Meta tags:
description= 4 posts published by Dipak Dholakia during June 2021;
Headings (most frequently used words):
અને, ભારત, ગુલામી, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, પ્રકરણ, dipak, જિન્ના, dholakia, spam, blocked, ૧૯૪૧થી, ૧૯૪૪, મહિનો, જૂન, 2021, 44, 43, 42, 41, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૪૪, ગાંધી, મંત્રણા, પત્રવ્યવહાર, ૪૩, ગાંધીજીની, બિનશરતી, મુક્તિ, રાજાજીની, ફૉર્મ્યુલા, ૪૨, ૪૧,
Text of the page (most frequently used words):
અને (155), મુસ્લિમ (60), કરી (43), એમણે (42), કહ્યું (41), #જિન્ના (41), માટે (40), નથી (38), જિન્નાએ (35), સપ્ટેમ્બર (33), નહીં (32), 2021 (31), વાત (31), હું (31), હતા (30), પત્ર (30), ગાંધીજી (30), તમે (30), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), 2024 (28), જૂન (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), આપણે (26), હોય (25), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2023 (24), freedom (24), struggle (24), એમને (23), સરકાર (23), જવાબ (23), સાથે (23), પછી (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), હતી (22), હિન્દુ (22), હતો (19), કરવા (19), કર્યો (19), હવે (19), 2013 (18), 2022 (18), india (18), શું (18), મને (18), ગાંધીજીએ (18), સુધી (18), slavery (17), and (17), for (17), ભારત (17), હતું (17), આપ્યો (17), 2011 (16), આઝાદી (16), કરે (16), એટલે (16), કોઈ (16), થાય (16), છું (16), યુનિયનિસ્ટ (16), મારી (15), લીગ (15), જોઈએ (15), રાજાજીની (15), 2014 (14), વિશે (14), પહેલાં (14), એનો (14), લીગની (14), રાજાજીએ (14), 2025 (13), dipak (13), બધા (13), જશે (13), બહુ (13), ત્યાં (13), એમના (13), એના (13), સમજૂતી (13), બન્ને (13), જિન્નાને (13), તમારી (13), તરીકે (13), લોકો (13), રીતે (13), ઠરાવ (13), લાહોર (13), પોતાના (12), જાય (12), એમની (12), હયાત (12), ફૉર્મ્યુલા (12), dholakia (11), indian (11), જિન્નાની (11), ટેકો (11), પાકિસ્તાન (11), બની (11), માત્ર (11), નહોતા (11), અલગ (11), કોંગ્રેસ (11), ગાંધી (11), એવું (11), ખિઝર (11), પોતાની (11), માટેનો (10), ગાંધીજીને (10), એવી (10), બ્રિટિશ (10), કારણ (10), પાસે (10), તૈયાર (10), મુસલમાનો (10), ફરી (10), બ્રિટન (10), કરો (9), નવી (9), કરવાની (9), સરકારે (9), શકે (9), માગતા (9), વચ્ચે (9), ખાન (9), લીગના (9), નક્કી (9), વિરોધ (9), કરશે (9), martyrs (8), part (8), chapter (8), ગુલામી (8), સંઘર્ષ (8), વધારે (8), પાકિસ્તાનની (8), પરંતુ (8), કરતા (8), આવી (8), કંઈ (8), કર્યું (8), લખીને (8), એને (8), માની (8), સિકંદર (8), સામે (8), પંજાબ (8), પાર્ટી (8), ત્યારે (8), આપી (8), રાજાજી (8), ફૉર્મ્યુલામાં (8), મેં (8), દ્વારા (7), થયું (7), પાકિસ્તાનમાં (7), જ્યાં (7), એમનો (7), મળે (7), ટીકા (7), આપે (7), લીગને (7), સત્તા (7), સ્વીકારી (7), મારા (7), નેતાઓ (7), હોત (7), બીજા (7), સિવાય (7), બધી (7), પંજાબમાં (7), કામ (7), લાગુ (7), કેટલાક (7), સમક્ષ (7), કેમ (7), લોકમત (7), આવો (6), હજી (6), ચર્ચા (6), મુસલમાનોની (6), માગણી (6), પોતે (6), પાર્ટીના (6), ઍપ્રિલે (6), રાજકીય (6), જિન્નાના (6), એમનું (6), બંધારણ (6), વિના (6), રાષ્ટ્રીય (6), આવશે (6), દેશ (6), હશે (6), કહો (6), પ્રકરણ (6), લીધું (6), નેતા (6), પ્રમાણે (6), સંમત (6), સ્વીકાર (6), પત્રવ્યવહાર (6), આપણી (6), કોંગ્રેસને (6), પત્રમાં (6), તમને (6), શરૂ (5), like (5), બારી (5), શોધો (5), history (5), રહી (5), થશે (5), મુસલમાનોને (5), બહુમતી (5), ઊભી (5), ગયા (5), આપ્યું (5), વાતચીત (5), દિવસ (5), આગળ (5), અર્થ (5), તરત (5), કર્યા (5), વખતે (5), દૂર (5), બીજી (5), લોકશાહી (5), કહે (5), આપવા (5), તેમાં (5), ઠરાવમાં (5), અથવા (5), નિર્ણય (5), બનાવવાની (5), રાજ્ય (5), મુદ્દા (5), સંગઠિત (5), મુસલમાન (5), એમાં (5), માંગ (5), પડશે (5), રજૂ (5), રહેશે (5), મંત્રણા (5), ટિપ્પણી (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), webgurjari (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), the (4), annual (4), register (4), vol (4), સંદર્ભઃ (4), ૦૦૦ (4), મોમીન (4), પ્રતિનિધિ (4), કૉન્ફરન્સ (4), રક્ષણ (4), પાડી (4), તેના (4), સરકારની (4), મૂકી (4), હિંમત (4), બહાર (4), તેઓ (4), છૂટ (4), સમસ્યા (4), અંગત (4), દીધી (4), ગયો (4), એની (4), તેની (4), હિન્દુઓ (4), કોણ (4), લેશે (4), બરાબર (4), રહ્યા (4), પડી (4), ગાંધીજીના (4), છીએ (4), અમે (4), માગે (4), કોમવાદી (4), તમારા (4), કહેવું (4), બ્રિટિશરો (4), વાતો (4), ભાગ (4), અંતિમ (4), તબક્કો (4), ૧૯૩૫થી (4), ૧૯૪૭ (4), થયા (4), આવ્યા (4), પાર્ટીની (4), સરકારને (4), બીજો (4), ખિઝરે (4), દીધો (4), મળીને (4), છોડી (4), મળ્યા (4), જાણવા (4), પ્રીમિયર (4), દીધું (4), સાથેની (4), કહેતા (4), નહોતો (4), કારણે (4), એકમાત્ર (4), ફઝલે (4), કરીને (4), નીચે (4), સ્વતંત્ર (4), ઉત્તર (4), રાજ્યો (4), પાકિસ્તાનનો (4), આઝાદ (4), એટલું (4), તેમ (4), કરવી (4), કોંગ્રેસે (4), બ્રિટનની (4), ત્યાંના (4), લીધી (4), ભાગલા (4), શ્રીનિવાસ (4), પડે (4), એવો (4), વચગાળાની (4), આવે (4), આપશે (4), શકું (4), this (3), wordpress (3), com (3), have (3), other (3), leave (3), comment (3), કરશું (3), અધિવેશન (3), દિલ્હીમાં (3), ઇંડિયા (3), મુસલમાનોના (3), હોવાના (3), ભાષણમાં (3), ઇસ્લામના (3), મળશે (3), અહીં (3), પ્રદેશ (3), આપવાની (3), આત્મનિર્ણયના (3), કરતાં (3), જિન્નાનો (3), ઘણી (3), પ્રયત્ન (3), કરવાનું (3), રોકવાની (3), સભ્ય (3), સૌથી (3), લિબરલ (3), કદી (3), તેનો (3), જેલમાં (3), દાવો (3), છોડો (3), જવાબદારી (3), મોકલી (3), શકાય (3), નીકળી (3), જેને (3), જલદી (3), ખરેખર (3), ઇચ્છતા (3), મોકલ્યો (3), કહી (3), હાંકી (3), રહે (3), બંધ (3), બનાવવાના (3), સત્તાને (3), આપણા (3), તમારું (3), કહીશ (3), કોમો (3), થવા (3), અપીલ (3), આજના (3), આવતી (3), લોકોને (3), આક્ષેપ (3), ૧૯૪૪ (3), ઊંટ (3), ત્રણ (3), કરવામાં (3), સભ્યોને (3), બદલે (3), ઇનકાર (3), રાતે (3), ૨૭મી (3), બાબતમાં (3), થયેલી (3), પંજાબના (3), નાખવા (3), રહેવા (3), લીધો (3), કહેવાય (3), દરમિયાન (3), નહોતું (3), વેપારી (3), તરફ (3), ઊભા (3), સાર્વભૌમ (3), નહોતી (3), લખ્યું (3), માગણીને (3), વગેરે (3), મુખ્ય (3), જાહેરમાં (3), જવાબમાં (3), અલ્લમા (3), મશરીકીએ (3), સમાધાન (3), કચડી (3), જાટ (3), ભારતની (3), જેમ (3), આજે (3), ધ્યાન (3), દોર્યું (3), ફરજ (3), આધાર (3), બદલી (3), ફૉર્મ્યુલાને (3), કરવો (3), ભારતમાં (3), લેવાની (3), સહકાર (3), ગાંધીજીનો (3), અધિકાર (3), શાસ્ત્રીએ (3), આધારે (3), મહાસભા (3), સ્પષ્ટ (3), બહુમતીવાળા (3), એનાં (3), ઘણા (3), મળ્યો (3), મૂકવા (3), જુલાઈએ (3), સ્વાધીન (3), શરતો (3), શકીએ (3), મારે (3), રાષ્ટ્ર (3), વિદેશી (3), ચિત્ર (3), મારો (3), પાસેથી (3), રાજગોપાલાચારીની (3), તબીયત (3), site (2), required (2), લખો (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 373 (2), મહિનો (2), પસંદ (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), email (2), address (2), jan (2), june (2), પ્રવૃત્તિઓ (2), લીગનું (2), કૉન્ફરન્સનું (2), કૉન્ફરન્સે (2), લીગનો (2), દાવાને (2), નકારી (2), કાઢ્યો (2), કરોડ (2), આપતા (2), હાલત (2), મદદ (2), ઇતિહાસમાં (2), મળ્યું (2), સિદ્ધાંતનો (2), સાંસ્કૃતિક (2), અધિકારો (2), લાગતા (2), પોતાનો (2), જોઈતો (2), લઘુમતીઓ (2), વાર (2), આમંત્રણ (2), સીધો (2), કંઈક (2), રોકી (2), ચાલ્યા (2), ખબર (2), જૂને (2), શિક્ષણ (2), કેન્દ્રીય (2), કોમી (2), વિશેની (2), કોંગ્રેસના (2), પ્રતિબંધ (2), મૂક્યો (2), પાછો (2), સ્વીકારે (2), વિરુદ્ધ (2), દેવાનો (2), વિનંતિ (2), પત્રનું (2), શબ્દોમાંથી (2), મોટો (2), લખતાં (2), જરૂર (2), ગમે (2), ગાંધીને (2), સમાચાર (2), ચાલે (2), પરિવર્તન (2), નિષ્ફળ (2), લિન્લિથગો (2), સાથેના (2), હાથમાં (2), સૂચવ્યું (2), પ્રધાન (2), સરકારમાં (2), બધું (2), લઈને (2), સૂચન (2), પાઠ (2), શીખ્યા (2), સમાનતાના (2), જેવી (2), આખો (2), હિન્દુસ્તાન (2), લોકશાહીને (2), દાદાભાઈ (2), નવરોજી (2), ગોખલે (2), બેસીને (2), મુસલમાનોમાં (2), સમાધાનની (2), રાજ (2), સ્થાપવા (2), પોતાને (2), ઓળખાવે (2), આના (2), રસ્તે (2), તમારે (2), થાઓ (2), ધોરણે (2), રસ્તો (2), કાઢીએ (2), આગવી (2), રીતો (2), લડાઈ (2), રાષ્ટ્રો (2), ૨૪મી (2), ઍપ્રિલ (2), રોજ (2), પ્રગટ (2), લાગી (2), નિશાન (2), ૧૯૪૧થી (2), શક્યા (2), બંગાળના (2), ફઝલુલ (2), લીધા (2), તંબૂમાં (2), ઘૂસી (2), ૩૦મી (2), પ્રાંતની (2), આદેશ (2), આવ્યો (2), જાહેર (2), પાર્ટીમાં (2), રાખવાનો (2), ખાસ (2), પહોંચ (2), મોકલ્યા (2), પાછા (2), આવતાં (2), કરવું (2), કરવાનો (2), વાગ્યા (2), નવો (2), ખાને (2), સાથીઓ (2), છેલ્લા (2), રાખી (2), દિવસે (2), પત્રનો (2), મતભેદો (2), તોડી (2), આરબ (2), રાખવા (2), અંતે (2), ખસતાં (2), સમજૂતીને (2), પ્રાંતમાં (2), મુસ્લિમો (2), મહંમદ (2), ૧૯૪૩માં (2), અવસાન (2), બન્યા (2), બનાવી (2), બંધનકર્તા (2), લીગે (2), નિયમો (2), સ્થાન (2), ચૂંટણીમાં (2), ક્યાંય (2), ચર્ચામાં (2), આથી (2), ગયું (2), બનીને (2), ભેદભાવ (2), વર્ગ (2), ધર્મના (2), એવા (2), સ્તરે (2), એમાંથી (2), બંગાળમાં (2), હકની (2), પાર્ટીને (2), પ્રથમ (2), ભારતના (2), મજબૂત (2), ભાગલાની (2), ન્યૂ (2), જોરદાર (2), પાકિસ્તાનને (2), મળતો (2), આગરા (2), જિલ્લા (2), ત્રીજું (2), અમુક (2), સમજવા (2), મતભેદ (2), કૅબિનેટે (2), માહિતી (2), પ્રયાસો (2), થતા (2), હતાઃ (2), સંરક્ષણ (2), દેખાડે (2), અલી (2), કબૂલ (2), જેમને (2), તેને (2), જશો (2), તમારો (2), ખાકસારોના (2), ખાકસારો (2), તેનું (2), ઉમેર્યું (2), બનિયા (2), આની (2), બચાવ (2), સ્ટૂડન્ટ્સ (2), વળી (2), મુદ્દો (2), જાટો (2), એકતા (2), લાગ્યા (2), સખત (2), દર્શાવી (2), નામે (2), કરવાના (2), જાતિ (2), હેતુથી (2), ઉપરાંત (2), સ્થિતિ (2), દેશો (2), આપણો (2), મુક્તિ (2), વ્યક્ત (2), વધે (2), કોઈનું (2), હિન્દુસ્તાનના (2), હિન્દુસ્તાની (2), july (2), ફૉર્મ્યુલાનો (2), નાખ્યો (2), પ્રકરણમાં (2), શક્ય (2), સમાન (2), એનાથી (2), ખુશી (2), આપણને (2), પ્રતિનિધિઓ (2), અધિકારોનો (2), ઉપયોગ (2), શરણાગતી (2), નજીક (2), નાખી (2), થવું (2), લક્ષ્ય (2), આડશો (2), બાબતો (2), યુદ્ધમાં (2), સવાલ (2), સંગઠનો (2), ફૉર્મ્યુલાની (2), તાજ (2), કયા (2), જેથી (2), લેતાં (2), પ્રચાર (2), બાજુ (2), મનાવી (2), શીખો (2), એનું (2), પરિણામ (2), બનશે (2), છતાં (2), સાચું (2), વિચાર (2), પહેલી (2), ટીકાની (2), ઝડીઓ (2), યોજના (2), સંમતિ (2), અનેક (2), તેવા (2), ખાતરી (2), તારથી (2), વલણ (2), ૧૭મી (2), મોકલીને (2), તાર (2), યોજનાનો (2), વર્કિંગ (2), કમિટી (2), અસ્વીકાર (2), આઠમી (2), પત્રના (2), સોંપવા (2), પરસ્પર (2), જેમાં (2), કોંગ્રેસની (2), માંગને (2), બનાવવામાં (2), પડ્યા (2), છોડ્યા (2), ચાલુ (2), કાયદે (2), વ્યક્તિ (2), મુંબઈ (2), સીધા (2), એકસાથે (2), જવાબની (2), રાષ્ટ્રીયતાની (2), કસોટી (2), લાગે (2), મુલક (2), ઇસ્લામ (2), ધર્મ (2), દાખલો (2), જડતો (2), હોવું (2), માગ્યો (2), ઠરાવને (2), ત્રીજા (2), પૂરી (2), કરીશ (2), શાંતિથી (2), ૧૧મી (2), વ્યક્તિગત (2), તત્ત્વો (2), સત્તાની (2), પ્રયાસ (2), આપું (2), બનાવશે (2), પંચની (2), નીમણૂક (2), સંપૂર્ણ (2), સોંપશે (2), પક્ષો (2), માગું (2), પૂછ્યું (2), અસ્પષ્ટ (2), મળીએ (2), ઘરે (2), પત્રો (2), design, with, વેબસાઇટ, નામ, ઇમેઇલ, ટિપ્પણીઓ, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, 1943, ૨૫મી, એપ્રિલે, પૂરું, ૨૬મીએ, સાડાચાર, મોમીનો, માગનીને, પાછળ, જનારા, ખરાબ, મુક્ત, લઘુમતીઓનું, શાસકો, લઘુમતીઓના, ધર્મોને, દ્વિરાષ્ટ્રના, છેદ, ઉડાડતા, પૂરતા, પ્રદેશની, અધિકારની, ઊડી, પ્રત્યાઘાત, ટિપ્પણીને, લાયક, બણગાં, ફૂંકવાની, ટેવ, કફોડી, હાલતમાં, છાપ, એટલા, શક્તિશાળી, નાખુશ, જોખમ, વહોરી, નવાબી, રુઆબથી, લખાયો, દેવાયો, ખેલંદાની, ચપળતાથી, ગૂંચમાંથી, નીકળવા, પત્રલેખક, હુમલો, સસ્તી, ચાલ, બેધડક, આવું, ૧લી, નિવેદન, પાડીને, ૧૯૩૯માં, વાઇસરૉયની, કાઉંસિલમાં, આરોગ્ય, માટેના, સલાહકાર, બોર્ડના, ચેરમેન, જેમાંથી, રાજીનામું, સપ્રુ, કમિટીના, તીખી, કુંવર, જગદીશ, પ્રસાદની, પહોંચ્યો, રાજગોપાલાચારીએ, ૨૬મી, લખ્યો, પુરાયેલા, કેદીઓને, કુટુંબીજનો, પ્રકારના, પત્રવ્યવહારની, સ્વરૂપનો, નિયમોને, નેવે, મૂકીને, પહોંચાડશે, ધારતા, તેનાથી, ઉલટું, પહોંચાડવાની, આંદોલન, બનેલા, હિંસક, બનાવોની, બડાશની, હવા, પડકારી, બહાનું, જેલની, આવવા, અથડાવી, ઇરાદો, રોકીને, યોગ્ય, દિવસમાં, લખાયેલો, દર્પ, ઝળકે, રાજી, થઈશ, રોકે, રોકનાર, વાઇસરૉય, જવાની, તેટલી, તાકાતવાળી, ગંભીર, ગણાશે, જાણે, હૃદય, ચાર, લાઇનો, લખવાની, તેટલા, વિવાદ, પડઘો, પાડવામાં, અજોડ, પત્રવ્યવહારમાં, સોંપવાનું, લઈએ, કાઢે, બંધારણીય, ગવર્નર, જનરલ, ઑફિસ, નામદાર, સમ્રાટની, નાબૂદ, હમણાંનું, જોડાઈએ, ભાંગે, વડા, સાંખી, લઉં, ઇસ્લામની, ૧૩૦૦, વર્ષ, લોકશાહીના, લોહીમાં, સમાજથી, માણસ, માણસની, તમારામાં, જાત, જાતવાળાના, પ્યાલામાં, પાણી, પીએ, અસમાનતા, ઇચ્છીએ, કલ્પના, આશ્રમ, તમારાથી, શુભેચ્છાઓ, મુસલમાનમાં, શ્વાસ, બચ્યા, સ્વીકારીએ, જેવાઓના, ચરણો, શીખ્યો, નેતાઓએ, વાજબી, ન્યાયપૂર્ણ, આશાનો, સંચાર, પાકા, ટેકામાં, ગાંધીજીનાં, લખાણોના, વિસ્તારપૂર્વક, હવાલા, આપ્યા, ઉદ્દેશ, મનમેળ, રાષ્ટ્રવાદ, એકબીજાનાં, ગળાં, કાપવાને, જતા, બ્રિટિશરોને, કાઢો, સમાધાનનો, લડાવે, લડવાની, જાણીએ, ઉચ્ચ, પ્રકારની, અંદરોઅંદરની, જનતાને, દુશ્મનો, કાલે, મિત્રો, રાજકારણ, દુનિયામાં, એકબીજાના, લાખો, નાખનારાં, દોસ્તી, કરીએ, દેશમાં, ૧૯૪૩ના, ખુલ્લું, પ્રમુખપદેથી, કેટલીક, વાતોમાંથી, અહંમન્યતા, થતી, ઠોકર, જિન્નાનું, ઉપરોક્ત, પ્રકરણમાંથી, વેંકટ, ધૂલિપાલાના, પુસ્તક, creating, new, medinaના, મથાળામાંથી, 1944, સમજી, ઇતિહાસે, વાટ, પકડી, પાર્ટીનું, અપહરણ, સ્થાપિત, હકને, વશમાં, જોહુકમી, નમતું, મળી, પસાર, વર્તણૂકની, લીગમાં, જોડાયેલા, આપવામાં, નિષ્ઠા, ઓળખ, લેવાયો, હઠનું, દૃશ્ય, સાડાનવે, માણસને, હાથે, મોકલાવ્યો, આપવાનો, અકળાયા, મામદોતના, નવાબ, મુમતાઝ, દૌલતાનાને, પત્રની, પહોંચને, લખાવી, વાગ્યે, ખાનને, રાતના, સાડા, અગિયાર, ખિઝરનો, વીસ, મિનિટે, ફોન, ઉદ્દેશથી, ખિઝરને, ઓળખાવવી, છોટૂરામ, સરદાર, બલદેવ, સિંઘ, માગ્યું, લેવા, વાતચીતની, વિગતોનો, સેક્રેટરી, લખાવડાવ્યો, ખિઝરના, સવારે, સ્યાલકોટ, જવાનો, દેજો, આટલો, ઇતિહાસ, જાણ્યા, વચ્ચેના, આવીએ, આરબે, ઊંટને, માથું, અંદર, તંબૂની, ઓળખવી, વળગી, બિનમુસ્લિમ, સહકારથી, સભ્યો, રચના, વાંધો, મિશ્ર, બનાવવી, વચન, ભંગ, પયગંબરનો, અનુયાયી, વચનભંગ, સિકંદરનું, તિવાના, દિલ્હી, અધિવેશનમાં, આગ્રહથી, લેજિસ્લેટિવ, ઍસેમ્બ્લી, કરારને, પક્ષે, કરાર, મંજૂરી, ધારાધોરણો, ઘડાતાં, હતાં, અપાયું, ૧૯૩૫ની, બીજે, વાગ્યો, આને, સ્તરની, મુસ્લિમોના, પ્રવક્તા, હોવાનો, નબળો, જતો, પંજાબનું, શરણ, શોધ્યું, હુસેનનું, ૧૯૩૭માં, ઓળખાય, મીટિંગ, બોલાવી, સિદ્ધાંતને, માન્ય, વચ્ચેની, ચાલતી, ખેડૂતોનો, ખેતીને, રાજવહીવટમાં, મહત્ત્વ, મળતું, વેપાર, ખેતી, વચ્ચ, વહીવટી, ત્રાજવું, ઢળતું, ૧૯૨૩માં, હુસેને, ખેડૂતોને, એકઠા, વર્ગના, ગરીબ, વર્ગોને, સામેલ, haves, notes, વર્ગોમાંથી, nots, ૧૯૩૬માં, હુસેનને, ટિકિટ, ચૂંટણી, લડવા, ખૂબ, વીનવ્યા, ફાવ્યા, હુસેન, નીતિઓ, કંગાળ, ગરીબો, લાભ, ઝંડા, રાખ્યા, ચુંટાયા, જોડાઈ, અવાજ, બુલંદ, કૃષક, પ્રજા, દરજ્જો, પસંદગી, ફેડરેશનમાં, કેન્દ્રની, દખલગીરી, સહન, નબળું, કેન્દ્ર, એકમોમાં, રાજ્યોની, વખત, કેન્દ્રના, સિદ્ધાંતમાં, માનતા, સંજોગો, જોઈને, ફેડરેશનનો, યૉર્ક, ટાઇમ્સે, ૧૯૪૨ની, ૮મી, સપ્ટેમ્બરના, અંકમાં, સત્તામાં, પ્રાંતોની, લઘુમતી, બહુમતીમાં, બંગાળ, ભારે, મુખ્યત્વે, યુક્ત, પ્રાંત, અવધ, આજનું, માંથી, બરેલીના, અનીસુદ્દીન, અહમદ, રિઝવી, નામના, વિવેચકે, હિમાયત, કહેવા, મુજબ, મેરઠથી, રોહિલખંડ, બરેલી, રામપુર, મોરાદાબાદ, પ્રદેશના, પશ્ચિમના, પશ્ચિમી, બલુચિસ્તાન, પખ્તુનિસ્તાન, જોડી, દેવા, હૈદરાબાદ, કર્ણાટકના, પ્રદેશોમાં, સ્થાપવાનું, રાજકારણને, સમજવાનું, મહત્ત્વનું, જાણી, શકીશું, કેટલા, ચકોર, ચાલાક, રાજકારણી, સૈદ્ધાંતિક, ખોટી, ભરમાવવાના, ગયામાં, માં, લીગી, ખ્વાજા, નઝીમુદ્દીને, માગણીનો, વિશેના, વાંધા, આર્થિક, નાણાકીય, સધ્ધરતા, પ્રાદેશિક, અખંડતા, અહંભાવમાં, કોઈને, ગણકારતા, વાંચી, સિંધના, અલ્લાહબખ્શનું, ખૂન, ગુંડાઓએ, નાખ્યા, મશરીકીના, આક્ષેપને, મશરીકી, લિયાકત, વ્યવસ્થિતપણે, સોંપાઈ, મળવાનું, કહેશો, મળીશ, તદ્દન, નિષ્ક્રિય, સક્રિય, નગણ્ય, સૈનિક, ટકા, ખોટો, ઠરાવતા, મહિનાની, ઘટનાઓને, તડાં, પડાવ્યાં, સંગઠનમાં, જોડાવા, સંદર્ભમાં, કહેલી, આનો, વાંક, માથે, આજની, સંકટની, ઘડીએ, હિન્દુસ્તાનની, મુસલમાનોએ, ટક્કર, ઇતિહાસકારો, સોદો, માટેનું, ઓજાર, ૧૯૪૧, ૧૯૪૩, પછીનાં, જિન્નાનાં, બધાં, ભાષણોમાંથી, રાષ્ટ્રનો, સૂર, પ્રગટતો, આંદોલનમાં, જોડાયા, છોડવા, પૂરેપૂરા, શકાયા, ગોરા, એકસંપ, ક્યાંયના, રહીએ, ૧૯૪૨માં, સરિયામ, અવગણના, કરાવવામાં, સફળ, ઢીલી, ખ્યાલ, મરી, પરવાર્યો, સામ્રાજ્યવાદીઓના, રાજમાં, અખંડ, હિન્દુસ્તાનમાં, રહેવું, પડત, ફેડરેશનની, સમાપન, અરસામાં, પહેલ, છોટુરામે, સંગઠન, નારાજી, ફેડરેશને, છોટુરામને, જાટોના, મેળવવાનો, પડકાર, પ્રયત્નો, કરનારાને, વ્યવસ્થા, આડે, સુધારાવાદીઓ, કોમવાદીઓ, આગવા, વ્યવસ્થાનો, હંમેશાં, છોટુરામ, હરિયાણાના, મોટા, જમીનદાર, એગ્રિકલ્ચર, મિનિસ્ટર, કરેલા, ખેતીલક્ષી, સુધારા, ઉદાહરણરૂપ, મનાય, વાતમાંથી, દુનિયાના, દેશોની, નેતાગીરી, સંભાળવાની, આકાંક્ષા, દેખાય, નવું, મદીના, જોતા, જરૂરી, દેશોમાં, અવધારણા, પ્રત્યે, ઉત્સાહ, બાબત, આપણું, ભવિષ્ય, ભવ્ય, ભૂતકાળને, પુનર્જીવિત, બૃહદ, ઇસ્લામવાદ, અંગે, દુઃખ, શબ્દો, ૧૯૪૪ના, માર્ચમાં, ફેડરેશનના, ખુલ્લા, અધિવેશનનું, ઉદ્, ઘાટન, કેટલી, જૂની, વિદ્યાર્થીઓને, દેશની, સદ્, ભાવ, બૂરું, પહોંચવું, દેશોના, ભાઈચારો, કેળવવાની, પયગંબરે, મુસ્સ્લિમ, સંકટમાં, પડખે, બદલામાં, મદદે, dec1943, આગામી, બનાવીને, મંજૂર, ટીકાનું, બનતાં, બચી, નાગરિક, ન્યાયી, વર્તનની, દરેક, તબક્કે, લેવાઈ, જેટલો, અવિશ્વાસ, ચગાવીને, ઘેરો, સ્વતંત્રતા, લઘુમતીઓની, રાજાઓએ, કરેલાં, નિવેદનો, સૌએ, વાંચ્યાં, સર્વસામાન્ય, સર્વોપરિતાને, ભારતીય, સર્વોપરિ, માનવાનો, સંકેત, રાજાઓના, ક્રિપ્સ, મિશનને, એમણી, સંધિઓ, રાજાઓને, મળેલા, અધિકારોના, ઉપયોગની, ભાવનાઓને, પ્રોત્સાહન, દેશી, રાજ્યોમાં, ચાલતાં, આંદોલનો, સંધિઓની, એકતરફી, બીજું, રજવાડાંઓ, ટીકાનો, આકરો, દેવું, છોડ્યો, અત્યારે, જોતાં, ઉકેલવી, બંગાળથી, સાવરકર, સંગઠનવાદીઓ, સંગઠનવાદીઓની, માગીએ, અમારું, સાવરકરે, સંગઠનવાદીઓને, હાકલ, આડશ, જુદી, નકારવાનાં, દરખાસ્તોને, ઠરાવની, અખબારે, મધ્યવર્તી, સલાહ, સ્ટેટ્સમૅન, પુછાયો, શબ્દમાં, હતોઃ, yes, માગો, પરથી, સમજવું, જાપાન, લડાઈમાં, ઝંપલાવશે, અમેરિકામાં, ચિંતા, ટીકાઓનો, ટૂંકમાં, છેઃ, રાજાજીનો, દરખાસ્ત, મૂકવાનો, શીખ, રાજકારણીઓ, પસ્તાળ, પડતી, પંજાબથી, રજવાડાંઓને, માગશે, વારસા, આવા, હિન્દ્દુઓ, હોવાથી, જઈને, કહેશે, જવું, તોય, વિરોધને, દબાવી, દેવો, મહાન, શીખોને, નાખવામાં, હમણાં, માનતી, મહાત્માજી, લેવાનો, પ્રાંતોનું, કોરિડોર, આપવો, શબ્દોમાં, ચોથું, ઠરાવનો, ગર્ભિતાર્થ, થતો, શીખોએ, અસર, નજરે, કરતી, મિત્ર, ફૉર્મ્યુલાના, વાક્યનું, વિશ્લેષણ, ચીંથરાં, નાખ્યાં, મહત્ત્વના, કર્યાઃ, જ્યારે, કોંગ્રેસમાં, શાસ્ત્રીની, વરસી, ખરડાયા, લોકોનું, હાંસિયા, પરના, મુદ્દાઓની, નિર્ણયો, કાર્યપદ્ધતિ, પૂરો, પાંચમી, તારીખ, થયેલો, મૂકું, દરખાસ્તને, વજન, સમજાવવામાં, કાઉંસિલ, લાંબી, પ્રક્રિયાનો, જુલાઈના, તારમાં, માન્યું, નિરાશા, વળતો, અર્થઘટન, ખોટું, અન્યાયી, માગતો, કરું, મારું, દરખાસ્તો, સીધી, મોકલશે, તારીખના, દરખાસ્તોનો, સત્તાઓ, જવાબદારીઓ, શરતોને, ગણવી, વસ્તીની, હેરફેર, સંપૂર્ણપણે, સ્વૈચ્છિક, હોવી, થવાનું, વ્યાપાર, સંદેશવ્યવહાર, સમજૂતીઓ, પક્ષોને, વિચારો, મૂકવાની, આપવી, યુદ્ધ, સમાપ્ત, કમિશન, નીમવું, પશ્ચિમ, પૂર્વ, જિલ્લાઓ, અંકિત, લેવાય, પુખ્ત, મતાધિકારને, લોકમતમાં, મતદાન, હિન્દુસ્તાનથી, તરફેણ, અડકીને, આવેલા, જિલ્લાઓને, મળવો, રાજ્યમાં, જોડાવું, ભારતનું, દર્શાવ્યા, સમજાવે, રાજગોપાલાચારી, કોંગ્રેસથી, બીમાર, મોકલવાની, હતીઃ, આગેવાનોનું, આમસભામાં, સવાલનો, લૉર્ડ, ઍમરીએ, તબીયતના, આગેવાનોને, છોડાશે, હિંસા, જવાબદાર, ખાકસાર, મળવાનો, આગ્રહ, આઝમને, મળવાની, ઑફર, સારું, બને, મળવા, જેલમાંથી, લખેલો, જનતા, પ્રકાશિત, એકતાના, યક્ષ, પ્રશ્નનું, સૌને, શોધવાના, દૃઢ, સંકલ્પવાળી, ખાનના, હાથમાંથી, ઝુંટવી, મહેનત, દેશને, આગાખાન, મહેલની, મૅલેરિયામાં, પટકાયા, નિયમિત, બુલેટિનો, આપવાનું, સ્થિતિમાં, છોડવાની, પ્રબળ, બનવા, ૬ઠ્ઠી, મેના, તબિયતને, શરતે, મૂક્યા, ગાંધીજીની, બિનશરતી, અક્ષરદેહ, ગ્રંથ, નવજીવન, પ્રકાશન, મંદિર, https, www, gandhiheritageportal, org, dec1944, આટલી, ભૂમિકા, ઝીણામાં, ઝીણી, બાબતોની, છણાવટ, બન્નેના, જોવાનું, સરળ, આવતા, બાકી, રહેલા, ભાગની, સપ્ટેમ્બરે, આપેલા, ઉમેરતા, સ્વીકારું, દાવા, સ્વીકારવા, ઉકેલી, સમસ્યાનો, સામનો, અરૂચિકર, એકસમાન, ગુલામીમાંથી, ગુલામીને, ફેંકી, દઈએ, સ્વતંત્રતામાં, જન્મ, સ્વતંત્રતાની, કિંમત, સમજ્યા, હોઈએ, લોખંડી, સકંજો, કસનાર, સૌનો, માલિક, અંદરોઅંદર, ઝઘડીશું, જૂથોમાં, વિખેરાઈ, જઈશું, ઊતરી, જતાં, રોકશે, નવા, માલિકની, ખોજ, નીકળવું, રાજસિંહાસનના, દાવેદારો, ખાલી, રહેતું, જીતી, બનાવતા, સ્વીકાર્યો, અમને, બંગાળીઓ, ઉડિયા, આંધ્રવાસીઓ, તમિલિયનો, મહારાષ્ટ્રીયનો, ગુજરાતીઓની, ખાસિયતો, ભુંસાઈ, દૃષ્ટિએ, ધૂંસરી, આંબેડકરની, અકળ, શૈલીમાં, છેવટે, લોહાણા, રહો, આંબેડકરે, સાચા, કથન, આગમન, સંતાનો, મોટી, સંખ્યામાં, કરનારા, વારસદારો, માતાપિતાથી, કોમ, દ્વિરાષ્ટ્ર, સિદ્ધાંત, ઉત્કટતાથી, હિન્દુઓનું, પોતાનું, વતન, મુસલમાનોનું, દલીલો, ચોંકાવનારું, આકર્ષણ, વધતો, ખરું, વાતનો, ખુલાસો, આખા, ૧૯૪૨, ઑગસ્ટનો, ફૉર્મ્યુલાનાં, તત્ત્વોને, છોડ્યાં, ભાર, સવાલોનું, પુનરાવર્તન, ધીરજથી, વેધક, પ્રશ્નો, પૂછે, કઢાવવાનું, માનવા, પક્ષની, દરમિયાનગીરી, હાજરીમાં, હટાવી, વાતચીતનો, પૂછો, થઈએ, બીજાઓને, સમજાવવાની, ક્ષણ, જગ્યા, અધિકૃત, લોકમતનું, તરફેણમાં, રાજ્યોએ, હિતની, કદાચ, ગમતી, હાલ, ઘડી, મનમાંથી, કાઢી, નાખું, ચર્ચાને, કેન્દ્રિત, સમજૂતીનું, બિંદુ, શોધવા, બોલતાં, પાકો, પક્ષને, ૧૨મીએ, સપ્ટેમ્બરનો, વાંચવાનો, પૂરતો, સમય, રાહ, જોઉં, વાતચીતમાં, ચોક્કસપણે, કહેતો, કેટલાંક, સમાવી, લીધાં, અસંમતિ, ઇંડિયાની, સ્વીકારવાથી, ઠરાવના, શબ્દોનો, ભારપૂર્વક, અનિશ્ચિત, લઈન, આકાર, શકતો, મળવી, ઘોડાની, ગાડી, જોડવા, જેવું, મનાવવા, તમામ, શક્તિ, ખર્ચી, નાખશો, સારી, પૂરતું, સર્વસંમત, તખ્તો, ગોઠવાઈ, જોયા
Text of the page (random words):
રકાર બનાવવી તે વચન ભંગ કહેવાય અને મહંમદ પયગંબરનો અનુયાયી વચનભંગ ન કરી શકે આ ઉદ્દેશથી ૨૭મી ઍપ્રિલે જિન્ના ખિઝરને મળ્યા અને એ જ વાત કરી કે સરકારને મુસ્લિમ લીગની સરકાર તરીકે ઓળખાવવી યુનિયનિસ્ટ પાર્ટી હવે નથી રહી ખિઝર હયાત ખાને એમના સાથીઓ સર છોટૂરામ અને સરદાર બલદેવ સિંઘ સાથે આ બાબતમાં ચર્ચા કરી કે નહીં તે જાણવા માગ્યું જિન્નાએ પોતાની રીતે નિર્ણય લેવા માટે એ દિવસ ૨૭મી ઍપ્રિલ છેલ્લા દિવસ તરીકે નક્કી કરી રાખી હતી એમણે ખિઝર સાથે થયેલી વાતચીતની વિગતોનો પત્ર તરત જ પોતાના સેક્રેટરી પાસે લખાવડાવ્યો અને ખિઝરના હાથમાં મૂકી દીધો જિન્નાએ કહ્યું કે હું બીજા દિવસે સવારે સ્યાલકોટ જવાનો છું એટલે મને રાતે નવ વાગ્યા સુધી આ પત્રનો જવાબ મોકલી દેજો ખિઝર ચાલ્યા ગયા પણ રાતે નવ વાગ્યા સુધી એમણે જવાબ ન મોકલ્યો નવ ને વીસ મિનિટે જિન્નાએ એમને ફોન કર્યો ત્યારે ખિઝરે જવાબ આપ્યો કે એમણે તો પોતાની વાત પહેલાં જ કહી દીધી છે નવો જવાબ કંઈ નથી સાડાનવે જિન્નાએ બીજો પત્ર લખીને ખિઝર પાસે ખાસ માણસને હાથે મોકલાવ્યો પણ ખિઝરે એની પહોંચ આપવાનો ઇનકાર કરી દીધો જિન્ના અકળાયા અને એમણે લીગના બે નેતાઓ મામદોતના નવાબ અને મુમતાઝ દૌલતાનાને પત્ર સાથે મોકલ્યા ખિઝરે ફરી પત્રની પહોંચ આપવાની ના પાડી બન્ને પાછા આવ્યા અને જિન્નાને બધી વાત કરી હવે જિન્નાએ એમને ફરી મોકલ્યા અને પહોંચને બદલે બન્ને પાસે લખાવી લીધું કે એમણે ખરેખર જ રાતે ૧૧ વાગ્યે ખિઝર હયાત ખાનને મળીને પત્ર આપ્યો છે રાતના સાડા અગિયાર સુધી ખિઝરનો જવાબ ન આવતાં જિન્નાએ આગળ શું કરવું તે નક્કી કરવાનો નિર્ણય મુસ્લિમ લીગ પર છોડી દીધો જિન્નાની હઠનું આ દૃશ્ય એમના પોતાના જ શબ્દોમાંથી લીધું છે ખિઝર જિન્નાની આ જોહુકમી સામે નમતું આપવા તૈયાર નહોતા પણ ઊંટ તંબૂમાં ઘૂસી ગયો હતો ત્રણ જ દિવસ પછી ૩૦મી ઍપ્રિલે પંજાબ પ્રાંતની લીગની કૉન્ફરન્સ મળી તેમાં બે ઠરાવ પસાર કરવામાં આવ્યા એક ઠરાવમાં એમની વર્તણૂકની ટીકા કરવામાં આવી અને બીજા ઠરાવ દ્વારા લીગમાં જોડાયેલા યુનિયનિસ્ટ પાર્ટીના બધા મુસ્લિમ સભ્યોને આદેશ આપવામાં આવ્યો કે તેઓ જાહેર કરે કે એમની નિષ્ઠા મુસ્લિમ લીગ સિવાય યુનિયનિસ્ટ પાર્ટી અથવા બીજી કોઈ પાર્ટીમાં નથી સરકારની ઓળખ યુનિયનિસ્ટ પાર્ટીની સરકારને બદલે મુસ્લિમ લીગની સરકાર રાખવાનો નિર્ણય પણ લેવાયો જિન્નાએ યુનિયનિસ્ટ પાર્ટીનું અપહરણ કરી લીધું અને મુસલમાનોના રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત થયા આ પહેલાં આવી જ રીતે એમણે બંગાળના ફઝલુલ હકને પણ વશમાં કરી લીધા હતા સિકંદર હયાત ખાન જિન્નાને બરાબર સમજી શક્યા હોત તો શું એમણે જિન્ના સાથે સમજૂતી કરી હોત સમજૂતી ન કરી હોત તો ઇતિહાસે કઈ વાટ પકડી હોત ૦૦૦ સંદર્ભઃ the indian annual register vol i jan june 1944 ૧ વેંકટ ધૂલિપાલાના પુસ્તક creating a new medinaના પ્રકરણ ૪ ના મથાળામાંથી ૨ ઉપરોક્ત પ્રકરણમાંથી like loading author dipak dholakia posted on 10 06 2021 30 11 2024 categories history india slavery and struggle for freedom tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ dipak dholakia india slavery and struggle for freedom webgurjari 1 ટિપ્પણી