Meta tags:
description= 5 posts published by Dipak Dholakia during July 2021;
Headings (most frequently used words):
અને, ભારત, ગુલામી, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, પ્રકરણ, dipak, dholakia, spam, blocked, મહિનો, જુલાઇ, 2021, 49, 48, 47, 46, 45, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૪૯, આઝાદ, હિન્દ, ફોજના, સેનાનીઓ, સામે, ખટલો, કોંગ્રેસ, ૪૮, સામ્યવાદીઓ, છોડો, આંદોલન, ૪૭, બ્રિટનમાં, મજૂર, પક્ષની, સરકાર, ભારતમાં, ચૂંટણીઓની, જાહેરાત, ૪૬, સિમલા, કૉન્ફરન્સ, ૪૫, ગાંધી, જિન્ના, મંત્રણા, પત્રવ્યવહાર,
Text of the page (most frequently used words):
અને (153), માટે (69), નથી (54), હતા (45), હતી (44), કરી (43), કહ્યું (39), એમણે (33), 2021 (32), જુલાઇ (29), ડિસેમ્બર (29), 2024 (29), સપ્ટેમ્બર (28), ઓક્ટોબર (28), નવેમ્બર (28), જાન્યુઆરી (28), ઓગસ્ટ (27), freedom (27), struggle (27), મુસ્લિમ (27), પછી (27), કોંગ્રેસ (27), હતું (27), જૂન (26), હતો (26), માર્ચ (25), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2023 (24), એટલે (24), ભારત (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), સાથે (22), india (21), slavery (20), and (20), for (20), તમે (20), પરંતુ (19), બધા (19), સરકાર (19), 2013 (18), 2022 (18), એમને (18), રીતે (18), યુદ્ધ (18), આઝાદ (18), 2011 (17), એમના (17), નહીં (16), હોય (16), dipak (15), આઝાદી (15), કરીને (15), કોઈ (15), ભારતની (15), હિન્દ (15), 2014 (14), તરીકે (14), જિન્ના (14), ગાં (14), વેવલે (14), નેતાઓ (14), 2025 (13), dholakia (13), વાત (13), હું (13), ત્યારે (13), આવી (13), એનો (13), નામ (12), મારી (12), indian (12), નક્કી (12), કર્યું (12), પ્રતિનિધિત્વ (12), માત્ર (12), બીજા (12), જવાબ (12), સામે (12), હવે (11), કરવા (11), ઠરાવ (11), બ્રિટિશ (11), કામ (11), એમની (11), વાઇસરૉયે (11), રાજકીય (11), સામ્યવાદીઓ (11), ફોજના (11), કોર્ટ (11), નવી (10), part (10), chapter (10), ગુલામી (10), માટેનો (10), સંઘર્ષ (10), જોઈએ (10), પહેલાં (10), ગયો (10), બની (10), શકે (10), વિશે (10), બીજી (10), કર્યો (10), મને (10), ભાગ (10), એના (10), લૉર્ડ (10), સુધી (10), મળી (10), હોત (10), કૉન્ફરન્સ (10), બેઠક (10), vol (9), ગાંધીજીએ (9), અર્થ (9), તૈયાર (9), લીગ (9), ચર્ચા (9), વાઇસરૉય (9), બહુ (9), આમંત્રણ (9), વિરુદ્ધ (9), જાતિ (9), શરૂ (8), martyrs (8), આપણે (8), નહોતા (8), કરતા (8), તેમ (8), છતાં (8), વચ્ચે (8), જાહેર (8), હિન્દુસ્તાનના (8), કરવાની (8), રાષ્ટ્ર (8), અથવા (8), સંસ્થા (8), અંતિમ (8), ગાંધીજી (8), રહેશે (8), મૌલાના (8), સિમલા (8), કાઉંસિલ (8), તેમાં (8), ગયું (8), જાહેરાત (8), ભારતીય (8), રજૂ (8), બ્રિટન (8), થયો (8), દ્વારા (7), ૦૦૦ (7), આગળ (7), કંઈ (7), દિવસે (7), થયા (7), લોકો (7), જુદા (7), આવ્યા (7), શું (7), લીધી (7), થાય (7), આપ્યો (7), તેની (7), આપી (7), તાર (7), બંધારણ (7), ત્રણ (7), પહેલી (7), સરકારે (7), રશિયા (7), કોંગ્રેસે (7), કરો (6), like (6), history (6), the (6), કરવાનું (6), કરવાનો (6), જિન્નાએ (6), સપ્ટેમ્બરે (6), પડે (6), હિન્દુઓ (6), ખાસ (6), છું (6), સ્વીકાર (6), અલગ (6), સમક્ષ (6), ઠરાવમાં (6), કરતાં (6), એની (6), નિર્ણય (6), લઘુમતીઓ (6), પોતે (6), વાર (6), થતો (6), સ્વતંત્રતા (6), શકાય (6), તરત (6), હશે (6), મુસલમાનો (6), ગયા (6), પ્રકરણ (6), એમાં (6), સિદ્ધાંત (6), નહોતી (6), પોતાની (6), નામો (6), સમજૂતી (6), કોંગ્રેસના (6), ઘણા (6), બ્રોડકાસ્ટમાં (6), પ્રમાણે (6), બહાર (6), સરદાર (6), ભારતના (6), થયું (6), પ્રધાન (6), સુભાષબાબુ (6), કાર્યવાહી (6), સિંઘ (6), પક્ષે (6), કેસ (6), બારી (5), શોધો (5), webgurjari (5), tags (5), categories (5), posted (5), author (5), loading (5), annual (5), register (5), july (5), સંદર્ભઃ (5), મેં (5), કોંગ્રેસને (5), ગાંધીજીને (5), નેતા (5), જેવું (5), તરફ (5), ઉપસ્થિત (5), લાહોર (5), આવશે (5), લીગનો (5), સ્થિતિ (5), આવ્યો (5), માટેની (5), ઠરાવના (5), કરવામાં (5), થશે (5), પોતાના (5), સ્વતંત્ર (5), આજે (5), કરે (5), તબક્કો (5), ૧૯૩૫થી (5), ૧૯૪૭ (5), આઝાદે (5), બચાવ (5), ખાન (5), કરતી (5), નહોતું (5), સમાધાન (5), અધિકાર (5), કમિટીની (5), હતાં (5), સમય (5), માટેના (5), હજી (5), સવર્ણ (5), દિવસ (5), છોડી (5), આપવા (5), ભારતમાં (5), વાતો (5), એવું (5), સામ્યવાદી (5), સામ્યવાદીઓએ (5), ત્રણેય (5), કૅપ્ટન (5), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), જિન્નાને (4), દીધું (4), કારણ (4), લેવા (4), ફરી (4), માગતા (4), બન્ને (4), પડી (4), સ્વીકારી (4), જનતા (4), ભારે (4), મોટો (4), તમને (4), સ્પષ્ટ (4), દેશ (4), ધર્મ (4), સ્પષ્ટીકરણ (4), એવી (4), એવો (4), પાકિસ્તાન (4), પ્રશ્ન (4), ઉકેલ (4), બીજું (4), છીએ (4), પ્રતિનિધિ (4), બધું (4), કૉન્ફરન્સની (4), નિષ્ફળતા (4), જવાબદાર (4), હયાત (4), ૧૪મી (4), ટીકા (4), હિન્દુ (4), વાઇસરૉયના (4), પાર્ટી (4), ઍક્ઝીક્યુટિવ (4), મુસલમાનોના (4), દેશમાં (4), ત્યાં (4), લીગને (4), લીગના (4), જાતે (4), અહીં (4), સમ્રાટની (4), પક્ષોના (4), દેખાડી (4), નિવેદન (4), વર્કિંગ (4), એક્ઝીક્યુટિવ (4), પોતાનાં (4), એને (4), પ્રયાસ (4), ફેરફાર (4), હાજર (4), જૂને (4), હોવા (4), પોતાનું (4), મદદ (4), આપ્યું (4), જવાહરલાલ (4), નહેરુ (4), રેડિયો (4), નેતાઓને (4), એણે (4), ઉપરાંત (4), લાગુ (4), સંપૂર્ણ (4), સભ્યો (4), કોંગ્રેસની (4), કહેતા (4), યુદ્ધમાં (4), લોકયુદ્ધ (4), ઍસેમ્બ્લીઓની (4), બ્રિટનની (4), અંગ્રેજ (4), બાજુ (4), સંમત (4), આવ્યું (4), મળ્યા (4), ઑગસ્ટે (4), પાછા (4), મજૂર (4), હાથમાં (4), વગેરે (4), સૈનિકોને (4), ફોજ (4), આરોપ (4), સરકારી (4), this (3), wordpress (3), com (3), ટિપ્પણી (3), other (3), આવો (3), સંદેશ (3), leave (3), comment (3), પત્રવ્યવહાર (3), કોઈનું (3), સ્પષ્ટતા (3), સાધી (3), જવાબમાં (3), રહી (3), હોવાનું (3), કહેવું (3), સિવાય (3), ઉપર (3), કરવાથી (3), આખો (3), ભાવિ (3), આડકતરી (3), ધ્યેય (3), લીગની (3), વિરોધ (3), આપણી (3), રાખવામાં (3), જેનો (3), ઉલ્લેખ (3), હિન્દુસ્તાનની (3), વ્યાખ્યા (3), મારો (3), ખાતરી (3), રાજ્યો (3), આખા (3), જશે (3), તમારા (3), જોઈશે (3), તેના (3), ચાલુ (3), દરમિયાન (3), મુસલમાનોને (3), શબ્દ (3), શરૂઆતમાં (3), પડ્યું (3), આવે (3), ગાંધીજીના (3), collected (3), works (3), mahatma (3), gandhi (3), રાષ્ટ્રીય (3), મુસલમાન (3), જિન્નાની (3), ખિઝર (3), જુલાઈએ (3), દોષ (3), ગવર્નર (3), વેવલ (3), યુનિયનિસ્ટ (3), માનતી (3), પંજાબમાં (3), વધી (3), કાઉંસિલમાં (3), મળે (3), પક્ષ (3), પક્ષો (3), રાખી (3), જવાબદારી (3), તરફથી (3), આપ્યાં (3), મંજૂરી (3), નામદાર (3), શક્ય (3), રાખવાનું (3), નિષ્ફળ (3), મોકૂફ (3), વ્યવસ્થા (3), જેલમાં (3), આઝાદને (3), બેઠકમાં (3), તેઓ (3), હોવું (3), પ્રતિનિધિઓને (3), તમારી (3), સલાહ (3), મોકલીને (3), લીધો (3), આચાર્ય (3), પ્રમુખ (3), વર્ષ (3), પ્રાંતિક (3), શાસન (3), કારણે (3), અસર (3), અમલમાં (3), કરવું (3), બનાવવાની (3), કમાંડર (3), વિચાર (3), સરકારને (3), ભારતને (3), સ્વશાસન (3), આપવામાં (3), સત્તા (3), ઉપયોગ (3), બનાવવા (3), જતી (3), જાપાન (3), સહકાર (3), 1946 (3), સામ્રાજ્યવાદી (3), ચૂંટણીની (3), ૧૯૪૨ના (3), ચૂંટણી (3), ઘટનાઓ (3), સમાપ્ત (3), દબાણ (3), સુભાષબાબુનું (3), એમનું (3), દુનિયામાં (3), ઇંડિયા (3), છોડો (3), પૅથિક (3), અમુક (3), બ્રિટનમાં (3), પરિણામ (3), લોકોએ (3), 1945 (3), પાંચમી (3), સામ્યવાદીઓને (3), કેટલાક (3), રહ્યા (3), આંદોલનમાં (3), મૂડીવાદી (3), શોષણ (3), જોડાયા (3), બ્રિટનના (3), સંધિ (3), હિંદુ (3), લેનિને (3), જુદી (3), સુભાષબાબુની (3), કર્નલ (3), માફ (3), આરોપીઓ (3), પ્રેમ (3), કુમાર (3), સહગલ (3), શાહ (3), નવાઝ (3), ગુરબખ્શ (3), ઢિલ્લોં (3), સજા (3), સાબીત (3), કોર્ટે (3), ભૂલાભાઈ (3), કોર્ટના (3), મિલિટરી (3), માર્શલની (3), site (2), required (2), રહ્યું (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 301 (2), મહિનો (2), પસંદ (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), email (2), address (2), પત્ર (2), કરતો (2), મળ્યો (2), લખ્યું (2), રહ્યો (2), સફળ (2), માની (2), હિન્દુઓના (2), ૨૬મી (2), જઈને (2), તમારું (2), વિધાન (2), શકતો (2), ચોખ્ખું (2), કહી (2), પ્રભાવ (2), માર્ગ (2), ભાગલા (2), બદલી (2), જાય (2), વડવાઓ (2), આવા (2), સામનો (2), પત્રના (2), સિદ્ધાંતો (2), આપે (2), પક્ષોએ (2), કરવી (2), પડશે (2), અંગે (2), કેવળ (2), કહેલું (2), દાખલા (2), યોજનામાં (2), બાબતમાં (2), લેવામાં (2), દૂર (2), ઉપરથી (2), અસરકારક (2), આદેશાત્મક (2), બાંયધરીઓ (2), ઘણી (2), દેશી (2), રાજ્યોના (2), હિન્દુસ્તાન (2), મર્યાદિત (2), મુસલમાનોનું (2), બેશક (2), લીગે (2), એકમાત્ર (2), કૃપા (2), ઠરાવનો (2), સમગ્ર (2), તેનું (2), આવરી (2), પોતાને (2), સંબંધ (2), તપાસ (2), નાના (2), દૃષ્ટિએ (2), રીત (2), પ્રશ્નનો (2), છેલ્લા (2), બ્રિટને (2), થતાં (2), રાજ્ય (2), બનશે (2), લોકોને (2), અપીલ (2), રૂપે (2), શબ્દનો (2), ખબર (2), ચાલે (2), ભૌગોલિક (2), ગણાય (2), એમનો (2), ૧૫મી (2), ભૂમિકા (2), વાંચી (2), આટલી (2), સીધા (2), એકસાથે (2), સરળ (2), ગાંધી (2), pdf (2), સૌની (2), હિન્દુઓની (2), આડે (2), વેવલનો (2), જૂઓ (2), પંજાબના (2), પ્રીમિયર (2), ગ્લૅન્સી (2), પાકિસ્તાનની (2), નેતૃત્વ (2), એટલા (2), રોષ (2), કોમી (2), આગ્રહ (2), પાર્ટીના (2), દાવો (2), સ્થાન (2), વાઇસરૉયને (2), બચી (2), વલણ (2), ઉપયોગી (2), મીટિંગ (2), સારું (2), મંજૂર (2), બોલતાં (2), પ્રશંસા (2), યુરોપિયન (2), પ્રતિનિધિઓનાં (2), સંયોગોમાં (2), કાઉંસિલની (2), રચના (2), સિમલામાં (2), બોલાવી (2), આપવાનાં (2), આપીને (2), દેવાઈ (2), ભાષણમાં (2), પક્ષોને (2), તદ્દન (2), વચગાળાની (2), ભવિષ્યની (2), સામેલ (2), મહત્ત્વની (2), લેશે (2), આપવાની (2), પ્રતિબંધ (2), અમારા (2), કર્યા (2), વિનંતિ (2), ૧૮મી (2), જાણ (2), દીધો (2), શબ્દો (2), શિડ્યૂલ્ડ (2), ઍમરીએ (2), આમસભામાં (2), બનીને (2), ભારતીયો (2), સાથી (2), સ્વાધીન (2), ઊભી (2), ૧૯૪૨ની (2), મસલત (2), કરશો (2), પટેલ (2), નરેન્દ્ર (2), વખતે (2), જેવા (2), હિન્દુઓનું (2), માને (2), બીજો (2), વાંધો (2), આટલું (2), ફેરફારની (2), માગણી (2), કર્યાં (2), મૂકવાની (2), પ્રીમિયરો (2), ઍસેમ્બ્લીમાં (2), માન્ય (2), બહાદુર (2), માસ્ટર (2), તારા (2), શક્તિ (2), પછીના (2), ત્રીજું (2), લઈને (2), મોટી (2), કરાય (2), અખત્યાર (2), દરખાસ્તો (2), વધવા (2), જેવી (2), કોમોની (2), કરતું (2), માર્ચમાં (2), મુલાકાત (2), તેવી (2), ધીમે (2), લાગ્યા (2), મુખ્ય (2), સામેના (2), યુદ્ધને (2), dec (2), કમ્યુનિસ્ટ (2), સભ્યોએ (2), પટેલે (2), એનું (2), દેખાડે (2), નીતિમાં (2), કદાચ (2), નવા (2), હિંદ (2), સૈનિકોની (2), બિરદાવી (2), જરૂર (2), આપવાનો (2), ફેંસલો (2), જનતામાં (2), કરવો (2), ટેકો (2), અભિપ્રાય (2), બ્રિટનને (2), કૃપાલાનીએ (2), લંડનથી (2), હોવાની (2), માગતી (2), અંજલી (2), મહામંત્રી (2), ખરેખર (2), મૃત્યુ (2), બોઝના (2), આના (2), મહત્ત્વ (2), આંદોલન (2), વિચારો (2), ઍટલીએ (2), ૧૯૪૨માં (2), ભારતનું (2), સરકારની (2), યોજના (2), વડા (2), રાજાએ (2), પોતાનો (2), સક્રિય (2), ચૂંટણીઓ (2), ગેરકાનૂની (2), ગાળામાં (2), પક્ષની (2), ઉત્સાહ (2), માં (2), આથી (2), બદલવા (2), બન્યા (2), જાપાનના (2), ઊભા (2), જનતાને (2), જોશ (2), આપણા (2), ક્વિટ (2), એશિયા (2), વિજય (2), અંત (2), નવું (2), રાખવાની (2), કોશિશ (2), કોંગ્રેસમાં (2), સ્તરે (2), નીચેના (2), લાઇન (2), સામ્યવાદીઓનું (2), જર્મની (2), વિશ્વયુદ્ધ (2), મહાસત્તા (2), ક્રાંતિ (2), યુરોપમાં (2), વિશ્લેષણ (2), સોવિયેત (2), સંઘ (2), લઘુમતી (2), ધાર્મિક (2), રક્ષણ (2), સ્વતંત્રતાનું (2), આત્મનિર્ણયના (2), અધિકારને (2), જ્યારે (2), મરજીથી (2), છૂટા (2), પડવું (2), જોવા (2), કેટલીયે (2), શસ્ત્રો (2), પાસે (2), મુક્ત (2), સિદ્ધ (2), સ્થિતિમાં (2), શીખ (2), સૈન્યમાં (2), ઊભો (2), તમારે (2), રહીને (2), આંસુ (2), સૈનિકો (2), સજાઓ (2), હત્યાના (2), ૩૧મી (2), બંધ (2), જુબાની (2), ચાલ્યો (2), ખટલો (2), સાક્ષીઓની (2), જુબાનીઓમાંથી (2), યુદ્ધકેદીઓ (2), દેસાઈ (2), આસફ (2), અલી (2), જજો (2), ઍટર્ની (2), ફોજની (2), હોવાથી (2), જનરલ (2), લાલ (2), સેનાનીઓ (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, ગાંધીજીનો, અક્ષરદેહ, ગ્રંથ, નવજીવન, પ્રકાશન, મંદિર, https, www, gandhiheritageportal, org, dec1943, લખીને, જણાવી, વારંવાર, કહ્યા, લખ્યા, વ્યક્તિ, સમજણ, શકીએ, દેશવાસીઓને, સમજાવી, વાપરી, શકું, ઉકેલની, આશામાં, પ્રયાસને, છેવટનો, લેવો, માનવા, મંત્રણાઓની, બેઠકો, ચાલતી, વાતચીત, ભાંગી, કહો, વતનીઓનું, મહેચ્છા, રાખો, મારે, દુઃખપૂર્વક, દીવા, મહાન, પુરુષ, ધરાવો, બતાવું, માર્ગનો, લઘુમતીઓનાં, હિતને, હાનિ, નુકસન, પહોંચાડતા, ભોગે, માગે, પરિવર્તન, કરનારીની, પેઢીઓ, આંબેડકર, સમજ્યા, આંગળી, ચીંધી, સવાલોનો, અંતમાં, પાયાના, સ્વીકારાય, કરાર, કરનારા, વિગતો, થતા, એકલી, મુસ્લિમોની, અધિકૃત, ધરાવતી, જુઓ, વિસ્તારોના, મૂકવો, જોતા, વિચારનો, અમલ, કયાં, સાધનો, અપનાવવાં, તેનાં, નક્કર, પરિણામો, શાં, જતા, પ્રદેશોના, લોકોનો, પડવાની, લેવાશે, સંરક્ષણ, સહિયારી, બાબતો, જોગવાઈ, વિચારેલી, મુસલમાનોનાં, ઘણાં, જૂથો, એવાં, જેઓ, નીતિનો, સતત, રહ્યાં, માનવાને, મુસલમાનોમાં, સર્વોપરી, મળવા, સંયુક્ત, ફરજ, તેમની, શંકાઓ, કરીએ, તથા, ટેકેદારોને, મતાધિકારથી, વંચિત, અનુભવ, કરાવી, લઈએ, આવવું, પડતું, લાગતાવળગતા, પૂરતી, રાજ્યની, વાટાઘાટો, બાબત, ભાગમાં, પર્યાપ્ત, આપશો, લઘુમતીઓની, સ્વીકૃત, મુસ્લિમો, લાહોરનો, પૂરતો, સ્પષ્ટીકરણમાંથી, યોજનાને, પરિણામે, રાજ્યોમાંના, સ્પષ્ટીકરણથી, ઠરાવનું, માગ્યું, કહેવાય, મારાં, અસંખ્ય, ભાષણોમાં, ઠરાવોમાં, બતાવ્યું, સમસ્યાનો, મેળવવાનો, હકીકતો, આંકડાઓ, બતાવો, કલ્યાણ, ૯માનો, એટલી, કરાવો, સાર્વભૌમ, ગરીબ, સમૂહરૂપે, હિન્દુસ્તાનને, આફતરૂપ, આને, ટુકડાઓમાં, વહેંચાઈ, એથી, તેમને, ભૌતિક, લાભ, ૭મા, મુદ્દાના, મારા, જવાબને, ધ્યાનમાં, લેતાં, ૮મા, અપાઈ, હકારમાં, સૂચન, સ્વીકારવું, લાદવું, લોકોની, ઇચ્છાથી, અંદરથી, ઊગ્યું, લાહોરના, ઠરાવમાંનો, પાયો, સિદ્ધાંતોનો, સરહદ, હાથ, ધરવું, નવાં, રાજ્યોની, પાકિસ્તાનનાં, એકમો, વિભાગોના, ઘટકો, દરેકના, ઘટકોની, સંખ્યા, અનિશ્ચિત, પાઠના, મુદ્દો, કેળવવા, વિદેશી, રાજકર્તાઓને, પડકારરૂપે, ઠરાવની, તેમાંના, પાકિસ્તાનના, મુદ્દાને, પ્રશ્નના, જણાવવાનું, સ્પષ્ટીકરણમાં, ભાગ્યે, પ્રસ્તુત, મુસલમાનને, હિન્દીઓથી, જુદો, પાડનાર, તુર્ક, આરબ, મુદો, આપું, હાઉ, પાકિસ્તાનનું, અખિલ, ઇસ્લામના, સંગઠનનું, વપરાયેલો, મૂળ, ધરાવતો, પર્યાય, પ્રદેશોનાં, પ્રદેશો, પંજાબ, અફઘાનિસ્તાન, કાશ્મીર, સિંધ, બલુચિસ્તાન, લખેલો, વાંચીએ, અઠવાડિયે, પત્રની, ઝીણામાં, ઝીણી, બાબતોની, છણાવટ, બન્નેના, મુદ્દા, જોવાનું, પ્રકરણમાં, બાકી, રહેલા, ભાગની, ૧૭મી, આપેલા, જવાબની, કરશું, મંત્રણા, http, edu, images, journal, studies, files, artical, jan, jun, 