Meta tags:
description= 5 posts published by Dipak Dholakia during December 2021;
Headings (most frequently used words):
અને, ભારત, ગુલામી, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, પ્રકરણ, dipak, dholakia, spam, blocked, મહિનો, ડિસેમ્બર, 2021, 71, 70, 69, 68, 67, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૭૧, જૂનઃ, કોંગ્રેસ, મુસ્લિમ, લીગ, ભાગલાનો, સ્વીકાર, કરે, છે, ૭૦, બંગાળ, પંજાબ, ભાગલા, માટે, તૈયાર, ૬૯, માઉંટબૅટનનું, આગમન, ૬૮, ભારતમાં, રાજકીય, પડઘા, ૬૭, ભારતને, સ્વતંત્રતા, આપવાની, બ્રિટનની, જાહેરાત,
Text of the page (most frequently used words):
અને (185), કહ્યું (48), હતી (48), એમણે (47), કરી (41), માટે (38), 2021 (32), હતા (32), #ડિસેમ્બર (31), ભાગલા (30), નવેમ્બર (29), જાન્યુઆરી (29), 2024 (29), પછી (29), ઓક્ટોબર (28), freedom (28), struggle (28), કોઈ (28), જૂન (27), સરકાર (27), એમને (27), હોય (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), નથી (26), સાથે (25), કર્યો (25), હતું (25), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2023 (24), ભારત (24), પરંતુ (24), હતો (24), india (23), આઝાદી (23), જોઈએ (23), સત્તા (23), માગણી (23), મુસ્લિમ (23), નહીં (23), જિન્ના (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), and (22), હવે (22), slavery (21), for (21), એટલે (20), વાત (20), બ્રિટિશ (19), 2013 (18), 2022 (18), હિન્દુ (18), બંગાળ (18), માઉંટબૅટન (18), ભાગ (17), 2011 (16), the (16), બંધારણ (16), નહેરુ (16), dipak (15), શકે (15), એમની (15), તરીકે (15), પાકિસ્તાન (15), કોંગ્રેસે (15), 2014 (14), ત્યારે (14), તેમ (14), ભારતમાં (14), કર્યું (14), કોંગ્રેસ (14), ભાગલાની (14), 2025 (13), dholakia (13), કરવાની (13), બ્રિટન (13), કરવા (13), રહી (13), આપી (13), ગયા (13), સરકારે (13), યોજના (13), indian (12), થાય (12), વાઇસરૉય (12), બન્ને (12), સરદાર (12), મળ્યા (12), સંઘર્ષ (11), બની (11), હાથમાં (11), કરીને (11), બંગાળના (11), સરકારને (11), ભારતના (11), બીજા (11), પોતે (11), તૈયાર (11), જિન્નાએ (11), પંજાબ (11), પંજાબના (11), ગાંધીજી (11), શરૂ (10), નવી (10), part (10), chapter (10), ગુલામી (10), માટેનો (10), પ્રધાન (10), એનો (10), બીજી (10), ચાલુ (10), કરતાં (10), ઠરાવ (10), સંપૂર્ણ (10), પંજાબમાં (10), લીગ (10), પ્રાંતોમાં (10), અલગ (10), સ્વીકાર (10), દ્વારા (9), ભારતને (9), દિવસે (9), ચર્ચિલે (9), કરે (9), એમાં (9), બધા (9), રીતે (9), પહેલાં (9), નિવેદન (9), લીધી (9), કંઈ (9), નિર્ણય (9), વડા (9), વિરોધ (9), વચ્ચે (9), વધારે (9), કારણ (9), જિન્નાને (9), martyrs (8), સરકારની (8), નક્કી (8), પ્રમાણે (8), ચર્ચિલ (8), એણે (8), સોંપી (8), બહુ (8), કામ (8), એના (8), રહેશે (8), પોતાના (8), આપ્યો (8), સરકારના (8), જવાબ (8), ઍટલીએ (8), નહોતા (8), આપણે (8), ત્યાં (8), મને (8), માઉંટબૅટને (8), કરો (7), આગળ (7), વિશે (7), ચર્ચા (7), ભારતની (7), સંયુક્ત (7), વચગાળાની (7), પોતાની (7), માત્ર (7), માર્ચે (7), સ્થિતિ (7), શકાય (7), ત્રણ (7), લીગે (7), પ્રાંત (7), તારીખે (7), નેતાઓ (7), આવ્યા (7), રહે (7), માઉંટબૅટનને (7), ભાગલાનો (7), like (6), history (6), june (6), થયું (6), સુધી (6), જવાહરલાલ (6), સવાલ (6), માગે (6), ગવર્નર (6), અંતિમ (6), કૅબિનેટ (6), મિશનની (6), કોમી (6), લૉર્ડ (6), તેનો (6), મળે (6), ઊભા (6), વખતે (6), હશે (6), એવું (6), પૂર્વ (6), બધી (6), તેના (6), કોંગ્રેસની (6), રહ્યા (6), લીગના (6), છતાં (6), અમે (6), સોંપવી (6), વર્કિંગ (6), કરતી (6), પડે (6), પાડવા (6), બહુમતી (6), કરતા (6), વાઇસરૉયને (6), લીધા (6), દીધી (6), શીખ (6), સિંઘે (6), સિંઘ (6), વાઇસરૉયે (6), મારી (5), બારી (5), શોધો (5), webgurjari (5), tags (5), categories (5), posted (5), author (5), loading (5), annual (5), register (5), vol (5), jan (5), 1947 (5), સંદર્ભઃ (5), સ્વતંત્ર (5), પોતાનું (5), સભા (5), તેની (5), દેખાડી (5), એમનું (5), આપવાની (5), જાય (5), ક્રિપ્સે (5), બ્રિટનની (5), એને (5), કારણે (5), તેમાં (5), કર્યા (5), એવી (5), નેતા (5), યુદ્ધ (5), વેવલને (5), જગ્યાએ (5), થયા (5), જાહેરાત (5), પાડવાની (5), કરવાનું (5), સમાધાન (5), હજી (5), પ્રકરણ (5), તબક્કો (5), ૧૯૩૫થી (5), ૧૯૪૭ (5), ખાન (5), પ્રાંતની (5), બહાર (5), થશે (5), બ્રિટને (5), લીગની (5), બેઠક (5), નહોતું (5), પડશે (5), રાજ્ય (5), આવે (5), બનાવવાની (5), આખું (5), પસાર (5), આપ્યું (5), વસ્તી (5), બંગાળમાં (5), નહોતો (5), મિત્ર (5), ઍપ્રિલે (5), નહેરુને (5), હિન્દુઓ (5), જૂને (5), બલદેવ (5), રહ્યું (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), leave (4), comment (4), કેબિનેટ (4), સભ્ય (4), ચર્ચિલની (4), દરેક (4), ભૂલ (4), ઉલ્લેખ (4), લઘુમતીઓ (4), મુસલમાનો (4), જરૂર (4), શીખો (4), તેવી (4), રક્ષણ (4), ઉમેર્યું (4), મદદ (4), ભૂતપૂર્વ (4), ગંભીર (4), વિચાર (4), છોડી (4), પાંચમી (4), વતી (4), ધીમે (4), થઈને (4), સંમતિ (4), લેવાયો (4), એટલું (4), કારણો (4), એની (4), એવા (4), તરત (4), જાહેર (4), મેં (4), હું (4), ફરી (4), લાગે (4), નામદાર (4), માઉંટબેટન (4), નીતિ (4), આવી (4), રચના (4), ઉકેલ (4), સુધીમાં (4), સ્વતંત્રતા (4), પ્રાંતના (4), મળી (4), લાહોરમાં (4), બનાવવા (4), નહોતી (4), જોવા (4), હતાં (4), સાંજે (4), કરવું (4), પંજાબની (4), જિન્નાની (4), પાકિસ્તાનમાં (4), ઊભી (4), એમના (4), વ્યવસ્થા (4), રસ્તો (4), હોવા (4), દિલ્હીમાં (4), ડોમિનિયન (4), આપવી (4), હિન્દુસ્તાન (4), મુસલમાનોની (4), વાર (4), મળવા (4), દિલ્હી (4), વિરુદ્ધ (4), પાછળ (4), અમુક (4), મંજૂરી (4), ભારે (4), છૂટ (4), માગ્યા (4), હિન્દુઓને (4), સ્વીકારી (4), વિભાજન (4), ટકા (4), વાગ્યે (4), this (3), wordpress (3), com (3), other (3), મહિનો (3), ૦૦૦ (3), અંતે (3), બનાવી (3), સંરક્ષણ (3), મિશનના (3), પક્ષે (3), બનાવ્યો (3), ચાલી (3), આક્ષેપ (3), આધાર (3), મોટી (3), ઍન્ડરસને (3), આવા (3), મુખ્ય (3), શિડ્યૂલ્ડ (3), બાબતમાં (3), સત્તાની (3), જવા (3), ભાષણ (3), ધ્યેય (3), તારીખ (3), સર્વોપરિતા (3), પરથી (3), સભ્યો (3), માંગ (3), લાગી (3), ઉપયોગ (3), ખ્યાલ (3), ગૃહમાં (3), દિવસ (3), ગાંધી (3), આપવા (3), ખરેખર (3), અંત (3), દરમિયાન (3), પાર્ટીના (3), કેટલાયે (3), લાગ્યું (3), આવીને (3), તરફ (3), હોત (3), મહિના (3), મંજૂર (3), અત્યારે (3), છેલ્લા (3), સોંપવાનું (3), ભાષણમાં (3), દક્ષિણ (3), વખત (3), ઘણા (3), ઘણી (3), મિશ્ર (3), બનાવે (3), આમંત્રણ (3), ૧૯૪૬માં (3), નેતાઓને (3), જ્યારે (3), આવ્યો (3), ફેબ્રુઆરીએ (3), મુલાકાત (3), શાંતિ (3), થવા (3), નહેરુએ (3), લીધું (3), દીધું (3), લીગને (3), તોફાનો (3), દીધો (3), કલકત્તામાં (3), લાગુ (3), પડી (3), અર્થ (3), જિન્નાનો (3), ઓછું (3), કેન્દ્ર (3), વખતથી (3), કરેલી (3), સત્તાના (3), પ્રાંતો (3), જેમાં (3), રાજ્યો (3), માન્યતા (3), તેને (3), સમસ્યાનો (3), બહુમતીવાળા (3), સિદ્ધાંત (3), પ્રાંતમાં (3), રાજકીય (3), દૂર (3), લીધો (3), વાઇસરૉયનું (3), માઉંટબૅટનના (3), ભારતીય (3), જેમ (3), કલકત્તા (3), સગવડ (3), પ્રદેશ (3), ભલે (3), કરશે (3), માની (3), પાડીને (3), વિના (3), માઉંટબૅટનની (3), સાથેની (3), વતન (3), સૂચવ્યું (3), બોલતા (3), ચોથી (3), મળવાનું (3), પાછા (3), યોજનાને (3), નકારી (3), પહોંચ્યા (3), બન્યા (3), સિંગાપુરમાં (3), હિન્દુસ્તાની (3), ગયાં (3), એકઠા (3), જ્યાં (3), મહાસભાએ (3), પ્રચાર (3), વાયવ્ય (3), બેઠકમાં (3), માસ્ટર (3), તારા (3), સંઘમાં (3), શ્યામા (3), પ્રસાદ (3), યોજનાનો (3), રેડિયો (3), અલી (3), દેશની (3), સંબોધન (3), કૉમનવેલ્થમાં (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 373 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), આવો (2), email (2), address (2), ૧૯૪૮ (2), વિરોધમાં (2), પડ્યા (2), વાતને (2), ૧૯૩૫ના (2), કાયદા (2), રૂઢીચુસ્ત (2), કરેલાં (2), ગેરવાજબી (2), શરૂઆત (2), પાસે (2), જવું (2), જેવા (2), દેવી (2), રક્ષણની (2), બરાબર (2), કાસ્ટ (2), વિચિત્ર (2), રાખવા (2), જોઈતું (2), થયેલા (2), અધિકારીઓને (2), અપીલ (2), કરવી (2), સંમત (2), દેશી (2), કરાર (2), અધિકાર (2), સત્તાઓ (2), ફ્રેન્ચ (2), આમસભામાં (2), પૅથિક (2), સભ્યોએ (2), અર્વિન (2), જેણે (2), ઍટલીને (2), શું (2), ઍટલીનો (2), કમ્યુનિસ્ટ (2), પૂછ્યું (2), એવો (2), જેના (2), વચ્ચેથી (2), આખા (2), મહત્ત્વનો (2), વહીવટી (2), એનાં (2), એવાં (2), વેવલની (2), હટાવવા (2), વર્ષ (2), વર્ષના (2), જૂનમાં (2), કયા (2), મતભેદ (2), બરતરફ (2), ઍટલીના (2), ચર્ચિલને (2), હટાવવાનાં (2), સવારે (2), બોલ્યા (2), નવો (2), બોલવાનું (2), પૂરું (2), પક્ષના (2), તેનાથી (2), કહેવા (2), માગતો (2), સમયની (2), રાજાએ (2), આના (2), વેવલ (2), ચાલતું (2), પશ્ચિમ (2), એશિયા (2), અર્લ (2), રાજાની (2), જવાબદાર (2), ભારતીયોના (2), સંકેત (2), સખત (2), જહેમત (2), પ્રાતિનિધિક (2), શ્વેતપત્ર (2), ૧૯૪૦માં (2), સભાની (2), આપવામાં (2), આવ્યું (2), કોશિશ (2), પક્ષો (2), સમાવી (2), બ્રિટનમાં (2), ચર્ચિલના (2), ૧૯૪૭ની (2), ૨૦મી (2), બ્રિટનના (2), જવાબમાં (2), લઈને (2), પ્રીમિયર (2), એપ્રિલે (2), પ્રેસ (2), કૉન્ફરન્સમાં (2), ૧૭મી (2), આવું (2), આંદોલન (2), ત્રીજીએ (2), ખીઝર (2), હયાત (2), રાજીનામું (2), બાજુ (2), મળીને (2), નાખ્યું (2), પાડેલા (2), એકલા (2), હજારથી (2), થયાં (2), લોકોને (2), અમૃતસરમાં (2), રહેવાથી (2), માગતા (2), હેતુ (2), માગતી (2), આથી (2), ઍક્શન (2), બદલો (2), બધું (2), જોઈ (2), છીએ (2), જાણતા (2), વળી (2), ખબર (2), રહ્યો (2), આમાં (2), શક્યા (2), એકતા (2), રાખવાનો (2), કોઈને (2), પ્રાંતોને (2), આપવાનો (2), તૈયારી (2), મુદ્દો (2), સંતોષ (2), મજબૂત (2), ગયો (2), એટલા (2), ઍટલી (2), અવગણના (2), સિવાય (2), વાજબી (2), લાગતી (2), વલ્લભભાઈ (2), ભૂમિકા (2), અમને (2), થોડા (2), રાજ્યોને (2), વાટાઘાટો (2), એનાથી (2), જઈને (2), ભારતથી (2), બોલતાં (2), રજવાડાની (2), સ્વતંત્રતાને (2), ગમે (2), આપશે (2), ઇંડિયા (2), હસ્તક (2), હોવાથી (2), નવા (2), સામે (2), કમિટીએ (2), દબાણ (2), બહુમતીવાળો (2), લીગનો (2), બિનમુસ્લિમો (2), નાની (2), અધિકારો (2), ૧૬મી (2), દેશના (2), નવેસરથી (2), સભામાં (2), સરકારી (2), transfer (2), power (2), earl (2), shadow (2), great (2), game (2), singh (2), sarila (2), mountbatten (2), માઉંટબૅટનનું (2), 000 (2), કૉરિડોર (2), માગણીનો (2), જોરદાર (2), દેશને (2), સાર્વભૌમ (2), મોટો (2), ગંભીરતાથી (2), આપો (2), ઘણું (2), તોય (2), ચાલશે (2), સારું (2), માનશે (2), બંગાળને (2), માનવા (2), બાકીના (2), માટેનું (2), ટુકડા (2), બાલ્કન (2), જુદા (2), નાનાં (2), સમજવા (2), વાતચીતો (2), મંત્રણાઓ (2), કોંગ્રેસને (2), દરખાસ્ત (2), કોંગ્રેસમાં (2), ૧૧મી (2), કહેવું (2), છેવટે (2), હિન્દુસ્તાનની (2), પહેલી (2), બેઠકો (2), દસમી (2), ત્યાંથી (2), ગાંધીજીનો (2), મૌનવાર (2), યોજનાની (2), કાઢી (2), જલદી (2), મારા (2), ફાંસીની (2), સજા (2), અરજી (2), કરવાનો (2), સમોવડિયા (2), લશ્કરી (2), પ્રભાવિત (2), અંગત (2), સ્ટાફમાં (2), મેનનની (2), લંડનમાં (2), પટેલ (2), સેંટર (2), ૨૨મી (2), માગી (2), સ્થાનિક (2), સભાના (2), પ્રમુખ (2), શીખોએ (2), જવાની (2), મુસલમાનોને (2), કરવાથી (2), જોરશોરથી (2), છું (2), અમારું (2), બને (2), આશા (2), પાકિસ્તાનની (2), દોહરાવી (2), સૂચન (2), કૉન્ફરન્સે (2), ઝોનમાં (2), મહિનાની (2), ચુંટાયેલા (2), સ્વર્ણ (2), ઉજ્જલ (2), ચૂંટણી (2), શરત (2), ચંદ્ર (2), બોઝ (2), આવશે (2), ગાંધીજીને (2), મુખરજીએ (2), હિન્દુઓની (2), મહાસભાના (2), સંજોગોમાં (2), કારોબારી (2), સમિતિએ (2), રહેવા (2), પ્રદેશમાં (2), આધારે (2), કર્ઝને (2), લેજિસ્લેટિવ (2), કોંગ્રેસના (2), તેવા (2), પ્રયાસ (2), પ્રાંતોના (2), જિન્નાના (2), માર્ગ (2), લોકોમાં (2), ભાવના (2), ગાંધીજીની (2), ખાસ (2), જનતાની (2), નવમી (2), સરહદ (2), આપણા (2), જૂનની (2), અનિવાર્ય (2), પ્રયાસો (2), રાતે (2), પ્રશંસા (2), બાંધછોડ (2), કોમનું (2), ભાવનાથી (2), સ્વીકારવી (2), યોજનામાં (2), મહંમદ (2), મેની (2), કોમની (2), ત્રીજી (2), વાઇસરૉયના (2), નિવાસ (2), સ્થાને (2), કલાક (2), મીટિંગ (2), યાદીમાં (2), બધાં (2), નેતાઓની (2), રાખો (2), design, with, વેબસાઇટ, નામ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, મતદાન, દેવાની, દરખાસ્તના, ટેકામાં, ૩૩૭, ૧૩૫, ભાવિ, દિશામાં, ડગલું, વધ્યું, ઍલેક્ઝાન્ડરે, કાપી, કાયદો, વિધાનોને, ગણાવ્યાં, બીજે, ભૂલો, સમસ્યા, ઉકેલી, શકી, રાષ્ટ્સંઘ, સવર્ણ, હિન્દુઓના, નેતાના, લઘુમતીઓને, તરફથી, અપાતાં, વચનોનો, સંભાળ, પૂરતા, શક્તિશાળી, ખ્રિસ્તીઓ, જીવનના, પ્રવાહમાં, જોડાઈ, કાસ્ટનો, સમાજ, વ્યવસ્થામાં, સ્થાન, મંદિર, પ્રવેશ, પશ્ચિમમાં, ખરાબ, મનાય, પ્રથાઓની, શિક્ષણમાં, ધારાગૃહોમાં, નોકરીઓમાં, સહિત, જાતિપ્રથા, પરિવર્તન, સરળતાથી, નિવૃત્ત, અનુભવી, સોંપણીમાં, ક્રિપ્સના, બોલવાની, જ઼્હોન, એન્ડરસને, આપવાના, નાખવી, સ્પષ્ટ, રાજાઓ, સર્વોપરિતાના, બનનારી, સોંપવાનો, સરકારનો, દેશે, સંબંધો, કેવા, સંબંધ, સારા, પંડિત, બીજાઓએ, રાજપુરુષોને, છાજે, તેવાં, નિવેદનો, સમજાય, સ્ટેફર્ડ, ઍલેક્ઝાન્ડર, આર્થર, હેંડરસન, રજૂ, આપતું, વધવા, કહેવતનો, ભૂખ, ખાઈએ, ઊઘડે, દરખાસ્તોનો, સ્થિતિની, ૨૫મીએ, માટેના, લૉરેન્સે, ઊપલા, નિર્ણયની, તરફેણમાં, અભિપ્રાય, વ્યક્ત, હેલિફેક્સનું, સૌએ, ધ્યાનથી, સાંભળ્યું, અખંડિતતાની, તરફેણ, હેલિફેક્સ, અર્ધનગ્ન, ફકીરને, સમાનતાનો, દરજ્જો, બદલ, ખફગી, વહોરી, ઉમરાવસભામાં, લૉરેન્સનું, ચૂકેલા, હોન, પૂરેપૂરો, અનિશ્ચિતતાનો, લાવવાનો, વિલિયમ, ગૅલેશરે, નિયમ, પંદર, પૂછી, નેતાને, પૂછવાની, ડેપ્યુટી, સ્પીકરે, લિબરલ, ક્લેમંટ, ડેવિસે, મુદ્દાની, પૂરી, ચર્ચાની, ચોક્કસ, માણસની, અક્કલમાં, બેસે, ગુસ્સામાં, ફેરફાર, કદી, આપવાં, હટાવીને, ઑચિનલેકને, કમાંડર, ચીફ, સશસ્ત્ર, દળના, મોકલ્યો, ઇશારો, દલીલ, વધારતાં, નીમણૂક, સમય, જોઈતા, હટાવ્યા, થવું, કરાય, ખુલાસા, બન્યું, ઊઠ્યા, આવીએ, વિંસ્ટન, સમક્ષ, તબક્કે, નીમણૂકનો, લાવવો, ઍડમિરલ, વાઇકાઉંટ, માઉટબૅટનને, નીમવાની, સહર્ષ, ભારતીયોને, પાર, જવાબદારી, સોંપાઈ, વિન્સેંટ, મધ્યપૂર્વ, સૈન્યોના, ફીલ્ડ, માર્શલ, નિષ્ઠા, કુશળતાથી, નેતૃત્વ, સંભાળ્યું, ખિતાબ, અનિશ્ચિતતાની, લાંબો, ચલાવી, લેવાય, જોખમ, જૂનથી, ભોગે, દેવા, કેમ, બનાવવું, સર્વસંમતિ, મેનાં, નિવેદનોમાં, સમજૂતી, નોંધાયેલી, બનાવાય, પાર્લામેંટને, ભલામણ, વાંચતાં, લાંબા, સમયથી, સરકારોની, સ્વશાસન, સ્થાપવાની, બંધારણની, ૧૯૧૯, સોંપવામાં, ભારતવાસીઓ, ૧૯૪૨માં, સાચી, દેખાયું, મિશન, મોકલવામાં, રહીને, શોધવામાં, મિશને, કોમોને, લેવાના, હેતુથી, બનાવાઈ, મતભેદોનો, અફસોસની, વિશ્વયુદ્ધને, પ્રધાનપદે, પક્ષોની, વાંચ્યો, દેવાનો, સાહેબની, ટીમે, ગવર્નરને, હટાવવાની, તોફાની, તત્ત્વોને, આપતો, હોવાનો, ફ્રંટિયર, ભડકે, બળી, ઊઠ્યો, કતલેઆમ, સાહેબે, ૨૭મી, અહીં, જિન્નાનું, અસ્તિત્વ, લોકો, શાંત, લાહોરની, માણસોએ, વાતો, સાંભળી, જનાવરો, ૨૬મીએ, પાછું, ખેંચી, દોઢેક, હજાર, કાર્યકરોને, મૂક્યા, માર્ચની, તિવાનાએ, સફળતા, રહ્યાં, બનવાના, સંયોગો, પાર્ટી, ગવર્નરે, ઍસેમ્બલીનું, વિસર્જન, આઠમી, મોટાં, શહેરોમાં, શાંતિની, ઝલક, ક્ષણજીવી, ૧૫મી, લોકોનાં, મોત, ઈજાઓ, જનજીવન, થાળે, પડવા, ૨૪મી, પોલીસ, લીગીઓ, ઘમસાણ, ગોળીબાર, સ્થિતિને, અત્યંત, બતાવીને, લશ્કરની, વાતચીત, દેખીતી, ફાયદો, શકતા, પંજાબને, ભેળવવાની, દેખાડવા, હુલ્લડો, તિવાનાની, હટાવવાનો, ગાદીએ, બેસવા, ૧૯૪૬થી, ૧૯૪૭થી, ખૂનની, હોળી, ખેલાતી, સળગતી, અખત્યાર, ડાયરેક્ટ, દિવસથી, સુહરાવર્દીની, સાથ, કાર્યકરો, મરાયા, આનો, નોઆખલીમાં, નોઆખલીનો, બિહારમાં, વિગતવાર, સંદર્ભમાં, રમખાણોનો, સમજાશે, ૧૯૪૭ના, જાન્યુઆરીની, ૨૪મીએ, પ્રેરિત, મારકાપ, ઘટનાઓ, નજર, નાખી, રમખાણોનું, હકીકત, મિત્રો, આખો, પક્ષ, પ્રત્યાઘાત, પાકિસ્તાનથી, સ્વીકારીશું, ટકાવી, સોંપવા, વિકલ્પ, સુકાન, જોયું, ખોટા, માનતી, દરખાસ્તો, છેક, ૧૯૩૨ની, ગોળમેજી, પરિષદના, આવતી, રહેતી, ગૂંચમાં, સપડાયું, કોમવાદ, એટલો, ઇચ્છે, શક્ય, હમણાં, સુધીની, નીતિઓને, ગણાવે, નિવેદનના, ૭મા, ફકરામાં, સૂચવેલી, સમયમર્યાદાની, અંદર, ઘડાયું, વિચારવું, કોના, તેમને, નવાઈની, ઍટલીની, જાહેરાતનો, લીગમાં, સત્તાવાર, પડઘો, પડ્યો, આનું, એટલીએ, નહેરુના, શબ્દોનું, વજન, રજવાડાંઓએ, અનુભવ્યું, અનન્ય, સાથી, પટેલની, બધાની, જોઈતી, વચગાળામાં, જૂની, રહેવી, અંધાધૂંધી, ફેલાઈ, માનીને, કરશું, આક્રમકતા, દેખાડશે, રાખીએ, કમિટીનો, બીજો, રજવાડાંઓ, રાજ્યના, સ્વાધીન, રહેવાના, હકનું, ખંડન, આપીએ, વિદેશી, અમૈત્રીપૂર્ણ, કૃત્ય, માનીશું, સમજાવ્યું, ઇસ્ટ, કંપની, સર્વોપરિ, સીધી, સંભાળી, કંપનીની, સરકારનું, પીઠબળ, સત્તાનો, રજવાડાં, ઇંડિયાના, એકસરખી, હકુમત, ચલાવતી, ૧૯૩૫માં, નિયમો, સરકારો, સર્વોપરિતાનો, રજવાડાંઓનું, રજવાડાંની, સ્વાધીનતા, કેટલાક, મહિનાથી, ચાલતા, હિંસાચારની, નોંધ, દેખાડે, હિંસા, ઓછામાં, વાપરવું, શોધવાની, માને, જોઈએઃ, બિનમુસ્લિમ, કોમોના, લાભમાં, ગણતરી, પાડ્યો, લઘુમતીમાં, જેની, ખળભળાટ, મચી, ૧૮૮૫થી, છઠ્ઠી, કમિટીની, જાહેરાતને, વધાવી, લેતો, સત્તાનું, હસ્તાંતરણ, સરળ, જનરલ, બંધારણીય, મેના, નિવેદનનો, એનું, અર્થઘટન, સ્વીકાર્યું, નાગરિકોને, પ્રતિનિધિત્વ, મળશે, આવવાનું, પદો, રાહે, જનરલનું, પડઘા, ૮૦મા, જન્મદિને, લિસ્ટોવેલનું, ભાષણઃ, british, partner, ninth, lecture, listowel, 1980, narendra, વિદેશ, સેવાના, અધિકારી, admiral, fleet, burma, trinity, college, university, cambridge, 14th, november, 1968, reflections, jawaharlal, nehru, વિષય, માગણીઓ, નિયંત્રણ, આવવા, હોવો, માંથી, થતો, કોરિડોરની, દેશ, માગનાર, ભોગવે, સૈન્ય, ગોઠવી, મૂળ, સત્તાવાળાઓ, તમે, થોડું, આપજો, આઝાદ, નાનો, મુલાકાતમાં, સ્ટેટસની, રશિયાના, ખતરાની, અવારનવાર, ચિંતાઅ, નાનું, કૉમનવેલ્થના, નવોદિત, સંસ્થાન, વૈશ્વિક, મહા, ખેલમાં, બ્રિટનનું, વળતો, તર્ક, ત્યાંની, લગભગ, અડધી, બિનમુસ્લિમોની, આસામ, ક્લકત્તા, જોઈતાં, બંદરની, સમૃદ્ધિ, ગરીબ, વસ્તીવાળા, આખરે, વાતચીતના, સમજાયું, બ્રિટિશરો, બંધાયેલા, મહેરબાનીથી, શક્યું, બ્રિટનનાં, હિતોની, સીમા, ઓળંગવાની, બ્રિટનને, અફઘાનિસ્તાન, સરહદના, ભૂભાગમાં, પાકિસ્તાનને, મુસ્લિમોને, પોતાનાં, છોડવાની, હાલાકીમાંથી, બચાવવી, પ્રાંતોમાંથી, રાજ્યનું, નિર્માણ, અખંડિત, રાખવાના, પ્રયાસનો, શસ્ત્રોથી, સામનો, વાંધો, યુરોપમાં, પર્વતનો, વિસ્તાર, નામથી, ઓળખાય, તુર્કીના, ઑટોમન, ઉસ્માની, સામ્રાજ્યનું, વર્ચસ્વ, સામ્રાજ્ય, તૂટી, પડ્યું, વિસ્તારના, પ્રદેશોમાં, જાતિગત, ભેદભાવોને, બન્યાં, ઇચ્છતો, એજંડા, બાલ્કનાઇઝેશન, જોવાની, સમજાવે, ગાંધીજીએ, લખી, મેળવવામાં, નિષ્ફળ, કૅબિનેટમાં, યોગ્ય, ઍસેમ્બ્લીમાં, ખરા, હૃદયથી, સહકાર, વાઇસ્સરૉય, સોંપો, ઍપ્રિલ, પાંચ, તારીખથી, મંત્રણાની, પાંચમીથી, મહાત્મા, આઅમંત્રણ, બિહારના, રમખાણગ્રસ્ત, વિસ્તારોમાં, ફરતા, ફર્યા, ૩૧મી, સોમવાર, લખે, છેઃ, અલબત્ત, પરિણામે, કોમોની, એકતામાં, પડનારા, ગાબડાના, વિચારથી, ભાંગી, ઉપદેશ, આપતા, સ્પષ્ટતા, સ્ટડી, રૂમમાં, સુખદ, આશ્ચર્યની, કલ્પના, આંગળી, હોઠો, એમનો, થયેલી, સમજૂતીને, તોડી, સમજાવ્યા, વપરાયેલાં, કવરોની, દોસ્તીભર્યા, જવાબો, આપ્યા, પહોંચીને, વૅવલને, પદના, સોગંદ, સૌથી, પહેલું, કેદીએ, માફ, નિકાલ, રાખી, માનસિક, રાજાને, રૅંક, જળવાઈ, ખાતરી, લેવા, આગોતરી, લઈશ, તાબેદાર, નોકર, પસંદગીના, નાગરિક, મેનનના, કામથી, મેનન, વધ્યા, રિફૉર્મ, કમિશનરના, દેશમાં, પ્રતિષ્ઠા, વર્તુળોમાં, સ્થાપિત, જતાં, ગૃહ, મેનનને, રાજ્યોના, વિલીનીકરણમાં, સૈનિકો, વેલ્ફેર, માઉંટબૅટનનાં, પત્ની, ઍડવિના, ખુલ્લા, વાહનમાં, બેસીને, પડાપડી, લોકોનો, જાણે, સમુદ્ર, ઊછળતો, ગિરદી, એડવિના, ફસાઈ, ધક્કામુક્કીમાં, ભાગ્યા, પડતાઆખડતા, માણસો, ઍડવિનાને, હેમખેમ, કાઢ્યાં, ઘટનાને, નહેરુની, હિંમતથી, આવતાં, ભવ્ય, સ્વાગત, સંજોગો, ચૂક્યા, બર્મા, મલાયાની, મુલાકાતે, વચગાળાના, વેવલે, મુલાકાતની, બર્માની, લખ્યું, વૅવલની, વિનંતિ, ઠુકરાવી, વૅવલે, બર્માના, નેતાની, સિંગાપુર, મલાયા, કડકાઈ, ફોજીઓને, નીકળવાનો, હુકમ, વાહન, ઇનકાર, હિન્દીચીનમાં, ટુકડીઓની, સત્તાવાળાઓની, પરવા, ફોજને, રસ્તા, થવાની, મિલિટરી, વાહનની, સુવિધા, આગમન, રાજેન્દ્રબાબુએ, થવાના, લાહોર, વિસ્તારો, પ્રદેશો, કહે, દળોને, વહેંચવાનાં, રાજેન્દ્ર, પ્રસાદનો, તીખો, દળોના, મોડે, વહેલે, વસ્તીની, અદલાઅબાદલી, દેખીતું, ઇચ્છા, દેખાડવાનો, તૂટેલુંફૂટેલું, કપાયેલું, સધ્ધર, બંગાળની, લઘુમતીએ, બૂમરાણ, મચાવીને, માનવી, તર્કની, નજરે, રસ્તામાં, અડચણો, અખબારોના, રિપોર્ટમાંથી, જાણવા, કહેવાનું, બનશે, માગું, ભાગલાના, ગૂંચવાડો, પેદા, કરવામાં, પાડવાનું, પાછળનો, અમારી, કોમ, મુલિમ, સરાહદ, સિંધ, બલુચિસ્તાન, આસામમાં, ઇંડિયાનો, પોણો, બંગાલના, ભયાવહ, માગણીની, નફરત, કડવાશ, બનાવીને, સોંપવાની, તીવ્ર, બનેલી, માગણીઓથી, અકળાયા, ૩૦મી, ઝોન, અસ્વીકાર, જિલ્લાઓ, મૂકેલા, જિલ્લા, ગ્રુપમાં, મૂકવા, થયો, ઝોનવાર, શીખોની, વસ્તીનું, જશે, કોન્ફરન્સે, પંજાબમાંથી, ઍસેમ્બ્લી, હાલની, હિંસાએ, દેખાડ્યું, સલામત, ૨૨મીએ, પ્રતિનિધિઓએ, મંત્રીઓ, ભીમસેન, સચ્ચર, મેમોરેન્ડમ, મોકલીને, પુનઃસ્થાપના, ૧૮મી, ગિયાની, કરતાર, રહેવાની, ટાંકણે, પંથિક, એસોસિએટેડ, પ્રેસને, આપેલા, ઇંટરવ્યુમાં, સામાન્ય, શાંતિપૂર્ણ, વાતાવરણ, સર્જાય, શરતે, કરાવવાની, માગણીને, સુહરાવર્દીએ, જાન્યુઆરીથી, બંગાળનું, ઝુંબેશ, જોડાયા, જાન્યુઆરીમાં, કમિટીમાંથી, સ્સિદ્ધાંત, સ્વીકાર્યો, ધોરણે, પાડવાથી, સમૃદ્ધિનો, બન્નેએ, અવિભાજિત, મંચ, આંધીમાં, સાંભળનાર, સુહરાવર્દી, ફરીથી, બંગાળી, રૅલીમાં, સ્વીકારાય, બનાવવો, કલકત્તાથી, માઇલ, તારકેશ્વરમાં, એકમની, પ્રમુખસ્થાનેથી, ચૅટરજીએ, તરંગી, વળગી, માગવાનો, દાર્જીલિંગ, માલદાનો, દિનાજપુર, ફરીદપુર, બારીસાલ, જિલ્લાઓને, ભેળવીને, જેટલી, જનારા, ભાગમાં, વસ્તીમાં, કોમોનું, પ્રમાણ, સમાન, મુખરજીના, પ્રમુખપદે, કાઉંસિલ, ઠરાવનો, લાખ, સ્વયંસેવકોને, ગામેગામ, મોકલવાનો, કૉન્ફરન્સ, સોંપણી, તેથી, કેન્દ્રોમાં, શક્યતા, કેન્દ્રને, સમિતિનો, ગારો, પર્વતીય, ચિત્તાગોંગમાં, હમણાંની, પ્રાંતિક, વિચારતી, ધ્યાનમાં, લેવું, જરૂરી, કોમવાદી, બંગાળનો, પસંદગી, હોવી, સંઘના, લઘુમતીના, મતદાર, મંડળ, પુખ્ત, મતાધિકારની, બલિહારી, ૧૯૦૫માં, પાડ્યા, ક્રાન્તિકારીઓએ, ૧૯૪૭માં, સ્વીકારવા, લક્ષ્મીકાન્ત, મોઇત્રાની, આગેવાનીમાં, સેંટ્રલ, ઍસેમ્બ્લીના, બંગાળથી, સંઘની, સ્વાયત્ત, તાત્કાલિક, ઉપાય, નીચે, પ્રાદેશિક, તંત્ર, રાજાજી, ધરીને, જનતા, તલપાપડ, નુકસાનથી, બચાવવાની, વ્યહવારમાં, સ્વીકારવાનું, મુશ્કેલ, દ્વિરાષ્ટ્રવાદના, સિદ્ધાંતનું, હાથે, ખૂન, બદલાઈ, આંદોલનનો, લેવાનો, જનતામાં, સોંપવાથી, ભાવનાનું, પ્રતિબિંબ, ક્યાંય, પડતું, પડતા, જતા, નેતાઓના, વૈમનસ્ય, તેનું, મહત્ત્વ, એમનાથી, આવેલાં, પરિવર્તનથી, વાકેફ, નાડી, પારખતા, એકમાત્ર, મનાવવા, મિત્રભાવ, પ્રભાવ, કેટલો, સમજ્યા, રાજકારણમાં, આધ્યાત્મિક, નૈતિક, પ્રકારની, અસર, જનતાના, માનસ, રાજ, untold, story, partition, narender, lord, aide, camp, ચૌદમી, બેઠકોની, લોકમતને, લગતી, વિગતો, આવતા, અઠવાડિયે, રાજાઓની, દોઢ, સોશ્યલિસ્ટ, પાર્ટીની, નૅશનલ, ઍક્ઝીક્યૂટિવે, મીટિંગમાં, આશ્ચર્ય, આઘાતની, લાગણી, પગલાં, લેવાતાં, લોકોએ, પરિણામ, મક્કમ, વલણ, લેવામાં, ઢચુપચુ, શરણે, થતા, દેશનું
Text of the page (random words):
mp like loading author dipak dholakia posted on 30 12 2021 30 11 2024 categories history india slavery and struggle for freedom tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 71 india slavery and struggle for freedom part 4 chapter 70 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૭૦ બંગાળ અને પંજાબ ભાગલા માટે તૈયાર કેટલાયે વખતથી ગાંધીજી એકલા પડતા જતા હતા એમને મન ભારતીય નેતાઓના હાથમાં સત્તા આવે તેના કરતાં કોમી વૈમનસ્ય ઓછું થાય તેનું વધારે મહત્ત્વ હતું માઉંટબૅટન અને એમનાથી પહેલાં વેવલ કોંગ્રેસમાં આવેલાં આ પરિવર્તનથી વાકેફ હતા પરંતુ ખાસ કરીને માઉંટબૅટનને એ પણ ખબર હતી કે જનતાની નાડી પારખતા હોય તેવા એકમાત્ર ગાંધીજી હતા અને એમની વાત મનાવવા માટે જો હઠ કરે કે અલગ રસ્તો લે તો કોંગ્રેસે એમની પાછળ જવું પડે તેમ જ હતું તેમાં પણ નહેરુ સાથે મિત્રભાવ હોવા નહેરુ પર ગાંધીજીનો પ્રભાવ કેટલો હતો તેનો પણ માઉંટબૅટનને ખ્યાલ હતો માઉંટબૅટન ગાંધીજીને બરાબર સમજ્યા હતા કે ભારતના રાજકારણમાં ગાંધીજીની આધ્યાત્મિક નૈતિક અને રાજકીય એમ બે પ્રકારની અસર હતી એ કારણે એ જનતાના માનસ પર રાજ કરતા હતા પરંતુ બ્રિટને આઝાદી આપવાની જાહેરાત કરી દીધી તે પછી સ્થિતિ બદલાઈ ગઈ હતી હવે આંદોલનનો માર્ગ લેવાનો સવાલ નહોતો ગાંધીજી જાણતા હતા કે લોકોમાં પણ હવે આઝાદી કોઈ પણ રીતે ની ભાવના હતી કોંગ્રેસે ભાગલા સ્વીકારી લીધા હતા અને જનતામાં એનો વિરોધ નહોતો એટલે જિન્નાના હાથમાં સત્તા સોંપવાથી ભાગલા નહીં પડે એવી ગાંધીજીની ભાવનાનું પ્રતિબિંબ ક્યાંય પડતું નહોતું કોંગ્રેસ આખું બંગાળ કે આખું પંજાબ પાકિસ્તાનમાં ન જાય તેવા પ્રયાસ કરતી હતી એટલે જ એણે જિન્નાનો જ સિદ્ધાંત આગળ ધરીને બન્ને પ્રાંતોના ભાગલાની માગણી કરી હતી કોંગ્રેસે એ માગણી ન કરી હોત તો બ્રિટનની યોજના તો ભારતના બે કરતાં વધારે ટુકડા કરવાની હતી જનતા આઝાદી માટે તલપાપડ થઈ રહી હતી અને કોંગ્રેસ વધારે નુકસાનથી બચાવવાની કોશિશ કરતી હતી આ સંજોગોમાં ગાંધીજી કંઈ કરી શકે તેમ નહોતા એટલે એમણે છેલ્લા પ્રયાસ તરીકે જિન્નાના હાથમાં સત્તા સોંપવાનું સૂચન કર્યું પણ વ્યહવારમાં જિન્ના માટે પણ એ સ્વીકારવાનું મુશ્કેલ હતું કારણ કે એનો અર્થ એ થાય કે દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતનું પોતાના જ હાથે ખૂન કરવું બંગાળના ભાગલા ૧૧મી એપ્રિલે લક્ષ્મીકાન્ત મોઇત્રાની