Meta tags:
description= 2 posts published by Dipak Dholakia during December 2023;
Headings (most frequently used words):
martyrs, of, dipak, indian, freedom, struggle, dholakia, spam, blocked, મહિનો, ડિસેમ્બર, 2023, ગદરના, વીરો, 38, brave, gadar, revolutionaries, 37, delhi, 1912, દિલ્હીના, શહીદોઃ, ૧૯૧૨, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
#ડિસેમ્બર (31), નવેમ્બર (29), જાન્યુઆરી (29), 2023 (29), અને (29), ઓક્ટોબર (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), 2024 (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2015 (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2012 (22), ફેબ્રુવારી (22), martyrs (19), 2013 (18), 2022 (18), freedom (17), 2011 (16), struggle (16), હતા (16), indian (15), 2014 (14), 2025 (13), હતો (13), પછી (10), કરી (9), એમને (9), ગયા (9), com (7), dipak (7), માટે (7), હતી (7), મારી (6), ગદર (6), હવે (6), કર્યું (6), હતું (6), એટલે (6), wordpress (5), બારી (5), dholakia (5), શોધો (5), ભાઈ (5), એમણે (5), તરીકે (5), એને (5), શરૂ (4), કરો (4), this (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), અમીર (4), થયો (4), બિહારી (4), બસંત (4), ફાંસી (4), ત્યારે (4), બીજા (4), કેસ (4), સજા (4), પહેલાં (4), ત્યાં (4), સરકારે (4), પ્રવેશ (4), કામ (4), અમેરિકા (4), like (3), other (3), નવી (3), history (3), delhi (3), 1912 (3), લાલા (3), ભારતમાં (3), ભાગ (3), કુમાર (3), બંગાળના (3), દેવાઈ (3), દિલ્હીમાં (3), આવી (3), ગયું (3), મળી (3), બૉમ્બ (3), પોલીસ (3), કારણ (3), યોજના (3), રાસ (3), અંગ્રેજ (3), બ્રિટનની (3), પંજાબ (3), ગયો (3), gadar (3), revolutionaries (3), મૂળ (3), હસન (3), રહીમ (3), હિન્દુસ્તાની (3), ઘણા (3), કરવાની (3), કૅનેડામાં (3), સ્થાપના (3), એમના (3), ઇંડિયા (3), અમેરિકામાં (3), લોકો (3), આવે (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 365 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), ગુરુ (2), india (2), and (2), email (2), address (2), web (2), gurjari (2), કોઈનો (2), લાડકવાયો (2), tags (2), categories (2), posted (2), author (2), loading (2), https (2), સંદર્ભઃ (2), 000 (2), જન્મ (2), શિક્ષક (2), આંદોલન (2), તેમ (2), સક્રિય (2), બન્યા (2), ક્રાન્તિકારી (2), મહત્ત્વનો (2), ભજવતા (2), વિદ્રોહમાં (2), સાથી (2), બિશ્વાસ (2), શહીદોને (2), દિવસે (2), આપી (2), માસ્ટર (2), બાલમુકુંદ (2), આપવામાં (2), દિલ્હીની (2), લાહોર (2), કાવતરા (2), અથવા (2), દિલ્હી (2), એમાં (2), લક્ષ્મી (2), નારાયણ (2), શર્મા (2), થયા (2), તેની (2), લાગ્યું (2), પાછળ (2), જોઈએ (2), બોઝ (2), પંજાબના (2), ક્રાન્તિકારીઓ (2), વચ્ચે (2), સાથે (2), જાપાન (2), આઝાદ (2), હિન્દ (2), ૧૯૧૪ના (2), હાર્ડિંગ (2), નિર્ણય (2), લીધો (2), રાજકીય (2), પાટનગર (2), આથી (2), એની (2), હાથી (2), નેશનલ (2), એના (2), હાર્ડિંગને (2), brave (2), daanishbooks (2), isbn (2), 978 (2), 81144 (2), દેશ (2), પ્રથમ (2), બીજી (2), લોપોકેએ (2), પોતાના (2), કોર્ટના (2), મેવા (2), સિંઘ (2), હાથે (2), બની (2), હિન્દુસ્તાનીઓ (2), જાણતા (2), હૉપકિન્સન (2), કરતો (2), કૅનેડા (2), હિન્દુસ્તાનીઓના (2), લીધી (2), કરવાનું (2), રાજા (2), મહેન્દ્ર (2), પ્રતાપ (2), મૌલવી (2), બરકતુલ્લાહ (2), રહેતા (2), પાર્ટીની (2), મળીને (2), હકુમત (2), એમની (2), પડી (2), શેઠ (2), સંગઠિત (2), જાગૃતિ (2), ફેલાવતા (2), ભારતીય (2), મજૂરો (2), વિરુદ્ધ (2), ભારતીયોને (2), આખા (2), પાર્ટી (2), સોસાઇટી (2), થયું (2), મળે (2), એવા (2), ઇંડો (2), અમેરિકન (2), ડોમિનિયન (2), નહીં (2), લીધા (2), મળતો (2), લશ્કરમાં (2), જુદી (2), ખેડૂતો (2), મહેસૂલ (2), design, with, વેબસાઇટ, નામ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, slavery, for, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, leave, comment, wallsofignorance, month, may, dedicated, fighters, mygoldenbengal, partition, bengal, 1905, its, annulment, 1911, ચંદનો, ૧૮૬૯માં, પિતાની, જેમ, સ્વદેશી, બીજાં, સામાજિક, સુધારા, કાર્યોમાં, હરદયાલને, મળ્યા, આંદોલનમાં, ઉત્તર, કાર્યોના, માર્ગદર્શનમાં, બાલમુકુંદનો, ૧૮૮૯માં, ઝેલમ, પાકિસ્તાન, માં, ઔરંગઝેબ, સામેના, શીખ, તેગબહાદુરજીના, અનન્ય, શહીદ, વીર, મતીદાસના, કુળમાં, અવધ, ચંદના, વિદ્યાર્થી, અપાઈ, વર્ષ, પૂરાં, નહોતાં, કર્યાં, ચારેય, પ્રણામ, કરીએ, અંબાલા, જેલમાં, બિશ્વાસને, પોલીસે, સાબીત, બોમ્બ, ફેંકવાનું, કૃત્ય, કુમારે, ૧૯૧૫ના, મહિનાની, આઠમી, તારીખે, અમીરચંદ, અવધબિહારીને, ફાંસીઘર, મૌલાના, મૅડિકલ, કૉલેજના, પ્રાંગણમાં, સમાઈ, વર્ષે, અંજલિ, આપવાનો, કાર્યક્રમ, યોજાતો, હોય, ઘટના, પહેલા, ઇતિહાસમાં, નોંધાયેલી, શાળાના, ચંદ, અવધબિહારી, ગણેશીલાલ, ખસ્તા, વિષ્ણુ, ગણેશ, પિંગલે, ચરન, દાસ, હનવંત, સાહીને, પૂરો, ગણેશીલાલને, વારાણસી, જવાયા, આજીવન, કારાવાસની, ફેંકનાર, કોણ, ખોજમાં, આખું, તંત્ર, લાગી, પોલીસને, આની, ક્રાંતિકારીઓનો, હાથ, હોવો, ફેંકવાની, બંગાળી, ક્રાન્તિકારીઓની, યાદ, આપતી, બંગાળ, કડીરૂપ, અરવિંદ, ઘોષે, સ્થાપેલી, યુગાંતર, સંસ્થાઓ, જોડાયેલા, પકડી, શકે, દિલ્હીથી, ભાગી, છૂટ્યા, પહોંચી, ફોજ, બનાવી, સુભાષબાબુએ, ફોજને, પુનઃ, સજીવન, બોઝના, આમંત્રણથી, ફેબ્રુઆરીમાં, હુમલો, કરનારા, પકડાઈ, બંગભંગનો, પાછો, ખેંચી, બંગાળમાં, વાતાવરણમાંથી, ઊગ્રતા, ઓગળી, નહોતી, સરકારને, લાગવા, માંડ્યું, કલકત્તામાં, રાખવાથી, અશાંતિનો, સતત, સામનો, કરતા, રહેવું, પડશે, જવાનો, લેવાયો, ૧૯૧૨ની, ૨૩મી, ડિસેમ્બરે, હાર્ડિંગે, ભવ્ય, શોભાયાત્રામાં, કર્યો, પત્ની, બેઠાં, હતાં, ફૂલેકું, વાજતેગાજતે, ચાંદની, ચોક, પહોંચ્યું, બૅંકની, બિલ્ડિંગમાંથી, ફેંકાયો, અંબાડી, કંઈક, અફળાયું, એવું, લૅડી, હાર્ડિંગનું, ધ્યાન, બેસીને, ચામર, ઢોળનારો, ખાસદાર, ઊંધો, લટકી, હાર્ડિંગના, ખભામાંથી, લોહી, નીકળતું, પોતાને, એનો, ખ્યાલ, નહોતો, આવ્યો, શોભાયાત્રા, રોકી, સારવાર, જવાયો, દિલ્હીના, શહીદોઃ, ૧૯૧૨, સંપર્કઃ, gmai, www, હાર્ડ, બાઉંડ, પેપરબૅક, गदर, पार्टी, इतिहास, प्रथम, भाग, ભગત, યાદગાર, કમિટી, જાલંધર, આવૃત્તિઃ, પંજાબી, ૧૯૬૧, આવૃત્તિ, ૧૯૬૯, હિન્દી, અનુવાદ, ૨૦૧૩, ગાથા, ચાલુ, રહેશે, ૧૯૧૫ની, ૧૧મી, જાન્યુઆરીએ, મેવાસિંઘ, પ્રાણ, ન્યોછાવર, દીધા, ૨૧મી, ઑક્ટોબર, કંપાઉંડમાં, વરંડામાં, ગોળી, દીધી, કેસમાં, સિંઘને, ફાંસીની, સાંભળીને, ગરજતા, સ્વરમાં, કહ્યું, મારા, દેશના, દુશ્મનના, આવા, હાલ, થવા, બાજુ, દેશદ્રોહીઓ, ઊભા, થતા, જતા, સભામાં, દગાખોરને, ઘવાયા, દેશભક્તો, ભાઈઓને, જખમી, થવાની, ઘટનાઓ, ખાતાનો, ઊપરી, વિલિયમ, હિન્દુસ્તાનીઓને, જાસૂસ, હત્યારા, વાપરતો, કૅનેડાનો, અંગ્રેજી, હકુમતની, નોકરી, રજામાં, ત્યાંની, નોકરીએ, રાખી, આવડતી, શરૂઆતમાં, ચાલે, દુભાષિયા, એણે, મિત્રતા, વિદ્રોહીઓએ, મૂળમાં, નક્કી, હરદયાલ, જેવા, નેતાઓએ, સ્થાપનામાં, ભજવ્યો, અફઘાનિસ્તાન, ત્યાંના, અમીરને, આરઝી, કામચલાઉ, સરકાર, સ્થાપી, અમીરની, મદદથી, ભારત, આક્રમણ, મોઢેથી, સહમતી, દેખાડતો, રહ્યો, ખરેખર, અંગ્રેજોથી, ડરતો, પાર, શકી, રીતે, ઍસ્ટોરિયામાં, વેનકુવરમાં, આત્મારામે, નામનું, અખબાર, કાઠિયાવાડના, ગુજરાતીઓને, જવાબદારી, સંભાળી, વઝે, ખાં, ગુજરાતના, લોકોમાં, પ્રવૃત્તિઓમાં, આગળપડતો, વિદેશોમાં, વસતા, વેપારીઓ, વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીના, અધ્યાપકોમાં, સામ્રાજ્યવાદ, માર્ક્સવાદી, વિચારધારા, જોર, પકડતી, જતી