Meta tags:
description= Dipak Dholakia દ્વારા લખાયેલ Morvi વિશેની પોસ્ટ;
Headings (most frequently used words):
છે, પણ, કે, અને, હતું, તો, હતી, એમની, એમને, હતા, સાથે, બંધ, ઉત્પલ, ટૉમ, જે, કામ, લોકો, એમણે, પડ્યું, the, morbi, disaster, no, one, had, tongue, to, speak, પુસ્તકનો, પરિચય, સાંડેસરા, વૂટન, બાંધકામ, એમનું, હતો, ખાન, રાજકોટ, વિમાન, લેખકો, dipak, મચ્છુ, થાય, પાસે, હશે, શરૂ, વર્ષ, પાણી, કરીને, માટે, વાત, બાપુ, ત્યારે, પછી, હોય, આજે, સંદેશ, dholakia, spam, blocked, કરે, બંધના, એન્જીનિયરિંગ, કૉલેજના, બંધનું, પરંતુ, જોવા, વસોયા, બંધની, ઝીણી, લોકોને, વિશે, વિશ્વાસ, નથી, આવા, કોઈ, વસોયાએ, સરકાર, ઊંચે, કરવા, છતાં, એમાં, રીતે, રહી, તેનો, ડૂબી, હતાં, પોતાની, નહીં, સુધી, પહોંચ્યો, નહોતો, ગયા, ટીંબાવાળા, જોગ, જશે, પર, આવી, તરત, એક, બનાવી, મૂકી, દેસાઈ, પહેલા, પ્રધાન, બાબુભાઈ, મેયર, શું, ગઈ, આપી, એવી, તે, ગુજરાતના, મધ્યમ, રાહ, વાદળાં, જોયા, સિલ્વર, ખાનને, ટૅગ, morvi, લેખકોઃ, મેઇલ, દ્વારા, પોસ્ટનો, મેળવો, તાજેતરના, લેખ, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, અહીં, ફરી, કથાના, રૂપમાં, શરૂઆત, આપણે, સીધા, ઇજનેર, બી, વસોયાને, લખધીરજી, વિદ્યાર્થીઓના, જૂથ, મળીએ, છીએ, દેખરેખ, હેઠળ, સંપર્ક, રાખવાનું, લોકોનાં, જૂથો, આવે, ગર્વભેર, વિગતો, સમજાવે, માત્ર, આવતા, અપાવવાનું, જાતે, જવાનું, લોકસંપર્કો, કર્યા, વિદ્યાર્થીઓ, જરૂર, પ્રભાવિત, થયા, કારણ, આંખોનાં, સપનાંમાં, મહાકાય, તરતા, કોઈને, આવવાનું, ખુલ્લું, આમંત્રણ, આપેલું, આના, પારિણામે, લોકોમાં, બંધાવા, લાગ્યો, ગુજરાત, કઈં, તેમાં, લોકોની, સલામતીનો, પૂરો, ખ્યાલ, રાખ્યો, ૧૯૬૭થી, થઇ, ગયું, ટ્રૅક્ટરો, બુલડોઝરોની, ગરગરાટીઓથી, આખો, વિસ્તાર, ધ્રૂજે, અઢી, માઇલના, પટ્ટાને, સમતળ, બનાવવાનું, પૂરજોશમાં, ચાલે, ૧૯૬૮ની, શરૂઆતમાં, માટીની, દીવાલોએ, માથું, માંડ્યું, જાણે, થયે, બે, થયાં, હોવા, વધારેમાં, વધારે, કેટલું, સલામત, શકે, ખરો, અંદાજ, આમ, ગામોની, જમીન, જવાની, ત્યાં, જઈને, વાટાઘાટ, જગ્યા, છોડવા, સમજાવ્યા, બદલામાં, વળતરનાં, વચનો, આપ્યાં, સ્થિતિમાં, જવાબદારી, સોંપાઈ, સ્વીકાર, ફરજ, બજાવવાની, સમજાવ્યું, સિંચાઈ, બરાબર, મળશે, પીવાના, પાણીની, ખેંચ, રહે, લોકોના, કાન, હૈયા, કદાચ, જો, લોકોએ, પાનું, નિભાવી, લેવાનું, નક્કી, કરી, લીધું, એટલે, કચવાતા, મને, એક્ઝીક્યૂટિવ, એન્જીનિયરની, માની, લીધી, બસ, બાકી, માનતા, નહોતા, ઘણા, કહેતા, ટીંબો, જાણીને, બહુ, ખિજાયા, ટીંબા, પરની, નાની, ઝૂંપડી, વરસોનું, નિવાસસ્થાન, એના, ધજા, ફરકતી, એને, પવિત્ર, સ્થાનક, માનીને, આદર, આપતા, ધજાવાળી, કુટિર, ડૂબમાં, કેટલાયે, મહિનાઓથી, સાંભળતાં, ભૃકુટિ, ખેંચાઈને, સીધી, રેખા, દેતી, સફેદ, દાઢીમાંથી, ઘુંટાયેલો, ક્રોધ, બહાર, ધસતો, અંતે, પરાણે, જવું, એમના, ક્રોધે, માઝા, દીધી, તૂટી, પડશે, મોરબીનું, નખ્ખોદ, વળશે, ૦૦, દસ, બાર, વર્ષનાં, વહાણાં, વાઈ, ગયાં, કટોકટી, ઇન્દિરા, ગાંધીને, કારમા, પરાજયનું, મોં, જોવું, મોરારજી, જનતા, પાર્ટીના, નેતા, તરીકે, દેશના, બિનકોંગ્રેસી, વડા, બન્યા, ચરણ, સિંહે, ખુરશી, ઉથલાવી, પાડી, ગુજરાતમાં, પટેલે, નવી, મોરબીના, મેઇન, બજારમાં, ઘરમાં, બેઠા, છાપાનાં, પાનાં, ઉથલાવતા, વિચારતા, ૧૯૭૮નું, દુકાળનું, બંધનાં, નાકાં, ખોલવાં, પડે, એટલું, નહોતું, વખતે, વરસાદ, ૧૯૭૭માં, વાવાઝોડું, આવ્યું, દીવાલમા, તિરાડો, પડી, સરકારે, રિપેર, કરાવીને, ખાતરી, ડેમ, સંપૂર્ણ, સુરક્ષિત, દેસાઇને, લાગતુ, બને, ધારાસભ્ય, ગોકળદાસ, પરમારે, મોટો, ભાગ, ભજવ્યો, મુખ્ય, પ્રામાણિક, દેસાઈના, કાને, વાતો, ડેમનું, જેને, સોંપાયું, મણીભાઈ, ઍન્ડ, બ્રધર્સ, કૌટુંબિક, નાતો, મેયરે, છાપું, બાજુએ, દીધું, જુલાઈ, કોરોધાકોર, વીત્યો, ઑગસ્ટ, થયો, દુકાળની, ભાળ, મેળવવા, દિલ્હી, સરકારને, ચિંતા, થઈ, અમદાવાદના, વિમાનઘરે, જાડા, કાળા, કાચનાં, ચશ્માં, પહેરીને, કદના, અધિકારી, પહોંચ્યા, એચ, ખેતીવાડી, સચિવ, કદકાઠી, આઈ, એસ, અધિકારીની, ધાક, જબ્બર, પૂછો, જવાના, જૂનું, ડાકોટા, જોતું, જાણતા, ખેડૂતો, સામાન્ય, જન, નેજવાં, આભ, સામે, મીટ, માંડે, ક્યારે, મેઘરાજાની, મહેરબાની, ઉમટે, નીચે, વગર, ચાલ્યાં, જાય, આયોડાઇડ, ફ્લેર, લઈને, પહોંચવાના, વાદળાંને, દોહી, લેવાં, ઉતારીને, એકાદ, કલાકમાં, આયોડાઇડનો, છંટકાવ, નીકલી, આખા, દિવસના, છંટાકાવ, વાદળાંએ, મચક, નહોતી, પાછું, ફરે, લે, અમદાવાદ, તરફ, રવાના, થાકેલા, માણસોએ, ચડતું, જોયું, મહેનતની, અસર, દેખાય, વિમાનની, બારીએ, મોસમના, વરસાદનાં, ટીપાં, અથડાય, બીજી, ક્ષણે, એમ, લાગ્યું, ફાટ્યું, વર્ષો, ખાને, પોતાનો, અનુભવ, વર્ણવતાં, કહ્યું, અમે, ઓચિંતા, તોફાનમાં, સપડાઈ, ૧૯૭૯નું, ચોમાસું, ઘડીનીયે, વિના, આવતાંની, ઝમાઝમ, મચી, ક્રમશઃ,
Text of the page (most frequently used words):
અને (114), હતા (63), હતી (59), પાણી (55), હતું (54), હતો (44), માટે (39), ગયા (35), એમણે (34), બંધ (32), એમને (31), પછી (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), ઓગસ્ટ (27), જુલાઇ (26), સપ્ટેમ્બર (26), માર્ચ (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), હોય (24), એમની (24), સાથે (24), મચ્છુ (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2013 (22), 2015 (22), હતાં (22), કામ (21), જાય (20), આવી (19), 2022 (18), કરી (18), પરંતુ (18), ત્યાં (18), સામે (17), ગયું (17), સુધી (17), મુખ્ય (17), 2011 (16), કહ્યું (16), એટલે (16), લોકો (16), બંધની (15), તરફ (15), 2014 (14), disaster (14), ત્યારે (14), થાય (14), 2025 (13), નહોતું (13), નથી (13), બહુ (13), બીજા (13), મોરબી (13), શરૂ (12), morbi (12), નહોતી (12), કરતાં (12), કોઈ (12), લોકોને (12), એમનું (11), આવ્યા (11), તેના (11), ગુજરાત (11), એમાં (11), પાણીની (11), માત્ર (11), કરીને (11), ડૅમ (11), વરસાદ (11), ડેમ (11), નહીં (11), નાકાં (11), નહોતો (11), ઇજનેર (11), બધા (11), ફરી (10), એના (10), સરકારે (10), ફુટ (10), બની (10), કઈં (10), કરે (10), પાસે (10), dipak (9), વધારે (9), અંદાજ (9), ત્રણ (9), પહેલાં (9), સૌરાષ્ટ્ર (9), રિપોર્ટ (9), શું (9), શકે (9), કરવા (9), બહાર (9), નજર (9), ગયો (9), martyrs (8), freedom (8), struggle (8), સંદેશ (8), the (8), રીતે (8), તેની (8), ડૂબી (8), આવ્યો (8), ગયાં (8), હજી (8), જવાબદારી (8), આવે (8), એવી (8), વાત (8), ઉત્પલ (8), પડ્યું (8), પહોંચ્યા (8), તરત (8), એમના (8), વાગ્યે (8), મોરબીની (8), dholakia (7), indian (7), જશે (7), પડી (7), કરવામાં (7), ગરનાળું (7), દરવાજા (7), એને (7), ચાર (7), કેટલું (7), રહી (7), બરાબર (7), બીજી (7), દીવાલ (7), ટૉમ (7), નીચે (7), પોતાની (7), આજે (7), લાગ્યું (7), પ્રધાન (7), મોરબીના (7), આવ્યું (7), નીકળી (7), કેશુભાઈ (7), કંટ્રોલ (7), નવી (6), morvi (6), સરકારી (6), પડે (6), લીધો (6), દીધું (6), તેમ (6), એની (6), હવે (6), તેમાં (6), ધસી (6), ભારે (6), જતું (6), ધ્યાન (6), ખાન (6), આખા (6), આપી (6), જોયું (6), અમે (6), ઘરમાં (6), હશે (6), નહોતા (6), મહેતા (6), ટ્રક (6), નાયબ (6), રહ્યા (6), પહોંચી (6), જવા (6), કલેક્ટર (6), દિવસ (6), સવારે (6), લક્ષ્મણ (6), કરો (5), like (5), મારી (5), બારી (5), શોધો (5), uncategorized (5), email (5), જોધપર (5), મળી (5), જગ્યા (5), જગ્યાએ (5), પડશે (5), નક્કી (5), cwpcના (5), જવાબ (5), પાણીનો (5), વર્ષ (5), છતાં (5), માહિતી (5), વિશે (5), તેનો (5), પાણીને (5), તરીકે (5), લાગી (5), જતી (5), તૂટી (5), આખો (5), ઘણા (5), જરૂર (5), કારણ (5), વિરોધ (5), સાંડેસરા (5), વૂટન (5), tom (5), utpal (5), રાજકોટ (5), પહેલા (5), ગુજરાતના (5), બાંધકામ (5), પહોંચ્યો (5), અહીં (5), જોવા (5), થયા (5), સાંજે (5), કર્યો (5), તેઓ (5), સ્થિતિ (5), કરતા (5), રૂમમાં (5), હાલત (5), બેનરજીએ (5), કેમ (5), રહેતા (5), થોડી (5), ખોલી (5), ઘરે (5), અંદર (5), પડ્યાં (5), તારીખે (5), રાહત (5), જાણ (5), બેનરજી (5), this (4), other (4), blocked (4), spam (4), address (4), adventurous (4), subhashbabu (4), ટિપ્પણીઓ (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), ખર્ચ (4), વાતો (4), cwpcએ (4), રજુ (4), ફરજ (4), ૦૦૦ (4), બંધમાં (4), મુંબઈ (4), કરવાનો (4), ધ્યાનમાં (4), રહે (4), માટીની (4), રાખવાની (4), ખરાબ (4), વાર (4), મોટું (4), વહેવા (4), બંધનું (4), કયાસ (4), એનો (4), બાજુની (4), જવાનો (4), આવા (4), ખાસ (4), મધ્યમ (4), જેટલું (4), ક્ષમતા (4), અમુક (4), વચ્ચે (4), બન્ને (4), પરિચય (4), પુસ્તકનો (4), one (4), had (4), tongue (4), speak (4), જોયા (4), વિમાન (4), વર્ષો (4), ખાને (4), થયો (4), ખેતીવાડી (4), સચિવ (4), બાબુભાઈ (4), બનાવી (4), એટલું (4), ગોકળદાસ (4), દીધી (4), સલામત (4), જઈને (4), કૉલેજના (4), કર્યા (4), લેખકો (4), આગળ (4), મહેતાએ (4), એવો (4), મહેનત (4), રાજકોટમાં (4), શક્યા (4), કલાક (4), શકાય (4), ભરાઈ (4), રસ્તા (4), ચડી (4), પાછા (4), છોડીને (4), રસ્તો (4), હાથ (4), સમાચાર (4), સૌરાષ્ટ્રમાં (4), વગેરે (4), કનુભાઈ (4), બાજુ (4), ખોલવાના (4), પોતાના (4), નહોતાં (4), જનરેટર (4), લાગ્યાં (4), હાથમાં (4), સૌથી (4), હોત (4), એમનાં (4), ચોવીસ (4), પ્રધાને (4), બપોરે (4), ધીમે (4), મોજું (4), wordpress (3), com (3), join (3), 180 (3), subscribers (3), blog (3), dam (3), ચાલે (3), જવું (3), લીલાપર (3), મોટા (3), જવાની (3), બધી (3), ખેતરો (3), ક્રમશઃ (3), વાંધો (3), રાજ્યના (3), ઇજનેરોએ (3), પાછળ (3), કેટલાયે (3), સરકારને (3), ભલામણ (3), ગામો (3), જવાનું (3), નવો (3), કર્યું (3), લંબાઈ (3), વીસ (3), યુનિટ (3), અનુભવ (3), મળ્યા (3), સરકારની (3), આપણે (3), દ્વિભાષી (3), થયું (3), કરવાની (3), એકાદ (3), સરકારના (3), ૧માંથી (3), વહી (3), એમનો (3), જાવક (3), સમયે (3), આવતા (3), ઉપરાંત (3), એકીસાથે (3), જમીન (3), દીવાલો (3), કહે (3), સપાટી (3), ગાબડું (3), પરથી (3), પૂર (3), જોખમો (3), અઢી (3), ભાગ (3), બાકી (3), રાહ (3), વાદળાં (3), ખાનને (3), ઊંચે (3), ઓચિંતા (3), દેસાઈ (3), બેઠા (3), વખતે (3), બંધના (3), ધારાસભ્ય (3), પરમારે (3), મૂકી (3), બાપુ (3), કાન (3), મને (3), થયાં (3), એન્જીનિયરિંગ (3), વિશ્વાસ (3), આરામ (3), માંડ (3), રાતના (3), ઉત્તર (3), જેટલો (3), નાખી (3), જોતા (3), જ્યાં (3), થઈને (3), પડ્યા (3), પુલ (3), હિંમત (3), ફોન (3), ખાલી (3), મોકલી (3), અધીક્ષક (3), કાર્યપાલક (3), આટલું (3), પટેલ (3), કર્મચારીઓને (3), થોડા (3), કારણે (3), વિસ્તારો (3), નીચાણવાળા (3), ઑગસ્ટની (3), લક્ષ્મણે (3), ખોલવા (3), દીધો (3), આખી (3), ફ્યૂઝ (3), ચાલુ (3), સતત (3), લગભગ (3), દિવસની (3), વીજળી (3), મળતાં (3), જલદી (3), વાયરલેસ (3), નાખવાં (3), મૅકેનિક (3), પાર (3), સૌરાષ્ટ્રના (3), ઘરની (3), મળ્યું (3), જતા (3), ચાલતા (3), મોરબીમાં (3), દસમી (3), વરસાદે (3), વળી (3), સમય (3), એવાં (3), હજાર (3), છું (3), ભુલાવી (3), આપણી (3), દુર્ઘટના (3), કોણ (3), હોનારત (3), માગણી (3), માટી (3), નજરે (3), આપ્યો (3), હું (3), ૧૨મી (3), બનીને (3), માંકડે (3), એવા (3), વજેપર (3), મંદિરમાં (3), ફુટનું (3), જમણી (3), કોંક્રીટના (3), site (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), 110 (2), 468 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), સંગ્રહ (2), india (2), and (2), enter (2), your (2), ૧૯૬૦ના (2), શરૂઆતમાં (2), ખબર (2), સર્વે (2), બધો (2), ત્રણેય (2), ગામોની (2), બીજે (2), ડૂબમાં (2), ઊતરી (2), નદીનાં (2), જગ્યાઓ (2), બનાવવાથી (2), ગામ (2), બંધને (2), રેલમાર્ગો (2), પ્રમાણ (2), વિના (2), કહી (2), cwpcની (2), જાણે (2), જળાશયમાં (2), કાને (2), ક્યૂસેકનો (2), બાંધવાનું (2), ત્રીસ (2), આપવા (2), ક્યૂસેક (2), મહત્વની (2), આશરો (2), હાઇડ્રોગ્રાફ (2), પહેલી (2), પાંચ (2), જોઇએ (2), ૧૯૫૭માં (2), cwpcનો (2), આખું (2), રાજ્યમાં (2), સમાઈ (2), આથી (2), અમલ (2), વર્ષમાં (2), રાજ્ય (2), cwpc (2), તરફથી (2), ખોટો (2), મોટી (2), લીધું (2), આંકડો (2), શક્ય (2), જેટલી (2), વધુ (2), નદીમાં (2), જુદા (2), તેનું (2), માપ (2), લેવાનું (2), માટેની (2), યોગ્ય (2), આને (2), ઘસારો (2), ઢોળાવ (2), પ્રવાહ (2), જ્યાંથી (2), પાડી (2), વરસાદમાં (2), ઘણી (2), ભેખડો (2), પડતી (2), સરોવર (2), છલકાઈ (2), દીવાલોની (2), ઉપરથી (2), માંડે (2), પરિણામ (2), નુકસાન (2), કાઢવાનો (2), ડિઝાઇન (2), ફ્લડ (2), ઓછામાં (2), ઓછા (2), આંકડા (2), ૨ના (2), નાકાવાળું (2), આપે (2), લાગે (2), આમાં (2), નદી (2), નિર્માણમાં (2), કાળજી (2), મથે (2), દરખાસ્ત (2), ઍન્ડ (2), પાવર (2), વિસ્તાર (2), માઇલ (2), કોંક્રીટનો (2), બનાવવાનું (2), ઊભી (2), સામાન્ય (2), સિલ્વર (2), મચક (2), પાછું (2), માણસોએ (2), ચડતું (2), દેખાય (2), વરસાદનાં (2), ટીપાં (2), પોતાનો (2), વર્ણવતાં (2), તોફાનમાં (2), મેળવવા (2), અધિકારીની (2), જબ્બર (2), જનતા (2), નેતા (2), દેશના (2), સરકાર (2), મેયર (2), મેઇન (2), બંધનાં (2), રિપેર (2), સંપૂર્ણ (2), બને (2), ટીંબાવાળા (2), જોગ (2), નાની (2), આપતા (2), વસોયાએ (2), સિંચાઈ (2), લોકોના (2), કદાચ (2), પાનું (2), માની (2), લીધી (2), વસોયા (2), ખરો (2), માથું (2), લખધીરજી (2), સંપર્ક (2), રાખવાનું (2), લોકોનાં (2), ઝીણી (2), આના (2), લાગ્યો (2), લોકોની (2), ખ્યાલ (2), થોડો (2), ડ્રાઇવર (2), સાડાનવે (2), અડધા (2), દૂર (2), ઉપાય (2), દાયકાઓ (2), સંતોષ (2), ટેલીફોન (2), ઉચ્ચ (2), પરના (2), કર્મચારીઓ (2), આંખો (2), ફાટી (2), વળ્યું (2), પાણીમાં (2), જોતજોતામાં (2), સનાળા (2), કલ્પના (2), સાતેક (2), ઇજનેરને (2), કેશુભાઈએ (2), છોડ્યા (2), રહ્યો (2), સપડાયેલા (2), નીકળ્યા (2), કલાકથી (2), ફસાઈ (2), ડેમની (2), પોતે (2), વખત (2), મળ્યો (2), પાણીએ (2), હાહાકાર (2), મચાવ્યો (2), ખસેડવાનું (2), ચહેરા (2), બોલાવી (2), લીધા (2), સ્થળે (2), વચ્ચેથી (2), નવાગંતુક (2), વરસાદને (2), સંકટ (2), તૈયારીમાં (2), યાદ (2), જળબંબાકાર (2), દક્ષિણ (2), જાન (2), તૈયાર (2), ૧૧મી (2), ગામમાં (2), ખુલતાં (2), શાફ્ટ (2), ખોલવાની (2), કોશિશ (2), ઘણું (2), મૅયર (2), રતિલાલ (2), રાત (2), સલાહ (2), ઉલ્ટું (2), તેને (2), રાતે (2), આપતાં (2), ઇલેક્ટ્રીશિયન (2), હાથે (2), પંદર (2), ઊડી (2), જેવી (2), દરમિયાન (2), ઊછળતા (2), ઓછું (2), સાથીઓ (2), ખોરવાઈ (2), સફાળા (2), ગેટ (2), છેવટે (2), પૂરા (2), ખૂલી (2), હતોઃ (2), વારમાં (2), કાપીને (2), બદલે (2), લક્ષ્મણભાઈ (2), અંધારામાં (2), જળાશય (2), ઊંચી (2), પસાર (2), કૉલોની (2), વટાવીને (2), છાંટા (2), ભરાયાં (2), પત્ની (2), જોતાં (2), આવેલા (2), સુમારે (2), વહેલા (2), ખતીજાબેન (2), ઘરબાર (2), ટાઇગર (2), દિવસથી (2), આનંદ (2), મંદિર (2), પ્રતાપભાઈ (2), પડ્યો (2), અડરોજા (2), દિવસમાં (2), સાથીઓને (2), છેલ્લા (2), ખાતા (2), કલાકનો (2), રાખી (2), જોખમ (2), ઘરો (2), ઘરોની (2), દિવસે (2), નામ (2), સાત (2), સમજી (2), ભાઈ (2), કરૂં (2), હોનારતની (2), સમાપ્ત (2), ઇતિહાસની (2), ઘટનાને (2), આપણા (2), ભૂલી (2), ભવિષ્યમાં (2), પરિકલ્પના (2), મેન્ટેનન્સમાં (2), ખામી (2), અધિકારીઓએ (2), કરેલી (2), કાર્યવાહી (2), જવાબદાર (2), એવું (2), આપવો (2), તપાસ (2), ન્યાયિક (2), આંક (2), ઓગસ્ટે (2), દુકાન (2), સિવાય (2), વિચાર (2), બંધાવી (2), અંધારપટ (2), સોંપી (2), બાબુભાઈએ (2), જાઓ (2), ઓફિસમાં (2), મોરબીને (2), પડતાં (2), પોલીસ (2), કમાન્ડન્ટ (2), હોમગાર્ડ (2), મોતના (2), ચારે (2), બચી (2), બચ્યું (2), સીડી (2), બધું (2), મકાનોના (2), મહાસાગરની (2), ભરખી (2), બાજુથી (2), સમજાઈ (2), design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, મહિનો, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, 2026, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, જોડાઈ, જાવ, subscribe, receive, notifications, new, posts, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, મેળવો, દાયકાની, આડેપર, લખધીરનગરના, નિવાસીઓને, ઑફિસોમાં, ભાવિ, લાભને, ત્રાજવે, તોળાય, ૧૯૫૫થી, દાયકા, પછીયે, ગામવાસીઓને, ગંધ, ખેલ, હજારની, વસ્તીએ, ચોથા, ગામની, ભાગની, ખેતજમીન, કર્મચારીઓના, મોઢેથી, ગામલોકોને, જાણવા, ઘણાની, આંખમાં, અનિશ્ચિત, ભાવિના, ઓળા, પોતાનાં, ઘરબારને, જળસમાધિ, લેતાં, જોવાનાં, પેટ, ભરતાં, રેલાવાનાં, ખેતીની, નવાં, આજીવિકાનાં, સાધનો, શોધ, આદરવાની, ડૅમની, દલીલો, વાંધાને, ઠોકરે, ચડાવ્યો, ત્રણમાંથી, ખરૂં, બદલીને, જવાથી, કશાં, આપ્યા, નવા, બનાવવાનો, થશે, વસાવવાનો, ઓછો, રહેશે, ૧૯૬૩માં, પ્રમાણે, સૂચિત, ખર્ચનો, કાઢવાની, વહીં, બનાયેંગે, નારો, બદલવાથી, બીજાંયે, મનગમતું, તારણ, શોધી, કાઢ્યું, વસાવવાં, ચીમકીને, ધરી, દાયકાના, આરંભે, આધારે, રાખવાના, કુલ, ઊંચાઈ, વાંધાનો, આવકનો, તાબડતોબ, સુધાર્યો, બનાવાયો, હાઇડ્રોગ્રાફની, સદંતર, ઉપેક્ષા, સમજાયું, વરસાદના, અટકળોનો, વાંધા, ૧૯૬૧માં, પત્ર, લખીને, સરકારનો, ઊધડો, અમારી, ટિપ્પણીને, અનુભવજન્ય, આધાર, રાખવામાં, બેકાળજી, ભૂલવું, રાજ્યનું, અસ્તિત્વ, રહ્યું, આજનું, રાજ્ય્નું, વિભાજન, ૧૯૬૦માં, ગુજરાતનું, અલગ, યોજનાની, સમીક્ષા, મોકલાવ્યો, મુદ્દો, સૌરાષ્ત્ર, ઇજ્નેરોની, આકરી, ટીકા, ઇજનેરોનો, ખાટલે, ખોટ, છોડાય, ગરનાળામાંથી, આવક, cpwcએ, સૂચવ્યું, ઇજનેરો, રીત, એકમમાં, ઓળખાય, ઇજનેરોને, સંઘરી, રાખેલું, જાનમાલની, પારાવાર, ખુવારી, સખત, મજબૂત, કોંક્રીટથી, દીવાલોમાં, ભંગાણ, માટીના, દુશ્મન, બનતી, અંદરથી, કાચી, ધસમસતું, તાણી, આંતરિક, દીવાલની, બહારની, એકસરખી, ધસમસતો, દીવાલે, ખૂણો, બનાવ્યો, લૅન્ડ, સ્લાઇડ, ઓળખાતી, ઘટના, જેવું, પર્વતો, ગાબદું, ફસકીને, ગોઠવાઇ, બાબતોમાં, બેદરકારી, દેખાડવાનું, પડવાથી, બનાવવા, માફકસરની, વધુમાં, કેટલો, સમયમાં, જમા, મેળવીને, હિસાબ, કાઢ્યો, પ્રકારના, એકીવખતે, ભરાયું, મદદે, લેવાયો, કવાયત, પ્રોજેક્ટ્નો, cwpcને, મોકલ્યો, બાંધકામમાં, વસ્તીને, બચાવવાની, કેન્દ્રિત, દીવાલોને, પહોંચે, પ્રોજેક્ટ, મહત્વાકાંક્ષી, નહેરુ, યુગમાં, બનતા, બંધોની, સરખામણીએ, કદનો, ગણાતી, પરનો, ખંતની, માણસજાત, રોકવા, તેટલા, પ્રમાણમાં, રોકાયેલા, વધી, ૧૯૫૫માં, સેન્ટ્રલ, વૉટર, કૉર્પોરેશન, સમક્ષ, બમણો, ૪૩૬, ચોરસ, માઇલનો, જળગ્રાહી, નિરધારવામાં, કિલોમીટર, આટલો, લાંબો, બાંધવામાં, ગંજાવર, હોવાથી, માટીનો, યોજના, મચ્છુના, તળપ્રદેશમાંથી, થવાની, લેખકોઃ, ૧૯૭૯નું, ચોમાસું, ઘડીનીયે, આવતાંની, ઝમાઝમ, મચી, જાણતા, ખેડૂતો, નેજવાં, મીટ, ક્યારે, મેઘરાજાની, મહેરબાની, ઉમટે, વગર, ચાલ્યાં, આયોડાઇડ, ફ્લેર, લઈને, પહોંચવાના, વાદળાંને, દોહી, લેવાં, ઉતારીને, કલાકમાં, આયોડાઇડનો, છંટકાવ, નીકલી, દિવસના, છંટાકાવ, વાદળાંએ, ફરે, અમદાવાદ, રવાના, થાકેલા, મહેનતની, અસર, વિમાનની, બારીએ, મોસમના, અથડાય, ક્ષણે, ફાટ્યું, સપડાઈ, જુલાઈ, કોરોધાકોર, વીત્યો, ઑગસ્ટ, દુકાળની, ભાળ, દિલ્હી, ચિંતા, અમદાવાદના, વિમાનઘરે, જાડા, કાળા, કાચનાં, ચશ્માં, પહેરીને, કદના, અધિકારી, કદકાઠી, ધાક, પૂછો, જવાના, જૂનું, ડાકોટા, જોતું, બાર, વર્ષનાં, વહાણાં, વાઈ, કટોકટી, ઇન્દિરા, ગાંધીને, કારમા, પરાજયનું, મોં, જોવું, મોરારજી, પાર્ટીના, બિનકોંગ્રેસી, વડા, બન્યા, ચરણ, સિંહે, ખુરશી, ઉથલાવી, ગુજરાતમાં, પટેલે, બજારમાં, છાપાનાં, પાનાં, ઉથલાવતા, વિચારતા, ૧૯૭૮નું, દુકાળનું, ખોલવાં, ૧૯૭૭માં, વાવાઝોડું, દીવાલમા, તિરાડો, કરાવીને, ખાતરી, સુરક્ષિત, દેસાઇને, લાગતુ, મોટો, ભજવ્યો, પ્રામાણિક, દેસાઈના, ડેમનું, જેને, સોંપાયું, મણીભાઈ, બ્રધર્સ, કૌટુંબિક, નાતો, મેયરે, છાપું, બાજુએ, માનતા, કહેતા, ટીંબો, જાણીને, ખિજાયા, ટીંબા, પરની, ઝૂંપડી, વરસોનું, નિવાસસ્થાન, ધજા, ફરકતી, પવિત્ર, સ્થાનક, માનીને, આદર, ધજાવાળી, કુટિર, મહિનાઓથી, સાંભળતાં, ભૃકુટિ, ખેંચાઈને, સીધી, રેખા, દેતી, સફેદ, દાઢીમાંથી, ઘુંટાયેલો, ક્રોધ, ધસતો, અંતે, પરાણે, ક્રોધે, માઝા, મોરબીનું, નખ્ખોદ, વળશે, સમજાવ્યું, મળશે, પીવાના, ખેંચ, હૈયા, લોકોએ, નિભાવી, કચવાતા, એક્ઝીક્યૂટિવ, એન્જીનિયરની, થયે, હોવા, વધારેમાં, વાટાઘાટ, છોડવા, સમજાવ્યા, બદલામાં, વળતરનાં, વચનો, આપ્યાં, સ્થિતિમાં, સોંપાઈ, સ્વીકાર, બજાવવાની, ૧૯૬૭થી, ટ્રૅક્ટરો, બુલડોઝરોની, ગરગરાટીઓથી, ધ્રૂજે, માઇલના, પટ્ટાને, સમતળ, પૂરજોશમાં, ૧૯૬૮ની, દીવાલોએ, માંડ્યું, કથાના, રૂપમાં, શરૂઆત, સીધા, વસોયાને, વિદ્યાર્થીઓના, જૂથ, મળીએ, છીએ, દેખરેખ, હેઠળ, જૂથો, ગર્વભેર, વિગતો, સમજાવે, અપાવવાનું, જાતે, લોકસંપર્કો, વિદ્યાર્થીઓ, પ્રભાવિત, આંખોનાં, સપનાંમાં, મહાકાય, તરતા, કોઈને, આવવાનું, ખુલ્લું, આમંત્રણ, આપેલું, પારિણામે, લોકોમાં, બંધાવા, સલામતીનો, પૂરો, રાખ્યો, વધ્યા, ટનબંધ, માટીમાંથી, દીવાલના, છેડેથી, પશ્ચિમ, માટીથી, લથપથ, મેદાન, પશ્ચિમી, હોવી, જોઈતી, વિશાળ, નદીએ, લક્ષ્મણરેખાને, તોડી, ચૂક્યો, રોકવાનો, જોધપરના, અવાજમાં, તિરસ્કાર, તૂટ્યા, જોઈને, બેભાન, ઢળી, બંધમાંથી, સાડાચારે, ડ્રાઇવરે, હંકારવાની, વાંકાનેર, પહોંચીને, કલાકો, જૂની, ગાંડીતૂર, મહેતાને, બેસવા, ચાલી, લાઇનો, ખોરવાયેલી, અધિકારીઓનો, સાધી, છોડ્યાને, શકતી, જાણી, હતાશાથી, ઊતરે, વરસતા, ઇજનેરે, ઓચિંતું, કુતૂહલ, જોઈ, પગની, ઘૂંટી, ઘૂંટણ, કમરે, ધુણાવતા, પાણીમાંથી, ઊંચાણમાં, કદી, થવા, બેઠું, ફર્યા, પ્રશ્ન, અઠવાડિયાંઓ, મહિનાઓ, પુછાતો, સાડાપાંચ, વાહનમાં, સનાળામાં, જવાય, પાટે, ચડ્યું, તજવીજમાં, એવામાં, ગેસ્ટ, હાઉસમાં, ત્યાંથી, કલેક્ટરને, સલામતીની, કલેક્ટરની, રસ્તાઓ, વળ્યાં, સલામતીભર્યું, માન્યા, વાહન, કામમાં, પરોવ્યું, ડિસ્ટ્રિક્ટ, મૅજિસ્ટ્રેટનો, પૂરનાં, બેનરજીના, સંતોષની, આભા, પ્રગટી, વણસતી, રજાઓ, કામની, મેળવ્યા, ખેતીવાડીપ્રધાન, ઊભા, થયેલા, વહીવટીતંત્ર, નિરીક્ષણ, ગાંધીનગરથી, ખસેડવાના, અમદાવાદથી, હેલીકૉપ્ટર, મેળવી, લીધાં, ઊભું, થવાના, કલેક્ટરે, લશ્કરનાં, મથકોને, નૌકાઓ, વિનંતિઓ, લીલાપરના, લખધીરનગર, ખસી, ખતીજાબેને, સવારના, કામમાંથી, પરવારીને, ઊંચાણવાળા, બજાર, પેટનું, હલ્યું, શહેરના, ભાગમાં, હરિજનવાસથી, માંડીને, કબીર, ટીંબાના, જોખમમાં, વજેપરમાં, નાસભાગ, રોડ, ઉતાવળા, ભીડ, વિસ્તારોમાં, કુબાવતનું, કુટુંબ, ખતીજાબેનના, કુટુંબની, સ્ત્રીઓ, સુદ્ધાંએ, દેવાનું, ભયની, શંકા, વાગ્યાની, આસપાસ, ડેમનો, લાવી, ડેમનાં, મદદ, જુવાનિયાઓ, ટ્રકમાં, ફેરવવાની, મથામણ, ગરજતો, ક્રોધિત, મહેરામણ, પગોને, પલાળતો, કલાકેકની, પીઠ, અફળાવા, પડતું, મૂક્યું, નિવેદનમાં, કેબલ, સાંકળ, બીક, દોષ, તૂટવાની, શક્યતાની, ચેતવણી, ડિસ્ટ્ર્રિક્ટ, મૅજિસ્ટ્રેટ, મધરાતે, છોડવું, ત્યાંના, ખસેડવા, સબડિસ્ટ્રિક્ટ, મૅજિસ્ટ્રેટની, કામદારો, નિષ્ફળ, પ્રયાસો, સાક્ષી, બન્નેએ, છોડવાનું, ઘટાડવા, પાણીનું, દબાણ, દીવાલથી, કહેવું, જોઈતું, અત્યારે, ૧ની, કેદમાંથી, છૂટેલા, મહાસાગરના, ફુત્કાર, કામદારોના, સાથ, જનરેટરનો, પહોંચતો, ગરનાળાના, લપસણા, માથા, ચડ્યો, રેલિંગ, પકડીને, એણે, ઇલેક્ટ્રિક, મોટરોની, હાર, સત્તર, નંબરનાં, નાકાંની, મોટરોનાં, ઢાંકણ, ખોલીને, તપાસ્યા, સર્કિટ, સત્તરમા, નાકાની, વીજચુંબકીય, બ્રેક, કલાકની, નાકાંને, માપતા, પાકો, શક્તો, વધતી, સ્થાપિત, થોડું, માનો, થતો, વધતું, સુસ્તી, માથે, ચોંક્યા, કામે, દોડ્યા, આવતાં, રૂમના, કન્સોલ, બટનો, દબાવવા, માંડ્યાં, ખૂલવા, મૅકેનિકે, ધસે, બબ્બે, ખોલ્યાં, અઢારમાંથી, સોળ, પંદરમું, સત્તરમું, થીઓ, સર્વંસર્વા, ટેલીગ્રાફ, ઑપરેટર, ગરનાળા, હાંફળોફાંફળો, મહેતાનો, છોડાવાનું, ધસમસતાં, માઇલનું, અંતર, આવવાનાં, સાહેબનો, હુકમ, ઈંચ, ખોલેલાં, મોહને, ચૂંચી, પ્રયાસ, સપાટીથી, સુપરવાઇઝાર, સૂનો, વારે, કાર, પરમાર, ગાંધીનગરમાં, તંત્ર, લડીને, ફરતા, વર્ગની, શક્તિ, પ્લૉટમાં, પાણીથી, ઊભરાતા, રસ્તાઓને, ટાળીને, કેમે, પરમારની, કારને, કૉલેજ, કઈંક, ચોખ્ખો, બફેલો, બ્રિજ, શહેરમાં, બથ્થંબથ્થા, કરતી, કાંસાના, આખલાઓ, પહોંચતા, મણીમંદિરના, ચોગાનમાં, તાજ, મહેલની, લાલ, કાંપ, એકઠો, મોડું, ઊચક, વાટ, પાસેની, ગલીઓમાં, જોવામાં, ગાળ્યો, ભગવાનની, પૂજા, જમ્યા, સૂવા, વણથંભ, વરસતો, પ્રિય, પહોંચતાં, એનું, જુદું, રૂપ, કામવાળી, ચણિયા, પોલકામાં, ધ્રૂજતી, જોતી, તરવરતો, બોલી, નાગ, ઘુસી, કામવાળીને, શુક્લસાહેબ, નદીની, પેલે, રાજમહેલની, કાચની, બારીઓ, જોરથી, અફળાયાં, દરવાજાની, વર્ષોથી, શાંત, રહેલા, બાગમાં, ઝરમર, એકલો, શાંતિનો, ભંગ, કરતો, આર્ટ્સ, પ્રિન્સિપાલ, શુક્લ, સાડાઆઠના, રાજમહેલ, પાસેથી, ઉંમર, પચાસેકની, કદકાઠીને, શોભે, ટટ્ટાર, પ્રોફેસરે, જમવા, નોતર્યા, પાર્ટી, પુખ્ત, વયનાં, સંતાનો, સાતમ, આઠમના, તહેવારો, એકઠાં, માળિયામાં, સૂરજ, ઢળતાં, મિયાણાઓએ, રમઝાનના, રોઝા, વાલેરાના, ઇફતાર, નિરાંતે, રાજાનો, જમાનો, વાલેરા, પરિવારના, ગવૈયાઓ, દરબારમાં, મલ્હાર, ગાતા, તારીખની, જરા, પોરો, ખાધો, ઝીણા, મચ્છરિયા, મૂશળધાર, ઉધમ, માળિયાના, જીવનમાં, શાંતિ, ભાગવું, રહેવું, લીલાપરવાળા, ભગવાનજી, પટેલનો, ક્વાર્ટરમાં, કુબાવતનો, શ્રાવણ, બોળચોથના, આગલા, વણસ્યો, બૈરાં, છોકરાં, થવાનો, માણતાં, શણગારીને, ટોળાં, વધતાં, પહોંચવાની, મોટેરાંઓ, કપડાં, સાચવીને, બાળકોને, વહેતું, મોજનો, પૂર્વે, અડરોજાનો, ભૂત, પાનભંડાર, દુકાનોનાં, શટરો, મેઘાડંબર, જામ્યો, દુકાનદારો, ઘરભેગા, રહેતું, દરરોજ, ઈંચથી, રૂમમાંથી, વીજળીક, સાધનોથી, હાથથી, ફેરવીને, મહિનાથી, સાદું, જરૂરી, નાકાંના, લેવાની, નાખવાના, મુશ્કેલી, મળતી, મર્યાદિત, નદીના, પટમાં, માપવાના, ગેજ, મળવામાં, જતો, સૂઝથી, જળાશયના, કાઢીને, નાખવા, જળાશયની, જેથી, ઓચિંતાં, ખર્ચની, લાભની, ગણતરી, જળાશયને, પૂરી, ભરેલું, એંધાણ, મોહનનો, રાબેતા, મુજબ, કરવાપણું, ઘણાં, કાચાં, અરબી, સમુદ્રમાં, મોજાં, ઊછળ્યાં, કેટલાંયે, બંદરો, કરવાં, વીજળીના, થાંભલા, લાઈનો, શહેરોના, સંડાસોમાં, રસ્તાની, ગટરોનાં, પહોંચવા, કામધંધા, સંકટના, સામના, હોમગાર્ડને, રાહતકામે, લગાડી, દીધા, કેટલીયે, નદીઓ, કાંઠો, જળાશયો, બંધો, છલકાવા, ભાદર, ડૅમનું, ઊભરાવા, એનાં, વધારાના, દેવા, ઑગસ્ટના, ગઈગુજરી, ચોથી, બારે, મેઘ, ખાંગા, આસપાસનાં, શ્રાવણના, આઠમા, મેઘરાજા, ખમૈયાં, કરવાનું, લેતા, ભણી, જવાને, ગોળ, ચકરડી, ઘૂમતાં, રહ્યાં, ૧૯૭૯નો, દુકાળ, ૪૦૦, પાનાના, પુસ્તકને, શબ્દોમાં, મૂકવાનો, પ્રયત્ન, કરવો, સાહસ, સાહસમાં, મારે, કઠોર, પસંદગી, મેં, આપ્યું, છોડ્યું, શકશે, ટૉમની, ક્ષમા, યાચના, પુસ્તક, મૂળમાં, વાંચવાની, સૌને, વ્યથાકથા, કહેવા, કથા, જાતનો, દેવાના, પ્રયત્નો, નામના, જુવાનિયાઓએ, અવાજ, ઉઠાવ્યો, મારો, નબળો, વિલંબે, પ્રગટેલો, સ્વર, ભળે, નોકરશાહીના, માર્ગે, દેવાઈ, સામુહિક, માનસમાંથી, લોકશાહી, નાગરિક, મહત્વના, પ્રશ્નો, પૂછતા, રહેવાની, ચૂક્યા, ભૂલ, કરવી, ટેવ, અથવા, જેઓ, ઇતિહાસને, ભૂલો, કરવાના, યાતનાની, ગાથા, મહત્વનો, સવાલ, ઇતિહાસનું, અગત્યનું, ગણાય, ૧૯૮૦ની, ૩૧મી, માર્ચે, એડવોકેટ, જનરલે, ૧૮૧, પાનાનો, કુદરતી, કારણોસર, સર્જાઈ, જેટલા, પૂરની, બમણું, ત્રણગણું, માટેનું, ચેતવવા, પૂરતી, દુર્ઘટનાને, રાજકારણીઓ, નોકરશાહો, મળીને, ગળી
Text of the page (random words):
ન કાપીને સોનાના દાગીના લઈ જતા હતા એવા સમાચાર મળ્યા અમે એમને એવા ઠોક્યા કે નરક યાદ આવી જાય કલેક્ટર બેનરજી મોરબી પહોંચ્યા અને જોયું કે ઠેરઠેર લાશો રઝળતી હતી રોગચાળો ફેલાય એવો ભય હતો શબોનો નિકાલ કરવાનો હતો હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ માંકડે આ કામ સંભાળ્યું લાશોની હાલત એ હતી કે હોમગાર્ડ એને હાથ કે પગથી ખેંચે તો ચામડી ફાટી જતી અને પાણીની સેર છૂટતી લાશનો હાથ સીધો કરવા જાય તો છૂટો પડીને હાથમાં આવી જાય મોટા ભાગનાં શબોને કેરોસીન છાંટીને જ્યાંથી મળ્યાં હોય ત્યાં જ બાળી નાખવાં પડ્યાં ગાંધીનગરને મોરબીના સમાચાર ૧૩ કલાક પછી મળ્યા કલેક્ટર બેનરજીએ ખેતીવાડી પ્રધાન કેશુભાઈને સૌ પહેલાં જાણ કરી દીધી હતી કેશુભાઈએ મુખ્ય પ્રધાન બાબુભાઈ જસભાઈ પટેલને જાણ કરી ૬૮ વર્ષના મુખ્ય પ્રધાન સામે એમની બીજી મુદતની લગભગ અધવચાળે મોટી માનવીય હોનારત પડકાર બનીને આવી ઊભી હતી એમણે મુખ્ય સચિવને તરત જાણ કરી અને પહોંચી ગયા અમદાવાદમાં આકાશવાણી કેન્દ્ર પર જલદી આખા રાજ્યને એક સાથે સંદેશ આપવો હોય તો રેડિયો જ કારગત સાધન જેવો હતો તે પછી મોડી રાત સુધી રાહતકામોની વ્યવસ્થામાં લાગી ગયા અને બીજા દિવસની સવારે ૧૩મી તારીખે મોરબી પહોંચી ગયા મુખ્ય પ્રધાનની ઓફિસથી થોડે જ દૂર ખેતીવાડી વિભાગના સચિવ એચ કે ખાન ૧૧ દિવસની પૂરરાહત કામગીરીમાંથી થોડી નવરાશ મળતાં પોતાની ઓફિસમાં ૧૨મી ઓગસ્ટની બપોરે જમીને સોફા પર આડે પડખે થયા હતા પણ દરવાજા પર નજર પડતાં સફાળા બેઠા થઈ ગયા મુખ્ય સચિવ એમના દરવાજે હતા મુખ્ય સચિવે ખાનને મોરબીની હોનારતની વાત કરી અને જણાવ્યું કે કેશુભાઇ સાથે મસલત કરીને મુખ્ય પ્રધાને એમને ખાસ રાહત સચિવ બનાવ્યા છે ખાને તરત એક ઉચ્ચ પોલીસ અધિકારીની મદદથી ઈજનેરો અને બીજા નિષ્ણાતોની એક નાની ટીમ બનાવી અને મોરબી પહોંચ્યા ખાને ત્યાં જઈને જે રિપોર્ટ મુખ્ય પ્રધાનને આપ્યો તેમાં રાજ્યની સંપૂર્ણ સત્તાની માગણી કરી બાબુભાઈએ એમને નાણાકીય સહિતની બધી સત્તા સોંપી દીધી રાજ્યમાં મોરબીની હોનારતના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા ધર્માદા સંસ્થાઓએ તરત પોતાની ફરજ સમજીને રાહત સામગ્રી ખાદ્ય પૅકેટો મોકલવાનું શરૂ કરી દીધું મુખ્ય પ્રધાને મોરબીને જ પોતાનું ઘર અને ઓફિસ બનાવી દીધું તેઓ રાહત કૅમ્પમાં જ બીજા શરણાર્થીઓ કે સ્વયંસેવકો સાથે જ ખાતા અને રહેતા મોરબીની સ્થિતિનો આંક કાઢવા રોજ મીણબત્તી અને ફાનસોના પ્રકાશમાં સાંજે સૌ ભેગા થાય ચર્ચા કરે બીજા દિવસનો કાર્યક્રમ નક્કી કરે સૌ સૂઈ જાય તે પછી બાબુભાઈ બીજી ફાઈલોના અંબારમાં નજર નાખે સૂવામાં સૌથી છેલ્લા ઊઠવામાં સૌથી પહેલા સવારે પણ રાહત છાવણીમાં ખાને બનાવેલી ઓફિસમાં મીટિંગ થાય મુખ્ય પ્રધાન આવે એક ખૂણામાં રાખેલા નાના ટેબલ સામે ગોઠવાઈ જાય કોઈ એમની સલાહ માગે તો ખાન તરફ આંગળી ચીંધીને કહી દે કે હું અહીંનો ઇન્ચાર્જ નથી હું પણ વોલંટીઅર જ છું મોરબીના અંધારપટ વિશે એક વાર રાતના ભોજન સમયે વાત થઈ મુખ્ય પ્રધાને એક સીનિયર ઇજનેરને જવાબદારી સોંપી બીજા દિવસે એમણે કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો જવાબ મળ્યો કે એમણે બધા જિલ્લાને લખવું પડશે બાબુભાઈએ કહ્યુ બેસી જાઓ અને જૂઓ એમણે બધા જિલ્લાઓમાં ફોન કર્યા અને આદેશ આપ્યો કે એમને ત્યાં જેટલી ચાલુ લાઇટો હોય તેમાંથી અમુક મોરબી મોકલાવે આખું ગુજરાત ભલે અંધારામાં રહે આવતી કાલે સાંજે પાંચ વાગ્યે મોરબીમાં સો ટકા પ્રકાશ હોવો જોઈએ આ માટે એમણે ચોવીસ કલાકનો સમય આપ્યો ચોવીસ કલાક પૂરા થયા ત્યારે મોરબી ઝગમગી ઉઠ્યું હતું પરંતુ બધા વિનાશને ભૂલીને જીવન પાછું આવવા માગતું હતું ૧૫મી ઓગસ્ટે પ્રતાપભાઈ અડરોજા પોતાની પાનની દુકાન ખોલવા ગયા તો અંદર માટી સિવાય કઈં નજરે જ ચડતું નહોતું એમણે પાનનો ધંધો જ બંધ કરવાનો વિચાર કરી લીધો પણ બીજાઓએ એમને હિંમત બંધાવી બીજા દુકાનદારે પોતાનો બધો સામાન પ્રતાપભાઈને આપી દીધો ૧૬મી તારીખે એમણે દુકાન ખોલી ત્યારે પાનના શોખીનોની લાઈન લાગી ગઈ એમાં રાહત કાર્યકરો લશ્કરી જવાનો અને શહેરીઓ પણ હતા લાઈનમાં એક ગ્રાહક તરફ સૌનું ધ્યાન જતું હતું એ હતા ખેતીવાડી પ્રધાન કેશુભાઈ પટેલ દરમિયાન મરણનો આંકડો વિવાદનો વિષય બની ગયો હતો સરકારી રાહે જાહેર કરવામાં આવ્યું કે એક હજારનાં મોત થયાં છે પણ બીજા આંકડા બહુ ભારે હતા મ્યુનિસપાલિટીના રેકોર્ડમાં ૧૮૨૯નો આંક નોંધાયો પણ હજી ઘણા અહેવાલ તો નોંધાયા જ નહોતા મોરબીના ધારાસભ્ય ગોકળદાસ પરમારે વિધાનસભામાં કહ્યું કે ઓછામાં ઓછા ત્રણ હજાર જાન ગયા છે રાજ્યના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીએ મોરબી ઘટનાની જવાબદારી નક્કી કરવા માટે ન્યાયિક તપાસની માગણી કરી જનતા પક્ષના સભ્યોએ આનો વિરોધ કર્યો પણ મુખ્ય પ્રધાને તરત એ માગણી સ્વીકારી લીધી એમણે પત્રકારોને કહ્યું કે ગુજરાત હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને એમણે ન્યાયિક તપાસ પંચના અધ્યક્ષ તરીકે એક જજનું નામ સૂચવવા વિનંતિ કરી છે ન્યાયમૂર્તિ બી કે મહેતાના તપાસ પંચને ત્રણ બાબત સોંપાઇ ૧ બંધની પરિકલ્પના નિર્માણ ડિઝાઇનઅને મેન્ટેનન્સમાં કોઇ ખામી હતી કે કેમ ૨ હોનારત અટકાવવા માટે સરકારી અધિકારીઓએ કરેલી કાર્યવાહી યોગ્ય હતી કે કેમ અને ૩ ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તેના ઉપાય જો કે લોકોને આશા નહોતી કે આનાં કઈં પરિણામ આવશે અને થયું પણ એવું જ નોકરશાહીને લાગ્યું કે આમાં એમનો જ કોઈ સાથી ફસાશે પંચે આપેલી સમયમર્યાદામાં રિપોર્ટ ન આપવો અધૂરી માહિતી આપવી વગેરે અનેક રસ્તા નોકરશાહીએ અખત્યાર કર્યા છેવટે ૧૯૮૦ની ૩૧મી માર્ચે ગુજરાતના એડવોકેટ જનરલે ૧૮૧ પાનાનો રિપોર્ટ રજુ કર્યો તેમાં કહ્યું કે બંધની પરિકલ્પના બાંધકામ ડિઝાઇન કે મેન્ટેનન્સમાં કઈં જ ખામી નહોતી દુર્ઘટના કુદરતી કારણોસર સર્જાઈ કેમ કે જેટલા પૂરની કલ્પના કરવામાં આવી હતી તેના કરતાં બમણું કે ત્રણગણું પાણી આવ્યું પાણીની જાવક માટેનું ગરનાળું પણ બરાબર હતું કારણ કે આવા પૂર તો એક હજાર વર્ષમાં પણ ન આવે વળી અધિકારીઓએ લોકોને ચેતવવા માટે કરેલી કાર્યવાહી પણ પૂરતી હતી મચ્છુ ડેમની દુર્ઘટનાને રાજકારણીઓ અને નોકરશાહો સાથે મળીને ગળી ગયા મોરબી માટે કોણ જવાબદાર શું જવાબદાર આના જવાબ મળવાના હજી બાકી છે રિપોર્ટો સરકારના ભેદી ભંડકિયામાં કેદ છે મોરબીની યાતનાની ગાથા સમાપ્ત કરતાં ઉત્પલ અને ટૉમ એક મહત્વનો સવાલ આપણી સામે રજુ કરે છે મોરબીની દુર્ઘટના આપણા ઇતિહાસનું એક અગત્યનું પાનું છે એને ભૂલી જવાનું બરાબર ગણાય જેઓ ઇતિહાસને ભૂલી જાય છે તેઓ ભવિષ્યમાં પણ ભૂલો કરવાના જ છે આજે મોરબીની હોનારતની આ વ્યથાકથા સમાપ્ત કરૂં છું ત્યારે આનંદ થાય છે એમ કહેવા જેવી કથા નથી જ એની મને ખબર છે એક જાતનો સંતોષ જરૂર છે કે ગુજરાતના ઇતિહાસની એક ઘટનાને ભુલાવી દેવાના બધા પ્રયત્નો સામે ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન નામના બે જુવાનિયાઓએ જે અવાજ ઉઠાવ્યો છે તેમાં મારો નબળો વિલંબે પ્રગટેલો સ્વર પણ ભળે છે એમનો વિરોધ આ ઘટનાને સરકારી અને નોકરશાહીના માર્ગે ભુલાવી દેવાઈ છે તેની સામે તો છે જ પણ ખરો વિરોધ એને આપણે પોતે જ આપણા સામુહિક માનસમાંથી પણ ભુલાવી દીધી છે તેની સામે છે એક લોકશાહી દેશના નાગરિક તરીકે સરકારને મહત્વના પ્રશ્નો પૂછતા રહેવાની આપણી ફરજ છે એક વાર ચૂક્યા તો આવી ભૂલ કરવી એ આપણી ટેવ બની જશે અથવા તો બની ગઈ છે ૪૦૦ પાનાના એક પુસ્તકને છ સાત હજાર શબ્દોમાં મૂકવાનો પ્રયત્ન કરવો એ એક દુ સાહસ જ છે એ દુ સાહસમાં મારે બહુ કઠોર પસંદગી કરવાની હતી મેં જેટલું અહીં આપ્યું છે તેના કરતાં વધારે છોડ્યું હશે એ તો કોઈ પણ સમજી શકશે એટલે બન્ને લેખકો ભાઈ ઉત્પલ અને ભાઈ ટૉમની ક્ષમા યાચના સાથે આ પુસ્તક મૂળમાં વાંચવાની આપ સૌને ફરી ભલામણ કરૂં છું like loading author dipak dholakia posted on 09 04 2013 categories uncategorized tags dam disaster disaster utpal morbi morvi tom utpal tom 13 ટિપ્પણીઓ the morbi disaster 5 માટે the morbi disaster 4 no one had a tongue to speak પુસ્તકનો પરિચય 4 લેખકો ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન ૧૯૭૯નો દુકાળ ઑગસ્ટના પહેલા ત્રણ દિવસમાં જ ગઈગુજરી બની ગયો ચોથી તારીખે તો બારે મેઘ ખાંગા થયા અને આસપાસનાં ખેતરો સરોવર બની ગયાં શ્રાવણના વરસાદે આખા સૌરાષ્ટ્રમાં હાહાકાર બોલાવી દીધો હતો લોકો ઘરોની બહાર નીકળી શકે એવી સ્થિતિ નહોતી સતત આઠમા દિવસે પણ હાલત એ જ રહી મેઘરાજા ખમૈયાં કરવાનું નામ જ નહોતા લેતા વાદળાં ઉત્તર ભણી જવાને બદલે સૌરાષ્ટ્ર પર જ ગોળ ચકરડી ઘૂમતાં રહ્યાં સૌરાષ્ટ્રમાં ઘણાં કાચાં ઘરો ધસી પડ્યાં અરબી સમુદ્રમાં મોજાં વીસ ફુટ ઊછળ્યાં અને કેટલાંયે બંદરો બંધ કરવાં પડ્યાં વીજળીના થાંભલા અને ટેલીફોન લાઈનો ખોરવાઈ ગઈ શહેરોના રસ્તા પાણીમાં હતા સંડાસોમાં થઈને રસ્તાની ગટરોનાં પાણી ઘરોની અંદર પહોંચવા લાગ્યાં કામધંધા બંધ પડી ગયા હતા સંકટના સામના માટે સરકારે હોમગાર્ડને રાહતકામે લગાડી દીધા હતા ઑગસ્ટની દસમી તારીખે તો કેટલીયે નદીઓ કાંઠો વટાવીને વહેવા લાગી હતી જળાશયો અને બંધો છલકાવા લાગ્યાં હતાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડૅમનું જળાશય ઊભરાવા લાગ્યું હતું અને એનાં નાકાં વધારાના પાણીને વહી જવા દેવા માટે ખોલી નાખવાં પડ્યાં હતાં આમ છતાં મચ્છુ બંધ બે સામે પણ જોખમ હોય એવાં એંધાણ તો દસમી તારીખે પણ નહોતાં બંધના મૅકેનિક લક્ષ્મણભાઈ મોહનનો દિવસ તો રાબેતા મુજબ જ પસાર થયો હતો અને એમણે કઈં ખાસ કરવાપણું પણ નહોતું છેલ્લા ચાર મહિનાથી લક્ષ્મણ અને એના છ સાથીઓ ડૅમ પર જ રહેતા હતા એમનું કામ બહુ સાદું પણ જરૂરી હતું એમણે બંધનાં નાકાંના દરવાજા બરાબર કામ આપે છે કે નહીં તેની કાળજી લેવાની હતી અને જરૂર પડે તો દરવાજા ખોલી નાખવાના હતા કામ તો આટલું જ હતું પણ મુશ્કેલી એ હતી કે એમને સિંચાઈ ખાતા તરફથી વરસાદ વિશે જે માહિતી મળતી તે બહુ જ મર્યાદિત હતી મચ્છુ નદીના પટમાં વરસાદ માપવાના માત્ર બે ગેજ હતા અને તે પણ એની માહિતી મળવામાં ચોવીસ કલાકનો સમય જતો એમની પાસે તો માત્ર એક જ રસ્તો હતોઃ પોતાની સૂઝથી જળાશયના પાણીનો કયાસ કાઢીને વધારે પાણી હોય તો દરવાજા ખોલી નાખવા વળી જળાશયની સંગ્રહ ક્ષમતા કરતાં ઓછું પાણી રાખી શકાય કે જેથી ઓચિંતાં જ બહુ ઘણું પાણી આવી જાય તો જોખમ ન રહે પરંતુ ખર્ચની સામે લાભની ગણતરી કરતાં જળાશયને એની પૂરી ક્ષમતા સુધી ભરેલું રાખવાનું હતું આઠ દિવસથી જળાશયમાં સમાઈ શકે એટલું પાણી સતત રહેતું હતું નાકાં તો વીસ ફુટ ખૂલી શકે એમ હતાં પરંતુ આ આઠ દિવસમાં લક્ષ્મણ અને એના સાથીઓને દરરોજ થોડા ઈંચથી વધારે ખોલવાની જરૂર પણ નહોતી પડી ડેમ પરના કંટ્રોલ રૂમમાંથી એમણે વીજળીક સાધનોથી દરવાજા ખોલવાના રહેતા વીજળી ન હોય તો જનરેટર પણ હતું જ અને તે પણ કામ ન આવે તો હાથથી શાફ્ટ ફેરવીને દરવાજા ખોલવાના હતા ૦ ૦ ૦ દસમી તારીખની સાંજે વરસાદે જરા પોરો ખાધો ઝીણા મચ્છરિયા છાંટા જ રહી ગયા પરંતુ એ તો થોડા જ કલાક માટે વળી એવો જ મૂશળધાર વરસાદ શરૂ થઈ ગયો પરંતુ આખા સૌરાષ્ટ્રમાં વરસાદે જે ઉધમ મચાવ્યો હતો તે જોતાં મોરબી માળિયાના જીવનમાં શાંતિ હતી અહીં લોકોને ઘરબાર છોડીને બીજે ભાગવું નહોતું પડ્યું ઉલ્ટું ઘરમાં જ ભરાઈ રહેવું પડ્યું હતું લીલાપરવાળા ભગવાનજી પટેલનો આખો દિવસ ઘરમાં જ ગયો ટાઇગર ક્વાર્ટરમાં કનુભાઈ કુબાવતનો શ્રાવણ બોળચોથના આગલા દિવસથી જ વણસ્યો હતો આજે એ બહાર નીકળ્યા ત્યારે બૈરાં છોકરાં વરસાદ બંધ થવાનો આનંદ માણતાં શણગારીને નીકળી પડ્યાં હતાં મંદિર તરફ ટોળાં આગળ વધતાં હતાં અને કનુભાઈ ત્યાં પહોંચવાની તૈયારીમાં હતા મોટેરાંઓ તો કપડાં સાચવીને ચાલતા હતા પણ બાળકોને તો વહેતું પાણી મળ્યું એટલે એમની મોજનો તો પાર નહોતો જો કે મોરબીની ઉત્તર પૂર્વે જ્યાં પ્રતાપભાઈ અડરોજાનો ભૂત પાનભંડાર હતો ત્યાં દુકાનોનાં શટરો બંધ હતાં વરસાદ બંધ પડ્યો પણ મેઘાડંબર જામ્યો હતો એટલે અડરોજા અને બીજા બધા દુકાનદારો વહેલા જ ઘરભેગા થઈ ગયા હતા માળિયામાં સૂરજ ઢળતાં મિયાણાઓએ રમઝાનના રોઝા છોડ્યા તો અહીં મોરબીમાં ખતીજાબેન વાલેરાના ઘરમાં પણ ઇફતાર પછી બધા નિરાંતે બેઠા હતા રાજાનો જમાનો હોત તો વાલેરા પરિવારના ગવૈયાઓ દરબારમાં મલ્હાર ગાતા હોત ૦ ૦ ૦ નદીની પેલે પાર રાજમહેલની કાચની બારીઓ પર વરસાદનાં ટીપાં જોરથી અફળાયાં મુખ્ય દરવાજાની અંદર આવેલા વર્ષોથી શાંત રહેલા બાગમાં ઝરમર વરસાદ એકલો જ શાંતિનો ભંગ કરતો હતો એ વખતે મોરબીની આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ ટી આર શુક્લ એમનાં પત્ની સાથે રાતે સાડાઆઠના સુમારે રાજમહેલ પાસેથી થઈને ઘર તરફ જતા હતા એમની ઉંમર હશે પચાસેકની ઊંચી કદકાઠીને શોભે તેમ ટટ્ટાર ચાલતા હતા આજે એમને લખધીરજી એન્જીનિયરિંગ કૉલેજના એક પ્રોફેસરે જમવા નોતર્યા હતા પણ ઘરે જવા માટે પાર્ટી છોડીને વહેલા જ નીકળી આવ્યા હતા કારણ કે એમનાં ચાર પુખ્ત વયનાં સંતાનો સાતમ આઠમના તહેવારો માટે એકઠાં થયાં હતાં વરસાદ એમને પ્રિય હતો પણ ઘરે પહોંચતાં જ એનું જુદું રૂપ જોવા મળ્યું ઘરની કામવાળી ચણિયા પોલકામાં ધ્રૂજતી