આગેવાનીમાં સેંટ્રલ લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીના બંગાળથી ચુંટાયેલા હિન્દુ સભ્યોએ વાઇસરૉયને મળીને નિવેદન આપ્યું એમણે બંગાળમાં ભારત સંઘની હસ્તક અલગ સ્વાયત્ત પ્રાંત બનાવવાની માગણી કરી તાત્કાલિક ઉપાય તરીકે એમણે એક જ ગવર્નર નીચે બે પ્રાદેશિક વહીવટી તંત્ર બનાવવાની પણ માગણી કરી આ નિવેદન એમણે ગાંધીજી નહેરુ રાજાજી અને કોંગ્રેસના બીજા નેતાઓને પણ આપ્યું સમયની બલિહારી એ છે કે ૧૯૦૫માં કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા ત્યારે હિન્દુ ક્રાન્તિકારીઓએ એનો વિરોધ કર્યો હતો અને ૧૯૪૭માં હિન્દુઓ કર્ઝને પાડેલા ભાગલા સ્વીકારવા તૈયાર હતા બંગાળ કોંગ્રેસ એનાથી પહેલાં ચોથી તારીખે કલકત્તામાં બંગાળ કોંગ્રેસની કારોબારી સમિતિએ ઠરાવ પસાર કર્યો કે સરકાર હમણાંની પ્રાંતિક સરકારને સત્તા સોંપવાનું વિચારતી હોય તો એ ધ્યાનમાં લેવું જરૂરી છે કે આ સરકાર બંગાળને ભારતથી અલગ કરીને સાર્વભૌમ રાજ્ય બનાવવા માગે છે અને એ કોમવાદી સરકાર છે પરંતુ બંગાળનો એક ભાગ ભારત સંઘમાં રહેવા માગે છે અને એમને એ પસંદગી કરવાની છૂટ હોવી જોઈએ સંઘના ભાગ તરીકે બંગાળ પ્રાંત પોતાના માટે જે બંધારણ બનાવે તેમાં જે પ્રદેશમાં લઘુમતીના રક્ષણની વ્યવસ્થા સાથે સંયુક્ત મતદાર મંડળ અને પુખ્ત મતાધિકારની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય તો બંગાળ પ્રાંતના બે ભાગ કરવા જોઈએ અને જે ભાગ આ આધારે બંધારણ બનાવવા માગતો હોય તેને એમ કરવાની છૂટ આપવી જોઈએ બ્રિટન સરકારે ૨૦મી ફેબ્રુઆરીએ નિવેદન કરીને સત્તાની સોંપણી એક કે તેથી વધારે કેન્દ્રોમાં કરવાની શક્યતા પણ દેખાડી હતી તેનો કારોબારી સમિતિએ વિરોધ કર્યો અને કહ્યું કે સત્તા એક જ કેન્દ્રને આપવી જોઈએ સમિતિનો મત હતો કે પૂર્વ બંગાળ દક્ષિણ પૂર્વ બંગાળ ગારો પર્વતીય પ્રદેશ અને ચિત્તાગોંગમાં અમુક ભાગ ભારત સંઘમાં રહેવા માગે છે અને એને એ સગવડ આપવી જોઈએ બંગાળ કોંગ્રેસની આ બેઠકમાં હિન્દુ મહાસભાના નેતા ડો શ્યામા પ્રસાદ મુખરજીએ પણ ભાગ લીધો બંગાળ હિન્દુ કૉન્ફરન્સ એ જ દિવસે કલકત્તાથી ૩૫ માઇલ દૂર તારકેશ્વરમાં હિન્દુ મહાસભાના બંગાળ એકમની બેઠકમાં પ્રમુખસ્થાનેથી એન સી ચૅટરજીએ કહ્યું કે મુસ્લિમ લીગ બંગાળમાં પાકિસ્તાન બનાવવાની તરંગી યોજનાને વળગી રહી છે તે સંજોગોમાં હિન્દુઓને પણ પોતાનું અલગ વતન માગવાનો અધિકાર છે એમણે કહ્યું કે દાર્જીલિંગ માલદાનો અમુક ભાગ દિનાજપુર ફરીદપુર અને બારીસાલ જિલ્લાઓને ભેળવીને એક નવો પ્રાંત બનાવી શકાય છે આમ કરવાથી હિન્દુ બંગાળમાં મુસલમાનોની વસ્તી ૩૦ ટકા જેટલી હશે અને સામે પક્ષે પાકિસ્તાનમાં જનારા ભાગમાં હિન્દુઓની વસ્તી ૩૦ ટકા હશે આમ બન્ને પ્રાંતોમાં વસ્તીમાં કોમોનું પ્રમાણ સમાન રહેશે બીજા દિવસે કૉન્ફરન્સે ડૉ શ્યામા પ્રસાદ મુખરજીના પ્રમુખપદે કાઉંસિલ ઑફ ઍક્શન બનાવી અને આ ઠરાવનો પ્રચાર કરવા માટે એક લાખ સ્વયંસેવકોને ગામેગામ મોકલવાનો નિર્ણય કર્યો ડો શ્યામા પ્રસાદ મુખરજીએ ફરીથી ૨૨મી ઍપ્રિલે દિલ્હીમાં બંગાળી હિન્દુઓની રૅલીમાં બોલતાં આ માગણી દોહરાવી અને ઉમેર્યું કે પાકિસ્તાનની માગણી ન સ્વીકારાય તો પણ હિન્દુઓ માટે અલગ પ્રાંત બનાવવો જોઈએ સુહરાવર્દી અને શરત ચંદ્ર બોઝ સુહરાવર્દીએ જાન્યુઆરીથી જ બંગાળનું અલગ રાજ્ય બનાવવાની ઝુંબેશ શરૂ કરી દીધી હતી અને શરત ચંદ્ર બોઝ પણ એમની સાથે જોડાયા હતા એમણે પણ જાન્યુઆરીમાં જ કોંગ્રેસની વર્કિંગ કમિટીમાંથી રાજીનામું આપી દીધું હતું કોંગ્રેસે ભાગલાનો સ્સિદ્ધાંત સ્વીકાર્યો તેનાથી એ વિરુદ્ધ હતા એમનું કહેવું હતું કે બંગાળના કોમી ધોરણે ભાગલા પાડવાથી એની કોમી એકતા અને સમૃદ્ધિનો અંત આવશે એમણે બન્નેએ અવિભાજિત બંગાળ માટે એક મંચ પણ બનાવ્યો હતો પણ ભાગલાની જોરદાર આંધીમાં એમનું સાંભળનાર કોઈ નહોતા બન્ને ગાંધીજીને પણ મળ્યા હતા પંજાબમાં ભાગલાની માગણી બંગાળમાં હિન્દુઓ અલગ પ્રાંતની અને ભારતના સંઘમાં રહેવાની માગણી કરતા હતા એ જ ટાંકણે પાંચમી ઍપ્રિલે પંજાબના શીખ નેતાઓ પંથિક પાર્ટીના નેતા સરદાર સ્વર્ણ સિંઘ અને બંધારણ સભાના સભ્ય સરદાર ઉજ્જલ સિંઘે લાહોરમાં એસોસિએટેડ પ્રેસને આપેલા ઇંટરવ્યુમાં કહ્યું કે પંજાબમાં સામાન્ય અને શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાય તો શીખો પંજાબના ભાગલા પાડવાની શરતે વાતચીતો માટે તૈયાર છે પંજાબમાં નવેસરથી ચૂંટણી કરાવવાની મુસ્લિમ લીગની માગણીને રદ કરતાં એમણે કહ્યું કે જ્યાં સુધી તોફાનો ચાલુ હોય ત્યાં સુધી ચૂંટણી ન થઈ શકે ૧૮મી ઍપ્રિલે માસ્ટર તારા સિંઘ સરદાર ઉજ્જલ સિંઘ અને ગિયાની કરતાર સિંઘ વાઇસરૉયને મળ્યા એમણે કહ્યું કે પંજાબના ભાગલા પાડવા એ જ કોમી સમસ્યાનો ઉકેલ છે ૨૨મીએ લાહોરમાં કોંગ્રેસ અને શીખ પ્રતિનિધિઓએ સંયુક્ત બેઠકમાં ઠરાવ પસાર કર્યો કે પંજાબના બે અને જરૂર પડે તો ત્રણ ભાગ પાડવા જોઈએ પંજાબની ભૂતપૂર્વ મિશ્ર સરકારના બે મંત્રીઓ ભીમસેન સચ્ચર અને સરદાર સ્વર્ણ સિંઘે જવાહરલાલ નહેરુને એક મેમોરેન્ડમ મોકલીને પંજાબમાં જવાબદાર સરકારની પુનઃસ્થાપના કરવા અપીલ કરી મે મહિનાની બીજી તારીખે દિલ્હીમાં પંજાબમાંથી પ્રાંતની ઍસેમ્બ્લી અને બંધારણ સભામાં ચુંટાયેલા હિન્દુ અને શીખ સભ્યો એકઠા મળ્યા અને પંજાબના ભાગલા પાડવાની માગણી કરી એમણે કહ્યું કે હાલની હિંસાએ દેખાડ્યું છે કે લઘુમતીઓ મુસ્લિમ લીગના હાથમાં સલામત નથી વાઇસરૉય પાસે એ વખતે એક યોજના હતી તેમાં પંજાબના ભાગલા ઝોન પ્રમાણે કરવાનું સૂચન હતું પણ હિન્દુ શીખ કૉન્ફરન્સે એનો અસ્વીકાર કર્યો અને કહ્યું કે એક ઝોનમાં ૧૨ અને બીજા ઝોનમાં ૧૭ જિલ્લાઓ મૂકેલા છે અને કોઈ એવા જિલ્લા પણ હશે જેના વિશે હજી કયા ગ્રુપમાં મૂકવા તેનો નિર્ણય ન થયો હોય એટલે ઝોનવાર ભાગલા સ્વીકારી શકાય તેમ નથી કારણ કે આમાં શીખોની વસ્તીનું વિભાજન થઈ જશે તે સાથે કોન્ફરન્સે પોતે પણ ૯૦ ટકા હિન્દુ વસ્તી અને ૯૦ ટકા શીખ વસ્તી એક બાજુ રહે તેવી યોજના દેખાડી જિન્ના ભાગલાનો વિરોધ કરે છે મુસ્લિમ લીગના પ્રમુખ જિન્ના પંજાબ અને બંગાળના ભાગલાની તીવ્ર બનેલી માગણીઓથી અકળાયા અને ૩૦મી ઍપ્રિલે એમણે દિલ્હીમાં નિવેદન બહાર પાડીને એનો વિરોધ કર્યો એમણે કહ્યું કે પંજાબ અને બંગાલના ભાગલા પાડવાની ભયાવહ માગણીની પાછળ નફરત અને કડવાશ છે મને આશા છે કે વાઇસરૉય આ વાત માનશે નહીં એમણે ૬ પ્રાંતોમાં પાકિસ્તાનની સરકાર અને બાકીના પ્રાંતોમાં હિન્દુસ્તાનની સરકાર બનાવીને એમને સત્તા સોંપવાની માગણી દોહરાવી એમણે કહ્યું અખબારોના રિપોર્ટમાંથી મને જાણવા મળે છે કે કોંગ્રેસે હવે એ કહેવાનું શરૂ કર્યું છે કે પાકિસ્તાન અને હિન્દુસ્તાન બનશે તો પંજાબના ભાગલા થશે અને હિન્દુ મહાસભાએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે કે બંગાળના પણ ભાગલા પાડવા જોઈએ હું કહેવા માગું છું કે ભાગલાના હેતુ બાબતમાં ભારે ગૂંચવાડો પેદા કરવામાં આવ્યો છે મુસ્લિમ લીગે ભારતના ભાગલા પાડવાનું સૂચવ્યું તેની પાછળનો સિદ્ધાંત એ છે કે અમને અમારી કોમ માટે વતન જોઈએ છે જેમાં અમારું રાજ્ય હોય જે પ્રાંતોમાં મુલિમ બહુમતી હોય તે પંજાબ વાયવ્ય સરાહદ પ્રાંત સિંધ બલુચિસ્તાન બંગાળ અને આસામમાં અમારું રાજ્ય બને બ્રિટિશ ઇંડિયાનો પોણો ભાગ હિન્દુસ્તાન બને પંજાબ અને બંગાળના ભાગલાનો મુદ્દો માત્ર બ્રિટિશ સરકારના રસ્તામાં વધારે અડચણો ઊભી કરવાનો અને મુસલમાનોને એ દેખાડવાનો છે કે પાકિસ્તાન તૂટેલુંફૂટેલું અને કપાયેલું હશે આ માગણીનો કોઈ સધ્ધર આધાર નથી બસ એક જ કે પંજાબ અને બંગાળની હિન્દુ લઘુમતીએ બૂમરાણ મચાવીને પોતાના જ પ્રાંતના લોકોને અલગ પાડવાની માગણી કરી છે બ્રિટિશ સરકારે આ માગણી માનવી ન જોઈએ કારણ કે તર્કની નજરે તો એમ કરવાથી બધા પ્રાંતોમાં આવા ભાગલા પાડવા પડશે એ દેખીતું છે કે હિન્દુઓને હિન્દુસ્તાન જવાની અને મુસલમાનોને પાકિસ્તાન જવાની ઇચ્છા રહેશે એમને એમ કરવાની છૂટ રહેશે મોડે વહેલે વસ્તીની અદલાઅબાદલી કરવી જ પડશે જિન્નાએ સંરક્ષણ દળોના ભાગલાની પણ માગણી કરી રાજેન્દ્ર પ્રસાદનો તીખો જવાબ બંધારણ સભાના પ્રમુખ રાજેન્દ્રબાબુએ તરત જ જિન્નાને જવાબ આપ્યો એમણે કહ્યું કે ભાગલા થવાના જ હોય તો એ સંપૂર્ણ થવા જોઈએ મુસ્લિમ લીગે પોતે જ લાહોર ઠરાવ દ્વારા ભાગલા માગ્યા છે કોંગ્રેસે કે હિન્દુઓ અને શીખોએ તો ભાગલા માગ્યા જ નથી મુસ્લિમ લીગને જ્યાં મુસલમાનોની બહુમતી હોય તે વિસ્તારો જોઈએ હવે એમના જ ઠરાવ પ્રમાણે જ્યાં મુસલમાનોની બહુમતી ન હોય તે પ્રદેશો એ માગી ન શકે હવે હિન્દુઓ અને શીખોએ લીગની ભાગલાની માંગ માની લીધી છે અને એના જ પ્રમાણે એમણે પંજાબ અને બંગાળના ભાગલા માગ્યા છે અને જિન્ના કહે છે તેમ સંરક્ષણ દળોને પણ બન્ને વચ્ચે વહેંચવાનાં હોય તો એ પણ કરો જેમ જલદી થાય તેમ સારું 000 સંદર્ભઃ the indian annual register jan june 1947 vol 1 like loading author dipak dholakia posted on 23 12 2021 30 11 2024 categories history india slavery and struggle for freedom tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ dipak dholakia india slavery and struggle for freedom webgurjari 1 ટિપ્પણી india slavery and struggle for freedom part 4 chapter 70 માટે india slavery and struggle for freedom part 4 chapter 69 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૬૯ માઉંટબૅટનનું આગમન ૧૯૪૭ની ૨૨મી માર્ચે લૉર્ડ માઉંટબૅટન દિલ્હી આવતાં એમનું ભવ્ય સ્વાગત થયું એ વાઇસરૉય બન્યા તે પહેલાં જ સંજોગો એવા ઊભા થયા હતા કે ૧૯૪૬માં જ એ નહેરુને મળી ચૂક્યા હતા અને બન્ને વચ્ચે મિત્ર બની ગયા હતા ૧૯૪૬માં નહેરુ બર્મા અને મલાયાની મુલાકાતે જવા માગતા હતા હજી એ વચગાળાના વડા પ્રધાન નહોતા બન્યા વેવલે નહેરુને મુલાકાતની મંજૂરી આપવા બર્માની નવી સરકારને લખ્યું પણ એણે વૅવલની વિનંતિ ઠુકરાવી દીધી તે પછી વૅવલે માઉંટબૅટનની મદદ માગી માઉંટબૅટને એ વખત સુધીમાં બર્માના સ્થાનિક નેતાની સત્તા સોંપી દીધી હતી એટલે એમણે જવાબ આપ્યો કે નહેરુ સિંગાપુર અને મલાયા આવે તો વ્યવસ્થા થઈ શકે સિંગાપુરમાં પણ સરકારે કડકાઈ દેખાડી અન હિન્દુસ્તાની ફોજીઓને નહેરુ સિંગાપુરમાં હોય ત્યાં સુધી બહાર ન નીકળવાનો હુકમ આપ્યો અને વાહન આપવાનો પણ ઇનકાર કર્યો માઉંટબૅટન એ વખતે ફ્રેન્ચ હિન્દીચીનમાં બ્રિટિશ લશ્કરી ટુકડીઓની સ્થિતિ જોવા ગયા હતા એમણે પાછા આવીને સ્થાનિક સત્તાવાળાઓની પરવા કર્યા વિના હિન્દુસ્તાની ફોજને નહેરુને જોવા માટે રસ્તા પર એકઠા થવાની છૂટ આપી એટલું જ નહીં મિલિટરી વાહનની સુવિધા પણ આપી સિંગાપુરમાં એ વખતે હિન્દુસ્તાની સૈનિકો માટેનું વેલ્ફેર સેંટર ચાલતું હતું અને માઉંટબૅટનનાં પત્ની ઍડવિના ત્યાં કામ કરતાં હતાં નહેરુ અને માઉંટબૅટન જ્યારે ખુલ્લા વાહનમાં બેસીને સેંટર પર પહોંચ્યા ત્યારે નહેરુને જોવા માટે પડાપડી થવા લાગી અને લોકોનો