૃતિક, વર્ચસ્વવાદ, ભાવનાઓને, સતેજ, શિક્ષિત, વર્ગનો, ફાળો, રહ્યો, ચતુર, સુંદર, આગળપડતી, સંખ્યા, ધર્મની, સીમાઓની, રહીને, ધર્મભાવનાને, ઠેસ, ઘટનાઓનો, લાગતા, વળગતા, સંપ્રદાયના, ઊભા, વિશ્વયુદ્ધમાં, તુર્કી, સામા, પક્ષે, મુસલમાનોમાં, મુસલમાનોને, પ્રોત્સાહિત, કર્યા, દિલ્હીમાં, ગુરુદ્વારા, રકાબગંજની, દીવાલ, તોડી, પાડવાની, શીખોમાં, ઉશ્કેરાટ, નાનસંગ, ધરપકડ, લુધિયાના, દેખરેખ, કરતારસિંઘ, મુલાકાત, દેશના, નેતાઓને, કરવી, લાંબા, જેલવાસમાં, દેવામાં, થોડા, દિવસો, તોશામારૂ, ૧૭૩, રાવલપીંડી, જેલભેગા, નીકળેલા, જહાજોમાં, પહોંચવાના, બદલવાનું, હિલચાલની, માટેનું, ગોઠવવામાં, જાણીજોઈને, થતી, હિન્દુસ્તાનીઓમાં, જોશપૂર્વક, સમયનો, આંકડા, આંકડો, ક્લિક, પ્રતાપનું, ૧૯૭૯માં, અવસાન, વધારે, અમીર, ખુલ્લો, આપતાં, ડરતો, લડવા, જાપાન, વર્ષ, ગાંધીજીના, અમીરે, દેખાડી, હિન્દુસ્તાની, દેશભક્તોએ, કામચલાઉ, સરકારના, વડા, ઓબેદુલ્લાહ, ગૃહ, બશીર, ચંપક, રમણ, પિલ્લૈ, વિદેશ, મૌલાના, બરકતુલ્લાહને, ફરમાન, ત્યાંના, મેળવવાનો, સરહદી, પઠાણોને, માંડવા, ઑબેદુલ્લાહ, જર્મનીમાં, વિલ્હેલ્મ, કૈસરને, કૈસર, માનતો, સ્સાથ, આપે, જિંદ, પટિયાલા, નાભાને, અંગ્રેજોના, હાથમાંથી, છોડાવી, જર્મની, બન્નેને, થીઓ, હિન્દુસ્તાન, પહોંચવાનો, મોકલાયો, પંડિત, સોહનલાલ, પાઠકે, થાઈલૅન્ડ, બર્મા, એટલા, ઉતાવળમાં, મીટિંગોની, રઘુવર, દયાલ, ગુપ્તા, જોશ, બરાબરી, પાંચમી, મુખપત્રમાં, છાપી, પોતાના, સભ્યોને, અમેરિકામાં, યોજનાઓ, વળે, ફોજમાં, ઘૂસો, ગામેગામ, ફરીને, સંગઠિત, નવેમ્બરના, અઠવાડિયા, આદેશ, પોતાને, ગામ, પહોંચીને, બગાવત, સોંપાઈ, ખૂણેખૂણેથી, હિન્દુસ્તાનીઓ, વિદ્રોહનો, એલાન, યુગાંતર, આગેવાન, પાંચ, ચર્ચાઓ, ચાલી, શક્તિ, સીમાઓનો, કયાસ, કાઢ્યો, ઉણપો, મરો, મૂંગા, રહેવા, કરતાં, સારું, હાર, આવશે, ૧૯૧૪ની, ૨૫મી, જર્મનીએ, સર્બિયા, વિશ્વયુદ્ધની, ઑક્સનાંડમાં, હિન્દુસ્તાાનીઓની, સભામાં, જાહેરાત, યુદ્ધમાં, ચોથી, જોડાયું, યુરોપમાં, બ્રિટનને, હિન્દુસ્તાનમાંથી, હાંકી, કાઢો, લશ્કરી, આાવી, ક્રાન્તિનો, પ્રયાસ, ઇંટરનેટ, ઉપલબ્ધ, વિવિધ, સૂત્રો, હાઉસે, સંઘર્ષમાં, મહત્ત્વની, ક્રાન્ત્તિકારીઓ, ચિંતકોના, બ્રિટનમાં, કેટલાયે, પ્રભાવ, ક્રાન્તિકારીઓમાં, વૈચારિક, એકતા, શરૂઆતથી, રાષ્ટ્રવાદી, આંદામાનમાં, કારાવાસની, મહાસભાની, સ્થાપના, નાથ, વિચારોમાં, બીજે, છેડે, સામ્યવાદી, સરોજિની, નાયડૂ, અભિનેતા, હરિન, ચટ્ટોપાધ્યાયના, કમ્યુનિસ્ટ, સ્થાપકોમાં, રશિયા, સ્તાલીને, વિરોધીઓનો, ખાતમો, મદનલાલ, ઢીંગરા, જેવા, વીર, અનર્ગળ, દેશદાઝથી, તવાઈ, ઊતરી, ૧૯૧૦માં, હાઉસને, ફોટામાં, સ્મારક, જન્મસ્થાન, આવેલું, આબેહૂબ, પ્રતિકૃતિ, નિવાસસ્થાન, ભારતથી, મળવાનું, સ્થાન, ગાંધીજી, દક્ષિણ, આફ્રિકાના, હિન્દીઓનો, વર્માને, લંડનમાંથી, sociologist, એનાં, લખાણો, રાજદ્રોહી, ગણાવીને, બંધી, ફરમાવી, કામા, વિનાયક, દામોદર, સભ્ય, મદન, લાલ, ઢિંગરાએે, ૧૯૦૯માં, મંત્રીના, સહાયક, ચાલ્યો, નીડરતાથી, અંગ્રેજનું, લોહી, વહેવડાવવાનું, પાર, પાડ્યું, કામાના, માર્ગદર્શન, પૅરિસમાંથી, પ્રકાશિત, થતા, પૅરિસ, બંદે, માતરમ, શબ્દો, છાપીને, અંજલિ, આપીઃ, ૧૮૯૦માં, પૂના, પૂણે, પ્લૅગ, ફાટી, નીકળ્યો, અત્યાચારી, કામગીરી, અસંતોષ, ભાઈઓએ, ભાઈઓના, કૃત્યને, યુવાન, વયે, આર્યસમાજના, સ્થાપક, સરસ્વતીથી, પ્રભાવિત, રતલામ, છોડીને, સ્વામી, સરસ્વતીના, કેન્દ્રસ્થાન, ઉદયપુરના, રાજાની, સેવા, જૂનાગઢમાં, હકુમતમાંથી, સત્તામાંથી, વિશ્વાસ, ઊઠી, ૧૮૯૭માં, મહર્ષિ, દયાનંદની, સલાહથી, એમનામાં, સ્વદેશ, ગૌરવ, ઉભરાવા, વિદ્યાર્થીઓને, દેશપ્રેમ, જગાડવા, ૧૯૦૫માં, શ્યામજીની, કારકિર્દી, જેમ, રચના, વિદેશની, ભૂમિ, અઝાદી, લડનારા, મોટાં, કર્યાં, મોખરે, નોંધવા, બધાં, આંદોલનો, બંગભંગની, પ્રેરાયેલાં, માંગમાં, જુવાળ, બંગભંગ, આંદોલનને, વર્મા, માંડવીના, કર્મભૂમિ, ગરીબ, ઘરના, ભુજમાં, અભ્યાસ, મુંબઈ, ભણવા, સંસ્કૃતના, વિદ્વાન, વિલિયમ્સ, પરિચય, સંસ્કૃતમાં, પ્રતિભા, વિલિયમ્સે, ઑક્સફર્ડની, કૉલેજમાં, રતલામના, દેશી, રજવાડામાં, દીપક, ધોળકિયા, કંટેન્ટ,
Text of the page (random words):
પેટીઓ ચડાવી અને રાતના અંધારામાં સાવચેતીથી કામાગાટા મારૂ પાસે પહોંચી ગયા અને દોરડાં બાંધીને પેટીઓ જહાજમાં પહોંચાડી દીધી બીજા દિવસે એ લોકો બાબા સોહનસિંઘને લઈને જાણે કંઈ ન બન્યું હોય તેમ જહાજ પર ગયા બાબાએ મુસાફરો સામે જોશીલું ભાષણ કર્યું અને લોકોને બળવા માટે આહ્વાન કર્યું હવે જહાજના માલિકો આગળ આવ્યા એમણે જહાજને યોકોહામાથી કોબે બંદરે લઈ આવવાનો હુકમ કર્યો કોબેમાં પણ ગદર પાર્ટી હતી એના નેતાઓ તોતી રામ મનસુખાની અને જવાહર લાલે મુસાફરોનું ભવ્ય સ્વાગત કર્યું બધાને લઈને અંગ્રેજ રાજદૂતની કચેરીએ ગયા અને એક દેલીગેશન રાજદૂતને મળ્યું રાજદૂતે એમની વાત માનીને ભારતમાં અંગ્રેજ સરકારને મુસાફરો માટે ૧૯ હજાર યેન આપવાની ભલામણ કરી કે જેથી એમને સીધા કલકત્તા પહોંચાડી શકાય સરકાર માની ગઈ જહાજને ૧૯ હજાર યેન આપી દેવાયા પણ કલકતાને બદલે મદ્રાસ જવાનો હુકમ મળ્યો મુસાફરો કલકતા જ જવા માગતા હતા એમણે અંગત કારણો પણ આપ્યાં અંતે સરકારે કલકત્તા લાંગરવાની પરવાનગી આપી દીધી જહાજ કોબેથી રવાના થયું રસ્તામાં સિંગાપોરમાં રોકાવાની છૂટ ન મળી અને એ ૨૬મી સપ્ટેમ્બરે હુગલીમાં કાલપી નામના બંદરે જહાજ પહોંચ્યું અને ત્યાં જ રોકી દેવાયું મુસાફરોને આ કારણે શંકા પડી કે સરકારની દાનત સાફ નથી મુસાફરોની શંકા આધાર વિનાની નહોતી પ્રથમ વિશ્વયુદ્ધ અને કડક સરકારી જાપ્તો કામાગાટા મારૂ વૅનકુવરથી રવાના થયું તેનાં બે અઠવાડિયાં પહેલાં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું અને બ્રિટન એમાં ગળાડૂબ હતું આખા યુરોપ અને એશિયામાં એનું જાસૂસી તંત્ર બહુ સક્રિય થઈ ગયું હતું ગદર પાર્ટીના કાર્યકર્તાઓ સરકારની નજરમાં હતા અને જહાજના મુસાફરો ગદર પાર્ટીના સંપર્કમાં હતા તે સરકાર જાણતી હતી સરકારે વિદેશથી આવતા કોઈ પણ માણસની હિલચાલ શંકાસ્પદ લાગે તો એને પકડીને પોલીસને હવાલે કરી દેવાની બંગાળ અને મદ્રાસ પ્રાંતોને સત્તા આપી હતી જહાજ પર પોલીસ કાલપીમાં જહાજ લાંગર્યું કે તરત પોલિસો એમાં ઝડતી લેવા ચડી ગયા મુસાફરોએ તો એના માટે તૈયારી રાખી જ હતી એમણે ગદર પાર્ટીનાં ચોપાનિયાં છાપાં વગેરે પણ સમુદ્રમાં ફેંકી દીધાં હતાં ભાઈ સોહન સિંઘ ભકનાએ બે પેટી ભરીને પિસ્તોલો અને ગોળીઓ આપી હતી તેમાંથી ઘણી કટાઈ ગઈ હતી તે બધી પણ ફેંકી દઈને કામ આવે તેવી સારી પિસ્તોલો અને ગોળીઓ સંતાડીને રાખી દીધી હતી પોલીસે ત્રણ દિવસ જહાજના ખૂણેખૂણે કેટલીયે વાર તપાસ કરી પણ કંઈ વાંધાજનક ન મળ્યું એટલે ૨૯મી સપ્ટેમ્બરે પોલિસે જહાજને કાલપીથી બજબજ ઘાટ લઈ જવાનો હુકમ કર્યો બજબજ ઘાટ પર એક ખાસ ટ્રેન તૈયાર રાખવામાં આવી હતી સરકારની યોજના એવી હતી કે મુસાફરોને જહાજથી ઉતારીને સીધા ટ્રેનમાં બેસાડી દઈને પંજાબ પહોંચાડી દેવા પોલીસે મુસાફરોને પોતાનો સામાન સાથે લેવા ન દીધો પણ મુસાફરોએ ગુરુ ગ્રંથસાહેબનું સુખાસન ઉપાડી લીધું એમાં પોલીસનું કે એના ગોરા અફસરોનું કંઈ ચાલે એમ નહોતું પરંતુ મુસાફરોમાં પણ તડાં તો પડી જ ગયાં હતાં ઘણા માનતા હતા કે પોલીસ સાથે કારણ વગર ઝઘડો વહોરી ન લેવો જહાજમાં બે બાળકો સહિત ૩૨૧ મુસાફરો હતા તેમાંથી ૫૯ તો ટ્રેનમાં બેસી ગયા બાકીના મુસાફરોએ બજબજ ઘાટ પર ઊતરીને ટ્રેનમાં બેસવાની ના પાડી અને કલકત્તા જવાની માગણી કરી એમણે કહ્યું કે તેઓ ગુરુ ગ્રંથસાહેબને કલકત્તાના ગુરુદ્વારામાં મૂકીને પછી જ બીજાં કામો કરશે સિપાઈઓ એમને ધકેલતાં સ્ટેશને લઈ ગયા પણ એ ટ્રેનમાં ન ચડ્યા અને બેસી જઈને સબદ કીર્તન કરવા લાગ્યા શું કરવું તે કોઈને સમજાતું નહોતું ઓચિંતા જ મુસાફરો સુખાસન ઊંચકીને કલકત્તા તરફ ચાલવા લાગ્યા ગુરુ ગ્રંથસાહેબ હોવાને કારણે એમની સામે બળજબરી પણ વાપરી શકાય તેમ નહોતું ગોરા અફસરો એમને રોકવાની કોશિશ કરતા રહ્યા પણ એમને પાછા વાળવામાં કલાકો લાગી ગયા અંતે જો કે એમણે બધા મુસાફરોને સ્ટેશને પહોંચાડી દીધા રક્તપાત પ રંતુ એમની ટ્રેન તો નીકળી ગઈ હતી અફસરો બીજી ટ્રેનની વેતરણ કરતા હતા ત્યારે સાંજ ઢળી ચૂકી હતી અને અંધારું ઊતરવા લાગ્યું હતું રાતવાસો કોઈ ખાલી જગ્યામાં કરવો પડે એમ હતું મુસાફરો ફરી સુખાસનને ગોઠવીને બેઠા અને સબદ કીર્તનમાં લાગી ગયા એ જ વખતે સુપરિન્ટેન્ડન્ટ ઈસ્ટવૂડ હાથમાં સોટી સાથે ગુરદિત્ત સિંઘને બોલાવવા આવ્યો એનું આ રીતે ગ્રંથસાહેબ સમક્ષ આવવું સૌને અપમાન જેવું લાગ્યું ગુસ્સાની એક લહેર દોડી ગઈ એમણે ઈસ્ટવૂડને ઘેરી લીધો એક જણે એના હાથની સોટી ઝુંટવી લીધી ઈસ્ટવૂડે પિસ્તોલ કાઢીને બે ગોળી છોડી કોઈને ઈજા ન થઈ પણ રોષ ભભૂકી ઊઠ્યો મુંશા સિંઘ નામનો એક મુસાફર જહાજમાંથી ઊતરતી વખતે એક પિસ્તોલ છુપાવીને લાવ્યો હતો એણે વળતો ગોળીબાર કર્યો તેમાં ઈસ્ટવૂડ માર્યો ગયો બીજા એક અફસર પૅટ્રીને જાંઘમાં ગોળી વાગી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બંદુકધારી સૈનિકોની ટુકડી ઊભી હતી અંગ્રેજ અફસરો મુસાફરોના હુમલાથી બચવા હટી જતાં હવે આ મુસાફરો સૈનિકોના સીધા નિશાન પર હતા ગોળીઓની રમઝટ વચ્ચે પણ મુસાફરોએ પોલીસો પર હુમલો કર્યો એમની બંદૂકો અને તલવારો ઝુંટવીને એમના પર જ હુમલો કર્યો કેટલાક સિપાઈ આમાં માર્યા ગયા કે ઘાયલ થયા પરંતુ ફોજીઓના હુમલા સામે મુસાફરો ટકી ન શક્યા એ બજાર તરફ ભાગ્યા તો પણ એમને નિશાન બનાવ્યા આમાં એક દુકાનદાર પણ શિકાર બન્યો ધીંગાણું બંધ થયું ત્યારે આ અંધાધૂંધીમાં પચાસ સાઠ મુસાફરો ભાગી છૂટ્યા હતા ૧૨ જણના જાન ગયા બીજી લાશો સમુદ્રકાંઠે કે બજારમાં