india slavery and struggle for freedom part 4 chapter 42 માટે india slavery and struggle for freedom part 4 chapter 41 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૪૧ જિન્ના ૧૯૪૧થી ૧૯૪૪ ૨ ૨૪મી ઍપ્રિલ ૧૯૪૩ના રોજ દિલ્હીમાં મુસ્લિમ લીગનું ખુલ્લું અધિવેશન મળ્યું પ્રમુખપદેથી જિન્નાએ ઘણી નવી વાતો કરી કેટલીક વાતોમાંથી એમની અહંમન્યતા પ્રગટ થતી હતી જેને પછી ઠોકર લાગી આ વખતે જિન્નાનું નિશાન હિન્દુઓ પર હતું પણ વાત નવી હતી હિન્દુ મુસ્લિમ એક થાઓ પહેલાં તો એમણે આક્ષેપ કર્યો કે ગાંધીજી અને કોંગ્રેસ દેશમાં હિન્દુ રાજ સ્થાપવા માગે છે પણ પછી કહ્યું આવો એ પ્રકરણ બંધ કરીએ કારણ કે દુનિયામાં એકબીજાના લાખો લોકોને મારી નાખનારાં રાષ્ટ્રો વચ્ચે પણ દોસ્તી થઈ જાય છે અને આપણે તો હજી એવું કંઈ કર્યું નથી આજના દુશ્મનો આવતી કાલે મિત્રો બની જાય એ જ રાજકારણ છે હિન્દુ જનતાને આ મારી અપીલ છે તમારા નેતાઓ જો આ રસ્તે એકબીજાનાં ગળાં કાપવાને રસ્તે જતા હોય તો તમારે એમને કહેવું જોઈએ કે બંધ કરો આ અંદરોઅંદરની લડાઈ આવો આપણે બન્ને સમાનતાના ધોરણે બેસીને સમાધાનનો રસ્તો કાઢીએ તમે કહો છો કે બ્રિટિશરો લડાવે છે પણ આપણે પોતે પણ લડવાની ઘણી આગવી રીતો જાણીએ છીએ જે બ્રિટિશ સરકારની રીતો કરતાં ઉચ્ચ પ્રકારની છે દેશ એમ શા માટે ન કહે કે એક થાઓ અને બ્રિટિશરોને હાંકી કાઢો દાદાભાઈ નવરોજી ગોખલે અને ગાંધીજી જિન્નાએ કહ્યું કે હું દાદાભાઈ નવરોજી અને ગોખલે જેવાઓના ચરણો પાસે બેસીને શીખ્યો છું આ નેતાઓએ મુસલમાનોમાં વાજબી અને ન્યાયપૂર્ણ સમાધાનની આશાનો સંચાર કર્યો પણ મિ ગાંધી હિન્દુ રાજ સ્થાપવા માગે છે એમણે કહ્યું કે મિ ગાંધી પોતાને પાકા હિન્દુ તરીકે ઓળખાવે છે જિન્નાએ આના ટેકામાં ગાંધીજીનાં લખાણોના વિસ્તારપૂર્વક હવાલા આપ્યા એમણે કહ્યું કે આ લોકો હવે મુસ્લિમ લીગને કોમવાદી કહે છે એમનો ઉદ્દેશ બે કોમો વચ્ચે મનમેળ ન થવા દેવાનો છે આ રાષ્ટ્રવાદ અને લોકશાહી છે પછી જિન્નાએ ઇસ્લામની વાત કરી આપણે મુસલમાનો તો ૧૩૦૦ વર્ષ પહેલાં લોકશાહીના પાઠ શીખ્યા એ આપણા લોહીમાં છે અને એ વખતે આપણે હિન્દુ સમાજથી બહુ દૂર હતા માણસ માણસની સમાનતાના પાઠ તો આપણે શીખ્યા છીએ તમારામાં તો એક જાત બીજી જાતવાળાના પ્યાલામાં પાણી પણ ન પીએ એવી અસમાનતા છે અમે પણ લોકશાહી ઇચ્છીએ છીએ પણ એ તમારી કલ્પના જેવી લોકશાહી નથી તમારી લોકશાહી આવશે તો આખો દેશ ગાંધી આશ્રમ બની જશે તમારાથી બની શકે તો લઈ લો તમારું હિન્દુસ્તાન મારી શુભેચ્છાઓ છે પણ જ્યાં સુધી એક પણ મુસલમાનમાં શ્વાસ બચ્યા હશે ત્યાં સુધી અમે તમારી લોકશાહીને નહીં સ્વીકારીએ હું મિ ગાંધીને કહીશ કે મારા પર તમારી સત્તાને સાંખી નહીં લઉં જિન્નાને વડા પ્રધાન બનાવવાના ગાંધીજીના સૂચન પર ટિપ્પણી લિન્લિથગો સાથેના પત્રવ્યવહારમાં ગાંધીજીએ જિન્નાના હાથમાં સત્તા સોંપવાનું સૂચવ્યું હતું તેના વિશે એમનો જવાબ હતો કે એનો અર્થ એ કે આપણે એ વાત માની લઈએ તો લિન્લિથગો તરત જ એમને હાંકી ન કાઢે તો બંધારણીય ગવર્નર જનરલ બની જશે ભારત માટેનો પ્રધાન બ્રિટિશ સરકારમાં નહીં રહે ઇંડિયા ઑફિસ બંધ થઈ જશે નામદાર સમ્રાટની સરકાર નાબૂદ થશે પરંતુ આ બધું હમણાંનું બંધારણ રદ કર્યા વિના ન થાય આપણે જો આ સ્વીકારી લઈને રાષ્ટ્રીય સરકારમાં જોડાઈએ તો એનો અર્થ એ થાય કે પાકિસ્તાનની માગણી તો તરત જ પડી ભાંગે વાતચીત માટે ગાંધીજી પત્ર લખીને આમંત્રણ આપે જિન્નાએ હવે અજોડ કહી શકાય એવી વાત કરી એમણે કહ્યું કે મિ ગાંધી ખરેખર મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરવા માગતા હોય તો સૌથી વધારે રાજી તો હું થઈશ અને એ દિવસ હિન્દુઓ અને મુસલમાનો બન્ને માટે બહુ મોટો દિવસ બની જશે મિ ગાંધી એમ ઇચ્છતા હોય તો એમને મને લખતાં કોણ રોકે છે મને સીધો જ પત્ર લખતાં એમને રોકનાર છે કોઈ એના માટે વાઇસરૉય પાસે જવાની શી જરૂર આ સરકાર ગમે તેટલી તાકાતવાળી હોય પણ આવો પત્ર મને મોકલ્યો હોય તો એને રોકવાની હિંમત સરકાર નહીં કરે આવો પત્ર સરકાર રોકી લેશે તો બહુ ગંભીર વાત ગણાશે જિન્નાએ આગળ કહ્યું કે મિ ગાંધીને બધા સમાચાર મળે છે અને શું ચાલે છે તે તેઓ બરાબર જાણે છે એમનું હૃદય પરિવર્તન થયું હોય તો એમણે બસ મને બે ચાર લાઇનો લખવાની છે પહેલાં ગમે તેટલા વિવાદ રહ્યા હોય પણ મુસ્લિમ લીગ એનો પડઘો પાડવામાં નિષ્ફળ નહીં જાય પત્રનું શું થયું જિન્નાના શબ્દોમાંથી દર્પ ઝળકે છે એમના પર લખાયેલો પત્ર રોકવાની સરકાર હિંમત જ ન કરે વાતચીત માટે પોતે તૈયાર છે પણ એના માટે