Meta tags:
description= 5 posts published by Dipak Dholakia during April 2020;
Headings (most frequently used words):
અને, india, and, છે, ભારત, ગુલામી, આઝાદી, માટેનો, સંઘર્ષ, slavery, struggle, for, freedom, part, chapter, ભાગ, સંઘર્ષનો, નવો, માર્ગ, ૧૯૧૬થી, ૧૯૩૫, પ્રકરણ, દત્ત, પુસ્તક, dipak, ચિત્તાગોંગ, શસ્ત્રાગાર, પર, ક્રાન્તિકારીઓનો, કબજો, બીજી, ઘટનાઓ, dholakia, spam, blocked, gentlemanly, terrorists, political, violence, the, colonial, state, in, દુર્વા, ઘોષ, ગૂગલ, બુક્સ, chitttagong, armoury, raiders, કલ્પના, કલ્પનાજીએ, પોતે, લખ્યું, પાછલી, જિંદગીમાં, એમણે, દત્તા, ને, બદલે, લખવાનું, શરૂ, કર્યું, હતું, મૂળ, ૧૯૪૬માં, પ્રકાશિત, થયું, બધી, તસવીરો, બિનવ્યાવસાયિક, હેતુ, માટે, ઇંટરનેટ, પરથી, લીધી, ઉપરાંત, કેટલીયે, વેબસાઇટો, પણ, જોઈ, જેની, સૂચી, નીચે, આપી, છેઃ, મહિનો, એપ્રિલ, 2020, 46, 45, 44, 43, 42, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૪૬, લાહોર, અધિવેશનમાં, પૂર્ણ, સ્વરાજના, ઠરાવથી, દાંડી, કૂચ, સુધી, ૪૫, ૪૪, ૪૩, ૪૨, ભગતસિંઘને, ફાંસી, ગાંધીજી,
Text of the page (most frequently used words):
અને (169), હતા (66), હતી (46), માટે (45), પછી (39), 2020 (36), હતો (35), એમણે (33), ગયા (30), જાન્યુઆરી (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), સપ્ટેમ્બર (27), એપ્રિલ (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), માર્ચ (26), હતું (26), 2024 (25), જૂન (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2021 (24), 2023 (24), કર્યો (24), કરી (23), freedom (23), struggle (23), હુમલો (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), ભગત (22), and (21), એમના (21), ગાંધીજી (20), સાથે (20), india (19), એમને (19), 2013 (18), 2022 (18), આપણે (18), એટલે (18), ગયો (17), com (16), 2011 (16), slavery (16), for (16), ફાંસી (16), ત્યારે (16), હતાં (16), dipak (15), કોઈ (15), એમની (15), આપી (15), ક્રાન્તિકારીઓ (15), એને (15), પ્રીતિલતા (15), 2014 (14), ભારત (14), પરંતુ (14), કહ્યું (14), કરવા (14), પોલીસ (14), 2025 (13), dholakia (13), ગાંધીજીએ (13), એના (13), સજા (13), સરકાર (13), શરૂ (12), મારી (12), ત્યાં (12), સિંઘ (12), હોય (12), બહુ (12), પહેલાં (12), લીધી (12), આઝાદી (11), મળ્યા (11), એમાં (11), થયું (11), કોંગ્રેસ (11), સેન (11), part (10), chapter (10), ગુલામી (10), માટેનો (10), સંઘર્ષ (10), નહીં (10), બીજા (10), બની (10), મળી (10), એની (10), હવે (10), ગયાં (10), બીજી (10), કર્યું (10), માસ્ટરદા (10), કારણ (9), તેમ (9), છતાં (9), થાય (9), કરવાની (9), આવી (9), ક્રાન્તિકારી (9), કરતા (9), વાત (9), સુધી (9), બહાર (9), ભાગ (9), net (9), કંઈ (9), શસ્ત્રાગાર (9), martyrs (8), indian (8), જોઈએ (8), લોકો (8), નહોતા (8), માર્ગ (8), નથી (8), પોતે (8), થયો (8), વિશે (8), વખતે (8), દીધો (8), માત્ર (8), રીડ (8), એણે (8), આંદોલન (8), કલ્પના (8), ડોમિનિયન (8), સ્વરાજ (8), નહેરુ (8), અહીં (7), આપણા (7), એવું (7), ગાંધીજીના (7), તરીકે (7), જેલમાં (7), સક્રિય (7), ૧૯૧૬થી (7), org (7), રૉબર્ટ (7), નહોતી (7), નિર્મલ (7), પોલીસે (7), આર્મરી (7), ચિત્તાગોંગ (7), ગોળી (7), વર્ષની (7), મોતીલાલ (7), પૂર્ણ (7), સ્ટેટસ (7), કોંગ્રેસની (7), like (6), લીધો (6), લખ્યું (6), કર્યા (6), એમનો (6), વાઇસરૉય (6), તેમાં (6), શકાય (6), રહ્યા (6), વાઇસરૉયને (6), ફાંસીની (6), જાય (6), કરવામાં (6), કામ (6), પડી (6), મળવા (6), બધા (6), થયા (6), દિવસે (6), હજી (6), આગળ (6), બચી (6), આવ્યો (6), ક્રાન્તિકારીઓને (6), પકડાઈ (6), એનું (6), વચ્ચે (6), બંગાળમાં (6), તારકેશ્વર (6), હુમલા (6), દત્તા (6), એમનું (6), અંદર (6), અવસાન (6), નહોતો (6), લાહોર (6), બારી (5), શોધો (5), uncategorized (5), webgurjari (5), વેબગુર્જરી (5), tags (5), categories (5), posted (5), author (5), loading (5), હું (5), લાગ્યું (5), અપીલ (5), તૈયાર (5), પોતાના (5), કરતો (5), મને (5), કોંગ્રેસે (5), ઘણા (5), સરકારે (5), સફળ (5), માર્ચે (5), તમે (5), માગણી (5), ગાંધીજીને (5), ફરી (5), કરીને (5), તરત (5), સશસ્ત્ર (5), અર્વિન (5), મળે (5), સવિનય (5), ત્રણ (5), કોંગ્રેસના (5), પ્રીવી (5), પ્રકરણમાં (5), જોયું (5), નેતાઓ (5), નેતા (5), ૧૯૩૦ના (5), પ્રકરણ (5), સંઘર્ષનો (5), નવો (5), ૧૯૩૫ (5), thebetterindia (5), ગોળમેજી (5), ચાર (5), ક્રાન્તિકારીઓએ (5), ઇન્સ્પેક્ટર (5), જનરલ (5), જગ્યાએ (5), આવ્યા (5), રહી (5), માર્યા (5), ટુકડીએ (5), ક્લબ (5), હેઠળ (5), વર્ષ (5), કોંગ્રેસમાં (5), રીપબ્લિકન (5), રસ્તો (5), સામે (5), આવ્યાં (5), કલકત્તા (5), પરિષદ (5), અધિવેશનમાં (5), જવાહરલાલ (5), ઍસેમ્બ્લીમાં (5), કરો (4), નામ (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), ૦૦૦ (4), સ્થિતિ (4), માફી (4), પ્રયત્ન (4), સિંઘને (4), અર્વિનની (4), મુદત (4), ઉલ્લેખ (4), પત્ર (4), પહોંચી (4), દેવાઈ (4), માફ (4), એવી (4), કરે (4), કેસ (4), પાછા (4), અસફ (4), ગવર્નર (4), દીધું (4), શકે (4), ભગતસિંઘ (4), આના (4), અધિકારીઓ (4), દરમિયાન (4), સંગઠિત (4), પૂરું (4), કારણે (4), કહે (4), તપાસ (4), નિર્ણય (4), કાઉંસિલમાં (4), ત્યાંથી (4), પકડી (4), નવા (4), leave (4), comment (4), પરથી (4), સંદર્ભઃ (4), ચિત્તાગોંગના (4), ટેગર્ટ (4), માર્યો (4), ક્રાન્તિકારીઓની (4), યોજના (4), નીચે (4), નહોતું (4), સૈનિકો (4), માસ્ટરદાના (4), બોલાવી (4), એકઠા (4), વિદ્રોહીઓ (4), બન્ને (4), છાપો (4), છેઃ (4), ગુપ્ત (4), ઘોષ (4), સૂર્ય (4), બંગાળના (4), ઘટનાઓ (4), દત્ત (4), પુસ્તક (4), દીધી (4), બ્રિટિશ (4), હત્યા (4), કરનાર (4), અધિકારી (4), શાંતિ (4), છોકરીઓ (4), જવા (4), જૅક્સન (4), રજૂ (4), ઠરાવ (4), this (3), wordpress (3), other (3), પસંદ (3), history (3), સૂચી (3), ઉપયોગ (3), વધારે (3), ધર્મ (3), જઈને (3), પાર (3), કરવું (3), અહિંસાના (3), પોતાની (3), મૃત્યુ (3), સાથીઓને (3), ઘણી (3), આશા (3), યુવાનોને (3), દેશ (3), દિલ્હીમાં (3), લાગી (3), રાખી (3), રાજગુરુ (3), ૨૩મી (3), રાતે (3), અર્વિનને (3), કરવાના (3), રીતે (3), માગણીને (3), મળશે (3), પાર્ટીએ (3), વકીલ (3), ફેરફાર (3), આપતા (3), સિંઘના (3), સરકારના (3), સેક્રેટરી (3), કોઈએ (3), ડિસેમ્બરે (3), ભંગ (3), લૉર્ડ (3), મુલતવી (3), વખતના (3), જીવન (3), અર્વિને (3), કોંગ્રેસનું (3), અધિવેશન (3), આપ્યો (3), તૈયારી (3), રાય (3), જોખમ (3), જેની (3), સત્યાગ્રહ (3), કરેલા (3), કરવાનો (3), પડ્યું (3), ફાંસીથી (3), સાથી (3), લીધા (3), રોજ (3), પંજાબ (3), કોર્ટમાં (3), બચાવી (3), હોત (3), historica (3), fandom (3), self (3), gutenberg (3), myind (3), thedailystar (3), mythicalindia (3), features (3), page (3), 155824 (3), indiafacts (3), culturalindia (3), years (3), change (3), bengal (3), assam (3), ૧૯૬૬ (3), કાનૂન (3), ઑગસ્ટમાં (3), લાંબા (3), બદલે (3), બંગાળી (3), ચંદ્રનગર (3), નાખ્યા (3), ટ્રેન (3), લોકનાથ (3), નાના (3), ભાઈ (3), ભાગી (3), માસ્ટરદાને (3), બાજુ (3), સમાચાર (3), ટુકડી (3), વિદ્રોહીઓએ (3), નાખ્યો (3), મોટો (3), નિર્દોષ (3), મીઠાનો (3), આવે (3), બન્યા (3), ઇંડિયન (3), પાડી (3), દસ્તીદાર (3), દેવી (3), યુવાનો (3), અંગ્રેજો (3), સોશ્યલિસ્ટ (3), દાંડી (3), મહત્ત્વની (3), ક્રાન્તિકારીઓનો (3), કબજો (3), કેટલીયે (3), જોઈ (3), 000 (3), યુવાન (3), જરૂર (3), ઍસોસિએશનના (3), વિરોધ (3), ઉડાવી (3), મળતાં (3), ગોળીઓ (3), વાગી (3), કેસમાં (3), રિપોર્ટ (3), લાગ્યા (3), નજર (3), હજાર (3), નેત્ર (3), સજાઓ (3), માસ્ટરદાની (3), છીએ (3), ૧૯૩૯માં (3), ઇંડિયા (3), પાસે (3), પાર્ટીમાં (3), યુનિવર્સિટીમાં (3), છોડી (3), વગેરે (3), રહ્યો (3), સમય (3), સુભાષ (3), પટેલ (3), ફેરવાદી (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 370 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), email (2), address (2), અલગ (2), વ્યક્તિગત (2), આથી (2), પાડવાનું (2), દેશમાં (2), હત્યાઓ (2), ન્યાય (2), ઊભી (2), આપણાં (2), માગતા (2), રક્ષણ (2), સિંઘે (2), છેલ્લા (2), યુદ્ધ (2), વીરતાને (2), દેખાડી (2), બધું (2), ગાંધીજીની (2), અંજલી (2), લેવાની (2), સ્વતંત્ર (2), થતી (2), ઠેર (2), વિદાય (2), આવું (2), વાઇસરૉયે (2), કેટલાક (2), દિવસથી (2), મુદ્દો (2), દબાણ (2), ખૂબ (2), સવારે (2), સુખદેવને (2), દોઢ (2), વાગ્યે (2), લખ્યો (2), શનિવારે (2), કરેલી (2), વિનંતિ (2), ધ્યાન (2), આપવા (2), છું (2), માન (2), આપવું (2), એવો (2), ખાતરી (2), હિંસાત્મક (2), કાર્યો (2), રાજકીય (2), આપ્યા (2), વળી (2), રોકી (2), જરૂરી (2), ભગતસિંઘના (2), અલી (2), દેખાડ્યો (2), અલીના (2), કરવાનું (2), હોમ (2), કથનનો (2), આઠમી (2), લાહોરમાં (2), બેઠક (2), સભામાં (2), જાણ (2), તેનું (2), ઉદાહરણ (2), સિંઘની (2), માટેના (2), સાતમી (2), મારો (2), શકતો (2), જેવા (2), ઘાયલ (2), મહિલા (2), ઈજાઓ (2), ગાંધી (2), લોકોને (2), એનો (2), સાથીઓની (2), સુખદેવ (2), નેતાઓની (2), ૨૬મી (2), જાન્યુઆરીએ (2), આવ્યું (2), અંગત (2), કેદ (2), શરત (2), બનાવી (2), કેમ (2), કહી (2), રાખવામાં (2), તેને (2), મીઠાના (2), પોલિસે (2), ચર્ચા (2), એમાંથી (2), પોતાનો (2), ચુકાદો (2), પિતાએ (2), કાઢી (2), ટ્રાઇબ્યુનલ (2), જવું (2), સમક્ષ (2), સાથીઓ (2), વતી (2), લડતા (2), સંપર્કમાં (2), ઑક્ટોબર (2), ૧૯૩૦ (2), સોલિસીટર (2), લંડન (2), આવીને (2), વિના (2), સહકાર (2), સભ્ય (2), તારીખે (2), જતા (2), વટહુકમને (2), અધિકારો (2), વ્યવસ્થા (2), આજે (2), ભારતના (2), આઝાદીના (2), સંગ્રામમાં (2), ઇતિહાસમાં (2), ચાલશે (2), ૧૯૩૫ના (2), વખત (2), દિવસ (2), પ્રાંતની (2), લેવા (2), કલકત્તાના (2), બોંબ (2), લૉસન (2), હૉડસન (2), ઢાકામાં (2), ક્રેગને (2), કમિશનર (2), શક્યો (2), ટેકરીઓ (2), કરતાં (2), જાન (2), હુમલામાં (2), પડ્યા (2), સ્ટેશન (2), ઇન્ફન્ટ્રીના (2), દીધા (2), માસ્ટરદાએ (2), બાલને (2), વોડેદાર (2), અહેસાનુલ્લાહ (2), ખાન (2), ખબર (2), સ્થળ (2), એકલાં (2), યોજનામાં (2), મદદ (2), ગોરખા (2), થવા (2), રીડના (2), ટુકડીને (2), શહેરની (2), ટેલીગ્રાફ (2), ચિત્તાગોંગને (2), જાહેર (2), નાની (2), જલાલાબાદની (2), પિસ્તોલો (2), દૂર (2), આર્મરીના (2), સહાયક (2), દળના (2), તોડી (2), લાગ્યો (2), પ્રમાણે (2), પાર્ટીની (2), નેતૃત્વ (2), જવાબદારી (2), ત્રીજી (2), ગૂડ (2), જવાની (2), સામ્રાજ્યવાદી (2), લખે (2), બળવો (2), સૌથી (2), ત્રાસવાદી (2), પડ્યો (2), માથે (2), સરકારને (2), લેવામાં (2), લગભગ (2), બંગાળ (2), ઍપ્રિલ (2), ૧૮મી (2), બનાવીને (2), દસ્તીદારે (2), બનાવ (2), કાર્યવાહી (2), આર્મીની (2), લૂંટવી (2), દેવા (2), રેલવે (2), સેવાઓ (2), તાર (2), બાલ (2), અનંતા (2), આનંદ (2), પ્રસાદ (2), સુબોધ (2), ગણેશ (2), ચૌધરી (2), સ્કૂલમાં (2), આંદોલનમાં (2), વિરુદ્ધ (2), રચના (2), આપણને (2), કાર્ય (2), મહાન (2), સમાજવાદી (2), વિચારો (2), હિન્દુસ્તાન (2), hsra (2), ક્રાન્તિકારીઓમાં (2), સમાપ્ત (2), ઘટના (2), જેટલી (2), feminisminindia (2), www (2), 181498 (2), બધી (2), તસવીરો (2), બિનવ્યાવસાયિક (2), હેતુ (2), ઇંટરનેટ (2), ઉપરાંત (2), વેબસાઇટો (2), chitttagong (2), armoury (2), raiders (2), કલ્પનાજીએ (2), પાછલી (2), જિંદગીમાં (2), લખવાનું (2), મૂળ (2), ૧૯૪૬માં (2), પ્રકાશિત (2), gentlemanly (2), terrorists (2), political (2), violence (2), the (2), colonial (2), state (2), દુર્વા (2), ગૂગલ (2), બુક્સ (2), પરના (2), સામાન્ય (2), ટેકો (2), હોવા (2), પાસેના (2), આવેલા (2), વર્ષના (2), મોતને (2), યુરોપિયન (2), ૧૯૩૧ના (2), જણાયું (2), સામેલ (2), અંગ્રેજ (2), અધિકારીઓને (2), છૂટ (2), રોકવા (2), ફેંકી (2), ખાઈ (2), ચાલ્યું (2), અત્યાચારો (2), સવાલ (2), મહિને (2), વાંચ્યું (2), ચિત્તાગોંગમાં (2), ગયું (2), છૂટ્યા (2), એવા (2), પાંચ (2), જણને (2), છવાઈ (2), જેલના (2), જાતે (2), પોલીસને (2), મોતની (2), લાશો (2), અંતિમ (2), જેલમાંથી (2), પ્રમુખ (2), પોતાનાં (2), ક્યારેક (2), ઘરે (2), રૂપિયાની (2), શહીદ (2), જનમટીપની (2), કરીએ (2), ક્વિટ (2), પરણ્યાં (2), સામાજિક (2), ઓચિંતા (2), પંદર (2), સિવાય (2), છાતીમાં (2), ઘૂસી (2), લોહી (2), નહોતાં (2), આર્થિક (2), પિતા (2), રમતાં (2), ક્યારે (2), બીજો (2), ચંદ્ર (2), ઓળખ (2), છોકરી (2), દાસ (2), યુનિવર્સિટીના (2), ચાન્સેલર (2), બીનાએ (2), મુસ્લિમ (2), સ્ટીવન્સની (2), સુનીતિ (2), શાંતિસુધા (2), સુનીતિને (2), રચનાત્મક (2), તેનો (2), ૧૯૨૯માં (2), ઘોષણા (2), હિન્દને (2), નક્કી (2), દિલ્હી (2), જાહેરાત (2), શું (2), વર્ષનો (2), વધવા (2), માનતા (2), રવાના (2), જોતા (2), પ્રયાસ (2), સીમાચિહ્ન (2), અથવા (2), કૂચ (2), ધીમે (2), ચિત્તરંજન (2), પાર્ટી (2), વિઠ્ઠલભાઈ (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, સંદર્ભ, આપું, ઇતિહાસકાર, વિશેના, સાહિત્યના, વિદ્વાન, લેખક, અનિલ, નૌરિયાએ, ઊપયોગ, બનાવેલા, ઘટનાક્રમના, સમયપત્રકનો, આવશ્યક, દર્શાવેલા, સંદર્ભોનો, બહાદુરોની, હિંમતને, દાદ, આપીએ, પ્રવૃત્તિઓનો, મહિમા, ગાવો, આપણો, ક્રોધને, ગળી, આપણું, કર્તવ્ય, કૃત્યનું, અનુકરણ, કરોડો, નિરાધાર, પંગુ, મારફતે, મેળવવાનું, કરશું, ભયંકર, થશે, જુલમોનો, ભોગ, બનશે, હિંસાને, બનાવીશું, કર્મોનાં, ભોગવીશું, જીવવા, માગવાનો, ઇનકાર, ઉપાસક, હિંસાના, ધર્મના, અનુયાયી, લાચારીથી, માતૃભૂમિના, હિંસાનો, પત્રમાં, મારા, તોપને, મોઢે, બાંધો, ઉડાડી, વીરોએ, વિજય, મેળવી, હજારો, નમન, અપાઈ, જિંદગી, બચાવવાના, એવૉ, એળેગયું, યંગ, ઇંડિયામાં, સ્લાહ, રસ્તે, પૂરી, સમારંભો, યોજાતા, ૨૬મીએ, મિલન, યોજાયું, સિંઘનો, ચર્ચામાં, ગાંધીજીનું, નવાઈ, પુજારી, પાસેથી, આવીકેમ, સુભાષબાબુનો, પ્રકરણમામ, જોયો, પુસ્તકમાં, સાંજે, ઊઠ્યા, ચોખ્ખું, જણની, મેં, વિચાર, શ્રી, સપ્રુ, બાબતમાં, બેચેન, ફેરવિચાર, અમુક, બાબતો, કરું, સાચી, ખોટી, સૈદ્ધાંતિક, લોકોની, ફરજ, કરશો, શાંતિને, બંધ, રાખશે, શક્ય, કાર્યવાહીઓ, અટકી, જાણો, શાંતિનો, ચાહક, કફોડી, બનાવો, જરા, સરખી, ભૂલ, હોવાની, શંકા, પડે, દેવાનું, છેલ્લો, ૨૧મી, અરજીનો, મુસદ્દો, મુસદ્દામાં, દયા, વચન, દેખાતું, હર્તું, આત્મસન્માનને, છાજે, ૧૯મી, ઈમર્સને, ખાસ, આપવાથી, ગુંચવાશે, મનફાવતો, અર્થ, અશાંતિ, ફેલાવાની, ધમકી, આપે, નવજવાન, સભાની, સંસ્થાના, સ્થાપક, હરિકિશનને, મંચ, ઉપસ્થિત, બદલ, ભારોભાર, પ્રશંસા, ગવર્નરે, સજાનો, અમલ, લખી, હરિકિશન, નામના, વિદ્રોહીએ, એકસૂત્રે, બંધાઈને, બહાદુરીનું, હોઈ, કરાવવા, પ્રયાસો, નકારાત્મક, અસર, વિચાર્યું, કોઈને, અંતરાત્મા, કબૂલી, તેમાંય, બહાદુરને, ૧૯૩૦ની, પંજાબના, જ્યોફ્રી, મોંટમોરેન્સી, જીવલેણ, ડૉક્ટરને, વધતું, જતું, ચર્ચિલે, વાટાઘાટો, ચીડ, દેખાડતાં, મિડલ, ટેમ્પલનો, પૂર્વના, દેશોમાં, જોવા, તેવો, અર્ધનગ્ન, ફકીર, દોરીસંચાર, સમ્રાટના, પ્રતિનિધિ, બરાબરીથી, વાઇસરીગલ, પ્લેસનાં, પગથિયાં, ચડે, ૧૭મીએ, રાખવા, કાયદામાં, જોગવાઈ, અચોક્કસ, આખા, કરાચીમાં, મળનારું, સંકેત, શાંતિથી, સોદો, ૧૪મી, ફેબ્રુઆરીએ, મહાદેવભાઈ, દેસાઈને, શ્રીનિવાસ, શાસ્ત્રી, જયકર, તેજ, બહાદુર, સપ્રુને, મોકલ્યા, મહાદેવભાઈએ, ભગતસિંહ, રાજગુરુને, સારુ, ગાંધીજીનો, સંદેશો, પહોંચાડ્યો, પ્રયત્નનો, આરંભ, પહેલાંથી, ચૂક્યો, માર્ચના, પહેલા, અઠવાડિયામાં, કરાર, દરમિયાનગીરીને, વિશેષ, ૧૯૩૧ની, છોડ્યા, ૩૧મીએ, અલ્હાબાદમાં, કાર્યકરોની, મીટિંગ, કેદીઓની, ફાંસીવાળાને, મળવી, કહેવામાં, આપવાનું, શકીએ, વસ્તુ, અન્યાય, લડાઈઉઠાવનારાઓનો, છુટકારો, માગીએ, રીતસરની, અદાલતી, છોડવા, મીરતવાળા, પત્રે, અત્યાચારોની, પોલીસની, વર્તણૂકની, લેવાશે, પુરાવો, સરકારનું, હૃદય, પરિવર્તન, ટ્રાઇબ્યુનલે, ઑક્ટોબરે, જવાનાં, ચક્રો, ગતિમાન, ૪૧મા, અરજી, કાઉંસિલે, નકારી, દયાની, ભારતીય, જાણતા, કરશે, પડશે, સદ્, ગોપાલ, કૃષ્ણ, ગોખલેએ, સ્થાપેલી, સર્વંટ્સ, પીપલ, સોસાયટી, બચાવવા, સોસાયટીએ, લંડનમાં, હેનરી, પોલાકનો, સંપર્ક, સ્થાપ્યો, પોલાક, દક્ષિણ, આફ્રિકાના, વ્યવસાય, કામમાં, કશી, આપવાની, ઑફર, બાર, એસોસિએશનના, નામાંકિત, મોતી, સાગરને, લખીને, જણાવ્યું, પ્રિટ, સિડની, સ્મિથને, રોકવાની, ભલામણ, પાંચમી, ૧૯૩૧, હકીકત, ભૂલી, સમજતા, કેદીઓના, કાપ, મુકાયો, મેની, ૪થી, માર્શલ, લૉના, છુપા, રૂપ, જેવો, ગણાવ્યો, વટહુકમ, પાડીને, ટ્રાઇબ્યુનલના, ફેંસલા, નાખી, શક્યા, માનનારા, જમાનામાં, વાતો, વિવાદ, ચાલ્યા, ગાળો, મહત્ત્વનો, સંઘર્ષને, વળાંક, લાંબી, પ્રત્યાઘાત, કેટલીક, હકીકતો, ૧૯૩૦માં, જશું, ગાળામાં, ઘણો, રહેવાનું, ભગતસિંઘને, વાંચવા, શકાશે, archive, વીરોની, ગાથા, ફાવ્યા, કેન્દ્રની, આંદોલનને, નાથવામાં, બીજું, પરિષદમાં, ભોગે, મનાવવા, માગતી, કડકાઈ, દેખાડવાની, મહિના, ડલહૌઝી, ચોકમાંથી, જતો, ફેંકાયો, મહિનાના, અંતમાં, ઑફિસરો, ઑફિસરને, પથારી, ભેગો, લૉસનના, ક્રેગ, બન્યો, ઑફિસર, છટકાની, બંદૂકોનું, નિશાન, ક્રાન્તિકારીઓમાંથી, પોંડીચેરી, ફ્રેન્ચ, નિયંત્રણમાં, કલકત્તાનો, ફ્રાન્સના, વહીવટદારનો, મિત્ર, ફ્રાન્સની, મદદથી, શોધીને, વીરમૃત્યુને, ભેટ્યા, કેટલાયે, વિદ્રોહીઓના, કુલ, થાક્યાપાક્યા, ખાધાપીધા, વગર, પ્રભાષ, પાલને, પહેરા, રાખ્યો, પસાર, પ્રભાષને, કંઈક, વિચિત્ર, ટ્રેનમાંથી, ઊતર્યા, પ્રભાષે, બધાને, સાવધાન, સર્વાધિનાયક, બનાવ્યા, નીકળી, ઢાલગટ, ગામમાં, છુપાઈને, ચાર્લ્સ, હોનસનને, નાખવાની, બનાવતાં, અહેસાનુલ્લાહને, છુપાવાના, ઝપાઝપી, ગોળીનો, શિકાર, છૂટ્યાં, પ્રીતિલતાની, ઘમસાણ, ખેલાયું, મચક, બંદુકો, જામ, માંડી, તેલ, સાથીઓના, લોહીનો, ઊંઝણ, થાકવા, એંસી, રાતના, અંધારામાં, સાંજ, પડતાં, શબ્દોમાં, પાછી, લેવાઈ, ભયભીત, વસ્તીના, ઑફિસ, ગયેલી, ઑફિસનો, સદંતર, નાશ, તારનાં, સાધનો, દોરડાંનો, ખુરદો, પોલીસલાઇનમાં, ડેપ્યુટી, ફાર્મરને, બંદર, પરની, હથિયારબંધ, તોપ, મંગાવી, તોપમારા, ટેકરીઓના, જંગલમાં, સંતાઈ, કરનારી, ખાલી, ભળી, પચાસ, માણસોએ, ત્યાંના, સંત્રીને, ગોળીએ, તલવારો, કબ્જામાં, એકાદ, માઇલ, આમાં, સાર્જન્ટ, મેજર, સિપાઈ, આર્મરીનો, દરવાજો, રાઇફલો, કારતુસો, લીધાં, જથ્થો, હાથ, જણાવ્યા, ટુકડીઓ, ઑફિસે, ગણ્નેશ, ઘોષના, વિદ્રોહીઓની, પોલીસના, ટૂકડીની, સોંપાઈ, લશ્કરી, યુરોપિયનોની, મારવાનો, ચોથી, ટેલીફોન, એક્સચેન્જ, ઑફિસને, નષ્ટ, કરવાનાં, ફ્રાઇડેનો, રાજશાહી, ડિવીઝનનો, વાઘના, શિકારે, દૃષ્ટિકોણથી, વધુમાં, કાળજીથી, કરેલો, પરનો, નાગરિકોના, મુલ્કી, કેટલાય, ખર્ચ, પૌંડનો, લાખ, લાગવાનાં, બીજાં, કાબૂમાં, હિંસાચાર, પગલે, કાનૂનભંગને, તોડવા, કાયદો, દાંડીમાં, કાંઠે, મુંબઈના, ગાંધીએ, અત્યાચાર, તીવ્રતાથી, પડેલું, સુષુપ્ત, પ્રાંતમાં, વખતથી, ફ્રાઇડેના, દેશવ્યાપી, સંગઠન, નબળાઈ, મજબૂત, પાસું, સ્થળે, થયેલા, કૃત્યને, સાંકળવાનું, અઘરું, ઠેરઠેર, કડી, શોધી, શકાતી, કાકોરી, લૂંટવાનો, નિષ્ફળ, પછીની, રીપબ્લિક, વ્યૂહરચના, બૅંકો, સરકારી, તિજોરી, કલકતાથી, વીખૂટું, ખોરવી, નાખવી, ટપાલ, ઑફિસો, શસ્ત્રાગારો, શશાંક, અર્ધેન્દુ, હરિગોપાલ, ટેગરા, ગોસ્વામી, યુવાનોમાં, અંબિકા, ચક્રવર્તી, નરેશ, વિનોદ, બિહારી, શિક્ષક, જોડાયા, ૧૯૨૦માં, અસહકાર, ચૌરીચૌરાના, તેથી, અસંતોષ, શસ્ત્રોને, માર્ગે, માનીને, સ્કૂલ, કૉલેજના, વિદ્યાર્થીઓને, નિર્ભયપણે, જાનફેસાની, કિશોરોને, એલાન, ચિત્તાગોંગવાસીઓને, ગૌરવ, દેશભક્તિપૂર્ણ, સંતોષવાનું, અપેક્ષાઓને, અરમાન, રાષ્ટ્રનાં, ક્રાન્તિનું, જોડીને, ઍસોસિએશન, બનાવ્યું, ભાવનાઓના, આધારે, ચાલતું, જેવી, પ્રબળ, ભાવના, લક્ષ્ય, સીધી, લડાઈમાં, ઊતરીને, હરાવવાનું, ખટલો, ચાલતો, યાત્રા, અરસામાં, સેનની, સરદારી, કૉલેજ, સ્કૂલના, છોકરાઓએ, દેશભરમાં, ખળભળાટ, મચાવી, ચિત્તાગોંગની, સ્વતંત્ર્ય, પરાક્રમ, સ્ત્રીઓ, આવતે, અઠવાડિયે, કથા, વાતની, નોંધ, કટોકટી, લાગુ, આર્મીના, દસ્તાવેજોમાં, વાતોમાં, હિંદુસ્તાન, દસ્તાવેજોની, ભાષા, દેખાતી, સામ્રાજ્ય, મોટું, અર્વિનનો, મજૂર, પક્ષના, વેજવૂડ, બૅનને, બૅને, નોટના, જવાબમાં, ચિતાગોંગની, ઘટનાનો, કટોકટીની, સત્તાઓને, અમલી, બનાવવાના, અર્વિનના, નિર્ણયનો, ખુલ્લો, કટોકટીના, અમલમાં, મૂકવાનો, રાખવાની, ભારતની, મતભેદ, હિજલી, કૅમ્પમાં, પેડીની, કલેક્ટર, ડગ્લસે, બળવાને, દબાવી, થોડા, દિવસોમાં, જુલાઈમાં, અલીપુર, ગાર્લિકને, ઘાટે, ઉતારી, ચિતાગોંગના, કેસની, ઑક્ટોબરમાં, મૈમનસિંઘ, જિલ્લામાં, ડર્નો, આંખ, ગુમાવી, ઍડવર્ડ, વિલિયર્સ, નજીવી, માર્ચમાં, મિદનાપુરના, ડિસ્ટ્રિક્ટ, મેજિસ્ટ્રેટ, જેમ્સ, પેડીને, તપાસમાં, હત્યાની, વીસેક, ગામમાંથી, સાક્ષી, મળ્યો, બદલામાં, વીણી, વીણીને, નાખવાનું, પ્રવૃત્તિ, ૧૯૩૭, ચાલી, ૧૯૩૨ની, ૩૦મી, એપ્રિલે, મિદનાપુર, જિલ્લાના, કલેક્ટરને, ક્રાન્તિકારીએ, ગોળીથી, કોલકાતાના, વડા, લૉમૅનને, લૉમૅનની, વિદ્યાર્થી, બિનૉયકૃષ્ણ, બસુએ, બાદલ, દિનેશચંદ્ર, મળીને, રાઇટર્સ, બિલ્ડિંગ, જેલોના, સિમ્પસનની, ઑફિસમાં, મળવાની, પરવાનગી, માગી, સિમ્પસન, માથું, ઊંચું, જુએ, તેનાથી, વરસાવી, બેફામ, ગોળીબાર, ભાગ્યા, ટાઉનેન્ડે, રૂમમાંથી, જોયા, ખુરશી, બિનૉય, છુટી, ગળામાં, ખૂંપી, નેલસને, ક્રાન્તિકારીને, પકડ્યો, જાંઘમાં, ત્રણેય, નેલસનના, રૂમમાં, નાયબ, પહોંચ્યો, ત્રણમાંથી, બિનૉયે, ઝેર, લીધું, બાદલને, માથામાં, મરવાનો, ત્રીજા, દિનેશ, ગુપ્તાને, ડોકમાં, એટલી, વધી, લોકોનો, મળવાનો, કેટલાંયે, ગામોમાં, પકડવા, છાપા, ઘરોમાં, ઘૂસીને, ઘરવખરીની, તોડફોડ, જ્યારે, અગ્રગણ્ય, ટીમ, ગામોની, સત્ય, સત્યાગ્રહને, અનુસરીને, મીઠું, બનાવતા, મારવાના, પ્રયાસમાં, ક્રેગની, રામકૃષ્ણ, બિશ્વાસ, કાલીપદા, ચક્રવર્તીને, રામકૃષ્ણને, કાલીપદાને, દેશનિકાલની, જૂનમાં, આખું, ડાયનેમાઇટનું, નેટવર્ક, શક્તિથી, પ્રભાવિત, શરમની, જેમને, જામીન, જુલમો, ગુજારવામાં, ઓઅણ, પાર્ટીનું, રહસ્ય, છતું, છૂટી, વાતોના, સાંધવામાં, સત્તાવાળાઓ, પહોંચતાં, કેદીઓ, પહોંચવું, ખરેખર, જાણવું, કાઢવામાં, હુમલાના, શરણે, વિદ્રોહીઓને, શકતા, ધરપત, ડાયનેમાઇટ, ક્રાન્તિકારીઓના, દસ્તીદારને, કોર્ટે, ૧૯૩૪ની, ૧૨મી, મળેલી, માહિતી, મુજબ, જુલમ, ગુજારીને, દાંત, હથોડા, મારીને, હાથપગ, ભાંગી, બેહોશ, ફાંસીએ, લટકાવી, દેવાયા, કુટુંબીજનોને, સોંપતાં, કશા, સંસ્કાર, ટ્રંકમાં, ઠાંસીને, ઉપસાગરમાં, છોડાવવાની, તરકીબો, શોધવા, યુગાંતર, શાખાના, ઘડી, પોલિસને, કેટલાયની, ધરપકડ, રહેંસી, નાખ્યું, પત્નીની, બન્યું, ક્રાન્તિકારીનું, ક્યાં, જાણતું, સ્થાન, બદલતા, રહેતા, ચલાવતા, ખેડૂત, દૂધવાળાના, વેશમાં, દૂધ, વેચવા, નીકળતા, જાણનારા, ભારે, ઉઠાવીને, ભોજન, રહેવાસની, માથા, સાટે, રૂપિયાનું, ઇનામ, નામની, વ્યક્તિને, સંતાયા, લાલચમાં, પકડાવી, મઝા, માણી, એકવાર, જમતો, સેનને, છરાથી, ગળું, છૂટાં, તેમની, ચાલ્યો, ૧૯૩૨ના, તરીપાર, ઠર્યા, બાકીનાને, રાયને, સન્નારીઓને, સલામ, દાયકામાં, ભૂમિકા, ઘણાય, વીરોનાં, ઇતિહાસ, એટલો, ફેલાયેલો, સ્રોતમાંથી, શક્યું, તમામ, વીરો, વીરાંગનાઓ, જેમણે, પ્રાણ, મોટાં, બલિદાન, આપ્યાં, આશરો, આપવાના, સંદેશાઓની, અપરાધમાં, સાવિત્રી, સુહાસિની, ગાંગુલી, અનેક, મહિલાઓને, સૌને, વંદન, જેમનો, સૌની, ક્ષમાયાચના, અધ્યાયને, પકડાયા, તારકેશ્વરને, કલ્પનાની, ઉંમર, આજીવન, જેલજીવન, કમ્યુનિસ્ટોના, સ્થાને, સામુદાયિક, ચેતના, જગાવવા, વિચારતાં, ૧૯૪૨ની, મૂવમેંટમાં, કારાવાસની, કમ્યુનિસ્ટ, પાર્ટીના, જોશી, પતિ, કમાતા, કલ્પનાએ, ક્લકતાના, ઇંડીયન, સ્ટેટિસ્ટિકલ, ઇંસ્ટીટ્યૂટમાં, નોકરી, નિવૃત્તિ, કાર્યોમાં, રહ્યાં, ૧૯૯૫માં, થતાં, માસ્ટરદાનાં, અનન્ય, સાથીએ, ૨૪ની, ૧૯૩૨, શનિવાર, પહાડતલી, ઑફિસર્સ, રેલવેના, થતા, મોજમસ્તી, રાત, મોજમસ્તીની, બોંબધડાકા, ચીસાચીસ, મિનિટ, ક્લબમાં, ઘાયલોના, કણસવાના, અવાજો, ઊઠતા, વડ્ડેદારની, આગેવાની, નવલોહિયા, હેમખેમ, અણીદાર, કરચો, પહેરેલું, શર્ટ, ડગલું, ભરી, ગજવામાંથી, પોટેશિયમ, સાઇનાઇડની, કાઢીને, ચાવી, ક્લબથી, દસેક, મીટરના, અંતરે, દેહ, જુવાનોએ, ફાંસીના, ફંદાને, વહાલો, ગણ્યો, પરાક્રમમાં, ભેટનાર, તરીકેનું, વડ્ડેદારને, ફાળે, ચિતાગોંગ, મળ્યાં, સૈનિકોએ, ટેઅકરીઓ, ગામે
Text of the page (random words):
ાથીએ પણ વિદાય લીધી આ મહાન સન્નારીઓને સલામ બંગાળમાં ૧૯૩૦ના દાયકામાં જે સશસ્ત્ર ક્રાન્તિકારી આંદોલન થયું તેમાં માસ્ટરદાની ભૂમિકા બહુ મહત્ત્વની રહી ઘણાય વીરોનાં નામ અહીં રહી ગયાં છે કારણ કે ઇતિહાસ એટલો ફેલાયેલો છે કે બધું એક જ સ્રોતમાંથી નથી મળી શક્યું પરંતુ આપણે એ તમામ વીરો અને વીરાંગનાઓ જેમણે પ્રાણ ન આપ્યા હોય તો પણ બહુ મોટાં બલિદાન આપ્યાં ક્રાન્તિકારીઓને આશરો આપવાના કે એમના સંદેશાઓની આપ લે કરવાના અપરાધમાં સાવિત્રી દેવી સુહાસિની ગાંગુલી અને બીજી અનેક મહિલાઓને ચાર ચાર વર્ષની સજાઓ થઈ એ સૌને વંદન કરીએ જેમનો ઉલ્લેખ રહી ગયો હોય તે સૌની ક્ષમાયાચના સાથે આ ચિત્તાગોંગના અધ્યાયને અહીં સમાપ્ત કરીએ છીએ 000 સંદર્ભઃ ૧ years of change in bengal and assam સર રૉબર્ટ રીડ ૧૯૬૬ ૨ gentlemanly terrorists political violence and the colonial state in india દુર્વા ઘોષ ગૂગલ બુક્સ ૩ chitttagong armoury raiders કલ્પના દત્ત આ પુસ્તક કલ્પનાજીએ પોતે જ લખ્યું છે પાછલી જિંદગીમાં એમણે દત્તા ને બદલે દત્ત લખવાનું શરૂ કર્યું હતું આ પુસ્તક મૂળ ૧૯૪૬માં પ્રકાશિત થયું બધી તસવીરો બિનવ્યાવસાયિક હેતુ માટે ઇંટરનેટ પરથી લીધી છે આ ઉપરાંત કેટલીયે વેબસાઇટો પણ જોઈ છે જેની સૂચી નીચે આપી છેઃ 1 culturalindia net 2 indiafacts org 3 thebetterindia com 155824 4 www thebetterindia com 181498 5 mythicalindia com features page 6 thedailystar net 7 myind net 8 self gutenberg org 9 historica fandom com 10 feminisminindia com like loading author dipak dholakia posted on 23 04 2020 29 04 2020 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 45 india slavery and struggle for freedom part 3 chapter 44 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ ૧૯૧૬થી ૧૯૩૫ પ્રકરણ ૪૪ ચિત્તાગોંગ શસ્ત્રાગાર પર ક્રાન્તિકારીઓનો કબજો અને બીજી ઘટનાઓ ૨ માસ્ટરદા અને પ્રીતિલતા તો તરત છૂટાં પડી ગયાં હતાં માસ્ટરદાના નાના ભાઈ નિર્મલ સેન પ્રીતિલતા સાથે હતા પણ શહીદ થઈ ગયા જે કોઈ પકડાઈ ગયા હતા તેમની સામે કેસ ચાલ્યો અને ૧ માર્ચ ૧૯૩૨ના રોજ એમનો ચુકાદો આવ્યો ૧૨ જણને તરીપાર કરવામાં આવ્યા ૩૨ નિર્દોષ ઠર્યા અને બાકીનાને બે ત્રણ વર્ષની સજાઓ થઈ સૌથી નાના ૧૪ વર્ષના સુબોધ રાયને જનમટીપની સજા થઈ આ બાજુ માસ્ટરદા ક્યાં છે તે કોઈ જાણતું નહોતું એ પોતાનાં સ્થાન બદલતા રહેતા હતા અને જે કંઈ કામ મળે તે કરીને કામ ચલાવતા હતા ક્યારેક એ ખેડૂત બની જતા તો ક્યારેક દૂધવાળાના વેશમાં દૂધ વેચવા નીકળતા એમને જાણનારા લોકો ભારે જોખમ ઉઠાવીને એમના ભોજન અને રહેવાસની વ્યવસ્થા કરતા એમના માથા સાટે પોલીસે દસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું સૂર્ય સેન એ વખતે એક નેત્ર સેન નામની વ્યક્તિને ઘરે સંતાયા હતા પણ એણે દસ હજાર રૂપિયાની લાલચમાં એમને પકડાવી દીધા જો કે નેત્ર સેન દસ હજાર રૂપિયાની મઝા માણી ન શક્યો એકવાર એ જમતો હતો ત્યારે એક ક્રાન્તિકારી નેત્ર સેનને ઘરે આવ્યો અને લાંબા છરાથી એનું ગળું રહેંસી નાખ્યું એની પત્નીની નજર સામે આ બન્યું પણ એણે પોલીસને ક્રાન્તિકારીનું નામ ન કહ્યું હવે ક્રાન્તિકારીઓ માસ્ટરદાને જેલમાંથી છોડાવવાની તરકીબો શોધવા લાગ્યા યુગાંતર પાર્ટીની ચિત્તાગોંગ શાખાના પ્રમુખ તારકેશ્વર દસ્તીદારે એની યોજના ઘડી પણ એ પાર પાડી શકાય તે પહેલાં જ પોલિસને એની જાણ થઈ ગઈ અને તારકેશ્વર કલ્પના દત્તા અને બીજા કેટલાયની પોલીસે ધરપકડ કરી લીધી સૂર્ય સેન અને તારકેશ્વર દસ્તીદારને કોર્ટે મોતની સજા કરી ૧૯૩૪ની ૧૨મી જાન્યુઆરીએ એમને ફાંસી આપી દેવાઈ પછી મળેલી માહિતી મુજબ માસ્ટરદા પર પોલીસે જુલમ ગુજારીને એમના દાંત તોડી નાખ્યા હતા હથોડા મારીને હાથપગ ભાંગી નાખ્યા હતા રિપોર્ટ પ્રમાણે એ બેહોશ હતા તેમ છતાં ફાંસીએ લટકાવી દેવાયા જેલના અધિકારીઓને એમની લાશો કુટુંબીજનોને સોંપતાં ડર લાગ્યો એટલે કશા જ અંતિમ સંસ્કાર વિના બે ટ્રંકમાં લાશો ઠાંસીને બંગાળના ઉપસાગરમાં ફેંકી દીધી સરકારના અત્યાચારો અને ક્રાન્તિકારીઓના હુમલા ડાયનેમાઇટ કેસ ૧૯૩૧ના જૂનમાં ચિત્તાગોંગમાં આખું ડાયનેમાઇટનું નેટવર્ક પકડાઈ ગયું લોકો ક્રાન્તિકારીઓની શક્તિથી પ્રભાવિત થઈ ગયા અને પોલીસ માટે આ શરમની વાત હતી તરત જ ચિત્તાગોંગ આર્મરીના કેસમાં જેમને જામીન મળ્યા હતા કે જે નિર્દોષ છૂટ્યા હતા એવા પાંચ જણને ફરી પકડી લેવામાં આવ્યા અને એમના પર જુલમો ગુજારવામાં આવ્યા ઓઅણ એમણે પાર્ટીનું કોઈ રહસ્ય છતું ન કર્યું આમ છતાં પોલીસે એમની છૂટી છવાઈ વાતોના તાર સાંધવામાં જેલના સત્તાવાળાઓ સફળ રહ્યા આ સમાચાર બહાર પહોંચતાં આ કેદીઓ સુધી કેમ પહોંચવું તે મોટો સવાલ હતો એમણે ખરેખર કંઈ કહ્યું હતું કે નહીં તે જાણવું જરૂરી હતું આથી એક રસ્તો કાઢવામાં આવ્યો અને આર્મરી હુમલાના એક સાથી અનંતા સિંઘ જાતે જ પોલીસને શરણે થઈ ગયા હવે એ જેલમાં વિદ્રોહીઓને મળી શકતા હતા એમણે એ યુવાનોને ધરપત આપી અને ખાતરી કરી લીધી કે એમાંથી કોઈએ કોઈ વાત બહાર નહોતી પાડી બીજી બાજુ આપણે ગયા પ્રકરણમાં વાંચ્યું હતું તેમ પોલીસ અધિકારી ક્રેગને મારવાના પ્રયાસમાં એક બંગાળી અધિકારી માર્યો ગયો હતો કારણ કે ક્રેગની જગ્યાએ એ ગયો હતો આ કેસમાં બે યુવાનો રામકૃષ્ણ બિશ્વાસ અને કાલીપદા ચક્રવર્તીને સજા થઈ રામકૃષ્ણને ફાંસી આપી દેવાઈ અને કાલીપદાને દેશનિકાલની સજા થઈ અત્યાચારો એટલી હદ સુધી વધી ગયા કે લોકોનો ટેકો મળવાનો સવાલ જ ન હોય હુમલા પછી એક મહિને કેટલાંયે ગામોમાં પોલિસે ક્રાન્તિકારીઓને પકડવા માટે છાપા માર્યા એમણે ઘરોમાં ઘૂસીને લોકોને માર્યા અને ઘરવખરીની તોડફોડ કરી આના પછી જ્યારે બંગાળના આઠ અગ્રગણ્ય નેતાઓની ટીમ આ ગામોની તપાસ માટે ગઈ તો સત્ય બહાર આવ્યું કે લોકો તો ગાંધીજીના મીઠાના સત્યાગ્રહને અનુસરીને મીઠું બનાવતા હતા બદલામાં ક્રાન્તિકારીઓએ વીણી વીણીને અંગ્રેજ અધિકારીઓને મારી નાખવાનું શરૂ કર્યું આ પ્રવૃત્તિ ૧૯૩૭ સુધી ચાલી ૧૯૩૨ની ૩૦મી એપ્રિલે મિદનાપુર જિલ્લાના કલેક્ટરને એક ક્રાન્તિકારીએ ગોળીથી ઉડાવી દીધો જો કે ક્રાન્તિકારી ત્યાં જ પકડાઈ ગયો આપણે જોઈ ગયા કે ૧૯૩૦ના ઑગસ્ટમાં જ કોલકાતાના પોલીસ વડા લૉમૅનને ઢાકામાં મારી નાખ્યો અને એની જગ્યાએ આવેલા ટેગર્ટ પર હુમલો થયો લૉમૅનની હત્યા કરનાર વિદ્યાર્થી બિનૉયકૃષ્ણ બસુએ આઠમી ડિસેમ્બરે બાદલ ગુપ્ત અને દિનેશચંદ્ર ગુપ્ત સાથે મળીને રાઇટર્સ બિલ્ડિંગ પર છાપો માર્યો અને જેલોના ઇન્સ્પેક્ટર જનરલ એન એસ સિમ્પસનની ઑફિસમાં જઈને એને મળવાની પરવાનગી માગી એમને અંદર જવાની છૂટ મળતાં એ અંદર ગયા અને સિમ્પસન માથું ઊંચું કરીને એમને જુએ તેનાથી પહેલાં જ એના પર ગોળીઓ વરસાવી અને પછી બેફામ ગોળીબાર કરતા ભાગ્યા એક અધિકારી ટાઉનેન્ડે પોતાના રૂમમાંથી જોયા અને એમનો રસ્તો રોકવા ખુરશી ફેંકી પણ બિનૉય અને એના સાથીઓની ગોળી છુટી અને એના ગળામાં ખૂંપી ગઈ નેલસને એક ક્રાન્તિકારીને પકડ્યો પણ એને જાંઘમાં ગોળી વાગી ત્રણેય ક્રાન્તિકારીઓ નેલસનના રૂમમાં હતા ત્યારે નાયબ ઇન્સ્પેક્ટર જનરલ ત્યાં પહોંચ્યો ત્રણમાંથી બિનૉયે ઝેર ખાઈ લીધું હતું બાદલને માથામાં ગોળી વાગી હતી એ મરવાનો હતો ત્રીજા દિનેશ ગુપ્તાને ડોકમાં ગોળી લાગી હતી એ પકડાઈ ગયો એના પર કામ ચાલ્યું અને એને ફાંસી આપી દેવાઈ તે પછી ૧૯૩૧ના માર્ચમાં મિદનાપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જેમ્સ પેડીને કોઈએ મારી નાખ્યો તપાસમાં જણાયું કે એની હત્યાની યોજનામાં વીસેક જણ સામેલ હતા પણ ગામમાંથી કોઈ સાક્ષી ન