Meta tags:
description= 6 posts published by Dipak Dholakia during September 2018;
Headings (most frequently used words):
slavery, india, and, struggle, for, freedom, part, chapter, dipak, science, samachar, dholakia, spam, blocked, મહિનો, સપ્ટેમ્બર, 2018, 31, 30, 47, 29, 28, 46, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, relate,
Text of the page (most frequently used words):
અને (147), 2018 (47), સાથે (38), હતો (38), હૈદર (34), માટે (30), #સપ્ટેમ્બર (29), ઓક્ટોબર (29), ટીપુ (29), ઓગસ્ટ (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), જુલાઇ (26), ગયો (26), કરી (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), પછી (22), નથી (22), હતું (22), slavery (21), હોય (21), એને (21), અંગ્રેજો (21), freedom (20), struggle (20), 2013 (18), 2022 (18), એટલે (18), હતી (18), dipak (17), પરંતુ (17), 2011 (16), ભાગ (16), એની (16), એના (16), અલી (16), કંપની (16), હતા (16), dholakia (15), એણે (15), વચ્ચે (15), 2014 (14), india (14), for (14), કર્યો (14), ગુલામી (14), એનો (14), કોઈ (14), 2025 (13), and (13), એમણે (13), પહેલાં (13), બીજા (13), આપણે (13), હવે (13), સંઘર્ષ (13), માટેનો (12), ફ્રેંચ (12), અંગ્રેજ (12), ત્યારે (12), ટીપુએ (12), સંદર્ભઃ (11), આઝાદી (11), સામે (11), પાસે (11), શરૂ (10), science (10), થયો (10), વધારે (10), નહીં (10), એનું (10), સામાન્ય (10), મૈસૂર (10), હુમલો (10), ફોજ (10), જાય (9), સુધી (9), ટકા (9), મૃત્યુ (9), શકે (9), જોવા (9), કારણ (9), કરે (9), કર્યું (9), અલીએ (9), બાજુ (9), આપી (9), ટીપુને (9), યુદ્ધ (9), com (8), martyrs (8), www (8), શું (8), રહે (8), https (8), માત્ર (8), રહ્યો (8), રીતે (8), એમના (8), બન્ને (8), થાય (8), નહોતો (8), બની (8), ભારત (8), એમની (8), part (8), chapter (8), ઈસ્ટ (8), ઇંડિયા (8), આવ્યો (8), કંઈ (8), મરાઠા (8), અંગ્રેજોને (8), like (7), uncategorized (7), indian (7), સમાચાર (7), મળે (7), આહાર (7), એમાં (7), મુખ્ય (7), શકાય (7), કામ (7), કરતાં (7), કહે (7), જશે (7), મહંમદ (7), વાત (7), બીજી (7), નહોતા (7), નિઝામ (7), એવું (7), ફરી (7), એકતા (7), નામ (6), મારી (6), webgurjari (6), વેબગુર્જરી (6), tags (6), categories (6), posted (6), author (6), loading (6), નહોતી (6), બનાવી (6), અમુક (6), બૅક્ટેરિયા (6), મળ્યું (6), મોટા (6), the (6), ત્યાં (6), સૌથી (6), દક્ષિણ (6), કરીને (6), તેમ (6), લઈને (6), હશે (6), સુલતાન (6), ઇતિહાસ (6), બહુ (6), કંપનીએ (6), એમને (6), બધા (6), લડાઈ (6), ગયું (6), નહોતું (6), ટીપુના (6), સેરિંગપટમ (6), તરત (6), પોતાના (6), બારી (5), શોધો (5), leave (5), comment (5), પ્રમાણ (5), અસર (5), અભ્યાસ (5), ઘણા (5), કારણે (5), નુકસાન (5), આમાં (5), લગભગ (5), જુદા (5), ahr (5), મળી (5), આથી (5), ખરાબ (5), વખતે (5), રહી (5), લડાઈમાં (5), દીધો (5), પડી (5), કરતો (5), પોતાની (5), એમનો (5), માણસ (5), કરવા (5), થયું (5), વેપાર (5), પહોંચ્યા (5), ભારતઃ (5), સમય (5), કર્યા (5), બિગ (5), જોઈએ (5), કરો (4), પસંદ (4), blocked (4), નવી (4), spam (4), history (4), adventurous (4), subhashbabu (4), samachar (4), releases (4), સંશોધકોએ (4), ખબર (4), પ્રોટીન (4), દિવસ (4), લીધું (4), ઉપયોગ (4), સ્ત્રીઓ (4), ત્રણ (4), દારુ (4), પૌષ્ટિક (4), એમાંથી (4), મળતાં (4), મદદ (4), વિશે (4), ઘણું (4), છીએ (4), છતાં (4), edu (4), બીજું (4), ભારતમાં (4), કરોડ (4), થશે (4), લોકો (4), તરીકે (4), નીચે (4), મોટો (4), હજી (4), પ્રકરણ (4), બાજુથી (4), માર્ગમાં (4), સૈનિકો (4), પાછળ (4), પહોંચી (4), અહીં (4), પોતે (4), પાછો (4), અંગ્રેજોના (4), પેનરોઝ (4), બ્રહ્માંડ (4), એટલું (4), બધું (4), બૅંગ (4), બ્રહ્માંડના (4), ટીપુની (4), ઇતિહાસમાં (4), ઔરંગઝેબ (4), this (3), wordpress (3), other (3), journal (3), જેમાં (3), વ્હેય (3), વગેરે (3), જોયું (3), ફેરફાર (3), ભૂખ (3), પ્રમાણે (3), ઓછું (3), તારણ (3), પોતાને (3), આપ્યા (3), આપ્યો (3), ઘણાં (3), મળ્યો (3), ગાંઠો (3), કોબીજ (3), આંતરડાના (3), આપણા (3), news (3), પ્રકાશિત (3), આજે (3), અબજ (3), કાર્બન (3), આવા (3), એશિયા (3), દેશો (3), ભારે (3), ખાસ (3), આવ્યા (3), tipu (3), sultan (3), mohibbul (3), hasan (3), khan (3), 1951 (3), ઇંટરનેટ (3), ઉપલબ્ધ (3), પડ્યું (3), છેક (3), આખું (3), દરમિયાન (3), કરવાનું (3), આપ્યું (3), અલીની (3), મૈસૂરના (3), પગાર (3), નંજરાજ (3), મરાઠાઓએ (3), જગ્યાએ (3), શાસક (3), પુત્ર (3), નાસિર (3), ચાલતી (3), અલીને (3), મોકલ્યો (3), લીધો (3), હાથમાં (3), હિંદુસ્તાનમાં (3), શરૂઆત (3), ચાર (3), વર્ષના (3), લીધી (3), દેશી (3), વિદેશી (3), કર્ણાટકમાં (3), ખરેખર (3), દુશ્મન (3), હંમેશાં (3), કંપનીના (3), બંગાળ (3), એમનું (3), રાજ (3), પડે (3), બીજો (3), સત્તા (3), ગંભીર (3), આવી (3), ગામ (3), ચારે (3), પાછા (3), તરફ (3), ઘેરો (3), મનરોની (3), આખી (3), જનરલ (3), નદી (3), પાર (3), દિવસે (3), મોકલીને (3), રાતે (3), ૦૦૦ની (3), કેદ (3), માર્યા (3), ગયા (3), મરાઠાઓને (3), પહોંચ્યો (3), અંગ્રેજોએ (3), કબજો (3), સિવાય (3), મોટી (3), કહી (3), જીતી (3), નવો (3), સુપરબગ (3), ઊંડા (3), ઊતરવું (3), જૂઓઃ (3), અર્થ (3), તારો (3), બિંદુ (3), ન્યૂટ્રોન (3), વિસ્ફોટ (3), ધીમે (3), કરીશું (3), સોંપી (3), અંગ્રેજોનો (3), સંપૂર્ણ (3), સાથી (3), અધીન (3), પડ્યો (3), મીર (3), હૅરિસ (3), તૈયાર (3), શાસકો (3), શિવાજી (3), મિત્રતા (3), site (2), required (2), ટિપ્પણીઓ (2), રહ્યું (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 257 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), full (2), dholakiaa (2), લેખ (2), આવો (2), email (2), address (2), સંદેશ (2), sciencedaily (2), htm (2), doi (2), પ્રયોગ (2), લેવાની (2), નજીવો (2), ઘટી (2), ડાયાબિટીસ (2), નાસ્તામાં (2), થોડો (2), આખો (2), લોહીમાં (2), ઓછી (2), હાલમાં (2), દૂધ (2), વખત (2), ખોરાક (2), લેવાથી (2), article (2), વિગતવાર (2), ૨૦૧૬માં (2), હાથ (2), ધરાયો (2), પ્રકારનાં (2), ઉંમર (2), સેવન (2), માન્યું (2), નીકળ્યું (2), પુરુષો (2), મૃત્યુનું (2), હતાં (2), રસ્તામાં (2), જોડી (2), સાત (2), એવો (2), જેથી (2), પ્રકારના (2), જૂથને (2), રક્ષણાત્મક (2), પેદા (2), રસાયણો (2), જેમને (2), એમનામાં (2), ફલેવર (2), કૅન્સરને (2), આંતરડામાં (2), તત્ત્વો (2), માહિતી (2), સક્રિય (2), બનાવ્યો (2), લાભ (2), જાણીએ (2), મળતું (2), રસાયણ (2), હોવાનું (2), climate (2), change (2), nature (2), study (2), દુનિયામાં (2), લોહ (2), અની (2), ઝિંક (2), ડાયોક્સાઇડનું (2), ppm (2), ઉપર (2), દેશના (2), પાંચ (2), લાખ (2), વંચિત (2), બાળકો (2), થતા (2), સુધીમાં (2), પૂરું (2), શિકાર (2), બનશે (2), દીવાન (2), હૈદરને (2), ભાગવું (2), પરથી (2), આવ્યું (2), ટીપુનું (2), દક્ષિણમાં (2), જોઈશું (2), કર્ણાટકની (2), ચંદાસાહેબ (2), માગી (2), ત્રિચિનાપલ્લી (2), જીત્યો (2), સૈનિકોના (2), રાજા (2), ભાઈઓ (2), દેવરાજ (2), સૈનિકોએ (2), એનાં (2), ઊભો (2), મૈસૂરનો (2), દેવાયો (2), નબળો (2), હરીફ (2), અવસાન (2), કમાંડર (2), નાખ્યો (2), આપવાનું (2), પૂર્વજ (2), શાહ (2), વસ્યો (2), દીકરા (2), જન્મ (2), શાહબાઝ (2), મરી (2), સાહેબ (2), ત્યાંથી (2), ભારતીય (2), જરૂરી (2), પંજાબના (2), માર્ગે (2), કાળમાં (2), વેપારી (2), પક્ષો (2), શાસકોને (2), કરવાની (2), જેની (2), હોવા (2), મરાઠાઓ (2), નહોતાં (2), કરતા (2), સ્થપાયું (2), પડતાં (2), પક્ષ (2), એકલો (2), લડાઈઓ (2), વિકીપીડિયા (2), ગાદી (2), પ્રયાસ (2), તેમાં (2), સમસ્યા (2), ચાલતો (2), મલબાર (2), બેંગલોર (2), કબજે (2), મુકાબલો (2), ચાલી (2), ત્રીજું (2), સંકેત (2), વર્ષે (2), અંત (2), બેલીની (2), હોત (2), મદ્રાસ (2), ઇતિહાસની (2), ચૂકી (2), ફોજને (2), બદલે (2), મનરો (2), કિલોમીટર (2), ફોજની (2), બેલી (2), પૂર (2), જવું (2), છેવટે (2), ખુવારી (2), બેલીએ (2), જલદી (2), થતી (2), ભાગી (2), દીધા (2), આખા (2), ફતેહ (2), નીકળ્યો (2), હૈદરે (2), પ્રેસીડેંસીએ (2), ફોજે (2), જોડાવાનું (2), સરદારો (2), ભરીને (2), સખત (2), સીધી (2), ૧૯૬૯માં (2), હાર (2), પહેલી (2), નીકળી (2), સંધિ (2), સંયોગ (2), વાર (2), દેખાડ્યું (2), articles (2), drug (2), resistant (2), superbug (2), સામનો (2), ટીમે (2), દુનિયાની (2), હૉસ્પિટલોમાંથી (2), માં (2), સ્ટેફિલોકોકસ (2), રૂપ (2), લેતો (2), મળ્યા (2), evidence (2), ઊર્જા (2), કણો (2), આજના (2), અવશેષો (2), અસ્તિત્વમાં (2), વૈજ્ઞાનિકો (2), અથવા (2), જેવા (2), રહ્યા (2), કહેવું (2), http (2), org (2), જ્યારે (2), ધસી (2), આને (2), 2012au (2), યુનિવર્સિટીના (2), પ્રકાશ (2), વિસ્ફોટને (2), મગજમાં (2), ઇમ્યૂન (2), સ્થિતિમાં (2), શક્તિ (2), મગજ (2), સોજા (2), રેસાદાર (2), આપતાં (2), આવતા (2), પહેલા (2), સમાપન (2), શીખો (2), લઈએ (2), મહારાજા (2), જાહેર (2), પ્રદેશ (2), રાજ્ય (2), તૈયારી (2), આવે (2), લૂંટ્યું (2), દીધું (2), તલવાર (2), પાણીનાકા (2), રઝા (2), ઘાયલ (2), ઘોડો (2), સૈનિક (2), જેમ (2), ઘોડા (2), નાકું (2), કોશિશમાં (2), સલાહ (2), દીધી (2), કિલ્લામાં (2), માલ (2), જતો (2), કર્નલ (2), હેઠળ (2), મોકલ્યું (2), વૅલેસ્લી (2), હૅરિસની (2), નાખી (2), પ્રદેશો (2), સામ્રાજ્ય (2), સાથ (2), કોઈના (2), મિત્ર (2), માણસોએ (2), આત્મા (2), ગુલામ (2), જવા (2), હાર્યો (2), દેખાતું (2), અફસોસ (2), શકીએ (2), નવાં (2), કંપનીને (2), શિવાજીના (2), કરવો (2), પહેલો (2), સફર (2), છું (2), હું (2), પલળવા (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, મેળવો, 