Meta tags:
description= Dipak Dholakia દ્વારા લખાયેલ webgurjaari વિશેની પોસ્ટ;
Headings (most frequently used words):
science, samachar, episode, dipak, dholakia, spam, blocked, ટૅગ, webgurjaari, 45, 44, 15, 14, 13, 12, 11, 10, mathematicians, carl, friedrich, gauss, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (188), હોય (102), માટે (63), નથી (49), એમણે (46), કરે (45), 2017 (40), પરંતુ (38), થાય (37), જાય (37), એટલે (36), વધારે (36), સંદર્ભઃ (36), #science (33), અહીં (33), કહે (33), કોઈ (33), 2018 (32), કરી (30), સાથે (30), એને (30), હતા (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), એની (28), કામ (28), પછી (28), ઓગસ્ટ (27), samachar (27), હતો (27), જોવા (27), જુલાઇ (26), સપ્ટેમ્બર (26), માર્ચ (25), dipak (25), કરતાં (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), પહેલાં (24), dholakia (23), હતું (23), શકે (23), હવે (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), નહીં (22), એમાં (22), કરીને (22), ત્યારે (22), સુધી (21), કરતા (20), મળ્યું (20), બહુ (20), રીતે (20), પડે (20), એમના (19), એના (19), હતી (19), માત્ર (19), આપણા (19), 2013 (18), 2022 (18), ગાઉસ (18), એનો (18), ઉપયોગ (18), વચ્ચે (17), મળે (17), બીજી (17), વાર (17), તરીકે (17), યુનિવર્સિટીના (17), સંશોધકો (17), 2011 (16), એમને (16), બની (16), જોઈએ (16), થયો (16), વાત (16), અસર (16), આવે (15), આપણે (15), કર્યો (15), અભ્યાસ (15), એવું (15), https (15), 2014 (14), બન્ને (14), આપી (14), એવી (14), બીજા (14), વર્ષ (14), આવી (14), રહે (14), કેમ (14), episode (14), આપે (14), 2025 (13), કારણ (13), વર્ષની (13), થશે (13), પાણી (13), સામે (13), પેદા (13), webgurjaari (12), થયું (12), કારણે (12), આથી (12), ઘાત (12), મોટા (12), શરીરમાં (12), પ્રયોગ (12), હોમો (12), શરૂ (11), like (11), નામ (11), મારી (11), uncategorized (11), ગ્રહ (11), નક્કી (11), એમની (11), હશે (11), આમાં (11), એમનું (11), સંશોધકોએ (11), વેબગુર્જરી (10), દીપક (10), tags (10), categories (10), posted (10), author (10), loading (10), અર્થ (10), કહ્યું (10), ગયો (10), ગયા (10), પ્રમાણે (10), બાજુ (10), અથવા (10), શકાય (10), સંશોધક (10), પ્રોટીન (10), કરો (9), com (9), indian (9), ગણિતમાં (9), એનું (9), પોતાના (9), આવ્યું (9), મળી (9), તેમ (9), નવા (9), કંઈ (9), ઉપર (9), જરૂર (9), વૈજ્ઞાનિકો (9), ખંજવાળ (9), તમે (9), ટકા (9), થતી (9), કૅન્સર (9), મીઠું (9), martyrs (8), freedom (8), struggle (8), ધોળકિયા (8), ગાઉસે (8), આજે (8), હોવાનું (8), ઉંમરે (8), પ્રકાશિત (8), બધા (8), જરૂરી (8), છીએ (8), ત્રણ (8), મગજ (8), પહેલી (8), જેવું (8), વૈજ્ઞાનિકોએ (8), ન્યૂરોન (8), શું (8), વ્યવસ્થા (8), કરવાની (8), જાણવા (8), વિટામિન (8), પ્રોફેસર (8), ચશ્માં (8), ડાએટ (8), આપણી (8), નવી (7), and (7), દ્વારા (7), પાસે (7), તેને (7), ગતિ (7), નંબર (7), જુદી (7), એટલું (7), કર્યું (7), બનાવે (7), આનો (7), પાંચ (7), આગળ (7), કરવી (7), આવ્યો (7), ઓછું (7), કાર્લ (7), માં (7), જીવન (7), ઘણી (7), હજી (7), નામના (7), હોઈએ (7), લાગે (7), બનાવી (7), મળતા (7), વિશે (7), સૌથી (7), સેલ (7), પ્લાસ્ટિક (7), ખાય (7), બારી (6), જેને (6), સંકેતો (6), જેમ (6), નાક (6), રહ્યા (6), બંધ (6), શક્યતા (6), પરિણામ (6), જશે (6), જવાબ (6), ત્યાં (6), લાગુ (6), વગેરે (6), બરાબર (6), અમુક (6), ઉદાહરણમાં (6), રહેશે (6), મદદ (6), આવા (6), મુખ્ય (6), દરેક (6), બધી (6), એવા (6), કરવામાં (6), ભારે (6), યુનિવર્સિટી (6), ટીમે (6), હાથ (6), કાઢી (6), તેના (6), ઇલાજ (6), લોકોને (6), goo (6), ગંધ (6), ખાસ (6), બીટા (6), તેવી (6), ગ્રામ (6), કરશે (6), બહાર (6), ભાગ (6), કોશો (6), જ્યાં (6), ઉત્પાદન (6), www (6), પરથી (6), બાળકો (6), યુગ (6), ઓજારો (6), માતાપિતા (6), શોધો (5), email (5), લેખ (5), પોતાનું (5), ગાઉસની (5), સીરીઝ (5), જગ્યાએ (5), નહોતું (5), વર્ષે (5), સમય (5), બદલે (5), રહી (5), તેમાં (5), શોધી (5), લીધી (5), ભૂમિતિ (5), ઘણા (5), સમજી (5), હજાર (5), ગાઉસને (5), અનંત (5), હતાં (5), દેખાડ્યું (5), જમણી (5), આના (5), તમને (5), થયા (5), લીધા (5), મોટી (5), રશિયન (5), તરફ (5), સામાન્ય (5), ધ્યાન (5), એમનો (5), સ્થિતિ (5), દુનિયામાં (5), હુમલા (5), જોયું (5), મળ્યા (5), વધી (5), વેદના (5), પ્રતિભાવ (5), પાછા (5), પ્રતિક્રિયા (5), તપાસ (5), દેશમાં (5), ફેસબુક (5), પડી (5), કેટલો (5), જેમાં (5), વિચાર (5), મચ્છર (5), થયેલા (5), નજીક (5), થતો (5), hsp90 (5), શુક્રાણુમાં (5), પ્રકારના (5), જુદા (5), ટીમના (5), leave (5), comment (5), કદાચ (5), જીવ (5), ટર્પિન (5), બૅક્ટેરિયા (5), ફેરફાર (5), ભાગો (5), સિસ્ટમ (5), સોડા (5), સોલર (5), ક્ષમતા (5), this (4), wordpress (4), ટિપ્પણીઓ (4), other (4), blog (4), blocked (4), spam (4), address (4), adventurous (4), subhashbabu (4), સંદેશ (4), પેજ (4), mathematicians (4), carl (4), friedrich (4), gauss (4), શક્યા (4), કિલોમીટર (4), દૂર (4), તેની (4), મળ્યો (4), નિરીક્ષણ (4), દીધી (4), સાત (4), માથું (4), જોઈ (4), ગાઉસના (4), વર્ષમાં (4), પોતાની (4), એણે (4), જાહેર (4), યૂક્લિડની (4), પૃથ્વીના (4), સમાંતર (4), રેખાઓ (4), તેનો (4), કરવાથી (4), સર્વસામાન્ય (4), શરતો (4), સાબિતી (4), જરા (4), શીખતા (4), વળી (4), સંબંધ (4), ભાષા (4), છતાં (4), ભાષાઓ (4), લાગ્યા (4), ખરેખર (4), લાંબા (4), કંઈક (4), આવાં (4), સ્લેટ (4), મૂકી (4), જોખમ (4), છપાયો (4), ઘણાં (4), સમાચાર (4), પહેલાંના (4), ઉપરના (4), પદાર્થ (4), તરત (4), મગજમાં (4), સંકેત (4), સંશોધન (4), લેખક (4), ખબર (4), હેલ્થ (4), રીસર્ચ (4), પ્રમાણ (4), જણાયું (4), સતત (4), માણસના (4), ઘ્રાણ (4), કાઢ્યું (4), લાભ (4), ચકલીને (4), ફરી (4), વાર્તા (4), સંતાન (4), દવાઓ (4), ધીમે (4), આમાંથી (4), નેતા (4), લાખ (4), આયર્ન (4), સૂક્ષ્મ (4), ફૂગ (4), ૦૦૦ (4), દેખાય (4), લેન્સ (4), જાઓ (4), બીજાં (4), જાગ્રતાવસ્થાથી (4), માણસ (4), પ્રક્રિયા (4), લોકો (4), પીતા (4), બીજો (4), લેતા (4), યાદશક્તિ (4), ગ્લુકોઝ (4), કદના (4), શકશે (4), પ્લાસ્ટિકની (4), કાં (4), ઇમ્યૂન (4), શારીરિક (4), ઑક્સીજન (4), સ્તનના (4), ભાગે (4), વાયરસ (4), મિનિટ (4), તાલીમ (4), મેઘાલયન (4), ઇરેક્ટસ (4), પ્રોબ (4), ગામો (4), ટિપ્પણી (3), રહ્યું (3), join (3), 180 (3), subscribers (3), પસંદ (3), ગુરુ (3), મંગળ (3), સંગ્રહ (3), india (3), history (3), આવો (3), ગણિતના (3), સૈદ્ધાંતિક (3), નહોતો (3), મિત્ર (3), મશીન (3), મળતાં (3), તસવીર (3), કરવાનું (3), માનવામાં (3), મોટો (3), શોધવામાં (3), હોત (3), જગ્યા (3), આપવામાં (3), જેવા (3), આપ્યું (3), લાગ્યું (3), ૧૯મી (3), દેખાતી (3), પહેલા (3), દીધું (3), પૂરી (3), કરવા (3), બોયાઈને (3), કરતો (3), એનાં (3), સપાટી (3), ભૂમિતિમાં (3), લાગી (3), કહેવાય (3), ત્રીજી (3), ઓછા (3), સરવાળો (3), સૂત્ર (3), આપણને (3), શ્રેણી (3), સમજાઈ (3), દ્વિપદી (3), સમીકરણો (3), ન્યૂટન (3), પડતી (3), માન્યું (3), શ્રેણીને (3), સઘન (3), રૂપ (3), ફેરવી (3), ખ્યાલ (3), પૂર્ણાંક (3), ઘાતાંક (3), દાખલા (3), ચાલે (3), ગુણક (3), પ્રમાણમાં (3), વયે (3), મનમાં (3), જોવાની (3), માટેનું (3), આખી (3), વિના (3), મિત્રો (3), ફ્રેડરિક (3), ચાલુ (3), ઉંમર (3), કહી (3), શકીએ (3), થયાં (3), બટનરે (3), પૂરું (3), કરવું (3), આવતાં (3), જોઈને (3), કર્યા (3), સમાવેશ (3), જોરદાર (3), આઉલ (3), પક્ષીઓ (3), હુમલો (3), કેટલી (3), એમનાં (3), યૉર્ક (3), સ્ટેટિક (3), ફ્રિક્શન (3), ફૉલ્ટ (3), સ્થિર (3), ઊર્જા (3), નુકસાન (3), પીડા (3), દબાવી (3), ચિત્રમાં (3), સક્રિય (3), નાખ્યા (3), ઓછી (3), અંકમાં (3), the (3), સેંટર (3), ઇંસ્ટીટ્યૂટ (3), સંશોધકોની (3), તારણ (3), સમસ્યા (3), અભ્યાસમાં (3), ફેસબુકનો (3), અમેરિકાની (3), માહિતી (3), છેઃ (3), થવાની (3), થોડી (3), તમારાં (3), રાખે (3), મચ્છરને (3), કેન્દ્ર (3), ફોટામાં (3), માદાના (3), માણસને (3), ટેકનોલૉજી (3), ચકલી (3), બખોલ (3), ભરી (3), ચકી (3), લાવે (3), દાણો (3), પ્રોજેસ્ટેરોનની (3), અંડ (3), ભાગમાં (3), જ્યારે (3), પૂંછડી (3), મળેલી (3), રાસાયણિક (3), અલગ (3), શક્ય (3), રંગ (3), ક્યાંથી (3), જૈવિક (3), વર્તે (3), રિપોર્ટ (3), અવસ્થામાં (3), શકો (3), વખતે (3), માદક (3), દેખાડે (3), બ્રેન (3), ઇમેજિંગ (3), એમાંથી (3), નિયમિત (3), દિવસમાં (3), મીઠાં (3), દરરોજ (3), લિવર (3), પરિણામે (3), લગભગ (3), સ્ટેમ (3), કોશ (3), વિકાસ (3), માટેના (3), ફોટો (3), પ્રકાશ (3), ઉત્સુકતા (3), ઉમેરી (3), માનવ (3), સફળતા (3), મેળવી (3), ટીબીના (3), બેર્જેનિન (3), શક્તિ (3), નાબૂદ (3), ઘટી (3), સ્પેસ (3), પુરુષ (3), ગાંઠો (3), બાકી (3), પિંડો (3), હાલમાં (3), ઍસેમ્બ્લી (3), કોડ (3), ખોખું (3), દિશામાં (3), હેપૅટાઇટિસ (3), યોગાસન (3), લડો (3), મચ્છરો (3), પ્રકાશમાં (3), શિથિલ (3), માન્યતા (3), 00૦ (3), ગેમની (3), news (3), ત્રીજો (3), હૉલોસીન (3), સારાં (3), પથ્થર (3), પાર્કર (3), સૂરજની (3), બાળક (3), હૃદયની (3), બીમારીઓ (3), શહેરોમાં (3), site (2), with (2), required (2), view (2), content (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), have (2), 110 (2), 373 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), about (2), for (2), enter (2), your (2), new (2), પોસ્ટ (2), johann (2), શ્રી (2), ટકી (2), વિલ્હેલ્મ (2), બાજુથી (2), લૅબોરેટરીમાં (2), શકતા (2), દિશા (2), બન્નેએ (2), એકલો (2), ઝૂમખું (2), ભ્રમણકક્ષા (2), પ્યાત્સી (2), દેખાયો (2), બેલ (2), સીરીઝની (2), લગાડી (2), દીધો (2), મુક્ત (2), દેવી (2), ભારતીય (2), દેખાડી (2), ફિલોસોફરો (2), હોઈ (2), સ્થાપિત (2), શરૂઆતના (2), દિવસો (2), જીવનમાં (2), કાઢ્યો (2), થવાનું (2), દિવસે (2), સત્તર (2), વિભાવના (2), ઉકેલ (2), થિયરી (2), અયૂક્લિડીય (2), ફરીથી (2), મળતો (2), પુત્ર (2), સંશોધનો (2), પુત્રની (2), વખાણ (2), કરવાનો (2), હું (2), ભૂમિતિના (2), વિવાદ (2), સમજાવી (2), પહોંચતાં (2), જતી (2), યૂક્લિડીય (2), કેવી (2), ખૂણા (2), બને (2), ૧૮૦ (2), ડિગ્રી (2), xનું (2), મૂલ્ય (2), વિચિત્ર (2), પાડવી (2), ચૌદમી (2), સદીથી (2), વપરાતાં (2), લાઇબ્નીસ (2), લૅગ્રાન્જ (2), મૅક્લૉરિન (2), ટેલર (2), આપવાનું (2), કન્વર્જ (2), ગાણિતિક (2), વિશ્લેષણ (2), પ્રથમ (2), ગણિતનું (2), નાખ્યું (2), બનશે (2), ડાબી (2), integer (2), લીધો (2), મૂકીએ (2), આપણું (2), 2ab (2), નવું (2), જાણીએ (2), લેવું (2), આની (2), લખવાનું (2), સુંદર (2), પૅટર્ન (2), એનાથી (2), સંખ્યા (2), ત્રીજા (2), ઘટતી (2), વધતી (2), પદના (2), સરખા (2), હંમેશાં (2), જાળવી (2), રાખવા (2), અખતરો (2), જૂઓ (2), મળશે (2), ગાઉસનું (2), પ્રદાન (2), સમજવા (2), યાદ (2), તમારા (2), ધારી (2), કૅરોલાઇન (2), જોર (2), વધ્યું (2), કૉલેજ (2), વધવું (2), કહેતા (2), યુવાન (2), કોઈની (2), વૈજ્ઞાનિક (2), બોલે (2), બાર્ટેલ્સ (2), બ્રુન્સવિકના (2), કેટલાક (2), આપવાની (2), મદદનીશ (2), શિક્ષક (2), વર્ષનો (2), મળીને (2), યોહાન (2), સાથી (2), બન્નેના (2), કાર્લની (2), બટનરને (2), વિદ્યાર્થીઓને (2), આપવા (2), બટનર (2), સવાલ (2), દાખલો (2), ટેબલ (2), આટલો (2), લાંબો (2), પડશે (2), ગયું (2), પ્રતિભા (2), ચોપડીઓ (2), વાંચી (2), જન્મ (2), માળી (2), માંડ (2), બનવા (2), પરવા (2), સારી (2), વિકસાવી (2), મામાને (2), માતા (2), ગણિતની (2), કરવો (2), એવો (2), બરોઇંગ (2), સરખામણીમાં (2), પિગ્મી (2), પક્ષીઓને (2), દેખાયું (2), નરપુંગવો (2), એકઠી (2), માદા (2), તેનું (2), નાનાં (2), બનતું (2), humming (2), નાની (2), ચકલીઓ (2), અવલોકન (2), દક્ષિણ (2), ગોઠવી (2), owl (2), ગુજરાતી (2), ન્યૂ (2), સામયિક (2), વધે (2), વખત (2), પ્લેટ (2), એટલી (2), રૂપે (2), વખતથી (2), પદાર્થો (2), ઘટનાનો (2), ક્યાં (2), જાણી (2), શકાયું (2), જુદાં (2), ઓળખી (2), ખંજવાળને (2), થવા (2), ખંજવાળની (2), ઇચ્છા (2), મહત્ત્વનું (2), લોકોમાં (2), કૉલેસ્ટેરોલ (2), ઊતરી (2), આનંદ (2), ડૉક્ટર (2), કૅનેડાની (2), ટૂંકમાં (2), પહોંચ્યા (2), હાર્ટ (2), રોગ (2), જવાબદાર (2), કૅનેડામાં (2), માનસિક (2), ખરાબ (2), પાછળ (2), કાર (2), નજર (2), રાખી (2), લાગણી (2), દારુ (2), સિગરેટ (2), મગજની (2), વ્યવસ્થામાં (2), લેવામાં (2), વ્યવસ્થાઓ (2), બેઠાં (2), આનું (2), ખોટી (2), journal (2), university (2), સ્ટેટ (2), કેન્દ્રો (2), ઍસિડ (2), વાસ (2), જેવી (2), પહોંચે (2), જાતની (2), છોડી (2), બીજું (2), શરીરમાંથી (2), nature (2), પાતળા (2), પહોંચાડે (2), કાન (2), નજીકમાં (2), શરીરની (2), લોહી (2), પ્રજનન (2), ઈંડાં (2), મૂકે (2), નાકમાં (2), શકાશે (2), મહંમદ (2), પેઢીને (2), અપાયું (2), નામની (2), સંસ્થા (2), ૨૦૧૦થી (2), માર્ચે (2), વિશ્વ (2), દિન (2), મનાવે (2), કહેવું (2), જેવાં (2), બનાવીને (2), ઝાડ (2), પાણીનું (2), શહેરોમાંથી (2), ચોખાનો (2), પુરુષની (2), થતું (2), પ્રોટીનને (2), નિષ્ક્રિય (2), હૉર્મોન (2), દેખાઈ (2), વૃષાલી (2), સાગરે (2), પાટિલ (2), ડોલતો (2), અલ્ફા (2), વચ્ચેના (2), ઇંડિયન (2), નૅશનલ (2), પુરુષના (2), અંદર (2), પ્રાપ્ત (2), જરાક (2), ગોળીઓ (2), હાડકાં (2), દરમિયાન (2), અમેરિકાના (2), પાસેથી (2), હોવા (2), નૅનોગ્રામ (2), ઉણપ (2), લોહીમાં (2), આપવાથી (2), દેવામાં (2), બન્યું (2), સાબીત (2), પાઇરાઇટના (2), ધારણા (2), ઊભી (2), લેશે (2), શરીરના (2), fool (2), પાઇરાઇટ્સ (2), મૂળ (2), આખો (2), જીવો (2), નવાઈ (2), ટર્પિનમાં (2), વાતચીત (2), પર્યાવરણ (2), સંવાદ (2), ભાષામાં (2), થૅચર (2), નામનું (2), lyra (2), ઉપરાંત (2), બીજે (2), આંખના (2), ઝડપ (2), ઝડપે (2), માસ્ત્રાન્જેલો (2), હમણાં (2), બનાવ્યાં (2), ઇલેક્ટ્રિકલ (2), કમ્પ્યુટર (2), સંબંધી (2), એવાં (2), ગયાં (2), નીકળી (2), ઔષધોનો (2), અવસ્થા (2), તેનાથી (2), સ્તર (2), સંશોધકોને (2), પ્રભાવ (2), ફૉર (2), તેવાં (2), નીચે (2), સ્થિતિમાં (2), આંક (2), lsd (2), આપ્યા (2), જાગ્રતાવસ્થાની (2), સ્તરના (2), સ્ટ્રોક (2), રાખવામાં (2), આવ્યા (2), સોડાને (2), ડિમેન્શિયા (2), જાણીતી (2), અભ્યાસલેખ (2), પીણાં (2), થતાં (2), લગતી (2), હિપોકૅમ્પસ (2), ગાળાની (2), આધારિત (2), બનાવેલાં (2), હૃદય (2), નાં (2), ઉંદર (2), લિવરના (2), શ્વેતકણો (2), માગતા (2), જમા (2), માને (2), આહાર (2), અવરોધ (2), રક્ષણ (2), વાડ (2), થઈને (2), ચીભડાં (2), ગળે (2), શરીરનો (2), જીન્સ (2), સંખ્યામાં (2), કૅન્સરને (2), tp53 (2), હાથી (2), છેક (2), ઉંદરને (2), સફળ (2), વધીને (2), ભલે (2), નજીકના (2), કાર્ટિલેજ (2), જતાં (2), લઈને (2), મદદથી (2), થેલીમાં (2), ઈયળ (2), ઈયળને (2), નાખી (2), એન્ઝાઇમ (2), કચરો (2), પ્રજાતિ (2), મઝા (2), કરાય (2), નાશ (2), થેલીઓ (2), વપરાય (2), કુદરતી (2), જલદી (2), જાંબુમાંથી (2), cells (2), જાંબુમાં (2), સિન્થેસાઇઝર (2), સારું (2), વીડિયો (2), એજન્ટે (2), જાતે (2), રસ્તો (2), પાડી (2), નહોતી (2), ઉત્સુકતાનું (2), ગેમ્સ (2), આકૃતિમાં (2), આર્ટીફિશિયલ (2), ઇન્ટેલિજન્સ (2), બેક્ટેરિયાને (2), શાલ (2), સામનો (2), સંયોજન (2), વૃક્ષ (2), નાખવાની (2), અવકાશયાત્રીઓની (2), અવકાશયાત્રાએથી (2), સાઇક્લિંગની (2), એક્સરસાઇઝ (2), શરીર (2), ઓછો (2), શોષાય (2), અવકાશયાત્રીઓ (2), ઇંટરનૅશનલ (2), સ્ત્રી (2), રહેવાની (2), શસ્ત્રક્રિયાની (2), સર્જરી (2), ગાંઠ (2), આસપાસ (2), કાઢવામાં (2), શસ્ત્રક્રિયા (2), કૅન્સરમાં (2), કૅપ્લર (2), ૪૦૩૪ (2), ઉમેદવાર (2), તારીખે (2), સોજો (2), વાયરસના (2), ચેપી (2), જોડાય (2), ચેન (2), પૅડલ (2), કટોકટીની (2), સ્ટ્રેસ (2), બીમારી (2), વ્યાયામ (2), વહેંચી (2), આપ્યો (2), કલાકે (2), આપો (2), કરડવાની (2), ઍનોફિલિસ (2), sciencedaily (2), releases (2), htm (2), org (2), પ્રાણીઓને (2), પાણીના (2), પ્રાણીઓ (2), પાણીની (2), અણુ (2), માદાઓને (2), તૂટવાની (2), પ્રક્રિયાનો (2), brain (2), ગેમમાં (2), સંસ્થાએ (2), હરિયાણામાં (2), આયુર્વૈદિક (2), ઔષધિઓમાં (2), શિવલિંગી (2), ધાતુ (2), કવચ (2), સરેરાશ (2), what (2), meghalayan (2), age (2), phase (2), earths (2), named (2), after (2), state (2), latest (2), અંત (2), સ્તંભ (2), ૪૨૦૦ (2), નૉર્થગ્રિપિયન (2), ૭૦૦ (2), મેઘાલય (2), શરૂઆત (2), મહેનત (2), મળ્યાં (2), ઇરેક્ટસે (2), પડ્યું (2), સેપિઅન્સથી (2), ચિત્ર (2), ખોપરી (2), 000 (2), પહોંચ્યું (2), પહોંચશે (2), અઠવાડિયાંમાં (2), સૂરજને (2), ઉપગ્રહ (2), રૉકેટ (2), આજથી (2), સૂર્ય (2), સર્વે (2), મમ્મી (2), અરે (2), તારી (2), મીઠાનો (2), ભોજનમાં (2), મીઠાના (2), ગ્રામથી (2), દેશોમાં (2), હૃદયને (2), આપજો (2), design, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, લોગ, સાઇન, ગોપનીયતા, already, account, log, now, sign, create, free, website, hits, stats, મહિનો, full, profile, bgbs03131, રવિ, શનિ, બુધ, સોમ, 2026, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, પાનાંઓ, 469, subjects, slavery, 139, વિભાગ, જોડાઈ, જાવ, subscribe, receive, notifications, posts, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, આગળનું, પૃષ્ઠ, ક્રમાંકન, મુરજીભાઈ, ગડાએ, સૂચવેલ, સુધારા, મુજબ, ફકરો, સુધારીને, મૂક્યો, ૧૮૫૫માં, ગણિતશાસ્ત્રીઓના, પ્રિન્સ, આજના, સમ્રાટનું, અવસાન, રહેલું, સામ્રાજ્ય, સ્થાપી, મશીનો, ટેકનોલૉજીમાં, વેબરે, સૅમ્યુઅલ, મોર્સથી, ૧૮૩૩માં, પહેલું, ઇલેક્ટ્રોમૅગ્નેટિક, ટેલિગ્રાફ, બનાવ્યું, ત્રણેક, ગોટિન્જેન, યુનિવર્સિટીમાં, વેબરની, ગોઠવેલું, મારફતે, વેબર, સંદેશાઓની, મિનિટના, શબ્દોની, ઝડપથી, સંદેશા, મોકલી, મશીનમાં, સ્થળને, જોડતો, તાર, ગૅલ્વેનોમીટર, વીજળીક, પ્રવાહ, સોય, હાલતી, વીજપ્રવાહની, બદલાવવા, કમ્યૂટેટર, બનાવેલા, તારનું, પૅલાસ, વેસ્તા, જૂનો, મુશ્કેલ, શકતું, ભ્રમણકક્ષાની, ગણતરી, ગ્રહનું, સન્માન, મળતું, વામણો, dwarf, planet, ઉલ્કાઓનું, એવડો, કેન્દ્રગામી, બળને, ગ્રહની, ગોળ, પોતાનો, કિંમતી, બગાડ્યો, પ્રકાશન, યોગ્ય, ઘણું, જેના, ન્યૂટને, ગણિતજ્ઞોને, ખગોળપિંડોની, જાણવાનો, ચસ્કો, તેમાંથી, સમરૂપ, લક્ષ્મીની, કૃષિ, રોમની, ફિલોસોફીને, હેગલ, માનતા, વિષયમાં, સમજતા, મારતા, કપાવતા, તેવો, બનાવ, ફિલોસોફરોને, સિદ્ધાંત, અનુરૂપ, ઘટનાઓ, બનવી, ખોજે, ખગોળવિજ્ઞાનને, ceres, હિલચાલ, ધૂમકેતુ, હોવો, giuseppe, piyazee, સદીની, મહત્ત્વના, ૧૭૮૧માં, વિલિયમ, હર્શલે, યુરેનસનો, સાતમો, અંતરિક્ષનું, યુરેનસ, હોવાની, સદીના, જ્યૂસેપ્પે, ખગોળવિજ્ઞાન, ક્વાડ્રૅટિક, રેસિપ્રોસિટી, હાયર, મૅથેમૅટિક્સમાં, પછીના, થિયરીમાં, પુરોગામીઓને, પરિણામોથી, સંતોષ, તેમનું, મોર્ટમ, quadratic, reciprocity, દેન, ઉંંમર, ઘડી, પોતાને, સંતુષ્ટ, શોધીને, એકસાથે, પ્રોજેક્ટો, પ્રોજેક્ટને, મઠારવાનો, બાળગોઠિયા, ફરકસ, બોયાઈનો, સિદ્ધિથી, ખુશ, ટીકા, મારાં, પોતાનાં, કરું, છું, કહેવાનો, સમજાયો, મૃત્યુ, ડાયરીઓએ, રહસ્ય, પ્રગટ, ખરા, શોધક, પરિમાણવાળી, વક્રાકાર, સપાટીની, ગોળા, રેખાંશ, દોરીએ, વિષુવવૃત્ત, ડિગ્રીનો, ખૂણો, ધુવ, બીજગણિત, ખામીઓ, દેખાવા, અણસાર, આધારમાંથી, parellal, postulate, રેખાઓને, રેખા, કાપતી, સરવાળે, જઈને, એકબીજીથી, ચાલી, ડિગ્રીના, શંકા, કદી, બાજુની, અંતહીન, અંતયુક્ત, બનાવવી, પાળવી, positive, 100, negative, અપૂર્ણાંક, fraction, વધીએ, લઈએ, aને, bને, બનાવવું, બનાવાય, ઘાતાંકનું, પ્રતીક, લખશું, લાંબું, પદની, ચાર, દરેકમાં, સરખાં, ગુણકવાળાં, પદોમાં, છેલ્લા, ઘાતની, વચલા, ગુણકને, 5નો, વધારતા, જઈએ, પદોની, જગ્યાએથી, સમતોલપણું, એટલા, શરતોની, 4ab, 3ab, અજોડ, આઠમા, ધોરણના, ક્લાસરૂમને, મનાભાસાહેબ, દાણીસાહેબ, જોબનપુત્રા, સાહેબ, શીખવે, બોર્ડ, લખ્યું, કૉલેજમાં, દાખલ, ભાષાશાસ્ત્રમાં, પડવા, માંડ્યો, ભાગનાં, પુસ્તકો, લેટિનમાં, લખ્યાં, ત્યાર, યુરોપમાં, રાષ્ટ્રવાદનું, જર્મનમાં, ૧૭૯૫માં, છોડવાનો, ગડમથલ, ચાલતી, ભાષાઓમાં, છોડતાં, ન્યૂનતમ, વર્ગો, least, squares, આકર્ષણ, જિંદગી, કસવાની, કસરત, શીખવાથી, શીખવાનું, શીખી, રશિયનમાં, પત્રવ્યવહાર, ગોટિન્જેનમાં, મળવા, આવનારા, શુદ્ધ, સંસ્કૃત, શીખવાનો, પ્રયત્ન, ગમી, આગળપડતા, લોકોના, સંપર્કમાં, પૈસાદાર, માણસો, પ્રતિભાને, પિછાણે, ૧૭૯૧માં, ડ્યૂક, ડ્યૂકે, નાણાકીય, તૈયારી, મૅટ્રિકની, પરીક્ષા, પાસ, બટનરનો, છોકરડો, નાના, આકર્ષાયો, કોયડા, બનાવવા, ઉકેલવા, માર્ટિન, જીવનભરના, પ્રયાસોમાંથી, ગણિતશાસ્ત્રી, તરીકેની, કારકિર્દીના, અંકુરો, ફૂટ્યા, નિશાળે, બેસાડ્યો, રહ્યાં, નિશાળમાં, ઘટના, ક્ષિતિજમાં, સૂર્યનાં, દર્શન, છોકરાઓ, અંકગણિત, શોખ, સવાલો, ફૉર્મ્યૂલા, આવડતી, ગોથાં, ખાતા, ફૉર્મ્યૂલાથી, વારમાં, ઉકેલી, જાતનો, આપ્યોઃ, ૮૧૨૯૭, ૮૧૪૯૫, ૮૧૬૯૩, ૧૦૦૮૯૯, પદમાં, ૧૯૮, ઉમેરો, પછીનું, ૧૦૦, પદોનો, છોકરો, ઊલટી, લખાવવાનું, ક્ષણે, ઊઠ્યો, બટનરસાહેબ, હસતા, છોકરાએ, કોરી, છોકરાઓના, જોયા, છેલ્લે, આંકડો, લખ્યો, સાવ, સાચો, પ્રભાવિત, કબૂલ, છોકરામાં, અનોખી, કઠોરતા, ઓગળી, માંડ્યું, પૈસાથી, ખરીદી, વરસનો, હાથમાં, ગ્રહણશક્તિ, તર્કશક્તિ, શકું, ભણાવી, છોકરાને, જન્મદત્ત, અત્યંત, ગરીબ, પરિવારમાં, દાદા, બ્રુન્સવિક, જર્મની, પેટિયું, રળતા, પિતાએ, ૧૭૭૭માં, કાર્લના, પિતા, સિવાય, કશું, પિતાનું, ચાલ્યું, નાનો, કુમળી, બાગાયતમાં, ભણવા, આતુરા, બાળકે, પિતાના, કઠોર, હાથના, મારની, મોસાળમાં, ગરીબાઈ, મામા, વણકર, વણકરી, ગુજરાન, કલા, ભાણેજમાં, ચમક, ભણાવવો, બહેનને, ડોરોથિયાએ, શિક્ષણ, પ્રત્યે, પતિના, અણગમાની, વરસની, બુદ્ધિશક્તિનો, પરિચય, ચૂક્યો, વિશ્વાસ, ભણશે, કમાશે, કદીયે, ભૂલી, bell, આર્કિમિડીઝ, સીમાસ્તંભો, આર્કિમિડીઝને, ન્યૂટનને, ગણિતનો, વ્યવહારમાં, વ્યાવહારિક, ગણિત, ગૉસને, prince, પક્ષીઓની, પ્રજાતિઓએ, રિપોર્ટમાં, ૧૯નો, કરેલો, માદાનો, ભેદ, નજરે, ચડે, આઉલની, પપ્રતિકૃતિ, સાવચેતીથી, કોના, માદાઓ, તેજ, જતા, બચાવવા, કુટુંબ, વસાવવા, આદર્શ, સાથીને, શોધતા, મારવામાં, ભાવે, પ્રતિકૃતિઓની, આઅસપાસ, થયેલી, ભીડ, કયો, જોશથી, ટોળામાં, નરના, હુમલાની, તીવ્રતા, એકઠાં, શિકારી, પક્ષીને, એકલું, ત્રાટકે, આને, dive, bombing, સરખાવી, યુદ્ધમાં, વિમાન, સીધું, નિશાન, ખાબકે, bird, આંગળીના, કદની, હિંમત, આક્રમણ, આક્રમણના, અવસરનો, પ્રેમિકાઓને, આકર્ષવા, સ્વિટ્ઝર્લૅંડની, ઝ્યૂરિખ, બ્રાઝિલની, ફેડરલ, યુનિવર્સિટીની, સંયુક્ત, ઘટનાઓનું, બ્રાઝિલના, પૂર્વના, વગડામાં, જાતનાં, ઘુવડની, પ્રતિકૃતિઓ, ઘુવડો, અમેરિકામાં, burrowing, pygmy, નામો, birdનું, અભ્યાસપત્ર, behavioral, ecology, sociobiology, હાઇડલબર્ગ, રસપ્રદ, સ્પ્રિંગરના, બૈરાંને, શૂરાતન, ચડ્યું, ગ્રુપને, કાર્યમાં, ૧૦ની, ૧૦ગણો, ખસાવવા, બમણું, વાપરવું, નિયમ, મોટાં, ક્ષેત્રોમાં, નૅનો, સ્કેલ, ધારો, ટેક્ટૉન, સરક્યા, ફૉલ્ટમાં, દબાણ, ઊભું, ટેક્ટૉનિક, સરકવા, માંડે, આંચકાના, છૂટી, અવરોધને, ઘર્ષણ, static, friction, શાંત, વધતું, પ્રબળ, એકબીજા, સંસર્ગમાં, ખસેડવા, બળની, પેન્સિલવેનિયા, ધરતીકંપને, ageing, ઓળખાતી, એજિંગની, ધરતીકંપ, આગાહી, ક્યારે, ભયાનક, પ્રકિયા, ધરતીકંપની, સંવેદનો, એકબીજાં, સંકળાયેલાં, drg, સંવેદનોને, કાઢે, બેયનો, જુદો, પેશીને, હટવાનો, ગરમ, વસ્તુને, અડકી, પાછો, ખેંચી, વેદનાનું, તમારો, સખત, દાઝી, ચામડીને, ખોતરવાનો, વેદનાને, સાથેના, ખંજવાળના, સંવેદનના, વાહક, દેખાડ્યા, માણસની, આકૃતિ, તીવ્રતાથી, હળવી, કરોડરજ્જુના, જોડાઈને, માર્ગદર્શન, કરનારા, કરોડરજ્જુમાં, ઉંદરમાં, સંવેદના, વેદનાનો, આગોતરો, neuron, vol, issue, ૨૨મી, ફેબ્રુઆરીના, leaky, gate, model, intensity, dependent, coding, pain, itch, spinal, cord, અકળાવતો, ચર્ચેલો, દરવાજો, વહી, જતું, રાખીએ, આશા, આવશે, જાગૃતિ, અમારા, લેખના, જ્યૉર્જ, થાનાસોલિસ, વારસાગત, પ્રયાસ, શોધવાના, ભાગના, લખશો, વંચાવીને, મિત્રને, જાણવું, કેનેડામાં, મૅક્, ગિલ, હસ્તકની, muhc, લાઇપોપ્રૉટીન, ઓળખાતા, કૉલેસ્ટેરોલનો, ગયેલું, ૧૪માંથી, ઍટેક, ધમનીના, ૭માંથી, કૉલેસ્ટેરોલની, હાલત, zh7fiw, oxkjnk, જવાને, સંયમથી, તેવા, વિદ્યાર્થીઓ, પરફૉર્મન્સ, ક્લાસમાં, ફેસનબુક, જોતા, ચલાવતાં, વાપરતા, નીકળ્યા, મોઢું, ફેસબુકમાં, ઘાલી, રાખતા, છોડીને, ઉત્તર, યુનિવર્સિટીમાંથી, ૩૪૧, મનો, કોણ, સેમેસ્ટરમાં, એમન્ને, વિદ્યાર્થીઓની, વર્તણૂક, તંત્ર, ઉશ્કેરાયેલું, રહેતું, વ્યવહારની, હટવું, હોતો, સહજ, બચાવલક્ષી, વર્તણૂકનો, કેટલાંયે, કામો, કરીએ, પીવાથી, ચિંતામાંથી, મુંઝવણ, વળે, કરાવે, નિર્ણય, વૉર, ચાલ્યા, ગાળાનાં, હિતોનું
Text of the page (random words):
ાવે છે અને એનો સંગ્રહ કરે છે ઇન્સ્યુલિન હૉર્મોન એને જાણ કરે છે કે ગ્લુકોઝ જમા રાખવો કે લોહીને આપવો હવે લિવરની અંદરના કોશો જ ઇન્સ્યુલિનનો આદેશ કાને ધરતા ન હોય તો લિવર તો ગ્લુકોઝ છોડ્યા જ કરશે એટલે ટૂંકમાં લિવરના શ્વેતકણો ઇન્સ્યુલિનનું કહ્યું ન માને અને તમારાં ભજિયાં પાતરાં કે છોલે ભટૂરેનું કહ્યું માને તો વાંક કોનો સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૨ સોડાવાળાં ડ્રિંક્સ મગજને નુકસાન કરે છે બોસ્ટન યુનિવર્સિટી તરફથી પ્રકાશિત થયેલા બે અભ્યાસલેખો દેખાડે છે કે આવાં ડ્રિંક્સની અસર મગજ પર અને આપણી યાદશક્તિ પર પડે છે બેમાંથી એક અભ્યાસલેખ તો માત્ર ડાએટ સોડા વિશેનો છે એનાં પરિણામ તો એમ દેખાડે છે કે દરરોજ જે લોકો ડાએટ સોડા ડાએટ કૉક પીતા હોય એમના પર તો ત્રણગણી ખરાબ અસર દેખાય છે boston university school of medicine med નાં ન્યૂરોલૉજીનાં પ્રોફેસર અને આ બન્ને અભ્યાસલેખોનાં માર્ગદર્શક લેખક સુધા શેષાદ્રી sudha seshadri કહે છે કે મીઠાં પીણાં લેવામાં કંઈ ફાયદો હોય એમ લાગતું નથી અને ખાંડને બદલે કોઈ સ્વીટનર વાપરવાથી પણ કંઈ ફરક પડતો નથી કદાચ પહેલાંના જમાનામાં પીતા તેમ સાદું પાણી જ લેવું જોઈએ બન્ને લેખોના મુખ્ય લેખક મૅથ્યૂ પેઇઝ કહે છે કે મીઠાં અથવા કૃત્રિમ રીતે મીઠાં બનાવેલાં પીણાંની હૃદય પરની અસર વિશે તો જાણીએ છીએ પણ મગજ ઉપર શું અસર થાય છે તેની ખબર નથી પડી આ પહેલાં ૧૯૪૦ ૫૦ના ફ્રૅમિંગહાઉસ હાર્ટ સ્ટડી fhs થયો હતો પહેલો લેખ alzheimer s dementia માં આ વર્ષની પાંચમી માર્ચે છપાયો એના માટે સંશોધકોએ fhsમાં ભાગ લેનારની ત્રીજી પેઢીના ૪૦ ૦૦ લોકોને લીધા અને એમાંથી સોડા ફળનો રસ નિયમિત લેતા હોય તેમને પસંદ કર્યા જે લોકો સૌથી વધારે આવાં પીણાં પીતા હતા એમનાં મગજ અકાળે વૃદ્ધ થતાં જણાયાં ઘટનાને લગતી યાદશક્તિ પણ નબળી હતી અને હિપોકૅમ્પસ સંકોચાયેલું હતું આપણી લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની યાદશક્તિ હિપોકૅમ્પસ પર આધારિત છે દિવસમાં એક વાર ડાએટ સોડાલેનારના મગજનું દળ પણ ઓછું હોવાનું જોવા મળ્યું બીજો અભ્યાસલેખ આ મહિનાની ૨૦મીએ stroke માં પ્રકાશિત થયો છે એમાં એમણે જે લોકોને સ્ટ્રોક આવ્યો હોય કે અલ્ઝાઇમર્સને કારણે સ્મૃતિભ્રંશ થયો હોય એવા લોકોને તપાસ્યા ૨ ૮૮૮ જણની ઉંમર ૪૫ ઉપર હતી અને ૧ ૪૮૪ની ઉંમર ૬૦ની ઉપર હતી દસ વર્ષ સુધી એમને અભ્યાસમાં રાખવામાં આવ્યા આમાં એમને જોવા મળ્યું કે ડાએટ સોડાને કારણે ડિમેન્શિયા થાય છે એવું તો જોવા ન મળ્યું પરંતુ જે લોકો રોજ એક વાર ડાએટ સોડા પીતા હતા એવા લોકોનું પ્રમાણ ત્રણગણું હતું આમ ડાએટ સોડા કારણ ન હોય પણ કંઈક સંબંધ છે ડાએટ સોડાને સ્ટ્રોક સાથે કંઈક સંબંધ છે એ તો જાણીતી વાત છે પણ ડિમેન્શિયા સાથે કંઈ સંબંધ હોય તેવી શક્યતા આ પહેલી વાર દેખાઈ છે સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૩ જાગ્રતાવસ્થાથી ઉપરના સ્તરની ચેતના આપણે જેને જાગ્રતાવસ્થા કહીએ છીએ તેનાથી પણ ઉપર ચેતનાનું કોઈ સ્તર છે સસેક્સ યુનિવર્સિટીના સંશોધકોને આનો પુરાવો મળ્યો છે પરંતુ એ અવસ્થા ખાસ સંયોગોમાં જ જોવા મળી છે ખાસ કરીને ભ્રાન્તિજનક માદક ઔષધ lsdના પ્રભાવ હેઠળ યુનિવર્સિટીના સૅક્લર સેન્ટર ફૉર કૉન્શ્યસનેસ સાયન્સના કો ડાયરેક્ટર પ્રોફેસર અનિલ શેઠ કહે છે તેમ આ અવલોકન દેખાડે છે કે મગજ સામાન્ય જાગ્રૂતિમાં જે રીતે વર્તે છે તેના કરતાં સાયકેડૅલિક ડ્રગ્સ ભ્રમણા પેદા કરે તેવાં ઔષધો ની અસર નીચે જુદી રીતે વર્તે છે દરેક અવસ્થામાં જ્ઞાનતંતુઓ જે સંકેતો મોકલે છે તે જુદા પડે છે આપણે સૂતા હોઈએ તેના કરતાં જાગતા હોઈએ તે સ્થિતિમાં સંકેતો વિવિધ પ્રકારના હોય છે આ સંક્તોને ગણિતની દૃષ્ટિએ આંક આપી શકાય છે એ રીતે lsd આપ્યા પછી સંકેતો માપતાં એ મગજમાં કોઈ પણ સ્થળે પહોંચતા જણાયા આમ એમનું વૈવિધ્ય સામાન્ય જાગ્રતવસ્થા કરતાં વધાએ ઊંચું જોવા મળ્યું હમણાં સુધી જે અભ્યાસ થયો છે તે જાગ્રતાવસ્થાની નીચેના સ્તરના એટલે કે બેહોશીની અવસ્થામાં કે માણસ સૂતો હોય તે વખતે જોવા મળતા સંકેતો હતા એટલે સંશોધકો આ તારણને જાગ્રતાવસ્થાથી ઉપરના સ્તરના સંકેત ગણે છે એમણે lsd આપ્યા પછી બ્રેન ઇમેજિંગ ટેકનૉલૉજીથી મગજનીચુંબકીય પ્રક્રિયાની તસવીરો લીધી તો આ ચિત્રમાં જોવા મળે છે તેવી લાલ રંગની અનિશ્ચિત રૂપની પ્રક્રિયા જોવા મળી પરંતુ એનો આંક જાગ્રતાવસ્થાની પ્રક્રિયા કરતાં ઊંચો હતો બીજા એક સંશોધક ડૉ મુત્તુકુમારસ્વામીએ કહ્યું કે બીજાં ત્રણ માદક ઔષધોનો પણ અખતરો કરતાં જાગ્રતાવસ્થાથી ઉપરના સંકેતો મળ્યા આથી આવી કોઈ અવસ્થા સર્જાય છે એટલું નક્કી થાય છે પરંતુ સંશોધકો સ્પષ્ટતા કરે છે કે જાગ્રતાવસ્થાથી ઉપરની ચેતનાવસ્થા વધારે સારી કે ઇચ્છવાયોગ્ય છે એવું નથી સાબીત થયું માત્ર માદક ઔષધોનો નિયંત્રિત રીતે ઉપયોગ કરવાની શક્યતા ઊભી થઈ છે સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૪ પ્રવાહી લેન્સવાળાં ઇલેક્ટ્રિક ચશ્માં બેતાળાં ન પહેર્યાં હોય તો વાંચી ન શકો મોબાઇલમાં નંબર ન દેખાય અને ભૂલથી બહાર પહેરીને નીકળી જાઓ તો દૂરનું ન દેખાય બાય ફોકલ હોય તો વાંચતી વખતે માથું નીચું કરવું પડે અને તરત કોઈ સાથે વાત કરવી હોય તો ચશ્માની ઉપરથી જોવું પડે પરંતુ હવે આવતાં થોડાં વર્ષોમાં એવાં ચશ્માં આવી જશે કે તમે એને જેમ ફાવે તેમ વાળી શકશો આવાં ચશ્માં બની ગયાં છે પણ હજી તો એ આદિમ અવસ્થામાં છે યૂટાહ યુનિવર્સિટીના ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એંજીનિયરિંગના પ્રોફેસર કાર્લોસ માસ્ત્રાન્જેલો અને એમના વિદ્યાર્થી નઝમુલ હસને આ ચશ્માં બનાવ્યાં છે optics express ના ૧૭મી જાન્યુઆરીના અંકમાં આનો રિપોર્ટ છપાયો છે આંખના લેન્સ જે રીતે વર્તે તેને ધ્યાનમાં રાખીને આ ચશ્માં બનાવ્યાં છે અને એમાં કેટલીયે ઇલેક્ટ્રિકલ મૅકેનિકલ અને કમ્પ્યુટર સંબંધી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે હમણાં તો જરાક નંબર બદલાઈ જાય એટલે વળી ભાગો ડૉક્ટર પાસે નવા નંબર કઢાવો દુકાને જાઓ ચશ્માં ખરીદો પણ આમાં એવું કંઈ નહીં એના લેન્સ ગ્લિસરીનના બનેલા છે અને એને લવચીક પાતળા બે પડ વચ્ચે ભર્યું છે ઇલેક્ટ્રોમેકેનિકલ સિસ્ટમ દ્વારા એને ફ્રેમમાં ગોઠવી દેવાય છે લેન્સ એક જ છે પણ એમાં જરૂર પ્રમાણે ફેરફાર કરી શકાય છે એટલે એ બે લેન્સનું કામ આપે છે આમાં બે વ્યવસ્થા છેઃ એક તો ડૉક્ટરે તમને આપેલો નંબર એ એક ઍપ દ્વારા એમાં નાખવાનો હોય છે તે પછી એમાં અંતર પ્રમાણે ફેરફાર કરવાની વ્યવસ્થા પણ છે તે ઉપરાંત તમે ઓચિંતા જ બીજે નજર ફેરવી લો તો માત્ર ૧૪ મિલીસેકંડમાં જ એટલે કે આંખના પલકારાની ઝડપ કરતાં પણ ૨૫ ગણી વધારે ઝડપે લેન્સ પોતે જ એ અંતરને અનુકૂળ બની જાય છે એટલે તમને સ્પષ્ટ દૃશ્ય મળે છે માસ્ત્રાન્જેલો કહે છે કે આમ જૂઓ તો એનો અર્થ એ કે તમે જિંદગીમાં એક જ વાર ચશ્માં ખરીદશો અને બાકીના બધા ફેરફાર એમાં જ થયા કરશે એટલે કે આંખમાં થતા બધા જ ફેરફારોનો જવાબ તમારાં ચશ્માં આપી દેશે ચશ્માંની દુકાનો હવે બંધ નંબર પણ એક જ વાર કઢાવવાનો હવે બોલો હાશ મોતિયો આવે તો ઉતરાવવો પડે કે નહીં તે હજી આ બનાવનારાઓએ કહ્યું નથી સંદર્ભઃ અહીં like loading author dipak dholakia posted on 28 04 2017 27 04 2017 categories uncategorized tags દીપક ધોળકિયા વેબગુર્જરી dipak dholakia science samachar webgurjaari leave a comment on science samachar episode 12 science samachar episode 11 ૧ આકાશમાં આતશબાજી આ ઉલ્કાપાત ખરેખર તો થૅચર ધૂમકેતુના રજકણો છે બીજા ધૂમકેતુઓનો ભ્રમણકક્ષાનો સમય ૨૦૦થી ૧૦ ૦૦૦ વર્ષનો છે થૅચર ધૂમકેતુને ભ્રમણકક્ષામાં ચક્ર પૂરું કરતાં ૪૧૫ વર્ષ લાગે છે lyrid નામનું કારણ એ કે એ lyra લાઇર કે વાજિંત્ર નામના નક્ષત્રમાં છે તસવીરમાં ચતુષ્કોણ દેખાય છે તે lyra છે અને એની ઉપર vega અભિજિત તારો છે હિંદુ જ્યોતિષમાં અભિજિતને નક્ષત્ર માનવામાં આવે છે સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૨ બેક્ટેરિયા અને ફૂગ કઈ ભાષામાં વાત કરે છે નેધરલૅન્ડ્સની પર્યાવરણ સંસ્થાના સંશોધકોની એક ટીમે સૌ પહેલી વાર શોધી કાઢ્યું છે કે બૅક્ટેરિયા અને ફૂગ જેવા બે તદ્દન અલગ પ્રકારના જીવો પરસ્પર સંવાદ માટે ટર્પિન તરીકે જુદી જુદી સુગંધોનો ઉપયોગ કરે છે સંશોધકો કહે છે કે માત્ર બૅક્ટેરિયા અને ફૂગ વચ્ચે જ નહીં પરંતુ આપણા ગ્રહ પર વાતચીત માટે સૌથી વપરાતી ભાષા પણ આ ટર્પિન છે એક ગ્રામ માટીમાં અબજો સૂક્ષ્મ જીવો હોય છે આથી વક્તાઓ ઘણા હોય તેમાં નવાઈ નથી આ રાસાયણિક સંપ્રેષણ કદાચ સમગ્ર જીવ સૃષ્ટિની ભાષા હોય તો નવાઈ નહીં વનસ્પતિમાં વળગતી ફૂગ ફુઝેરિયમ ટર્પિનની ગંધ પેદા કરે છે તેને માટીનું બૅક્ટેરિયમ સૂંઘી શકે છે એ જવાબમાં પોતાનું ટર્પિન પેદા કરે છે એ જ રીતે છોડ અને જીવાત પણ ટર્પિન પેદા કરીને એકબીજાને સંદેશ આપે છે જો કે આ વાત વૈજ્ઞાનિકો ઘણા વખતથી જાણતા હતા પણ સૂક્ષ્મ જીવાણુઓ વચ્ચે પણ ટર્પિન વાતચીતનું માધ્યમ છે તે હવે ખબર પડી દરેક જીવ કદાચ ટર્પિનમાં વાત કરતો હોય એ શક્ય છે આમ આપણે પણ વાતચીત કરતા હોઈએ ત્યારે સાથે સાથે ટર્પિનમાં પણ વાત કરતા હોઈએ એવું ન બની શકે સંદર્ભઃ અહીં 0 0 0 ૩ નિર્જીવમાંથી સજીવની ઉત્પત્તિ વિસ્કૉન્સિન મૅડિસન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એ ગહન સવાલનો જવાબ શોધવામાં લાગ્યા છે જીવન ક્યાંથી આવ્યું એમણે જૈવિક રસાયણોનાં બહુ નાનાં વાયલ અને fool s goldનું મિશ્રણ બનાવાવાનું શરૂ કર્યું છે આ આખો સેટ સતત હાલ્યા કરે છે fool s gold એટલે મિનરલ પાઇરાઇટ્સ કે આયર્ન પાઇરાઇટ્સ એનો રંગ સોના જેવો ચમકે છે પણ સોનું નથી pyrites મૂળ ગ્રીકમાંથી બનેલો શબ્દ છે જેનો અર્થ છે આગ એ કોઈ પદાર્થ સાથે ઘસાય ત્યારે તણખા ઝરે છે સંશોધકો જોવા માગે છે કે જીવન બન્યું એવી રાસાયણિક પ્રતિક્રિયા શક્ય છે કે કેમ યુનિવર્સિટીના વનસ્પતિ શાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડેવિડ બૉમ કહે છે કે શરૂઆતનું જીવન ખનિજની સપાટી પર શરૂ થયું હોવું જોઈએ આજે પણ શરીરના કોશોની ઘણી પ્રક્રિયાઓમાં આયર્ન સલ્ફર ઉત્પ્રેરક તરીકે કામ કારે છે આથી એમણે આયર્ન પાઇરાઇટની પસંદગી કરી છે સંશોધકો આયર્ન પાઇરાઇટના સૂક્ષ્મ કણો અને ઑર્ગેનિક રસાયણોને હલાવીને ભેળવે છે એમની ધારણા છે કે પાઇરાઇટના સૂક્ષ્મ કણ અમુક રાસાયણિક ઊર્જા સાથે પ્રતિક્રિયા કરે તો રસાયણ આપમેળે વધ્યા કરે આવી દરેક વાયલનૅ અલગ કરીને સંઘરી લેવી તે પછી પ્રયોગ ચાલુ રહે અને એ રીતે જે સૌથી શક્તિશાળી પ્રતિક્રિયા હશે તે આપોઆપ વસાહત ઊભી કરી લેશે ખરેખર એવું થશે તો જડમાંથી ચેતન બન્યું એમ સાબીત થશે સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૪ વિટામીન ડી ની ઉણપ છે હા હા હા જરાક નબળાઈ લાગે તો મનમાં થાય કે વિટામિન ડી ની જરૂર છે બસ પછી ગોળીઓ ગળ્યા કરો ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં ગિના કલાટા આવા વહેમને દૂર કરે છે અને કહે છે કે વીટામિન ડી ઓછું હોય તો ઑસ્ટિઓપોરોસિસ થાય હાડકાં બરડ થઈ જાય પણ છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અમેરિકાના મેન શહેરમાં આઠ લાખ દરદીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે એમને આવી કોઈ તકલીફ ન હોવા છતાં એમણે વિટામિન ડી માટે લોહીની તપાસ કરાવડાવી અને એમનો વિટામિન ડી ની ગોળીઓ દ્વારા ઇલાજ કરવામાં આવ્યો હકીકત એ છે કે એક મિલીલીટર લોહીમાં૨૦થી ૩૦ નૅનોગ્રામ વિટામિન ડી હોય તો એને ઉણપ ન કહેવાય જેમના લોહીમાં એક મિલીલીટરમાં ૨૦ નૅનોગ્રામ વિટામિન ડી હોય તેવી તંદુરસ્ત વ્યક્તિને વધારાનું વિટામિન આપવાથી દેખીતો કોઈ લાભ નથી થતો વિટામિન ડી કૅલ્શિયમ અને ફોસ્ફરસના રૂપાંતર માટે જરૂરી છે અને એટલું તો સૂરજના તડકામાંથી મળી જાય છે એટલે વિટામિન ડી વિશે ચિંતા કરવાનું છોડી દેવામાં જ ડહાપણ છે સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 21 04 2017 27 04 2017 categories uncategorized tags દીપક ધોળકિયા વેબગુર્જરી dipak dholakia science samachar webgurjaari leave a comment on science samachar episode 11 science samachar episode 10 ૧ મુંબઈના સંશોધકો આપે છે પુરુષાતનનું વરદાન ઇંડિયન કાઉંસિલ ઑફ મૅડીકલ રીસર્ચ icmr ની મુંબઈસ્થિત સંશોધનસંસ્થા નૅશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ રીસર્ચ ઇન રીપ્રોડક્ટિવ હેલ્થ nirrh ના સંશોધકોએ પુરુષની સંતાન પેદા કરવાની અસમર્થતાનું કારણ શોધી કાઢ્યું છે પુરુષના શુક્રાણુમાં કેટલાક પ્રોટીન હોય છે જેમાં એક વધારે પ્રોટીન હીટ શૉક પ્રોટીન 90 hsp 90 ઓળખી કાઢ્યો છે શુક્રાણુને માથું અને પૂંછડી હોય છે એ પૂંછડી પટપટાવતો સ્ત્રીના અંડ તરફ ધસે છે અને એની સાથે અથડાઈને અંદર ભળી જાય છે પણ એની પૂંછડી જોરથી હલતી હોય તો જ એ જરૂરી ગતિ પ્રાપ્ત કરી શકે છે ગતિ ધીમી હોય તો સંતાન પેદા ન થઈ શકે સંશોધક ટીમના નેતા ડૉ દીપક મોદી મુખ્ય સંશોધક વૃષાલી સાગરે પાટિલ બન્ને ફોટામાં અને લેખનાં સહ લેખિકા હિંદુજા હૉસ્પિટલનાં ivf એક્સપર્ટ ઇંદિરા હિંદુજાનો આ લેખ આ મહિને journal of assisted reproduction and genetics jarg માં પ્રકાશિત થયો છે એમણે સંતાનહીન પુરુષોના એક ગ્રુપનો અભ્યાસ કર્યો તેમાં જોવા મળ્યું કે એમના શુક્રાણુમાં hsp90નું પ્રમાણ બહુ ઓછું હતું શુક્રાણુમાં બે પ્રકારના પ્રોટીન હોય છેઃ hsp90 અલ્ફા અને hsp90 બીટા આમાંથી અલ્ફા શુક્રાણુના માથા અને વચ્ચેના ભાગમાં હોય છે જ્યારે બીટા પૂંછડીમાં હોય છે પહેલી જ વાર આ બે પ્રકારના પ્રોટીનો જુદા જુદા ભાગમાં હોય છે તે જાણવા મળ્યું છે આમ તો શુક્રાણુ ધીમે ધીમે