Meta tags:
description= 3 posts published by Dipak Dholakia during August 2017;
Headings (most frequently used words):
dipak, science, samachar, episode, dholakia, spam, blocked, મહિનો, ઓગસ્ટ, 2017, 19, 18, mathematicians, 11, kosambi, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (75), 2017 (33), હોય (33), ઓગસ્ટ (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), સપ્ટેમ્બર (27), જુલાઇ (26), એટલે (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), એમણે (22), 2013 (18), 2022 (18), માટે (17), 2011 (16), નથી (16), કોઈ (16), એમને (16), પરંતુ (15), જાય (15), 2014 (14), કામ (14), અહીં (14), કરી (13), 2025 (13), નહીં (13), dipak (11), પછી (11), કોસાંબી (10), કહે (10), તમે (10), ત્યારે (10), dholakia (9), સાથે (9), એમની (9), આવે (9), બીજા (9), કરે (9), માત્ર (9), હતા (9), થાય (9), ઍન્ટીબોડી (9), martyrs (8), freedom (8), struggle (8), એમાં (8), એની (8), એમના (8), કર્યો (8), ઉપયોગ (8), હતું (8), બિંદુ (8), માર્ગ (8), આગળ (8), પાછા (8), એના (8), ગયા (8), થયો (8), માં (8), તરીકે (8), સામે (8), સંદર્ભઃ (8), ફિલ્મ (8), સંશોધકોએ (8), indian (7), લેખ (7), પડે (7), એનો (7), રીતે (7), ત્યાં (7), આવ્યા (7), અભ્યાસ (7), ડીડી (7), સામયિકમાં (7), શરૂ (6), કરો (6), નામ (6), મારી (6), એમનું (6), વખતે (6), વધારે (6), એમનો (6), હતો (6), આવા (6), ઇતિહાસ (6), કરીને (6), આવી (6), વર્ષ (6), વીજળી (6), દામોદર (6), science (6), ભાગ (6), પ્રયોગ (6), રેકૉર્ડ (6), એને (6), gabarap (6), બારી (5), નવી (5), શોધો (5), બહુ (5), ફૉર્મ્યુલા (5), પાથ (5), વાત (5), જાઓ (5), ગણિત (5), સામાન્ય (5), થયા (5), શકે (5), યુનિવર્સિટીના (5), પિતા (5), હવે (5), પુત્ર (5), જોઈ (5), શરીરમાં (5), જશે (5), અંદર (5), પેદા (5), like (4), blocked (4), spam (4), uncategorized (4), adventurous (4), subhashbabu (4), kosambi (4), પ્રયાસ (4), અમુક (4), જીન (4), કરવા (4), કરતાં (4), આજે (4), બને (4), તરફ (4), તમારા (4), પોતે (4), રહ્યો (4), સામાજિક (4), સ્થિતિ (4), કેમ (4), સિક્કાઓના (4), હતી (4), અલીગઢ (4), બીજી (4), ફરી (4), નીચે (4), ધર્માનંદ (4), એવા (4), કારણે (4), મળી (4), શરીર (4), samachar (4), episode (4), રહે (4), નામના (4), ઊંઘ (4), દેખાય (4), તેની (4), કોશની (4), હજી (4), શકાય (4), જન્મેલાં (4), બૅક્ટેરિયા (4), સુધી (4), મૃત્યુ (4), પ્રકાશિત (4), પ્રોટીન (4), this (3), wordpress (3), com (3), રહ્યું (3), other (3), દ્વારા (3), mathematicians (3), tags (3), categories (3), posted (3), author (3), loading (3), કરશે (3), કર્યું (3), પાછળ (3), કોસાંબીનું (3), અનેક (3), જેનેટિક્સમાં (3), વચ્ચે (3), કેટલું (3), મળે (3), અસર (3), બનાવી (3), તેમાં (3), રેખા (3), પહોંચી (3), ચાલતા (3), ચાલ્યા (3), મૂળ (3), માર્ગની (3), લોકોને (3), વિષય (3), જૂઓઃ (3), કોણ (3), મહત્ત્વનું (3), રહી (3), સ્થાન (3), આપ્યું (3), ચાર (3), શાંતિમય (3), યુનિવર્સિટીમાં (3), સારું (3), મળ્યો (3), બરાબર (3), જોડાયા (3), સંશોધન (3), ચાલુ (3), રહ્યા (3), દરમિયાન (3), જ્યૉમીટ્રી (3), છૂટા (3), વિષયમાં (3), પહેલો (3), કરતા (3), ભારત (3), બનારસ (3), ખબર (3), હાર્વર્ડમાં (3), ગણિતમાં (3), ધ્યાન (3), દામોદરને (3), ઘણા (3), થતું (3), સફળતા (3), બની (3), આપણે (3), જોવા (3), બાળકો (3), લાગે (3), પ્રયોગમાં (3), સતત (3), દીધી (3), માહિતી (3), આપવામાં (3), શિપમૅન (3), શકાશે (3), કોશો (3), માણસના (3), શકશે (3), વૈજ્ઞાનિકો (3), તસવીરમાં (3), રહેશે (3), જેવી (3), આપણા (3), રૉબોટ (3), એવું (3), ગાયના (3), એવો (3), વંચિત (3), ઉપકરણ (3), વ્યવસ્થા (3), ઑટોફેજી (3), પૃથ્વી (3), જીવ (3), સૂરજ (3), રહેગા (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 353 (2), મહિનો (2), પસંદ (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), and (2), email (2), address (2), leave (2), comment (2), ભવિષ્ય (2), પેપર (2), સાદી (2), ભાષામાં (2), આને (2), જવું (2), કાર્હુનેન (2), જીવનમાં (2), ઉપયોગી (2), એવાં (2), function (2), કોસાંબીએ (2), જ્યાં (2), જાણે (2), mapping (2), જિનોમ (2), આની (2), હાલ્ડેનની (2), લેવાતી (2), ક્રૉસ (2), લીધું (2), જોવાની (2), સાઇટો (2), મળશે (2), હશે (2), સીધી (2), વળી (2), ધારો (2), જવા (2), કૂલી (2), સૂતાં (2), લોકો (2), હોવાથી (2), ક્ષેત્રમાં (2), જૂઓ (2), તમને (2), જેવો (2), શરૂઆત (2), બિંદુથી (2), બિંદુએ (2), પહોંચાડે (2), માર્ગમાં (2), ચિત્ર (2), રાજા (2), દેખાડ્યું (2), એટલું (2), વેદ (2), tifr (2), ગયો (2), પહેલાં (2), નહોતો (2), જ્યારે (2), જાણવા (2), ઇતિહાસમાં (2), વર્ષની (2), ગયું (2), ભાભાએ (2), રીસર્ચ (2), આમંત્રણ (2), અંતે (2), ભાભા (2), અણુના (2), માર્ગે (2), જવામાં (2), બનતી (2), એટલી (2), સરકાર (2), નફો (2), થશે (2), વાતાવરણ (2), નહોતું (2), લાગ્યા (2), મુસ્લિમ (2), વિભાગના (2), પ્રોફેસરનું (2), છોડીને (2), પ્રાધ્યાપક (2), આંતરિક (2), ટકી (2), કૉલેજમાં (2), ગણિતના (2), મોટા (2), ઇતિહાસના (2), લખ્યો (2), અભ્યાસલેખ (2), નક્કી (2), પૂરું (2), હિન્દુ (2), વિદ્વાન (2), મળ્યું (2), જર્મન (2), યુનિવર્સિટી (2), બાજુ (2), જોઈને (2), મેળવી (2), સ્પેશ્યલાઇઝેશન (2), માણસ (2), મશીન (2), અમેરિકા (2), ખાસ (2), પોતાની (2), જઈને (2), સંસ્કૃત (2), પારંગત (2), બૌદ્ધ (2), ગ્રંથ (2), સંપૂર્ણ (2), તૈયાર (2), પદ્ધતિ (2), webgurjari (2), સમાચાર (2), વેબગુર્જરી (2), ત્રીજો (2), વિના (2), પોતાને (2), જોતાં (2), નાની (2), તેવા (2), નહોતી (2), કલાક (2), જુદા (2), ચહેરા (2), પોતાનો (2), નોંધ (2), ખુશ (2), દુખી (2), એનું (2), કેવું (2), જીવનની (2), ઓછી (2), વિડિયો (2), સેથ (2), કંઈ (2), વૈજ્ઞાનિકોએ (2), dna (2), બૅક્ટેરિયાના (2), dnaમાં (2), બનાવવા (2), બીજું (2), ગોઠવી (2), થતી (2), હાર્વર્ડ (2), ધરતીકંપ (2), સૂક્ષ્મ (2), બાકી (2), સાપની (2), જેમ (2), પાતળી (2), ભાગમાંથી (2), રસ્તો (2), શોધી (2), સરકતો (2), આના (2), શોધવાનું (2), બદલે (2), તેના (2), લાંબા (2), hivને (2), રસી (2), ડેવિન (2), સોક (2), લાગી (2), યોદ્ધાઓ (2), બનાવવામાં (2), અઠવાડિયામાં (2), છપાયો (2), ગરીબ (2), પ્રક્રિયાને (2), જન્મ (2), ટકા (2), બાળકને (2), વખત (2), એનાથી (2), જોખમ (2), કારણ (2), જુઓ (2), કાળા (2), ફ્રિક્વન્સીએ (2), નીચી (2), દેખાડી (2), energy (2), બનાવ્યું (2), શકશો (2), મોબાઇલ (2), ચાર્જ (2), હલનચલન (2), autophagy (2), લીલા (2), સેન્ટ્રોઝોમ (2), પ્રોટીનને (2), ઑટૉફેગોઝોમમાં (2), pcm1 (2), નામનો (2), ઑટોફેગોઝોમમાં (2), જોયું (2), કોશમાં (2), ઑટોફેગોઝોમ (2), આખી (2), પડી (2), રીસાઇક્લિંગ (2), પાણી (2), શૂન્યની (2), ૧૫૦ (2), ડિગ્રી (2), ટાર્ડીગ્રેડ (2), સૂરજનું (2), નેતાના (2), ચાંદ (2), ખરેખર (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, આશા, રાખીએ, ન્યાય, શીર્ષક, હેઠળ, લખ્યું, ઇંડિયન, મૅથેમેટિકલ, સોસાઇટીના, જર્નલમાં, છપાયું, proper, orthogonal, decomposition, રજૂ, ઑર્થોગોન, કહીએ, કાટખૂણો, વિસ્તારથી, સમજવાનો, કરશું, પડશે, જોડાયું, ગણિતજ્ઞો, લૂવનાં, આવ્યાં, ફૉર્મ્યુલાને, લૂવ, વિદ્વાનોએ, જોડવા, સ્થાયી, થયું, બધાં, ક્ષેત્રો, કૅમિકલ, એન્જીનિયરિંગ, ઇમેજ, પ્રોસેસિંગ, સમુદ્ર, વિજ્ઞાન, વગેરે, ક્ષેત્રોમાં, વપરાય, statistics, space, ૧૯૪૩માં, આપ્યો, કોસાંબીને, દુનિયાએ, પૂરતું, તેમ, જ્યૉમીટ્રીનો, રંગસૂત્ર, ક્રોમોઝોમ, અંદરના, અંતર, માપવામાં, કરાય, સંભોગ, સ્ત્રી, પુરુષના, રીકૉમ્બીનેશન, આખા, જીનનો, નક્શો, વિગતોમાં, જઈએ, ગણતરી, ઉપયોગમાં, હાલ્ડેને, ઑવર, જીનનું, ભળવું, ધ્યાનમાં, ઓવર, ગણતરીમાં, લીધાં, ચોક્સાઈવાળી, બનાવનારા, વ્યાપક, જેનેટિક્સ, ક્ષેત્રના, નહોતા, ગણિતજ્ઞ, કમ્પ્યુટરમાં, ખાતરી, કરવી, ગૂગલ, સર્ચમાં, path, geometry, ટાઇપ, ઘણીખરી, માઇક્રોસોફ્ટની, માર્ગના, આકાર, વાંકી, ચૂંકી, અંડાકાર, વર્તુંળ, કમાન, બીજો, રેલવે, સ્ટેશન, ટ્રેન, બધો, સીડીઓ, ચડવી, ભૂલથી, પ્લેટફૉર્મ, ત્યાંથી, વળો, લાઇનમાં, સામેથી, સામાન, ભરેલી, લારી, લઈને, તમારે, હટી, હટો, માણસો, એમનીયે, વધો, રસ્તામાં, માર્ગનાં, મળ્યાં, દૂર, કલ્પના, વળાવવા, સ્ટેશનના, મુખ્ય, ગેટ, ગેટથી, પૂરો, તમારો, વાંકીચૂંકી, સેંકડો, કલ્પીએ, આકૃતિ, બનાવીએ, કેવી, જ્યૉમીટ્રીની, સમજ, શાસ્ત્રમાં, આધુનિક, માર્ગનો, અંત, છેડે, અટકી, જ્યોમીટ્રી, આમાંથી, દૃષ્ટિ, આપી, કહ્યું, ઘટનાઓનો, સંપુટ, જીત્યો, હાર્યો, મતે, જનતાનો, વિશ્લેષણમાં, વ્યક્તિગત, મહારાજાઓ, વીરો, વિભૂતિઓનું, ગૌણ, વેદોનો, ઉપનિષદો, વિકસ્યાં, ભર્તૃહરિનાં, ત્રણેય, શતકોનું, સંકલન, મીમાંસા, લખી, શતક, ભર્તૃહરિ, ઉપનિષદ, છોડ્યા, વળ્યા, ભૂતકાળના, ચલણી, numismatics, સ્ટેટિસ્ટિક્સ, ઇતિહાસને, ક્રમબદ્ધ, કરવામાં, સ્ટેટીસ્ટિક્સનો, કોઈએ, માત્ર્ર, વર્ગીકરણથી, સંતોષ, સિક્કાઓ, ચલણમાં, પ્રાચીન, શાસ્ત્રોનો, ગહન, ફાળો, ૧૯૬૬માં, વયે, અવસાન, ૨૦૦૭માં, જન્મશતબ્દી, નિમિત્તે, ટપાલ, ટિકિટ, બહાર, પાડવામાં, વિશ્વશાંતિ, સોવિયેત, સંઘની, પ્રેરણાથી, બનેલી, વર્લ્ડ, પીસ, કાઉંસિલ, મહત્ત્વની, ભૂમિકા, ૧૯૪૫માં, ટાટા, ઇંસ્ટીટ્યુટ, ફંડામેન્ટલ, જોડાવાનું, ત્રણ, મતભેદ, જતાં, હેતુ, અણૂશક્તિના, વિકાસનાં, પહેલવહેલાં, પગલાં, માંડ્યાં, જવાહરલાલ, નહેરુ, ઉપયોગના, આગ્રહી, કહેવું, વિકાસના, યુદ્ધના, જશું, અણુનો, કરવાનું, પરવડે, એમાંથી, મોંઘી, ચલાવી, જનતાને, પૈસે, વિકાસ, મૂડીપતિઓ, સંભાળી, લેશે, મોટો, જનતાનું, શોષણ, લાગ્યું, શિક્ષણ, છોડવા, ઊંચાનીચા, થવા, અરસામાં, અધ્યક્ષ, આન્દ્રે, વેઇલનો, પત્ર, ઓળખતા, સહાયક, મોભા, જોઈતું, યુનિવર્સિટીની, ખટપટોમાં, વેઇલ, શક્યા, ડીડીએ, સંભાળ્યું, કાવાદાવા, ૧૯૩૩માં, અલીગઢને, રામરામ, પૂના, અલીગઢમાં, ડિફરન્શિયલ, સંશોધનપત્રો, લખ્યા, અહીંથી, થઈને, પાયરી, ઊતર્યા, પૂણેની, ફર્ગ્યુસન, કયું, કદી, ભાગનું, અરસાનું, મહત્ત્વનો, ફરગ્યુસન, પાનાનો, map, માન્ય, ગ્રાફમાં, બિંદુઓ, મૂકવાં, વચ્ચેના, મૂલ્ય, બદલાયું, કરવું, બન્નેનો, આંતરસંબંધ, દેખાડવો, અમેરિકામાં, ભણતર, પંડિત, મદન, મોહન, માલવીય, વાઇસ, ચાન્સેલર, ધર્માનંદના, મિત્ર, ડીડીની, પ્રતિભાની, ભાષા, શીખવવા, એલિપ્ટિકલ, વિશેનો, બનારસમાં, લખાયો, પ્રતિભા, શિક્ષકો, ઇચ્છતા, કેન્દ્રિત, યુવાન, વિષયોમાં, જાણીને, સૌને, આશ્ચર્ય, ખૂંપી, ઉપરાંત, વિષયો, લીધા, બધામાં, ઝળકતી, સ્વભાવ, વાંધો, માર્ક્સવાદનો, પ્રભાવ, પડ્યો, માનતા, મૂડીવાદનું, રળવાનું, સાધન, મર્યાદિત, રહીને, જીવનકાળમાં, જાણીતા, ઓળખીશું, ૧૯૨૪માં, પ્રવેશ, પિતાનું, ભારતમાં, લાગેલું, સીનિયર, ગુજરાત, સાબરમતી, આશ્રમમાં, અમદાવાદ, ૧૯૨૬માં, રાખ્યો, ગાંધીજીની, દાંડીકૂચમાં, જોડાવા, દાદા, શિણૈ, શિનોય, ગોવાના, પૈસેટકે, સારી, ધર્માનંદને, ભણવાનું, ઘેલું, વળગ્યું, મહેનતથી, પાલીનું, જ્ઞાન, વિસુદ્દીમગ્ગ, વિશુદ્ધિમાર્ગ, સમીક્ષાનો, સમુચ્ચય, બોલાવ્યા, કૅમ્બ્રિજમાં, ભણવાની, ૧૯૧૮માં, કૅમ્બ્રિજ, પિતાપુત્ર, અનોખા, વિદ્વાનોની, જોડી, ધર્મના, આંતરરાષ્ટ્રીય, સ્તરે, પંકાયેલા, આંકડાશાસ્ત્રમાં, ઇતિહાસલેખનમાં, આગળપડતું, મેળવ્યું, ભારતનો, લખવામાં, દિશાઓ, ખોલી, આલેખન, વ્યક્તિપરક, પદ્ધતિને, સ્થાને, સમાજપરક, અપનાવી, જેને, માર્ક્સવાદી, ઓળખવામાં, ઉપનિષદોમાં, પાલી, પ્રભુત્વ, સાત, ભાષાઓ, અભ્યાસપત્રો, સીધા, ફ્રેન્ચ, ઇટાલિયન, ચીની, લખાયેલા, અનુવાદ, મળતા, પૂનામાં, ભણતા, બાળપણમાં, નબળા, શરીરે, માયકાંગલા, બન્નેમાં, સશક્ત, બન્યા, મશ્કરીમાં, કહેતા, પડવાની, ગણિતશાસ્ત્રીમાં, હિંમત, જીવનનો, ઊંઘવામાં, જીવતા, હોઈએ, બાકીના, પડ્યા, ચાઇલ્ડ, ડેવલપમેન્ટ, છપાયેલા, અભ્યાસમાં, મોડી, રાતે, સ્માર્ટ, ફોનનો, કરનારાં, બાળકોમાં, બગડવાથી, ડિપ્રેશનનાં, લક્ષણો, જલદી, આવાં, હીનભાવનાથી, હકારાત્મક, વિચારવાની, અશક્તિ, ડિપ્રેશનનું, પહેલું, લક્ષણ, રસપ્રદ, જેમને, અનિદ્રાની, બીમારી, ઉજાગરાની, કેટલાકને, જાગતા, રાખ્યા, બાકીનાને, લેવા, બધાને, કૉમ્પ્યુટર, ગોઠવ્યા, દેખાડવાનું, દરેક, જવાબ, નોંધાવવામાં, કેટલો, સમય, દરેકે, ચહેરો, તરત, નોંધવાનું, તટસ્થ, પ્રયોગે, કલાકનો, ઉજાગરો, ચહેરાઓ, જતું, આકર્ષિત, ઇવાન, વરગૅસ, ટીમે, કરેલા, પ્રયોગની, સ્વસ્થ, કર્યા, જોવું, માણસને, પૂરતી, વર્તન, ઍન્ડ, થેરપી, કૉગ્નિટિવ, દેખાતી, ઊજળી, તેમને, પડતી, બધું, સમજાવે, જાણી, ઘટનાઓ, ડિવાઇસની, જરૂર, દાખલા, જિનૉમમાં, જીનની, સંરચનાના, નક્શામાં, ફેરફાર, કોશ, સાબીત, દીધું, વિશેની, સંઘરી, સગવડને, કૅન્સર, વધતા, નકલ, લૅબોરેટરીમાં, ઘોડદોડની, પાંચ, ફ્રેમ, ઉપરની, દોડતો, ઘોડો, જીનમાં, દોડે, મોલેક્યૂલર, રેકૉર્ડર, શક્ય, ભવિષ્યમાં, રીડ, આઉટ, ન્યૂરો, સાયન્ટિસ્ટ, અમે, કોશોને, ઇતિહાસકાર, માગીએ, છીએ, જૈવિક, સ્મૃતિ, લેવાની, ટેકનોલૉજીઓ, વ્યક્તિ, કશું, ડિવાઇસ, તોવ્યક્તિ, હિલચાલ, ટેકનોલૉજી, આડે, ચેતાતંત્રમાં, ન્યૂરૉનની, ફાવે, પાછે, ચલાવીને, લીધી, બજરંગી, ભાઈજાન, ખરી, હોનારતમાં, શરીરની, ધમનીઓમાં, નમૂનો, ઘણું, ઊજળું, વાતમાં, શંકા, સ્ટૅનફૉર્ડ, બનાવ્યો, પોતાનું, સંકોચીને, સરકે, નળી, એનાં, પડો, બહારની, કાંચળી, છેડાના, ક્યાંક, ફસાઈ, વધે, લાંબો, થતો, મુખ, કેમેરા, દૃશ્યો, ઝડપતો, નજર, રાખતી, ટીમને, મોકલતો, લવચીક, અવરોધ, તેને, પાર, અખતરાઓમાં, ગુંદરિયા, કાગળ, ચોંટ્યા, વધતો, બરફની, લાદીમાં, મકાન, ધસી, મુંબઈ, નામચીન, મલબામાં, જીવતું, બચ્યું, સાહસ, માગી, એવુંય, બચાવવાના, પ્રયાસમાં, દબાયેલા, કમનસીબનો, જાન, કંઈક, લાવે, hivના, ક્રૉનિક, દરદીઓના, બનતા, આંકડા, ખૂણેખાંચરે, ભરાઈ, બેઠેલા, દબાવી, લોહીમાં, મળ્યા, ઍન્ટીબોડીની, hiv, કાબૂ, iavi, ડાયરેક્ટર, લખે, અવરોધે, બનતાં, વર્ષો, થોડાં, અઠવાડિયાંમાં, રોગ, એઇડ્ઝ, બચાવની, નીરોગી, વ્યક્તિમાં, એઇડ્ઝને, નિષ્ક્રિય, બાનાવી, પ્રાણીના, એવી, શક્યતા, ઊભી, international, aids, vaccine, initiative, જુલાઈના, ત્રીજા, ગૌમાતા, ભલા, જરૂરી, nature, આવશે, રસીમાં, એઇડ્ઝની, લેખકનો, સંપર્કઃ, prasad, ravindranath, thehindu, અમેરિકાના, નેબ્રાસ્કા, મૅડિકલ, સેંટરના, ઓડિશાનાં, ૧૪૯, ગામોમાં, માતાઓને, ૫૫૦, બળકો, નેચર, સિન્બાયોટિક, synbiotic, પ્રોબાયોટિક, આરોગ્ય, લાભકારી, પ્રીબાયોટિક, બૅક્ટેરિયાની, વૃદ્ધિ, નિવાસ, મદદ, તેનું, સંયોજન, ઓડિશાના, પ્રદેશમાં, બાળકના, શરૂઆતના, દિવસ, આપવાનો, જોયો, સેપ્સિસના, કેસ, ઓછા, સંશોધકને, બાળકનાં, માતાપિતાને, અપાય, ખાલી, ડમી, દવા, માન્યું, સારાં, પરિણામ, બમણાથીયે, વધુ, મળતાં, બંધ, દેવાયો, બીજાં, બાળકોને, રાખવાં, અન્યાય, ગણાય, પછીના, સેપ્સિસને, બાળકનું, પ્રસવને, સિઝેરિયન, સ્થૂળતા, બીમારીઓનું, માતાની, યોનિમાં, સામાઅન્ય, પ્રસવ, બાળક, ગળી, સિઝેરિયનથી, પ્રાકૃતિક, લાભથી, દેશમાં, બાળકોના, જીવન, ચેપોનું, ઓડિશામાં, બાળરક્ષક, બૅક્ટેરિયાનો, સફળ, વિડિયોઃ, તમારાં, ચાર્જર, ઍડેપ્ટર, સાચવી, રાખજો, બજારમાં, આવતાં, ઘણો, વગર, ઉસૈન, ઓલ્ટને, દુનિયાના, સૌથી, ઝડપી, દોડવીર, મને, એનામાં, હર્ટ્ઝનું, ફોસ્કરસની, તક્તી, વાપરવાથી, આટલી, ઉત્પન્ન, ૧૦૦, હર્ટ્ઝની, શક્તિ, જોઈએ, nitin, muralidharan, સંશોધક, ટીમના, લેખક, નીતિન, મુરલીધરન, ઑનલાઇન, ૨૧મી, જુલાઈએ, ultralow, frequency, electrochemical, mechanical, strain, harvester, using, black, phosphorus, nanosheets, acs, letters, વૅન્ડરબિલ્ટ, જૅકેટ, શર્ટ, સ્કર્ટની, પહેરી, થોડું, ચાલશો, હાથ, હલાવશો, ગતિને, લૅપટૉપ, ફોસ્ફરસની, અતિ, તકતીમાંથી, થોડી, તકતીને, ફ્રિક્વન્સી, દબાવો, વાળો, સામયિક, current, biology, centriolar, satellites, control, ubiquitination, mediated, અભ્યાસપત્ર, ઑટોફેજીની, કાળો, કોશનું, નાભિસ્થાન, રંગનું, ઝૂમખું, રંગનાં, સેન્ટ્રીઓલર, સૅટેલાઇટ, જવાનું, લાલ, રહેલા, પીળાં, બિંદુમાં, બન્ને, credit, justin, joachim, કોશના, માળખાને, ટકાવી, રાખે, છૂટો, પડીને, જતો, કૂરીઅરનું, gabarapને, સેન્ટ્રોઝોમમાંથી, pcm1ને, હટાવી, લીધો, ખોરવાઈ, પ્રોટિઆઝોમ, ભળતા, સરનામે, પહોંચ્યો, કયા, રોગને, અટકાવી, pcm1ની, ભૂમિકાની, પાકી, આથી, ક્યાં, મોકલવો, ઘણી, જાતનાં, બગડેલા, માલમાંથી, સારા, પાડીને, નવા, ઊર્જાદાયક, બનાવવાનું, ફૅક્ટરી, ચાલે, ખાવું, ફૅક્ટરીને, autophagosome, ભાંગે, alzheimer, parkinson, બીમારીઓ, કરન્ટ, બાયોલૉજી, પ્રમાણે, સંશોધકોને, પ્રક્રિયામાં, જેના, રોગોને, રોકી, શરીરના, ફૅક્ટરીનું, કામકાજ, ટાર્ડીગ્રેડના, અધ્યયનનું, પેઢીમાં, ખાવાનું, જીવી, ઠંડીમાં, ઉપર, સુધીની, ગરમીમાં, મરતો, જબ્બર, ઉલ્કા, ખાબકે, બચી, એકાદ, ઉલ્કાથી, બધા, સમુદ્રોનું, ખદબદવા, બીજે, ક્યાંય, હોઈ, જાણતા, જીવનશૈલીનો, અંદાજ, કાઢ્યો, પરના, સંજોગો, જીવનથી, શકતા, આવરદા, અબજ, અર્થ, સંજોગોમાં, ભારે, ઊથલપાથલ, ગ્રહમાં, નવાઈ, શ્મશાન, યાત્રામાં, સૂત્રોચ્ચાર, થતા, દિવંગત, નેતાનું, તેરા, ભક્તોના, મનની, નેતાની, ચિતા, જલતી, ઘડીથી, સત્તાની, સાઠમારી, જતી, જોશે, ભાઈ, પગનો, અર્ધા, મિલીમીટરથી, હોતું, માઇક્રોસ્કોપ, ઑક્સફર્ડ, યુનિવર્સિટીઓના, સાયન્ટિફિક, રિપોર્ટર, પહેલી, ઉલટો, સીધો, દીપક, ધોળકિયા, કંટેન્ટ,
Text of the page (random words):
