Meta tags:
description= 4 posts published by Dipak Dholakia during June 2020;
Headings (most frequently used words):
ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, સંઘર્ષનો, નવો, માર્ગ, ૧૯૧૬થી, ૧૯૩૫, પ્રકરણ, dipak, dholakia, spam, blocked, બીજી, ગોળમેજી, પરિષદ, મહિનો, જૂન, 2020, 54, 53, 52, 51, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૫૪, ૫૩, ૫૨, ગાંધી, અર્વિન, કરાર, ૫૧, ધરાસણાની, ધાડ,
Text of the page (most frequently used words):
અને (113), હતા (66), પછી (40), 2020 (33), કરી (32), માટે (30), ડિસેમ્બર (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), જાન્યુઆરી (28), ગાંધીજી (28), નથી (28), ગોળમેજી (28), જૂન (27), સપ્ટેમ્બર (27), હતો (27), સાથે (27), એમણે (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), 2024 (26), કહ્યું (26), 2019 (25), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2021 (24), 2023 (24), હતી (23), એટલે (23), હતું (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), freedom (20), struggle (20), કોઈ (20), એમને (20), 2013 (18), 2022 (18), જોઈએ (18), હું (17), બીજા (17), 2011 (16), india (16), and (15), બધા (15), હોય (15), ગયા (15), 2014 (14), તૈયાર (14), કરવા (14), એમના (14), ગાંધીજીએ (14), થાય (14), પરિષદમાં (14), 2025 (13), dipak (13), slavery (13), for (13), સરકાર (13), પરંતુ (13), અર્વિન (13), કોંગ્રેસ (13), હવે (12), કર્યું (12), કંઈ (12), શકાય (12), શકે (12), વાત (12), શરૂ (11), dholakia (11), ભારત (11), આવ્યા (11), એમની (11), એમાં (11), મારી (10), વધારે (10), પહેલાં (10), ગાંધી (10), એના (10), નહીં (10), છું (10), ભાગ (10), બીજી (10), આઝાદી (9), લોકો (9), મને (9), ત્યાં (9), તેમ (9), કર્યો (9), શું (9), કરે (9), માત્ર (9), ગાંધીજીને (9), પરિષદ (9), પ્રતિનિધિઓ (9), બ્રિટન (9), મુલતવી (9), martyrs (8), indian (8), part (8), chapter (8), ગુલામી (8), માટેનો (8), સંઘર્ષ (8), કારણ (8), હતાં (8), પાસે (8), થયું (8), આગળ (8), તેમાં (8), વિશે (8), પહેલી (8), કોમી (8), લઘુમતીઓના (8), લગભગ (7), નેતાઓ (7), કર્યા (7), નેતા (7), સરોજિની (7), અહીં (7), થયો (7), તરીકે (7), નક્કી (7), મુખ્ય (7), એવું (7), કરાર (7), પ્રતિનિધિ (7), રીતે (7), વાતચીત (7), સુધી (7), બેઠક (7), કરતા (6), મેં (6), કરતાં (6), ત્રણ (6), આવ્યો (6), ધરપકડ (6), આપી (6), બહુ (6), ફરી (6), એણે (6), છોડી (6), કોંગ્રેસના (6), માર્ગ (6), અથવા (6), તમે (6), વાઇસરૉય (6), નહોતો (6), આપણે (6), સમય (6), આંદોલન (6), કોંગ્રેસની (6), સમવાય (6), અમને (6), મુસ્લિમ (6), તરફથી (6), like (5), બારી (5), પસંદ (5), શોધો (5), પોતાના (5), વિદેશી (5), સત્યાગ્રહ (5), નીચે (5), તેની (5), પોલીસે (5), છતાં (5), વિના (5), દીધું (5), પોતે (5), જેલમાં (5), એમનો (5), આપ્યો (5), થયા (5), મીઠાના (5), ગાંધીજીના (5), ગાંધીજીની (5), મીઠું (5), વગેરે (5), એનો (5), હશે (5), રહી (5), એની (5), કંઈક (5), પ્રકરણ (5), નવો (5), માગણી (5), મારા (5), ચર્ચા (5), અમે (5), મળ્યા (5), પ્રધાન (5), ડિપ્રેસ્ડ (5), ત્યારે (5), અધિકારો (5), મીટિંગ (5), કરો (4), com (4), blocked (4), નવી (4), spam (4), adventurous (4), subhashbabu (4), webgurjari (4), વેબગુર્જરી (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), ઘણા (4), સ્વયંસેવકો (4), વખતે (4), આવી (4), જતા (4), ચાલતી (4), શ્રીમતી (4), આખી (4), વાર (4), પોતાનો (4), એમાંથી (4), માની (4), એવી (4), એને (4), સામે (4), હુમલો (4), રિપોર્ટ (4), કહી (4), જાય (4), દિવસ (4), કરવું (4), જાહેર (4), સત્યાગ્રહીઓ (4), ધાડ (4), વાતચીતમાં (4), ખુલાસો (4), એવા (4), સારુ (4), પાછા (4), સંઘર્ષનો (4), ૧૯૧૬થી (4), ૧૯૩૫ (4), કોંગ્રેસને (4), વાઇસરૉયે (4), લખે (4), જેમાં (4), વિગતો (4), સ્થિતિ (4), આવે (4), પ્રમાણે (4), મળી (4), નિર્ણય (4), વચ્ચે (4), નહોતી (4), લંડન (4), બ્રિટિશ (4), બ્રિટનની (4), રૂઢિચુસ્ત (4), વિલિંગ્ડન (4), માટેની (4), વિચાર (4), રાજાઓ (4), રાજકીય (4), સમિતિમાં (4), આંબેડકરે (4), સમિતિ (4), this (3), wordpress (3), other (3), uncategorized (3), history (3), https (3), સંદર્ભઃ (3), ૦૦૦ (3), જુદા (3), વાતો (3), નહોતા (3), પડી (3), હજી (3), આવતા (3), સાવ (3), બાજુ (3), પ્રયાસ (3), જમીન (3), ઘાયલોને (3), પડતા (3), ચાલુ (3), જગ્યાએ (3), લઈને (3), ઊભા (3), પહોંચ્યા (3), ટેકો (3), તરત (3), રહ્યા (3), આજે (3), જવાનો (3), ધરાસણા (3), નાયડૂની (3), બધું (3), છેઃ (3), કારખાના (3), ૧૫મી (3), ધરાસણાના (3), ઈમામ (3), બધાને (3), અબ્બાસ (3), તૈયબજી (3), કાયદો (3), પત્ર (3), વાઇસરૉયને (3), ૧૨મી (3), સ્થાન (3), દેશમાં (3), કરશે (3), સત્તા (3), માગે (3), કરીને (3), સાથેની (3), માનતા (3), સરકારે (3), મહત્ત્વ (3), ભંગ (3), રહ્યો (3), ૧૯૩૦ના (3), મહાદેવભાઈ (3), નિર્દોષ (3), પુણ્યશાળી (3), ગણાય (3), leave (3), comment (3), દરજ્જો (3), આપવા (3), મીટિંગમાં (3), જમીનો (3), કેમ (3), બાપુ (3), રાતે (3), કોંગ્રેસે (3), મુદ્દા (3), મુદ્દો (3), વલણ (3), જરૂરી (3), ફેડરેશન (3), આના (3), પરિષદની (3), નહોતું (3), ચાલી (3), બહાર (3), થવાનું (3), કરું (3), ઉપરાંત (3), પ્રભાશંકર (3), બહાદુર (3), સપ્રુ (3), કારણે (3), અધિકાર (3), પરિષદનાં (3), સ્પષ્ટ (3), બંધ (3), અર્વિને (3), આથી (3), ભારતના (3), વચન (3), દેખાડી (3), ૧૯૩૧ની (3), ઑગસ્ટે (3), ક્લાસિસ (3), મળીને (3), રવાના (3), અલી (3), હિન્દુ (3), આંબેડકર (3), છેલ્લો (3), કરવાનું (3), દેશની (3), પરિષદના (3), કટોરો (3), ઇંગ્લેંડ (3), માનતો (3), વિશેની (3), ધોરણે (3), મતદાર (3), સફળ (3), સવાલ (3), ઉકેલ (3), સારું (3), અનૌપચારિક (3), શીખો (3), અમારે (3), લેતા (3), site (2), નામ (2), required (2), ટિપ્પણીઓ (2), રહ્યું (2), view (2), report (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 286 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), આવો (2), email (2), address (2), દ્વારા (2), મહાદેવભાઈની (2), ડાયરી (2), પુસ્તક (2), બોલતા (2), ધરાસણામાં (2), અમેરિકન (2), દેશી (2), કપડાં (2), બહિષ્કાર (2), ગયો (2), નાયડૂ (2), અંગ્રેજ (2), ઑફિસર (2), લીધી (2), અખત્યાર (2), દૂર (2), ફેંકી (2), ચારે (2), પડતી (2), આવું (2), હોવા (2), વિરોધ (2), મારતા (2), શાંત (2), રહેવા (2), મૂક્યા (2), વ્યૂહ (2), પોલીસની (2), નજીક (2), જવાનું (2), લાઠીઓનો (2), અવાજ (2), હાથ (2), સાથીઓ (2), ઘાયલ (2), થતા (2), કામ (2), લાગ્યા (2), સ્વયંસેવકોએ (2), જવા (2), કેન્દ્ર (2), હાથમાં (2), દોરડાં (2), સૉલ્ટ (2), વર્ક્સ (2), સૉલ્ટવર્ક્સ (2), લાઠીઓ (2), તોડી (2), ધસી (2), સત્યાગ્રહીઓએ (2), જરાય (2), ગાંધીજીનો (2), દેહ (2), તમારી (2), પોતાની (2), વેબ (2), અઠવાડિયે (2), સત્યાગ્રહીઓને (2), પત્રકાર (2), સમાચાર (2), ભારતની (2), મેની (2), સવારે (2), હેઠળ (2), તરફ (2), દક્ષિણ (2), નીકળ્યા (2), ખિલાફતના (2), ગામડે (2), શરૂઆતના (2), છઠ્ઠી (2), મીઠાનો (2), તોડ્યા (2), થોડા (2), ૧૪મીએ (2), કરવાનો (2), સમજી (2), આખા (2), ઘરે (2), સ્થિતિમાં (2), બનાવવાના (2), શબ્દ (2), ગુજરાતીમાં (2), વાપર્યો (2), જેમ (2), લેશે (2), અર્થ (2), જશે (2), પ્રયત્ન (2), અહિંસક (2), સંપૂર્ણ (2), પ્રગટ (2), હિંસા (2), સરકારને (2), પત્રમાંથી (2), બને (2), મોટી (2), બાકી (2), રહેલા (2), કેવી (2), બેઠા (2), ધરાસણાની (2), vol (2), એનું (2), પરિણામ (2), સત્તાના (2), સમાન (2), વર્કિંગ (2), અનુભવ્યું (2), એકલા (2), ખુલ્લા (2), શબ્દોમાં (2), વ્યક્ત (2), કરારને (2), પાછી (2), રાત (2), વાંચી (2), મુસદ્દો (2), શરૂઆત (2), અમુક (2), સામેલ (2), લાભ (2), તેનો (2), ભારતીયોની (2), પક્ષ (2), મિત્રો (2), નાખવાનો (2), કાઢી (2), સિદ્ધાંતો (2), જતી (2), સામાન્ય (2), ઘણી (2), અર્વિનની (2), જેથી (2), જેવી (2), રાખવા (2), સુલેહ (2), ઇચ્છા (2), ભલે (2), ઈશ્વર (2), વડો (2), તોયે (2), કહો (2), છીએ (2), સમાધાન (2), લખ્યું (2), આગ્રહ (2), મળવું (2), મનઃસ્થિતિ (2), દીવાન (2), દૃષ્ટિકોણ (2), પંડિત (2), મળવા (2), અલ્હાબાદ (2), વાટાઘાટો (2), લખીને (2), મળવાનો (2), માગ્યો (2), શાસ્ત્રી (2), તેજ (2), મળવાના (2), સિવાય (2), પરિણામો (2), ધીમે (2), જેલમાંથી (2), જોતાં (2), સ્વાભાવિક (2), લીધો (2), બ્રિટનને (2), લાગ્યું (2), ભારતમાં (2), મળે (2), કરવાથી (2), વળે (2), ગયું (2), બોલાવીને (2), મતભેદો (2), જોડાય (2), પડશે (2), દેખાડીએ (2), હોવાનું (2), આપે (2), ડોમિનિયન (2), માટેના (2), રાખવાનું (2), આમાં (2), જાતનું (2), આવીને (2), પ્રકરણમાં (2), બ્રિટનમાં (2), the (2), round (2), table (2), conference (2), london (2), અંકમાં (2), લંડનના (2), છાપાંઓએ (2), આર્થિક (2), વિષય (2), ૧૯મી (2), સંકટ (2), નિષ્ફળ (2), વડા (2), પક્ષનો (2), સૅમ્યુઅલ (2), સરકારનું (2), મુસલમાનો (2), હતાઃ (2), બેગમ (2), સુબ્બરાયન (2), મુંજે (2), બાબાસાહેબ (2), ટ્રેડ (2), જોશી (2), મળવાનું (2), જાણતા (2), ૨૯મી (2), તેનાથી (2), ચાલ (2), સ્વતંત્રતાની (2), નાયડુ (2), પ્રતિનિધિત્વ (2), સીધા (2), ચાલે (2), મારે (2), એટલું (2), 1931 (2), નીતિ (2), હોવી (2), ઠરાવ (2), સવાલનો (2), સ્વરાજ (2), સ્વરાજના (2), બની (2), લઘુમતી (2), સમિતિની (2), અચોક્કસ (2), રાખવી (2), યુરોપિયનોના (2), ભારતીય (2), ઑક્ટોબરે (2), અઠવાડિયું (2), મંત્રણાઓ (2), કરવી (2), બાંધી (2), તમારા (2), અભિપ્રાયને (2), સત્તાની (2), ઍંગ્લો (2), આગાખાન (2), સરદાર (2), થવાની (2), મહાત્મા (2), રજૂ (2), કેટલા (2), સૂચવ્યું (2), ચેરમૅન (2), સાતમી (2), સપ્ટેમ્બરે (2), વતી (2), મંડળ (2), લેવાના (2), માળખા (2), સમિતિના (2), રચના (2), સરકારની (2), ભૂમિકા (2), મહત્ત્વના (2), રાજ્યો (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, 100years, upi, sta_1930, html, natives, beaten, down, police, salt, bed, raid, webb, miller, બારમું, does, anyone, remember, abbas, tyabji, anil, nauriya, કૉલેજના, વિદ્યાર્થીઓ, ક્લાર્કો, ગુજરાતના, ભાગોમાંથી, અંગ્રેજી, એકલો, ખબરપત્રી, છૂટથી, ડ્રાઇવરો, વાહનમાં, બેસાડવા, પહેર્યાં, જેનો, ચાલતો, ગરમી, વધવા, માંડી, ધીમો, વીસ, ડૉક્ટરો, નર્સો, પહોંચ્યાં, ઝાડીઓમાં, આંબાના, ઝાડ, ઘાયલોની, સારવાર, લાગ્યાં, શાહે, પાસેની, ઝૂંપડીમાં, ૨૦૦ને, પાટાપીંડી, જોયું, અથડામણ, નજીકની, જગ્યાએથી, કાર્યવાહીનું, સંચાલન, થોડી, મિનિટો, સિપાઈઓ, રીત, સ્વયંસેવકોને, ઘસડીને, ઊભો, ખાડીની, ધાર, દેવાનું, કેટલાકને, ખાડીમાં, દીધા, કીચડમાં, ફંગોળાવાથી, માટી, ઊછળીને, વર્તન, થતું, અવરોધ, તાબે, એથી, પોલીસનો, મિજાજ, બગડતો, હરોળ, બેઠેલા, લોકોને, લાતો, થોડે, સ્વયંસેવકોનું, ટોળું, એકઠું, તેમાંથી, પોલીસને, ટોણા, સમજાવતા, રહેતા, છાપામારોને, ખદેડી, નેતાઓએ, બદલ્યો, સૂઈ, કેટલીયે, ચેતવણી, મોખરે, પીટવાનું, જેમના, પ્રહાર, થતો, ઊંહકારો, બચાવનો, આળોટવા, લાગતા, કીચડવાળી, પડેલા, જોયા, કેટલાક, બેભાન, પીડાથી, કરાંજતા, સોએક, છેટો, માણસોનાં, શરીર, સંભળાતો, ભીડ, જોતી, ક્યારેક, સિસકારા, સંભળાતા, બચાવ, ઊંચે, ટપોટપ, જોઈને, જયકાર, નમ્રતાથી, માર, ખમતા, સ્ટ્રેચરોમાં, નાખીને, હુમલા, સતત, માણસો, એટલા, જલદી, સ્ટ્રેચરવાળાઓ, પડ્યું, સ્ટ્ર્રેચરોની, ધાબળા, ઉપાડવા, અગરોથી, વારના, અંતરે, ત્યાંથી, બીજે, બનાવી, કતારબંધ, તાર, કાપવાની, કાતરો, પ્રેતોનું, સરઘસ, નીકળ્યું, અર્ધોએક, માઇલ, ચાલીને, ૪૦૦, સિપાઈઓના, બંદૂકો, સ્વયંસેવકોમાંથી, સૂત્રો, કાંટાળા, તારને, આપતી, થાંભલીઓ, વિંટાળ્યાં, નાખવા, હચમચાવવા, પોલીસવાળા, વીખેરાઈ, પાડી, બાજુથી, લાઠીઓથી, ઝૂડવાનું, વિંઝાતી, હિન્દુસ્તાનીઓ, જ્યાં, ઢગલો, ચાંદનીના, અજવાળામાં, સફેદ, કપડાંમાં, સજ્જ, પ્રાર્થના, કવયિત્રી, કંતામણની, જાડી, સાડી, પગમાં, મોજાં, વગરનાં, નરમ, ચંપલ, આવ્યાં, જોશભર્યું, ભાષણ, આત્મા, આદેશ, ૨૫૦૦, સ્વતંત્રતાપ્રેમીઓએ, ૨૬૦, ઇંડિયા, ૧૯૩૦, મિલરનો, નાયડૂએ, એકઠા, યુનાઇટેડ, પ્રેસની, યુરોપિયન, એજન્સીનો, મિલર, હાજર, પોલિસના, અત્યાચારના, મોકલીને, દુનિયાને, ઘટનાઓથી, વાકેફ, રિપોર્ટનો, મુક્ત, અનુવાદ, હજાર, આગેવાની, કૂચ, સરિજિની, સાહેબ, અનીગાંધીજીના, આફ્રિકાવાસી, પુત્ર, મણીલાલ, કોર્ડન, કારખાનાના, રક્ષણ, ગોઠવાયેલી, પકડી, લીધા, છાપો, મારવા, સત્યાગ્રહીઓની, ટુકડીને, વધે, નાયડૂને, નેતાગીરી, સોંપાઈ, આફ્રિકાના, સાથી, સાહેબને, મદદમાં, મુકાયા, ખંભાતના, પ્રતિષ્ઠિત, શ્રીમંત, સુલેમાની, વોહરા, કુટુંબના, ૧૯૧૩માં, વડોદરાના, ચીફ, જસ્ટિસ, નિવૃત્ત, વખતથી, રંગે, રંગાઈ, છોડ્યાં, ખાદીમાં, ૧૯૨૮માં, એંસી, વર્ષની, ઉંમરે, બળદગાડામાં, બેસીને, ખાદીના, પ્રચાર, નીકળી, કાકા, બદરુદ્દીન, પ્રમુખોમાં, ૧૯૩૦માં, સુત્ર, પ્રચલિત, હિન્દુસ્તાન, grand, old, man, gujarat, ઓળખતું, તૈયબ, રાજ, ચાંદી, રુપૈયા, ખરા, એપ્રિલે, દાંડીમાં, કરાડી, અહીંથી, મોકલ્યો, તારીખે, મધરાતે, કરાડીમાંથી, લેવાઈ, ગાંધીજીનું, તૈયબજીએ, લીધું, વ્યૂહનું, તત્ત્વ, પકવતા, લાખોની, નવું, ઉંબાડિયું, સમુદ્ર્માંથી, કાર્યક્રમમાં, ઉમેરો, દારુનાં, પીઠાંઓ, ઉપર, પિકેટિંગ, કાપડનો, કાર્યક્રમો, ચાલતા, કાર્યક્રમ, સીધો, મીઠાને, લગતો, મીઠાનાં, કારખાનાંઓનો, કબજો, કારખાનાને, મારશે, ખળભળી, ઊઠી, બહારવટિયાઓ, કારખાનું, લૂંટી, અહિંસાનો, દેશે, કારખાનામાં, પ્રવેશવાનો, રોકશે, લોહી, રેડાશે, સત્યાગ્રહી, વળતો, કશું, દાંડીના, સત્યાગ્રહનું, આંદોલનની, શક્તિ, કાયદાનો, કાનૂની, રાહે, સજા, મૂકવી, સજાઓ, પ્રયાસો, દેસાઈ, પરના, જગતને, ક્યાં, જાણતી, ખરું, ઘવાયા, મર્યા, કરાંચીમાં, રાખે, ગોંધી, દૃઢતાપૂર્વક, ઇરાદા, નિર્દોષને, જોઉં, છૂટકો, થયે, માણસોની, કતલ, બેચાર, બનાવ, ચિત્તાગોંગના, પેશાવર, માનવાનું, મરે, સરખા, બંને, મરેલા, મેળે, કાઢેલા, વીણી, કૃપા, ઈશ્વરની, ખોઈ, જીવ, હજારો, નીકળશો, તેરમું, ચૌદમું, collected, works, mahatma, gandhi, નબળો, નોંધપાત્ર, મંત્રણાઓમાં, જાણ્યે, અજાણ્યે, સમોવડિયાનો, સામ્રાજ્યવાદી, પ્રતિનિધિએ, સમોવડિયા, સહીઓ, ચર્ચિલને, ગમ્યું, પૂર્વના, દેશોમાં, ચિરપરિચિત, ફકીર, જેવો, અર્ધનગ્ન, માણસ, મહાન, સામ્રાજ્યના, બનીને, મહેલનાં, પગથિયાં, ચડતો, વાતથી, સંતોષ, ગરીબો, બનાવવાનો, સમજૂતીઓમાં, સત્યાગ્રહના, કારણાસર, પકડાયેલા, હિંસામાં, સંડોવાયેલા, તેમને, મૂકવાની, કમિટીની, જવાહરલાલે, બળાપો, ગયાની, લાગણી, અંતે, સૌએ, મંજૂરી, મેળવાય, પાછું, મેળવી, ગયેલી, સમજતી, બુદ્ધિ, મહત્ત્વની, એકર, એકરના, ચપટી, મીઠાની, ચિડાયાઃ, જમીનની, બાબતમાં, વેચાઈ, ગયેલાં, ખેતરોનું, વાઇસરૉયના, વલણથી, રાજાજી, દુઃખી, સાંભળતો, ડૂસકાં, જવાહરલાલનાં, વલ્લભભાઈએ, દિખાઉંગા, પઢકર, કહતે, ક્યા, ભાઈ, ક્યોં, પૂછ્યું, બાપુએ, વંચાઈ, ઘાલીને, નીચું, માથું, સંભળાવતા, આખું, જાગીને, ઊંઘમાંથી, જવાહરલાલ, સમાધાનનો, અંતિમ, પોણાબે, વાગ્યે, ફર્યા, જગાડીને, સંભળાવવામાં, ઉપોદ્, ઘાત, સરસ, જ્યાંથી, તેના, મોળો, હોવાની, બધાની, છાપ, મહાદેવભાઈના, ખેડા, જિલ્લામાં, કરની, લડાઈ, ટાંચમાં, લીધેલી, આપવાનો, બીજાને, વેચી, દેવાઈ, વાઇસરૉયનું, પોલીસના, અત્યાચારોની, તપાસની, માનવા, બન્ને, પક્ષે, મતભેદ, વચલો, કાઢતા, મથે, પાડવા, મુદ્દાને, જવાબદારીના, બ્રિટનનો, ઢિચુસ્ત, અર્કને, મુદ્દાઓ, અનામતોના, અમલની, મૂળભૂત, સાવચેતીઓ, અનામતો, જવાબદારી, સિદ્ધાંત, માહિતી, વિચારની, અત્યારે, માગી, માનું, ફેરફાર, વલણમાં, બ્રિટનના, વાતચીતથી, બીજું, ૧૭મીએ, કેટલાય, આની, વિસ્તારના, ભયે, મોડી, રાતના, વાગ્યા, પહેલા, દિવસની, નોંધના, ફકરાનો, સાર, ખ્યાલ, દાંતને, જીભની, ભલામણ, પેલી, સગી, માના, સમજજો, બાળકને, જીવતો, વિયોગ, સહન, ઓરતોના, ચોટલા, તણાય, બાળકો, નિરર્થક, ચાબખા, ખાય, તણાઈને, કરવાની, વરુ, ઘેટાના, સ્વીકારવા, ઓરતોની, લાજ, લૂંટાય, બાળકોનાં, ઘરબાર, ઉજ્જડ, બેગુનાહ, ફાંસીએ, ચડે, મરણકાંઠે, બેઠેલો, હિંદુસ્તાનને, ફસાવવામાં, સહી, માગ્યા, ગાડાની, કૂતરાની, મર્યાદાનું, ભાન, રજકણ, રજકણને, ઈશ્વરના, જગતમાં, કચરાવું, કબૂલ, કર્તાહર્તા, પેલો, કુંભાર, વાપરવો, વાપરે, હારશે, જીતશે, હારવાપણું, સદાયના, હાર્યા, વાટાઘાટ, અંતરાત્માના, ચાલું, મુલાકાત, મિત્રોનો, શાંતિ, ભાવનગરના, પટણીને, લખેલા, છતો, મોતીલાલ, નહેરુની, તબીયત, લથડી, હોવાના, મળતાં, લખનઉ, ફેબ્રુઆરીએ, એમનું, અવસાન, લખનઉથી, શ્મશાન, યાત્રાની, તૈયારી, ખંડમાં, નેતાઓની, ૧૩મીએ, કારોબારીની, સમાધાનની, આપવામાં, મુંબઈમાં, શ્રીનિવાસ, આગ્રહને, કાર્યક્ર્મ, માગતા, સ્પષ્ટતા, બનાવવું, લોકોનો, કુદરતી, કાનૂન, લોકોએ, ભોગવ્યો, સારાં, આંદોલનનો, પોતાનું, છૂટ્યા, મુંબઈ, ચિંચવડ, સ્ટેશને, ટ્રેનની, રાહ, એસોસિએટેડ, પ્રેસને, ઇંટરવ્યુ, આશા, દર્શાવી, મૂકશે, દિવસે, પત્રકારો, ભાર, મૂક્યો, કમિટીના, સભ્યોને, છોડવાથી, અટકે, જનસમૂહ, જાગી, ઊઠ્યો, પોતાને, ફાવી, ચલાવી, પ્રતિનિધિઓમાં, છોડવાનો, સીધી, વાતચીતનો, નવેમ્બરમાં, વગરની, સાબિત, ઘણાય, ખૂણે, બેસાડીને, વધવું, તાકાતનો, પરચો, ઉપેક્ષા, સમજાઈ, વચ્ચેના, સંયોગો, સરકારનો, વાંક, વાઇસરૉયનો, જાહેરાત, ગંભીરતાથી, વિચારે, બોલાવવાનું, ભારતનાં, બધાં, જૂથોને, આમંત્રણ, અપાશે, નરમાશ, પડે, પહેલું, આંદોલનને, રોકવાનું, દરખાસ્ત, ખાતરી, ભારતને, અધીન, રાજ્યનો, સ્ટેટસ, જઈને, તર્ક, આપ્યા, જીત, લાગતાવળગતા, પક્ષો, હિત, જૂથોની, ભારતનો, પ્રશ્ન, ચર્ચવા, દેખાડવું, દેવું, ખુલ્લું, વાંચો, ભગતસિંઘને, છોડાવવા, સત્યાગ્રહનાં, ચોંકાવનારાં, નજીવો, લાગતો, આટલા, મોટા, આંદોલનમાં, પરિણમશે, કલ્પના, છેક, ૨૬મી, જાન્યુઆરીએ, છોડવામાં, અનુસંધાન, જોડીએ, legg, working, socialising, from, 1930e1932, journal, historical, geography, doi, org, 1016, jhg, 005, political, lives, sea, સંદર્ભ, પછીના, કાપડની, હોળીના, કાર્યક્રમને, લૅંકેશાયરની, કાપડ, મિલોને, ભારે, નુકસાન, મજુરો, કામધંધા, વિનાના, સત્તાવાળાઓને, ચિંતા, ક્યાંક, બેસે, ઉલટું, બહિષ્કારનાં, સમજાવ્યા, જોવા, ઊમટી, પડ્યાં, લંડનનાં, મુલાકાતને, આપ્યું, આંદોલને, રેંટિયાને, આઝાદીનું, પ્રતીક, ચિંતને, દુનિયાનું, ધ્યાન, ખેંચ્યું, ઘણાં, ટીકા, પહેરવેશ, હાસ્યનો, illustrated, news, અખબારે, પ્રસિદ્ધિ, ૧૯૩૧ના, ફોટાઓનું, સંકલન, પ્રકાશિત, લંડનમાં, તેનાં, અઠવાડિયાં, સરકારમાં, ઊભું, સ્થિતિને, સંભાળવામાં, આક્ષેપો, અની, રામસે, મૅક્ડોનલ્ડને, રાજીનામું, આપવાની, ફરજ, રાજાએ, રાષ્ટ્રીય, બનાવવાનું, મૅક્ડોનલ્ડ, પક્ષના, પ્રધાનોને, લેવા, પડ્યા, વેજવૂડ, બૅનની, હૉર, કડક, એમનાથી, હિન્દુઓ, રજવાડાંઓના, કુલ, મુલતાનમાં, જૂથમાં, પ્રકારના, સ્ત્રી, શાહ, નવાઝ, વ્યવસ્થાના, હિમાયતી, કર્નલ, હક્સર, ઉદ્દામવાદી, મૌલાના, શૌકત, મહાસભાના, નરમપંથી, જયકર, ક્લાસિસના, જહાજમાં, બિકાનેર, અલ્વરના, મહારાજાઓ, યુનિયનના, જાતનો, શંભુમેળો, હેતુથી, ચર્ચાઓ, સહપ્રવાસી, હોવાથી, બનતું, સારા, સંબંધો, બનવાને, બદલે, સામાજિક, ભેદભાવો, અસમાનતાઓ, નજરે, ચડી, આવતાં, અંગ્રેજોની, રહેવાના, પાસો, ફેંક્યો, વિલિંગ્ડનને, જવાથી, જવાના, ચાર, ૨૫મીએ, પાકો, નાખ્યો, ઉપયોગ, જનતાને, આકાંક્ષાઓને, વાચા, મદન, મોહન, માલવિયા, ૨૯મીએ, મુંબઈથી, રાજપુતાનામાં, થયાં, પરિષદને, ફૂટ, પડાવવા, વાપરવા, માગતું, નબળી, પાડવી, લક્ષ્ય, બહુમતી, દેખાડવાની, ભોગે, કાં, રજવાડાના, પોતપોતાની, કોમોનું, રાજાઓનો, સંબંધ, રહેશે, પરિવર્તનનો, સંતોષે, સ્વતંત્રતા, સ્ટેટસમાં, આડકતરી, અંગ્રેજોમાં, વિશ્વાસ, બધાએ, વધી, જૂઓ, અઠવાડિયાના, લેખમાં, આપેલો, સર્વોપરિતા, જોડાવા, ઝેરનો, જજો, રૂચ્યો, દેશને, ઝવેરચંદ, મેઘાણીનું, કાવ્ય, ભાવ, જવું, ભરીને, ઝેર, પીવા, બરાબર, કવિ, કહે, કદાચ, પરિષદમાંથી, ખાલી, હાથે, ફરવું, ૧૭મી, ઍપ્રિલે, લૉર્ડ, પાછો, હિન્દુસ્તાની, વસાહત, વિચારો, અર્વિનથી, હિન્દુસ્તાનનું, કૉમનવેલ્થમાં, મહત્ત્વનું, છોડવા, વિલિંગ્ડનના, દૃષ્ટિકોણમાં, ફેર, એટલો, હિન્દીઓમાં, અસંતોષ, તેને, ટાઢો, પાડવો, મહત્ત્વાકાંક્ષાઓ, સંતોષાય, થોડુંઘણું, આપવું, સંસ્થા, બરાબરીનો, આપીને, વસાહતમાંથી, હટી, ચળવળોને, કચડી, રસ્તો, કરતો, અભેરાઈએ, ચડાવી, દીધો, કેદીઓ, થયેલી, સમજૂતીનો, ખુલ્લો, second, session, september, december, iii, proceedings, minorities, committee, પ્રકાશન, ૧૯૩૨, ડાઉનલોડ, indianculture, gov, flipbook, 