Meta tags:
description= March 4, 2021 પર Dipak Dholakia દ્વારા 1 પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી;
Headings (most frequently used words):
dipak, dholakia, spam, blocked, દિવસ, માર્ચ, 2021, ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, 28, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, પ્રકરણ, ૨૮, ક્રિપ્સ, મિશન,
Text of the page (most frequently used words):
અને (33), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), 2021 (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), માર્ચ (26), એપ્રિલ (25), 2024 (25), જૂન (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2023 (24), ફેબ્રુવારી (23), 2012 (22), 2015 (22), 2013 (18), 2022 (18), 2011 (16), 2014 (14), 2025 (13), કહ્યું (13), નથી (12), freedom (11), struggle (11), મુસ્લિમ (10), માટે (8), martyrs (8), indian (8), અધિકાર (8), dipak (7), ભારતીય (7), સંરક્ષણ (7), હિન્દુ (7), હતી (7), લીગ (6), કરી (6), જોઈએ (6), સરકાર (6), અલગ (6), કર્યો (6), ક્રિપ્સ (6), વિરોધ (6), ભારતની (6), મારી (5), બારી (5), dholakia (5), શોધો (5), india (5), ભારત (5), બ્રિટન (5), હતું (5), કોઈ (5), પ્રાંતો (5), વચ્ચે (5), સંઘમાં (5), ડિપ્રેસ્ડ (5), એમણે (5), કરો (4), blocked (4), spam (4), slavery (4), and (4), for (4), adventurous (4), subhashbabu (4), હતો (4), કોંગ્રેસે (4), વાત (4), નહીં (4), રહે (4), કોંગ્રેસ (4), એને (4), ઠરાવ (4), આપ્યો (4), એના (4), વર્કિંગ (4), જશે (4), દેશી (4), બ્રિટિશ (4), પ્રાંતોને (4), ભારતીયને (4), this (3), wordpress (3), com (3), other (3), નવી (3), દ્વારા (3), આઝાદી (3), હતા (3), હોય (3), સંઘમાંથી (3), મળે (3), લીગની (3), પછી (3), રાષ્ટ્રીય (3), દેશની (3), એટલે (3), મિશનની (3), વિરુદ્ધ (3), આપી (3), ટેકો (3), માત્ર (3), સ્ટેફર્ડ (3), ક્રિપ્સની (3), મળી (3), યોજના (3), કારણ (3), આપે (3), કમિટીએ (3), વહીવટી (3), શકે (3), લીગે (3), તરીકે (3), મુસલમાનો (3), જેવી (3), કંઈ (3), રાજ્યોની (3), કૉન્ફરન્સે (3), નિવેદન (3), સંધિઓ (3), તેમ (3), માગણી (3), લિબરલ (3), ફેડરેશન (3), કરતાં (3), જવાબદારી (3), મોમીન (3), સાથે (3), સંપૂર્ણ (3), site (2), like (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 364 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), uncategorized (2), 1942 (2), email (2), address (2), part (2), chapter (2), ગુલામી (2), માટેનો (2), સંઘર્ષ (2), દેશના (2), સ્વીકાર (2), રાજાજી (2), એમનો (2), છૂટા (2), પડવાનો (2), એનો (2), બહાને (2), પાછળ (2), રહ્યું (2), ઠરાવમાં (2), બધા (2), દૂર (2), નામે (2), વિવાદ (2), રાખવો (2), સંતાનમે (2), રજૂ (2), દરખાસ્તોને (2), કોંગ્રેસના (2), કરવાની (2), પડ્યા (2), કર્યા (2), તેનો (2), બની (2), અસર (2), મિશન (2), પાકિસ્તાન (2), તેવી (2), વ્યવસ્થા (2), ભાગલા (2), આપવામાં (2), આવ્યો (2), બન્યા (2), મહાસભાની (2), પરંતુ (2), એવો (2), પ્રાંતોની (2), લેવાનો (2), મુસલમાનોને (2), કહેવું (2), રીતે (2), મુસલમાનોના (2), આત્મનિર્ણયના (2), થશે (2), મતદાર (2), મંડળ (2), એવી (2), એનું (2), તેમાં (2), શક્યતા (2), એણે (2), રહી (2), એવા (2), ક્લાસિસના (2), ટકા (2), પ્રધાન (2), હાથમાં (2), સત્તા (2), પ્રજાકીય (2), સ્ટેટ્સ (2), પીપલ્સ (2), ક્રિપ્સને (2), દરખાસ્તો (2), ઇંડિયા (2), છતાં (2), એની (2), રાજાઓ (2), રાજકીય (2), ચાલે (2), આજે (2), થાય (2), કોંગ્રેસની (2), ભારતને (2), છૂટ (2), જુદાં (2), હશે (2), પડશે (2), સોંપવાની (2), કૉન્ફરન્સ (2), હિન્દુઓ (2), અવિશ્વાસ (2), આપવાની (2), મહાસભાએ (2), આખી (2), એકતા (2), સપ્રુ (2), યુદ્ધ (2), નીતિ (2), કાર્યોમાં (2), અમે (2), છીએ (2), શરૂ, design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, મહિનો, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, leave, comment, webgurjari, વેબગુર્જરી, tags, categories, posted, author, loading, સંદર્ભઃ, the, annual, register, jan, june, vol, ૦૦૦, ભાગલાનો, કરવામાં, પહેલા, પોતાની, માંગ, છોડવાની, કબૂલ, લેવો, મતભેદોનો, લાભ, અંગ્રેજોને, કોમી, સમસ્યાને, સ્વતંત્રતાને, ઠેલતું, માની, લેવાથી, પાસે, બહાનું, આના, રાજાજીએ, છોડી, દીધી, રાજાજીના, ઠરાવનો, અર્થ, બનાવવામાં, નડતા, અવરોધો, કરવા, એકતાના, અસ્પષ્ટ, લાભના, ચાલુ, બનવા, દેવી, એમાં, શાણપણ, થવાનો, માગે, માન્ય, સામેલ, થવાનું, આમંત્રણ, આપીને, બનાવવા, સંમત, થવું, નકારી, કાઢવાના, સત્તાવાર, વલણની, ચક્રવર્તી, રાજગોપાલાચારી, ઠરાવના, પ્રેરક, આથી, પ્રમુખે, એમને, પરવાનગી, ઠરાવને, મતદાન, થયું, ૧૨૦, સભ્યોએ, ઠરાવની, ટેકામાં, રાજાજીનો, ઊડી, ગયો, વ્યક્તિગત, ઠરાવો, વિદાય, બેઠક, ૨૯મી, ઍપ્રિલે, વર્ધામાં, પ્રમુખસ્થાનેથી, મૌલાના, અબુલ, કલામ, આઝાદે, પ્રત્યે, લીધેલા, વલણના, વિગતવાર, ખુલાસા, સીધું, વાઇસરૉય, હસ્તક, યુદ્ધના, સમયમાં, સૌથી, મહત્ત્વનો, એકમાત્ર, મુદ્દો, ખર્ચ, વહીવટની, વિભાગો, પડે, મિશનને, નિષ્ફળ, ૧૯૪૦નો, વિશેનો, લાહોર, પૂરો, સ્વીકારાયેલો, લીગને, મંજૂર, મુસલમાનોની, માટેની, માગણીને, ધ્યાનમાં, રાખીને, હમણાં, તેમને, કારણસર, એમની, તર્ક, બાબતમાં, દલીલો, સમાનતા, કારણોસર, સંકેત, પુનર્રચના, કરવી, જેથી, મુસલમાનોનાં, હિતો, સચવાય, જોડાવું, વિશે, ઍસેમ્બ્લીમાં, સ્પષ્ટ, નિર્ણય, લોકમતની, દરખાસ્ત, આમાં, લોકમત, સમગ્ર, પુખ્ત, વસ્તીને, આધારે, ગણવાના, નહોતા, લીગનું, અધિકારની, ઉપેક્ષા, ઍસેમ્બ્લીઓ, આખા, બંધારણસભાને, ચૂંટે, વ્યવસ્થાને, વખોડી, કાઢી, ચુંટાયા, બંધારણસભાની, પસંદગી, વખતે, ઝુંટવી, લેવાય, કમિટી, ૧૧મી, એપ્રિલે, સ્વીકારી, ઇનકાર, દીધો, એનાં, અમુક, પાસાંની, પ્રશંસા, જેમ, જોડાવાનું, મરજિયાત, રાખ્યું, પાકિસ્તાનની, દેખાઈ, છેલ્લાં, પચીસ, વર્ષથી, મુખ્ય, કોમો, મુસલમાન, શાંતિથી, તેવા, પ્રયાસ, પરિણામ, આવ્યું, કડવા, અનુભવ, તારણ, પહોંચી, બન્ને, કોમોને, યુનિયનમાં, રાખવામાં, ન્યાય, શક્ય, નેતા, રાજાએ, બંધારણ, સભાની, રચનાનો, જાતિઓ, પંથોમાં, વહેંચાયેલા, સમાજમાં, ક્લાસિસને, ચૂંટણી, પ્રતિનિધિત્વ, ઊપજ, ખેતીમાંથી, ખેતીકામમાં, લાગેલા, મજૂરો, શ્રેણીના, નીમવાનો, આવશે, લોકોને, ગળે, ટૂંપો, દેવાની, ક્લાસિસ, નરમપંથી, શીખો, પરિષદોના, દેશવ્યાપી, સંગઠન, પોતાનું, આપ્યું, હોવા, રજવાડાંઓની, પ્રજા, સીધી, આડકતરી, વગર, વૉર, કેબિનેટ, માનતી, હોવાનું, જણાય, આવા, મહત્ત્વના, મુદાઓનો, ઉકેલ, આણવા, પૂરતા, રજવાડાંની, કરોડની, પ્રજાનો, ક્યાંય, ઉલ્લેખ, આજના, સંકટકાળમાં, દુનિયાનું, સર્જન, વાતો, દેખાડે, વિચારે, સમજૂતી, હોવાને, ભારતનું, વિઘટન, કરવું, આજની, દુનિયામાં, જમાનામાં, વખતની, સ્થિતિ, યાદ, રાખવું, રાજાઓએ, સંધિઓમાં, પ્રજાઓનો, ફાળો, નહોતો, જરીપુરાણી, લોકોના, આર્થિક, વિકાસમાં, આડે, આવે, હવે, સહન, પૂર્ણ, સ્વરાજની, દોહરાવી, પરિષદોની, ઇંડિયાના, પ્રમુખ, બિજૉય, પ્રસાદ, સિંઘ, રોય, મહામંત્રીઓ, ચીમનલાલ, સેતલવાડ, નૌશીર, ભરૂચા, મળ્યા, ડોમિનિયન, સ્ટેટ, બનાવવાની, ઑફરને, આવકાર, જોડાવાની, આપવાનાં, જોખમો, દેખાડ્યાં, ભારતમાં, વધારે, ફેડરેશનો, બનાવાય, દરેકનાં, સૈન્યો, વેપારમાં, કસ્ટમ, લાગુ, રેલવે, બંદરોની, માલિકી, વગેરે, ઘણા, ગુંચવાડા, ઊભા, ફેડરેશને, ભારતના, લીગથી, મોટી, સંખ્યામાં, હકદાવાની, ચિંતા, કરતી, તરફદાર, અભિપ્રાય, સંતોષ, આપશે, જોડાવાનો, વ્યવસ્થાનો, એનાથી, અંદર, અનેક, ટુકડા, હિમાયત, અધિકારને, વિચ્છેદનો, શકાય, બહારની, ઠોકી, બેસાડે, સ્વતંત્ર, રાષ્ટ્રો, જોડાતાં, દાખલા, અહીં, બંધબેસતા, એકતંત્રી, રાજ્ય, એકમો, બનાવેલા, સરકારે, સૂચવેલી, યોજનામાં, કેટલાક, મુદ્દા, વત્તેઓછે, અંશે, સંતોષજનક, ક્રિપ્સે, આવીને, કર્યું, તેના, પ્રમાણે, કાં, સ્વીકારવાની, અથવા, નકારવાની, સંયોગોમાં, નકાર્યા, સિવાય, બીજો, વિકલ્પ, રહેવાની, જોગવાઈનો, પાડવા, બરાબર, મહાસભાનો, આધારભૂત, સિદ્ધાંત, સદીઓથી, મૂળભૂત, એકતામાં, માનતા, આવ્યા, અંગ્રેજી, શાસને, એકતાનો, એટલું, પોતે, બહાર, રહેવાનો, આપવાથી, પાકિસ્તાની, બનશે, અફઘાનિસ્તાન, બીજા, દેશો, હાથ, મિલાવીને, સલામતી, ખતરારૂપ, મહાસભા, નોંધવા, ઘણી, વ્યક્તિઓ, સંસ્થાઓનું, વલણ, જેવું, સહકારથી, કામ, કરનારા, કોંગ્રેસથી, રહેલા, નેતાઓ, તેજ, બહાદુર, જયકરે, પોતાના, તરફથી, પ્રતિસાદ, વાઇસરૉયની, એક્ઝીક્યુટિવ, કાઉંસિલમાં, માટેના, સભ્ય, લેવાની, બહુ, જરૂર, સ્થિતિમાં, કાર્ય, હોવી, જરૂરી, સાચી, અનુભવી, જાણકાર, સંરક્ષણની, સોંપવામાં, કેમ, ઊભો, અત્યારે, જનમાનસ, સ્વતંત્રતા, ઇચ્છે, ભાર, મૂકીએ, કશા, અપવાદ, વિના, સરકારની, બધી, ભારતીયોના, મૂકવી, ઇચ્છીએ, જનતા, સંબંધી, સરકારને, મનોવૈજ્ઞાનિક, દૃષ્ટિએ, જનતામાં, સાનુકૂળ, પડઘા, જયકર, પ્રકરણ, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, દિવસ, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,
Text of the page (random words):
04 03 2021 મારી બારી કંટેન્ટ પર જાઓ મારી બારી દીપક ધોળકિયા દિવસ માર્ચ 4 2021 india slavery and struggle for freedom part 4 chapter 28 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૨૮ ક્રિપ્સ મિશન ૨ સપ્રુ જયકર નિવેદન નોંધવા જેવી વાત એ છે કે ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓનું વલણ પણ કોંગ્રેસ જેવું જ હતું કોંગ્રેસ સાથે સહકારથી કામ કરનારા પણ કોંગ્રેસથી અલગ રહેલા નેતાઓ તેજ બહાદુર સપ્રુ અને એમ આર જયકરે પોતાના તરફથી ક્રિપ્સ મિશનની દરખાસ્તો પર અલગ પ્રતિસાદ આપ્યો એમણે કહ્યું કે વાઇસરૉયની એક્ઝીક્યુટિવ કાઉંસિલમાં એક ભારતીયને સંરક્ષણ માટેના સભ્ય તરીકે લેવાની બહુ જ જરૂર છે યુદ્ધ જેવી સ્થિતિમાં નીતિ અને કાર્ય વચ્ચે એકતા હોવી જરૂરી છે એ સાચી વાત છે તેમ છતાં એક અનુભવી જાણકાર ભારતીયને સંરક્ષણની જવાબદારી સોંપવામાં નીતિ અને કાર્યોમાં વિવાદ કેમ ઊભો થાય એમણે કહ્યું કે અત્યારે ભારતીય જનમાનસ સંપૂર્ણ સ્વતંત્રતા ઇચ્છે છે અને એટલે જ અમે એ વાત પર ભાર મૂકીએ છીએ કે કશા પણ અપવાદ વિના સરકારની બધી જવાબદારી ભારતીયોના હાથમાં મૂકવી જોઈએ અમે ઇચ્છીએ છીએ કે ભારતની જનતા યુદ્ધ સંબંધી કાર્યોમાં સરકારને સંપૂર્ણ ટેકો આપે સંરક્ષણ પ્રધાન ભારતીય હશે તો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ભારતીય જનતામાં એના સાનુકૂળ પડઘા પડશે હિન્દુ મહાસભા હિન્દુ મહાસભાની વર્કિંગ કમિટીએ કહ્યું કે બ્રિટિશ સરકારે સૂચવેલી યોજનામાં કેટલાક મુદ્દા વત્તેઓછે અંશે સંતોષજનક છે પણ સર સ્ટેફર્ડ ક્રિપ્સે ભારત આવીને જે નિવેદન કર્યું તેના પ્રમાણે કાં તો આ યોજના આખી જ સ્વીકારવાની છે અથવા આખી જ નકારવાની છે આ સંયોગોમાં એને નકાર્યા સિવાય બીજો વિકલ્પ નથી હિન્દુ મહાસભાએ પ્રાંતોને અલગ રહેવાની છૂટ આપવાની જોગવાઈનો વિરોધ કરતાં કહ્યું કે એ દેશના ભાગલા પાડવા બરાબર છે હિન્દુ મહાસભાનો આધારભૂત સિદ્ધાંત એ છે કે હિન્દુઓ સદીઓથી ભારતની મૂળભૂત એકતામાં માનતા આવ્યા છે અને અંગ્રેજી શાસને પણ ભારતની એકતાનો સ્વીકાર કર્યો છે એટલું જ નહીં પણ બ્રિટન પોતે જ આ એકતા માટે યશ લે છે ભારતીય સંઘમાંથી બહાર રહેવાનો અધિકાર આપવાથી પાકિસ્તાની ફેડરેશન બનશે અને એ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બીજા મુસ્લિમ દેશો સાથે હાથ મિલાવીને ભારતની સલામતી માટે ખતરારૂપ બની જશે હિન્દુ મહાસભાએ કહ્યું કે આત્મનિર્ણયના અધિકારને નામે પ્રાંતોને વિચ્છેદનો અધિકાર ન આપી શકાય અને કોઈ બહારની સત્તા એ ઠોકી બેસાડે તે પણ ન ચાલે એક સંઘમાં સ્વતંત્ર રાષ્ટ્રો જોડાતાં હોય એવા દાખલા અહીં બંધબેસતા નથી કારણ કે ભારત એકતંત્રી રાજ્ય છે પ્રાંતો માત્ર વહીવટી એકમો તરીકે બનાવેલા છે ઑલ ઇંડિયા મોમીન કૉન્ફરન્સ મોમીન કૉન્ફરન્સ મુસ્લિમ લીગથી વિરુદ્ધ હતી અને મોટી સંખ્યામાં મુસલમાનો એની સાથે હતા એ મુસલમાનોના હકદાવાની ચિંતા કરતી હતી પણ કોંગ્રેસની તરફદાર હતી એનો અભિપ્રાય એવો હતો કે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે અવિશ્વાસ છે એટલે ક્રિપ્સની યોજના મુસલમાનોને સંપૂર્ણ સંતોષ આપી શકે તેમ નથી પરંતુ બ્રિટન ભારતને આઝાદી આપશે તો આ અવિશ્વાસ પણ દૂર થઈ જશે એણે પ્રાંતોને ભારત સંઘમાં ન જોડાવાનો અધિકાર આપવાની વ્યવસ્થાનો વિરોધ કરતાં કહ્યું કે એનાથી ભારતની અંદર જ અનેક ટુકડા થઈ જશે મોમીન કૉન્ફરન્સે પણ ભારતની સંરક્ષણ વ્યવસ્થા ભારતીયને સોંપવાની હિમાયત કરી લિબરલ ફેડરેશન લિબરલ ફેડરેશન ઑફ ઇંડિયાના પ્રમુખ સર બિજૉય પ્રસાદ સિંઘ રોય અને મહામંત્રીઓ સર ચીમનલાલ સેતલવાડ અને નૌશીર ભરૂચા સ્ટેફર્ડ ક્રિપ્સને મળ્યા અને ભારતને ડોમિનિયન સ્ટેટ બનાવવાની ઑફરને આવકાર આપ્યો પણ સંઘમાં ન જોડાવાની પ્રાંતોને છૂટ આપવાનાં જોખમો દેખાડ્યાં ભારતમાં એક કરતાં વધારે ફેડરેશનો બનાવાય તો એ દરેકનાં સૈન્યો જુદાં જુદાં હશે વેપારમાં પણ કસ્ટમ લાગુ પડશે રેલવે બંદરોની માલિકી વગેરે ઘણા ગુંચવાડા ઊભા થશે લિબરલ ફેડરેશને પણ ભારતના સંરક્ષણ માટે ભારતીયને જવાબદારી સોંપવાની માગણી કરી દેશી રાજ્યોની પ્રજાકીય પરિષદોની માગણી દેશી રાજ્યોની પ્રજાકીય પરિષદોના દેશવ્યાપી સંગઠન સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સે ક્રિપ્સને પોતાનું નિવેદન આપ્યું તેમાં કહ્યું કે આ દરખાસ્તો બ્રિટિશ ઇંડિયા માટે હોવા છતાં દેશી રજવાડાંઓની પ્રજા પર એની સીધી કે આડકતરી અસર પડ્યા વગર નહીં રહે વૉર કેબિનેટ એમ માનતી હોવાનું જણાય છે કે આવા મહત્ત્વના મુદાઓનો ઉકેલ આણવા માટે બ્રિટિશ સરકાર અને દેશી રાજાઓ પૂરતા છે રજવાડાંની નવ કરોડની પ્રજાનો તો ક્યાંય ઉલ્લેખ પણ નથી આજના સંકટકાળમાં અને નવી દુનિયાનું સર્જન કરવાની વાતો વચ્ચે આ દેખાડે છે કે બ્રિટન સરકાર કઈ રીતે વિચારે છે બ્રિટિશ સરકાર અને રાજાઓ વચ્ચે કોઈ સમજૂતી થઈ હોવાને બહાને ભારતનું રાજકીય વિઘટન કરવું એ આજની દુનિયામાં ન ચાલે આ સંધિઓ એક જમાનામાં થઈ હતી પણ તે વખતની સ્થિતિ આજે નથી રહી એ યાદ રાખવું જોઈએ કે માત્ર ૩૦ કે ૪૦ રાજાઓએ સંધિઓ કરી હતી અને એ સંધિઓમાં રાજ્યોની પ્રજાઓનો કંઈ પણ ફાળો નહોતો આ જરીપુરાણી સંધિઓ આજે લોકોના રાજકીય અને આર્થિક વિકાસમાં આડે આવે એ હવે સહન થાય તેમ નથી સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સે કોંગ્રેસની પૂર્ણ સ્વરાજની માગણી દોહરાવી ડિપ્રેસ્ડ ક્લાસિસ અને નરમપંથી શીખો ડિપ્રેસ્ડ ક્લાસિસના નેતા એમ સી રાજાએ બંધારણ સભાની રચનાનો વિરોધ કર્યો એમણે કહ્યું કે જાતિઓ અને પંથોમાં વહેંચાયેલા આ સમાજમાં ડિપ્રેસ્ડ ક્લાસિસને ચૂંટણી દ્વારા કંઈ પ્રતિનિધિત્વ મળે એવી કોઈ શક્યતા નથી દેશની ૯૦ ટકા ઊપજ ખેતીમાંથી મળે છે અને ખેતીકામમાં લાગેલા ૯૦ ટકા મજૂરો ડિપ્રેસ્ડ શ્રેણીના છે એમણે ભારતીય સંરક્ષણ પ્રધાન નીમવાનો પણ વિરોધ કર્યો એમણે કહ્યું કે કોંગ્રેસના હાથમાં આ પદ આવશે તો ડિપ્રેસ્ડ ક્લાસિસના લોકોને ગળે ટૂંપો દેવાની એને સત્તા મળી જશે મુસ્લિમ લીગ મુસ્લિમ લીગની વર્કિંગ કમિટી ૧૧મી એપ્રિલે મળી અને ક્રિપ્સની દરખાસ્તોને જેવી હતી તેવી જ સ્વીકારી લેવાનો ઇનકાર કરી દીધો જો કે વર્કિંગ કમિટીએ એનાં અમુક પાસાંની પ્રશંસા કરી જેમ કે પ્રાંતો માટે ભારતીય સંઘમાં જોડાવાનું મરજિયાત રાખ્યું તેમાં એને પાકિસ્તાનની શક્યતા દેખાઈ લીગે કહ્યું કે છેલ્લાં પચીસ વર્ષથી એણે દેશની બે મુખ્ય કોમો હિન્દુ અને મુસલમાન શાંતિથી રહી શકે તેવા પ્રયાસ કર્યા પણ એનું કંઈ પરિણામ ન આવ્યું આ કડવા અનુભવ પછી લીગ એવા તારણ પર પહોંચી છે કે બન્ને કોમોને એક જ યુનિયનમાં રાખવામાં ન્યાય પણ નથી અને એ શક્ય પણ નથી પ્રાંતોની ઍસેમ્બ્લીઓ એક આખા મતદાર મંડળ તરીકે બંધારણસભાને ચૂંટે એવી વ્યવસ્થાને પણ લીગે વખોડી કાઢી એનું કહેવું હતું કે મુસલમાનો અલગ મતદાર મંડળ દ્વારા ચુંટાયા છે પણ બંધારણસભાની પસંદગી વખતે એમનો આ અધિકાર ઝુંટવી લેવાય છે સંઘમાંથી છૂટા પડવાનો અધિકાર મુસલમાનોની ભાગલા માટેની માગણીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે પણ આ અધિકાર હમણાં જે પ્રાંતો છે તેમને આપવામાં આવ્યો છે આ પ્રાંતો વહીવટી કારણસર બન્યા છે અને એમની પાછળ કોઈ તર્ક નથી આ બાબતમાં મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાની દલીલો વચ્ચે સમાનતા છે કે આ પ્રાંતો વહીવટી કારણોસર બન્યા છે પરંતુ મુસ્લિમ લીગ એવો પણ સંકેત આપે છે કે પ્રાંતોની પુનર્રચના કરવી જોઈએ કે જેથી મુસલમાનોનાં હિતો સચવાય સંઘમાં જોડાવું કે નહીં તે વિશે ઍસેમ્બ્લીમાં સ્પષ્ટ નિર્ણય ન થઈ શકે તો લોકમતની દરખાસ્ત હતી તેનો પણ લીગે વિરોધ કર્યો કારણ કે આમાં લોકમત સમગ્ર પુખ્ત વસ્તીને આધારે લેવાનો હતો મુસલમાનોને અલગ ગણવાના નહોતા લીગનું કહેવું હતું કે એ રીતે મુસલમાનોના આત્મનિર્ણયના અધિકારની ઉપેક્ષા થશે મુસ્લિમ લીગની વર્કિંગ કમિટીએ કહ્યું કે ૧૯૪૦નો પાકિસ્તાન વિશેનો લાહોર ઠરાવ પૂરો ન સ્વીકારાયેલો હોય તેવી કોઈ પણ વ્યવસ્થા લીગને મંજૂર નથી આમ ક્રિપ્સ મિશન નિષ્ફળ રહ્યું રાજાજી ક્રિપ્સ મિશનને ટેકો આપે છે સ્ટેફર્ડ ક્રિપ્સની વિદાય પછી એ આઈ સી સી ની બેઠક ૨૯મી ઍપ્રિલે વર્ધામાં મળી પ્રમુખસ્થાનેથી મૌલાના અબુલ કલામ આઝાદે ક્રિપ્સ મિશનની યોજના પ્રત્યે કોંગ્રેસે લીધેલા વલણના વિગતવાર ખુલાસા કર્યા સંરક્ષણ સીધું જ વાઇસરૉય હસ્તક રહે તેનો કોંગ્રેસે વિરોધ કર્યો કારણ કે યુદ્ધના સમયમાં સંરક્ષણ જ સૌથી મહત્ત્વનો એકમાત્ર મુદ્દો બની રહે છે એના ખર્ચ અને વહીવટની અસર બધા વિભાગો પર પડે વ્યક્તિગત ઠરાવો કે સંતાનમે જે ઠરાવ રજૂ કર્યો તે ક્રિપ્સ મિશનની દરખાસ્તોને નકારી કાઢવાના કોંગ્રેસના સત્તાવાર વલણની વિરુદ્ધ હતો ચક્રવર્તી રાજગોપાલાચારી આ ઠરાવના પ્રેરક હતા આથી કોંગ્રેસ પ્રમુખે એમને ઠરાવ રજૂ કરવાની પરવાનગી આપી સંતાનમે ઠરાવને ટેકો આપ્યો એના પર મતદાન થયું ૧૨૦ સભ્યોએ ઠરાવની વિરુદ્ધ મત આપ્યો અને એના ટેકામાં માત્ર ૧૫ મત પડ્યા આમ રાજાજીનો ઠરાવ ઊડી ગયો ઠરાવમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય સરકાર બનાવવામાં નડતા બધા અવરોધો કોંગ્રેસે દૂર કરવા જોઈએ ઠરાવમાં કહ્યું હતું કે દેશની એકતાના અસ્પષ્ટ લાભના નામે વિવાદ ચાલુ રાખવો અને રાષ્ટ્રીય સરકાર ન બનવા દેવી એમાં શાણપણ નથી એટલે મુસ્લિમ લીગ અલગ થવાનો અધિકાર માગે છે તે માન્ય રાખવો અને એને સામેલ થવાનું આમંત્રણ આપીને રાષ્ટ્રીય સરકાર બનાવવા સંમત થવું જોઈએ રાજાજીના ઠરાવનો અર્થ દેશના ભાગલાનો સ્વીકાર કરવામાં રાજાજી સૌ પહેલા હતા એમનો મત હતો કે મુસ્લિમ લીગ પોતાની માંગ છોડવાની જ ન હોય તો કોંગ્રેસે ભારતીય સંઘમાંથી છૂટા પડવાનો એનો અધિકાર કબૂલ કરી લેવો જોઈએ આ મતભેદોનો લાભ અંગ્રેજોને મળે છે બ્રિટન કોમી સમસ્યાને બહાને સ્વતંત્રતાને પાછળ ઠેલતું રહ્યું છે પણ મુસ્લિમ લીગની વાત માની લેવાથી બ્રિટન પાસે આ બહાનું નહીં રહે આના પછી રાજાજીએ કોંગ્રેસ છોડી દીધી ૦૦૦ સંદર્ભઃ the indian annual register jan june 1942 vol i like loading author dipak dholakia posted on 04 03 2021 30 11 2024 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 28 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 364 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું માર્ચ 2021 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 ફેબ્રુવારી એપ્રિલ bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 364 hits મારી બારી blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar d design a site like this with wordpress com શરૂ કરો
|