પણ છપાયો છે સંદર્ભઃ અહીં ǁ લેખકનો સંપર્કઃ prasad ravindranath thehindu co in like loading author dipak dholakia posted on 25 08 2017 23 08 2017 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari 1 ટિપ્પણી science samachar episode 19 માટે science samachar episode 18 ૧ ગાયના ઍન્ટીબોડી એઇડ્ઝની રસીમાં કામ આવશે જુલાઈના ત્રીજા અઠવાડિયામાં nature સામયિકમાં એક અભ્યાસલેખ છપાયો છે એ જોતાં તો ગૌમાતા આપણા ભલા માટે બીજું પણ એક બહુ જરૂરી કામ કરે છે international aids vaccine initiative iavi ના ઍન્ટીબોડી વિભાગના ડાયરેક્ટર ડેવિન સોક લખે છે કે hivને અવરોધે એવા ઍન્ટીબોડી માણસના શરીરમાં બનતાં વર્ષો લાગી જાય છે પણ એ જ ઍન્ટીબોડી ગાયના શરીરમાં માત્ર થોડાં અઠવાડિયાંમાં બની જાય છે રોગ સામે શરીર પોતે જ યોદ્ધાઓ પેદા કરે છે આ યોદ્ધાઓ એટલે ઍન્ટીબોડી ડેવિન સોક કહે છે કે એઇડ્ઝ સામે બચાવની રસી બનાવવામાં એક પ્રયાસ એવો છે કે નીરોગી વ્યક્તિમાં એઇડ્ઝને નિષ્ક્રિય બાનાવી દે તેવા ઍન્ટીબોડી બનાવવા પરંતુ હવે આવા ઍન્ટીબોડી પ્રાણીના શરીરમાં પણ બનાવી શકાય એવી શક્યતા ઊભી થઈ છે hivના ક્રૉનિક દરદીઓના શરીરમાં અમુક ઍન્ટીબોડી બનતા હોય છે તેના આંકડા લાંબા હોય છે એટલે એ ખૂણેખાંચરે ભરાઈ બેઠેલા hivને દબાવી દે છે ગાયના લોહીમાં પણ આવા જ ઍન્ટીબોડી જોવા મળ્યા છે એટલે હવે રસી જ જો ઍન્ટીબોડીની હોય તો hiv પર કાબૂ મેળવી શકાય સંદર્ભઃ અહીં 0 0 0 ૨ સાપની જેમ સરકતો રૉબોટ ધરતીકંપ વખતે કે કોઈ મકાન ધસી પડે ત્યારે અને મુંબઈ આના માટે નામચીન છે મલબામાં કોઈ જીવતું બચ્યું છે કે નહીં તે શોધવાનું કામ કેટલું સાહસ માગી લે છે એવુંય બને કે બચાવવાના પ્રયાસમાં જ નીચે દબાયેલા કમનસીબનો જાન જાય એના બદલે એવું કંઈક હોય કે જે જઈને શોધી લાવે તો કેવું સારું થાય સ્ટૅનફૉર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ એક રૉબોટ બનાવ્યો છે જે સાપની જેમ પોતાનું શરીર સંકોચીને આગળ સરકે છે આ રૉબોટ પાતળી નળી જેવો છે અને એનાં પડો એની અંદર જ છે જે એની બહારની કાંચળી માં છેડાના ભાગમાંથી અંદર જાય છે આમ શરીર ક્યાંક ફસાઈ જાય તો પણ એ આગળ વધે છે અને લાંબો થતો જાય છે એના મુખ આગળ એક કેમેરા છે જે દૃશ્યો ઝડપતો જાય છે અને પાછળ એના પર નજર રાખતી ટીમને મોકલતો જાય છે એ લવચીક હોવાથી કોઈ અવરોધ આવે તેને પણ પાર કરીને પોતાનો રસ્તો શોધી લે છે અખતરાઓમાં એ ગુંદરિયા કાગળ પર ચોંટ્યા વિના આગળ વધતો રહ્યો બરફની લાદીમાં પણ સરકતો રહ્યો આ વિડિયો જૂઓઃ માત્ર ધરતીકંપ જેવી હોનારતમાં જ નહીં આપણા શરીરની સૂક્ષ્મ ધમનીઓમાં પણ એ જઈ શકે હજી એનો પહેલો નમૂનો જ તૈયાર થયો છે હજી તો ઘણું કામ બાકી છે પણ ભવિષ્ય ઊજળું છે એ વાતમાં શંકા નથી સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૩ dna માં ફિલ્મ રેકૉર્ડ કરી અને ફરી જોઈ પણ ખરી હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ માણસના dnaમાં એક ફિલ્મ ગોઠવી દીધી અને પાછે એ ચલાવીને જોઈ પણ લીધી ફિલ્મ કંઈ બજરંગી ભાઈજાન જેવી નથી પણ ફિલ્મ તો ફિલ્મ છે આ ચિત્ર જૂઓઃ એમણે બૅક્ટેરિયાના dnaમાં ઘોડદોડની પાંચ ફ્રેમ રેકૉર્ડ કરી ઉપરની તસવીરમાં દોડતો ઘોડો બૅક્ટેરિયાના જીનમાં દોડે છે વૈજ્ઞાનિકો કહે છે કે આ મોલેક્યૂલર રેકૉર્ડર છે શક્ય છે કે ભવિષ્યમાં રીડ આઉટ પણ મળે ન્યૂરો સાયન્ટિસ્ટ સેથ શિપમૅન કહે છે કે અમે કોશોને ઇતિહાસકાર બનાવવા માગીએ છીએ જૈવિક સ્મૃતિ ની સતત નોંધ લેવાની ટેકનોલૉજીઓ તો છે પણ એના ઉપયોગ દરમિયાન વ્યક્તિ બીજું કશું ન કરી શકે શિપમૅન કહે છે કે આ ડિવાઇસ ગોઠવી દીધી હોય તોવ્યક્તિ પોતાની રીતે રહે પણ એની આંતરિક હિલચાલ રેકૉર્ડ થતી રહેશે આમ આ ટેકનોલૉજી એના જીવનમાં આડે નહીં આવે તમારા ચેતાતંત્રમાં ન્યૂરૉનની સ્થિતિ શી છે તેની ફિલ્મ ફાવે ત્યારે જોઈ શકાશે કોશો પોતે જ શરીરમાં બનતી ઘટનાઓ રેકૉર્ડ કરતા હોય તો બીજી ડિવાઇસની જરૂર જ ન પડે દાખલા તરીકે માણસના જિનૉમમાં જીનની સંરચનાના નક્શામાં કંઈ ફેરફાર થાય તો કોશ એને રેકૉર્ડ કરી શકશે વૈજ્ઞાનિકો એ પછી જોઈ શકશે આ પ્રયોગ કરતાં પહેલાં વૈજ્ઞાનિકોએ એ સાબીત કરી દીધું કે dna માત્ર જીન વિશેની જ નહીં કોઈ પણ માહિતી સંઘરી શકે છે આ સગવડને કારણે ધારો કે કૅન્સર હોય તો એના સતત વધતા કોશની ફિલ્મ બની જશે આમ વૈજ્ઞાનિકો એની નકલ પણ લૅબોરેટરીમાં બનાવી શકશે આ વિડિયો જૂઓ એમાં સેથ શિપમૅન બધું સમજાવે છે 5 13 અને 6 31 વચ્ચે ફિલ્મ કેમ રેકૉર્ડ કરીને ફરી જોઈ તે જાણી શકાશે સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૪ ઊંઘ ઓછી પડતી હોય તેમને જીવનની ઊજળી બાજુ દેખાતી નથી કૉગ્નિટિવ થેરપી ઍન્ડ રીસર્ચ નામના સામયિકમાં ઇવાન વરગૅસ અને એમની ટીમે કરેલા એક પ્રયોગની માહિતી આપવામાં આવી છે એમણે ૪૦ સંપૂર્ણ સ્વસ્થ લોકોને પ્રયોગ માટે પસંદ કર્યા એમની જોવું હતું કે જો માણસને પૂરતી ઊંઘ ન મળી હોય તો એનું વર્તન કેવું હોય એમણે કેટલાકને સતત ૨૮ કલાક જાગતા રાખ્યા અને બાકીનાને બરાબર આઠ કલાક ઊંઘ લેવા દીધી તે પછી એમણે બધાને કૉમ્પ્યુટર સામે ગોઠવ્યા અને જુદા જુદા ચહેરા દેખાડવાનું શરૂ કર્યું દરેક જણ પોતાનો જવાબ નોંધાવવામાં કેટલો સમય લે છે તેની પણ નોંધ લેવાતી હતી દરેકે ચહેરો જોઈને તરત નોંધવાનું હતું કે એ ખુશ છે દુખી છે કે તટસ્થ આ પ્રયોગે દેખાડ્યું કે જે લોકોને ૨૮ કલાકનો ઉજાગરો હતો એમનું ધ્યાન ખુશ ચહેરાઓ પર નહોતું જતું એમને દુખી ચહેરા વધારે આકર્ષિત કરતા હતા આમ તો આ નાની વાત લાગે પણ હકારાત્મક રીતે વિચારવાની અશક્તિ ડિપ્રેશનનું પહેલું લક્ષણ છે પરંતુ આ પ્રયોગમાં એક રસપ્રદ વાત તો એ જાણવા મળી કે જેમને અનિદ્રાની બીમારી હોય તેવા લોકો પર ઉજાગરાની કોઈ ખાસ અસર નહોતી ચાઇલ્ડ ડેવલપમેન્ટ નામના સામયિકમાં છપાયેલા એવા જ બીજા એક અભ્યાસમાં જોવા મળ્યું કે મોડી રાતે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરનારાં બાળકોમાં પણ ઊંઘ બગડવાથી ડિપ્રેશનનાં લક્ષણો જલદી દેખાય છે આવાં બાળકો પોતાને જ હીનભાવનાથી જોતાં હોય છે જીવનનો ત્રીજો ભાગ ઊંઘવામાં જાય છે ત્રીજો ભાગ આપણે બરાબર જીવતા ન હોઈએ તો એની અસર બાકીના બે ભાગ પર પડ્યા વિના કેમ રહે સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 11 08 2017 02 08 2017 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari leave a comment on science samachar episode 18 mathematicians 11 d d kosambi કોસાંબી પિતાપુત્ર એટલે બે અનોખા વિદ્વાનોની જોડી પિતા ધર્માનંદ દામોદર કોસાંબી અને પુત્ર દામોદર ધર્માનંદ કોસાંબી પિતા બૌદ્ધ ધર્મના આંતરરાષ્ટ્રીય સ્તરે પંકાયેલા વિદ્વાન તો પુત્ર એવા કે માત્ર ગણિતમાં જ નહીં આંકડાશાસ્ત્રમાં અને સિક્કાઓના ઇતિહાસલેખનમાં આગળપડતું સ્થાન મેળવ્યું એટલું જ નહીં ભારતનો સામાજિક ઇતિહાસ લખવામાં એમણે પણ નવી દિશાઓ ખોલી ઇતિહાસના આલેખન માટે એમણે વ્યક્તિપરક પદ્ધતિને સ્થાને સમાજપરક પદ્ધતિ અપનાવી જેને આજે માર્ક્સવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે વેદ ઉપનિષદોમાં પારંગત સંસ્કૃત અને પાલી પર પ્રભુત્વ સાત ભાષાઓ જાણે ગણિતના વિષયમાં એમના ઘણા અભ્યાસપત્રો સીધા જ ફ્રેન્ચ જર્મન ઇટાલિયન કે ચીની ભાષામાં લખાયેલા છે અને એના અનુવાદ પણ મળતા નથી એ જ ડી ડી કોસાંબી પૂનામાં ભણતા ત્યારે બાળપણમાં ગણિતમાં નબળા હતા અને શરીરે માયકાંગલા તે પછી એમણે ગણિત અને શરીર પર ધ્યાન આપ્યું અને બન્નેમાં સશક્ત બન્યા એટલે એ પોતે જ મશ્કરીમાં કહેતા કે મારી સામે પડવાની કોઈ ગણિતશાસ્ત્રીમાં હિંમત નથી દાદા દામોદર શિણૈ શિનોય મૂળ ગોવાના હતા પૈસેટકે ખાસ સારી સ્થિતિ નહીં પણ પુત્ર ધર્માનંદને ભણવાનું ઘેલું વળગ્યું હતું પોતાની જ મહેનતથી એમણે બનારસ જઈને સંસ્કૃત અને પાલીનું જ્ઞાન લીધું અને એમાં એવા પારંગત થયા કે એમને બૌદ્ધ ગ્રંથ વિસુદ્દીમગ્ગ વિશુદ્ધિમાર્ગ ની સંપૂર્ણ સમીક્ષાનો ગ્રંથ સમુચ્ચય તૈયાર કરવા અમેરિકા બોલાવ્યા પુત્ર દામોદરને આ કારણે કૅમ્બ્રિજમાં ભણવાની તક મળી અને એ ૧૯૧૮માં કૅમ્બ્રિજ ગયા ૧૯૨૪માં એમને હાર્વર્ડમાં પ્રવેશ મળ્યો પરંતુ પિતાનું મન તો ભારતમાં લાગેલું હતું સીનિયર કોસાંબી ગુજરાત યુનિવર્સિટીમાં જોડાયા અને સાબરમતી આશ્રમમાં રહ્યા પુત્ર દામોદર પણ એમની સાથે જ એટલે બે વર્ષ માટે અભ્યાસ છોડીને અમદાવાદ આવ્યા પિતા ફરી ૧૯૨૬માં અમેરિકા ગયા ત્યારે એમની સાથે દામોદર પણ ગયા હાર્વર્ડમાં આગળ અભ્યાસ ચાલુ રાખ્યો આ દરમિયાન પિતા ધર્માનંદ કોસાંબી પાછા ગાંધીજીની દાંડીકૂચમાં જોડાવા ભારત ચાલ્યા આવ્યા આ બાજુ એમની પ્રતિભા જોઈને હાર્વર્ડમાં શિક્ષકો ઇચ્છતા હતા કે એ માત્ર ગણિતમાં જ ધ્યાન કેન્દ્રિત કરે પરંતુ યુવાન દામોદરને તો ઘણા વિષયોમાં રસ હતો એમને ઇતિહાસમાં રસ પડે છે તે જાણીને સૌને આશ્ચર્ય થતું દામોદરને કોઈ એક વિષયમાં ખૂંપી જવામાં રસ નહોતો એમણે ગણિત ઉપરાંત ઘણા વિષયો લીધા અને બધામાં ઝળકતી સફળતા મેળવી મોટા થયા ત્યારે એમનો આ સ્વભાવ ચાલુ રહ્યો એમને સ્પેશ્યલાઇઝેશન સામે વાંધો હતો એમના પર માર્ક્સવાદનો પ્રભાવ પડ્યો હતો અને એ માનતા કે સ્પેશ્યલાઇઝેશન મૂડીવાદનું વધારે નફો રળવાનું સાધન છે અને એમાં માણસ મર્યાદિત ક્ષેત્રમાં રહીને મશીન બની જાય છે દામોદર ધર્માનંદ કોસાંબી એમના જીવનકાળમાં અને તે પછી પણ ડીડી કોસાંબી કે ડીડી તરીકે જ જાણીતા થયા એટલે હવે આપણે પણ એમને માત્ર ડીડી તરીકે જ ઓળખીશું બનારસ હિન્દુ યુનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અમેરિકામાં ભણતર પૂરું કરીને એ ભારત પાછા આવ્યા પંડિત મદન મોહન માલવીય બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા અને વિદ્વાન પિતા ધર્માનંદના મિત્ર એટલે એમને તો ડીડીની પ્રતિભાની ખબર હતી જ અહીં એમને પ્રોફેસરનું પદ મળ્યું અને એ ગણિત અને જર્મન ભાષા શીખવવા લાગ્યા એમનો એલિપ્ટિકલ જ્યૉમીટ્રી વિશેનો પહેલો સંશોધન લેખ બનારસમાં જ લખાયો પણ બે વર્ષ પછી એમને લાગ્યું કે યુનિવર્સિટીમાં શિક્ષણ માટે સારું વાતાવરણ નહોતું એટલે છોડવા માટે ઊંચાનીચા થવા લાગ્યા એ જ અરસામાં એમને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ગણિત વિભાગના અધ્યક્ષ આન્દ્રે વેઇલનો પત્ર મળ્યો એ પણ ડીડી ને બરાબર ઓળખતા હતા એટલે એમણે અલીગઢ આવી જવા આમંત્રણ આપ્યું ડીડી ત્યાં ચાલ્યા ગયા જોવાની વાત એ છે કે પ્રોફેસરનું પદ છોડીને બીજી યુનિવર્સિટીમાં સહાયક પ્રાધ્યાપક તરીકે જોડાયા એમને સામાજિક મોભા કરતાં કામ અને સંશોધન માટે સારું વાતાવરણ જોઈતું હતું જો કે અલીગઢ યુનિવર્સિટીની આંતરિક ખટપટોમાં વેઇલ તો ટકી ન શક્યા અને ડીડીએ એમનું સ્થાન સંભાળ્યું પરંતુ એમની સામે પણ કાવાદાવા ચાલુ થઈ ગયા અને એ પણ ૧૯૩૩માં અલીગઢને રામરામ કરીને પૂના પાછા આવી ગયા પરંતુ અલીગઢમાં બે વર્ષ રહ્યા તે દરમિયાન એમણે પાથ જ્યૉમીટ્રી અને ડિફરન્શિયલ જ્યૉમીટ્રી માં આઠ સંશોધનપત્રો લખ્યા અહીંથી છૂટા થઈને ડીડી ફરી એક પાયરી નીચે ઊતર્યા અને પૂણેની ફર્ગ્યુસન કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે જોડાયા આમ એમને મન કયું પદ છે તે કદી મહત્ત્વનું ન રહ્યું એમનું મોટા ભાગનું કામ આ અરસાનું છે અહીં એમણે ઇતિહાસના વિષયમાં સૌ પહેલો મહત્ત્વનો લેખ લખ્યો ફરગ્યુસન કૉલેજમાં એ ૧૨ વર્ષ કામ કરતા રહ્યા અહીં એમણે ચાર પાનાનો એક અભ્યાસલેખ લખ્યો જે આજે kosambi s map function તરીકે માન્ય છે mapping એટલે ગ્રાફમાં બિંદુઓ મૂકવાં અને એક બિંદુથી બીજા બિંદુ વચ્ચેના માર્ગમાં મૂલ્ય કેટલું બદલાયું તે નક્કી કરવું અને બન્નેનો આંતરસંબંધ દેખાડવો ૧૯૪૫માં ડૉ એચ સી જે ભાભાએ એમને ટાટા ઇંસ્ટીટ્યુટ ઑફ ફંડામેન્ટલ રીસર્ચ tifr માં જોડાવાનું આમંત્રણ આપ્યું અને એમણે ત્યાં ત્રણ ચાર વર્ષ કામ કર્યું અંતે ભાભા સાથે એમને મતભેદ થયા આગળ જતાં ભાભાએ શાંતિમય હેતુ માટે અણૂશક્તિના વિકાસનાં પહેલવહેલાં પગલાં માંડ્યાં ભાભા અને જવાહરલાલ નહેરુ અણુના શાંતિમય ઉપયોગના આગ્રહી હતા પણ કોસાંબીનું કહેવું હતું કે અણુના વિકાસના માર્ગે જવામાં યુદ્ધના માર્ગે ચાલતા થઈ જશું અને અણુનો શાંતિમય ઉપયોગ કરવાનું પરવડે નહીં એમાંથી બનતી વીજળી એટલી મોંઘી પડે કે સરકાર એ ચલાવી ન શકે એટલે સરકાર જનતાને પૈસે એનો વિકાસ કરશે પણ મૂડીપતિઓ એ સંભાળી લેશે અને મોટો નફો કરશે અંતે જનતાનું શોષણ થશે તે પછી એમનું મન વિશ્વશાંતિ તરફ વળી ગયું અને સોવિયેત સંઘની પ્રેરણાથી બનેલી વર્લ્ડ પીસ કાઉંસિલ માં એમની મહત્ત્વની ભૂમિકા રહી ૧૯૬૬માં માત્ર ૫૯ વર્ષની વયે એમનું અવસાન થઈ ગયું ૨૦૦૭માં એમની જન્મશતબ્દી નિમિત્તે ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી ઇતિહાસમાં ફાળો tifr છોડ્યા પછી ડીડી ઇતિહાસ તરફ વળ્યા એમનો ભૂતકાળના ચલણી સિક્કાઓના અભ્યાસ numismatics એમને ઇતિહાસ તરફ લઈ ગયો સ્ટેટિસ્ટિક્સ એમનો વિષય એમણે સિક્કાઓના ઇતિહાસને ક્રમબદ્ધ કરવામાં સ્ટેટીસ્ટિક્સનો ઉપયોગ કર્યો એમના પહેલાં કોઈએ આ પ્રયાસ નહોતો કર્યો પરંતુ એમને માત્ર્ર સિક્કાઓના વર્ગીકરણથી સંતોષ ન થયો એટલે એ સિક્કાઓ જ્યારે ચલણમાં હતા ત્યારે સામાજિક સ્થિતિ શી હતી તે જાણવા એમણે પ્રાચીન શાસ્ત્રોનો ગહન અભ્યાસ શરૂ કર્યો વેદ ઉપનિષદ અને ભર્તૃહરિ શતક એમણે વેદોનો અભ્યાસ શરૂ કર્યો અને ઉપનિષદો કેમ વિકસ્યાં તે દેખાડ્યું એટલું જ નહીં