મળ્યો ક્રાન્તિકારીઓને પાસેના હિજલી કૅમ્પમાં રાખવામાં આવ્યા હતા ત્યાં એમણે બળવો કર્યો પેડીની જગ્યાએ આવેલા નવા કલેક્ટર આર ડગ્લસે આ બળવાને દબાવી દીધો પણ થોડા જ દિવસોમાં એની પણ હત્યા થઈ ગઈ એ જ વર્ષના જુલાઈમાં અલીપુર કોર્ટમાં જજ ગાર્લિકને મોતને ઘાટે ઉતારી દીધો અને ઑગસ્ટમાં ચિતાગોંગના કેસની તપાસ કરનાર ઇન્સ્પેક્ટર અહેસાનુલ્લાહ ખાન પણ માર્યો ગયો ઑક્ટોબરમાં મૈમનસિંઘ જિલ્લામાં આઈ સી એસ અધિકારી એલ જી ડર્નો પર હુમલો થયો એ તો બચી ગયો પણ એણે એક આંખ ગુમાવી બીજા જ દિવસે યુરોપિયન ઍસોસિએશનના એક નેતા ઍડવર્ડ વિલિયર્સ પર ક્રાન્તિકારીઓએ હુમલો કર્યો પણ એ નજીવી ઈજાઓ સાથે બચી ગયો બ્રિટિશ સરકાર અને ભારતની સરકાર વચ્ચે મતભેદ અહીં એક વાતની નોંધ લેવાની જરૂર છે કે ચિત્તાગોંગ આર્મરી પરના હુમલા પછી વાઇસરૉય અર્વિને બંગાળમાં કટોકટી લાગુ કરી દીધી હતી એક કારણ તો એ કે માસ્ટરદાના ઇંડિયન રીપબ્લિકન આર્મીના દસ્તાવેજોમાં કેટલીયે વાતોમાં ભગતસિંઘના હિંદુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશનના દસ્તાવેજોની ભાષા દેખાતી હતી અર્વિનને લાગ્યું કે પંજાબ અને બંગાળના ક્રાન્તિકારીઓ સંગઠિત થઈ ગયા હોય તો સામ્રાજ્ય માટે મોટું જોખમ હતું જો કે અર્વિનનો આ નિર્ણય મજૂર પક્ષના હોમ સેક્રેટરી વેજવૂડ બૅનને બહુ પસંદ ન આવ્યો બૅને અર્વિનની નોટના જવાબમાં ચિતાગોંગની ઘટનાનો ઉલ્લેખ ન કર્યો પરંતુ કટોકટીની સત્તાઓને અમલી બનાવવાના અર્વિનના નિર્ણયનો ખુલ્લો વિરોધ પણ ન કર્યો આમ છતાં એણે લખ્યું કે હું કટોકટીના અધિકારો અમલમાં મૂકવાનો વિરોધ નથી કરતો પણ એ ધ્યાન રાખવાની જરૂર છે કે સામાન્ય લોકો એને ટેકો આપતા હોવા જોઈએ ચિત્તાગોંગના ક્રાન્તિકારીઓમાં ઘણી યુવાન સ્ત્રીઓ પણ હતી આવતે અઠવાડિયે એમની કથા 000 સંદર્ભઃ ૧ years of change in bengal and assam સર રૉબર્ટ રીડ ૧૯૬૬ ૨ gentlemanly terrorists political violence and the colonial state in india દુર્વા ઘોષ ગૂગલ બુક્સ ૩ chitttagong armoury raiders કલ્પના દત્ત આ પુસ્તક કલ્પનાજીએ પોતે જ લખ્યું છે પાછલી જિંદગીમાં એમણે દત્તા ને બદલે દત્ત લખવાનું શરૂ કર્યું હતું આ પુસ્તક મૂળ ૧૯૪૬માં પ્રકાશિત થયું બધી તસવીરો બિનવ્યાવસાયિક હેતુ માટે ઇંટરનેટ પરથી લીધી છે આ ઉપરાંત કેટલીયે વેબસાઇટો પણ જોઈ છે જેની સૂચી નીચે આપી છેઃ 1 culturalindia net 2 indiafacts org 3 thebetterindia com 155824 4 www thebetterindia com 181498 5 mythicalindia com features page 6 thedailystar net 7 myind net 8 self gutenberg org 9 historica fandom com 10 feminisminindia com like loading author dipak dholakia posted on 16 04 2020 30 11 2024 categories history tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 44 india slavery and struggle for freedom part 3 chapter 43 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ ૧૯૧૬થી ૧૯૩૫ પ્રકરણ ૪૩ ચિત્તાગોંગ શસ્ત્રાગાર પર ક્રાન્તિકારીઓનો કબજો અને બીજી ઘટનાઓ ૧ ભગતસિંઘ રાજગુરુ અને સુખદેવ પર ખટલો ચાલતો હતો ગાંધીજીની દાંડી યાત્રા હજી સમાપ્ત જ થઈ હતી એ જ અરસામાં બંગાળમાં ફરી ક્રાન્તિકારીઓ સક્રિય બની ગયા ૧૮મી ઍપ્રિલ ૧૯૩૦ના રોજ માસ્ટરદા સૂર્ય સેનની સરદારી હેઠળ કૉલેજ અને સ્કૂલના છોકરાઓએ શસ્ત્રાગાર પર હુમલો કરીને દેશભરમાં ખળભળાટ મચાવી દીધો ચિત્તાગોંગની આ ઘટના આપણા સ્વતંત્ર્ય સંગ્રામમાં ભગત સિંઘના પરાક્રમ જેટલી જ મહત્ત્વની છે માસ્ટરદા ભગત સિંઘે સમાજવાદી વિચારો જોડીને હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન hsra બનાવ્યું હતું પણ બંગાળમાં હજી ભાવનાઓના આધારે સશસ્ત્ર આંદોલન ચાલતું હતું બંગાળના ક્રાન્તિકારીઓમાં પણ hsra ના વિદ્રોહીઓ જેવી જ પ્રબળ ભાવના હતી એમનું પણ લક્ષ્ય અંગ્રેજો સાથે સીધી લડાઈમાં ઊતરીને એમને હરાવવાનું હતું સૂર્ય સેન એક સ્કૂલમાં શિક્ષક હતા પહેલાં તો એ કોંગ્રેસમાં જોડાયા હતા અને ૧૯૨૦માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં સક્રિય હતા પણ ચૌરીચૌરાના બનાવ પછી ગાંધીજીએ આંદોલન રોકી દીધું તેથી એમને બહુ અસંતોષ હતો અને માત્ર શસ્ત્રોને માર્ગે જ આઝાદી મળશે એમ માનીને અંગ્રેજો વિરુદ્ધ એમણે સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓને સંગઠિત કરવાનું શરૂ કર્યું અને ઇંડિયન રીપબ્લિકન આર્મીની રચના કરી એમણે નિર્ભયપણે જાનફેસાની કરવા માટે કિશોરોને તૈયાર કર્યા એમણે એલાન કર્યું ભારતના યુવાનોને માથે ક્રાન્તિનું એક મહાન કાર્ય આવી પડ્યું છે આપણા રાષ્ટ્રનાં અરમાન અને અપેક્ષાઓને સંતોષવાનું દેશભક્તિપૂર્ણ કાર્ય કરવાની જવાબદારી પાર પાડવાનું ગૌરવ આપણને ચિત્તાગોંગવાસીઓને મળે છે માસ્ટરદાએ એકઠા કરેલા યુવાનોમાં ગણેશ ઘોષ લોકનાથ બાલ નિર્મલ સેન અંબિકા ચક્રવર્તી નરેશ રાય વિનોદ બિહારી ચૌધરી તારકેશ્વર દસ્તીદાર શશાંક દત્તા અર્ધેન્દુ દસ્તીદાર હરિગોપાલ બાલ ટેગરા અનંતા સિંઘ જીવન ગોસ્વામી આનંદ પ્રસાદ ગુપ્ત પ્રીતિલતા વોડેદાર કલ્પના દત્તા સુબોધ રાય દેવી પ્રસાદ ગુપ્ત અને બીજા ઘણા યુવાનો હતા પરંતુ સશસ્ત્ર વિદ્રોહીઓ એક દેશવ્યાપી સંગઠન બનાવીને લડતા નહોતા એ એમની નબળાઈ હતી તો એનું એક મજબૂત પાસું પણ હતું એક સ્થળે થયેલા કૃત્યને બીજા સ્થળ સાથે સાંકળવાનું અઘરું હતું એટલે ઠેરઠેર વિદ્રોહીઓ હતા એમના વચ્ચે કડી શોધી શકાતી નહોતી માસ્ટરદા