89519, સવાલની, ચર્ચામાં, વધશું, અલગ, મંડળમાં, મતદારોની, યાદી, સાર્વત્રિક, પુખ્ત, મતાધિકાર, હોવો, ઉમેર્યું, રસ્તા, શોધવામાં, બાધ, નડતો, આઠમીએ, ખરેખર, કોઈના, કોઈએ, મોકલ્યા, યોગ્ય, નિયંત્રણને, વકર્યા, માથાનો, મુકુટ, પાયો, આવવું, ઉકેલાશે, વાતમાં, શંકા, ગરમાવામાં, ભેદભાવનો, હિમખંડ, પીગળવા, લાગશે, સૂચવું, દરમિયાન, સવાલના, ઉકેલના, રાખી, રાખોઃ, હ્યુબર્ટ, કારે, કોમનું, રાખીને, મનથી, તરફેણ, ખ્રિસ્તી, દત્તાએ, રાખવાના, સૂચનને, આપું, આઠમી, થતી, કોમના, મારો, કોઈની, સાંભળવાનો, ઇનકાર, કોણ, સૌને, નિર્ણયથી, શકું, વળગી, રહો, અભિપ્રાયની, કિંમત, અભિપ્રાયથી, ઓછી, તમને, લાગતું, ટેબલ, અક્કડ, થઈને, બેસવા, કરવામાં, ખોટું, સૂચન, સ્વીકારી, હૃદયથી, સહકાર, આપો, નાયડુએ, પ્રધાનને, સંબોધીને, અપીલ, પ્રશ્નનો, હિન્દુસ્તાનીઓએ, શોધવાનો, બહારની, દરમિયાનગીરી, વગર, ઉકેલવો, હિન્દુસ્તાનીઓના, સ્વમાનને, શોભા, આપશે, વાતચીતો, લેવો, બનાવશે, ક્લાસિસને, કોમોને, બોલાવશે, ટૂંકો, જવાબ, આપ્યોઃ, without, doubt, નેશનાલિસ્ટ, ઈમામે, ગેરસમજ, કમિટી, બનાવતા, ફેડરલ, સ્ટ્રક્ચર, કોંગ્રેસનો, વાંચ્યો, મુસ્લિમો, કોમો, ગ્રુપો, ઇંડિયનોના, હેનરી, ગિડ્નીએ, સુર, પુરાવ્યો, કાલે, વલણની, બાકાત, ઇંડિયન, ખ્રિસ્તીઓના, રાય, પનીર, સેલ્વમ, જોડાયા, જાણતો, ગણતરીમાં, ૧લી, ગઈકાલે, નામદાર, મિત્રોને, મળ્યો, નિરાકરણ, લાવવા, વિનિમય, કરવો, શીખોના, ઉજ્જલ, સિંઘે, અઠવાડિયા, મેક્ડૉનલ્ડે, પ્રારંભિક, ભાષણમાં, જાણવા, મળ્યું, શક્યતાઓ, રાખીએ, જવાબમાં, આગાખાને, ડેલિગેશનને, આટલું, શોધવા, અમારી, માંગ, દીધી, ટકા, કહેવાનું, ગાંધીએ, યાદ, રાખવું, ડેલિગેશન, નાની, બનાવે, બધી, કોમોના, ભેગા, મેક્ડોનલ્ડે, અવિધિસર, થશે, બનાવવાની, જરૂર, મળશું, હશો, માને, ૨૮મી, અધિકારોની, સળંગ, રામ્સે, મેક્ડોનલ્ડ, બેઠકમાં, લીગના, ઝફરુલ્લાહ, ખાન, નૅશનાલિસ્ટ, કૉન્ફરન્સના, મહાસભા, સંપૂરણ, સિંઘ, સ્ત્રીઓ, શાહનવાઝ, રાધાબાઈ, યુનિયનો, ગિરી, રાષ્ટ્રપતિ, બન્યા, ઉદ્યોગપતિઓ, ઘનશ્યામ, દાસ, બિડલા, ખ્રિસ્તીઓ, ઇંડિયનો, જન્મેલા
Text of the page (random words):
આખી પ્રક્રિયા નિષ્ફળ રહી પરંતુ એમાં કેટલાયે સિદ્ધાંતો સ્થાપિત થયા અને એ પછી ૧૯૩૫ના કાયદામાં આવ્યા અને એના પ્રમાણે પ્રાંતિક ધારાસભાઓની રચના થઈ એટલું જ નહીં ૧૯૩૫નો કાયદો જ આપણા બંધારણનો આધાર બન્યો આમ ગોળમેજી પરિષદોમાં ઊપસેલી સંમતિઓ અને અસંમતિઓનું મહત્ત્વ ઓછું નથી ભારતની રાજ્યવ્યવસ્થા કેવી હોવી જોઈએ તે નક્કી કરવા માટે ત્રણ ગોળમેજી પરિષદો મળી સત્તાવાર દસ્તાવેજોમાં આ ત્રણેયને એક જ ગોળમેજી પરિષદનાં ત્રણ અધિવેશન તરીકે ઓળખાવાય છે બ્રિટન સરકારના રૂઢિચુસ્ત પ્રધાન સૅમ્યુઅલ હૉરે સમવાય માળખું સૂચવ્યું હતું એની સાથે લગભગ બધા સંમત હતા જ પણ કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે સત્તાની વહેંચણી નાણાં વ્યવસ્થા લશ્કરની રચના એમાં સરકારની ભૂમિકા ન્યાયતંત્ર અને એના અધિકારો વગેરે સવાલો પર નિર્ણયો લેવાના હતા દેશી રાજ્યોનો મુદ્દો પણ હતો સમવાય સરકારની પાર્લામેન્ટમાં રાજાઓ જોડાય તો એમના કેટલા પ્રતિનિધિઓ હોય એમના બ્રિટન સાથેના સીધા સંબંધોનું શું કરવું એ રાજાઓ માટે બહુ મહત્ત્વના મુદ્દા હતા તેમાં પણ રજવાડાં ત્રણ પ્રકારનાં હતાં વડોદરા બીકાનેર વગેરે મોટાં રાજ્યો બીજાં મધ્યમ સ્તરનાં અને ૩૨૬ નાનાં રાજ્યો હતાં પહેલી ગોળમેજી પરિષદ ૧૯૩૦ના નવેમ્બરની ૧૨મી તારીખથી ૧૯૩૧ની જાન્યુઆરીને ૧૯મી સુધી ચાલી પરંતુ કોંગ્રેસના નેતાઓ જેલમાં હતા અને પરિષદમાં કોંગ્રેસની ગેરહાજરી બહુ સાલી પહેલી ગોળમેજી પરિષદમાં જ સમવાય માળખા અને લઘુમતીઓના અધિકારો વિશે બે સમિતિઓ બની હતી સમવાય માળખાની સમિતિમાં રાજાઓ અથવા એમના દીવાનો પણ મોટી સંખ્યામાં હતા ભાવનગર વતી ગાંધીજીના મિત્ર અને બાહોશ ચાણાક્ય દીવાન સર પ્રભાશંકર પટ્ટણી આવ્યા હતા લઘુમતીઓના અધિકારોમાં મુખ્ય વિષય હતાઃ કેન્દ્રીય કે પ્રાંતીય ઍસેમ્બ્લીઓમાં સંયુક્ત મતદાર મંડળ હોવું જોઈએ કે કોમ પ્રમાણે જુદાં મતદાર મંડળ બનાવવાં અને દરેક કોમને કેટલી સીટો મળવી જોઈએ બીજી ગોળમેજી પરિષદમાં પહેલી પરિષદના રિપોર્ટ પર ચર્ચા કરીને નિર્ણય લેવાના હતા પણ સમવાય માળખા માટેની સમિતિના ચોથા રિપોર્ટ પછી અને અને લઘુમતીઓના અધિકારો વિશેની સમિતિના બીજા રિપોર્ટ પછી પણ કોઈ સ્પષ્ટ ચિત્ર ઊપસ્યું નહોતું લઘુમતીઓના અધિકારો માટેની સમિતિ બીજી ગોળમેજી પરિષદ ૧૯૩૧ની સાતમી સપ્ટેમ્બરે શરૂ થઈ અને પહેલી ડિસેમ્બર સુધી ચાલી ૨૮મી સપ્ટેમ્બરે લઘુમતીઓના અધિકારોની સમિતિની બેઠક સળંગ સાતમી મળી રામ્સે મેક્ડોનલ્ડ પોતે જ એનો ચેરમૅન હતો બેઠકમાં ગાંધીજી કોંગ્રેસ વતી ભાગ લેતા હતા મુસ્લિમ લીગના ઝફરુલ્લાહ ખાન નૅશનાલિસ્ટ મુસ્લિમ કૉન્ફરન્સના સર અલી ઈમામ હિન્દુ મહાસભા તરફથી ડૉ બી એસ મુંજે શીખો તરફથી સરદાર સંપૂરણ સિંઘ ડિપ્રેસ્ડ ક્લાસિસ તરફથી બાબાસાહેબ આંબેડકર સ્ત્રીઓ તરફથી બેગમ શાહનવાઝ રાધાબાઈ સુબ્બરાયન અને સરોજિની નાયડુ ટ્રેડ યુનિયનો તરફથી એન એમ જોશી અને વી વી ગિરી પછી ભારતના રાષ્ટ્રપતિ બન્યા અને ઉદ્યોગપતિઓ તરફથી ઘનશ્યામ દાસ બિડલા ભાગ લેતા હતા તે ઉપરાંત ભારતીય ખ્રિસ્તીઓ ઍંગ્લો ઇંડિયનો અને ભારતમાં જન્મેલા યુરોપિયનોના પ્રતિનિધિઓ પણ હતા સર ચીમનલાલ સેતલવાડ જેવા નામાંકિત ન્યાયવિદો પણ હતા સમિતિમાં સભ્ય ન હોય તેવા નેતાઓ પણ જાતે અથવા લેખિતમાં પણ પોતાનાં નિવેદનો આપી શકતા હતા જેમાં સર પ્રભાશંકર પટ્ટણીનું નિવેદન ઉલ્લેખનીય છે મેક્ડૉનલ્ડે પોતાના પ્રારંભિક ભાષણમાં કહ્યું કે મને જાણવા મળ્યું છે કે વાટાઘાટો ચાલે છે અને એ સફળ થવાની શક્યતાઓ છે તો આપણે આ મીટિંગ મુલતવી રાખીએ આના જવાબમાં આગાખાને કહ્યું કે આજે રાતે મહાત્મા ગાંધી મુસ્લિમ ડેલિગેશનને મળવાના છે બે મિત્રો મળે એવી એ મીટિંગ હશે મંત્રણાઓ વિશે આટલું જ કહી શકાય પરંતુ ડૉ આંબેડકરે પોતાનો પક્ષ રજૂ કર્યો કે કોમી સવાલનો ઉકેલ શોધવા માટે વાતચીત થવાની છે તે તો સારું છે પણ અમે ડિપ્રેસ્ડ ક્લાસિસ માટેની અમારી માંગ રજૂ કરી દીધી છે અને હવે મારે માત્ર અમને કેટલા ટકા પ્રતિનિધિત્વ મળવું જોઈએ તે જ કહેવાનું બાકી રહ્યું છે એટલે મહાત્મા ગાંધીએ યાદ રાખવું જોઈએ કે મુસ્લિમ ડેલિગેશન સાથે જે કંઈ વાતચીત થાય તેમાં અમને એ બાંધી ન શકે એમણે સૂચવ્યું કે ચેરમૅન પોતે જ એક નાની સમિતિ બનાવે જેમાં બધી કોમોના પ્રતિનિધિઓ હોય એ ભેગા મળીને વાત કરે પણ મેક્ડોનલ્ડે કહ્યું કે તમે લોકો અવિધિસર મળીને પછી અહીં આવો તે સારું થશે કોઈ સમિતિ બનાવવાની જરૂર નથી આપણે ફરી મળશું ત્યારે તમે જાણતા જ હશો કે તમે કહો છો તે વિશે બીજા શું માને છે આમ એ બેઠક મુલતવી રહી ફરી બધા બે દિવસ પછી ૧લી ઑક્ટોબરે મળ્યા ત્યારે ગાંધીજીએ કહ્યું કે ગઈકાલે હું નામદાર આગાખાન અને બીજા મુસ્લિમ મિત્રોને મળ્યો અને વાતચીત કરી તે પછી અમને લાગ્યું કે વાતચીત દ્વારા નિરાકરણ લાવવા માટે હજી એક અઠવાડિયું વિચાર વિનિમય કરવો જોઈએ એટલે ત્યાં સુધી બેઠક મુલતવી રાખવી જોઈએ આગાખાન અને શીખોના નેતા સરદાર ઉજ્જલ સિંઘે એમને ટેકો આપ્યો તે પછી બેઠક એક અઠવાડિયા માટે મુલતવી રહી પરંતુ ડૉ આંબેડકરે કહ્યું કે ગાંધીજી જે સમિતિ બનાવશે તેમાં અમને ડિપ્રેસ્ડ ક્લાસિસને કે બીજી લઘુમતી કોમોને બોલાવશે ગાંધીજીએ તો ટૂંકો જવાબ આપ્યોઃ without doubt પણ નેશનાલિસ્ટ મુસ્લિમ અલી ઈમામે કહ્યું કે કંઈક ગેરસમજ છે ગાંધીજી કોઈ કમિટી નથી બનાવતા આંબેડકરે કહ્યું કે ફેડરલ સ્ટ્રક્ચર વિશેની મીટિંગમાં ગાંધીજીએ કોંગ્રેસનો ઠરાવ વાંચ્યો હતો કે કોંગ્રેસ માત્ર મુસ્લિમો અને શીખો સાથે કોમી ધોરણે વાત કરશે બીજી કોમો કે ગ્રુપો સાથે નહીં ઍંગ્લો ઇંડિયનોના પ્રતિનિધિ સર હેનરી ગિડ્નીએ એમાં સુર પુરાવ્યો કે હું ડૉ આંબેડકર સાથે છું કારણ કે કાલે રાતે અમે ગાંધીજીને મળ્યા ત્યારે એમણે અમને પણ કોંગ્રેસના વલણની આ જ વાત કરી એટલે અમે પણ બાકાત થઈ ગયા ઇંડિયન ખ્રિસ્તીઓના પ્રતિનિધિ રાય બહાદુર પનીર સેલ્વમ પણ એમની સાથે જોડાયા એમણે કહ્યું કે ડૉ આંબેડકરે જે કહ્યું તે હું જાણતો જ નહોતો અમને ગણતરીમાં જ નથી લેતા તો આ સમિતિમાં અમારે કરવાનું શું છે સરોજિની નાયડુએ વડા પ્રધાનને સંબોધીને કહ્યું કે તમે જ અપીલ કરી છે કે આ પ્રશ્નનો ઉકેલ અમારે હિન્દુસ્તાનીઓએ શોધવાનો છે અને અમારે જ એ કોઈ બહારની સત્તાની દરમિયાનગીરી વગર ઉકેલવો જોઈએ એ હિન્દુસ્તાનીઓના સ્વમાનને શોભા આપશે એટલે જ અનૌપચારિક વાતચીતો કરવી જોઈએ અને તે પછી આ સમિતિમાં નિર્ણય લેવો જોઈએ તે પછી ગાંધીજીએ ખુલાસો કર્યો કે કોંગ્રેસની નીતિ છે કે કોમના ધોરણે માત્ર મુસલમાનો સાથે કે શીખો સાથે વાત કરવી અને એ જ મારો મત છે આમ છતાં મેં કે કોંગ્રેસે બીજા કોઈની વાત સાંભળવાનો તો ઇનકાર નથી કર્યો અને હું કોણ છું કે સૌને મારા નિર્ણયથી બાંધી શકું તમે તમારા અભિપ્રાયને વળગી રહો હું મારા અભિપ્રાયને તમારા અભિપ્રાયની કિંમત મારા અભિપ્રાયથી ઓછી નથી તમને એમ લાગતું હોય કે આ ટેબલ પર અક્કડ થઈને બેસવા કરતાં નજીક આવીને વાત કરવામાં કંઈ ખોટું નથી તો આ મીટિંગ મુલતવી રાખવાનું સૂચન સ્વીકારી લો અને મને હૃદયથી સહકાર આપો આના પછી યુરોપિયનોના પ્રતિનિધિ હ્યુબર્ટ કારે કહ્યું કે મારી કોમનું પણ નામ નથી પણ હું મીટિંગ મુલતવી રાખીને ખુલ્લા મનથી વાત થાય તેની તરફેણ કરું છું બીજા એક ભારતીય ખ્રિસ્તી ડી દત્તાએ પણ કહ્યું કે હું પણ મુલતવી રાખવાના સૂચનને ટેકો આપું છું તે પછી આઠમી ઑક્ટોબરે મળવાનું નક્કી થયું અને એક અઠવાડિયું અનૌપચારિક મંત્રણાઓ થતી રહી મીટિંગ અચોક્કસ સમય સુધી મુલતવી રાખોઃ ગાંધીજી આઠમીએ બધા ફરી મળ્યા ત્યારે ગાંધીજીએ જાહેર કર્યું કે એમનો પ્રયાસ સફળ ન થયો એમણે કહ્યું કે સફળ ન થવાનું એક કારણ એ છે કે અહીં જે કોઈ આવ્યા છે તે ખરેખર કોઈના પ્રતિનિધિ નથી એમને કોઈએ પસંદ કરીને મોકલ્યા નથી સરકારે એમને પસંદ કર્યા એટલે અહીં આવ્યા છે અને લઘુમતીઓના સવાલ પર વિચાર કરવા માટે આ સમય યોગ્ય પણ નથી આજે વિદેશી સત્તાના નિયંત્રણને કારણે કોમી મતભેદો વધારે વકર્યા છે એટલે આ સવાલનો ઉકેલ આવે તે સ્વરાજ માટે સારું છે પણ એ સ્વરાજના માથાનો મુકુટ બની શકે પાયો નહીં એટલે કે સ્વરાજ પહેલાં આવવું જોઈએ કોમી સવાલ તે પછી ઉકેલાશે મને જરાય એ વાતમાં શંકા નથી કે સ્વરાજના ગરમાવામાં કોમી ભેદભાવનો હિમખંડ પીગળવા લાગશે આથી હું સૂચવું છું કે લઘુમતી સમિતિની બેઠક અચોક્કસ સમય સુધી મુલતવી રાખવી જોઈએ કે જેથી તે દરમિયાન કોમી સવાલના ઉકેલના અનૌપચારિક પ્રયાસ ચાલુ રાખી શકાય અને રાખવા જોઈએ તે પછી એમણે કોંગ્રેસની નીતિ વિશે ખુલાસો કર્યો કે અમે કોમી ધોરણે અલગ મતદાર મંડળમાં નથી માનતા બધા મતદારોની એક જ સમાન યાદી હોવી જોઈએ અને સાર્વત્રિક પુખ્ત મતાધિકાર હોવો જોઈએ પણ એમણે ઉમેર્યું કે કોંગ્રેસના ઠરાવ પ્રમાણે સમાધાન ન થઈ શકે તો બીજા રસ્તા શોધવામાં મને કોઈ બાધ નડતો નથી કોમી સવાલની એટલે કે લઘુમતીઓના અધિકારો વિશેની ચર્ચામાં આપણે આવતા અઠવાડિયે આગળ વધશું ૦૦૦ સંદર્ભઃ https indianculture gov in flipbook 89519 indian round table conference second session 7 september 1931 to 1 december 1931 vol iii proceedings of minorities committee પ્રકાશન ૧૯૩૨ ડાઉનલોડ નહીં કરી શકાય like loading author dipak dholakia posted on 25 06 2020 30 11 2024 categories history tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 54 india slavery and struggle for freedom part 3 chapter 53 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ ૧૯૧૬થી ૧૯૩૫ પ્રકરણ ૫૩ બીજી ગોળમેજી પરિષદ ૧ ૧૭મી ઍપ્રિલે લૉર્ડ અર્વિન ઇંગ્લેંડ પાછો ગયો અને એની જગ્યાએ વિલિંગ્ડન વાઇસરૉય તરીકે આવ્યો વિલિંગ્ડન રૂઢિચુસ્ત પક્ષનો હતો અને હિન્દુસ્તાની વસાહત માટે એના વિચારો અર્વિનથી જુદા પડતા હતા હિન્દુસ્તાનનું કૉમનવેલ્થમાં એટલું મહત્ત્વનું સ્થાન હતું કે ઇંગ્લેંડ એને કોઈ પણ રીતે છોડવા તૈયાર ન થાય એટલે અર્વિન અને વિલિંગ્ડનના દૃષ્ટિકોણમાં ફેર એટલો હતો કે અર્વિન એમ માનતો હતો કે હિન્દીઓમાં અસંતોષ છે તેને ટાઢો પાડવો જ જોઈએ એટલે એમની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ સંતોષાય એવું થોડુંઘણું આપવું જોઈએ એ કોંગ્રેસને દેશની મુખ્ય રાજકીય સંસ્થા માનતો હતો એટલે જ એણે ગાંધીજીને બરાબરીનો દરજ્જો આપીને કરાર કર્યા પરંતુ એ આ વસાહતમાંથી ઇંગ્લેંડ સંપૂર્ણ હટી જાય એમ તો એય નહોતો માનતો બીજી બાજુ વિલિંગ્ડન રાજકીય ચળવળોને કચડી નાખવાનો રસ્તો પસંદ કરતો હતો ગાંધી અર્વિન કરારને એણે અભેરાઈએ ચડાવી દીધો અને રાજકીય કેદીઓ વિશે થયેલી સમજૂતીનો ખુલ્લો ભંગ કરવાનું શરૂ કરી દીધું આમ પણ ગાંધીજીને ગોળમેજી પરિષદમાં જવાનો વિચાર રૂચ્યો નહોતો પણ અર્વિન સાથે કરાર કર્યા પછી ગયા સિવાય ચાલે એમ નહોતું એમણે દેશને કહી દીધું કે મારે કદાચ ગોળમેજી પરિષદમાંથી ખાલી હાથે જ પાછા ફરવું પડશે ઝવેરચંદ મેઘાણીનું કાવ્ય છેલ્લો કટોરો આ જ ભાવ વ્યક્ત કરે છે ગાંધીજી માટે ગોળમેજી પરિષદમાં જવું તે કટોરો ભરીને ઝેર પીવા બરાબર હતું પણ કવિ કહે છે છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ બ્રિટનની ચાલ બ્રિટન આ પરિષદને દેશમાં વધારે ફૂટ પડાવવા માટે વાપરવા માગતું હતું કોંગ્રેસને નબળી પાડવી એ એનું લક્ષ્ય હતું એટલે બહુમતી કોંગ્રેસની સ્વતંત્રતાની માગણી સાથે નથી એવું ગાંધીજીને દેખાડવાની તક જતી કરવા બ્રિટનની સરકાર કોઈ પણ ભોગે તૈયાર નહોતી બીજા બધા પ્રતિનિધિઓ કાં તો રજવાડાના હતા અથવા પોતપોતાની કોમોનું પ્રતિનિધિત્વ કરતા હતા રાજાઓનો દૃષ્ટિકોણ તો બ્રિટિશ સત્તા સાથે શા સંબંધ રહેશે તે હતો પણ બીજા બધા પ્રતિનિધિઓ સરકાર સત્તા પરિવર્તનનો વિચાર કરે તે પહેલાં એમની માગણી સંતોષે એવું જરૂરી માનતા હતા સ્વતંત્રતા કે ડોમિનિયન સ્ટેટસમાં એમને રસ નહોતો આડકતરી રીતે બધાને કોંગ્રેસ કરતાં અંગ્રેજોમાં વધારે વિશ્વાસ હતો જો કે પહેલી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ નહોતો લીધો ત્યારે બધાએ અનુભવ્યું હતું કે કોંગ્રેસ વિના વાત આગળ વધી જ ન શકે પરિષદના ત્રણ મુદ્દા હતા જૂઓ ગયા અઠવાડિયાના લેખમાં અર્વિને ગાંધીજીને આપેલો ખુલાસો રાજાઓ સીધા બ્રિટિશ સર્વોપરિતા હેઠળ રહેવા તૈયાર હતા પણ કોઈ જાતનું ફેડરેશન બને તેમાં જોડાવા તૈયાર નહોતા ગાંધીજી જાણતા હતા કે બધા અંગ્રેજોની સાથે રહેવાના છે એટલે એમણે ૨૯મી ઑગસ્ટે રવાના થવાનું હતું તેનાથી પહેલાં છેલ્લો પાસો ફેંક્યો અને વિલિંગ્ડનને પત્ર લખીને મળવાનો સમય માગ્યો એમણે સ્પષ્ટ લખ્યું કે દેશમાં જે સ્થિતિ છે તે જોતાં ગોળમેજી પરિષદમાં જવાથી કંઈ વળે તેમ નથી ૨૯મી ઑગસ્ટે એ જવાના હતા તેનાથી ચાર દિવસ પહેલાં ૨૫મીએ ગાંધીજી અને વિલિંગ્ડન મળ્યા તે પછી ગાંધીજી એ લંડન જવાનો નિર્ણય પાકો કરી નાખ્યો બ્રિટનની ચાલ એ સમજી ગયા હતા અને એનો જ ઉપયોગ કરવાનું એમણે નક્કી કર્યું જેમ બ્રિટન એમ દેખાડી શકે કે કોઈ કોંગ્રેસની સ્વતંત્રતાની માગણી સાથે નથી તેમ કોંગ્રેસ પણ દેશની જનતાને દેખાડી શકે કે દેશની આઝાદી માટેની આકાંક્ષાઓને માત્ર કોંગ્રેસ વાચા આપે છે ગાંધીજી સરોજિની નાયડુ અને પંડિત મદન મોહન માલવિયા ૨૯મીએ મુંબઈથી એસ એસ રાજપુતાનામાં રવાના થયાં બીજા પ્રતિનિધિઓ એમનાથી પહેલાં ૧૫મી ઑગસ્ટે હિન્દુઓ અને મુસલમાનો તેમ જ ડિપ્રેસ્ડ ક્લાસિસ અને રજવાડાંઓના કુલ મળીને ૨૬ પ્રતિનિધિઓ એક સાથે એસ એસ મુલતાનમાં લંડન તરફ રવાના થયા આ જૂથમાં બધા પ્રકારના પ્રતિનિધિઓ હતાઃ બે સ્ત્રી પ્રતિનિધિ બેગમ શાહ નવાઝ અને શ્રીમતી સુબ્બરાયન સમવાય વ્યવસ્થાના હિમાયતી કર્નલ કે એન હક્સર અને તેજ બહાદુર સપ્રુ ખિલાફતના ઉદ્દામવાદી નેતા મૌલાના શૌકત અલી હિન્દુ મહાસભાના નેતા ડૉ મુંજે અને નરમપંથી હિન્દુ નેતા એમ આર જયકર ડિપ્રેસ્ડ ક્લાસિસના નેતા બાબાસાહેબ આંબેડકર પણ આ જ જહાજમાં હતા તે ઉપરાંત બિકાનેર અલ્વરના મહારાજાઓ ટ્રેડ યુનિયનના નેતા એન એમ જોશી વગેરે હતા આમ એક જાતનો શંભુમેળો હતો અને બધા એક સાથે જ એક જ હેતુથી નીકળ્યા હતા એટલે એમના વચ્ચે ચર્ચાઓ થાય તે સ્વાભાવિક હતું પરંતુ એક સહપ્રવાસી બ્રિટિશ ઑફિસર લખે છે કે બધા એક સાથે હોવાથી સાથે મળવાનું બનતું જ હતું પણ એમાંથી એમના વચ્ચે સારા સંબંધો બનવાને બદલે સામાજિક ભેદભાવો અને અસમાનતાઓ વધારે નજરે ચડી આવતાં હતાં બ્રિટનમાં સરકારનું સંકટ બીજી ગોળમેજી પરિષદ શરૂ થાય તેનાં બે અઠવાડિયાં પહેલાં બ્રિટનની સરકારમાં સંકટ ઊભું થયું આર્થિક સ્થિતિને સંભાળવામાં સરકાર નિષ્ફળ ગઈ એવા આક્ષેપો થયા અની વડા પ્રધાન રામસે મૅક્ડોનલ્ડને રાજીનામું આપવાની ફરજ પડી જો કે રાજાએ એમને રાષ્ટ્રીય સરકાર બનાવવાનું કહ્યું એટલે મૅક્ડોનલ્ડ વડો પ્રધાન તો રહ્યો પણ રૂઢિચુસ્ત પક્ષના પ્રધાનોને પણ લેવા પડ્યા આમાં ભારત માટેના પ્રધાન તરીકે વેજવૂડ બૅનની જગ્યાએ રૂઢિચુસ્ત પક્ષનો સૅમ્યુઅલ હૉર આવ્યો આમ ગોળમેજી પરિષદમાં બ્રિટન સરકારનું વલણ વધારે કડક હશે એ પણ નક્કી થઈ ગયું ગાંધીજી લંડનમાં લંડનનાં છાપાંઓએ ગાંધીજીની મુલાકાતને બહુ મહત્ત્વ આપ્યું મીઠાના સત્યાગ્રહ અને એમના અહિંસક આંદોલને તેમ જ રેંટિયાને આર્થિક આઝાદીનું પ્રતીક બનાવવાના ચિંતને આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું ઘણાં છાપાંઓએ એમની ટીકા કરી એમનો પહેરવેશ પણ હાસ્યનો વિષય રહ્યો પણ લંડનના the illustrated news of london અખબારે એમને ઘણી પ્રસિદ્ધિ આપી ૧૯મી સપ્ટેમ્બર ૧૯૩૧ના અંકમાં તો એણે ગાંધીજીના ફોટાઓનું સંકલન પ્રકાશિત કર્યું વિદેશી કાપડની હોળીના એમના કાર્યક્રમને કારણે લૅંકેશાયરની કાપડ મિલોને ભારે નુકસાન થયું હતું અને મજુરો કામધંધા વિનાના થઈ ગયા હતા આમ છતાં ગાંધીજી એમને મળવા ગયા લંડનના સત્તાવાળાઓને ચિંતા હતી કે લોકો એમના પર ક્યાંક હુમલો કરી બેસે તો પણ થયું ઉલટું ત્યાં ગાંધીજીએ બહિષ્કારનાં કારણ સમજાવ્યા અને લોકો તો એમને જોવા માટે ઊમટી પડ્યાં હતાં ગોળમેજી પરિષદની વાતો હવે પછીના અંકમાં સંદર્ભ s legg political lives at sea working and socialising to and from the india round table conference in london 1930e1932 journal of historical geography https doi org 10 1016 j jhg 2019 12 005 like loading author dipak dholakia posted on 17 06 2020 23 06 2020 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 53 india slavery and struggle for freedom part 3 chapter 52 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ ૧૯૧૬થી ૧૯૩૫ પ્રકરણ ૫૨ ગાંધી અર્વિન કરાર ગાંધીજીને છેક ૧૯૩૧ની ૨૬મી જાન્યુઆરીએ છોડવામાં આવ્યા અહીં આપણે અનુસંધાન જોડીએ અહીં પ્રકરણ ૪૨ વાંચો જેલમાંથી બહાર આવીને ભગતસિંઘને છોડાવવા માટે ગાંધીજીએ શું કર્યું તેની વિગતો એ પ્રકરણમાં છે મીઠાના સત્યાગ્રહનાં પરિણામ બ્રિટન માટે ચોંકાવનારાં હતાં સાવ જ નજીવો લાગતો મુદ્દો આટલા મોટા આંદોલનમાં પરિણમશે તેની બ્રિટનમાં કલ્પના પણ નહોતી હવે વાઇસરૉયે બ્રિટનને કહ્યું કે કંઈક નરમાશ નહીં દેખાડીએ તો આંદોલન શાંત નહીં પડે એટલે પહેલું કામ આંદોલનને રોકવાનું છે અને તે તો માત્ર કંઈક કરતા હોવાનું દેખાડીએ તો જ થાય વાઇસરૉય અર્વિનની દરખાસ્ત એ હતી કે લંડન એવી ખાતરી આપે કે એ ભારતને અધીન રાજ્યનો દરજ્જો ડોમિનિયન સ્ટેટસ આપવા તૈયાર છે તો આંદોલન બંધ થાય અર્વિને લંડન જઈને ત્યાં ભારત માટેના પ્રધાન સાથે પણ ચર્ચા કરી પણ બ્રિટિશ સરકાર આવું વચન આપવા તૈયાર નહોતી એનો તર્ક એ હતો કે આ વચન આપ્યા પછી આંદોલન બંધ થાય એ તો એની જીત ગણાય એના પછી આંદોલન ચાલુ રાખવાનું કોંગ્રેસ પાસે પણ કોઈ કારણ ન હોય આથી એમ કરવું કે ભારતના બધા લાગતાવળગતા પક્ષો કે હિત જૂથોની પરિષદ બોલાવીને ભારતનો પ્રશ્ન ચર્ચવા બ્રિટન તૈયાર છે તે દેખાડવું આમ બધું પરિષદનાં પરિણામો પર છોડી દેવું આમાં કોઈ જાતનું વચન પણ નથી અને ખુલ્લું મન હોવાનું પણ દેખાડી શકાય આ પહેલાં પણ ૧૯૩૦ના નવેમ્બરમાં પહેલી ગોળમેજી પરિષદ મળી ગઈ હતી અને એ અર્થ વગરની સાબિત થઈ હતી કારણ કે કોંગ્રેસ એમાં સામેલ નહોતી થઈ ગાંધીજી અને બીજા પણ ઘણાય નેતાઓ જેલમાં હતા એ વખતે તો બ્રિટનને લાગ્યું હતું કે કોંગ્રેસને ખૂણે બેસાડીને આગળ વધવું પણ કોંગ્રેસની તાકાતનો પરચો તો ભારતમાં જ મળે અને એની ઉપેક્ષા કરવાથી કંઈ ન વળે એ પણ સરકારને સમજાઈ ગયું હતું હવે ફરી પરિષદ બોલાવીને ભારતના જ પ્રતિનિધિઓ વચ્ચેના મતભેદો બહાર આવે એવા સંયોગો ઊભા કરવાથી બ્રિટન સરકારનો તો કંઈ વાંક ન કાઢી શકાય વાઇસરૉયનો આગ્રહ હતો કે કોંગ્રેસ પરિષદમાં જોડાય તે માટે કંઈક કરવું પડશે એણે જાહેરાત ક...
|