Meta tags:
description= 5 posts published by Dipak Dholakia during July 2021;
Headings (most frequently used words):
અને, ભારત, ગુલામી, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, પ્રકરણ, dipak, dholakia, spam, blocked, મહિનો, જુલાઇ, 2021, 49, 48, 47, 46, 45, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૪૯, આઝાદ, હિન્દ, ફોજના, સેનાનીઓ, સામે, ખટલો, કોંગ્રેસ, ૪૮, સામ્યવાદીઓ, છોડો, આંદોલન, ૪૭, બ્રિટનમાં, મજૂર, પક્ષની, સરકાર, ભારતમાં, ચૂંટણીઓની, જાહેરાત, ૪૬, સિમલા, કૉન્ફરન્સ, ૪૫, ગાંધી, જિન્ના, મંત્રણા, પત્રવ્યવહાર,
Text of the page (most frequently used words):
અને (153), માટે (69), નથી (54), હતા (45), હતી (44), કરી (43), કહ્યું (39), એમણે (33), 2021 (32), જુલાઇ (29), ડિસેમ્બર (29), 2024 (29), સપ્ટેમ્બર (28), ઓક્ટોબર (28), નવેમ્બર (28), જાન્યુઆરી (28), ઓગસ્ટ (27), freedom (27), struggle (27), મુસ્લિમ (27), પછી (27), કોંગ્રેસ (27), હતું (27), જૂન (26), હતો (26), માર્ચ (25), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2023 (24), એટલે (24), ભારત (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), સાથે (22), india (21), slavery (20), and (20), for (20), તમે (20), પરંતુ (19), બધા (19), સરકાર (19), 2013 (18), 2022 (18), એમને (18), રીતે (18), યુદ્ધ (18), આઝાદ (18), 2011 (17), એમના (17), નહીં (16), હોય (16), dipak (15), આઝાદી (15), કરીને (15), કોઈ (15), ભારતની (15), હિન્દ (15), 2014 (14), તરીકે (14), જિન્ના (14), ગાં (14), વેવલે (14), નેતાઓ (14), 2025 (13), dholakia (13), વાત (13), હું (13), ત્યારે (13), આવી (13), એનો (13), નામ (12), મારી (12), indian (12), નક્કી (12), કર્યું (12), પ્રતિનિધિત્વ (12), માત્ર (12), બીજા (12), જવાબ (12), સામે (12), હવે (11), કરવા (11), ઠરાવ (11), બ્રિટિશ (11), કામ (11), એમની (11), વાઇસરૉયે (11), રાજકીય (11), સામ્યવાદીઓ (11), ફોજના (11), કોર્ટ (11), નવી (10), part (10), chapter (10), ગુલામી (10), માટેનો (10), સંઘર્ષ (10), જોઈએ (10), પહેલાં (10), ગયો (10), બની (10), શકે (10), વિશે (10), બીજી (10), કર્યો (10), મને (10), ભાગ (10), એના (10), લૉર્ડ (10), સુધી (10), મળી (10), હોત (10), કૉન્ફરન્સ (10), બેઠક (10), vol (9), ગાંધીજીએ (9), અર્થ (9), તૈયાર (9), લીગ (9), ચર્ચા (9), વાઇસરૉય (9), બહુ (9), આમંત્રણ (9), વિરુદ્ધ (9), જાતિ (9), શરૂ (8), martyrs (8), આપણે (8), નહોતા (8), કરતા (8), તેમ (8), છતાં (8), વચ્ચે (8), જાહેર (8), હિન્દુસ્તાનના (8), કરવાની (8), રાષ્ટ્ર (8), અથવા (8), સંસ્થા (8), અંતિમ (8), ગાંધીજી (8), રહેશે (8), મૌલાના (8), સિમલા (8), કાઉંસિલ (8), તેમાં (8), ગયું (8), જાહેરાત (8), ભારતીય (8), રજૂ (8), બ્રિટન (8), થયો (8), દ્વારા (7), ૦૦૦ (7), આગળ (7), કંઈ (7), દિવસે (7), થયા (7), લોકો (7), જુદા (7), આવ્યા (7), શું (7), લીધી (7), થાય (7), આપ્યો (7), તેની (7), આપી (7), તાર (7), બંધારણ (7), ત્રણ (7), પહેલી (7), સરકારે (7), રશિયા (7), કોંગ્રેસે (7), કરો (6), like (6), history (6), the (6), કરવાનું (6), કરવાનો (6), જિન્નાએ (6), સપ્ટેમ્બરે (6), પડે (6), હિન્દુઓ (6), ખાસ (6), છું (6), સ્વીકાર (6), અલગ (6), સમક્ષ (6), ઠરાવમાં (6), કરતાં (6), એની (6), નિર્ણય (6), લઘુમતીઓ (6), પોતે (6), વાર (6), થતો (6), સ્વતંત્રતા (6), શકાય (6), તરત (6), હશે (6), મુસલમાનો (6), ગયા (6), પ્રકરણ (6), એમાં (6), સિદ્ધાંત (6), નહોતી (6), પોતાની (6), નામો (6), સમજૂતી (6), કોંગ્રેસના (6), ઘણા (6), બ્રોડકાસ્ટમાં (6), પ્રમાણે (6), બહાર (6), સરદાર (6), ભારતના (6), થયું (6), પ્રધાન (6), સુભાષબાબુ (6), કાર્યવાહી (6), સિંઘ (6), પક્ષે (6), કેસ (6), બારી (5), શોધો (5), webgurjari (5), tags (5), categories (5), posted (5), author (5), loading (5), annual (5), register (5), july (5), સંદર્ભઃ (5), મેં (5), કોંગ્રેસને (5), ગાંધીજીને (5), નેતા (5), જેવું (5), તરફ (5), ઉપસ્થિત (5), લાહોર (5), આવશે (5), લીગનો (5), સ્થિતિ (5), આવ્યો (5), માટેની (5), ઠરાવના (5), કરવામાં (5), થશે (5), પોતાના (5), સ્વતંત્ર (5), આજે (5), કરે (5), તબક્કો (5), ૧૯૩૫થી (5), ૧૯૪૭ (5), આઝાદે (5), બચાવ (5), ખાન (5), કરતી (5), નહોતું (5), સમાધાન (5), અધિકાર (5), કમિટીની (5), હતાં (5), સમય (5), માટેના (5), હજી (5), સવર્ણ (5), દિવસ (5), છોડી (5), આપવા (5), ભારતમાં (5), વાતો (5), એવું (5), સામ્યવાદી (5), સામ્યવાદીઓએ (5), ત્રણેય (5), કૅપ્ટન (5), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), જિન્નાને (4), દીધું (4), કારણ (4), લેવા (4), ફરી (4), માગતા (4), બન્ને (4), પડી (4), સ્વીકારી (4), જનતા (4), ભારે (4), મોટો (4), તમને (4), સ્પષ્ટ (4), દેશ (4), ધર્મ (4), સ્પષ્ટીકરણ (4), એવી (4), એવો (4), પાકિસ્તાન (4), પ્રશ્ન (4), ઉકેલ (4), બીજું (4), છીએ (4), પ્રતિનિધિ (4), બધું (4), કૉન્ફરન્સની (4), નિષ્ફળતા (4), જવાબદાર (4), હયાત (4), ૧૪મી (4), ટીકા (4), હિન્દુ (4), વાઇસરૉયના (4), પાર્ટી (4), ઍક્ઝીક્યુટિવ (4), મુસલમાનોના (4), દેશમાં (4), ત્યાં (4), લીગને (4), લીગના (4), જાતે (4), અહીં (4), સમ્રાટની (4), પક્ષોના (4), દેખાડી (4), નિવેદન (4), વર્કિંગ (4), એક્ઝીક્યુટિવ (4), પોતાનાં (4), એને (4), પ્રયાસ (4), ફેરફાર (4), હાજર (4), જૂને (4), હોવા (4), પોતાનું (4), મદદ (4), આપ્યું (4), જવાહરલાલ (4), નહેરુ (4), રેડિયો (4), નેતાઓને (4), એણે (4), ઉપરાંત (4), લાગુ (4), સંપૂર્ણ (4), સભ્યો (4), કોંગ્રેસની (4), કહેતા (4), યુદ્ધમાં (4), લોકયુદ્ધ (4), ઍસેમ્બ્લીઓની (4), બ્રિટનની (4), અંગ્રેજ (4), બાજુ (4), સંમત (4), આવ્યું (4), મળ્યા (4), ઑગસ્ટે (4), પાછા (4), મજૂર (4), હાથમાં (4), વગેરે (4), સૈનિકોને (4), ફોજ (4), આરોપ (4), સરકારી (4), this (3), wordpress (3), com (3), ટિપ્પણી (3), other (3), આવો (3), સંદેશ (3), leave (3), comment (3), પત્રવ્યવહાર (3), કોઈનું (3), સ્પષ્ટતા (3), સાધી (3), જવાબમાં (3), રહી (3), હોવાનું (3), કહેવું (3), સિવાય (3), ઉપર (3), કરવાથી (3), આખો (3), ભાવિ (3), આડકતરી (3), ધ્યેય (3), લીગની (3), વિરોધ (3), આપણી (3), રાખવામાં (3), જેનો (3), ઉલ્લેખ (3), હિન્દુસ્તાનની (3), વ્યાખ્યા (3), મારો (3), ખાતરી (3), રાજ્યો (3), આખા (3), જશે (3), તમારા (3), જોઈશે (3), તેના (3), ચાલુ (3), દરમિયાન (3), મુસલમાનોને (3), શબ્દ (3), શરૂઆતમાં (3), પડ્યું (3), આવે (3), ગાંધીજીના (3), collected (3), works (3), mahatma (3), gandhi (3), રાષ્ટ્રીય (3), મુસલમાન (3), જિન્નાની (3), ખિઝર (3), જુલાઈએ (3), દોષ (3), ગવર્નર (3), વેવલ (3), યુનિયનિસ્ટ (3), માનતી (3), પંજાબમાં (3), વધી (3), કાઉંસિલમાં (3), મળે (3), પક્ષ (3), પક્ષો (3), રાખી (3), જવાબદારી (3), તરફથી (3), આપ્યાં (3), મંજૂરી (3), નામદાર (3), શક્ય (3), રાખવાનું (3), નિષ્ફળ (3), મોકૂફ (3), વ્યવસ્થા (3), જેલમાં (3), આઝાદને (3), બેઠકમાં (3), તેઓ (3), હોવું (3), પ્રતિનિધિઓને (3), તમારી (3), સલાહ (3), મોકલીને (3), લીધો (3), આચાર્ય (3), પ્રમુખ (3), વર્ષ (3), પ્રાંતિક (3), શાસન (3), કારણે (3), અસર (3), અમલમાં (3), કરવું (3), બનાવવાની (3), કમાંડર (3), વિચાર (3), સરકારને (3), ભારતને (3), સ્વશાસન (3), આપવામાં (3), સત્તા (3), ઉપયોગ (3), બનાવવા (3), જતી (3), જાપાન (3), સહકાર (3), 1946 (3), સામ્રાજ્યવાદી (3), ચૂંટણીની (3), ૧૯૪૨ના (3), ચૂંટણી (3), ઘટનાઓ (3), સમાપ્ત (3), દબાણ (3), સુભાષબાબુનું (3), એમનું (3), દુનિયામાં (3), ઇંડિયા (3), છોડો (3), પૅથિક (3), અમુક (3), બ્રિટનમાં (3), પરિણામ (3), લોકોએ (3), 1945 (3), પાંચમી (3), સામ્યવાદીઓને (3), કેટલાક (3), રહ્યા (3), આંદોલનમાં (3), મૂડીવાદી (3), શોષણ (3), જોડાયા (3), બ્રિટનના (3), સંધિ (3), હિંદુ (3), લેનિને (3), જુદી (3), સુભાષબાબુની (3), કર્નલ (3), માફ (3), આરોપીઓ (3), પ્રેમ (3), કુમાર (3), સહગલ (3), શાહ (3), નવાઝ (3), ગુરબખ્શ (3), ઢિલ્લોં (3), સજા (3), સાબીત (3), કોર્ટે (3), ભૂલાભાઈ (3), કોર્ટના (3), મિલિટરી (3), માર્શલની (3), site (2), required (2), રહ્યું (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 274 (2), મહિનો (2), પસંદ (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), email (2), address (2), પત્ર (2), કરતો (2), મળ્યો (2), લખ્યું (2), રહ્યો (2), સફળ (2), માની (2), હિન્દુઓના (2), ૨૬મી (2), જઈને (2), તમારું (2), વિધાન (2), શકતો (2), ચોખ્ખું (2), કહી (2), પ્રભાવ (2), માર્ગ (2), ભાગલા (2), બદલી (2), જાય (2), વડવાઓ (2), આવા (2), સામનો (2), પત્રના (2), સિદ્ધાંતો (2), આપે (2), પક્ષોએ (2), કરવી (2), પડશે (2), અંગે (2), કેવળ (2), કહેલું (2), દાખલા (2), યોજનામાં (2), બાબતમાં (2), લેવામાં (2), દૂર (2), ઉપરથી (2), અસરકારક (2), આદેશાત્મક (2), બાંયધરીઓ (2), ઘણી (2), દેશી (2), રાજ્યોના (2), હિન્દુસ્તાન (2), મર્યાદિત (2), મુસલમાનોનું (2), બેશક (2), લીગે (2), એકમાત્ર (2), કૃપા (2), ઠરાવનો (2), સમગ્ર (2), તેનું (2), આવરી (2), પોતાને (2), સંબંધ (2), તપાસ (2), નાના (2), દૃષ્ટિએ (2), રીત (2), પ્રશ્નનો (2), છેલ્લા (2), બ્રિટને (2), થતાં (2), રાજ્ય (2), બનશે (2), લોકોને (2), અપીલ (2), રૂપે (2), શબ્દનો (2), ખબર (2), ચાલે (2), ભૌગોલિક (2), ગણાય (2), એમનો (2), ૧૫મી (2), ભૂમિકા (2), વાંચી (2), આટલી (2), સીધા (2), એકસાથે (2), સરળ (2), ગાંધી (2), pdf (2), સૌની (2), હિન્દુઓની (2), આડે (2), વેવલનો (2), જૂઓ (2), પંજાબના (2), પ્રીમિયર (2), ગ્લૅન્સી (2), પાકિસ્તાનની (2), નેતૃત્વ (2), એટલા (2), રોષ (2), કોમી (2), આગ્રહ (2), પાર્ટીના (2), દાવો (2), સ્થાન (2), વાઇસરૉયને (2), બચી (2), વલણ (2), ઉપયોગી (2), મીટિંગ (2), સારું (2), મંજૂર (2), બોલતાં (2), પ્રશંસા (2), યુરોપિયન (2), પ્રતિનિધિઓનાં (2), સંયોગોમાં (2), કાઉંસિલની (2), રચના (2), સિમલામાં (2), બોલાવી (2), આપવાનાં (2), આપીને (2), દેવાઈ (2), ભાષણમાં (2), પક્ષોને (2), તદ્દન (2), વચગાળાની (2), ભવિષ્યની (2), સામેલ (2), મહત્ત્વની (2), લેશે (2), આપવાની (2), પ્રતિબંધ (2), અમારા (2), કર્યા (2), વિનંતિ (2), ૧૮મી (2), જાણ (2), દીધો (2), શબ્દો (2), શિડ્યૂલ્ડ (2), ઍમરીએ (2), આમસભામાં (2), બનીને (2), ભારતીયો (2), સાથી (2), સ્વાધીન (2), ઊભી (2), ૧૯૪૨ની (2), મસલત (2), કરશો (2), પટેલ (2), નરેન્દ્ર (2), વખતે (2), જેવા (2), હિન્દુઓનું (2), માને (2), બીજો (2), વાંધો (2), આટલું (2), ફેરફારની (2), માગણી (2), કર્યાં (2), મૂકવાની (2), પ્રીમિયરો (2), ઍસેમ્બ્લીમાં (2), માન્ય (2), બહાદુર (2), માસ્ટર (2), તારા (2), શક્તિ (2), પછીના (2), ત્રીજું (2), લઈને (2), મોટી (2), કરાય (2), અખત્યાર (2), દરખાસ્તો (2), વધવા (2), જેવી (2), કોમોની (2), કરતું (2), માર્ચમાં (2), મુલાકાત (2), તેવી (2), ધીમે (2), લાગ્યા (2), મુખ્ય (2), સામેના (2), યુદ્ધને (2), dec (2), કમ્યુનિસ્ટ (2), સભ્યોએ (2), પટેલે (2), એનું (2), દેખાડે (2), નીતિમાં (2), કદાચ (2), નવા (2), હિંદ (2), સૈનિકોની (2), બિરદાવી (2), જરૂર (2), આપવાનો (2), ફેંસલો (2), જનતામાં (2), કરવો (2), ટેકો (2), અભિપ્રાય (2), બ્રિટનને (2), કૃપાલાનીએ (2), લંડનથી (2), હોવાની (2), માગતી (2), અંજલી (2), મહામંત્રી (2), ખરેખર (2), મૃત્યુ (2), બોઝના (2), આના (2), મહત્ત્વ (2), આંદોલન (2), વિચારો (2), ઍટલીએ (2), ૧૯૪૨માં (2), ભારતનું (2), સરકારની (2), યોજના (2), વડા (2), રાજાએ (2), પોતાનો (2), સક્રિય (2), ચૂંટણીઓ (2), ગેરકાનૂની (2), ગાળામાં (2), પક્ષની (2), ઉત્સાહ (2), માં (2), આથી (2), બદલવા (2), બન્યા (2), જાપાનના (2), ઊભા (2), જનતાને (2), જોશ (2), આપણા (2), ક્વિટ (2), એશિયા (2), વિજય (2), અંત (2), નવું (2), રાખવાની (2), કોશિશ (2), કોંગ્રેસમાં (2), સ્તરે (2), નીચેના (2), લાઇન (2), સામ્યવાદીઓનું (2), જર્મની (2), વિશ્વયુદ્ધ (2), મહાસત્તા (2), ક્રાંતિ (2), યુરોપમાં (2), વિશ્લેષણ (2), સોવિયેત (2), સંઘ (2), લઘુમતી (2), ધાર્મિક (2), રક્ષણ (2), સ્વતંત્રતાનું (2), આત્મનિર્ણયના (2), અધિકારને (2), જ્યારે (2), મરજીથી (2), છૂટા (2), પડવું (2), જોવા (2), કેટલીયે (2), શસ્ત્રો (2), પાસે (2), મુક્ત (2), સિદ્ધ (2), સ્થિતિમાં (2), શીખ (2), સૈન્યમાં (2), ઊભો (2), તમારે (2), રહીને (2), આંસુ (2), સૈનિકો (2), સજાઓ (2), હત્યાના (2), ૩૧મી (2), બંધ (2), જુબાની (2), ચાલ્યો (2), ખટલો (2), સાક્ષીઓની (2), જુબાનીઓમાંથી (2), યુદ્ધકેદીઓ (2), દેસાઈ (2), આસફ (2), અલી (2), જજો (2), ઍટર્ની (2), ફોજની (2), હોવાથી (2), જનરલ (2), લાલ (2), સેનાનીઓ (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, ગાંધીજીનો, અક્ષરદેહ, ગ્રંથ, નવજીવન, પ્રકાશન, મંદિર, https, www, gandhiheritageportal, org, dec1943, લખીને, જણાવી, વારંવાર, કહ્યા, લખ્યા, વ્યક્તિ, સમજણ, શકીએ, દેશવાસીઓને, સમજાવી, વાપરી, શકું, ઉકેલની, આશામાં, પ્રયાસને, છેવટનો, લેવો, માનવા, મંત્રણાઓની, બેઠકો, ચાલતી, વાતચીત, ભાંગી, કહો, વતનીઓનું, મહેચ્છા, રાખો, મારે, દુઃખપૂર્વક, દીવા, મહાન, પુરુષ, ધરાવો, બતાવું, માર્ગનો, લઘુમતીઓનાં, હિતને, હાનિ, નુકસન, પહોંચાડતા, ભોગે, માગે, પરિવર્તન, કરનારીની, પેઢીઓ, આંબેડકર, સમજ્યા, આંગળી, ચીંધી, સવાલોનો, અંતમાં, પાયાના, સ્વીકારાય, કરાર, કરનારા, વિગતો, થતા, એકલી, મુસ્લિમોની, અધિકૃત, ધરાવતી, જુઓ, વિસ્તારોના, મૂકવો, જોતા, વિચારનો, અમલ, કયાં, સાધનો, અપનાવવાં, તેનાં, નક્કર, પરિણામો, શાં, જતા, પ્રદેશોના, લોકોનો, પડવાની, લેવાશે, સંરક્ષણ, સહિયારી, બાબતો, જોગવાઈ, વિચારેલી, મુસલમાનોનાં, ઘણાં, જૂથો, એવાં, જેઓ, નીતિનો, સતત, રહ્યાં, માનવાને, મુસલમાનોમાં, સર્વોપરી, મળવા, સંયુક્ત, ફરજ, તેમની, શંકાઓ, કરીએ, તથા, ટેકેદારોને, મતાધિકારથી, વંચિત, અનુભવ, કરાવી, લઈએ, આવવું, પડતું, લાગતાવળગતા, પૂરતી, રાજ્યની, વાટાઘાટો, બાબત, ભાગમાં, પર્યાપ્ત, આપશો, લઘુમતીઓની, સ્વીકૃત, મુસ્લિમો, લાહોરનો, પૂરતો, સ્પષ્ટીકરણમાંથી, યોજનાને, પરિણામે, રાજ્યોમાંના, સ્પષ્ટીકરણથી, ઠરાવનું, માગ્યું, કહેવાય, મારાં, અસંખ્ય, ભાષણોમાં, ઠરાવોમાં, બતાવ્યું, સમસ્યાનો, મેળવવાનો, હકીકતો, આંકડાઓ, બતાવો, કલ્યાણ, ૯માનો, એટલી, કરાવો, સાર્વભૌમ, ગરીબ, સમૂહરૂપે, હિન્દુસ્તાનને, આફતરૂપ, આને, ટુકડાઓમાં, વહેંચાઈ, એથી, તેમને, ભૌતિક, લાભ, ૭મા, મુદ્દાના, મારા, જવાબને, ધ્યાનમાં, લેતાં, ૮મા, અપાઈ, હકારમાં, સૂચન, સ્વીકારવું, લાદવું, લોકોની, ઇચ્છાથી, અંદરથી, ઊગ્યું, લાહોરના, ઠરાવમાંનો, પાયો, સિદ્ધાંતોનો, સરહદ, હાથ, ધરવું, નવાં, રાજ્યોની, પાકિસ્તાનનાં, એકમો, વિભાગોના, ઘટકો, દરેકના, ઘટકોની, સંખ્યા, અનિશ્ચિત, પાઠના, મુદ્દો, કેળવવા, વિદેશી, રાજકર્તાઓને, પડકારરૂપે, ઠરાવની, તેમાંના, પાકિસ્તાનના, મુદ્દાને, પ્રશ્નના, જણાવવાનું, સ્પષ્ટીકરણમાં, ભાગ્યે, પ્રસ્તુત, મુસલમાનને, હિન્દીઓથી, જુદો, પાડનાર, તુર્ક, આરબ, મુદો, આપું, હાઉ, પાકિસ્તાનનું, અખિલ, ઇસ્લામના, સંગઠનનું, વપરાયેલો, મૂળ, ધરાવતો, પર્યાય, પ્રદેશોનાં, પ્રદેશો, પંજાબ, અફઘાનિસ્તાન, કાશ્મીર, સિંધ, બલુચિસ્તાન, લખેલો, વાંચીએ, અઠવાડિયે, પત્રની, ઝીણામાં, ઝીણી, બાબતોની, છણાવટ, બન્નેના, મુદ્દા, જોવાનું, પ્રકરણમાં, બાકી, રહેલા, ભાગની, ૧૭મી, આપેલા, જવાબની, કરશું, મંત્રણા, http, edu, images, journal, studies, files, artical, jan, jun, 