Meta tags:
description= 4 posts published by Dipak Dholakia during January 2012;
Headings (most frequently used words):
dipak, ane, dholakia, spam, blocked, મહિનો, જાન્યુઆરી, 2012, gandhiji, gujarat, goojarat, praja, ja, sattak, din, manusmriti, jaatio, no, udbhav, polio, ne, deshvato, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (112), માટે (39), #જાન્યુઆરી (32), 2012 (30), ઓક્ટોબર (29), નવેમ્બર (28), ડિસેમ્બર (28), નથી (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), પરંતુ (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), ફેબ્રુવારી (23), 2015 (22), માત્ર (22), રીતે (21), એટલે (20), ગુજરાતી (19), શકે (19), કરી (19), 2013 (18), 2022 (18), હતી (18), હોય (18), હતા (17), બ્રાહ્મણ (17), નામ (17), 2011 (16), સાથે (15), એમને (15), 2014 (14), પછી (14), લોકો (14), ક્ષત્રિય (14), 2025 (13), આપણે (13), હતો (13), કામ (12), એમની (12), એમના (12), જાતિઓ (12), શ્લોક (12), સ્ત્રી (12), બીજી (11), નહીં (11), કરતાં (11), શૂદ્ર (11), પુરુષ (11), ગૂજરાતી (11), આજે (10), હતું (10), થાય (10), અથવા (10), જોડણી (10), dipak (9), શ્રી (9), આવી (9), કરે (9), બની (9), આર્થિક (9), વૈશ્ય (9), હવે (9), કારણ (9), જાતિ (9), આવ્યા (9), martyrs (8), freedom (8), struggle (8), અધિકાર (8), મળે (8), અહીં (8), ગુજરાત (8), સાર્થ (8), નવી (7), dholakia (7), indian (7), થયા (7), બહાર (7), એની (7), એવી (7), હશે (7), અર્થ (7), રહ્યા (7), ગાંધીજીના (7), જોડણીકોશ (7), મારી (6), બારી (6), આવા (6), નહોતો (6), વ્યવસ્થા (6), ઉચ્ચ (6), મનુસ્મૃતિ (6), પ્રમાણે (6), શ્લોકમાં (6), કહ્યું (6), આર્ય (6), એમનાં (6), આયોગવ (6), તરીકે (6), વાત (6), વર્ણની (6), વૈદેહ (6), જાતીય (6), બસ્ત્રી (6), લગ્ન (6), નીવેદનમાં (6), શરૂ (5), કરો (5), like (5), શોધો (5), uncategorized (5), દ્વારા (5), છીએ (5), કદી (5), આપણા (5), બાળકો (5), વર્ષ (5), પહેલાં (5), ક્યાંક (5), એનો (5), હતાં (5), કોઈ (5), થયો (5), કદાચ (5), કારણે (5), બધી (5), છતાં (5), વર્ણ (5), દરેક (5), એના (5), પતિત (5), નીચી (5), જાતિના (5), કહે (5), થતી (5), ઊગ્ર (5), જીવન (5), કરવાની (5), શકતા (5), સામાન્ય (5), એમણે (5), થવા (5), ગયું (5), ગણાય (5), આનો (5), બાજુ (5), માગધ (5), જાતિમાં (5), વપુ (5), ક્ષસ્ત્રી (5), અલગ (5), સુધી (5), મુળ (5), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), ટિપ્પણીઓ (4), categories (4), posted (4), author (4), loading (4), બ્લૉગ (4), પોલિયોની (4), દેશમાં (4), સમાચાર (4), યાદ (4), ખરેખર (4), વચ્ચે (4), ane (4), કામો (4), વર્ગ (4), વિકાસ (4), લાભ (4), પાસેથી (4), જરૂર (4), વધારે (4), ગયો (4), સંતાનોને (4), કઈં (4), દાન (4), એને (4), એમાં (4), વેપાર (4), કેટલીક (4), છૂટ (4), ક્ષત્તા (4), જગ્યાએ (4), ભાષા (4), લાગ્યો (4), મનુસ્મૃતિના (4), પહેલી (4), આજના (4), વર્ણમાં (4), જેવાં (4), વ્રાત્ય (4), નિષાદ (4), આવતાં (4), પ્રતિલોમ (4), ઉપર (4), બપુ (4), વસ્ત્રી (4), શસ્ત્રી (4), ક્ષપુ (4), અનુલોમ (4), શપુ (4), પોતાના (4), તેની (4), પ્રજા (4), માર્ગદર્શક (4), આવૃત્તીના (4), પ્રથમ (4), this (3), wordpress (3), com (3), other (3), રવિ (3), gandhiji (3), લેખ (3), કરીને (3), ઉત્તરાયણ (3), ઉત્તરે (3), ભાનુના (3), ભર્ગની (3), વરસી (3), ઝડીઓ (3), મકર (3), નોંધ (3), ગયા (3), પોલિયો (3), અફઘાનિસ્તાન (3), ચેપી (3), એમાંથી (3), જોઈએ (3), કૌભાંડો (3), એવું (3), લાગ્યું (3), મનાતી (3), બહુ (3), જાય (3), અસર (3), સામે (3), સારા (3), લઈને (3), પડે (3), કરતા (3), જેવી (3), પોતે (3), સરકારી (3), દરમિયાન (3), નવાં (3), વર્ગમાં (3), બંધ (3), પાસે (3), કરતો (3), દીધો (3), સમાજના (3), પ્રવૃત્તિમાં (3), નહોતી (3), ભાગ (3), મળ્યો (3), કેમ (3), વિભાજન (3), શુચિતા (3), પોતાનું (3), શાસન (3), ચલાવતા (3), એનું (3), મનાય (3), કરીએ (3), દૂર (3), મળી (3), કરવા (3), અમુક (3), શકાય (3), નિમ્ન (3), નગરની (3), એમનો (3), રહી (3), વિદેશીઓ (3), મધ્ય (3), આભિરો (3), તેમ (3), હોઈ (3), ચીન (3), દીધું (3), માનવામાં (3), આપીને (3), દ્રવિડ (3), સ્પષ્ટ (3), ખરૂં (3), સ્થાપિત (3), ઉપરાંત (3), પુરુષના (3), ઉત્પન્ન (3), થતા (3), અંબષ્ઠ (3), સંસર્ગ (3), સંકેત (3), પડશે (3), પરણી (3), જેવું (3), બીજા (3), છું (3), નીતિઓ (3), પોતાને (3), સત્તા (3), થયું (3), સિદ્ધાંતો (3), રાજ્ય (3), શબ્દો (3), કોશના (3), પાને (3), છેલ્લી (3), આવૃત્તીમાં (3), અંગે (3), પાંચમી (3), પ્રસ્તાવનાઓમાં (3), જુદી (3), site (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 222 (2), મહિનો (2), પસંદ (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), email (2), address (2), polio (2), deshvato (2), tags (2), કવિ (2), નરસિંહરાવ (2), ધન્ય (2), ઊઠજો (2), વાગી (2), ઘડીઓ (2), વળ્યા (2), સંક્રાન્તિએ (2), લેવી (2), જગતના (2), જુગલકિશોરભાઈ (2), વ્યાસ (2), હજી (2), બાકી (2), વાયરસ (2), એનાં (2), જાહેર (2), ચાર (2), ભારત (2), થશે (2), નામે (2), રાજકારણીઓ (2), આરોગ્ય (2), મૌન (2), રહ્યું (2), બને (2), પચાસ (2), મૃત્યુ (2), બીમારી (2), મુખ્ય (2), ભોજન (2), બાળકની (2), દેખાય (2), પ્રદૂષિત (2), પોલિયોનો (2), ઇલાજ (2), લાગી (2), ચિતાને (2), બાળકોને (2), પોતાની (2), એવાં (2), સંયોગોમાં (2), આવ્યો (2), આટલાં (2), કઈંક (2), નવો (2), વર્ષના (2), ગાળામાં (2), નીતિ (2), છેઃ (2), manusmriti (2), jaatio (2), udbhav (2), સૌથી (2), વિવિધતા (2), થયાં (2), કેટલાંયે (2), વૈશ્યો (2), ખેતી (2), બધાં (2), કાર્યો (2), ગયાં (2), ઇન્કાર (2), વાતો (2), ધ્યાન (2), સામાજિક (2), સમાજ (2), માપદંડ (2), દેખીતી (2), પ્રવૃત્તિ (2), અધ્યયન (2), ક્ષત્રિયો (2), લડતા (2), યુદ્ધ (2), લેતા (2), મદદ (2), રાજા (2), સ્વાભાવિક (2), સમાજને (2), બનાવી (2), સમાજમાં (2), નહોતું (2), જોયું (2), બાર (2), ક્ષત્રિયમાંથી (2), વાર (2), શ્રમ (2), લોકોની (2), ત્યાં (2), ગુનાઇત (2), શુદ્ધ (2), આધારે (2), નિષ્પત્તિ (2), ગ્રંથ (2), જીવવા (2), લાગ્યા (2), સમાજની (2), સ્થિતિ (2), માન્ય (2), પેદાશ (2), માને (2), શાસકોએ (2), અત્યાચારો (2), કર્યા (2), સમાજવ્યવસ્થાનો (2), સવર્ણ (2), આપણાં (2), વિદ્યા (2), આપવાની (2), થતો (2), યજ્ઞ (2), ત્રણેય (2), વૈશ્યના (2), સમાવેશ (2), ગુજરાન (2), વૈશ્યનાં (2), એનાથી (2), બન્ને (2), વ્યક્તિ (2), સંપત્તિ (2), અનામત (2), રહેવું (2), વ્યવસાય (2), લેવાની (2), આપવામાં (2), કરવી (2), કપડાં (2), વગેરે (2), પડતું (2), પુક્કા (2), નગરમાં (2), પ્રવેશ (2), જાતિઓને (2), રહેણાક (2), ચાંડાલ (2), પરથી (2), થયેલી (2), મહત્વની (2), વર્ણના (2), મ્લેચ્છ (2), દેશના (2), અપાયું (2), મુસલમાનો (2), ઉપયોગ (2), વખતે (2), શબ્દ (2), કંબોજ (2), સહિત (2), ઘણા (2), પ્રદેશોમાં (2), હકુમત (2), એમનું (2), અપરિચિત (2), ભારતમાં (2), ધીમે (2), ભારતીય (2), દરદા (2), વસતા (2), કિરાત (2), પારદ (2), કુશાનો (2), બ્રાહ્મણોએ (2), મૂક્યા (2), દૃષ્ટિએ (2), જાતિઓનાં (2), મૂળ (2), રહ્યાં (2), લુપ્ત (2), સુત (2), જાણીતી (2), જાતિઓનો (2), વર્ગીકરણ (2), સંસ્કારહીન (2), જેમ (2), સંતાનોની (2), પેદા (2), નીચા (2), સ્થાન (2), આહીરો (2), બાળક્ને (2), આભિર (2), ઘિગ્વન (2), દરજ્જો (2), જણાવ્યા (2), રૂપ (2), મૂકવામાં (2), મગધ (2), વ્યાપક (2), બીજું (2), જેને (2), પારશવ (2), પાર (2), સંતાનો (2), દસમા (2), અધ્યાયના (2), આપેલું (2), પુરુષને (2), મળતો (2), ધર્મ (2), કન્યા (2), વર્ણનો (2), વર્ણમાંથી (2), praja (2), sattak (2), din (2), સંગઠિત (2), આશા (2), પ્રજાસત્તાકનાં (2), સર્વસંમતિનું (2), નહેરુની (2), પછીના (2), વાતાવરણ (2), કર્યું (2), મૂડીરોકાણ (2), વધવા (2), ખાનગી (2), આદર્શ (2), વર્ષોમાં (2), બંધારણમાં (2), અરમાનો (2), આદર્શો (2), તેને (2), પ્રજાને (2), કહી (2), જેમાં (2), gujarat (2), goojarat (2), માં (2), ગાંધીજીએ (2), લખ્યું (2), એટલું (2), કોશની (2), શબ્દોને (2), ગૂજરાત (2), ખુદના (2), જોડણીકોશમાં (2), કોશનું (2), રજુઆતો (2), કોશ (2), કરાયું (2), મુખપૃષ્ઠ (2), મુજબ (2), છપાયું (2), ક્યાંય (2), આવૃત્તીની (2), કુલનાયકશ્રીના (2), આગળ (2), લખેલા (2), કરાઈ (2), પૃષ્ઠ (2), આપણી (2), હોત (2), design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, ડીસેમ્બર, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, for, 139, history, વિભાગ, quit, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, current, topics, દિવેટિયાની, શરૂઆતમાં, આપેલી, પંક્તિમાં, થોડો, ફેરફાર, ગાઈ, શકીએ, કેઃ, સર્વ, પોલિયોના, દફનની, xxxxxx, વાતની, જોઇએ, ભિષ્મ, પિતામહ, જગતમાંથી, નિવૃત્તિ, સફળતા, તરફ, અર્ધા, રસ્તે, પહોંચ્યા, સુધીના, નમૂનાઓનું, લૅબોરેટરીમાં, પરીક્ષણ, ગટરોમાં, જોવાનું, પરિણામ, વિધિવત્, કરાશે, ભારતે, સામેની, લડાઈ, જીતી, લી્ધી, દેશો, પાકિસ્તાન, નાઇજીરિયા, ભયંકર, દેશોની, યાદીમાં, આવવાની, ખરી, નિરાંત, ૨૦૧૩ની, નોંધવું, છાસવારે, ભ્રષ્ટાચારને, પડનારા, બોલ્યા, સાર્વજનિક, સેવા, આપણૉ, કૌભાંડ, ધ્યાનની, બીમારીનો, ભોગ, રાષ્ટ્રીય, શરમ, આપણને, નાબૂદી, આજથી, જવી, જોઈતી, બાળકનું, ગરીબાઇને, પૂર્વજન્મનાં, કર્મોનું, માનનારા, બાબતમાં, આંદોલિત, કડવું, સત્ય, જીવલેણ, બીમારીઓમાં, બીમારીઓ, પૂતનામાસીઓ, પોલિયોનું, આંતરડામાં, પહોંચીને, પાંગરે, નર્વસ, સિસ્ટમ, હુમલો, બાળકનાં, અંગો, પકડમાં, સ્વાભાવિકપણે, આંતરડામાંથી, બાળક, ત્યારે, આવે, પાણી, હવા, ખોરાક, મારફતે, ચેપ, ફેલાવે, રસી, ઇંજેક્શન, ટીપાં, ઢાલ, ઓછા, ટ્રેન, અકસ્માત, હૉસ્પિટલમાં, દરદીઓ, જીવતાંજીવત, મહા, સમર્પિત, જતી, સ્કૂલ, ખાઈમાં, ગબડી, આદિવાસીઓ, રોજીરોટી, બચાવવા, સંઘર્ષ, એકને, ભૂલો, બીજાને, ખૂનામરકી, લૂંટફાટ, ત્રાસવાદ, નામના, કૌભાંડનો, અંત, ઉતરાણ, મળેલા, આટલા, રાજકીય, આટાપાટા, તંત્ર, રવિવાર, ઝુંબેશો, ચલાવતું, વરસે, આનંદ, અનેરો, માનસિક, સારૂં, લાગવા, માંડે, ટાંકણે, અનુવાદિયા, ભાષામાં, કહું, સંક્રાન્તિની, પૂર્વસંધ્યાએ, છેલ્લા, કેસ, નોંધાયો, નવા, ૭૪૧, કેસો, નોંધાયા, દરરોજ, સરેરાશ, જીવનભરની, નાગચૂડમાં, સપડાતાં, પોલિયોનાં, વાયરસને, જડમૂળથી, નાબૂદ, દેનારા, અસંખ્ય, કર્મચારીઓ, નિર્ધારકો, અભિનંદનના, અધિકારી, આવતીકાલે, મકરસંક્રાન્તિ, સૂર્ય, ભગવાન, વળશે, આદરણીય, દિવેટિયાએ, ગાયું, આર્યપુત્ર, સુભટનાં, શુકનની, પોલિયોને, દેશવટો, પ્રવૃત્તિઓ, વધતાં, વધુ, કેટલાંય, ઉત્પાદનનાં, કામોમાંથી, નીકળી, એમ્ને, ઉત્પાદક, જાતે, મહેનત, નવું, વિકસ્યું, આવ્યું, હાથથી, થવાનું, ટેકનોલૉજીનો, શૂદ્રો, ભૌતિક, પ્રગતિને, ગૌણ, માનીને, શાસ્ત્રો, આધ્યાત્મિક, આપ્યું, નક્કર, વિકૃતિઓ, સ્થગિત, માન્યતાઓ, વર્ગની, વર્ચસ્વવાદી, યોજનાઓની, નીપજ, બદલવા, રહ્યો, માઠાં, ભોગવીએ, xxxx, વિકાસનો, આવેલી, બ્રાહ્મણો, ક્ષત્રિયોનાં, કાર્યોનો, પ્રભાવ, ઑછો, કોઇ, આંતરિક, ફેરફારોની, શક્યતા, ધ્યાપન, પરિધિ, પરની, પ્રવૃત્તિને, પ્રોત્સાહિત, ઘટના, યુદ્ધોએ, નિર્ણાયક, ભજવ્યો, ક્ષત્રિયો્ને, સીધો, પ્રવૃત્તિનો, દોર, વૈશ્યોના, હાથમાં, લડવા, જનતા, ટેક્સ, પૈસાની, જીતતા, બનતા, મરતા, સ્વર્ગે, જતા, કર્મનો, સિવાય, ત્રીજો, કશો, વ્યવસ્થાએ, બંધિયાર, જડબેસલાખ, કશું, તસુમાત્ર, ખસી, શકતું, શૂદ્રના, દરજ્જામાં, બન્યું, આનાં, કારણો, ટૂંકમાં, જોઈને, સમાપ્ત, કરીએઃ, ઘણી, સાંભળવા, પ્રકારના, વ્યાખ્યામાં, એટલી, સરળ, સૈદ્ધાંતિક, તેના, પ્રમા્ણે, દલિતો, પ્રત્યે, આટલો, રોષ, સ્ત્રીઓને, રસ્તા, નગ્ન, પરેડ, કરાવાય, જીવતા, સળગાવી, દેવાય, મનુસ્મૃતિનો, દાવો, જાળવી, રાખવાનો, વર્ણૉ, નહોતા, વર્ણો, હવસખોરીની, મઝા, લૂંટતા, કૃત્યોની, સંતતિ, જાણે, બનાવતા, મોતથીયે, બદતર, જીવનમાં, ધકેલતા, યથાસ્થિતિનો, દસ્તાવેજ, લાગે, બન્યો, તાદૃશ, વર્ણન, કાળક્રમે, સાચાખોટા, વ્યવહારનો, ધર્મગ્રંથ, ભારતનાં, દુર્ભાગ્ય, નાતજાત, ઉદ્દંડતાપૂર્ણ, કામૂકતાની, અપરાધીને, સજા, અપરાધના, સમાન, જાતની, વિકૃતિનો, દુનિયામાં, જોટો, આફ્રિકા, ખંડમાં, સામ્રાજ્યવાદી, જાપાની, સૈન્યે, ચીનમાં, વિયેતનામ, જુલમોનું, સાક્ષી, અત્યાચારોને, માન્યતા, શાસ્ત્ર, સંપાદિત, આધારભૂત, એવો, દાખલો, ઇતિહાસમાં, અત્યાચારોના, પાયા, આખી, કરાયો, dna, ટેસ્ટ, જણાશે, જાતિઓમાં, ત્રણમાંથી, અંશ, જીન્સ, તપાસતાં, દૂરનાં, ભાઈબહેન, આવશે, એમનામાં, આપણામાં, વડવાનું, લોહી, દોડતું, ઉપસંહાર, બ્રાહ્મણે, સુપાત્ર, લેવાનું, સુપાત્રને, ઘરનો, નિભાવ, નીચ, વરણના, માનસ, આપી, હંમેશાં, આપવું, બ્રાહ્મણોનું, કર્મ, અધ્યાપન, કરાવવા, લેવું, કમાણીનું, સાધન, બ્રાહ્મણના, હેઠળનાં, કમાણીનાં, સાધનો, કર્તવ્યનો, ક્ષત્ર્ય, શસ્ત્રોને, સહારે, જીવે, કર્મમાં, કૃષિ, વેપારવણજનો, ચલાવી, કર્મો, જમીનની, જીવાતનો, નાશ, વસ્તુઓનો, ૮૪થી, વસ્તુવિનિમય, પ્રથાથી, ૯૩મા, ખાદ્ય, વસ્ર્તુઓનો, વિનિમય, ગોળ, દૂધ, મીઠા, બ્રાહ્મણનાં, ઉપરની, કોમોનાં, ૯૪થી, જાતિની, વર્ણોનાં, કરતી, જણાય, રાજાએ, સઘળી, ખૂંચવી, દેશનિકાલ, દેવો, સવર્ણૉ, ૫૬મા, ચેતવ્યા, અનાર્ય, રંગ, વાપરીને, એમનાથી, સાવધ, બહુરૂપીનો, કૃત્યોથી, ઓળખી, સલાહ, સફાઈ, ધોવાં, સુતો, હાંકતા, અંબષ્ઠોજડૅબૂટીઓ, વેચતા, નિષાદો, માછલાં, પકડતા, લાકડાં, કાપીને, મેદ, આંધ્ર, ચુંચુ, મડગુ, જાતિઓએ, જંગલી, પ્રાણીઓના, શિકાર, નભવું, વૈદેહો, રાણીવાસોમાં, દાસ, માગધોને, નાના, ધંધાની, ખાટી, નિર્વાહ, ઉંદર, સાપ, નોળિયા, બનાવીને, રહેતા, જીવોને, મારીને, કોમોનું, મૃત્યુદંડનો, અમલ, કરવાનું, હાજરીમાં, ધાર્મિક, અનુષ્ઠાન, પ્રતિબંધ, લોકોને, રાતે, મરેલાં, જાનવર, ઉપાડવા, દિવસ, અંદર, બિનવારસી, મડદું, જવું, ૪૯થી, રહેવાનો, ભાગોળ, વગડો, મંદિરોની, પર્વતોની, ગુફાઓ, શ્મશાનઘાટ, ગામના, વ્યવહારમાં, શ્વપચ, ગધેડાં, કૂતરાં, પાળી, સ્થાયી, થઈને, સતત, ફેરવવું, ઉતારેલાં, વસ્ત્ર, માટીનાં, વાસણો, વાપરવાનો, લોખંડનાં, ઘરેણાં, પહેરી, રહેઠાણ, ધંધામાં, એકંદરે, સિવાયની, ૪૪મા, ચારેય, લોકોનાં, પાપમય, કૃત્યોને, જન્મેલાં, દસ્યુ, વતનીઓને, પાછળથી, રચના, કાળ, ઇસ્લામનો, ઉદય, બધા, માટેનું, ખાસ, કેટલાંક, વિદેશી, નામો, કંબોડિયાના, નિવાસીઓ, એશિયામાંથી, ઇસુ, પૂર્વેની, સદીથી, ઇસુની, સદી, સૌરાષ્ટ્રમાં, જૂનાગઢવાળા, રુદ્રદામન, જેવા, રાજાના, ઇતિહાસથી, યવનો, આયનિયન, ગ્રીક, ૨૦૦ની, આસપાસ, ગ્રીકો, શકોથી, પાકિસ્તાનના, બધાનો, અંતે, સૂરજ, આથમી, ભળતા, મોટે, ભાગે, કાશ્મીરમાં, ભીલના, પૂર્વજ, હિમાલયની, તળેટીમાં, ઈરાનીઓનું, શું, ચીની, એશિયાના, ચીનના, પાડોશી, પ્રદેશોમાંથી, વીતેલા, જમાનાના, યોદ્ધાઓ, સ્વત્વ, ખોઈ, સ્તરે, સ્થિર, નીચે, ઉતારી, ૪૩મો, ઇતિહાસની, મહત્વનો, ધુતકાર્યા, પૌન્ડ્રક, ઔન્ડ્ર, યવન, અપહ્યવ, યાદીમાંથી, દ્રવિડોને, શૂદ્રમાં, નકારાત્મક, દ્રવિડો, સમયમાં, સમાજવ્યવસ્થામાં, છેક, નીચલા, સ્તરેથી, ચૂક્યા, જોતાં, પદ્ધતિ, આધારિત, શૈલી, ૩૦માં, વિરોધાભાસી, શ્લોકો, અધમ, સંબંધ, સ્ત્રીની, ગણાશે, માતાપિતાથી, નીચેની, મુકાશે, ઉપરામ્ત, દરજ્જાની, પંદર, આપ્યાં, સૂચીમાં, અજાણી, કરવામાં, ૪૦મા, ચાલે, જીવનશૈલી, કામધંધા, ઓળખીને, યોગ્ય, મૂકવાની, વૈશ્યમાંથી, જેમના, યજ્ઞોપવિત, સંસ્કાર, રખડુ, ઓળખાતા, બ્રાહ્મણનો, પુત્ર, ભૂર્જકંટક, પ્રદેશ, જુદાં, આવર્ત, વાતધાન, પુષ્પધા, શેખ, ક્ષત્રિયના, પુત્રની, ઝલ્લ, મલ્લ, નિચ્છવી, કરણ, ખુસ, સુધન્વા, કારુષ, વિજન્મા, મૈત્ર, સત્વત, આચાર્ય, શ્મશાનમાં, સંભાળનારો, સવર્ણૉની, અવર્ણ, સાથેના, સંસર્ગથી, ૧૭મો, સમાગમથી, સ્ત્રીનું, સંતાન, કુક્કુટક, દર્શાવે, ચાંડાલને, સુતનું, નીચું, એશિયાથી, વંશજો, યાદવો, કૃષ્ણ, યાદવ, આદિ, સંબંધોને, ગણાવવું, તેનો, વર્ગને, અણગમો, મરેલા, પશુની, ખાલ, ઉતારવાનું, મોચી, આંતર્વર્ણીય, સંબંધો્ની, શ્રેણી, પૂરી, મુકાયેલાં, સંબંધો, ચાલુ, માતાની, નીચો, આવતો, ૧૪મા, અનુક્રમે, આવૃત્ત, આટલેથી, અટકતું, સમીકરણોમાં, વિદેહનો, આપે, જનક, વિદેહ, સીતાજીનું, વૈદેહી, બિહારના, પ્રદેશમાં, આવાં, લગ્નો, ભીલ, પારધી, ઓળખીએ, ૭નું, સમીકરણ, જેનો, શવથી, ઊતરતો, પાર્શવ, અપષદ, હોવા, દ્વિજ, લગ્નથી, થયેલાં, અપધ્વંસ, કહેવાતાં, ક્ષત, કૌંસમાં, આપેલા, આંકડા, સંબંધિત, શ્લોકના, મારે, ગણિત, ચિહ્નો, વાપરવાં, જેથી, સહેલાઈથી, સૂત્રાત્મક, સમજી, ક્ષ, આપ્યા, સંકેતો, સમજવાનું, સમીકરણો, જૂઓ, સંતાનની, ચાલતી, સ્ત્રીઓ, હોવાથી, વિરુદ્ધ, સ્ત્રીને, પરણવાની, કડક, લગ્નમાં, પોતાનાથી, કરવાનો, સંસર્ગની, મળતું, ઊતરતે, દરજ્જે, પૂરતું, સ્ત્રીના, તદ્દન, માતાપિતા, હીન, ગણવામાં, પદચ્યુત, થવાનો, શારીરિક, સમાગમ, આખા, વર્ણને, મનુસ્મૃતિનું, લક્ષણ, જવાનું, શક્ય, ૧૦મા, અધ્યાયમાં, તેનું, વિવરણ, રાખવા, મનુસ્મૃતિમાં, પાપકૃત્યો, માફીનો, પાપકૃત્યોનું, સમયના, જીવનની, વાસ્તવિકતા, નિરૂપણ, કરેલું, આમાંથી, આપું, ઉદ્, સત્તાકમાં, જાકારો, ઘુસી, થવાની, ચૂંટણી, લડીએ, સમજાય, રાજકારણથી, ભાગી, ઘડે, ભાંડ્યા, કરવાથી, વળે, જનતાએ, ઘડવા, ફ઼રજ, પાડવી, વાંચનારા, મિત્રો, સાથીઓ, દિશામાં, કરશે, અસ્થાને, ઇંટરનેટ, માધ્યમની, શક્તિથી, આપણેને, અચકાઈએ, બાસઠ, નીતિઓને, જનતાનું, અસહ્ય, વિચારવાની, તાવીજને, ગરીબો, ધ્યાનમાં, રાખીએ, ખોટી, પ્રવર્તતી, વહાણ, ખરાબે, ચડી, નીતિઓનો, જરા, બલ્કે, નુકસાન, ભોગવવું, પડ્યું, તેવા, પાછળ, ગયેલા, નાતજાતના, પ્રાપ્તિ, ટકી, ધ્યેય, નહેરુનાં, અગિયાર, દેશે, પુત્રીના, નેતૃત્વ, હેઠળ, કટોકટીનું, જોઈ, લીધું, પછીનાં, વર્ષો, અનૈતિક, જોડાણો, અસ્થિર, અનિશ્ચિત, સરકારો, નીતિઓનાં, અસ્થિરતા, ભ્રષ્ટાચારનાં, મૂળમાં, સરહદે, સમય, જવાહરલાલ, નહેરુના, આદર્શોને, મોટો, ફટકો, સ્વાસ્થ્ય, કથળી, અનેક, સપનાંને, જન્મ, આપનાર, ૧૯૬૪, લાગતું, નહેરુ, પડછાયો, ૧૯૬૨, પ્રકારની, પંચવર્ષીય, યોજનાએ, ઉત્સાહ, ભરી, સામુદાયિક, વિકાસના, નાનામોટા, કાર્યક્રમોમાં, જનતાને, સામેલ, કરવાના, સક્રિય, પ્રયાસો, યોજનાનાં, વર્ષોથી, ભારે, ઉદ્યોગો, સરકારે, આપવાનું, મોટા, પાયે, ક્ષેત્રોના, ઉદ્યોગોમાં, વળતર, મળવામાં, વિલંબ, વધતો, ભાર, પડવા, સરકાર, પેઢીએ, સહન, કરવું, ક્ષેત્રોમાં, થયેલા, મૂડીરોકાણને, સ્ટીલ, બનતો, ઉપભોક્તા, માટેનો, માલસામાન, ક્ષેત્રમાં, બનવા, પ્રયાસોનો, ઉદ્યોગોને, જ્યારે, ભરનારાઓનું, હાલત, કથળતી, આથી, અસંતોષ, આપણો, પહેલો, સમાનતાપૂર્ણ, નિર્માણનો, હોવો, આઝાદીનાં, શરૂઆતનાં, આશાનું, માનતા, લખી, સાહિત્ય, નાટકો, ફિલ્મોમાં, તીવ્ર, આવશ્યકતા, ઝંખના, વ્યક્ત, મંગલાચરણ, કર્યાં, નું, આકાર, પામ્યાં, કાનૂનની, શકાતા, કહેવાતી, નબળાઇ, શક્તિ, આવતું, નિષ્ઠાપૂર્વક, સિદ્ધામ્તોને, અમલમાં, મૂકશે, રાજ્યની, નીતિઓની, દિશાનું, સૂચન, રાજ્યે, ઊભી, બંધારણના, આમુખમાં, નિરૂપિત, સિદ્ધ, આટલું, માર્ગદર્શન, ઘડાઈ, પહોંચતી, સત્તાક, દિન, ૧૯૫૦માં, બંધારણ, અર્પણ, વરસોનાં, વહાણાં, વાઇ, તેનાથી, પ્રજાસત્તાકમાં, ઉમેરાયો, સત્તાધીશોએ, આપણું, પ્રજાસત્તાક, દેવાયું, તેવી, language, લેખક, જુગલકિશોર, બળબળતા, શબ્દોમાં, ભાષાના, ગૌરવ, આઝાદીની, ચળવળના, કટોકટીના, કાળમાં, હજાર, કામોની, કામને, મહત્ત્વ, તાકીદે, વાતને, અનુસરીને, તૈયાર, કોઈએ, સ્વેચ્છાએ, એવા, સંદર્ભથી, સહેજ, આદેશાત્મક, પહેલા, મુકાયા, ગાંધીબાપુનાં, લખાણોની, બદલીને, છાપવામાં, લખાણોને, પ્રુફ, રીડીંગ, તપાસાયાં, જણાતાં, શબ્દને, વિકલ્પ, લખવાની, છુટ, મુકાઈ, સ્પષ્ટતા, રજુઆત, કરું, આઠમાં, મુદ્રણ, ૨૦૦૮, જુદીજુદી, વારંવાર, છાપ્યા, જોડણીકોશનું, પુરવણી, આમાં, જોડણીકોશને, કહીને, અન્ય, ભાષાઓનો, તેથી, પ્રકરણ, જ્યાંથી, અર્થો, શરુ, પાના, લખીને, ગૂજરાતનું, મજાની, મુકાયેલી, પાંચેય, પુરેપુરુ, યથાવત, રખાયું, કહેવાયું, અંગેનો, અપવાદ, કેશવ, હર્ષદ, ધ્રુવનો, જેમણે, મળેલી, નકલના, સ્વીકાર, સંદેશામાં, પાન, આખેઆખું, મુજબનું, નામમાં, વપરાયેલા, શબ્દની, બીજે, પ્રકરણમાં, શીર્ષકે, પ્રકાશકના, ફક્ત, વપરાયેલી, ગુજ, તેવું, પ્રસ્તુત, આરંભે, મેં, લખાણોમાં, કાકાસાહેબે, કાકાસાહેબના, છપાઈ, ત્યાર, બાદની, ત્રીજી, ચોથી, આવૃત્તીઓની, પ્ર, દેસાઈએ, ફકરા, તેમાં, પત્રને, જેમનો, મુકાયો, વીગતો, xxx, 