180820085243, 3168, jds, 14419, dairy, લેનારને, ખાવા, પિરસનારાઓને, કોને, પ્રોટીનનું, વધાર્યું, સાકર, કૅસિનનું, પાચન, ભોજન, કેટલી, સંતુષ્ટિ, આપે, બાબતોનો, માત્રામાં, ઍસયુક્ત, હૉર્મોંસ, છોડે, પેટ, ભરેલું, લાગે, તમને, ટાઇપ, સવારના, ફેરેફાર, કરશો, સાકરની, માત્રા, રહેશે, કરાયેલા, સંશોધન, સીરિયલ્સ, તોખાધા, સાકરનું, લાગતી, પ્રોટીનવાળો, ઓછા, પ્રોટીનવાળા, પદાર્થની, સરખામણીએ, સવારે, thelancet, journals, lancet, piis0140, 6736, 31310, fulltext, હેલ્થ, મૅગેઝિને, પ્રસિદ્ધ, કરેલા, રિપોર્ટમાં, જણાવ્યા, સુવિસ્તૃત, વ્યક્તિગત, સામૂહિક, ટેવોના, ૬૯૪, ડેટા, સોર્સિઝનો, પુરુષોને, દરેકની, ૧૫થી, અલગથી, આવરી, લેવાયાં, દરરોજ, ગ્રામ, શુદ્ધ, એથિલ, દારુનું, સ્ટૅંડર્ડ, સરેરાશ, દોઢથી, ટકાથી, માંડીને, દારુને, પામે, બીજાં, આરોગ્ય, સંબંધી, તારણો, કાઢવામાં, આવ્યાં, માણસને, અસમર્થ, જૂથમાં, દારુન, પરિબળ, મૃત્યુનાં, કારણો, ટીબી, અકસ્માત, પહોંચાડવું, આત્મહત્યા, કારણોને, સ્ત્રીઓનો, અઢી, પુરુષોનો, વર્ષની, ઉંમરની, વ્યક્તિઓમાં, કૅન્સર, મળ્યાં, જેને, સ્રીઓ, પામ્યા, અપંગતા, મહત્ત્વનાં, પ્રથમ, કારણોમાં, સંયોગોમાં, પ્રમાણભાન, રાખીને, કરવાના, ફાયદા, લૅંસેટ, સાતમું, 1016, immuni, 010, immunity, 180814173648, ઉંદર, લીધા, જીનમાં, એમનાં, જૂથ, બનાવીને, પ્રયોગથી, જણાયું, દીવાલને, થતું, અટકાવવામાં, મહત્ત્વનો, ભજવે, શાક્માંથી, એવાં, તેમનામાં, કૅંન્સરની, અપાયો, બનતું, કૅન્સરની, સૌમ્ય, પ્રયોગનું, બ્રોકોલી, જેવાં, શાકના, રેસા, રોકવામાં, કોશોની, પારદર્શક, દીવાલ, શરીરને, પાહોંચાડે, રોગપ્રતિકાર, તંત્રને, નુકસાનજનક, પહોંચાડે, ફ્રાંસિસ, ક્રીક, ઇંસ્ટીટ્યૂટના, આંતરડાની, સ્થિતિને, સમજતો, એવા, ઍરિલ, હાઇડ્ર્રોકાર્બન, રિસેપ્ટર, શાકભાજી, ખાવાના, કયા, શાકમાંથી, જાણતા, હોતા, રોકવાનું, કરતું, જાણવા, ફાયદાકારક, કૅન્સરમાં, hsph, harvard, press, less, nutritious, food, ૨૦૧૮ના, સામયિકમાં, ૧૫૧, દેશોમાં, પોષણના, દરજ્જા, ભવિષ્યનું, વિશ્લેષણ, લોકોને, તત્ત્વ, વનસ્પતિમાંથી, ખેતીના, પાકોમાંથી, મેળવીએ, જ્યાં, ૫૫૦, પાર્ટ, મિલિયન, ઝિંકનું, અત્યારે, પ્રદેશોમાં, પર્યાવરણમાં, ૪૦૦, રિપોર્ટ, સંકટ, આવશે, નાગરિકોને, જસતની, ઊણપ, વર્તાશે, પ્રોટીનથી, લોહની, ખામીથી, રોગોમાં, સપડાઈ, અગ્નિ, આફ્રિકા, પશ્ચિમ, અખાતના, પ્રભાવ, પડશે, હાર્વર્ડની, ચાન, સ્કૂલ, પબ્લિક, હેલ્થના, સંશોધકો, દુનિયા, એશિયાના, ડાયોક્સાઇડના, વધતા, પ્રમાણનો, કહ્યું, ૨૦૫૦, ઘઉં, ચોખા, સત્ત્વહીન, પોષણ, પાડવાની, ક્ષમતા, આની, દુનિયાના, શરીરમાં, જસત, ઊણપનો, ભોજનમાંથી, મળતા, લોહથી, ઍનીમિયા, રોગોનો, સેરિંગપટમમાં, ખંડેરાવે, બળવો, દસેક, વર્ષંનો, ખિતાબ, આર્કોટના, મસ્તાન, ઓલિયાના, રાખવામાં, પાદશાહ, બિરુદ, ૧૭૮૭માં, ધારણ, જીવન, સામેના, સંઘર્ષનો, પછીના, પ્રકરણોમાં, નવાબીના, ઘર્ષણ, ચાલતું, ચંદાસાહેબની, મૈસૂરની, કિંમત, મૈસૂરને, હવાલે, વચન, માર્યો, આપવાની, બાજુએ, કંપનીઓના, લશ્કરોની, કુશળતા, જોઈ, રાજાએ, વીરતા, જોઈને, ડીંડીગળનો, ફોજદાર, મૈસૂરનું, અર્થતંત્ર, લડાઈઓને, ભાંગવા, લાગ્યું, ચુકવાયા, વોડેયર, વંશનો, હાથનું, રમકડું, નંજરાજના, ઘરે, ધામા, નાખ્યા, અનાજપાણી, રોકી, દીધાં, સેરિંગપટમથી, અસંતોષ, થવાનું, વિખવાદ, સમાધાન, કરાવ્યું, રાજાને, રક્ષણની, બાંયધરી, ચડત, ચૂકવી, આના, પ્રતિષ્ઠા, વધી, ૧૭૫૮માં, સરસેનાપતિ, જતાં, નિવૃત્ત, સહેલાઈથી, ગોઠવાઈ, ૧૭૬૧, વાસ્તવિક, અર્થમાં, બચ્યો, સાહેબના, શાહબાઝને, બનાવવામાં, ૧૭૪૯માં, મૈસુરની, હૈદરાબાદમાં, આસિફ, જાહના, જંગ, ભત્રીજા, સાઠમારી, મૈસૂરે, જંગની, મદદે, જીત, કડપ્પાના, પઠાણ, નવાબે, જંગને, દગાથી, મરાવી, અંધાધૂંધીમાં, ખજાના, કબ્જો, અલીના, વધારી, ભાગેડૂ, સૈનિકોની, મદદથી, પશ્ચિમી, ઢબની, તાલીમ, શિસ્તબદ્ધ, સેનાની, વલી, સોળમી, સદીના, અંતમાં, દિલ્હીથી, ગુલબર્ગા, આવીને, ધાર્મિક, દરગાહમાં, આદિલશાહે, વેતન, દરગાહની, સેવાચાકરી, દીકરાઓએ, લશ્કરની, નોકરી, આમાંથી, મહંમદને, ઘેર, ૧૭૨૧માં, અલીનો, ભાઈ, દેવું, છોડીને, લેણદારે, કરજ, વસૂલ, દમન, ગુજાર્યું, બધી, મિલકત, પડાવી, મહંમદનો, ભત્રીજો, રાજાના, અધિકારી, દેવરાજના, તાબામાં, કુટુંબને, છોડાવ્યું, કુટુંબ, સેરિગપટમમાં, સાહેબને, આશરે, સ્થાયી, સંબંધોની, ગૂંચ, ઉકેલતાં, ઇતિહાસનાં, વિશિષ્ટ, પાત્રો, જાણવું, આક્રમણખોર, ઉત્તરપશ્ચિમમાંથી, અફઘાનિસ્તાન, ઇસ્લામની, શરૂઆતના, આરબો, દરિયા, હૈદરના, મક્કાના, કુરૈશ, પરિવારના, આનાથી, મળતી, હતાઃ, જુદી, વિચારતી, દૃષ્ટિકોણ, હરાવવા, જરૂર, તેની, જવાનો, પ્રશ્ન, ઉપરાંત, પ્રદેશમાં, ટીપુથી, પિતા, માનતો, છેવટ, બધાં, સમીકરણો, એકસરખાં, રહેતાં, અંદરોઅંદર, ખેંચતાણ, સંબંધોમાં, અવિશ્વાસ, મરાઠાઓનું, વિરુદ્ધ, એકબીજાનો, અંગેજોના, હિંદુસ્તાન, બાકી, એકચક્રી, ભૂલવાનું, હેતુ, વેપારનો, રાજાઓના, સંઘર્ષોમાં, અચકાતા, બેમાંથી, ટક્કર, ૧૭૮૨ના, ડિસેંબરની, સાતમીએ, અલીનું, મસાની, તકલીફ, જીવલેણ, નીવડી, ભાઈને, સોંપવાનો, નિરર્થક, સંભાળે, ૧૭૮૨થી, ૧૭૯૦, ઉંદરબિલાડીનો, ખેલ, ૧૭૯૦થી, વર્ચસ્વની, હાથમાંથી, આંચકી, કૉર્નવૉલિસના, લશ્કરે, લક્ષ્ય, આરાકેરે, કૉર્નવૉલિસે, હુમલા, સેરિંપટમના, કિલ્લા, અઠવાડિયામાં, ઉઠાવીને, ટીપુનાં, વળતાં, પાણીનો, આપતું, ૧૭૯૯માં, ચોથું, નિર્ણાયક, નીવડ્યું, ટીપુનો, કંપનીનું, ઢીલું, મૂક્યું, ફોજના, કરુણ, રકાસ, કાંચીપુરમમાં, આંતરનાર, મહત્ત્વની, ઘડી, થોડા, મૂક્યો, ચેંગલપટુ, મદ્રાસથી, કોસ્બીની, બેત્રણ, દિવસમાં, મદ્રાસની, નજીક, હારજીતના, નિર્ણય, વિના, કોટાલાઇયાર, રોકાયો, સૂકી, શક્યો, ચડ્યાં, રોકાઈ, ઓસરતાં, કાંચીપુરમથી, દૂર, ઊંચી, મનરોને, આવવા, લખ્યું, કુમક, ફોજમાં, હિંદી, સૈનિકોને, મોખરે, રાખતા, છૂટ્યા, યુરોપિયન, એકઠા, આગળ, વધવાની, કોશિશ, ફાવ્યો, શરણે, ૧૭૮૦માં, પક્ષોએ, ભૂલો, જીતવાના, અવસર, ખોઈ, છવાઈ, કરીમને, પોર્તો, નોવો, પારંગીપેટ્ટઈ, તમિળનાડુના, કડળૂરુ, જિલ્લાનું, નાનું, આર્કોટ, મેળવવા, કર્ણાટક, કર્યાના, હેક્ટર, સરદારી, કાંજીવરમ, કાંચી, પુરમ, એકઠી, ગુંતૂરથી, કૅપ્ટન, baillie, બેલીને, આંતરવા, હજાર, તોપો, આર્કોટનો, ઉઠાવી, કાંચીપુરમ, પકડાયા, સાધુના, વેશમાં, છૂટ્યો, વિજયનો, કેફ, ચડ્યો, પહોંચવું, જોઈતું, લગાડ્યા, લૂંટફાટ, મચાવી, કિલ્લેબંધી, સરદાર, ત્ર્યંબકરાવ, ઘાલ્યા, વળી, સાથેની, વર્ષ, પૂરી, થતાં, ઘમસાણ, માગતો, શત્રુ, ત્રાસીને, સૈન્યના, આવતાં, ગામોના, પાકનો, નાશ, કરાવ્યો, કુવાઓમાં, ઝેર, નંખાવ્યું, પુલો, તોડી, પડાવ્યા, ૧૭૭૧ના, માર્ચમાં, મેલૂકોટે, પાસેની, ૧૭૬૭માં, ફાટી, ટેકો, એકલા, પાડી, સન્માન, ફોજનો, તિરુવનમલૈ, તિરુપ્પુર, કેટલાયે, મોરચે, બાપની, મેંગલોરમાં, કિલ્લાને, ઘેરતી, નામોશીભરી, ખમવી, મલબારમાંથી, હાંકી, કાઢ્યા, પહેલું, સુલતાનનો, સૂર્ય, આકાશમાં, ચડીને, મધ્યાહ્ને, કદાચ, વ્યૂહાત્મક, કારણોસર, તાકાત, જોવાની, દૃષ્ટિને, દીર્ઘદૃષ્ટિ, ૧૭૬૬માં, કેરળના, પ્રદેશને, જબ્બર, સાહસ, બ્રિટિશ, કંપનીઓ, pursuit, unimelb, rise, latest, thehindu, sci, tech, spreading, hospitals, article24857593, ece, ઑસ્ટ્ર્લિયામાં, આલ્કોહોલ, આધારિત, હૅન્ડ, વૉશ, વગેરેની, મારક, શક્તિઓનો, નમૂના, એકત્ર, dnaમાં, એન્ટીબાયોટિકની, અસરને, શિથિલ, દર્શાવતો, દરદીઓને, જાતજાતની, નળીઓ, લગાડેલી, icu, wards, એપિડર્મિસનું, મોટું, જોખમ, microbiology, નામનાં, મનુષ્યની, ચામડી, કૅથેટર, મળમૂત્ર, માટેની, નળી, કરનારા, દરદીઓ, ખતરો, ચેપ, એપિડર્મિસ, ઑસ્ટ્રેલિયાના, વૈજ્ઞાનિકોએ, ચેતવણી, હૉસ્પિ, લોમાંથી, ફેલાવા, લાગ્યો, જાતના, ઍન્ટીબાયોટિકની, દેશોમાંથી, લેવાયેલા, નમૂનાઓમાં, ફેલાય, before, big, bang, apparent, hawking, points, cmb, sky, nbcnews, mach, cosmic, hotspots, may, universe, existed, ours, ncna909646, relate, અત્યંત, દૂરના, ભવિષ્યમાં, વિસ્તરી, ચૂક્યું, અંતરિક્ષ, સ્પેસ, ખાલી, દ્રવ્ય, મૅટર, વિકિરણનું, વર્ચસ્વ, તબક્કે, દ્રવ્યનો, ગુણધર્મ, દળનું, હોવું, વિલય, પામશે, વ્યાપક, ફેલાઈ, ઓળખી, તેવું, ક્ષણે, સંરચનાના, માપદંડ, લુપ્ત, માપી, સૂક્ષ્માતિસૂક્ષ્મ, સમાઈ, રૂપે, પ્રગટ, પહેલાના, મૉડેલ, સુસંગત, અવશેષ, બિંદુઓને, પેનરોઝે, હૉકિંગ, પૉઇંટ્સ, બ્રહ્માંડમાં, હૉટસ્પૉટ, અનર્ગળ, ઊર્જાનાં, બિંદુઓ, આપણું, તેનાથી, વર્ષથી, આપેલું, ચિત્ર, ચક્રિય, બ્રહ્માંડવિજ્ઞાન, cyclic, cosmology, નું, કહેતા, શકાતું, બિગબૅંગ, વગરનો, સવાલ, રોજર, ખગોળભૌતિકશાસ્ત્રીઓ, માનતા, બૅંગથી, સર્જન, પુનઃસર્જનની, સતત, પ્રક્રિયામાં, પુનઃસર્જનના, તબક્કાની, વર્ષોથી, થિયરીના, પુરાવા, બ્રહ્માંડની, ધારે, mark, garlick, photo, library, getty, images, પહેલાંના, astrophysical, letters, ઍબ્સ્ટ્રૅક્ટ, iopscience, iop, 3847, 2041, 8213, aadd4e, meta, purdue, newsroom, astronomers, witness, birth, new, star, from, stellar, explosion, html, ફાટે, અંદરનો, ચુંબકીય, ક્ષેત્ર, અતિ, વેગથી, ધરી, ભ્રમણ, નજીકના, વીજભારવાળા, કણોને, ઘુમાવી, પલ્સાર, વિંડ, નૅબ્યુલા, જાણે, પુરાવો, વિસ્ફોટના, પરિણામે, સ્ટાર, જન્મ્યો, હોવાનો, સંભવ, પરડ્યૂ, ઍસ્ટ્રોનૉમી, વિભાગના, આસિસ્ટન્ટ, પ્રોફેસર, ડૅન, મિલિસાવ્લિયેવિચ, થયા, ચમકતો, જોયો, પ્રકારનો, હાઇડ્રોજનનો, સંપર્ક, થતો, બળતામાં, હોમાવા, જેવું, હોઈ, આટલા, લાંબા, ટક્યો, તેના, હાઇડ્રોજન, જવાબદાર, તારાના, સુપરનોવા, તેજ, પ્રખર, ગૅલેક્સી, ઝાંખી, મહિનાઓ, વર્ષો, ઝળહળ્યા, ક્યારેક, નીકળેલા, ગૅસ, ખાબકતાં, વધે, આવું, ક્યાં, પ્રજ્વલિત, જન્મી, ચૂક્યો, frontiersin, 3389, fimmu, 