Meta tags:
description= 5 posts published by Dipak Dholakia during May 2015;
Headings (most frequently used words):
અને, પણ, છે, હતા, કે, હતો, એક, તો, હતી, એમણે, ભગવતી, મે, પર, સાથે, માટે, હતું, ભગત, એના, પછી, ગયા, કરી, એમને, બિહારી, ચરણ, બોમ્બ, રાસ, પરંતુ, બોઝ, ગયો, ઇતિહાસ, બંગાળના, થઈ, એટલે, આપી, થયો, પહેલાં, ભાઈ, શકે, બહાદુર, થયું, આમ, હોય, લેવા, તે, હવે, દિલ્હીમાં, દિલ્હી, પહોંચી, ગયું, જન્મ, જાપાન, મહિનો, રહી, of, શાહને, કહ્યું, સામે, જોઈએ, નથી, દંતકથા, રીતે, હિન્દ, કર્યો, બહુ, હાર્ડિંજ, બંગાળમાં, તરીકે, બન્ને, ત્યાં, એનો, ક્રાન્તિકારીઓ, બસંત, કુમાર, ફાંસી, સક્રિય, ક્રાન્તિકારી, એમનો, ત્યારે, સિંઘ, સિંઘે, આપણે, એમના, હિન્દુસ્તાન, યશપાલ, કરતા, એમની, આઝાદ, ૧૮૫૭ના, શાહ, ટેકો, વાર, આવી, ઇંડિયા, એને, ભાગ્યે, માત્ર, બની, નહીં, મહિનાની, ભાગ, વર્ષ, વાઇસરોય, રાજધાની, રાજ, કરીને, દિલ્હીની, ભોગ, પાછળ, કોઈ, માસ્ટર, અમીર, બાલમુકુંદ, બિશ્વાસ, બીજા, ની, બન્યા, સાથી, છોડીને, પરિવાર, બે, દિવસ, પહોંચ્યા, બનાવ, મળીને, સશસ્ત્ર, વિચાર, વિરુદ્ધ, જયચન્દ્ર, વિદ્યાલંકાર, સુશીલાદીદી, બંગડીઓ, પ્રયાસ, લેખ, ફોજની, dipak, 2015, month, may, dedicated, to, freedom, fighters, કહે, વખતે, વિદ્રોહી, સિપાહીઓને, આપવો, આલમ, આવીને, જે, બદલો, લેવાનો, નવાબ, લીધી, નાખ્યો, વગર, ઝીનત, એવું, કથા, વિદ્રોહીઓ, કહેતા, વેબગુર્જરી, માં, http, webgurjari, in, 05, પછીનાં, થાય, અહીં, વાત, આજે, કરતાં, વધારે, દેશની, સંબંધ, રહ્યો, બન્યો, બોમ્બથી, લૉર્ડ, યુગાંતર, jugantar, આખું, અંગ્રેજ, હકુમતને, લાગ્યું, પોતાની, કર્યું, તાજપોશી, હિન્દુસ્તાનની, ધીમે, સરકારી, ગયાં, ઑફ, તારીખે, લેડી, હાથી, બેસીને, પંજાબ, ફેંક્યો, ખાસદાર, હાર્ડિંજને, જોયું, ધ્યાન, લોહી, સરઘસ, રોકી, જેથી, લઈ, લાગી, કામ, કરવાની, શિક્ષક, અવધબિહારી, લક્ષ્મી, નારાયણ, શર્મા, લાલા, મળી, અમીરચંદ, આપવામાં, શહીદોને, જેમ, સામાજિક, કાર્યોમાં, ગદર, મહત્ત્વનો, અનન્ય, શહીદ, વીર, કરીએ, પત્ની, દુર્ગાવતી, હતાં, લગ્ન, ઉંમર, નજીક, ગ્રુપમાં, ચરણને, ઘરે, વેશપલ્ટો, ફેલ્ટ, સિંઘને, છીએ, કરે, હોવી, ભૂમિકા, ગાંધીજીએ, લેતાં, કૉલેજમાં, વોહરા, રીપબ્લિકન, બનાવ્યું, નામ, એસોસિએશન, hsra, પૈસાની, જરૂર, ગ્રુપના, સાથીઓની, વાતો, જો, લખે, દેવાનો, માનતા, નહોતા, એમ, પૈસા, બહેન, પોતે, બંગડી, રહ્યા, સંદેશ, શરૂ, માર્યા, ટ્રેનને, સામેલ, એની, bomb, તરફથી, પ્રકાશિત, કરવા, એમાં, મહાન, ૨૫મી, ક્રાન્તિ, સંકળાયેલા, છતાં, સંબંધો, જતીન, રચના, બોઝનો, લીગનું, બીજું, પત્રિકા, ચીની, પાર્ટી, dholakia, spam, blocked, સાહિત્ય, સમાજથી, દૂર, this, સ્વાતંત્ર્યવીરોને, અર્પણ, બળવા, ઝફરનો, પાકો, નિરધાર, પ્રાઇવેટ, સૅક્રેટરી, જીવન, લાલના, જણાવ્યા, પ્રમાણે, દાદા, બીજાએ, સપનામાં, પ્લાસીમાં, તેનો, સમય, ૧૭૫૭માં, પ્લાસીની, લડાઈમાં, અવધના, મોગલ, સલ્તનતના, વજીર, શૂજા, ઉદ, દૌલા, મીર, કાસિમની, સેનાઓને, ઈસ્ટ, કંપનીએ, રૉબર્ટ, ક્લાઇવના, માર્ગદર્શન, હેઠળ, હાર, આપીને, સત્તા, કબજે, સપના, ૮૨, વર્ષના, જઈફ, બહાદુરશાહની, ઊંઘ, વેરણ, ગઈ, ઉધરસ, ઊંઘવા, દેતી, સપનાં, આવતાં, સપનાએ, હેરાનપરેશાન, હકીમ, અહેસાનુલ્લાહ, ખાને, અંગ્રેજોની, વિચાર્યે, કૂદી, પડવાની, સલાહ, છેવટે, બાદશાહને, બેગમ, મહલે, સમજાવ્યું, ઝાડ, સહારે, ચડતી, વેલ, ઇતિહાસથી, ઘણી, જુદી, પડે, સપનું, આવ્યું, હોઈ, મહલ, લાલ, કિલ્લાની, બહાર, એકઠા, થઈને, વિદ્રોહની, આગેવાની, જોરજોરથી, શહેનશાહ, જાહેર, હાલમાં, સમાપ્ત, થયેલી, નવલકથા, પરિક્રમા, લેખક, કૅપ્ટન, નરેન્દ્ર, ફણસેએ, સારી, વણી, ૨ના, પ્રકરણ, 2014, 10, parikrama, part, chapter, કેટલાંક, પ્રકરણો, વાંચવાથી, જાતનો, બોધ, રોમાંચક, દેશદાઝથી, છલકાતી, દાસ્તાનનું, પુનરાવર્તન, કરવું, મારે, વર્ષોમાં, આવેલા, મહિનાઓની, કરવી, મહિનાઓ, સદી, તેના, જૂના, મહિનાઓને, આઝાદી, ૧૯૧૫નો, સો, પહેલાંનો, ચાર, સ્વાતંત્ર્યવીરોના, બલિદાનનો, સાક્ષી, હુમલો, કરનારા, વીરો, ૧૯૦૫માં, કર્ઝને, કોમી, ધોરણે, ભાગલા, પાડ્યા, આની, ભયંકર, રોષ, ફાટી, નીકળ્યો, નામનું, સંગઠન, સ્થપાઈ, ચૂક્યું, ક્રાન્તિની, જ્વાળા, ભભૂકી, ઊઠી, બંગાળ, વેરનો, વેરથી, તલસતું, કલકત્તામાં, પાટનગર, બનાવીને, ટકી, રહેવું, અઘરૂં, લાગવા, માંડ્યું, ૧૯૧૧માં, ખસેડવામાં, શાણપણ, પ્રાચીન, રાજધાનીઓનું, શહેર, પાંડવો, હિન્દુ, રાજાઓ, ગુલામ, વંશ, ખીલજી, તુગલખો, લોદીઓ, અસ્ત, પામ્યા, મોગલોએ, સ્થાપી, શું, સવાલ, અશાંત, રહીને, કરવાના, હિમાયતીઓ, ફેંકાતો, વ્યૂહાત્મક, દૃષ્ટિએ, લગભગ, મધ્યમાં, ૧૯૧૧ના, ડિસેમ્બરમાં, સમ્રાટ, પંચમ, જ્યૉર્જની, સમ્રાટે, જનતાને, નવી, નવાજેશ, ખાતાં, ખસેડાતાં, છેલ્લે, ચાર્લ્સ, પેન્સહર્ટ્સનો, પ્રવેશ, થવાનો, ૧૯૧૨ના, ડિસેમ્બરની, ૨૩મી, હાર્ડિજ, વાજતેગાજતે, પ્રવેશ્યાં, એમનીશોભાયાત્રા, ચાંદની, ચોકમાં, રસ્તાની, બાજુએ, હાકેમને, જોવા, ભીડ, ઊમટી, પરની, અંબાડી, કંઈક, અફળાયું, ધડાકો, નેશનલ, બૅન્કની, બિલ્ડિંગમાંથી, કોઈએ, ચામર, ઢોળતો, ખબર, પડી, હાર્ડિંજે, ઊંધે, માથે, લટકી, એનું, પતિના, ખભામાંથી, નીકળે, એણે, પતિને, દેવા, મૃત, માણસને, ઉતારી, શકાય, વહી, જવાથી, હાર્ડિંજની, જીભે, લોચા, વળતા, દેવાયું, તરત, સારવાર, તંત્ર, ફેંકનારને, શોધવામાં, એકલદોકલનું, તંત્રનું, કેન્દ્રિત, કારણ, ઉપયોગ, રીત, બંગાળી, જેવી, અંતે, હુમલાની, યોજના, રહેલા, પકડાઈ, જેમાં, શાળાના, ચંદ, ગણેશીલાલ, ખસ્તા, વિષ્ણુ, ગણેશ, પિંગલે, ચરન, દાસ, હનવંત, સાહી, કેસ, પત્યા, ગણેશીલાલને, વારાણસી, જવાયા, આજીવન, કારાવાસની, સજા, ૧૯૧૫ના, આઠમી, અવધબિહારીને, દેવાઈ, દિવસે, અંબાલા, જેલમાં, બિશ્વાસને, ફાંસીઘર, આઈ, ટી, મૌલાના, મૅડિકલ, કૉલેજના, પ્રાંગણમાં, સમાઈ, દર, વર્ષે, અંજલિ, આપવાનો, કાર્યક્રમ, યોજાતો, ચંદનો, ૧૮૬૯, પિતાની, સ્વદેશી, આંદોલન, તેમ, બીજાં, સુધારા, હરદયાલને, મળ્યા, આંદોલનમાં, ઉત્તર, ભારતમાં, કાર્યોના, માર્ગદર્શનમાં, ભજવતા, બાલમુકુંદનો, ૧૮૮૯માં, ઝેલમ, પાકિસ્તાનમાં, ઔરંગઝેબ, સામેના, વિદ્રોહમાં, શીખ, ગુરુ, તેગબહાદુરજીના, મતીદાસના, કુળમાં, અવધ, ચંદના, વિદ્યાર્થી, અપાઈ, ૨૦, પૂરાં, નહોતાં, કર્યાં, ચારેય, પ્રણામ, વોહરાઃ, સિંઘના, વોહરાનો, ૧૯૦૪માં, મૂળ, ગુજરાતના, પેઢીઓ, ગુજરાત, આગરામાં, વસી, એમનાં, ગુજરાતી, બ્રાહ્મણ, પરિવારનાં, દુર્ગાની, ૧૧, આગરા, લાહોરમાં, નજીકની, શેરીઓમાં, રહેતા, પતિની, સિંઘની, મંડળીમાં, બધા, દુર્ગાભાભી, સુખદેવ, થાપર, સૌંડર્સની, હત્યા, લાહોરથી, નીકળી, જવું, ઓળખી, લીધો, પહેલી, વાળ, કપાવીને, કૅપ, પહેરી, તસવીરથી, ઓળખીએ, ટ્રેનમાં, લાગવું, સદ્, ગૃહસ્થ, કુટુંબ, મુસાફરી, કૅપવાળા, જુવાનની, દુર્ગાભાભીએ, ભજવી, દુર્ગાભાભીના, પુત્ર, શચીન્દ્રને, તેડ્યો, ફર્સ્ટ, ક્લાસના, ડબ્બામાં, બેઠાં, અમર, રાજગુરુ, નોકર, થર્ડ, ક્લાસમાં, સામાન, આવ્યા, દુર્ગાભાભીનું, ગાઝિયાબાદમાં, ૧૯૯૯માં, અવસાન, ગાંધીજીના, સત્યાગ્રહમાં, જોડાયા, ચૌરીચૌરાના, સત્યાગ્રહ, પાછો, ખેંચી, ફરી, અધ્યાપક, જોડાઈ, વાચનના, જબરા, શોખીન, સ્થાપેલી, નૌજવાન, ભારત, સભા, એસોસિએશનના, સિદ્ધાંતવેત્તા, એમનું, સ્થાન, મુખ્યત્વે, ચિંતક, વિચારકનું, સુખદેવની, માર્ક્સિસ્ટ, સ્ટડી, સર્કલ, એસોસિએશનનું, સોશ્યલિસ્ટ, રીપબ્લિક, અપાયું, કાર્યવાહીઓ, પડતી, પૈસેટકે, સુખી, ગ્રુપની, નાણાભીડમાં, ચરણની, મદદ, રહેતી, કેટલાક, ઈર્ષ્યાનો, ક્રાન્તિમાં, ગદ્દાર, એવી, ફેલાવા, માંડી, પરવા, હિન્દીના, જાણીતા, સાહિત્યકાર, સભ્ય, પોતાના, પુસ્તક, સિંહાવલોકનમાં, ગોળીએ, દઈ, વિરુદ્ધની, અફવાઓને, જોખમ, માગતા, ક્રાન્તિકારીને, મન, ક્રાન્તિથી, મોટા, હોતા, યશપાલના, કહેવાથી, મળવા, પાછળથી, પ્રસન્ન, ચહેરે, યશપાલને, અજુગતો, બનતાં, ભગવતીભાઈ, વિદ્યાલંકારે, કાન, ભંભેર્યા, કાકોરી, કેસના, આરોપીઓ, રામપ્રસાદ, બિસ્મિલ, વગેરેના, બચાવ, hsraના, પંજાબના, વડા, પ્રોફેસર, ભેગા, જવાબદારી, સ્કૂલમાં, ફંડફાળા, ચરણનાં, મોટાં, શિક્ષિકા, દેવાનું, વચન, આપ્યું, ભગવતીએ, જ્યારે, જાણ્યું, દુઃખ, નિર્ણય, બહેનની, જાય, ઊઘરાણી, મોકલ્યો, ભાણેજીના, ખરીદ્દી, લેશે, ભગવતીને, ગમ્યું, મારી, શકતી, જયચંદ્રની, ભાણેજી, લગ્નમાં, આટલો, ખર્ચ, કર્યા, વિના, એટલા, રૂપિયા, પાર્ટીને, દે, આમાંથી, પાર્ટીમાં, પ્રચાર, ખુલાસો, ક્રાન્તિનાં, સક્રિયપણે, સૌંડર્સને, છુપાવા, ઘર, અપાવ્યું, સખીએ, સાર્જન્ટ, ટેલર, ગોળીઓ, જાન, દુર્ગાભાભીની, છેલ્લા, શ્વાસ, સુધી, સેવાકાર્યો, રહ્યાં, ૧૯૨૯માં, વાઇસરોયને, ઉડાવી, દેવાના, કાવતરામાં, થયા, વાઇસરોયની, કંઈ, નુકસાન, cult, લખ્યો, જવાબમાં, philosophy, લખનાર, બનાવવાનું, શીખી, લીધું, ભગતસિંઘ, સાથીઓને, ફેંકીને, જેલમાંથી, છોડાવી, ભાડાના, ઘરમાં, અમુક, બનાવતા, ૨૮મી, ૧૯૩૦નો, રાવીના, કિનારે, બોમ્બનો, અખતરો, અચાનક, ફૂટી, વોહરાનું, મૃત્યુ, સમયે, ૨૫, વર્ષની, મહિને, ગુમનામ, શહીદને, યાદ, બોઝઃ, ક્રાન્તિકારીનો, ૧૮૮૬ના, ફેંકવાની, યોજનામાં, પોલીસ, તંત્રે, સૌથી, બોઝની, શોધખોળ, રાતે, દહેરાદૂન, પાછા, નોકરીએ, ૧૯૦૮માં, ખુદીરામ, પ્રફુલ્લ, ચાકીએ, મૅજિસ્ટ્રેટ, કિંગ્સફોર્ડ, બચી, મહિલાઓ, નિષ્ફળ, બંગાળથી, ભાગી, છૂટ્યા, દહેરાદૂનમાં, ફોરેસ્ટ, રીસર્ચ, ઇંસ્ટીટ્યૂટમાં, નોકરી, લાગ્યા, રાખ્યા, બધી, સંગઠનના, વિકાસ, સ્થાપક, જતીન્દ્રનાથ, મુખરજી, બાઘા, વાઘ, પરના, હુમલામાં, પકડવામાં, પોલીસને, સફળતા, ૨૦૧૫માં, જાણીએ, સુભાષચન્દ્ર, ભાગીને, આરઝી, હકુમત, હંગામી, શાસન, જાણતા, રચનામાં, ફાળો, સરકાર, ભારતના, ક્રાન્તિકારીઓને, આપે, જાપાનમાં, ઇન્ડીપેન્ડન્સ, લીગ, સ્થાપના, હિન્દુસ્તાનીઓની, અલગ, સેના
Text of the page (most frequently used words):
અને (169), માટે (43), હોય (41), હતી (40), હતો (38), પછી (34), 2015 (33), હતા (31), નવેમ્બર (30), બહુ (30), જાન્યુઆરી (29), નથી (29), જૂન (28), ઓક્ટોબર (28), #ડિસેમ્બર (28), પરંતુ (28), સપ્ટેમ્બર (27), કરી (26), જુલાઇ (26), ઓગસ્ટ (26), માર્ચ (25), એપ્રિલ (25), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), સાથે (24), એમણે (24), આવી (24), થાય (24), ધરતીકંપ (24), વધારે (23), ગયા (23), 2012 (22), ફેબ્રુવારી (22), હતું (22), એમને (21), પહેલાં (21), શકે (20), અહીં (20), એના (20), હવે (20), કરતાં (19), 2013 (18), 2022 (18), એટલે (18), કામ (18), કોઈ (18), ત્યાં (18), જાય (17), શું (17), 2011 (16), પડે (16), જોઈએ (16), ગયો (16), ભારતમાં (16), નીનો (16), 2014 (15), આવ્યો (15), મારી (14), dipak (14), વાત (14), એવી (14), ભગવતી (14), 2025 (13), બની (13), રિપોર્ટ (13), એનો (13), ત્યારે (13), કહે (13), થયું (13), એની (13), અસર (13), dholakia (12), freedom (12), કર્યો (12), મોટા (12), ભગત (12), આપી (11), માત્ર (11), કેમ (11), એમાં (11), રહી (11), નહીં (11), તરફ (11), થયો (11), લેખ (10), કહ્યું (10), કરે (10), હતાં (10), એમની (10), આપણે (10), ગયું (10), ખિન્ન (10), નુકસાન (10), કારણે (10), રીતે (10), ભારત (10), બિહારી (10), ચરણ (10), બારી (9), વખતે (9), પ્રમાણે (9), સાહિત્ય (9), આપણા (9), કલા (9), આજે (9), દુકાળ (9), ઉત્તર (9), ભોગ (9), ધરતીકંપો (9), મકાનો (9), રાસ (9), બોમ્બ (9), martyrs (8), indian (8), struggle (8), દ્વારા (8), આપણી (8), આવે (8), શકાય (8), સામે (8), બીજી (8), ખેતર (8), તેમ (8), કરતા (8), તેમાં (8), બધા (8), મળી (8), કરવાની (8), વિચાર (8), આખી (8), પડી (8), ઇતિહાસ (8), સભ્ય (8), કારણ (8), લાગી (8), બોઝ (8), com (7), નામ (7), webgurjari (7), વેબગુર્જરી (7), દીપક (7), ધોળકિયા (7), ભાઈ (7), દૂર (7), http (7), એનું (7), તેનો (7), અનુવાદ (7), વિશે (7), પહોંચી (7), કરવા (7), ૨૫મી (7), દિવસ (7), મોટો (7), થયા (7), બીજા (7), નીચે (7), એને (7), સક્રિય (7), રહે (7), તરીકે (7), પ્રકાશિત (7), દક્ષિણ (7), દિલ્હી (7), કરો (6), like (6), મહિનો (6), uncategorized (6), આવો (6), અનંત (6), કરીને (6), એમના (6), અર્થ (6), પોતાની (6), બન્ને (6), માને (6), પાછળ (6), સરકાર (6), સુધી (6), કુમાર (6), આંક (6), ઘણી (6), મૂળ (6), બને (6), નેપાલ (6), ડેમ (6), જાપાન (6), આગાહી (6), હજી (6), સૌથી (6), હશે (6), ફૉલ્ટ (6), નેપાલમાં (6), રસ્તો (6), કર્યું (6), આપવામાં (6), માં (6), વર્ષે (6), ભાગ (6), મીટર (6), એમનું (6), જગ્યા (6), લેવા (6), એવું (6), આવીને (6), હવામાન (6), ખબર (6), પાણી (6), લાગ્યા (6), બંગાળના (6), this (5), લિંક (5), નવી (5), શોધો (5), and (5), maari (5), categories (5), posted (5), author (5), loading (5), દિવસે (5), વચ્ચે (5), મોટું (5), આની (5), ઊભો (5), જેની (5), આનો (5), સાહિત્યકાર (5), લેખક (5), હોવું (5), લાગ્યો (5), પાસે (5), લીધો (5), થયાં (5), વાર (5), તરત (5), sandrp (5), પરથી (5), પ્રભાવ (5), છીએ (5), નદી (5), લાગે (5), બનાવી (5), રિખ્ટર (5), સ્કેલ (5), ગયાં (5), લખે (5), શહેર (5), દેશની (5), બંગાળમાં (5), બન્યો (5), પ્રદેશમાં (5), કેટલાક (5), પડશે (5), કદાચ (5), પાંચ (5), તેની (5), સંખ્યા (5), ધરતીકંપને (5), એણે (5), હિન્દુસ્તાન (5), સામાન્ય (5), પૂર્વ (5), મહિનાની (5), ગરમ (5), વર્ષ (5), ભારતના (5), પ્રશાંત (5), જમીન (5), શહેરની (5), આનંદી (5), વેશ્યાઓએ (5), એમનાં (5), બન્યા (5), જન્મ (5), દિલ્હીમાં (5), બહાદુર (5), શરૂ (4), wordpress (4), ટિપ્પણીઓ (4), blocked (4), spam (4), india (4), adventurous (4), subhashbabu (4), baari (4), હેમંત (4), tags (4), મારા (4), ઢવળેની (4), આવશે (4), કવિ (4), રાતે (4), લોહી (4), આવ્યું (4), નહોતી (4), અથવા (4), લાગ્યું (4), જેમ (4), મળ્યું (4), જોવા (4), org (4), રહ્યા (4), પોતે (4), આત્મહત્યા (4), છેઃ (4), તરફથી (4), સરકારના (4), રાહત (4), આવ્યા (4), કંઈ (4), સ્થિતિ (4), may (4), દરમિયાન (4), નેપાલની (4), ખીણ (4), ઉત્તરાખંડની (4), સરકારે (4), આશા (4), શક્યતા (4), લીધી (4), કેટલાયે (4), ઊર્જા (4), બનાવ (4), બનાવવાનો (4), મધ્ય (4), વિસ્તારમાં (4), ધરતીકંપે (4), ચાર (4), આના (4), ધરતીકંપની (4), નહોતો (4), ભૂતપૂર્વ (4), તસવીર (4), સારી (4), નિર્ણય (4), મદદ (4), મુખ્ય (4), માહિતી (4), જેથી (4), gps (4), ભારતીય (4), આવતા (4), પ્રયાસ (4), પોતાના (4), લગભગ (4), ખરાબ (4), તારીખે (4), પાકિસ્તાનમાં (4), નાનો (4), છોકરો (4), ધ્યાન (4), દેખાડે (4), નીનોની (4), બહાર (4), ખાતાએ (4), તાપમાન (4), short (4), stories (4), વેશ્યાઓને (4), થવા (4), ભાગ્યે (4), ધીમે (4), વાર્તા (4), ઇંડિયા (4), પત્રિકા (4), છોડીને (4), fighters (4), ક્રાન્તિકારી (4), આઝાદ (4), હિન્દ (4), હાર્ડિંજ (4), એમનો (4), ક્રાન્તિકારીઓ (4), યશપાલ (4), સિંઘે (4), સિંઘ (4), બસંત (4), ફાંસી (4), શાહને (4), દંતકથા (4), વેબસાઇટ (3), other (3), પસંદ (3), મરાઠી (3), ગઝલ (3), જેટલી (3), સમક્ષ (3), लिख (3), જેવા (3), ખરેખર (3), the (3), સવારે (3), જતાં (3), એટલી (3), કરતી (3), વિના (3), ભવિષ્ય (3), ગાંધીજીએ (3), લખ્યું (3), આપણું (3), સમાજની (3), સામાજિક (3), પ્રતિબિંબ (3), રહ્યાં (3), આખું (3), આપે (3), જઈને (3), યથાર્થ (3), એવો (3), ખાતર (3), માનતા (3), https (3), ધણીની (3), ચિતા (3), ખેતરો (3), હંમેશાં (3), કંઈક (3), જ્યારે (3), ચડી (3), ચોમાસું (3), દેવાનો (3), વધી (3), કુદરતી (3), વગેરે (3), ઉપરાંત (3), પડતી (3), પ્રદેશ (3), કરવામાં (3), વર્ષના (3), રહેવું (3), દેશમાં (3), છતાં (3), everest (3), ઉપર (3), વાંચવા (3), હિમાંશુ (3), ધરતીકંપના (3), માટેની (3), મને (3), કેન્દ્ર (3), સૅક્રેટરી (3), આપદા (3), પર્યાવરણ (3), બધી (3), એટલું (3), આવાં (3), ડૅમ (3), શૃંખલા (3), જેમાં (3), ભરેલો (3), ધરતીકંપમાં (3), ૯ના (3), દેશના (3), ઇંડિયન (3), ઈશાન (3), ભારે (3), જશે (3), જાન (3), થશે (3), વિકાસ (3), પશ્ચિમ (3), હિમાલયઃ (3), મોત (3), ભવિષ્યમાં (3), હિમાલયની (3), પ્રોફેસર (3), આને (3), વિસ્તાર (3), કહેવું (3), હિમાલયમાં (3), જબ્બરદસ્ત (3), આથી (3), નીકળી (3), લૅન્ડસ્લાઇડ (3), ગોરખા (3), હિમાલય (3), નિષ્ણાત (3), કરવી (3), સ્ટેશનો (3), ndma (3), સર્વાંગી (3), રિમોટ (3), સેન્સિંગ (3), પડ્યા (3), જરૂર (3), જ્યાં (3), ૩૦૦ (3), જોરદાર (3), પ્રોજેક્ટ (3), માંથી (3), સંસ્થા (3), બંધ (3), લેતાં (3), ઝોન (3), મોશન (3), ભૂમિકા (3), છેક (3), નૅશનલ (3), કાર્યોમાં (3), આપવા (3), છેડે (3), ઊંચો (3), સમય (3), હિન્દુ (3), વૈજ્ઞાનિકો (3), એવરેસ્ટ (3), સરકારી (3), લોકોની (3), રહ્યો (3), આવેલા (3), વસ્તી (3), પડ્યો (3), nino (3), has (3), arrived (3), પવનો (3), ગોળાર્ધમાં (3), જોયું (3), સંબંધ (3), દુનિયાના (3), સમુદ્રની (3), નજીક (3), જાણે (3), પહોંચ્યો (3), બદલ (3), scroll (3), best (3), from (3), ગાઉ (3), હૉલ (3), સ્ત્રીઓને (3), શહેરમાં (3), સદાચાર (3), નામનું (3), બીજું (3), આશિકો (3), ઊભા (3), પાકો (3), રાત (3), આવવું (3), બાબા (3), કડકશાહની (3), સામેલ (3), ચૌદ (3), માલદાર (3), વેશ્યાઓ (3), રહેવા (3), ભીડ (3), હોવી (3), અંતે (3), સંમત (3), કરીએ (3), સાહેબો (3), સંપાદક (3), પૈસા (3), ગુલામ (3), month (3), dedicated (3), ફોજની (3), પહોંચ્યા (3), ટેકો (3), સશસ્ત્ર (3), મળીને (3), વાઇસરોય (3), સાથી (3), વિરુદ્ધ (3), સુશીલાદીદી (3), જયચન્દ્ર (3), વિદ્યાલંકાર (3), બંગડીઓ (3), પરિવાર (3), અમીર (3), બિશ્વાસ (3), માસ્ટર (3), બાલમુકુંદ (3), દિલ્હીની (3), રાજધાની (3), રાજ (3), ૧૮૫૭ના (3), શાહ (3), site (2), required (2), ટિપ્પણી (2), રહ્યું (2), view (2), report (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 265 (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), રવિ (2), ગુરુ (2), સંગ્રહ (2), about (2), for (2), વિભાગ (2), email (2), address (2), સંદેશ (2), literature (2), society (2), ઢવળે (2), સંપર્ક (2), શ્રી (2), લખી (2), કરવાનું (2), યથાર્થવાદી (2), ગુજરાતીમાં (2), સ્વરો (2), ભરીને (2), પાંખોને (2), આપ્યો (2), ભાગે (2), એવાં (2), જોવાનું (2), જેમને (2), શક્તિ (2), જેટલું (2), નબળું (2), તેના (2), થઈને (2), ઊઠે (2), કરોડો (2), શાશ્વત (2), કાવ્ય (2), માગે (2), અન્ન (2), પોતાનો (2), મેળવી (2), જીવે (2), મહાત્મા (2), ગાંધી (2), વિચારો (2), એકંદરે (2), મધ્યમ (2), વર્ગીય (2), બનવા (2), સાહિત્યમાં (2), સાહિત્યના (2), પ્રવેશ (2), મેઘાણીની (2), ધોરણો (2), વાદ્યને (2), કરુણ (2), ગાન (2), ભાવે (2), કદી (2), 87_ (2), એરણ (2), બોલે (2), કોણ (2), જેના (2), તૂટે (2), દરકાર (2), અનુભૂતિ (2), હોઈ (2), યથાર્થને (2), વ્યાપક (2), જબરા (2), શોખીન (2), પ્રગતિશીલ (2), www (2), આંતરિક (2), કવિને (2), દેખાય (2), સપનું (2), ચૂક્યું (2), આપણો (2), વિષય (2), લાવે (2), દેખતાં (2), મુક્તતા (2), suicides (2), પાક (2), મળતા (2), ભાવો (2), નિષ્ફળ (2), ખેડૂતો (2), માનવસર્જિત (2), જવાબદાર (2), ખેડૂતોને (2), જણાવ્યું (2), ગુજરાત (2), ડિસેમ્બરમાં (2), મોદી (2), વડા (2), ભરોસે (2), છેલ્લાં (2), આટલા (2), ત્રણ (2), જોગવા (2), ફરી (2), નવા (2), અમે (2), હાલમાં (2), વાંચી (2), મનમાં (2), ઘૂસી (2), જેવી (2), મારું (2), બનાવવાનું (2), સમાજથી (2), sinks (2), inch (2), earthquake (2), વગેરેના (2), મળશે (2), સંક્ષિપ્ત (2), રજૂ (2), વિનંતિ (2), ઠક્કર (2), જીવન (2), જલદી (2), ચર્ચામાં (2), પરના (2), વ્યવસ્થા (2), મારે (2), બધાં (2), સાફ (2), દેખાતાં (2), જોખમો (2), થવાનું (2), ધરતીકંપથી (2), કરવાનો (2), અનેક (2), સંસ્થાઓ (2), અગ્રગણ્ય (2), મંજૂરી (2), આપવી (2), નરેન્દ્ર (2), નેપાલે (2), ધસી (2), ઘણાં (2), માણસ (2), જાપાને (2), આંકનો (2), પરમાણુ (2), વિનાશની (2), usgs (2), ભાગમાં (2), ૯નો (2), શક્ય (2), હઝારિકા (2), દરેક (2), ૦૦૦ (2), ઓછાં (2), બદલે (2), સરકારોએ (2), ડૅમો (2), તીસ્તા (2), રહેશે (2), પોખરા (2), સિક્કિમ (2), વચ્ચેના (2), ૧૯૩૪માં (2), ૩નો (2), નેપાલનો (2), સુધીના (2), પશ્ચિમી (2), ૨૦૦૫માં (2), ૦૦૦નાં (2), ૧૯૦૫માં (2), નોંધાયો (2), જૂઓ (2), દૃષ્ટિએ (2), શક્તિનો (2), આવવાનો (2), બાકી (2), રીસર્ચ (2), ડાયરેક્ટર (2), ndmaના (2), થયેલી (2), જાણીએ (2), તેમાંથી (2), બનેલો (2), ઍપ્રિલ (2), ૨૦૧૫ (2), બુઢ્ઢી (2), નિષ્ણાતો (2), વિરોધ (2), તેને (2), નુકસાનની (2), વિકરાળ (2), હોનારત (2), કેન્દ્રીય (2), મંત્રાલયે (2), પ્રોજેક્ટોને (2), આપ્યું (2), જળવિદ્યુત (2), જરૂરી (2), વિનાશ (2), કેવું (2), જૂની (2), બીજાં (2), ૧૩૦ (2), પૃથ્વી (2), વિજ્ઞાન (2), સમયે (2), ભૂકંપન (2), seismological (2), દિશામાં (2), પહેલું (2), ndrf (2), કરવું (2), દુર્ઘટના (2), ઍપ્રિલના (2), સભા (2), બનાવતા (2), નથીઃ (2), લઈને (2), શિલાખંડો (2), જાતે (2), ખોરવાઈ (2), ઘટના (2), શકતી (2), ઉપયોગી (2), એવા (2), બાજુ (2), ધોરણે (2), અમેરિકાની (2), યુનિવર્સિટીના (2), અલગ (2), ૨૦૧૪માં (2), સીનિયર (2), પૂછ્યું (2), અમુક (2), સમસ્યાઓ (2), મશીનો (2), ઓછી (2), એક્સીલેરોગ્રાફ (2), કરોડ (2), રૂપિયાનો (2), વાર્ષિક (2), ખર્ચ (2), બતાવી (2), વિસ્તારોમાં (2), ટાઇમ્સ (2), ગ્રાઉંડ (2), નહોતાં (2), નેટવર્ક (2), બનતાં (2), છેલ્લા (2), સત્તા (2), સંભાળી (2), કરાઈ (2), પ્રબંધ (2), દેવાઈ (2), ભારતની (2), ડિઝાસ્ટર (2), કેટલીક (2), ઘણું (2), લોકો (2), નોંધ (2), લોકોને (2), સ્તરે (2), પરિસ્થિતિનું (2), કરવાના (2), નેપાલના (2), ખાસ (2), હું (2), છું (2), સ્પષ્ટ (2), તિરાડ (2), પશ્ચિમે (2), સર્વે (2), ૧૨૦ (2), કિલોમીટર (2), પ્રદેશોમાં (2), ગણેશ (2), પ્રાચીન (2), સરોવર (2), નીકળે (2), મોટી (2), બીજે (2), વધુ (2), સપાટી (2), ૧૩૩૮ (2), ઈંચ (2), લેવાયો (2), જણાવ્યા (2), ૭૧૮ (2), ખાનગી (2), આંકડા (2), આંચકા (2), બિહાર (2), તેનું (2), ઍપિસેન્ટર (2), પાટનગર (2), આમાંથી (2), ભયંકર (2), બંગાળ (2), ગંભીર (2), એશિયામાં (2), ઊભી (2), થતી (2), સંગઠન (2), પડવાની (2), trade (2), સૈની (2), ઉત્પાત (2), જતી (2), ખેતી (2), કુલ (2), અર્થતંત્ર (2), અભ્યાસ (2), સંશોધકો (2), વર્ષોમાં (2), વર્ષમાં (2), માથે (2), ગ્રાફ (2), જાહેર (2), જોખમ (2), રહેવાની (2), તાપમાનો (2), ઉપાય (2), મહાસાગરના (2), સરેરાશ (2), તાપમાનની (2), અમેરિકામાં (2), પેરુ (2), પાસેના (2), ઠંડો (2), પાસેનાં (2), જાણતા (2), અમેરિકાના (2), સારા (2), વરસાદ (2), અપાયું (2), તૈયાર (2), આભાર (2), all (2), pakistan (2), anandi (2), urdu (2), શહેરથી (2), મ્યુનિસિપાલિટીની (2), બેઠક (2), જુસ્સાભેર (2), ચાલતી (2), ખીચોખીચ (2), અસાધારણ (2), ગેરહાજર (2), ચર્ચાનો (2), મુદ્દો (2), બજારુ (2), વસાવવી (2), માનવતા (2), શીલ (2), સંસ્કારો (2), કલંક (2), ગામ (2), વચ્ચોવચ્ચ (2), જવા (2), શોધી (2), રોજ (2), વેશ્યાઓના (2), ગાઉનો (2), કાચો (2), કામે (2), જવું (2), શુભ (2), મઝાર (2), દરગાહ (2), નક્કી (2), પોતાનાં (2), કૂવો (2), કરનારા (2), મસ્જિદ (2), મજૂરો (2), એકઠા (2), તરબૂચ (2), ગોઠવી (2), દીધું (2), ખાલી (2), દુકાન (2), જમીનમાં (2), બનાવીને (2), આખો (2), રહેતી (2), લીધું (2), લેશે (2), શહેરના (2), વસી (2), પાછા (2), કેટલીયે (2), સજા (2), જગ્યાએ (2), છેલ્લે (2), દેવા (2), સવાલ (2), ઊંઘ (2), પત્રિકાના (2), અધ્યાપક (2), યાદ (2), મહિલાઓ (2), મોંઘી (2), ઘરમાં (2), ચિંતક (2), જાણીતા (2), અબ્બાસ (2), મંડી (2), શ્યામ (2), બેનીગલે (2), isbn (2), કિંમતઃ (2), ૧૨૫ (2), પુસ્તક (2), સાક્ષી (2), સામ્ય (2), પહેલી (2), જોડાયા (2), નવલકથા (2), મહાન (2), માર્યા (2), ગદર (2), ક્રાન્તિ (2), સંકળાયેલા (2), એસોસિએશન (2), બનાવ્યું (2), બોઝનો (2), ચીની (2), પાર્ટી (2), સંબંધો (2), લીગનું (2), રચના (2), હિન્દુસ્તાનની (2), મહત્ત્વનો (2), ફેંક્યો (2), અંગ્રેજ (2), પંજાબ (2), યુગાંતર (2), jugantar (2), જતીન (2), વેશપલ્ટો (2), અનન્ય (2), સાથીઓની (2), વીર (2), ઉંમર (2), ટ્રેનને (2), બોમ્બથી (2), bomb (2), hsra (2), સિંઘને (2), લેવાનો (2), પૈસાની (2), બહેન (2), બંગડી (2), લગ્ન (2), વગર (2), વોહરા (2), ગ્રુપના (2), વાતો (2), ચરણને (2), નાખ્યો (2), નહોતા (2), ઘરે (2), કૉલેજમાં (2), રીપબ્લિકન (2), ગ્રુપમાં (2), ફેલ્ટ (2), પત્ની (2), શહીદ (2), દુર્ગાવતી (2), કહેતા (2), શહીદોને (2), શિક્ષક (2), લાલા (2), અમીરચંદ (2), અવધબિહારી (2), લક્ષ્મી (2), નારાયણ (2), શર્મા (2), લૉર્ડ (2), લેડી (2), હાથી (2), બેસીને (2), ખાસદાર (2), હાર્ડિંજને (2), સરઘસ (2), રોકી (2), તાજપોશી (2), વિદ્રોહી (2), બદલો (2), હકુમતને (2), પછીનાં (2), કથા (2), ઝીનત (2), વિદ્રોહીઓ (2), સિપાહીઓને (2), આપવો (2), આલમ (2), નવાબ (2), design, with, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, શનિ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, પાનાંઓ, 469, subjects, slavery, 139, history, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, hemant, punekar, પુણેકર, સરનામે, hdpunekar, yahoo, ણેકરનો, બ્રહ્માજી, ભાગ્યમાં, વિપત્તિઓ, લખવી, તેટલી, અરસિકની, કાવ્યપાઠ, ભૂલેચૂકેય, લખજો, शिरसि, कवित्वनिवेदनं, अरसिकेषु, चतुरानन, सहे, तानि, विलिख, यदृच्छया, तापशतानि, वितर, તમે, અરસિક, હશો, તમને, ગમશે, ગઝલનું, ભાષાંતર, પુણેકરે, સાહિત્યની, ઉણપ, પૃષ્ઠ, cscs, res, dataarchive, textfiles, textfile, 2008, 