મળી સાતને ગંભીર ઈજાઓ સાથે હૉસ્પિટલ પહોંચાડવા પડ્યા બીજા ૨૯ને કેદ કરી લેવાયા આના માટે તપાસ પંચ નિમાયું તેના રિપોર્ટ પ્રમાણે ૩૨૧માંથી ૨૬૦ જેલોમાં હતા અને ૧૯નાં મોત ગોળીથી થયાં હતાં ૦૦૦ કામાગાટા મારૂની ઘટના ગદર પાર્ટીના સશસ્ત્ર સંઘર્ષના ઇતિહાસનું મહત્વનું અંગ છે પરંતુ મુખ્ય અંગ નથી એ મુખ્ય ઝાડમાં ફૂટેલી નવી શાખા છે એક મહત્વની આડકથા છે એ કથા ગદર પાર્ટીના કાર્યક્રમનો ભાગ નહોતી પરંતુ સૈદ્ધાંતિક રીતે એ ગદરના સિદ્ધાંતોની નજીક હતી પરંતુ કામાગાટા મારૂ સાથે ગદરની કથાનો અંત નથી આવતો ગદર કથા હજી આગળ ચાલશે સંદર્ભઃ 1 गदर पार्टी का इतिहास प्रथम भाग 1912 17 દેશ ભગત યાદગાર કમિટી જાલંધર પ્રથમ આવૃત્તિઃ મૂળ પંજાબી ૧૯૬૧ બીજી આવૃત્તિ ૧૯૬૯ હિન્દી અનુવાદ ૨૦૧૩ isbn 978 93 81144 29 9 હાર્ડ બાઉંડ isbn 978 93 81144 30 5 પેપરબૅક સંપર્કઃ daanishbooks gmai com www daanishbooks com like loading author dipak dholakia posted on 12 09 2019 18 09 2019 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 13 india slavery and struggle for freedom part 3 chapter 12 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ પ્રકરણઃ ૧૨ ૧૮૮૫થી ૧૯૧૫ ગદર પાર્ટી ૪ કામાગાટા મારૂ જહાજની ઐતિહાસિક ઘટના ૧ ઘણી ઘટનાઓ મુખ્ય ઘટના ચક્રની બહાર બનતી હોય છે પણ એ ઇતિહાસના એવા વળાંક પર બને છે કે એ મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ જતી હોય છે કામાગાટા મારૂ આપણા દેશમાં આ નામ પ્રચલિત છે પણ મૂળ નામ કોમાગાતા મારૂ છે જહાજની ઘટનાને પણ ગદર પાર્ટીએ જગવેલી આઝાદીની મશાલ સાથે સીધો કોઈ જ સંબંધ નહોતો પણ એ ગદર સાથે અને દેશની આઝાદીના સંગ્રામ સાથે એવી વણાઈ ગઈ છે કે જાણે એ ઘટના એનો ભાગ હોય એટલું ખરું કે બ્રિટિશ વસાહતોમાં હિન્દીઓ સાથે જે વર્તાવ થતો હતો તેને કારણે ગદરની આગ ભડકી હતી અને કામાગાટા મારૂ જહાજ પણ વસાહતોના શાસકોની એ જ નીતિઓનો ભોગ બન્યું હતું જો કે એમાં વ્યાપારી સ્વાર્થનાં લક્ષણો પણ હતાં તેમ છતાં ગદર અને કામાગાટા મારૂ એવાં એકમેક સાથે વણાઈ ગયાં છે કે આજે એમને નોખાં પાડવાનું શક્ય નથી પહેલાં કેનેડામાં વસવાટ કરવાના કાયદાઓનો ઇતિહાસ જોઈએ કે જેથી આખી ઘટનાનો સંદર્ભ સ્પષ્ટ થાય ઓગણીસમી સદીમાં તો કોઈ પણ દેશમાંથી સશક્ત વ્યક્તિ કૅનેડા આવીને વસી શકતી હતી માત્ર