Meta tags:
description= 2 posts published by Dipak Dholakia during September 2022;
Headings (most frequently used words):
of, dipak, martyrs, indian, freedom, struggle, dholakia, spam, blocked, મહિનો, સપ્ટેમ્બર, 2022, તિલકા, માંઝી, વારાણસીના, રાજા, ચૈત, સિંહનો, વિદ્રોહ, tilka, manjhi, king, cheyt, sing, varanasi, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
#સપ્ટેમ્બર (29), ઓક્ટોબર (29), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), ઓગસ્ટ (27), જુલાઇ (26), 2022 (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), 2013 (18), અને (17), 2011 (16), 2014 (14), martyrs (14), freedom (14), struggle (14), 2025 (13), indian (13), ચૈત (11), તિલકા (8), dipak (7), માટે (7), એમણે (7), એના (7), મારી (6), હતા (6), ગયા (6), હતો (6), બારી (5), dholakia (5), શોધો (5), વારાણસીના (5), હતી (5), હુમલો (5), પહાડિયા (5), શરૂ (4), કરો (4), નામ (4), કરી (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), પરંતુ (4), દીધા (4), પછી (4), લાખ (4), રૂપિયા (4), એમને (4), સાથે (4), રાજા (4), સિંહને (4), કર્યો (4), હતું (4), કંપનીને (4), માંઝી (4), like (3), this (3), wordpress (3), com (3), other (3), history (3), king (3), cheyt (3), sing (3), varanasi (3), સિંહે (3), સામે (3), અસર (3), કંપનીએ (3), થયા (3), એની (3), વસૂલ (3), બહુ (3), એમનો (3), મળી (3), બીજા (3), એમની (3), અંતે (3), ગયો (3), દીધો (3), હેસ્ટિંગ્સ (3), અંગ્રેજોએ (3), સિંહ (3), વારાણસી (3), હેઠળ (3), દીધી (3), tilka (3), manjhi (3), ફાંસી (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 364 (2), મહિનો (2), પસંદ (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), email (2), address (2), web (2), gurjari (2), કોઈનો (2), લાડકવાયો (2), tags (2), categories (2), posted (2), author (2), loading (2), તેની (2), રાજાઓ (2), કંપની (2), વિરુદ્ધ (2), અલી (2), હવે (2), અંગ્રેજોની (2), ગોઠવી (2), પાસેથી (2), કરવાનો (2), આપ્યો (2), બિહારમાં (2), ફરી (2), એમનું (2), અવસાન (2), એને (2), ચડ્યો (2), ત્યાં (2), લોકો (2), પહોંચી (2), અવધ (2), આવ્યો (2), ત્યાંથી (2), લીધા (2), આશા (2), બલવંત (2), સંભાળી (2), વખતે (2), યુદ્ધ (2), નાખ્યો (2), પાંચ (2), માત્ર (2), આદિવાસીઓના (2), સંઘર્ષ (2), ઘસડતાં (2), હાંસી (2), છોટા (2), નાગપુરના (2), ખંડણી (2), ઈસ્ટ (2), ઇંડિયા (2), માંઝીએ (2), અંગ્રેજોને (2), અંગ્રેજો (2), થયો (2), એટલે (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, slavery, and, for, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, leave, comment, 0x0x0, આપણે, વીર, સમક્ષ, માથું, નમાવીએ, હૅસ્ટિંગ્સની, મક્કમતા, દેખાડી, બિહાર, આજના, ઝારખંડ, સહિત, પડી, કમર, કસી, લીધી, આમાં, પવાઈના, નારાયણ, સિંઘ, નરહત, સમાઈના, જમીનદાર, ઈકબાલ, ખાને, આગળપડતી, ભૂમિકા, ભજવી, મહેસૂલ, પૂરતું, ચુકવવા, બદલ, ઘણા, જમીનદારોને, જેલમાં, પૂરી, બધા, એકઠા, ફોજી, ટુકડીઓ, માથાનો, દુખાવો, બની, સિંહની, જગ્યાએ, ભત્રીજાને, હુકમ, આની, નકારાત્મક, રહી, જમીનદારો, ૧૭૯૦માં, આકારણી, થશે, ત્યારે, ભાગ, વધે, એવી, લાલચમાં, કંપનીનાં, ચરણ, ચાંપતા, રાજાને, સફળતા, એનું, કારણ, જાગીરદારોનો, સાથ, મળ્યો, સામાન્ય, જનતા, અવધમાં, થોડી, જાગીર, ગ્વાલિયર, જઈને, ઠરીઠામ, ૧૮૧૦ની, ૨૯મી, માર્ચે, થયું, સજા, હોવાના, સમાચાર, ફેલાતાં, લોકોમાં, ઉશ્કેરાટ, વધી, કિલ્લા, અંગ્રેજી, ફોજનો, સૈનિક, નજરે, તેને, મોતને, ઘાટે, ઉતારી, જ્યાં, કેદ, રાખ્યો, પાઘડીઓ, જોડીને, દોરડું, બનાવ્યું, ચૈતસિંહને, પાછલી, બારીએથી, ભગાડીને, સહીસલામત, પહોંચાડી, હૅસ્ટિંગ્સ, પાંચસો, સૈનિકો, કબીર, ચૌરાના, માધો, દાસ, ગાર્ડનમાં, રોકાયો, પચાસ, માણસો, સાથેની, લડાઈમાં, માર્યા, સ્થિતિ, જોઈને, હાથી, બેસીને, છૂપા, વેશે, ભાગી, ચુનારના, કિલ્લામાં, સલામત, બમણા, જોરથી, પોતે, પૈસા, કરવા, થોડા, હિન્દુસ્તાની, સૈનિકોની, ટુકડી, મોકલીને, ઘરમાં, નજરકેદ, જાગીરદારોની, મદદ, મળવાની, ઠગારી, નીવડી, કંઈ, વિરોધ, કર્યા, વિના, શરણે, અવધના, નવાબ, જાગીરદાર, પોતાના, બિરુદ, કર્યું, સિંહના, સત્તા, વૉરેન, ભારતનો, ગવર્નર, જનરલ, મૈસૂરના, હૈદર, યુદ્ધે, એણે, ખાસ, પઠાણી, ઊઘરાણીઓથી, કંટાળીને, નવાબે, કેટલાક, ઇલાકા, સોંપી, આના, ૧૭૭૮, ૧૭૭૯માં, હેસ્ટિંગ્સે, વર્ષે, કરને, નામે, પડાવી, કરાર, રાજાએ, આપવાના, કુલ, વાર્ષિક, આવક, પાડી, અંગ્રેજોથી, નારાજ, તત્ત્વો, ગુપ્ત, વાતચીતો, યોજના, કરવાની, બાતમી, વિદ્રોહ, સિંહનો, ૦૦૦, માંઝીને, વંદન, ૧૭૮૪માં, ક્લીવલૅંડ, કરીને, અંગ્રેજોના, હાથમાં, સપડાઈ, વિશે, માહિતી, નથી, મળતી, હોતી, વારસામાં, મળેલી, વાતો, મુખ્ય, આધાર, બને, પ્રમાણે, ઘોડા, બાંધીને, ભાગલપુર, આવ્યા, ચોકમાં, વડના, ઝાડ, લટકાવીને, આપી, દેવાઈ, કિંવદંતી, મોટા, અવાજે, ગાતા, રહ્યાઃ, ચઢબો, જંગલના, ઇલાકામાં, રામગઢનું, રાજ્ય, ચૌદમી, સદીમાં, બન્યું, મોગલોને, ચુકવતા, મોગલ, બાદશાહ, શાહ, આલમ, બીજાએ, ૧૭૪૦માં, રામગઢની, અધિકાર, પોતાની, ફોજ, ૧૭૭૮માં, નિશાન, સાધ્યું, સરદારી, સરદારોએ, એવો, જોરદાર, એમનાં, તીરકામઠાં, અંગ્રેજોનાં, આધુનિક, હથિયારો, ટકી, શક્યાં, કિલ્લો, છોડીને, ભાગવું, પડ્યું, શરૂઆતમાં, વફાદાર, હોવાનો, દેખાવ, ભાગલપુરના, કલેક્ટર, ક્લીવલૅંડે, બનાવેલી, હિલ, રેન્જર્સ, માં, જોડાયા, ભાગીને, વર્ષની, ઉંમરે, સરદારોના, વિદ્રોહનું, નેતૃત્વ, લીધું, છત્રપતિ, શિવાજીની, જેમ, છાપામાર, આદર્યું, ૧૭૭૧થી, ૧૭૮૪નાં, ચૌદ, વર્ષ, દરમિયાન, નિરાંતનો, શ્વાસ, લેવા, મોરચો, માંડનારા, આદિવાસીઓમાં, માંઝીનું, આગળપડતું, પ્રદેશમાં, બળવા, અનેક, પહેલ, કરનારા, બિહારના, સુલતાનપુરના, તિલકપુર, ગામના, આદિવાસી, પરિવારમાં, ૧૭૫૦માં, જન્મ, જબરા, આપ્યું, મુખી, ગુસ્સાવાળો, જંગલોનો, વિનાશ, વિરોધમાં, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,
Text of the page (random words):
સપ્ટેમ્બર 2022 મારી બારી કંટેન્ટ પર જાઓ મારી બારી દીપક ધોળકિયા મહિનો સપ્ટેમ્બર 2022 martyrs of indian freedom struggle 8 tilka manjhi તિલકા માંઝી અંગ્રેજો વિરુદ્ધ મોરચો માંડનારા આદિવાસીઓમાં તિલકા માંઝીનું નામ બહુ આગળપડતું છે છોટા નાગપુરના પ્રદેશમાં આદિવાસીઓના બળવા અનેક થયા તેની પહેલ કરનારા તિલકા માંઝી હતા બિહારના સુલતાનપુરના તિલકપુર ગામના પહાડિયા આદિવાસી પરિવારમાં ૧૭૫૦માં એમનો જન્મ થયો એમનું નામ તો જબરા પહાડિયા હતું પણ એમને અંગ્રેજોએ તિલકા માંઝી નામ આપ્યું માંઝી એટલે મુખી તિલકા એટલે ગુસ્સાવાળો એમનો સંઘર્ષ પણ ઈસ્ટ ઇંડિયા કંપનીએ જંગલોનો વિનાશ શરૂ કર્યો એના વિરોધમાં શરૂ થયો તિલકા માંઝીએ શરૂઆતમાં તો અંગ્રેજોને વફાદાર હોવાનો દેખાવ કર્યો અને ભાગલપુરના કલેક્ટર ક્લીવલૅંડે બનાવેલી પહાડિયા હિલ રેન્જર્સ માં પણ જોડાયા ત્યાંથી ભાગીને ૨૧ વર્ષની ઉંમરે એમણે પહાડિયા સરદારોના વિદ્રોહનું નેતૃત્વ સંભાળી લીધું અને અંગ્રેજો પર છત્રપતિ શિવાજીની જેમ છાપામાર યુદ્ધ આદર્યું ૧૭૭૧થી ૧૭૮૪નાં ચૌદ વર્ષ દરમિયાન એમણે અંગ્રેજોને નિરાંતનો શ્વાસ લેવા ન દીધો છોટા નાગપુરના જંગલના ઇલાકામાં રામગઢનું રાજ્ય હતું એ ચૌદમી સદીમાં બન્યું પણ તે પછી એના રાજાઓ મોગલોને ખંડણી ચુકવતા હતા મોગલ બાદશાહ શાહ આલમ બીજાએ ૧૭૪૦માં ઈસ્ટ ઇંડિયા કંપનીને રામગઢની ખંડણી વસૂલ કરવાનો અધિકાર આપ્યો હતો અંગ્રેજોએ ત્યાં પોતાની ફોજ ગોઠવી દીધી હતી પણ ૧૭૭૮માં તિલકા માંઝીએ હવે