Meta tags:
description= 5 posts published by Dipak Dholakia during May 2012;
Headings (most frequently used words):
છે, કે, નથી, પણ, અને, તો, હોય, એક, તે, આમ, એટલે, કારણ, અર્થ, પરંતુ, માત્ર, કરે, શકે, તમે, પ્રમાણ, જે, એમ, થાય, શબ્દ, આપણે, રીતે, એમાં, પર, કરી, તારણ, થઈ, તરીકે, રૅશનાલિસ્ટ, એના, પ્રત્યક્ષ, કોઈ, છીએ, આધાર, સાથે, પડે, કહે, પક્ષ, આથી, અથવા, એનો, નહીં, છેઃ, દ્વારા, એનું, સુધી, એને, ત્યારે, અસ્તિત્વ, તર્ક, સિદ્ધાંત, પોતે, આવે, માટે, દાખલા, અમુક, એની, દલીલ, સમાન, ચર્ચા, છળ, ન્યાય, ત્યાં, રૅશનાલિસ્ટો, પછી, રહે, સાબીત, અનુમાન, કઈં, હું, સાધન, વ્યક્તિ, ચર્ચામાં, જ્ઞાન, રૅશનાલિઝમ, ભાગ, વિશે, દર્શન, કરવો, માને, માનવું, સ્થાપિત, પહેલાં, સાચું, અહીં, ઐતિહાસિક, સામે, કરવામાં, તેને, વચ્ચે, પહેલા, છો, પ્રમાણનું, સમગ્ર, કહેવું, rationalism, આનો, શકાય, લોકો, થશે, જાય, મૂળ, આપે, વધારે, પદાર્થ, આધારે, જેવી, એનાં, ઇન્કાર, માણસ, બની, હોઈ, શું, આસ્થા, અનુભવવાદી, જોઇએ, કામ, ઇન્દ્રીયો, નાસ્તિક, માપદંડ, વિચાર, વિષય, મારી, અક્ષપાદ, બે, પ્રતિપક્ષ, જ્યારે, આગ, નિષ્ક્રિય, આહ્નિકમાં, બન્ને, by, india, કેટલાંક, નવો, ઉપયોગ, કશું, તર્કની, ક્યારેક, વળી, વૈજ્ઞાનિક, ચાલે, ખોટું, સત્ય, ધર્મને, તર્કનો, છતાં, કરીએ, જોઈએ, સ્વર્ગ, બહાર, ધર્મ, છું, માની, કરતો, શકો, જેવો, અનુભવ, એવો, જેમ, સમય, જોઈને, શબ્દનો, સૂત્રો, કરવાનું, રજુ, રંગ, ઉપચાર, તમારા, બ્રાહ્મણ, હવે, ગૌતમ, કરીને, ધ્યાનમાં, અસમાન, જુઓ, શંકા, ઇન્દ્રીયજન્ય, માનતા, પરથી, નૈયાયિક, કરો, પદાર્થનું, તુલના, માનીએ, ભરોસાપાત્ર, the, in, part, ભારતમાં, dipak, બીજો, આહ્નિક, દરેક, વ્યવહારમાં, સામાન્ય, વાત, કસોટીએ, ખરો, એમનું, આની, બીજા, હકીકતો, સિદ્ધાંતની, કેમ, જઈ, પ્રક્રિયા, સિવાય, સ્થાન, કરવા, સામાજિક, ધર્મનો, વાંધો, અનુમાનો, ધર્મની, શાશ્વત, આમાં, નર્કમાં, શી, કારણે, ધર્મમાં, કહી, માનતો, અસર, ભગવાન, બધું, લાગે, અનુભવને, તર્કવાદી, પડ્યો, વિચારને, પહોંચીએ, સવાલ, બીજી, તમારી, તેમ, હો, આવી, સ્વતંત્ર, ભારે, રચના, ચર્ચાનો, વિરોધી, પક્ષકાર, વિકૃત, થતી, આવ્યું, હલનચલન, ધ્વનિ, પ્રકાશ, ઉપરાંત, વાક્, વાપર્યો, બરાબર, છળમાં, સામો, શાબ્દિક, શબ્દને, ખોટો, ગરમ, આપવામાં, સાર્થક, અલગ, જુદા, તારણનો, અવલોકન, પ્રમાણને, પ્રમાણના, જવાબ, કાળ, ઝાડ, સમાનતાને, ગાય, વેદવાદીઓ, લેખ, પરની, dholakia, spam, blocked, હપ્તો, પહેલો, આવ્યો, વિવેક, વિના, સ્વીકારી, હોતો, મોટા, એવા, લાગુ, પ્રયોગો, ભૂલો, એવું, માહિતી, મળે, નીકળી, ચર્ચાઓ, પદ્ધતિ, થતો, નામ, સંપૂર્ણ, પદભ્રષ્ટ, કરનાર, દરમિયાન, પ્રકાશની, ગતિથી, સાચા, એમણે, ને, પ્રયોગ, સત્યનો, ચોકીદાર, તર્કનું, બહુ, કોઈને, નક્કર, કારણોસર, થયો, કારણો, લઈ, હોતા, અનુમાનોને, ઊભો, મૂલ્યો, જૈવિક, એણે, એકમ, રહેવું, વિકાસ, મૂળભૂત, વિરુદ્ધ, નર્ક, મળશે, બધા, કલ્પના, કોઈએ, કરશે, રહ્યું, સંગઠિત, રહેતું, માનું, ઈશ્વરમાં, ખરૂં, જોતાં, એમની, જોયો, રીત, કાં, હશે, વિતંડાવાદી, આગળ, તકવાદી, ઇન્દ્રીયોના, પ્રયોગશાળામાં, વસ્તુ, સિદ્ધ, મર્યાદા, પાસે, નજર, જો, ખાડામાં, પડી, ના, મેં, તને, પડતાં, જાણે, ઇન્દ્રીયના, કાઢે, કરતાં, પ્રાથમિક, જુએ, જ્યાં, હોવાનો, ઈશ્વરનું, તર્કથી, ઈશ્વરનો, સ્વીકાર, જેવા, રૅશનાલિઝમની, રસ્તા, અંતર, બાજુ, સેક્યુલરિઝમ, સંબંધ, સેક્યુલર, જોવાય, કેટલો, સેક્યુલરિઝમને, દુનિયાના, પ્રમાણે, ઊભી, પ્રાધાન્ય, માટેની, ચિંતન, સમયમાં, બારી, હોવી, ન્યાયસૂત્રના, બંધ, લઈએ, સ્થાપના, ઉદ્દેશ, કરવાની, શોધવાનો, દોષ, ઉત્તર, પ્રશ્ન, અનંત, આનું, અનંતતાનાં, તત્વો, સાબીતી, ખરેખર, પડછાયો, થયું, વીત્યા, પડવાથી, વસ્તુનો, નગારા, થાપ, દેખાય, હાજર, અસ્તિત્વમાં, છલ, પક્ષની, એવી, વક્તા, વ્યક્ત, મારા, પગ, ગયા, લઈને, જાતિ, કહ્યું, જ્ઞાનવાન, સદાચારી, વ્યક્તિગત, વિધાનને, બન્નેમાં, નાઇટ્રોજન, બધી, સમજે, કરવી, પોતાનું, કથન, સંશયના, સંશય, દૂર, ૬૯, સમજી, એમનો, ગુણ, લક્ષણોની, પરીક્ષા, લક્ષણો, દેખાડે, ગણાય, પદાર્થનો, માનવા, તારણને, આધારને, વ્યક્તિના, પ્રમાણનો, વજન, અનુભવનો, કાન, ગોળ, આત્મા, મન, વગેરેને, લીધાં, દિશા, સ્થળ, વગેરે, વસ્તુનું, વર્તમાનકાળ, જેટલી, તુલનાનો, નીકળતો, સરખાં, દર્શાવે, પ્રમાણમાં, ધુમાડો, સમાધાન, સૂત્ર, તાર્કિક, of, translated, sanskrit, મહિનો, મે, 2012, રૅશનાલિઝમઃ, response, to, comments, on, વિશેના, ટિપ્પણીઓનો, પ્રતિભાવ, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, સૂત્રઃ, અધ્યાય, વર્ષોથી, પ્રચારમાં, આપણા, શક્તિનો, બાબત, સ્વીકારવી, સમજીએ, તર્કને, અભિપ્રાયનો, અભિપ્રાય, પાર, ઊતરે, ભાગના, સંમત, કસોટી, વિજ્ઞાન, વિષયોમાં, કરાતી, સુધરે, અંતે, બને, વર્ષો, સિદ્ધાંતના, મૂળમાં, રહેલી, નવી, ડામાડોળ, વૈજ્ઞાનિકો, નવા, ખોજમાં, જૂનો, નબલો, ઠર્યો, તેની, અમલમાં, રાજ, હતો, શોધકનું, નામનિશાન, વિજ્ઞાનના, ઇતિહાસમાં, સન્માન, અંકિત, સિદ્ધાંતને, પુરોગામી, માન, લાર્જ, હેડ્રૉન, કોલાઇડરમાં, અત્યારે, જણાયું, કણ, ઝડપે, આઇન્સ્ટાઇને, કર્યું, ગતિએ, કોઇ, આજના, ભૌતિકશાસ્ત્રનો, આખું, ભૌતિકશાસ્ત્ર, બદલાઈ, સંશોધકોને, આઇન્સ્ટાઇનને, ઠરાવવા, ખોટા, પાડવામાં, રસ, જોવાની, શરૂઆત, દીધી, ક્યાંય, અવલોકનની, ભૂલ, રહી, ગઈ, તેના, આઇન્સ્ટાઇનનું, નક્કી, કેટલાયે, સીમાસ્તંભો, મહત્ત્વનું, માનવજીવનમાં, અગત્યનું, કબજો, આધિપત્ય, સ્થાપવા, દેતો, ચડાવે, ભૌતિક, જગતની, હોતી, મેદાન, વિચારજગત, ઉદ્, ભવ, ઘણાં, લેતા, સમજવાનો, પ્રયત્ન, ધર્મનાં, પાસાં, એવાં, કારણૉ, સમજાઈ, રહેલાં, માનવીય, ચડાવાય, વિતંડાવાદ, પરિણામ, ચલાવ્યા, રસ્તો, હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, લો, થયાં, સસ્તન, પ્રાણીઓમાં, સૌથી, નબળો, સમાજના, સહકારનું, મૂલ્ય, જરૂરિયાત, ઘટના, મતભેદ, હોવો, સહકારના, મૂલ્યની, જનારને, તેમાં, સજા, સ્વર્ગમાં, સુખ, તેનું, આલેખન, આવતું, ધર્મોમાં, નર્કની, એકસમાન, જોયાં, માન્યતાઓ, ધર્મો, થયા, હતી, માન્યતાઓનાં, નિયત, થયેલી, મર્યાદાઓની, શોધવાં, પડશે, માન્યતાઓનું, માણસે, બનાવ્યો, પહેલાંની, માન્યતાઓનો, સમાવેશ, લીધો, જરૂરી, શકીએ, માનતી, કહેવાની, આપણામાં, પ્રત્યે, ઐતિહસિક, દૃષ્તિકોણ, કેળવાશે, ઇતિહાસને, સમજવાના, મૂલવતા, જઈશું, જૂઓ, ધર્મોની, વિકસી, ભગવાનને, એકમતી, દેખાડો, જોઇશ, માનીશ, વિધાન, લેવું, સ્વીકારતો, સ્વીકારે, સમયે, યોગ્ય, મહત્ત્વ, લગભગ, કરતા, અનુભવની, શરીર, સંકળાયેલી, કચાશ, વ્યક્તિમાં, કરતી, આંખના, ડૉક્ટર, ચેક, કરાવવા, જનારા, જણના, નબર, સરખા, કાનના, મશીનની, જરૂર, રસ્તે, ચાલતાં, જાઉં, વાગ્યું, અનુભવવાદની