1947, મુસ્લિમોના, સ્થાપિત, ગણાવીને, મહેચ્છાઓમાં, આવતું, આક્ષેપ, સ્વીકારતા, રકરણ, ૨૦૨૧, વચ્ચેની, તકરાર, પત્રકાર, પરિષદની, બધો, નાખ્યો, ઍમરીનું, લીધા, વગર, અખંડતાની, દલીલની, પ્લાન, માંગને, દબાવી, દેવા, હેઠળની, સગરિત, જિન્નાનો, દ્વિરાષ્ટ્ર, ખભે, ચડીને, પંજાબનો, જોઈ, ઝેર, ફેલાયું, પ્રતિનિધિનો, સમાવેશ, મુસલમાનનું, એકલા, હોવાનો, ખોટો, પાર્ટીને, લીગનું, મૌલાનાએ, સંભળાવી, કોમવાદ, ફેલાયો, જવાબદારીમાંથી, જ્યાં, ત્રીજો, સુધરવાની, વાઇસરૉયનું, ઢીલું, ઢચુપચુ, સાચી, ખંચકાટ, નબળાઈથી, જડે, મુલતવી, પ્રતિનિધિનું, મળવો, રહે, ભલા, દેખીતું, કોણ, પ્રયાસની, નિષ્ફળતાની, હિંમતનું, ખરી, બીજાઓની, ગયાં, જૂથ, મળ્યાં, જૂથે, આપવાનું, મળતાં, રાખ્યાં, નામોને, લેત, દાવા, પૂરેપૂરા, સ્વીકારવાનું, મૂક્યો, સ્વીકાર્ય, સૂચી, મક્કમ, લાગ્યું, એકઠા, તેથી, આખી, બન્યું, વેવલનું, ટૂંકમાં, જોઈએઃ, નિષ્ફળઃ, પ્રમુખે, દિવસનો, ખાડો, પડ્યો, ૨૯મીએ, કલાક, અઠવાડિયાનો, ત્રીજા, ૨૭મી, બુધવારે, મંગળવારે, અનૌપચારિક, વાતચીતો, ૨૫મી, સોમવારની, સવારે, ટૂંકા, વેરઝેર, ભૂલી, સાધવા, દૃષ્ટિકોણની, હંગામી, વ્યવસ્થાને, માનીએ, કોમવાદી, ચીતરવાનો, અમને, અમે, પ્રયાસમાં, થઈએ, સ્વતંત્રતાના, લક્ષ્ય, તરફનું, ડગલું, જાહેરાતને, ગણું, કમિટી, તેને, aiccએ, સાથીઓ, માર્ગમાં, અવરોધ, વ્યવહારુ, શોધવાની, ભાવનાનું, સાદું, ચર્ચાઓ, સલાહભર્યું, કહેવા, તારોની, છાપાંજોગ, પ્રકાશિત, રહેવાનું, પહોંચાડી, મૌલાનાને, તારમાં, આક્ષેપની, ભાષામાં, વાપર્યા, કાસ્ટના, છોડીને, બાકીના, સરખું, નિવેદનમાં, બને, પહેલો, બનાવે, બંધારણો, પક્ષકાર, નિયંત્રણ, કૉમનવેલ્થની, કૉમનવેલ્થના, છેઃ, પાયામાં, ઑફરના, ઑફર, ટેકનિક્લ, કામની, બ્રોડકાસ્ટ, કૉન્ફરન્સથી, ૨૪મીએ, બપોરે, વાગ્યે, મળવાનું, તમારો, ઉતારા, એમ્સ્બેલ, નામનો, બંગલો, ભાડી, દેવ, અબુલ, કલામ, મુકાયા, લગભગ, ગાળીને, પંચગનીમાં, હવાફેર, રોકાયા, વાંચવા, સેક્રેટરીને, સભ્ય, કોંગ્રેસનું, પ્રમુખનું, જેમને, નીમે, મોકલ્યો, અવર્ણ, મહાસભા, કહે, મહામહેનતે, શબ્દને, આવવા, દેવાયો, કહીને, આટલા, પાર્ટીઓના, તેમનાં, સરકારોના, પ્રાંતોમાં, પ્રધાનમંડળો, રાજીનામાં, ચૂક્યાં, પ્રાંતમાં, ગવર્નરનું, ત્યાંના, ભૂતપૂર્વ, સેંટ્રલ, કૉગ્રેસના, ઉપનેતા, સ્ટેટમાં, નૅશનાલિસ્ટ, આમંત્ર્યા, ક્લાસિસના, રાવ, શિવ, રાજ, શીખોના, સિંઘને, અપાયાં, મહાસભાને, આંબેડકરને, બાકાત, રખાયા, માપદંડ, ગોઠવાતા, એટલું, મોકલ્યું, વ્યવસ્થાની, યોજનાઓ, કાઉંસિલનું, જાપાનને, શિકસ્ત, તમામ, કામે, લગાડવાનું, કાયમી, વિકાસ, માટેનાં, કાર્યો, કરવાનાં, વિચારશે, સૌથી, મહત્ત્વનું, અભિપ્રાયવાળા, તૈયારી, ચીફ, કૉન્ફરન્સમાં, સૂચવ્યું, નેતાઓની, લેવાનો, એકસરખું, અપાશે, શોધવાનો, લાદવાનો, વિશ્વાસ, સમસ્યાના, પરસ્પર, શકશે, તકો, પડેલી, સમસ્યાઓ, સહિયારા, પ્રયાસોથી, વિદેશ, ખાતું, પ્રતિનિધિને, સોંપાશે, અત્યારના, જનરલને, નિયંત્રણની, છોડવાનો, સવાલ, સત્તાનો, ગેરવાજબી, યોગ્ય, અગળ, સ્વશાસનના, પૂર્ણ, હળવી, સ્થિતિને, હિન્દુસ્તાની, નોંધવા, સંમતિ, રાખતી, માગણીથી, અજાણ, મંત્રણાઓમાં, વચ્ચેનું, આભજમીનનું, અંતર, છતું, શાંતિને, નામે, કોમો, સમજૂતીની, તરફેણમાં, ૧૯૪૫ના, લંડન, વેવલની, હાલની, સ્થિતિની, ઘડી, છૂટશે, ઇચ્છતું, સંસ્થાઓ, ઠોકી, બેસાડવી, કહેણી, કરણી, ઇંડિયાના, શાસનમાંથી, હટવા, આવું, બહારથી, લાદવાની, ઇચ્છાને, અનુકૂળ, તેવો, સરકારનો, ઇરાદો, પાર્ટીઓ, પુનર્નિર્માણમાં, લીધું, આકરી, સભ્યોને, રોકવાનો, જોડાયું, રાતોરાત, જાહેરાતની, વલ્લભભાઈ, સ્ટેફર્ડ, ક્રિપ્સે, કેટલી, મહત્ત્વહીન, પુનરાવર્તન, વાસ્તવિક, નીતિઓ, કાર્યક્રમોના, પ્રચાર, લડશે, સરદારે, અત્યારે, પ્રભાત, પહેલાંની, કાળી, રાત, જેવો, બહાદુરી, દેશદાઝને, કેદીઓને, પડ્યે, કાનૂની, બધી, સ્વરાજ, ઝંખના, વધારે, તીવ્ર, વધતો, જતો, રોજ, આવતી, સમસ્યાઓનો, પડતો, હકીકતમાં, માગણીને, આપતી, મતભેદો, રહેતા, છેવટે, નીમેલો, નોકર, અંતે, વીટો, થતું, જોઈતું, નીતિ, વિષયક, કરીઃ, મનાતું, મૂકશે, ઓચિંતા, દીધી, કૉન્ફરન્સને, સમેટી, લેવાનું, સાચું, જણાવ્યું, વહેતી, કોરાણે, મૂકીને, શકી, થતી, ફાવતું, સભાની, કાર્યવાહીની, મૃતક, ડેલીગેટે, ધ્યાન, ખેંચ્યું, મૃત્યુના, સમાચાર, સ્રોતોમાંથી, આધારભૂત, પામ્યા, શંકાનો, વિષય, મૃતકોમાં, કરાયું, ચાલી, મીટિંગમાં, બંગાળ, સુભાષચંદ્ર, મોટાભાઈ, શરતચંદ્ર, બોઝ, અવ્યા, વલ્લભભાઈએ, આંસુભરી, આંખે, ભેટીને, આવકાર્યા, વિમાની, હોનારતમાં, ઘાયલ, પાંચ, હૉસ્પિટલમાં, શરતબાબુને, ઝડપભેર, બનતી, સ્વાભાવિક, જેલમાંથી, છૂટ્યા, ૨1૨૩મી, મુંબઈના, ગોવાલિયા, ટેંક, મેદાનમાં, સ્થળે, મીટીંગ, ત્યાંથી, થવાનું, લૉરેન્સે, ચોથી, ડિસેમ્બરે, ઉમરાવસભામાં, નેતાઓના, જાણવા, પાર્લામેંટરી, ડેલિગેશન, ક્રિપ્સ, મિશનની, દરખાસ્ત, ઘડવા, ચુંટાયેલી, લંડનમાં, સંસદનું, ઉદ્ઘાટન, ટાંક્યું, હિંદુસ્તાની, પ્રજાને, અપાયેલા, વચન, હિંદુસ્તાનમાં, બનાવનારા, મંત્રણાઓ, પોતાનાથી, બનતું, કરશે, વેવલના, છેલ્લી, શક્યતા, બનાવતી, આખરી, આવીને, કેન્દ્રીય, રચવાનું, વિચારે, યોજનાની, પ્રતિનિધિઓના, અભિપ્રાયો, ઉમેર્યું, પ્રતિનિધિત્વવાળી, રચવાનો, પ્રક્રિયા, પ્રાંતોના, ગવર્નરોની, યોજવા, હજારો, કાર્યકર્તા, વિચારવાનો, ૨૧મી, અઠવાડિયાંના, મસલતો, સમસ્યાને, પ્રાથમિકતા, ચારેકોર, ભારતનાં, વર્તુળોમાં, ફેલાઈ, ઉમરાવસભા, હાઉસ, લૉર્ડ્સ, લૉરેન્સનો, પરિચય, કરાવવામાં, પ્રત્યુત્તરમાં, હર્ષનાદથી, વધાવી, પખવાડિયામાં, દુનિયાનું, દૃશ્ય, બદલાઈ, ભૂગોળ, તલપાપડ, ચોખ્ખી, બહુમતીથી, સત્તામાં, ક્લેમન્ટ, ઍટલી, લૉરેન્સને, બનાવ્યા, ૬ઠ્ઠી, અમેરિકાએ, શહેર, હીરોશીમા, નવમી, તારીખે, નાગાસાકી, બોમ્બ, ફેંક્યા, જાપાને, વિધિવત્, શરણાગતી, સંજોગો, ચૂંટણીનાં, જૂના, દીધા, દુનિયાનો, ઍટલીને, વતી, ગ્રેટ, અભિનંદન, પડઘો, પાડતા, ચૂંટણીઓની, છઠ્ઠી, પૂનામાં, તેમાંસામ્યવાદી, શિસ્તભંગની, ફરિયાદોના, નિકાલ, ગોવિંદ, વલ્લભ, પંતની, સભ્યોની, સમિતિ, નીમી, સમિતિનો, રિપોર્ટ, ડિસેમ્બરમાં, કલકત્તામાં, પરથી, સરદેસાઈ, ભગત, ચિતાળે, અશરફ, સજ્જાદ, ઝહીર, સોહન, કાર્યાનંદ, શર્મા, ભારદ્વાજને, નોટિસો, નોટિસના, ગલ્લાંતલ્લાં, પક્ષના, જોશીએ, પાડીને, દેવાનો, પક્ષનો, ચૂંટણીમાં, વિશેના, સુધારો, સૂચવવા, અશરફબોલવા, ઘોંઘાટ, કાને, વાતાવરણ, ઊભું, પ્રમુખપદેથી, શાંત, પાડ્યા, સભ્યપદેથી, હટાવવા, અશરફને, બોલવાનો, ઠમઠોર્યા, લડાઈને, પીપલ્સ, વૉર, ક્યાં, દમનકારી, છેડેલું, નહેરુના, ઠરાવને, અનુમોદન, આપતાં, આંદોલનનો, પાકી, પ્રહાર, યુદ્ધકાર્યોમાં, દેવે, આંદોલનથી, શરમમાં, ડૂબીને, મોઢું, છુપાવે, જ્યાંસુધી, મૂડીવાદ, સામ્રાજ્યવાદનો, શાંતિ, સ્થપાય, હિંસા, ચોરીચૌરાની, જેમ, સીધી, ગણાવી, ગમ્યું, પહોંચી, લોકોના, ટાઢું, પાણી, રેડવા, ઑગસ્ટની, વિશેનો, નહેરુએ, લોકોમાં, રેડ્યું, પાછળથી, ખામીઓ, દેખાડવાનું, સહેલું, કેટલાંય, શહેરોમાં, અજોડ, ઘટનાને, ઉતારી, પડવા, ૧૯૪૫માં, ડેલિગેટોના, મનમાં, ગુસ્સો, મંચ, ડાબેરી, જમણેરી, મધ્યમ, માર્ગી, મોટા, વેપારીઓ, ખેડૂતો, કામદારોને, સામ્યવાદીઓનો, હૃદયપરિવર્તનનું, cpi, મુકાયો, પાછો, ખેંચી, લેવાયો, હકુમતના, બદલ્યા, હમણાં, દેશોની, દુનિયાના, સ્પર્ધાનું, લોક, people, war, લાગવા, માંડ્યું, બ્રિટનનો, ઘડીએ, ઉચ્ચ, પાર્ટીની, કાર્યકર્તાઓ, જનજુવાળથી, અંગત, સ્થાનિક, વખત, ચાલતા, મજૂરો, લોકશાહી, લડાઈમાં, રાષ્ટ્રવાદી, દૃષ્ટિકોણથી, વિચારતા, જોડાતાં, રસ્તો, વસાહતના, લાવવાના, આંતરરાષ્ટ્રીય, સામ્યવાદને, અનુસરીને, વર્ચસ્વ, સ્થાપવા, સત્તાઓની, સ્વાર્થપૂર્તિનું, યુદ્ધની, તટસ્થ, હિટલરે, તોડીને, હુમલો, સ્તાલિન, વર્ગનું, અંતર્વિરોધને, મેળવવા, માટેનું, પગલું, ઠરાવ્યું, જર્મનીની, જંગમાં, કૂદી, સામ્યવાદીઓની, કફોડી, ભારતે, આપવો, મિત્ર, બન્યાં, આર્થિક, બનવા, માગતું, હિટલરની, પ્રદેશભૂખ, સામ્રાજ્ય, વિસ્તારવા, સંસ્થાનોનું, ઔદ્યોગિક, લૂંટેલા, ધનનો, ફાળો, આફ્રિકામાં, સંસ્થાનો, બનાવ્યાં, જર્મનીનો, પડકાર, એશિયામાં, જાપાનની, મહત્ત્વાકાંક્ષાઓ, ટક્કરમાં, સામ્રાજ્યમાં, કદી, સૂરજ, આથમતો, નહોતો, હૃદયપરિવર્તન, જું, ગાંધીજીનું, હિંદુના, હિંદુઓની, મુસલમાનોની, ધર્મને, જિન્નાના, બધાં, રાષ્ટ્રોની, સમાનતાનો, બરાબર, માગી, મુસ્લમાનોને, રિવાજો, પૂજાના, અધિકારોનું, કહેતી, કાં, અનેક, રાષ્ટ્રો, માનો, પડો, બહુમતી, માનીને, સૌને, સમાન, હકો
Text of the page (random words):
ઉમરાવસભા હાઉસ ઑફ લૉર્ડ્સ માં લૉર્ડ પૅથિક લૉરેન્સનો ભારત માટેના પ્રધાન તરીકે પરિચય કરાવવામાં આવ્યો તેના પ્રત્યુત્તરમાં એમણે આ જાહેરાત કરી આથી સભ્યોએ એને હર્ષનાદથી વધાવી લીધી વેવલે લંડનથી પાછા આવીને રેડિયો બ્રોડકાસ્ટમાં કહ્યું કે કેન્દ્રીય અને પ્રાંતિક ઍસેમ્બ્લીઓની ચૂંટણીની જાહેરાત તો પહેલાં જ કરી દેવાઈ છે અને તે ઉપરાંત બ્રિટિશ સરકાર બંધારણ બનાવવા માટેની સંસ્થા રચવાનું પણ વિચારે છે વેવલે કહ્યું કે ૧૯૪૨માં સરકારે જે યોજના રજૂ કરી હતી તે બાબતમાં બધા પક્ષો સંમત છે કે નવી યોજનાની જરૂર છે તે વિશે પણ રાજકીય પ્રતિનિધિઓના અભિપ્રાયો લેવામાં આવશે એણે ઉમેર્યું કે સરકારે મને ઍસેમ્બ્લીઓની ચૂંટણી પછી રાજકીય પક્ષોના પ્રતિનિધિત્વવાળી એક્ઝીક્યુટિવ કાઉંસિલ રચવાનો પણ અખત્યાર આપ્યો છે વેવલના બ્રોડકાસ્ટમાં આ છેલ્લી બે વાતો મહત્ત્વની છે એક તો એણે ૧૯૪૨ની યોજનામાં ફેરફારની શક્યતા દેખાડી છે બીજી વાત એ કે ઍક્ઝીક્યુટિવ કાઉંસિલ બનાવતી વખતે એ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને લેશે પણ આખરી નિર્ણય એનો પોતાનો રહેશે લંડનમાં વડા પ્રધાન ઍટલીએ રેડિયો બ્રોડકાસ્ટમાં રાજાએ નવી સંસદનું ઉદ્ઘાટન કરતાં જે વિધાન કર્યું હતું તે ટાંક્યું રાજાએ કહ્યું હતું કે મારી હિંદુસ્તાની પ્રજાને અપાયેલા વચન પ્રમાણે મારી સરકાર હિંદુસ્તાનમાં અભિપ્રાય બનાવનારા નેતાઓ સાથે મંત્રણાઓ કરીને સંપૂર્ણ સ્વશાસન આપવા માટે પોતાનાથી બનતું બધું જ કરશે ઍટલીએ કહ્યું કે ૧૯૪૨માં ક્રિપ્સ મિશનની દરખાસ્ત હતી કે યુદ્ધ પછી તરત જ ભારતનું બંધારણ ઘડવા માટે ચુંટાયેલી સંસ્થા પણ બનાવવાની સરકારની યોજના છે તે પછી ભારત માટેના પ્રધાન લૉર્ડ પૅથિક લૉરેન્સે ચોથી ડિસેમ્બરે ઉમરાવસભામાં જાહેરાત કરી કે ભારતીય નેતાઓના વિચારો જાણવા માટે એક પાર્લામેંટરી ડેલિગેશન જશે ઑલ ઇંડિયા કોંગ્રેસ કમિટીની બેઠક દેશ અને દુનિયામાં ઝડપભેર ઘટનાઓ બનતી જતી હતી એટલે ઑલ ઇંડિયા કોંગ્રેસ કમિટીની બેઠક મળે તે સ્વાભાવિક હતું નેતાઓ જેલમાંથી છૂટ્યા તે પછી પહેલી વાર એ આઈ સી સી ની બેઠક ૨1૨૩મી સપ્ટેમ્બરે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાનમાં મળી આ સ્થળે મીટીંગ રાખવાનું મહત્ત્વ એ હતું કે ભારત છોડો આંદોલન પણ ત્યાંથી જ શરૂ થવાનું હતું મીટિંગમાં ભાગ લેવા માટે બંગાળ કોંગ્રેસના નેતા અને સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ શરતચંદ્ર બોઝ અવ્યા ત્યારે સરદાર વલ્લભભાઈએ એમને આંસુભરી આંખે ભેટીને આવકાર્યા જાપાન સરકારે ૧૮મી ઑગસ્ટે જાહેર કર્યું હતું કે સુભાષબાબુ એક વિમાની હોનારતમાં ઘાયલ થયા હતા અને પાંચ દિવસ પછી હૉસ્પિટલમાં એમનું મૃત્યુ થયું હતું આના પછી કોંગ્રેસ નેતાઓ શરતબાબુને પહેલી વાર મળ્યા હતા પરંતુ સભાની કાર્યવાહીની શરૂઆતમાં મૃતક નેતાઓને અંજલી આપવાનો ઠરાવ રજૂ થયો એમાં સુભાષબાબુનું નામ નહોતું એક ડેલીગેટે આ તરફ ધ્યાન ખેંચ્યું ત્યારે મહામંત્રી આચાર્ય કૃપાલાનીએ જવાબ આપ્યો કે એમના મૃત્યુના સમાચાર જે સ્રોતોમાંથી મળ્યા છે તે આધારભૂત નથી એટલે સુભાષબાબુ હયાત છે કે ખરેખર મૃત્યુ પામ્યા છે એ શંકાનો વિષય છે એટલે એમનું નામ મૃતકોમાં સામેલ નથી કરાયું તે પછી કાર્યવાહી આગળ ચાલી નીતિ વિષયક ઠરાવમાં કોંગ્રેસે સિમલા કૉન્ફરન્સની ચર્ચા કરીઃ એ વાત સ્પષ્ટ હતી કે આ કૉન્ફરન્સ બહુ મર્યાદિત હતી અને એવું મનાતું હતું કે જે સમજૂતી થશે તે વાઇસરૉય અમલમાં મૂકશે આવી સમજૂતી હોવા છતાં માત્ર એક પાર્ટી સંમત ન થઈ એટલે ઓચિંતા જ વાઇસરૉયે કૉન્ફરન્સ સમાપ્ત કરી દીધી સિમલા કૉન્ફરન્સ નિષ્ફળ ગઈ તો એના માટે કોંગ્રેસને દોષ ન દઈ શકાય કૃપાલાનીએ કહ્યું કે વાઇસરૉયે કૉન્ફરન્સને સમેટી લેવાનું સાચું કારણ જણાવ્યું નથી પરંતુ લંડનથી વાઇસરૉય પર દબાણ આવ્યું હોવાની વાતો વહેતી થઈ છે સરકાર સમજૂતી કરવા માગતી હોત તો મુસ્લિમ લીગને કોરાણે મૂકીને આગળ વધી શકી હોત કારણ કે એને મુસ્લિમ લીગનો ડર નથી પણ મુસ્લિમ લીગ સંમત નથી થતી એમ કહેવું એમને ફાવતું હતું હકીકતમાં બ્રિટનની સરકાર જિન્નાની કોઈ પણ માગણીને આડકતરી રીતે ટેકો આપતી હતી ભારતની અંગ્રેજ સરકાર અને બ્રિટિશ સરકાર વચ્ચે ઘણી વાર મતભેદો પણ રહેતા પણ વાઇસરૉય છેવટે તો બ્રિટન સરકારે નીમેલો નોકર હતો એટલે એનો અભિપ્રાય અલગ હોય તો પણ અંતે તો બ્રિટન જ નક્કી કરતું હતું કે ભારતમાં શું કરવું બીજી બાજુ જિન્નાને વીટો અધિકાર આપવા જેવું થતું હતું પણ બ્રિટનને તો એ જ જોઈતું હતું પરંતુ આ બધી ઘટનાઓ વચ્ચે સ્વરાજ માટેની ઝંખના વધારે તીવ્ર બની હવે જનતામાં બ્રિટિશ સરકાર સામે રોષ વધતો જતો હતો ભારતની અંગ્રેજ સરકારે રોજ સામે આવતી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો બ્રિટિશ સરકાર બીજા એક ઠરાવ દ્વારા કોંગ્રેસે આઝાદ હિંદ ફોજના સૈનિકોની બહાદુરી અને દેશદાઝને બિરદાવી અને બધા કેદીઓને છોડી મૂકવાની માગણી કરી કોંગ્રેસે જરૂર પડ્યે એમને કાનૂની મદદ આપવાનો પણ ફેંસલો કર્યો કોંગ્રેસે ઍસેમ્બ્લીઓની ચૂંટણીની જાહેરાતની પણ ટીકા કરી કે સરદાર વલ્લભભાઈ પટેલે ઠરાવ રજૂ કરતાં કહ્યું કે ૧૯૪૨ના માર્ચમાં સર સ્ટેફર્ડ ક્રિપ્સે કેટલી મહત્ત્વહીન દરખાસ્તો રજૂ કરી હતી આ નવી જાહેરાત એનું જ પુનરાવર્તન છે આ દેખાડે છે કે બ્રિટનની નીતિમાં કોઈ વાસ્તવિક ફેરફાર નથી થયો આમ છતાં એમણે કહ્યું કે કોંગ્રેસ પોતાની નીતિઓ અને કાર્યક્રમોના પ્રચાર માટે ચૂંટણી લડશે સરદારે કહ્યું કે અત્યારે કદાચ નવા પ્રભાત પહેલાંની કાળી રાત જેવો સમય છે આ બેઠકમાં કમ્યુનિસ્ટ સભ્યોએ યુદ્ધ દરમિયાન જે વલણ લીધું તેની આકરી ટીકા થઈ કમ્યુનિસ્ટ સભ્યોને બોલતાં રોકવાનો પણ પ્રયાસ થયો સામ્યવાદીઓ પહેલાં યુદ્ધને સામ્રાજ્યવાદી યુદ્ધ કહેતા હતા પણ રશિયા યુદ્ધમાં જોડાયું કે રાતોરાત એમના માટે એ લોકયુદ્ધ બની ગયું પરંતુ એની ચર્ચા માટે એક અલગ પ્રકરણ જોઈશે ૦૦૦ સંદર્ભઃ the indian annual register july dec 1946 vol i collected works of mahatma gandhi vol 80 like loading author dipak dholakia posted on 15 07 2021 30 11 2024 categories history india slavery and struggle for freedom tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ dipak dholakia webgurjari 1 ટિપ્પણી india slavery and struggle for freedom part 4 chapter 47 માટે india slavery and struggle for freedom part 4 chapter 46 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૪૬ સિમલા કૉન્ફરન્સ ૧૯૪૫ના માર્ચમાં લૉર્ડ વેવલ બ્રિટિશ સરકાર સાથે મસલત માટે લંડન ગયો ૧૪મી જૂને ભારત માટેના પ્રધાન લૉર્ડ ઍમરીએ આમસભામાં નિવેદન કર્યું કે લૉર્ડ વેવલની હાલની મુલાકાત દરમિયાન ભારતની રાજકીય સ્થિતિની ચર્ચા થઈ બ્રિટન સરકાર ભારતીયો પોતાનું બંધારણ જાતે જ ઘડી શકે તેમાં મદદ કરવા માટે સરકાર બધું કરી છૂટશે પરંતુ ભારત ઇચ્છતું ન હોય તેવી સ્વશાસન સંસ્થાઓ એના પર ઠોકી બેસાડવી એ કહેણી એક અને કરણી બીજી એના જેવું થશે આપણે બ્રિટિશ ઇંડિયાના શાસનમાંથી ધીમે ધીમે હટવા લાગ્યા છીએ ત્યારે આવું કરી ન શકાય અને આપણે બહારથી કંઈ લાદવાની જવાબદારી લેવા તૈયાર નથી ભારતની મુખ્ય કોમોની ઇચ્છાને અનુકૂળ ન હોય તેવો ફેરફાર કરવાનો પણ સરકારનો ઇરાદો નથી પરંતુ ભારતની મુખ્ય પાર્ટીઓ કોઈ સમજૂતી કરે અને જાપાન સામેના યુદ્ધને સફળ બનાવવા માટે અને ભારતના પુનર્નિર્માણમાં સહકાર આપવા તૈયાર થાય તો યુદ્ધ પછી આપણે આગળ વધવા તૈયાર છીએ ખાસ નોંધવા જેવી વાત એ છે કે બ્રિટન સરકાર બે કોમોની સંમતિ માટે આગ્રહ રાખતી હતી મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણીથી એ અજાણ નહોતી ગાંધી જિન્ના મંત્રણાઓમાં બન્ને વચ્ચેનું આભજમીનનું અંતર પણ છતું થયું હતું આમ છતાં શાંતિને નામે બ્રિટન બન્ને કોમો વચ્ચે સમજૂતીની વાત કરતું હતું આ વાતો જિન્નાની તરફેણમાં જતી હતી બ્રિટન સરકાર કોંગ્રેસની વિરુદ્ધ મુસ્લિમ લીગનો ઉપયોગ કરતી હતી એ જ દિવસે વાઇસરૉય વેવલે ભારતમાં એક રેડિયો બ્રોડકાસ્ટમાં કહ્યું મને નામદાર સમ્રાટની સરકારે હિન્દુસ્તાની નેતાઓ સમક્ષ રાજકીય સ્થિતિને હળવી બનાવવા અને