01832, aces, illinois, dietary, fiber, reduces, brain, inflammation, during, aging, સસ્તન, જીવોની, વધતાં, માઇક્રોગ્લિયા, નામના, કોશો, કાયમ, સૂઝેલા, પરખ, ચાલક, યાદશક્તિ, મંદ, ઇલિનૉઇસ, સંશોધકોની, ઉંદરો, અખતરો, આહારમાં, રેસાવાળા, પદાર્થ, સારાં, બૅક્ટેરિયાની, વૃદ્ધિ, રેસાને, પચાવે, શૉર્ટ, ચેન, ફૅટી, એસિડો, scfas, આડપેદાશ, બને, જેમાંથી, બ્યુટીરેટ, butyrate, ઉપયોગી, જણાયો, માઇક્રોગ્લિયાના, ઘટાડે, ઉંમરના, ઉંદરોને, જાણી, શકાયું, મગજના, કોશોના, ઊતર્યા, સોડિયમ, બ્યુટીરેટની, જાણવી, સંશોધને, નુકસાનકારક, રસાયણને, બનાતું, અટકાવે, લાભકારક, અઠવાડિયે, ભાગની, સમીક્ષા, ઑક્ટોબરના, ગુરુવારથી, અંગ્રેજી, ફેંકાયેલા, પડકારો, xxxxxxxx, પાદટીપ, થયેલાં, યુદ્ધની, નોંધ, રણજીતસિંઘે, ૧૮૦૧માં, અફઘાનો, પંજાબની, સરહદે, સાવચેતીભરી, મિત્રતાના, સંબંધ, રાખ્યા, સતલજની, પેલે, દીવા, તળે, અંધારું, ૧૮૪૫, ૪૬માં, જીત્યા, ૧૮૪૮માં, લશ્કરો, ટકરાયાં, હસ્તક, શીખોને, સૈન્યમાં, સ્થાન, ૧૮૫૭ના, બળવા, વિદ્રોહીઓ, હિંદુસ્તાનની, ભૂમિ, સેરિંગપટમના, પતન, કોઈની, વૅલેસ્લીએ, સત્તાની, જાહેરાત, ટાળ્યું, પાડોશી, દાવે, સબળ, પરંપરાગત, વોડેયાર, રાજપરિવારમાંથી, એકને, રાજગાદી, રહેવાનું, રાજ્યનો, વહેંચાઈ, ફાળે, સૈન્યે, સલામી, લાલ, બાગમાં, કબર, દફનાવી, શહેરમાં, ઘરેઘર, છાપા, ઉપાડી, ફેંકી, હૅરિસે, બેયર્ડને, ભેટ, મરાયો, કિલ્લો, શોધખોળ, આદરી, મહેલમાંથી, શાહજાદાઓને, ખાન, લાશ, આંગળી, ચીંધી, ગાબડાની, દિશામાં, રવાના, નહોત્તો, કિલ્લાના, લશ્કર, હતાશ, બેસીને, સરદારને, ખોલી, નાખવા, હુકમ, દાદ, વટાવવાની, ત્રીજો, અંગરક્ષકો, પાલખીમાં, જવાની, લાગ્યા, ઠેકઠેકાણે, લાશોનો, ગંજ, ખડકાયો, જવાય, ખાને, ઓળખ, પોતાનું, છતું, જીવતો, પકડી, મરવાનું, કેટલાક, જણે, લમણામાં, ગોળી, લોથ, બનીને, ઢળી, મહિનાની, ત્રીજી, તારીખની, ગાબડું, ગઢની, બાજુની, રખેવાળી, સાદિકને, ભળી, હૅરિસને, બપોરે, ઘૂસવાની, બરાબર, ટુકડીને, ચુકવવાના, બહાને, બીજે, દ્રોહીઓએ, સફેદ, કપડું, ફરકાવીને, ખાઈમાંથી, કૂદીને, ભાગે, મોકળું, મેદાન, પહેલાંનાં, યુદ્ધોમાં, ખાધખોરાકીનો, સામાન, પહેલાંથી, ચોથી, સરદારોએ, લાવલશ્કર, ઊંચકવા, માટેના, બળદો, લેનારા, નોકરચાકરો, જેટલું, પડતું, માલસામાન, ખૂટતો, લડાઈનો, લાવવાનું, ૧૭૯૯ની, ૧૪મી, ફેબ્રુઆરીએ, વેલ્લોર, વૅલેસ્લીનું, ૦૦૦નું, સૈન્ય, ૨૦મીએ, જોડાયું, મુંબઈ, ૨૦૦નું, સ્ટૂઅર્ટની, આગેવાની, દક્ષિણેથી, રીડ, બ્રાઉન, ત્રિચિનાપલ્લીમાં, પાંચમી, માર્ચે, સમજૂતી, કરવાનો, દળકટક, જાણીને, મુકાબલાની, સરદારોને, મોકલ્યા, સ્ટુઅર્ટની, મડ્ડૂર, પડાવ, સ્ટુઅરટને, સેરિંગપટમમાંથી, બાતમી, કેટીઉ, પેરિયાપટમ, આંતરશે, સૈન્યો, છમકલાં, થયાં, ચાલ્યો, ગયેલા, પૂર્ણય્યા, સૈયદ, હૅરિસના, અડચણ, ખોતો, નક્શા, સરખામણી, સાથમાં, જાતનું, દબાણ, આપતી, હિતો, યોજનાઓ, મેળમાં, સૌની, જોઈતી, મળીએ, ગુરુવારે, શ્રેણીના
Text of the page (random words):
ગ ઑસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આખી દુનિયાની હૉસ્પિ ટ લોમાંથી એક નવો સુપરબગ બૅક્ટેરિયા આખી દુનિયામાં ફેલાવા લાગ્યો છે એના પર કોઈ જાતના ઍન્ટીબાયોટિકની અસર નથી થતી દસ દેશોમાંથી લેવાયેલા નમૂનાઓમાં આવા ત્રણ પ્રકારના સુપરબગ જોવા મળ્યા છે સ્ટેફિલોકોકસ એપિડર્મિસ નામનાં આ બૅક્ટેરિયા સામાન્ય રીતે મનુષ્યની ચામડી પર રહે છે અને ખાસ કરીને કૅથેટર મળમૂત્ર માટેની નળી નો ઉપયોગ કરનારા દરદીઓ સામે એનો મોટો ખતરો રહે છે એનો ચેપ બહુ ગંભીર રૂપ લેતો હોય છે ટીમે દુનિયાની ૭૮ હૉસ્પિટલોમાંથી નમૂના એકત્ર કર્યા હતા આ બૅક્ટેરિયા પોતાના dnaમાં નજીવો ફેરફાર કરી લે છે જેથી એન્ટીબાયોટિકની અસરને શિથિલ બનાવી શકે છે આ તારણ દર્શાવતો લેખ nature microbiology માં પ્રકાશિત થયો છે સ્ટેફિલોકોકસ એપિડર્મિસનું મોટું જોખમ icu wards માં જોવા મળ્યું છે કારણ કી અહીં દરદીઓને જાતજાતની નળીઓ લગાડેલી હોય છે આ પહેલાં ઑસ્ટ્ર્લિયામાં બીજો એક અભ્યાસ હાથ ધરાયો હતો એમાં જોવા મળ્યું કે અમુક બૅક્ટેરિયા આલ્કોહોલ આધારિત હૅન્ડ વૉશ વગેરેની મારક શક્તિઓનો સામનો કરી શકે છે ૦ ૦ ૦ સંદર્ભઃ https www thehindu com sci tech science drug resistant superbug spreading in hospitals study article24857593 ece https pursuit unimelb edu au articles the rise of the latest drug resistant superbug like loading author dipak dholakia posted on 17 09 2018 16 09 2018 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari leave a comment on science samachar 47 india slavery and struggle for freedom part 1 slavery chapter 29 ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૧ ગુલામી પ્રકરણ ૨૯ ટીપુ ફ્રેંચ અને બ્રિટિશ કંપનીઓ હૈદર અલી અને એના પુત્ર ટીપુ સુલતાનનો સૂર્ય કર્ણાટકમાં આકાશમાં ચડીને મધ્યાહ્ને પહોંચ્યો એ સમય અને બંગાળ પર અંગ્રેજોએ કબજો કર્યો તે સમય લગભગ એક જ છે એ કદાચ સંયોગ છે પણ વ્યૂહાત્મક કારણોસર ટીપુએ એક બે વાર અંગ્રેજો સાથે સંધિ કરી તે સિવાય અંગ્રેજોને સૌથી મોટી દુશ્મન તાકાત તરીકે જોવાની એની દૃષ્ટિને માત્ર સંયોગ ન કહી શકાય એ એની દીર્ઘદૃષ્ટિ હતી હૈદર અલીએ ૧૭૬૬માં કેરળના મલબાર પ્રદેશને જીતી લીધો ત્યારે ૧૫ વર્ષના ટીપુને પણ એ સાથે લઈ ગયો હતો આ લડાઈમાં ટીપુએ સક્રિય ભાગ લીધો અને જબ્બર સાહસ દેખાડ્યું પહેલું અંગ્રેજ મૈસૂર યુદ્ધ ૧૭૬૭માં હૈદર અલી અને ઈસ્ટ ઇંડિયા કંપની વચ્ચે પહેલી સીધી લડાઈ ફાટી નીકળી નિઝામ અને મરાઠા અંગ્રેજો સાથે હતા અને ફ્રેંચ કંપનીએ હૈદર અલીને ટેકો આપ્યો હૈદર અલીએ ટીપુને નિઝામ પાસે મોકલીને એની સાથે સંધિ કરી લીધી અને અંગ્રેજોને એકલા પાડી દીધા ટીપુ સેરિંગપટમ પાછો આવ્યો ત્યારે હૈદર અલીએ એનું સન્માન કર્યું અને