, માન્ય, રાખતો, પરહ્તી, ત્ર્રણ, આધારિત, જણ, ઈજા, પગને, સમતળ, જમીન, ચાલવાની, ટેવ, જમીનની, સપાટીમાં, ફેરફાર, એકને, તેવી, બીજાને, વિચારે, વિવેકબુદ્ધિવાદી, વિશાળ, દૃષ્ટિથી, સૈદ્ધાંતિક, ભૌતિકશાસ્ત્રના, ક્ષેત્રમાં, કરનારા, પોતાનાં, ચકાસે, પ્રશ્નો, ખડા, ભલે, વિચારની, પ્રગતિ, વિચારતા, વિચારવું, ભગવાનના, ઍથીસ્ટ, એથીસ્ટ, પૂછે, જીવશાસ્ત્રનો, આશરો, લેશે, દૃષ્ટિએ, હા, વિવેકબુદ્ધિવાદીના, ઘણા, નાસ્તિકો, દે, ધર્મના, બનેલી, કોમને, વફાદાર, રૅશનાલિઝમને, સીધો, ધાર્મિક, સેક્યુલરનો, દુનિયાનું, દુનિયાનાં, ઘરમાં, લાઇટ, ઇલેકટ્રીશિયનને, બોલાવો, કોમનો, નાતનો, નોકરીએ, રાખો, કામમાં, કુશળ, જોવાનું, અલ્લાહમાં, ઑફિસમાં, ઑફિસનું, કરાય, પૂજા, પાઠ, નમાઝ, કશી, લેવાદેવા, કશો, ઝઘડો, જેને, પોતાના, લાવે, એટલી, સેક્યુલરિઝમની, માંગ, ઑફિસર, તમારે, ઑફિસના, હિતમાં, વિચારવાનું, મુખ્ય, પ્રધાન, બંધારણ, સોગંદ, લીધા, તેમાંથી, ફરજ, બજાવવાની, નાતજાત, સેક્યુલરિસ્ટ, ઘરે, પૂજાપાઠ, તીર્થયાત્રાએ, હજ, લાવી, ભાગે, ટક્કર, આપતી, આપનારા, કાર્લ, માર્ક્સ, ચિંતકો, રૅશનાલિઝમના, ટીકાકાર, રહ્યા, સાચો, મહત્ત્વનો, સમયની, પરિસ્થિતિથી, પ્રેરાયો, ભરોસો, રૅશનાલિઝમે, યોગ્યાયોગ્ય, સારાસારના, શક્તિએ, આધુનિક, ઓછામાં, ઓછા, ૨૦૦, વર્ષથી, નાખીએ, કેટલીયે, આશ્ચર્યજનક, વસ્તુઓ, આવશે, ખુલ્લી, ડોકિયું, લેશો, કોશિશ, કરીશ, આવું, દેખાડું, બાકી, ની, જ્ઞાનનો, અફાટ, સાગર, હપ્તાના, લેખમાં, જોયું, ગૌતમે, ન્યાયસૂત્રની, વિષયની, છણાવટના, ઉપરોક્ત, પુસ્તકના, અનુવાદક, સતીશ, ચંદ્ર, વિદ્યાભૂષણ, પહોંચ્યા, અધ્યાયની, આહ્નિકોની, બાકીનાં, પ્રકરણો, પાછળથી, ઉમેરાયેલાં, હોવાની, શક્યતા, અધ્યાયનાં, આહ્નિકો, ન્યાયદર્શન, વિચારણાનો, વાળીશું, ફરી, યાદ, તરફ, જતી, સૂત્રમાં, વિશેની, વીસ, ટૂંકાં, વિધાનો, રીતો, આવતી, ખામીઓ, દેખાડેલી, પરસ્પર, પક્ષો, હેતુ, વિજય, મેળવવાનો, જીતવા, ઠપકાને, પાત્ર, હુમલા, વિતંડા, કહેવાય, હેત્વાભાસ, દેખાવ, આંતર્વિરોધ, આવા, તર્કનાં, તારણો, પોતાનો, વિરોધ, કરનારી, આને, પ્રકરણસમ, પ્રશ્નનો, બનીને, ઉદાહરણ, જોઇએઃ, અવાજ, બન્નેનો, આપ્યું, સાધ્યસમ, કાલાતીત, કારણનો, ટકે, અપાય, પછીનું, ઓળખાય, પેદા, નહોતો, કારણનું, લેવા, જેવું, ચાલાકી, મૂકવો, પક્ષનો, વૈકલ્પિક, ત્રણ, પ્રકારનું, સ્પષ્ટતાથી, બોલ્યો, તેનાથી, જાણી, જુદો, જતાં, જવાબમાં, ઓહો, અસાવધાનીનો, લાભ, ગર્ભાવસ્થા, વાક્છળ, શક્ય, અશક્ય, ગણાવાય, વપરાયેલો, વાપરીને, અશક્યતા, દેખાડવી, પક્ષના, શબ્દના, તાત્પર્યને, નાખવું, વ્યક્તિને, દર્શાવીને, જાતિગત, નાખું, કહું, કારણસર, લેવો, અર્થમાં, સર્વસામાન્ય
Text of the page (most frequently used words):
અને (169), નથી (119), હોય (84), એટલે (65), પરંતુ (54), ન્યાય (43), આપણે (40), એમાં (37), કારણ (34), અર્થ (33), માત્ર (33), 2012 (31), માટે (30), કરી (30), તર્ક (30), રીતે (30), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), સાથે (28), કરે (27), ગૌતમ (27), #પ્રમાણ (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), શકે (26), એપ્રિલ (25), અથવા (25), એના (25), જૂન (24), માર્ચ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), થાય (24), કોઈ (24), હતો (24), શબ્દ (24), હતા (23), ફેબ્રુવારી (22), 2015 (22), વાત (22), નહીં (21), તમે (20), છીએ (20), એમણે (19), 2013 (18), 2022 (18), સુધી (18), પહેલાં (18), શકાય (18), તરીકે (18), એનું (18), આધાર (18), તારણ (18), દ્વારા (17), પોતે (17), એને (17), અધ્યાય (17), અક્ષપાદ (17), 2011 (16), રૅશનાલિઝમ (16), કઈં (16), એની (16), કહે (16), બહુ (16), એમના (16), બન્ને (16), દર્શન (16), અમુક (15), આધારે (15), વિશે (15), આથી (15), આજે (15), 2014 (14), મૂળ (14), રૅશનાલિસ્ટ (14), પડે (14), બીજા (14), 2025 (13), ત્યારે (13), આવે (13), બની (13), છેઃ (13), ચર્ચા (13), જ્ઞાન (13), india (12), સમય (12), વિચાર (12), આવી (12), એનો (12), આપે (12), હું (12), થયા (12), તર્કની (12), કર્યો (12), કરીને (12), જુદા (12), શ્લોક (12), the (12), પ્રત્યક્ષ (12), મારી (11), rationalism (11), છતાં (11), મળે (11), ત્યાં (11), સામે (11), જોઇએ (11), કરવામાં (11), રહ્યું (11), હતી (11), પછી (11), ગયા (11), રજુ (11), વૈશેષિક (11), પક્ષ (11), dipak (10), વચ્ચે (10), કહી (10), એનાં (10), સિદ્ધાંત (10), હતું (10), બૌદ્ધ (10), આવ્યું (10), પહેલા (10), સૂત્ર (10), શિષ્ય (10), લેખ (9), ચિંતન (9), પાસે (9), કરવો (9), વળી (9), વ્યક્તિ (9), અસ્તિત્વ (9), મેં (9), એમની (9), જાય (9), જોઈએ (9), રહી (9), વિના (9), એમનો (9), ઉલ્લેખ (9), કહ્યું (9), વેદ (9), કરો (8), dholakia (8), martyrs (8), freedom (8), struggle (8), જેવા (8), સામાજિક (8), એવો (8), માને (8), આમાં (8), ઇન્કાર (8), નાસ્તિક (8), દલીલ (8), આગળ (8), સમાન (8), તેને (8), થયો (8), દાખલા (8), રહે (8), એવા (8), ઈશ્વર (8), ભાગ (8), તાર્કિક (8), નહોતો (8), ચર્ચામાં (8), વેદના (8), મિમાંસા (8), ઋષિ (8), અક્ષપાદે (8), બારી (7), indian (7), તેમ (7), શું (7), પ્રમાણે (7), આનો (7), સાબીત (7), જેવી (7), કરતાં (7), જેવો (7), અનુમાન (7), કરતો (7), સાચું (7), ઐતિહાસિક (7), રૅશનાલિસ્ટો (7), સાધન (7), વિકાસ (7), અહીં (7), પદ્ધતિ (7), આપણા (7), એમનું (7), લોકો (7), શ્રી (7), એવી (7), હોત (7), જવાબ (7), હવે (7), મહત્વ (7), અલગ (7), part (7), બીજાં (7), હોવા (7), ગયો (7), વિચારધારાઓ (7), લીધું (7), બ્રાહ્મણ (7), જ્યારે (7), બ્રાહ્મણો (7), વેદમાં (7), રચના (7), પહેલો (7), like (6), uncategorized (6), ટિપ્પણીઓ (6), વિષય (6), આસ્થા (6), હોઈ (6), માનવું (6), ધર્મને (6), બધા (6), બીજી (6), મર્યાદા (6), થશે (6), તર્કવાદી (6), વધારે (6), સ્થાપિત (6), માની (6), હશે (6), બધું (6), દરેક (6), કારણે (6), સ્થાન (6), સમજવાનો (6), સિવાય (6), સૌથી (6), સામાન્ય (6), એમને (6), મને (6), માન્યતા (6), લખ્યું (6), વગેરે (6), ભારતમાં (6), થયું (6), ઉમેરા (6), વિરોધી (6), આસ્તિક (6), વ્યક્તિગત (6), કાળ (6), કર્યા (6), સમાધાન (6), કરવી (6), વિદ્યા (6), પરથી (6), ન્યાયસૂત્ર (6), ખંડમાં (6), ઇન્દ્રભૂતિ (6), શબ્દનો (6), ક્યાંક (6), translated (6), sanskrit (6), કહેવું (6), સમગ્ર (6), પ્રમાણનું (6), શોધો (5), categories (5), posted (5), author (5), loading (5), ચાલે (5), બહાર (5), ક્યારેક (5), કરીશ (5), રહ્યા (5), કામ (5), કરવા (5), માપદંડ (5), માણસ (5), જેમ (5), અનુભવવાદી (5), તર્કનો (5), ખોટું (5), આધારિત (5), સત્ય (5), ખરૂં (5), લાગે (5), ઇન્દ્રીયો (5), કેમ (5), કારણો (5), ઉપયોગ (5), લીધો (5), શકીએ (5), છું (5), પ્રત્યે (5), તર્કનું (5), રસ્તો (5), કરીએ (5), થયાં (5), કર્યું (5), પદાર્થ (5), તેના (5), ચર્ચાઓ (5), કેવું (5), કેટલાક (5), શંકા (5), ખરેખર (5), પેદા (5), નહોતા (5), માનતા (5), થતી (5), કરવાનો (5), આપી (5), કરવાની (5), ગુપ્ત (5), માર્ગ (5), પરમ (5), યોગ (5), શાસ્ત્ર (5), સાંખ્ય (5), વૈદિક (5), સર્જન (5), દર્શનને (5), માં (5), વિકૃત (5), આપ્યું (5), જાણી (5), આહ્નિક (5), ન્યાયસૂત્રની (5), આહ્નિકમાં (5), નિષ્ક્રિય (5), પ્રતિપક્ષ (5), blocked (4), નવી (4), spam (4), adventurous (4), subhashbabu (4), tags (4), અસર (4), નવો (4), પ્રક્રિયા (4), સંબંધ (4), માનતો (4), ઈશ્વરમાં (4), ધર્મ (4), હોવાનો (4), તર્કથી (4), સવાલ (4), બાજુ (4), અનુભવ (4), કરનારા (4), વૈજ્ઞાનિક (4), કશું (4), સમયે (4), શકો (4), વસ્તુ (4), વિરુદ્ધ (4), સ્વર્ગ (4), ધર્મમાં (4), સત્યનો (4), ચોકીદાર (4), સ્થાપવા (4), કેટલાંક (4), પરિણામ (4), નક્કી (4), પ્રયોગ (4), આવ્યો (4), અંતે (4), આભાર (4), મારા (4), ટિપ્પણી (4), મઝા (4), શબ્દને (4), જેટલી (4), પોતાની (4), એનાથી (4), તૈયાર (4), પ્રકાશ (4), હેતુ (4), પરંપરા (4), પ્રભાવ (4), મુદ્દો (4), ભારતીય (4), વિચારો (4), રહ્યો (4), વખતે (4), મળ્યું (4), વેદનો (4), બધાં (4), પ્રચલિત (4), શક્ય (4), તત્વની (4), સમાનતા (4), યાદ (4), બુદ્ધના (4), ઘણી (4), આપવામાં (4), માનવા (4), મનુસ્મૃતિ (4), મહાભારતના (4), મળી (4), ધીમે (4), લાગ્યા (4), પ્રમાણમાં (4), શાંતિપર્વ (4), સૂત્રના (4), રચયિતા (4), ઉપદેશ (4), ચાર (4), તત્વો (4), જોવું (4), કાઢવું (4), સરખામણી (4), વિદ્વાનો (4), અનુભવીઓનો (4), વલણ (4), અધ્યાત્મ (4), આત્મા (4), દેખાય (4), બુદ્ધ (4), મહાવીર (4), અરસામાં (4), સ્વામી (4), નામના (4), દર્શાવે (4), ન્યાયસૂત્રના (4), ખંડ (4), ઇન્દ્રભૂતિએ (4), પાસેથી (4), સમકાલીન (4), ગોતમના (4), અક્ષપાદનો (4), નામો (4), અહલ્યાના (4), ભરોસાપાત્ર (4), સૂત્રો (4), જોઈને (4), પદાર્થનું (4), માનીએ (4), તુલના (4), જુઓ (4), નૈયાયિક (4), ધ્યાનમાં (4), કરવાનું (4), તમારા (4), ઇન્દ્રીયજન્ય (4), રંગ (4), અસમાન (4), ઉપચાર (4), શરૂ (3), this (3), wordpress (3), com (3), other (3), સોમ (3), ભારે (3), સમયમાં (3), નજર (3), બાકી (3), મોટા (3), વિચારને (3), માર્ક્સ (3), ખરો (3), સ્વતંત્ર (3), ભરોસો (3), ધર્મનો (3), તમારી (3), લેવાદેવા (3), કશો (3), વ્યવહારમાં (3), પોતાના (3), મુખ્ય (3), ઈશ્વરનો (3), સ્વીકાર (3), રસ્તા (3), જાણે (3), અનુભવને (3), પડ્યો (3), અનુમાનો (3), ભગવાન (3), પહોંચીએ (3), જોતાં (3), કાં (3), કરતા (3), શરીર (3), રીત (3), મળશે (3), નર્કમાં (3), ધર્મની (3), જરૂરી (3), આની (3), કસોટીએ (3), હકીકતો (3), ભૌતિક (3), વાંધો (3), એવાં (3), ઊભો (3), બીજો (3), હોતો (3), શાશ્વત (3), એણે (3), ઘટના (3), થતો (3), અત્યારે (3), દરમિયાન (3), એવું (3), આખું (3), સમજીએ (3), તર્કને (3), લાગુ (3), માહિતી (3), સિદ્ધાંતની (3), જાણીએ (3), ફરી (3), જતાં (3), દૂર (3), જવું (3), શ્રદ્ધા (3), એટલું (3), પ્રજ્ઞાબહેને (3), શ્રદ્ધાનો (3), કદાચ (3), સિવાયનું (3), ઓપન (3), માઇંડ (3), સ્થાને (3), સત્તા (3), શાસન (3), નહોતી (3), મહત્વનો (3), પ્રશ્ન (3), આપ્યો (3), છેલ્લાં (3), વિષયો (3), ક્રાન્તિ (3), પછીના (3), જન્મ (3), માનવાનો (3), ગયું (3), દુઃખી (3), બાબતમાં (3), આનું (3), વિદ્વાને (3), ભૂમિકા (3), દર્શનની (3), સદી (3), શુદ્ધ (3), ચૂકી (3), મહત્વની (3), સામેના (3), સ્થાપના (3), ગણાય (3), અનાદર (3), ભાર (3), લક્ષણો (3), ત્રણ (3), લક્ષ્ય (3), યોગશાસ્ત્ર (3), પરંપરાથી (3), પરિણામે (3), મુક્તિનો (3), દેખાડ્યો (3), ક્રિયાઓ (3), પહોંચી (3), તિરસ્કાર (3), તેઓ (3), લૉજિક (3), દર્શનનો (3), વેદથી (3), દીધા (3), દેખાડ્યું (3), મુક્ત (3), વર્ષ (3), પૂર્વ (3), મતો (3), પોતાનું (3), હજી (3), સતીશ (3), વિદ્યાભૂષણ (3), રચાયાં (3), પરસ્પર (3), પક્ષો (3), નૈયાયિકો (3), ગૌતમે (3), અવાજ (3), પ્રકરણો (3), આહ્નિકો (3), જુદો (3), ઠપકો (3), સૂત્રમાં (3), ઉપર (3), અર્થમાં (3), હોવાનું (3), વાયુ (3), સમજણ (3), printed (3), apurva (3), krishna (3), boss (3), press (3), 1913 (3), published (3), sudhindranath (3), vasu (3), from (3), panini (3), office (3), bhuwaneswari (3), asrama (3), bahadurganj (3), allahabad (3), mahamahopadhyaaya (3), satisha (3), chandra (3), vidyabhushana (3), phd (3), college (3), calcutta (3), vol (3), viii (3), nyaya (3), gotama (3), edited (3), major (3), basu (3), retired (3), sacred (3), books (3), hindus (3), various (3), scholars (3), હપ્તો (3), વેદવાદીઓ (3), સાર્થક (3), સમાનતાને (3), ગાય (3), બરાબર (3), તારણનો (3), ખોટો (3), પ્રમાણના (3), ઝાડ (3), પ્રમાણને (3), ઉપરાંત (3), અવલોકન (3), હલનચલન (3), ચર્ચાનો (3), ગરમ (3), સામો (3), વાપર્યો (3), શાબ્દિક (3), વાક્ (3), છળમાં (3), ધ્વનિ (3), પક્ષકાર (3), site (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 338 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), ગુરુ (2), આવો (2), email (2), address (2), સંદેશ (2), રૅશનાલિઝમે (2), વિવેક (2), માટેની (2), દુનિયાના (2), ૨૦૦ (2), કેટલીયે (2), ભાગે (2), રૅશનાલિઝમની (2), પ્રાધાન્ય (2), ચિંતકો (2), સાચો (2), કેટલો (2), સેક્યુલરિઝમ (2), સેક્યુલર (2), ધાર્મિક (2), જોવાય (2), કોઈને (2), સેક્યુલરિઝમને (2), મૂળભૂત (2), એટલી (2), વિચારવાનું (2), ઊભી (2), કરશે (2), જ્યાં (2), ઈશ્વરનું (2), કરનાર (2), આશરો (2), દૃષ્ટિએ (2), અંતર (2), ઘણા (2), હોતા (2), ધર્મના (2), બનેલી (2), ઇન્દ્રીયના (2), કાઢે (2), ખાડામાં (2), તેવી (2), વિચારે (2), પ્રાથમિક (2), જુએ (2), પ્રયોગશાળામાં (2), અનુમાનોને (2), ભલે (2), રહેવું (2), લેવું (2), વિતંડાવાદી (2), તકવાદી (2), ઇન્દ્રીયોના (2), લગભગ (2), નક્કર (2), સિદ્ધ (2), પડી (2), તને (2), પડતાં (2), જોયો (2), જૂઓ (2), કલ્પના (2), સંગઠિત (2), કોઈએ (2), નર્ક (2), તેમાં (2), તેનું (2), માન્યતાઓ (2), ધર્મો (2), સ્વીકારી (2), સમાવેશ (2), રહેતું (2), માનું (2), કહેવાની (2), કબજો (2), ઉદ્ (2), કારણોસર (2), પ્રયત્ન (2), સમજાઈ (2), માનવીય (2), મૂલ્યો (2), જૈવિક (2), એકમ (2), નામ (2), સંપૂર્ણ (2), પદભ્રષ્ટ (2), લાર્જ (2), હેડ્રૉન (2), પ્રયોગો (2), પ્રકાશની (2), ગતિથી (2), સાચા (2), ખોટા (2), જોવાની (2), ભૂલો (2), મૂળમાં (2), વૈજ્ઞાનિકો (2), નીકળી (2), response (2), comments (2), લેખને (2), ઉદાહરણ (2), અઘરૂં (2), સાચી (2), ભાઈ (2), બનાવી (2), પાછળ (2), તરફ (2), પ્રયાસ (2), ગયેલા (2), કરવું (2), મર્યાદિત (2), લાગતું (2), આપણી (2), જશે (2), વ્યક્તિની (2), કહેવાય (2), ગમી (2), બીજું (2), વગર (2), પરાસ્ત (2), પ્રશ્નનો (2), મારે (2), કરેલી (2), લાગ્યો (2), જેવું (2), કહીએ (2), ઔદ્યોગિક (2), આખા (2), અંતિમ (2), ખોટી (2), મારો (2), વિશેના (2), આપું (2), પરની (2), xxx (2), આદ્ય (2), શંકરાચાર્ય (2), આક્ષેપ (2), રૂપે (2), હતાં (2), ક્ષેત્રે (2), તર્કના (2), પ્રાચીન (2), જેમાં (2), પ્રવેશ (2), સદીથી (2), ટકી (2), જગ્યાએ (2), વિશ્લેષણ (2), સમર્થક (2), વિચારધારાઓને (2), નહોતું (2), જીવનની (2), ચાર્વાકવાદીઓ (2), બધાથી (2), વલણો (2), સમયથી (2), લેવાય (2), તબક્કે (2), લેવો (2), યોગા (2), શારીરિક (2), પ્રબળ (2), પ્રાપ્તિ (2), અપાય (2), શરીરની (2), જેટલું (2), જુદું (2), પૃથક્કરણ (2), ક્રિયા (2), યજ્ઞો (2), ઘટમાળમાંથી (2), બુદ્ધે (2), મૌર્ય (2), વેદને (2), શબ્દના (2), ગૌણ (2), ઉપાયો (2), ચિંતનની (2), ભારતના (2), રૅશનલિસ્ટ (2), અંદર (2), ઊતર્યા (2), મળતાં (2), ખંડનાં (2), આહ્નિકોનો (2), સાર (2), લાંબો (2), તદ્દન (2), ટેકનિકલ (2), પ્રકારના (2), ખુલાસાઓમાં (2), ઊતરવાનું (2), કરશું (2), પોરો (2), ખાઈએ (2), xxxx (2), શાસ્ત્રો (2), ચન્દ્ર (2), વિકસવા (2), દેવાયું (2), ચરમ (2), સીમાએ (2), ન્યાયદર્શનનો (2), મહાભારત (2), રચનાકારની (2), કૃતિ (2), કાલખંડોમાં (2), થતા (2), વાર (2), વાતો (2), જોવા (2), ૧૦૬ (2), આદિપર્વમાં (2), ન્યાયનો (2), ચિકિત્સા (2), સન્માનપૂર્વક (2), આદિપર્વના (2), અશ્વમેધપર્વના (2), શાંતિપર્વના (2), ૨૧૦ (2), ૨૨માં (2), ન્યાયને (2), શિક્ષણની (2), શાખા (2), ખાસ (2), રાજાઓ (2), અધ્યયન (2), આવશ્યક (2), મનાતું (2), નજીક (2), આવવા (2), પક્ષોએ (2), નૈયાયિકોએ (2), વેદનાં (2), કથનોને (2), સાંખ્યની (2), સાંકળી (2), લેવામાં (2), ૧૮૦ (2), રાખવાને (2), બદલે (2), તર્કવિદ્યાના (2), વ્યસને (2), ચડી (2), જન્મમાં (2), શિયાળ (2), ૨૪૬ (2), પ્રસંગે (2), વેદાંતીઓને (2), સમક્ષ (2), પ્રગટ (2), તાકીદ (2), વાલ્મીકિ (2), રામાયણ (2), લોકોનું (2), માનસ (2), આન્વિક્ષિકીની (2), છીછરી (2), વાતોમાં (2), રાચે (2), તેમની (2), ટીકા (2), અયોધ્યા (2), કાંડ (2), સર્ગ (2), ૧૦૦ (2), મનુસ્મૃતિમાં (2), દ્વિજ (2), ધર્મસૂત્રોનો (2), હેતુશાસ્ત્ર (2), બહિષ્કાર (2), મનુસંઋતિ (2), દાવા (2), સાંભળીએ (2), જૈમિની (2), ઋષિના (2), શબ્દો (2), રાખવા (2), યજ્ઞ (2), સંબંધી (2), ચિતન (2), બ્રાહ્મણોએ (2), સૂત્રોને (2), આવકાર (2), જૈમિનીએ (2), ગ્રંથમાં (2), ક્રિયાલક્ષી (2), નકામું (2), ન્યાયસૂત્રોની (2), શરૂઆતમાં (2), સંહિતા (2), વિકસાવી (2), સ્વીકાર્યાઃ (2), જાણવો (2), છેલ્લા (2), તત્વમાં (2), આશય (2), શાસ્ત્રનો (2), વિદ્વાનના (2), અભિપ્રાયની (2), બ્રાહ્મણોમાંથી (2), કપિલ (2), મુનિ (2), જેમણે (2), મળતી (2), બ્રાહ્મણોનું (2), છાંદોગ્ય (2), બૃહદારણ્યક (2), કૌશિતકી (2), ઉપનિષદો (2), સંકેત (2), ક્ષત્રિયોએ (2), ઉત્તેજન (2), પરિપૂર્ણતાએ (2), પહોંચાડ્યું (2), આત્માનું (2), જાણકાર (2), ક્ષત્ત્રિયો (2), કુરુ (2), પાંચાલોની (2), સભામાં (2), ઉદ્દાલક (2), આરુણિ (2), સમજાવી (2), શકતો (2), રાજા (2), અજાતશત્રુ (2), આશ્વાસન (2), કર્મકાંડના (2), નિષ્ણાત (2), ફિલસુફી (2), કર્મકાંડ (2), વિદ્રોહ (2), વ્યક્તિનું (2), દર્શાવતી (2), ધારાઓ (2), વેદકાળમાં (2), ઉપનિષદ (2), ક્ષત્રિયો (2), વિદ્યામાં (2), આવતા (2), ઉપનિષદમાં (2), જનકરાજા (2), બ્રાહ્મણોની (2), માનનારા (2), આસ્તિકો (2), ઊઠાવવા (2), ક્ષત્રિય (2), બ્રાહ્મણોના (2), કર્મકાંડને (2), પુરુષાર્થ (2), ન્યાયદર્શનનું (2), સ્વાગત (2), ઈસવી (2), ૪૫૦ના (2), વાત્સાયન (2), પક્શિલા (2), ન્યાયદર્શનને (2), દર્શનો (2), સુસંગત (2), બનાવ્યું (2), પહેલું (2), ભાષ્ય (2), ભાષ્યો (2), લખાયાં (2), ચર્ચાસ્પદ (2), પાંચ (2), બબ્બે (2), ગ્રંથ (2), શ્રુતિ (2), લેખકનો (2), લખ્યો (2), ત્રીજા (2), ચોથા (2), વેદાંત (2), જેના (2), લેખકો (2), સંભવ (2), રચનાનો (2), પાંચમા (2), શાસ્ત્રાર્થમાં (2), પ્રતિસ્પર્ધીના (2), અર્થહીન (2), દાવાઓ (2), આપવો (2), સમજાવેલું (2), વિગતવાર (2), ચર્ચ્યા (2), છોડી (2), સંરચના (2), મહાવીરના (2), નંદી (2), સ્થાનાંગ (2), ભગવતી (2), સૂત્રનું (2), સંપાદન (2), આધારરૂપ (2), બાબતો (2), ગણાવી (2), બાબતોને (2), માનવામાં (2), બન્નેનું (2), સહિયારૂં (2), પાલી (2), ગ્રંથોમાં (2), ગોમતક (2), સંપ્રદાયનો (2), શ્રમણો (2), બ્રાહ્મણોમાં (2), તક્કી (2), તક્કિક (2), તર્કી (2), જણાવેલું (2), પાણીનીએ (2), સૂત્રનો (2), તેથી (2), સ્રોતોના (2), ૫૫૦માં (2), નિરુક્ત (2), શબ્દની (2), વ્યુત્પત્તિ (2), રચનાકાર (2), યાસ્કાચાર્ય (2), નામોની (2), નોંધવા (2), ત્રણેય (2), પૂછ્યું (2), ગૌતમનો (2), ઠરે (2), વર્ણના (2), ભેદ (2), શકતા (2), ઇન્સાફ (2), જસ્ટિસ (2), પાણિનીએ (2), ૩૫૦ (2), આશરે (2), સંસ્કૃતની (2), ધાતુ (2), માંથી (2), બન્યો (2), સ્રોતમાં (2), વાંચવા (2), નેત્ર (2), નયન (2), નેતા (2), નાં (2), સંતાનો (2), સૂચવે (2), સંસ્કૃતમાં (2), નિગમ (2), આન્વિક્ષિકી (2), ગોતમ (2), વંશમાં (2), પુરાણના (2), જણાવ્યા (2), પ્રભાસતીર્થના (2), શર્મા (2), નામક (2), બ્રાહ્મણના (2), જન્મભૂમિ (2), પ્રભાસતીર્થ (2), ગુજરાત (2), ગૌરવની (2), મિથિલા (2), પ્રદેશમાં (2), બિહારના (2), દરભંગા (2), જિલ્લામાં (2), લોકોક્તિ (2), સતી (2), પતિ (2), ઋષિનો (2), આશ્રમ (2), પ્રતીક (2), પથ્થર (2), સ્થાનો (2), સમન્વય (2), મિથિલામાં (2), શિક્ષણ (2), કાર્ય (2), પ્રભાસમાં (2), વંદનીય (2), સંપાદક (2), અન્ય (2), પૂર્વજોને (2), માનાંજલી (2), આપવાની (2), સ્પષ્ટતા (2), મારૂં (2), મૌલિક (2), પુસ્તકની (2), કૌંસમાં (2), મૂકી (2), તથ્યો (2), સંપાદકે (2), રજૂ (2), કર્યાં (2), મુજબ (2), pricipal (2), sutr (2), આજનો (2), પ્રસિદ્ધ (2), થયેલા (2), પુસ્તકને (2), અનુવાદક (2), વ્યક્તિના (2), વિધાનને (2), બધી (2), હાજર (2), ધુમાડો (2), નીકળતો (2), સમજી (2), લઈએ (2), વ્યક્ત (2), પદાર્થનો (2), કથન (2), સરખાં (2), તુલનાનો (2), બન્નેમાં (2), તારણને (2), વર્તમાનકાળ (2), વસ્તુનું (2), વગેરેને (2), લીધાં (2), દિશા (2), સ્થળ (2), વજન (2), અનુભવનો (2), કાન (2), પ્રમાણનો (2), ગોળ (2), આધારને (2), દોષ (2), લક્ષણોની (2), પરીક્ષા (2), અસ્તિત્વમાં (2), જાઓ (2), ગુણ (2), સંશય (2), દેખાડે (2), સંશયના (2), ઉદ્દેશ (2), હોવી (2), બંધ (2), સમજે (2), નાઇટ્રોજન (2), જાતિ (2), વક્તા (2), જ્ઞાનવાન (2), સદાચારી (2), લઈને (2), પક્ષની (2), વીત્યા (2), સાબીતી (2), પડવાથી (2), વસ્તુનો (2), નગારા (2), થાપ (2), પડછાયો (2), ઉત્તર (2), શોધવાનો (2), અનંત (2), અનંતતાનાં (2), design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, બુધ, મંગળ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, યોગ્યાયોગ્ય, સારાસારના, શક્તિએ, આધુનિક, ઓછામાં, ઓછા, વર્ષથી, નાખીએ, આશ્ચર્યજનક, વસ્તુઓ, આવશે, ખુલ્લી, ડોકિયું, લેશો, કોશિશ, આવું, દેખાડું, જ્ઞાનનો, અફાટ, સાગર, ટક્કર, આપતી, આપનારા, કાર્લ, રૅશનાલિઝમના, ટીકાકાર, મહત્ત્વનો, સમયની, પરિસ્થિતિથી, પ્રેરાયો, રૅશનાલિઝમને, સીધો, સેક્યુલરનો, દુનિયાનું, દુનિયાનાં, ઘરમાં, લાઇટ, ઇલેકટ્રીશિયનને, બોલાવો, કોમનો, નાતનો, નોકરીએ, રાખો, કામમાં, કુશળ, જોવાનું, અલ્લાહમાં, ઑફિસમાં, ઑફિસનું, કરાય, પૂજા, પાઠ, નમાઝ, કશી, ઝઘડો, જેને, લાવે, સેક્યુલરિઝમની, માંગ, ઑફિસર, તમારે, ઑફિસના, હિતમાં, પ્રધાન, બંધારણ, સોગંદ, લીધા, તેમાંથી, ફરજ, બજાવવાની, નાતજાત, સેક્યુલરિસ્ટ, ઘરે, પૂજાપાઠ, તીર્થયાત્રાએ, લાવી, ભગવાનના, ઍથીસ્ટ, એથીસ્ટ, પૂછે, જીવશાસ્ત્રનો, લેશે, વિવેકબુદ્ધિવાદીના, નાસ્તિકો, કોમને, વફાદાર, અનુભવવાદની, માન્ય, રાખતો, પરહ્તી, ત્ર્રણ, ઈજા, પગને, સમતળ, જમીન, ચાલવાની, ટેવ, જમીનની, સપાટીમાં, ફેરફાર, એકને, બીજાને, વિવેકબુદ્ધિવાદી, વિશાળ, દૃષ્ટિથી, સૈદ્ધાંતિક, ભૌતિકશાસ્ત્રના, ક્ષેત્રમાં, પોતાનાં, ચકાસે, પ્રશ્નો, ખડા, વિચારની, પ્રગતિ, વિચારતા, વિચારવું, વિધાન, સ્વીકારતો, સ્વીકારે, યોગ્ય, મહત્ત્વ, અનુભવની, સંકળાયેલી, કચાશ, વ્યક્તિમાં, કરતી, આંખના, ડૉક્ટર, ચેક, કરાવવા, જનારા, જણના, નબર, સરખા, કાનના, મશીનની, જરૂર, રસ્તે, ચાલતાં, જાઉં, વાગ્યું, ધર્મોની, વિકસી, ભગવાનને, એકમતી, દેખાડો, જોઇશ, માનીશ, સહકારના, મૂલ્યની, જનારને, સજા, સ્વર્ગમાં, સુખ, આલેખન, આવતું, ધર્મોમાં, નર્કની, એકસમાન, જોયાં, માન્યતાઓનાં, નિયત, થયેલી, મર્યાદાઓની, શોધવાં, પડશે, માન્યતાઓનું, માણસે, બનાવ્યો, પહેલાંની, માન્યતાઓનો, માનતી, આપણામાં, ઐતિહસિક, દૃષ્તિકોણ, કેળવાશે, ઇતિહાસને, સમજવાના, મૂલવતા, જઈશું, માનવજીવનમાં, અગત્યનું, આધિપત્ય, દેતો, ચડાવે, જગતની, હોતી, મેદાન, વિચારજગત, ઘણાં, લેતા, ધર્મનાં, પાસાં, કારણૉ, રહેલાં, ચડાવાય, વિતંડાવાદ, ચલાવ્યા, હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, સસ્તન, પ્રાણીઓમાં, નબળો, સમાજના, સહકારનું, મૂલ્ય, જરૂરિયાત, મતભેદ, હોવો, શોધકનું, નામનિશાન, વિજ્ઞાનના, ઇતિહાસમાં, સન્માન, અંકિત, સિદ્ધાંતને, પુરોગામી, માન, કોલાઇડરમાં, જણાયું, ઝડપે, આઇન્સ્ટાઇને, ગતિએ, કોઇ, આજના, ભૌતિકશાસ્ત્રનો, ભૌતિકશાસ્ત્ર, બદલાઈ, સંશોધકોને, આઇન્સ્ટાઇનને, ઠરાવવા, પાડવામાં, શરૂઆત, દીધી, ક્યાંય, અવલોકનની, ભૂલ, આઇન્સ્ટાઇનનું, કેટલાયે, સીમાસ્તંભો, મહત્ત્વનું, વર્ષોથી, પ્રચારમાં, શક્તિનો, બાબત, સ્વીકારવી, અભિપ્રાયનો, અભિપ્રાય, પાર, ઊતરે, ભાગના, સંમત, કસોટી, વિજ્ઞાન, વિષયોમાં, કરાતી, સુધરે, બને, વર્ષો, સિદ્ધાંતના, રહેલી, ડામાડોળ, નવા, ખોજમાં, જૂનો, નબલો, ઠર્યો, તેની, અમલમાં, રાજ, ઉત્તમભાઈ, ગજ્જરે, વર્તુળના, સાથીઓને, મોકલ્યો, સુખદ, આશ્ચર્ય, સુબોધભાઈ, શાહનો, ઉત્સાહવર્ધક, મળ્યો, સુબોધભાઈના, લેખો, અભીવ્યક્તી, આવ્યા, મળીએ, આવજો, લાઇક, મિત્રોનો, યશવંતભાઈની, શૈલીમાં, લખી, કાગળ, ચોંટાડેલી, ટિકિટ, ઉખેડવાનું, સાવ, ઉમંગો, લુપ્ત, જવાની, તહેવારો, ઉત્સવો, મેળામલાખા, રીતરિવાજોમાંથી, પ્રગટતી, આત્મીયતા, બધાંનું, વેદી, બલિદાન, આપવાનું, જીવનને, નીરસ, નજરે, દારૂ, પીવા, લગ્નમાં, ઢોલત્રાંસાં, વગાડવામાં, બંધી, વાતનો, અસ્તિત્વનાં, ભૌગોલિક, પરંપરાઓનો, ફાયદો, પૂર્વગ્રહોથી, વિચારોથી, આસ્થાના, અંચળા, નીચે, સહેલા, શોધવાની, લાલચમાંથી, બચી, જઈએ, ઘોડે, બેસી, યશવંતભાઈ, બેસો, ખાતરી, હમણાં, શકીલભાઈના, બ્લૉગ, વાંચ્યું, પ્યાલા, સબ્ર, ભરભર, નિકલ, જાએગા, ફિર, કહેગા, જીવનનો, પીવાનો, વનમાં, ચાલ્યા, ભીક્ષા, માગીને, ખાવું, પૂરતો, નાખ્યો, માણસોની, કરૂં, જીવી, એકાદ, દિવસ, ધારીએ, લાંબી, વિષયાંતર, પૂછીશ, શ્રદ્ધાની, શક્તિ, ગજબની, આત્મશ્રદ્ધા, ચંદ્રશેખર, આઝાદ, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, અશ્ફાકુલ્લાહ, રામપ્રસાદ, બિસ્મિલ, હસતે, મોઢે, મોતને, ભેટ્યા, નહોત, મોહનદાસ, કરમચંદ, ગાંધી, દક્ષિણ, આફ્રિકામાં, કામે, અર્ધું, મર્યાદાની, શસ્ત્ર, ચલાવતી, સ્થિતિનું, પરિબળ, ભજવતું, રાજગિરાભાઈને, જુગલભાઈને, ગમ્યું, વિસ્તારથી, ઇશારો, પરિબળો, કુતર્ક, ઘમંડ, અધિકાર, લાલચ, પરિબળોની, મદદ, કુતર્કનું, કેટલી, વિચાર્યા, ભૂલવું, દુનિયાની, સમસ્યાઓ, કુતર્કને, હિમાયત, કુતર્કની, શક્યતાનો, કરતું, હિટલરનો, મૅકૉલેનો, કહીશું, ગાંધીનો, પ્રજ્ઞાબહેન, રાજશક્તિ, રાજસત્તા, ડરતી, કુતર્કો, અમ્તે, રૅશનલ, માગી, તેવો, સમીરે, પ્રજ્ઞાબેનના, સમીર, કહેવાનું, બદલવા, ફિલોસોફરોએ, પરિસ્થિતિ, રાખે, સ્વાયત્ત, વિશુદ્ધ, સુરેશભાઈને, વાંદરા, મદારી, શબ્દથી, ઉબકા, હોમિયોપૅથીની, ગોળીઓ, આનંદ, પાડવાનો, લેખનો, વર્ષમાં, જનને, સ્પર્શે, ધારા, માર્ક્સવાદની, ગાંધીવાદની, ગાંધીવાદને, સામેલ, ગાંધીવાદ, જીવન, માર્ગદર્શક, થોથાં, લખવાનો, ગાંધીજી, કર્મયોગી, હતાઃ, ઍક્શન, પ્રોગ્રામ, ભૂપેન્દ્રસિંહભાઇએ, એમ્પીરિસિઝમ, સૂચવ્યા, વિચારવા, વિચારધારાની, લાંબા, ગાળે, પશ્ચિમના, વિશ્વના, પાડ્યો, મૂરજીભાઈ, ગડાનો, કોલાઇડરના, આઇન્સ્ટાઇનની, થિયરી, ઠરી, ખ્યાલ, આઇન્સ્ટાઇન, પડ્યા, સૌનું, સત્યની, શોધમાં, અંગત, રાગદ્વેષ, વારો, સૌએ, લેખનું, વધાર્યું, બદલ, મુદ્દા, સળંગ, આપીશ, ફોકસમાં, રહેશે, ટિપ્પણીઓનો, પ્રતિભાવ, પરંપરાની, શાખાઓ, સૌની, ઇચ્છા, આગામી, દિવસોમાં, શ્રેણીબદ્ધ, સૌને, જોડાવાનું, આમંત્રણ, પ્રખર, આસ્થાવાદી, વિરોધીઓનો, સિદ્ધાંતો, વેદમાંથી, તારવે, ચિંતનના, પરાભવમાં, શંકરચાર્યની, તર્કશક્તિની, મોટી, પતનનાં, આર્થિક, રાજકીય, સંયોગોમાં, શંકરાચાર્યે, આક્રમણ, ઈશ્વરના, સદીઓ, નવ્ય, હરીફ, ભક્તિના, માર્ગે, દર્શનમાં, વિકાસમાં, છેક, સત્તરમી, આવતાં, યુગલ, એકમેક, જોડાઈ, ગયાં, સુધીમાં, મુગલ, સત્તાનો, સૂરજ, અસ્તાચળે, પહોંચવા, તલપાપડ, આઠમી, બારમી, શંકરાચાર્યના, અદ્વૈત, રામાનુજાચાર્યના, વિશિષ્ટાદ્વૈતે, લોકોનાં, મસ્તિષ્કનો, તેરમી, સોળમી, દેશમાં, ભક્તિનું, મોજું, વળ્યું, સ્થિતિમાં, વિચારપરંપરાઓ, મહ્ત્વ, ઓછું, પબ્લિક, રિલેશન્સ, આવશ્યકતા, ઍડજસ્ટમેન્ટ, સિદ્ધાંતમાં, સાંધો, દેખાઈ, જતો, પ્રજાના, વર્ગમાં, આદરભર્યું, શાસ્ત્રને, નામે, કહેતા, હોઇએ, વિચારધારાઓની, છાંટ, વર્તાતી, અરે, ભાષામાં, મહાયાન, શાખાનો, ચૂક્યો, પદ્ધતિનો, ભરપૂર, વિચારધારાઓએ, એકબીજાને, લૉજિકનો, બન્નેએ, એકબીજામાંથી, ઘણું, બૌદ્ધો, ઈશ્વરવાદી, વાદ, વિવાદમાં, ઘટનાઓનો, યુગનો, એટલા, વિષ્ણુની, દેવ, સમ્રાટો, વૈષ્ણવ, ભક્તિને, ચારેય, વિચારધારાઓમાં, વર્ગની, ઉપયોગિતા, પ્રદાન, મહત્વનું, ખૂબીની, વિચારધારાઓના, સ્થાપકોએ, બુદ્ધની, યોગનો, સ્વીકાર્યો, નોંધ, સ્થિતિ, વિકાસકાળ, વિચારજગતને, કાલખંડમાં, બાંધી, નોંધી, ગ્રીકોના, સંપર્કમાં, ચૂક્યા, ફિલોસોફીના, સ્તરે, આદાનપ્રદાન, પશ્ચિમી, જગતે, ત્યારથી, ઉત્કૃષ્ટતાનું, પાસું, શકતી, આદર્શ, લાભો, ભૌતિકવાદી, શક્તિઓના, ઉત્થાનનાં, રહ્યાં, યોગની, દીર્ઘજીવિતા, જૂનું, યોગશાસ્ત્રમાં, મુકાયો, ચિંતિત, યોગશાસ્ત્રનું, પ્રાપ્તિનું, વચ્ચેની, મૂકીને, માનતું, બનાવીને, ખરેખરી, વેદપ્રણિત, ક્રિયાકલાપોમાં, કરાતા, મળતા, સ્વર્ગસુખને, કેન્દ્રીય, યોગશાસ્ત્રે, વ્યક્તિએ, મનની, શક્તિઓનો, પ્રકૃતિના, શરીરના, પૂર્ણ, સિદ્ધિ, મેળવવાનું, રાખીએ, ગ્રહણ, હઠયોગ, શરીરનું, દમન, શરીરનો, તત્વ, પહોંચવાનાં, અવાસ્તવિક, છોડીને, વધ્યા, બુદ્ધત્વ, પ્રાપ્ત, વેદવિરોધી
Text of the page (random words):
ું જ અસ્તિત્વ હોય છે એમ માનવું ખોટું છે સમગ્ર એનાં અંગભૂત ઘટકો પાછળ છુપાયેલું રહે છે સમગ્ર વિશે શંકા કરનારાએ સમજવાનું છે કે સમગ્ર ન હોય તો કશું જ પ્રત્યક્ષ ન થાય ૩ કેટલાક લોકો તારણને સાચા જ્ઞાનનું સાધન નથી માનતા એમનું કહેવું છે કે તારણનો આધાર ખોટો હોઈ શકે આ લોકો માને છે કે વર્તમાનકાળ નથી એક વસ્તુને તમે પડતી જુઓ છો ત્યારે એ જેટલી પડી ચૂકી છે તે એનો ભૂતકાળ છે અને હજી એ જેટલી પડવાની છે તે ભવિષ્યકાળ છે આમ વર્તમાનકાળ માત્ર તારણ છે જેનું કોઈ પ્રમાણ નથી નૈયાયિક એનો જવાબ આપે છે કે એ તારણ પ્રત્યક્ષ પ્રમાણના આધારે છે વર્તમાન ન હોય તો ભૂત અને ભવિષ્ય પણ ન હોઈ શકે કારણ કે એ વસ્તુનું અસ્તિત્વ શંકાનો વિષય નથી અસ્તિત્વ માત્ર વર્તમાનમાં જ હોય તુલના ૧ અમુક લોકો તુલનાને સાર્થક દલીલ નથી માનતા એમનું કહેવું છે કે તુલનાનો માપદંડ શો સંપૂર્ણ સમાનતાને માપદંડ માનીએ તો એમ કહેવું પડે કે ગાય ગાય જેવી છે આ બરાબર નથી લાગતું બહુ ઘણી સમાનતાને માપદંડ માનીએ તો એમ કહેવું પડે કે ભેંસ ગાય જેવી છે આનો પણ કઈં અર્થ નથી નીકળતો અને આંશિક સમાનતાને માપદંડ માનીએ તો કહેવું પડે કે એક આરસનો ટુકડો તાજ મહેલ જેવો છે આનો પણ કઈં અર્થ નથી વિરોધીઓનું કહેવું છે કે તારણ અને તુલના અમુક અંશે સરખાં છે બન્નેમાં જે પ્રત્યક્ષ નથી તે પ્રત્યક્ષ હોવાનો દાવો કરવામાં આવે છે ૨ પણ અક્ષપાદ ગૌતમ સમજાવે છે કે તારણ અને તુલના સરખાં નથી તુલનામાં જેવો જેવી જેવુંનો પ્રયોગ કરવો પડે છે આમ તુલનાનો આધાર જ્ઞાન છે આથી તુલના પોતે વિશિષ્ટ જ્ઞાન છે શબ્દ પ્રમાણ ૧ શબ્દ પ્રમાણ એટલે કોઈનું વિશ્વાસપાત્ર કથન અમુક લોકો કહે છે કે એ પણ તારણ જ છે કેમ કે એમાં પદાર્થનો ઇન્દ્રીયો દ્વારા અનુભવ થતો નથી ૨ નૈયાયિકનો જવાબ છે કે શબ્દ ભરોસાપાત્ર બનવાનું કારણ એ કે એ કહેનાર વ્યક્તિ ભરોસાપાત્ર છે તારણ અને શબ્દ પ્રમાણ એક જ પદાર્થને દર્શાવે છે પણ બન્ને જુદા રસ્તા અખત્યાર કરે છે તારણ સીધું જ નીકળે છે જ્યારે અહીં ભરોસાપાત્ર વ્યક્તિ વચ્ચે રહે છે ૩ પ્રત્યક્ષ પ્રમાણ શબ્દ પ્રમાણમાં સીધેસીધું હાજર નથી હોતું દાખલા તરીકે તંબુમાંથી ધુમાડો નીકળતો જોઈને આપણે આગનું અનુમાન કરીએ છીએ આગ અને ધુમાડો માત્ર રસોડામાં જોયા પછી એમનો સંબંધ સમજી લઈએ છીએ આમ એક ચિહ્ન જોઈને એના દ્વારા સૂચવાતા પદાર્થનું આપણે તારણ કાઢીએ છીએ અને શબ્દ દ્વારા વ્યક્ત કરીએ છીએ આ રીતે શબ્દ એક પદાર્થનું સૂચન કરે છે દાખલા તરીકે ભારત આ શબ્દ છે પણ એનું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ નથી તેમ છતાં આપણે એ શબ્દને પ્રમાણભૂત માનીએ છીએ શબ્દનો અર્થ એના સતત ઉપયોગથી સ્થાપિત થાય છે વેદવાદીઓ સાથે સમાધાન કોઈ પણ ભરોસાપાત્ર વ્યક્તિના વિધાનને શબ્દ પ્રમાણ માન્યા પછી છેલ્લાં બાર સૂત્રો સૂત્ર ૫૮થી અંતિમ સૂત્ર ૬૯ સુધી માં વેદવચનોને પણ શબ્દ પ્રમાણમાં સ્થાન આપવામાં આવ્યું છે એ દર્શાવે છે કે અક્ષપાદ ગૌતમ દ્વારા એ સૂત્રો નથી રચાયાં પણ પાછળના સમયમાં એમની રચના થઈ છે અહીં દલીલ બધી તાર્કિક છે અને વેદવાક્યને પ્રમાણ માનવા માટેનાં બધાં કારણ આપવામાં આવ્યાં છે પરંતુ એ અવશ્ય વેદવાદીઓ અને તર્કવાદીઓ વચ્ચે સમાધાનનો કાળ હશે એમ માની શકાય ભારતીય ચિંતનની આ મહાન તર્કવાદી પરંપરામાં ઈશ્વરનું અસ્તિત્વ માત્ર શબ્દ પ્રમાણ દ્વારા જ સિદ્ધ થઈ શકે છે અને એ વિષયને સ્પર્શ પણ કરવામાં નથી આવ્યો એ ઉલ્લેખનીય છે પરંતુ વેદવાદીઓ સાથે સમાધાન કરીને આ રૅશનાલિસ્ટ દર્શન પરાજિત ન થયું ઉલટું એની તાર્કિક પદ્ધતિ સર્વસ્વીકૃત બની અને એ રીતે એ કાલજયી ચિંતન બની રહ્યું છે હવે પછીના અંકમાં આપણે વૈશેષિક દર્શન વિશે જાણીશું એ પણ ભારતનું રૅશનાલિસ્ટ દર્શન છે અને ન્યાય દર્શન જેટલું જ રસપ્રદ છે આધારઃ the sacred books of hindus translated by various sanskrit scholars edited by major b d basu i m s retired vol viii the nyaya sutr of gotama translated by mahamahopadhyaaya satisha chandra vidyabhushana m a phd pricipal sanskrit college calcutta published by sudhindranath vasu from the panini office bhuwaneswari asrama bahadurganj allahabad printed by apurva krishna boss at the india press 1913 like loading author dipak dholakia posted on 20 05 2012 20 05 2012 categories uncategorized tags રૅશનાલિઝમ 10 ટિપ્પણીઓ rationalism in india part 3 માટે rationalism in india part 2 રૅશનાલિઝમ ભારતમાં ભાગ ૨ ન્યાય દર્શન પહેલો હપ્તો આજનો લેખ મેં ૯૯ વર્ષ પહેલાં પ્રસિદ્ધ થયેલા પુસ્તકને આધારે તૈયાર કર્યો છે the sacred books of hindus translated by various sanskrit scholars edited by major b d basu i m s retired vol viii the nyaya sutra of gotama translated by mahamahopadhyaaya satisha chandra vidyabhushana m a phd principal sanskrit college calcutta published by sudhindranath vasu from the panini office bhuwaneswari asrama bahadurganj allahabad printed by apurva krishna boss at the india press 1913 આપણા આ વંદનીય સંપાદક અને અન્ય પૂર્વજોને માનાંજલી આપવાની સાથે હું એ પણ સ્પષ્ટતા કરી દ્ ઉં કે આમાં મારૂં મૌલિક કઈં નથી સિવાય કે મૂળ પુસ્તકની જે રીતે સમજણ મળી તેના આધારે ક્યાંક ટિપ્પણી કરી હોય તે કૌંસમાં મૂકી છે બાકી તથ્યો માત્ર મૂળ સંપાદકે રજૂ કર્યાં તે મુજબ છે ન્યાય સૂત્ર ન્યાય સૂત્રના રચયિતા તરીકે ક્યાંક ગોતમ અને ક્યાંક ગૌતમ એવાં નામો મળે છે પરંતુ ગૌતમ એટલે ગોતમના વંશમાં પેદા થયા હોય તે અથવા એમના શિષ્ય એવો અર્થ થઈ શકે એટલે આ બહુ મહત્વનો મુદ્દો નથી વાયુ પુરાણના જણાવ્યા પ્રમાણે ગૌતમ અક્ષપાદ ઋષિ પ્રભાસતીર્થના સોમ શર્મા નામક બ્રાહ્મણના શિષ્ય હતા અને એમણે ન્યાયસૂત્રની જન્મભૂમિ પ્રભાસતીર્થ છે ગુજરાત માટે ગૌરવની વાત છે પરંતુ મિથિલા પ્રદેશમાં એટલે કે બિહારના દરભંગા જિલ્લામાં લોકોક્તિ છે કે આ ગૌતમ ઋષિ સતી અહલ્યાના પતિ હતા આજે પણ ત્યાં ગૌતમ ઋષિનો આશ્રમ અને અહલ્યાના પ્રતીક જેવો એક પથ્થર પણ છે એટલે બન્ને સ્થાનો વચ્ચે સમન્વય સ્થાપવા માટે એમ કહી શકાય કે અક્ષપાદનો જન્મ મિથિલામાં થયો હતો પરંતુ શિક્ષણ અને સર્જન કાર્ય પ્રભાસમાં થયું ન્યાય શબ્દનો અર્થ ન્યાય એટલે આપણે આજે પ્રચલિત અર્થમાં સમજીએ છીએ તે ઇન્સાફ કે જસ્ટિસ નથી પાણિનીએ ઈ પૂ ૩૫૦ આશરે સંસ્કૃતની મૂળ ધાતુ ઈ એટલે કે જવું માંથી આ શબ્દ બન્યો હોવાનું દેખાડ્યું છે ની આય બીજા સ્રોતમાં મને વાંચવા મળ્યું કે ની એટલે લઈ જાય તે અમુક સિદ્ધાંત પર લઈ જાય તે ન્યાય નેત્ર નયન નેતા આ બધા ની નાં જ સંતાનો છે આમ ન્યાયસૂત્ર એક પદ્ધતિ સૂચવે છે સંસ્કૃતમાં એનાં બીજાં નામો નિગમ આન્વિક્ષિકી હેતુ વિદ્યા પ્રમાણ શાસ્ત્ર તર્ક વિદ્યા વગેરે પણ મળે છે અક્ષપાદનો સમય પાણીનીએ ન્યાય સૂત્રનો ઉલ્લેખ કર્યો છે તેથી અક્ષપાદ એનાથી પહેલાં થયા હોવા જોઇએ જુદા જુદા સ્રોતોના આધારે એમ કહી શકાય કે અક્ષપાદ ઋષિ ઈ પૂ ૫૫૦માં થઈ ગયા આ જ અરસામાં નિરુક્ત શબ્દની વ્યુત્પત્તિ ના રચનાકાર યાસ્કાચાર્ય પણ થઈ ગયા આમ તેઓ ગૌતમ બુદ્ધના સમકાલીન થયા એ વખતે મહાવીર સ્વામી નહોતા રહ્યા પરંતુ એમના શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ એમના સમકાલીન હતા નામોની સમાનતા નોંધવા જેવી છે અક્ષપાદ બુદ્ધ અને ઇન્દ્રભૂતિ ત્રણેય ગૌતમ છે આથી જ મેં ઉપર પૂછ્યું છે કે ગૌતમનો અર્થ ગોતમના શિષ્ય એવો થાય કે નહીં એમ હોય તો ગૌતમ એક પરંપરા ઠરે અને એમાં વર્ણના ભેદ વિના લોકો આવી શકતા હતા એમ કહી શકાય મહાવીરના શિષ્ય ઇન્દ્રભૂતિએ નંદી સૂત્ર સ્થાનાંગ સૂત્ર અને ભગવતી સૂત્રનું સંપાદન કર્યું છે અને એમાં પ્રમાણ એટલે કે જ્ઞાન માટે આધારરૂપ ચાર બાબતો ગણાવી છેઃ જોવું તારણ કાઢવું સરખામણી કરવી અને શબ્દ વિદ્વાનો અને અનુભવીઓનો મત ન્યાય સૂત્રમાં પણ આ બાબતોને આધાર માનવામાં આવી છે અક્ષપાદે ઇન્દ્રભૂતિ પાસેથી લીધું કે ઇન્દ્રભૂતિએ અક્ષપાદ પાસેથી લીધું અથવા તો બન્નેનું એ સહિયારૂં સર્જન છે તે નક્કી કરવાનો કોઈ રસ્તો નથી બૌદ્ધ પાલી ગ્રંથોમાં ગોમતક નામના સંપ્રદાયનો ઉલ્લેખ છે અને શ્રમણો અને બ્રાહ્મણોમાં કેટલાક તક્કી અથવા તક્કિક તર્કી અથવા તાર્કિક છે એમ જણાવેલું છે ન્યાયસૂત્રની સંરચના ન્યાયસૂત્રના પાંચ ખંડ છે દરેક ખંડમાં બબ્બે પ્રકરણો આહ્નિકો છે ન્યાય દર્શનનો આ સૌથી પહેલો ગ્રંથ છે આજે જે ન્યાયસૂત્ર મળે છે તે અક્ષપાદે પોતે જ આખું લખ્યું છે એ શ્રુતિ પરંપરાથી આપણા સુધી આવ્યું છે તે આપણે જાણી શકીએ તેમ નથી લેખકનો મત છે કે અક્ષપાદે માત્ર પહેલો ખંડ બે આહ્નિક લખ્યો હશે બીજા ત્રીજા અને ચોથા ખંડમાં વૈશેષિક યોગ મિમાંસા વેદાંત અને બૌદ્ધ મતો રજુ થયા છે જેના લેખકો બીજા હોવાનો સંભવ છે રચનાનો સમય પણ જુદો હોય એમ લાગે છે પાંચમા ખંડમાં શાસ્ત્રાર્થમાં પ્રતિસ્પર્ધીના અર્થહીન દાવાઓ અને એને ઠપકો કેમ આપવો એ સમજાવેલું છે અક્ષપાદે પોતે તો આ વિષયો વિગતવાર ચર્ચ્યા વિના છોડી દીધા છે તે પછી ઈસવી સન ૪૫૦ના અરસામાં વાત્સાયન અથવા પક્શિલા સ્વામી નામના વિદ્વાને એમાં ઉમેરા કર્યા છે અને ન્યાયદર્શનને બીજાં દર્શનો સાથે સુસંગત બનાવ્યું છે એમણે એના પર પહેલું ભાષ્ય લખ્યું ન્યાયસૂત્ર પર દસ ભાષ્યો લખાયાં છે તે દર્શાવે છે કે એ બહુ ચર્ચાસ્પદ રહ્યું હશે ન્યાયદર્શનનું સ્વાગત અને તિરસ્કાર છાંદોગ્ય બૃહદારણ્યક અને કૌશિતકી ઉપનિષદો સંકેત આપે છે કે આ અધ્યાત્મ વિદ્યા ને સૌથી પહેલાં તો ક્ષત્રિયોએ ઉત્તેજન આપ્યું અને એને પરિપૂર્ણતાએ પહોંચાડ્યું આત્માનું જ્ઞાન વેદના જાણકાર બ્રાહ્મણો પાસે નહીં પણ શાસન કરનારા ક્ષત્ત્રિયો પાસે છે કુરુ પાંચાલોની એક સભામાં ઉદ્દાલક આરુણિ દુઃખી છે કારણ કે એ આત્મા વિશે બહુ સમજાવી શકતો નથી રાજા અજાતશત્રુ એને આશ્વાસન આપે છે કે એનું કારણ એ કે બ્રાહ્મણો પાસે એનું જ્ઞાન નથી બ્રાહ્મણો પૂર્વ મિમાંસા એટલે કે વૈદિક કર્મકાંડના નિષ્ણાત હતા એમને ફિલસુફી સાથે લેવાદેવા નહોતી વેદના કર્મકાંડ સામે વિદ્રોહ કરીને વ્યક્તિનું મહત્વ દર્શાવતી વિચાર ધારાઓ વેદકાળમાં જ શરૂ થઈ ગઈ હતી એ ઉપનિષદ કાળ હતો ક્ષત્રિયો અધ્યાત્મ વિદ્યામાં આગળ આવતા હતા એ વાત ઉપનિષદમાં જનકરાજા ઉપદેશ આપે છે તેના પરથી પણ દેખાય છે બ્રાહ્મણોની સત્તા સામે વેદમાં માનનારા આસ્તિકો પણ અવાજ તો ઊઠાવવા લાગ્યા હતા બુદ્ધ અને મહાવીર બન્ને વેદના વિરોધી અને ક્ષત્રિય હતા એમણે પણ બ્રાહ્મણોના કર્મકાંડને સ્થાને વ્યક્તિગત પુરુષાર્થ દ્વારા મુક્તિનો માર્ગ દેખાડ્યો આ પહેલાં બ્રાહ્મણોમાંથી માત્ર કપિલ મુનિ થયા કે જેમણે સાંખ્ય દર્શન આપ્યું પરંતુ એમની કોઈ રચના મળતી નથી આથી એમના પ્રત્યે બ્રાહ્મણોનું વલણ કેવું રહ્યું તે જાણી શકાય એમ નથી જો કે ન્યાય સૂત્ર પ્રત્યે એમનું વલણ કેવું હતું તે આપણે જાણીએ છીએ અક્ષપાદ ગૌતમે ન્યાયસૂત્રોની રચના કરી તેને શરૂઆતમાં વૈદિક સંહિતા સાથે કશો સંબંધ નહોતો એમણે શુદ્ધ તર્ક પર આધારિત પદ્ધતિ વિકસાવી એમણે પણ પ્રમાણ માટે ચાર તત્વો સ્વીકાર્યાઃ જોવું તારણ કાઢવું સરખામણી કરવી અને વિદ્વાનો અને અનુભવીઓનો મત જાણવો પરંતુ આ છેલ્લા તત્વમાં એમનો આશય વેદ કે કોઈ શાસ્ત્રનો શબ્દ માનવાનો નહોતો એમણે કોઈ પણ વિદ્વાનના અભિપ્રાયની વાત કરી હતી બ્રાહ્મણોએ ન્યાય સૂત્રોને આવકાર ન આપ્યો મિમાંસા સૂત્રના રચયિતા ઋષિ જૈમિનીએ તો એમના ગ્રંથમાં કહ્યું છે કે વેદનો ઉપદેશ ક્રિયાલક્ષી છે અને તે સિવાયનું એમાં જે કઈં એટલે કે ચિંતન હોય તે નકામું છે મિમાંસા ૧ ૨ ૧ આજે આપણે એવા દાવા સાંભળીએ છીએ કે વેદમાં બધું જ છે ત્યારે જૈમિની ઋષિના આ શબ્દો યાદ રાખવા જેવા છે કે એમાં માત્ર યજ્ઞ સંબંધી ક્રિયાઓ છે ચિતન તો નથી એ જ રીતે મનુસ્મૃતિમાં કહ્યું છે કે જે દ્વિજ વેદ અને ધર્મસૂત્રોનો અનાદર કરે અને હેતુશાસ્ત્ર લૉજિક પર ભરોસો કરે તે નો બહિષ્કાર કરવો જોઈએ મનુસંઋતિ અધ્યાય ૨ શ્લોક ૨ વાલ્મીકિ રામાયણ પણ જે લોકોનું માનસ વિકૃત છે અને આન્વિક્ષિકીની છીછરી