એમની રાહ જોતી હતી ચહેરા પર ભય તરવરતો હતો બોલી ઘરમાં નાગ ઘુસી આવ્યો છે કામવાળીને શુક્લસાહેબ ઘરમાં લઈ આવ્યા ૦ ૦ ૦ બહાર વરસાદને કારણે રસ્તો સૂનો હતો થોડી વારે એક કાર પસાર થઈ ધારાસભ્ય ગોકળદાસ પરમાર ગાંધીનગરમાં સરકારી તંત્ર સાથે લડીને ઘરે પાછા ફરતા હતા મધ્યમ વર્ગની કૉલોની શક્તિ પ્લૉટમાં એમનું ઘર હતું ડ્રાઇવર પાણીથી ઊભરાતા રસ્તાઓને ટાળીને કેમે કરીને મોરબી પહોંચ્યો હતો ગોકળદાસ પરમારની કારને એલ ઈ કૉલેજ પાસે કઈંક ચોખ્ખો રસ્તો મળતાં બફેલો બ્રિજ વટાવીને શહેરમાં આવ્યા એ વખતે નદી બંધની દીવાલો સાથે બથ્થંબથ્થા કરતી હતી એના છાંટા કાંસાના આખલાઓ સુધી પહોંચતા હતા પુલ પાર કરતાં મણીમંદિરના ચોગાનમાં પાણી ભરાયાં હતાં અને સૌરાષ્ટ્રના તાજ મહેલની લાલ દીવાલો પાસે કાંપ એકઠો થઈ ગયો હતો મોડું બહુ થઈ ગયું હતું અને ઘરે પત્ની ઊચક મને વાટ જોતાં હતાં તો પણ પરમારે ઘરની પાસેની ગલીઓમાં પાણીની સ્થિતિ જોવામાં થોડો વખત ગાળ્યો પછી ઘરે ગયા ભગવાનની પૂજા કરીને જમ્યા અને સૂવા ગયા બહાર વરસાદ વણથંભ વરસતો રહ્યો ૦ ૦ ૦ બંધ પર મૅકેનિક લક્ષ્મણભાઈ મોહને અંધારામાં જ જળાશય પર આંખો ચૂંચી કરીને પાણીનો કયાસ કાઢવાનો પ્રયાસ કર્યો હજી પાણી સૌથી ઊંચી સપાટીથી બે ફુટ નીચે હતું સામાન્ય દિવસ હોત તો સુપરવાઇઝાર પણ હોત પણ આજે લક્ષ્મણ અને એના સા થીઓ જ સર્વંસર્વા હતા રાતના આઠ થયા હશે ત્યારે વાયરલેસ ટેલીગ્રાફ ઑપરેટર ગરનાળા પર લક્ષ્મણ પાસે હાંફળોફાંફળો પહોંચ્યો એના હાથમાં નાયબ ઇજનેર એ સી મહેતાનો સંદેશ હતોઃ મચ્છુ ડૅમ ૧માંથી તરત જ પાણી છોડાવાનું હતું ધસમસતાં પાણી થોડી જ વારમાં ત્રીસ માઇલનું અંતર કાપીને મચ્છુ ડેમ ૨ સુધી પહોંચી આવવાનાં હતાં મહેતા સાહેબનો હુકમ હતો કે ફ્લડ ગેટ માત્ર અમુક ઈંચ ખોલેલાં હતાં તેને બદલે છ ફુટ સુધી ખોલી નાખવાં આખા દિવસની સુસ્તી પછી લક્ષ્મણ અને એના સાથીઓ માટે ભારે કામ આવી પડ્યું તોફાનમાં બંધ પર વીજળી ખોરવાઈ ગઈ હતી અને માથે વરસાદ સંદેશ મળતાં બધા સફાળા ચોંક્યા અને કામે લાગી ગયા બે જણ જલદી જલદી જનરેટર ચાલુ કરવા દોડ્યા વીજળી આવતાં લક્ષ્મણે કંટ્રોલ રૂમના કન્સોલ પર બટનો દબાવવા માંડ્યાં એક પછી એક ગેટ ખૂલવા લાગ્યાં મૅકેનિકે પાણી એકીસાથે બહાર ન ધસે તે માટે પહેલાં તો ત્રણ ત્રણ નાકાં માત્ર બબ્બે ફુટ સુધી જ ખોલ્યાં છેવટે અઢારમાંથી સોળ નાકાં તો પૂરા છ ફુટ ખૂલી ગયાં પણ પંદરમું અને સત્તરમું એમ બે નાકાં મચક આપતાં નહોતાં રાતે સાડાનવે મચ્છુ બંધ ૧ની કેદમાંથી છૂટેલા મહાસાગરના ફુત્કાર અહીં કામ કરતા કામદારોના કાન સુધી પહોંચ્યા અને હજી બે નાકાં સાથ આપતાં નહોતાં એમના સુધી જનરેટરનો પાવર કેમ નથી પહોંચતો તે જોવા માટે ઇલેક્ટ્રીશિયન ગરનાળાના લપસણા માથા પર ચડ્યો એક હાથે રેલિંગ પકડીને એણે બીજા હાથે નીચે ઇલેક્ટ્રિક મોટરોની હાર વચ્ચેથી પંદર અને સત્તર નંબરનાં નાકાંની મોટરોનાં ઢાંકણ ખોલીને ફ્યૂઝ તપાસ્યા બન્ને ફ્યૂઝ ઊડી ગયા હતા એને રિપેર તો કર્યા પણ જેવી સર્કિટ ચાલુ કરે તે સાથે જ ફ્યૂઝ ઊડી જાય તે ઉપરાંત સત્તરમા નાકાની તો વીજચુંબકીય બ્રેક પણ ખરાબ થઈ ગઈ હતી એકાદ કલાકની મહેનત પછી પણ કઈં ન વળ્યું એટલે બે નાકાંને છોડીને ઇલેક્ટ્રીશિયન ઊતરી આવ્યો આ દરમિયાન બીજા બે જણ પાણીની સપાટી માપતા હતા ઊછળતા પાણીને કારણે પાકો અંદાજ તો મળી નહોતો શક્તો પણ એમણે જોયું કે પાણીની સપાટી સતત વધતી જતી હતી હવે જેટલું પાણી જતું હતું તે લગભગ ૧ ૯૬ ૦૦૦ ક્યૂસેક કરતાં એટલે કે બંધની સ્થાપિત ક્ષમતા કરતાં થોડું ઓછું હતું એમ માનો કે આખો ડૅમ એકીસાથે ખાલી થતો હતો તો પણ પાણી વધતું જ જતું હતું ૦ ૦ ૦ સવારે આઠ વાગ્યે મોરબીના સબ ડિસ્ટ્ર્રિક્ટ મૅજિસ્ટ્રેટ ડેમ પર આવ્યા એમને નાયબ ઇજનેર મહેતાએ મધરાતે જ સંદેશ મોકલી દીધો હતો કે બહુ જ ઘણું પાણી છોડવું પડશે અને નીચાણવાળા વિસ્તારો ડૂબી જશે એટલે ત્યાંના લોકોને સલામત સ્થળે ખસેડવા પડશે સબડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની સાથે મૅયર રતિલાલ દેસાઈ પણ હતા નાયબ ઇજનેર મહેતા ડેમ પર જ હતા અને આખી રાત કામદારો નાકાં ખોલવાના નિષ્ફળ પ્રયાસો કરતા રહ્યા તેના સાક્ષી હતા બન્નેએ પાણી છોડવાનું પ્રમાણ ઘટાડવા એમને સલાહ આપી પણ મહેતાએ કહ્યું કે એ તો શક્ય જ નથી કારણ કે પાણીનું દબાણ એટલું છે કે બંધ તો થઈ જ નહીં શકે ઉલ્ટું તેઓ તો જે નાકાં ખુલતાં નથી તેને પણ ખોલવા મથે છે બંધનું પાણી દીવાલથી માત્ર છ ફુટ નીચે રહી ગયું હતું જો કે મહેતાએ એ પણ કહેવું જોઈતું હતું કે અત્યારે જેટલો પ્રવાહ છે તે પણ બંધને નુકસાન કરે એમ છે કદાચ એમને એવો ખ્યાલ પણ નહોતો આવ્યો ૧૧મી ઑગસ્ટની સવારે તો જોધપર ગામમાં ભયની કોઈ શંકા નહોતી નવ વાગ્યાની આસપાસ એક ટ્રક આવી અને ડેમનો સંદેશ લાવી ડેમનાં નાકાં ખુલતાં નથી અને કર્મચારીઓને ઘણા લોકોની મદદ જોઇએ છે જુવાનિયાઓ તરત તૈયાર થઈ ગયા અને ટ્રકમાં ચડી ગયા એમણે નાકાં ખોલવાના શાફ્ટ ફેરવવાની ભારે મથામણ કરી નીચે ગરજતો ક્રોધિત મહેરામણ એમના પગોને પલાળતો હતો કલાકેકની મહેનત પછી તો પાણી એમની પીઠ સાથે અફળાવા લાગ્યું ત્યારે એમણે કામ પડતું મૂક્યું વર્ષો પછી લક્ષ્મણે પોતાના નિવેદનમાં કહ્યું કે ખોલવા માટે વધારે મહેનત કરવામાં કેબલ કે સાંકળ જ તૂટી જાય એવી બીક હતી એટલે એમણે ખોલવાની કોશિશ પડતી મૂકી અને વર્ષો પછી પણ લોકો નાયબ ઇજનેર અને કર્મચારીઓને દોષ આપતા રહ્યા કે એમણે બંધ તૂટવાની શક્યતાની ચેતવણી ન આપી ૦ ૦ ૦ ૦ લીલાપરના લોકો લખધીરનગર તરફ ખસી જવાની તૈયારીમાં હતા વર્ષો પછી ખતીજાબેને આ દિવસ યાદ કરતાં કહ્યું કે અમે સવારના કામમાંથી પરવારીને જોયું તો બહાર જળબંબાકાર થઈ ગયું હતું જો કે આટલું પાણી જોયા પછી પણ ઊંચાણવાળા વિસ્તારો મેઇન બજાર વગેરે જગ્યાએ રહેતા લોકોનાં પેટનું પાણી હલ્યું નહોતું શહેરના દક્ષિણ ભાગમાં હરિજનવાસથી માંડીને કબીર ટીંબાના લોકોના જાન જોખમમાં હત...
|