Meta tags:
description= 2 posts published by Dipak Dholakia during February 2023;
Headings (most frequently used words):
of, dipak, martyrs, indian, freedom, struggle, 1857, war, dholakia, spam, blocked, મહિનો, ફેબ્રુવારી, 2023, 18, stage, in, gujarat, ૧૮૫૭, ગુજરાતના, શહીદો, 17, first, independence, ૧૮૫૭નો, સ્વાતંત્ર્ય, સંગ્રામ, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (63), માર્ચ (31), 2023 (31), જાન્યુઆરી (29), જૂન (28), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), ફેબ્રુવારી (25), 2017 (25), 2018 (25), એપ્રિલ (24), 2016 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2024 (24), મૃત્યુ (24), 2012 (22), 2015 (22), 2013 (18), 2022 (18), હતો (18), 2011 (16), હતી (16), ગયા (16), martyrs (15), freedom (15), struggle (15), ૧૮૫૮ (15), 2014 (14), 2025 (13), indian (13), એમને (13), હતા (13), સાથે (13), ૧૮૫૯ (12), કરી (11), સિપાઈ (11), પરંતુ (10), બીજા (10), પછી (10), મારી (9), 1857 (9), નથી (9), કર્યો (9), કરીને (9), આંદામાન (9), com (8), સામે (8), દેવાયા (8), પાસે (8), નામ (7), dipak (7), માટે (7), આપી (7), અંગ્રેજી (7), હોય (7), ૧૮૫૭ના (7), સિપાઈઓ (7), ત્યાં (7), https (7), ગરબડદાસ (7), દેશી (7), war (6), એટલે (6), કોઈ (6), એમની (6), સુધી (6), પહોંચી (6), લોકો (6), તોપને (6), બાંધીને (6), એમના (6), gujarat (6), ટુકડી (6), ઍપ્રિલ (6), તરત (6), ગયો (6), હતું (6), રહ્યું (5), બારી (5), dholakia (5), શોધો (5), history (5), બીજી (5), એને (5), અલગ (5), મુખ્ય (5), બધી (5), ફાંસી (5), ખાન (5), એની (5), અંગ્રેજો (5), વિદ્રોહ (5), કેદ (5), મોકલી (5), આવી (5), નાયકડા (5), અંગ્રેજ (5), હુમલો (5), વડોદરા (5), ભાગી (5), છૂટ્યા (5), વિદ્રોહીઓ (5), આવ્યો (5), જીવાભાઈ (5), કરો (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), અહીં (4), મળી (4), ફોજ (4), બળવો (4), ત્યારે (4), માત્ર (4), શહીદો (4), રહી (4), બની (4), અંગ્રેજોની (4), તૈયાર (4), માર્યા (4), ભાગ (4), સિંહ (4), જાહેર (4), અથવા (4), અસંખ્ય (4), ઉડાવી (4), દીધા (4), પાછો (4), વર્ષ (4), અસંતોષ (4), ઑક્ટોબર (4), ૧૮૫૮માં (4), કૅપ્ટન (4), જેલમાં (4), બાપુ (4), પકડાઈ (4), અનુમાન (4), બન્ને (4), પટેલ (4), વિરુદ્ધ (4), દીધી (4), ગામ (4), હતાં (4), ઠાકોર (4), કૂતરાને (4), like (3), this (3), wordpress (3), view (3), other (3), india (3), સંદેશ (3), આવા (3), ઘણા (3), આપણે (3), વિગતો (3), દરેક (3), સિપાઈઓએ (3), વાત (3), ગુજરાત (3), મોકલ્યો (3), ફોજના (3), ઉપર (3), લીધો (3), કર્યા (3), હાથમાં (3), છોડી (3), મેં (3), www (3), org (3), થયા (3), વચ્ચે (3), રીતે (3), કથાઓ (3), જાણીએ (3), છીએ (3), શાહ (3), વિદ્રોહીઓએ (3), શસ્ત્રો (3), હોવાથી (3), થયો (3), તેમ (3), એમાં (3), સજા (3), નાળચે (3), પામ્યા (3), વધારે (3), લડ્યા (3), ઉપરાંત (3), રત્નાજી (3), ગુજરાતમાં (3), ભીલો (3), રૂપસિંહ (3), નાયક (3), કબજો (3), એમનો (3), નારાયણ (3), સાત (3), બાપુજી (3), એમણે (3), દેવાઈ (3), ડિસેંબર (3), ખરા (3), નામનું (3), શકતું (3), સિપાઈઓની (3), તારીખ (3), શકાય (3), યોજના (3), કરવાની (3), અમીર (3), મોંએ (3), દીધું (3), બાજુ (3), મહારાવના (3), અમદાવાદમાં (3), રાતે (3), અફસરો (3), સાથી (3), પોતાના (3), ગોઠવી (3), કરે (3), નજીક (3), આવ્યા (3), છાવણી (3), પરેડ (3), બંદૂકો (3), લટકાવી (3), ગ્રેનેડિયરોની (3), કરતા (3), પંચમહાલ (3), સવારો (3), ટેલર (3), ગુજરાતના (3), શરૂ (2), site (2), required (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 371 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), લેખ (2), email (2), address (2), leave (2), comment (2), first (2), independence (2), web (2), gurjari (2), ist (2), indepence (2), કોઈનો (2), લાડકવાયો (2), tags (2), categories (2), posted (2), author (2), loading (2), ૦૦૦ (2), હું (2), ખરેખર (2), જેમની (2), શકી (2), કરીએ (2), જરૂરી (2), જગ્યાએ (2), તરીકે (2), ગુજરાતની (2), શહીદ (2), ગુજરાતી (2), બધું (2), કારણ (2), ખાસ (2), સિપાઈઓનાં (2), મૂળ (2), માહિતી (2), ફોજમાં (2), કહે (2), નામો (2), ગયાં (2), અંગ્રેજોએ (2), પોતાનાં (2), શક્ય (2), કરતાં (2), ઉપયોગ (2), ગ્રંથોનો (2), વિના (2), પરથી (2), માંડીને (2), ગ્રંથો (2), ભારત (2), કોણ (2), અપાઈ (2), એમાંથી (2), શહીદોને (2), શહીદોનાં (2), લીધી (2), સરકારે (2), સંદર્ભઃ (2), વીરોની (2), પાંડે (2), બહાદુર (2), જોઈએ (2), જરૂર (2), શહેનશાહ (2), ૧૮૫૭નો (2), ઉત્તર (2), ભારતમાં (2), વિદ્રોહની (2), સામાન્ય (2), દેશના (2), ખૂણે (2), અભાવ (2), સમયે (2), જેમ (2), પકડાયા (2), કાળા (2), પાણીની (2), મોટા (2), પહોંચ્યા (2), સ્વાતંત્ર્ય (2), સંગ્રામ (2), સ્થિતિ (2), stage (2), પ્રકરણ (2), આગળ (2), facebook (2), સંદર્ભ (2), આભાર (2), kolistan (2), blogspot (2), html (2), દર્શાવેલા (2), ૧૮૫૭ની (2), પંચમહાલમાં (2), પોકાર્યો (2), પંચમહાલના (2), ભીલોનો (2), ગામની (2), મકરાણીઓ (2), લશ્કરી (2), હેઠાં (2), પડી (2), વર્ષની (2), કેટલાંક (2), કરાયું (2), બધા (2), રામ (2), આંદામાનમાં (2), ગાયકવાડી (2), પ્રયાસ (2), ત્રણેયને (2), લોકોને (2), કારણે (2), થોડા (2), નીચે (2), જોતાં (2), હોવા (2), ઉલ્લેખ (2), કંપનીની (2), અમદાવાદ (2), આમાંથી (2), કૃષ્ણરામ (2), દવે (2), માલોજી (2), કોળીઓની (2), લઈને (2), લોદરા (2), નીકળ્યો (2), મગનલાલ (2), મળતાં (2), ગોળી (2), રાજ્ય (2), ભાઈ (2), ગાયકવાડ (2), કાઢી (2), મળીને (2), નામે (2), કામ (2), ખેડા (2), એનો (2), ઠાકોરે (2), તોપો (2), એણે (2), ઘોડેસવાર (2), તૈયારી (2), દળો (2), નહોતો (2), આર્ટિલરીના (2), નહોતા (2), ગ્રાઉંડમાં (2), અફસર (2), પાડી (2), છાવણીમાં (2), રેજિમેન્ટ (2), ફાંસીએ (2), સાતમી (2), મ્યૂટર (2), પાસવર્ડ (2), વખતે (2), સંત્રીને (2), દિવસે (2), મોટો (2), જીવાભાઈના (2), એમનાં (2), સાથીઓ (2), સામસામે (2), જોડાયા (2), ખાનપુર (2), કોળી (2), ૧૪૦ (2), બળવાની (2), ઈસ્ટ (2), ઇંડિયા (2), તિલેદાર (2), પાંચ (2), મધ્ય (2), બાંધી (2), રોટલા (2), ભરીને (2), દેતા (2), અપશુકન (2), વિદાય (2), ખ્રિસ્તી (2), અમદાવાદની (2), હૉર્સ (2), વિદ્રોહીઓની (2), ચાલતી (2), રંગાજી (2), જમીનો (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, slavery, and, for, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, મેળવો, આવતા, અંકમાં, ગુજરાતથી, શરૂઆત, કરીશ, વીરો, અનામ, રહ્યા, શકાઈ, તેમને, સૌને, વંદન, ચોખવટ, પ્રદેશમાં, નોકરીને, ઠોકરે, ચડાવીને, દાખલા, લશ્કરની, સેવા, તારવવું, મુશ્કેલ, ગ્રંથની, ટીમને, વતનની, હિન્દુસ્તાનીઓને, કહેતા, એનાથી, હોદ્દો, અપાતો, ગ્રંથોના, સંપાદક, સ્પષ્ટ, હજી, ઘણાં, બાકી, તેવું, શકે, મુખ્યત્વે, અદાલતો, લશ્કરના, દસ્તાવેજોનો, આધાર, કરતૂતો, છુપાવવા, રિપોર્ટ, છેવટે, વિજેતાઓના, દીધાં, સ્પષ્ટતા, તરફથી, મારા, શકાશે, ડાઉનલોડ, મૂલ્યે, http, archive, પ્રકાશિત, ૨૦૧૬, ૨૦૧૦થી, કરેલા, પ્રદેશવાર, સંયુક્ત, પરિષદે, સંશોધન, ઇતિહાસ, ભારતીય, મંત્રાલય, સંસ્કૃતિ, સરકારના, તારવી, કેટલાને, કેટલા, લડાઈમાં, વર્ષે, સિવાય, મળે, ક્રમસર, ૧૯૪૨ના, ૧૯૩૦, ૧૯૧૫, ૧૯૦૫, ૧૮૯૯, ૧૮૬૦, મૂક્યા, પ્રમાણે, આલ્ફાબેટ, અંગ્રેજીની, ગ્રંથોમાં, બનેલો, બબ્બે, બીજો, પહેલો, મદદ, ભાગોની, ચાર, dictionary, 