, દેશમાં, આવતાં, રોકવાની, કોશિશ, સામે, ભારતીયોએ, ચલાવ્યું, મિલોના, જોડાયા, ખંડના, ભારતીયો, સૂત્રે, બંધાયા, ફરી, ડગલું, આગળ, વધવા, મિલમજૂરોએ, બીડું, ઝડપ્યું, બધાને, કરીને, બળવો, સરદાર, સોહન, ભકના, કૅનેડાના, શીખોમાં, પાર્ટીના, પ્રમુખ, ઇંડસ્ટ્રિયલ, વર્કર્સ, વર્લ્ડ, હિંદુસ્તાન, યુનાઇટેડ, લીગ, પૅસિફિક, કોસ્ટ, નાગરિકોની, સમાનતાનું, ભાન, પ્રત્યે, ભેદભાવ, થતો, સમજાયું, સમજનો, વિકાસ, એમાંથી, કેટલાકને, ખબર, વધારે, સારી, દહાડી, પહોંચ્યા, ભારતની, બહુ, ટેકો, મળવા, લાગ્યો, બનાવવામાં, સોસાઇટીએ, લંડન, જેવું, હાઉસ, ઍસોસિએશન, બન્યું, એનું, ઉદ્યોગની, તાલીમ, આપવાનું, વિદ્યાર્થીઓને, આકર્ષવાનું, ૧૯૦૬ના, ભાગલા, વિદ્યાર્થીઓમાં, દેશપ્રેમ, અખૂટ, વ્યક્ત, સ્વતંત્રતા, કુશળતા, કૅનેડાને, સ્ટેટસ, મળતાં, કાયદા, બનાવવાની, સત્તા, કડક, નિયંત્રણો, લાદી, દીધાં, ભારતથી, જહાજ, સીધું, ક્યાંય, રોકાય, મુસાફરો, વિના, તેને, અઘરું, જહાજને, બળતણ, લેવા, ક્યાંક, લાંગરવું, પડતું, નિયમ, ઘરડાઓને, સ્ત્રીઓ, બાળકોને, લાવી, શકાતાં, ગયેલા, માનતા, માત્ર, ભારતના, બ્રિટિશ, સામ્રાજ્યના, નાગરિક, કોઈ, વસાહતમાં, રહેવાનો, અધિકાર, આવ્યા, વસાહતોમાં, મોકલી, દેવાતા, માસિક, રૂપિયાના, પગારે, ચીન, ઈરાન, બર્મા, ઈજિપ્ત, પૂર્વ, આફ્રિકામાં, અંગ્રેજોની, લડાઈઓ, લડતા, મલાયા, મલયેશિયા, સિંગાપુર, હોંગકોંગમાં, ઑફિસરો્ની, ઑફિસો, બંગલાઓમાં, ચોકીદાર, નોકર, કરવા, લાગ્યા, પોલીસની, નોકરીમાં, પંજાબીઓ, કેનેડા, એમનું, સ્વાગત, મહેનત, તેમાં, જીવી, લેતા, છતાં, કરતાં, જીવનમાં, સુધારો, ૧૮૪૯થી, અંગ્રેજોનો, સંપૂર્ણ, કબજો, કૂકા, આપણે, જોયું, દરમિયાન, ધર્મ, હુમલા, પરંતુ, આર્થિક, અસંતોષ, એટલો, પ્રબળ, જમીનની, માલિકી, સહિયારી, ઈસ્ટ, કંપનીએ, પદ્ધતિ, દાખલ, જમીન, વ્યક્તિગત, માલિકીની, રોકડેથી, ચુકવવાનું, રહેતું, પાયમાલ, કામધંધા, વગર, રઝળતા, ઉપાય, અંગ્રેજોએ, ખેડૂતોના, જુવાન, દીકરાઓને, ભરતી, ગદરના, વીરો, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,
Text of the page (random words):
ડિસેમ્બર 2023 મારી બારી કંટેન્ટ પર જાઓ મારી બારી દીપક ધોળકિયા મહિનો ડિસેમ્બર 2023 martyrs of indian freedom struggle 38 brave gadar revolutionaries 1 ગદરના વીરો ૧ ૧૮૪૯થી પંજાબ પર અંગ્રેજોનો સંપૂર્ણ કબજો થઈ ગયો હતો કૂકા વિદ્રોહમાં આપણે જોયું કે આ દરમિયાન ધર્મ પર ઘણા હુમલા થયા પરંતુ આર્થિક અસંતોષ પણ એટલો જ પ્રબળ હતો પહેલાં જમીનની માલિકી સહિયારી હતી પણ ઈસ્ટ ઇંડિયા કંપનીએ નવી મહેસૂલ પદ્ધતિ દાખલ કરી એટલે હવે જમીન