Meta tags:
description= 2 posts published by Dipak Dholakia during August 2023;
Headings (most frequently used words):
dipak, martyrs, of, indian, freedom, struggle, uprising, in, and, અને, dholakia, spam, blocked, મહિનો, ઓગસ્ટ, 2023, 30, kanpur, victory, defeat, કાનપુરમાં, વિદ્રોહીઓનો, વિજય, પરાજય, 29, awadh, maulvi, ahmuddalah, shah, begum, hazrat, mahal, અવધમાં, વિદ્રોહઃ, મૌલવી, અહમદુલ્લાહ, શાહ, બેગમ, હઝરત, મહલ, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (64), હતો (32), ઓગસ્ટ (29), 2023 (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), સપ્ટેમ્બર (27), જુલાઇ (26), 2024 (26), જૂન (25), 2016 (25), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), કરી (23), પછી (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), હતા (21), હતી (20), 2013 (18), 2022 (18), માટે (18), 2011 (16), martyrs (16), indian (16), freedom (16), struggle (16), અંગ્રેજો (15), 2014 (14), પરંતુ (14), એમને (14), વાજિદ (14), અલી (14), 2025 (13), સાથે (13), એને (13), ફોજ (13), હતું (13), એણે (13), એટલે (12), પાસે (12), તાંત્યા (11), અંગ્રેજ (10), ગયા (9), એની (9), બહુ (9), મારી (8), એમણે (8), હઝરત (8), અંગ્રેજી (8), ત્યારે (8), બેગમ (8), એના (8), જનરલ (8), મીર (8), નાનાસાહેબે (8), શરૂ (7), dipak (7), the (7), નવાબ (7), સુધી (7), કર્યો (7), અવધમાં (7), લડાઈમાં (7), હાથમાં (7), મૌલવી (7), આગળ (7), એમની (7), એમના (7), ત્યાં (7), નાનાસાહેબ (7), ગંગુ (7), કાનપુર (7), and (6), બીજા (6), કર્યું (6), રાણી (6), તૈયાર (6), થયો (6), આવી (6), નથી (6), સિંહ (6), ગયો (6), સામે (6), શાહ (6), કંઈ (6), અંગ્રેજોએ (6), હુમલો (6), બારી (5), dholakia (5), શોધો (5), uprising (5), https (5), ભાગ (5), કરવા (5), અવધ (5), કંપનીએ (5), શાહના (5), પડી (5), ૧૮૫૭ના (5), કારણે (5), એનું (5), બાજુ (5), મળ્યા (5), આવ્યા (5), નહોતી (5), નવાબને (5), અંગ્રેજોને (5), બીજી (5), રહ્યો (5), પહેલાં (5), દલિત (5), કરો (4), com (4), નામ (4), blocked (4), spam (4), history (4), adventurous (4), subhashbabu (4), shah (4), ફોજે (4), દીધી (4), થયું (4), પોતે (4), તરીકે (4), રીતે (4), છતાં (4), ચિનહટની (4), ગાદીએ (4), વહીવટ (4), વિદ્રોહીઓની (4), અહમદુલ્લાહ (4), અવધના (4), જૂને (4), એમાં (4), તરફ (4), આવ્યો (4), ફોજને (4), અંગ્રેજોની (4), અંગ્રેજોના (4), નહીં (4), બળવો (4), રહી (4), બધો (4), કરવાની (4), કારણ (4), નહોતો (4), પોતાના (4), ગયું (4), આપી (4), હોત (4), ટોપે (4), વગેરે (4), મહેતર (4), લઈને (4), નાના (4), ફરી (4), લીધો (4), વ્હીલર (4), like (3), this (3), wordpress (3), other (3), india (3), સંદેશ (3), awadh (3), maulvi (3), ahmuddalah (3), begum (3), hazrat (3), mahal (3), www (3), ઇંટરનેટ (3), ઉપલબ્ધ (3), mutiny (3), સંગ્રામમાં (3), ભજવ્યો (3), અંગ્રેજોનો (3), દીધા (3), સામનો (3), દીધું (3), ગયાં (3), નક્કી (3), મૃત્યુ (3), પુત્ર (3), મહલ (3), ઝાંસીની (3), મળી (3), તેમ (3), બેસાડ્યો (3), વિદ્રોહીઓએ (3), ફોજના (3), ઉપરાંત (3), હેનરી (3), સમાચાર (3), હજારની (3), ૧૮૫૭ની (3), દિવસ (3), જગન્નાથ (3), પહોંચ્યા (3), માથું (3), લીધું (3), હજાર (3), કંપની (3), લખનઉ (3), દિવસે (3), લોકોમાં (3), અવસાન (3), શાહને (3), કેદ (3), નાચગાનમાં (3), આંતરિક (3), કંપનીની (3), કરે (3), પડે (3), જોઈએ (3), સવારે (3), પાંચ (3), સૈનિકો (3), ખાન (3), આપણે (3), આવા (3), વિરુદ્ધ (3), જાફર (3), માહિતી (3), લડાઈ (3), સિપાઈઓ (3), શું (3), વિદ્રોહ (3), વિદ્રોહની (3), kanpur (3), આજે (3), અઝીમુલ્લાહ (3), હોય (3), લીધા (3), લોકો (3), કોઈ (3), ચારે (3), બાજુથી (3), તાંત્યાને (3), છોટા (3), કબજો (3), કરવાનો (3), કાનપુરમાં (3), વિદ્રોહીઓને (3), હૅવલૉક (3), બધાં (3), સ્ત્રી (3), બાળકોને (3), મોકલ્યો (3), સ્થિતિ (3), શસ્ત્રાગાર (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 253 (2), મહિનો (2), પસંદ (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), about (2), email (2), address (2), કોઈનો (2), લાડકવાયો (2), tags (2), categories (2), posted (2), author (2), loading (2), story (2), સંદર્ભઃ (2), સ્વાતંત્ર્ય (2), મહત્ત્વનો (2), દબાવી (2), લડવા (2), મહલના (2), જોરદાર (2), છોડી (2), પેન્શન (2), આપવાનું (2), એમનું (2), એમનો (2), મળે (2), બિરજિસ (2), બન્યો (2), કારભાર (2), અવધને (2), જાહેરનામું (2), બહાર (2), પાડ્યું (2), નાખી (2), શાહની (2), નવાબના (2), મળ્યું (2), લક્ષ્મીબાઈ (2), વિદ્રોહમાં (2), મેળવ્યા (2), આગેવાની (2), ઉમરાવ (2), ઘમંડી (2), વધ્યા (2), એવા (2), ૩૦મી (2), મેદાનમાં (2), પહોંચી (2), એનો (2), હાજર (2), મોટા (2), અફસરો (2), લખનઉમાં (2), ઊભી (2), કરવામાં (2), મદદ (2), કિલ્લામાં (2), તરત (2), સિંહના (2), બદલામાં (2), સરકારે (2), ઇતિહાસની (2), મોટી (2), તેવી (2), સુબેદાર (2), દેખાડી (2), દિલ્હીમાં (2), આથી (2), સ્થિતિમાં (2), મુક્ત (2), આખા (2), ફૈઝાબાદમાં (2), બની (2), બધા (2), કાનપુરના (2), સાથી (2), છૂટો (2), ઠુમરી (2), બનીને (2), પરથી (2), કંપનીનું (2), વખતે (2), રહેવા (2), જવાબદારી (2), આમાં (2), શંકા (2), રક્ષણ (2), દબાણ (2), કરવું (2), મોઇનુદ્દીન (2), આદેશ (2), આપ્યો (2), વાગ્યે (2), એકઠા (2), રેજિમેંટ (2), શસ્ત્રો (2), પોતાને (2), પ્રજા (2), અન્યાય (2), થાય (2), વધારે (2), આપ્યું (2), કહેવું (2), પહોંચ્યો (2), ગવર્નર (2), બ્રિટિશ (2), શકે (2), નહોતું (2), રાજ્ય (2), જાફરને (2), શરતો (2), વિશે (2), ધીમે (2), વચ્ચે (2), વાતો (2), victory (2), defeat (2), tope (2), gangu (2), એમાંથી (2), છીએ (2), ચમાર (2), બાબાની (2), હાથે (2), મોકલી (2), આના (2), રહ્યા (2), ફાંસી (2), ભાગના (2), નહોતાં (2), તાંત્યાએ (2), ટકી (2), ખૂનખાર (2), છઠ્ઠી (2), ગુજરાતમાં (2), પરાજય (2), તાંત્યાની (2), યોજના (2), દખ્ખણમાં (2), મરાઠા (2), કરીને (2), વિદ્રોહી (2), મોટું (2), કૅપ્ટન (2), લૂંટી (2), કૅમ્પબેલે (2), કાનપુરની (2), ગલીએ (2), માત્ર (2), નબળી (2), તોપો (2), વ્હીલરની (2), રસ્તામાં (2), ફતેહપુર (2), બન્ને (2), ગોળીબાર (2), એટલો (2), યુદ્ધ (2), નાનાએ (2), માનસિક (2), તરફથી (2), દીધો (2), લીધી (2), હુમલા (2), નાનાસાહેબને (2), લાગ્યું (2), શરૂઆતમાં (2), વિદ્રોહીઓનો (2), સરકારી (2), થોડા (2), બાજીરાવ (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, પાનાંઓ, 469, uncategorized, subjects, slavery, for, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, મેળવો, leave, comment, લખનારની, આપહેલાંની, શ્રેણીના, ભાગનાં, પ્રકરણ, wikipedia, org, wiki, barkat_ahmad, jagran, uttar, pradesh, lucknow, city, untold, battle, chinhat, 18308287, html, thewire, revolt, 1857, maulavi, ahmadullah, rebel, saint, faizabad, war, independence, savarkar, two, native, narratives, delhi, charles, theopolis, metcalfe, 1898, anderson, subedar, published, 1918, last, days, company, 1818, 