30મી, મહાત્મા, ગાંધીની, ૬૧મી, સંવત્સરી, પાત્ર, અપાત્ર, અજલીઓ, આપશે, વ્યાસે, લોકપ્રિય, net, ગુર્જરી, લખવાનું, જાહેરાત, હકીકતમાં, જુગલભાઈ, નિર્બંધ, બન્યા, બ્લૉગર, મિત્રોનાં, હોમ, પેજ, સુધારવામાં, સંપૂર્ણ, પ્રસિદ્ધ, હુમ, મારૂં, સન્માન, ગણું, આશીર્વાદ, જોડણીને, સ્થાયિત્વ, પ્રક્રિયાની, વલે, દેખાડ્યું, ગાંધીજી, ૧૨૫, માગતા, એ્ટલે, ૧૯૯૪, નિયંત્રકો, અરાજકતા, વિશે, કલ્પનાનો, વિષય, જવાબ, લેખમાંથી, વાંચો, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,
Text of the page (random words):
થવાનો ભય નહોતો ૦ ૦ આવા જાતીય સંસર્ગની પેદાશ જેવાં સંતાનોને પણ પુરુષના વર્ણમાં સ્થાન નહોતું મળતું એનાથી ઊતરતે દરજ્જે એમને મૂકવામાં આવતાં એ પૂરતું ન હોય એમ એમનાં બાળકોને સ્ત્રીના વર્ણનો અધિકાર પણ નહોતો મળતો એમને તદ્દન અલગ અને માતાપિતા કરતાં હીન ગણવામાં આવતાં ૦ ૦ આમ છતાં લગ્ન અને જાતીય સંસર્ગ માટે અનુલોમ અને પ્રતિલોમ જેવું કડક વર્ગીકરણ હતું અનુલોમ લગ્નમાં દરેક ઉચ્ચ જાતિના પુરુષને પોતાના વર્ણમાં અથવા પોતાનાથી નીચા વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરવાનો અધિકાર હતો નિમ્ન વર્ણનો પુરુષ ઉચ્ચ વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરે તે પ્રતિલોમ લગ્ન મનાય ૦ ૦ આનો અર્થ એ થયો કે બ્રાહ્મણ પુરુષ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર સ્ત્રી સાથે પરણી શકે પરંતુ ક્ષત્રિય પુરુષ વૈશ્ય અને શૂદ્ર સ્ત્રી સાથે પરણી શકે બ્રાહ્મણ કન્યા સાથે નહીં વૈશ્ય પુરુષ બ્રાહ્મણ કે ક્ષત્રિય કન્યા સાથે પરણી ન શકે એને માત્ર વૈશ્ય અથવા શૂદ્ર સ્ત્રીને પરણવાની છૂટ હતી ૦ ૦ આમ બ્રાહ્મણ પુરુષને સમાજની બધી સ્ત્રીઓ પર હક મળતો હતો આ અનુલોમ લગ્ન હોવાથી ધર્મ વિરુદ્ધ ન ગણાય આ વ્યવસ્થા કેમ ચાલતી હતી અહીં કૌંસમાં આપેલા આંકડા દસમા અધ્યાયના સંબંધિત શ્લોકના છે અહીં મારે ગણિત જેવાં અમુક ચિહ્નો પણ વાપરવાં પડશે જેથી સહેલાઈથી અને સૂત્રાત્મક રીતે સમજી શકાય અહીં બ્રાહ્મણ માટે બ ક્ષત્રિય માટે ક્ષ વૈશ્ય માટે વ અને શૂદ્ર માટે શ સંકેત આપ્યા છે આ ઉપરાંત પુરુષ માટે પુ અને સ્ત્રી માટે સ્ત્રી સંકેતો પણ છે આમ બપુ બ્રાહ્મણ પુરુષ બસ્ત્રી બ્રાહ્મણ સ્ત્રી એ જ રીતે ક્ષપુ ક્ષસ્ત્રી વપુ વસ્ત્રી શપુ શસ્ત્રી સમજવાનું છે હવે આ સમીકરણો જૂઓ એમાં પછી આપેલું નામ સંતાનની જાતિ છે ૭ બપુ x વસ્ત્રી અંબષ્ઠ બપુ x શસ્ત્રી નિષાદ અથવા પાર્શવ ૮ ક્ષપુ x શસ્ત્રી ઊગ્ર ૯ બપુ x ક્ષસ્ત્રી અથવા વસ્ત્રી અથવા શસ્ત્રી અપષદ એટલે કે અનુલોમ લગ્ન હોવા છતાં સંતાનો દ્વિજ નથી એ જ રીતે પ્રતિલોમ લગ્નથી થયેલાં સંતાનો અપધ્વંસ કહેવાતાં ૧૦ ક્ષપુ x બસ્ત્રી સુત વપુ x ક્ષસ્ત્રી માગધ વપુ x બસ્ત્રી વૈદેહ ૧૧ શપુ x વસ્ત્રી આયોગવ શપુ x ક્ષસ્ત્રી ક્ષત્તા શપુ x બસ્ત્રી ચાંડાલ ૧૨ ક્ષપુ x બસ્ત્રી ક્ષત વૈદેહ અહીં આ સમીકરણોમાં માગધ અને વૈદેહ એવાં બે નામ મળે છે એ મગધ અને વિદેહનો સંકેત આપે છે જનક રાજા વિદેહ હતા એટલે સીતાજીનું નામ વૈદેહી પણ છે આનો અર્થ એ થઈ શકે કે મગધ એટલે કે આજના બિહારના પ્રદેશમાં આવાં પ્રતિલોમ લગ્નો વપુ x ક્ષસ્ત્રી માગધ વપુ x બસ્ત્રી વૈદેહ વ્યાપક રીતે માન્ય હતાં બીજું આજે આપણે જેને ભીલ અને પારધી તરીકે ઓળખીએ છીએ તે આ નિષાદ થવા પારશવ છે ઉપર શ્લોક ૭નું બીજું સમીકરણ પારશવ એટલે પાર શવ અથવા જેનો દરજ્જો શવથી પણ પાર ઊતરતો હોય તે આટલેથી અટકતું નથી આંતર્વર્ણીય જાતીય સંબંધો્ની આ શ્રેણી અહીં પૂરી નથી થતી પતિત વર્ગમાં મુકાયેલાં સંતાનોની નવી જાતિ બની ગઈ અને એની સાથે પણ ઉચ્ચ વર્ણના સંબંધો ચાલુ રહ્યા અને એમનાં સંતાનોને તો એમની માતાની પતિત જાતિ કરતાં પણ નીચો દરજ્જો આપવામાં આવતો ૧૪મા શ્લોકમાં જણાવ્યા પ્રમાણે બ્રાહ્મણ પુરુષ જો ઊગ્ર અંબષ્ઠ કે આયોગવ સ્ત્રી સાથે સંસર્ગ કરે તો એમની નિષ્પત્તિ રૂપ બાળક્ને અનુક્રમે આવૃત્ત આભિર અને ઘિગ્વન જાતિમાં મૂકવામાં આવતાં આ બધી જાતિઓ ઊગ્ર અંબષ્ઠ કે આયોગવ કરતાં નીચી મનાતી આભિરો આમ તો મધ્ય એશિયાથી આવ્યા એમના વંશજો એટલે આજના આહીરો અને યાદવો હશે એમ મનાય છે કૃષ્ણ યાદવ હતા અને આહીરો એમને આદિ પુરુષ માને છે પરંતુ ઊગ્ર સ્ત્રી અને બ્રાહ્મણ પુરુષના જાતીય સંબંધોને કારણે ઉત્પન્ન થતા બાળક્ને આભિર ગણાવવું તેનો અર્થ એ થાય છે કે બ્રાહ્મણ વર્ગને આભિરો માટે અણગમો હતો ઘિગ્વન મરેલા પશુની ખાલ ઉતારવાનું કામ કરતા અથવા મોચી પણ હોઈ શકે છે શ્લોક ૧૫ ૧૬ દર્શાવે છે કે આયોગવ ક્ષત્તા અને ચાંડાલને શૂદ્ર કરતાં નીચા માનવામાં આવ્યા છે પરંતુ માગધ વૈદેહ અને સુતનું સ્થાન તો એમના કરતાં પણ નીચું છે ૧૭મો શ્લોક કહે છે કે શૂદ્ર સ્ત્રી અને નિષાદ પુરુષના સમાગમથી ઉત્પન્ન થતા બાળકની જાતિ પુક્કા છે પરંતુ શૂદ્ર પુરુષ અને નિષાદ સ્ત્રીનું સંતાન કુક્કુટક જાતિમાં ગણાય આમ અવર્ણ જાતિઓ સાથેના જાતીય સંસર્ગથી એમના કરતાં પણ નીચી જાતિ પેદા થાય છે શ્લોક ૧૮ સંસ્કારહીન સવર્ણૉની જાતિ હવે મનુસ્મૃતિ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યમાંથી જેમના યજ્ઞોપવિત સંસ્કાર ન થયા હોય એમની વાત કરે છે આવા સંસ્કારહીન બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય વ્રાત્ય એટલે રખડુ તરીકે ઓળખાતા વ્રાત્ય બ્રાહ્મણનો પુત્ર ભૂર્જકંટક જાતિમાં ગણાય આ નામ પ્રદેશ પ્રમાણે જુદાં છે જેમ કે આવર્ત વાતધાન પુષ્પધા શેખ વગેરે વ્રાત્ય ક્ષત્રિયના પુત્રની જાતિ ઝલ્લ મલ્લ નિચ્છવી નટ કરણ ખુસ દ્રવિડ છે વ્રાત્ય વૈશ્યનાં સંતાનોની જાતિ સુધન્વા કારુષ વિજન્મા મૈત્ર સત્વત અને આચાર્ય એટલે કે શ્મશાનમાં ચિતાને સંભાળનારો છે ૨૦ ૨૧ ૨૨ હવે એક બાજુ શ્લોક ૨૫ અને ૨૬ અને બીજી બાજુ શ્લોક ૩૦માં જે કહ્યું છે તે વિરોધાભાસી છે ૨૫ ૨૬ શ્લોકો કહે છે કે સુત વૈદેહ અધમ માગધ ક્ષત્તા આયોગવ પુરુષ સવર્ણ સ્ત્રી સાથે સંબંધ સ્થાપિત કરે તો એમનાં બાળકો સ્ત્રીની જાતિમાં ગણાશે બીજી બાજુ શ્લોક ૩૦ પ્રમાણે આ સંતાનોને માતાપિતાથી નીચેની જાતિમાં મુકાશે આ ઉપરામ્ત એમ પણ કહ્યું છે કે આ ઉપરાંત એ જ દરજ્જાની બીજી પંદર જાતિઓ છે પરંતુ એમનાં નામ નથી આપ્યાં આ સૂચીમાં શ્લોક ૩૯ દ્વારા બીજી જાણીતી અને અજાણી જાતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ વર્ગીકરણ ૪૦મા શ્લોકમાં પણ ચાલે છે આ જાતિઓને એમની જીવનશૈલી અને કામધંધા પરથી ઓળખીને યોગ્ય વર્ગમાં મૂકવાની છે લુપ્ત થતી આર્ય જીવન શૈલી અને વિદેશીઓ ૪૩મો શ્લોક ઇતિહાસની દૃષ્ટિએ મહત્વનો છે એમાં અમુક જાતિઓનાં નામ આપીને કહ્યું છે કે મૂળ આ જાતિઓ ક્ષત્રિય વર્ણની હતી પણ બ્રાહ્મણોએ એમને ધુતકાર્યા તે પછી એ શૂદ્ર વર્ણમાં ગણાય છે આ જાતિઓનાં નામ આ પ્રમાણે છેઃ પૌન્ડ્રક ઔન્ડ્ર દ્રવિડ કંબોજ યવન શક પારદ અપહ્યવ ચીન કિરાત દરદા ખશ આ યાદીમાંથી સ્પષ્ટ થાય છે કે દ્રવિડોને શૂદ્રમાં મૂક્યા છે આનો નકારાત્મક અર્થ નથી એનો અર્થ તો એ છે કે દ્રવિડો મનુસ્મૃતિના સમયમાં આર્ય સમાજવ્યવસ્થામાં છેક નીચલા સ્તરેથી પ્રવેશ કરી ચૂક્યા હતા અને આર્ય દ્રવિડ જેવાં વિભાજન નથી રહ્યાં ખરૂં જોતાં આર્ય જીવન પદ્ધતિ જ લુપ્ત થવા લાગી હતી અને વર્ણ આધારિત સમાજવ્યવસ્થાનો વિકાસ થયો હતો ખરેખર તો જાતિઓ વર્ણ કરતાં પણ વધારે મહત્વની બની ગઈ હતી અહીં કેટલાંક વિદેશી નામો પણ છે કંબોજ એટલે કંબોડિયાના નિવાસીઓ શક તો મધ્ય એશિયામાંથી ઇસુ પૂર્વેની પહેલી સદીથી ઇસુની પહેલી સદી દરમિયાન એ અહીં આવ્યા ગુજરાત સહિત ઘણા પ્રદેશોમાં એમની હકુમત હતી આભિરો પણ શક જ હતા અને સૌરાષ્ટ્રમાં એમનું શાસન હતું આવ્યા જૂનાગઢવાળા રુદ્રદામન જેવા રાજાના ઇતિહાસથી અપરિચિત નહીં હોય યવનો એટલે આયનિયન અથવા ગ્રીક ભારતમાં ઈ પૂ ૨૦૦ની આસપાસ ગ્રીકો શકોથી પહેલાં આવ્યા અને અફઘાનિસ્તાન તેમ જ આજના પાકિસ્તાનના ઘણા પ્રદેશોમાં એમની હકુમત હતી આ બધાનો અંતે સૂરજ આથમી ગયો અને ધીમે ધીમે ભારતીય સમાજમાં ભળતા ગયા દરદા મોટે ભાગે અફઘાનિસ્તાન અને કાશ્મીરમાં વસતા હતા અને કિરાત ભીલના પૂર્વજ હિમાલયની તળેટીમાં વસતા હતા એ જ રીતે પારદ નામ કદાચ ઈરાનીઓનું હોઈ શકે ચીન એટલે શું એ ચીની લોકો હતા અથવા કુશાનો પણ હોઈ શકે કારણ કે કુશાનો મધ્ય એશિયાના ચીનના પાડોશી પ્રદેશોમાંથી ભારત આવ્યા હતા વીતેલા જમાનાના આ યોદ્ધાઓ અને શાસકોએ પોતાનું સ્વત્વ ખોઈ દીધું હતું અને ભારતીય સમાજના નિમ્ન સ્તરે સ્થિર થયા હતા પહેલાં એમને ક્ષત્રિય માનવામાં આવ્યા હતા પણ શ્લોક કહે છે તે પ્રમાણે તે પછી બ્રાહ્મણોએ એમને નીચે ઉતારી મૂક્યા ૪૪મા શ્લોકમાં પણ આવી જ મહત્વની વાત મળે છે એમાં કહ્યું છે કે ચારેય વર્ણના લોકોનાં પાપમય કૃત્યોને કારણે જન્મેલાં બધાં બાળકો દસ્યુ છે પછી એમની ભાષા મ્લેચ્છ હોય કે આર્ય મ્લેચ્છ નામ સામાન્ય રીતે દેશના વતનીઓને નથી અપાયું એ નામ વિદેશીઓ માટે છે પાછળથી માત્ર મુસલમાનો માટે એનો ઉપયોગ થવા લાગ્યો પરંતુ મનુસ્મૃતિના રચના કાળ વખતે ઇસ્લામનો ઉદય નહોતો થયો એટલે આ શબ્દ બધા વિદેશીઓ માટે હશે તે પછી તો માત્ર મુસલમાનો જ આવ્યા એટલે એ નામ એમના માટેનું ખાસ થઈ ગયું એકંદરે ક્ષત્રિયમાંથી પતિત થયેલી પચાસ જાતિઓ અને તે સિવાયની બીજી બાર જાતિઓ હતી રહેઠાણ અને કામ ધંધામાં અનામત વ્યવસ્થા આ નીચી જાતિઓને નગરમાં રહેવાનો અધિકાર નહોતો નગરની ભાગોળ કે વગડો મંદિરોની બહાર પર્વતોની ગુફાઓ કે શ્મશાનઘાટ એમનાં રહેણાક હતાં ગામના સામાન્ય જીવન વ્યવહારમાં એમને ભાગ લેવાની છૂટ નહોતી જો કે ચાંડાલ અને શ્વપચ જાતિના લોકો નગરની બહાર રહી શકતા ચલ સંપત્તિ તરીકે એ લોકો ગધેડાં અને કૂતરાં પાળી શકતા પરંતુ એક જગ્યાએ સ્થાયી થઈને રહી ન શકતા એમણે સતત રહેણાક ફેરવવું પડતું શબ પરથી ઉતારેલાં કપડાં જ એમના માટે વસ્ત્ર હતાં ભોજન માટે એમને માત્ર માટીનાં વાસણો વાપરવાનો અધિકાર હતો એ લોકો માત્ર લોખંડનાં જ ઘરેણાં પહેરી શકતા નીચી જાતિના લોકોને રાતે નગરમાં પ્રવેશ કરવાની છૂટ નહોતી એ લોકો માત્ર મરેલાં જાનવર ઉપાડવા દિવસ દરમિયાન નગરની અંદર આવી શકતા બિનવારસી મડદું લઈ જવું એ એમનો અધિકાર હતો શ્લોક ૪૯થી ૫૫ સફાઈ કરવી કપડાં ધોવાં વગેરે એમના વ્યવસાય હતા સુતો રથ હાંકતા અને અંબષ્ઠોજડૅબૂટીઓ વેચતા નિષાદો માછલાં પકડતા અથવા લાકડાં કાપીને ગુજરાન ચલાવતા આયોગવ મેદ આંધ્ર ચુંચુ અને મડગુ જાતિઓએ જંગલી પ્રાણીઓના શિકાર પર નભવું પડતું વૈદેહો રાણીવાસોમાં દાસ તરીકે કામ કરતા પરંતુ માગધોને નાના વેપાર ધંધાની છૂટ હતી ક્ષત્તા ખાટી ઊગ્ર અને પુક્કા જીવન નિર્વાહ માટે ઉંદર સાપ નોળિયા અને દર બનાવીને રહેતા જીવોને મારીને ચલાવતા કેટલીક કોમોનું કામ જ મૃત્યુદંડનો અમલ કરવાનું હતું આ જાતિના લોકોની હાજરીમાં ધાર્મિક અનુષ્ઠાન કરવા પર પ્રતિબંધ હતો ૫૬મા શ્લોકમાં ચેતવ્યા છે કે કેટલીક અનાર્ય જાતિઓ રંગ વાપરીને આર્ય જેવી દેખાય છે એમનાથી સાવધ રહેવું આ બહુરૂપીનો વ્યવસાય હશે એમને એમનાં કૃત્યોથી ઓળખી લેવાની આ શ્લોકમાં સલાહ આપવામાં આવી છે સવર્ણૉ માટે અનામત કામ ૧ અધ્યયન યજ્ઞ કરવા અને દાન આપવું એ બ્રાહ્મણોનું કર્મ છે અધ્યાપન યજ્ઞ કરાવવા અને દાન લેવું એ એમની કમાણીનું સાધન છે શ્લોક ૭૪ ૭૫ ૨ બ્રાહ્મણના અધિકાર હેઠળનાં આ ત્રણેય કાર્યો અને કમાણીનાં સાધનો ક્ષત્રિય અને વૈશ્યના કર્તવ્યનો ભાગ છે ૭૬ ૭૭ ૩ ક્ષત્ર્ય શસ્ત્રોને સહારે જીવે છે વૈશ્યના કર્મમાં કૃષિ અને વેપારવણજનો સમાવેશ થાય છે ૭૮ ૪ બ્રાહ્મણ પોતાનું ગુજરાન ન ચલાવી શકે તો એ ક્ષત્રિય કે વૈશ્યનાં કર્મો પણ કરી શકે છે ૭૯ પરંતુ બ્રાહ્મણ કે ક્ષત્રિય ખેતી ન કરી શકે કારણ કે એમાં જમીનની જીવાતનો નાશ થાય છે ૯૨ ૫ બ્રાહ્મણ અને ક્ષત્રિય વેપાર પણ કરી શકે પણ અમુક વસ્તુઓનો વેપાર ન કરી શકે ૮૪થી ૯૨ ૬ વસ્તુવિનિમય પ્રથાથી વેપાર થતો હશે કારણ કે ૯૩મા શ્લોકમાં કહ્યું છે કે ખાદ્ય વસ્ર્તુઓનો વિનિમય ગોળ અને દૂધ સામે તો કરી શકાય પણ મીઠા સામે નહીં ૭ પરંતુ કોઈ પણ સંયોગોમાં ક્ષત્રિય બ્રાહ્મણનાં કામો ન કરી શકે અને વૈશ્ય એનાથી ઉપરની બન્ને કોમોનાં કામો ન કરી શકે ૯૪થી ૯૭ ૮ નિમ્ન જાતિની વ્યક્તિ આ ત્રણેય ઉચ્ચ વર્ણોનાં કામ કરતી જણાય તો મનુસ્મૃતિ કહે છે કે રાજાએ એની સઘળી સંપત્તિ ખૂંચવી લેવી અને એને દેશનિકાલ કરી દેવો ૯૫ મનુસ્મૃતિ કહે છે કે બ્રાહ્મણે માત્ર સુપાત્ર પાસેથી દાન લેવાનું છે અને સુપાત્રને વિદ્યા આપવાની છે પરંતુ જો એ રીતે એના ઘરનો નિભાવ ન થતો હોય તો એ નીચ વરણના માનસ પાસેથી પણ દાન લઈ શકે છે અને એને વિદ્યા આપી શકે છે કારણ કે બ્રાહ્મણ પોતે તો હંમેશાં શુદ્ધ જ હોય છે અને એની શુચિતા કદી પ્રદૂષિત થતી નથી ઉપસંહાર આમ નાતજાત એક ઉદ્દંડતાપૂર્ણ કામૂકતાની પેદાશ છે આ સમાજ અપરાધીને સજા નથી કરતો પણ એ અપરાધના ફળ સમાન સંતાનોને પતિત માને છે આ જાતની વિકૃતિનો દુનિયામાં જોટો મળે એમ નથી આફ્રિકા ખંડમાં સામ્રાજ્યવાદી શાસકોએ અત્યાચારો કર્યા છે જાપાની સૈન્યે ચીનમાં અત્યાચારો કર્યા છે વિયેતનામ પણ આવા જુલમોનું સાક્ષી છે પરંતુ આવા અત્યાચારોને માન્યતા મળે અને એનું શાસ્ત્ર સંપાદિત થાય અને આધારભૂત મનાય એવો કોઈ દાખલો ઇતિહાસમાં નથી આ તો આવા અત્યાચારોના પાયા પર એક આખી સમાજવ્યવસ્થાનો વિકાસ કરાયો છે dna ટેસ્ટ કરીએ તો જણાશે કે નીચી મનાતી જાતિઓમાં કઈં નહીં તો ત્રણમાંથી એક સવર્ણ જાતિના અંશ હશે જ આજે પણ એમના જીન્સ તપાસતાં આપણાં દૂર દૂરનાં ભાઈબહેન મળી આવશે એમનામાં અને આપણામાં એક જ વડવાનું લોહી દોડતું હશે મનુસ્મૃતિ યથાસ્થિતિનો દસ્તાવેજ હોય એમ લાગે છે એટલે કે પહેલાં મનુસ્મૃતિ ગ્રંથ બન્યો અને તે પછી લોકો એના પ્રમાણે જીવવા લાગ્યા એવું નથી સમાજની સ્થિતિ જે હતી એનું માત્ર તાદૃશ વર્ણન એમાંથી મળે છે આ ગ્રંથ કાળક્રમે સાચાખોટા વ્યવહારનો માપદંડ અને માન્ય ધર્મગ્રંથ બની ગયો એ ભારતનાં દુર્ભાગ્ય છે મનુસ્મૃતિનો દાવો શુચિતા જાળવી રાખવાનો છે પરંતુ વર્ણૉ તો શુદ્ધ રહ્યા જ નહોતા માત્ર એના આધારે ઉચ્ચ વર્ણો પોતાનું ગુનાઇત શાસન ચલાવતા રહ્યા અને પોતાની હવસખોરીની બધી મઝા લૂંટતા રહ્યા અને તે સાથે એ કૃત્યોની નિષ્પત્તિ એટલે કે સંતતિ જાણે એમના કરતાં પણ વધારે પતિત હોય એમ નવી જાતિઓ બનાવતા રહ્યા અને એમને મોતથીયે બદતર જીવનમાં ધકેલતા રહ્યા ઘણી વાર સાંભળવા મળે છે કે વર્ણ વ્યવસ્થા શ્રમ વિભાજન હતું કારણ કે દરેક પ્રકારના લોકોની સમાજને જરૂર પડે છે પરંતુ આપણે ત્યાં જે વ્યવસ્થા હતી તે આ વ્યાખ્યામાં આવી શકે એટલી સરળ નથી એ સૈદ્ધાંતિક કે સ્વાભાવિક હોય તેના કરતાં ગુનાઇત વધારે છે દરેક જાતિ માત્ર શ્રમ વિભાજન પ્રમા્ણે બની હોય તો આજે દલિતો પ્રત્યે આટલો રોષ કેમ છે કે એમની સ્ત્રીઓને રસ્તા