એના પર જ નિશાન સાધ્યું એમની સરદારી હેઠળ પહાડિયા સરદારોએ એવો જોરદાર હુમલો કર્યો કે એમનાં તીરકામઠાં સામે અંગ્રેજોનાં આધુનિક હથિયારો ટકી ન શક્યાં અને એમને કિલ્લો છોડીને ભાગવું પડ્યું ૧૭૮૪માં એમણે ક્લીવલૅંડ પર જ હુમલો કરીને એને મારી નાખ્યો પણ અંતે એ અંગ્રેજોના હાથમાં સપડાઈ ગયા આદિવાસીઓના સંઘર્ષ વિશે બહુ માહિતી નથી મળતી હોતી માત્ર વારસામાં મળેલી વાતો જ મુખ્ય આધાર બને છે એ પ્રમાણે એમને ઘોડા સાથે બાંધીને ઘસડતાં ઘસડતાં ભાગલપુર લઈ આવ્યા અને એક ચોકમાં વડના ઝાડ પર લટકાવીને ફાંસી આપી દેવાઈ કિંવદંતી છે કે ફાંસી વખતે મોટા અવાજે એ ગાતા રહ્યાઃ હાંસી હાંસી ચઢબો ફાંસી તિલકા માંઝીને વંદન ૦૦૦ like loading author dipak dholakia posted on 22 09 2022 10 10 2022 categories history tags કોઈનો લાડકવાયો martyrs of indian freedom struggle tilka manjhi web gurjari 1 ટિપ્પણી martyrs of indian freedom struggle 8 tilka manjhi માટે martyrs of indian freedom struggle 7 king cheyt sing of varanasi વારાણસીના રાજા ચૈત સિંહનો વિદ્રોહ વારાણસી આમ તો અવધના નવાબ હેઠળ હતું પણ એના જાગીરદાર બલવંત સિંહે પોતાના માટે રાજા બિરુદ પસંદ કર્યું હતું બલવંત સિંહના અવસાન પછી ચૈત સિંહે સત્તા સંભાળી એ વખતે વૉરેન હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ હતો એ મૈસૂરના હૈદર અલી સામે યુદ્ધે ચડ્યો હતો અને આ યુદ્ધ માટે એણે ખાસ કર નાખ્યો હતો અંગ્રેજોની પઠાણી ઊઘરાણીઓથી કંટાળીને અવધ નવાબે વારાણસી અને બીજા કેટલાક ઇલાકા કંપનીને સોંપી દીધા આના પછી ૧૭૭૮ અને ૧૭૭૯માં હેસ્ટિંગ્સે વારાણસીના રાજા ચૈત સિંહ પાસેથી દર વર્ષે પાંચ પાંચ લાખ રૂપિયા કરને નામે પડાવી લીધા હતા એક કરાર હેઠળ રાજાએ ૫૦ લાખ રૂપિયા આપવાના હતા પણ એની કુલ વાર્ષિક આવક માત્ર ૨૪ લાખ રૂપિયા હતી અંતે એમણે કંપનીને ના પાડી દીધી અને અંગ્રેજોથી નારાજ તત્ત્વો સાથે ગુપ્ત વાતચીતો શરૂ કરી દીધી એમની યોજના તો કંપની પર હુમલો કરવાની હતી પણ કંપનીને એની બાતમી મળી ગઈ 1 અંગ્રેજોએ ચૈત સિંહ પર બમણા જોરથી હુમલો કર્યો હેસ્ટિંગ્સ પોતે જ પૈસા વસૂલ કરવા માટે વારાણસી આવ્યો અને થોડા હિન્દુસ્તાની સૈનિકોની ટુકડી મોકલીને ચૈત સિંહને એના જ ઘરમાં નજરકેદ કરી લીધા ચૈત સિંહને બીજા જાગીરદારોની મદદ મળવાની આશા હતી પણ એ આશા ઠગારી નીવડી ચૈત સિંહ કંઈ જ વિરોધ કર્યા વિના શરણે થઈ ગયા પરંતુ એને સજા થઈ હોવાના સમાચાર ફેલાતાં લોકોમાં ઉશ્કેરાટ વધી ગયો અને એમણે કિલ્લા પર હુમલો કરી દીધો અંગ્રેજી