1858, vol, expansion, british, વીરાંગનાને, વંદન, કરીએ, મુકાબલો, જાતિ, ધર્મના, ભેદભાવ, પ્રજાને, પ્રોત્સાહિત, બળવાખોરોમાં, શિસ્તનો, અભાવ, ખુદ, હુકમોનો, અનાદર, થતો, લખનઉને, ઘેરો, ઘાલ્યો, વિરોધનો, કરવો, પડ્યો, જીતી, બેગમે, નેપાલ, ચાલ્યાં, હકુમતે, સ્વાભિમાની, વીરાંગનાએ, પાડી, ૧૮૭૯માં, કાઠમંડુમાં, તસવીરમાં, મકબરો, જોવા, કદ્ર, મહિના, સંભાળ્યો, આંચકી, લેવાનો, મનસૂબો, બ્રિટનની, વિક્ટોરિયાએ, મચક, આપવા, જવાબી, રાજમાતા, એવી, જાહેરાત, મહલનો, જન્મ, ગરીબ, કુટુંબમાં, હરમની, બાંદી, માબાપે, વેચી, અહીં, નજર, ખવાસિન, ચાકર, બનાવી, દેવાઈ, સંપર્કમાં, નવાબે, પરી, જાહેર, લગ્ન, કર્યાં, જન્મ્યો, અવધનાં, બન્યાં, ઇતિહાસમાં, શાહનાં, મહલને, જેટલી, પ્રસિદ્ધિ, સામેના, ભૂમિકાને, સુવર્ણાક્ષરે, અંકિત, ફતેહ, સાતમી, જુલાઈએ, પંચાયતે, સગીર, વયના, કદ્રને, જંગનું, સુકાન, સોંપ્યું, સુલતાનપુરના, મુખિયા, કમાંડર, બરકત, અહમદની, હેઠળ, પંચાયતની, રચના, જેમાં, સરદારો, જયપાલ, રઘુનાથ, શહાબુદ્દીન, લોટમાં, લીટાં, માનીને, ચીફ, કમિશનર, લૉરેન્સને, ક્રાન્તિકારીઓ, લડાઈના, પંદર, કચ્ચરઘાણ, નીકળી, કેટલાયે, માર્યા, લૉરેન્સ, ઘાયલ, રેસીડન્સી, પાછી, હટી, હજી, લાગ્યા, પાવાયનના, જમીનદાર, સિંહની, માગી, જમીનદારે, મળવા, બોલાવ્યા, જમીનદારના, દગો, ભાઈઓએ, ગોળીઓની, રમઝટ, બોલાવી, સિંહે, કાપી, રક્ત, ટપકતું, શાહજહાંપુરના, કલેક્ટરને, ભેટ, ધર્યું, પચાસ, રૂપિયાનું, ઇનામ, બહાદુરની, સૌથી, ભૂલ, કદી, ભુલાય, છક્કડ, ખાધી, અહમદુલ્લાહની, ૨૨મી, ઇન્ફન્ટ્રી, રેજિમેન્ટની, ઇસ્માઇલગંજના, ગામ, રેજિમેન્ટે, ધોળે, તારા, પ્રજાજનો, વિસ્ફોટ, તલપાપડ, હારના, મળતા, જોશ, વધતું, જતું, ફૈઝાબાદના, શાહે, નોંધપાત્ર, હાથમાંથી, ફૈઝાબાદને, કરાવ્યું, એટલું, ફેલાવવામાં, મૌલવીની, મસ્જિદ, કેન્દ્ર, જેવી, પ્રતિરોધને, ૧૮૫૮ની, પાંચમી, મૂકવાની, જગ્યા, સિવાયના, તાલુકાઓ, આરાના, કુંવર, મૌલવીના, ગાઢ, ચિનહટમાં, ભૂંડા, હાલ, ફૈઝાબાદ, બાબુલ, મોરા, નૈહર, જાય, હૈયામાંથી, હિજરાતા, શબ્દો, નીકળ્યા, ૧૮૫૬ની, ૧૧મી, ફેબ્રુઆરીએ, ઑટ્રૅમે, તખ્ત, ઉતારીને, વર્ચસ્વ, સ્થાપી, કલકત્તા, મટિયા, બુર્ઝમાં, રાખ્યો, ૧૮૫૭નો, બિર્જિસ, કાદરને, લોકોએ, માતા, મહલે, મોરચો, માંડ્યો, ફોર્ટ, વિલિયમમાં, લેવાયો, પાછા, આવવું, પડતાં, ઇચ્છા, મનમાં, લીન, લાગ્યો, જાણતો, વહીવટની, ઉંબાડિયાં, કરતી, રહેતી, કંઈક, અસંતોષ, રેસિડન્ટ, ફરિયાદો, તેના, તારણ, કાઢ્યું, ગાદીએથી, ઉતારી, નાખવો, સંભાળી, ડલહૌઝી, પોતાની, બહારના, દુશ્મન, દરબારીઓએ, એવું, લખે, ૧૮૪૭માં, સંગઠિત, કરવાનું, સવારની, નમાઝ, લશ્કરી, માણસોને, પરેડ, આવવાનો, થતા, કમાંડરના, યુનિફૉર્મમાં, રહેતો, દરરોજ, ચાર, કલાક, ડ્રિલ, કરાવતો, આવવામાં, મોડી, તેને, આખો, ધારણ, સજા, થતી, મોડો, રૂપિયાનો, દંડ, કરતો, રકમ, બધી, ટુકડીઓને, વહેંચી, દેવાતી, દિલ્હીની, ડાયરી, લખનાર, જુદું, ચિત્ર, ખેંચે, જેનાથી, પરિચિત, આપણી, સમજનો, આધાર, લખેલાં, પુસ્તકો, અમજદ, પ્રત્યે, કૂણી, લાગણી, ચાહતી, ઉદાર, સારો, વહીવટકાર, લોકોને, ધ્યાન, રાખતો, સંગીત, નૃત્યમાં, દાદરા, કથક, નૃત્યનાટક, રહસ, કૃષ્ણ, ગોપીઓના, રાસની, રચનાઓ, કલાવિધાઓને, પ્રોત્સાહન, કવિ, સમારંભોમાં, જાતે, લેતો, લખનઉની, આગવી, સાંસ્કૃતિક, પિછાણ, તેનો, નામે, ચડે, જેટલો, તેટલો, વહીવટમાં, રાજ્યનો, રસાતાળે, બહાનું, કંપનીનો, ઇરાદો, શરૂઆતથી, સ્પષ્ટ, ૧૮૩૧માં, વિલિયમ, બેન્ટિંકે, લખ્યું, સંરક્ષક, ટ્રસ્ટી, સુધારવો, અભિપ્રાયો, ડલહૌઝીનું, સુધારા, હટાવીને, સીધું, શાસન, લેવું, બક્સરની, ઈસ્ટ, ઇંડિયા, ત્રણેયની, સહીયારી, સેનાને, પરાજિત, મરાઠાઓ, બફર, ટકાવી, રાખવાનું, ૧૮૦૧માં, વેલેસ્લીએ, સંધિ, કંપનીના, તાબાનું, અમુક, રકમના, આપવાની, ૧૭૫૭માં, પ્લાસીમાં, જીત, ક્લાઈવે, ઇચ્છતો, મૂકી, માફ, સિરાજુદ્દૌલાના, ખજાના, મળેલી, ખોટી, પૂરી, બંગાળના, વેંસીટાર્ટને, હટાવવાની, ચાલ, જાફરના, દીકરા, મીરાનનું, કોણ, સવાલ, જમાઈ, કાસિમને, વેંસીટાર્ટે, લાલચ, છોડવાની, ફરજ, કાસિમ, મોગલ, બાદશાહ, શૂજાઉદ્દૌલાની, મળીને, બક્સર, ૧૭૬૪માં, શાહથી, મેરઠના, ઇતિહાસ, સવાલોના, જવાબ, આપતો, થવાનાં, સ્વતંત્ર, કારણો, હતાં, બંગાળમાં, મંગલ, પાંડેએ, પ્રગટાવેલી, મશાલના, તિખારા, પહોંચતાં, અસંતોષની, સળગતી, તેમાં, ઉમેરાયું, બરાકપુરના, કાંડ, બંગાલ, આર્મીની, ૧૯મી, ૩૪મી, ડ્યૂટી, બદલતી, સિપાઈઓએ, ફોજમાં, કારતૂસોને, થયેલા, વિશેની, પહોંચાડી, સામાન્ય, જનતામાં, વિદ્રોહઃ, web, gurjari, tatya, nana, saheb, uprisisng, mahetar, azimullah, khan, indiatoday, education, today, current, affairs, tantia, facts, 