1947, આના, પ્રસિદ્ધ, કરેલી, કેટલાય, મંગલ, ઝફર, ઝાંસીની, રાણી, લક્ષ્મીબાઈ, નાનાસાહેબ, પેશવા, તાત્યા, ટોપે, કુંવર, અઝીમુલ્લાહ, વગેરે, વારંવાર, કહેવાતી, રહેવી, કહીશ, મારો, ઉદ્દેશ, અનામી, કહેવાનો, આપણા, આપણ, ઝફરને, હિન્દનો, કદાચ, મેરઠથી, દિલ્હી, આવેલા, વિદ્રોહી, હિન્દુસ્તાની, ચોક્કસ, જાણતા, તખ્તો, પ્રાંતો, રજવાડાંની, વસ્તી, વ્યાપકતા, એટલી, લોકોએ, ઉપાડ્યાં, આયોજનનો, હવા, ફેલાતી, જોડાતા, યુદ્ધના, મેદાનમાં, કાં, તાબડતોબ, ઝાડેથી, લટકાવીને, ફાંસીની, કેટલાયને, ટાપુ, તેમાંથી, શક્યો, એટલા, સિતમ, ભાગના, મહિનાથી, મહિનાની, અંદર, ભાગ્યે, એવા, મહિના, તેથી, જીવ્યા, રાજ્યોની, ચિત્ર, સૌજન્યઃ, commons, wikimedia, wiki, file, indian_revolt_of_1857_states_map, svg, ભારતના, ઇતિહાસમાં, ૧૮૫૭નું, સીમાચિહ્ન, પહેલી, વાર, પ્રજાજનો, રાજવીઓ, ખેડૂતો, જમીનદારો, હિન્દુઓ, મુસલમાનો, થઈને, જનતાના, વર્ગને, અંગ્રેજોથી, શ્રેણી, ભારતઃ, ગુલામી, સ્વતંત્રતા, માટેનો, સંઘર્ષ, ૨૦માંથી, gazetteer, bombay, 1896, vol, part, page, 475, onward, disturbances, 1859, ashburner, દસ્તાવેજમાં, પૃષ્ઠ, ૪૩૩થી, લાલો, gujjulalo, photos, 831042730389419, 1829149693912046, type, વિપુલ, સાવલિયા, રંગાજીના, સ્મારક, સ્થળની, તસવીર, સુત્ર, groups, 478883392293060, posts, 769998766514853, વ્યક્તિગત, વિશેષ, gujarattimesusa, gujarativishwakosh, koli, uprising, khanpur, thakor, caste, thakore, sidebar, સૌનો, પહેલાંની, શ્રેણીના, લેખો, તોનો, સ્રો, ફેબ્રુઆરીના, લેખમાં, કરવામાં, ઘટનાઓ, એકાદ, શાંતિ, ભીલોએ, વાસી, સરકારની, જંગલ, નીતિ, જાંબુઘોડા, બળવાનું, અગત્યનું, કેંદ્ર, કેવળ, નાયકના, કમાન, રૂપો, ઝીંઝરી, જાગીરનો, વારસ, કેવળે, ભીલોને, એકઠા, નારુકોટનું, થાણું, લૂંટ્યું, બૅટ્સની, દિવસ, નાયકડાઓનું, વર્ચસ્વ, ચાંપાનેર, નારુકોટ, વચ્ચેના, પ્રદેશ, રૂપસિંહનો, સ્થપાયો, વિદ્રોહમાં, રહીને, રિચર્ડ, બૉર્નરની, પરાજય, રૂપસિંહને, મૂકવાની, ફરજ, બહાઉલ, પિતા, દુલ્લા, અબ્દુલ્લા, વિશે, કંઈ, મળતી, રામચંદ્ર, કૃષ્ણ, જગન્નાથ, ભટ્ટ, અંગદ, પ્રાણ, શંકર, ભગવાન, દાજી, રાવ, કાશીનાથ, લક્ષ્મીરામ, દરેકને, વર્ષનો, કારાવાસ, ગોપાલકૃષ્ણ, મુરલીધર, શંભુ, દોલત, વડોદરાના, રાજ્યમાંથી, ગંગાસિંહ, ઊસર, સિહ, જલારામ, પંડિત, ભાગવાનો, ૧૮મી, મેના, રોજ, શાદા, સહદા, શૈદા, ઉપદારુત, ઉપેન્દર, સોમપાલ, ઑગસ્ટ, સોર્બાતા, મનજી, રજ્જુત, રજત, રજબ, પોહ, ઉંમર, નાદીર, ઍપ્રિલ૧૮૫૯, મુસ્કીન, ઝહૂર, ગુરાડિયા, જુલાઈ, નવેંબર, ઈનામ, બુલ્દીન, સપ્ટેંબર, બૂર્ઝૂ, તારીખો, પિતાઓનાં, જુદાં, પડે, બૂરખા, બુરહાનુદ્દીન, બોહોર્ત, જૂને, બહુ, થતા, ભયંકર, અત્યાચારોને, વખતમાં, આપ્યાં, પહોંચવાની, મૃત્યુની, અત્યાચારોનો, ભોગ, બનીને, ટપોટપ, મરતા, દેખાડી, આખા, દેશમાંથી, પટેલનો, ગયાની, વડોદરામાં, ૬૬મી, રેજિમેંટમાં, ભાગ્યા, કબજે, પહેલાં, ભાગે, ગણ્યાંગાંઠ્યાં, મળ્યાં, લઈએ, જોશીને, નાખ્યાનું, જણાવી, ઘટનાઓમાં, ઓછામાં, ઓછા, હજાર, માણસોને, નાખ્યા, લાશો, દિવસો, ઝાડો, પાર, ઝૂલતી, કેટલાંય, ગામો, તદ્દન, ખેદાનમેદાન, અમદાવાદનો, પોલીસ, સુપરિન્ટેન્ડન્ટ, મેજર, ઍગર, તરફ, થોડી, ચકમક, ઝરી, દિવસમાં, વિદ્રોહીઓને, વેજાપુર, ત્રણને, છેક, ૧૫મી, ઑક્ટોબરે, ખબર, ઍશબર્નર, મેદાને, ઊતર્યો, કમનસીબે, વિદ્રોહીઓમાં, શિસ્તનો, ઍશબર્નરને, વિદ્રોહીઓના, સૈનિકો, છોડ્યા, પોતપોતાની, જગ્યાએથી, નવ્વાણું, મહીની, કોતરોમાંથી, નવને, દેશવટો, દેવાયો, બાકીનાને, માફી, આપવામાં, વડોદરાનું, ખાનગી, પિતાની, પત્નીના, પુત્ર, અર્ધ, ગોવિંદરાવ, ઉર્ફે, મહારાવ, કાવતરું, કરવા, વડોદરામાંથી, મૂકવામાં, શાહીબાગમાં, રહેતો, ગાયકવાડે, મલ્હારરાવ, યુરોપિયનોનું, કાસળ, નાખવાની, બનાવી, ખેડામાં, યુરોપિયનોની, કતલ, સાતારાના, રાજાને, નવું, બનાવવાનું, ધાર્યું, બાપુનું, લશ્કરમાં, ફેલાવવાનું, દરરોજ, બાપુને, ઘરે, મળતા, મલ્હારરાવનો, ત્રીજો, ભોંસલે, રાજા, જિલ્લો, સોંપાયો, ઝવેરી, ન્યાલચંદ, બન્નેનું, જિલ્લામાં, ઠાકોરો, પટેલોને, કરવાનું, ઠાકોરોએ, સહકારની, ખાતરી, ઉમેટાના, કિલ્લા, જેથી, બચાવ, કડી, પરગણામાં, ભરતી, નામના, માણસને, હજારનું, પાયદળ, દોઢસોનું, ગોઠવ્યું, મહી, કાંઠે, પ્રતાપપુર, ખેડાના, પોતાનું, લશ્કર, વડોદરાથી, કિલોમીટર, દૂર, ચોક, તળાવ, ૧૬મી, ઑક્ટોબરની, યુરોપિયન, હાથ, મિલાવ્યા, જ્યારે, થાય, ખાલી, કારતૂસો, વાપરવાના, બળવાખોરોની, એવી, આર્ટિલરી, એકબીજાનો, વિશ્વાસ, સપ્ટેમ્બરની, ૧૪મીની, મધરાતે, ગ્રેનેડિયરો, ભરી, બહાર, ગ્રેનેડિયરોનો, લેવા, સુબેદારે, ઉલટું, ફાયરિંગ, ધમકી, આથી, ગ્રેનેડિયરનો, વળી, સાથેના, નિરાશ, બીકના, ફેંકીને, બંદૂકોની, રાહ, જોતા, આર્ટિલરીની, ભાગદોડ, જોઈને, શંકા, ગ્રાઉંડ, એકવીસ, ભરેલી, આખી, ગુનેગાર, છતાં, જેમના, ચડેલી, કોર્ટ, માર્શલ, બધાની, હાજરીમાં, સિપાઈઓને, સપ્ટેમ્બરમાં, બટાલિયનો, નૅટિવ, ઇન્ફન્ટ્રી, સારા, સંબંધ, રેજિમેન્ટનો, ચોકી, પહેરાની, ડ્યૂટી, ઇન્ફ્ન્ટ્રીના, ભંડાર, ક્વાર્ટર, ગાર્ડ, પહોંચ્યો, સંત્રીએ, માગ્યો, જાણતો, ચાલ્યો, જનરલ, રૉબર્ટ્સ, મ્યૂટરની, ધરપકડ, મૂક્યો, ઘટનાને, શત્રુતાની, ભાવના, સતેજ, બળવાનો, નિષ્ફળ, સાણંદના, મુખી, ખાનપુરને, કચડી, નાખીને, ગોરાઓની, સેના, આણંદની, લોટિયા, ભાગોળે, તેણે, કાયમી, નાખી, સમાચાર, ગરબડદાસે, બદલો, લેવાનું, નક્કી, લીધું, લગ્ન, થયાં, સુહાગ, રાત, મનાવવાને, બદલે, લડાયક, છાનામાના, ઘુસી, અશ્વદળના, ઘોડાઓના, પૂંછડાં, કાપી, લીધાં, અંગ્રેજોનું, અપમાન, હવે, જેવા, જોશી, છોડીને, ક્રૂરતાથી, વર્તતા, કેસ, ચલાવીને, આપીને, એમનું, ૧૮૬૦માં, ગયું, બ્રિટિશ, સેનાએ, આખું, સળગાવી, નિર્દોષોને, પકડીને, જીવતા, અંગ્રેજોના, સપડાઈ, ફોજે, ગામમાં, આજે, વડને, ફાંસિયો, અંતે, બહાદુરીથી, આરબો, ખાનપુરના, જીવાભાઈએ, ઠકરાતોની, નેતાગીરી, સંભાળીને, મોરચો, માંડ્યો, જાણીને, કંપનીએ, લૂણાવાડામાં, બક્લેની, આગેવાની, બટાલિય્ન, સાથીઓના, હુમલાના, જવાબમાં, વળતો, દેવગઢ, બારિયામાં, ચૂકી, હિંદુસ્તાની, ત્યાંથી, કેટલાયે, ખાનની, વળતા, હુમલામાં, ખાનને, મોતને, ઘાટે, ઉતારી, લુણાવાડાનું, બળવામાં, મોખરે, રહ્યાં, પાલ્લા, બારિયા, ઝાલોદ, લૂણાવાડા, ગોધરા, દાહોદ, જમીનદાર, ખાને, આસપાસની, આદિવાસી, કોમોને, એકઠી, હજારની, ઊભી, અંગ્રેજોનાં, થાણાંઓ, હુમલા, વિપ્લવના, સમયથી, સત્તાને, પડકારવામાં, ભારતની, મહત્ત્વનું, ઘટના, રોટી, કમળ, ફરતાં, પંચમહાલનાં, બધાં, ગામે, છુપા, ભટકતા, જતા, કોણે, ક્યાંથી, જાણતું, નહોતું, કૂતરો, ભારતમાંથી, એના, ગળામાં, ખાવાપીવાના, સામાનની, ટોકરી, ગામના, કૂતરાઓને, ખવડાવીને, ફરીથી, ટોકરીમાં, ગળે, સીમમાં, વિદ્રોહનો, કહી, એટલું, ખરું, માનવા, લાગ્યા, કૂતરાનું, આવવું, મોટી, આફતનો, સંકેત, ગામેથી, પનોતીને, મહિનામાં, ફાટી, તેની, અસર, મુંબઈ, પ્રાંત, દેખાવા, લાગી, કચ્છના, રણમાંથી, ગૂણો, મીઠું, લાદીને, રાજપુતાના, જવાતું, ગૂણ, સિંદૂરનો, ડાઘ, દેખાયો, મજુરો, સમજ્યા, ગાયનું, લોહી, બધે, ફેલાઈ, સરકાર, ધર્મભ્રષ્ટ, બનાવવા, માગે, વિપ્લવનો, જુમા, મસ્જિદના, મૌલવી, સિરાજુદ્દીને, અમદાવાદના, કેન્ટોનમેન્ટના, સમક્ષ, આવું, ભાષણ, કર્યું, ૯મી, જુલાઈએ, સવારોએ, યુરોપિયનો, લેફ્ટેનન્ટ, પિમે, બાર, પીછો, રસ્તામાં, ટુકડીના, ત્રણ, કોળીઓ, મળ્યો, પિમ, પાછળ, તાજપુર, ધીંગાણું, થયું, પિમની, ગયેલા, ઘોડેસવારોએ, ચલાવવાની, સાફ, ટેલરે, વાટાઘાટનો, રસ્તો, વાતચીત, ગોળીઓ, જેમાં, ગંભીર, ઘાયલ, પાછળથી, બચી, કોળીઓના, ગોળીબારમાં, પહેલવહેલા, હથિયારો, મૂક્યાં, લેવાયા, શક્યાં, ખૂણેખૂણે, બીજાં, કારણસર, હકુમત, ગુજરાતનાં, છાપાં, સરકારને, વફાદાર, નહોતાં, છડેચોક, ટીકા, દાન, ઇનામ, મળેલી, જમીનોની, સર્વે, જેની, પૂરતાં, કાગળિયાં, તેમની, આંચકી, લેવાની, જોગવાઈ, ઠાકોરોની, ઠકરાત, ઝુંટવી, લેવાય, એવો, મુસલમાનોમાં, પાદરીઓના, પગપેસારા, લગભગ, મસ્જિદોમાં, મૌલવીઓ, નમાઝ, ખુત્બા, પઢતાં, બેધડક, રાજના, આખરી, દિવસોની, આગાહીઓ, ૧૮૫૭, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,
Text of the page (random words):
ારે સતેજ બની બળવાખોરોની યોજના એવી હતી કે બન્ને દળો અને આર્ટિલરી સાથે મળીને બળવો કરે પરંતુ એમને એકબીજાનો વિશ્વાસ નહોતો આર્ટિલરીના દેશી અફસરો તૈયાર નહોતા સપ્ટેમ્બરની ૧૪મીની મધરાતે ગ્રેનેડિયરો પોતાના પરેડ ગ્રાઉંડમાં ભરી બંદૂકો સાથે આવ્યા તોપો પણ બહાર લઈ આવ્યા ગ્રેનેડિયરોનો એક દેશી અફસર એક ટુકડી લઈને એનો કબજો લેવા ગયો પણ આર્ટિલરીના સુબેદારે ના પાડી અને ઉલટું એમના જ પર ફાયરિંગ કરવાની ધમકી આપી આથી ગ્રેનેડિયરનો અફસર પાછો વળી ગયો એની સાથેના સિપાઈઓ નિરાશ થઈ ગયા અને બીકના માર્યા પોતાનાં શસ્ત્રો ફેંકીને ભાગી છૂટ્યા આ બાજુ પરેડ ગ્રાઉંડમાં બીજા સિપાઈઓ બંદૂકોની રાહ જોતા હતા પણ આર્ટિલરીની છાવણીમાં ભાગદોડ જોઈને એમને શંકા પડી અને ભાગી છૂટ્યા પરેડ ગ્રાઉંડ પર એકવીસ ભરેલી બંદૂકો મળી આખી રેજિમેન્ટ ગુનેગાર હોવા છતાં માત્ર બંદૂકો જેમના નામે ચડેલી હતી એમને કોર્ટ માર્શલ કરીને બધાની હાજરીમાં ૨૧ સિપાઈઓને ફાંસીએ લટકાવી દેવાયા ૦૦૦ ગાયકવાડ અંગ્રેજો વિરુદ્ધ વડોદરાનું ગાયકવાડી રાજ્ય ખાનગી રીતે અંગ્રેજોની વિરુદ્ધ જ હતું પણ એને અંગ્રેજોની જરૂર પણ હતી મહારાવના પિતાની બીજી પત્નીના પુત્ર એટલે કે મહારાવના અર્ધ ભાઈ ગોવિંદરાવ ઉર્ફે બાપુ ગાયકવાડ ને મહારાવ વિરુદ્ધ કાવતરું કરવા બદ વડોદરામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો એ અમદાવાદમાં શાહીબાગમાં રહેતો હતો બાપુ ગાયકવાડે મહારાવના બીજા ભાઈ મલ્હારરાવ સાથે મળીને યુરોપિયનોનું કાસળ કાઢી નાખવાની યોજના બનાવી વડોદરા અમદાવાદ અને ખેડામાં યુરોપિયનોની કતલ કરીને સાતારાના રાજાને નામે નવું રાજ્ય બનાવવાનું એમણે ધાર્યું હતું બાપુનું કામ અમદાવાદમાં લશ્કરમાં અસંતોષ ફેલાવવાનું હતું દરરોજ રાતે દેશી અફસરો બાપુને ઘરે મળતા બાપુ અને મલ્હારરાવનો ત્રીજો સાથી ભોંસલે રાજા હતો એને ખેડા જિલ્લો સોંપાયો હતો એનો સાથી હતો ઝવેરી ન્યાલચંદ એ બન્નેનું કામ ખેડા જિલ્લામાં ઠાકોરો અને પટેલોને તૈયાર કરવાનું હતું એમને ઠાકોરોએ સહકારની ખાતરી આપી ઉમેટાના ઠાકોરે તો પોતાના કિલ્લા પર તોપો પણ ગોઠવી દીધી કે જેથી અંગ્રેજ ફોજ હુમલો કરે તો બચાવ કરી શકાય કડી પરગણામાં સિપાઈઓની ભરતી માટે એમણે મગનલાલ નામના એક માણસને મોકલ્યો એણે બે હજારનું પાયદળ અને દોઢસોનું ઘોડેસવાર દળ લોદરા ગામ પાસે ગોઠવ્યું મહી કાંઠે પ્રતાપપુર ગામ નજીક ખેડાના ઠાકોરે પોતાનું લશ્કર ગોઠવી દીધું એ વડોદરાથી આઠ કિલોમીટર દૂર ચોક તળાવ સુધી આવ્યા ૧૬મી ઑક્ટોબરની રાતે યુરોપિયન છાવણી પર હુમલો કરવાની બધી તૈયારી હતી અંગ્રેજી ફોજના દેશી સિપાઈઓએ પણ એમની સાથે હાથ મિલાવ્યા હતા જ્યારે હુમલો થાય ત્યારે દેશી