જ જતો હોય છે પણ સ્ત્રીની ગર્ભનળીમાં પ્રોજેસ્ટેરોન હૉર્મોન મળતાં જ એ ભાગવા લાગે છે પહેલાં તો એમણે માન્યું કે બીટા જ એકલો ગતિ નક્કી કરે છે પછી પ્રોજેસ્ટેરોનની અસર દેખાઈ વૃષાલી સાગરે પાટિલ કહે છે કે એમણે પ્રોટીન પર પ્રયોગ કરીને એન નિષ્ક્રિય બનાવી દીધો પરંતુ એની મદ ગતિની સફર ચાલુ રહી પણ પ્રોજેસ્ટેરોનની અસર પણ ન થઈ આથી એમ નક્કી થયું કે બન્ને મળે તો જ કામ થાય એટલે પ્રોટીન જરૂરી છે એમ પણ નક્કી થયું શુક્રાણુમાં hsp90 બીટા ન હોય તો એ ધીમે ધીમે ડોલતો ડોલતો જાય ખરો પણ પ્રોજેસ્ટેરોનનીયે અસર ન થાય એટલે એ અંડ સુધી પહોંચે જ નહીં હવે પુરુષની ખામીને કારણે સંતાન ન થતું હોય તો hsp90 બીટા વધારવાથી એ પ્રોજેસ્ટેરોનની અસરથી અંડ સુધી પહોંચી શકે આમ શેર માટીની ખોટ પૂરી કરવા માટે જરૂરી દવાઓ બનાવવાનો માર્ગ ખુલ્લો થયો છે પરંતુ શુક્રાણુમાં hsp90 બીટા બહુ જ હોય તો બસ એને પ્રોટીનને નિષ્ક્રિય બનાવે એવી દવા વાપરો આમ બન્ને રીતે આ સંશોધન ઉપયોગી થશે સંદર્ભઃ https goo gl dfp2gt અને https goo gl jshzye ૦ ૦ ૦ ૨ ચકી લાવે ચોખાનો દાણો આ વાર્તા ફરી સજીવન થશે ચકી લાવે ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો દાણો પછીએ બન્નેએ ભેગા મળીને ખીચડી બનાવીને ખાધી મારી પેઢીએ તો બાળપણમાં આ વાર્તા સાંભળી જ છે કાદાચ આપણે આપણાં સંતાનોને સંભળાવી પણ હશે પરંતુ આજે ત્રીજી પેઢીને વાર્તા સંભળાવવા બેસીએ અને એ પૂછી બેસે કે ચકલી એટલે શું તો જવાબ શું આપશું શહેરોમાંથી ચકલીઓ લુપ્ત થવા લાગી છે પક્ષીવિશારદ મહંમદ દિલાવર કહે છે કે આજની પેઢીને ટેકનોલૉજી એવી ઘેરી વળી છે કે કુદરત જેવું કંઈ છે એની પણ એને ખબર નથી શહેરી કરણને કારણે ચકલીઓને રહેવાલાયક જગ્યા જ નથી રહી ૨૦૧૨માં ચકલીને દિલ્હીરાજ્યનું પક્ષી નું બહુમાન અપાયું પણ આજે ફરી એ અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે મહંમદ દિલાવરે nature forever society for india nfsi નામની સંસ્થા પણ બનાવી છે જે ૨૦૧૦થી દર વર્ષે ૨૦મી માર્ચે વિશ્વ ચકલી દિન મનાવે છે આજે પચાસ દેશો આ દિન મનાવે છે એમનું કહેવું છે કે કબૂતરો માળા બાંધીને રહે પણ ચકલીને બખોલ જોઈએ આજે શહેરનાં સીધાં સપાટ મકાનોમાં બખોલ ક્યાં હોય ગામડાંમાં ખેતરોમાં પણ જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ થતો હોવાથી ચકલીને જોઈએ તે કીડા નથી મળતા આમ ચકલી બીચારી ગામડે વસે તો ભૂખી રહે અને શહેર એને છાપરું ન આપે દિલાવરની વાત માનીને સૌ લાકડાનાં બખોલ જેવાં ખાનાં બનાવીને અગાશીમાં કે ઝાડ પર લટકાવે અને પાણીનું કૂંડું ભરી રાખે તો ચકલીને આશરો મળે અને આપણે ફરી વાર્તા કહી શકીએ ચકી લાવે સંદર્ભઃ https goo gl svaj04 ૦ ૦ ૦ ૩ શ્રીમતી મચ્છરને બે નાક છે વૅંડરબિલ્ટ યુનિવર્સિટી નૅશવિલ ટેનેસી ના બાયોલૉજિસ્ટોએ ખોળી કાઢ્યું છે કે મેલેરિયાના મચ્છરના નાકમાં બે ઘ્રાણ કેન્દ્રો છે એક નાક બે નાક જેવું કામ આપે છે આ જાણકારીનો લાભ એ થશે કે એ મચ્છર માણસને કેમ ઓળખીને હુમલો કરે છે તે સમજી શકાશે વૈજ્ઞાનિકો ૧૫ વર્ષથી આ જાણવા મથતા હતા એમનું માનવું છે કે એનોફિલિસની માદાના નાકમાં બીજું ઘ્રાણ કેન્દ્ર છે તે ખાસ માણસને સૂંઘવા માટે જ છે માદાના શરીરમાં ઊતરો તો સમજાશે કે એની દુનિયામાં નાક મુખ્ય છે આંખ કે કાન નહીં આપણે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ તે માદાના નાક સુધી પહોંચતાં એ સમજી જાય છે કે કોઈ શિકાર નજીકમાં છે એટલે એ નજીક આવે છે અને શરીરની ગંધ પારખીને નક્કી કરે છે કે આનું લોહી પીવા લાયક હશે કે કેમ લોહી પીધા પછી એણે પ્રજનન કરવું પડે છે એટલે એ નજીકમાં કોઈ સ્થિર પાણી છે કે નહીં તે સૂંઘીને નક્કી કરે છે અને ઈંડાં મૂકે છે આમાં ફોટામાં દેખાડેલાં સાધનો એને કામ આવે છે માદા એનોફિલિસ ફોટામાં ઍન્ટેના પ્રોબોસિસ ચાંચ અને બે સેન્સર ઘ્રાણકેન્દ્રો જોવા મળે છે એના પર પાતળા વાળ છે જેને સેન્સિલા કહે છે એ માદાને ખાસ પ્રકારની ગંધ પહોંચાડે છે istock nature scientific reports જર્નલમાં પ્રકાશિત થયેલા લેખમાં સંશોધકો કહે છે કે મચ્છર ઘણી જાતની માનવગંધને પારખી શકે છે પણ ઘણી ગંધને એ છોડી દે છે આ બીજું ઘ્રાણ કેન્દ્ર પરિપૂર્ણ છે પણ એ માણસના શરીરમાંથી પેદા થતી બે જ ગંધ માટે કામ આપે છે માણસના પરસેવામાં કાર્બો ઑક્સિલિક ઍસિડ હોય છે એની વાસ સિરકા જેવી હોય છે અને બીજી વાસ એમોનિયાના પદાર્થ એમાઇનની હોય છે આ ગંધ મચ્છરને આકર્ષે છે આ ઘ્રાણ કેન્દ્ર ઉત્ક્રાન્તિના શરુઆતના તબક્કા જેવું છે હવે કરવાનું એટલું જ છે કે આ ગંધ મચ્છર સુધી ન પહોંચે બસ મેલેરિયા ગયો સમજો સંદર્ભઃ https goo gl r1ctmi ૦ ૦ ૦ ૪ સોશ્યલ મીડિયાનું વળગણ મગજના અસંતુલનનું પરિણામ હાલતાંચાલતાં મિત્રોની સાથે બેઠાં બેઠાં પણ ફેસબુક કે ટ્વિટર જોઈ લેવાનું તો હવે બહુ રોગચાળા જેમ ફેલાઈ ગયું છે સંશોધકો કહે છે કે આનું કારણ મગજની કાર્ય કરવાની ખોટી રીતભાત છે journal of management information systemsમાં ડી પોલ યુનિવર્સિટીના હામીદ કારી સારેમી hamed qahri saremi depaul university અને કેલિફૉર્નિયા સ્ટેટ યુનિવર્સિટી ફુલરટનના ઑફિર તુરેલ ofir turel લખે છે કે ફેસબુક જોવાની ટેવ સમસ્યારૂપ બની જાય તેનો અર્થ એ કે આપણા મગજમાં વ્યવહારનાં બે કેન્દ્રો છે તેના વચ્ચે સામંજસ્ય નથી આપણા મગજમાં વ્યવહારની બે વ્યવસ્થા છેઃ એક વ્યવસ્થા તરત પ્રતિભાવ આપવાની છે કોઈ એવી સ્થિતિ આવે જેમાં આગળ વધવું હોય અથવા તો પાછા હટવું હોય એમાં આ વ્યવસ્થા કામ કરે છે એમાં વિચાર નથી હોતો સહજ પણ બચાવલક્ષી વર્તણૂકનો સમાવેશ થાય છે કેટલાંયે કામો આપણે પ્રતિભાવ રૂપે જ કરીએ...
|