ભર્તૃહરિનાં ત્રણેય શતકોનું સંકલન કરીને મીમાંસા લખી આમાંથી એમણે નવી ઇતિહાસ દૃષ્ટિ આપી એમણે કહ્યું કે ઇતિહાસ ઘટનાઓનો સંપુટ નથી એટલે કોણ રાજા હતો કોણ જીત્યો કોણ હાર્યો તે મહત્ત્વનું નથી પણ એ વખતે સામાજિક સ્થિતિ શી રહી તે મહત્ત્વનું છે એમના મતે ઇતિહાસ સામાન્ય જનતાનો હોય છે એટલે એમના વિશ્લેષણમાં વ્યક્તિગત રાજા મહારાજાઓ અને વીરો વિભૂતિઓનું સ્થાન ગૌણ રહ્યું પાથ જ્યોમીટ્રી ગણિત શાસ્ત્રમાં આ એક આધુનિક વિષય છે પાથ એટલે માર્ગ માર્ગની શરૂઆત એક બિંદુથી થાય અને બીજા કોઈ બિંદુએ માર્ગનો અંત આવે કોઈ માર્ગ તમને મૂળ બિંદુએ પાછા પહોંચાડે તો કોઈ માર્ગમાં તમે છેડે અટકી જાઓ આ ચિત્ર જૂઓઃ પરંતુ માર્ગના માત્ર આ બે જ આકાર નથી કોઈ પણ બે બિંદુ વચ્ચે તમે કઈ રીતે જાઓ છો તે એનો માર્ગ બને એ સીધી રેખા હોય વાંકી ચૂંકી રેખા હોય અંડાકાર હોય વર્તુંળ હોય કે કમાન પણ હોય વળી એક જણ જે માર્ગ લે તે જ માર્ગ બીજો ન લે ધારો કે તમે રેલવે સ્ટેશન પર હો ત્યારે ટ્રેન તરફ જવા માટે આગળ બધો ત્યારે સીડીઓ પણ ચડવી પડે અને ભૂલથી કોઈ બીજા પ્લેટફૉર્મ પર પહોંચી જાઓ તો ત્યાંથી પાછા વળો તમે સીધી લાઇનમાં ચાલતા હો ત્યાં કોઈ કૂલી સામેથી સામાન ભરેલી લારી લઈને આવે તમારે હટી જવું પડે પણ જ્યાં હટો ત્યાં માણસો સૂતાં હોય એટલે તમે એમનીયે પાછળ ચાલ્યા જાઓ છો અને આગળ વધો છો આમ કૂલી તમારા રસ્તામાં આવે છે એ બિંદુ પર એના અને તમારા માર્ગનાં બે બિંદુ મળ્યાં લોકો સૂતાં હોવાથી તમે પોતે દૂર ગયા અને પાછા મૂળ બિંદુ પર આવ્યા આમ માર્ગ અનેક હોય અને એક જ ક્ષેત્રમાં હોય તમારા માર્ગની કલ્પના કરી જૂઓ એ જ રીતે તમને વળાવવા આવ્યા હોય તે પાછા સ્ટેશનના મુખ્ય ગેટ પર આવે એટલે એમનો માર્ગ એ ગેટથી શરૂ થયો હતો અને ત્યાં પૂરો થયો તમારો માર્ગ વાંકીચૂંકી રેખા જેવો રહ્યો પણ એજ બિંદુ પર તમે પાછા ન આવ્યા આવા સેંકડો લોકોને ચાલતા કલ્પીએ અને એમના માર્ગની આકૃતિ બનાવીએ તો એ કેવી બને આ છે પાથ જ્યૉમીટ્રીની સાદી સમજ આજે એનો ઉપયોગ કમ્પ્યુટરમાં બહુ થાય છે ખાતરી કરવી હોય તો ગૂગલ સર્ચમાં path geometry ટાઇપ કરો જે સાઇટો મળશે તેમાં ઘણીખરી માઇક્રોસોફ્ટની સાઇટો હશે જેનેટિક્સમાં ઉપયોગ આ જાણે પૂરતું ન હોય તેમ એમણે જેનેટિક્સમાં પણ પાથ જ્યૉમીટ્રીનો ઉપયોગ કર્યો જેનેટિક્સમાં એક રંગસૂત્ર ક્રોમોઝોમ ની અંદરના બે જીન વચ્ચે કેટલું અંતર છે તે માપવામાં આવે છે એટલે કે mapping કરાય છે પરંતુ સંભોગ વખતે સ્ત્રી અને પુરુષના જીન મળે છે આને રીકૉમ્બીનેશન કહે છે આખા જિનોમ જીનનો નક્શો પર આની અસર પડે છે આની વિગતોમાં નહીં જઈએ પણ આ ગણતરી કરવા માટે હાલ્ડેનની ફૉર્મ્યુલા ઉપયોગમાં લેવાતી પરંતુ હાલ્ડેને એક જ ક્રૉસ ઑવર જીનનું બીજા જીન સાથે ભળવું ધ્યાનમાં લીધું હતું કોસાંબીએ એક કરતાં વધારે ક્રૉસ ઓવર ગણતરીમાં લીધાં અને નવી ફૉર્મ્યુલા બનાવી જે હાલ્ડેનની ફૉર્મ્યુલા કરતાં વધારે ચોક્સાઈવાળી છે આજે જિનોમ બનાવનારા એનો વ્યાપક ઉપયોગ કરે છે જોવાની વાત એ છે કે કોસાંબી જેનેટિક્સ ક્ષેત્રના નહોતા માત્ર ગણિતજ્ઞ હતા જ્યાં દુનિયાએ કોસાંબીને યશ નથી આપ્યો ૧૯૪૩માં કોસાંબીએ statistics in function space શીર્ષક હેઠળ એક પેપર લખ્યું જે ઇંડિયન મૅથેમેટિકલ સોસાઇટીના જર્નલમાં છપાયું એમાં એમણે proper orthogonal decomposition રજૂ કર્યું ઑર્થોગોન એટલે સાદી ભાષામાં કહીએ તો કાટખૂણો આને વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરશું તો બહુ પાછળ જવું પડશે પરંતુ એમનું નામ એની સાથે જોડાયું નથી એમના પછી બે ગણિતજ્ઞો કાર્હુનેન અને લૂવનાં બે પેપર આવ્યાં એટલે આ ફૉર્મ્યુલાને કાર્હુનેન લૂવ ફૉર્મ્યુલા કહે છે જો કે અમુક વિદ્વાનોએ એમની સાથે કોસાંબીનું નામ પણ જોડવા પ્રયાસ કર્યો છે પરંતુ કોસાંબીનું નામ સ્થાયી નથી થયું આ ફૉર્મ્યુલા જીવનમાં ઉપયોગી એવાં બધાં ક્ષેત્રો કૅમિકલ એન્જીનિયરિંગ ઇમેજ પ્રોસેસિંગ સમુદ્ર વિજ્ઞાન વગેરે અનેક ક્ષેત્રોમાં વપરાય છે આશા રાખીએ કે ભવિષ્ય ડી ડી કોસાંબી સાથે ન્યાય કરશે ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 07 08 2017 02 08 2017 categories uncategorized tags d d kosambi dipak dholakia mathematicians leave a comment on mathematicians 11 d d kosambi ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 353 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલા...
|