સિપાઈઓ ખાલી કારતૂસો વાપરવાના હતા છેક ૧૫મી ઑક્ટોબરે આ ખબર મળતાં ઍશબર્નર એની ટુકડી સાથે વિદ્રોહીઓ સામે મેદાને ઊતર્યો કમનસીબે વિદ્રોહીઓમાં શિસ્તનો અભાવ હતો અને ઍશબર્નરને જોતાં જ વિદ્રોહીઓના સૈનિકો એક પણ ગોળી છોડ્યા વિના પોતપોતાની જગ્યાએથી ભાગી છૂટ્યા નવ્વાણું જણ મહીની કોતરોમાંથી પકડાયા આમાંથી દસ મુખ્ય હતા એમને તોપને મોંએ બાંધીને ઉડાવી દેવાયા નવને દેશવટો આપી દેવાયો અને બાકીનાને માફી આપવામાં આવી બીજી બાજુ અમદાવાદનો પોલીસ સુપરિન્ટેન્ડન્ટ મેજર ઍગર કોળીઓની ટુકડી લઈને લોદરા તરફ નીકળ્યો થોડી ચકમક ઝરી તે પછી મગનલાલ ભાગી છૂટ્યા પણ થોડા દિવસમાં પકડાઈ ગયા એમને અને બીજા બે વિદ્રોહીઓને વેજાપુર પાસે તોપને મોંએ બાંધીને ઉડાવી દેવાયા બીજા ત્રણને ફાંસી અપાઈ ૧૮૫૭ની ઘટનાઓમાં ઓછામાં ઓછા દસ હજાર માણસોને અંગ્રેજ સરકારે મારી નાખ્યા અસંખ્ય લાશો દિવસો સુધી ઝાડો પાર ઝૂલતી રહી કેટલાંય ગામો તદ્દન ખેદાનમેદાન થઈ ગયાં આમાંથી મોટા ભાગે સિપાઈઓનાં ગણ્યાંગાંઠ્યાં નામ મળ્યાં છે એમનો ઉલ્લેખ કરી લઈએ ઉપર અમીર ખાન બાપુજી પટેલ કૃષ્ણરામ દવે અને માલોજી જોશીને તોપને મોંએ બાંધીને મારી નાખ્યાનું જણાવી દીધું છે તે ઉપરાંત રામ નારાયણ વડોદરામાં કંપનીની ૬૬મી રેજિમેંટમાં વિદ્રોહ કરીને ભાગ્યા હતા એમની યોજના વડોદરા અને અમદાવાદ કબજે કરવાની હતી પણ તે પહેલાં જ પકડાઈ ગયા અને એમને ફાંસી આપી દેવાઈ બહુ ઘણા લોકોને આંદામાન મોકલી દેવાયા જે બધા ત્યાં જેલમાં થતા ભયંકર અત્યાચારોને કારણે થોડા જ વખતમાં મૃત્યુ પામ્યા નીચે નામો આપ્યાં છે એમની આંદામાન પહોંચવાની તારીખ અને મૃત્યુની તારીખ જોતાં અનુમાન કરી શકાય કે અત્યાચારોનો ભોગ બનીને ટપોટપ મરતા હોવા જોઈએ અહીં માત્ર ગુજરાતની સ્થિતિ દેખાડી છે પણ આખા દેશમાંથી અસંખ્ય લોકોને આંદામાન મોકલી દેવાયા હતા ઉપર ગરબડદાસ પટેલનો ઉલ્લેખ આવી ગયો છે આ શહીદોનાં નામ આંદામાન ગયાની તારીખ અને મૃત્યુ સિપાઈ બોહોર્ત ખરા નામનું અનુમાન થઈ શકતું નથી માર્ચ ૧૮૫૯ મૃત્યુ ૩ જૂને સિપાઈ બુરહાનુદ્દીન ઍપ્રિલ ૫૮ મૃત્યુ ૭ જૂન સિપાઈ બૂરખા ખરા નામનું અનુમાન થઈ શકતું નથી જૂન ૧૮૫૮ મૃત્યુ ૧૨ ડિસેંબર ૧૮૫૮ સિપાઈ બૂર્ઝૂ ખરા નામનું અનુમાન થઈ શકતું નથી જૂન ૧૮૫૮ મૃત્યુ ૧૨ ડિસેંબર ૧૮૫૮ આ બન્ને સિપાઈઓની તારીખો એક જ છે માત્ર પિતાઓનાં નામ જુદાં હોવાથી અલગ પડે છે સિપાઈ બુલ્દીન ઍપ્રિલ ૧૮૫૮ મૃત્યુ ૧૩ સપ્ટેંબર ૧૮૫૮ સિપાઈ ઈનામ ખાન ૧૮૫૮માં આંદામાન મૃત્યુ ૧૮૫૯ સિપાઈ ઝહૂર ગુરાડિયા જુલાઈ ૧૮૫૮ મૃત્યુ નવેંબર ૧૮૫૮ સિપાઈ મુસ્કીન ૧૮૫૮ મૃત્યુ ઑક્ટોબર ૧૮૫૯ નાદીર શાહ માર્ચ ૧૮૫૯ મૃત્યુ ૧૨ ઍપ્રિલ૧૮૫૯ ઉંમર ખાન વડોદરા આંદામાનમાં મૃત્યુ પોહ સિંહ ઍપ્રિલ ૧૮૫૮ મૃત્યુ ૧૦ ડિસેંબર ૧૮૫૮ રજ્જુત રજત રજબ માર્ચ ૧૮૫૯ મૃત્યુ ૩ મે ૧૮૫૯ મનજી માર્ચ ૧૮૫૯ મૃત્યુ ૩ મે ૧૮૫૯ સોર્બાતા માર્ચ ૧૮૫૯ મૃત્યુ ૬ જૂન ૧૮૫૯ સોમપાલ પાંડે ઍપ્રિલ ૧૮૫૮ મૃત્યુ ૩૦ ઑગસ્ટ ૧૮૫૮ ઉપદારુત સિંહ ઉપેન્દર ઍપ્રિલ ૧૮૫૮ ૧૯ ઑક્ટોબર ૧૮૫૮ શાદા સહદા શૈદા માર્ચ ૧૮૫૯ ૨૫ મે ૧૮૫૯ સિપાઈ ગંગાસિંહ ઊસર સિહ અને જલારામ પંડિત ઍપ્રિલ ૧૮૫૮માં આંદામાન પહોંચ્યા તરત જ એમણે ભાગવાનો પ્રયાસ કર્યો પણ પકડાઈ ગયા ૧૮મી મેના રોજ ત્રણેયને ફાંસી આપી દેવાઈ વડોદરાના ગાયકવાડી રાજ્યમાંથી ગોપાલકૃષ્ણ મુરલીધર બાપુજી અને શંભુ દોલત રામ આંદામાનમાં મૃત્યુ અંગદ સિંહ પ્રાણ શંકર ભગવાન દાજી બાપુ રાવ કાશીનાથ અને લક્ષ્મીરામ નારાયણ દરેકને ૧૪ વર્ષનો કારાવાસ બધા જેલમાં જ મૃત્યુ પામ્યા કૃષ્ણ જગન્નાથ ભટ્ટ વડોદરા સાત વર્ષની કેદ જેલમાં મૃત્યુ કેટલાંક વર્ષ જાહેર કરાયું રામચંદ્ર નારાયણ વડોદરા દસ વર્ષની કેદ જેલમાં મૃત્યુ કેટલાંક વર્ષ પછી જાહેર કરાયું બહાઉલ પિતા દુલ્લા અબ્દુલ્લા એમના વિશે કંઈ માહિતી નથી મળતી નાયકડા ભીલોનો વિદ્રોહ ૧૮૫૭ની મુખ્ય ઘટનાઓ પછી એકાદ વર્ષ ગુજરાતમાં શાંતિ રહી પરંતુ ઑક્ટોબર ૧૮૫૮માં પંચમહાલમાં નાયકડા ભીલોએ બળવો પોકાર્યો નાયકડા ભીલો પંચમહાલના વાસી નાયકડા ભીલોનો વિદ્રોહ અંગ્રેજ સરકારની જંગલ નીતિ સામે હતો જાંબુઘોડા બળવાનું અગત્યનું કેંદ્ર રહ્યું રૂપસિંહ નાયક અને કેવળ નાયકના હાથમાં વિદ્રોહની કમાન રહી રૂપસિંહ અથવા રૂપો નાયક ઝીંઝરી ગામની જાગીરનો વારસ હતો રૂપસિંહ અને કેવળે નાયક ભીલોને એકઠા કર્યા અને ઑક્ટોબર ૧૮૫૮માં નારુકોટનું થાણું લૂંટ્યું અને કૅપ્ટન બૅટ્સની ટુકડી પર હુમલો કર્યો બે દિવસ સુધી નાયકડાઓનું વર્ચસ્વ રહ્યું ચાંપાનેર અને નારુકોટ વચ્ચેના પ્રદેશ પર પણ રૂપસિંહનો કબજો સ્થપાયો મકરાણીઓ વિદ્રોહમાં નાયકડા ભીલો સાથે રહીને લડ્યા જો કે રિચર્ડ બૉર્નરની લશ્કરી ટુકડી સામે એમનો પરાજય થયો અને રૂપસિંહને શસ્ત્રો હેઠાં મૂકવાની ફરજ પડી સંદર્ભઃ આ લેખ તૈયાર કરવામાં મેં ૯ ફેબ્રુઆરીના લેખમાં દર્શાવેલા સંદર્ભ ગ્રંથો ઉપરાંત અહીં દર્શાવેલા સ્રો તોનો અને મારી આ પહેલાંની શ્રેણીના લેખો ભાગ ૨ પ્રકરણ ૧૯ અને ૨૦ નો પણ ઉપયોગ કર્યો છે સૌનો આભાર https kolistan blogspot com 2018 10 thakor caste thakore history html view sidebar https kolistan blogspot com 2017 09 koli uprising in khanpur gujarat html m 1 https gujarativishwakosh org https gujarattimesusa com વ્યક્તિગત વિશેષ આભાર https www facebook com groups 478883392293060 posts 769998766514853 વિપુલ સાવલિયા રત્નાજી રંગાજીના સ્મારક સ્થળની તસવીર પણ આ સંદર્ભ સુત્ર પરથી લીધી છે https www facebook com gujjulalo photos a 831042730389419 1829149693912046 type 3 ગુજરાતી લાલો તે ઉપરાંત મારી શ્રેણી ભારતઃ ગુલામી અને સ્વતંત્રતા માટેનો સંઘર્ષ ભાગ ૨ પ્રકરણ ૧૯ ૨૦માંથી gazetteer of bombay 1896 vol 1 part 1 history of gujarat page 475 onward gujarat disturbances 1857 1859 l r ashburner મૂળ દસ્તાવેજમાં પૃષ્ઠ ૪૩૩થી આગળ like loading author dipak dholakia posted on 23 02 2023 06 03 2023 categories history tags કોઈનો લાડકવાયો gujarat in 1857 ist war of indepence 1857 martyrs of indian freedom struggle web gurjari leave a comment on martyrs of indian freedom struggle 18 1857 war stage in gujarat martyrs of indian freedom struggle 17 first war of independence 1857 ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ ભારતના ઇતિહાસમાં ૧૮૫૭નું વર્ષ એક સીમાચિહ્ન છે પહેલી જ વાર દેશના સામાન્ય પ્રજાજનો અને રાજવીઓ ખેડૂતો અને જમીનદારો હિન્દુઓ અને મુસલમાનો એક થઈને લડ્યા જનતાના દરેક વર્ગને અંગ્રેજોથી અસંતોષ હતો ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે રાજ્યોની સ્થિતિ ચિત્ર સૌજન્યઃ https commons wikimedia org wiki file indian_revolt_of_1857_states_map svg ૧૮૫૭નો મુખ્ય તખ્તો તો ઉત્તર ભારતમાં હતો પરંતુ વિદ્રોહની આગ બીજા પ્રાંતો સુધી અને રજવાડાંની સામાન્ય વસ્તી સુધી પણ પહોંચી ગઈ એની વ્યાપકતા એટલી બધી હતી કે દેશના ખૂણે ખૂણે લોકોએ અંગ્રેજો સામે શસ્ત્રો ઉપાડ્યાં પરંતુ આયોજનનો અભાવ હોવાથી કોઈ એક સમયે બધી જગ્યાએ વિદ્રોહ એક સાથે શરૂ ન થયો પરંતુ જેમ જેમ એની હવા ફેલાતી ગઈ તેમ તેમ લોકો એમાં જોડાતા ગયા અસંખ્ય લોકો યુદ્ધના મેદાનમાં માર્યા ગયા અથવા કેદ પકડાયા અને પછી અંગ્રેજોએ એમને કાં તો તાબડતોબ ઝાડેથી લટકાવીને ફાંસીની સજા કરી અથવા તોપને નાળચે બાંધીને ઉડાવી દીધા કેટલાયને કાળા પાણીની સજા કરીને આંદામાન ટાપુ પર મોકલી