પૂર્ણ સ્વશાસનના ધ્યેય તરફ અગળ વધવા માટે યોગ્ય દરખાસ્તો રજૂ કરવાનો અખત્યાર આપ્યો છે વાઇસરૉયે રાજકીય અભિપ્રાયવાળા પ્રતિનિધિઓને લઈને પોતાની નવી એક્ઝીક્યુટિવ કાઉંસિલ બનાવવાની તૈયારી દેખાડી કાઉંસિલમાં માત્ર વાઇસરૉય અને કમાંડર ઇન ચીફ સિવાય બધા સભ્યો ભારતીય હશે કાઉંસિલમાં પ્રતિનિધિત્વ કઈ રીતે હોવું જોઈએ તેની ચર્ચા સિમલા કૉન્ફરન્સમાં કરવાની હતી વેવલે સૂચવ્યું કે એને પોતાની કાઉંસિલ પસંદ કરવાનો હક છે પણ હવે એના માટે રાજકીય નેતાઓની સલાહ લેવાનો એનો વિચાર છે એમાં સવર્ણ હિન્દુઓ અને મુસલમાનોને એકસરખું પ્રતિનિધિત્વ અપાશે વાઇસરૉયે કહ્યું કે બંધારણ વિશે સમાધાન શોધવાનો કે લાદવાનો આ પ્રયાસ નથી સમ્રાટની સરકારને વિશ્વાસ છે કે ભારતના પક્ષોના નેતાઓ કોમી સમસ્યાના સમાધાન માટે પરસ્પર સમજૂતી સાધી શકશે ભારતને સ્વશાસન આપવામાં એ જ આડે આવે છે ભારત સામે બહુ મોટી તકો પડેલી છે તે સાથે જ બહુ મોટી સમસ્યાઓ પણ છે જેનો ઉકેલ સહિયારા પ્રયાસોથી જ આવી શકે વેવલે કહ્યું કે પહેલી જ વાર વિદેશ ખાતું પણ ભારતીય પ્રતિનિધિને સોંપાશે આ કાઉંસિલ અત્યારના બંધારણ પ્રમાણે બનશે અને એમાં ગવર્નર જનરલને સંપૂર્ણ નિયંત્રણની સત્તા મળી છે તે છોડવાનો સવાલ જ નથી પણ એ સત્તાનો ઉપયોગ ગેરવાજબી રીતે નહીં કરાય વાઇસરૉયે એ પણ સ્પષ્ટ કર્યું કે આ વ્યવસ્થાની અસર ભવિષ્યની યોજનાઓ પર નહીં પડે નવી એક્ઝીક્યુટિવ કાઉંસિલનું કામ સૌ પહેલાં તો જાપાનને સંપૂર્ણ શિકસ્ત આપવા માટે તમામ શક્તિ કામે લગાડવાનું રહેશે બીજું કાયમી બંધારણ અમલમાં આવે ત્યાં સુધી યુદ્ધ પછીના વિકાસ માટેનાં કાર્યો કરવાનાં રહેશે ત્રીજું નેતાઓ એ પણ વિચારશે કે સમાધાન કઈ રીતે કરવું અને આ ત્રીજું કામ સૌથી મહત્ત્વનું છે વેવલે પાર્ટીઓના જે નેતાઓને આમંત્રણ આપવાનાં હતાં તેમનાં નામ પણ જાહેર કર્યાં અને કોંગ્રેસના નેતાઓને છોડી મૂકવાની પણ જાહેરાત કરી એણે પ્રાંતિક સરકારોના પ્રીમિયરો અથવા જે પ્રાંતોમાં પ્રધાનમંડળો રાજીનામાં આપી ચૂક્યાં હતાં અને પ્રાંતમાં ગવર્નરનું શાસન હોય ત્યાંના ભૂતપૂર્વ પ્રીમિયરો સેંટ્રલ ઍસેમ્બ્લીમાં કૉગ્રેસના નેતા અને મુસ્લિમ લીગના ઉપનેતા કાઉંસિલ ઑફ સ્ટેટમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ અને ઍસેમ્બ્લીમાં નૅશનાલિસ્ટ પાર્ટીના નેતાઓને આમંત્રણ આપ્યું તે ઉપરાંત ગાંધીજી અને જિન્નાને માન્ય નેતાઓ તરીકે ખાસ આમંત્ર્યા શિડ્યૂલ્ડ ક્લાસિસના પ્રતિનિધિ તરીકે રાવ બહાદુર એન શિવ રાજ અને શીખોના પ્રતિનિધિ તરીકે માસ્ટર તારા સિંઘને આમંત્રણ અપાયાં હિન્દુ મહાસભાને વેવલે આમંત્રણ ન આપ્યું એ જ રીતે ડૉ આંબેડકરને પણ બાકાત રખાયા વેવલે આમંત્રણ માટે જે માપદંડ લાગુ કર્યો તેમાં તો નહેરુ પણ ગોઠવાતા નહોતા એટલું જ નહીં પણ કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદને પણ એ કારણે આમંત્રણ નહોતું મોકલ્યું બીજા જ દિવસે ૧૫મી જૂને જવાહરલાલ નહેરુ સરદાર પટેલ આચાર્ય નરેન્દ્ર દેવ અને કોંગ્રેસ પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદને છોડી મુકાયા લગભગ ત્રણ વર્ષ જેલમાં ગાળીને કોંગ્રેસ નેતાઓ બહાર આવ્યા હતા ગાંધીજી એ વખતે પંચગનીમાં હવાફેર માટે રોકાયા હતા વાઇસરૉયના રેડિયો સંદેશ પછી તરત એમને એ વાંચવા મળ્યો એમણે તરત વાઇસરૉયના સેક્રેટરીને તાર મોકલીને કહ્યું કે પોતે કોંગ્રેસના સભ્ય નથી એટલે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ન કરી શકે એ કામ કોંગ્રેસ પ્રમુખનું અથવા તો એ જેમને નીમે તેનું છે બીજા દિવસે એમણે વાઇસરૉયને પણ તાર મોકલ્યો તેમાં એમણે વાઇસરૉયે સવર્ણ હિન્દુઓ નો ઉલ્લેખ કર્યો હતો તેની ચર્ચા કરતાં કહ્યું કે સવર્ણ કે અવર્ણ હિન્દુઓ જેવા કોઈ ભાગ નથી હિન્દુ મહાસભા કે જે હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતી હોવાનું કહે છે તે પણ એમ નહીં માને કે એ માત્ર સવર્ણ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરે છે ગાંધીજીએ બીજો વાંધો એ લીધો કે બ્રોડકાસ્ટમાં મહામહેનતે સ્વતંત્રતા શબ્દને આવવા નથી દેવાયો આટલું કહીને એમણે આટલા ફેરફારની માગણી કરી વાઇસરૉયે જવાબ આપ્યો કે તમારી ટેકનિક્લ સ્થિતિ જે હોય તે તમારી મદદ મને બહુ કામની છે કોંગ્રેસના પ્રતિનિધિત્વ અંગે તમે સલાહ મસલત કરીને મને જાણ કરશો તો સારું વાઇસરૉયે બ્રોડકાસ્ટ પછી તરત ગાંધીજીને તાર મોકલીને કૉન્ફરન્સથી એક દિવસ પહેલાં ૨૪મીએ બપોરે ત્રણ વાગ્યે સિમલામાં મળવાનું આમંત્રણ પણ આપ્યું વેવલે કહ્યું કે તમારો ઉતારા માટે એમ્સ્બેલ નામનો બંગલો મેં ભાડી લીધો છે બીજા એક તાર દ્વારા વેવલે ગાંધીજીને વિનંતિ કરી કે મૌલાના આઝાદને પણ બેઠકમાં હાજર રહેવાનું આમંત્રણ તેઓ પહોંચાડી દે ૧૮મી જૂને વેવલે બીજા તાર દ્વારા ગાંધીજીને જાણ કરી કે મૌલાનાને આમંત્રણ મળી ગયું હોવું જોઈએ અને એના માટે તાર પણ કરી દીધો છે એક તારમાં વેવલે સ્પષ્ટતા કરી કે સવર્ણ હિન્દુ શબ્દો આક્ષેપની ભાષામાં નહોતા વાપર્યા એનો અર્થ એ છે કે શિડ્યૂલ્ડ કાસ્ટના પ્રતિનિધિઓને છોડીને બાકીના હિન્દુઓ અને મુસલમાનોનું પ્રતિનિધિત્વ સરખું હોવું જોઈએ સ્વતંત્રતા શબ્દ ન હોવા વિશે વેવલનો જવાબ હતો કે લૉર્ડ ઍમરીએ ૧૪મી જૂને આમસભામાં પોતાના નિવેદનમાં કહ્યું છે કે માર્ચ ૧૯૪૨ની ઑફર હજી ઊભી જ છે એ ઑફરના પાયામાં બે સિદ્ધાંતો છેઃ એક તો કૉમનવેલ્થના સ્વાધીન સાથી તરીકે અથવા કૉમનવેલ્થની બહાર પોતાનું ભાવિ નક્કી નક્કી કરવાની સ્વતંત્રતા પર કોઈ નિયંત્રણ નથી બીજું ભારતીયો પક્ષકાર બનીને જાતે જ બંધારણ કે બંધારણો બનાવે તો જ એ પહેલો સિદ્ધાંત શક્ય બને બ્રોડકાસ્ટમાં ફેરફાર કરવાનું વ્યવહારુ નથી અને એ તો માત્ર સમાધાન શોધવાની મારી ભાવનાનું સાદું નિવેદન છે કૉન્ફરન્સ પહેલાં આવી ચર્ચાઓ કરવાનું સલાહભર્યું નથી ગાંધીજીના કહેવા પ્રમાણે વાઇસરૉયે એમના વચ્ચે તારોની આપ લે થઈ હતી તે બધા છાપાંજોગ પ્રકાશિત કર્યા સિમલા કૉન્ફરન્સ ૨૫મી જૂન સોમવારની સવારે બેઠક શરૂ થઈ વાઇસરૉયે પોતાના ટૂંકા ભાષણમાં બધા પક્ષોને પોતાનાં વેરઝેર ભૂલી જઈને સમજૂતી સાધવા અપીલ કરી તે પછી મૌલાના આઝાદે કોંગ્રેસના દૃષ્ટિકોણની સ્પષ્ટતા કરી એમણે કહ્યું કે આ વ્યવસ્થા તદ્દન હંગામી અને વચગાળાની હશે એવી ખબર છે અને આ વ્યવસ્થાને ભવિષ્યની વ્યવસ્થા માટેના દાખલા તરીકે નહીં ગણાય એમ માનીએ છીએ પરંતુ કોંગ્રેસ એક રાષ્ટ્રીય સંસ્થા છે અને એને કોમવાદી ચીતરવાનો કોઈ પણ પ્રયાસ અમને મંજૂર નથી અમે આવા કોઈ પણ પ્રયાસમાં સામેલ નહીં થઈએ આ વચગાળાની વ્યવસ્થા ભારતની સ્વતંત્રતાના લક્ષ્ય તરફનું ડગલું છે એવી જાહેરાતને હું બહુ જ મહત્ત્વની ગણું છું કોંગ્રેસ વર્કિંગ કમિટી જે કંઈ નિર્ણય લેશે તેને aiccએ મંજૂરી આપવાની રહેશે પણ હજી એના પર પ્રતિબંધ છે અને અમારા ઘણા સાથીઓ જેલમાં છે આ અમારા માર્ગમાં બહુ મોટો અવરોધ છે તે પછી બેઠક ત્રીજા દિવસે ૨૭મી બુધવારે મળી મંગળવારે નેતાઓ અનૌપચારિક વાતચીતો કરવા માગતા હતા ફરી એક દિવસનો ખાડો પડ્યો ૨૯મીએ બે કલાક માટે બેઠક મળી તેમાં બધા પક્ષોએ એક્ઝીક્યુટિવ કાઉંસિલ માટે પોતાનાં નામો આપવાનાં હતાં પણ કોંગ્રેસ અને મુસ્લિમ લીગને નામો નક્કી કરવા માટે બે અઠવાડિયાનો સમય આપીને કૉન્ફરન્સ મોકૂફ રાખી દેવાઈ કોંગ્રેસ પ્રમુખે નામો નક્કી કરવા માટે સિમલામાં જ વર્કિંગ કમિટીની મીટિંગ બોલાવી સિમલા કૉન્ફરન્સ નિષ્ફળઃ જિન્ના જવાબદાર ૧૪મી જુલાઈએ બધા ફરી એકઠા થયા ત્યારે વાઇસરૉયે કૉન્ફરન્સ નિષ્ફળ ગઈ હોવાનું જાહેર કર્યું અને કહ્યું કે જિન્નાએ ઍક્ઝીક્યુટિવ કાઉંસિલ માટે લીગના પ્રતિનિધિઓનાં નામ ન આપ્યાં તેથી આખી કાઉંસિલની રચના કરવાનું શક્ય ન બન્યું વાઇસરૉય લૉર્ડ વેવલનું નિવેદન ટૂંકમાં જોઈએઃ મને બધા પક્ષો તરફથી નામો મળી ગયાં માત્ર યુરોપિયન જૂથ અને મુસ્લિમ લીગ તરફથી નામો ન મળ્યાં યુરોપિયન જૂથે તો નામો ન આપવાનું નક્કી કર્યું એટલે ન આપ્યાં પરંતુ મુસ્લિમ લીગ તરફથી નામ ન મળતાં મેં પોતે જ લીગના પ્રતિનિધિઓનાં નામ જાતે જ નક્કી કરીને તૈયાર રાખ્યાં મને ખાતરી છે કે આ નામોને અહીં મંજૂરી મળી હોત તો નામદાર સમ્રાટની સરકાર પણ એનો સ્વીકાર કરી લેત જો કે બધા પક્ષોના બધા દાવા પૂરેપૂરા સ્વીકારવાનું શક્ય નહોતું મેં મારો ઉકેલ જિન્ના સમક્ષ મૂક્યો ત્યારે એમણે કહ્યું કે મુસ્લિમ લીગને એ સ્વીકાર્ય નથી અને એ એટલા મક્કમ હતા કે મને લાગ્યું કે ચર્ચા ચાલુ રાખવાનું ઉપયોગી નહીં થાય એ સંયોગોમાં મેં એમને મારી સૂચી ન દેખાડી વાઇસરૉય પછી બોલતાં મૌલાના આઝાદે વાઇસરૉયના પ્રયાસની પ્રશંસા કરી અને કહ્યું કે એમણે કૉન્ફરન્સની નિષ્ફળતાની જવાબદારી લીધી છે તે હિંમતનું કામ છે પણ ખરી જવાબદારી એમની નહીં બીજાઓની હતી બધા પક્ષો મુસ્લિમ લીગ સાથે સમાધાન કરી શકે તે માટે લૉર્ડ વેવલે મીટિંગ મુલતવી રાખી તે સારું જ કર્યું પણ મુસ્લિમ લીગનો દાવો હતો કે બીજા કોઈ પણ મુસ્લિમ પ્રતિનિધિનું નામ ન આપી શકે માત્ર મુસ્લિમ લીગને જ એ અધિકાર મળવો જોઈએ હું પોતે મુસલમાન છું અને કોંગ્રેસ માત્ર હિન્દુઓની સંસ્થા બની રહે તે મને મંજૂર નથી મુસલમાનોના ભલા માટે કામ કરવાનો કોંગ્રેસને અધિકાર છે એટલે એ દેખીતું છે કે કૉન્ફરન્સની નિષ્ફળતા માટે કોણ જવાબદાર છે મૌલાનાએ વાઇસરૉયને પણ સંભળાવી દીધું આજે દેશમાં જે કોમવાદ ફેલાયો છે તેની જવાબદારીમાંથી બ્રિટિશ સરકાર બચી ન શકે જ્યાં સુધી ત્રીજો પક્ષ દેશમાં રહેશે ત્યાં સુધી સ્થિતિ સુધરવાની નથી વાઇસરૉયનું વલણ ઢીલું રહ્યું આવી ઢચુપચુ રીત સાચી પણ નથી અને ઉપયોગી પણ નથી ખંચકાટ અને નબળાઈથી ઉકેલ ન જડે નિષ્ફળતા વિશે જિન્ના ૧૪મી જુલાઈએ જ જિન્નાએ પત્રકાર પરિષદની નિષ્ફળતા માટે બધો દોષ ગાંધીજી કોંગ્રેસ અને પંજાબના પ્રીમિયર ખિઝર હયાત ખાન અને ગવર્નર ગ્લૅન્સી પર નાખ્યો એમણે લૉર્ડ ઍમરીનું નામ લીધા વગર જ એમની ભારતની ભૌગોલિક અખંડતાની દલીલની પણ ટીકા કરી જિન્નાએ કહ્યું કે વેવલ પ્લાન પાકિસ્તાનની માંગને દબાવી દેવા માટે હતો ગાંધીજીના નેતૃત્વ હેઠળની હિન્દુ કોંગ્રેસ એમાં વાઇસરૉયના સગરિત તરીકે કામ કરતી હતી પંજાબના પ્રીમિયર ખિઝર પર એમને એટલા માટે રોષ હતો કે એમની યુનિયનિસ્ટ પાર્ટી જિન્નાનો દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત નહોતી માનતી પંજાબમાં એના જ ખભે ચડીને મુસ્લિમ લીગ આગળ વધી હતી પંજાબનો ગવર્નર ગ્લૅન્સી પણ જોઈ શકતો હતો કે પંજાબમાં કોમી ઝેર નહોતું ફેલાયું એનો એવો પણ આગ્રહ હતો કે વેવલ પોતાની ઍક્ઝીક્યુટિવ કાઉંસિલમાં યુનિયનિસ્ટ પાર્ટીના પ્રતિનિધિનો પણ સમાવેશ કરે એનો અર્થ એ કે કોંગ્રેસ કોઈ મુસલમાનનું નામ આપે તો પોતે એકલા જ મુસલમાનોના પ્રતિનિધિ હોવાનો દાવો ખોટો પડે યુનિયનિસ્ટ પાર્ટીને સ્થાન મળે તો પંજાબમાં મુસ્લિમ લીગનું શું થાય જિન્ના અને ખિઝર હયાત ખાન વચ્ચેની તકરાર માટે પ્ રકરણ ૪૨ ૧૦ ૬ ૨૦૨૧ જૂઓ જિન્ના પોતાને મુસ્લિમોના એકમાત્ર પ્રતિનિધિ તરીકે સ્થાપિત કરવા માગતા હતા મૌલાના આઝાદે કોંગ્રેસને સૌની રાષ્ટ્રીય સંસ્થા ગણાવી...
|