318528, britishempire, forces, armycampaigns, indiancampaigns, cawnpore, htm, margins, 20baba, badari, narayan, સ્ત્રીઓએ, દેશ, પ્રાણોની, આહુતિ, છેઃ, લક્ષ્મીબાઈની, ઝલકારીબાઈનું, જાણીએ, અવંતિબાઈ, પન્ના, દાઈ, મહાવીરી, દેવી, ઉદા, દેવીને, ભૂલી, શકાય, દુર્ભાગ્ય, સત્તાવાર, મળતી, ગુમનામ, શહીદોમાં, બિહારમાં, રાજા, કુંવરસિંહના, અચૂક, નિશાનબાજ, રઘુ, આરા, જિલ્લાના, રજિત, દલિતો, પૂજા, જેવાઓની, વિદાય, દમનનો, દોર, મેલ્યો, ૧૩૭, દલિતોને, ઝાડ, દિવસમાં, ફાંસીએ, લટકાવી, દેવાયા, ઇતિહાસના, પાને, ચડ્યા, તેવા, અનેક, વીરોમાં, જેમને, ઓળખીએ, ભંગી, પાસી, કોમોનો, મોટો, ફાળો, સ્થાનિક, લોકકથાઓમાં, આમાંથી, અથવા, કથા, જાણીતી, બિઠૂરના, રહેવાસી, પેશવાને, બિઠુરમાં, નિવાસ, લડાઈનું, રણશિંગું, ફૂંકી, વાર, જંગલમાંથી, પસાર, થતાં, યુવાનને, ખભે, વાઘને, જતાં, જોયો, જોઈને, પ્રભાવિત, થયા, ગંગુને, સૈન્યમાં, સતીચૌરાની, ગંગુએ, એકલે, દોઢસો, યમના, દરવાજે, સતત, જીવતા, મરેલા, પકડવા, મથતા, છેવટે, પકડાઈ, ઘોડે, બાંધીને, ગામમાં, ફેરવ્યા, ૮મી, સપ્ટેંબરે, ચુન્નીગંજમાં, ઝાડે, લટકાવીને, આપવામાં, સ્થળે, સ્મારકે, વર્ષે, યાદમાં, અફસોસની, વાત, સમાજના, બાબાને, નાતજાત, નડ્યાં, સવર્ણ, સમાજને, નડે, વીરો, લક્ષ્મીબાઈના, બાળપણના, મિત્ર, રાણીએ, યુદ્ધના, વીરગતિ, પ્રાપ્ત, અંતિમ, સંસ્કાર, કર્યા, નાનાસાહેબનું, જાણી, શક્યું, ૧૮૫૭, વર્ષની, વયે, નું, મનાય, તાંત્યાટોપે, છેલ્લે, ૧૮૫૯ની, ૧૮મી, ઍપ્રિલે, વીરને, દોઢ, દિવસની, ડિસેમ્બરે, ફોજો, નાસી, છૂટ્યા, ૧૮૫૮માં, ગ્વાલિયર, ટોપેનો, ભાગીને, પંચમહાલ, નાયકડાઓને, ઊભા, મહત્ત્વની, ભૂમિકા, ફોજીઓ, નાયકડાઓના, બળવામાં, જોડાયા, જવાની, આખી, કોમ, સરકાર, આવવા, દેવા, માગતી, હોવાથી, નર્મદા, પાર, ચીખલડા, વડોદરા, વધવા, માગતા, સરકારને, હોવાની, ખબર, બેંગાલ, રેજિમેંટના, સિપાઈઓનું, વિલાયતીઓ, આરબો, મકરાણીઓ, રાજપૂતો, સંખ્યામાં, ઉદેપુરના, રાજાએ, પોતાનું, લશ્કર, ઉદેપુરનો, સહેલાઈથી, ૧૮૫૮ના, ડિસેંબરની, પહેલી, તારીખે, કૉલિયરે, ત્યાંથી, ભાગવું, પડ્યું, વેરવીખેર, ટુકડીએ, કેપ્ટન, પાર્કની, પાછળથી, સામાન, પાર્ક, ઉદેપુરમાં, લાચાર, બેસી, અંતે, સમરસેટના, સૈન્યને, તાંત્યાના, આસપાસના, સમર્થકોને, દેવામાં, સફળતા, બચાવી, પૂરતી, તૈયારી, રાખી, વિંડહૅમ, સમજતો, સિંધિયાના, બાથ, ભીડવાનું, બચાવ, આક્રમક, કાર્યવાહીઓ, વિંડહૅમે, ટુકડી, અજમાયશની, સમજી, જબ્બરદસ્ત, ઊખડી, ગ્વાલિયરના, સિંધિયા, મહારાજા, સેનાએ, અંગ્રેજોમાં, ફફડાટ, વધી, મદદે, ઑટરમ, નાની, વિદ્રોહીઓથી, ઘેરાઈ, કૉલિન, કૅમ્પબેલ, દળકટક, વિંડહૅમને, છોડ્યો, હૅવલૉકની, કેટલાક, પકડ્યા, પાસેથી, વિદ્રોહીઓ, જાણીને, તેની, ઇતિહાસકારો, કહે, છોડતાં, નાખ્યાં, નાનાસાહેબનો, વિચાર, નીલની, ફોજોને, રોકવા, બંદીઓનો, ઉપયોગ, વધતો, આંતરવા, નાનું, મોકલ્યું, દળો, સામસામે, હેવલૉકનો, હાથ, ઉપર, કબ્જે, બાજુએથી, શરણાગતીની, શરત, રૂપે, વળતો, શક્યા, કેટલાંયે, બાળકો, માર્યાં, ૧૨૦, જેટલાં, પકડાયાં, જગ્યાએથી, સ્ત્રીઓ, પકડીને, લાવવામાં, આવ્યાં, ૨૭મી, કાફલો, ગંગા, કિનારા, નીકળ્યો, ગુસ્સો, કતારબંધ, ચાલી, બધું, શાંતિપૂર્વક, ચાલ્યું, પાછળના, લૂંટફાટનો, શિકાર, બન્યા, હોડીવાળા, ડરીને, ભાગ્યા, નાસભાગમાં, હોડીઓને, લાગી, નાનાને, સમાપ્ત, જરૂર, લાગતી, ગોરી, મહિલાને, મોકલીને, કહેવડાવ્યું, સૈનિકોને, અલ્હાબાદ, જવું, સહીસલામત, શકશે, મૌખિક, વ્હીલરે, વિશ્વાસ, સ્ત્રીને, લેખિત, છાવણીમાં, માગતો, જવા, હાલત, ખરાબ, મળવાની, આવતી, નાનાસાહેબનાં, દળોના, હુમલામાં, વ્હીલરના, પુત્રનું, કોઈએ, ધડથી, અલગ, નાખ્યું, લાયક, હવે, શરણે, થવાનું, વિચારતો, તાકાતની, આંકણી, યોનાહ, શેફર્ડ, નામના, જાસૂસને, બાતમી, લાવે, વિદ્રોહીઓના, ઝડપાઈ, સમજાયું, નાખવાને, બદલે, જેલમાં, જૂનની, સાડાદસે, તોપમારો, બચવાનો, ઉપાય, ખોટા, બંકરોમાં, અઢળક, દારુગોળો, ભરેલો, પહેલા, અઠવાડિયામાં, ઘેરી, ૨૩મી, મૂરે, રાતે, કરતાં, માઇલ, દૂર, ચાલ્યા, જવાનું, યોગ્ય, ગોઠવાયેલા, વફાદાર, તિજોરી, અહીંથી, કલ્યાણપુર, નાનાનો, ભરોસો, તિજોરીની, લૂંટનો, માલ, બમણો, પગાર, વચન, આપીને, જ્યાં, ગોરાઓનાં, બંકરો, જોયાં, નાખ્યા, વ્હીલરને, પત્ર, લખીને, રહેવાની, ચેતવણી, મહત્ત્વનું, અરસામાં, કબજામાં, આવેલા, પંજાબ, સિંધ, પહોંચવા, વ્યૂહાત્મક, ઉપયોગી, ટુકડીનો, આગેવાન, થોડી, લૂંટફાટ, સિવાય, ખાસ, કશું, થશે, ત્રીજા, બીજાને, સાલિયાણા, બિઠૂરમાં, વસાવ્યો, નાનો, ભાઈ, બીજાના, દત્તક, પુત્રો, ડલહૌઝીના, ડૉક્ટ્રીન, લેપ્સને, જણાયો, ખાનને, ઇંગ્લેન્ડની, અંગત, રજુઆત, વળ્યું, હરાવીને, કાનપુરે, આગળપડતો, સાહેબ, વિદ્રોહના, નેતા, વિજય, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,
Text of the page (random words):
બનીને બેસી રહ્યો પરંતુ અંતે જનરલ સમરસેટના સૈન્યને તાંત્યાના સૈનિકો અને આસપાસના એમના સમર્થકોને દબાવી દેવામાં સફળતા મળી તાંત્યા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના બાળપણના મિત્ર હતા અને રાણીએ યુદ્ધના મેદાનમાં વીરગતિ પ્રાપ્ત કરી તે પછી એમના અંતિમ સંસ્કાર તાંત્યાએ જ કર્યા પરંતુ નાનાસાહેબનું શું થયું તે કોઈ જાણી ન શક્યું ૧૮૫૭ પછી ૩૪ ૩૫ વર્ષની વયે નું અવસાન થઈ ગયું એમ મનાય છે પરંતુ તાંત્યાટોપે છેલ્લે સુધી ટકી રહ્યા અને ૧૮૫૯ની ૧૮મી ઍપ્રિલે અંગ્રેજોએ આ વીરને ફાંસી આપી દીધી ગંગુ મહેતર અને બીજા દલિત વીરો ઇતિહાસના પાને ન ચડ્યા હોય તેવા અનેક વીરોમાં આજે આપણે જેમને દલિત તરીકે ઓળખીએ છીએ તેવી ભંગી ચમાર પાસી વગેરે કોમોનો પણ ૧૮૫૭ના સંગ્રામમાં બહુ મોટો ફાળો રહ્યો છે પરંતુ એ સ્થાનિક લોકકથાઓમાં જ મળે છે આમાંથી ગંગુ મહેતર અથવા ગંગુ બાબાની કથા વધારે જાણીતી છે ગંગુ મહેતર બિઠૂરના રહેવાસી હતા નાનાસાહેબ પેશવાને પણ કંપનીએ બિઠુરમાં નિવાસ આપ્યો હતો નાનાસાહેબે અંગ્રેજો સામે લડાઈનું રણશિંગું ફૂંકી દીધું હતું એક વાર જંગલમાંથી પસાર થતાં નાનાસાહેબે એક યુવાનને ખભે વાઘને લઈને જતાં જોયો એ જ ગંગુ મહેતર નાનાસાહેબ આ જોઈને બહુ પ્રભાવિત થયા અને ગંગુને પોતાના સૈન્યમાં લઈ લીધા સતીચૌરાની લડાઈમાં ગંગુએ એકલે હાથે લડાઈમાં દોઢસો અંગ્રેજોને યમના દરવાજે મોકલી દીધા આના પછી અંગ્રેજો સતત એને જીવતા કે મરેલા પકડવા મથતા રહ્યા છેવટે ગંગુ પકડાઈ ગયા ત્યારે અંગ્રેજોએ એમને ઘોડે બાંધીને આખા ગામમાં ફેરવ્યા અને પછી ૮મી સપ્ટેંબરે એમને કાનપુરના ચુન્નીગંજમાં ઝાડે લટકાવીને ફાંસી આપવામાં આવી આજે પણ લોકો આ સ્થળે એમની નાના સ્મારકે દર વર્ષે એમની યાદમાં એકઠા થાય છે આમ છતાં અફસોસની વાત એમાં મોટા ભાગના દલિત સમાજના જ લોકો હોય છે ગંગુ બાબાને નાતજાત નહોતાં નડ્યાં પણ સવર્ણ સમાજને નડે છે તાંત્યા ટોપે નાનાસાહેબ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અઝીમુલ્લાહ ખાન જેવાઓની વિદાય પછી અંગ્રેજોએ દમનનો છૂટો દોર મેલ્યો એમાં ૧૩૭ દલિતોને એક જ ઝાડ પર એક જ દિવસમાં ફાંસીએ લટકાવી દેવાયા આ ઉપરાંત ગુમનામ દલિત શહીદોમાં બિહારમાં રાજા કુંવરસિંહના અચૂક નિશાનબાજ રઘુ ચમાર અને આરા જિલ્લાના રજિત બાબાની આજે પણ દલિતો પૂજા કરે છે દલિત સ્ત્રીઓએ પણ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છેઃ એમાંથી આપણે રાણી લક્ષ્મીબાઈની સાથી ઝલકારીબાઈનું નામ જાણીએ છીએ પણ અવંતિબાઈ પન્ના દાઈ મહાવીરી દેવી અને ઉદા દેવીને પણ ભૂલી શકાય એમ નથી દુર્ભાગ્ય એ છે કે એમના વિશે સત્તાવાર માહિતી નથી મળતી સંદર્ભઃ mutiny at the margins gangu 20baba by badari narayan https www britishempire co uk forces armycampaigns indiancampaigns mutiny cawnpore htm https www indiatoday in education today gk current affairs story tantia tope facts 318528 2016 04 18 like loading author dipak dholakia posted on 25 08 2023 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags azimullah khan કોઈનો લાડકવાયો gangu mahetar kanpur uprisisng martyrs of indian freedom struggle nana saheb tatya tope web gurjari 1 ટિપ્પણી martyrs of indian freedom struggle 30 uprising in kanpur victory and defeat માટે martyrs of indian freedom struggle 29 uprising in awadh maulvi ahmuddalah shah and begum hazrat mahal અવધમાં વિદ્રોહઃ મૌલવી અહમદુલ્લાહ શાહ અને બેગમ હઝરત મહલ દિલ્હીમાં મેરઠના સિપાઈઓ ન ગયા હોત તો શું વિદ્રોહ થયો હોત ઇતિહાસ આવા સવાલોના જવાબ નથી આપતો પણ અવધમાં વિદ્રોહ થવાનાં સ્વતંત્ર કારણો હતાં બંગાળમાં મંગલ પાંડેએ પ્રગટાવેલી વિદ્રોહની મશાલના તિખારા અવધ પહોંચતાં ત્યાં અસંતોષની આગ સળગતી હતી તેમાં ઘી ઉમેરાયું બરાકપુરના કાંડ પછી અવધમાં બંગાલ આર્મીની ૧૯મી અને ૩૪મી રેજિમેંટ વચ્ચે ડ્યૂટી બદલતી હતી તે વખતે સિપાઈઓએ બ્રિટિશ ફોજમાં કારતૂસોને કારણે થયેલા વિદ્રોહ વિશેની વાતો પહોંચાડી એટલે એ વાતો સામાન્ય જનતામાં પણ પહોંચી વાજિદ અલી શાહથી પહેલાં ૧૭૫૭માં પ્લાસીમાં જીત મેળવ્યા પછી ક્લાઈવે મીર જાફરને ગાદીએ બેસાડ્યો પરંતુ મીર જાફર ઇચ્છતો હતો કે અંગ્રેજોએ જે શરતો મૂકી હતી તે માફ કરે કારણ કે સિરાજુદ્દૌલાના ખજાના વિશે મળેલી માહિતી ખોટી હતી અને મીર જાફર આ શરતો પૂરી કરી શકે તેમ નહોતો બંગાળના ગવર્નર હેનરી વેંસીટાર્ટને મીર જાફર પસંદ નહોતો એટલે એણે એને હટાવવાની ચાલ શરૂ કરી મીર જાફરના દીકરા મીરાનનું પણ મૃત્યુ થઈ ગયું હતું એટલે એના પછી કોણ એ સવાલ હતો એના જમાઈ મીર કાસિમને વેંસીટાર્ટે લાલચ આપી અને મીર જાફરને પદ છોડવાની ફરજ પડી ધીમે ધીમે મીર કાસિમ પણ અંગ્રેજોની વિરુદ્ધ થઈ ગયો અને એણે મોગલ બાદશાહ અવધના શૂજાઉદ્દૌલાની સાથે મળીને બક્સર પાસે ૧૭૬૪માં અંગ્રેજો સામે લડાઈ કરી બક્સરની લડાઈમાં ઈસ્ટ ઇંડિયા કંપનીએ ત્રણેયની સહીયારી સેનાને પરાજિત કરી તે પછી કંપનીએ મરાઠાઓ વિરુદ્ધ અવધને બફર રાજ્ય તરીકે ટકાવી રાખવાનું નક્કી કર્યું અને ૧૮૦૧માં વેલેસ્લીએ અવધના નવાબ સાથે સંધિ કરી આ સાથે અવધ કંપનીના તાબાનું રાજ્ય બની ગયું આંતરિક વહીવટ તો નવાબના હાથમાં રહ્યો અને અમુક રકમના બદલામાં કંપનીની ફોજ નવાબને રક્ષણ આપવાની હતી પરંતુ કંપનીનો ઇરાદો તો બહુ શરૂઆતથી સ્પષ્ટ હતો ૧૮૩૧માં ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંકે લખ્યું કે બ્રિટિશ સરકારે અવધના સંરક્ષક અને ટ્રસ્ટી તરીકે આંતરિક વહીવટ સુધારવો જોઈએ આવા જ બીજા અભિપ્રાયો પણ હતા પરંતુ ડલહૌઝીનું કહેવું હતું કે અવધમાં સુધારા થઈ શકે તેમ જ નહોતું એટલે એના નવાબને હટાવીને કંપનીએ સીધું શાસન પોતાના હાથમાં લઈ લેવું જોઈએ અમજદ શાહના અવસાન પછી વાજિદ અલી શાહ ગાદીએ આવ્યો હતો એને પ્રજા પ્રત્યે કૂણી લાગણી હતી પ્રજા પણ એને ચાહતી હતી એ ઉદાર અને સારો વહીવટકાર પણ હતો અને એમાં લોકોને અન્યાય ન થાય એનું ધ્યાન રાખતો એને સંગીત નૃત્યમાં વધારે રસ હતો દાદરા ઠુમરી કથક નૃત્યનાટક રહસ અને કૃષ્ણ અને ગોપીઓના રાસની રચનાઓ એણે જ કરી કલાવિધાઓને એણે બહુ પ્રોત્સાહન આપ્યું પોતે પણ કવિ હતો અને સમારંભોમાં જાતે જ નાચગાનમાં ભાગ લેતો લખનઉની આગવી સાંસ્કૃતિક પિછાણ છે તેનો બધો જ યશ વાજિદ અલી શાહને નામે ચડે છે કંપનીનું કહેવું હતું કે નવાબને નાચગાનમાં જેટલો રસ હતો તેટલો રસ વહીવટમાં નહોતો એ કારણે રાજ્યનો વહીવટ રસાતાળે પહોંચ્યો હતો આ બહાનું જ હતું દિલ્હીની ડાયરી લખનાર મોઇનુદ્દીન ખાન જુદું જ ચિત્ર ખેંચે છે એણે વાજિદ અલી શાહની બીજી બાજુ દેખાડી છે જેનાથી આપણે પરિચિત નથી કારણ કે આપણી ઇતિહાસની