Meta tags:
description= 4 posts published by Dipak Dholakia during August 2012;
Headings (most frequently used words):
છે, અને, પણ, તે, કે, તો, એક, બળ, પછી, પ્રોટોન, જે, કણો, બે, હોય, પરમાણુ, એટલે, પરંતુ, માટે, તેમ, આપણે, નથી, મેસોન, જાય, કરી, વાત, હતા, આમ, હતી, ને, પર, વિશે, વધુ, કોઇ, થાય, લેખ, કલ્પના, કણ, છીએ, આપણી, હવે, ચાર, સુધી, એમણે, થઈ, માત્ર, થયું, વીજભાર, ન્યુટ્રોન, નામ, ક્વાર્ક, ગુજરાતી, મારી, માતૃભાષા, રહે, વધારે, બની, રહી, હિગ્સ, એની, બહુ, બોસોન, કહ્યું, કણાદ, બિગ, કરતાં, બને, કરતા, ઇલેક્ટ્રોન, જેમ, તેને, મળી, નવા, લોચા, એનું, મળે, નહિ, હજી, અહીં, કઈં, છું, એમનો, શ્રી, લખ્યું, મેં, પ્રમાણે, હતો, એમ, રચના, બૅંગની, તેમાં, પહેલાં, ગયા, નામના, સૂક્ષ્મ, તેની, બહાર, નાભિની, અંદર, ત્રણ, કામ, આવ્યા, અગાઉ, વાહક, ખાસ, બીજા, આટલી, અમે, પડે, ના, ભાષા, વાર, લાગે, વર્ષ, કાં, dipak, શ્વાસ, એનો, મગજમાં, સાગર, જતા, નવી, રીતે, તેનો, એમાં, શું, કેમ, મૂળ, હેડ્રોન, પદાર્થ, પ્રયત્ન, અથવા, સ્વરૂપ, એમને, ઘણા, દરેક, ગયું, ડાલ્ટન, સાથે, ત્યારે, અભ્યાસ, બીજી, આવે, અપાકર્ષણ, એને, સાબિતી, કુદરતની, રાશિ, વીજ, કારણે, ચુંબકીય, force, બળો, સ્ટ્રોંગ, જ્યારે, પડ્યું, સમજાવવા, વીજચુંબકીય, ન્યુટ્રોનને, તેથી, ભારે, ચિત્ર, આવી, કણોની, અપ, ડાઉન, તેના, કોલાઇડર, આથી, તરફ, હશે, of, મારે, તમે, દલિત, અન્ય, સૌ, ભાષાનો, જાણી, માણસને, જરૂરી, વિનિમય, કરે, ભાષાઓ, ક્યારેક, ઘણી, કહી, પાસે, ભાષાના, જેટલો, સમય, થઇ, નજીકની, ગઈ, to, કણાદથી, dholakia, spam, blocked, પડી, કાન, લાગ્યું, એના, લવાડ, કૅમિકલ, જેવા, મિત્રો, મને, પરિચય, નીરવભાઈને, આપ્યો, કરૂં, પ્રયાસ, ડૉ, પરેશ, લખાયું, એવો, ઉલ્લેખ, સિવાય, સમજવાનો, થયો, વિશ્વની, સમજવાના, આપણા, નજીક, પાર્ટિકલ, બ્લોગ, ચર્ચા, પોતાના, ભાઈ, બીજાં, આજ, શોધમાં, કહો, બીજું, બળોનુ, બનેલા, ઋષિએ, આજથી, લગભગ, હજાર, બનેલો, અવિભાજ્ય, દ્રવ્ય, કર્યું, દ્રવ્યના, પ્રકાર, સંયોજન, ઓછું, વખત, કણોનો, બધા, ત્યાં, વિજ્ઞાન, બધી, કલ્પનાઓ, કિરણ, ખરેખર, નાના, પ્રયોગો, પરથી, નક્કી, ઋણ, પરમાણુનો, નાભિ, ધન, બાજુ, નાભિને, અંદરના, જાઓ, વગેરે, પરમાણુની, રચનામાં, આવ્યો, વચ્ચે, થવું, જોઇએ, નિયમ, મુજબ, છેક, જોડે, પૂરી, અસ્તિત્વની, વ્યાવહારિક, કરવા, જઈએ, પ્રકૃતિમાં, ફોર્સ, બળનો, ધક્કો, થયા, આને, મૂળભૂત, એવું, ક્ષેત્ર, વૈજ્ઞાનિકોએ, દાખલ, મજબૂત, એવાં, સમજ, કિરણોના, ન્યુટ્રિનો, વિશ્વને, બાંધી, ત્યાર, શકાયાં, વિવિધ, સાચી, વજનના, ગણા, કણોને, એલિમેન્ટરી, કહેવાયા, છેલ્લા, કરતે, સમજાવી, નામે, ગોઠવણ, સ્ટાન્ડર્ડ, મળીને, ગ્લુઓન, લેપ્ટોન, ફર્મિઓન, ૧૨, અંદરની, ફોટોન, lhc, મશીનો, શા, ઉપયોગ, બનતે, ઊર્જા, જરૂર, યંત્ર, વર્ગના, બ્રહ્માંડની, વખતે, સમયની, ઉષ્ણતામાન, પહોંચ્યા, બન્યો, ઉર્જા, પહોંચી, એમના, બાપુ, મહિનો, ઓગસ્ટ, 2012, મુન્નાભાઇ, છાપ, કેમિકલ, satyagraha, gandhian, variety, dalit, voice, in, gujarati, ઇંગ્લિશ, ફોસ્ટર, મધર, નીરવ, પટેલ, પ્રકારના, લોકોને, હૈયાધારણ, આપવી, નાહકની, ચિંતા, કરો, અમ, આદિવાસીઓ, ગરીબ, વંચિત, શોષિત, સમુદાયોની, ઈતિહાસ, ચુક્યા, ભાષાનું, રાજકારણ, ચૂક્યા, સામાજિક, સામુદાયિક, જીવન, જીવતા, પ્રત્યાયનની, એટલેજ, જન્મ, વૃદ્ધિ, વિકાસ, શબ્દભંડોળ, રૂઢીપ્રયોગો, કહેવતો, વ્યાકરણ, ઉચ્ચાર, વગેરેને, વિકસાવે, માનવ, સમુદાયો, એકબીજાના, સંપર્કમાં, આવીને, ભાષાની, મૂડીનો, આદાન, પ્રદાનથી, બદલાતી, survival, the, fittest, સિદ્ધાંતે, ઉપયોગી, ભાષાને, અપનાવી, લેતા, પેલી, મ્યુઝીયમની, ચીજ, બોલીઓ, સમયના, સમુદાયોના, જીવનમાં, પોતાનું, યોગદાન, આપીને, અલવિદા, આર્કાઈવ્ઝ, શબ્દકોશો, વ્યાકરણો, સાહિત્ય, સર્જનો, પ્યારી, એવી, સૌન્દર્યને, માણવાનો, લ્હાવો, તેટલો, માણી, લો, કારણકે, સમયને, ઝાઝી, વધારેમાં, પાંચ, પેઢી, યા, સોએક, હિન્દી, અંગ્રેજી, જશે, અત્યારે, ગુજલીશ, હિંગ્લીશ, ની, from, kanada, higgs, reservation, and, or, madaayattam, paurusham, મદાયત્તમ્, તુ, પૌરુષમ્, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ગાંધીની, લાશ, છાતી, ધરીને, સાંભળવાની, કોશિશ, ઊંડે, અતિ, મંદ, ચાલે, લયમાં, સંભળાય, ઝંઝાવાત, બનીને, પેદા, કરતો, રબારી, શિકાર, બનતા, ઊષાબેન, વીનુભાઈ, વિક્રમસિંહ, તમને, સૌને, સલામ, બારીમાંથી, જોતાં, દેખાય, આપ, સૌની, સમક્ષ, ધરી, દઉં, આમાં, પોતાને, રસ્તે, ચાલ્યા, સજ્જનોને, બોલાવીને, મિત્રતા, કરાવ્યો, ગઈકાલે, લંડનથી, વિપુલભાઈ, કલ્યાણી, ઓપિનિયન, પ્રસિદ્ધ, ૨૬, ઑગસ્ટનો, ડિજિટલ, અંક, મળ્યો, પહેલો, વાંચ્યો, તરત, મોકલાવી, નીરવભાઈએ, પોતાનો, લેખમાં, હું, પુનરાવર્તન, નહીં, વિપુલભાઈનો, આભાર, ્માનું, દલિતો, નીરવભાઈનો, તરીકે, ગુજરાતીને, સુધારાને, મૂલવવાનો, કેટલી, પ્રદેશો, બદલાય, જાતિ, દબામણીનું, સાધન, પૂછીએ, વૈદ્યને, લખવા, જવાબ, પ્રયોગ, સ્ટૅન્ડર્ડ, મૉડેલ, વિકસ્યું, ઇતિહાસ, રસપ્રદ, તૈયારી, દેખાડી, નાનો, પરિણામ, આગ્રહ, થોડી, જાણકારી, આપી, કરવો, બસ, લાર્જ, કોલાઇડરમાં, બેય, બાબતોને, આવો, પ્રયાસોનાં, સીમાચિહ્નો, નજર, નાખતા, પહોંચીએ, વૈદ્ય, હિગ્સના, કહેવાતા, ગોડ, પેપરોમાં, વિશ્વમાં, વર્લ્ડ, માં, ઉર્વીશ, કોઠારીએ, દીપકે, વાંચવા, મોકલ્યું, લખાણો, ગમ્યું, કારણ, શોધનો, પૂર્વાપર, સંબંધ, બાધી, આપેલો, થોડું, ઉમેરવાનો, કરીશું, કહેવાઈ, કુદરતનાં, પાસાં, તક, દ્રવ્યનું, કુદરતી, આસપાસ, પદાર્થો, શાના, તાત્વિક, જૂની, નક્કર, અઢી, મોટા, ભાગના, વિદ્વાનો, ગૌતમ, બુદ્ધના, સમકાલીન, પુરોગામી, માને, વખતમાં, અધ્યાત્મ, પ્રકૃતિના, સ્વરૂપને, થતા, માગી, લે, તેવી, અણુઓનો, અણુ, ગુણ, કર્મનું, વિવેચન, નવ, દેખાડ્યા, મન, આત્માને, દ્રવ્યરૂપ, માન્યાં, કણાદે, કર્મનો, પ્રભાવ, કર્મ, વિભાજન, ગતિ, જવાબદાર, દ્રવ્યને, સ્વાધીન, માન