વ્યક્તિગત માલિકીની બની ગઈ મહેસૂલ રોકડેથી ચુકવવાનું રહેતું એટલે ખેડૂતો પાયમાલ થઈ ગયા અને કામધંધા વગર રઝળતા થઈ ગયા એના એક ઉપાય તરીકે અંગ્રેજોએ ખેડૂતોના જુવાન દીકરાઓને લશ્કરમાં ભરતી કરવાનું શરૂ કર્યું લશ્કરમાં આવ્યા પછી એમને બ્રિટનની જુદી જુદી વસાહતોમાં મોકલી દેવાતા પંજાબના ખેડૂતો હવે માસિક નવ રૂપિયાના પગારે અમેરિકા ચીન ઈરાન બર્મા ઈજિપ્ત પૂર્વ આફ્રિકામાં અંગ્રેજોની લડાઈઓ લડતા થઈ ગયા અથવા મલાયા હવે મલયેશિયા સિંગાપુર હોંગકોંગમાં અંગ્રેજ ઑફિસરો્ની ઑફિસો અને બંગલાઓમાં ચોકીદાર કે નોકર તરીકે કામ કરવા લાગ્યા ત્યાં એમને પોલીસની નોકરીમાં પણ લીધા ઘણા પંજાબીઓ કેનેડા ગયા પહેલાં તો એમનું સ્વાગત થયું કારણ કે આ લોકો મહેનત કરી જાણતા અને જે મળે તેમાં જીવી લેતા તેમ છતાં પંજાબ કરતાં તો એમના જીવનમાં સુધારો થયો હતો પણ તે પછી કૅનેડાને ડોમિનિયન સ્ટેટસ મળતાં કાયદા બનાવવાની સત્તા એને મળી ડોમિનિયન સરકારે હવે હિન્દુસ્તાનીઓના પ્રવેશ પર કડક નિયંત્રણો લાદી દીધાં ભારતથી જહાજ આવે તે સીધું જ આવે વચ્ચે ક્યાંય રોકાય નહીં અને બીજા મુસાફરો લીધા વિના આવે તેને જ પ્રવેશ મળતો આ અઘરું હતું કારણ કે જહાજને બળતણ લેવા માટે તો ક્યાંક લાંગરવું પડતું બીજા એવા નિયમ હતા કે ઘરડાઓને પ્રવેશ ન મળતો સ્ત્રીઓ અને બાળકોને પણ લાવી ન શકાતાં કૅનેડામાં કામ માટે ગયેલા લોકો તો એમ માનતા કે એ માત્ર ભારતના નહીં આખા બ્રિટિશ સામ્રાજ્યના નાગરિક હતા અને બ્રિટનની કોઈ પણ વસાહતમાં રહેવાનો એમને અધિકાર હતો કૅનેડા કે અમેરિકા ગયા એમને નાગરિકોની સમાનતાનું ભાન થયું એમના પ્રત્યે ભેદભાવ થતો હતો તે પણ એમને સમજાયું આમ રાજકીય સમજનો વિકાસ થયો એમાંથી કેટલાકને ખબર પડી કે અમેરિકામાં વધારે સારી દહાડી મળે છે એવા લોકો અમેરિકા પહોંચ્યા અમેરિકામાં ભારતની અંગ્રેજ હકુમત વિરુદ્ધ બહુ ટેકો મળવા લાગ્યો ત્યાં એક ઇંડો અમેરિકન સોસાઇટી બનાવવામાં આવી સોસાઇટીએ લંડન જેવું જ ઇંડિયા હાઉસ શરૂ કર્યું તે પછી ઇંડો અમેરિકન નેશનલ ઍસોસિએશન બન્યું એનું મૂળ કામ જ ભારતીયોને ઉદ્યોગની તાલીમ આપવાનું અને વિદ્યાર્થીઓને આકર્ષવાનું હતું ૧૯૦૬ના બંગાળના ભાગલા પછી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અખૂટ હતો એને વ્યક્ત કરવાની સ્વતંત્રતા અને કુશળતા અમેરિકામાં મળી એ જ રીતે કૅનેડામાં ઍસ્ટોરિયામાં હિન્દુસ્તાની સોસાઇટી ઑફ પૅસિફિક કોસ્ટ ની સ્થાપના થઈ વેનકુવરમાં શેઠ હસન રહીમ અને આત્મારામે મળીને યુનાઇટેડ ઇંડિયા લીગ ની સ્થાપના કરી અને હિંદુસ્તાન નામનું અખબાર શરૂ કર્યું શેઠ હસન રહીમ કાઠિયાવાડના હતા એમણે ગુજરાતીઓને સંગઠિત કરવાની જવાબદારી સંભાળી લીધી એ અને એમના સાથી વઝે ખાં ગુજરાતના લોકોમાં જાગૃતિ ફેલાવતા હતા અને ઇંડસ્ટ્રિયલ વર્કર્સ ઑફ ધી વર્લ્ડ ની પ્રવૃત્તિઓમાં પણ આગળપડતો ભાગ ભજવતા હતા આમ વિદેશોમાં વસતા ભારતીય મજૂરો વેપારીઓ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના અધ્યાપકોમાં સામ્રાજ્યવાદ વિરુદ્ધ માર્ક્સવાદી વિચારધારા જોર પકડતી જતી હતી કૅનેડામાં સરકારે ભારતીયોને દેશમાં આવતાં રોકવાની કોશિશ કરી તેની સામે ત્યાં રહેતા ભારતીયોએ આંદોલન ચલાવ્યું અને મિલોના ભારતીય મજૂરો પણ એમાં જોડાયા આખા અમેરિકા ખંડના ભારતીયો એક સૂત્રે બંધાયા ફરી એક ડગલું આગળ વધવા મિલમજૂરોએ બીડું ઝડપ્યું એમણે બધાને સંગઠિત કરીને એક પાર્ટીની સ્થાપના કરી આ પાર્ટી એટલે ગદર પાર્ટી ગદર એટલે બળવો સરદાર સોહન સિંઘ ભકના કૅનેડાના શીખોમાં જાગૃતિ ફેલાવતા હતા ગદર પાર્ટીના એ પ્રથમ પ્રમુખ બન્યા રાજા મહેન્દ્ર પ્રતાપ મૌલવી બરકતુલ્લાહ લાલા હરદયાલ જેવા ભારતમાં રહેતા ક્રાન્તિકારી નેતાઓએ પણ ગદર પાર્ટીની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો રાજા મહેન્દ્ર પ્રતાપ અને મૌલવી બરકતુલ્લાહ તો અફઘાનિસ્તાન પણ ગયા અને ત્યાંના અમીરને મળીને આરઝી હકુમત કામચલાઉ સરકાર પણ સ્થાપી એમની યોજના અમીરની મદદથી ભારત પર આક્રમણ કરવાની હતી અમીર મોઢેથી તો સહમતી દેખાડતો રહ્યો પણ ખરેખર એ અંગ્રેજોથી ડરતો હતો એટલે એમની યોજના પાર ન પડી શકી બીજી બાજુ દેશદ્રોહીઓ પણ ઊભા થતા જતા હતા એક સભામાં હસન રહીમ હિન્દુસ્તાની દગાખોરને હાથે ઘવાયા બીજા પણ દેશભક્તો પોતાના જ ભાઈઓને હાથે જખમી થવાની ઘટનાઓ પણ બની હિન્દુસ્તાનીઓ જાણતા હતા કે પોલીસ ખાતાનો ઊપરી વિલિયમ હૉપકિન્સન હિન્દુસ્તાનીઓને જાસૂસ અને હત્યારા તરીકે વાપરતો હતો હૉપકિન્સન મૂળ તો કૅનેડાનો જ હતો પણ ભારતમાં અંગ્રેજી હકુમતની નોકરી કરતો હતો એ રજામાં કૅનેડા ગયો ત્યારે એને ત્યાંની સરકારે નોકરીએ રાખી લીધો એને હિન્દુસ્તાની આવડતી હતી એટલે શરૂઆતમાં તો એ હિન્દુસ્તાનીઓના કેસ ચાલે ત્યારે દુભાષિયા તરીકે કામ કરતો આમ એણે ઘણા હિન્દુસ્તાનીઓ સાથે મિત્રતા કરી લીધી હતી આથી વિદ્રોહીઓએ મૂળમાં ઘા કરવાનું નક્કી કર્યું ૨૧મી ઑક્ટોબર ૧૯૧૪ના દિવસે કોર્ટના કંપાઉંડમાં ભાઈ મેવા સિંઘ લોપોકેએ એને કોર્ટના વરંડામાં જ ગોળી મારી દીધી આ કેસમાં મેવા સિંઘને ફાંસીની સજા આપવામાં આવી સજા સાંભળીને એમણે ગરજતા સ્વરમાં કહ્યું કે મારા દેશના દુશ્મનના આવા જ હાલ થવા જોઈએ ૧૯૧૫ની ૧૧મી જાન્યુઆરીએ મેવાસિંઘ લોપોકેએ દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા ગદર ગાથા ચાલુ રહેશે 