જાણે સમુદ્ર ઊછળતો હતો ભારે ગિરદી વચ્ચે એડવિના ફસાઈ ગયાં અને ધક્કામુક્કીમાં પડી ગયાં તરત આગળ નહેરુ અને પાછળ માઉંટબૅટન બન્ને ભાગ્યા અને પડતાઆખડતા માણસો વચ્ચેથી ઍડવિનાને હેમખેમ બહાર કાઢ્યાં આ ઘટનાને કારણે માઉંટબૅટન નહેરુની હિંમતથી બહુ પ્રભાવિત થઈ ગયા અને બન્ને મિત્ર બની ગયા આમ માઉંટબૅટન અમુક માનસિક તૈયારી સાથે આવ્યા હતા માઉંટબૅટન બ્રિટનના રાજાને મળ્યા અને પોતાની રૅંક જળવાઈ રહેશે એવી ખાતરી મળ્યા પછી એમણે ઍટલીને કહ્યું કે હું ભારતમાં જે કંઈ નિર્ણય લેવા પડે તે બ્રિટિશ સરકારની આગોતરી મંજૂરી વિના લઈશ ઍટલી તૈયાર થઈ ગયા આમ માઉંટબૅટન બ્રિટિશ સરકારના તાબેદાર નોકર તરીકે નહીં પણ સમોવડિયા તરીકે ભારત આવ્યા એમણે પોતાની પસંદગીના લશ્કરી અને નાગરિક અધિકારીઓને જ લીધા ભારત આવ્યા પછી વી પી મેનનના કામથી પ્રભાવિત થઈને એમને પણ પોતાના અંગત સ્ટાફમાં સમાવી લીધા મેનન ત્યાંથી આગળ વધ્યા અને માઉંટબૅટનના સ્ટાફમાં રિફૉર્મ કમિશનરના પદ સુધી પહોંચ્યા દેશમાં વચગાળાની સરકાર બની તે પછી મેનનની પ્રતિષ્ઠા લંડનમાં સરકારી વર્તુળોમાં સ્થાપિત થઈ ગઈ હતી આગળ જતાં આઝાદી પછી સરદાર પટેલ ગૃહ પ્રધાન બન્યા ત્યારે એમણે પણ મેનનને લીધા દેશી રાજ્યોના વિલીનીકરણમાં મેનનની ભૂમિકા નાની નથી દિલ્હી પહોંચીને માઉંટબૅટન વૅવલને મળ્યા અને બીજા દિવસે પદના સોગંદ લીધા તે સાથે જ એમણે કામ શરૂ કરી દીધું સૌથી પહેલું કામ વિચિત્ર હતું એક કેદીએ ફાંસીની સજા માફ કરવાની અરજી આપી હતી તેનો નિકાલ કરવાનો હતો એમણે એ અરજી નકારી કાઢી અને ફાંસીની સજા મંજૂર રાખી હવે માઉંટબૅટને ભારતના નેતાઓને મળવાનું શરૂ કર્યું એમણે પહેલાં તો મહાત્મા ગાંધી અને જિન્નાને મળવાનું આઅમંત્રણ આપ્યું ગાંધીજી વખતે બિહારના રમખાણગ્રસ્ત વિસ્તારોમાં ફરતા હતા ત્યાંથી એ દિલ્હી પાછા ફર્યા ૩૧મી માર્ચે ગાંધીજી અને માઉંટબેટન મળ્યા એ દિવસે સોમવાર ગાંધીજીનો મૌનવાર હતો માઉંટબૅટન આ મુલાકાત વિશે લખે છેઃ ગાંધી અલબત્ત ભાગલા અને એના પરિણામે બે કોમોની એકતામાં પડનારા ગાબડાના વિચારથી ભાંગી પડ્યા હતા અને કેબિનેટ મિશનની યોજનાની વિરુદ્ધ ઉપદેશ આપતા હતા એક વર્ષ પહેલાં એમણે પોતે પણ આ યોજનાને નકારી કાઢી હતી મેં એમને આ બાબતમાં સ્પષ્ટતા કરવા માટે મને જલદી મળવા કહ્યું એ મારા સ્ટડી રૂમમાં આવ્યા ત્યારે મારા સુખદ આશ્ચર્યની કલ્પના કરો એ આવ્યા એમની આંગળી હોઠો પર હતી એ સંકેત હતો કે એમનો મૌનવાર હતો એટલે બોલવાનું બધું કામ મેં કર્યું અને બધા પક્ષો સાથે થયેલી સમજૂતીને તોડી ન પાડવા મને સમજાવ્યા એમણે જવાબમાં વપરાયેલાં કવરોની પાછળ થોડા દોસ્તીભર્યા જવાબો આપ્યા જો કે ગાંધીજી બીજા જ દિવસે ફરી માઉંટબૅટનને મળવા ગયા અને ચોથી ઍપ્રિલ સુધીમાં પાંચ વાર મળ્યા તે પછી પાંચમી તારીખથી માઉંટબૅટન અને જિન્ના વચ્ચે મંત્રણાની બેઠકો શરૂ થઈ પાંચમીથી દસમી તારીખ સુધીમાં જિન્ના અને માઉંટબૅટન છ વાર મળ્યા જિન્નાને સત્તા સોંપો ગાંધીજી માઉંટબૅટનને બીજી વાર પહેલી તારીખે મળ્યા ત્યારે સૂચવ્યું કે જિન્ના નવી વચગાળાની સરકાર બનાવે અને વાઇસ્સરૉય છેવટે બધી સત્તા એમના હાથમાં સોંપી દે તો જ હિન્દુસ્તાનની સમસ્યાનો ઉકેલ આવે તેમ છે નવી કૅબિનેટમાં જિન્નાને યોગ્ય લાગે તેને લે બધા જ મુસ્લિમ લીગના સભ્યો હોય તો પણ ચાલશે ઍસેમ્બ્લીમાં કોંગ્રેસની બહુમતી છે તે એમને ખરા હૃદયથી સહકાર આપશે જિન્નાને આ મંજૂર ન હોય તો કોંગ્રેસને સરકાર બનાવવા કહેવું માઉંટબૅટને આ વાત ગંભીરતાથી ન લીધી એમણે જવાબ આપ્યો કે ગાંધીજી કોંગ્રેસને પણ આ દરખાસ્ત સમજાવે અને એ તૈયાર થાય તો જ આવું થઈ શકે ગાંધીજીએ કોંગ્રેસમાં પણ વાત કરી પણ એમની વાત માનવા કોંગ્રેસ તૈયાર નહોતી અંતે એમણે ૧૧મી ઍપ્રિલે વાઇસરૉયને લખી નાખ્યું કે કોંગ્રેસની સંમતિ મેળવવામાં પોતે નિષ્ફળ ગયા છે જિન્ના સાથેની મંત્રણાઓ આપણે બાલ્કનાઇઝેશન તે સમજવા માટે જિન્ના અને માઉંટબૅટનની વાતચીતો જોવાની રહે છે દક્ષિણ પૂર્વ યુરોપમાં બાલ્કન પર્વતનો વિસ્તાર આ નામથી ઓળખાય છે એના પર તુર્કીના ઑટોમન કે ઉસ્માની સામ્રાજ્યનું વર્ચસ્વ હતું પણ એ સામ્રાજ્ય તૂટી પડ્યું તે પછી બાલ્કન વિસ્તારના જુદા જુદા પ્રદેશોમાં જાતિગત ભેદભાવોને કારણે નાનાં નાનાં અલગ રાજ્યો બન્યાં ચર્ચિલ ભારતમાં આ જ સ્થિતિ ઇચ્છતો હતો અને ચર્ચિલના મિત્ર જિન્ના એ જ એજંડા પર બોલતા હતા જિન્નાએ માઉંટબૅટનને સૂચવ્યું કે પ્રાંતોને એક એક કરીને સત્તા સોંપવી તે પછી આ પ્રાંતોમાંથી મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો નવા પાકિસ્તાન રાજ્યનું નિર્માણ કરે ભારતને અખંડિત રાખવાના કોઈ પણ પ્રયાસનો મુસ્લિમ લીગ શસ્ત્રોથી સામનો કરશે જિન્નાને એમાં વાંધો નહોતો કે દરેક પ્રાંત સ્વતંત્ર થાય અને દેશના ઘણા ટુકડા થઈ જાય માઉંટબૅટને વળતો જવાબ આપ્યો કે એ જ તર્ક પંજાબ અને બંગાળને લાગુ પાડીને ભાગલા કરવા પડશે કારણ કે ત્યાંની લગભગ અડધી વસ્તી બિનમુસ્લિમોની છે જિન્ના આ માનવા તૈયાર નહોતા કારણ કે એમને આસામ અને ક્લકત્તા જોઈતાં હતાં આખું બંગાળ ભલે ન મળે પણ કલકત્તા બંદરની સમૃદ્ધિ વિના એમને બાકીના ગરીબ મુસલમાનોની વસ્તીવાળા પૂર્વ બંગાળમાં રસ નહોતો આખરે એમની વાતચીતના છેલ્લા દિવસે એમણે માઉંટબૅટનની વાત માની લીધી જિન્નાને સમજાયું હશે કે એ બ્રિટિશરો સાથે બંધાયેલા હતા એમનું પાકિસ્તાન માટેનું આંદોલન પણ બ્રિટિશ મહેરબાનીથી ચાલી શક્યું હતું અને એમણે બ્રિ...
|