્યું, પછીના, કાળમાં, પ્રકૃતિ, matter, વિચારવાનું, વલણ, થતું, ગ્રીક, ચિંતક, ડેમોક્રીટસે, અણુની, આજના, અણુવિજ્ઞાનનો, પાયો, પશ્ચિમમાં, ૧૭૬૬, ૧૮૪૪, પરમાણુવાદ, નંખાયો, રસાયણશાસ્ત્રી, તત્વના, એકસમાન, પરમાણુઓ, નિયત, પ્રમાણમાં, જોડાય, રાસાયણિક, પ્રક્રિયાથી, અણુઓની, ગોઠવણી, પરમાણુમાં, કશો, ફેરફાર, થતો, જુદા, પડતા, ઝરણું, સદીઓ, સુકાઈ, હતું, પરમાણુના, બાબતમાં, ધૂંધળી, લાંબી, યાત્રાનાં, શરૂઆતનાં, ડગલાં, ૧૮૯૮માં, બ્રિટિશ, ભૌતિકવિજ્ઞાની, થોમસન, કેમ્બ્રિજ, યુનિવર્સિટીમાં, કૅથોડ, કિરણો, નો, સ્ફૂર્યું, પ્રવાહ, ૧૯૧૧માં, રુધરફોર્ડે, સાબીત, બીજો, હિસ્સો, ઇલેક્ટ્રોનનો, કુલ, શૂન્ય, ભાર, કણોથી, હાઇડ્રોજનનો, સૌથી, સાદો, નાભિમાં, ફરે, મેન્દેલ્યેવે, શીખવ્યું, વધારતા, આગળના, તત્વનો, મળતો, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, પ્રશ્ન, સમાન, વીજભારવાળા, શકે, બન્ને, ખૂબ, કુલંબના, અંતર, તીવ્ર, અડકીને, બેઠેલા, દૂર, ફેંકાઈ, જવા, ૧૯૩૨માં, વજન, ખરૂં, તટસ્થ, neutral, ન્યૂટ્રોન, રાખવામાં, આવ્યું, તબક્કે, દુનિયાની, દૃષ્ટિએ, ત્રણેય, કણોના, સાબિતીઓ, મળતી, ન્યુટ્રોનના, હિરોશિમાનો, બોમ્બ, ભૌતિક્શાસ્ત્રીઓ, કેટલાક, કોયડા, તરફ઼, ઉપરાંત, અંગ્રેજીમાં, યાંત્રિક, અનુભવ, મારો, તેવુ, ચાલનાનું, બળોમાંથી, ઉપજાવેલ, વૈજ્ઞાનિક, વિચાર, શરૂ, બાદ, માણસે, બળને, ઓળખ્યાં, ચુંબક, ગુરુત્વાકર્ષણનું, ૧૬૬૬માં, ન્યુટને, ગુરુત્વબળની, નીચે, પડીએ, પાણીના, ધોધમાં, શક્તિ, ઘટનાઓમાં, fundamental, દોઢસો, વર્ષે, ફેરેડેએ, દર્શાવ્યું, સિક્કાની, તારમાંથી, વીજળી, વહે, ઉત્પન્ન, વાસ્તવમાં, electro, magnetic, કુદરતનું, પાયાનુ, કુલંબનો, જોઈ, લીધો, જોઈએ, થવાના, કારણરૂપ, કર્યાં, strong, weak, દુર્બળ, એનાં, નાભિકણો, વચ્ચેનું, આકર્ષણ, સમજાવે, વીક, ફોર્સનું, નાભિમાંથી, નીકળતા, કિરણોત્સર્ગની, આપવામાં, મુખ્યત્વે, બીટા, ઉત્સર્જન, બાબત, કેટલીક, ગૂંચો, ઉકેલવામાં, કણનું, અસ્તિત્વ, ઉપજાવી, કાઢવું, બહારના, ગુરુત્વ, સુક્ષ્મ, જુદાં, વૈજ્ઞાનિકો, બળોની, ધારણા, ટકી, રહ્યા, ચારેયને, ગણિતની, મદદથી, સામાન્ય, સૂત્રમાં, લેવાની, આઇન્સ્ટાઇને, યુનિફાઇડ, થિઅરી, ઓફ, ફીલ્ડ્સ, કહે, તેમના, જીવનકાળ, દરમ્યાન, સફ઼ળતા, પાકિસ્તાની, મૂળના, ભૌતિક્શાસ્ત્રી, અબ્દુસ, સલામે, ક્ષેત્રે, મહત્વનું, કાર્ય, કાઢ્યું, આજની, તારીખે, ગુરુત્વાકર્ષણ, સિવાયનાં, બળોને, તાંતણે, સાકાર, નાભિકીય, બળોના, પ્રસ્તાવ, વિજ્ઞાનનાં, ક્ષેત્રમાં, કલ્પનાશક્તિનું, તત્વ, પ્રમાણમા, દેખાવા, ઘટનાઓને, નિયમો, કન્સેપ્ટ, બનાવવા, માંડ્યા, પ્રાયોગિક, શોધવા, માંડી, જોડેલા, રાખવા, કણની, પ્રોટોનમાંથી, નરી, પ્રયોગોમાં, આવા, માનવું, મધ્યમ, તેનાથી, આશરે, ૧૮૦૦, ૧૮૦, થી, ૫૦૦, તેઓનું, શોધાયેલા, તૂટે, મળતા, ઢગલાબંધ, પાર્ટિકલોથી, ઘણું, સંકુલ, છતાં, અમુક, તથ્યો, અસમંજસ, ચાલુ, વળી, પાયાના, મનાયા, તેય, ગોઠવણથી, તેવું, આધારિત, થિયરીને, વિકસતાં, થોડો, ગયો, આખી, મોડલ, જેની, હમણાં, થતી, ક્વાર્કના, એવા, ગુણધર્મ, ધારવામાં, ટૉપ, બોટમ, ચાર્મ, સ્ટ્રેન્જ, અમેરિકન, સ્ટાઇલમાં, પ્રકારોને, ક્વાર્કોની, ફ્લેવર, કહેવાઇ, તથા, જોડવાનું, કરશે, ક્વાર્કને, ચોંટાડશે, જેનાથી, હલકા, મ્યુ, ટો, ત્રણેયના, સંલગ્ન, છને, માની, લેવાયા, ગ્રૂપ, થયુ, વડે, શકાશે, મનાયું, વહન, ભૌતિક્શાસ્ત્રમાં, બળનું, રહેતું, ક્વોન્ટમવાદ, આવતાં, ભાવવાચક, સતત, રહેતાં, ક્વોન્ટાઇઝ્ડ
Text of the page (most frequently used words):
અને (136), હોય (37), માટે (34), નથી (31), 2012 (30), #માતૃભાષા (30), ઓગસ્ટ (29), જાન્યુઆરી (29), મારી (28), સપ્ટેમ્બર (28), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), કરી (26), જુલાઇ (26), 2016 (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), ભાષા (24), ફેબ્રુવારી (22), 2015 (22), પછી (22), હતા (22), હતો (21), એટલે (21), એને (19), ગુજરાતી (19), 2013 (18), 2022 (18), વાત (18), હતી (18), મને (17), થાય (17), પ્રોટોન (17), 2011 (16), જાય (16), શું (16), હવે (16), હું (15), છું (15), કણો (15), 2014 (14), તેમ (14), કોઈ (14), તમે (14), 2025 (13), ત્યારે (13), પરંતુ (13), ગયો (13), આપણે (13), પરમાણુ (13), હતું (12), બની (12), કહ્યું (12), થયું (12), કામ (12), દલિત (12), છીએ (11), પોતાની (11), સાથે (11), બાજુ (11), અંગ્રેજી (11), શરૂ (10), અમે (10), એમણે (10), વાર (10), પોતાના (10), જમીન (10), એમને (10), મળી (10), વિશે (10), કરે (10), મેં (10), થયો (10), આવી (10), બહાર (10), મેસોન (10), કરો (9), નામ (9), dipak (9), મારા (9), કારણે (9), નહીં (9), કરતાં (9), વધારે (9), રહે (9), એની (9), ત્યાં (9), આવે (9), આપે (9), ગયા (9), આજે (9), નહિ (9), martyrs (8), freedom (8), struggle (8), અમારા (8), કરતા (8), આવ્યા (8), પહેલાં (8), એમના (8), રહી (8), એમાં (8), મળે (8), ગામ (8), માત્ર (8), કોઇ (8), વધુ (8), જેવા (8), નવા (8), બહુ (8), આપણી (8), નેતા (8), dholakia (7), indian (7), લેખ (7), કર્યું (7), લોકો (7), એનો (7), આપણા (7), દીધી (7), પડે (7), છોકરો (7), બને (7), શકે (7), જેમ (7), કલ્પના (7), ભાઈ (7), અપનાવી (7), પોલીસ (7), નવી (6), જરૂર (6), પ્રમાણે (6), ભાગ્યેન્દ્ર (6), આદિવાસી (6), ક્યાં (6), બીજા (6), આટલી (6), એના (6), બનાવી (6), બીજી (6), નાના (6), લાગે (6), પાછી (6), છોડીને (6), હજી (6), સુધી (6), ક્વાર્ક (6), ચાર (6), ન્યુટ્રોન (6), એવું (6), કરવા (6), વીજભાર (6), હજાર (6), અન્ય (6), એવી (6), ગોચર (6), like (5), ટિપ્પણીઓ (5), બારી (5), શોધો (5), uncategorized (5), આવો (5), કરૂં (5), આવ્યો (5), યાદ (5), આગળ (5), જશે (5), કઈં (5), શીખવ્યું (5), જોઇએ (5), છતાં (5), પછાત (5), જાણે (5), માણસ (5), એનું (5), મારે (5), પટેલ (5), દીધો (5), થયા (5), પહોંચી (5), લીધા (5), પાસે (5), ત્રણ (5), ગયું (5), બધું (5), એણે (5), અહીં (5), એમનો (5), કરશે (5), બિગ (5), હિગ્સ (5), તેને (5), કેમ (5), હશે (5), છોડી (5), દરેક (5), ભારે (5), બોસોન (5), ઇલેક્ટ્રોન (5), નક્કી (5), ઘણું (5), નામના (5), કહે (5), કણાદ (5), સિવાય (5), ભાષાને (5), પ્રેમ (5), માનવ (5), મગજમાં (5), લોચા (5), તોડફોડ (5), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), categories (4), posted (4), author (4), loading (4), સંઘર્ષ (4), ઉપર (4), સામે (4), અરે (4), કોણે (4), જોઈએ (4), ખબર (4), કરીને (4), નોકરી (4), અનામત (4), તેના (4), કરતો (4), જતા (4), લીધી (4), સમય (4), મોટા (4), મનમાં (4), વળી (4), વર્ષ (4), જવું (4), ચિંતા (4), હાથ (4), જઈએ (4), દૂર (4), છાપાં (4), થતા (4), મોટી (4), જાઓ (4), બીજું (4), તરફ (4), બૅંગની (4), રીતે (4), રચના (4), તેમાં (4), સૂક્ષ્મ (4), અંદર (4), નાભિની (4), વગેરે (4), અગાઉ (4), વાહક (4), એવા (4), તેની (4), પડી (4), ખાસ (4), માં (4), શ્રી (4), લખ્યું (4), સમાજ (4), ફોસ્ટર (4), સાહિત્યિક (4), પાંચ (4), ઉજળીયાત (4), જીવન (4), થકી (4), ગુજરાતીઓ (4), ભાષાની (4), અદભૂત (4), સમક્ષ (4), રસ્તે (4), સાગર (4), નેતાઓ (4), આંદોલન (4), રાજા (4), this (3), wordpress (3), com (3), other (3), and (3), લાગ્યું (3), નીકળી (3), તમને (3), માનતો (3), બધા (3), આવા (3), કારણ (3), ક્યાંથી (3), ગરીબ (3), સમાચાર (3), ખરેખર (3), વચ્ચે (3), પાછા (3), જોઈને (3), જોવા (3), પોતે (3), મુખ્ય (3), પોતાને (3), તરીકે (3), દાખલ (3), પહેલા (3), વર્ષે (3), ધ્યાન (3), રાખે (3), રોજ (3), જોઈ (3), થવું (3), ઝાડ (3), લઈને (3), કોણ (3), નું (3), નીચે (3), ગયેલા (3), બીજો (3), કહી (3), કાઢ્યું (3), બન્યો (3), થશે (3), જતી (3), બદલે (3), વિજ્ઞાન (3), આથી (3), કોલાઇડર (3), જ્યારે (3), શોધમાં (3), વખતે (3), કણોની (3), અભ્યાસ (3), શકો (3), ચિત્ર (3), એવો (3), અથવા (3), તેથી (3), હેડ્રોન (3), સ્ટ્રોંગ (3), વીજચુંબકીય (3), ન્યુટ્રોનને (3), સાબિતી (3), આવતાં (3), રાશિ (3), મૂળ (3), ડાઉન (3), તથા (3), વખત (3), કહો (3), સાચી (3), ઘણા (3), પડ્યું (3), ત્યાર (3), કુદરતની (3), સમજાવવા (3), કલ્પનાઓ (3), બળો (3), રહ્યા (3), અપાકર્ષણ (3), force (3), વીજ (3), છેક (3), ચુંબકીય (3), તેનો (3), ડાલ્ટન (3), પદાર્થ (3), સ્વરૂપ (3), પ્રયત્ન (3), નજર (3), સમાનતા (3), મુક્તિ (3), કહીને (3), બચાવો (3), હિન્દી (3), વૈશ્વિક (3), કેવળ (3), બલ્કે (3), અપાવે (3), પોતાનું (3), જ્યાં (3), મળશે (3), જેટલી (3), ભાષાઓ (3), કરું (3), અમને (3), ગુજરાતીએ (3), આપીને (3), ઝુંબેશ (3), તમારા (3), લાચાર (3), દીધા (3), બોલીને (3), શબ્દભંડોળ (3), ક્યારેક (3), કાં (3), સાધન (3), પ્રત્યે (3), ખરો (3), મુસલમાન (3), વારસામાં (3), સમિતિના (3), શ્વાસ (3), કૅમિકલ (3), ઊષાબેન (3), લવાડ (3), અહિંસક (3), હાજર (3), ચડી (3), પોલીસે (3), ગ્રામસ્વરાજ (3), સરઘસ (3), ડાબી (3), જમણી (3), માગે (3), ખેડૂત (3), સરઘસમાં (3), કરશો (3), site (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 292 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), email (2), address (2), reservation (2), madaayattam (2), paurusham (2), બન્ને (2), પહેલી (2), અવાજે (2), આટલો (2), ત્યાંથી (2), કર્યો (2), ડગલાં (2), પેલો (2), થઈને (2), જગ્યાએ (2), વાંધો (2), જગ્યા (2), કોઈને (2), બોલું (2), હંમેશાં (2), નરમ (2), રહેવું (2), તમારો (2), ચિંતક (2), છૂટી (2), માને (2), માર (2), જેવો (2), દેખાય (2), અમુક (2), ગણે (2), સરકારે (2), વર્ગ (2), બનાવીને (2), સમકક્ષ (2), બનાવવાની (2), મારો (2), કિસ્સો (2), ઉદાહરણ (2), નિર્લજ્જ (2), વંચિત (2), રાખવા (2), ઊતરી (2), જતો (2), ટકી (2), સિદ્ધિ (2), ગણાય (2), શિંગડાં (2), એમની (2), પાડે (2), યાત્રા (2), સાહિત્યમાં (2), સારી (2), બનાવવા (2), હાથમાં (2), તરત (2), ચોપડા (2), મળ્યો (2), દોઢસો (2), લખતાં (2), ટાઇમ (2), માંચડા (2), આપણો (2), નાયક (2), જવા (2), પકડાવી (2), બેઠો (2), પેન્ટર (2), ઘરે (2), કૉલેજમાં (2), પહોંચ્યો (2), રૂપિયા (2), ધરપત (2), જીવ (2), પિતા (2), કબૂલ (2), ભલે (2), ભણવાનું (2), રિસેસમાં (2), ધૂએ (2), નિશાળ (2), શિક્ષકો (2), છોકરાને (2), ઓગણીસ (2), વાળી (2), માસ્તરસાહેબો (2), નિશાળમાં (2), નીકળ્યા (2), દુકાને (2), અમિતાભ (2), બનાવ્યું (2), મામાએ (2), માસ્તરસાહેબે (2), નહોતી (2), નીકળ્યાં (2), કાગળ (2), ફરે (2), પાસેના (2), બાળકને (2), વાંચવા (2), ઢગલાબંધ (2), એકઠા (2), બાંકડા (2), રાખી (2), દીધું (2), ભાણો (2), ફીંડલું (2), રાખ્યા (2), ડરતાં (2), પોતાનો (2), લીધો (2), સજા (2), હાલ (2), દીકરા (2), મામા (2), નાની (2), સાંભળ્યું (2), મંતર (2), ઠીક (2), ઇલાજ (2), લીધું (2), લાકડાં (2), શકાય (2), સવારે (2), કાપવા (2), જવાનું (2), સાંજ (2), બેસી (2), રહો (2), પડતાં (2), ભણી (2), ચાલે (2), ભગવાન (2), વર્કિંગ (2), વૂમન (2), જેવું (2), આકર્ષણ (2), બાળકો (2), એકાદ (2), સૌથી (2), હોવી (2), કોઈક (2), બાળક (2), ઝમી (2), પૌરુષમ્ (2), જન્મ (2), મારૂં (2), from (2), kanada (2), higgs (2), tags (2), મશીનો (2), યંત્ર (2), વ્યાવહારિક (2), ઉપયોગ (2), એવાં (2), નજીક (2), પહોંચ્યા (2), સમયની (2), શરૂઆત (2), કદી (2), કણાદથી (2), ઉષ્ણતામાન (2), ઉર્જા (2), કરવાનો (2), નજીકની (2), બ્રહ્માંડની (2), ઊર્જા (2), મૂળભૂત (2), સમજ્યા (2), અંદરની (2), વિવિધ (2), બનતે (2), આખા (2), આવું (2), નાભિ (2), મજબૂત (2), નાભિને (2), lhc (2), જરૂરી (2), એનાથી (2), વર્ગના (2), બનેલા (2), કિરણોના (2), ફોટોન (2), કિરણ (2), ફર્મિઓન (2), સ્ટાન્ડર્ડ (2), બળનો (2), ગ્લુઓન (2), જોડે (2), છેલ્લા (2), ક્ષેત્ર (2), ગોઠવણ (2), લેપ્ટોન (2), કહેવાયા (2), ન્યુટ્રિનો (2), અવિભાજ્ય (2), બધી (2), સમજાવી (2), બળોનુ (2), વહન (2), મળીને (2), કણોને (2), નામે (2), પૂરી (2), હમણાં (2), મુજબ (2), પ્રકાર (2), વજનના (2), ગણા (2), પરથી (2), એલિમેન્ટરી (2), પાર્ટિકલ (2), દ્રવ્યના (2), પ્રયોગો (2), કરતે (2), શકાયાં (2), વૈજ્ઞાનિકોએ (2), વિશ્વને (2), અંદરના (2), બાંધી (2), નિયમ (2), બીજાં (2), ફોર્સ (2), સમજ (2), મુખ્યત્વે (2), માણસને (2), ધક્કો (2), વિશ્વની (2), વૈજ્ઞાનિક (2), બાદ (2), પ્રકૃતિમાં (2), આને (2), દુનિયાની (2), પરમાણુની (2), અસ્તિત્વની (2), મળતી (2), રચનામાં (2), કેટલાક (2), પરમાણુનો (2), ઓછું (2), લગભગ (2), કણોનો (2), આજથી (2), બનેલો (2), સંયોજન (2), સુકાઈ (2), સમજવાનો (2), ચર્ચા (2), ઋષિએ (2), સમજવાના (2), ઉલ્લેખ (2), તેવી (2), દ્રવ્ય (2), જવાબદાર (2), થતું (2), બ્લોગ (2), પરેશ (2), લખાયું (2), આપી (2), પ્રયાસ (2), dalit (2), voice (2), gujarati (2), મૂલ્યોમાં (2), ભાષામાં (2), શિષ્ટ (2), સાચા (2), ઈંગ્લીશ (2), મધર (2), પ્યારી (2), જેવી (2), ઉપયોગી (2), કાગારોળ (2), સાંસ્કૃતિક (2), સમૃદ્ધ (2), વાચા (2), ભાષાથી (2), દલિતો (2), ઈચ્છું (2), વિશેષ (2), અલવિદા (2), શીખી (2), દેશને (2), ડાયાસ્પોરાએ (2), વડવાઓની (2), પામે (2), હાથે (2), કેવી (2), ગુજરાત (2), ભારત (2), નામનો (2), દેશ (2), દેશમાં (2), થયેલા (2), લેવા (2), બદલાતી (2), એટલેજ (2), આપ્યા (2), ગૌરવ (2), પેલા (2), સાચો (2), બચાવવાની (2), સત્તા (2), પ્રતિષ્ઠા (2), પ્રજા (2), પાઠ (2), બનીને (2), બિચારી (2), ભોળી (2), પ્રકારના (2), સંસ્કૃતિ (2), લોકોની (2), સાહિત્ય (2), જ્ઞાન (2), જેમને (2), ભાષાનો (2), જાણી (2), રાજકારણ (2), સામાજિક (2), વિનિમય (2), રૂઢીપ્રયોગો (2), કહેવતો (2), પેલી (2), ઘણી (2), સમયના (2), ભાષાના (2), જેટલો (2), કારણકે (2), જેમના (2), તેવા (2), અલબત્ત (2), ઉમદા (2), આધારે (2), કારણો (2), આરો (2), માતૃભાષાને (2), શબ્દો (2), આભાર (2), નારા (2), સંભળાય (2), પ્યારો (2), વિષે (2), ઝુરાપો (2), જનતાને (2), ધરાવતી (2), મળેલી (2), સહકાર (2), અનેક (2), વિશિષ્ટ (2), ભુવાલડી (2), ગામના (2), અમદાવાદ (2), વ્યવસાય (2), એટલી (2), નીરવભાઈને (2), સૌની (2), ધરી (2), પરિચય (2), આપ્યો (2), મિત્રો (2), satyagraha (2), gandhian (2), variety (2), રિપોર્ટ (2), જવાબદારી (2), રબારી (2), વીનુભાઈ (2), વિક્રમસિંહ (2), કાન (2), કથા (2), આંદોલનને (2), કેટલા (2), જુવાનો (2), રસ્તો (2), સત્યાગ્રહ (2), કેમિકલ (2), પોલીસને (2), મદદ (2), જુવાનોને (2), અંતે (2), પકડવા (2), ફિલ્મ (2), તોફાન (2), કરવું (2), ખોટું (2), ખેતરમાં (2), નવમી (2), ઑગસ્ટે (2), કરવાનું (2), જમીનમાં (2), કાર્યક્રમ (2), વાગ્યે (2), સૌએ (2), ઝાંપો (2), વળ્યા (2), તૂટી (2), ગયાં (2), ગામવાસીઓને (2), ચણભણાટ (2), ચૂંટણી (2), દયાહીન (2), નૃપ (2), બગડે (2), ઢોરઢાંખર (2), ભરોસે (2), ગામમાં (2), ધારો (2), બાપુ (2), પંદર (2), જણને (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, પસંદ, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, સંબંધની, તકવાદી, ગુરુચેલાની, ખુરશીઓની, અદલાબદલી, રહીએ, સ્થિર, બાળપણની, ગળે, ડૂમો, ભરાઈ, તુલના, ચડ્યો, શખ્સે, ખાડામાંથી, આવવાનો, જવાનો, બન્નેએ, દોડવાનું, અદૃશ્ય, અવાજ, ગયોઃ, ભઇલા, તું, અહીંથી, દોડજે, નહીંતર, તારાથી, કહેશે, તમારે, ભોઠું, હસી, નાખે, કદાચ, આદિવાસીએ, નમતા, ઉપરી, ઇતિહાસકાર, માર્ક્સવાદી, જાતિભેદમાં, પદ્મશ્રી, આદિવાસીને, કચડી, નાખવા, માટેના, કાવાદવામાં, સામેલ, કેમે, આની, આર્તનાદ, ફૂટે, હોવાને, પદે, શબ્દોમાઃ, જાતિનો, પૂર્વગ્રહ, મૂઢ, કશે, પડતો, કળતર, સફળતાનો, સંતોષ, વ્યક્ત, સંપન્ન, બડાશ, જાતિની, રૂએ, સાનાજિક, શૈક્ષણિક, પછાતનો, જોગવાઈ, લાભ, ગેરલાભ, ઠોસ, પાકું, ઘૃણાપાત્ર, વહીવટદારો, લાભથી, અટકચાળાં, લાગતું, હદે, વાતાવરણમાં, વાતમાં, કશી, મેળવી, ખમીર, બતાવવું, જોઇતું, બતાવી, શક્યો, કાયર, નબળો, અસામાજિક, શકતો, મૂળમાં, ક્રૂર, રાજસી, તાકાત, થવા, લાવવાં, પટેલો, દિલ્હીમાં, નૅશનલ, બુક, ટ્રસ્ટના, ગુજરાતીના, ઍડિટર, ક્લાસ, ઑફિસર, મુલાકાત, આકાશવાણીમાં, ધીરજથી, અનુવાદ, ચીપી, ચીપીને, લખે, જાને, ફિલ્મનું, બોર્ડ, ચીતરતા, સ્પષ્ટ, વાંચે, શાંત, સૌમ્ય, સ્વભાવ, પાડવા, માગતા, પાડી, અપરાધ, પકડાઈ, xxxxxx, અહી, અટકી, નોકરીએ, લાગી, શેઠનો, નોકર, નહોતો, શેઠે, નાયકને, બનાવે, ટેલીફોન, રણકે, નંબર, નોંધી, શેથ, નંબરની, ચબરખી, અક્ષર, સ્ટાફમાં, સહાયક, મૅનેજર, લખવાના, દિઝાઇનો, દરમિયાન, વામ્ચવાનો, રુચિલેવા, લાગ્યો, ફુટનાં, પાટિયાં, ચીતરતાં, કવિતાઓ, વાર્તાઓ, કૉલેજનું, ભણતર, પૂરૂં, બપોર, સુધીનો, કાઢવા, રખડવા, પડ્યો, વાંસના, બેસીને, પાટિયા, કઈંક, લખતો, ઊભો, પેલાએ, જોયુઝં, જુવાનિયો, બોલાવ્યો, ગળીવાળી, દોરી, જરા, થાક, ખાવા, નાયકના, ધરબાયેલો, રાજી, નાસ્તો, કરાવ્યાં, પબ્લિસિટી, કંપનીના, માલિક, ઓળખાણ, કરાવી, મદદનીશ, અપાવી, પ્રવેશ, સૂરત, ગજવામાં, બચ્યા, મિત્રે, બંધાવી, સબરસ, લૉજમાં, માસ્તરનું, વેઇટરનું, અપાવશે, મિત્રને, કયાંક, કોઈકે, ઇજનેર, બનાવો, નાપાસ, કલાનો, કલાવિદ્યાલયમાં, સ્ટડી, વર્ક, દોડતો, દોડીને, માયાળુ, પ્રોત્સાહન, નિશાળનું, છેલ્લું, ભણવું, ધગશ, હિંમત, બસમાં, આવવુંજવું, રૂપિયાનો, ખર્ચ, બાપને, પરચૂરણમાંથી, વીણતા, છોકરાએ, ગાંઠ, પગભર, દુકાનની, મંગાવે, એકનું, ટિંગાતા, બચ્ચન, ભાણા, આંગળી, ચીંધી, વાહ, ટાબરિયો, હોશિયાર, મામાના, ચહેરા, ગર્વ, ઝળક્યો, ભણવા, મોકલો, મામાની, ત્રેવડ, લેશું, શોખ, ઉગતાંવેંત, કરમાઈ, અટક્યું, પેન્સિલ, મગજમાંથી, કમલ, હાસન, રતિ, અગ્નિહોત્રી, આવ્યાં, રાજીનો, રેડ, ક્યાંય, ફેંકાય, ફર્યો, રાખું, ચોંટાડી, ફિલ્લમ, ઘેલું, થોડુંઘણું, વાંચતાં, આવડતું, ફોટાઓમાં, ફિલમવાળું, પાનું, અલગ, કાઢીને, સાચવી, રાજેશ, ખન્નાઓ, બચ્ચનો, ભેરવાઈ, સંભાળીને, કાઢે, દુકાનમાં, મામાને, કાગળની, ચોરી, જુઓ, કાગળોનું, નાખીને, ભાણાએ, ગુનો, કબૂલી, ગુનાની, ક્ષણે, ભાણિયાનો, ગાલ, લાલ, દિવસ, નાનાએ, ઉપાડ, વીસેક, માઈલ, પગપાળા, વળવાડ, નાનાના, ભાઈના, ચાની, દુકાન, ચલાવે, ત્રીજો, કપરકાબી, કચરો, વાળે, ઘરાકોને, ઘરાકો, મંગાવતા, ભાણિયો, સંકેલીને, પસ્તીમાં, વેચાય, ભગવાને, નાનાજીએ, કહ્યુઃ, ભણવાનો, કામે, લગાડીએ, સલાહમાતાના, મંદિરના, પુજારી, સલાહમાતા, સૌના, મનના, મનોરથ, પૂરા, દુખિયાં, ફૂંકી, વાસેલું, તાળું, પાણીમાં, બોળીને, માથેથી, ઉતારી, પનોતી, સમજો, જૂએ, નવાઈ, મેળે, તંતર, જંતર, દેખાવના, તકલીફનો, મનનો, હૈયે, રહેશે, દેવીમાએ, સાજો, આમાંથી, પૈસોય, કમાતો, માણસનાં, પાકાં, કમાણી, સૂનમૂન, છોકરાના, વિનાના, દિવસો, બહેને, સંભાળી, કાપી, લાવો, રસોઈ, નિશાળે, ઊઠીને, રોજનું, ભેંસ, બકરી, ચારવા, જંગલમાં, પડવાની, રાહ, જોતા, નિશાળની, ચોપડીઓ, વાંચ્યા, ઢોરોને, ગણી, ફરો, બાપના, વસવસો, વગરનો, દીકરો, માનું, દરરોજ, ધાણામેથી, વેચવા, સૂરજ, ડૂબે, આવંતી, બિરુદ, શોધાયું, પહેલાંથી, વર્ષના, ફરતી, ચણા, લેતી, આવતી, વિચારતો, ભિનાર, તાલુકો, વાંસદા, હોળીને, આડે, અઠવાડિયું, છોકરાઓએ, ફેરા, ફળિયાની, હોળીની, ઝાળ, ઊંચી, પાંચથી, પંદરનાં, કલાર, જાતનું, ઘાસ, મચી, પડ્યાં, દોડે, કોઇક, કોથળો, ભરે, અડધું, વેરાય, ઠપકો, અલ્યા, નાખ, ચારે, હવાને, ઉત્સાહ, વાતો, ઘરમાંથી, ચીસાચીસ, વાતાવરણને, આભડી, છોકરાંઓના, થંભી, હૈયાં, કાંપી, ઊઠ્યાં, દસેક, વર્ષનો, દોડ્યો, જમના, ઓળખે, નામથી, મદાયત્તમ્, 0000000, અસમાનતાની, લેખમાળામાં, અડગ, સંઘર્ષની, કરવી, કર્ણને, જાત, પૂછી, હુંકાર, કર્યોઃ, દૈવાયત્તં, કુલે, જન્મં, મદાયત્તં, દૈવે, આપેલા, કુળમાં, પૌરુષ, મેળવ્યું, ઉર્જાનાં, બનાવવાં, ચલાવવાં, એટલાં, ખર્ચાળ, સહિયારા, પ્રયત્નોથી, ઉત્કંઠા, સંતોષવા, થનારી, રીસર્ચ, મોંઘી, અમેરિકાએ, બનાવ્યા, યુરોપે, સામુહિક, કાર્યનો, સદી, તાત્કાલિક, સપનાં, સેવવાં, જ્ઞાનની, ક્ષણ, જ્યાંથી, પોતાનાં, દ્વાર, બંધ, કરતું, પડાવ, xxx, ઉપસંહાર, સૌજન્યઃ, ભાભા, સંશોધન, કેન્દ્ર, barc, ન્યૂઝલેટર, ૩૦૦, પૃષ્ઠ, ૨૦૦૯, ભટકી, રહેલા, બતાવે, ઊંચા, ઉષ્ણતામાને, ગતિએ, ફરતા, ઉષ્ણતામાનની, ઘટનાનો, ઉર્જાની, લાઇન, ઘટનાઓનો, વાતને, જોઇ, ઉત્પત્તિના, વખતનું, ઉપસાવવા, માગીએ, પ્રચંડ, અસ્તિત્વમાં, સાથેનુ, જોશો, જણાશે, રેખા, બૅંગના, ધડાકાથી, ઘટતું, સ્થૂળથી, ઘટક, સમજાયું, શોધી, કાઢ્યા, પ્રક્રિયાઓ, જાણવા, છેલ્લાં, વર્ષમાં, પ્રકારનાં, મશીનોનો, વોન, ગ્રાફ, જનરેટર, લિનીઅર, એક્સીલરેટર, સાઇક્લોટ્રોન, સિંક્રોટોન, જીનિવા, બન્યા, અધૂરા, દેવાયા, દરેક્માં, આલ્ફા, પરમાણુઓને, દોડાવીને, અથડાવવામાં, મશીનમાં, અણુથી, સ્તરે, રાશિઓ, વધુને, જકડાયેલી, છોડાવવા, તોડવા, ઊર્જાની, તોડી, શકતા, પ્રોટોનને, તોડીને, ડોકિયું, કરવાની, મોટું, બન્યું, ફોર્સને, જોડાયેલા, ક્વાર્કોના, શક્તિશાળી, પ્રકાશ, ક્ષ, ક્વોન્ટમવાદે, બન્નેની, હાજરી, સ્વીકારી, બોસોનનાં, મોડલના, બોસોનમાંથી, ફોર્સનો, જોયું, નબળાં, બળના, ત્રણની, સીધી, આડકતરી, બોસોનની, બાકી, ચાલ્યું, ભૌતિક્શાસ્ત્રમાં, બળનું, રહેતું, ક્વોન્ટમવાદ, ભાવવાચક, સતત, રહેતાં, ક્વોન્ટાઇઝ્ડ, તેનાં, પડીકાં, પેકેટ્સ, હલકા, મ્યુ, ત્રણેયના, સંલગ્ન, છને, માની, લેવાયા, ગ્રૂપ, થયુ, વડે, શકાશે, મનાયું, જોડવાનું, ક્વાર્કને, ચોંટાડશે, જેનાથી, પાયાના, મનાયા, તેય, ગોઠવણથી, તેવું, આધારિત, થિયરીને, વિકસતાં, થોડો, આખી, મોડલ, જેની, થતી, ક્વાર્કના, ગુણધર્મ, ધારવામાં, ટૉપ, બોટમ, ચાર્મ, સ્ટ્રેન્જ, અમેરિકન, સ્ટાઇલમાં, પ્રકારોને, ક્વાર્કોની, ફ્લેવર, કહેવાઇ, મધ્યમ, તેનાથી, આશરે, ૧૮૦૦, ૧૮૦, ૫૦૦, તેઓનું, શોધાયેલા, તૂટે, મળતા, પાર્ટિકલોથી, સંકુલ, તથ્યો, અસમંજસ, ચાલુ, નાભિકીય, બળોના, પ્રસ્તાવ, વિજ્ઞાનનાં, ક્ષેત્રમાં, કલ્પનાશક્તિનું, તત્વ, પ્રમાણમા, દેખાવા, ઘટનાઓને, નિયમો, કન્સેપ્ટ, માંડ્યા, પ્રાયોગિક, શોધવા, માંડી, જોડેલા, કણની, પ્રોટોનમાંથી, નરી, પ્રયોગોમાં, માનવું, સાકાર, બહારના, ગુરુત્વ, સુક્ષ્મ, જુદાં, વૈજ્ઞાનિકો, બળોની, ધારણા, ચારેયને, ગણિતની, મદદથી, સામાન્ય, સૂત્રમાં, લેવાની, આઇન્સ્ટાઇને, યુનિફાઇડ, થિઅરી, ફીલ્ડ્સ, તેમના, જીવનકાળ, દરમ્યાન, સફ઼ળતા, પાકિસ્તાની, મૂળના, ભૌતિક્શાસ્ત્રી, અબ્દુસ, સલામે, ક્ષેત્રે, મહત્વનું, કાર્ય, આજની, તારીખે, ગુરુત્વાકર્ષણ, સિવાયનાં, બળોને, તાંતણે, કુલંબનો, થવાના, કારણરૂપ, કર્યાં, strong, weak, દુર્બળ, એનાં, નાભિકણો, વચ્ચેનું, સમજાવે, વીક, ફોર્સનું, નાભિમાંથી, નીકળતા, કિરણોત્સર્ગની, આપવામાં, બીટા, ઉત્સર્જન, બાબત, કેટલીક, ગૂંચો, ઉકેલવામાં, કણનું, અસ્તિત્વ, ઉપજાવી, કાઢવું, અંગ્રેજીમાં, યાંત્રિક, અનુભવ, તેવુ, ચાલનાનું, બળોમાંથી, ઉપજાવેલ, વિચાર, માણસે, બળને, ઓળખ્યાં, ચુંબક, ગુરુત્વાકર્ષણનું, ૧૬૬૬માં, ન્યુટને, ગુરુત્વબળની, પડીએ, પાણીના, ધોધમાં, શક્તિ, ઘટનાઓમાં, fundamental, ફેરેડેએ, દર્શાવ્યું, સિક્કાની, તારમાંથી, વીજળી, વહે, ઉત્પન્ન, વાસ્તવમાં, electro, magnetic, કુદરતનું, પાયાનુ, ઉપરાંત, તબક્કે, દૃષ્ટિએ, ત્રણેય, કણોના, સાબિતીઓ, ન્યુટ્રોનના, હિરોશિમાનો, બોમ્બ, ભૌતિક્શાસ્ત્રીઓ, કોયડા, તરફ઼, ૧૯૩૨માં, વજન, ખરૂં, તટસ્થ, neutral, ન્યૂટ્રોન, રાખવામાં, આવ્યું, ૧૯૧૧માં, રુધરફોર્ડે, સાબીત, હિસ્સો, ઇલેક્ટ્રોનનો, કુલ, શૂન્ય, ભાર, કણોથી, હાઇડ્રોજનનો, સાદો, નાભિમાં, મેન્દેલ્યેવે, વધારતા, આગળના, તત્વનો, મળતો, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, પ્રશ્ન, સમાન, વીજભારવાળા, ખૂબ, કુલંબના, અંતર, તીવ્ર, અડકીને, બેઠેલા, ફેંકાઈ, ૧૮૯૮માં, બ્રિટિશ, ભૌતિકવિજ્ઞાની, થોમસન, કેમ્બ્રિજ, યુનિવર્સિટીમાં, કૅથોડ, કિરણો, સ્ફૂર્યું, પ્રવાહ, શરૂઆતનાં, યાત્રાનાં, લાંબી, ગ્રીક, ડેમોક્રીટસે, અણુની, આજના, અણુવિજ્ઞાનનો, પાયો, પશ્ચિમમાં, ૧૭૬૬, ૧૮૪૪, પરમાણુવાદ, નંખાયો, રસાયણશાસ્ત્રી, તત્વના, એકસમાન, પરમાણુઓ, નિયત, પ્રમાણમાં, જોડાય, રાસાયણિક, પ્રક્રિયાથી, અણુઓની, ગોઠવણી, પરમાણુમાં, કશો, ફેરફાર, થતો, જુદા, પડતા, ઝરણું, સદીઓ, પરમાણુના, બાબતમાં, ધૂંધળી, કહેવાઈ, કુદરતનાં, પાસાં, દ્રવ્યનું, કુદરતી, આસપાસ, પદાર્થો, શાના, તાત્વિક, જૂની, નક્કર, અઢી, ભાગના, વિદ્વાનો, ગૌતમ, બુદ્ધના, સમકાલીન, પુરોગામી, વખતમાં, અધ્યાત્મ, પ્રકૃતિના, સ્વરૂપને, માગી, અણુઓનો, અણુ, ગુણ, કર્મનું, વિવેચન, દેખાડ્યા, આત્માને, દ્રવ્યરૂપ, માન્યાં, કણાદે, કર્મનો, પ્રભાવ, કર્મ, વિભાજન, ગતિ, દ્રવ્યને, સ્વાધીન, માન્યું, પછીના, કાળમાં, પ્રકૃતિ, matter, વિચારવાનું, વલણ, લખાણો, ગમ્યું, શોધનો, પૂર્વાપર, સંબંધ, બાધી, આપેલો, થોડું, ઉમેરવાનો, કરીશું, વર્લ્ડ, ઉર્વીશ, કોઠારીએ, દીપકે, મોકલ્યું, હિગ્સના, કહેવાતા, ગોડ, પેપરોમાં, વિશ્વમાં, વૈદ્ય, વૈદ્યને, લખવા, જવાબ, પ્રયોગ, સ્ટૅન્ડર્ડ, મૉડેલ, વિકસ્યું, ઇતિહાસ, રસપ્રદ, તૈયારી, દેખાડી, નાનો, પરિણામ, આગ્રહ, થોડી, જાણકારી, કરવો, લાર્જ, કોલાઇડરમાં, બેય, બાબતોને, પ્રયાસોનાં, સીમાચિહ્નો, નાખતા, પહોંચીએ, 106, રાજ્યશાસ્ત્રના, પ્રોફેસર, જયંતી, બેબસી, પલાયનને, દિલાસો, ન્યુટ્રલ, અર્થો, બોલનારો, ભ્રાતૃત્વના, સમ્માન, આનંદની, રેસિઝમની, અશ્વેત, આફ્રિકનને, નીગર, બોલાવે, ભાષક, સ્લેંગ, ઝેર, ઓકશે, શુદ્ધિ, અભિયાનથી, માનવમૂલ્યોની, સ્થાપના, અભિયાન, ચલાવવું, આવશ્યક, કટોકટી, કાળની, કસોટીમાંથી, પસાર, ભાષાઓની, સ્પર્ધામાં, બાપડીને, કેટલું, ટકાવી, દૃષ્ટિકોણ, ભાષકોની, વૈચારિક, જરૂરીયાતોને, વળવા, સમર્થ, વિજ્ઞાનો, પ્રાકૃતિક, વિજ્ઞાનોના, જ્ઞાનના, ભંડારથી, સાહિત્યના, મૅગેઝીનનો, મુદ્રાલેખ, વિમુક્તયે, વાણીથી, વિદ્યાથી, બનાવશે, શોષિતો, માધ્યમથી, ભણે, મધરટંગથીય, નામની, મધરને, દલિતોની, પછીની, પેઢીએ, તેમની, પ્રિય, તને, કહીએ, મહેનત, સ્વમાન, લઈશું, લીલા, ચરિયાણની, તરછોડી
Text of the page (random words):
િ પણ પછી એવું થયું કે પ્રયોગો કરતે કરતે નવા નવા મેસોન મળતા ગયા અને ઢગલાબંધ એલિમેન્ટરી પાર્ટિકલોથી ચિત્ર ઘણું સંકુલ થઈ ગયું અને તેમ છતાં અમુક તથ્યો સમજાવી ન શકાયાં તેથી અસમંજસ ચાલુ હતી એટલે વળી એક નવી કલ્પના આવી પ્રોટોન અને ન્યુટ્રોન જે પાયાના કણો મનાયા હતા તેય હવે કોઇ બીજા કણોની ગોઠવણથી બને છે તેવું નક્કી થયું આ માટે ક્વાર્ક નામે નવા કણોની રચના કે કલ્પના થઈ ક્વાર્ક આધારિત થિયરીને પૂરી વિકસતાં થોડો વખત ગયો અને જે આખી ગોઠવણ બહાર આવી તે સ્ટાન્ડર્ડ મોડલ જેની વાત હમણાં થતી રહી છે તે મુજબ ક્વાર્કના છ પ્રકાર કહો કે એવા છ ગુણધર્મ ધારવામાં આવ્યા અપ અને ડાઉન ટૉપ અને બોટમ ચાર્મ અને સ્ટ્રેન્જ ક્વાર્ક સાચી અમેરિકન સ્ટાઇલમાં આ પ્રકારોને ક્વાર્કોની ફ્લેવર કહેવાઇ એક અપ અને બે ડાઉન ક્વાર્ક મળીને પ્રોટોન બને તથા બે અપ અને એક ડાઉન મળીને એક ન્યુટ્રોન બને અગાઉ કણોને જોડવાનું જે કામ મેસોન કરતા હતા હવે તે ગ્લુઓન નામે કણો કરશે નામ પ્રમાણે એ ત્રણ ક્વાર્કને ચોંટાડશે જેનાથી ન્યુટ્રોન કે પ્રોટોન બને આટલી ગોઠવણ ભારે કણો માટે હલકા કણો ઇલેક્ટ્રોન મ્યુ મેસોન અને ટો મેસોન ને લેપ્ટોન કહેવાયા એ ત્રણેયના સંલગ્ન ત્રણ ન્યુટ્રિનો આમ આ છને પણ અવિભાજ્ય મૂળ કણો માની લેવાયા છ ક્વાર્ક અને છ લેપ્ટોન મળી જે ગ્રૂપ થયુ તે ફર્મિઓન આ ૧૨ કણો વડે નાભિની અંદરની બધી વાત સમજાવી શકાશે તેમ મનાયું તે પછી ચાર બળોનુ વહન કરતા ચાર કણો એ ચાર બોસોન કણો છે ભૌતિક્શાસ્ત્રમાં અગાઉ બળનું ક્ષેત્ર રહેતું જે તેમાં દાખલ થાય તેને બળ લાગે પણ ક્વોન્ટમવાદ આવતાં બળ પણ ભાવવાચક અને સતત રાશિ ન રહેતાં ક્વોન્ટાઇઝ્ડ થયું તેનાં પણ નાના પડીકાં પેકેટ્સ હોય વીજચુંબકીય બળ એનું ઉદાહરણ પ્રકાશ કે ક્ષ કિરણોના વાહક ફોટોન છે ક્વોન્ટમવાદે કણ અને કિરણ બન્નેની હાજરી સ્વીકારી ૧૨ ફર્મિઓન અને ચાર બોસોનનાં સ્ટાન્ડર્ડ મોડલના બોસોનમાંથી એક બોસોન તે આ ફોટોન વીજચુંબકીય બળનો વાહક પછી ગ્લુઓન તે સ્ટ્રોંગ ફોર્સનો વાહક અગાઉ જોયું તેમ એ પ્રોટોન ન્યુટ્રોનને જોડે છેલ્લા બે w અને z બોસોન તે નબળાં બળના વાહક પહેલા ત્રણની સીધી કે આડકતરી સાબિતી મળી હતી અને હિગ્સ બોસોનની બાકી હતી તેના માટે lhc કોલાઇડર પર કામ ચાલ્યું શક્તિશાળી મશીનો શા માટે પરમાણુ અને નાભિની અંદરની પ્રક્રિયાઓ જાણવા માટે છેલ્લાં ૬૦ વર્ષમાં વિવિધ પ્રકારનાં મશીનોનો ઉપયોગ થયો વોન દ ગ્રાફ જનરેટર લિનીઅર એક્સીલરેટર સાઇક્લોટ્રોન સિંક્રોટોન વગેરે જીનિવા જેવા કોલાઇડર પણ બન્યા અથવા બનતે બનતે અધૂરા છોડી દેવાયા દરેક્માં પ્રોટોન કણો કે આલ્ફા કણો કે પછી આખા પરમાણુઓને જ દોડાવીને અથડાવવામાં આવે દરેક મશીનમાં ઊર્જા અગાઉ કરતાં વધારે આવું શા માટે અણુથી પરમાણુ તે પછી નાભિ પછી પ્રોટોન અને ત્યાંથી ક્વાર્ક એમ જેમ જેમ સૂક્ષ્મ સ્તરે જતા જઈએ તેમ તેમ ત્યાં રાશિઓ વધુને વધુ મજબૂત રીતે જકડાયેલી હોય છે આથી તેને છોડાવવા કે તોડવા માટે વધુ ઊર્જાની જરૂર પડે નાભિને તો આપણે તોડી શકતા હતા હવે પ્રોટોનને તોડીને અંદર ડોકિયું કરવાની વાત હતી તેથી જ lhc જેવું મોટું યંત્ર જરૂરી બન્યું પ્રોટોન અને એનાથી ભારે કણ હોય તે હેડ્રોન વર્ગના કણ ગણાય છે હેડ્રોન વર્ગના કણ સ્ટ્રોંગ ફોર્સને કારણે જોડાયેલા ક્વાર્કોના બનેલા હોય છે આ વાતને એક બીજી રીતે પણ જોઇ શકાય આપણે બ્રહ્માંડની ઉત્પત્તિના વખતનું ચિત્ર ઉપસાવવા માગીએ છીએ એ વખતે પ્રચંડ ઊર્જા અસ્તિત્વમાં હતી સાથેનુ ચિત્ર જોશો તો