Meta tags:
description= Dipak Dholakia દ્વારા લખાયેલ Tom વિશેની પોસ્ટ;
Headings (most frequently used words):
છે, પણ, કે, અને, હતું, તો, હતી, એમની, એમને, હતા, સાથે, બંધ, જે, કામ, લોકો, એમણે, પડ્યું, ઉત્પલ, ટૉમ, બાંધકામ, એમનું, હતો, ખાન, રાજકોટ, વિમાન, the, morbi, disaster, no, one, had, tongue, to, speak, પુસ્તકનો, પરિચય, લેખકો, સાંડેસરા, વૂટન, dipak, મચ્છુ, થાય, પાસે, હશે, શરૂ, વર્ષ, પાણી, કરીને, માટે, વાત, બાપુ, ત્યારે, પછી, હોય, આજે, સંદેશ, dholakia, spam, blocked, કરે, બંધના, એન્જીનિયરિંગ, કૉલેજના, બંધનું, પરંતુ, જોવા, વસોયા, બંધની, ઝીણી, લોકોને, વિશે, વિશ્વાસ, નથી, આવા, કોઈ, વસોયાએ, સરકાર, ઊંચે, કરવા, છતાં, એમાં, રીતે, રહી, તેનો, ડૂબી, હતાં, પોતાની, નહીં, સુધી, પહોંચ્યો, નહોતો, ગયા, ટીંબાવાળા, જોગ, જશે, પર, આવી, તરત, એક, બનાવી, મૂકી, દેસાઈ, પહેલા, પ્રધાન, બાબુભાઈ, મેયર, શું, ગઈ, આપી, એવી, તે, ગુજરાતના, મધ્યમ, રાહ, વાદળાં, જોયા, સિલ્વર, ખાનને, ટૅગ, tom, મેઇલ, દ્વારા, પોસ્ટનો, મેળવો, તાજેતરના, લેખ, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, અહીં, ફરી, કથાના, રૂપમાં, શરૂઆત, આપણે, સીધા, ઇજનેર, બી, વસોયાને, લખધીરજી, વિદ્યાર્થીઓના, જૂથ, મળીએ, છીએ, દેખરેખ, હેઠળ, સંપર્ક, રાખવાનું, લોકોનાં, જૂથો, આવે, ગર્વભેર, વિગતો, સમજાવે, માત્ર, આવતા, અપાવવાનું, જાતે, જવાનું, લોકસંપર્કો, કર્યા, વિદ્યાર્થીઓ, જરૂર, પ્રભાવિત, થયા, કારણ, આંખોનાં, સપનાંમાં, મહાકાય, તરતા, કોઈને, આવવાનું, ખુલ્લું, આમંત્રણ, આપેલું, આના, પારિણામે, લોકોમાં, બંધાવા, લાગ્યો, ગુજરાત, કઈં, તેમાં, લોકોની, સલામતીનો, પૂરો, ખ્યાલ, રાખ્યો, ૧૯૬૭થી, થઇ, ગયું, ટ્રૅક્ટરો, બુલડોઝરોની, ગરગરાટીઓથી, આખો, વિસ્તાર, ધ્રૂજે, અઢી, માઇલના, પટ્ટાને, સમતળ, બનાવવાનું, પૂરજોશમાં, ચાલે, ૧૯૬૮ની, શરૂઆતમાં, માટીની, દીવાલોએ, માથું, માંડ્યું, જાણે, થયે, બે, થયાં, હોવા, વધારેમાં, વધારે, કેટલું, સલામત, શકે, ખરો, અંદાજ, આમ, ગામોની, જમીન, જવાની, ત્યાં, જઈને, વાટાઘાટ, જગ્યા, છોડવા, સમજાવ્યા, બદલામાં, વળતરનાં, વચનો, આપ્યાં, સ્થિતિમાં, જવાબદારી, સોંપાઈ, સ્વીકાર, ફરજ, બજાવવાની, સમજાવ્યું, સિંચાઈ, બરાબર, મળશે, પીવાના, પાણીની, ખેંચ, રહે, લોકોના, કાન, હૈયા, કદાચ, જો, લોકોએ, પાનું, નિભાવી, લેવાનું, નક્કી, કરી, લીધું, એટલે, કચવાતા, મને, એક્ઝીક્યૂટિવ, એન્જીનિયરની, માની, લીધી, બસ, બાકી, માનતા, નહોતા, ઘણા, કહેતા, ટીંબો, જાણીને, બહુ, ખિજાયા, ટીંબા, પરની, નાની, ઝૂંપડી, વરસોનું, નિવાસસ્થાન, એના, ધજા, ફરકતી, એને, પવિત્ર, સ્થાનક, માનીને, આદર, આપતા, ધજાવાળી, કુટિર, ડૂબમાં, કેટલાયે, મહિનાઓથી, સાંભળતાં, ભૃકુટિ, ખેંચાઈને, સીધી, રેખા, દેતી, સફેદ, દાઢીમાંથી, ઘુંટાયેલો, ક્રોધ, બહાર, ધસતો, અંતે, પરાણે, જવું, એમના, ક્રોધે, માઝા, દીધી, તૂટી, પડશે, મોરબીનું, નખ્ખોદ, વળશે, ૦૦, દસ, બાર, વર્ષનાં, વહાણાં, વાઈ, ગયાં, કટોકટી, ઇન્દિરા, ગાંધીને, કારમા, પરાજયનું, મોં, જોવું, મોરારજી, જનતા, પાર્ટીના, નેતા, તરીકે, દેશના, બિનકોંગ્રેસી, વડા, બન્યા, ચરણ, સિંહે, ખુરશી, ઉથલાવી, પાડી, ગુજરાતમાં, પટેલે, નવી, મોરબીના, મેઇન, બજારમાં, ઘરમાં, બેઠા, છાપાનાં, પાનાં, ઉથલાવતા, વિચારતા, ૧૯૭૮નું, દુકાળનું, બંધનાં, નાકાં, ખોલવાં, પડે, એટલું, નહોતું, વખતે, વરસાદ, ૧૯૭૭માં, વાવાઝોડું, આવ્યું, દીવાલમા, તિરાડો, પડી, સરકારે, રિપેર, કરાવીને, ખાતરી, ડેમ, સંપૂર્ણ, સુરક્ષિત, દેસાઇને, લાગતુ, બને, ધારાસભ્ય, ગોકળદાસ, પરમારે, મોટો, ભાગ, ભજવ્યો, મુખ્ય, પ્રામાણિક, દેસાઈના, કાને, વાતો, ડેમનું, જેને, સોંપાયું, મણીભાઈ, ઍન્ડ, બ્રધર્સ, કૌટુંબિક, નાતો, મેયરે, છાપું, બાજુએ, દીધું, જુલાઈ, કોરોધાકોર, વીત્યો, ઑગસ્ટ, થયો, દુકાળની, ભાળ, મેળવવા, દિલ્હી, સરકારને, ચિંતા, થઈ, અમદાવાદના, વિમાનઘરે, જાડા, કાળા, કાચનાં, ચશ્માં, પહેરીને, કદના, અધિકારી, પહોંચ્યા, એચ, ખેતીવાડી, સચિવ, કદકાઠી, આઈ, એસ, અધિકારીની, ધાક, જબ્બર, પૂછો, જવાના, જૂનું, ડાકોટા, જોતું, જાણતા, ખેડૂતો, સામાન્ય, જન, નેજવાં, આભ, સામે, મીટ, માંડે, ક્યારે, મેઘરાજાની, મહેરબાની, ઉમટે, નીચે, વગર, ચાલ્યાં, જાય, આયોડાઇડ, ફ્લેર, લઈને, પહોંચવાના, વાદળાંને, દોહી, લેવાં, ઉતારીને, એકાદ, કલાકમાં, આયોડાઇડનો, છંટકાવ, નીકલી, આખા, દિવસના, છંટાકાવ, વાદળાંએ, મચક, નહોતી, પાછું, ફરે, લે, અમદાવાદ, તરફ, રવાના, થાકેલા, માણસોએ, ચડતું, જોયું, મહેનતની, અસર, દેખાય, વિમાનની, બારીએ, મોસમના, વરસાદનાં, ટીપાં, અથડાય, બીજી, ક્ષણે, એમ, લાગ્યું, ફાટ્યું, વર્ષો, ખાને, પોતાનો, અનુભવ, વર્ણવતાં, કહ્યું, અમે, ઓચિંતા, તોફાનમાં, સપડાઈ, ૧૯૭૯નું, ચોમાસું, ઘડીનીયે, વિના, આવતાંની, ઝમાઝમ, મચી, ક્રમશઃ,
Text of the page (most frequently used words):