2882338605, file, mahatma, poet, પ્રશંસાભરી, દૃષ્ટિ, વહેલી, સ્તુતિગાનના, આકાશ, ભણી, પક્ષીઓનું, મનમોહક, દૃશ્ય, પ્રસ્તુત, પક્ષીઓ, આગલા, પેટ, ચણ્યાં, સંપૂર્ણ, આરામ, નવું, મળ્યુ, પક્ષી, ઊડવા, ખૂબ, સમજાવ્યાં, એમનામાં, પાંખ, ફડફડાવે, હિન્દુસ્તાનના, આકાશનું, માનવપક્ષી, પરવારવાનો, ડોળ, લાખો, ઉજાગરો, ઘેન, અવર્ણનીય, પીડાકારી, અવસ્થા, જેનો, ખ્યાલ, ભોગવ્યા, ભૂખ્યાં, શક્તિદાયક, મેળવવું, પરસેવો, પાડીને, કવિત્વની, સ્વાભાવિક, પ્રવૃત્તિ, જીવીએ, કવિવર, રવીન્દ્રનાથ, ટાગોર, એકબીજાને, અત્યંત, આદરથી, જોતા, જીવનશૈલી, અંતર, ગાંધીજી, રવિબાબુની, કલ્પનાની, પાંખે, વિહરતી, કવિતાના, ટીકાકાર, ઉચ્ચ, અનુભૂતિઓનું, વાહન, સિત્તેરના, દાયકામાં, યુરોપીય, વિચ્છિનતાની, વાછંટ, ગુજરાતમાં, તદ્દન, વ્યક્તિપરક, આત્મરત, અસમાનતા, સમાજના, અત્યાચાર, અન્યાય, ઝિલાયાં, યક્ષ, પ્રશ્ન, દલિતોએ, ક્ષેત્રમાં, અનેઝવેરચંદ, સમાજપરક, રચનાઓ, જોસેફ, મૅકવાનની, આંગળિયાત, ઉદાહરણ, ગાંધીયુગમાં, અસમાનતાનું, નૈતિકતાના, ઉપકાર, વૃત્તિનાં, આત્મમંથન, તીખા, પ્રગટ્યા, નરસિંહરાવ, દિવેટિયાએ, વિશેષ, રૌદ્ર, ભાવ્યું, wikisource, wiki, a3_, અહીંં, મળશેઃ, બ્હેની, સોઈ, હાંફીને, ઘટડામાં, ઘડે, મનસૂબો, બાળ, મારાં, કેરી, દેગ, દેવે, દાતરડું, તેગ, હથોડા, હાથના, તનડાં, કાયનાં, ગુજરાતની, પરંપરામાં, પ્રકારનું, ભૂતકાળમાં, સરકી, ઝવેરચંદ, સાંભળે, રચનાને, ભુલાય, ખરું, પૂછો, કહેવાતી, અનુભૂતિઓ, દૃષ્ટિકોણનું, સાચી, સમાજમાંથી, જન્મે, વ્યક્ત, દુનિયામાં, ખબરપત્રી, યથાર્થનો, અમૂર્ત, ધરાતળ, અનુભૂતિમાં, નવો, જેનું, બનાવે, પારગામી, માર્ક્સ, ઍંગલ્સ, ઘોર, વિરોધી, ઇતિહાસપ્રસિદ્ધ, મિત્રો, લેખકોની, રચનાઓમાં, વૈશ્વિક, દૃષ્ટિકોણ, હોવો, હોવા, ખરેખરી, સમસ્યાઓનું, નિરૂપણ, marxists, archive, marx, works, subject, art, preface, htm, પહેલો, પક્ષ, પેમ્ફલેટ, લખતો, અનુભૂતિને, વાચા, કેવી, દલીલ, વસંતમાં, ઉદ્યાન, હસતો, હોવાની, મૂક, બનીને, રોતાં, કલાનું, ઉદ્દેશ્ય, અંતિમ, છેડાના, મતભેદો, સાધ્ય, બીજામાં, સાધન, લીલાં, તલસતો, ખેડૂત, રાખ, સુંદર, ભવિષ્યનું, ચિતાએ, આર્થિક, નીતિઓની, દિશા, આત્મા, કકળતો, સાહિત્યનો, બનતી, સાહિત્યને, timesofindia, indiatimes, farmer, rise, articleshow, 45609708, cms, વહેલું, મોડું, લોન, ભરપાઈ, અઘરું, બોજ, ઓછો, ઊતરે, ટેકારૂપ, ખર્ચને, વળે, ઉપરાઉપરી, જતો, કારણસર, ઘટનાઓ, કારણોને, ઠરાવે, કરાનું, તોફાન, બજાર, પહોંચવામાં, અનુભવવી, તકલીફો, કારણો, રિપોર્ટમાં, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા, પંજાબમાં, આત્મહત્યાઓનું, પ્રમાણ, વધ્યું, તમિળનાડુના, કિસ્સાઓનો, ઉલ્લેખ, ઇંટેલીજન્સ, બ્યૂરોએ, રાષ્ટ્રીય, સુરક્ષા, સલાહકાર, અજિત, ડોવાલ, પ્રધાનના, પ્રિન્સિપલ, સેક્રેટરી, નૃપેન્દ્ર, મિશ્રને, દેખાડ્યું, અપાતી, અધૂરી, શાહુકારના, spate, cases, suicide, farmers, આતંકવાદે, વરસમાં, લોકોનો, ૧૯૯૫થી, ૨૦૧, લાખ, ખેડૂતોએ, મહારાષ્ટ્રમાં, ૦૦૦ને, વટાવી, psainath, maharashtra, crosses, 60000, farm, ગઝલનો, દેવીના, નામે, માગવામાં, આવતી, ભીક્ષા, માગતાં, હાથ, શ્રમ, કયાં, કારણોથી, દુઃખી, લીમડો, બાંધ, અશ્રુ, ઢાળે, સૂકાં, પડ્યાં, રેડ્યું, તોય, શ્મશાનોથી, ભાસતાં, સુકાઈ, મોલ, ઊભાં, યુવાન, મિત્ર, પુણેકરના, બ્લૉગ, કવિતા, ક્યાંકથી, વંટોળિયો, ઊઠ્યો, લખવાનું, હેમંતે, હેમકાવ્યો, hemkavyo, કવિતામાં, અખાડે, ઉલ્લૂ, ઔરોં, ઉસ્તાદ, જાણનારા, રોફ, જમાવી, ધૂરંધરોની, મહેફિલમાં, nepal, himanshu, thakkar, himalayas, લેખનાં, અવતરણો, સંદર્ભો, લેખમાં, રૂપે, વિગતો, તેમને, gmail, જનતાનું, પાછું, પાટે, શુભેચ્છાઓ, દૂરદર્શનના, ન્યૂઝ, પ્રોગ્રામમાં, પદાર્થપાઠ, સમજવા, પ્રબંધના, હાલના, અગાઉના, અધિકારીઓને, મળવાની, મેં, મુદ્દા, ઉઠાવ્યા, મૂલ્યાંકન, environmental, impact, assessment, eia, આકલનો, ખોટાં, સાબીત, ચૂક્યાં, આટલી, શ્રદ્ધા, હૃદયને, સ્પર્શી, દાવ, લગાવીએ, મહામૂલું, બુલંદ, અવાજે, બોલવું, કહેવાનું, પ્રત્યે, જાગૃત, મંત્રાલય, પર્યાવરણના, રક્ષણ, અંગેનાં, હળવાં, બનાવવા, તનતોડ, મહેનત, એપ્રિલના, પ્રોજેક્ટોની, એક્સ્પર્ટ, અપ્રાઇઝલ, કમિટી, eac, મીટિંગ, સરહદે, મહાકાલી, ૬૦૦૦મેગાવૉટ, વીજળી, ઉત્પન્ન, તેવડો, પંચેશ્વર, બાંધવા, sndrp, matu, ટૉક્સિક્સ, ઍલાયન્સ, હિમલ, પ્રકૃતિ, ભરત, ઝૂનઝૂનવાલા, નાગરિકોએ, eacને, લખીને, પ્રોજેક્ટને, નિયમો, શરતો, પહેલવહેલા, તબક્કે, પ્રધાનમંત્રી, મોદીની, મુલાકાત, કરેલી, સમજૂતી, જોતાં, શાણપણથી, વિચારશે, નકામી, અંતમાં, તેવી, ભેખડો, પડવાનો, અનુભવ, મરાયાં, ધારો, પૂરો, પ્રચંડ, ભેખડ, નદીને, રૂંધીને, લેવું, પ્રવીનતા, ૧૧મી, ૨૦૦૧૧ના, ત્સુનામી, રિએક્ટરો, પીગળી, દુનિયાનો, ઉદ્યોગ, સંકટ, અનુભવે, દર્શાવાયેલાં, ધરતીકંપનાં, સ્થાનો, શિલોંગ, ૧૮૯૭, અરુણાચલ, ચીન, સરહદ, ૧૯૫૦, ૨૦૧૧માં, સિક્કિમમાં, મત્ર, છૂટી, એક્સપ્રેસમાં, સંજય, આવનારા, વેઠશે, કેલિફૉર્નિયાની, જિઓહૅઝર્ડ્સ, ઇંટરનૅશનલ, અંદાજ, ૭ના, ૧૦૦૦, શિલાઓ, પડવાના, બનશે, ૨૫૦૦૦ના, આમૂલ, માળખાને, કરવાને, રાજ્યોની, પ્રોગ્રામ, પૂરજોશથી, અમલમાં, મૂક્યો, સરકારો, કંપનીઓ, ઇતિહાસની, મદમસ્ત, અલ્લડ, જીવનથી, ધબકતી, શાંત, બીમાર, તળાવ, વાદળ, ફાટવાના, બનાવો, કેટલા, સલામત, ભારતઃ, ૭૦૦ને, ભરખી, ઍપ્રિલનો, પૂર્વી, યમનોત્રીથી, ઉત્તરકાશી, ૧૯૯૧, ચમોલી, ૧૯૯૯, સીસ્મોલૉજિસ્ટો, ૮ની, ઉપરનો, ગમે, કાશ્મીરથી, યમનોત્રી, કેટલાય, ૬નો, પાકિસ્તાની, કબજા, હેઠળના, કાશ્મીરમાં, કાંગડામાં, ૮નો, ૦૦૦નો, ભૂસ્તરશાસ્ત્રીઓ, શક્તિશાળી, હિમાલયને, વહેંચી, નાખો, દરેકમાં, ધરતીકંપોનો, સમજીએ, ખડગપુરના, શંકર, નાથ, નીકળવાની, માનવો, હિન્દુકુશથી, અરુનાચલ, પ્રદેશના, અંત, સુધીનો, અઢી, હજાર, કિલોમીટારનો, સર્જી, મુશ્કેલી, નિષ્ણાતનું, અગમચેતી, આયોજન, વસ્તુ, હાથમાં, ખરેખરો, ૧૯૩૪, વૈજ્ઞાનિકોને, બીક, પ્લેટ, સરક્યા, યુરેઝિયન, પ્લેટની, હૈદરાબાદની, જિઓફિઝિકલ, ઇન્સ્ટીટ્યૂટના, હર્ષ, ગુપ્તા, ખેંચતાણની, strain, એકત્ર, ધરતીકંપોની, હારમાળા, ધરતીકં, ધરતીકંp, કેટલી, ટકા, માંડ, ઇસરોની, લાંગટંગ, લૅન્ડસ્લાઇડની, nasaની, nrscની, લાઇનોઃ, 0415, ewp, ગંડકીના, ઉપરવાસમાં, હિમશિલાએ, વૉર્ડ, જિલ્લાના, સમાગાંવ, ૮માં, અવરોધ, અસ્થિર, ડેમો, સ્થાનોએ, જેવું, થયેલા, ગંભીરતાને, ૨૦૧૩માં, સુપ્રીમ, કોર્ટના, આદેશથી, ચોપડાના, અધ્યક્ષપદે, સમિતિ, નીમી, સમિતિએ, ત્રાસદી, વિદ્યુત, હોવાનું, તારણ, ચીનની, મદદથી, પ્રોજેક્ટોનું, ચાલે, બનાવવો, તૂટતાં, વેરાય, કલ્પના, મોરબીમાં, તૂટ્યો, તારાજ, ભૂગર્ભમાં, ફૉલ્ટ્સ, અત્યારે, ભૂકંપનમાપક, વિદેશથી, મંગાવીને, પહોંચાડી, દેવાશે, સમજણ, કેળવવા, ભૂગોળની, યથાસ્થિતિ, દર્શાવતું, topological, model, મ્યાંમારમાં, માપક, કેન્દ્રો, stations, બનાવશે, મંત્રાલયના, શૈલેષ, નાયકને, એનાથી, ધરતીકંપોનું, ભૌતિકવિજ્ઞાન, સમજવામાં, કદમ, મંતવ્ય, સ્વીકાર્યું, જનરલ, ભવિષ્યની, હોનારતો, શીખવા, માટેનો, બનતો, ૨૦૧૩ની, માર્ગદર્શક, લોક, ટીવી, એજન્સીઓ, તસવીરો, પૂરી, પાડવાની, કાબેલિયતનાં, ગુણગાન, જગ્યાઓ, મળવી, ઉગાર, કામો, શક્તો, સંદેશવ્યવહાર, જગ્યાઓના, નક્શા, મૅપ્સ, એક્સપ્રેસના, લાઇન, ૪૦૦, ઇન્સ્ટ્રૂમેન્ટ, ગોઠવ્યાં, ભરતમાં, કાયમી, તેવાં, ઇન્સ્ટ્રૂમેન્ટોની, વિશેના, કૉલોરાડો, રોજર, બિલ્હૅમ, સહન, જોઇએ, નેપાળ, સજ્જ, લગતા, ઉપાયો, શરૂઆત, વર્ષો, iit, રૂડકી, હસ્તક, વાયુમાનવિજ્ઞાન, meteorological, department, organization, નાણાં, આપવાનું, વિકલ્પ, ખાડે, લેખકે, અધિકારીને, બાબતમાં, જિયોલૉજિકલ, સોસાઇટી, ઇંડિયાને, પ્રોજેક્ટનું, હસ્તાંતરણ, નડે, દર્શાવી, રીડિંગ, તેવા, ૪માં, શક્યતાવાળા, ૩માં, આવેલાં, ગીચ, વસ્તીવાળાં, શહેરોમાં, દેશનાં, રાજ્યોમાં, ખતરાવાળાં, સ્થળોએ, મૂકેલાં, ચાલતાં, ઉપકરણો, બહારથી, આયાત, કરવાં, ઉપકરણ, ઇન્સ્ટૉલ, મેન્ટેનન્સમાં, આંચકાનો, કયા, સ્ટ્રોંગ, ડિટેક્ટરો, ઍક્સીલેરોગ્રાફ, ઓળખાય, આગોતરા, સંકેત, મહત્ત્વની, ધરતીના, પેટાળમાં, આંચકાઓની, દેખરેખ, રાખવા, માટેનું, ડિટેક્ટર્સ, અફસરશાહીનો, મહિનાથી, પડ્યું, પરિણામે, લાખ્ખો, જિંદગીઓ, ખતરો, ક્વેક, મૉનિટરિંગ, કોમા, મહિનાઓથી, મૃતપ્રાયઃ, સ્થિતિમાં, સિવાયના, સભ્યોએ, રાજીનામાં, દીધાં, જાન્યુઆરીમાં, સભ્યોમાંથી, ત્રણની, નીમણૂક
Text of the page (random words):
ન્દ્રિત થયું કારણ કે બોમ્બ અને એનો ઉપયોગ કરવાની રીત બંગાળી ક્રાન્તિકારીઓ જેવી જ હતી અંતે હુમલાની યોજના પાછળ રહેલા ક્રાન્તિકારીઓ પકડાઈ ગયા જેમાં દિલ્હીની એક શાળાના શિક્ષક માસ્ટર અમીર ચંદ ભાઈ બાલમુકુંદ અવધબિહારી બસંત કુમાર બિશ્વાસ ગણેશીલાલ ખસ્તા વિષ્ણુ ગણેશ પિંગલે ચરન દાસ લક્ષ્મી નારાયણ શર્મા અને લાલા હનવંત સાહી હતા કેસ પત્યા પછી લક્ષ્મી નારાયણ શર્મા અને ગણેશીલાલને વારાણસી લઈ જવાયા એમને આજીવન કારાવાસની સજા મળી હતી ૧૯૧૫ના આ જ મહિનાની આઠમી તારીખે દિલ્હીમાં અમીરચંદ ભાઈ બાલમુકુંદ અને માસ્ટર અવધબિહારીને ફાંસી આપી દેવાઈ બીજા દિવસે અંબાલા જેલમાં બસંત કુમાર બિશ્વાસને પણ ફાંસી આપવામાં આવી એમને ફાંસી આપવામાં આવી તે ફાંસીઘર હવે આઈ ટી ઓ ની સામે દિલ્હીની મૌલાના મૅડિકલ કૉલેજના પ્રાંગણમાં સમાઈ ગયું છે દર વર્ષે શહીદોને અંજલિ આપવાનો કાર્યક્રમ યોજાતો હોય છે બસંત કુમાર બિશ્વાસ માસ્ટર અમીરચંદ ભાઈ બાલમુકુંદ અવધબિહારી અમીર ચંદનો જન્મ ૧૮૬૯ માં થયો હતો પિતાની જેમ એ પણ શિક્ષક હતા અને સ્વદેશી આંદોલન તેમ જ બીજાં સામાજિક સુધારા કાર્યોમાં પણ સક્રિય હતા લાલા હરદયાલને મળ્યા પછી ગદર આંદોલનમાં પણ સક્રિય બન્યા અને ઉત્તર ભારતમાં ક્રાન્તિકારી કાર્યોના માર્ગદર્શનમાં મહત્ત્વનો ભાગ ભજવતા હતા ભાઈ બાલમુકુંદનો જન્મ ૧૮૮૯માં ઝેલમ હવે પાકિસ્તાનમાં ઔરંગઝેબ સામેના વિદ્રોહમાં શીખ ગુરુ તેગબહાદુરજીના એક અનન્ય સાથી અને શહીદ વીર ભાઈ મતીદાસના કુળમાં એમનો જન્મ થયો હતો અવધ બિહારી અમીર ચંદના વિદ્યાર્થી હતા બસંત કુમાર બિશ્વાસ બંગાળના હતા અને એમને ફાંસી અપાઈ ત્યારે એમણે ૨૦ વર્ષ પણ પૂરાં નહોતાં કર્યાં ચારેય શહીદોને પ્રણામ કરીએ ૦ ૦ ૦ ભગવતી ચરણ વોહરાઃ ભગત સિંઘના સાથી ભગવતી ચરણ વોહરાનો જન્મ ૧૯૦૪માં થયો એ મૂળ ગુજરાતના હતા પરંતુ બહુ પેઢીઓ પહેલાં ગુજરાત છોડીને આગરામાં એમનો પરિવાર વસી ગયો હતો ભગવતી ચરણ અને એમનાં પત્ની દુર્ગાવતી પણ ગુજરાતી બ્રાહ્મણ પરિવારનાં જ હતાં લગ્ન વખતે દુર્ગાની ઉંમર ૧૧ વર્ષ હતી બન્ને પરિવાર આગરા છોડીને લાહોરમાં નજીક નજીકની શેરીઓમાં જ રહેતા હતા દુર્ગાવતી પણ પતિની સાથે જ ભગત સિંઘની મંડળીમાં સક્રિય બની ગયાં ગ્રુપમાં બધા એમને દુર્ગાભાભી કહેતા ભગત સિંઘ અને સુખદેવ થાપર સૌંડર્સની હત્યા કરીને બે દિવસ પછી ભગવતી ચરણને ઘરે પહોંચ્યા એમને લાહોરથી નીકળી જવું હતું અને કોઈ ઓળખી ન શકે એટલે એમણે વેશપલ્ટો કરી લીધો હતો ભગત સિંઘે પહેલી વાર વાળ કપાવીને ફેલ્ટ કૅપ પહેરી આજે તો એ તસવીરથી જ આપણે ભગત સિંઘને ઓળખીએ છીએ પરંતુ ટ્રેનમાં એવું લાગવું જોઈએ કે એક સદ્ ગૃહસ્થ કુટુંબ મુસાફરી કરે છે એટલે આ ફેલ્ટ કૅપવાળા જુવાનની પત્ની પણ હોવી જોઈએ આ ભૂમિકા દુર્ગાભાભીએ ભજવી ભગત સિંઘે દુર્ગાભાભીના પુત્ર શચીન્દ્રને તેડ્યો અને બન્ને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠાં બીજા અમર શહીદ રાજગુરુ એમના નોકર તરીકે થર્ડ ક્લાસમાં સામાન સાથે આવ્યા દુર્ગાભાભીનું ગાઝિયાબાદમાં ૧૯૯૯માં અવસાન થયું ભગવતી ચરણ પહેલાં તો ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાયા પણ ચૌરીચૌરાના બનાવ પછી ગાંધીજીએ સત્યાગ્રહ પાછો ખેંચી લેતાં એ ફરી કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાઈ ગયા વોહરા વાચનના જબરા શોખીન હતા અને ભગત સિંઘે સ્થાપેલી નૌજવાન ભારત સભા અને હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિએશનના સિદ્ધાંતવેત્તા હતા આમ એમનું સ્થાન ગ્રુપમાં મુખ્યત્વે ચિંતક અને વિચારકનું હતું એમણે કૉલેજમાં ભગત સિંઘ અને સુખદેવની સાથે મળીને માર્ક્સિસ્ટ સ્ટડી સર્કલ પણ બનાવ્યું હતું એના પછી હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિએશનનું નામ હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિક એસોસિએશન hsra નામ અપાયું સશસ્ત્ર કાર્યવાહીઓ માટે પૈસાની પણ જરૂર પડતી અને વોહરા પરિવાર પૈસેટકે સુખી હતો એટલે ગ્રુપની નાણાભીડમાં પણ ભગવતી ચરણની મદદ રહેતી પરંતુ ભગવતી ચરણ ગ્રુપના જ કેટલાક સાથીઓની ઈર્ષ્યાનો ભોગ બન્યા અને ક્રાન્તિમાં ગદ્દાર છે એવી વાતો ફેલાવા માંડી એમણે તો જો કે પરવા ન કરી પરંતુ હિન્દીના જાણીતા સાહિત્યકાર અને એ ગ્રુપના એક સભ્ય યશપાલ પોતાના પુસ્તક સિંહાવલોકનમાં લખે છે કે એક વાર ભગત સિંઘે ભગવતી ચરણને ગોળીએ દઈ દેવાનો વિચાર કરી નાખ્યો હતો ભગત સિંઘ એમને ભાઈ માનતા અને એમના વિરુદ્ધની અફવાઓને માનતા નહોતા પણ જોખમ પણ લેવા નહોતા માગતા ક્રાન્તિકારીને મન ક્રાન્તિથી વધારે મોટા કોઈ જ સંબંધ નથી હોતા પરંતુ યશપાલના કહેવાથી ભગત સિંઘ એમને ઘરે મળવા ગયા અને પાછળથી યશપાલ પહોંચ્યા તો એમણે જોયું કે બન્ને પ્રસન્ન ચહેરે વાતો કરતા હતા યશપાલને લાગ્યું કે એક અજુગતો બનાવ બનતાં રહી ગયો યશપાલ લખે છે કે ભગવતીભાઈ વિરુદ્ધ જયચન્દ્ર વિદ્યાલંકારે એમના કાન ભંભેર્યા હતા વાત એમ હતી કે કાકોરી કેસના આરોપીઓ રામપ્રસાદ બિસ્મિલ વગેરેના બચાવ માટે પૈસાની જરૂર હતી અને hsraના પંજાબના વડા તરીકે પ્રોફેસર જયચન્દ્ર વિદ્યાલંકાર પર પૈસા ભેગા કરવાની જવાબદારી હતી જયચન્દ્ર એક સ્કૂલમાં ફંડફાળા માટે ગયા ત્યાં ભગવતી ચરણનાં મોટાં બહેન સુશીલાદીદી શિક્ષિકા હતાં એમણે પોતાની બંગડીઓ આપી દેવાનું વચન આપ્યું ભગવતીએ જ્યારે આ જાણ્યું ત્યારે એમને દુઃખ થયું અને પોતે જ પૈસા આપી દેવાનો નિર્ણય કર્યો કે જેથી બહેનની બંગડીઓ ન જાય વિદ્યાલંકાર બંગડી માટે ઊઘરાણી કરતા રહ્યા એક દિવસ એમણે સંદેશ મોકલ્યો કે એમની ભાણેજીના લગ્ન માટે બંગડીઓ પોતે જ ખરીદ્દી લેશે ભગવતીને એ ન ગમ્યું એમણે કહ્યું કે જો મારી બહેન બંગડી વગર રહી શકતી હોય તો જયચંદ્રની ભાણેજી પણ રહી શકે અને લગ્નમાં આટલો ખર્ચ કર્યા વિના જ વિદ્યાલંકાર એટલા રૂપિયા પાર્ટીને આપી દે આમાંથી પાર્ટીમાં ભગવતી ચરણ વિરુદ્ધ પ્રચાર શરૂ થઈ ગયો હતો એમ યશપાલ ખુલાસો કરે છે સુશીલાદીદી પણ ક્રાન્તિનાં કાર્યોમાં સક્રિયપણે ભાગ લેતાં સૌંડર્સને માર્યા પછી ભગત સિંઘને છુપાવા માટે એમણે જ ઘર અપાવ્યું હતું સુશીલાદીદી અને એમની એક સખીએ સાર્જન્ટ ટેલર પર ગોળીઓ છોડીને એનો જાન લેવાનો પ્રયાસ કર્યો હતો એ પણ દુર્ગાભાભીની જેમ છેલ્લા શ્વાસ સુધી સામાજિક સેવાકાર્યો કરતાં રહ્યાં ૧૯૨૯માં ભગવતી ચરણ વાઇસરોયને ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાના કાવતરામાં સામેલ થયા વાઇસરોયની ટ્રેનને તો કંઈ નુકસાન ન થયું પણ ગાંધીજીએ એની વિરુદ્ધ cult of bomb લેખ લખ્યો એના જવાબમાં hsra તરફથી પણ એક લેખ પ્રકાશિત થયો philosophy of bomb આ લખનાર ભગવતી ચરણ હતા હવે એમણે બોમ્બ બનાવવાનું શીખી લીધું હતું એમનો વિચાર હતો કે ભગતસિંઘ અને એમના સાથીઓને બોમ્બ ફેંકીને જેલમાંથી છોડાવી લેવા એક ભાડાના ઘરમાં એ અમુક સાથીઓની સાથે મળીને બોમ્બ બનાવતા ૨૮મી મે ૧૯૩૦નો એ દિવસ હતો ભગવતી ચરણ એક બે સાથી સાથે રાવીના કિનારે બોમ્બનો અખતરો કરવા ગયા ત્યારે બોમ્બ અચાનક ફૂટી ગયો અને ક્રાન્તિકારી વીર ભગવતી ચરણ વોહરાનું એમાં મૃત્યુ થઈ ગયું એ સમયે એમની ઉંમર માત્ર ૨૫ વર્ષની હતી આ મહિને આ ગુમનામ શહીદને આપણે યાદ કરીએ ૦ ૦ ૦ રાસ બિહારી બોઝઃ અનન્ય ક્રાન્તિકારી બંગાળના આ મહાન ક્રાન્તિકારીનો જન્મ ૨૫મી મે ૧૮૮૬ના થયો હતો વાઇસરોય હાર્ડિંજ પર બોમ્બ ફેંકવાની યોજનામાં પણ રાસ બિહારી બોઝ સામેલ હતા અને બનાવ બન્યા પછી પોલીસ તંત્રે સૌથી પહેલાં તો રાસ બિહારી બોઝની જ શોધખોળ શરૂ કરી હતી એ જ રાતે એ વેશપલ્ટો કરીને દહેરાદૂન પહોંચી ગયા અને પાછા નોકરીએ લાગી ગયા સશસ્ત્ર ક્રાન્તિ સાથે તો એ સંકળાયેલા હતા જ ૧૯૦૮માં ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ મૅજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડ પર બોમ્બ ફેંક્યો એ તો બચી ગયો પણ બે અંગ્રેજ મહિલાઓ એનો ભોગ બની આ નિષ્ફળ પ્રયાસ પછી બોઝ બંગાળથી ભાગી છૂટ્યા અને દહેરાદૂનમાં ફોરેસ્ટ રીસર્ચ ઇંસ્ટીટ્યૂટમાં નોકરી કરવા લાગ્યા આમ છતાં એમણે પંજાબ અને બંગાળના ક્રાન્તિકારીઓ સાથે સંબંધો તો રાખ્યા હતા અને બધી રીતે સક્રિય હતા બોઝ બંગાળમાં યુગાંતર jugantar સશસ્ત્ર સંગઠનના વિકાસ માટે પણ એના સ્થાપક જતીન્દ્રનાથ મુખરજી બાઘા જતીન એટલે કે વાઘ જતીન સાથે મળીને કામ કરતા હતા હાર્ડિંજ પરના હુમલામાં એમને પકડવામાં પોલીસને સફળતા ન મળી અને ૨૦૧૫માં તો રાસ બિહારી બોઝ જાપાન પહોંચી ગયા આપણે જાણીએ છીએ કે સુભાષચન્દ્ર બોઝ પણ ભાગીને જાપાન પહોંચ્યા હતા અને ત્યાં એમણે આઝાદ હિન્દ ફોજની અને હિન્દુસ્તાનની આરઝી હકુમત હંગામી શાસન ની રચના કરી હતી પરંતુ આપણે એ નથી જાણતા કે આઝાદ હિન્દ ફોજની રચનામાં રાસ બિહારી બોઝનો ફાળો બહુ મહત્ત્વનો હતો એ જાપાન સરકાર ભારતના ક્રાન્તિકારીઓને ટેકો આપે તે માટે પહેલાં પણ પ્રયાસ કરતા રહ્યા હતા એમણે જાપાનમાં ઇંડિયા ઇન્ડીપેન્ડન્સ લીગ ની સ્થાપના કરી હિન્દુસ્તાનીઓની અલગ સેના હોવી જોઈએ એવો વિચાર પણ એમનો જ હતો લીગનું બીજું અધિવેશન મળ્યું તેમાં રાસ બિહારી બોઝે એક ઠરાવ મંજૂર કરાવીને સુભાષબાબુને જાપાન આવીને લીગનું પ્રમુખસ્થાન સંભાળી લેવા અપીલ કરી સુભાષબાબુએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો અને છૂપી રીતે જાપાન પહોંચી ગયા ત્યાં જાપાને હિન્દી યુદ્ધકેદીઓ એમને સોંપી દીધા આમ આઝાદ હિન્દ ફોજની રચના થઈ પરંતુ ૧૯૧૫ પહેલાં પણ બોઝ ગદર ક્રાન્તિ સાથે સંકળાયેલા હતા કૅનેડાવાસી પંજાબી ખેડૂતોની એમાં મુખ્ય ભૂમિકા હતી અમેરિકામાં કૅલિફૉર્નિયામાં પૅસિફિક કોસ્ટ હિન્દુસ્તાની એસોસિએશન બનાવ્યું હતું એના તરફથી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ ઇંડિયા નામની પત્રિકા પ્રકાશિત થતી હતી રાસ બિહારી એના માટે પણ લખતા અહીં એ પત્રિકાના ૨૫મી ડિસેમ્બરના અંકનું પહેલું પાનું દેખાડેલું છે https www saadigitalarchive org item 20111129 503 પર કરવાથી એ પત્રિકા વાંચી શકાશે એના બીજા પાના પર રાસ બિહારી બોઝનો પત્ર છે જે વાંચવા જેવો છે નીચે એની નકલ આપી છે આ એક કૉલમના લેખમાંથી ચીની નૅશનલ પાર્ટી સાથેના બોઝના સંબંધો પ્રગટ થાય છે એટલું જ નહીં પણ ચીની પાર્ટી મહાત્મા ગાંધી પ્ર્રત્યે સન્માન દર્શાવ્યા છતાં અહિંસાના માર્ગને વ્યવહારુ નહોતી માનતી અને રાસ બિહારી બોઝ એમની સાથે સંમત થતાં કહે છે કે હિન્દુસ્તાન તલવારના જોરે જ આઝાદ થઈ શકશે બીજું વિશ્વયુદ્ધ સમાપ્તિની નજીક પહોંચી ગયું હતું ત્યારે આ મહાન ક્રાન્તિકારી ૨૧ જાન્યુઆરી ૧૯૪૫ના રોજ માર્યા ગયા મે મહિનાના આ પ્રખર સંતાનને વંદન વેબગુર્જરી પરઃ http webgurjari in 2015 05 30 maari baari_42 month of may dedicated to freedom fighters like loading author dipak dholakia posted on 30 05 2015 categories uncategorized tags avadh bihari દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી basant kumar bishwas bhagwati charan vohra bhai bal mukund dipak dholakia durgabhabhi freedom fighters maari baari master amir chand ras behari bose revolutionaries webgurjari 3 ટિપ્પણીઓ this month of may dedicated to freedom fighters માટે best short stories from pakistan anandi http webgurjari in 2015 05 24 all time best short urdu stories from pakistan_6 ગુલામ અબ્બાસ લેખકનો પરિચયઃ જન્મઃ ૧૭ નવેમ્બર ૧૯૦૯ અમૃતસર મૃત્યુઃ ૧ નવેમ્બર ૧૯૯૪ લાહોર ૧૯૨૨માં ૧૩વર્ષની ઉંમરે પહેલી વાર્તા લખી ૧૯૩૮માં ઑલ ઇંડિયા રેડિયોમાં જોડાયા અને એની પત્રિકા આવાઝ ના સંપાદક બન્યા તે પછી રેડિયો પાકિસ્તાનમાં ગયા અને ત્યં પણ પત્રિકા આહંગ ના સંપાદક બન્યા તે છોડીને લંડન ગયા અને બીબીસીમાં કામ કર્યું એમણે પાંચ વાર્તા સંગ્રહ એક નવલકથા અને બાલસાહિત્યનાં પાંચ પુસ્તકો લખ્યાં છે આજની વાર્તા આનંદી ના આધારે શ્યામ બેનીગલે મંડી ફિલ્મ બનાવી છે જો કે ફિલ્મમાં આ વાર્તા માત્ર આધાર તરીકે જ લેવાઈ છે ઘટનાઓનું સામ્ય નથી પણ પરિસ્થિતિનું સામ્ય અવશ્ય છે આભારઃ આ વાર્તાનો અનુવાદ કરવાની સહર્ષ પરવાનગી આપવા બદલ પ્રકાશક સાક્ષી પ્રકાશન એસ ૧૬ નવીન શાહદરા દિલ્હી ૧૧૦૦૯૫ નો આભાર પ્રકાશકનો સંપર્કઃ ઑફિસઃ ૦૧૧ ૨૨૩૨ ૪૮૩૩ મોબાઇલઃ ૦૯૮૧૦૪૬૧૪૧૨ ઇ મેઇલઃ goelbooks rediffmail com પુસ્તક સંબંધી વિવરણઃ પાકિસ્તાન કી સર્વશ્રેષ્ઠ ઉર્દૂ કહાનિયાં ભાગ ૧ isbn 81 86265 23 6 કિંમતઃ રૂ ૧૨૫ ભાગ ૨ isbn 8186265 42 2 કિંમતઃ રૂ ૧૨૫ આનંદી જેના પરથી શ્યામ બેનીગલે મંડી બનાવી ગુલામ અબ્બાસ મ્યુનિસિપાલિટીની બેઠક જુસ્સાભેર ચાલતી હતી હૉલ ખીચોખીચ ભરેલો હતો અને અસાધારણ વાત એ હતી કે એક પણ સભ્ય ગેરહાજર નહોતો ચર્ચાનો મુદ્દો એ હતો કે બજારુ સ્ત્રીઓને શહેરનીબહાર વસાવવી કારણ કે શહેરમાં એમનું હોવું એ માનવતા શીલ સદાચાર અને સંસ્કારો માટે કલંક છે રાષ્ટ્રના સાચા શુભ ચિંતક તરીકે જાણીતા એક સ્થૂળકાય સભ્ય બહુ જ સાદી ભાષામાં બોલતા હતા સાહેબો એ પણ જૂઓ કે આ બાઈઓ જ્યાં રહે છે તે લત્તો શહેરની વચ્ચોવચ્ચ તો છે જ પણ એ જ આપણું મોટું વેપારનું કેન્દ્ર પણ છે એટલે કોઈ પણ શરીફ માણસે ત્યાંથી પસાર થવું જ પડે છે આપણી મા બહેનો વહુ દીકરીઓ પણ ત્યાં જતી હોય છે સાહેબો આ સારા ઘરની મહિલાઓ જ્યારે અર્ધનગ્ન વેશ્યાઓને શૃંગાર કરતી જૂએ છે ત્યારે એમને પણ મનમાં ઉમંગ ઊઠે છે અને મોંઘી મોંઘી સાડીઓ ઝરઝવેરાતની ફરમાઇશ કરવા લાગે છે થાય એવું છે કે ઘરમાં જે આનંદ અને સુખ હતાં તે પલાયન થઈ જાય છે અને સાહેબ મારા આપણં બાળકો આપણા મુલકનું ભવિષ્ય આજે સ્કૂલોમાં તૈયાર થાય છે એમને પણ આ બાજારમાં જ આવવું પડે છે એમના મન પર જરા વિચાર કરો કેવીછાપ પડતી હશે એક માજી અધ્યાપક બોલ્યા ભાઇઓ યાદ રાખો છેલ્લાં પાંચ વર્ષમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા દોઢગણી થઈ ગઈ છે એમને આમ પણ આંકડાઓ સાથે બહુ પ્રેમ હતો એક સાહિત્યિક પત્રિકાના અવૈતનિક સંપાદક ચશ્માં આંખે બરાબર ગોઠવતાં બોલ્ય હઝરત આપણા શહેરના ભલાભોળા રહેવાસીઓ આ સ્ત્રીઓની પાસે પહોંચવા માટે અવળે ધંધે ચડી ગયા છે પૈસા કમાવા માટે નશાવાળી વસ્તુઓના ખરીદવેચાણમાં પડી ગયા છે અંતે તો આપણા સમાજમાં આની અસર સંયમ સદાચાર પર પડે છે એક મોટા ખાનદાનના મુખિયા હવે બોલવા ઊભા થયા સાહેબો આખી રાત આ લોકોને ત્યાં તબલાંની થાપ હાહા હીહી રંગીલાઓના દેકારા અને ધીંગામસ્તી ગાળાગાળી સભ્ય લોકોની તો રાતની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે આવી સ્ત્રીઓના પાડોશમાં રહેનારાં બેન દીકરીઓવાળાં જાણે છે કે એમનાં કુટુંબો કેવાં બારબાદ થવા લાગ્યાં છે આટલું કહેતાં એમને ગળે ડૂમો ભરાઈ આવ્યો છેલ્લે પ્રમુખ મહાશય ઊભા થયા ભાઈઓ હું તમારી વાત સાથે સોટકા સંમત છું કે આ પતિત સ્ત્રીઓને આપણી વચ્ચે રહેવા દેવા છે તે આપણે હાથે જ આપણી આબરૂના કાંકરા કરીએ છીએ પણ સવાલ એ છે કે એનો ઉપાય શું કરવો દસ વીસ હોય તો જાણે સમજ્યા પણ આવી તો સેંકડો છે અને કેટલીયે એવી છે જે મકાનોની માલિક છે હટાવીએ તો કેમ લગભગ એક મહિનો આ ચર્ચાઓ ચાલી તે પછી સર્વાનુમતે નિર્ણય લેવાયો કે વેશ્યાઓને આ જગ્યાએથી હટાવવી એમને વળતર ચૂકવવું અને શહેરની બહાર ખાલી જગ્યા છે ત્યાં એમને જમીન આપવી અને ત્યાં એ ઘર બાંધીને રહે વેશ્યાઓને આ નિર્ણયની ખબર પડી તો એમણે એનો જોરદાર વિરોધ કર્યો કેટલીયે તો હુકમને ઠોકરે ચડાવવા બદલ જેલની સજા પણ ભોગવી અંતે એમનું કંઈ ચાલ્યું નહીં અને ધીમે ધીમે બધી વેશ્યાઓ નવી જગ્યાએ જવા સંમત થવા લાગી એમનાં મકાનો લીલામથી વેચાયાં પણ એમને છ મહિના સુધી પોતાનાં જૂનાં ઘરોમાં રહેવાની છૂટ મળી જેથી નવી જગ્યાએ એમનાં મકાનો બંધાઈ જાય આ સ્ત્રીઓ માટે જે જગ્યા પસંદ કરાઈ હતી તે શહેરથી છ ગાઉ દૂર હતી પાંચ ગાઉ સુધી તો પાકો રસ્તો હતો તે પછી એક ગાઉનો કાચો રસ્તો હતો કોઈ જૂની અવાવરુ જગ્યા હતી કદાચ પહેલાં કદી ત્યાં વસ્તી હોવી જોઈએ પણ આજે તો ત્યાં ચારેકોર ખંડેર દેખાતાં હતાં નિર્જન જગ્યામાં દિવસે પણ ઘૂવડ અને ચામચીડિયાં ઊડતાં હોય એવી હાલત હતી આસપાસ કાચાં મકાનો હતાં પણ ખેડૂતો સવારે ખેતરે ચાલ્યા જતા તે છેક રાતે પાછા ફરતા દિવસે તો માણસ નામનું કોઈ પ્રાણી ભાગ્યે જ જોવા મળતું હતું પાંચસો કરતાં વધારે વેશ્યાઓ હતી તેમાંથી માત્ર ચૌદ એવી હતી કે જે પોતાના આશિકો કાયમ મદદ કરતા રહેશે એવા ભરોસે અહીં રહેવા આવી હતી શહેરમાં એમનાં ઘણાં મકાનો હતાં એની કિંમત બહુ ઊંચી મળી બીજી બાજુ અહીં પાણીના ભાવે જમીન મળી એટલે રાતોરાત માલદાર બની ગઈ હતી બીજી વેશ્યાઓએ તો નક્કી કરી લીધું હતું કે કોઈ હોટેલનો આશરો શોધી લેશે અથવા શહેરના કોઈ ખૂણે શરાફતનો નકાબ ઓઢીને વસી જશે ચૌદ માલદાર વેશ્યાઓએ વેરાન જમીનમાં ઠેરઠેર કબરો હટાવીને જમીન સાફ કરાવી અને મકાનો બાંધવાનું શરુ કરી દીધું આખો દિવસ ઈંટ પથ્થરો સિમેન્ટ ગર્ડરો પાઇપો લઈને છકડા આવતા અને મજૂરો કામ કરતા હવે આ જગ્યા સૂનસાન નહોતી રહી આખો દિવસ બોલાટ હવામાં તરતી રહેતી ખંડેરોની વચ્ચે એક મસ્જિદનૂમા જગ્યા હતી એની પસે બંધ પડેલો કૂવો પણ હતો કામ કરનારા મિસ્ત્રીઓએ મજૂરોને કામે લગાડીને કૂવો ગળાવ્યો અને મસ્જિદ પણ બનાવી હવે નમાઝી મજૂરો ત્યાં એકઠા થવા લાગ્યા સૌનો બપોરનો જમવાનો સમય તો મસ્જિદ પાસે વીતવા લાગ્યો લોકોની ભીડ જોઈને એક ખેડૂતને શું સૂઝ્યું કે એ એક માટલામાં શરબત લાવીને વેચવા લાગ્યો બીજા કોઈને વિચાર આવ્યો કે અહીં તો તરબૂચ પણ વેચી જોઈએ એ તરબૂચ લાવ્યો એક ડોશીમાને ખબર પડી કે અહીં તો માણસોની ભીડ થાય છે એણે દીકરાને કહીને એક ખોખું ત્યાં ગોઠવી દીધું એના પર બીડી સિગરેટ તમાકુનાં ખાલી ખોખાં ગોઠવી દુકાન સજાવી કુલ સાચો માલ તો દસેક બીડીનાં બંડલ બે ચાર સિગરેટનાં પૅકેટ એટલો જ હતો પણ દુકાન ધમધોકાર ચાલવા લાગી એક કબાબી આવ્યો અને ડોશીની પાસે જમીનમાં તંદૂર બનાવીને લાંબા સળિયા સિખ પર કબાબ ભૂંજવા લાગ્યો આના પછી ભાડભૂંજિયા કેમ બાકી રહે એક ભટિયારણ આવી અને રોટી કબાબનો ધંધો ચાલ્યો ચૌદ માલદાર વેશ્યાઓ પણ હવે તો વારંવાર આવીને પોતાનાં મકાનો કેમ બને છે તેની જાતે દરકાર સેવવા લાગી અને હવે તો ક્યારે અહીં રહેવા આવવું એના વિચાર કરવા લાગી આ સ્થળે એક બિસ્માર દરગાહ પણ હતી એક દિવસ એક ફકીર આવ્યો અને પાસેના તળાવમાંથી ઘડા ભરીને પાણી રેડવા લાગ્યો લોકોએ પૂછ્યું તો એણે કહ્યું આ બાબા કડકશાહની મઝાર છે એ બહુ પ્રતાપી સૂફી હતા વેશ્યાઓએ નક્કી કર્યું કે અહીં આવીને બાબા કડકશાહની સેવા કરવી એમણે દરગાહ સમરાવી દીવાબત્તી લગાડ્યાં કવ્વાલો આવીને ગાવા લાગ્યા બુધવારના શુભ દિવસે વેશ્યાઓએ ગૃહપ્રવેશ કરતાં પહેલાં બાબા કડકશાહની મઝાર પર ઉર્સ રાખ્યો આખી રાત નાતિયા કવ્વાલીઓ ગવાતી રહી શરબતો વેચાતાં રહ્યાં વેશ્યાઓના આશિકો પણ આ ધાર્મિક અનુષ્ઠાનમાં સામેલ થયા પછી તો રોજ વેશ્યાઓના ચાહકો ત્યાં આવતા થઈ ગયા પણ આ વિસ્તારમાં હજી લાઇટ નહોતી વેશ્યાઓએ અરજી કરી લાઇટની તકલીફ તો આવનારાઓને પણ હતી બીજું એક ગાઉનો રસ્તો કાચો હતો એ પણ ઠીક કરાવવાનો હતો આશિકો કામે લાગી ગયા થોડા દિવસમાં જ ત્યાં વીજળીના થાંભલા ઊભા થવા લાગ્યા અને એના પર તાર ઝૂલવા લાગ્યા રસ્તો પણ હવે પાકો થઈ ગયો હતો રાત વરાત ત્યાં જવું આવવું સહેલું થઈ ગયું આટલા વિકાસ પછી એની આસપાસની જમીન તરફ લોકોનું ધ્યાન જવા લાગ્યું અને માલેત...
|