જણાશે કે સમયની રેખા પર બિગ બૅંગના ધડાકાથી આગળ બ્રહ્માંડની રચના તરફ જતા જાઓ તેમ ઉષ્ણતામાન ઘટતું જાય છે આપણે જે યાત્રા કરી તેમાં સ્થૂળથી સૂક્ષ્મ તરફ ગયા અને પરમાણુ સુધી પહોંચ્યા તે પછી પરમાણુ પણ મૂળભૂત ઘટક નથી એ સમજાયું એટલે એની અંદર પણ કણો શોધી કાઢ્યા અને પરમાણુ કેમ બન્યો તે સમજ્યા હવે કોઈ એક સમય તો એવો હશે જ ને કે જ્યારે પરમાણુ ન બન્યો હોય અને માત્ર આ કણો હોય ઉષ્ણતામાન એ વખતે ભટકી રહેલા કણોની ઉર્જા પણ બતાવે છે ઊંચા ઉષ્ણતામાને કણો વધુ ગતિએ ફરતા હોય હવે જે ઉષ્ણતામાનની ઘટનાનો અભ્યાસ કરવાનો હોય તેને સમકક્ષ ઉર્જાની જરૂર પડે આથી જેમ જેમ ઉર્જા વધુ તેમ ટાઇમ લાઇન ઉપર બિગ બૅંગની વધુ નજીકની ઘટનાઓનો અભ્યાસ તમે કરી શકો સૌજન્યઃ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર barc નો ન્યૂઝલેટર નં ૩૦૦ પૃષ્ઠ ૨૫ જાન્યુઆરી ૨૦૦૯ ઉપસંહાર આટલી ઉર્જાનાં મશીનો બનાવવાં અને ચલાવવાં એટલાં ખર્ચાળ કે એ કામ સહિયારા પ્રયત્નોથી જ થાય માત્ર ઉત્કંઠા સંતોષવા માટે થનારી આ રીસર્ચ મોંઘી છે આથી જ અમેરિકાએ પોતાના કોલાઇડર બનાવ્યા જ્યારે યુરોપે સામુહિક યંત્ર બનાવ્યું તેના કાર્યનો કોઇ વ્યાવહારિક ઉપયોગ તો એકાદ સદી પછી જ આવે એટલે તાત્કાલિક એવાં કોઇ સપનાં સેવવાં નહિ આપણે જ્ઞાનની શોધમાં બિગ બૅંગની નજીક પહોંચી ગયા છીએ પરંતુ હજી બિગ બૅંગની પહેલી ક્ષણ પાસે તો નથી પહોંચ્યા જ્યાંથી આપણા સમયની શરૂઆત થાય છે પરંતુ વિજ્ઞાન પોતાનાં દ્વાર કદી બંધ કરતું નથી આપણે કણાદથી હિગ્સ સુધી તો પહોંચી આવ્યા છીએ પરંતુ હિગ્સ પણ માત્ર એક પડાવ જ છે xxx like loading author dipak dholakia posted on 11 08 2012 11 08 2012 categories uncategorized tags વિજ્ઞાન 7 ટિપ્પણીઓ from kanada to higgs માટે reservation and or madaayattam to paurusham કર્ણને જાત પૂછી તો એણે હુંકાર કર્યોઃ દૈવાયત્તં તુ કુલે જન્મં મદાયત્તં તુ પૌરુષમ્ જન્મ તો દૈવે આપેલા કુળમાં થયો છે પણ મારૂં પૌરુષ મેં પોતે જ મેળવ્યું છે અનામત અને અસમાનતાની લેખમાળામાં આજે એક અડગ સંઘર્ષની વાત કરવી છે 0000000 મદાયત્તમ્ તુ પૌરુષમ્ ગામ ભિનાર તાલુકો વાંસદા હોળીને આડે એકાદ અઠવાડિયું છોકરાઓએ હઠ લીધી છે આ ફેરા તો આપણા જ ફળિયાની હોળીની ઝાળ સૌથી ઊંચી હોવી જોઇએ પાંચથી પંદરનાં બાળકો કલાર એક જાતનું ઘાસ કાપવા મચી પડ્યાં છે કોઈક આમ દોડે કોઇક તેમ કોઈ કોથળો લઈ આવે બીજું ભરે અડધું વેરાય બીજું બાળક ઠપકો આપે અલ્યા જોઈને નાખ ચારે બાજુ હવાને બદલે ઉત્સાહ વાતો હતો ત્યાં તો પાસેના એક ઘરમાંથી ચીસાચીસ વાતાવરણને આભડી ગઈ છોકરાંઓના હાથ થંભી ગયા હૈયાં કાંપી ઊઠ્યાં બધું છોડીને એક દસેક વર્ષનો છોકરો ઘર તરફ દોડ્યો ત્યાં સાંભળ્યું કે ઝમી ગઈ નામ તો જમના પણ ગામ ઓળખે ઝમી નામથી મા ક્યાં ગઈ આમ તો માનું જવું મોટી વાત નહોતી મા તો દરરોજ સવારે ધાણામેથી વેચવા નીકળી જતી અને સૂરજ ડૂબે ત્યારે પાછી આવંતી એ જતી વર્કિંગ વૂમન જેવું બિરુદ શોધાયું તે પહેલાંથી જ મા તો વર્કિંગ વૂમન હતી મા જાય એમાં દસ વર્ષના બાળકને એક જ આકર્ષણ હતું એ પાછી ફરતી ત્યારે બાળકો માટે ચણા લેતી આવતી તો આજે ગઈ એમાં શું મોટી વાત હતી આવી જશે છોકરો વિચારતો હતો પણ મા પાછી ન આવી સૂનમૂન થઈ ગયેલા છોકરાના મા વિનાના દિવસો શરૂ થતા હતા મોટી બહેને ઘર તો સંભાળી લીધું પણ લાકડાં કાપી ન લાવો તો રસોઈ ન બને અને નિશાળે ન જઈ શકાય સવારે ઊઠીને લાકડાં કાપવા જવું એ રોજનું કામ વળી ભેંસ બકરી ચારવા પણ જવાનું જંગલમાં સાંજ પડવાની રાહ જોતા બેસી રહો સાથે નિશાળની ચોપડીઓ લઈ જાઓ વાંચ્યા કરો સાંજ પડતાં ઢોરોને ગણી લો અને ઘરે પાછા ફરો ભણવાનું તો શરૂ જ થયું હતું અને છૂટી ગયું બાપના મનમાં એક વસવસો મા વગરનો દીકરો ભણી નહીં શકે એ પણ આ કામ કરશે ના એ તો ન ચાલે હે ભગવાન ભગવાને સાંભળ્યું અને નાનાજીએ કહ્યુઃ છોકરો ભણવાનો ન હોય તો એને કામે લગાડીએ નાના સલાહમાતાના મંદિરના પુજારી સલાહમાતા સૌના મનના મનોરથ પૂરા કરે દુખિયાં જણ નાના પાસે આવે નાના મંતર ફૂંકી આપે વાસેલું તાળું પાણીમાં બોળીને માથેથી ઉતારી આપે પનોતી ગઈ સમજો છોકરો જૂએ એને નવાઈ લાગે આમ કોઈ ઠીક થાય દીકરા ઠીક તો એની મેળે થશે મંતર તંતર જંતર તો દેખાવના હું એની તકલીફનો ઇલાજ ક્યાં કરૂં છું હું તો એના મનનો ઇલાજ કરૂં છું એને હૈયે ધરપત રહેશે કે દેવીમાએ સાજો કર્યો હું તો આમાંથી પૈસોય કમાતો નથી ને માણસનાં મન પાકાં થાય એ જ મારી કમાણી એક દિવસ નાનાએ કહ્યું હાલ ઉપાડ પગ જઈએ નાના વીસેક માઈલ દૂર પગપાળા લઈ ગયા વળવાડ ગામ નાનાના મોટા ભાઈના દીકરા મામા એક નાની ચાની દુકાન ચલાવે ભાણો એમનો ત્રીજો હાથ બન્યો કપરકાબી ધૂએ કચરો વાળે ઘરાકોને ચા આપે મામા ઘરાકો માટે એક બે છાપાં પણ મંગાવતા ભાણિયો રોજ છાપાં સંકેલીને રાખે છાપાં તો પસ્તીમાં વેચાય બાળકને ફિલ્લમ નું તો જાણે ઘેલું જોવા તો મળે નહીં થોડુંઘણું વાંચતાં તો આવડતું પણ વાંચવા કરતાં વધારે રસ તો હતો ફોટાઓમાં ફિલમવાળું પાનું અલગ કાઢીને સાચવી રાખે ઢગલાબંધ રાજેશ ખન્નાઓ અને અમિતાભ બચ્ચનો એકઠા થઈને બાંકડા નીચે ભેરવાઈ ગયેલા હતા છોકરો સંભાળીને કાઢે અને જોઈને પાછા રાખી દે દુકાનમાં બીજો એક છોકરો પણ કામ કરતો એણે મામાને કહી દીધું કે ભાણો કાગળની ચોરી કરે છે જુઓ આ ફીંડલું મામાએ કાગળોનું ફીંડલું બાંકડા નીચે અહીં હાથ નાખીને કાઢ્યું કોણે રાખ્યા છે ભાણાએ ડરતાં ડરતાં પોતાનો ગુનો કબૂલી લીધો પણ ગુનાની સજા તો મળે જ બીજી જ ક્ષણે ભાણિયાનો ગાલ લાલ થઈ ગયો હતો એક જ શોખ એય ઉગતાંવેંત કરમાઈ ગયો પણ મન તો ત્યાં જ અટક્યું હતું એક વાર હાથમાં પેન્સિલ આવી ગઈ મગજમાંથી કમલ હાસન અને રતિ અગ્નિહોત્રી નીકળ્યાં અને કાગળ પર ઊતરી આવ્યાં છોકરો તો રાજીનો રેડ આ કાગળ તો ક્યાંય ફેંકાય જ નહીં એ તો લઈને ફર્યો ક્યાં રાખું લઈને ફરે તો કામ કોણ કરે એણે પાસેના ઝાડ પર ચોંટાડી દીધો દુકાનની પાસે એક નિશાળ હતી માસ્તરસાહેબો નિશાળમાં ચા મંગાવે