અને એમના ભાઈ તારકેશ્વર દસ્તીદારે જે કર્યું તે અલગ પડી આવે છે અને કાકોરી ટ્રેન લૂંટવાનો નિષ્ફળ બનાવ બન્યા પછીની આ એક બહુ જ સફળ કાર્યવાહી હતી ઇંડિયન રીપબ્લિક આર્મીની વ્યૂહરચના એ હતી કે બૅંકો લૂંટવી સરકારી તિજોરી લૂંટવી ચિત્તાગોંગને કલકતાથી વીખૂટું પાડી દેવા માટે રેલવે સેવાઓ ખોરવી નાખવી તાર ટપાલ ઑફિસો પર હુમલા કરવા અને શસ્ત્રાગારો પર હુમલા કરવા એ ગૂડ ફ્રાઇડેનો દિવસ હતો રાજશાહી ડિવીઝનનો કમિશનર સર રૉબર્ટ રીડ વાઘના શિકારે જવાની તૈયારી કરતો હતો ત્યારે એને સમાચાર મળ્યા કે ચિત્તાગોંગ આર્મરી પર વિદ્રોહીઓએ હુમલો કર્યો છે રૉબર્ટ રીડ સામ્રાજ્યવાદી સરકારના દૃષ્ટિકોણથી લખે છેઃ ૧૮મી ઍપ્રિલ ૧૯૩૦ ગૂડ ફ્રાઇડેના દિવસે લાંબા વખતથી બંગાળ પ્રાંતમાં સુષુપ્ત પડેલું બંગાળી ત્રાસવાદી આંદોલન ખૂબ તીવ્રતાથી સક્રિય થયું આ અત્યાચાર લગભગ ગાંધીએ મુંબઈના કાંઠે દાંડીમાં મીઠાનો કાયદો તોડવા સાથે શરૂ કરેલા સવિનય કાનૂનભંગને પગલે જ શરૂ થયો સાથે જ લગભગ શરૂ થયો આમ જે હિંસાચાર બંગાળમાં શરૂ થયો તેને કાબૂમાં લેવામાં બીજાં છ વર્ષ લાગવાનાં હતાં અને પ્રાંતની સરકારને માથે દસ લાખ પૌંડનો ખર્ચ પડ્યો અને કેટલાય મુલ્કી અધિકારીઓ સૈનિકો અને નિર્દોષ નાગરિકોના જાન ગયા રીડ વધુમાં કહે છેઃ આર્મરી પરનો છાપો બંગાળમાં ત્રાસવાદી પાર્ટીએ કરેલો સૌથી મોટો બળવો હતો અને બહુ કાળજીથી એની યોજના બની હતી રીડના જણાવ્યા પ્રમાણે વિદ્રોહીઓએ ચાર ટુકડીઓ બનાવી હતી એ બધા એ રાતે કોંગ્રેસ પાર્ટીની ઑફિસે એકઠા થયા ગણ્નેશ ઘોષના નેતૃત્વ હેઠળ છ વિદ્રોહીઓની એક ટુકડીએ પોલીસના શસ્ત્રાગાર આર્મરી પર હુમલો કરવાનો હતો બીજી ટૂકડીની જવાબદારી લોકનાથ બાલને સોંપાઈ હતી એમની સાથે દસ જણ હતા એમણે સહાયક લશ્કરી દળના શસ્ત્રાગાર પર હુમલો કરવાનો હતો ત્રીજી ટુકડીએ યુરોપિયનોની ક્લબ પર છાપો મારવાનો હતો અને ચોથી ટુકડીએ ટેલીફોન એક્સચેન્જ અને ટેલીગ્રાફ ઑફિસને નષ્ટ કરવાનાં હતાં ક્લબ પર હુમલો કરનારી ટુકડી ત્યાં પહોંચી ત્યારે ક્લબ ખાલી હતી એટલે એ ટુકડી બીજી કોઈ ટુકડી સાથે ભળી ગઈ પોલીસ આર્મરી પર પચાસ માણસોએ હુમલો કર્યો એમણે ત્યાંના સંત્રીને ગોળીએ દીધો અને તલવારો પિસ્તોલો પોતાના કબ્જામાં લઈ લીધી એ જ વખતે એકાદ માઇલ દૂર બીજી ટુકડીએ આર્મરીના સહાયક દળના શસ્ત્રાગાર પર હુમલો કર્યો આમાં એક સાર્જન્ટ મેજર અને બે સિપાઈ માર્યા ગયા તે પછી વિદ્રોહીઓએ આર્મરીનો દરવાજો તોડી નાખ્યો અને રાઇફલો પિસ્તોલો અને કારતુસો લઈ લીધાં પણ બન્ને હુમલામાં કોઈ મોટો જથ્થો હાથ ન લાગ્યો ટેલીગ્રાફ ઑફિસ પર ગયેલી ટુકડીએ ઑફિસનો સદંતર નાશ કર્યો અને તારનાં સાધનો દોરડાંનો ખુરદો બોલાવી દીધો એ તે પછી એમણે ચિત્તાગોંગને સ્વતંત્ર જાહેર કર્યું અને બધા પોલીસલાઇનમાં એકઠા થયા અહીં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ જે સી ફાર્મરને સમાચાર મળી ગયા હતા એટલે એણે બંદર પરની નાની હથિયારબંધ ટુકડીને બોલાવી લીધી હતી એણે એક તોપ પણ મંગાવી લીધી હતી એના તોપમારા પછી વિદ્રોહીઓ શહેરની બહાર જલાલાબાદની ટેકરીઓના જંગલમાં સંતાઈ ગયા અહીં એ ત્રણ દિવસથી થાક્યાપાક્યા ખાધાપીધા વગર પડ્યા હતા પ્રભાષ પાલને એમણે પહેરા માટે રાખ્યો હતો ત્યાંથી એક ટ્રેન પસાર થતી એનું ત્યાં સ્ટેશન નહોતું પણ એ ઊભી રહી પ્રભાષને કંઈક વિચિત્ર લાગ્યું એણે જોયું કે ટ્રેનમાંથી ઇન્ફન્ટ્રીના સૈનિકો ઊતર્યા પ્રભાષે બીજા બધાને સાવધાન કરી દીધા માસ્ટરદાએ આ વખતે લોકનાથ બાલને સર્વાધિનાયક બનાવ્યા અને પોતે નિર્મલ સેન અને પ્રીતિલતા વોડેદાર સાથે ત્યાંથી નીકળી ગયા નિર્મલ માસ્ટરદાના નાના ભાઈ હતા ઢાલગટ ગામમાં છુપાઈને પ્રીતિલતા અને નિર્મલ સેન બે પોલીસ અધિકારીઓ અહેસાનુલ્લાહ ખાન અને ચાર્લ્સ જ્ હોનસનને મારી નાખવાની યોજના બનાવતાં હતાં પણ અહેસાનુલ્લાહને ખબર મળી ગયા પોલીસે એમના છુપાવાના સ્થળ પર હુમલો કર્યો નિર્મલ ઝપાઝપી માટે તૈયાર હતા પણ કંઈ કરે તે પહેલાં જ એ ગોળીનો શિકાર બની ગયા અને પ્રીતિલતા એકલાં ભાગી છૂટ્યાં ચિત્તાગોંગના પોલીસ શસ્ત્રાગાર પર હુમલો કરવાની યોજનામાં માસ્ટરદાને પ્રીતિલતાની બહુ મદદ મળી હતી આ બાજુ ટેકરીઓ પર હવે ક્રાન્તિકારીઓ અને ઇન્ફન્ટ્રીના ગોરખા સૈનિકો વચ્ચે ઘમસાણ યુદ્ધ ખેલાયું ક્રાન્તિકારીઓ મચક આપતા નહોતા પણ એમની બંદુકો હવે જામ થવા માંડી હતી તેલ તો હતું નહીં એટલે એમણે પોતાના ઘાયલ સાથીઓના લોહીનો ઉપયોગ ઊંઝણ તરીકે કર્યો પોલીસ દળ પણ થાકવા લાગ્યું હતું એંસી ગોરખા સૈનિકો માર્યા ગયા હતા અને ક્રાન્તિકારીઓને રાતના અંધારામાં પકડી શકાય તેમ નહોતું એટલે સાંજ પડતાં રીડના શબ્દોમાં શહેરની ભયભીત વસ્તીના રક્ષણ માટે ટુકડીને પાછી બોલાવી લેવાઈ તે પછી ક્રાન્તિકારીઓ ટેકરીઓ પરથી નીચે આવ્યા એમના ૧૨ સાથીઓ વીરમૃત્યુને ભેટ્યા હતા વળી બીજી સવારે પોલીસ પાર્ટીએ હુમલો કરતાં કેટલાયે વિદ્રોહીઓના જાન ગયા કે પકડાઈ ગયા આ હુમલામાં કુલ ૬૫ ક્રાન્તિકારીઓ હતા ક્રાન્તિકારીઓમાંથી કેટલાક ચંદ્રનગર પહોંચી ગયા હતા ચંદ્રનગર અને પોંડીચેરી એ વખતે ફ્રેન્ચ નિયંત્રણમાં હતાં પરંતુ કલકત્તાનો પોલીસ કમિશનર ટેગર્ટ ફ્રાન્સના વહીવટદારનો મિત્ર હતો એટલે ટેગર્ટ ચંદ્રનગર જઈ શક્યો અને ત્યાં બધા ક્રાન્તિકારીઓને ફ્રાન્સની મદદથી શોધીને મારી નાખ્યા ચાર મહિના પછી ઑગસ્ટમાં ટેગર્ટ કલકત્તાના ડલહૌઝી ચોકમાંથી જતો હતો ત્યારે એના પર બોંબ ફેંકાયો પણ એ બચી ગયો એ જ મહિનાના અંતમાં કલકત્ત...
|