એને ફોજનો કમાંડર બનાવ્યો તે પછી તિરુવનમલૈ તિરુપ્પુર અને બીજા કેટલાયે મોરચે ટીપુ બાપની સાથે જ રહ્યો પરંતુ મેંગલોરમાં અંગ્રેજોના કિલ્લાને ઘેરતી વખતે ટીપુ એકલો જ ફોજ લઈને ગયો હતો અહીં અંગ્રેજોને નામોશીભરી હાર ખમવી પડી બીજી બાજુથી હૈદર અલીએ પણ આખા મલબારમાંથી અંગ્રેજોને હાંકી કાઢ્યા ૧૯૬૯માં મરાઠા મૈસૂર યુદ્ધ અંગ્રેજો સાથેની સીધી લડાઈ બે વર્ષ ચાલી અને પૂરી થતાં જ ૧૯૬૯માં મરાઠાઓએ મૈસૂર પર હુમલો કર્યો હૈદર અલી ઘમસાણ યુદ્ધ કરવા નહોતો માગતો માત્ર શત્રુ ત્રાસીને પાછો જાય તે એના માટે ઘણું હતું એટલે એણે ટીપુને મોકલીને મરાઠા સૈન્યના માર્ગમાં આવતાં ગામોના પાકનો નાશ કરાવ્યો કુવાઓમાં ઝેર નંખાવ્યું અને પુલો તોડી પડાવ્યા આમ છતાં ૧૭૭૧ના માર્ચમાં મેલૂકોટે પાસેની લડાઈમાં મરાઠાઓએ હૈદરને સખત હાર આપી મૈસૂરના ઘણા મોટા સરદારો કેદ પકડાયા કે માર્યા ગયા પણ ટીપુ સાધુના વેશમાં ભાગી છૂટ્યો હતો બીજી બાજુ મરાઠાઓને વિજયનો કેફ ચડ્યો એમણે તરત સેરિંગપટમ પહોંચવું જોઈતું હતું પણ દસ દિવસ લગાડ્યા અને માર્ગમાં મન ભરીને લૂંટફાટ મચાવી છેવટે એ સેરિંગપટમ પહોંચ્યા ત્યારે ટીપુ ત્યાં પહોંચી ગયો હતો અને સખત કિલ્લેબંધી કરી લીધી હતી મરાઠા સરદાર ત્ર્યંબકરાવ ૩૩ દિવસ ઘેરો ઘાલ્યા પછી પાછો વળી ગયો બીજું અંગ્રેજ મૈસૂર યુદ્ધ ૧૭૮૦માં હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે ફરી યુદ્ધ થયું પરંતુ આમાં બન્ને પક્ષોએ ગંભીર ભૂલો કરી અને જીતવાના અવસર ખોઈ દીધા હૈદર અલીની ૯૦ ૦૦૦ની ફોજ આખા કર્ણાટકમાં છવાઈ ગઈ એણે પોતાના બીજા દીકરા કરીમને પોર્તો નોવો હવે એનું નામ પારંગીપેટ્ટઈ છે એ તમિળનાડુના કડળૂરુ જિલ્લાનું એક નાનું ગામ છે પર હુમલો કરવા મોકલ્યો અને પોતે ટીપુ સાથે આર્કોટ પર ફતેહ મેળવવા નીકળ્યો હૈદરે કર્ણાટક પર હુમલો કર્યાના સમાચાર મળતાં મદ્રાસ પ્રેસીડેંસીએ હેક્ટર મનરોની સરદારી નીચે કાંજીવરમ હવે કાંચી પુરમ પાસે ફોજ એકઠી કરી આ ફોજ સાથે ગુંતૂરથી કૅપ્ટન બેલી baillie ની ફોજે જોડાવાનું હતું હૈદરે બેલીને આંતરવા માટે દસ હજાર સૈનિકો અને ૧૮ તોપો સાથે ટીપુને મોકલ્યો અને પોતે આર્કોટનો ઘેરો ઉઠાવી લઈને કાંચીપુરમ તરફ નીકળ્યો બેલી રસ્તામાં કોટાલાઇયાર નદી પાસે રોકાયો નદી એ વખતે સૂકી હતી અને એ પાર કરી શક્યો હોત પણ બીજા દિવસે તો એમાં પૂર ચડ્યાં આથી એને દસ દિવસ રોકાઈ જવું પડ્યું છેવટે પૂર ઓસરતાં એને નદી પાર કરી પણ કાંચીપુરમથી ૨૫ કિલોમીટર દૂર હતો ત્યારે ટીપુએ એના પર હુમલો કરી દીધો બેલીની ફોજની બહુ ખુવારી થઈ પણ એ ઊંચી જગ્યાએ હતો એટલે ટીપુને પણ ભારે નુકસાન થયું બેલીએ મનરોને જલદી આવવા લખ્યું તો બીજી બાજુ ટીપુએ પણ હૈદર અલીને સંદેશ મોકલીને વધારે કુમક માગી મનરો તો તરત ન આવ્યો પણ ટીપુએ એ જ રાતે હુમલો કરી દીધો અંગ્રેજ ફોજમાં હિંદી સૈનિકોને મોખરે રાખતા એટલે એમની ભારે ખુવારી થતી હતી એ ભાગી છૂટ્યા તે પછી બેલીએ યુરોપિયન સૈનિકોએ એકઠા કરીને આગળ વધવાની કોશિશ કરી પણ એ ફાવ્યો નહીં અને ટીપુને શરણે થઈ ગયો આ બાજુ હૈદર અલીએ પણ ઢીલું મૂક્યું બેલીની ફોજના કરુણ રકાસ પછી એણે કાંચીપુરમમાં મનરોની ફોજ પર તરત હુમલો કર્યો હોત તો છેક મદ્રાસ સુધી એને માર્ગમાં આંતરનાર કોઈ નહોતું પણ એ ઇતિહાસની મહત્ત્વની ઘડી ચૂકી ગયો એણે આખી ફોજને બદલે થોડા સૈનિકો સાથે ટીપુને મનરોની પાછળ મૂક્યો મનરો ચેંગલપટુ મદ્રાસથી ૪૦ કિલોમીટર સુધી પહોંચી ગયો અહીં એને જનરલ કોસ્બીની ફોજની મદદ મળી અને એ બીજા બેત્રણ દિવસમાં મદ્રાસની નજીક પહોંચી ગયો આમ બીજું અંગ્રેજ મૈસૂર યુદ્ધ હારજીતના નિર્ણય વિના જ પૂરું થઈ ગયું ત્રીજું અંગ્રેજ મૈસૂર યુદ્ધ ૧૭૮૨ના ડિસેંબરની સાતમીએ હૈદર અલીનું અવસાન થઈ ગયું મસાની તકલીફ એના માટે જીવલેણ નીવડી ટીપુના ભાઈને ગાદી સોંપવાનો નિરર્થક પ્રયાસ થયો પણ ટીપુ સત્તા સંભાળે તેમાં બહુ ગંભીર સમસ્યા ન આવી ૧૭૮૨થી ૧૭૯૦ દરમિયાન પણ ટીપુ અને અંગ્રેજો વચ્ચે ઉંદરબિલાડીનો ખેલ ચાલતો રહ્યો પરંતુ ૧૭૯૦થી બન્ને વચ્ચે વર્ચસ્વની લડાઈ ફરી શરૂ થઈ ઈસ્ટ ઇંડિયા કંપનીએ મલબાર ટીપુના હાથમાંથી આંચકી લીધું અને કૉર્નવૉલિસના લશ્કરે બેંગલોર કબજે કરી લીધું એનું લક્ષ્ય સેરિંગપટમ હતું આરાકેરે ગામ પાસે ટીપુએ એનો મુકાબલો કર્યો પણ કૉર્નવૉલિસે ચારે બાજુથી હુમલા કરતાં ટીપુને પાછા સેરિંપટમના કિલ્લા તરફ ભાગવું પડ્યું અંગ્રેજ ફોજ પણ એક જ અઠવાડિયામાં ઘેરો ઉઠાવીને ચાલી ગઈ ત્રીજું યુદ્ધ ટીપુનાં વળતાં પાણીનો સંકેત આપતું હતું સાત વર્ષે ૧૭૯૯માં બન્ને વચ્ચે ચોથું યુદ્ધ થયું જે અંગ્રેજ સત્તા માટે નિર્ણાયક નીવડ્યું ટીપુનો અંત આવ્યો અને દક્ષિણ ભારતમાં પર કંપનીનું રાજ સ્થપાયું એની વાત હવે પછી 0 0 ૦ સંદર્ભઃ ૧ history of tipu sultan by mohibbul hasan khan 1951 ઇંટરનેટ પર ઉપલબ્ધ ૨ વિકીપીડિયા like loading author dipak dholakia posted on 13 09 2018 31 08 2018 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 1 slavery chapter 29 india slavery and struggle for freedom part 1 slavery chapter 28 ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૧ ગુલામી પ્રકરણ ૨ ૮ કર્ણાટકની લડાઈઓ બંગાળ તો અંગેજોના હાથમાં ગયું પણ બંગાળ કંઈ આખું હિંદુસ્તાન નહોતું હજી ઘણું બાકી હતું દક્ષિણ પર હજી એમનું એકચક્રી રાજ સ્થપાયું નહોતું હજી આપણે એ નથી ભૂલવાનું કે એમનો મુખ્ય હેતુ તો વેપારનો જ રહ્યો હતો અને એના માટે હવે એ દેશી રાજાઓના સંઘર્ષોમાં વચ્ચે પડતાં પણ અચકાતા નહોતા આમાં એમને લાભ એ હતો કે બેમાંથી એક પક્ષ નબળો પડે તો પછી બીજો પક્ષ એકલો રહી જાય અને એની સામે ટક્કર લેવાની રહે કર્ણાટકમાં ખરેખર તો ચાર પક્ષો હતાઃ અંગ્રેજો ફ્રેંચ મરાઠા અને ટીપુ સુલતાન ફ્રેંચ કંપની અંગ્રેજ કંપની કરતાં જુદી રીતે વિચારતી હતી એનો દૃષ્ટિકોણ એ હતો કે એમના સૌથી મોટા હરીફ અંગ્રેજો હતા અને એમને હરાવવા માટે બીજા બધા દેશી શાસકોને એક કરવાની જરૂર હતી જો કે અંગ્રેજો જેની સાથે હોય તેની સાથે જવાનો એમની સામે પ્રશ્ન જ નહોતો દક્ષિણમાં ચાર પક્ષો હોવા ઉપરાંત નિઝામ પણ હતો આ પ્રદેશમાં મુખ્ય લડાઈ મરાઠાઓ અને ટીપુ વચ્ચે અને ટીપુથી પહેલાં એના પિતા હૈદર અલી સાથે હતી હૈદર અલી પણ અંગ્રેજોને સૌથી મોટા દુશ્મન માનતો હતો આમ ફ્રેંચ કંપની લગભગ છેવટ સુધી હૈદર અલી સાથે અને એના મૃત્યુ પછી ટીપુ સાથે રહી કારણ કે અંગ્રેજો મરાઠાઓ સાથે હતા જો કે આ બધાં સમીકરણો હંમેશાં એકસરખાં નહોતાં રહેતાં અંદરોઅંદર ખેંચતાણ પણ ચાલતી એવું નથી કે ટીપુ અને ફ્રેંચ કંપનીના સંબંધોમાં પણ કંઈ અવિશ્વાસ નહોતો એવું જ અંગ્રેજો અને મરાઠાઓનું હતું એ તો ટીપુ વિરુદ્ધ એકબીજાનો ઉપયોગ કરતા હતા હૈદર અલી અને ટીપુ સુલતાન પરંતુ દેશી વિદેશી સંબંધોની આ ગૂંચ ઉકેલતાં પહેલાં ભારતીય ઇતિહાસનાં બે વિશિષ્ટ પાત્રો હૈદર અલી અને એના પુત્ર ટીપુ વિશે જાણવું જરૂરી છે સામાન્ય રીતે કોઈ પણ વિદેશી આક્રમણખોર હિંદુસ્તાનમાં ઉત્તરપશ્ચિમમાંથી એટલે કે અફઘાનિસ્તાન અને પંજાબના માર્ગે આવ્યા પણ ઇસ્લામની શરૂઆતના કાળમાં જ વેપારી આરબો દરિયા માર્ગે સૌ પહેલાં દક્ષિણ ભારતમાં વેપાર માટે પહોંચ્યા હૈદરના પૂર્વજ પણ મક્કાના કુરૈશ પરિવારના હતા અને દક્ષિણ ભારત પહોંચ્યા આનાથી વધારે કંઈ માહિતી નથી મળતી એમનો કોઈ પૂર્વજ શાહ વલી મહંમદ લગભગ સોળમી સદીના અંતમાં દિલ્હીથી ગુલબર્ગા આવીને વસ્યો એ ધાર્મિક માણસ હતો અને એક દરગાહમાં વસ્યો આદિલશાહે એને વેતન આપવાનું શરૂ કર્યું એના મૃત્યુ પછી એના દીકરા મહંમદ અલીએ પણ દરગાહની સેવાચાકરી કરી પણ એના ચાર દીકરાઓએ લશ્કરની નોકરી પસંદ કરી આમાંથી એક ફત મહંમદને ઘેર ૧૭૨૧માં હૈદર અલીનો જન્મ થયો એનો એક મોટો ભાઈ શાહબાઝ પણ હતો ફત મહંમદ મરી ગયો ત્યારે દેવું છોડીને ગયો હતો લેણદારે કરજ વસૂલ કરવા માટે આઠ વર્ષના શાહબાઝ અને પાંચ વર્ષના હૈદર પર દમન ગુજાર્યું અને એમની બધી મિલકત પડાવી લીધી ફત મહંમદનો ભત્રીજો હૈદર સાહેબ મૈસૂરના રાજાના એક અધિકારી દેવરાજના તાબામાં કામ કરતો હતો એણે કુટુંબને છોડાવ્યું કુટુંબ ત્યાંથી સેરિગપટમમાં હૈદર સાહેબને આશરે સ્થાયી થયું હૈદર સાહેબના અવસાન પછી શાહબાઝને કમાંડર બનાવવામાં આવ્યો હૈદર અલી એની નીચે કામ કરતો હતો પણ ૧૭૪૯માં એને મૈસુરની ફોજ સાથે હૈદરાબાદમાં નિઝામ આસિફ જાહના પુત્ર નાસિર જંગ અને એના ભત્રીજા વચ્ચે સાઠમારી ચાલતી હતી મૈસૂરે હૈદર અલીને નાસિર જંગની મદદે મોકલ્યો જીત તો મળી પણ કડપ્પાના પઠાણ નવાબે નાસિર જંગને દગાથી મરાવી નાખ્યો આ અંધાધૂંધીમાં ફ્રેંચ કંપનીએ ખજાના પર કબ્જો કરી લીધો પણ હૈદર અલીના હાથમાં પણ એનો અમુક ભાગ આવ્યો એમાંથી એણે પોતાની ફોજ વધારી અને ભાગેડૂ ફ્રેંચ સૈનિકોની મદદથી પશ્ચિમી ઢબની તાલીમ આપવાનું શરૂ કર્યું આમ હિંદુસ્તાનમાં શિસ્તબદ્ધ સેનાની શરૂઆત હૈદર અલીએ કરી દરમિયાન કર્ણાટકની નવાબીના હક માટે મહંમદ અલી અને ચંદાસાહેબ વચ્ચે ઘર્ષણ ચાલતું હતું આમાં ફ્રેંચ કંપની ચંદાસાહેબની સાથે રહી આથી મહંમદ અલીએ મૈસૂરની મદદ માગી અને એની કિંમત તરીકે ત્રિચિનાપલ્લી મૈસૂરને હવાલે કરવાનું વચન આપ્યું ઈસ્ટ ઇંડિયા કંપની પણ મહંમદ અલીની સાથે હતી ચંદાસાહેબ માર્યો ગયો અને મહંમદ અલી જીત્યો પણ ત્રિચિનાપલ્લી આપવાની વાત જ બાજુએ રહી ગઈ આ લડાઈમાં હૈદર અલી છેક સુધી રહ્યો અને એણે અંગ્રેજ અને ફ્રેંચ કંપનીઓના લશ્કરોની કુશળતા જોઈ મૈસૂરના રાજાએ એની વીરતા જોઈને એને ડીંડીગળનો ફોજદાર બનાવી દીધો બીજી બાજુ મૈસૂરનું અર્થતંત્ર લડાઈઓને કારણે પડી ભાંગવા લાગ્યું હતું સૈનિકોના પગાર પણ ચુકવાયા નહોતા વોડેયર વંશનો રાજા તો બે ભાઈઓ દેવરાજ અને નંજરાજ ના હાથનું રમકડું હતો આથી સૈનિકોએ નંજરાજના ઘરે ધામા નાખ્યા અને એનાં અનાજપાણી રોકી દીધાં આ સમાચાર મળતાં હૈદર અલી સેરિંગપટમથી મૈસૂર આવ્યો આ અસંતોષ ઊભો થવાનું કારણ તો એ હતું કે દેવરાજ અને નંજરાજ વચ્ચે વિખવાદ થઈ ગયો હતો હૈદર અલીએ બન્ને ભાઈઓ વચ્ચે સમાધાન કરાવ્યું રાજાને રક્ષણની બાંયધરી આપી અને સૈનિકોના ચડત પગાર ચૂકવી આપ્યા આના પછી એની પ્રતિષ્ઠા વધી ગઈ અને ૧૭૫૮માં મરાઠાઓએ મૈસૂર પર હુમલો કર્યો ત્યારે એને મૈસૂરનો સરસેનાપતિ બનાવી દેવાયો આમાં હૈદર અલી જીત્યો તે પછી નંજરાજ હવે બહુ નબળો પડી જતાં એ નિવૃત્ત થઈ ગયો અને હૈદર એની જગ્યાએ સહેલાઈથી ગોઠવાઈ ગયો ૧૭૬૧ સુધીમાં એ મૈસૂરનો વાસ્તવિક અર્થમાં શાસક બની ગયો અને એની સામે કોઈ હરીફ બચ્યો