વાતોમાં રાચે છે તેમની ટીકા કરે છે અયોધ્યા કાંડ સર્ગ ૧૦૦ મહાભારતના શાંતિપર્વ અધ્યાય ૧૮૦ માં એક ઘટના આપી છે એક તર્કવાદી બ્રાહ્મણ વેદમાં શ્રદ્ધા રાખવાને બદલે તર્કવિદ્યાના વ્યસને ચડી ગયો હતો અને બહુ જ ચર્ચાઓ કર્યા કરતો હતો પરિણામે બીજા જન્મમાં શિયાળ બની ગયો શાંતિપર્વ અધ્યાય ૨૪૬ માં બીજા એક પ્રસંગે વેદાંતીઓને એમના વિચારો નૈયાયિકો સમક્ષ પ્રગટ ન કરવાની તાકીદ કરવામાં આવી છે સમાધાન પરંતુ ધીમે ધીમે બન્ને પક્ષો નજીક આવવા લાગ્યા બન્ને પક્ષોએ સમાધાન કરી લીધું નૈયાયિકોએ શબ્દ પ્રમાણમાં વેદનાં કથનોને પણ માન્યતા આપી અને ન્યાય દર્શનને પણ વૈશેષિક યોગ અને સાંખ્યની સાથે સાંકળી લેવામાં આવ્યું હવે ન્યાય દર્શન શિક્ષણની મહત્વની શાખા બની રહ્યું ખાસ કરીને રાજાઓ માટે એનું અધ્યયન આવશ્યક મનાતું મહાભારત કે મનુસ્મૃતિ એક જ સમયે નથી રચાયાં કે એક જ રચનાકારની કૃતિ નથી જુદા જુદા કાલખંડોમાં એમાં ઉમેરા થતા ગયા છે ઘણી વાર તો એક સાથે પરસ્પર વાતો જોવા મળે છે મનુસ્મૃતિ અધ્યાય ૧૨ શ્લોક ૧૦૬ કહે છે કે ધર્મને વેદથી વિરુદ્ધ ન હોય એવા તર્કથી સમજવાનો છે મહાભારતના આદિપર્વમાં ન્યાયનો ઉલ્લેખ ચિકિત્સા શાસ્ત્ર સાથે સન્માનપૂર્વક કરવામાં આવ્યો છે અધ્યાય ૧ શ્લોક ૬૭ વળી આદિપર્વના અધ્યાય ૭૦ શ્લોક ૪૪ અશ્વમેધપર્વના અધ્યાય ૮૫ શ્લોક ૨૭ અને શાંતિપર્વના અધ્યાય ૨૧૦ શ્લોક ૨૨માં પણ ન્યાયને માન્યતા મળી છે ન્યાયદર્શનનો પ્રભાવ ન્યાય દર્શનને કારણે બીજાં શાસ્ત્રો પણ પોતાની વાત તર્ક દ્વારા રજુ કરતાં થયાં પરંતુ અનુવાદક સતીશ ચન્દ્ર વિદ્યાભૂષણ કહે છે કે ન્યાય દર્શનને એની રીતે વિકસવા દેવાયું હોત તો એ એની ચરમ સીમાએ પહોંચી ગયું હોત xxxx આ થઈ ભારતના પહેલા રૅશનલિસ્ટ દર્શનની વાત પરંતુ હજી આપણે એની અંદર તો ઊતર્યા જ નથી સમય મળતાં એના પહેલા ખંડનાં બે આહ્નિકોનો સાર રજુ કરીશ આજે તો લેખ લાંબો થઈ ગયો છે એટલે તદ્દન ટેકનિકલ પ્રકારના ખુલાસાઓમાં ઊતરવાનું શક્ય નથી આગળ વાત કરશું પણ અત્યારે પોરો ખાઈએ rationalism in india part 2 રૅશનાલિઝમ ભારતમાં ભાગ ૨ ન્યાય દર્શન પહેલો હપ્તો આજનો લેખ મેં ૯૯ વર્ષ પહેલાં પ્રસિદ્ધ થયેલા પુસ્તકને આધારે તૈયાર કર્યો છે the sacred books of hindus translated by various sanskrit scholars edited by major b d basu i m s retired vol viii the nyaya sutr of gotama translated by mahamahopadhyaaya satisha chandra vidyabhushana m a phd pricipal sanskrit college calcutta published by sudhindranath vasu from the panini office bhuwaneswari asrama bahadurganj allahabad printed by apurva krishna boss at the india press 1913 આપણા આ વંદનીય સંપાદક અને અન્ય પૂર્વજોને માનાંજલી આપવાની સાથે હું એ પણ સ્પષ્ટતા કરી દ્ ઉં કે આમાં મારૂં મૌલિક કઈં નથી સિવાય કે મૂળ પુસ્તકની જે રીતે સમજણ મળી તેના આધારે ક્યાંક ટિપ્પણી કરી હોય તે કૌંસમાં મૂકી છે બાકી તથ્યો માત્ર મૂળ સંપાદકે રજૂ કર્યાં તે મુજબ છે ન્યાય સૂત્ર ન્યાય સૂત્રના રચયિતા તરીકે ક્યાંક ગોતમ અને ક્યાંક ગૌતમ એવાં નામો મળે છે પરંતુ ગૌતમ એટલે ગોતમના વંશમાં પેદા થયા હોય તે અથવા એમના શિષ્ય એવો અર્થ થઈ શકે એટલે આ બહુ મહત્વનો મુદ્દો નથી વાયુ પુરાણના જણાવ્યા પ્રમાણે ગૌતમ અક્ષપાદ ઋષિ પ્રભાસતીર્થના સોમ શર્મા નામક બ્રાહ્મણના શિષ્ય હતા અને એમણે ન્યાયસૂત્રની જન્મભૂમિ પ્રભાસતીર્થ છે ગુજરાત માટે ગૌરવની વાત છે પરંતુ મિથિલા પ્રદેશમાં એટલે કે બિહારના દરભંગા જિલ્લામાં લોકોક્તિ છે કે આ ગૌતમ ઋષિ સતી અહલ્યાના પતિ હતા આજે પણ ત્યાં ગૌતમ ઋષિનો આશ્રમ અને અહલ્યાના પ્રતીક જેવો એક પથ્થર પણ છે એટલે બન્ને સ્થાનો વચ્ચે સમન્વય સ્થાપવા માટે એમ કહી શકાય કે અક્ષપાદનો જન્મ મિથિલામાં થયો હતો પરંતુ શિક્ષણ અને સર્જન કાર્ય પ્રભાસમાં થયું ન્યાય શબ્દનો અર્થ ન્યાય એટલે આપણે આજે પ્રચલિત અર્થમાં સમજીએ છીએ તે ઇન્સાફ કે જસ્ટિસ નથી પાણિનીએ ઈ પૂ ૩૫૦ આશરે સંસ્કૃતની મૂળ ધાતુ ઈ એટલે કે જવું માંથી આ શબ્દ બન્યો હોવાનું દેખાડ્યું છે ની આય બીજા સ્રોતમાં મને વાંચવા મળ્યું કે ની એટલે લઈ જાય તે અમુક સિદ્ધાંત પર લઈ જાય તે ન્યાય નેત્ર નયન નેતા આ બધા ની નાં જ સંતાનો છે આમ ન્યાયસૂત્ર એક પદ્ધતિ સૂચવે છે સંસ્કૃતમાં એનાં બીજાં નામો નિગમ આન્વિક્ષિકી હેતુ વિદ્યા પ્રમાણ શાસ્ત્ર તર્ક વિદ્યા વગેરે પણ મળે છે અક્ષપાદનો સમય પાણીનીએ ન્યાય સૂત્રનો ઉલ્લેખ કર્યો છે તેથી અક્ષપાદ એનાથી પહેલાં થયા હોવા જોઇએ જુદા જુદા સ્રોતોના આધારે એમ કહી શકાય કે અક્ષપાદ ઋષિ ઈ પૂ ૫૫૦માં થઈ ગયા આ જ અરસામાં નિરુક્ત શબ્દની વ્યુત્પત્તિ ના રચનાકાર યાસ્કાચાર્ય પણ થઈ ગયા આમ તેઓ ગૌતમ બુદ્ધના સમકાલીન થયા એ વખતે મહાવીર સ્વામી નહોતા રહ્યા પરંતુ એમના શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ એમના સમકાલીન હતા નામોની સમાનતા નોંધવા જેવી છે અક્ષપાદ બુદ્ધ અને ઇન્દ્રભૂતિ ત્રણેય ગૌતમ છે આથી જ મેં ઉપર પૂછ્યું છે કે ગૌતમનો અર્થ ગોતમના શિષ્ય એવો થાય કે નહીં એમ હોય તો ગૌતમ એક પરંપરા ઠરે અને એમાં વર્ણના ભેદ વિના લોકો આવી શકતા હતા એમ કહી શકાય મહાવીરના શિષ્ય ઇન્દ્રભૂતિએ નંદી સૂત્ર સ્થાનાંગ સૂત્ર અને ભગવતી સૂત્રનું સંપાદન કર્યું છે અને એમાં પ્રમાણ એટલે કે જ્ઞાન માટે આધારરૂપ ચાર બાબતો ગણાવી છેઃ જોવું તારણ કાઢવું સરખામણી કરવી અને શબ્દ વિદ્વાનો અને અનુભવીઓનો મત ન્યાય સૂત્રમાં પણ આ બાબતોને આધાર માનવામાં આવી છે અક્ષપાદે ઇન્દ્રભૂતિ પાસેથી લીધું કે ઇન્દ્રભૂતિએ અક્ષપાદ પાસેથી લીધું અથવા તો બન્નેનું એ સહિયારૂં સર્જન છે તે નક્કી કરવાનો કોઈ રસ્તો નથી બૌદ્ધ પાલી ગ્રંથોમાં ગોમતક નામના સંપ્રદાયનો ઉલ્લેખ છે અને શ્રમણો અને બ્રાહ્મણોમાં કેટલાક તક્કી અથવા તક્કિક તર્કી અથવા તાર્કિક છે એમ જણાવેલું છે ન્યાયસૂત્રની સંરચના ન્યાયસૂત્રના પાંચ ખંડ છે દરેક ખંડમાં બબ્બે પ્રકરણો આહ્નિકો છે ન્યાય દર્શનનો આ સૌથી પહેલો ગ્રંથ છે આજે જે ન્યાયસૂત્ર મળે છે તે અક્ષપાદે પોતે જ આખું લખ્યું છે એ શ્રુતિ પરંપરાથી આપણા સુધી આવ્યું છે તે આપણે જાણી શકીએ તેમ નથી લેખકનો મત છે કે અક્ષપાદે માત્ર પહેલો ખંડ બે આહ્નિક લખ્યો હશે બીજા ત્રીજા અને ચોથા ખંડમાં વૈશેષિક યોગ મિમાંસા વેદાંત અને બૌદ્ધ મતો રજુ થયા છે જેના લેખકો બીજા હોવાનો સંભવ છે રચનાનો સમય પણ જુદો હોય એમ લાગે છે પાંચમા ખંડમાં શાસ્ત્રાર્થમાં પ્રતિસ્પર્ધીના અર્થહીન દાવાઓ અને એને ઠપકો કેમ આપવો એ સમજાવેલું છે અક્ષપાદે પોતે તો આ વિષયો વિગતવાર ચર્ચ્યા વિના છોડી દીધા છે તે પછી ઈસવી સન ૪૫૦ના અરસામાં વાત્સાયન અથવા પક્શિલા સ્વામી નામના વિદ્વાને એમાં ઉમેરા કર્યા છે અને ન્યાયદર્શનને બીજાં દર્શનો સાથે સુસંગત બનાવ્...
|