સમજનો આધાર અંગ્રેજોએ લખેલાં પુસ્તકો છે મોઇનુદ્દીન લખે છે કે ૧૮૪૭માં વાજિદ અલી શાહ નવાબ બન્યો તે પછી તરત જ એણે ફોજને સંગઠિત કરવાનું શરૂ કર્યું એણે લખનઉમાં સવારની નમાઝ પછી બધા લશ્કરી માણસોને પરેડ માટે આવવાનો આદેશ આપ્યો સવારે પાંચ વાગ્યે સૈનિકો એકઠા થતા ત્યારે વાજિદ અલી શાહ પણ કમાંડરના યુનિફૉર્મમાં હાજર રહેતો એ દરરોજ ચાર પાંચ કલાક ડ્રિલ કરાવતો જે રેજિમેંટ આવવામાં મોડી પડે તેને આખો દિવસ શસ્ત્રો ધારણ ન કરવાની સજા થતી નવાબ પોતે જ મોડો પડે તો પોતાને જ બે હજાર રૂપિયાનો દંડ કરતો અને એની રકમ બધી ટુકડીઓને વહેંચી દેવાતી અંગ્રેજોને આમાં શંકા પડી કે વાજિદ અલી શાહ શા માટે પોતાની ફોજ તૈયાર કરે છે એનું બહારના દુશ્મન સામે રક્ષણ કરવાની જવાબદારી કંપનીની હતી દરબારીઓએ પણ નવાબ પર દબાણ કર્યું કે અંગ્રેજોને શંકા પડે એવું કંઈ પણ ન કરવું જોઈએ નવાબ તે પછી નાચગાનમાં લીન રહેવા લાગ્યો એ જાણતો હતો કે આંતરિક વહીવટની જવાબદારી કંપનીની નહોતી તો પણ કંપની ઉંબાડિયાં કરતી રહેતી હતી લોકોમાં પણ કંઈક અસંતોષ તો હતો જ એટલે રેસિડન્ટ સુધી પણ ફરિયાદો ગઈ તેના પરથી એણે તારણ કાઢ્યું કે નવાબને ગાદીએથી ઉતારી નાખવો અને કંપની બધો કારભાર સંભાળી લે ડલહૌઝી તો એના માટે તૈયાર જ હતો ૧૮૫૬ની ૧૧મી ફેબ્રુઆરીએ જનરલ ઑટ્રૅમે વાજિદ અલી શાહને તખ્ત પરથી ઉતારીને અવધ પર કંપનીનું વર્ચસ્વ સ્થાપી દીધું વાજિદ અલી શાહને કલકત્તા લઈ ગયા અને મટિયા બુર્ઝમાં એને રાખ્યો ૧૮૫૭નો બળવો શરૂ થયો ત્યારે એના એક પુત્ર બિર્જિસ કાદરને લોકોએ ગાદીએ બેસાડ્યો અને એની માતા બેગમ હઝરત મહલે અંગ્રેજો સામે મોરચો માંડ્યો એ વખતે નવાબને ફોર્ટ વિલિયમમાં કેદ કરી લેવાયો એને લખનઉ પાછા આવવું હતું પણ બળવો થઈ પડતાં એની ઇચ્છા મનમાં જ રહી ગઈ વાજિદ અલી શાહના હૈયામાંથી હિજરાતા શબ્દો ઠુમરી બનીને નીકળ્યા બાબુલ મોરા નૈહર છૂટો રી જાય ફૈઝાબાદ ના મૌલવી અહમદુલ્લાહ શાહ સામે ચિનહટમાં અંગ્રેજોના ભૂંડા હાલ પ્રજાજનો વિસ્ફોટ માટે તલપાપડ હતા દિલ્હીમાં અંગ્રેજોની હારના સમાચાર મળતા હતા આથી લોકોમાં જોશ વધતું જતું હતું આ સ્થિતિમાં ફૈઝાબાદના મૌલવી અહમદુલ્લાહ શાહે જે ભાગ ભજવ્યો તે બહુ નોંધપાત્ર છે એમણે અંગ્રેજોના હાથમાંથી ફૈઝાબાદને મુક્ત કરાવ્યું એટલું જ નહીં આખા અવધમાં બળવો ફેલાવવામાં ફૈઝાબાદમાં મૌલવીની મસ્જિદ કેન્દ્ર જેવી બની રહી એમના પ્રતિરોધને કારણે ૧૮૫૮ની પાંચમી જૂને એમનું અવસાન થયું ત્યાં સુધી ફૈઝાબાદમાં અંગ્રેજો માટે પગ મૂકવાની જગ્યા નહોતી અવધમાં લખનઉ સિવાયના બધા જ તાલુકાઓ અંગ્રેજ મુક્ત થઈ ગયા હતા કાનપુરના નાનાસાહેબ આરાના કુંવર સિંહ ૧૮૫૭ના વિદ્રોહમાં મૌલવીના ગાઢ સાથી હતા ૧૮૫૭ની ૩૦મી જૂને કંપની બહાદુરની સરકારે એના ૧૮૫૭ના ઇતિહાસની સૌથી મોટી ભૂલ કરી અને કદી ન ભુલાય તેવી છક્કડ ખાધી મૌલવી અહમદુલ્લાહની ૨૨મી ઇન્ફન્ટ્રી રેજિમેન્ટની આગેવાની સુબેદાર ઘમંડી સિંહ અને સુબેદાર ઉમરાવ સિંહના હાથમાં હતી લખનઉ પાસે ઇસ્માઇલગંજના ગામ ચિનહટની લડાઈમાં આ રેજિમેન્ટે અંગ્રેજી ફોજને ધોળે દિવસે તારા દેખાડી દીધા મૌલવી હજી પણ ફોજ ઊભી કરવામાં લાગ્યા હતા એમણે પાવાયનના જમીનદાર જગન્નાથ સિંહની મદદ માગી જમીનદારે એમને મળવા બોલાવ્યા મૌલવી જમીનદારના કિલ્લામાં પહોંચ્યા ત્યારે એમની સાથે દગો થયો એ કિલ્લામાં આવ્યા કે તરત જગન્નાથ સિંહના ભાઈઓએ એના પર ગોળીઓની રમઝટ બોલાવી દીધી તે પછી જગન્નાથ સિંહે એનું માથું કાપી લીધું અને રક્ત ટપકતું માથું શાહજહાંપુરના અંગ્રેજ કલેક્ટરને ભેટ ધર્યું બદલામાં પચાસ હજાર રૂપિયાનું ઇનામ લઈ આવ્યો ચિનહટની લડાઈમાં અંગ્રેજો લોટમાં લીટાં માનીને આગળ વધ્યા હતા અવધના ચીફ કમિશનર સર હેનરી લૉરેન્સને એવા સમાચાર મળ્યા કે ક્રાન્તિકારીઓ પાસે છ હજારની ફોજ છે પણ ૧૮૫૭ની ૩૦મી જૂને અંગ્રેજ ફોજ લડાઈના મેદાનમાં પહોંચી ત્યારે એનો સામનો કરવા વિદ્રોહીઓની પંદર હજારની ફોજ હાજર હતી એમાં અંગ્રેજોનો કચ્ચરઘાણ નીકળી