નહોતો ટીપુ સુલતાન પરંતુ સેરિંગપટમમાં દીવાન ખંડેરાવે બળવો કરતાં હૈદરને ભાગવું પડ્યું એ વખતે ટીપુ સુલતાન દસેક વર્ષંનો હતો સુલતાન એનો ખિતાબ નથી આર્કોટના ટીપુ મસ્તાન ઓલિયાના નામ પરથી એનું નામ રાખવામાં આવ્યું હતું પાદશાહ બિરુદ તો એણે છેક ૧૭૮૭માં ધારણ કર્યું ટીપુનું આખું જીવન એટલે દક્ષિણમાં અંગ્રેજો સામેના સંઘર્ષનો ઇતિહાસ જે આપણે હવે પછીના પ્રકરણોમાં જોઈશું 0 0 ૦ સંદર્ભઃ history of tipu sultan by mohibbul hasan khan 1951 ઇંટરનેટ પર ઉપલબ્ધ like loading author dipak dholakia posted on 06 09 2018 31 08 2018 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 1 slavery chapter 28 science samachar 46 ૧ ભારત માટે ખરાબ સમાચાર હાર્વર્ડની ટી એચ ચાન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના સંશોધકો દુનિયા માટે અને ખાસ કરીને ભારત તેમ જ દક્ષિણ એશિયાના દેશો માટે ખરાબ સમાચાર લઈને આવ્યા છે એમણે કાર્બન ડાયોક્સાઇડના વધતા પ્રમાણનો અભ્યાસ કરીને કહ્યું છે કે ૨૦૫૦ સુધીમાં એને કારણે ઘઉં અને ચોખા સત્ત્વહીન થઈ જશે અને પોષણ પૂરું પાડવાની એમની ક્ષમતા ઘટી ગઈ હશે આની અસર એ થશે કે દુનિયાના ૧૭ કરોડ ૫૦ લાખ લોકો શરીરમાં ઝિંક જસત ની ઊણપનો શિકાર બનશે એક અબજ કરતાં વધારે સ્ત્રીઓ અને બાળકો ભોજનમાંથી મળતા લોહથી પણ વંચિત થઈ જશે અની ઍનીમિયા તેમ જ બીજા રોગોનો શિકાર બનશે રિપોર્ટ કહે છે કે સૌથી વધારે સંકટ ભારતમાં આવશે દેશના પાંચ કરોડ નાગરિકોને જસતની ઊણપ વર્તાશે અને બીજા ૩ કરોડ ૮૦ લાખ પ્રોટીનથી વંચિત થઈ જશે ૫૦ કરોડ કરતાં વધારે સ્ત્રીઓ અને બાળકો લોહની ખામીથી થતા રોગોમાં સપડાઈ જશે દક્ષિણ એશિયા અગ્નિ એશિયા આફ્રિકા અને પશ્ચિમ એશિયા અખાતના દેશો ના ઘણા દેશો પર પણ ભારે પ્રભાવ પડશે આજે દુનિયામાં બે અબજ લોકોને એક યા બીજું પૌષ્ટિક તત્ત્વ નથી મળતું સામાન્ય રીતે પૌષ્ટિક તત્ત્વો વનસ્પતિમાંથી મળે છે આપણે ૬૩ ટકા પ્રોટીન ૮૧ ટકા લોહ અની ૬૮ ટકા ઝિંક ખેતીના પાકોમાંથી મેળવીએ છીએ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જ્યાં ૫૫૦ પાર્ટ પર મિલિયન ppm છે ત્યાં લોહ અને ઝિંકનું પ્રમાણ ૩ થી ૧૭ ઓછું જોવા મળ્યું છે અત્યારે આવા પ્રદેશોમાં પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ૪૦૦ ppm કરતાં ઉપર છે સંશોધકોએ ૧૫૧ દેશોમાં પોષણના દરજ્જા અને ભવિષ્યનું વિશ્લેષણ કર્યું છે આ અભ્યાસ the study ૨૭ ઓગસ્ટ ૨૦૧૮ના nature climate change સામયિકમાં પ્રકાશિત થયો છે સંદર્ભઃ https www hsph harvard edu news press releases climate change less nutritious food 0 0 ૦ ૨ મોટા આંતરડાના કૅન્સરમાં કોબીજ ફાયદાકારક શાકભાજી ખાવાના ઘણા લાભ છે અને એના વિશે આપણે ઘણું જાણીએ છીએ આમ છતાં કયા શાકમાંથી મળતું રસાયણ શું કમ કરે છે તે વિગતવાર જાણતા નથી હોતા હવે કોબીજ કે ફલેવર આંતરડાના કૅન્સરને રોકવાનું કામ કરતું હોવાનું જાણવા મળ્યું છે આપણા આંતરડામાં રક્ષણાત્મક કોશોની પારદર્શક દીવાલ હોય છે જે બે કામ કરે છે શરીરને પૌષ્ટિક તત્ત્વો પાહોંચાડે છે અને રોગપ્રતિકાર તંત્રને નુકસાનજનક બૅક્ટેરિયા વિશે માહિતી પહોંચાડે છે ફ્રાંસિસ ક્રીક ઇંસ્ટીટ્યૂટના સંશોધકોએ આંતરડાની સ્થિતિને સમજતો હોય એવા પ્રોટીન ઍરિલ હાઇડ્ર્રોકાર્બન રિસેપ્ટર ahr ને સક્રિય બનાવ્યો પહેલાં તો એમણે અમુક ઉંદર લીધા અને એમના જીનમાં એવો ફેરફાર કર્યો કે જેથી એ ahr ન બનાવી શકે પછી એમણે એમનાં બે જૂથ બનાવીને જુદા જુદા પ્રકારના ખોરાક આપ્યા બન્ને જૂથને પૌષ્ટિક આહાર જ આપ્યો પણ બીજા જૂથને પ્રયોગ માટેનો આહાર પણ આપ્યો આ પ્રયોગથી જણાયું કે રક્ષણાત્મક દીવાલને નુકસાન થતું અટકાવવામાં ahr મહત્ત્વનો ભાગ ભજવે છે ઘણાં શાક્માંથી ahr પેદા થાય એવાં રસાયણો મળે છે જેમને આ આહાર નહોતો મળ્યો તેમનામાં કૅંન્સરની ગાંઠો જોવા મળી પણ જેમને એ આહાર અપાયો હતો એમનામાં ahr બનતું હતું આથી એમનામાં કૅન્સરની ગાંઠો ન બની જે ગાંઠો બની તે પણ સૌમ્ય હતી આ પ્રયોગનું તારણ એ નીકળ્યું કે કોબીજ ફલેવર કે બ્રોકોલી જેવાં શાકના રેસા જ નહીં એમાંથી મળતાં રસાયણો પણ આંતરડાના કૅન્સરને રોકવામાં મદદ કરે છે સંદર્ભઃ https www sciencedaily com releases 2018 08 180814173648 htm journal immunity 2018 doi 1016 j immuni 2018 07 010 0 0 ૦ ૩ દારુ મૃત્યુનું સાતમું મુખ્ય કારણ મૃત્યુ અને અપંગતા માટે મહત્ત્વનાં પ્રથમ સાત કારણોમાં દારુ પણ છે જો કે અમુક સંયોગોમાં પ્રમાણભાન રાખીને એનું સેવન કરવાના ફાયદા પણ છે પરંતુ લૅંસેટ હેલ્થ મૅગેઝિને હાલમાં જ પ્રસિદ્ધ કરેલા વિગતવાર રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ૨૦૧૬માં એક સુવિસ્તૃત અભ્યાસ હાથ ધરાયો સંશોધકોએ વ્યક્તિગત અને સામૂહિક ટેવોના ૬૯૪ પ્રકારનાં ડેટા સોર્સિઝનો ઉપયોગ કર્યો અને એમાં સ્ત્રીઓ અને પુરુષોને દરેકની ઉંમર ૧૫થી ૪૯ અને અલગથી ૫૦ આવરી લેવાયાં અને દરરોજ ૧૦ ગ્રામ શુદ્ધ એથિલ દારુનું સેવન સ્ટૅંડર્ડ માન્યું તારણ એ નીકળ્યું કે સરેરાશ દોઢથી ત્રણ ટકા સ્ત્રીઓ અને ૫ ૮ ટકાથી માંડીને આઠ ટકા પુરુષો દારુને કારણે મૃત્યુ પામે છે માત્ર મૃત્યુ નહીં બીજાં આરોગ...
|