ફોજનો જે સૈનિક નજરે ચડ્યો તેને મોતને ઘાટે ઉતારી દીધો ચૈત સિંહને જ્યાં કેદ રાખ્યો હતા ત્યાં લોકો પહોંચી ગયા એમણે પાઘડીઓ જોડીને દોરડું બનાવ્યું અને ચૈતસિંહને પાછલી બારીએથી ભગાડીને સહીસલામત અવધ પહોંચાડી દીધા હૅસ્ટિંગ્સ પાંચસો સૈનિકો સાથે આવ્યો હતો વારાણસીના કબીર ચૌરાના માધો દાસ ગાર્ડનમાં રોકાયો હતો પણ એના પચાસ માણસો લોકો સાથેની લડાઈમાં માર્યા ગયા હેસ્ટિંગ્સ આ સ્થિતિ જોઈને ત્યાંથી હાથી પર બેસીને છૂપા વેશે ભાગી ગયો અને ચુનારના કિલ્લામાં સલામત પહોંચી ગયો અવધમાં રાજા ચૈત સિંહને થોડી જાગીર મળી પરંતુ અંતે એ ગ્વાલિયર જઈને ઠરીઠામ થયા અને ૧૮૧૦ની ૨૯મી માર્ચે એમનું અવસાન થયું વારાણસીના રાજાને સફળતા ન મળી એનું કારણ એ કે એમને બીજા જાગીરદારોનો સાથ ન મળ્યો જો કે સામાન્ય જનતા એમની સાથે હતી બિહારમાં અસર પરંતુ ચૈત સિંહે હૅસ્ટિંગ્સની સામે જે મક્કમતા દેખાડી તેની અસર બિહાર આજના ઝારખંડ સહિત ના રાજાઓ પર પડી અને એમણે પણ કંપની વિરુદ્ધ કમર કસી લીધી આમાં પવાઈના નારાયણ સિંઘ અને નરહત સમાઈના જમીનદાર ઈકબાલ અલી ખાને આગળપડતી ભૂમિકા ભજવી મહેસૂલ પૂરતું ન ચુકવવા બદલ ઘણા જમીનદારોને કંપનીએ જેલમાં પૂરી દીધા હતા તે બધા હવે એકઠા થયા અને અંગ્રેજોની ફોજી ટુકડીઓ માટે માથાનો દુખાવો બની ગયા પરંતુ ચૈત સિંહની જગ્યાએ એના ભત્રીજાને ગોઠવી દીધા પછી કંપનીએ એની પાસેથી ૪૦ લાખ રૂપિયા વસૂલ કરવાનો હુકમ આપ્યો આની પણ બિહારમાં બહુ નકારાત્મક અસર રહી અને જમીનદારો ૧૭૯૦માં ફરી આકારણી થશે ત્યારે એમનો ભાગ વધે એવી લાલચમાં ફરી કંપનીનાં ચરણ ચાંપતા થઈ ગયા આપણે વારાણસીના આ વીર સમક્ષ માથું નમાવીએ 0x0x0 1 like loading author dipak dholakia posted on 08 09 2022 19 09 2022 categories history tags કોઈનો લાડકવાયો king cheyt sing of varanasi martyrs of indian freedom struggle web gurjari leave a comment on martyrs of indian freedom struggle 7 king cheyt sing of varanasi ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 364 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું સપ્ટેમ્બર 2022 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ઓગસ્ટ ઓક્ટોબર bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 364 hits મારી બારી blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar ટિપ્પણીઓ લોડ કરી રહ્યું છે એક ટિપ્પણી લખો ઇમેઇલ required નામ required વેબસાઇટ d design a site like this with wordpress com શરૂ કરો
|