ગયો અંગ્રેજી ફોજના કેટલાયે મોટા અફસરો માર્યા ગયા હેનરી લૉરેન્સ પણ ઘાયલ થયો અને બે દિવસ પછી એનું મૃત્યુ થયું અંગ્રેજી ફોજ લખનઉમાં રેસીડન્સી તરફ પાછી હટી ગઈ આ બાજુ વિદ્રોહીઓએ સુલતાનપુરના મુખિયા અને ચિનહટની લડાઈમાં વિદ્રોહીઓની ફોજના કમાંડર બરકત અહમદની આગેવાની હેઠળ પંચાયતની રચના કરી જેમાં મૌલવી અહમદુલ્લાહ શાહના સરદારો ઉમરાવ સિંહ અને ઘમંડી સિંહ ઉપરાંત જયપાલ સિંહ રઘુનાથ સિંહ અને શહાબુદ્દીન હતા બેગમ હઝરત મહલ ૧૮૫૭ના ઇતિહાસમાં વાજિદ અલી શાહનાં બેગમ હઝરત મહલને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેટલી પ્રસિદ્ધિ નથી મળી તેમ છતાં પણ અવધમાં અંગ્રેજો સામેના વિદ્રોહમાં એની ભૂમિકાને કારણે એનું નામ સુવર્ણાક્ષરે અંકિત છે ચિનહટની લડાઈમાં ફતેહ મેળવ્યા પછી સાતમી જુલાઈએ પંચાયતે વાજિદ અલી શાહના સગીર વયના પુત્ર બિરજિસ કદ્રને ગાદીએ બેસાડ્યો અને બેગમ હઝરત મહલના હાથમાં વહીવટ અને જંગનું સુકાન સોંપ્યું બેગમ હઝરત મહલનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો હતો અને એને નવાબ વાજિદ અલી શાહના હરમની બાંદી તરીકે માબાપે વેચી નાખી હતી અહીં એના પર વાજિદ અલી શાહની નજર પડી તે પછી એને ખવાસિન ચાકર બનાવી દેવાઈ એ રીતે એ નવાબના સંપર્કમાં આવી નવાબે એને પરી જાહેર કરી અને એની સાથે લગ્ન કર્યાં તે પછી એમને પુત્ર જન્મ્યો ત્યારે એ અવધનાં બેગમ બન્યાં અને એમને હઝરત મહલ નામ મળ્યું બિરજિસ કદ્ર નવાબ બન્યો તે પછી દસ મહિના સુધી એમણે કારભાર સંભાળ્યો પરંતુ કંપનીએ અવધને આંચકી લેવાનો મનસૂબો કર્યો હતો એટલે બ્રિટનની રાણી વિક્ટોરિયાએ જાહેરનામું બહાર પાડ્યું પણ બેગમ મચક આપવા તૈયાર ન થઈ એમણે જવાબી જાહેરનામું બહાર પાડ્યું અને પોતે રાજમાતા છે એવી જાહેરાત કરી એમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો અને અંગ્રેજોનો મુકાબલો કરવા માટે જાતિ અને ધર્મના ભેદભાવ દબાવી દીધા અને પ્રજાને લડવા માટે પ્રોત્સાહિત કરી પરંતુ બળવાખોરોમાં શિસ્તનો અભાવ હતો ખુદ હઝરત મહલના હુકમોનો અનાદર થતો હતો અંગ્રેજી ફોજે લખનઉને ઘેરો ઘાલ્યો ત્યારે એમને જોરદાર વિરોધનો સામનો ન કરવો પડ્યો અને જીતી ગયા તે સાથે જ બેગમે અવધ છોડી દીધું અને નેપાલ ચાલ્યાં ગયાં અંગ્રેજ હકુમતે એમને પેન્શન આપવાનું નક્કી કર્યું પણ આ સ્વાભિમાની વીરાંગનાએ એની ના પાડી દીધી ૧૮૭૯માં એમનું કાઠમંડુમાં મૃત્યુ થયું તસવીરમાં એમનો મકબરો જોવા મળે છે આ વીરાંગનાને વંદન કરીએ સંદર્ભઃ ૧ the last days of the company 1818 1858 vol i the expansion of british india by g anderson and m subedar published in 1918 ઇંટરનેટ પર ઉપલબ્ધ ૨ two native narratives of mutiny in delhi charles theopolis metcalfe 1898 ઇંટરનેટ પર ઉપલબ્ધ ૩ the indian war of independence v d savarkar ઇંટરનેટ પર ઉપલબ્ધ ૪ https thewire in history the revolt of 1857 maulavi ahmadullah shah the rebel saint of faizabad ૫ https www jagran com uttar pradesh lucknow city untold story about battle of chinhat 18308287 html ૬ https en wikipedia org wiki barkat_ahmad ૭ આ લખનારની આપહેલાંની શ્રેણીના બીજા ભાગનાં પ્રકરણ ૨૮ અને ૨૯ like loading author dipak dholakia posted on 10 08 2023 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો begum hazrat mahal martyrs of indian freedom struggle maulvi ahmuddalah shah uprising in awadh leave a comment on martyrs of indian freedom struggle 29 uprising in awadh maulvi ahmuddalah shah and begum hazrat mahal ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 253 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું ઓગસ્ટ 2023 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 જુલાઈ સપ્ટેમ્બર bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2...
|