અને (89), હતા (61), હતું (50), હતી (47), પાણી (43), ગયા (35), હતો (31), માટે (30), એમને (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), એમણે (28), ઓગસ્ટ (27), પછી (27), જુલાઇ (26), સપ્ટેમ્બર (26), માર્ચ (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), સાથે (24), એમની (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), 2013 (21), બંધ (21), હતાં (19), કામ (19), 2022 (18), 2011 (16), લોકો (16), સુધી (16), ત્યાં (16), ગયું (16), સામે (15), મચ્છુ (15), મુખ્ય (15), આવી (15), કરી (15), 2014 (14), તરફ (14), 2025 (13), ત્યારે (13), મોરબી (13), જાય (12), કહ્યું (12), નહોતું (12), લોકોને (12), એટલે (12), નથી (12), બીજા (12), disaster (11), નહીં (11), હોય (11), નાકાં (11), નહોતો (11), કોઈ (11), પરંતુ (11), ઇજનેર (11), બધા (11), થાય (10), વરસાદ (10), બંધની (10), બહુ (10), પાસે (10), આવ્યા (10), morbi (9), કરીને (9), કરવા (9), નહોતી (9), ડેમ (9), એમનું (9), બહાર (9), માત્ર (9), કઈં (9), ડૅમ (9), નજર (9), ગયો (9), કરતાં (9), શરૂ (8), dipak (8), martyrs (8), freedom (8), struggle (8), સંદેશ (8), પડ્યું (8), પહોંચ્યા (8), તરત (8), એના (8), એમના (8), કરે (8), વાગ્યે (8), ફુટ (8), મોરબીની (8), indian (7), tom (7), નીચે (7), પોતાની (7), આજે (7), લાગ્યું (7), શું (7), પ્રધાન (7), મોરબીના (7), આવ્યું (7), પાણીની (7), વધારે (7), શકે (7), ઉત્પલ (7), ફરી (7), નીકળી (7), હજી (7), કેશુભાઈ (7), પહેલાં (7), કંટ્રોલ (7), બની (7), dholakia (6), the (6), ખાન (6), આખા (6), આપી (6), જોયું (6), બીજી (6), અમે (6), એવી (6), વાત (6), ગયાં (6), ઘરમાં (6), હશે (6), એમાં (6), રહી (6), નહોતા (6), જવાબદારી (6), ટૉમ (6), આવે (6), મહેતા (6), ટ્રક (6), દીવાલ (6), તેના (6), નાયબ (6), રહ્યા (6), પહોંચી (6), જવા (6), ત્રણ (6), કલેક્ટર (6), દિવસ (6), સવારે (6), લક્ષ્મણ (6), દરવાજા (6), કરો (5), મારી (5), બારી (5), શોધો (5), email (5), utpal (5), રાજકોટ (5), પહેલા (5), ગુજરાતના (5), બાંધકામ (5), એને (5), બરાબર (5), પહોંચ્યો (5), અહીં (5), જોવા (5), થયા (5), તેમાં (5), સાંજે (5), કર્યો (5), તેઓ (5), રિપોર્ટ (5), સ્થિતિ (5), તેની (5), કરતા (5), રૂમમાં (5), હાલત (5), બેનરજીએ (5), ધ્યાન (5), ભારે (5), કેમ (5), રહેતા (5), થોડી (5), ખોલી (5), સરકારી (5), ઘરે (5), અંદર (5), પડ્યાં (5), તારીખે (5), રાહત (5), જાણ (5), બેનરજી (5), like (4), this (4), other (4), blocked (4), નવી (4), spam (4), uncategorized (4), address (4), adventurous (4), subhashbabu (4), જોયા (4), વિમાન (4), વર્ષો (4), ખાને (4), થયો (4), ખેતીવાડી (4), સચિવ (4), બાબુભાઈ (4), બનાવી (4), એટલું (4), પડી (4), વિશે (4), ગોકળદાસ (4), દીધું (4), ઘણા (4), ડૂબી (4), જશે (4), દીધી (4), તૂટી (4), પડશે (4), નક્કી (4), સલામત (4), જઈને (4), આખો (4), કૉલેજના (4), કર્યા (4), જરૂર (4), કારણ (4), લેખકો (4), સાંડેસરા (4), વૂટન (4), આગળ (4), મહેતાએ (4), હવે (4), પાણીને (4), માહિતી (4), એવો (4), મળી (4), મહેનત (4), રાજકોટમાં (4), શક્યા (4), કલાક (4), શકાય (4), ભરાઈ (4), રસ્તા (4), ચડી (4), પાછા (4), છોડીને (4), રસ્તો (4), જતી (4), હાથ (4), સમાચાર (4), સૌરાષ્ટ્રમાં (4), વગેરે (4), કનુભાઈ (4), બાજુ (4), જોધપર (4), ખોલવાના (4), પોતાના (4), નહોતાં (4), જતું (4), લાગી (4), જનરેટર (4), લાગ્યાં (4), હાથમાં (4), સૌથી (4), હોત (4), એમનાં (4), ચોવીસ (4), વિરોધ (4), પ્રધાને (4), બપોરે (4), ધીમે (4), મોજું (4), wordpress (3), com (3), join (3), 180 (3), subscribers (3), blog (3), ટિપ્પણીઓ (3), morvi (3), tags (3), categories (3), posted (3), author (3), loading (3), રાહ (3), વાદળાં (3), ખાનને (3), ઊંચે (3), ઓચિંતા (3), મધ્યમ (3), દેસાઈ (3), તરીકે (3), બેઠા (3), વર્ષ (3), વખતે (3), બંધના (3), ધારાસભ્ય (3), પરમારે (3), મૂકી (3), બાપુ (3), રીતે (3), રહે (3), કાન (3), મને (3), બંધનું (3), થયાં (3), છતાં (3), ફરજ (3), એન્જીનિયરિંગ (3), વિશ્વાસ (3), આવા (3), ગુજરાત (3), પુસ્તકનો (3), પરિચય (3), one (3), had (3), tongue (3), speak (3), આરામ (3), માંડ (3), રાતના (3), બન્ને (3), ઉત્તર (3), બાજુની (3), જેટલો (3), નાખી (3), જોતા (3), જ્યાં (3), થઈને (3), પડ્યા (3), પુલ (3), હિંમત (3), ફોન (3), ખાલી (3), મોકલી (3), અધીક્ષક (3), કાર્યપાલક (3), આટલું (3), પટેલ (3), જવાનો (3), ખરાબ (3), કર્મચારીઓને (3), થોડા (3), કારણે (3), વિસ્તારો (3), નીચાણવાળા (3), ઑગસ્ટની (3), લક્ષ્મણે (3), ખોલવા (3), કરવામાં (3), દીધો (3), આખી (3), આવ્યો (3), ફ્યૂઝ (3), ચાલુ (3), સતત (3), જેટલું (3), લગભગ (3), ક્ષમતા (3), દિવસની (3), વીજળી (3), મળતાં (3), જલદી (3), વાયરલેસ (3), નાખવાં (3), મૅકેનિક (3), પાણીનો (3), પાર (3), સૌરાષ્ટ્રના (3), ઘરની (3), મળ્યું (3), જતા (3), તેમ (3), ચાલતા (3), મોરબીમાં (3), દસમી (3), વરસાદે (3), વળી (3), એની (3), સમય (3), એવાં (3), હજાર (3), છું (3), ભુલાવી (3), આપણી (3), દુર્ઘટના (3), કોણ (3), હોનારત (3), માગણી (3), માટી (3), નજરે (3), આપ્યો (3), હું (3), ૧૨મી (3), બનીને (3), માંકડે (3), એવા (3), વજેપર (3), મંદિરમાં (3), ફુટનું (3), વચ્ચે (3), જમણી (3), કોંક્રીટના (3), site (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), 110 (2), 475 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), સંગ્રહ (2), india (2), and (2), enter (2), your (2), ક્રમશઃ (2), સામાન્ય (2), સિલ્વર (2), એકાદ (2), મચક (2), પાછું (2), માણસોએ (2), ચડતું (2), દેખાય (2), વરસાદનાં (2), ટીપાં (2), પોતાનો (2), અનુભવ (2), વર્ણવતાં (2), તોફાનમાં (2), મેળવવા (2), સરકારને (2), અધિકારીની (2), જબ્બર (2), જનતા (2), નેતા (2), દેશના (2), સરકાર (2), મેયર (2), મેઇન (2), બંધનાં (2), પડે (2), સરકારે (2), રિપેર (2), સંપૂર્ણ (2), બને (2), બાકી (2), ટીંબાવાળા (2), જોગ (2), નાની (2), આપતા (2), કેટલાયે (2), જવું (2), વસોયાએ (2), સિંચાઈ (2), લોકોના (2), કદાચ (2), પાનું (2), માની (2), લીધી (2), વસોયા (2), કેટલું (2), તેનો (2), ખરો (2), અંદાજ (2), જવાની (2), અઢી (2), ચાલે (2), માટીની (2), માથું (2), આપણે (2), લખધીરજી (2), સંપર્ક (2), રાખવાનું (2), લોકોનાં (2), ઝીણી (2), આવતા (2), જવાનું (2), આના (2), લાગ્યો (2), લોકોની (2), ખ્યાલ (2), dam (2), થોડો (2), ડ્રાઇવર (2), સાડાનવે (2), અડધા (2), દૂર (2), ગાબડું (2), ઉપાય (2), દાયકાઓ (2), સંતોષ (2), ટેલીફોન (2), ઉચ્ચ (2), પરના (2), કર્મચારીઓ (2), પરથી (2), આંખો (2), ફાટી (2), વળ્યું (2), થયું (2), પાણીમાં (2), જોતજોતામાં (2), સનાળા (2), કલ્પના (2), સાતેક (2), ઇજનેરને (2), કેશુભાઈએ (2), છોડ્યા (2), રહ્યો (2), સપડાયેલા (2), નીકળ્યા (2), કલાકથી (2), ફસાઈ (2), ડેમની (2), પોતે (2), વખત (2), મળ્યો (2), પાણીએ (2), હાહાકાર (2), મચાવ્યો (2), ખસેડવાનું (2), ચહેરા (2), સમયે (2), બોલાવી (2), લીધા (2), સ્થળે (2), વચ્ચેથી (2), નવાગંતુક (2), વરસાદને (2), સંકટ (2), તૈયારીમાં (2), યાદ (2), જળબંબાકાર (2), જગ્યાએ (2), દક્ષિણ (2), જાન (2), લીલાપર (2), તૈયાર (2), ૧૧મી (2), ગામમાં (2), ખુલતાં (2), શાફ્ટ (2), ખોલવાની (2), કોશિશ (2), ઘણું (2), મૅયર (2), રતિલાલ (2), રાત (2), સલાહ (2), ઉલ્ટું (2), તેને (2), રાતે (2), આપતાં (2), ઇલેક્ટ્રીશિયન (2), હાથે (2), પંદર (2), ઊડી (2), જેવી (2), દરમિયાન (2), સપાટી (2), ઊછળતા (2), ઓછું (2), એકીસાથે (2), સાથીઓ (2), ખોરવાઈ (2), સફાળા (2), ગેટ (2), છેવટે (2), પૂરા (2), ખૂલી (2), હતોઃ (2), વારમાં (2), કાપીને (2), અમુક (2), બદલે (2), લક્ષ્મણભાઈ (2), અંધારામાં (2), જળાશય (2), કયાસ (2), ઊંચી (2), પસાર (2), કૉલોની (2), વટાવીને (2), દીવાલો (2), છાંટા (2), ભરાયાં (2), પત્ની (2), જોતાં (2), આવેલા (2), સુમારે (2), વહેલા (2), ચાર (2), ખતીજાબેન (2), ઘરબાર (2), ટાઇગર (2), દિવસથી (2), આનંદ (2), મંદિર (2), પ્રતાપભાઈ (2), પડ્યો (2), અડરોજા (2), વીસ (2), દિવસમાં (2), સાથીઓને (2), છેલ્લા (2), ખાતા (2), કલાકનો (2), રાખી (2), જોખમ (2), ખાસ (2), ઘરો (2), ધસી (2), ઘરોની (2), વહેવા (2), મોટા (2), વહી (2), ખેતરો (2), દિવસે (2), નામ (2), સાત (2), સમજી (2), ભાઈ (2), કરૂં (2), હોનારતની (2), સમાપ્ત (2), ઇતિહાસની (2), ઘટનાને (2), એમનો (2), આપણા (2), વાર (2), ભૂલી (2), ભવિષ્યમાં (2), રજુ (2), પરિકલ્પના (2), મેન્ટેનન્સમાં (2), ખામી (2), પૂર (2), અધિકારીઓએ (2), કરેલી (2), કાર્યવાહી (2), જવાબદાર (2), જવાબ (2), એવું (2), આપવો (2), તપાસ (2), ન્યાયિક (2), આંક (2), ઓગસ્ટે (2), દુકાન (2), સિવાય (2), કરવાનો (2), વિચાર (2), લીધો (2), બંધાવી (2), અંધારપટ (2), સોંપી (2), બાબુભાઈએ (2), જાઓ (2), ઓફિસમાં (2), મોરબીને (2), પડતાં (2), પોલીસ (2), મળ્યા (2), કમાન્ડન્ટ (2), હોમગાર્ડ (2), મોતના (2), ચારે (2), બચી (2), બચ્યું (2), સીડી (2), બધું (2), મકાનોના (2), મહાસાગરની (2), ભરખી (2), બાજુથી (2), સમજાઈ (2), design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, મહિનો, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, 2026, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, જોડાઈ, જાવ, subscribe, receive, notifications, new, posts, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, મેળવો, ૧૯૭૯નું, ચોમાસું, ઘડીનીયે, વિના, આવતાંની, ઝમાઝમ, મચી, જાણતા, ખેડૂતો, નેજવાં, મીટ, માંડે, ક્યારે, મેઘરાજાની, મહેરબાની, ઉમટે, વગર, ચાલ્યાં, આયોડાઇડ, ફ્લેર, લઈને, પહોંચવાના, વાદળાંને, દોહી, લેવાં, ઉતારીને, કલાકમાં, આયોડાઇડનો, છંટકાવ, નીકલી, દિવસના, છંટાકાવ, વાદળાંએ, ફરે, અમદાવાદ, રવાના, થાકેલા, મહેનતની, અસર, વિમાનની, બારીએ, મોસમના, અથડાય, ક્ષણે, ફાટ્યું, સપડાઈ, જુલાઈ, કોરોધાકોર, વીત્યો, ઑગસ્ટ, દુકાળની, ભાળ, દિલ્હી, ચિંતા, અમદાવાદના, વિમાનઘરે, જાડા, કાળા, કાચનાં, ચશ્માં, પહેરીને, કદના, અધિકારી, કદકાઠી, ધાક, પૂછો, જવાના, જૂનું, ડાકોટા, જોતું, બાર, વર્ષનાં, વહાણાં, વાઈ, કટોકટી, ઇન્દિરા, ગાંધીને, કારમા, પરાજયનું, મોં, જોવું, મોરારજી, પાર્ટીના, બિનકોંગ્રેસી, વડા, બન્યા, ચરણ, સિંહે, ખુરશી, ઉથલાવી, પાડી, ગુજરાતમાં, પટેલે, બજારમાં, છાપાનાં, પાનાં, ઉથલાવતા, વિચારતા, ૧૯૭૮નું, દુકાળનું, ખોલવાં, ૧૯૭૭માં, વાવાઝોડું, દીવાલમા, તિરાડો, કરાવીને, ખાતરી, સુરક્ષિત, દેસાઇને, લાગતુ, મોટો, ભાગ, ભજવ્યો, પ્રામાણિક, દેસાઈના, કાને, વાતો, ડેમનું, જેને, સોંપાયું, મણીભાઈ, ઍન્ડ, બ્રધર્સ, કૌટુંબિક, નાતો, મેયરે, છાપું, બાજુએ, માનતા, કહેતા, ટીંબો, જાણીને, ખિજાયા, ટીંબા, પરની, ઝૂંપડી, વરસોનું, નિવાસસ્થાન, ધજા, ફરકતી, પવિત્ર, સ્થાનક, માનીને, આદર, ધજાવાળી, કુટિર, ડૂબમાં, મહિનાઓથી, સાંભળતાં, ભૃકુટિ, ખેંચાઈને, સીધી, રેખા, દેતી, સફેદ, દાઢીમાંથી, ઘુંટાયેલો, ક્રોધ, ધસતો, અંતે, પરાણે, ક્રોધે, માઝા, મોરબીનું, નખ્ખોદ, વળશે, સમજાવ્યું, મળશે, પીવાના, ખેંચ, હૈયા, લોકોએ, નિભાવી, લેવાનું, લીધું, કચવાતા, એક્ઝીક્યૂટિવ, એન્જીનિયરની, જાણે, થયે, હોવા, વધારેમાં, ગામોની, જમીન, વાટાઘાટ, જગ્યા, છોડવા, સમજાવ્યા, બદલામાં, વળતરનાં, વચનો, આપ્યાં, સ્થિતિમાં, સોંપાઈ, સ્વીકાર, બજાવવાની, ૧૯૬૭થી, ટ્રૅક્ટરો, બુલડોઝરોની, ગરગરાટીઓથી, વિસ્તાર, ધ્રૂજે, માઇલના, પટ્ટાને, સમતળ, બનાવવાનું, પૂરજોશમાં, ૧૯૬૮ની, શરૂઆતમાં, દીવાલોએ, માંડ્યું, કથાના, રૂપમાં, શરૂઆત, સીધા, વસોયાને, વિદ્યાર્થીઓના, જૂથ, મળીએ, છીએ, દેખરેખ, હેઠળ, જૂથો, ગર્વભેર, વિગતો, સમજાવે, અપાવવાનું, જાતે, લોકસંપર્કો, વિદ્યાર્થીઓ, પ્રભાવિત, આંખોનાં, સપનાંમાં, મહાકાય, તરતા, કોઈને, આવવાનું, ખુલ્લું, આમંત્રણ, આપેલું, પારિણામે, લોકોમાં, બંધાવા, સલામતીનો, પૂરો, રાખ્યો, વધ્યા, ટનબંધ, માટીમાંથી, માઇલ, દીવાલના, છેડેથી, પશ્ચિમ, લંબાઈ, માટીથી, લથપથ, મેદાન, પશ્ચિમી, હોવી, જોઈતી, વિશાળ, નદીએ, લક્ષ્મણરેખાને, તોડી, ચૂક્યો, રોકવાનો, જોધપરના, અવાજમાં, તિરસ્કાર, કહે, તૂટ્યા, જોઈને, બેભાન, ઢળી, બંધમાંથી, સાડાચારે, ડ્રાઇવરે, હંકારવાની, વાંકાનેર, પહોંચીને, કલાકો, જૂની, ગાંડીતૂર, મહેતાને, બેસવા, ચાલી, લાઇનો, ખોરવાયેલી, અધિકારીઓનો, સાધી, છોડ્યાને, શકતી, જાણી, હતાશાથી, ઊતરે, વરસતા, વરસાદમાં, ઇજનેરે, ઓચિંતું, કુતૂહલ, જોઈ, પગની, ઘૂંટી, ઘૂંટણ, કમરે, ધુણાવતા, પાણીમાંથી, ઊંચાણમાં, કદી, થવા, બેઠું, ફર્યા, પ્રશ્ન, અઠવાડિયાંઓ, મહિનાઓ, પુછાતો, સાડાપાંચ, વાહનમાં, સનાળામાં, જવાય, પાટે, ચડ્યું, તજવીજમાં, એવામાં, ગેસ્ટ, હાઉસમાં, ત્યાંથી, કલેક્ટરને, સલામતીની, કલેક્ટરની, રસ્તાઓ, વળ્યાં, સલામતીભર્યું, માન્યા, વાહન, મોટું, વાંધો, કામમાં, પરોવ્યું, ડિસ્ટ્રિક્ટ, મૅજિસ્ટ્રેટનો, પૂરનાં, બેનરજીના, સંતોષની, આભા, પ્રગટી, વણસતી, રજાઓ, કામની, મેળવ્યા, ખેતીવાડીપ્રધાન, ઊભા, થયેલા, વહીવટીતંત્ર, તેનું, નિરીક્ષણ, ગાંધીનગરથી, ખસેડવાના, અમદાવાદથી, હેલીકૉપ્ટર, મેળવી, લીધાં, ગામો, ઊભું, થવાના, કલેક્ટરે, લશ્કરનાં, મથકોને, નૌકાઓ, આપવા, વિનંતિઓ, લીલાપરના, લખધીરનગર, ખસી, ખતીજાબેને, સવારના, કામમાંથી, પરવારીને, ઊંચાણવાળા, બજાર, પેટનું, હલ્યું, શહેરના, ભાગમાં, હરિજનવાસથી, માંડીને, કબીર, ટીંબાના, જોખમમાં, વજેપરમાં, નાસભાગ, રોડ, ઉતાવળા, ભીડ, વિસ્તારોમાં, કુબાવતનું, કુટુંબ, ખતીજાબેનના, કુટુંબની, સ્ત્રીઓ, સુદ્ધાંએ, દેવાનું, કર્યું, ભયની, શંકા, વાગ્યાની, આસપાસ, ડેમનો, લાવી, ડેમનાં, મદદ, જોઇએ, જુવાનિયાઓ, ટ્રકમાં, ફેરવવાની, મથામણ, ગરજતો, ક્રોધિત, મહેરામણ, પગોને, પલાળતો, કલાકેકની, પીઠ, અફળાવા, પડતું, મૂક્યું, નિવેદનમાં, કેબલ, સાંકળ, બીક, પડતી, દોષ, તૂટવાની, શક્યતાની, ચેતવણી, ડિસ્ટ્ર્રિક્ટ, મૅજિસ્ટ્રેટ, મધરાતે, છોડવું, ત્યાંના, ખસેડવા, સબડિસ્ટ્રિક્ટ, મૅજિસ્ટ્રેટની, કામદારો, નિષ્ફળ, પ્રયાસો, સાક્ષી, બન્નેએ, છોડવાનું, પ્રમાણ, ઘટાડવા, શક્ય, પાણીનું, દબાણ, મથે, દીવાલથી, કહેવું, જોઈતું, અત્યારે, પ્રવાહ, બંધને, નુકસાન, ૧ની, કેદમાંથી, છૂટેલા, મહાસાગરના, ફુત્કાર, કામદારોના, સાથ, જનરેટરનો, પાવર, પહોંચતો, ગરનાળાના, લપસણા, માથા, ચડ્યો, રેલિંગ, પકડીને, એણે, ઇલેક્ટ્રિક, મોટરોની, હાર, સત્તર, નંબરનાં, નાકાંની, મોટરોનાં, ઢાંકણ, ખોલીને, તપાસ્યા, સર્કિટ, ઉપરાંત, સત્તરમા, નાકાની, વીજચુંબકીય, બ્રેક, કલાકની, નાકાંને, ઊતરી, માપતા, પાકો, શક્તો, વધતી, ૦૦૦, ક્યૂસેક, સ્થાપિત, થોડું, માનો, થતો, વધતું, સુસ્તી, માથે, ચોંક્યા, કામે, દોડ્યા, આવતાં, રૂમના, કન્સોલ, બટનો, દબાવવા, માંડ્યાં, ખૂલવા, મૅકેનિકે, ધસે, બબ્બે, ખોલ્યાં, અઢારમાંથી, સોળ, પંદરમું, સત્તરમું, થીઓ, સર્વંસર્વા, ટેલીગ્રાફ, ઑપરેટર, ગરનાળા, હાંફળોફાંફળો, મહેતાનો, ૧માંથી, છોડાવાનું, ધસમસતાં, ત્રીસ, માઇલનું, અંતર, આવવાનાં, સાહેબનો, હુકમ, ફ્લડ, ઈંચ, ખોલેલાં, મોહને, ચૂંચી, કાઢવાનો, પ્રયાસ, સપાટીથી, સુપરવાઇઝાર, સૂનો, વારે, કાર, પરમાર, ગાંધીનગરમાં, તંત્ર, લડીને, ફરતા, વર્ગની, શક્તિ, પ્લૉટમાં, પાણીથી, ઊભરાતા, રસ્તાઓને, ટાળીને, કેમે, પરમારની, કારને, કૉલેજ, કઈંક, ચોખ્ખો, બફેલો, બ્રિજ, શહેરમાં, નદી, બથ્થંબથ્થા, કરતી, કાંસાના, આખલાઓ, પહોંચતા, મણીમંદિરના, ચોગાનમાં, તાજ, મહેલની, લાલ, કાંપ, એકઠો, મોડું, ઊચક, વાટ, પાસેની, ગલીઓમાં, જોવામાં, ગાળ્યો, ભગવાનની, પૂજા, જમ્યા, સૂવા, વણથંભ, વરસતો, પ્રિય, પહોંચતાં, એનું, જુદું, રૂપ, કામવાળી, ચણિયા, પોલકામાં, ધ્રૂજતી, જોતી, તરવરતો, બોલી, નાગ, ઘુસી, કામવાળીને, શુક્લસાહેબ, નદીની, પેલે, રાજમહેલની, કાચની, બારીઓ, જોરથી, અફળાયાં, દરવાજાની, વર્ષોથી, શાંત, રહેલા, બાગમાં, ઝરમર, એકલો, શાંતિનો, ભંગ, કરતો, આર્ટ્સ, પ્રિન્સિપાલ, શુક્લ, સાડાઆઠના, રાજમહેલ, પાસેથી, ઉંમર, પચાસેકની, કદકાઠીને, શોભે, ટટ્ટાર, પ્રોફેસરે, જમવા, નોતર્યા, પાર્ટી, પુખ્ત, વયનાં, સંતાનો, સાતમ, આઠમના, તહેવારો, એકઠાં, માળિયામાં, સૂરજ, ઢળતાં, મિયાણાઓએ, રમઝાનના, રોઝા, વાલેરાના, ઇફતાર, નિરાંતે, રાજાનો, જમાનો, વાલેરા, પરિવારના, ગવૈયાઓ, દરબારમાં, મલ્હાર, ગાતા, તારીખની, જરા, પોરો, ખાધો, ઝીણા, મચ્છરિયા, મૂશળધાર, ઉધમ, માળિયાના, જીવનમાં, શાંતિ, બીજે, ભાગવું, રહેવું, લીલાપરવાળા, ભગવાનજી, પટેલનો, ક્વાર્ટરમાં, કુબાવતનો, શ્રાવણ, બોળચોથના, આગલા, વણસ્યો, બૈરાં, છોકરાં, થવાનો, માણતાં, શણગારીને, ટોળાં, વધતાં, પહોંચવાની, મોટેરાંઓ, કપડાં, સાચવીને, બાળકોને, વહેતું, મોજનો, પૂર્વે, અડરોજાનો, ભૂત, પાનભંડાર, દુકાનોનાં, શટરો, મેઘાડંબર, જામ્યો, દુકાનદારો, ઘરભેગા, જળાશયમાં, સમાઈ, રહેતું, દરરોજ, ઈંચથી, રૂમમાંથી, વીજળીક, સાધનોથી, હાથથી, ફેરવીને, મહિનાથી, સાદું, જરૂરી, નાકાંના, આપે, કાળજી, લેવાની, નાખવાના, મુશ્કેલી, તરફથી, મળતી, મર્યાદિત, નદીના, પટમાં, માપવાના, ગેજ, મળવામાં, જતો, સૂઝથી, જળાશયના, કાઢીને, નાખવા, જળાશયની, જેથી, ઓચિંતાં, ખર્ચની, લાભની, ગણતરી, જળાશયને, પૂરી, ભરેલું, એંધાણ, મોહનનો, રાબેતા, મુજબ, કરવાપણું, ઘણાં, કાચાં, અરબી, સમુદ્રમાં, મોજાં, ઊછળ્યાં, કેટલાંયે, બંદરો, કરવાં, વીજળીના, થાંભલા, લાઈનો, શહેરોના, સંડાસોમાં, રસ્તાની, ગટરોનાં, પહોંચવા, કામધંધા, સંકટના, સામના, હોમગાર્ડને, રાહતકામે, લગાડી, દીધા, કેટલીયે, નદીઓ, કાંઠો, જળાશયો, બંધો, છલકાવા, ભાદર, ડૅમનું, ઊભરાવા, એનાં, વધારાના, દેવા, ઑગસ્ટના, ગઈગુજરી, ચોથી, બારે, મેઘ, ખાંગા, આસપાસનાં, સરોવર, શ્રાવણના, આઠમા, મેઘરાજા, ખમૈયાં, કરવાનું, લેતા, ભણી, જવાને, સૌરાષ્ટ્ર, ગોળ, ચકરડી, ઘૂમતાં, રહ્યાં, ૧૯૭૯નો, દુકાળ, ૪૦૦, પાનાના, પુસ્તકને, શબ્દોમાં, મૂકવાનો, પ્રયત્ન, કરવો, સાહસ, સાહસમાં, મારે, કઠોર, પસંદગી, કરવાની, મેં, આપ્યું, છોડ્યું, શકશે, ટૉમની, ક્ષમા, યાચના, પુસ્તક, મૂળમાં, વાંચવાની, સૌને, ભલામણ, વ્યથાકથા, કહેવા, કથા, ખબર, જાતનો, દેવાના, પ્રયત્નો, નામના, જુવાનિયાઓએ, અવાજ, ઉઠાવ્યો, મારો, નબળો, વિલંબે, પ્રગટેલો, સ્વર, ભળે, નોકરશાહીના, માર્ગે, દેવાઈ, સામુહિક, માનસમાંથી, લોકશાહી, નાગરિક, મહત્વના, પ્રશ્નો, પૂછતા, રહેવાની, ચૂક્યા, ભૂલ, કરવી, ટેવ, અથવા, જેઓ, ઇતિહાસને, ભૂલો, કરવાના, યાતનાની, ગાથા, મહત્વનો, સવાલ, ઇતિહાસનું, અગત્યનું, ગણાય, ૧૯૮૦ની, ૩૧મી, માર્ચે, એડવોકેટ, જનરલે, ૧૮૧, પાનાનો, ડિઝાઇન, કુદરતી, કારણોસર, સર્જાઈ, જેટલા, પૂરની, બમણું, ત્રણગણું, જાવક, માટેનું, ગરનાળું, વર્ષમાં, ચેતવવા, પૂરતી, દુર્ઘટનાને, રાજકારણીઓ, નોકરશાહો, મળીને, ગળી, મળવાના, રિપોર્ટો, સરકારના, ભેદી, ભંડકિયામાં, કેદ, નોકરશાહીને, આમાં, સાથી, ફસાશે, પંચે, આપેલી, સમયમર્યાદામાં, અધૂરી, આપવી, અનેક, નોકરશાહીએ, અખત્યાર, આશા, આનાં, પરિણામ, આવશે, ન્યાયમૂર્તિ, મહેતાના, પંચને, બાબત, સોંપાઇ, નિર્માણ, ડિઝાઇનઅને, કોઇ, અટકાવવા, યોગ્ય, રાજ્યના, પક્ષ, કોંગ્રેસના, માધવસિંહ, સોલંકીએ, ઘટનાની, તપાસની, પક્ષના, સભ્યોએ, આનો, સ્વીકારી, પત્રકારોને, હાઈ, કોર્ટના, ન્યાયાધીશને, પંચના, અધ્યક્ષ, જજનું, સૂચવવા, વિનંતિ, મરણનો, આંકડો, વિવાદનો, વિષય, રાહે, જાહેર, હજારનાં, મોત, આંકડા, મ્યુનિસપાલિટીના, રેકોર્ડમાં, ૧૮૨૯નો, નોંધાયો, અહેવાલ, નોંધાયા, વિધાનસભામાં, ઓછામાં, ઓછા, વિનાશને, ભૂલીને, જીવન, આવવા, માગતું, ૧૫મી, પાનની, પાનનો, ધંધો, બીજાઓએ, દુકાનદારે, બધો, સામાન, પ્રતાપભાઈને, ૧૬મી, પાનના, શોખીનોની, લાઈન, કાર્યકરો, લશ્કરી, શહેરીઓ, લાઈનમાં, ગ્રાહક, સૌનું, ભોજન, સીનિયર, કાર્યવાહીનો, માગ્યો, જિલ્લાને, લખવું, કહ્યુ, બેસી, જૂઓ, જિલ્લાઓમાં, આદેશ, જેટલી, લાઇટો, તેમાંથી, મોકલાવે, આખું, ભલે, આવતી, કાલે, પાંચ, ટકા, પ્રકાશ, હોવો, જોઈએ, ઝગમગી, ઉઠ્યું, છાવણીમાં, બનાવેલી, મીટિંગ, ખૂણામાં, રાખેલા, નાના, ટેબલ, ગોઠવાઈ, માગે, આંગળી, ચીંધીને, કહી, અહીંનો, ઇન્ચાર્જ, વોલંટીઅર, પોતાનું, ઓફિસ, કૅમ્પમાં, શરણાર્થીઓ, સ્વયંસેવકો, સ્થિતિનો, કાઢવા, રોજ, મીણબત્તી, ફાનસોના, પ્રકાશમાં, ભેગા, ચર્ચા, દિવસનો, કાર્યક્રમ, સૂઈ, ફાઈલોના, અંબારમાં, નાખે, સૂવામાં, ઊઠવામાં, રાજ્યમાં, હોનારતના, વાયુવેગે, ફેલાઈ, ધર્માદા, સંસ્થાઓએ, સમજીને, સામગ્રી, ખાદ્ય, પૅકેટો, મોકલવાનું, પ્રધાનની, ઓફિસથી, થોડે, વિભાગના, પૂરરાહત, કામગીરીમાંથી, નવરાશ, ઓગસ્ટની, જમીને, સોફા, આડે, પડખે, દરવાજે, સચિવે, જણાવ્યું, કેશુભાઇ, મસલત, બનાવ્યા, મદદથી, ઈજનેરો, નિષ્ણાતોની, ટીમ, પ્રધાનને, રાજ્યની, સત્તાની, નાણાકીય, સહિતની, બધી, સત્તા, ગાંધીનગરને, કેશુભાઈને, જસભાઈ, પટેલને, વર્ષના, મુદતની, અધવચાળે, મોટી, માનવીય, પડકાર, ઊભી, સચિવને, અમદાવાદમાં, આકાશવાણી, કેન્દ્ર, રાજ્યને, રેડિયો, કારગત, સાધન, જેવો, મોડી, રાહતકામોની, વ્યવસ્થામાં, ૧૩મી, ઠેરઠેર, લાશો, રઝળતી, રોગચાળો, ફેલાય, શબોનો, નિકાલ, હોમગાર્ડ્ઝ, સંભાળ્યું, લાશોની, પગથી, ખેંચે, ચામડી, સેર, છૂટતી, લાશનો, સીધો, છૂટો, પડીને, ભાગનાં, શબોને, કેરોસીન, છાંટીને, જ્યાંથી, મળ્યાં, બાળી, પહોંચનારી, ટુકડીને, તાંડવનાં, કમકમાટી, છૂટી, પરિણામો, માંડવાની, ફુરસદ, રાજકોટથી, અધિકારીઓનું, હાલતમાં, લૂંટફાટ, ઝઘડાઓ, ગમે, ચોરો, બદમાશોને, ફાવવા, દેવાય, તમે, બોલતા, સજા, આપવાનું, કરીશ, જિલ્લા, હોમગાર્ડ્ઝના, ઊષાકાન્ત, દેસાઈને, ધરપત, દુકાનો, લૂંટતા, દુકાનોમાં, આવતું, કેટલાક, લાશોના, નાક, સોનાના, દાગીના, ઠોક્યા, નરક, આવીને, શરીરને, ખુરશીમાં, ફંગોળે, પટાવાળો, લાવે, કંટાળા, થાકથી, ભરેલી, જૂએ, ઉપાડીને, પહેલી, ચુસ્કી, કર્મચારી, કાગળ, સાહેબના, મૂકે, ચમકી, ઉઠે, થાકેલું, ધમધમ, લાગે, વહેલી, પરોડે, સાડાત્રણે, ગમબૂટ, રેઈનકોટમાં, સજ્જ, મગજમાં, મોરબીનો
Text of the page (random words):
કલેક્ટર બેનરજી કંટ્રોલ રૂમમાં પહોંચ્યા ત્યારે એમના મગજમાં મોરબીનો વિચાર પણ નહોતો એમનું ધ્યાન તો સૌરાષ્ટ્રના બીજા ડૅમો પર હતું એક ગામમાં સપડાયેલા લોકોને બચાવવામાં કલેક્ટરનો આખો દિવસ ગયો હતો ચોવીસ કલાકથી આંખે મટકું પણ નહોતું માર્યું કંટ્રોલ રૂમમાં પણ કલેક્ટર આવ્યા ત્યારે કર્મચારીઓ અડધા ઊંઘમાં જ હતા માત્ર વાયરલેસ ઓપરેટરોને આરામ નહોતો બેનરજી આવીને પોતાના શરીરને એક ખુરશીમાં ફંગોળે છે પટાવાળો ચા લાવે છે બેનરજી કંટાળા અને થાકથી ભરેલી નજરે કપ સામે જૂએ છે કપ ઉપાડીને પહેલી ચુસ્કી લે છે એક કર્મચારી અંદર આવે છે એક કાગળ સાહેબના હાથમાં મૂકે છે નજર પડતાં જ બેનરજી ચમકી ઉઠે છે મોરબી કપ નીચે રાખી દે છે થાકેલું મન ફરી ધમધમ કરવા લાગે છે ૧૨મી ઓગસ્ટે સૌ પહેલાં મોરબી પહોંચનારી સરકારી ટુકડીને મોતના તાંડવનાં કમકમાટી છૂટી જાય એવાં પરિણામો પર નજર માંડવાની ફુરસદ નહોતી રાજકોટથી આવેલા પોલીસ અને હોમગાર્ડ અધિકારીઓનું ધ્યાન સૌ પહેલાં તો આવી હાલતમાં લૂંટફાટ ન થાય ઝઘડાઓ ન થાય તેના પર હતું ગમે તે થાય ચોરો અને બદમાશોને તો નહીં જ ફાવવા દેવાય તમે કઈં બોલતા નહીં જોયા કરો સજા આપવાનું કામ હું કરીશ જિલ્લા હોમગાર્ડ્ઝના કમાન્ડન્ટ ઊષાકાન્ત માંકડે મૅયર રતિલાલ દેસાઈને ધરપત બંધાવી માંકડે પછી પોતાના અનુભવ વર્ણવતાં કહ્યું અમે સવારે છ વાગ્યે મોરબી પહોંચ્યા ત્યારે કેટલાયે લોકો દુકાનો લૂંટતા હતા જો કે દુકાનોમાં તો પાણી ભરાયાં હતાં એટલે એમના હાથમાં બહુ તો નહોતું આવતું પણ કોશિશ તો કરતા જ હતા કેટલાક તો લાશોના નાક કાન કાપીને સોનાના દાગીના લઈ જતા હતા એવા સમાચાર મળ્યા અમે એમને એવા ઠોક્યા કે નરક યાદ આવી જાય કલેક્ટર બેનરજી મોરબી પહોંચ્યા અને જોયું કે ઠેરઠેર લાશો રઝળતી હતી રોગચાળો ફેલાય એવો ભય હતો શબોનો નિકાલ કરવાનો હતો હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ માંકડે આ કામ સંભાળ્યું લાશોની હાલત એ હતી કે હોમગાર્ડ એને હાથ કે પગથી ખેંચે તો ચામડી ફાટી જતી અને પાણીની સેર છૂટતી લાશનો હાથ સીધો કરવા જાય તો છૂટો પડીને હાથમાં આવી જાય મોટા ભાગનાં શબોને કેરોસીન છાંટીને જ્યાંથી મળ્યાં હોય ત્યાં જ બાળી નાખવાં પડ્યાં ગાંધીનગરને મોરબીના સમાચાર ૧૩ કલાક પછી મળ્યા કલેક્ટર બેનરજીએ ખેતીવાડી પ્રધાન કેશુભાઈને સૌ પહેલાં જાણ કરી દીધી હતી કેશુભાઈએ મુખ્ય પ્રધાન બાબુભાઈ જસભાઈ પટેલને જાણ કરી ૬૮ વર્ષના મુખ્ય પ્રધાન સામે એમની બીજી મુદતની લગભગ અધવચાળે મોટી માનવીય હોનારત પડકાર બનીને આવી ઊભી હતી એમણે મુખ્ય સચિવને તરત જાણ કરી અને પહોંચી ગયા અમદાવાદમાં આકાશવાણી કેન્દ્ર પર જલદી આખા રાજ્યને એક સાથે સંદેશ આપવો હોય તો રેડિયો જ કારગત સાધન જેવો હતો તે પછી મોડી રાત સુધી રાહતકામોની વ્યવસ્થામાં લાગી ગયા અને બીજા દિવસની સવારે ૧૩મી તારીખે મોરબી પહોંચી ગયા મુખ્ય પ્રધાનની ઓફિસથી થોડે જ દૂર ખેતીવાડી વિભાગના સચિવ એચ કે ખાન ૧૧ દિવસની પૂરરાહત કામગીરીમાંથી થોડી નવરાશ મળતાં પોતાની ઓફિસમાં ૧૨મી ઓગસ્ટની બપોરે જમીને સોફા પર આડે પડખે થયા હતા પણ દરવાજા પર નજર પડતાં સફાળા બેઠા થઈ ગયા મુખ્ય સચિવ એમના દરવાજે હતા મુખ્ય સચિવે ખાનને મોરબીની હોનારતની વાત કરી અને જણાવ્યું કે કેશુભાઇ સાથે મસલત કરીને મુખ્ય પ્રધાને એમને ખાસ રાહત સચિવ બનાવ્યા છે ખાને તરત એક ઉચ્ચ પોલીસ અધિકારીની મદદથી ઈજનેરો અને બીજા નિષ્ણાતોની એક નાની ટીમ બનાવી અને મોરબી પહોંચ્યા ખાને ત્યાં જઈને જે રિપોર્ટ મુખ્ય પ્રધાનને આપ્યો તેમાં રાજ્યની સંપૂર્ણ સત્તાની માગણી કરી બાબુભાઈએ એમને નાણાકીય સહિતની બધી સત્તા સોંપી દીધી રાજ્યમાં મોરબીની હોનારતના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા ધર્માદા સંસ્થાઓએ તરત પોતાની ફરજ સમજીને રાહત સામગ્રી ખાદ્ય પૅકેટો મોકલવાનું શરૂ કરી દીધું મુખ્ય પ્રધાને મોરબીને જ પોતાનું ઘર અને ઓફિસ બનાવી દીધું તેઓ રાહત કૅમ્પમાં જ બીજા શરણાર્થીઓ કે સ્વયંસેવકો સાથે જ ખાતા અને રહેતા મોરબીની સ્થિતિનો આંક કાઢવા રોજ મીણબત્તી અને ફાનસોના પ્રકાશમાં સાંજે સૌ ભેગા થાય ચર્ચા કરે બીજા દિવસનો કાર્યક્રમ નક્કી કરે સૌ સૂઈ જાય તે પછી બાબુભાઈ બીજી ફાઈલોના અંબારમાં નજર નાખે સૂવામાં સૌથી છેલ્લા ઊઠવામાં સૌથી પહેલા સવારે પણ રાહત છાવણીમાં ખાને બનાવેલી ઓફિસમાં મીટિંગ થાય મુખ્ય પ્રધાન આવે એક ખૂણામાં રાખેલા નાના ટેબલ સામે ગોઠવાઈ જાય કોઈ એમની સલાહ માગે તો ખાન તરફ આંગળી ચીંધીને કહી દે કે હું અહીંનો ઇન્ચાર્જ નથી હું પણ વોલંટીઅર જ છું મોરબીના અંધારપટ વિશે એક વાર રાતના ભોજન સમયે વાત થઈ મુખ્ય પ્રધાને એક સીનિયર ઇજનેરને જવાબદારી સોંપી બીજા દિવસે એમણે કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો જવાબ મળ્યો કે એમણે બધા જિલ્લાને લખવું પડશે બાબુભાઈએ કહ્યુ બેસી જાઓ અને જૂઓ એમણે બધા જિલ્લાઓમાં ફોન કર્યા અને આદેશ આપ્યો કે એમને ત્યાં જેટલી ચાલુ લાઇટો હોય તેમાંથી અમુક મોરબી મોકલાવે આખું ગુજરાત ભલે અંધારામાં રહે આવતી કાલે સાંજે પાંચ વાગ્યે મોરબીમાં સો ટકા પ્રકાશ હોવો જોઈએ આ માટે એમણે ચોવીસ કલાકનો સમય આપ્યો ચોવીસ કલાક પૂરા થયા ત્યારે મોરબી ઝગમગી ઉઠ્યું હતું પરંતુ બધા વિનાશને ભૂલીને જીવન પાછું આવવા માગતું હતું ૧૫મી ઓગસ્ટે પ્રતાપભાઈ અડરોજા પોતાની પાનની દુકાન ખોલવા ગયા તો અંદર માટી સિવાય કઈં નજરે જ ચડતું નહોતું એમણે પાનનો ધંધો જ બંધ કરવાનો વિચાર કરી લીધો પણ બીજાઓએ એમને હિંમત બંધાવી બીજા દુકાનદારે પોતાનો બધો સામાન પ્રતાપભાઈને આપી દીધો ૧૬મી તારીખે એમણે દુકાન ખોલી ત્યારે પાનના શોખીનોની લાઈન લાગી ગઈ એમાં રાહત કાર્યકરો લશ્કરી જવાનો અને શહેરીઓ પણ હતા લાઈનમાં એક ગ્રાહક તરફ સૌનું ધ્યાન જતું હતું એ હતા ખેતીવાડી પ્રધાન કેશુભાઈ પટેલ દરમિયાન મરણનો આંકડો વિવાદનો વિષય બની ગયો હતો સરકારી રાહે જાહેર કરવામાં આવ્યું કે એક હજારનાં મોત થયાં છે પણ બીજા આંકડા બહુ ભારે હતા મ્યુનિસપાલિટીના રેકોર્ડમાં ૧૮૨૯નો આંક નોંધાયો પણ હજી ઘણા અહેવાલ તો નોંધાયા જ નહોતા મોરબીના ધારાસભ્ય ગોકળદાસ પરમારે વિધાનસભામાં કહ્યું કે ઓછામાં ઓછા ત્રણ હજાર જાન ગયા છે રાજ્યના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીએ મોરબી ઘટનાની જવાબદારી નક્કી કરવા માટે ન્યાયિક તપાસની માગણી કરી જનતા પક્ષના સભ્યોએ આનો વિરોધ કર્યો પણ મુખ્ય પ્રધાને તરત એ માગણી સ્વીકારી લીધી એમણે પત્રકારોને કહ્યું કે ગુજરાત હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને એમણે ન્યાયિક તપાસ પંચના અધ્યક્ષ તરીકે એક જજનું નામ સૂચવવા વિનંતિ કરી છે ન્યાયમૂર્તિ બી કે મહેતાના તપાસ પંચને ત્રણ બાબત સોંપાઇ ૧ બંધની પરિકલ્પના નિર્માણ ડિઝાઇનઅને મેન્ટેનન્સમાં કોઇ ખામી હતી કે કેમ ૨ હોનારત અટકાવવા માટે સરકારી અધિકારીઓએ કરેલી કાર્યવાહી યોગ્ય હતી કે કેમ અને ૩ ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તેના ઉપાય જો કે લોકોને આશા નહોતી કે આનાં કઈં પરિણામ આવશે અને થયું પણ એવું જ નોકરશાહીને લાગ્યું કે આમાં એમનો જ કોઈ સાથી ફસાશે પંચે આપેલી સમયમર્યાદામાં રિપોર્ટ ન આપવો અધૂરી માહિતી આપવી વગેરે અનેક રસ્તા નોકરશાહીએ અખત્યાર કર્યા છેવટે ૧૯૮૦ની ૩૧મી માર્ચે ગુજરાતના એડવોકેટ જનરલે ૧૮૧ પાનાનો રિપોર્ટ રજુ કર્યો તેમાં કહ્યું કે બંધની પરિકલ્પના બાંધકામ ડિઝાઇન કે મેન્ટેનન્સમાં કઈં જ ખામી નહોતી દુર્ઘટના કુદરતી કારણોસર સર્જાઈ કેમ કે જેટલા પૂરની કલ્પના કરવામાં આવી હતી તેના કરતાં બમણું કે ત્રણગણું પાણી આવ્યું પાણીની જાવક માટેનું ગરનાળું પણ બરાબર હતું કારણ કે આવા પૂર તો એક હજાર વર્ષમાં પણ ન આવે વળી અધિકારીઓએ લોકોને ચેતવવા માટે કરેલી કાર્યવાહી પણ પૂરતી હતી મચ્છુ ડેમની દુર્ઘટનાને રાજકારણીઓ અને નોકરશાહો સાથે મળીને ગળી ગયા મોરબી માટે કોણ જવાબદાર શું જવાબદાર આના જવાબ મળવાના હજી બાકી છે રિપોર્ટો સરકારના ભેદી ભંડકિયામાં કેદ છે મોરબીની યાતનાની ગાથા સમાપ્ત કરતાં ઉત્પલ અને ટૉમ એક મહત્વનો સવાલ આપણી સામે રજુ કરે છે મોરબીની દુર્ઘટના આપણા ઇતિહાસનું એક અગત્યનું પાનું છે એને ભૂલી જવાનું બરાબર ગણાય જેઓ ઇતિહાસને ભૂલી જાય છે તેઓ ભવિષ્યમાં પણ ભૂલો કરવાના જ છે આજે મોરબીની હોનારતની આ વ્યથાકથા સમાપ્ત કરૂં છું ત્યારે આનંદ થાય છે એમ કહેવા જેવી કથા નથી જ એની મને ખબર છે એક જાતનો સંતોષ જરૂર છે કે ગુજરાતના ઇતિહાસની એક ઘટનાને ભુલાવી દેવાના બધા પ્રયત્નો સામે ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન નામના બે જુવાનિયાઓએ જે અવાજ ઉઠાવ્યો છે તેમાં મારો નબળો વિલંબે પ્રગટેલો સ્વર પણ ભળે છે એમનો વિરોધ આ ઘટનાને સરકારી અને નોકરશાહીના માર્ગે ભુલાવી દેવાઈ છે તેની સામે તો છે જ પણ ખરો વિરોધ એને આપણે પોતે જ આપણા સામુહિક માનસમાંથી પણ ભુલાવી દીધી છે તેની સામે છે એક લોકશાહી દેશના નાગરિક તરીકે સરકારને મહત્વના પ્રશ્નો પૂછતા રહેવાની આપણી ફરજ છે એક વાર ચૂક્યા તો આવી ભૂલ કરવી એ આપણી ટેવ બની જશે અથવા તો બની ગઈ છે ૪૦૦ પાનાના એક પુસ્તકને છ સાત હજાર શબ્દોમાં મૂકવાનો પ્રયત્ન કરવો એ એક દુ સાહસ જ છે એ દુ સાહસમાં મારે બહુ કઠોર પસંદગી કરવાની હતી મેં જેટલું અહીં આપ્યું છે તેના કરતાં વધારે છોડ્યું હશે એ તો કોઈ પણ સમજી શકશે એટલે બન્ને લેખકો ભાઈ ઉત્પલ અને ભાઈ ટૉમની ક્ષમા યાચના સાથે આ પુસ્તક મૂળમાં વાંચવાની આપ સૌને ફરી ભલામણ કરૂં છું like loading author dipak dholakia posted on 09 04 2013 categories uncategorized tags dam disaster disaster utpal morbi morvi tom utpal tom 13 ટિપ્પણીઓ the morbi disaster 5 માટે the morbi disaster 4 no one had a tongue to speak પુસ્તકનો પરિચય 4 લેખકો ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન ૧૯૭૯નો દુકાળ ઑગસ્ટના પહેલા ત્રણ દિવસમાં જ ગઈગુજરી બની ગયો ચોથી તારીખે તો બારે મેઘ ખાંગા થયા અને આસપાસનાં ખેતરો સરોવર બની ગયાં શ્રાવણના વરસાદે આખા સૌરાષ્ટ્રમાં હાહાકાર બોલાવી દીધો હતો લોકો ઘરોની બહાર નીકળી શકે એવી સ્થિતિ નહોતી સતત આઠમા દિવસે પણ હાલત એ જ રહી મેઘરાજા ખમૈયાં કરવાનું નામ જ નહોતા લેતા વાદળાં ઉત્તર ભણી જવાને બદલે સૌરાષ્ટ્ર પર જ ગોળ ચકરડી ઘૂમતાં રહ્યાં સૌરાષ્ટ્રમાં ઘણાં કાચાં ઘરો ધસી પડ્યાં અરબી સમુદ્રમાં મોજાં વીસ ફુટ ઊછળ્યાં અને કેટલાંયે બંદરો બંધ કરવાં પડ્યાં વીજળીના થાંભલા અને ટેલીફોન લાઈનો ખોરવાઈ ગઈ શહેરોના રસ્તા પાણીમાં હતા સંડાસોમાં થઈને રસ્તાની ગટરોનાં પાણી ઘરોની અંદર પહોંચવા લાગ્યાં કામધંધા બંધ પડી ગયા હતા સંકટના સામના માટે સરકારે હોમગાર્ડને રાહતકામે લગાડી દીધા હતા ઑગસ્ટની દસમી તારીખે તો કેટલીયે નદીઓ કાંઠો વટાવીને વહેવા લાગી હતી જળાશયો અને બંધો છલકાવા લાગ્યાં હતાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડૅમનું જળાશય ઊભરાવા લાગ્યું હતું અને એનાં નાકાં વધારાના પાણીને વહી જવા દેવા માટે ખોલી નાખવાં પડ્યાં હતાં આમ છતાં મચ્છુ બંધ બે સામે પણ જોખમ હોય એવાં એંધાણ તો દસમી તારીખે પણ નહોતાં બંધના મૅકેનિક લક્ષ્મણભાઈ મોહનનો દિવસ તો રાબેતા મુજબ જ પસાર થયો હતો અને એમણે કઈં ખાસ કરવાપણું પણ નહોતું છેલ્લા ચાર મહિનાથી લક્ષ્મણ અને એના છ સાથીઓ ડૅમ પર જ રહેતા હતા એમનું કામ બહુ સાદું પણ જરૂરી હતું એમણે બંધનાં નાકાંના દરવાજા બરાબર કામ આપે છે કે નહીં તેની કાળજી લેવાની હતી અને જરૂર પડે તો દરવાજા ખોલી નાખવાના હતા કામ તો આટલું જ હતું પણ મુશ્કેલી એ હતી કે એમને સિંચાઈ ખાતા તરફથી વરસાદ વિશે જે માહિતી મળતી તે બહુ જ મર્યાદિત હતી મચ્છુ નદીના પટમાં વરસાદ માપવાના માત્ર બે ગેજ હતા અને તે પણ એની માહિતી મળવામાં ચોવીસ કલાકનો સમય જતો એમની પાસે તો માત્ર એક જ રસ્તો હતોઃ પોતાની સૂઝથી જળાશયના પાણીનો કયાસ કાઢીને વધારે પાણી હોય તો દરવાજા ખોલી નાખવા વળી જળાશયની સંગ્રહ ક્ષમતા કરતાં ઓછું પાણી રાખી શકાય કે જેથી ઓચિંતાં જ બહુ ઘણું પાણી આવી જાય તો જોખમ ન રહે પરંતુ ખર્ચની સામે લાભની ગણતરી કરતાં જળાશયને એની પૂરી ક્ષમતા સુધી ભરેલું રાખવાનું હતું આઠ દિવસથી જળાશયમાં સમાઈ શકે એટલું પાણી સતત રહેતું હતું નાકાં તો વીસ ફુટ ખૂલી શકે એમ હતાં પરંતુ આ આઠ દિવસમાં લક્ષ્મણ અને એના સાથીઓને દરરોજ થોડા ઈંચથી વધારે ખોલવાની જરૂર પણ નહોતી પડી ડેમ પરના કંટ્રોલ રૂમમાંથી એમણે વીજળીક સાધનોથી દરવાજા ખોલવાના રહેતા વીજળી ન હોય તો જનરેટર પણ હતું જ અને તે પણ કામ ન આવે તો હાથથી શાફ્ટ ફેરવીને દરવાજા ખોલવાના હતા ૦ ૦ ૦ દસમી તારીખની સાંજે વરસાદે જરા પોરો ખાધો ઝીણા મચ્છરિયા છાંટા જ રહી ગયા પરંતુ એ તો થોડા જ કલાક માટે વળી એવો જ મૂશળધાર વરસાદ શરૂ થઈ ગયો પરંતુ આખા સૌરાષ્ટ્રમાં વરસાદે જે ઉધમ મચાવ્યો હતો તે જોતાં મોરબી માળિયાના જીવનમાં શાંતિ હતી અહીં લોકોને ઘરબાર છોડીને બીજે ભાગવું નહોતું પડ્યું ઉલ્ટું ઘરમાં જ ભરાઈ રહેવું પડ્યું હતું લીલાપરવાળા ભગવાનજી પટેલનો આખો દિવસ ઘરમાં જ ગયો ટાઇગર ક્વાર્ટરમાં કનુભાઈ કુબાવતનો શ્રાવણ બોળચોથના આગલા દિવસથી જ વણસ્યો હતો આજે એ બહાર નીકળ્યા ત્યારે બૈરાં છોકરાં વરસાદ બંધ થવાનો આનંદ માણતાં શણગારીને નીકળી પડ્યાં હતાં મંદિર તરફ ટોળાં આગળ વધતાં હતાં અને કનુભાઈ ત્યાં પહોંચવાની તૈયારીમાં હતા મોટેરાંઓ તો કપડાં સાચવીને ચાલતા હતા પણ બાળકોને તો વહેતું પાણી મળ્યું એટલે એમની મોજનો તો પાર નહોતો જો કે મોરબીની ઉત્તર પૂર્વે જ્યાં પ્રતાપભાઈ અડરોજાનો ભૂત પાનભંડાર હતો ત્યાં દુકાનોનાં શટરો બંધ હતાં વરસાદ બંધ પડ્યો પણ મેઘાડંબર જામ્યો હતો એટલે અડરોજા અને બીજા બધા દુકાનદારો વહેલા જ ઘરભેગા થઈ ગયા હતા માળિયામાં સૂરજ ઢળતાં મિયાણાઓએ રમઝાનના રોઝા છોડ્યા તો અહીં મોરબીમાં ખતીજાબેન વાલેરાના ઘરમાં પણ ઇફતાર પછી બધા નિરાંતે બેઠા હતા રાજાનો જમાનો હોત તો વાલેરા પરિવારના ગવૈયાઓ દરબારમાં મલ્હાર ગાતા હોત ૦ ૦ ૦ નદીની પેલે પાર રાજમહેલની કાચની બારીઓ પર વરસાદનાં ટીપાં જોરથી અફળાયાં મુખ્ય દરવાજાની અંદર આવેલા વર્ષોથી શાંત રહેલા બાગમાં ઝરમર વરસાદ એકલો જ શાંતિનો ભંગ કરતો હતો એ વખતે મોરબીની આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ ટી આર શુક્લ એમનાં પત્ની સાથે રાતે સાડાઆઠના સુમારે રાજમહેલ પાસેથી થઈને ઘર તરફ જતા હતા એમની ઉંમર હશે પચાસેકની ઊંચી કદકાઠીને શોભે તેમ ટટ્ટાર ચાલતા હતા આજે એમને લખધીરજી એન્જીનિયરિંગ કૉલેજના એક પ્રોફેસરે જમવા નોતર્યા હતા પણ ઘરે જવા માટે પાર્ટી છોડીને વહેલા જ નીકળી આવ્યા હતા કારણ કે એમનાં ચાર પુખ્ત વયનાં સંતાનો સાતમ આઠમના તહેવારો માટે એકઠાં થયાં હતાં વરસાદ એમને પ્રિય હતો પણ ઘરે પહોંચતાં જ એનું જુદું રૂપ જોવા મળ્યું ઘરની કામવાળી ચણિયા પોલકામાં ધ્રૂજતી એમની રાહ જોતી હતી ચહેરા પર ભય તરવરતો હતો બોલી ઘરમાં નાગ ઘુસી આવ્યો છે કામવાળીને શુક્લસાહેબ ઘરમાં લઈ આવ્યા ૦ ૦ ૦ બહાર વરસાદને કારણે રસ્તો સૂનો હતો થોડી વારે એક કાર પસાર થઈ ધારાસભ્ય ગોકળદાસ પરમાર ગાંધીનગરમાં સરકારી તંત્ર સાથે લડીને ઘરે પાછા ફરતા હતા મધ્યમ વર્ગની કૉલોની શક્તિ પ્લૉટમાં એમનું ઘર હતું ડ્રાઇવર પાણીથી ઊભરાતા રસ્તાઓને ટાળીને કેમે કરીને મોરબી પહોંચ્યો હતો ગોકળદાસ પરમારની કારને એલ ઈ કૉલેજ પાસે કઈંક ચોખ્ખો રસ્તો મળતાં બફેલો બ્રિજ વટાવીને શહેરમાં આવ્યા એ વખતે નદી બંધની દીવાલો સાથે બથ્થંબથ્થા કરતી હતી એના છાંટા કાંસાના આખલાઓ સુધી પહોંચતા હતા પુલ પાર કરતાં મણીમંદિરના ચોગાનમાં પાણી ભરાયાં હતાં અને સૌરાષ્ટ્રના તાજ મહેલની લાલ દીવાલો પાસે કાંપ એકઠો થઈ ગયો હતો મોડું બહુ થઈ ગયું હતું અને ઘરે પત્ની ઊચક મને વાટ જોતાં હતાં તો પણ પરમારે ઘરની પાસેની ગલીઓમાં પાણીની સ્થિતિ જોવામાં થોડો વખત ગાળ્યો પછી ઘરે ગયા ભગવાનની પૂજા કરીને જમ્યા અને સૂવા ગયા બહાર વરસાદ વણથંભ વરસતો રહ્યો ૦ ૦ ૦ બંધ પર મૅકેનિક લક્ષ્મણભાઈ મોહને અંધારામાં જ જળાશય પર આંખો ચૂંચી કરીને પાણીનો કયાસ કાઢવાનો પ્રયાસ કર્યો હજી પાણી સૌથી ઊંચી સપાટીથી બે ફુટ નીચે હતું સામાન્ય દિવસ હોત તો સુપરવાઇઝાર પણ હોત પણ આજે લક્ષ્મણ અને એના સા થીઓ જ સર્વંસર્વા હતા રાતના આઠ થયા હશે ત્યારે વાયરલેસ ટેલીગ્રાફ ઑપરેટર ગરનાળા પર લક્ષ્મણ પાસે હાંફળોફાંફળો પહોંચ્યો એના હાથમાં નાયબ ઇજનેર એ સી મહેતાનો સંદેશ હતોઃ મચ્છુ ડૅમ ૧માંથી તરત જ પાણી છોડાવાનું હતું ધસમસતાં પાણી થોડી જ વારમાં ત્રીસ માઇલનું અંતર કાપીને મચ્છુ ડેમ ૨ સુધી પહોંચી આવવાનાં હતાં મહેતા સાહેબનો હુકમ હતો કે ફ્લડ ગેટ માત્ર અમુક ઈંચ ખોલેલાં હતાં તેને બદલે છ ફુટ સુધી ખોલી નાખવાં આખા દિવસની સુસ્તી પછી લક્ષ્મણ અને એના સાથીઓ માટે ભારે કામ આવી પડ્યું તોફાનમાં બંધ પર વીજળી ખોરવાઈ ગઈ હતી અને માથે વરસાદ સંદેશ મળતાં બધા સફાળા ચોંક્યા અને કામે લાગી ગયા બે જણ જલદી જલદી જનરેટર ચાલુ કરવા દોડ્યા વીજળી આવતાં લક્ષ્મણે કંટ્રોલ રૂમના કન્સોલ પર બટનો દબાવવા માંડ્યાં એક પછી એક ગેટ ખૂલવા લાગ્યાં મૅકેનિકે પાણી એકીસાથે બહાર ન ધસે તે માટે પહેલાં તો ત્રણ ત્રણ નાકાં માત્ર બબ્બે ફુટ સુધી જ ખોલ્યાં છેવટે અઢારમાંથી સોળ નાકાં તો પૂરા છ ફુટ ખૂલી ગયાં પણ પંદરમું અને સત્તરમું એમ બે નાકાં મચક આપતાં નહોતાં રાતે સાડાનવે મચ્છુ બંધ ૧ની કેદમાંથી છૂટેલા મહાસાગરના ફુત્કાર અહીં કામ કરતા કામદારોના કાન સુધી પહોંચ્યા અને હજી બે નાકાં સાથ આપતાં નહોતાં એમના સુધી જનરેટરનો પાવર કેમ નથી પહોંચતો તે જોવા માટે ઇલેક્ટ્રીશિયન ગરનાળાના લપસણા માથા પર ચડ્યો એક હાથે રેલિંગ પકડીને એણે બીજા હાથે નીચે ઇલેક્ટ્રિક મોટરોની હાર વચ્ચેથી પંદર અને સત્તર નંબરનાં નાકાંની મોટરોનાં ઢાંકણ ખોલીને ફ્યૂઝ તપાસ્યા બન્ને ફ્યૂઝ ઊડી ગયા હતા એને રિપેર તો કર્યા પણ જેવી સર્કિટ ચાલુ કરે તે સાથે જ ફ્યૂઝ ઊડી જાય તે ઉપરાંત સત્તરમા નાકાની તો વીજચુંબકીય બ્રેક પણ ખરાબ થઈ ગઈ હતી એકાદ કલાકની મહેનત પછી પણ કઈં ન વળ્યું એટલે બે નાકાંને છોડીને ઇલેક્ટ્રીશિયન ઊતરી આવ્યો આ દરમિયાન બીજા બે જણ પાણીની સપાટી માપતા હતા ઊછળતા પાણીને કારણે પાકો અંદાજ તો મળી નહોતો શક્તો પણ એમણે જોયું કે પાણીની સપાટી સતત વધતી જતી હતી હવે જેટલું પાણી જતું હતું તે લગભગ ૧ ૯૬ ૦૦૦ ક્યૂસેક કરતાં એટલે કે બંધની સ્થાપિત ક્ષમતા કરતાં થોડું ઓછું હતું એમ માનો કે આખો ડૅમ એકીસાથે ખાલી થતો હતો તો પણ પાણી વધતું જ જતું હતું ૦ ૦ ૦ સવારે આઠ વાગ્યે મોરબીના સબ ડિસ્ટ્ર્રિક્ટ મૅજિસ્ટ્રેટ ડેમ પર આવ્યા એમને નાયબ ઇજનેર મહેતાએ મધરાતે જ સંદેશ મોકલી દીધો હતો કે બહુ જ ઘણું પાણી છોડવું પડશે અને નીચાણવાળા વિસ્તારો ડૂબી જશે એટલે ત્યાંના લોકોને સલામત સ્થળે ખસેડવા પડશે સબડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની સાથે મૅયર રતિલાલ દેસાઈ પણ હતા નાયબ ઇજનેર મહેતા ડેમ પર જ હતા અને આખી રાત કામદારો નાકાં ખોલવાના નિષ્ફળ પ્રયાસો કરતા રહ્યા તેના સાક્ષી હતા બન્નેએ પાણી છોડવાનું પ્રમાણ ઘટાડવા એમને સલાહ આપી પણ મહેતાએ કહ્યું કે એ તો શક્ય જ નથી કારણ કે પાણીનું દબા...
|