Meta tags:
description= Dipak Dholakia દ્વારા લખાયેલ Uncategorized વિશેની પોસ્ટ;
Headings (most frequently used words):
ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, પ્રકરણ, dipak, છોડો, ક્રિપ્સ, મિશન, dholakia, spam, blocked, સુભાષબાબુનું, પરાક્રમ, કેટેગરી, uncategorized, 37, 35, 34, 32, 31, 30, 29, 28, 27, 26, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૩૭, આઝાદ, હિન્દ, ફોજની, લડાઈ, ૩૫, ૩૪, ૩૨, ૩૧, ૩૦, ૨૯, પછી, કોંગ્રેસ, ૨૮, ૨૭, ૨૬, જાપાન, ભારતને, ઊંબરે,
Text of the page (most frequently used words):
અને (335), માટે (91), કરી (88), હતી (88), હતા (81), ભારત (70), નથી (66), સાથે (66), કહ્યું (65), હતો (64), એમણે (63), પછી (63), બ્રિટિશ (59), હતું (59), આઝાદ (58), #કોંગ્રેસ (55), સરકાર (45), આઝાદી (44), હોય (42), જાપાન (41), કોઈ (41), એમને (40), પરંતુ (39), freedom (38), struggle (38), 2021 (37), નહીં (37), હિન્દ (36), એટલે (36), ગાંધીજીએ (34), કર્યો (34), and (33), બ્રિટન (33), શરૂ (32), india (32), હવે (32), જાપાની (32), 2024 (31), slavery (31), for (31), સામે (30), જોઈએ (30), આપણે (30), નવેમ્બર (29), જાન્યુઆરી (29), મુસ્લિમ (29), એના (29), ઓક્ટોબર (28), ડિસેમ્બર (28), ઓગસ્ટ (27), સપ્ટેમ્બર (27), એને (27), ગાંધીજી (27), જુલાઇ (26), dipak (26), સંઘર્ષ (26), માત્ર (26), માર્ચ (25), 2020 (25), વાત (25), એમના (25), તૈયાર (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2023 (24), dholakia (24), કરવા (24), આપી (24), હિન્દુસ્તાની (24), ત્યાં (24), કર્યું (24), બીજા (24), હું (24), ભારતની (24), ગયા (23), ત્યારે (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), માટેનો (21), શકે (21), તેમાં (21), યુદ્ધ (21), ફરી (21), સરકારે (21), પહેલાં (21), આપ્યો (21), part (20), chapter (20), ગુલામી (20), ક્રિપ્સ (20), કરીને (20), એમની (20), થાય (20), કંઈ (20), રહી (20), રીતે (20), ભારતીય (20), સુધી (20), એનો (20), છતાં (20), લીગ (20), હાથમાં (19), મદદ (19), કરે (19), મળી (19), એની (19), 2013 (18), 2022 (18), વધારે (18), કરતાં (18), નહોતી (18), કરવાની (18), કોંગ્રેસે (18), ફોજ (18), આગળ (17), આવી (17), છોડો (17), આંદોલન (17), ટેકો (17), સંરક્ષણ (17), હિન્દુસ્તાનીઓ (17), કામ (17), તરીકે (17), બધા (17), બહુ (17), ભારતને (17), કોંગ્રેસની (17), 2011 (16), એવી (16), જવાબદારી (16), વિરોધ (16), બીજી (16), જાપાને (16), બની (16), પોતાની (16), વચ્ચે (16), પોતાના (16), અલગ (16), મેજર (16), બાજુ (15), સૈનિકો (15), ઇંડિયન (15), લશ્કરી (15), વર્કિંગ (15), એમાં (15), 2014 (14), કારણ (14), ૦૦૦ (14), ઠરાવ (14), કમાંડર (14), ભાગ (14), લડાઈ (14), બન્ને (14), કરવાનું (14), અર્થ (14), વિશે (14), મૌલાના (14), કહે (14), કોંગ્રેસના (14), 2025 (13), uncategorized (13), indian (13), રજૂ (13), તેમ (13), મને (13), વખતે (13), તમે (13), અધિકાર (13), સંપૂર્ણ (13), નેતાઓ (13), નિર્ણય (13), મારી (12), જાહેર (12), ભારતના (12), વાઇસરૉય (12), એણે (12), કરવાનો (12), ભારે (12), નક્કી (12), વગેરે (12), તરફ (12), દૂર (12), હિન્દુ (12), સ્પષ્ટ (12), રહે (12), કરવામાં (12), તરત (12), ઇંડિયા (12), હશે (12), કર્યા (12), સિંઘ (12), like (11), માગણી (11), અંતિમ (11), ગયો (11), જાપાનના (11), જનરલ (11), જશે (11), કરતી (11), એનું (11), દીધી (11), જાય (11), નહોતો (11), સ્વતંત્રતા (11), જવાબ (11), કરવું (11), થશે (11), લોકોને (11), હતાં (11), દીધા (11), છું (11), કૅપ્ટન (11), tags (10), categories (10), posted (10), author (10), loading (10), સંદર્ભઃ (10), દીધું (10), તેની (10), સત્તા (10), આવ્યા (10), સિંગાપુર (10), પાસે (10), બ્રિગેડ (10), નહોતું (10), બહાર (10), અંતે (10), હોવા (10), મળે (10), પ્રમાણે (10), કેમ (10), રહેશે (10), કરશે (10), આપે (10), પ્રકરણ (10), તબક્કો (10), ૧૯૩૫થી (10), ૧૯૪૭ (10), એવું (10), ચર્ચા (10), વ્યવસ્થા (10), ગાંધીજીના (10), ગાંધીજીને (10), રાષ્ટ્રીય (10), થયા (10), લીધો (10), ઉપવાસ (10), બોઝ (10), પ્રેમ (10), બેંગકોક (10), leave (9), comment (9), દેશમાં (9), બ્રિટનની (9), વૉર (9), ઠરાવને (9), દેશી (9), જાપાનની (9), અમુક (9), અહીં (9), પડી (9), આખી (9), મોરચે (9), કારણે (9), થયો (9), ફોજના (9), તૈયારી (9), પૂર્વ (9), પાછળ (9), નહેરુએ (9), સ્ટેફર્ડ (9), થયું (9), નહેરુ (9), પત્ર (9), પ્રમુખ (9), આવે (9), એવો (9), શું (9), તેના (9), આવ્યો (9), ઠરાવમાં (9), ભારતમાં (9), આવ્યું (9), પડે (9), પડશે (9), છીએ (9), અહિંસક (9), લાગે (9), લોકો (9), ઑગસ્ટે (9), નેતાજી (9), મોહન (9), ફોજમાં (9), કુમાર (9), સહગલ (9), કર્નલ (9), પસંદ (8), martyrs (8), વેબગુર્જરી (8), the (8), vol (8), રાજકીય (8), ભારતીયને (8), ભાગી (8), મોટી (8), પાછા (8), દળો (8), મળ્યા (8), ત્યાંથી (8), સંગઠિત (8), મૂકી (8), કાઉંસિલ (8), પોતે (8), પહેલા (8), નહોતા (8), વિરુદ્ધ (8), જવાહરલાલ (8), હોત (8), મેં (8), કમિટીએ (8), તેઓ (8), તેને (8), રસ્તો (8), એમનું (8), ચાલુ (8), લીગની (8), કહેવું (8), માનતા (8), ત્રણ (8), નવમી (8), આપવા (8), પોલીસ (8), ઇંડીપેન્ડન્સ (8), કરો (7), com (7), બારી (7), 1942 (7), webgurjari (7), ફોજની (7), દરમિયાન (7), મિશન (7), હજાર (7), આજે (7), ચાર (7), ફોજને (7), ચોથી (7), સમાચાર (7), સૌથી (7), હજી (7), પડ્યું (7), એશિયામાં (7), બ્રિટને (7), કરતા (7), સરકારને (7), ફેરફાર (7), બાબતમાં (7), નિવેદન (7), યોજના (7), બંધારણ (7), સંઘમાં (7), ઊભા (7), જરૂરી (7), બંધ (7), હેઠળ (7), છોડી (7), એમનો (7), આથી (7), તેનો (7), બન્યા (7), સ્થિતિ (7), સ્વતંત્ર (7), મીટિંગ (7), ધીમે (7), લીધા (7), નૅશનલ (7), પોલીસે (7), હિંસા (7), ફુજીવારાએ (7), સૈનિકોને (7), રાસ (7), બિહારી (7), ઇમ્ફાલ (7), સુભાષબાબુ (6), પહોંચી (6), ગયું (6), સંરક્ષણની (6), પડ્યા (6), રાજ્યોની (6), બરાબર (6), લીધું (6), હવાઈ (6), કબજો (6), ચીફ (6), સાતમી (6), દિવસ (6), દિવસે (6), શકાય (6), મુકાબલો (6), હુમલો (6), મિત્ર (6), જાપાનને (6), લાગ્યો (6), જોડાયા (6), લીધી (6), નીતિ (6), બ્રિટનના (6), દેશના (6), માગતી (6), લીગને (6), ઘણી (6), મતભેદ (6), ક્રિપ્સે (6), લખીને (6), સામાન્ય (6), જેવી (6), કોંગ્રેસનું (6), ઉપરાંત (6), કમિટી (6), આના (6), જરૂર (6), જેવા (6), બધી (6), રાખવા (6), નેતૃત્વ (6), માર્ચે (6), ભૂલ (6), માની (6), માગે (6), એવા (6), અમે (6), જનતા (6), સાથી (6), તમારી (6), બનાવી (6), આશા (6), સરકારી (6), કદાચ (6), જાપાનનો (6), નેતાઓને (6), પકડી (6), કોંગ્રેસને (6), આંદોલનને (6), નાગરિક (6), પ્રાંતમાં (6), પહોંચ્યા (6), પરિષદ (6), અધિકારીઓ (6), ભારતીયો (6), પરિષદે (6), ફોજે (6), નવી (5), શોધો (5), વિભાગ (5), દ્વારા (5), annual (5), register (5), https (5), આખા (5), વાઇસરૉયની (5), મુક્ત (5), જેથી (5), ધ્યાન (5), યોગ્ય (5), આપવામાં (5), મલાયા (5), બર્મા (5), દળોએ (5), પાંચમી (5), હુમલા (5), બચાવવા (5), વ્યૂહ (5), દેવા (5), એમનાં (5), ખરાબ (5), આમાં (5), યુદ્ધમાં (5), ખાતરી (5), દીધો (5), કર્યાં (5), મુખ્ય (5), સ્વતંત્રતાની (5), ભરતી (5), કોંગ્રેસનો (5), લીગે (5), મુસલમાનોને (5), મળીને (5), બોઝે (5), મિશનની (5), સિવાય (5), ક્રિપ્સને (5), મોકલી (5), આઝાદે (5), માં (5), સોંપવાની (5), પત્રમાં (5), પ્રાંતોને (5), રહેવાની (5), છૂટ (5), એકતા (5), સરકારની (5), માટેની (5), આપવાની (5), સ્વીકાર (5), વલણ (5), દિલ્હી (5), અભિપ્રાય (5), વાર (5), બેઠક (5), પ્રત્યે (5), અસર (5), પ્રાંતો (5), મુસલમાનો (5), ડિપ્રેસ્ડ (5), આવશે (5), સમજૂતી (5), ચાલે (5), ઘણા (5), જેવું (5), વિના (5), થોડા (5), મુસદ્દામાં (5), મારફતે (5), હેતુ (5), હિન્દુસ્તાનીઓને (5), સરદાર (5), જુદા (5), સોંપી (5), દીધાં (5), જેલમાં (5), કહો (5), લડવું (5), કમ્યુનિસ્ટો (5), માગતા (5), રેડિયો (5), ગોળીબાર (5), નાખી (5), મુંબઈ (5), ઑગસ્ટ (5), માર્યા (5), નેતાઓની (5), ગાંધી (5), બર્મામાં (5), બધું (5), ઍક્શન (5), સુભાષબાબુના (5), વસતા (5), મલાયામાં (5), રાસબિહારી (5), ટોકિયો (5), હિન્દીઓ (5), wordpress (4), નામ (4), રહ્યું (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), સંદેશ (4), પેજ (4), jan (4), june (4), કાઉંસિલના (4), લીગના (4), ખાતું (4), ઠરાવની (4), પરવા (4), ફર્યા (4), મોટા (4), લડાઈમાં (4), પ્રાંત (4), થયાં (4), દુશ્મન (4), દળોને (4), સતત (4), કરવી (4), ચારે (4), ડિવીઝન (4), નીકળી (4), મોરચા (4), ૧૯૪૨ના (4), ૧૯૪૧ના (4), અંતમાં (4), સમક્ષ (4), જ્યારે (4), યુદ્ધના (4), મુલાકાત (4), ઇચ્છા (4), લેવાનો (4), રહ્યો (4), પ્રત્યાઘાત (4), તરફથી (4), ટીકા (4), કરેલા (4), હિન્દુઓ (4), ભેગા (4), પ્રતિનિધિ (4), માને (4), આવતા (4), રહ્યા (4), વાતચીત (4), પ્રધાન (4), જવાબમાં (4), તેવી (4), વાતો (4), સંકેત (4), ક્રિપ્સની (4), મોટો (4), ભાગલા (4), યોજનામાં (4), સામેલ (4), બન્યું (4), આગ્રહ (4), લેશે (4), દેશને (4), હસ્તક (4), માટેના (4), આપશે (4), આવતાં (4), લાગ્યા (4), સ્થિતિમાં (4), મુંબઈના (4), લખ્યું (4), લાભ (4), થવાનો (4), પાકિસ્તાન (4), જેમ (4), દરખાસ્તો (4), ક્યાંય (4), ફેડરેશન (4), કેટલાક (4), અથવા (4), બીજો (4), ઊભો (4), અસહકાર (4), ભલે (4), મહાન (4), મનમાં (4), હિંસક (4), યુદ્ધની (4), અહિંસા (4), મહિનામાં (4), ભારતમાંથી (4), ઉપયોગ (4), સલાહ (4), જ્યાં (4), લઈને (4), રાતે (4), દરેક (4), જવું (4), તમારો (4), તમને (4), રામ (4), સંસ્થા (4), આપવાનું (4), તમારે (4), ૧૯૨૦માં (4), ખેંચી (4), ઐતિહાસિક (4), સભ્યો (4), ગોવાલિયા (4), ટેંક (4), લૉર્ડ (4), આદેશ (4), રચના (4), લીધાં (4), પગલાં (4), ખાન (4), રિપોર્ટ (4), સાથીઓ (4), થવા (4), ટ્રેન (4), લિન્લિથગોને (4), ઑફર (4), લિન્લિથગોએ (4), મારા (4), ઊભી (4), હોવાના (4), સુભાષ (4), તાબામાં (4), ભેદભાવ (4), શાહ (4), ગુરબખ્શ (4), ઢિલ્લોં (4), પક્ષે (4), રાઘવન (4), કેન્દ્ર (4), ખબર (4), ગયાં (4), ખૂન (4), this (3), ટિપ્પણી (3), other (3), blog (3), history (3), લેખ (3), www (3), org (3), જોઈશું (3), સભ્ય (3), લગતી (3), હોવી (3), પ્રતિનિધિઓ (3), મહંમદ (3), ત્રીજા (3), સંખ્યામાં (3), જીતી (3), હાર્ટ્લીએ (3), થવાની (3), શક્યતા (3), પૂર્વના (3), પીછેહઠ (3), ઓછું (3), કરતો (3), જર્મનીના (3), બાજુથી (3), લાગતું (3), પ્રગટ (3), કોશિશ (3), દબાવી (3), આપીને (3), અનેક (3), ચોકીઓ (3), કરવો (3), પાછી (3), જુસ્સો (3), હટી (3), સિરિનાઇકા (3), હંમેશાં (3), પરાજિત (3), આક્રમણનો (3), થવું (3), અદમ્ય (3), પ્રશંસા (3), થતી (3), નજર (3), ભૂમિકા (3), અઠવાડિયે (3), સુભાષબાબુનો (3), નજરે (3), સામ્રાજ્યવાદી (3), મહાસભા (3), જોડાવા (3), મૂળ (3), કદી (3), જિન્ના (3), મુસલમાનોના (3), રક્ષણ (3), ગેરકાનૂની (3), આને (3), વલણમાં (3), સવાલ (3), ચાલ્યા (3), કંઈક (3), દબાણ (3), ચીફના (3), ઘણાં (3), સુધારા (3), જવાબદાર (3), સૂચન (3), માનવાનો (3), જોડાય (3), બને (3), માહિતી (3), ઉમેર્યું (3), આઝાદને (3), નહેરુને (3), દરખાસ્તમાં (3), દરખાસ્તોને (3), નકારી (3), આપવી (3), સિદ્ધાંત (3), જનતાનું (3), પ્રતિનિધિત્વ (3), પૂરી (3), મળશે (3), પરિવર્તન (3), નવું (3), દેખાડે (3), જેવો (3), પક્ષ (3), મોકલ્યા (3), નવા (3), નિશાન (3), સ્વરાજ (3), અહિંસાને (3), ઠરાવનો (3), શક્ય (3), છોડવાનો (3), અબુલ (3), કલામ (3), રાજાજી (3), માંગ (3), સંઘમાંથી (3), છૂટા (3), સ્વતંત્રતાને (3), લેવાથી (3), બનાવવામાં (3), દેશની (3), વિવાદ (3), આમંત્રણ (3), સંમત (3), સત્તાવાર (3), ટેકામાં (3), વિદાય (3), વર્ધામાં (3), વહીવટી (3), કાઢી (3), સ્વીકારી (3), પરિણામ (3), અનુભવ (3), રાખવામાં (3), દેવાની (3), પ્રજાકીય (3), દેશવ્યાપી (3), સંગઠન (3), કૉન્ફરન્સે (3), સીધી (3), રાજાઓ (3), સંધિઓ (3), લોકોના (3), લિબરલ (3), જોડાવાની (3), લાગુ (3), રેલવે (3), મોમીન (3), અંદર (3), હિમાયત (3), દાખલા (3), મુદ્દા (3), અંશે (3), એટલું (3), હાથ (3), કાર્ય (3), સાચી (3), ભારતીયોના (3), દૃષ્ટિએ (3), જનતામાં (3), સેના (3), ભરી (3), સારી (3), થોડી (3), આપો (3), વધે (3), જવાનું (3), વિચાર (3), છેઃ (3), લડે (3), ખાસ (3), હાજર (3), અંગે (3), બ્રિટનને (3), લેવા (3), છાપામાર (3), શબ્દ (3), મતભેદો (3), પાયે (3), હરિજન (3), આંદોલનનો (3), હિન્દુસ્તાન (3), પડવા (3), બર્મામાંથી (3), રાષ્ટ્રમાં (3), માનનારા (3), રોકવા (3), લડવા (3), શકું (3), જવાની (3), જોઈતું (3), વિચારવું (3), પક્ષો (3), દુનિયા (3), પોતાને (3), અવાજ (3), એકલા (3), મનોહર (3), લોહિયા (3), અચ્યુત (3), દેવ (3), કહેતા (3), સ્તરે (3), આવું (3), ઠેકાણે (3), વર્ષ (3), લોકોમાં (3), સમજાવતાં (3), જતા (3), ખુલાસો (3), શરૂઆત (3), વચનો (3), જાહેરાત (3), મહિના (3), ખરેખર (3), મેદાનમાં (3), 000 (3), લિન્લિથગો (3), વચ્ચેનો (3), પત્રવ્યવહાર (3), મિદનાપુર (3), સરકારો (3), સપ્ટેમ્બરે (3), કેદ (3), પાસેથી (3), આર્મી (3), સહિત (3), જતી (3), ક્રાન્તિકારીઓ (3), વેપારીઓ (3), પાડી (3), ફાટી (3), અપીલ (3), ૨૮મી (3), હિંદ (3), ઉષાબેન (3), સ્ટેશન (3), પડતાં (3), મહેતા (3), ત્રિરંગો (3), લહેરાવ્યો (3), પોલીસના (3), સ્ટેશને (3), સરકારના (3), વિદ્યાર્થીઓને (3), મળતાં (3), વાજબી (3), પાણી (3), સ્પષ્ટતા (3), મારો (3), દેખાડી (3), આઝાદીની (3), જીત (3), આપ્યા (3), માગી (3), web (3), gurjari (3), ચંદ્ર (3), પૂર્વમાં (3), સુભાષચંદ્ર (3), બોઝને (3), થયેલા (3), સૈનિકોમાં (3), સ્વામી (3), રાઘવને (3), જવા (3), સમય (3), એશિયાના (3), પરિષદમાં (3), થાઈલૅંડમાં (3), જાણે (3), જોરદાર (3), નવાઝ (3), કાઉંસિલની (3), રાજીનામાં (3), અફસરો (3), વિમાન (3), નેતાજીએ (3), હુમલાની (3), હુકમ (3), સમજ્યા (3), ગાન્જીકા (3), નંબરે (3), ઇન્દોકા (3), site (2), with (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), create (2), free (2), website (2), 110 (2), 264 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), gandhiji (2), આવો (2), email (2), address (2), wikipedia (2), wiki (2), કૅબિનેટે (2), ચીફને (2), સંરક્ષણને (2), બાબતો (2), ભારતીયની (2), હુસેન (2), તેવા (2), હિન્દુસ્તાનીને (2), તરફેણમાં (2), વાઇસરૉયના (2), માર્ગે (2), રાહત (2), બટાલિયનો (2), હુમલાનો (2), સામનો (2), દક્ષિણ (2), જાપાનનાં (2), બ્રિટનનાં (2), કૉમનવેલ્થ (2), નીવડી (2), નજીક (2), ભૂમિ (2), વધી (2), સ્વીકારવી (2), બચાવ (2), ઉતાર્યા (2), ઇન્ફન્ટ્રી (2), યુદ્ધકેદી (2), બાજુએ (2), ઉત્તર (2), હાથતાળી (2), પશ્ચિમના (2), માર્ગમાં (2), આવ્યાં (2), હિંમતથી (2), પડ્યો (2), લડાઈમાંથી (2), બહાદુર (2), કારણસર (2), બ્રિટનનો (2), સંકટમાં (2), નવેમ્બરમાં (2), કબ્જો (2), લાઇનો (2), કપાઈ (2), ઈટલીની (2), ખૂનખાર (2), પરાજય (2), હિન્દુસ્તાનીઓએ (2), સફળતા (2), ઓળખાય (2), ડિવીઝને (2), રાષ્ટ્રોની (2), વધવા (2), નાની (2), મહત્ત્વનો (2), ડિસેમ્બરના (2), થતાં (2), ચીન (2), કાર્યવાહી (2), લાગ્યું (2), ઉપર (2), ધરી (2), સૈનિકોની (2), સાહસ (2), સ્ટેટ (2), બોલતાં (2), પક્ષના (2), પ્રકરણમાં (2), સુભાષબાબુની (2), સબમરીન (2), માનતો (2), પ્રયત્ન (2), નિષ્ફળ (2), ભારતનો (2), વાંધો (2), આવવું (2), ખર્ચ (2), દોર (2), માર (2), કાં (2), ભાગવું (2), લીધેલા (2), રહ્યાં (2), આવતું (2), જોયું (2), પક્ષોના (2), હિન્દુઓને (2), સેનામાં (2), કહેવા (2), ખાનગી (2), બ્રિટિશરોને (2), દેશો (2), મુસલમાનોની (2), સુભાષચન્દ્ર (2), બનાવેલા (2), સહાનુભૂતિ (2), પત્રકારો (2), ક્રિપ્સના (2), વાતચીતમાં (2), કામમાં (2), પ્રતિનિધિને (2), કરેલી (2), પ્રમુખે (2), અસ્વીકાર (2), એક્ઝીક્યુટિવ (2), કાઉંસિલમાં (2), બાબતોમાં (2), વિષયો (2), મરજીથી (2), અધિકારીઓએ (2), ટેકનિકલ (2), આધારે (2), આડે (2), વિશેના (2), સ્વીકારવા (2), મુશ્કેલીઓ (2), રાખવાનું (2), પ્રકાશિત (2), વિનંતિ (2), કૅબિનેટની (2), અત્યારના (2), બંધારણીય (2), વ્યવસ્થાને (2), દરખાસ્ત (2), માગતો (2), નવો (2), દાખલ (2), સિદ્ધાંતને (2), કરોડની (2), આઝાદીનો (2), અઠવાડિયા (2), દિલ્હીમાં (2), માગણીનો (2), પડઘો (2), પડતો (2), ભાર (2), મેળવીને (2), સભા (2), પોતાનો (2), શરત (2), અનિવાર્ય (2), સ્વીકારે (2), પછીથી (2), પૂર્ણ (2), બંધારણસભાની (2), ચૂંટણી (2), સમયે (2), પક્ષની (2), દેખાવા (2), અર્થઘટન (2), સુકાન (2), સોંપવામાં (2), રાજીનામું (2), ડિસેમ્બરની (2), કમિટીની (2), છોડવાની (2), પડવાનો (2), કોમી (2), બહાને (2), અવરોધો (2), નામે (2), રાખવો (2), બનાવવા (2), સંતાનમે (2), રાજગોપાલાચારી (2), ઠરાવના (2), પરવાનગી (2), સભ્યોએ (2), વ્યક્તિગત (2), ઠરાવો (2), ૨૯મી (2), ઍપ્રિલે (2), ખુલાસા (2), વિશેનો (2), પૂરો (2), માગણીને (2), ધ્યાનમાં (2), હમણાં (2), મહાસભાની (2), દલીલો (2), પ્રાંતોની (2), આત્મનિર્ણયના (2), મતદાર (2), મંડળ (2), લેવાય (2), ૧૧મી (2), એપ્રિલે (2), રાખ્યું (2), દેખાઈ (2), શાંતિથી (2), પ્રયાસ (2), ક્લાસિસના (2), ટકા (2), મજૂરો (2), સ્ટેટ્સ (2), પીપલ્સ (2), આપ્યું (2), આડકતરી (2), માનતી (2), હોવાનું (2), જણાય (2), આવા (2), ઉલ્લેખ (2), આજના (2), આજની (2), વખતની (2), રાખવું (2), ડોમિનિયન (2), આવકાર (2), આપવાનાં (2), જુદાં (2), કૉન્ફરન્સ (2), અવિશ્વાસ (2), મહાસભાએ (2), બહારની (2), રાષ્ટ્રો (2), જોડાતાં (2), સંયોગોમાં (2), વિકલ્પ (2), અંગ્રેજી (2), એકતાનો (2), બનશે (2), સલામતી (2), વ્યક્તિઓ (2), સહકારથી (2), કરનારા (2), રહેલા (2), સપ્રુ (2), પ્રતિસાદ (2), લેવાની (2), કાર્યોમાં (2), અત્યારે (2), ઇચ્છે (2), cwmg (2), જુલાઈમાં (2), ગાંધીજીનો (2), મુસદ્દો (2), મુલ્કી (2), કહીએ (2), અમને (2), બદલામાં (2), તમારા (2), દેશમાંથી (2), અમારા (2), જાપાનીઓ (2), કબજામાં (2), દલીલ (2), શરતો (2), આપણને (2), ગમે (2), મેદાન (2), દેશે (2), રોકી (2), આપણા (2), પ્રભાવ (2), જીતશે (2), જર્મની (2), ધારણા (2), નિષ્ક્રિય (2), સામ્રાજ્ય (2), ભાવના (2), રહેવા (2), સફળ (2), રાખવાની (2), aicc (2), શબ્દો (2), વાપર્યા (2), કાનૂની (2), તાલીમ (2), કાર્યક્રમો (2), અંકમાં (2), ખતરા (2), રહેતા (2), સારું (2), રિપોર્ટમાં (2), ૨૬મી (2), અમેરિકી (2), શાસન (2), કરતું (2), છોડવું (2), ચડી (2), જવાહરલાલે (2), કરીએ (2), બંગાળ (2), જનતાને (2), કેટલાંયે (2), ખાલી (2), અખત્યાર (2), બાળી (2), ખાધાખોરાકી (2), જિન્નાએ (2), સમાધાન (2), આક્ષેપ (2), મળવું (2), જોઈ (2), જોઈશે (2), ભૂલી (2), સત્ય (2), શકીએ (2), સમસ્યા (2), લડી (2), સામસામે (2), ખ્યાલ (2), આપવાના (2), દિવસની (2), સવારે (2), મંત્ર (2), ઇંગ્લેંડ (2), મેળવવા (2), ગણાય (2), મારે (2), રહેવું (2), તું (2), દુનિયાની (2), બોલ્યા (2), સમજતા (2), પટવર્ધન (2), દાવાને (2), મોરચો (2), લાખો (2), ભવિષ્યના (2), સમાન (2), સુધારામાં (2), બીજું (2), સુચન (2), સુધારો (2), વરસ (2), ચળવળ (2), મર્યાદિત (2), વલ્લભભાઈએ (2), આટલી (2), પૈસા (2), મળવા (2), કોઈક (2), અમેરિકા (2), સાથ (2), સહકાર (2), શકશે (2), ભરોસો (2), અમેરિકામાં (2), સાચું (2), જણાઈ (2), બધે (2), ફ્રંટ (2), તંત્ર (2), કાર્યક્ષમતા (2), ગેરસમજણ (2), વાળી (2), અખબારો (2), આંતરરાષ્ટ્રીય (2), કોઈને (2), ફેંકાયો (2), ઉલ્ટું (2), વ્યક્ત (2), તારીખે (2), મુલતવી (2), મંજૂરી (2), કરું (2), ૬૦૦ (2), સત્તાએ (2), પાછું (2), સંદર્ભમાં (2), બન્યો (2), અડગ (2), બ્રિટિશરોએ (2), aiccની (2), તેનું (2), સંયુક્ત (2), નિરાશામાં (2), ૧૯૪૨ની (2), દિવસોમાં (2), વાઇસરૉયને (2), શિકાર (2), આનો (2), પોલિસ (2), ૧૭મી (2), ડિસેમ્બરે (2), સૂતાહાટા (2), કેસો (2), શહેર (2), ભણી (2), વિદ્યુત (2), આગેવાની (2), પાંચ (2), સામેની (2), અસંખ્ય (2), કેટલાયે (2), રેલવેની (2), છોડ્યા (2), યુક્ત (2), બિહારમાં (2), નાગપુર (2), મોકલીને (2), જિલ્લાની (2), નુકસાન (2), લેવાનું (2), ચોખાની (2), નિકાસ (2), ક્રાન્તિ (2), આઠમી (2), ગામોમાં (2), ધરપકડનો (2), સંભાળી (2), બિહાર (2), સરહદે (2), પોલીસને (2), છૂટ્યા (2), જેલની (2), જયપ્રકાશ (2), નારાયણ (2), થઈને (2), રહીને (2), અહિંસાની (2), બાતમી (2), ઑફિસ (2), લક્ષ્ય (2), વિદ્યાર્થીઓ (2), જુદી (2), સુધીમાં (2), બોંબ (2), સ્થળોએ (2), પડતા (2), સદંતર (2), ૧૪મી (2), ઝવેરી (2), બચવા (2), વર્ષની (2), સવાર (2), ફેલાઈ (2), તાર (2), કાપી (2), શહેરોમાં (2), ૧૫મી (2), દાવો (2), સેવાઓ (2), બેસાડી (2), દેવાયા (2), યરવડા (2), જવાના (2), પ્રદેશ (2), સત્યાગ્રહ (2), સમિતિ (2), કેબિનેટે (2), જલદ (2), ઉપવાસની (2), ગવર્નરો (2), દેવાયો (2), વખત (2), લાંબો (2), કરીશ (2), અંત (2), વળી (2), ધરપકડ (2), નીકળે (2), રાખી (2), ઊતરી (2), હોવાનો (2), ધૂળ (2), આઝાદીને (2), છૂટી (2), જોતાં (2), રાહ (2), શાણપણની (2), પડતી (2), રાખતી (2), કહી (2), netaji (2), subhash (2), chandra (2), bose (2), his (2), life (2), work (2), translated (2), from (2), gujarati (2), બોઝઃ (2), જીવન (2), લેખકઃ (2), મોહનલાલ (2), સોપાન (2), પ્રકાશન (2), ૧૯૪૬ (2), રંગૂન (2), યંગોન (2), કમર (2), ટાંકણે (2), વિમાની (2), પ્રસારિત (2), અફવા (2), સિંઘના (2), ina (2), સેનાના (2), પ્રતિનિધિઓએ (2), બોઝના (2), પ્રમુખપદે (2), મળવાનું (2), ધર્મ (2), સાથેની (2), નાગરિકો (2), ભગવાન (2), ભરોસે (2), અધિકારીઓને (2), થાઈલેંડથી (2), સત્યાનંદ (2), પુરી (2), જાપાનમાં (2), બેંગકોકથી (2), સિંગાપુરમાં (2), ફેબ્રુઆરીએ (2), નેતાઓએ (2), માગ્યો (2), મેળવી (2), સૈન્યે (2), સ્વાગત (2), સાથીઓએ (2), સુભાષબાબુએ (2), સ્વાતંત્ર્ય (2), મેળવતા (2), ઉત્સાહથી (2), લાલ (2), કિલ્લામાં (2), કેસ (2), સંપર્ક (2), સુભાષબાબુનું (2), પરાક્રમ (2), માટેનું (2), મહત્વ (2), સંપર્કમાં (2), સિંઘને (2), યુદ્ધકેદીઓ (2), યુદ્ધકેદીઓને (2), મલાયાના (2), પસાર (2), માગતું (2), અધિકારીઓની (2), રાઘવનને (2), વર્તન (2), ટુકડી (2), ફોજોના (2), સંબંધો (2), નાગરિકોને (2), લાગ્યાં (2), હજારો (2), ઑગસ્ટમાં (2), વિદેશી (2), હિન્દુસ્તાનની (2), કમાંડ (2), નિર્ણયોને (2), તોજોએ (2), તૂટી (2), ફટકો (2), દીપક (2), પગપાળા (2), રસ્તામાં (2), ઝાંસી (2), રાની (2), ખાનના (2), સાધનસામગ્રીની (2), વળતો (2), નારા (2), ચલો (2), સપ્લાય (2), મળ્યો (2), પોતાનાં (2), અહીંથી (2), પાછળથી (2), લક્ષ્મી (2), માર્યો (2), ઑફિસર (2), છૂટવાની (2), ચેતવણી (2), સૈનિકોએ (2), ફોજનું (2), લાખ (2), ત્યાંના (2), રંગૂનમાં (2), આંદામાન (2), નિકોબાર (2), ટાપુઓ (2), design, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, 2026, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, quit, oceanic, circle, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, આગળનું, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, britannica, place, cyrenaica, malaysia, ગાથા, મોકલેલું, હકુમત, વિરોધનો, વંટોળ, ઊઠ્યો, પંડિત, હૃદયનાથ, કુંજરુએ, ફરજોમાંથી, લાગણી, પાદશાહ, નિમાયેલા, યાકૂબે, કાઉંસિલનું, વિસ્તરણ, ખોટું, લોકોનો, સંભાળવા, નીમવોએ, કુંજરુના, વિરોધમાં, તટસ્થ, માનવો, પાંસઠ, બર્માથી, મલાયાથી, ભાગે, સમુદ્ર, દિવસોદિવસ, સમુદ્રમાર્ગ, જોખમી, બનતો, જાતિવાદ, આચરાતો, હોવાની, ફરિયાદો, ઊઠી, મલાયાની, ગોરખા, બટાલિયનોએ, નોંધઃ, મલેશિયાનો, સિયામ, થાઈલૅન્ડ, માંથી, ડિવીઝનો, એકીસાથે, ત્રાટકી, નૌકા, ચડિયાતાં, સાબીત, રોડ, ચીની, લેતાં, લાંબી, એટલો, હિન્દની, સમુદ્રમાર્ગે, બોમ્બમારો, મોરચાઓની, કૅનેડિયન, બટાલિયન, ચૌદમી, પંજાબ, રેજિમેંટ, હોંગકોંગ, રૉયલ, આર્ટીલરીને, ટૂંકી, તીવ્ર, શરણાગતી, સંખ્યાબળ, માઇલના, વિસ્તારનો, દળની, ચારગણા, અધિકારી, જાપાનીઓના, હાથમાંથી, છટકીને, સૈનિકોનાં, વખાણ, બૅન્ગાઝીમાં, એકલી, બ્રિગેડનો, ઓચિંતા, જર્મનીએ, ગોઠવ્યો, નીકળવા, બેન્ગાઝીની, પૂર્વથી, નીકળવાની, જર્મનીને, દુર્ગમ, અકલ્પ્ય, માર્ગેથી, જગ્યાએ, જર્મન, બંકરો, આડુંઅવળું, સમજાવીને, મરણિયો, ચીફે, મધ્યપૂર્વમાં, આવેલા, અધિકારીએ, સૈનિકોનો, અખૂટ, જર્મનીનો, રોમેલ, જેદાબિયાના, પરથી, હવામાનને, સમયસર, વખતનો, ઑચિનલેક, પીછો, શક્યો, જાન્યુઆરીમાં, બાજુની, સેનાઓ, રણમાં, ધૂળની, આંધીઓ, વરસાદમાં, સપડાઈ, રોમેલે, વરસાદને, હવાઈદળ, શક્યું, ડિવીઝનનો, એનીયે, સંદેશાવ્યવહાર, રોમેલના, ઊતરવું, આફ્રિકામાં, વસાહત, અરબીમાં, ઈટલીનાં, ડિવિઝન, જંગ, ખેલાયો, ઈટલીનો, અપ્રતિમ, શૌર્યનો, પરિચય, કરાવ્યો, બધામાં, ડિવીઝનને, જબ્બરદસ્ત, રણનું, desert, war, ઈજિપ્તના, મોરચેચોથી, જર્મનીનાં, સેનાઓને, જૂનથી, ડિવીઝનની, ઈજિપ્તની, દક્ષિણે, બેટ, લિબિયામાં, બરકા, કૂદી, રાષ્ટ્રોને, તેલ, રાષ્ટ્રોએ, પ્રતિબંધ, ફોજોને, હરાવતાં, ખતરો, ઝળૂંબવા, ઈસ્ટ, આફ્રિકા, સીરિયા, ઇરાક, ઈરાનમાં, રાષ્ટ્રોનાં, મહાત, નૌકાશક્તિ, ઘૂંટણિયાભેર, સંખ્યા, એઅના, બહાદુરી, બલિદાનની, ઇતિહાસમાં, પરાજયનું, મોઢું, જોવું, હારનારા, સાહસની, મોરચાની, ઊડતી, નાખીએ, જર્મનીની, વાંચ્યું, આવવાની, જાણીને, અનંત, વિસ્તારવાદી, છેક, જર્મનીથી, ખુવારીની, ફાયદાકારક, યુદ્ધનાં, વર્ષોમાં, નસીબે, ખાવાનું, લખાયેલું, પ્રદેશો, છોડવા, એકંદર, નિયંત્રણ, નીચે, લડતાં, સહિતનાં, સરકતાં, ધસમસતું, વિશ્વયુદ્ધમાં, ઘસડ્યું, જોયા, કહેતી, આપશો, વાતને, કસમયની, ગણતી, હિન્દુઓનું, લશ્કરીકરણ, પ્રોત્સાહિત, તાલીમના, કૅમ્પો, ચલાવ્યા, નીતિનું, તત્ત્વ, માગણીની, અપનાવ્યો, વિશ્વયુદ્ધ, વર્તનને, નારાજી, અન્યાય, હિતોનું, ફૉરવર્ડ, બ્લૉકની, ઊંબરે, ભલામણો, હિન્દ્દુ, મક્કમ, ભાંગી, છેલ્લા, ઇન્ટરવ્યુ, પુછાયો, કહેત, પ્રગતિ, જૂને, ચીલે, વચ્ચેથી, સરકારમાં, બીજાઓ, દેખાય, માથું, મારવા, ખાતામાં, એવાં, સ્થાન, વગરનું, ફરીથી, ફૉર્મ્યુલા, સૂચનો, પાછામ, મોકલ્યાં, સૂચવો, મેમ્બર, સિવાયના, ભવિષ્ય, સોંપશે, વર્તમાન, વ્યક્તિઓની, પત્રોની, ચીફની, ફરજોમાં, વિભાગનાં, બીજાં, કામો, સોંપવા, નિર્ણયો, દખલગીરી, મૌલાનાને, ખાતાના, સમજાવશે, ફગાવી, પહોંચ્યું, અધૂરી, માળખામાં, સુચવાયો, કાઢવાનો, અપાયો, ગણાવી, હિન્દ્દુસ્તાનની, કુઠારાઘાત, રજવાડાંઓને, અઘરું, રાજ્યો, પ્રજાની, રાખ્યો, દરખાસ્તનો, તાત્કાલિક, મૂક્યો, ૧૯૩૯માં, ત્યારથી, દુનિયાનાં, પ્રગતિશીલ, બળો, ખભેખભા, સમસ્યાઓના, મુકાબલા, માહૌલ, કોંગેસનો, કટોકટીભર્યા, સંજોગોમાં, રક્ષણની, સંભાળે, સીધો, પ્રાંતોનાં, નીચલાં, ગૃહો, પ્રતિનિધિઓને, ચૂંટશે, રાજ્યોને, સભામાં, મોકલવાનો, ઇંડિયામાંથી, ચુંટાયેલા, સંધિ, સંધિમાં, વ્યવસ્થાનું, પાલન, જાતિગત, ધાર્મિક, લાઘુમતીઓને, બંધારણનો, ઇંડિયાનો, હમણાંની, જાળવી, ફાવે, જોડાઈ, સંઘ, દરજ્જો, રજવાડાં, બંધારણસભામાં, બ્રિટનમાં, રૂઢિચુસ્ત, મજૂર, કૅબિનેટ, ચર્ચિલના, લેબર, પાર્ટીના, કૂણું, ચર્ચિલ, ૨૩મી, હતીઃ
Text of the page (random words):
ાયે ફેલાય તો પણ ભારે વિનાશ જ લાવે આટલા ખુલાસા પછી એમણે જે શબ્દો વાપર્યા તે નોંધી રાખવા જેવા છેઃ અહિંસક અસહકાર બધી જાતના હિંસક યુદ્ધોનો સૌથી અસરકારક વિકલ્પ છે આખો દેશ અહિંસક કાર્યવાહી કરે તો એ સંપૂર્ણ સફળ થઈ શકે એ બ્રિટિશરો સામે એટલી કારગત ન રહે કારણ કે એમનાં મૂળ જમીનમાં ઊંડે ગયેલાં છે જાપાન પાસે તો પગ રાખવાની જગ્યા પણ નથી મને આશા છે કે આગામી aicc ની મીટિંગ અહિંસક રીત તરફ પાછી ફરશે અને અહિંસક અસહકાર અંગે શક્ય તેટલી સ્પષ્ટ સૂચનાઓ આપશે બ્રિટનને એની હિંસક રીતોમાં મદદ કરવી અને તે પણ હાલની મંત્રણાઓ પડી ભાંગ્યા પછી તે મને રાષ્ટ્રીય નામોશી વહોરી લેવા જેવું લાગે છે ઍપ્રિલના અંતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની અલ્હાબાદમાં મીટિંગ મળી મૌલાના આઝાદે એમાં હાજર રહેવા ગાંધીજીને પણ આમંત્રણ આપ્યું હતું પણ બીજી મીટિંગોને કારણે ગાંધીજી એમાં જાતે હાજર ન રહ્યા પણ મીરાબહેન મારફતે એક ઠરાવનો મુસદ્દો મોકલાવ્યો આ મુસદ્દામાં એમણે દેશવ્યાપી અહિંસક અસહકારની યોજના રજૂ કરી અલ્હાબાદની મીટિંગ ગાંધીજીએ મુસદ્દામાં દલીલ કરી કે જાપાન બ્રિટિશ સામ્રાજ્ય સામે લડે છે એટલે બ્રિટન વિદાય થાય તો એને ભારત સામે લડવામાં ખાસ રસ નહીં રહે ગાંધીજીના મુસદ્દામાં જાપાન સરકારને પણ ખાતરી આપવામાં આવી હતી કે ભારતના મનમાં જાપાન માટે કોઈ ખરાબ ભાવના નથી આના પર ઘણી ચર્ચા થઈ વિરોધ કરનારામાં જવાહરલાલ નહેરુ અને રાજગોપાલાચારી મુખ્ય હતા નહેરુએ કહ્યું કે આખી ફોજ ખસી જાય અને મુલ્કી વહીવટીતંત્ર પણ બંધ પડે તો એક શૂન્યાવકાશ ઊભો થાય જે તરત તો ભરી નહીં શકાય આપણે જાપાનને કહીએ કે તમારી લડાઈ બ્ર્રિટન સાથે હતી હવે બ્રિટન તો છે નહીં તો જાપાન કહેશે કે બહુ સારી વાત છે કે બ્રિટિશ ફોજ હટી ગઈ અમે માનીએ છીએ કે તમે સ્વતંત્ર છો પણ હવે અમને અહીં થોડી સવલતો જોઈએ છે બદલામાં અમે તમારી સ્વતંત્રતાનું રક્ષણ કરશું અમને એરોડ્રૉમો આપો અને તમારા દેશમાંથી આવ જા કરવાની અમારા સૈન્યને છૂટ આપો જાપાનીઓ અમુક મહત્ત્વનાં સ્થાનો પોતાના કબજામાં લઈ લે અને ઈરાક તરફ આગળ વધે બાપુનું વલણ સ્વીકારીશું તો આપણે ધરી રાજ્યોના નિષ્ક્રિય સાથી બની જઈશું નહેરુએ દલીલ કરી કે બ્રિટિશરોને આપણે જવાનું કહીએ છીએ એ જાય તે પછી આપણે જાપાન સાથે સમજૂતીઓ કરવાની થશે અને કેટલીક શરતો સ્વીકારવી પડશે આમાં લશ્કરી કંટ્રોલની શરતો પણ હોઈ શકે આપણને ગમે કે ન ગમે જાપાન પોતાના સ્વબચાવ માટે ભારતને જ જંગનું મેદાન બનાવી દેશે એને તમે અહિંસક અસહકારથી રોકી ન શકો આ મુસદ્દા પાછળનો વિચાર અને એની પૂર્વભૂમિકા જાપાનની તરફેણમાં છે ભલે એ સભાનપણે ન હોય ત્રણ બાબતો આ સંકટમાં આપણા વિચારો પર પ્રભાવ પાડે છેઃ ૧ ભારતની આઝાદી ૨ અમુક મહાન ધ્યેયોને ટેકો અને ૩ યુદ્ધનું સંભવિત પરિણામ એટલે કે અંતે કોણ જીતશે ગાંધીજીને લાગે છે કે અંતે જાપાન અને જર્મની જીતશે આ એમની ધારણા અભાનપણે એમના નિર્ણયને અસર કરે છે રાજગોપાલાચારીએ કહ્યું કે બ્રિટન જશે કે તરત આપણે સંગઠિત થઈ જશું એવું નથી બ્રિટને બહુ ખરાબ કર્યું છે પણ એથી આપણી નજર ચાતરી જાય એ ન ચાલે જાપાનના હાથમાં દોડીને ન પહોંચો ગાંધીજીના મુસદ્દામાં તો એ માટેનો રસ્તો દેખાડ્યો છે જુલાઈમાં વર્ધામાં મીટિંગ જુલાઈમાં વર્ધામાં વર્કિંગ કમિટી ફરી મળી તેમાં ગાંધીજીનો જ મુસદ્દો થોડા ફેરફાર સાથે સ્વીકારાયો પણ એ નાનો ફેરફાર બહુ મોટો હતો મુળ મુસદ્દામાં બ્રિટિશ ફોજ હટી જાય એવી માંગ હતી પણ એમાં ફેરફાર કરીને કોંગ્રેસે સ્વીકાર્યું કે યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી સાથી રાજ્યોની સેના ટુકડીઓ ભારતમાં જ રહેશે હવે આખી કોંગ્રેસ અહિંસક અસહકાર આંદોલન માટે તૈયાર હતી આવતા અઠવાડિયે ભારત છોડો ૦૦૦ સંદર્ભઃ 1 the indian annual register jan june 1942 vol i 2 cwmg vol 76 like loading author dipak dholakia posted on 11 03 2021 30 11 2024 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 29 india slavery and struggle for freedom part 4 chapter 28 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૨૮ ક્રિપ્સ મિશન ૨ સપ્રુ જયકર નિવેદન નોંધવા જેવી વાત એ છે કે ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓનું વલણ પણ કોંગ્રેસ જેવું જ હતું કોંગ્રેસ સાથે સહકારથી કામ કરનારા પણ કોંગ્રેસથી અલગ રહેલા નેતાઓ તેજ બહાદુર સપ્રુ અને એમ આર જયકરે પોતાના તરફથી ક્રિપ્સ મિશનની દરખાસ્તો પર અલગ પ્રતિસાદ આપ્યો એમણે કહ્યું કે વાઇસરૉયની એક્ઝીક્યુટિવ કાઉંસિલમાં એક ભારતીયને સંરક્ષણ માટેના સભ્ય તરીકે લેવાની બહુ જ જરૂર છે યુદ્ધ જેવી સ્થિતિમાં નીતિ અને કાર્ય વચ્ચે એકતા હોવી જરૂરી છે એ સાચી વાત છે તેમ છતાં એક અનુભવી જાણકાર ભારતીયને સંરક્ષણની જવાબદારી સોંપવામાં નીતિ અને કાર્યોમાં વિવાદ કેમ ઊભો થાય એમણે કહ્યું કે અત્યારે ભારતીય જનમાનસ સંપૂર્ણ સ્વતંત્રતા ઇચ્છે છે અને એટલે જ અમે એ વાત પર ભાર મૂકીએ છીએ કે કશા પણ અપવાદ વિના સરકારની બધી જવાબદારી ભારતીયોના હાથમાં મૂકવી જોઈએ અમે ઇચ્છીએ છીએ કે ભારતની જનતા યુદ્ધ સંબંધી કાર્યોમાં સરકારને સંપૂર્ણ ટેકો આપે સંરક્ષણ પ્રધાન ભારતીય હશે તો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ભારતીય જનતામાં એના સાનુકૂળ પડઘા પડશે હિન્દુ મહાસભા હિન્દુ મહાસભાની વર્કિંગ કમિટીએ કહ્યું કે બ્રિટિશ સરકારે સૂચવેલી યોજનામાં કેટલાક મુદ્દા વત્તેઓછે અંશે સંતોષજનક છે પણ સર સ્ટેફર્ડ ક્રિપ્સે ભારત આવીને જે નિવેદન કર્યું તેના પ્રમાણે કાં તો આ યોજના આખી જ સ્વીકારવાની છે અથવા આખી જ નકારવાની છે આ સંયોગોમાં એને નકાર્યા સિવાય બીજો વિકલ્પ નથી હિન્દુ મહાસભાએ પ્રાંતોને અલગ રહેવાની છૂટ આપવાની જોગવાઈનો વિરોધ કરતાં કહ્યું કે એ દેશના ભાગલા પાડવા બરાબર છે હિન્દુ મહાસભાનો આધારભૂત સિદ્ધાંત એ છે કે હિન્દુઓ સદીઓથી ભારતની મૂળભૂત એકતામાં માનતા આવ્યા છે અને અંગ્રેજી શાસને પણ ભારતની એકતાનો સ્વીકાર કર્યો છે એટલું જ નહીં પણ બ્રિટન પોતે જ આ એકતા માટે યશ લે છે ભારતીય સંઘમાંથી બહાર રહેવાનો અધિકાર આપવાથી પાકિસ્તાની ફેડરેશન બનશે અને એ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બીજા મુસ્લિમ દેશો સાથે હાથ મિલાવીને ભારતની સલામતી માટે ખતરારૂપ બની જશે હિન્દુ મહાસભાએ કહ્યું કે આત્મનિર્ણયના અધિકારને નામે પ્રાંતોને વિચ્છેદનો અધિકાર ન આપી શકાય અને કોઈ બહારની સત્તા એ ઠોકી બેસાડે તે પણ ન ચાલે એક સંઘમાં સ્વતંત્ર રાષ્ટ્રો જોડાતાં હોય એવા દાખલા અહીં બંધબેસતા નથી કારણ કે ભારત એકતંત્રી રાજ્ય છે પ્રાંતો માત્ર વહીવટી એકમો તરીકે બનાવેલા છે ઑલ ઇંડિયા મોમીન કૉન્ફરન્સ મોમીન કૉન્ફરન્સ મુસ્લિમ લીગથી વિરુદ્ધ હતી અને મોટી સંખ્યામાં મુસલમાનો એની સાથે હતા એ મુસલમાનોના હકદાવાની ચિંતા કરતી હતી પણ કોંગ્રેસની તરફદાર હતી એનો અભિપ્રાય એવો હતો કે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે અવિશ્વાસ છે એટલે ક્રિપ્સની યોજના મુસલમાનોને સંપૂર્ણ સંતોષ આપી શકે તેમ નથી પરંતુ બ્રિટન ભારતને આઝાદી આપશે તો આ અવિશ્વાસ પણ દૂર થઈ જશે એણે પ્રાંતોને ભારત સંઘમાં ન જોડાવાનો અધિકાર આપવાની વ્યવસ્થાનો વિરોધ કરતાં કહ્યું કે એનાથી ભારતની અંદર જ અનેક ટુકડા થઈ જશે મોમીન કૉન્ફરન્સે પણ ભારતની સંરક્ષણ વ્યવસ્થા ભારતીયને સોંપવાની હિમાયત કરી લિબરલ ફેડરેશન લિબરલ ફેડરેશન ઑફ ઇંડિયાના પ્રમુખ સર બિજૉય પ્રસાદ સિંઘ રોય અને મહામંત્રીઓ સર ચીમનલાલ સેતલવાડ અને નૌશીર ભરૂચા સ્ટેફર્ડ ક્રિપ્સને મળ્યા અને ભારતને ડોમિનિયન સ્ટેટ બનાવવાની ઑફરને આવકાર આપ્યો પણ સંઘમાં ન જોડાવાની પ્રાંતોને છૂટ આપવાનાં જોખમો દેખાડ્યાં ભારતમાં એક કરતાં વધારે ફેડરેશનો બનાવાય તો એ દરેકનાં સૈન્યો જુદાં જુદાં હશે વેપારમાં પણ કસ્ટમ લાગુ પડશે રેલવે બંદરોની માલિકી વગેરે ઘણા ગુંચવાડા ઊભા થશે લિબરલ ફેડરેશને પણ ભારતના સંરક્ષણ માટે ભારતીયને જવાબદારી સોંપવાની માગણી કરી દેશી રાજ્યોની પ્રજાકીય પરિષદોની માગણી દેશી રાજ્યોની પ્રજાકીય પરિષદોના દેશવ્યાપી સંગઠન સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સે ક્રિપ્સને પોતાનું નિવેદન આપ્યું તેમાં કહ્યું કે આ દરખાસ્તો બ્રિટિશ ઇંડિયા માટે હોવા છતાં દેશી રજવાડાંઓની પ્રજા પર એની સીધી કે આડકતરી અસર પડ્યા વગર નહીં રહે વૉર કેબિનેટ એમ માનતી હોવાનું જણાય છે કે આવા મહત્ત્વના મુદાઓનો ઉકેલ આણવા માટે બ્રિટિશ સરકાર અને દેશી રાજાઓ પૂરતા છે રજવાડાંની નવ કરોડની પ્રજાનો તો ક્યાંય ઉલ્લેખ પણ નથી આજના સંકટકાળમાં અને નવી દુનિયાનું સર્જન કરવાની વાતો વચ્ચે આ દેખાડે છે કે બ્રિટન સરકાર કઈ રીતે વિચારે છે બ્રિટિશ સરકાર અને રાજાઓ વચ્ચે કોઈ સમજૂતી થઈ હોવાને બહાને ભારતનું રાજકીય વિઘટન કરવું એ આજની દુનિયામાં ન ચાલે આ સંધિઓ એક જમાનામાં થઈ હતી પણ તે વખતની સ્થિતિ આજે નથી રહી એ યાદ રાખવું જોઈએ કે માત્ર ૩૦ કે ૪૦ રાજાઓએ સંધિઓ કરી હતી અને એ સંધિઓમાં રાજ્યોની પ્રજાઓનો કંઈ પણ ફાળો નહોતો આ જરીપુરાણી સંધિઓ આજે લોકોના રાજકીય અને આર્થિક વિકાસમાં આડે આવે એ હવે સહન થાય તેમ નથી સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સે કોંગ્રેસની પૂર્ણ સ્વરાજની માગણી દોહરાવી ડિપ્રેસ્ડ ક્લાસિસ અને નરમપંથી શીખો ડિપ્રેસ્ડ ક્લાસિસના નેતા એમ સી રાજાએ બંધારણ સભાની રચનાનો વિરોધ કર્યો એમણે કહ્યું કે જાતિઓ અને પંથોમાં વહેંચાયેલા આ સમાજમાં ડિપ્રેસ્ડ ક્લાસિસને ચૂંટણી દ્વારા કંઈ પ્રતિનિધિત્વ મળે એવી કોઈ શક્યતા નથી દેશની ૯૦ ટકા ઊપજ ખેતીમાંથી મળે છે અને ખેતીકામમાં લાગેલા ૯૦ ટકા મજૂરો ડિપ્રેસ્ડ શ્રેણીના છે એમણે ભારતીય સંરક્ષણ પ્રધાન નીમવાનો પણ વિરોધ કર્યો એમણે કહ્યું કે કોંગ્રેસના હાથમાં આ પદ આવશે તો ડિપ્રેસ્ડ ક્લાસિસના લોકોને ગળે ટૂંપો દેવાની એને સત્તા મળી જશે મુસ્લિમ લીગ મુસ્લિમ લીગની વર્કિંગ કમિટી ૧૧મી એપ્રિલે મળી અને ક્રિપ્સની દરખાસ્તોને જેવી હતી તેવી જ સ્વીકારી લેવાનો ઇનકાર કરી દીધો જો કે વર્કિંગ કમિટીએ એનાં અમુક પાસાંની પ્રશંસા કરી જેમ કે પ્રાંતો માટે ભારતીય સંઘમાં જોડાવાનું મરજિયાત રાખ્યું તેમાં એને પાકિસ્તાનની શક્યતા દેખાઈ લીગે કહ્યું કે છેલ્લાં પચીસ વર્ષથી એણે દેશની બે મુખ્ય કોમો હિન્દુ અને મુસલમાન શાંતિથી રહી શકે તેવા પ્રયાસ કર્યા પણ એનું કંઈ પરિણામ ન આવ્યું આ કડવા અનુભવ પછી લીગ એવા તારણ પર પહોંચી છે કે બન્ને કોમોને એક જ યુનિયનમાં રાખવામાં ન્યાય પણ નથી અને એ શક્ય પણ નથી પ્રાંતોની ઍસેમ્બ્લીઓ એક આખા મતદાર મંડળ તરીકે બંધારણસભાને ચૂંટે એવી વ્યવસ્થાને પણ લીગે વખોડી કાઢી એનું કહેવું હતું કે મુસલમાનો અલગ મતદાર મંડળ દ્વારા ચુંટાયા છે પણ બંધારણસભાની પસંદગી વખતે એમનો આ અધિકાર ઝુંટવી લેવાય છે સંઘમાંથી છૂટા પડવાનો અધિકાર મુસલમાનોની ભાગલા માટેની માગણીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે પણ આ અધિકાર હમણાં જે પ્રાંતો છે તેમને આપવામાં આવ્યો છે આ પ્રાંતો વહીવટી કારણસર બન્યા છે અને એમની પાછળ કોઈ તર્ક નથી આ બાબતમાં મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાની દલીલો વચ્ચે સમાનતા છે કે આ પ્રાંતો વહીવટી કારણોસર બન્યા છે પરંતુ મુસ્લિમ લીગ એવો પણ સંકેત આપે છે કે પ્રાંતોની પુનર્રચના કરવી જોઈએ કે જેથી મુસલમાનોનાં હિતો સચવાય સંઘમાં જોડાવું કે નહીં તે વિશે ઍસેમ્બ્લીમાં સ્પષ્ટ નિર્ણય ન થઈ શકે તો લોકમતની દરખાસ્ત હતી તેનો પણ લીગે વિરોધ કર્યો કારણ કે આમાં લોકમત સમગ્ર પુખ્ત વસ્તીને આધારે લેવાનો હતો મુસલમાનોને અલગ ગણવાના નહોતા લીગનું કહેવું હતું કે એ રીતે મુસલમાનોના આત્મનિર્ણયના અધિકારની ઉપેક્ષા થશે મુસ્લિમ લીગની વર્કિંગ કમિટીએ કહ્યું કે ૧૯૪૦નો પાકિસ્તાન વિશેનો લાહોર ઠરાવ પૂરો ન સ્વીકારાયેલો હોય તેવી કોઈ પણ વ્યવસ્થા લીગને મંજૂર નથી આમ ક્રિપ્સ મિશન નિષ્ફળ રહ્યું રાજાજી ક્રિપ્સ મિશનને ટેકો આપે છે સ્ટેફર્ડ ક્રિપ્સની વિદાય પછી એ આઈ સી સી ની બેઠક ૨૯મી ઍપ્રિલે વર્ધામાં મળી પ્રમુખસ્થાનેથી મૌલાના અબુલ કલામ આઝાદે ક્રિપ્સ મિશનની યોજના પ્રત્યે કોંગ્રેસે લીધેલા વલણના વિગતવાર ખુલાસા કર્યા સંરક્ષણ સીધું જ વાઇસરૉય હસ્તક રહે તેનો કોંગ્રેસે વિરોધ કર્યો કારણ કે યુદ્ધના સમયમાં સંરક્ષણ જ સૌથી મહત્ત્વનો એકમાત્ર મુદ્દો બની રહે છે એના ખર્ચ અને વહીવટની અસર બધા વિભાગો પર પડે વ્યક્તિગત ઠરાવો કે સંતાનમે જે ઠરાવ રજૂ કર્યો તે ક્રિપ્સ મિશનની દરખાસ્તોને નકારી કાઢવાના કોંગ્રેસના સત્તાવાર વલણની વિરુદ્ધ હતો ચક્રવર્તી રાજગોપાલાચારી આ ઠરાવના પ્રેરક હતા આથી કોંગ્રેસ પ્રમુખે એમને ઠરાવ રજૂ કરવાની પરવાનગી આપી સંતાનમે ઠરાવને ટેકો આપ્યો એના પર મતદાન થયું ૧૨૦ સભ્યોએ ઠરાવની વિરુદ્ધ મત આપ્યો અને એના ટેકામાં માત્ર ૧૫ મત પડ્યા આમ રાજાજીનો ઠરાવ ઊડી ગયો ઠરાવમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય સરકાર બનાવવામાં નડતા બધા અવરોધો કોંગ્રેસે દૂર કરવા જોઈએ ઠરાવમાં કહ્યું હતું કે દેશની એકતાના અસ્પષ્ટ લાભના નામે વિવાદ ચાલુ રાખવો અને રાષ્ટ્રીય સરકાર ન બનવા દેવી એમાં શાણપણ નથી એટલે મુસ્લિમ લીગ અલગ થવાનો અધિકાર માગે છે તે માન્ય રાખવો અને એને સામેલ થવાનું આમંત્રણ આપીને રાષ્ટ્રીય સરકાર બનાવવા સંમત થવું જોઈએ રાજાજીના ઠરાવનો અર્થ દેશના ભાગલાનો સ્વીકાર કરવામાં રાજાજી સૌ પહેલા હતા એમનો મત હતો કે મુસ્લિમ લીગ પોતાની માંગ છોડવાની જ ન હોય તો કોંગ્રેસે ભારતીય સંઘમાંથી છૂટા પડવાનો એનો અધિકાર કબૂલ કરી લેવો જોઈએ આ મતભેદોનો લાભ અંગ્રેજોને મળે છે બ્રિટન કોમી સમસ્યાને બહાને સ્વતંત્રતાને પાછળ ઠેલતું રહ્યું છે પણ મુસ્લિમ લીગની વાત માની લેવાથી બ્રિટન પાસે આ બહાનું નહીં રહે આના પછી રાજાજીએ કોંગ્રેસ છોડી દીધી ૦૦૦ સંદર્ભઃ the indian annual register jan june 1942 vol i like loading author dipak dholakia posted on 04 03 2021 30 11 2024 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 28 india slavery and struggle for freedom part 4 chapter 27 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૨૭ ક્રિપ્સ મિશન ૧ ૧૯૪૧ના અંતમાં ગાંધીજીએ ફરી એક વાર કોંગ્રેસનું નેતૃત્વ છોડી દીધું આ વખતે કારણ વધારે સખત હતું મુંબઈના ઠરાવમાં ગાંધીજીને સત્યાગ્રહનું સુકાન ફરી સોંપવામાં આવ્યું હતું પણ તે પછીયે ગાંધીજી અને કોંગ્રેસના બીજા નેતાઓ વચ્ચે દૃષ્ટિભેદ ચાલુ રહ્યો હતો છેવટે ગાંધીજીએ કોંગ્રેસ પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદને પત્ર લખીને રાજીનામું આપી દીધું ૧૯૪૧ના ડિસેમ્બરની ૩૦મીએ બારડોલીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી તેમાં આ પત્ર પર ચર્ચા થઈ અને ગાંધીજીને મુક્ત કરવામાં આવ્યા ગાંધીજીએ પત્રમાં જણાવ્યું હતું કે પોતે મુંબઈના ઠરાવનું અર્થઘટન કરવામાં બહુ મોટી ભૂલ કરી હતી ગાંધીજીના અભિપ્રાય પ્રમાણે એ ઠરાવમાં સ્વરાજ માટેના અંદોલનમાં કોંગ્રેસે અહિંસાને કેન્દ્રસ્થાને મૂકી હતી અને ગાંધીજીના માનવા પ્રમાણે યુદ્ધને લગતી કોઈ પણ કાર્યવાહીમાંપણ કોંગ્રેસ ભાગ નહીં લે એમણે પત્રમાં લખ્યું કે બીજા બધા મુંબઈના ઠરાવનો અર્થ એવો નથી કરતા એટલે કે કોંગ્રેસ યુદ્ધમાં પણ જોડાય એ શક્ય છે પણ પોતે અહિંસાને મૂકી ન શકે એટલે કોંગ્રેસનું નેતૃત્વ છોડવાનો એમણે નિર્ણય કર્યો છે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ પૂરા સન્માન સાથે ગાંધીજીને મુક્ત કર્યા પરંતુ જાન્યુઆરી આવતાં યુદ્ધના નવા રંગ દેખાવા લાગ્યા હતા અને ભારત જ હુમલાનું નિશાન બને એ સ્થિતિમાં પણ ભારતની લડાઈ કેમ લડવી એ નક્કી કરવાનું કામ પણ બ્રિટનના જ હાથમાં હોય તેની સામે કોંગ્રેસનો વિરોધ હતો ક્રિપ્સ દિલ્હીમાં એ સમયે બ્રિટનમાં રૂઢિચુસ્ત પક્ષ અને મજૂર પક્ષની વૉર કૅબિનેટ ચર્ચિલના નેતૃત્વ હેઠળ કામ કરતી હતી એમાં લેબર પાર્ટીના સર સ્ટેફર્ડ ક્રિપ્સ પણ હતા ભારત માટે એમનું કૂણું વલણ હતું બીજી બાજુ ચર્ચિલ પર પણ દબાણ હતું કૅબિનેટે એક યોજના તૈયાર કરી અને ભારતના નેતાઓ સાથે એના વિશે ચર્ચા કરવા સર સ્ટેફર્ડ ક્રિપ્સને ભારત મોકલ્યા ૨૩મી માર્ચે ક્રિપ્સ દિલ્હી આવ્યા બ્રિટિશ સરકારની યોજના આ પ્રમાણે હતીઃ ૧ લડાઈ બંધ પડ્યા પછી તરત ભારતમાં બંધારણસભાની ચૂંટણી ૨ દેશી રજવાડાં બંધારણસભામાં જોડાય તેવી વ્યવસ્થા ૩ બ્રિટિશ સરકાર તરત જ એ બંધારણનો સ્વીકાર કરી લેશે પરંતુ એમાં બે અનિવાર્ય શરત હશે કે બ્રિટિશ ઇંડિયાનો કોઈ પણ પ્રાંત નવું બંધારણ ન સ્વીકારે અને હમણાંની બંધારણીય વ્યવસ્થા જાળવી રાખવા માગતો હશે તો એ પછીથી જ્યારે ફાવે ત્યારે જોડાઈ શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ જો કોઈ પ્રાંત નવું બંધારણ ન સ્વીકારે અને અલગ રહેવાની ઇચ્છા દેખાડે તો બ્રિટિશ સરકાર એને ભારત સંઘ જેવો જ પૂર્ણ દરજ્જો આપશે બીજી શરત એ હશે કે બંધારણ સભા અને બ્રિટિશ સરકાર વચ્ચે સંધિ થશે આ સંધિમાં સંપૂર્ણ સત્તા પરિવર્તન માટેની બધી વ્યવસ્થાનું પાલન કરવાની અને જાતિગત કે ધાર્મિક લાઘુમતીઓને રક્ષણ આપવાની વ્યવસ્થા જરૂરી વ્યવસ્થા હશે ૪ પ્રાંતોનાં નીચલાં ગૃહો બંધારણ સભા માટેના પ્રતિનિધિઓને ચૂંટશે દેશી રાજ્યોને પણ બંધારણ સભામાં પોતાનો પ્રતિનિધિ મોકલવાનો અધિકાર મળશે આ પ્રતિનિધિને બ્રિટિશ ઇંડિયામાંથી ચુંટાયેલા પ્રતિનિધિ જેવા જ અધિકાર પણ મળશે ૫ અત્યારના કટોકટીભર્યા સંજોગોમાં બ્રિટન ભારતના રક્ષણની જવાબદારી સંભાળે છે અને આગળ પણ સંરક્ષણ વિભાગ સીધો જ વાઇસરૉય હસ્તક રહેશે કોંગેસનો વિરોધ એક અઠવાડિયા પછી કોંગ્રેસ વર્કિંગ કમિટી આ બાબતમાં ચર્ચા કરવા દિલ્હીમાં મળી અને ક્રિપ્સે રજૂ કરેલી બ્રિટિશ સરકારની દરખાસ્તનો વિરોધ કર્યો આ દરખાસ્તમાં ભારતને તાત્કાલિક આઝાદ કરવાની કોંગ્રેસની માગણીનો પડઘો નહોતો પડતો ઠરાવમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ એ વાત પર ભાર મૂક્યો કે સપ્ટેમ્બર ૧૯૩૯માં લડાઈ શરૂ થઈ ત્યારથી જ કોંગ્રેસ કહે છે કે હિન્દુસ્તાનીઓ દુનિયાનાં પ્રગતિશીલ બળો સાથે ખભેખભા મેળવીને ઊભા રહેશે અને નવી સમસ્યાઓના મુકાબલા માટે પૂરી જવાબદારી લેશે આના માટે યોગ્ય માહૌલ તૈયાર કરવાની જરૂર હતી દેશને સંપૂર્ણ આઝાદી આપવી એ જ રસ્તો છે તે ઉપરાંત પ્રાંતોને નવી બંધારણ વ્યવસ્થાને નકારી કાઢવાનો અધિકાર અપાયો હતો કોંગ્રેસે આને દેશના ભાગલા ની દરખાસ્ત ગણાવી કોંગ્રેસે કહ્યું કે જે પ્રાંત ભારતીય સંઘમાં જોડાવા ન માગતો હોય તેને અલગ રહેવાની છૂટ આપવી તે હિન્દ્દુસ્તાનની એકતા પર કુઠારાઘાત છે વૉર કૅબિનેટની યોજનામાં આ નવો સિદ્ધાંત દાખલ કરવામાં આવ્યો છે આ સિદ્ધાંતને કારણે રજવાડાંઓને ભારતીય સંઘમાં સામેલ કરવાનું વધારે અઘરું બન્યું છે તે ઉપરાંત આખી યોજનામા...
|