અને રિસેસમાં બહાર નીકળ્યા હોય તો દુકાને પણ આવે એક વાર બે ત્રણ માસ્તરસાહેબો દુકાને આવ્યા એકનું ધ્યાન ગયું ઝાડ પર ટિંગાતા અમિતાભ બચ્ચન પર આ કોણે બનાવ્યું છે મામાએ ભાણા સામે આંગળી ચીંધી વાહ ટાબરિયો હોશિયાર છે મામાના ચહેરા પર પણ ગર્વ ઝળક્યો માસ્તરસાહેબે કહ્યું એને ભણવા મોકલો મામાની પણ ત્રેવડ તો નહોતી જ માસ્તરસાહેબે કહ્યું તમે ચિંતા ન કરો અમે બધું કરી લેશું હવે થયું ભણવાનું શરૂ સ્ટડી કમ વર્ક રિસેસમાં એ દોડતો આવે કપ ધૂએ ચા આપે વળી દોડીને નિશાળ પહોંચી જાય શિક્ષકો માયાળુ ધ્યાન રાખે પ્રોત્સાહન આપે પણ હવે નિશાળનું છેલ્લું વર્ષ હતું આગળ ભણવું હોય તો બહાર જવું પડે છોકરાને ધગશ અને હિંમત રોજ બસમાં આવવુંજવું એમાં ઓગણીસ રૂપિયાનો ખર્ચ એક વાર બાપને જોઈ લીધા કે ઓગણીસ રૂપિયા પરચૂરણમાંથી વીણતા હતા છોકરાએ મનમાં જ ગાંઠ વાળી કે પગભર થવું કૉલેજમાં દાખલ થયો કોઈકે કહ્યું કે એને ઇજનેર બનાવો પણ પહેલા જ વર્ષે નાપાસ કલાનો જીવ પછી પિતા કબૂલ થયા કે ભલે કલાવિદ્યાલયમાં જતો આપણો નાયક કૉલેજમાં પ્રવેશ માટે સૂરત પહોંચ્યો ત્યારે ગજવામાં બે રૂપિયા બચ્યા હતા પરંતુ એક મિત્રે ધરપત બંધાવી હતી કે એ સબરસ લૉજમાં માસ્તરનું વેઇટરનું કામ અપાવશે મિત્રને ત્યાં પહોંચ્યો તો એ કયાંક બહાર ગયો હતો બપોર સુધીનો ટાઇમ કાઢવા એ રખડવા નીકળી પડ્યો ત્યાં એક જગ્યાએ વાંસના માંચડા પર બેસીને એક માણસ મોટા પાટિયા પર કઈંક લખતો હતો આપણો નાયક જોવા ઊભો રહી ગયો પેલાએ જોયુઝં કે એક જુવાનિયો રસ લે છે એને એને બોલાવ્યો અને માંચડા ઉપર આવી જવા કહ્યું ગળીવાળી દોરી એને પકડાવી અને પોતે જરા થાક ખાવા બેઠો બસ આપણા નાયકના મનમાં ધરબાયેલો પેન્ટર બહાર આવ્યો પેલો મુખ્ય પેન્ટર તો રાજી થયો પોતાને ઘરે લઈ ગયો ચા નાસ્તો કરાવ્યાં અને પબ્લિસિટી કંપનીના માલિક સાથે ઓળખાણ કરાવી અને પોતાના મદદનીશ તરીકે નોકરી અપાવી દીધી એક વાર શેઠનો નોકર નહોતો આવ્યો એટલે શેઠે આપણા નાયકને ચા બનાવવા કહ્યું એ ચા બનાવે અને વચ્ચે ટેલીફોન રણકે એના પર વાત કરીને નંબર નોંધી લે શેથ પાછા આવ્યા અને નંબરની ચબરખી હાથમાં લીધી અક્ષર જોઈને છક તરત જ એને પોતાના સ્ટાફમાં સહાયક મૅનેજર બનાવી દીધો ચોપડા લખવાના દિઝાઇનો બનાવવાની આ દરમિયાન વામ્ચવાનો પણ સમય મળ્યો સાહિત્યમાં પણ રુચિલેવા લાગ્યો અને આમ સો દોઢસો ફુટનાં પાટિયાં ચીતરતાં ચોપડા લખતાં કવિતાઓ અને વાર્તાઓ લખતાં કૉલેજનું ભણતર પણ પૂરૂં થયું આ યાત્રા અહી અટકી નહીં એ ગુજરાતી સાહિત્યમાં એમ એ પણ થયો અને પછી સારી નોકરીએ લાગી ગયો xxxxxx એ છે ભાગ્યેન્દ્ર પટેલ પટેલો ગરીબ ન હોય પરંતુ પટેલ આદિવાસી પણ હોય અને આદિવાસી ગરીબ જ હોય ભાગ્યેન્દ્ર દિલ્હીમાં નૅશનલ બુક ટ્રસ્ટના ગુજરાતીના ઍડિટર છે ક્લાસ વન ઑફિસર છે એમની સાથે મારી મુલાકાત આકાશવાણીમાં થઈ ધીરજથી અનુવાદ કરે ચીપી ચીપીને લખે જાને ફિલ્મનું બોર્ડ ચીતરતા હોય સ્પષ્ટ અવાજે સમાચાર વાંચે શાંત સૌમ્ય સ્વભાવ ના પાડવા માગતા હોય તો પણ હા પાડી દે ખરેખર ના પાડે ત્યારે અપરાધ કરતાં પકડાઈ જતા હોય એમ ના પાડે પછાત હોવાને કારણે નોકરી અનામત પદે મળી ભાગ્યેન્દ્ર આ અનામત વિશે શું માને છે એમના શબ્દોમાઃ પછાત માણસ પોતાની અમુક સફળતાનો સંતોષ વ્યક્ત કરે તો પણ સંપન્ન લોકો એને બડાશ ગણે છે સરકારે જાતિની રૂએ અને સાનાજિક અને શૈક્ષણિક પછાતનો વર્ગ બનાવીને એને સમકક્ષ બનાવવાની જોગવાઈ કરી છે પણ એનો લાભ sc st લે છે તેના કરતાં વધારે તો બીજા લોકો એનો ગેરલાભ લે છે મારો કિસ્સો એનું ઉદાહરણ છે ઠોસ પાકું અને ઘૃણાપાત્ર નિર્લજ્જ વહીવટદારો લાભથી વંચિત રાખવા જે અટકચાળાં કરે છે તે મને નથી લાગતું કે આટલી હદે કોઈ પછાત માણસ ઊતરી જતો હોય આવા વાતાવરણમાં ટકી રહે અને નોકરી કરતો રહે એ પણ એની સિદ્ધિ ગણાય મારી પોતાની વાતમાં મેં કશી જ સિદ્ધિ મેળવી નથી કારણ કે મારે જે ખમીર બતાવવું જોઇતું હતું તે બતાવી શક્યો નથી એમ નહીં કે હું કાયર કે નબળો છું પણ હું એમના જેવો નિર્લજ્જ કે અસામાજિક પણ બની શકતો નથી મૂળમાં તો ક્રૂર રાજસી તાકાત સામે થવા માટે જોઈએ શિંગડાં આ શિંગડાં ક્યાંથી લાવવાં જાતિનો પૂર્વગ્રહ મૂઢ માર જેવો છે ઘા કશે દેખાય નહીં પણ માર પડતો હોય તે જાણે કે ક્યાં કળતર થાય છે તમારો ઉપરી ચિંતક હોય ઇતિહાસકાર હોય માર્ક્સવાદી હોય જાતિભેદમાં ન માનતો હોય પદ્મશ્રી હોય તેમ છતાં એક પછાત આદિવાસીને કચડી નાખવા માટેના બધા કાવાદવામાં સામેલ થાય કે કેમે કરીને આની નોકરી છૂટી જાય તો આવો જ આર્તનાદ ફૂટે ને આદિવાસી થઈને આ જગ્યાએ વાંધો જગ્યા સામે તો કોઈને ન હોય વાંધો તો આદિવાસી સામે હોય હું તો કઈં ન બોલું ભાગ્યેન્દ્ર કહેશે અરે તમને કોણે શીખવ્યું કે તમારે હંમેશાં નરમ રહેવું જોઈએ ભાગ્યેન્દ્ર ભોઠું હસી નાખે મને કદાચ ખબર છે કે કોણે એમને શીખવ્યું કે આદિવાસીએ હંમેશાં નરમ નમતા રહેવું જોઇએ એમણે પહેલી વાર સ્થિર અવાજે પોતાના બાળપણની વાત કરી ત્યારે મને ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો આટલો સંઘર્ષ શા માટે મને મારા સંઘર્ષ યાદ આવ્યા તુલના કરી તો મને લાગ્યું કે હું તો જમીન પર હતો ત્યાંથી ઉપર ચડ્યો આ શખ્સે તો પહેલાં ખાડામાંથી જમીન પર આવવાનો અને પછી ઉપર જવાનો સંઘર્ષ કર્યો અમે બન્નેએ દોડવાનું શરૂ કર્યું ત્યારે એક અદૃશ્ય અવાજ મને તો દસ ડગલાં આગળ લઈ ગયોઃ ભઇલા તું અહીંથી દોડજે નહીંતર પેલો છે ને ભાગ્યેન્દ્ર એ તારાથી આગળ નીકળી જશે અમારા સંબંધની વાત કરૂં તો અમે બન્ને તકવાદી છીએ જરૂર પ્રમાણે ગુરુચેલાની ખુરશીઓની અદલાબદલી કરતા રહીએ છીએ like loading author dipak dholakia posted on 04 08 2012 categories uncategorized 56 ટિપ્પણીઓ reservation and or madaayattam to paurusham માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 292 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું ઓગસ્ટ 2012 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 3...
|