1947, મુસ્લિમોના, સ્થાપિત, ગણાવીને, મહેચ્છાઓમાં, આવતું, આક્ષેપ, સ્વીકારતા, રકરણ, ૨૦૨૧, વચ્ચેની, તકરાર, પત્રકાર, પરિષદની, બધો, નાખ્યો, ઍમરીનું, લીધા, વગર, અખંડતાની, દલીલની, પ્લાન, માંગને, દબાવી, દેવા, હેઠળની, સગરિત, જિન્નાનો, દ્વિરાષ્ટ્ર, ખભે, ચડીને, પંજાબનો, જોઈ, ઝેર, ફેલાયું, પ્રતિનિધિનો, સમાવેશ, મુસલમાનનું, એકલા, હોવાનો, ખોટો, પાર્ટીને, લીગનું, મૌલાનાએ, સંભળાવી, કોમવાદ, ફેલાયો, જવાબદારીમાંથી, જ્યાં, ત્રીજો, સુધરવાની, વાઇસરૉયનું, ઢીલું, ઢચુપચુ, સાચી, ખંચકાટ, નબળાઈથી, જડે, મુલતવી, પ્રતિનિધિનું, મળવો, રહે, ભલા, દેખીતું, કોણ, પ્રયાસની, નિષ્ફળતાની, હિંમતનું, ખરી, બીજાઓની, ગયાં, જૂથ, મળ્યાં, જૂથે, આપવાનું, મળતાં, રાખ્યાં, નામોને, લેત, દાવા, પૂરેપૂરા, સ્વીકારવાનું, મૂક્યો, સ્વીકાર્ય, સૂચી, મક્કમ, લાગ્યું, એકઠા, તેથી, આખી, બન્યું, વેવલનું, ટૂંકમાં, જોઈએઃ, નિષ્ફળઃ, પ્રમુખે, દિવસનો, ખાડો, પડ્યો, ૨૯મીએ, કલાક, અઠવાડિયાનો, ત્રીજા, ૨૭મી, બુધવારે, મંગળવારે, અનૌપચારિક, વાતચીતો, ૨૫મી, સોમવારની, સવારે, ટૂંકા, વેરઝેર, ભૂલી, સાધવા, દૃષ્ટિકોણની, હંગામી, વ્યવસ્થાને, માનીએ, કોમવાદી, ચીતરવાનો, અમને, અમે, પ્રયાસમાં, થઈએ, સ્વતંત્રતાના, લક્ષ્ય, તરફનું, ડગલું, જાહેરાતને, ગણું, કમિટી, તેને, aiccએ, સાથીઓ, માર્ગમાં, અવરોધ, વ્યવહારુ, શોધવાની, ભાવનાનું, સાદું, ચર્ચાઓ, સલાહભર્યું, કહેવા, તારોની, છાપાંજોગ, પ્રકાશિત, રહેવાનું, પહોંચાડી, મૌલાનાને, તારમાં, આક્ષેપની, ભાષામાં, વાપર્યા, કાસ્ટના, છોડીને, બાકીના, સરખું, નિવેદનમાં, બને, પહેલો, બનાવે, બંધારણો, પક્ષકાર, નિયંત્રણ, કૉમનવેલ્થની, કૉમનવેલ્થના, છેઃ, પાયામાં, ઑફરના, ઑફર, ટેકનિક્લ, કામની, બ્રોડકાસ્ટ, કૉન્ફરન્સથી, ૨૪મીએ, બપોરે, વાગ્યે, મળવાનું, તમારો, ઉતારા, એમ્સ્બેલ, નામનો, બંગલો, ભાડી, દેવ, અબુલ, કલામ, મુકાયા, લગભગ, ગાળીને, પંચગનીમાં, હવાફેર, રોકાયા, વાંચવા, સેક્રેટરીને, સભ્ય, કોંગ્રેસનું, પ્રમુખનું, જેમને, નીમે, મોકલ્યો, અવર્ણ, મહાસભા, કહે, મહામહેનતે, શબ્દને, આવવા, દેવાયો, કહીને, આટલા, પાર્ટીઓના, તેમનાં, સરકારોના, પ્રાંતોમાં, પ્રધાનમંડળો, રાજીનામાં, ચૂક્યાં, પ્રાંતમાં, ગવર્નરનું, ત્યાંના, ભૂતપૂર્વ, સેંટ્રલ, કૉગ્રેસના, ઉપનેતા, સ્ટેટમાં, નૅશનાલિસ્ટ, આમંત્ર્યા, ક્લાસિસના, રાવ, શિવ, રાજ, શીખોના, સિંઘને, અપાયાં, મહાસભાને, આંબેડકરને, બાકાત, રખાયા, માપદંડ, ગોઠવાતા, એટલું, મોકલ્યું, વ્યવસ્થાની, યોજનાઓ, કાઉંસિલનું, જાપાનને, શિકસ્ત, તમામ, કામે, લગાડવાનું, કાયમી, વિકાસ, માટેનાં, કાર્યો, કરવાનાં, વિચારશે, સૌથી, મહત્ત્વનું, અભિપ્રાયવાળા, તૈયારી, ચીફ, કૉન્ફરન્સમાં, સૂચવ્યું, નેતાઓની, લેવાનો, એકસરખું, અપાશે, શોધવાનો, લાદવાનો, વિશ્વાસ, સમસ્યાના, પરસ્પર, શકશે, તકો, પડેલી, સમસ્યાઓ, સહિયારા, પ્રયાસોથી, વિદેશ, ખાતું, પ્રતિનિધિને, સોંપાશે, અત્યારના, જનરલને, નિયંત્રણની, છોડવાનો, સવાલ, સત્તાનો, ગેરવાજબી, યોગ્ય, અગળ, સ્વશાસનના, પૂર્ણ, હળવી, સ્થિતિને, હિન્દુસ્તાની, નોંધવા, સંમતિ, રાખતી, માગણીથી, અજાણ, મંત્રણાઓમાં, વચ્ચેનું, આભજમીનનું, અંતર, છતું, શાંતિને, નામે, કોમો, સમજૂતીની, તરફેણમાં, ૧૯૪૫ના, લંડન, વેવલની, હાલની, સ્થિતિની, ઘડી, છૂટશે, ઇચ્છતું, સંસ્થાઓ, ઠોકી, બેસાડવી, કહેણી, કરણી, ઇંડિયાના, શાસનમાંથી, હટવા, આવું, બહારથી, લાદવાની, ઇચ્છાને, અનુકૂળ, તેવો, સરકારનો, ઇરાદો, પાર્ટીઓ, પુનર્નિર્માણમાં, લીધું, આકરી, સભ્યોને, રોકવાનો, જોડાયું, રાતોરાત, જાહેરાતની, વલ્લભભાઈ, સ્ટેફર્ડ, ક્રિપ્સે, કેટલી, મહત્ત્વહીન, પુનરાવર્તન, વાસ્તવિક, નીતિઓ, કાર્યક્રમોના, પ્રચાર, લડશે, સરદારે, અત્યારે, પ્રભાત, પહેલાંની, કાળી, રાત, જેવો, બહાદુરી, દેશદાઝને, કેદીઓને, પડ્યે, કાનૂની, બધી, સ્વરાજ, ઝંખના, વધારે, તીવ્ર, વધતો, જતો, રોજ, આવતી, સમસ્યાઓનો, પડતો, હકીકતમાં, માગણીને, આપતી, મતભેદો, રહેતા, છેવટે, નીમેલો, નોકર, અંતે, વીટો, થતું, જોઈતું, નીતિ, વિષયક, કરીઃ, મનાતું, મૂકશે, ઓચિંતા, દીધી, કૉન્ફરન્સને, સમેટી, લેવાનું, સાચું, જણાવ્યું, વહેતી, કોરાણે, મૂકીને, શકી, થતી, ફાવતું, સભાની, કાર્યવાહીની, મૃતક, ડેલીગેટે, ધ્યાન, ખેંચ્યું, મૃત્યુના, સમાચાર, સ્રોતોમાંથી, આધારભૂત, પામ્યા, શંકાનો, વિષય, મૃતકોમાં, કરાયું, ચાલી, મીટિંગમાં, બંગાળ, સુભાષચંદ્ર, મોટાભાઈ, શરતચંદ્ર, બોઝ, અવ્યા, વલ્લભભાઈએ, આંસુભરી, આંખે, ભેટીને, આવકાર્યા, વિમાની, હોનારતમાં, ઘાયલ, પાંચ, હૉસ્પિટલમાં, શરતબાબુને, ઝડપભેર, બનતી, સ્વાભાવિક, જેલમાંથી, છૂટ્યા, ૨1૨૩મી, મુંબઈના, ગોવાલિયા, ટેંક, મેદાનમાં, સ્થળે, મીટીંગ, ત્યાંથી, થવાનું, લૉરેન્સે, ચોથી, ડિસેમ્બરે, ઉમરાવસભામાં, નેતાઓના, જાણવા, પાર્લામેંટરી, ડેલિગેશન, ક્રિપ્સ, મિશનની, દરખાસ્ત, ઘડવા, ચુંટાયેલી, લંડનમાં, સંસદનું, ઉદ્ઘાટન, ટાંક્યું, હિંદુસ્તાની, પ્રજાને, અપાયેલા, વચન, હિંદુસ્તાનમાં, બનાવનારા, મંત્રણાઓ, પોતાનાથી, બનતું, કરશે, વેવલના, છેલ્લી, શક્યતા, બનાવતી, આખરી, આવીને, કેન્દ્રીય, રચવાનું, વિચારે, યોજનાની, પ્રતિનિધિઓના, અભિપ્રાયો, ઉમેર્યું, પ્રતિનિધિત્વવાળી, રચવાનો, પ્રક્રિયા, પ્રાંતોના, ગવર્નરોની, યોજવા, હજારો, કાર્યકર્તા, વિચારવાનો, ૨૧મી, અઠવાડિયાંના, મસલતો, સમસ્યાને, પ્રાથમિકતા, ચારેકોર, ભારતનાં, વર્તુળોમાં, ફેલાઈ, ઉમરાવસભા, હાઉસ, લૉર્ડ્સ, લૉરેન્સનો, પરિચય, કરાવવામાં, પ્રત્યુત્તરમાં, હર્ષનાદથી, વધાવી, પખવાડિયામાં, દુનિયાનું, દૃશ્ય, બદલાઈ, ભૂગોળ, તલપાપડ, ચોખ્ખી, બહુમતીથી, સત્તામાં, ક્લેમન્ટ, ઍટલી, લૉરેન્સને, બનાવ્યા, ૬ઠ્ઠી, અમેરિકાએ, શહેર, હીરોશીમા, નવમી, તારીખે, નાગાસાકી, બોમ્બ, ફેંક્યા, જાપાને, વિધિવત્, શરણાગતી, સંજોગો, ચૂંટણીનાં, જૂના, દીધા, દુનિયાનો, ઍટલીને, વતી, ગ્રેટ, અભિનંદન, પડઘો, પાડતા, ચૂંટણીઓની, છઠ્ઠી, પૂનામાં, તેમાંસામ્યવાદી, શિસ્તભંગની, ફરિયાદોના, નિકાલ, ગોવિંદ, વલ્લભ, પંતની, સભ્યોની, સમિતિ, નીમી, સમિતિનો, રિપોર્ટ, ડિસેમ્બરમાં, કલકત્તામાં, પરથી, સરદેસાઈ, ભગત, ચિતાળે, અશરફ, સજ્જાદ, ઝહીર, સોહન, કાર્યાનંદ, શર્મા, ભારદ્વાજને, નોટિસો, નોટિસના, ગલ્લાંતલ્લાં, પક્ષના, જોશીએ, પાડીને, દેવાનો, પક્ષનો, ચૂંટણીમાં, વિશેના, સુધારો, સૂચવવા, અશરફબોલવા, ઘોંઘાટ, કાને, વાતાવરણ, ઊભું, પ્રમુખપદેથી, શાંત, પાડ્યા, સભ્યપદેથી, હટાવવા, અશરફને, બોલવાનો, ઠમઠોર્યા, લડાઈને, પીપલ્સ, વૉર, ક્યાં, દમનકારી, છેડેલું, નહેરુના, ઠરાવને, અનુમોદન, આપતાં, આંદોલનનો, પાકી, પ્રહાર, યુદ્ધકાર્યોમાં, દેવે, આંદોલનથી, શરમમાં, ડૂબીને, મોઢું, છુપાવે, જ્યાંસુધી, મૂડીવાદ, સામ્રાજ્યવાદનો, શાંતિ, સ્થપાય, હિંસા, ચોરીચૌરાની, જેમ, સીધી, ગણાવી, ગમ્યું, પહોંચી, લોકોના, ટાઢું, પાણી, રેડવા, ઑગસ્ટની, વિશેનો, નહેરુએ, લોકોમાં, રેડ્યું, પાછળથી, ખામીઓ, દેખાડવાનું, સહેલું, કેટલાંય, શહેરોમાં, અજોડ, ઘટનાને, ઉતારી, પડવા, ૧૯૪૫માં, ડેલિગેટોના, મનમાં, ગુસ્સો, મંચ, ડાબેરી, જમણેરી, મધ્યમ, માર્ગી, મોટા, વેપારીઓ, ખેડૂતો, કામદારોને, સામ્યવાદીઓનો, હૃદયપરિવર્તનનું, cpi, મુકાયો, પાછો, ખેંચી, લેવાયો, હકુમતના, બદલ્યા, હમણાં, દેશોની, દુનિયાના, સ્પર્ધાનું, લોક, people, war, લાગવા, માંડ્યું, બ્રિટનનો, ઘડીએ, ઉચ્ચ, પાર્ટીની, કાર્યકર્તાઓ, જનજુવાળથી, અંગત, સ્થાનિક, વખત, ચાલતા, મજૂરો, લોકશાહી, લડાઈમાં, રાષ્ટ્રવાદી, દૃષ્ટિકોણથી, વિચારતા, જોડાતાં, રસ્તો, વસાહતના, લાવવાના, આંતરરાષ્ટ્રીય, સામ્યવાદને, અનુસરીને, વર્ચસ્વ, સ્થાપવા, સત્તાઓની, સ્વાર્થપૂર્તિનું, યુદ્ધની, તટસ્થ, હિટલરે, તોડીને, હુમલો, સ્તાલિન, વર્ગનું, અંતર્વિરોધને, મેળવવા, માટેનું, પગલું, ઠરાવ્યું, જર્મનીની, જંગમાં, કૂદી, સામ્યવાદીઓની, કફોડી, ભારતે, આપવો, મિત્ર, બન્યાં, આર્થિક, બનવા, માગતું, હિટલરની, પ્રદેશભૂખ, સામ્રાજ્ય, વિસ્તારવા, સંસ્થાનોનું, ઔદ્યોગિક, લૂંટેલા, ધનનો, ફાળો, આફ્રિકામાં, સંસ્થાનો, બનાવ્યાં, જર્મનીનો, પડકાર, એશિયામાં, જાપાનની, મહત્ત્વાકાંક્ષાઓ, ટક્કરમાં, સામ્રાજ્યમાં, કદી, સૂરજ, આથમતો, નહોતો, હૃદયપરિવર્તન, જું, ગાંધીજીનું, હિંદુના, હિંદુઓની, મુસલમાનોની, ધર્મને, જિન્નાના, બધાં, રાષ્ટ્રોની, સમાનતાનો, બરાબર, માગી, મુસ્લમાનોને, રિવાજો, પૂજાના, અધિકારોનું, કહેતી, કાં, અનેક, રાષ્ટ્રો, માનો, પડો, બહુમતી, માનીને, સૌને, સમાન, હકો
Text of the page (random words):
ી ઘણાય એ જ અનુભવતા હશે કોંગ્રેસમાં પણ એવા લોકો છે કોંગ્રેસની વિચારધારા અહિંસાને માર્ગે આઝાદી પ્રાપ્ત કરવાની છે પરંતુ હવે ઘણાને સંશય થયો છે કે હવે એ વિચાર સ્ત્રૈણ બની ગયો છે ગાંધીજીએ કહ્યું કે તમે સુભાષબાબુની નીચે રહીને લડ્યા છો અને તમારું કૌવત દેખાડી આપ્યું છે હારજીત આપણા હાથમાં નથીં ભગવાનના હાથમાં છેં નેતાજીએ તમને કહ્યું હતું કે ભારત પાછા પહોંચો તે પછી તમારે કોંગ્રેસને અધીન રહીને કામ કરવાનું છે તમે ભારતને મુક્ત કરાવવા માગતા હતા જાપાનીઓને મદદ નહોતા કરતા પણ તમારા માટે સંતોષની વાત છે કે તમારે કારણે આખો દેશ ઊભો થઈ ગયો છે અને નિયમિત સૈન્યમાં પણ નવી રાજકીય ચેતના આવી છે અને હવે એ લોકો પણ સ્વતંત્રતાનું વિચારવા લાગ્યા છે તમે હિંદુ મુસ્લિમ શીખ પારસી ખ્રિસ્તી એંગ્લોઇંડિયન એમ બધાની સંપૂર્ણ એકતા સિદ્ધ કરી છે આ નાનું સૂનું કામ નથી પણ તમે ભારતની બહાર મુક્ત રીતે જે સિદ્ધ કરી શક્યા તે અહીં ભારતની સ્થિતિમાં પણ ટકાવી રાખવાનું છે તમે અહિંસાની ભાવનાને પચાવશો તો તમે હૃદયથી અહીં પણ સ્વાધીન જ રહેશો અહિંસા વિશે ઘણા સવાલજવાબ થયા ગાંધીજીએ સ્વબચાવ માટે પણ શસ્ત્રો ન ઉઠાવવાની સલાહ આપી એક સવાલના જવાબમાં એમણે કહ્યું કે સુભાષબાબુ વિજય મેળવીને મારી પાસે આવ્યા હોત તો હું એમને પણ કહેત કે તમારાં શસ્ત્રો હેઠાં મુકાવો ૦૦૦ અહીં અવશ્ય ક્લિક કરશો લિંકઃ 1945 ina trials a rare glimpse from the lens of photojournalist kulwant roy આઝાદ હિન્દ ફોજના ત્રણ વીરો સામે ચાલેલા કેસને લગતી કેટલીયે અમૂલ્ય તસવીરો જોવા મળશે ૦૦૦ શ્રી ઝવેરચંદ મેઘાણીએ આ સમગ્ર ઘટનાક્રમ બહુ જીવંતપણે લાલકિલ્લાનો મુકદ્દમો માં વર્ણવેલ છે ૦૦૦ સંદર્ભઃ the indian annual register july december 1945 vol ii collected works of mahatma gandhi vol 84 april 14 1946 july 15 1946 publications division text no 236 page 186 like loading author dipak dholakia posted on 29 07 2021 30 11 2024 categories history india slavery and struggle for freedom tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ dipak dholakia india slavery and struggle for freedom webgurjari 1 ટિપ્પણી india slavery and struggle for freedom part 4 chapter 49 માટે india slavery and struggle for freedom part 4 chapter 48 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૪૮ સામ્યવાદીઓ અને ભારત છોડો આંદોલન મુસ્લિમ લીગે ૧૯૪૦માં પાકિસ્તાન ઠરાવ પસાર કર્યો ત્યારથી જ સામ્યવાદીઓમાં ગડમથલ શરૂ થઈ ગઈ હતી મુસલમાનોના આત્મનિર્ણયના અધિકારને સામ્યવાદીઓ ટેકો આપતા થઈ ગયા હતા આ એમના વૈચારિક ગોટાળાનું કારણ એ કે ભારતના સામ્યવાદીઓ માર્ક્સવાદનું ભારતની પરિસ્થિતિમાં અર્થઘટન કરવામાં નિષ્ફળ ગયા હતા એટલે માર્ક્સના શબ્દો કે વિશ્લેષણ અથવા રશિયામાં લેનિને કરેલ પ્રયોગોને સીધા જ ભારતીય સંયોગોમાં લાગુ કરતા હતા લેનિને જ્યારે ૧૯૧૭માં ઑક્ટોબર ક્રાંતિ કરી ત્યારે ઝાર હસ્તક ઘણા સ્વતંત્ર પદેશો હતા એ બધા જ લેનિનના શાસન હેઠળ આવ્યા લેનિને સોવિયેત સંઘ બનાવ્યો ત્યારે આ રાષ્ટ્રોને આત્મનિર્ણયનો અધિકાર આપ્યો એમને સાથે રહેવું હોય તો એમની મરજીથી અને છૂટા પડવું હોય તો એમની મરજીથી આવાં રાષ્ટ્રોમાં જુદી જુદી જાતિઓ હતી ઉઝબેક કઝાખ તાજિક આર્મેનિયન યુક્રેનિયન જ્યોર્જિયન વગેરે જાતિ તરીકે એ રશિયનોથી જુદા હતા આ સિદ્ધાંત સામ્યવાદીઓએ ભારતમાં પણ લાગુ કર્યો અને મુસલમાનોના આત્મનિર્ણયના અધિકારને માન્ય રાખ્યો એમણે કહ્યું કે મુસલમાનો અલગ રાષ્ટ્ર છે એટલે એમને છૂટા પડવું હોય તો પડી શકે છે કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધીજીનું વિશ્લેષણ એ હતું કે મુસલમાન અને હિંદુના વડવાઓ એક જ છે એટલે એ સોવિયેત સંઘ જેવી અલગ જાતિ નથી ધર્મ બદલવા સાથે જાતિ નથી બદલી જતી જે હિંદુઓની જાતિ છે તે જ મુસલમાનોની જાતિ છે સામ્યવાદીઓએ ધર્મને જાતિ માની લીધી જિન્નાના સિદ્ધાંત પ્રમાણે મુસલમાનો એક જાતિ રાષ્ટ્ર હતા રાષ્ટ્ર માને તો જ બધાં રાષ્ટ્રોની સમાનતાનો સિદ્ધાંત લાગુ પડે અને બરાબર ભાગ માગી શકાય બીજી બાજુ કોંગ્રેસ હિંદુ અને મુસ્લમાનોને એક જ રાષ્ટ્ર માનતી હતી પરંતુ મુસલમાનોને એક લઘુમતી માનતી હતી એટલે એમના ધાર્મિક રિવાજો અને પૂજાના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ એમ કહેતી હતી ભારત જેવા દેશમાં કાં તો અનેક રાષ્ટ્રો માનો અને જુદા પડો અથવા બહુમતી જાતિ અને લઘુમતી જાતિ એમ માનીને સૌને સમાન હકો આપીને સૌની ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરીને સાથે રહો કોંગ્રેસની ૧૮૮૫માં સ્થાપના થઈ તે વખતથી જ એવો સ્પષ્ટ ખ્યાલ હતો કે યુરોપમાં રાષ્ટ્રની જે સંકલ્પના છે તે ભારતમાં ચાલે તેમ નથી એમ કરવાથી દેશનું જ વિભાજન થઈ જશે સામ્યવાદીઓ મુસ્લિમ લીગની માંગ તરફ વળી ગયા હતા બી જું વિશ્વયુદ્ધ અને સામ્યવાદીઓનું હૃદયપરિવર્તન બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે જર્મની આર્થિક મહાસત્તા બનવા માગતું હતું હિટલરની પ્રદેશભૂખ પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા માટે હતી સંસ્થાનોનું શોષણ કરીને જ મહાસત્તા બની શકાય બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેમાં ભારતનું શોષણ કરીને લૂંટેલા ધનનો મોટો ફાળો રહ્યો બ્રિટને એશિયા આફ્રિકામાં પોતાનાં સંસ્થાનો બનાવ્યાં હતાં એટલે યુરોપમાં એની વગ સામે જર્મનીનો મોટો પડકાર હતો તો એશિયામાં જાપાનની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાઓ બ્રિટન સાથે ટક્કરમાં હતી બ્રિટનના સામ્રાજ્યમાં કદી સૂરજ આથમતો નહોતો સામ્યવાદીઓ આંતરરાષ્ટ્રીય સામ્યવાદને અનુસરીને એમ કહેતા કે આ યુદ્ધ દુનિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા માગતી બે મૂડીવાદી સત્તાઓની સ્વાર્થપૂર્તિનું યુદ્ધ છે યુદ્ધની શરૂઆતમાં રશિયા અને જર્મની વચ્ચે ના યુદ્ધ સંધિ થઈ હતી એટલે રશિયા યુદ્ધમાં તટસ્થ હતું પરંતુ તે પછી હિટલરે સંધિ તોડીને રશિયા પર જ હુમલો કર્યો સ્તાલિન જો કે આના માટે તૈયાર હતો એક મજૂર વર્ગનું રાજ્ય મૂડીવાદી સામ્રાજ્યવાદી શક્તિ સાથે સંધિ કરે એ અંતર્વિરોધને સામ્યવાદીઓએ સમય મેળવવા માટેનું પગલું ઠરાવ્યું પણ રશિયા પણ બ્રિટનને પક્ષે અને જર્મનીની વિરુદ્ધ જંગમાં કૂદી પડ્યું તે સાથે ભારતના સામ્યવાદીઓની સ્થિતિ કફોડી થઈ ગઈ ત્યાં સુધી એ યુદ્ધમાં ભારતે સહકાર ન આપવો જોઈએ એમ કહેતા હતા પણ હવે બ્રિટન અને રશિયા મિત્ર બન્યાં હતાં જો કે બહુ ઘણા વખત સુધી તો સામ્યવાદીઓ કોંગ્રેસની લાઇન પર ચાલતા રહ્યા પરંતુ તે પછી બ્રિટનના સામ્યવાદીઓનું એમના પર દબાણ આવ્યું આમ જૂઓ તો બ્રિટનના સામ્યવાદીઓ પણ મજૂરો કે લોકશાહી માટે નહીં પણ પોતાનો જ દેશ લડાઈમાં હોય ત્યારે જુદા ન પડી શકાય એમ રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણથી વિચારતા હતા રશિયા યુદ્ધમાં જોડાતાં એમના માટે રસ્તો સરળ થઈ ગયો હવે બ્રિટનની વસાહતના સામ્યવાદીઓને પણ એમની લાઇન પર લાવવાના હતા ભારતીય સામ્યવાદીઓએ પોતાના વિચાર તરત બદલ્યા હમણાં સુધી જે યુદ્ધ બે મૂડીવાદી દેશોની દુનિયાના શોષણ માટેની સ્પર્ધાનું પરિણામ હતું તે હવે લોક યુદ્ધ people s war બની ગયું હવે એમને એમ લાગવા માંડ્યું કે બ્રિટનનો આ ઘડીએ વિરોધ ન કરવો જોઈએ આથી એ ભારત છોડો આંદોલનમાં પણ ન જોડાયા પરંતુ ઉચ્ચ સ્તરે સામ્યવાદી પાર્ટીની નીતિમાં ફેરફાર થયો હોવા છતાં નીચેના કાર્યકર્તાઓ એની સાથે સંમત નહોતા અને જનજુવાળથી જુદા પડી શકે તેમ પણ નહોતું એટલે એ તો અંગત રીતે આંદોલનમાં સ્થાનિક સ્તરે સક્રિય રહ્યા આ હૃદયપરિવર્તનનું પરિણામ એ આવ્યું કે ભારતીય સામ્યવાદી પાર્ટી cpi ને ગેરકાનૂની જાહેર કરીને એના પર પ્રતિબંધ મુકાયો હતો તે પાછો ખેંચી લેવાયો અને સામ્યવાદીઓ ભારતની અંગ્રેજ હકુમતના સાથી બની ગયા કોંગ્રેસમાં સામ્યવાદીઓનો વિરોધ ૧૯૪૫માં એ આઈ સી સી ની બેઠક મળી ત્યારે સામ્યવાદીઓ સામે ડેલિગેટોના મનમાં ભારે ગુસ્સો હતો કોંગ્રેસ એક પાર્ટી નહોતી રાષ્ટ્રીય મંચ હતી એટલે એમાં બધા જ ડાબેરી જમણેરી મધ્યમ માર્ગી મોટા વેપારીઓ ખેડૂતો બધા જ હતા કામદારોને સામ્યવાદીઓએ જુદા રાખવાની કોશિશ કરી હતી ૧૯૪૨ના આંદોલનમાં હિંસા થઈ તેની ગાંધીજીએ ટીકા કરી હતી જો કે એમણે ચોરીચૌરાની જેમ જનતાને સીધી રીતે જવાબદાર નહોતી ગણાવી અને સરકારને દોષ આપ્યો હતો પરંતુ ગાંધીજીને ન ગમ્યું હોવાની વાત જનતા સમક્ષ પહોંચી હતી લોકોના ઉત્સાહ પર ટાઢું પાણી રેડવા જેવું થયું હતું એ આઈ સી સી નો ઑગસ્ટની ઘટનાઓ વિશેનો ઠરાવ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો અને લોકોમાં નવું જોશ રેડ્યું એમણે કહ્યું કે પાછળથી ખામીઓ દેખાડવાનું સહેલું હોય છે પણ કેટલાંય શહેરોમાં લોકોએ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી એ અજોડ ઘટનાને ઉતારી પડવા જેવું કંઈ ન કરાય એ જ ભાષણમાં એમણે સામ્યવાદીઓને પણ ઠમઠોર્યા એમણે કહ્યું કે કેટલાક લોકો આ લડાઈને પીપલ્સ વૉર કહેતા હતા લોકયુદ્ધ ક્યાં હતું અને શા માટે હતું આપણા માટે તો એક જ યુદ્ધ હતું અને એ લોકોએ દમનકારી શાસન વિરુદ્ધ છેડેલું યુદ્ધ હતું નહેરુના ઠરાવને અનુમોદન આપતાં સરદાર પટેલે કહ્યું કે હવે ક્વિટ ઇંડિયા નહીં ક્વિટ એશિયા આંદોલનનો સમય પાકી ગયો છે એમણે સામ્યવાદીઓ પર પ્રહાર કરતાં કહ્યું કે ઘણા લોકો યુદ્ધકાર્યોમાં સરકારને સહકાર આપવાની વાત કરતા હતા એમનું કહેવું હતું કે આ લોકયુદ્ધ છે આજે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે અને ભારત હજી આઝાદ નથી એ ખરેખર લોકયુદ્ધ હોત તો આ વિજય સાથે ભારતને આઝાદી ન મળી હોત આચાર્ય નરેન્દ્ર દેવે કહ્યું કે જે લોકો ૧૯૪૨ના આંદોલનથી દૂર રહ્યા તે આજે જાતે જ શરમમાં ડૂબીને મોઢું છુપાવે છે જ્યાંસુધી મૂડીવાદ અને સામ્રાજ્યવાદનો અંત નહીં થાય ત્યાં સુધી દુનિયામાં શાંતિ નહીં સ્થપાય ચૂંટણીમાં ભાગ લેવા વિશેના ઠરાવ પર સુધારો સૂચવવા સામ્યવાદી કે એમ અશરફબોલવા ઊભા થયા ત્યારે ભારે ઘોંઘાટ થયો અને એમની વાત કાને પણ ન પડે એવું વાતાવરણ ઊભું થયું પ્રમુખપદેથી મૌલાના આઝાદે લોકોને શાંત પાડ્યા કે હજી કોંગ્રેસે સામ્યવાદીઓને સભ્યપદેથી હટાવવા કે નહીં તે વિશે નિર્ણય નથી લીધો એટલે અશરફને બોલવાનો અધિકાર છે એ આઈ સી સી થી પહેલાં પાંચમી છઠ્ઠી સપ્ટેમ્બરે પૂનામાં વર્કિંગ કમિટીની બેઠક મળી તેમાંસામ્યવાદી સભ્યો વિરુદ્ધ શિસ્તભંગની ફરિયાદોના નિકાલ માટે જવાહરલાલ નહેરુ સરદાર પટેલ અને ગોવિંદ વલ્લભ પંતની ત્રણ સભ્યોની સમિતિ નીમી હતી આ સમિતિનો રિપોર્ટ ડિસેમ્બરમાં કલકત્તામાં વર્કિંગ કમિટીની બેઠકમાં રજૂ થયો તેના પરથી એ આઈ સી સી ના સામ્યવાદી સભ્યો એસ જી સરદેસાઈ વી જી ભગત વી ડી ચિતાળે કે એમ અશરફ સજ્જાદ ઝહીર સોહન સિંઘ જોશ કાર્યાનંદ શર્મા અને આર ડી ભારદ્વાજને નોટિસો આપવામાં આવી એમણે નોટિસના જવાબ આપવામાં ગલ્લાંતલ્લાં કર્યાં પણ સામ્યવાદી પક્ષના મહામંત્રી પી સી જોશીએ નિવેદન બહાર પાડીને કોંગ્રેસ છોડી દેવાનો પક્ષનો નિર્ણય જાહેર કરી દીધો ૦૦૦ સંદર્ભઃ the indian annual register july dec 1945 vol ii like loading author dipak dholakia posted on 22 07 2021 30 11 2024 categories history india slavery and struggle for freedom tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 48 india slavery and struggle for freedom part 4 chapter 47 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૪૭ બ્રિટનમાં મજૂર પક્ષની સરકાર અને ભારતમાં ચૂંટણીઓની જાહેરાત સિમલા કૉન્ફરન્સ પછીના પખવાડિયામાં દુનિયાનું રાજકીય દૃશ્ય બદલાઈ ગયું એ સાથે ભૂગોળ પણ બદલવા માટે તલપાપડ થઈ ગઈ હતી ૨૬મી જુલાઈએ બ્રિટનમાં ચૂંટણી થઈ અને મજૂર પક્ષ ચોખ્ખી બહુમતીથી સત્તામાં આવ્યો ક્લેમન્ટ ઍટલી વડા પ્રધાન બન્યા અને એમણે લૉર્ડ પૅથિક લૉરેન્સને ભારત માટેના પ્રધાન બનાવ્યા ૬ઠ્ઠી ઑગસ્ટે અમેરિકાએ જાપાનના શહેર હીરોશીમા પર અને નવમી તારીખે નાગાસાકી પર બોમ્બ ફેંક્યા આ સાથે યુદ્ધ સમાપ્ત થઈ ગયું અને જાપાને બીજી સપ્ટેમ્બરે વિધિવત્ શરણાગતી સ્વીકારી લીધી આમ ભારતની સ્વતંત્રતા માટે તદ્દન નવા સંજોગો ઊભા થયા હતા એનો પડઘો પાડતા હોય તેમ કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદે ઍટલીને તાર મોકલીને ભારતની જનતા વતી ગ્રેટ બ્રિટનની જનતાને અભિનંદન આપ્યાં એમણે કહ્યું કે ચૂંટણીનાં પરિણામ દેખાડે છે કે લોકોએ એમના જૂના વિચારો છોડી દીધા છે અને નવી દુનિયાનો સ્વીકાર કર્યો છે આ બાજુ વાઇસરૉય વેવલે ભારતના રાજકીય પક્ષોને સક્રિય બનાવવાની પ્રક્રિયા ચાલુ રાખી એણે પહેલી ઑગસ્ટે બધા પ્રાંતોના ગવર્નરોની બેઠક બોલાવી અને ચૂંટણીઓ યોજવા વિશે ચર્ચા કરી કોંગ્રેસ હજી પણ ગેરકાનૂની સંસ્થા હતી અને અમુક નેતાઓ સિવાય એના હજારો કાર્યકર્તા જેલમાં જ હતા ચૂંટણીઓ થાય તે પહેલાં આ પ્રશ્ન પણ વિચારવાનો હતો ૨૧મી ઑગસ્ટે ઍક્ઝીક્યુટિવ કાઉંસિલની ખાસ બેઠક પછી પ્રાંતિક ઍસેમ્બ્લીઓની ચૂંટણીની અને વાઇસરૉય એની પહેલી મુલાકાત પછી માત્ર દસ અઠવાડિયાંના ગાળામાં નવી સરકાર સાથે મસલતો માટે જાય છે એવી જાહેરાત કરવામાં આવી મજૂર પક્ષની સરકારે ભારતની સમસ્યાને આટલી પ્રાથમિકતા આપી તેની ચારેકોર પ્રશંસા થઈ અને ભારતનાં રાજકીય વર્તુળોમાં પણ ઉત્સાહ ફેલાઈ ગયો ઉમરાવસભા હાઉસ ઑફ લૉર્ડ્સ માં લૉર્ડ પૅથિક લૉરેન્સનો ભારત માટેના પ્રધાન તરીકે પરિચય કરાવવામાં આવ્યો તેના પ્રત્યુત્તરમાં એમણે આ જાહેરાત કરી આથી સભ્યોએ એને હર્ષનાદથી વધાવી લીધી વેવલે લંડનથી