000 સંદર્ભઃ गदर पार्टी का इतिहास प्रथम भाग 1912 17 દેશ ભગત યાદગાર કમિટી જાલંધર પ્રથમ આવૃત્તિઃ મૂળ પંજાબી ૧૯૬૧ બીજી આવૃત્તિ ૧૯૬૯ હિન્દી અનુવાદ ૨૦૧૩ isbn 978 93 81144 29 9 હાર્ડ બાઉંડ isbn 978 93 81144 30 5 પેપરબૅક સંપર્કઃ daanishbooks gmai com www daanishbooks com like loading author dipak dholakia posted on 28 12 2023 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો gadar revolutionaries martyrs of indian freedom struggle web gurjari 1 ટિપ્પણી martyrs of indian freedom struggle 38 brave gadar revolutionaries 1 માટે martyrs of indian freedom struggle 37 martyrs of delhi 1912 દિલ્હીના શહીદોઃ ૧૯૧૨ બંગભંગનો નિર્ણય અંગ્રેજ સરકારે પાછો ખેંચી લીધો તે પછી પણ બંગાળમાં રાજકીય વાતાવરણમાંથી ઊગ્રતા ઓગળી નહોતી બ્રિટનની સરકારને લાગવા માંડ્યું હતું કે કલકત્તામાં પાટનગર રાખવાથી અશાંતિનો સતત સામનો કરતા રહેવું પડશે આથી પાટનગર દિલ્હી લઈ જવાનો નિર્ણય લેવાયો ૧૯૧૨ની ૨૩મી ડિસેમ્બરે હાર્ડિંગે ભવ્ય શોભાયાત્રામાં દિલ્હીમાં પ્રવેશ કર્યો હાર્ડિંગ અને એની પત્ની હાથી પર બેઠાં હતાં ફૂલેકું વાજતેગાજતે ચાંદની ચોક પહોંચ્યું ત્યારે પંજાબ નેશનલ બૅંકની બિલ્ડિંગમાંથી એના પર બૉમ્બ ફેંકાયો પહેલાં તો અંબાડી પર કંઈક અફળાયું એવું લાગ્યું પણ લૅડી હાર્ડિંગનું ધ્યાન ગયું કે એની પાછળ બેસીને ચામર ઢોળનારો ખાસદાર હાથી પર ઊંધો લટકી ગયો હતો અને હાર્ડિંગના ખભામાંથી લોહી નીકળતું હતું હાર્ડિંગને પોતાને એનો ખ્યાલ નહોતો આવ્યો પણ તે પછી શોભાયાત્રા રોકી દેવાઈ અને હાર્ડિંગને સારવાર માટે લઈ જવાયો પછી બૉમ્બ ફેંકનાર કોણ તેની ખોજમાં આખું પોલીસ તંત્ર લાગી ગયું પોલીસને લાગ્યું કે આની પાછળ બંગાળના ક્રાંતિકારીઓનો હાથ હોવો જોઈએ કારણ કે બૉમ્બ ફેંકવાની યોજના બંગાળી ક્રાન્તિકારીઓની યાદ આપતી હતી રાસ બિહારી બોઝ બંગાળ અને પંજાબના ક્રાન્તિકારીઓ વચ્ચે કડીરૂપ હતા રાસ બિહારી બોઝ અરવિંદ ઘોષે સ્થાપેલી યુગાંતર સંસ્થાઓ સાથે જોડાયેલા હતા પોલીસ એમને પકડી શકે તે પહેલાં એ દિલ્હીથી ભાગી છૂટ્યા અને પછી જાપાન પહોંચી ગયા ત્યાં એમણે આઝાદ હિન્દ ફોજ બનાવી સુભાષબાબુએ આ જ આઝાદ હિન્દ ફોજને પુનઃ સજીવન કરી એ રાસ બિહારી બોઝના આમંત્રણથી જ જાપાન ગયા હતા ૧૯૧૪ના ફેબ્રુઆરીમાં હાર્ડિંગ પર હુમલો કરનારા ક્રાન્તિકારીઓ પકડાઈ ગયા આ ઘટના પહેલા લાહોર કાવતરા કેસ અથવા દિલ્હી લાહોર કાવતરા કેસ તરીકે ઇતિહાસમાં નોંધાયેલી છે એમાં દિલ્હીની એક શાળાના શિક્ષક માસ્ટર અમીર ચંદ ભાઈ બાલમુકુંદ અવધબિહારી બસંત