દીધા જ ત્યાં ગયા તેમાંથી કોઈ પાછો ન આવી શક્યો ત્યાં એમના પર એટલા સિતમ થયા કે મોટા ભાગના ત્યાં પહોંચ્યા પછી બે મહિનાથી માંડીને છ મહિનાની અંદર મૃત્યુ પામ્યા ભાગ્યે જ કોઈ એવા હતા કે જે દસ મહિના કે તેથી વધારે જીવ્યા આપણે ૧૮૫૭ના કેટલાય વીરોની કથાઓ જાણીએ છીએ મંગલ પાંડે બહાદુર શાહ ઝફર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નાનાસાહેબ પેશવા તાત્યા ટોપે કુંવર સિંહ અઝીમુલ્લાહ ખાન વગેરે એમની કથાઓ વારંવાર કહેવાતી રહેવી જોઈએ અને હું પણ જરૂર કહીશ પરંતુ મારો મુખ્ય ઉદ્દેશ અનામી વીરોની કથાઓ કહેવાનો છે જે આપણા સુધી પહોંચી નથી કારણ કે આપણ એ તો જાણીએ છીએ કે બહાદુર શાહ ઝફરને વિદ્રોહીઓએ હિન્દનો શહેનશાહ જાહેર કર્યો અથવા કદાચ એ પણ જાણીએ છીએ કે મેરઠથી દિલ્હી આવેલા વિદ્રોહી હિન્દુસ્તાની સિપાઈઓએ એને શહેનશાહ જાહેર કર્યો પણ એ સિપાઈઓ કોણ હતા તે તો આપણે ચોક્કસ નથી જાણતા સંદર્ભઃ આના માટે મેં ભારત સરકારે પ્રસિદ્ધ કરેલી dictionary of martyrs india s freedom struggle 1857 1947 ના ચાર ભાગોની મદદ લીધી છે પહેલો અને બીજો ભાગ બબ્બે ગ્રંથોનો બનેલો છે એટલે ખરેખર તો છ ભાગ છે આ ગ્રંથોમાં અંગ્રેજીની આલ્ફાબેટ પ્રમાણે શહીદોને મૂક્યા છે એટલે ૧૮૫૭ના શહીદો ૧૮૬૦ ૧૮૯૯ ૧૯૦૫ ૧૯૧૫ ૧૯૩૦ અને ૧૯૪૨ના શહીદોનાં નામ ક્રમસર મળે છે પરંતુ આ સિવાય પણ શહીદ તો દર વર્ષે થયા એટલે ૧૮૫૭ના શહીદોને અલગ કર્યા એમાંથી લડાઈમાં કેટલા માર્યા ગયા કેટલાને ફાંસી અપાઈ આંદામાન કોણ ગયા આ બધી વિગતો તારવી છે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને ભારતીય ઇતિહાસ સંશોધન પરિષદે સંયુક્ત રીતે પ્રદેશવાર તૈયાર કરેલા આ ગ્રંથો ૨૦૧૦થી માંડીને ૨૦૧૬ વચ્ચે અલગ અલગ પ્રકાશિત થયા છે અને http www archive org પરથી વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાશે ગ્રંથોના મુખ્ય સંપાદક સ્પષ્ટ કહે છે કે હજી પણ ઘણાં નામો બાકી રહી ગયાં હોય તેવું બની શકે છે મારા તરફથી પણ સ્પષ્ટતા જરૂરી છે કે આ ગ્રંથોનો ઉપયોગ કરતાં મેં પણ કોઈ નામ છોડી દીધાં હોય તે શક્ય છે મુખ્યત્વે તો અંગ્રેજોની અદાલતો કે લશ્કરના દસ્તાવેજોનો આધાર લીધો છે પરંતુ અંગ્રેજોએ પોતાનાં કરતૂતો છુપાવવા માટે રિપોર્ટ જ ન કર્યા હોય એ પણ શક્ય છે છેવટે તો વિજેતાઓના હાથમાં બધું હોય બીજી એ પણ ચોખવટ જરૂરી છે કે દરેક પ્રદેશમાં અંગ્રેજી ફોજ હતી અને સિપાઈઓએ દરેક જગ્યાએ નોકરીને ઠોકરે ચડાવીને બળવો કર્યો હતો એટલે દાખલા તરીકે ગુજરાતની વાત કરીએ ત્યારે એ શહીદ ગુજરાતી ન પણ હોય માત્ર લશ્કરની સેવા માટે એને ગુજરાત મોકલ્યો હોય આ બધું અલગ તારવવું મુશ્કેલ છે કારણ કે ગ્રંથની ટીમને પણ ઘણા શહીદો અને ખાસ કરીને ફોજના સિપાઈઓનાં મૂળ વતનની માહિતી નથી મળી શકી અંગ્રેજી ફોજમાં હિન્દુસ્તાનીઓને સિપાઈ કહેતા એમને એનાથી ઉપર કોઈ હોદ્દો ન અપાતો આવા ઘણા વીરો ખરેખર જ અનામ રહ્યા છે આપણે અહીં જેમની વિગતો આપી શકાઈ છે તેમને અને જેમની વિગતો નથી મળી શકી એ સૌને વંદન કરીએ આવતા અંકમાં હું ગુજરાતથી શરૂઆત કરીશ ૦૦૦ like loading author dipak dholakia posted on 09 02 2023 20 02 2023 categories history tags કોઈનો લાડકવાયો ist war of indepence 1857 martyrs of indian freedom struggle web gurjari leave a comment on martyrs of indian freedom struggle 17 first war of independence 1857 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 371 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું ફેબ્રુવારી 2023 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 જાન્યુઆરી માર્ચ bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર...
|