પાછા આવીને રેડિયો બ્રોડકાસ્ટમાં કહ્યું કે કેન્દ્રીય અને પ્રાંતિક ઍસેમ્બ્લીઓની ચૂંટણીની જાહેરાત તો પહેલાં જ કરી દેવાઈ છે અને તે ઉપરાંત બ્રિટિશ સરકાર બંધારણ બનાવવા માટેની સંસ્થા રચવાનું પણ વિચારે છે વેવલે કહ્યું કે ૧૯૪૨માં સરકારે જે યોજના રજૂ કરી હતી તે બાબતમાં બધા પક્ષો સંમત છે કે નવી યોજનાની જરૂર છે તે વિશે પણ રાજકીય પ્રતિનિધિઓના અભિપ્રાયો લેવામાં આવશે એણે ઉમેર્યું કે સરકારે મને ઍસેમ્બ્લીઓની ચૂંટણી પછી રાજકીય પક્ષોના પ્રતિનિધિત્વવાળી એક્ઝીક્યુટિવ કાઉંસિલ રચવાનો પણ અખત્યાર આપ્યો છે વેવલના બ્રોડકાસ્ટમાં આ છેલ્લી બે વાતો મહત્ત્વની છે એક તો એણે ૧૯૪૨ની યોજનામાં ફેરફારની શક્યતા દેખાડી છે બીજી વાત એ કે ઍક્ઝીક્યુટિવ કાઉંસિલ બનાવતી વખતે એ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને લેશે પણ આખરી નિર્ણય એનો પોતાનો રહેશે લંડનમાં વડા પ્રધાન ઍટલીએ રેડિયો બ્રોડકાસ્ટમાં રાજાએ નવી સંસદનું ઉદ્ઘાટન કરતાં જે વિધાન કર્યું હતું તે ટાંક્યું રાજાએ કહ્યું હતું કે મારી હિંદુસ્તાની પ્રજાને અપાયેલા વચન પ્રમાણે મારી સરકાર હિંદુસ્તાનમાં અભિપ્રાય બનાવનારા નેતાઓ સાથે મંત્રણાઓ કરીને સંપૂર્ણ સ્વશાસન આપવા માટે પોતાનાથી બનતું બધું જ કરશે ઍટલીએ કહ્યું કે ૧૯૪૨માં ક્રિપ્સ મિશનની દરખાસ્ત હતી કે યુદ્ધ પછી તરત જ ભારતનું બંધારણ ઘડવા માટે ચુંટાયેલી સંસ્થા પણ બનાવવાની સરકારની યોજના છે તે પછી ભારત માટેના પ્રધાન લૉર્ડ પૅથિક લૉરેન્સે ચોથી ડિસેમ્બરે ઉમરાવસભામાં જાહેરાત કરી કે ભારતીય નેતાઓના વિચારો જાણવા માટે એક પાર્લામેંટરી ડેલિગેશન જશે ઑલ ઇંડિયા કોંગ્રેસ કમિટીની બેઠક દેશ અને દુનિયામાં ઝડપભેર ઘટનાઓ બનતી જતી હતી એટલે ઑલ ઇંડિયા કોંગ્રેસ કમિટીની બેઠક મળે તે સ્વાભાવિક હતું નેતાઓ જેલમાંથી છૂટ્યા તે પછી પહેલી વાર એ આઈ સી સી ની બેઠક ૨1૨૩મી સપ્ટેમ્બરે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાનમાં મળી આ સ્થળે મીટીંગ રાખવાનું મહત્ત્વ એ હતું કે ભારત છોડો આંદોલન પણ ત્યાંથી જ શરૂ થવાનું હતું મીટિંગમાં ભાગ લેવા માટે બંગાળ કોંગ્રેસના નેતા અને સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ શરતચંદ્ર બોઝ અવ્યા ત્યારે સરદાર વલ્લભભાઈએ એમને આંસુભરી આંખે ભેટીને આવકાર્યા જાપાન સરકારે ૧૮મી ઑગસ્ટે જાહેર કર્યું હતું કે સુભાષબાબુ એક વિમાની હોનારતમાં ઘાયલ થયા હતા અને પાંચ દિવસ પછી હૉસ્પિટલમાં એમનું મૃત્યુ થયું હતું આના પછી કોંગ્રેસ નેતાઓ શરતબાબુને પહેલી વાર મળ્યા હતા પરંતુ સભાની કાર્યવાહીની શરૂઆતમાં મૃતક નેતાઓને અંજલી આપવાનો ઠરાવ રજૂ થયો એમાં સુભાષબાબુનું નામ નહોતું એક ડેલીગેટે આ તરફ ધ્યાન ખેંચ્યું ત્યારે મહામંત્રી આચાર્ય કૃપાલાનીએ જવાબ આપ્યો કે એમના મૃત્યુના સમાચાર જે સ્રોતોમાંથી મળ્યા છે તે આધારભૂત નથી એટલે સુભાષબાબુ હયાત છે કે ખરેખર મૃત્યુ પામ્યા છે એ શંકાનો વિષય છે એટલે એમનું નામ મૃતકોમાં સામેલ નથી કરાયું તે પછી કાર્યવાહી આગળ ચાલી નીતિ વિષયક ઠરાવમાં કોંગ્રેસે સિમલા કૉન્ફરન્સની ચર્ચા કરીઃ એ વાત સ્પષ્ટ હતી કે આ કૉન્ફરન્સ બહુ મર્યાદિત હતી અને એવું મનાતું હતું કે જે સમજૂતી થશે તે વાઇસરૉય અમલમાં મૂકશે આવી સમજૂતી હોવા છતાં માત્ર એક પાર્ટી સંમત ન થઈ એટલે ઓચિંતા જ વાઇસરૉયે કૉન્ફરન્સ સમાપ્ત કરી દીધી સિમલા કૉન્ફરન્સ નિષ્ફળ ગઈ તો એના માટે કોંગ્રેસને દોષ ન દઈ શકાય કૃપાલાનીએ કહ્યું કે વાઇસરૉયે કૉન્ફરન્સને સમેટી લેવાનું સાચું કારણ જણાવ્યું નથી પરંતુ લંડનથી વાઇસરૉય પર દબાણ આવ્યું હોવાની વાતો વહેતી થઈ છે સરકાર સમજૂતી કરવા માગતી હોત તો મુસ્લિમ લીગને કોરાણે મૂકીને આગળ વધી શકી હોત કારણ કે એને મુસ્લિમ લીગનો ડર નથી પણ મુસ્લિમ લીગ સંમત નથી થતી એમ કહેવું એમને ફાવતું હતું હકીકતમાં બ્રિટનની સરકાર જિન્નાની કોઈ પણ માગણીને આડકતરી રીતે ટેકો આપતી હતી ભારતની અંગ્રેજ સરકાર અને બ્રિટિશ સરકાર વચ્ચે ઘણી વાર મતભેદો પણ રહેતા પણ વાઇસરૉય છેવટે તો બ્રિટન સરકારે નીમેલો નોકર હતો એટલે એનો અભિપ્રાય અલગ હોય તો પણ અંતે તો બ્રિટન જ નક્કી કરતું હતું કે ભારતમાં શું કરવું બીજી બાજુ જિન્નાને વીટો અધિકાર આપવા જેવું થતું હતું પણ બ્રિટનને તો એ જ જોઈતું હતું પરંતુ આ બધી ઘટનાઓ વચ્ચે સ્વરાજ માટેની ઝંખના વધારે તીવ્ર બની હવે જનતામાં બ્રિટિશ સરકાર સામે રોષ વધતો જતો હતો ભારતની અંગ્રેજ સરકારે રોજ સામે આવતી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો બ્રિટિશ સરકાર બીજા એક ઠરાવ દ્વારા કોંગ્રેસે આઝાદ હિંદ ફોજના સૈનિકોની બહાદુરી અને દેશદાઝને બિરદાવી અને બધા કેદીઓને છોડી મૂકવાની માગણી કરી કોંગ્રેસે જરૂર પડ્યે એમને કાનૂની મદદ આપવાનો પણ ફેંસલો કર્યો કોંગ્રેસે ઍસેમ્બ્લીઓની ચૂંટણીની જાહેરાતની પણ ટીકા કરી કે સરદાર વલ્લભભાઈ પટેલે ઠરાવ રજૂ કરતાં કહ્યું કે ૧૯૪૨ના માર્ચમાં સર સ્ટેફર્ડ ક્રિપ્સે કેટલી મહત્ત્વહીન દરખાસ્તો રજૂ કરી હતી આ નવી જાહેરાત એનું જ પુનરાવર્તન છે આ દેખાડે છે કે બ્રિટનની નીતિમાં કોઈ વાસ્તવિક ફેરફાર નથી થયો આમ છતાં એમણે કહ્યું કે કોંગ્રેસ પોતાની નીતિઓ અને કાર્યક્રમોના પ્રચાર માટે ચૂંટણી લડશે સરદારે કહ્યું કે અત્યારે કદાચ નવા પ્રભાત પહેલાંની કાળી રાત જેવો સમય છે આ બેઠકમાં કમ્યુનિસ્ટ સભ્યોએ યુદ્ધ દરમિયાન જે વલણ લીધું તેની આકરી ટીકા થઈ કમ્યુનિસ્ટ સભ્યોને બોલતાં રોકવાનો પણ પ્રયાસ થયો સામ્યવાદીઓ ...
|