કુમાર બિશ્વાસ ગણેશીલાલ ખસ્તા વિષ્ણુ ગણેશ પિંગલે ચરન દાસ લક્ષ્મી નારાયણ શર્મા અને લાલા હનવંત સાહીને સજા થઈ કેસ પૂરો થયા પછી લક્ષ્મી નારાયણ શર્મા અને ગણેશીલાલને વારાણસી લઈ જવાયા એમને આજીવન કારાવાસની સજા મળી હતી ૧૯૧૫ના મે મહિનાની આઠમી તારીખે દિલ્હીમાં માસ્ટર અમીરચંદ ભાઈ બાલમુકુંદ અને અવધબિહારીને દિલ્હીમાં ફાંસી આપી દેવાઈ એમને ફાંસી આપવામાં આવી તે ફાંસીઘર હવે દિલ્હીની મૌલાના મૅડિકલ કૉલેજના પ્રાંગણમાં સમાઈ ગયું છે દર વર્ષે શહીદોને અંજલિ આપવાનો કાર્યક્રમ યોજાતો હોય છે બીજા દિવસે અંબાલા જેલમાં બસંત કુમાર બિશ્વાસને પણ ફાંસી આપી દેવાઈ પોલીસે સાબીત કર્યું હતું કે બોમ્બ ફેંકવાનું કૃત્ય બસંત કુમારે કર્યું હતું અમીર ચંદનો જન્મ ૧૮૬૯માં થયો હતો પિતાની જેમ એ પણ શિક્ષક હતા અને સ્વદેશી આંદોલન તેમ જ બીજાં સામાજિક સુધારા કાર્યોમાં પણ સક્રિય હતા લાલા હરદયાલને મળ્યા પછી ગદર આંદોલનમાં પણ સક્રિય બન્યા અને ઉત્તર ભારતમાં ક્રાન્તિકારી કાર્યોના માર્ગદર્શનમાં મહત્ત્વનો ભાગ ભજવતા હતા ભાઈ બાલમુકુંદનો જન્મ ૧૮૮૯માં ઝેલમ હવે પાકિસ્તાન માં ઔરંગઝેબ સામેના વિદ્રોહમાં શીખ ગુરુ તેગબહાદુરજીના એક અનન્ય સાથી અને શહીદ વીર ભાઈ મતીદાસના કુળમાં થયો હતો અવધ બિહારી અમીર ચંદના વિદ્યાર્થી હતા બસંત કુમાર બિશ્વાસ બંગાળના હતા અને એમને ફાંસી અપાઈ ત્યારે એમણે ૨૦ વર્ષ પણ પૂરાં નહોતાં કર્યાં ચારેય શહીદોને પ્રણામ કરીએ 000 સંદર્ભઃ https mygoldenbengal wordpress com 2015 08 06 partition of bengal 1905 and its annulment in 1911 ૨ https wallsofignorance wordpress com 2015 05 30 this month of may dedicated to freedom fighters like loading author dipak dholakia posted on 14 12 2023 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો martyrs of delhi martyrs of indian freedom struggle web gurjari leave a comment on martyrs of indian freedom struggle 37 martyrs of delhi 1912 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 365 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું ડિસેમ્બર 2023 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 નવેમ્બર જાન્યુઆરી bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 365 hits મારી બારી create a free website or blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar ટિપ્પણીઓ લોડ કરી રહ્યું છે એક ટિપ્પણી લખો ઇમેઇલ required નામ required વેબસાઇટ d design a site like this with wordpress com શરૂ કરો
|