માંદા કે વયોવૃદ્ધોને પ્રવેશ નહોતો મળતો ૧૮૭૯માં કૅનેડા બ્રિટનની કૉલોનીમાંથી ડોમિનિયન રાજ્ય બન્યું તે સાથે એના આંતરિક વ્યવહાર માટેના કાયદા બનાવવાની સત્તા એના હાથમાં આવી કૅનેડામાં બહારથી આવીને વસનારાની વસ્તી બહુ વધી ગઈ હતી આથી ત્યાં સ્થાયી થયેલા યુરોપિયનોને એમના રોજગાર પર જોખમ તોળાતું દેખાયું પહેલાં તો ચીની નાગરિકોના આગમન પર અમુક પ્રતિબંધો લાગુ કરાયા પરંતુ ભારત જેવી બ્રિટિશ વસાહતોમાંથી આવનારા લોકો પર કોઈ બંધન નહોતાં પણ કેનેડાએ એવો કાયદો બનાવ્યો કે બ્રિટીશ વસાહતમાંથી કોઈ આવતો હોય તેની મુસાફરીની ટિકિટ સીધી હોવી જોઈએ યુરોપ માટે તો એ કદાચ શક્ય હતું પં એશિયનો માટે નહીં જહાજ ઈંધણ ભરવા માટે માર્ગમાં કોઈ બંદરે રોકાયું હોય તો એ સીધી મુસાફરી નહોતી ગણાતી તે ઉપરાંત જે કોઈ કૅનેડામાં વસવા આવતો હોય તેણે ૨૦૦ કૅનેડિયન ડૉલર પણ ફી તરીકે આપવાના હતા આ રકમ બહુ મોટી હોવા છતાં હિન્દીઓ એ તો ગમે તેમ આપી દેવા તૈયાર હતા પણ સીધી ટિકિટ કેમ લેવી તે સવાલ હતો કૅનેડાની ડોમિનિયન સરકાર અને હિન્દુસ્તાનની બ્રિટિશ સરકાર બહુ સખત હતી અને હિન્દીઓ આનો ઉપાય કરતા અને સીધી ટિકિટ મેળવવા મથતા પણ ટિકિટ આપનારી કંપનીઓ ડરીને પાછી હટી જતી સરદાર ગુરદિત્ત સિંઘ કંપનીઓને મનાવવાના પ્રયત્નો નિષ્ફળ રહેતાં હવે પોતાનું જ જહાજ લઈને એમાં લોકોને કૅનેડા લઈ જવાના વિચાર શરૂ થયા આમાં એક સાહસિક કોંટ્રૅક્ટર સરદાર ગુરદિત્ત સિઘે હિંમત કરી એના માટે તો એ ધંધો હતો જહાજ મળી જાય અને હિન્દીઓને લઈ જાય તો કમાણી પણ થાય એમ હતું ઘણી તપાસ પછી એને હોંગકોંગનું જહાજ કામાગાટા મારૂ મળ્યું જહાજ કલકત્તાથી સીધા કૅનેડા જઈ શકતું હતું પણ બ્રિટિશ સરકારે એમ ન થવા દીધું ગુરદિત્ત સિંઘ ફરી હોંગકોંગ ગયો ત્યાંથી મુસાફરો લીધા શાંગહાઈ ગયા ત્યાંથી પણ મુસાફરો ચડ્યા જાપાનના મોજો બંદરેથી પર મુસાફર મળ્યા આમ જહાજ સીધું તો જતું નહોતું કૅનેડા સરકારે આની સામે પૂરી તૈયારી કરી લીધી ૨૩મી મેના રોજ જહાજ વૅનકુવર પહોંચ્યું ત્યારે કૅનેડાના પોલીસ દળે એને ઘેરી લીધું અને મુસાફરોને બંદરે ઊતરવા ન દીધા હિન્દુસ્તાનીઓને ઊતરવા નથી દીધા તે જાણીને ધક્કા પર સ્થાનિક લોકોની ભીડ પણ તમાશો જોવા ઊમટી પડી પહેલાં તો કૅનેડા સરકારે સૌના આરોગ્યની ખાતરી કરવાનું બહાનું આપ્યું ગુરદિત્ત સિંઘ પાસે ડૉક્ટરનું સર્ટીફિકેટ હતું પણ એ ખોવાઈ ગયું હતું કૅનેડા