વિનંતિ ગાંધીજીએ કરવાની તો આ પત્રનું શું થયું બે જ દિવસમાં ૨૬મી ઍપ્રિલે ગાંધીજીએ પત્ર લખ્યો કોંગ્રેસના જેલમાં પુરાયેલા કેદીઓને માત્ર કુટુંબીજનો સાથે જ અંગત પ્રકારના પત્રવ્યવહારની છૂટ હતી આ પત્ર રાજકીય સ્વરૂપનો હતો અને એના પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો જિન્નાનો દાવો હતો કે સરકાર એના પોતાના નિયમોને નેવે મૂકીને પત્ર પહોંચાડશે જિન્ના ધારતા હતા તેનાથી ઉલટું થયું સરકારે પત્ર જિન્ના સુધી પહોંચાડવાની ના પાડી દીધી અને ગાંધીજી પાસે એ પત્ર પાછો આવી ગયો સરકારે કહ્યું કે ભારત છોડો આંદોલન દ્વારા બનેલા હિંસક બનાવોની જવાબદારી કોંગ્રેસ ન સ્વીકારે ત્યાં સુધી એની રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે એટલે આ પત્ર ન મોકલી શકાય જિન્નાની બડાશની હવા નીકળી ગઈ અને એમણે સરકારની આ હિંમત જેને એમણે પડકારી હતી તેની વિરુદ્ધ કંઈ ન કર્યું એમણે માત્ર બહાનું આપ્યું કે પત્ર લખીને ગાંધીજી જલદી જેલની બહાર આવવા માગતા હતા અને મુસ્લિમ લીગને બ્રિટિશ સરકાર સાથે અથડાવી દેવાનો એમનો ઇરાદો હતો એમનો પત્ર રોકીને સરકારે યોગ્ય જ કર્યું છે રાજગોપાલાચારીએ ટીકા કરી કે જિન્ના જે પત્ર એમની પાસે કદી ન પહોંચ્યો તેનો જવાબ આપે છે પરંતુ સૌથી તીખી ટીકા લિબરલ પાર્ટીના કુંવર સર જગદીશ પ્રસાદની હતી ૧૯૩૯માં વાઇસરૉયની કાઉંસિલમાં આરોગ્ય અને શિક્ષણ માટેના સભ્ય કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડના ચેરમેન અને આઈ સી એસ હતા જેમાંથી એમણે રાજીનામું આપ્યું કોમી સમસ્યા વિશેની સપ્રુ કમિટીના પણ એ સભ્ય હતા એમણે ૧લી જૂને દિલ્હીમાં એક નિવેદન બહાર પાડીને કહ્યું કે સરકારે ગાંધીજીને ના પાડી તેના કરતાં સરકારની ના પર જિન્નાનો પ્રત્યાઘાત વધારે ટિપ્પણીને લાયક છે જિન્નાની બણગાં ફૂંકવાની ટેવ એમને ઘણી વાર કફોડી હાલતમાં મૂકી દે છે એમણે એવી છાપ ઊભી કરવા પ્રયત્ન કર્યો હતો કે હવે પોતે એટલા શક્તિશાળી બની ગયા છે કે બ્રિટિશ સરકાર એમને નાખુશ કરવાનું જોખમ નહીં વહોરી લે એમણે ગાંધીજીને આમંત્રણ આપ્યું કે મને સીધો જ પત્ર લખો અને કંઈક નવાબી રુઆબથી કહ્યું કે ભારત સરકાર એમનો પત્ર રોકવાની હિંમત નહીં કરે પત્ર લખાયો અને રોકી દેવાયો હવે જિન્ના ખેલંદાની ચપળતાથી આ ગૂંચમાંથી બહાર નીકળવા માટે પત્રલેખક પર હુમલો કરવાની સસ્તી ચાલ ચાલ્યા છે એમને ખબર છે કે તેઓ બેધડક આવું કરી શકે છે કારણ કે ગાંધીજીને જવાબ આપવાની છૂટ નહીં મળે પાકિસ્તાનમાં લઘુમતીઓ પરંતુ પાકિસ્તાનમાં લઘુમતીઓનું શું થશે જિન્નાએ પોતાના ભાષણમાં કહ્યું કે ઇસ્લામના ઇતિહાસમાં જ્યાં મુસ્લિમ શાસકો હતા ત્યાં લઘુમતીઓના ધર્મોને રક્ષણ મળ્યું છે અને પાકિસ્તાનમાં પણ મળશે જિન્ના અહીં પોતાના દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતનો જ છેદ ઉડાડતા હતા મુસલમાનોને માત્ર એમના સાંસ્કૃતિક અધિકારો પૂરતા નહોતા લાગતા અને એમને પોતાનો અલગ પ્રદેશ જોઈતો હતો પણ જ્યાં મુસલમાનોની બહુમતી હોય ત્યાં અલગ પ્રદેશની વાત નથી કરતા માત્ર સાંસ્કૃતિક રક્ષણ આપવાની વાત કરે છે એમના આત્મનિર્ણયના અધિકારની તો વાત જ ઊડી જાય છે ઑલ ઇંડિયા મોમીન કૉન્ફરન્સ મુસ્લિમ લીગનું અધિવેશન ૨૫મી એપ્રિલે પૂરું થયું અને ૨૬મીએ દિલ્હીમાં જ ઑલ ઇંડિયા મોમીન કૉન્ફરન્સનું અધિવેશન શરૂ થયું મોમીન કૉન્ફરન્સે મુસ્લિમ લીગનો બધા મુસલમાનોના પ્રતિનિધિ હોવાના દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે સાડાચાર કરોડ મોમીનો પાકિસ્તાનની માગનીને ટેકો નથી આપતા પાકિસ્તાન બની જશે તો પાછળ રહી જનારા મુસલમાનોની હાલત બહુ ખરાબ થઈ જશે અને પાકિસ્તાન એમને મદદ નહીં કરે મોમીન કૉન્ફરન્સે ગાંધીજીને મુક્ત કરવાની પણ માગણી કરી હજી આપણે જિન્નાની પ્રવૃત્તિઓ વિશે વધારે ચર્ચા કરશું ૦૦૦ સંદર્ભઃ the indian annual register vol 1 jan june 1943 like loading author dipak dholakia posted on 03 06 2021 30 11 2024 categories history india slavery and struggle for freedom tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 41 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 373 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું જૂન 2021 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 મે જુલાઈ bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 373 hits મારી બારી create a free website or blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join ...
|