પર નગ્ન કરીને પરેડ કરાવાય કે એમને જીવતા સળગાવી દેવાય વર્ણ વ્યવસ્થાએ સમાજને બંધિયાર બનાવી દીધો હતો જડબેસલાખ સમાજમાં કશું તસુમાત્ર પણ ખસી શકતું નહોતું આમ છતાં આપણે જોયું કે બાર જાતિઓ ક્ષત્રિયમાંથી શૂદ્રના દરજ્જામાં આવી ગઈ હતી આમ કેમ બન્યું આનાં કારણો ટૂંકમાં જોઈને આ લેખ સમાપ્ત કરીએઃ સમાજના વિકાસનો માપદંડ એની આર્થિક પ્રવૃત્તિમાં આવેલી વિવિધતા છે દેખીતી રીતે જ બ્રાહ્મણો અને ક્ષત્રિયોનાં કાર્યોનો પ્રભાવ આર્થિક પ્રવૃત્તિ પર બહુ ઑછો હોય એમની પ્રવૃત્તિમાં કોઇ આંતરિક ફેરફારોની શક્યતા નહોતી અધ્યયન ધ્યાપન માત્ર પરિધિ પરની પ્રવૃત્તિ છે ક્ષત્રિયો લડતા હતા અને યુદ્ધ આર્થિક પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરે એવી ઘટના છે આમ યુદ્ધોએ આર્થિક પ્રવૃત્તિમાં નિર્ણાયક ભાગ ભજવ્યો હશે પરંતુ ક્ષત્રિયો્ને એનો સીધો લાભ ન મળ્યો કારણ કે એ પ્રવૃત્તિનો દોર વૈશ્યોના હાથમાં હતો ક્ષત્રિયો લડતા અને લડવા માટે જનતા પાસેથી ટેક્સ લેતા અને વૈશ્યો પાસેથી પૈસાની મદદ લેતા જીતતા તો રાજા બનતા અને મરતા તો સ્વર્ગે જતા એમના સ્વાભાવિક કર્મનો આ બે સિવાય એમના માટે ત્રીજો કશો અર્થ નહોતો આર્થિક પ્રવૃત્તિઓ વધતાં સૌથી વધુ વિવિધતા વૈશ્ય વર્ગમાં આવી કેટલાંય નવાં કામો શરૂ થયાં અને કેટલાંયે કામો બંધ થયાં વૈશ્યો હવે ઉત્પાદનનાં કામોમાંથી પણ નીકળી ગયા ખેતી પણ એમ્ને બંધ કરી બધાં ઉત્પાદક કાર્યો શૂદ્ર વર્ગ પાસે ગયાં કારણ કે એ વર્ગ જાતે મહેનત કરતો હતો જે કોઈ નવું કામ વિકસ્યું તે શૂદ્ર વર્ગ પાસે આવ્યું કારણ કે એ કામ તો હાથથી જ થવાનું હતું આમ ટેકનોલૉજીનો વિકાસ પણ શૂદ્રો દ્વારા થયો પરંતુ કદાચ એ જ કારણે આપણે ભૌતિક પ્રગતિને ગૌણ માનીને ઇન્કાર કરી દીધો અને માત્ર શાસ્ત્રો અને આધ્યાત્મિક વાતો પર ધ્યાન આપ્યું આ બધી નક્કર વિકૃતિઓ સ્થગિત સામાજિક માન્યતાઓ અને એક વર્ગની વર્ચસ્વવાદી યોજનાઓની નીપજ હતી આમ છતાં સમાજ બદલવા માટે ઇન્કાર કરતો રહ્યો આજે પણ એનાં માઠાં ફળ આપણે ભોગવીએ છીએ xxxx like loading author dipak dholakia posted on 18 01 2012 categories uncategorized 26 ટિપ્પણીઓ manusmriti ane jaatio no udbhav માટે polio ne deshvato પોલિયોને દેશવટો આવતીકાલે મકરસંક્રાન્તિ સૂર્ય ભગવાન ઉત્તરે વળશે આદરણીય કવિ નરસિંહરાવ દિવેટિયાએ ગાયું છેઃ ધન્ય હો આર્યપુત્ર ઊઠજો સુભટનાં શુકનની વાગી ઘડીઓ ઉત્તરાયણ થયા ઉત્તરે રવિ વળ્યા ભાનુના ભર્ગની વરસી ઝડીઓ ભાનુના ભર્ગની ઝડીઓ વરસે એનો આનંદ અનેરો છે કઈંક માનસિક રીતે જ ઉત્તરાયણ સાથે સારૂં લાગવા માંડે છે એ ટાંકણે સરકારી અનુવાદિયા ભાષામાં કહું તો મકર સંક્રાન્તિની પૂર્વસંધ્યાએ સમાચાર મળે છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન દેશમાં પોલિયોનો એક પણ નવો કેસ નોંધાયો નથી માત્ર બે વર્ષ પહેલાં નવા ૭૪૧ કેસો નોંધાયા હતા એટલે કે દરરોજ સરેરાશ બે નવાં બાળકો પોલિયોની જીવનભરની નાગચૂડમાં સપડાતાં હતાં માત્ર બે જ વર્ષના ગાળામાં પોલિયોનાં વાયરસને જડમૂળથી નાબૂદ કરી દેનારા અસંખ્ય આરોગ્ય કર્મચારીઓ અને નીતિ નિર્ધારકો ખરેખર અભિનંદનના અધિકારી છે આપણા દેશમાં સારા સમાચાર બહુ ઓછા મળે છે ક્યાંક ટ્રેન અકસ્માત તો ક્યાંક હૉસ્પિટલમાં આગ લાગી જાય અને દરદીઓ જીવતાંજીવત મહા ચિતાને સમર્પિત થઈ જાય ક્યાંક બાળકોને લઈને જતી સ્કૂલ બસ ખાઈમાં ગબડી પડે તો ક્યાંક આદિવાસીઓ પોતાની રોજીરોટી બચાવવા સંઘર્ષ કરતા હોય અને એકને ભૂલો અને બીજાને યાદ કરો એવાં કૌભાંડો ખૂનામરકી લૂંટફાટ ત્રાસવાદ આવા સંયોગોમાં પોલિયો નામના એક મૌન કૌભાંડનો અંત આવ્યો છે એ ખરેખર ઉતરાણ પર મળેલા સારા સમાચાર છે આટલાં કૌભાંડો આટલા રાજકીય આટાપાટા વચ્ચે પણ તંત્ર પોલિયો રવિવાર જેવી ઝુંબેશો ચલાવતું રહ્યું એ પોતે જ એક સારા સમાચાર છે બાળકો માટે જીવલેણ મનાતી છ મુખ્ય બીમારીઓમાં એક છે પોલિયોની બીમારી આ છ બીમારીઓ એટલે છ પૂતનામાસીઓ પોલિયોનું વાયરસ બહુ જ ચેપી હોય છે અને ચેપી ભોજન દ્વારા એ આંતરડામાં પહોંચીને પાંગરે છે અને પછી બાળકની નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે બાળકનાં અંગો એની પકડમાં આવી જાય છે અને સ્વાભાવિકપણે કામ કરતાં નથી આંતરડામાંથી એની અસર બાળક પર ન દેખાય ત્યારે પણ એ મળ દ્વારા બહાર આવે છે અને પ્રદૂષિત પાણી હવા અને ખોરાક મારફતે ચેપ ફેલાવે છે પોલિયોનો ઇલાજ નથી માત્ર પોલિયોની રસી ઇંજેક્શન કે ટીપાં એની સામે ઢાલ બની શકે છે એ પણ નોંધવું જોઈએ કે છાસવારે કૌભાંડો અને ભ્રષ્ટાચારને નામે રાજકારણીઓ પર વરસી પડનારા આપણે કદી બોલ્યા નથી કે સાર્વજનિક આરોગ્ય સેવા આપણૉ અધિકાર છે આ મૌન કૌભાંડ આપણા ધ્યાનની બહાર જ રહ્યું બાળકો આવી બીમારીનો ભોગ બને એ રાષ્ટ્રીય શરમ છે એવું આપણને કદી ન લાગ્યું પોલિયોની નાબૂદી તો આજથી પચાસ વર્ષ પહેલાં થઈ જવી જોઈતી હતી પરંતુ બાળકનું મૃત્યુ બીમારી ગરીબાઇને પૂર્વજન્મનાં કર્મોનું ફળ માનનારા આપણે આ બાબતમાં કદી પણ આંદોલિત ન થયા એ પણ કડવું સત્ય છે પરંતુ હજી પ...
|