સરકારે પોતે જ તપાસ કરાવવા ડૉક્ટરોની ટીમ મોકલવાનું નક્કી કર્યું પણ ખરેખર એમાં બહુ વિલંબ કર્યો એ દરમિયાન જહાજ પર અનાજપાણી ખૂટવા આવ્યાં ગુરદિત્ત સિંઘે ઇંગ્લૅન્ડની રાણીને તાર મોકલીને જાણ કરી કે અનાજ ખૂટી ગયું છે બ્રિટન સરકારની દરમિયાનગીરીથી કેનેડા સરકારે ખાધાખોરાકીનો સામાન તો મોકલી આપ્યો પરંતુ બ્રિટિશ સરકાર મુસાફરોને ઊતરવા દેવા માટે વચ્ચે પડવા નહોતી માગતી આ જ વખતે જહાજના ભાડાનો ૨૨ હજાર ડૉલરનો ત્રીજો હપ્તો ભરવાનો સમય પણ થઈ ગયો હવે ગુરદિત્ત સિંઘે કૅનેડામાં વસતા શીખોની ખાલસા દીવાન સોસાઇટી અને યુનાઇટેડ ઇંડિયા લીગને જહાજને લીઝ પર રાખી લેવા વિનંતિ કરી ૩૧મી મે ૧૯૧૪ના દિવસે ગુરુદ્વારામાં સાતસો હિન્દુસ્તાનીઓની મીટિંગ મળી તેમાં ભાઈ બલવંત સિંઘ અને શેઠ હસન રહીમની અપીલને જબ્બર આવકાર મળ્યો અને ૬૦ હજાર ડૉલર એકઠા થયા એમાંથી ચડત હપ્તો ચુકવાઈ ગયો અને સરદાર ભાગ સિંઘ અને હસન રહીમના નામે નવો લીઝ કરાર થયો હવે જહાજ કેનેડાના નાગરિકોનું થઈ ગયું એટલે અનાજપાણી પહોંચાડવાનું પણ શરૂ થઈ ગયું અને કૅનેડાના બંદરે લાંગરવાનો એને અધિકાર પણ મળ્યો આમ છતાં કૅનેડા સરકાર એકની બે ન થઈ આની સામે કૅનેડા જ નહીં અમેરિકા અને ભારતમાં પણ રોષ ફેલાઈ ગયો નફાનુકસાનનો હિસાબ પરંતુ હવે એક નવી ઘટના બની જે શુદ્ધ ધંધો હોય કહી શકાય કામાગાટા મારૂના એક મુસાફરના જણાવ્યા પ્રમાણે નવા લીઝધારકોએ ગુરદિત્ત સિંઘ પાસે બધો હિસાબ માગ્યો કારણ કે હવે નફાનુકસાનમાં એમનો પણ ભાગ હતો જહાજના મુસાફરોને ઉતારવાનું આંદોલન ચાલતું જ હતું તે વચ્ચેથી ગુરદિત્ત સિંઘ અને એમના સાથીઓએ વૅનકુવરથી પાછા હોંગકોંગ જવાના ઇરાદાની સરકારને જાણ કરી દીધી નવા લીઝધારકોના ૨૨ હજાર ડૉલર પણ ડૂબતા હતા એ સ્થિતિમાં એ ખાધાખોરાકીમાં પૈસા ખર્ચવા તૈયાર નહોતા બ્રિટનની દરમિયાનગીરી પછી કૅનેડા સરકાર ચાર હજાર ડૉલર આપવા તૈયાર થઈ મૅડિકલ તપાસ વગેરે લાંબી કાર્યવાહી પછી જુલાઈની અધવચ્ચમાં કામાગાટા મારૂને પાછા જવાની સરકારી ઑફિસરોએ છૂટ આપી ગુરદિત્ત સિંઘ વિરુદ્ધ મુસાફરોનો બળવો ખાધાખોરાકી લઈને પાછા જવાનો નિર્ણય મુસાફરોને પસંદ ન આવ્યો કૅનેડાવાસી પંજાબીઓ પણ ગુરદિત્ત સિંઘના નિર્ણયનો વિરોધ કરતા હતા એમણે જહાજમાં કોલસા ભરવાની અને એંજિનની જગ્યાએ પહેરો ગોઠવી દીધો સરકારી અધિકારીઓ ખુલ્લેઆમ કહેતા હતાઃ kill them આ બાજુ મુસાફરો પણ તૈયાર હતા એમને