Meta tags:
description= 4 posts published by Dipak Dholakia during November 2020;
Headings (most frequently used words):
ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, પ્રકરણ, dipak, dholakia, spam, blocked, મહિનો, નવેમ્બર, 2020, 14, 13, 12, 11, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૧૪, સુભાષબાબુ, વિરુદ્ધ, શિસ્તભંગની, કાર્યવાહી, ૧૩, બ્રિટિશ, રાજરમતના, ઓછાયા, લખનઉમાં, શિયા, સુન્ની, રમખાણ, કરાંચીમાં, ઓમ, મંડળી, નો, વિકાસ, ૧૨, સુભાષબાબુનું, રાજીનામું, ૧૧, ત્રિપુરી, અધિવેશન,
Text of the page (most frequently used words):
અને (111), માટે (40), કરી (37), કહ્યું (35), 2020 (34), એમણે (33), નથી (33), #નવેમ્બર (31), કોંગ્રેસ (31), હતી (31), જોઈએ (30), ઓક્ટોબર (29), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), હતા (28), પછી (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), 2024 (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2021 (24), 2023 (24), ઠરાવ (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), freedom (20), struggle (20), એના (20), વર્કિંગ (20), સાથે (20), મુસ્લિમ (20), હતો (19), હું (19), 2013 (18), 2022 (18), કર્યો (18), કોઈ (18), 2011 (17), આપણે (17), નહીં (17), એટલે (16), and (15), વાત (15), પરંતુ (15), મને (15), 2014 (14), india (14), કમિટી (14), સામે (14), કર્યું (14), હતું (14), પ્રમુખ (14), 2025 (13), dipak (13), slavery (13), for (13), એમની (13), લીધો (13), કંઈ (13), એમને (13), મારી (12), ચન્દ્ર (12), રીતે (12), કોંગ્રેસના (12), એમના (12), સરકારે (12), dholakia (11), indian (11), ગાંધીજી (11), બ્રિટિશ (11), વધારે (11), નિવેદન (11), ભારત (10), સુધી (10), સુભાષ (10), ત્યારે (10), શકે (10), એમાં (10), વિશે (10), હોય (10), આપી (10), છું (10), થયા (10), કરીને (9), કરે (9), બીજી (9), કારણે (9), બધા (9), કરવા (9), સરકાર (9), વિરુદ્ધ (9), martyrs (8), part (8), chapter (8), ગુલામી (8), આઝાદી (8), માટેનો (8), સંઘર્ષ (8), ત્યાં (8), હવે (8), વાંધો (8), બહુ (8), ચર્ચા (8), થાય (8), કારણ (8), ઊભા (8), નેતાઓ (8), સુભાષબાબુએ (8), વચ્ચે (8), રાજીનામું (8), મારા (8), મંડળી (8), રાજકીય (8), કેદીઓને (8), શું (7), કોંગ્રેસે (7), સુભાષબાબુ (7), બોઝ (7), આવ્યો (7), કામ (7), પોતે (7), ખેંચી (7), લેવા (7), નહેરુએ (7), આવી (7), તૈયાર (7), માગણી (7), તરીકે (7), ભાગ (7), ફૉરવર્ડ (7), ત્રણ (7), નિર્ણય (7), બનાવી (7), પ્રતિબંધ (7), શિયા (7), હિન્દુ (7), સુન્નીઓ (7), શરૂ (6), નવી (6), ૦૦૦ (6), અંતે (6), વિરોધ (6), શબ્દો (6), આપ્યું (6), એનો (6), ઠરાવમાં (6), આવ્યું (6), રજૂ (6), ફેરફાર (6), કોંગ્રેસની (6), થયો (6), કમિટીમાં (6), સરકારને (6), બીજા (6), સત્તા (6), પોતાની (6), બ્રિટન (6), કોંગ્રેસમાં (6), આથી (6), જવાબ (6), ત્રિપુરી (6), મળી (6), બની (6), બ્લૉક (6), પ્રમાણે (6), પહેલાં (6), મેં (6), પત્ર (6), મળ્યા (6), આપવા (6), લીગ (6), મદ્ (6), સહબા (6), શિયાઓ (6), પ્રાંતિક (6), કરો (5), like (5), બારી (5), શોધો (5), uncategorized (5), the (5), vol (5), મતભેદો (5), aicc (5), વ્યક્ત (5), ઇચ્છા (5), ગાંધીજીની (5), સલાહ (5), કરવી (5), એમનો (5), ભારે (5), કરવામાં (5), ગયા (5), સ્થિતિ (5), મહાત્મા (5), હેઠળ (5), લાગુ (5), દિવસ (5), નહેરુ (5), મોટી (5), મુદ્દો (5), એની (5), આવ્યા (5), આપણી (5), તમે (5), લાગે (5), આગળ (5), અમુક (5), કરવાની (5), થશે (5), સત્યાગ્રહ (5), આંદોલન (5), ભાઈ (5), અલગ (5), શ્રીમતી (5), દરખાસ્ત (5), રાજેન્દ્ર (5), રાજીનામાં (5), કોમી (5), પડી (5), બાજુ (5), સુન્ની (5), પયગંબરના (5), com (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), દ્વારા (4), leave (4), comment (4), webgurjari (4), વેબગુર્જરી (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), annual (4), register (4), june (4), સંદર્ભઃ (4), રહ્યો (4), સંપૂર્ણ (4), મુજબ (4), ઘણા (4), નરીમાને (4), પ્રમુખની (4), હાલત (4), કેટલાક (4), આપીને (4), તરફ (4), પ્રમુખે (4), કમિટીની (4), તારીખે (4), ગોવિંદ (4), વલ્લભ (4), નીતિઓ (4), કરતી (4), રહી (4), સફળ (4), આપણા (4), ટીકા (4), કાર્યક્રમ (4), દરમિયાન (4), ઘણી (4), તેઓ (4), એમનું (4), તરત (4), શરત (4), અપીલ (4), ફરી (4), શક્યા (4), વાર (4), આજે (4), કરવો (4), સમય (4), તેની (4), એવું (4), બ્રિટનના (4), અધિવેશન (4), નહોતા (4), પ્રકરણ (4), અંતિમ (4), તબક્કો (4), ૧૯૩૫થી (4), ૧૯૪૭ (4), ધીમે (4), જગ્યાએ (4), નાયડુએ (4), લીધી (4), માની (4), મારે (4), પોતાનું (4), વિના (4), વાતચીત (4), એટલું (4), લખીને (4), બાબતમાં (4), બન્ને (4), લખનઉમાં (4), લીગની (4), બંધ (4), સરઘસ (4), દીધી (4), હજી (4), સ્ત્રીઓ (4), લાગી (4), જેલમાં (4), વાઇસરૉયને (4), ભૂખહડતાળ (4), this (3), wordpress (3), other (3), jan (3), 1939 (3), થયું (3), મંજૂર (3), વિશ્વાસ (3), ઠરાવનો (3), તેને (3), સુભાષબાબુને (3), જેવો (3), મંજૂરી (3), એવા (3), મૌલાના (3), ગયો (3), સભ્યો (3), ઊભી (3), કોંગ્રેસને (3), તેમ (3), દિવસે (3), પંડિત (3), પંતે (3), તેમાં (3), પ્રયાસ (3), સબજેક્ટ (3), શરતબાબુ (3), નકરા (3), સ્વરાજ (3), રાષ્ટ્રીય (3), જોઈ (3), ફેડરલ (3), ઠોકી (3), કેમ (3), લડાઈ (3), આચાર્ય (3), બોઝે (3), મહેતલ (3), પાછો (3), માત્ર (3), સુભાષબાબુની (3), ટેકો (3), મળ્યો (3), વખતે (3), કરવાનો (3), aiccને (3), વખતથી (3), જાય (3), શાંતિ (3), ચાલુ (3), જણાવ્યું (3), ચોખવટ (3), આની (3), બંગાળના (3), કરવાનું (3), ઇચ્છે (3), અહીં (3), દિવસની (3), આખા (3), માને (3), બ્રિટનને (3), સુભાષબાબુનું (3), પહોંચી (3), વફ્દ (3), નેતા (3), રૂપ (3), પ્રમુખસ્થાન (3), સંભાળ્યું (3), થવાની (3), પોતાનો (3), સ્પષ્ટતા (3), ગાંધીજીએ (3), બાબુ (3), નામો (3), જાહેર (3), સરોજિની (3), વગેરે (3), સવાલ (3), નવા (3), સંજોગોમાં (3), શકાય (3), મૂકી (3), શકું (3), તમને (3), લાગતું (3), વિનંતિ (3), બહાર (3), માનું (3), કંઈક (3), પાછું (3), નહોતો (3), આવે (3), પોતાના (3), નિવેદનમાં (3), આપ્યો (3), શક્યો (3), મળવા (3), લાગ્યું (3), વલણ (3), પરસ્પર (3), તમારા (3), સ્વતંત્ર (3), તદ્દન (3), ગયું (3), સિંધમાં (3), વધી (3), લખનઉ (3), લીગમાં (3), સુન્નીઓને (3), શિયાઓની (3), સંગઠન (3), દાદા (3), લેખરાજના (3), નિવાસ (3), રસ્તો (3), વયની (3), આધ્યાત્મિક (3), સેક્રેટરિએટ (3), હિન્દુઓએ (3), દીધાં (3), લેખરાજ (3), લાગ્યા (3), સિવાયના (3), બનવા (3), અસર (3), સમિતિઓ (3), સરકારોએ (3), જૂથો (3), કાર્યવાહી (3), બંગાળ (3), છોડવા (3), બંગાળમાં (3), site (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 364 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), email (2), address (2), પહોંચ્યા (2), પછીના (2), ચર્ચાને (2), મૂળ (2), બનાવ્યું (2), સરદાર (2), ચુંટાયા (2), જૂની (2), અવિશ્વાસ (2), પ્રસ્તાવ (2), ડેલીગેટો (2), વિરુદ્ધના (2), લાંછન (2), શબ્દ (2), સભ્યોએ (2), કાઢી (2), ઠરાવને (2), અનુમોદન (2), ઠરાવની (2), આઝાદે (2), મતદાન (2), કમિટીએ (2), છતાં (2), સ્પષ્ટ (2), આવતા (2), વર્ષે (2), રચના (2), ત્રીજા (2), કરતો (2), વીસ (2), વર્ષથી (2), ગાંધીના (2), થવો (2), સુભાષબાબુના (2), પસાર (2), આવા (2), જયપ્રકાશ (2), નારાયણે (2), શકાશે (2), મતભેદ (2), ૧૯૩૫ના (2), સારી (2), નરેન્દ્ર (2), દેવે (2), કરતાં (2), સંગઠિત (2), ઠરાવો (2), અણ્ણે (2), જોઈને (2), સીધી (2), આડકતરી (2), એને (2), ચૂંટણી (2), બનાવવાની (2), થવું (2), ટોળું (2), અશિસ્તની (2), દેખાય (2), તૈયારી (2), ગાંધીજીને (2), એમનાં (2), રહીને (2), રહ્યા (2), અવાજ (2), જતો (2), જવાહરલાલ (2), કલાક (2), થતી (2), હોવાનું (2), થોડી (2), અંગ્રેજી (2), હિન્દુસ્તાનીમાં (2), એટલા (2), તેના (2), થવી (2), હમણાં (2), બેઠકમાં (2), આપે (2), ફરજ (2), આમાં (2), અત્યારે (2), દુઃખ (2), વાતનું (2), લોકો (2), સામ્રાજ્યવાદ (2), હુમલો (2), એટલી (2), પડશે (2), કામે (2), સ્વરાજની (2), સ્કીમ (2), યુરોપમાં (2), કરવું (2), કરશે (2), ભાષણ (2), પ્રતિનિધિમંડળ (2), ત્રીજી (2), પાર્ટી (2), કામિલ (2), પાશાના (2), માંગ (2), કરતા (2), પ્રભાવિત (2), અસહકાર (2), આવવા (2), આઠમીએ (2), ઇંડિયા (2), રહેવું (2), પડ્યું (2), મળ્યું (2), સ્થિતિમાં (2), મધ્ય (2), પાસે (2), કોંગ્રેસનું (2), કોંગ્રેસથી (2), દૂર (2), કલકત્તા (2), માનસથી (2), સ્વીકાર (2), aiccના (2), ચૂંટણીમાં (2), રાજેન્દ્રબાબુએ (2), સહકારની (2), ખાતરી (2), કમિટીનાં (2), ખાન (2), જમનાલાલ (2), બજાજ (2), ભૂલાભાઈ (2), દેસાઈ (2), લીધા (2), જાતની (2), light (2), hearted (2), manner (2), અવકાશ (2), બંધારણની (2), આવું (2), ચોઇથરામ (2), નામની (2), જવાહરલાલની (2), દરખાસ્તનો (2), રાજીનામા (2), કર્યા (2), સ્થાન (2), શકતા (2), વિરોધીઓ (2), વિચારોને (2), કરું (2), મહાત્માજી (2), કોકડું (2), મદદ (2), પડ્યો (2), જરૂરી (2), મારું (2), નહોતું (2), હેતુ (2), લેશે (2), અર્થ (2), આડે (2), આનો (2), કરવાના (2), આપું (2), જવાબદાર (2), નીતિઓમાં (2), અમારા (2), છોડી (2), લઉં (2), સમાધાન (2), વિચારો (2), જાણું (2), મોટા (2), જેવું (2), બન્યું (2), પંતના (2), અયોગ્ય (2), કલકત્તામાં (2), aiccની (2), પ્રમુખપદ (2), org (2), www (2), jstor (2), હિન્દુઓની (2), ભાવના (2), અંદર (2), અંગ્રેજ (2), હટાવી (2), સુન્નીઓનું (2), ભાગલા (2), વચ્ચેનો (2), સગીર (2), છોકરીઓને (2), નહોતી (2), મંડળીમાં (2), આત્મા (2), સાધુ (2), પકડી (2), મૂકવાની (2), ત્યાંથી (2), લેવાની (2), છોકરીઓ (2), વ્યક્તિગત (2), હિન્દુઓનું (2), મોટું (2), નિવાસમાં (2), માનતા (2), માનતી (2), રાધે (2), કરાંચીમાં (2), સ્ત્રી (2), ખાસ (2), વેપારી (2), માં (2), રહેતી (2), શ્રીમંત (2), છોડીને (2), હૈદરાબાદમાં (2), સમાન (2), વિશેના (2), ૧૯૩૯માં (2), યુદ્ધમાં (2), વિરોધમાં (2), લીગને (2), ગંભીર (2), પક્ષ (2), લીગના (2), પરનો (2), કરેલા (2), કાઢે (2), પ્રશંસા (2), કરબલા (2), શોકનો (2), લાગ્યો (2), વાતાવરણ (2), શિયાઓએ (2), માન (2), સુન્નીઓએ (2), યાદમાં (2), મનાવે (2), ખરા (2), અલી (2), વધ્યો (2), ભારતની (2), લીગનો (2), પક્ષે (2), પાલન (2), રમખાણ (2), મુસલમાનો (2), મુસલમાનોને (2), કેટલીક (2), રાજરમતના (2), મૅચ (2), રમતી (2), આને (2), xxx (2), ઊભો (2), પ્રજાને (2), ભારતને (2), આના (2), રાજાઓ (2), માગણીઓ (2), પ્રસાદે (2), કહેવું (2), માગતા (2), શિસ્તભંગની (2), કેદીઓએ (2), મહિનામાં (2), કેદીઓ (2), સરકારની (2), ઉપવાસ (2), નીતિ (2), છોડવાની (2), ડમડમ (2), જુલાઈની (2), ફઝલુલ (2), હકની (2), મુંબઈ (2), નવાઈ (2), મીટિંગ (2), કિસાન (2), aiccએ (2), વિશેનો (2), આક્ષેપ (2), design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, પસંદ, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, egyptian, voice, gandhi, anil, nauriya, extended, lecture, delivered, jamia, milia, university, પ્રકરણમાં, લાંબી, સ્વરૂપે, ગાંધીજીના, નેતૃત્વમાં, બનાવવાનું, બંધનકર્તા, શાર્દુલ, સિંઘે, પ્રમુખપદ્દે, સામેના, માનવો, આપનારા, ફકરો, નાખવાનું, સુચવ્યું, નાખીને, બદલે, બનાવવી, વાપરવા, ગાડગિલે, ચિંતાજનક, સુધારો, સ્વીકાર્યો, બહુમતીએ, ઊડી, વધારામાં, અફસોસ, વખતની, ૧૯૩૮ની, સારું, હોવા, લગાડવામાં, કહેવામાં, સંકટની, એકમાત્ર, ગાંધી, દેશને, દોરવણી, વિજય, ૧૨મી, ગાંધીજીમાં, છેલ્લાં, માર્ગદર્શન, કાર્યક્રમો, ભવિષ્યમાં, બદલવાના, લગામ, લગાવવા, ત્રીજો, શરતબાબુની, દલીલોને, કાપી, સર્વાનુમતે, નવાઈની, શરતબાબુએ, સૂચવેલા, સુધારામાં, માનીએ, મસમોટા, વાપરીને, લેશું, ભૂલ, વાપરે, જેપીનો, બહુમતીથી, માગણીનો, પરની, ચર્ચામાંથી, સુભાષવાદીઓને, ઘેરા, ગવર્નમેંટ, ઍક્ટમાં, પદ્ધતિ, જોગવાઈ, બેસાડાય, કરશું, પ્રાપ્ત, કરીશું, એકસંપથી, સવારે, ધાંધલ, ધમાલ, ઈજિપ્તના, ડેલીગેશને, લોકોના, મનમાં, છાપ, ઊપસી, શરતચન્દ્ર, લડવું, આપવી, દેવાની, તાકીદ, આખી, મારો, માગું, કહેવા, માગતો, સ્પર્શતી, ગેરહાજરીમાં, સત્રના, કરાવતાં, થયેલી, ગેરસમજણના, ખુલાસા, સોંપી, દેવાયો, લડતને, સતેજ, દરખાસ્તો, મહિનાની, આપવાની, પાછળ, અશિસ્તથી, વર્તતું, સામ્રાજ્યવાદનો, સામનો, અશિસ્તનો, જેના, લખતા, રહે, નજર, માનવું, દેશની, જનતાએ, વાતો, કરીએ, બાજુથી, અશિસ્ત, ફેલાતી, અશિસ્તને, શસ્ત્રો, બુઠ્ઠાં, બંગાળી, લાઇનો, વચ્ચેની, જગ્યામાં, મંચ, ઇન્કલાબ, ઝિંદાબાદ, પોકારતા, બોલવા, ઘોંઘાટ, એટલો, નહેરુનો, દબાઈ, ધીરજપૂર્વક, માઇક, પકડીને, છેલ્લે, બધાંને, શાંત, જવા, ટપાટપી, દર્શકો, શોરબકોર, કબજો, પોણો, બોલ્યા, લાગણીના, આવેશમાં, ગળું, વારેઘડી, ભરાઈ, આવતું, અધિવેશનના, કામકાજની, શરૂઆત, ધાંધલધમાલ, સબ્જેક્ટ, રાષ્ટ્રપતિ, ચૂંટણીના, અનુસંધાનમાં, ગેરસમજણ, જરૂરિયાત, દેખાડી, રાષ્ટ્રપતિની, નાજૂક, છોડવી, જબ્બર, પ્રતિનિધિઓએ, સોંપવાનો, લેવાય, સૂચન, રાષ્ટ્રપતિને, જબલપુરની, હૉસ્પિટલમાં, દાખલ, મુદ્દાની, aiccમાં, દેકારો, રજવાડાંઓમાં, જાગૃતિ, હરિપુરા, અધિવેશનમાં, નામે, રાજ્યોમાં, આંદોલનો, મનાઈ, નીતિમાં, સર્વોપરિ, રાજાઓને, પીઠબળ, જનતાને, ખેંચે, માર્ગદર્શનનો, પૂરેપૂરો, ઉપયોગ, આપણું, હથિયાર, દેશમાં, મુકાબલો, મોટો, નિરાશાવાદ, દેખાતું, ઠંડા, કલેજાના, વાસ્તવવાદી, બોલું, બધી, તરફેણમાં, ઊંચો, આશાવાદ, સેવવો, પરના, હુમલાને, બનાવવો, ભૂલવા, આપણાં, સાધનો, એકત્ર, કરવાં, સંઘર્ષની, શક્તિ, લગાડવાની, રહેશે, ભાષણના, મુખ્ય, અંશ, જોઈએઃ, ઉપાડવી, આખરીનામા, રૂપે, મોકલવી, ગળે, પરાણે, ક્યારે, ઉતારાશે, રાહ, જોવાનો, લડશું, વિચારવાનો, માનો, યુદ્ધ, ચાલે, ગ્રેટ, સખતાઈથી, સામ્રાજ્યવાદી, કમજોર, મર્યાદા, અલ્ટીમેટમ, દઈએ, તમામ, તાકાત, લગાડવી, રાજકોટના, કોકડામાં, ગુંચવાયેલા, અનોખી, પાર્ટીનું, ઇતિહાસમાં, પહેલી, દેશનું, મહેમાન, ઈજિપ્તમાં, મુસ્તફા, નેતૃત્વ, આધિપત્ય, લડતી, હોમ, રૂલની, દક્ષિણ, આફ્રિકામાં, સત્યાગ્રહના, શસ્ત્રને, ૧૯૦૮માં, કસોટીએ, ચડાવવાની, સંઘર્ષથી, ૧૯૨૦ના, અહિંસક, પ્રેરણા, કલકત્તાના, ડૉક્ટરોની, સલાહને, અવગણીને, નીકળ્યા, રસ્તામાં, તબીયત, લથડી, ત્રિપુરિ, બેઠકનું, બીમારો, માટેની, વ્હીલચેરમાં, બેસી, દસમી, ખુલ્લું, બેઠા, સુભાષચન્દ્ર, બીમાર, હાજર, અંગ્રેજીમાં, વાંચી, સંભળાવ્યું, અનુવાદ, વાંચ્યો, પ્રાંતના, પ્રદેશમાં, જબલપુર, ગામે, બાવનમું, માર્ચની, ૧૨મીએ, વાતમાં, અનોખું, રહ્યું, થતા, જતા, પહોંચીને, બ્લૉકની, રચનાની, જાહેરાત, હાવડામાં, સભાને, સંબોધતાં, ઑફિશિયલ, તફાવત, હતાઃ, કોંગ્રેસનો, અત્યારનો, સુધારાવાદી, ક્રાન્તિકારી, ચલાવવા, માગે, બીજું, બ્લૉકનો, ઉન્નાવમાં, ૧૬મી, ચાલશે, નક્કી, કરેલી, વ્યૂહરચનાનો, તબક્કે, છોડ્યો, સભ્યોની, સહીવાળું, અપનાવાયેલી, ગેરકાનૂની, રીતો, નિવેદનનો, બનાવેલી, જોડાવાની, પાડી, બન્નેએ, જરૂર, પડ્યે, કર્યાં, આઝાદ, નાયડુ, વલ્લભભાઈ, અબ્દુલ, ગફ્ફાર, ટ્રેઝરર, કૃપલાની, જનરલ, સેક્રેટરી, શંકર, રાવ, દેવ, હરેકૃષ્ણ, મહેતાબ, કમિટીના, સભ્યોને, બિધાન, રૉય, પ્રફુલ્લ, ઘોષને, લેવામાં, પાછી, મતદાનનો, વચગાળાના, ચૂંટવા, ચૂંટવાનો, અધિકાર, દેસાઈએ, કલમો, ટાંકીને, દેખાડ્યું, ગિદવાણીએ, પ્રસાદના, સૌએ, સ્વીકારી, બન્યા, પૂરું, થતાં, આપતાં, જાતનો, જાણ્યા, ફાઇનલ, ૧૯૨૧થી, સંરચનામાં, થોડો, દેખાવો, હરિપુરામાં, મતો, બધાને, મળવું, કહે, મળીને, સામ્રાજ્યવાદના, સૌને, ધ્યાનમાં, સિવાય, ખુરશીમાં, બેઠો, હોઉં, રહીશ, બીજાઓએ, અનૌપચારિક, વાતચીતોમાં, તેનું, આપણને, ઉકેલવામાં, જઈને, બનાવવાનો, સામાન્ય, મહાત્માજીનો, બોલ, કાયદા, જ્યાં, સિદ્ધાંતની, માનવામાં, પોતાને, અસમર્થ, જવાબમાં, ફરીથી, સ્પર્શે, જવાહરલાલે, સન્માન, ઉડાઉ, શબ્દોમાં, આવતાં, ગંભીરતાથી, વિચાર, ઉપરાંત, જયરામદાસ, દોલતરામ, નાદુરસ્ત, તબીયતને, તરતમાં, કમિટીમાંથી, આપવાના, તેમની, ચહેરા, બીજે, હાથ, ધરવામાં, બેસાડવાનો, પ્રમુખપદેથી, સૌથી, સીનિયર, માજી, નાયડુને, સંભાળીને, હોવું, રચનામાં, બીજાને, બનાવીએ, ઉકેલ, ઉદ્દેશથી, બાબુએ, સંજોગોનું, નિરૂપણ, ગાંધીની, દોરવની, અપનાવેલી, નક્ક્કી, રચવાનો, આદેશ, બીમારીને, મહાત્માજીને, વ્યવહાર, સામસામે, ઉકેલાશે, દિલ્હીમાં, મળવાની, કોશિશ, નિષ્ફળ, ઊંડાણથી, માહ્ત્માજીની, જેમણે, આપ્યાં, તેમને, દઈને, ઘણાં, કારણોસર, પંતજીના, પ્રમાને, મેળે, કહી, સંમત, ભૂતપૂર્વ, સર્વસ્વીકૃત, શકો, નજીક, આવશો, આનંદની, દુઃખની, શક્યું, આશા, સદ્, ભાવપૂર્વક, ભાગના, કેટલા, જોતાં, બેસાડવા, વિસ્તારથી, લખ્યું, આપણ, આવચ્ચેની, ગાઢ, મંત્રણાઓમાં, જેથી, બદલાયા, રચવા, પત્રો, તારોમાં, ઘણું, વહાલા, ગાંધીજીનો, ૨૯મી, ઍપ્રિલથી, ૧લી, બેઠક, જોયું, નીમણૂક, નીમવા, https, wikisource, wiki, om_mandli, http, drpathan, index, php, notes, mandli, source, material, its, past, traditional, rights, contested, meanings, mushirul, hasan, 1996, 543, 550, stable, 4403862, accessed, sept, economic, political, weekly, 1938, મુસલમાનોની, બહુમતી, હિન્દુઓ, ચેડાં, એમાંથી, આનંદ, પરિણામ, કોમો, વૈમનસ્ય, કરાંચીની, ઘટનાઓમાં, વલણો, આવ્યાં, કોમોની, સમાજની, એકતામાં, ફાચર, હકુમતના, વિખવાદની, નીતિના, પ્રભાવને, દાયકાથી, ચાલતો, કોયડો, વર્ચસ્વ, હોવાથી, કૉન્ફરન્સ, સહાનુભૂતિ, ગુમાવી, નબળા, પડીને, ભળી, નુકસાન, ૧૯૫૦માં, આબુમાં, હેડ, ક્વાર્ટર, બ્રહ્માકુમારીઓના, નવેસરથી, કામકાજ, સરવાળે, ટ્રાઇબ્યુનલનો, સીધો, માબાપ, ગયાં, પુરુષોની, અવરજવર, દિલ્હી, સિંધ, તપાસ, ટ્રાઇબ્યુનલ, નીમવાની, ટ્રાઇબ્યુનલને, નિવેદનો, નોંધવાથી, સમક્ષ, મંડળીની, રાધેએ, આક્ષેપોના, આપ્યા, પંથના, દૃષ્ટિકોણથી, દૃષ્ટિએ, સ્ત્રીપુરુષ, ભેદ, સંપર્કમાં, વાંધાજનક, પહોંચે, ૧૪૪મી, કલમ, લગાડી, વાસવાણી, સાથીઓને, થોડા, દિવસો, હજારો, હાજીઓનું, પહોંચ્યું, સરકારના, પ્રધાનો, ભેદભાવ, ભાર, મૂક્યો, ઍસેમ્બ્લીમાં, પ્રધાનોએ, કોંગેસ, નેતાઓએ, ઉગારી, વયસ્ક, સ્વાતંત્ર્ય, ગણાય, ૧૯૩૮માં, સમાજના, વિરોધને, વાચા, ગિદવાણી, મહાસભાના, પ્રતિનિધિઓ, આર્યસમાજીઓ, વેપારીઓ, એકઠા, પ્રીમિયર, ખાનબહાદુર, અલ્લાહ, બખ્શની, આગેવાન, વાસવાણીની, આગેવાની, નીકળ્યું, છોકરી, માતાપિતાની, સ્ત્રીઓના, પુરુષો, અંતેવાસીઓમાં, ઓળખાવા, ગીતા, ગ્રંથને, અનુયાયી, ભગવાન, સૃષ્ટિના, કર્તા, બ્રહ્મા, સૌના, પિતા, વર્ષની, રજવાણી, શિષ્યાને, પુત્રી, નામ, પંથની, બધાં, પુરુષોને, આવવાજવાની, છૂટ, ભાઈબંદ, સમુદાય, સિંધી, વર્ગ, અનૈતિકતા, અસંતોષ, કુટુંબની, જોડાઈ, અની, અશ્લીલતાના, આક્ષેપો, હિપ્નોટીઝમ, સ્ત્રીઓને, કહેવાતું, ૧૯૩૫, ૩૬માં, લેખરાજે, વેપાર, ધંધો, માર્ગ, સિંધના, મંડળીનાં, ધારા, ધોરણો, પરંપરાગત, ધર્મથી, લેખરાજનો, ઉપદેશ, પુરુષ, મંડળીએ, બાળકો, ધ્યાન, કેન્દ્રિત, આશ્રમમાં, નાની, કિશોરીઓ, વિધવાઓની, સંખ્યા, બ્રહ્મચર્ય, પ્રભાવમાં, આવેલી, પરિણીતા, પતિને, વસવા, ભૂલીને, પિકેટિંગ, આખરે, લેખરાજને, ઉચાળા, ભરીને, કરાંચી, આવવું, પક્ષોની, જોડાયા, પ્રભુત્વવાળી, તમાશો, જોવાની, મઝા, હિન્દુસ્તાનને, જોતરી, દીધું, કોંગ્રેસી, પ્રધાનમંડળોએ, પ્રાંતોમાંથી, પાકિસ્તાન, ચર્ચાનો, વિષય, લકવો, એવી, નિષ્ક્રિયતા, પંજાબનું, હિંસાવાદી, ખાકસાર, અલમ્મા, મશરિકી, કરાવવા, દરમિયાનગીરી, હકાલપટ્ટી, કફોડી, કોનો, ઝઘડો, તેન, હટાવીને, અંગ્રેજોએ, અન્યાયને, જન્મદિને, નું, સહાબા, સાથીઓ, સાથીઓની, પ્રશંસામાં, ગવાતી, નાતિયા, ભક્તિભાવયુક્ત, કવ્વાલીઓ, ૧૯૦૫, સુન્નીઓના, તાઝિયા, સંયુક્ત, દફનાવતા, તહેવાર, મેળા, ૧૯૦૬માં, સ્થાનિક, સતાવાળાઓએ, લાગણીને, ઉત્સવ, કરાવ્યો, ઇસ્લામના, વીરની, સહબામાં, ઘસાતું, બોલે, પહેલા, ખલિફાઓ, અબૂ, બક્ર, ઉંમર, ઉસ્માનની, રસૂલને, અર્થમાં, વફાદાર, મહંમદ, જમાઈ, ચોથા, શિયાઓના, મતે, વારસ, ફિરકાઓ, વચ્ચેના, ઝઘડાને, ૧૯૦૭થી, નાગરિક, પ્રતિબંધનો, ભંગ, પંતની, વિચાર્યા, વગર, નારાજ, ધરપકડ, વહોરી, અગ્રગણ્ય, વિવાદ, રમખાણો, ફાટી, નીકળ્યાં, મોહર્રમમાં, કરબલામાં, ઈમામ, હુસૈનની, શહીદીની, માતમ, મરસિયા, ગાય, તાજિયા, અલીને, રસૂલના, પ્રતિનિધિ, સંવાદી, પરંપરાની, તાજિયામાં, લેતા, પયગંબર, મહંમદના, અવસાનથી, પ્રગટ, ભારતમાં, શિયાઓનું, કેન્દ્ર, બંધારણમાં, મતદાર, મંડળો, રકાસ, કબજે, વકરવા, હિન્દુઓના, ગૌરક્ષા, હિન્દી, આર્યસમાજની, પ્રવૃત્તિઓ, ધારદાર, સામા, મુસલમાનોએ, ઉર્દુ, બચાવો, પ્રથાઓનું, જોરશોરથી, વધ્યું, જોર, વધુ, તરફી, અપનાવી, તેનો, ઘણોખરો, લાભ, આસિફુદ્દૌલા, વાજિદ, શાહ, નવાબોના, વખતમાં, શિયાઓને, ઘીકેળાં, હતાં, આર્થિક, પડતી, સુન્નીઓનો, બુલંદ, ૧૮૫૭, સત્તાની, ખફગી, ઊતરી, સૈયદ, અહમદે, શિક્ષણ, ક્ષેત્રે, જેમ, ઉચ્ચ, કાઅમ, રાજભક્તિ, દેખાડીને, મહત્ત્વનો, ભજવ્યો, કર્ઝને, પાડ્યા, તેથી, રાજી, હિન્દુઓમાં, આક્રોશ, સ્થાપના, વાઇસરૉય, મિંટોએ, વાળ્યા, પ્રાંતોમાં, સંભાળી, ખરાબઃ, સંબંધો, અણધારી, ગણી, વિચિત્ર, ટેનિસની, સિંગલ્સની, ખેલાડી, ડબલ્સની, વતી, શૉટ, દેતી, પ્રબળ, કોમની, સામસામાં, થયાં, ભૂમિકાઃ, ઓછાયા, વિકાસ, dec, વિગતમાં, ઊતરશું, પ્રત્યાઘાત, જોઈશું, લંડનના, ન્યૂઝ, ક્રોનિકલ, તાર, મોકલેલા, દેશ, બને, ભારતે, પરાધીન, રહેવાનું, મુશ્કેલીમાં, મૂકવા, વિશ્વના, સંકટમાં, વર્તવું, વિચારવાની, કરાયો, જોતરવાનો, વાઇસરૉયે, બીજાં, મંત્રણાઓ, એવો, અભિપ્રાય, ગમે, મનથી, મિત્ર, રાષ્ટ્રો, અમેરિકા, રશિયા, રાજેન્દ્રબાબુ, વાઇસરૉયના, આમંત્રણથી, ભાગીદાર, મહાસભાએ, શરતો, યુદ્ધને, પડેલા, ખર્ચનો, બોજો, હળવો, ફંડમાં, ફાળો, દેશના, પક્ષો, સામેલ, એણે, એકતા, પ્રયાસો, રાખ્યા, દિલ્હીની, આગ્રહ, જિન્નાએ, મુદ્દામાં, સવાલને, ધરે, જિન્નાની, સ્ટ્રેટેજી, માર્ગમાં, દેખાડવું, જિન્ના, ખુલ્લી, હિતેચ્છુ, સાબિત, રહેતા, અલીપુર, અપીલને, સ્થગિત, મળેલી, માહિતી, કેસોની, સમીક્ષા, ગવર્નમેંટના, ગૄહ, મંત્રી, નાજિમુદ્દીને, પાડીને, વિશેની, પક્ષને, વચન, વાતચીતનો, જેલમાંથી, છૂટવા, ઉપવાસના, શસ્ત્રનો, પ્રયોગ, કરવાથી, અહિંસાના, સિદ્ધાંતથી, કેટલીયે, અનુસાર, કમિટીઓની, બેઠકો, અપીલો, પ્રસાદ, મહાદેવભાઈ, ઉપવાસી, છોડવાનું, સમજાવવામાં, નિષ્ફળતા, તારીખથી, અલીપુરની, જેલોમાં, સંભાળ્યા, અંગે, આનું, સમર્થક, મૂક્યા, સરાકાર, જરાય, ઇચ્છતી, લોકોમાં, ક્રોધ, વધતો, સ્કૂલોમાં, અર્ધા, હડતાળ, કેદીઓની, અસહકારનું, દબાણ, થતું, જનતા, શિસ્ત, કોંગ્રેસીઓ, ભ્રષ્ટાચારમાંથી, મુક્ત, કોંગેસના, ઠરાવના, સભાઓ, વર્ષ, ઠરાવ્યા, સમિતિમાં, ભરવાના, માટેનું, સભ્યપદ, નિર્ણયને, આવકાર્યો, અમદાવાદમાંથી, નેતૃત્વની, હળવી, સાંખી, વાટ, સમર્થકો, લોકોએ, કમિટીને, ઠરાવી, ગાંધીએ, ઘટસ્ફોટ, મુસદ્દો, લખ્યો, સંસ્થામાં, નિર્ણયો, માંડે, ટકી, જુલાઈમાં, પ્રાંતે, દારુબંધી, પટેલે, શ્રી, માનવા, વિદ્રોહ, સંગઠનને, તોડી, પાડવાના, પ્રયાસની, લખેલા, પત્રમાં, સિવિલ, વૉર, ચેતવણી, કબૂલ, દારુબંધીની, લીધું, તેનાથી, જેની, અક્કલ, સમજાઈ, જશે, મિત્રતાનો, છાંટો, રચનાત્મક, સ્થાપિત, હિતો, કપરા, સંઘર્ષમાં, પ્રધાનમંડળના, પ્રયાસોમાં, આડખીલી, બોઝને, સાચો, દુનિયામાં, યુદ્ધનું, સંકટ, પગલું, દૂરંદેશીના, અભાવનું, સૂચક, ૧૯૩૯ની, ૨૬મી, જૂને, મુંબઈમાં, કાર્યકર, સમિતિની
Text of the page (random words):
ચાર જેવો હતો આ પહેલાં જુલાઈમાં મુંબઈ પ્રાંતે દારુબંધી જાહેર કરી તેની પણ સુભાષબાબુએ ટીકા કરી હતી સરદાર પટેલે એમને એક નિવેદન દ્વારા જવાબ આપ્યો કે શ્રી સુભાષ ચન્દ્ર બોઝ કંઈ પણ કરી શકે એમ માનવા હું તૈયાર હતો કોંગ્રેસ સામે એમનો વિદ્રોહ અને આ રાષ્ટ્રીય સંગઠનને તોડી પાડવાના પ્રયાસની મને નવાઈ ન લાગી કારણ કે એમણે ગાંધીજીને લખેલા પત્રમાં સિવિલ વૉર ની ચેતવણી આપી જ છે પરંતુ મારે કબૂલ કરવું જોઈએ કે મુંબઈ સરકારની દારુબંધીની નીતિ બાબતમાં એમણે જે વલણ લીધું છે તેનાથી મને ભારે નવાઈ લાગી જેની અક્કલ બહુ જ થોડી હોય તેને પણ સમજાઈ જશે કે એમણે જે નિવેદન કર્યું છે તેમાં મિત્રતાનો છાંટો પણ નથી એ રચનાત્મક ટીકા તો નથી જ પણ એનો હેતુ સ્થાપિત હિતો વિરુદ્ધના કપરા સંઘર્ષમાં પ્રધાનમંડળના પ્રયાસોમાં આડખીલી રૂપ છે કોંગ્રેસ પ્રમુખ ડૉ રાજેન્દ્ર પ્રસાદે સુભાષ ચન્દ્ર બોઝને પત્ર લખીને જણાવ્યું કે એમનો નિર્ણય સાચો નથી નહેરુએ પણ એક નિવેદનમાં કહ્યું કે આજે દુનિયામાં યુદ્ધનું સંકટ છે ત્યારે આવું પગલું દૂરંદેશીના અભાવનું સૂચક છે આના પછી aicc સુભાષબાબુને ત્રણ વર્ષ સુધી બંગાળ પ્રાંતિક કોંગ્રેસના પ્રમુખપદ માટે અયોગ્ય ઠરાવ્યા અને કોઈ પણ કોંગ્રેસ સમિતિમાં ચૂંટણી દ્વારા ભરવાના પદ માટેનું એમનું સભ્યપદ રદ કર્યું સુભાષબાબુએ આ નિર્ણયને આવકાર્યો અને અમદાવાદમાંથી એક નિવેદન કરીને કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વની તદ્દન હળવી ટીકા કરો તો એ પણ સાંખી લેવા માટે તેઓ તૈયાર નથી આમ એમણે કોંગ્રેસથી અલગ નવી વાટ પકડી લીધી બંગાળમાં એમના સમર્થકો હતા એ જ રીતે વિરોધીઓ પણ હતા પરંતુ આ નિર્ણય માટે કેટલાક લોકોએ કોંગ્રેસ વર્કિંગ કમિટીને જવાબદાર ઠરાવી અંતે મહાત્મા ગાંધીએ નિવેદન કરીને ઘટસ્ફોટ કર્યો કે સુભાષબાબુની સામે અશિસ્તની કાર્યવાહી કરવાના ઠરાવનો મુસદ્દો એમણે જ લખ્યો હતો કારણ કે કોઈ પણ સંસ્થામાં જો સૌ પોતાની રીતે નિર્ણયો લાગુ કરવા માંડે તો એ સંગઠન ટકી ન શકે આ આખા સમય દરમિયાન ગાંધીજી પર અસહકારનું આંદોલન શરૂ કરવા દબાણ થતું હતું પણ એમનો જવાબ એ હતો કે કોંગ્રેસ અને જનતા હજી એના માટે તૈયાર નથી કોંગ્રેસમાં શિસ્ત આવે કોંગ્રેસીઓ ભ્રષ્ટાચારમાંથી મુક્ત થાય તો જ કોઈ પણ આંદોલન સફળ થઈ શકે આમ છતાં કોંગેસના ઠરાવના વિરોધમાં ઘણી જગ્યાએ સભાઓ મળી બંગાળમાં રાજકીય કેદીઓની ભૂખહડતાળ જુલાઈની બીજી તારીખથી બંગાળમાં ડમડમ અને અલીપુરની જેલોમાં રાજકીય કેદીઓએ ભૂખહડતાળ શરૂ કરી દીધી ફઝલુલ હકની સરકારે સત્તા સંભાળ્યા પછી એમને છોડવા અંગે કોઈ નિર્ણય નહોતો કર્યો આનું એક કારણ એ કે જેલમાં હતા તે બધા કોંગ્રેસના સમર્થક હતા સુભાષબાબુએ એમને ટેકો આપ્યો બીજા ઘણા નેતાઓ પણ કેદીઓને છોડવાની માંગ માટે આગળ આવ્યા કોંગ્રેસની બીજી પ્રાંતિક સરકારોએ તરત જ રાજકીય કેદીઓને છોડી મૂક્યા હતા પરંતુ ફઝલુલ હકની સરાકાર કેદીઓને છોડવા જરાય ઇચ્છતી નહોતી લોકોમાં ક્રોધ વધતો જતો હતો અને તે એટલે સુધી કે સ્કૂલોમાં પણ અર્ધા દિવસની હડતાળ પડી કોંગ્રેસે હક સાથે વાતચીતનો રસ્તો લીધો હતો પરંતુ ગાંધીજી જેલમાંથી છૂટવા માટે ઉપવાસના શસ્ત્રનો પ્રયોગ કરવાથી વિરુદ્ધ હતા એ એમના અહિંસાના સિદ્ધાંતથી વિરુદ્ધ હતું એમણે ઉપવાસ છોડવા માટે રાજકીય કેદીઓને કેટલીયે વાર અપીલ કરી આ જ નીતિ અનુસાર કોંગ્રેસની પ્રાંતિક કમિટીઓની બેઠકો મળવા લાગી અને કેદીઓને ઉપવાસ છોડવાની અપીલો કરવામાં આવી રાજેન્દ્ર પ્રસાદ અને મહાદેવભાઈ દેસાઈ પણ શરતબાબુ અને સુભાષબાબુને કલકત્તામાં મળ્યા ડમડમ જેલમાં ઉપવાસી કેદીઓને પણ મળ્યા તે પછી એમણે નિવેદન કરીને કહ્યું કે કેદીઓને ભૂખહડતાળ છોડવાનું સમજાવવામાં એમને નિષ્ફળતા મળી છે સુભાષબાબુ સામે કોંગ્રેસે શિસ્તભંગની કાર્યવાહી કરી તે પછી એ અલીપુર જેલમાં રાજકીય કેદીઓને મળ્યા અને એમની અપીલને માન આપીને કેદીઓએ ભૂખહડતાળ સ્થગિત કરી દીધી એમણે આ બાબતમાં નિવેદન કરીને કહ્યું કે મને મળેલી માહિતી પ્રમાણે સરકાર બે મહિનામાં રાજકીય કેદીઓ વિશેના બધા કેસોની સમીક્ષા બે મહિનામાં કરી લેશે પરંતુ તરત જ બંગાળ ગવર્નમેંટના ગૄહ મંત્રી નાજિમુદ્દીને નિવેદન બહાર પાડીને કહ્યું કે રાજકીય કેદીઓ વિશેની સરકારની નીતિઓમાં કંઈ ફેરફાર નથી થયો અને સરકાર કોઈ ત્રીજા પક્ષ સાથે વાતચીત નથી કરતી અને કોઈ પણ પક્ષને સરકારે વચન નથી આપ્યું xxx દરમિયાન સરકારે ભારતને યુદ્ધમાં જોતરવાનો નિર્ણય લઈ લીધો હતો આના માટે વાઇસરૉયે કોંગ્રેસ મુસ્લિમ લીગ અને બીજાં જૂથો સાથે મંત્રણાઓ શરૂ કરી દીધી હતી ગાંધીજીએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે ગમે તે કારણે હું મનથી મિત્ર રાષ્ટ્રો બ્રિટન અમેરિકા રશિયા સાથે છું રાજેન્દ્રબાબુ અને નહેરુ સાથે એ વાઇસરૉયના આમંત્રણથી મળવા ગયા ત્યારે એમણે ભારતને બ્રિટનના સમાન ભાગીદાર તરીકે સાથે લેવાની માગણી કરી મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાએ અમુક શરતો મૂકી પણ વાઇસરૉયને એમના સહકારની ખાતરી આપી બીજી બાજુ રાજાઓ સરકાર પર યુદ્ધને કારણે આવી પડેલા ખર્ચનો બોજો હળવો કરવા માટે ફંડમાં પોતાનો ફાળો આપવા લાગ્યા હતા વાઇસરૉયને લાગતું હતું કે આખા દેશના બધા પક્ષો સામેલ થાય આથી એણે એકતા માટે પ્રયાસો ચાલુ જ રાખ્યા દિલ્હીની વાતચીત પછી રાજેન્દ્રબાબુએ વાઇસરૉયને પત્ર લખીને એમને કોંગ્રેસની માગણીઓ માની લેવા માટે ફરી આગ્રહ કર્યો જિન્નાએ વાઇસરૉયને જણાવ્યું હતું કે બ્રિટિશ સરકાર એની માગણીઓ ન માની લે ત્યાં સુધી મુસ્લિમ નેતાઓ સાથે વાતચીત કરવા તૈયાર નથી રાજેન્દ્ર પ્રસાદે કોંગ્રેસ દુઃખ વ્યક્ત કર્યું કે આ મુદ્દામાં પણ મુસ્લિમ લીગ કોમી સવાલને આગળ ધરે છે જિન્નાની સ્ટ્રેટેજી એ રહેતી કે પોતે શું ઇચ્છે છે તે ન કહેવું પણ કોંગ્રેસ બ્રિટનના માર્ગમાં આડે આવે છે તે દેખાડવું જિન્ના ખુલ્લી રીતે બ્રિટન સરકારને ટેકો આપવા નહોતા માગતા પણ આમ આડકતરી રીતે પોતે બ્રિટનના હિતેચ્છુ હોવાનું સાબિત કરતા રહેતા બીજી બાજુ ગાંધીજીએ લંડનના ન્યૂઝ ક્રોનિકલ ને તાર દ્વારા મોકલેલા નિવેદનમાં કહ્યું કે ભારત સ્વતંત્ર દેશ બને એવું બ્રિટન ઇચ્છે કે હજી ભારતે બ્રિટનને પરાધીન રહેવાનું છે આ સવાલ કોંગ્રેસે બ્રિટનને મુશ્કેલીમાં મૂકવા માટે ઊભો નથી કર્યો પણ વિશ્વના સંકટમાં કેમ વર્તવું તે વિશે ભારતની પ્રજાને વિચારવાની તક આપવા માટે આ સવાલ ઊભો કરાયો છે xxx ૧૯૩૯માં કોંગ્રેસ સરકારોએ રાજીનામાં આપી દીધાં એના વિશે આપણે હજી વિગતમાં ઊતરશું અને મુસ્લિમ લીગનો પ્રત્યાઘાત પણ જોઈશું ૦૦૦ સંદર્ભઃ the indian annual register june dec 1939 vol ii like loading author dipak dholakia posted on 26 11 2020 30 11 2024 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 14 india slavery and struggle for freedom part 4 chapter 13 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૧૩ બ્રિટિશ રાજરમતના ઓછાયા લખનઉમાં શિયા સુન્ની રમખાણ કરાંચીમાં ઓમ મંડળી નો વિકાસ ભૂમિકાઃ કોંગ્રેસ સરકારોએ પ્રાંતોમાં સત્તા સંભાળી તેની કેટલીક સારી અસર હતી તો કેટલીક ખરાબઃ પણ કોમી સંબંધો પર એક અણધારી અસર થઈ અને એને બ્રિટિશ રાજરમતના ભાગ તરીકે ગણી શકાય સ્થિતિ વિચિત્ર હતી કોંગ્રેસ ટેનિસની સિંગલ્સની મૅચ રમતી હતી અને એ માનતી હતી કે એની સામે મુસ્લિમ લીગ ખેલાડી છે પણ મુસ્લિમ લીગ ડબલ્સની મૅચ રમતી હતી બ્રિટિશ સત્તા એના વતી શૉટ મારી દેતી હતી આને કારણે કોમી ભાવના વધારે પ્રબળ બની એટલું જ નહીં કોમની અંદર પણ સામસામાં જૂથો તૈયાર થયાં ૧૮૫૭ પછી અંગ્રેજી સત્તાની ખફગી મુસલમાનો પર ઊતરી હતી પણ સર સૈયદ અહમદે શિક્ષણ ક્ષેત્રે જેમ ઉચ્ચ કાઅમ કર્યું તેમ રાજભક્તિ દેખાડીને મુસલમાનોને અલગ કરવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા તેથી મુસલમાનો તો રાજી થયા પણ હિન્દુઓમાં આક્રોશ વધ્યો એના પછી મુસ્લિમ લીગની સ્થાપના થઈ અને વાઇસરૉય મિંટોએ મુસલમાનોને સરકાર તરફ વાળ્યા લખનઉમાં શિયા સુન્ની રમખાણ ૧૯૩૫ના બંધારણમાં અલગ મતદાર મંડળો મળ્યા પછી પણ મુસ્લિમ લીગનો ચૂંટણીમાં રકાસ થયો અને કોંગ્રેસે સત્તા કબજે કરી લીધી કોમી વાતાવરણ વધારે વકરવા લાગ્યું હિન્દુઓના પક્ષે ગૌરક્ષા સમિતિઓ હિન્દી સમિતિઓ બની આર્યસમાજની પ્રવૃત્તિઓ ધારદાર બની તો સામા પક્ષે મુસલમાનોએ ઉર્દુ બચાવો સમિતિઓ બનાવી અને મુસ્લિમ પ્રથાઓનું જોરશોરથી પાલન કરવાનું વલણ વધ્યું બીજી બાજુ મુસ્લિમ લીગમાં સુન્નીઓનું જોર વધુ હતું અંગ્રેજ સરકારે મુસ્લિમ તરફી નીતિઓ અપનાવી તેનો ઘણોખરો લાભ સુન્નીઓને મળ્યો હતો આસિફુદ્દૌલા વાજિદ અલી શાહ વગેરે નવાબોના વખતમાં શિયાઓને ઘીકેળાં હતાં પણ શિયાઓની આર્થિક પડતી શરૂ થઈ ગઈ હતી અને સુન્નીઓ શ્રીમંત બનવા લાગ્યા હતા આથી સુન્નીઓનો અવાજ વધારે બુલંદ બનવા લાગ્યો હતો પયગંબર મહંમદના અવસાનથી જ સુન્નીઓ અને શિયાઓ વચ્ચે મતભેદો હતા તે નવા સંજોગોમાં નવી રીતે પ્રગટ થયા ભારતમાં લખનઉ શિયાઓનું મોટું કેન્દ્ર છે શિયાઓ મોહર્રમમાં કરબલામાં ઈમામ હુસૈનની શહીદીની યાદમાં માતમ મનાવે મરસિયા ગાય અને તાજિયા કાઢે સુન્નીઓ અલીને રસૂલના પ્રતિનિધિ ન માને પરંતુ ભારતની સંવાદી પરંપરાની અસર સુન્નીઓ પર પણ પડી હતી અને લખનઉમાં સુન્નીઓ પણ તાજિયામાં ભાગ લેતા પરંતુ પયગંબરના જન્મદિને સુન્નીઓ મદ્ હ એ સહબા નું સરઘસ કાઢે મદ્ હ એટલે પ્રશંસા અને સહાબા એટલે પયગંબરના સાથીઓ એ પયગંબરના સાથીઓની પ્રશંસામાં ગવાતી નાતિયા ભક્તિભાવયુક્ત કવ્વાલીઓ છે ૧૯૦૫ સુધી શિયાઓ અને સુન્નીઓના તાઝિયા સંયુક્ત હતા અને કરબલા માં દફનાવતા આ શોકનો દિવસ ધીમે ધીમે તહેવાર બનવા લાગ્યો હતો અને કરબલા પાસે મેળા જેવું વાતાવરણ થઈ હતું શિયાઓએ આની સામે વાંધો લીધો ૧૯૦૬માં સ્થાનિક સતાવાળાઓએ શિયાઓની લાગણીને માન આપીને ઉત્સવ બંધ કરાવ્યો પણ હવે સુન્નીઓએ વાંધો લીધો કે તેઓ ઇસ્લામના એક વીરની યાદમાં આ દિવસ મનાવે છે એટલે આ શોકનો દિવસ નથી મદ્ હ એ સહબામાં સુન્નીઓ શિયાઓ વિશે ઘસાતું બોલે અને પહેલા ત્રણ ખલિફાઓ અબૂ બક્ર ઉંમર અને ઉસ્માનની પ્રશંસા કરે શિયાઓ માને છે કે એ ત્રણ સહબા રસૂલને ખરા અર્થમાં વફાદાર નહોતા મહંમદ પયગંબરના જમાઈ અલી ચોથા સહબા હતા શિયાઓના મતે એ જ પયગંબરના ખરા વારસ હતા બન્ને ફિરકાઓ વચ્ચેના આ ઝઘડાને કારણે ૧૯૦૭થી મદ્ હ એ સહબા પર પ્રતિબંધ હતો પરંતુ સુન્નીઓએ નાગરિક અસહકાર કરીને આ પ્રતિબંધનો ભંગ કર્યો ગોવિંદ વલ્લભ પંતની કોંગ્રેસ સરકારે કંઈ વિચાર્યા વગર મદ્ હ એ સહબા પરનો પ્રતિબંધ રદ કર્યો આથી શિયાઓ નારાજ થયા અને ૧૮ ૦૦૦ શિયાઓએ ધરપકડ વહોરી લીધી એમાં મુસ્લિમ લીગના અગ્રગણ્ય શિયા નેતાઓ પણ હતા આ વિવાદ વધ્યો અને શિયા સુન્ની રમખાણો ફાટી નીકળ્યાં મુસ્લિમ લીગની હાલત કફોડી થઈ ગઈ એ કોનો પક્ષ લે એના જ શિયા નેતાઓ જેલમાં પહોંચી ગયા હતા પણ આનો ઝઘડો કંઈ કોંગ્રેસ સાથે કરી શકાય તેન નહોતું કારણ કે લીગના જ સુન્ની નેતાઓ માનતા હતા કે સરકારે મદ્ હ એ સહબા પરનો પ્રતિબંધ હટાવીને અંગ્રેજોએ સુન્નીઓને કરેલા અન્યાયને દૂર કર્યો છે આમ મુસ્લિમ લીગને લકવો પડ્યો હોય એવી સ્થિતિ હતી મુસ્લિમ લીગની નિષ્ક્રિયતા જોઈને પંજાબનું હિંસાવાદી સંગઠન ખાકસાર આગળ આવ્યું એના નેતા અલમ્મા મશરિકી શિયા અને સુન્ની વચ્ચે સમાધાન કરાવવા લખનઉ આવ્યા એમની દરમિયાનગીરી એટલી વધી ગઈ કે સરકારે એમની હકાલપટ્ટી કરી બીજી બાજુ ૧૯૩૯માં બ્રિટિશ સરકારે હિન્દુસ્તાનને યુદ્ધમાં જોતરી દીધું તેના વિરોધમાં કોંગ્રેસી પ્રધાનમંડળોએ બધા પ્રાંતોમાંથી રાજીનામાં આપી દીધાં આથી લીગને ફરી ઊભા થવાની તક મળી આ દરમિયાન પાકિસ્તાન હવે ગંભીર ચર્ચાનો વિષય બની ગયું હતું સિંધમાં ઓમ મંડળી વિરુદ્ધ હિન્દુઓનું આંદોલન સિંધમાં લીગ સિવાયના મુસ્લિમ પક્ષોની સરકાર હતી અને એમાં કોંગ્રેસ સિવાયના હિન્દુ નેતાઓ પણ જોડાયા હતા પરંતુ ઓમ મંડળી વિરુદ્ધ હિન્દુઓએ આંદોલન કર્યું ત્યારે મુસ્લિમ પ્રભુત્વવાળી સરકારને તમાશો જોવાની મઝા થઈ પડી ૧૯૩૫ ૩૬માં એક શ્રીમંત વેપારી ભાઈ લેખરાજે વેપાર ધંધો છોડીને આધ્યાત્મિક માર્ગ લીધો સિંધના હૈદરાબાદમાં ઓમ મંડળી બનાવી આ ઓમ મંડળીનાં ધારા ધોરણો પરંપરાગત હિન્દુ ધર્મથી અલગ હતી ભાઈ લેખરાજનો ઉપદેશ એ હતો કે સ્ત્રી પુરુષ બધા આત્મા છે અને સમાન છે ઓમ મંડળીએ ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું એના આશ્રમમાં નાની વયની છોકરીઓ કિશોરીઓ વિધવાઓની સંખ્યા વધારે હતી એટલું જ નહીં બ્રહ્મચર્ય વિશેના એના વિચારોને કારણે લેખરાજના પ્રભાવમાં આવેલી પરિણીતા સ્ત્રીઓ પણ પતિને છોડીને ત્યાં વસવા લાગી હૈદરાબાદમાં એની સામે હિન્દુઓએ પોતાના રાજકીય મતભેદો ભૂલીને ઓમ નિવાસ સામે પિકેટિંગ કર્યું આખરે ભાઈ લેખરાજને ત્યાંથી ઉચાળા ભરીને કરાંચી આવવું પડ્યું અહીં ભાઈ લેખરાજ એમના અંતેવાસીઓમાં દાદા લેખરાજ તરીકે ઓળખાવા લાગ્યા એ ગીતા સિવાયના કોઈ ગ્રંથને માનતા નહોતા અને એમની અનુયાયી સ્ત્રીઓ એમને જ ભગવાન માનતી એ પોતે સૃષ્ટિના કર્તા બ્રહ્મા હતા અને સૌના પિતા હતા એક ૨૨ વર્ષની રાધે રજવાણી નામની એમની શિષ્યાને એમણે પોતાની આધ્યાત્મિક પુત્રી બનાવી અને ઓમ રાધે નામ આપીને પંથની પ્રમુખ બનાવી કરાંચીમાં ઓમ નિવાસમાં બધાં સ્ત્રી પુરુષોને આવવાજવાની છૂટ હતી ખાસ કરીને ભાઈબંદ સમુદાય સિંધી વેપારી વર્ગ માં આ અનૈતિકતા વિરુદ્ધ અસંતોષ વધી ગયો એમના ઘર કુટુંબની સ્ત્રીઓ ઓમ મંડળીમાં જોડાઈ ગઈ હતી અની ત્યાં જ રહેતી હતી દાદા લેખરાજ વિરુદ્ધ અશ્લીલતાના આક્ષેપો થયા એ હિપ્નોટીઝમ કરીને સ્ત્રીઓને વશ કરી લે છે એવું પણ કહેવાતું ૧૯૩૮માં હિન્દુ સમાજના વિરોધને વાચા આપવા માટે કોંગ્રેસના નેતાઓ ચોઇથરામ ગિદવાણી હિન્દુ મહાસભાના પ્રતિનિધિઓ આર્યસમાજીઓ વેપારીઓ વગેરે એકઠા થયા એમણે ઓમ મંડળી પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી પણ પ્રીમિયર ખાનબહાદુર અલ્લાહ બખ્શની સરકારે એ માગણી ન માની એના પછી એક આગેવાન સાધુ વાસવાણીની આગેવાની હેઠળ હિન્દુઓનું મોટું સરઘસ સેક્રેટરિએટ તરફ નીકળ્યું હિન્દુઓની માગણી હતી કે કોઈ પણ સગીર વયની છોકરી માતાપિતાની મંજૂરી વિના ત્યાં ન રહી શકે સ્ત્રીઓના નિવાસમાં પુરુષો ન જઈ શકે લેખરાજના ઘર અને ઓમ નિવાસ વચ્ચેનો રસ્તો બંધ થવો જોઈએ પરંતુ સરકારે સરઘસ સેક્રેટરિએટ પહોંચે તે પહેલાં ૧૪૪મી કલમ લગાડી દીધી અને સાધુ વાસવાણી અને એમના સાથીઓને પકડી લીધા હજી થોડા જ દિવસો પહેલાં હજારો હાજીઓનું સરઘસ સેક્રેટરિએટ પહોંચ્યું હતું અને સરકારના પ્રધાનો એમને મળ્યા હતા હિન્દુઓએ આ ભેદભાવ પર ભાર મૂક્યો આ મુદ્દો ઍસેમ્બ્લીમાં પણ આવ્યો હિન્દુ પ્રધાનોએ રાજીનામાં આપી દીધાં અને કોંગેસ અને બીજા હિન્દુ નેતાઓએ ઓમ મંડળી પર પ્રતિબંધ મૂકવાની ત્યાંથી છોકરીઓને ઉગારી લેવાની માગણી કરી પણ સરકારે કહ્યું કે જે વયસ્ક છોકરીઓ છે એમના વ્યક્તિગત સ્વાતંત્ર્ય પર એ હુમલો ગણાય અંતે વાત દિલ્હી સુધી પહોંચી અને સિંધ સરકારને તપાસ માટે ટ્રાઇબ્યુનલ નીમવાની ફરજ પડી જો કે ટ્રાઇબ્યુનલને નિવેદનો નોંધવાથી વધારે કંઈ સત્તા નહોતી એટલે એની સમક્ષ ઓમ મંડળીની પ્રમુખ ઓમ રાધેએ બધા આક્ષેપોના જવાબ આપ્યા પણ પંથના દૃષ્ટિકોણથી કહ્યું કે ઓમ મંડળીમાં આધ્યાત્મિક દૃષ્ટિએ સ્ત્રીપુરુષ વચ્ચે ભેદ નથી સૌ આત્મા છે એટલે એમના પરસ્પર સંપર્કમાં કંઈ વાંધાજનક નથી સરવાળે ટ્રાઇબ્યુનલનો નિર્ણય ઓમ મંડળી વિરુદ્ધ ગયો દાદા લેખરાજના ઘર અને ઓમ નિવાસ વચ્ચેનો સીધો રસ્તો બંધ કરવામાં આવ્યો સગીર વયની છોકરીઓને એમનાં માબાપ લઈ ગયાં પુરુષોની અવરજવર બંધ થઈ ભાગલા પછી ૧૯૫૦માં ઓમ મંડળી ભારત આવી અને આબુમાં પોતાનું હેડ ક્વાર્ટર બનાવ્યું અને બ્રહ્માકુમારીઓના સંગઠન તરીકે નવેસરથી કામકાજ શરૂ કર્યું ૦૦૦ લખનઉ અને કરાંચીની આ બન્ને ઘટનાઓમાં કોમી વલણો તો બહાર આવ્યાં જ એટલું જ નહીં બન્ને કોમોની અંદર જ મતભેદો ઊભા થયા અને સમાજની એકતામાં ફાચર પડી જે દેખાય નહીં તે રીતે પણ અંગ્રેજ હકુમતના વિખવાદની નીતિના પ્રભાવને કારણે જ બન્યું લખનઉમાં કોંગ્રેસ સરકારે ત્રણ દાયકાથી વધારે વખતથી ચાલતો પ્રતિબંધ શા માટે હટાવી લીધો તે આજે પણ એક કોયડો છે મુસ્લિમ લીગમાં સુન્નીઓનું વર્ચસ્વ હોવાથી શિયા કૉન્ફરન્સ કોંગ્રેસની સાથે હતી ગોવિંદ વલ્લભ પંતે મુસ્લિમ લીગમાં સુન્નીઓને પ્રભાવિત કરવા માટે પ્રતિબંધ હટાવી લીધો હોય તો એમણે શિયાઓની સહાનુભૂતિ ગુમાવી અને અંતે એ લીગની સામે નબળા પડીને એમાં ભળી ગયા અને કોંગ્રેસને નુકસાન થયું સિંધમાં મુસલમાનોની બહુમતી સરકારને હિન્દુઓની ભાવના સાથે હિન્દુઓ જ ચેડાં કરે એમાંથી આનંદ મળ્યો પરિણામ એ આવ્યું કે બન્ને કોમો વચ્ચે વૈમનસ્ય વધી ગયું ૦૦૦ સંદર્ભઃ the indian annual register jan june 1938 vol i traditional rights and contested meanings mushirul hasan economic and political weekly vol 31 no 9 1996 pp 543 550 jstor www jstor org stable 4403862 accessed 25 sept 2020 http www drpathan com index php notes om mandli source material on its past https en wikisource org wiki om_mandli like loading author dipak dholakia posted on 19 11 2020 30 11 2024 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 13 india slavery and struggle for freedom part 4 chapter 12 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૧૨ સુભાષબાબુનું રાજીનામું કલકત્તામાં ૨૯મી ઍપ્રિલથી ૧લી મે ત્રણ દિવસ માટે aiccની બેઠક મળી સુભાષ ચન્દ્ર બોઝે પ્રમુખપદ સંભાળ્યું આ બેઠકમાં ગોવિંદ વલ્લભ પંતના ઠરાવ પર ચર્ચા થવાની હતી આપણે જોયું કે ઠરાવ પ્રમાણે કોંગ્રેસ પ્રમુખે ગાંધીજીની ઇચ્છા મુજબ વર્કિંગ કમિટીની નીમણૂક કરવાની હતી સુભાષબાબુએ આ બાબતમાં પોતાનું નિવેદન રજૂ કર્યું કે એમણે ગાંધીજી સાથે વાત કરી તે પછી પણ વર્કિંગ કમિટી નીમવા વિશે કોઈ નિર્ણય ન થઈ શક્યો એમણે ગાંધીજીનો પત્ર રજૂ કર્યો મારા વહાલા સુભાષ તમે મને પંડિત પંતના ઠરાવ મુજબ વર્કિંગ કમિટીનાં નામો આપવા કહ્યું હતું મેં મારા પત્રો અને તારોમાં કહ્યું છે તેમ હું માનું છું કે એમ કરવા માટે હું તદ્દન અયોગ્ય છું ત્રિપુરી પછી ઘણું બની ગયું છે હું તમારા વિચારો જાણું છું અને એ પણ જાણું છું કે તમારા અને મોટા ભાગના સભ્યો વચ્ચે કેટલા મોટા મતભેદ છે એ જોતાં હું નામો આપું તે તમારા પર ઠોકી બેસાડવા જેવું થશે મેં તમને પત્ર લખીને આ સ્થિતિ વિશે વિસ્તારથી લખ્યું છે આપણ આવચ્ચેની ત્ર...
|