જહાજ પર જે હાથે ચડ્યું તે ખરાબ પડેલાં તૂટેલાં મશીનોના ભાગ વાંસના દંડા સળિયા બધું એકઠું કરી લીધું ગુરદિત્ત સિંઘ અને જહાજના બીજા કર્મચારીઓને એમણે રૂમોમાં નાખીને બહારથી તાળાં મારી દીધાં ૧૯મી જુલાઈની સવારે ૨૫૦ હથિયારધારી પોલીસો સી લાઇન નામની એક ટગ tug જહાજોને ખેંચીને કિનારે લાંગરવા માટે લઈ જતું મોટું જહાજ માં કામાગાટા મારૂની લગોલગ આવી પહોંચ્યા એમણે દોરડાથી તગને જહાજ સાથે જોડી કે તરત જ મુસાફરોએ દોરડું કાપી નાખ્યું હવે ટગ પરથી ગરમ વરાળ પાઇપ વાટે જહાજ પર છોડવામાં આવી કે જેથી મુસાફરો દૂર ભાગી જાય પોલીસો સીડીઓ ગોઠવીને ચડવા લાગ્યા તો ઉપરથી મુસાફરો એમને નીચે પટકવા લાગ્યા મુસાફરોમાં એક પણ નાની મોટી ઈજાથી બચ્યો નહોતો છેવટે પોલીસો જહાજ ઉપર પહોંચી ન શક્યા અને ટગ હટી ગઈ બીજી વારના હુમલામાં કૅનેડાના સત્તાવાળાઓએ કામાગાટા મારૂની લગોલગ એક યુદ્ધ જહાજ લાવી દીધું અને ગોળા છોડવાની ધમકી આપી પરંતુ બ્રિટનની સામ્રાજ્યવાદી સરકાર ખૂનખરાબીની હદ સુધી જવા તૈયાર નહોતી એને કેનેડાની સરકાર પર દબાણ કર્યું એટલે સરકાર કામાગાટા મારૂ વૅનકુવર છોડી દે તો એને ખાધાખોરાકી પહોંચાડવા સંમત થઈ અંતે ૨૩મી જુલાઈએ જહાજે વૅનકુવર છોડ્યું અને ભારત તરફ આવવા નીકળી પડ્યું ભારતમાં આવતાં શું થયું આવતા અંકમાં ગદર કથા હજી આગળ ચાલશે ૦૦૦ સંદર્ભઃ 1 गदर पार्टी का इतिहास प्रथम भाग 1912 17 દેશ ભગત યાદગાર કમિટી જાલંધર પ્રથમ આવૃત્તિઃ મૂળ પંજાબી ૧૯૬૧ બીજી આવૃત્તિ ૧૯૬૯ હિન્દી અનુવાદ ૨૦૧૩ isbn 978 93 81144 29 9 હાર્ડ બાઉંડ isbn 978 93 81144 30 5 પેપરબૅક સંપર્કઃ daanishbooks gmai com www daanishbooks com 2 કૅનેડિયન એનસાઇક્લોપીડિયાની લિંકઃ article komagata maru ફોટા અને કામાગાટા મારૂ વિશેની પૂરક વિગતો 3 કૅનેડામાં ભેદભાવ વિશે કૅનેડિયન ઍનસાઇક્લોપીડિયાની લિંકઃ prejudice and discrimination 4 https www smithsonianmag com story komagata maru sad mark canadas past 180959160 like loading author dipak dholakia posted on 05 09 2019 07 09 2019 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 12 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 368 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું સપ્ટેમ્બર 2019 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ઓગસ્ટ...
|